GSEB Solutions Class 11 Biology Chapter 10 કોષચક્ર અને કોષવિભાજન

Gujarat Board GSEB Textbook Solutions Class 11 Biology Chapter 10 કોષચક્ર અને કોષવિભાજન Textbook Questions and Answers.

Gujarat Board Textbook Solutions Class 11 Biology Chapter 10 કોષચક્ર અને કોષવિભાજન

GSEB Class 11 Biology કોષચક્ર અને કોષવિભાજન Text Book Questions and Answers

પ્રશ્ન 1.
સસ્તનનાં કોષનો સરેરાશ કોષચક્ર સમયગાળો કેટલો હોય છે ?
ઉત્તર:
24 કલાક.

પ્રશ્ન 2.
કોષરસ વિભાજન અને કોષકેન્દ્ર વિભાજનમાં શું ભેદ હોય છે ?
ઉત્તર:
કોષરસ વિભાજન સમયે કોષીય અંગિકાઓ જેવી કે કણાભસૂત્ર અને રંજકકણો બંને બાળકોષોમાં સમાન વિતરણ થઈ જાય છે, જ્યારે કોષકેન્દ્ર વિભાજનમાં રંગસૂત્રની વહેંચણી થાય છે.

પ્રશ્ન 3.
આંતરાવસ્થામાં થતી ઘટનાઓનું વર્ણન કરો.
ઉત્તર:
GSEB Solutions Class 11 Biology Chapter 10 કોષચક્ર અને કોષવિભાજન 1

  • લાક્ષણિક સુકોષકેન્દ્રી કોષચક્ર મનુષ્યના કોષને સંવર્ધન કરી સમજાવી શકાય. આ કોષો લગભગ પ્રત્યેક 24 કલાકમાં એક વાર વિભાજન પામે છે.
  • આ કોષચક્રનો સમયગાળો વિવિધ સજીવો અને વિવિધ પ્રકારના કોષોમાં જુદો જુદો હોય છે. દા.ત., યીસ્ટ – કોષમાં એક કોષચક્ર માત્ર 90 મિનિટમાં પૂર્ણ થાયછે.
  • કોષચક્રને મુખ્ય બે તબક્કાઓમાં વહેંચી શકાય :
    (I) આંતરાવસ્થા (Inter phase)
    (II) M-તબક્કો (Mitosis phase)
  • M-અવસ્થા (વિભાજન તબક્કો)માં વાસ્તવમાં કોષવિભાજન કે સમસૂત્રીભાજન થાય છે, તેની અવસ્થાઓ રજૂ કરે છે. આંતરાવસ્થા બે ક્રમિક M-અવસ્થાઓની વચ્ચેની સ્થિતિને રજૂ કરે છે.
  • મનુષ્યમાં સરેરાશ કોષચક્રનો સમયગાળો 24 કલાકનો હોય છે, જેમાં કોષવિભાજન લગભગ માત્ર એક કલાકમાં પૂર્ણ થાય છે, જ્યારે કોષચક્રના કુલ સમયગાળાનાં 95% થી વધારે સમય કોષ આંતરાવસ્થામાં પસાર કરે છે.
  • Mાબક્કાની શરૂઆત કોષકેન્દ્ર વિભાજન (કરિયોકાઇનેસીસ)થી થાય છે, જે બાળ રંગસુત્રનું નિમણિ અને કોષરસ વિભાજન (સાઇટોકાઇનેસીસ)થી અંત પામે છે. આંતરાવસ્થાને વિશ્રામ અવસ્થા પણ કહે છે. મા સમય દરમિયાન કોષ એ ક્રમબદ્ધ રીતે કોષવૃદ્ધિ અને DNA સ્વયંજનને બંનેમાંથી પસાર થઈ વિભાજન માટે તૈયાર થાય છે.
  • આંતરાવસ્થાને બીજી ત્રણ તબક્કામાં વહેંચી શકાય છે.
    (a) G1 તબક્કો (Gap-1 phase)
    (b) S – તબક્કો (Synthesis phase)
    (e) G2 – તબક્કો (Gap-2 phase)

(a) G1 તબક્કો : અગાઉના સમવિભાજન અને DNA સ્વયંજનની શરૂઆત વચ્ચેના મધ્યસ્થી તબક્કાને G તબક્કો કહે છે. ઉં, અવસ્થામાં કોષ ચયાપચયિક રીતે સક્રિય હોય છે અને સતત વૃદ્ધિ કરે છે. આથી આ તબક્કાને વૃદ્ધિ gબેકો કહે છે, પરંતુ DNAનું સ્વયંજનન કરતો નથી,

(b) S – તબક્કો : આ તબક્કા દરમિયાન DNAનું સંશ્લેષણ તેમજ તેનું સ્વયંજનન થાય છે. આ સમય દરમિયાન પ્રત્યેક કોષમાં DNAની માત્રા બમણી થઈ જાય છે. જો DNAની શરૂઆતની માત્રા 2c હોય તો તે વધીને 40 થઈ જાય છે છતાં રંગસૂત્રોની સંખ્યામાં કોઈપણ વધારો થતો નથી.

  1. જે G1 – અવસ્થામાં કૌષી દ્વિતીય અવરથા 27 રંગસુત્ર ધરાવતો હોય તો પણ S – અવસ્થાનાં અંતમાં પણ તેની સંખ્યા 2n જ રહે છે.
  2. પ્રાણીકોષમાં S વસ્યા દૂરમિયાન કોષકેન્દ્રમાં DNAનાં સ્વજનની શરૂઆત થવાની સાથે તારા કેન્દ્રના કોષરસમાં દિગુણનની શરૂઆત થવા લાગે છે. આ અવસ્થાને સંશ્લેષણ તબકકો પણ કહે છે,

(c) G2 – તબક્કો : ઓતરાવસ્થાની અંતિમ તબક્કો છે, G2 અવસ્થા દરમિયાન સમવિભાજનની તૈયારી સ્વરૂપે પ્રોટીનનું સંશ્લેષણ થાયછે.

  • શાંત અવસ્થા (G0 પુનું પ્રાણીઓમાં કૌષી વિભાજન પામતાં નશ્વી, (દા.ત., હૃદયના કોપ) અને બીજા અનેક ક્યારેક જ વિભાજન પામે છે, એવું ત્યારે જ થાય છે જ્યારે ક્ષતિગ્રસ્ત કે મૃતકોષોના નું કસાનને કારણે બદલવાના હોષ, આ કોષો કૈ જે ફરીથી વિભાજન પામતાં નથી, પરંતુ G1 અવસ્યાથી નીકળીને નિષ્ક્રિય અવસ્થામાં પહોંચે છે, જેને કોષચક્રની શાંત અવસ્થા (G0) કહે છે.
  • આ અવસ્થામાં કોષ પાપચયની દૃષ્ટિએ સક્રિય હોય છે, પરંતુ વિભાજન પામતાં નથી, તેનું વિભાજન સંજીવની આવશ્યકતા પ્રમાણે થાય છે,

GSEB Solutions Class 11 Biology Chapter 10 કોષચક્ર અને કોષવિભાજન

પ્રશ્ન 4.
કોષચક્રની G0 (શાંત અવસ્થા) શું છે ?
ઉત્તર:
જે કોષો ફરીથી વિભાજન પામતાં નથી, પરંતુ G1 અવસ્થામાંથી નીકળીને નિષ્ક્રિય અવસ્થામાં પહોંચે છે તેને કોષચક્રની શાંત અવસ્થા (G0) કહે છે.

પ્રશ્ન 5.
સમભાજનને સમસૂત્રીભાજન શા માટે કહે છે ?
ઉત્તર:
સમભાજનની પ્રક્રિયામાં માતૃકોષમાં જોવા મળતાં રંગસૂત્રો જેટલાં જ રંગસૂત્રો નવા ઉત્પન્ન થતાં બે બાળકોષોમાં જોવા મળતાં હોવાથી સમભાજનને સમસૂત્રીભાજન કહે છે.

પ્રશ્ન 6.
કોષચક્રની અવસ્થાઓનાં નામ જણાવો કે જેમાં નીચેની ઘટનાઓ થાય છે.
ઉત્તર:
(1) રંગસૂત્રો ત્રાક મધ્યરેખા તરફ ગતિ કરે છે.
– ભાજનાવસ્થા.

(2) સેન્ટ્રોમિયરનું વિભાજન અને રંગસૂત્રિકાનું છૂટા પડવું.
– ભાજનોત્તરાવસ્થા.

(3) સમજાત રંગસૂત્રોની એકબીજા સાથે જોડી રચાવી.
– ઝાયગોટીન.

(4) સમજાત રંગસૂત્રોની વચ્ચે વ્યતિકરણ થવું.
– પેકિટીન.

પ્રશ્ન 7.
નીચે આપેલાનું વર્ણન કરો.
ઉત્તર:
(a) સાયનેપ્સિસ : ઝાયગોટીન અવસ્થા દરમિયાન રંગસૂત્રોની લંબાઈને અનુરૂપ જોડીઓ બનવા માંડે છે, જેને સાયનેપ્સિસ કહે છે.
(b) દ્વિયુગ્મી :
(c) સ્વસ્તિક ચોકડીઓ :
સમજાત રંગસૂત્રોની અંદરની બે રંગસૂત્રિકાઓ વચ્ચે વ્યતિકરણ સ્થાનને પુનઃ સંયોજિત ગંઠિકા કે સ્વસ્તિક ચોકડી કહે છે.

પ્રશ્ન 8.
વનસ્પતિકોષમાં થતું કોષરસ વિભાજન પ્રાણીકોષમાં થતાં કોષરસ વિભાજનથી કઈ રીતે અલગ પડે છે ?
ઉત્તર:

  • પ્રાણીકોષમાં કોષરસ વિભાજન : પ્રાણીકોષમાં વિભાજન કોષરસ પટલનાં એક ઉપસંકોચન ખાચ બને છે, જે પરિઘથી કેન્દ્ર તરફ સતત ઊંડી બનતી જાય છે. બંને તરફની ખાંચો જ્યારે કેન્દ્રમાં એકબીજા સાથે જોડાઈ જાય છે ત્યારે કોષનો કોષરસ બે ભાગોમાં વહેંચાઈ જાય છે.
  • વનસ્પતિકોષમાં કોષરસ વિભાજન : વનસ્પતિકોષોમાં કોષરસ વિભાજન કેન્દ્રસ્થ વિસ્તારથી શરૂ થઈને બહારની (પરિઘ) તરફ પૂર્વસ્થિત પાર્શ્વ કોષદીવાલ સાથે જોડાઈ જાય છે.

પ્રશ્ન 9.
અર્ધીકરણના અંતે નિર્માણ પામતાં ચાર બાળકોષો શેમાં સમાન કદનાં અને શેમાં અસમાન (ભિન) કદનાં હોય છે? ઉદાહરણ શોધો.
ઉત્તર:

  1. શુક્રકોષજનનની પ્રક્રિયા દરમિયાન એક પ્રાથમિક પૂર્વ શુક્રકોષનું અર્ધીકરણ થઈ બનતા ચાર પ્રશુક્રકોષ સમાન કદનાં હોય છે.
  2. અંડકોષજનનની પ્રક્રિયા દરમિયાન એક પ્રાથમિક પૂર્વ અંડકોષનું અર્ધીકરણ થઈ બનતા અંડકોષના નિર્માણમાં કોષો અસમાન (ભિન્ન) કદનાં હોય છે.

પ્રશ્ન 10.
સમભાજનની ભાજનાવસ્થા અને અર્ધીકરણની ભાજનાવસ્થા-1માં ભેદ જણાવો.
ઉત્તર:
GSEB Solutions Class 11 Biology Chapter 10 કોષચક્ર અને કોષવિભાજન 2

પ્રશ્ન 11.
સમભાજન અને અર્ધીકરણમાં જોવા મળતા મુખ્ય ભેદની સૂચિ બનાવો.
ઉત્તર:

સમભજન (સમસૂત્રીભાજન) અર્ધીકરણ (અર્ધસૂત્રીભાજન).
(1) સમભાજન દૈહિક કોષોમાં થાય છે. (1) અર્ધીકરણ પ્રજનનકોષો (જનનસર્જક-કોષો)માં થાય છે.
(2) માતૃકોષમાં એક પૂર્ણ વિભાજનથી બે બાળકોષો નિર્માણ પામે છે. (2) માતૃકોષનું બે વાર વિભાજન થતાં ચાર બાળકોષો નિર્માણ પામે છે.
(3) સમભાજન પામતો માતૃકોષ એકકીય કે ઢિકીય હોય છે. (3) અર્ધીકરણ પામતો માતૃકોષ હંમેશાં દ્વિતીય હોય છે.
(4) સમભાજનમાં રંગસૂત્રની સંખ્યા દરેક કોષકેન્દ્રમાં અગાઉ જેટલી જ હોય છે. (4) અર્ધીકરણને અંતે પેદા થતાં કોષમાં રંગસૂત્રોની સંખ્યા એકકીય હોય છે, જયારે તેના માતૃકોષમાં દ્વિકીય હોય છે.
(5) સમભાજન દરમિયાન સમજાત રંગસૂત્રોની જોડીઓ બનતી નથી. (5) તેની પૂર્વાવસ્થાન દરમિયાન બધાં જ સમ-જાત રંગસૂત્રો પૂર્ણ જોડીમાં ગોઠવાય છે.
(6) રંગસૂત્રો વચ્ચે વ્યતિકરણ થતું નથી. (6) ઓછામાં ઓછું એક વ્યતિકરણ કે જનીન-દ્રવ્યની અદલાબદલી સમજાત રંગસૂત્ર દ્વારા થાય છે.
(7) ભાજનોત્તરાવસ્થા દરમિયાન સેન્ટ્રોમિયર વિભાજિત થાયછે. (7) ભાજનોત્તરાવસ્થા-II દરમિયાન સેન્ટ્રોમિયર અલગ થાય છે, પરંતુ ભાજનોત્તરાવસ્થા-1માં આવું થતું નથી.
(8) બાળકોષનું જનીન બંધારણ માતૃકોષ જેવું જ હોય છે. (8) ઉત્પન્ન થતાં નવા કોષમાં માતૃકોષ કરતાં જનીન-બંધારણ ભિન્ન હોય છે.
(9) સમભાજન પછી દરેક બાળકોષના DNA તંતુ સરખા જ રહે છે. (9) અર્ધીકરણ બાદ સર્જાતા દરેક બાળકોષમાં DNAના તંતુ અડધા થઈ જાય છે.
(10) એક જ સજીવમાંથી થતી સમસૂત્રીભાજન ક્રિયાનો સમય અર્ધીકરણની ક્રિયાના સમય કરતાં ઘણો જ ટૂંકો છે. (10) અર્ધસૂત્રીભાજનની ક્રિયા જ સજીવમાં થતી સ્ત્રીભાજન ક્રિયા કરતાં ઘણો લાંબો સમય લે છે.

GSEB Solutions Class 11 Biology Chapter 10 કોષચક્ર અને કોષવિભાજન

પ્રશ્ન 12.
અર્ધીકરણનું મહત્ત્વ શું છે ?
ઉત્તર:

  1. રંગસૂત્રની સંખ્યા અડધી થઈ જતી હોવા છતાં અર્ધીકરણ એ વિશિષ્ટ પ્રક્રિયા છે, જેમાં લિંગી પ્રજનન કરતા સજીવોની દરેક જાતિમાં રંગસૂત્રોની નિશ્ચિત સંખ્યા જે તે જાતિ પ્રમાણે જળવાઈ રહે છે.
  2. વ્યતિકરણને લીધે જનીનોની અદલાબદલી શક્ય બને છે, તેથી અર્ધીકરણ દ્વારા સજીવોની વસ્તીમાં પેઢી દર પેઢી જનીનિક ભિન્નતામાં પણ વધારો થાય છે.
  3. ઉદ્વિકાસની પ્રક્રિયા માટે આવી ભિન્નતાઓ ખૂબ જ મહત્ત્વની છે.

પ્રશ્ન 13.
તમારા શિક્ષક સાથે નીચેના મુદ્દાની ચર્ચા કરો.
ઉત્તર:
(1) એકકીય કીટકો અને નિમ્ન વનસ્પતિમાં જ્યાં કોષવિભાજન થાય છે.
આ વિભાજન સમભાજન પ્રકારનું હોય છે, જેમાં એકકીય કોષો પણ સમભાજન દ્વારા વિભાજન પામે છે.

(2) ઉચ્ચ કક્ષાની વનસ્પતિના કેટલાક એકકીય કોષો કે જેમાં કોષવિભાજન થતું નથી.
એકાંતરજનન. પ્રકરણ-3.

પ્રશ્ન 14.
શું આ અવસ્થામાં DNAના સ્વયંજનન વગર સમભાજન થઈ શકે છે?
ઉત્તર:
પુખ્ત પ્રાણીઓમાં કેટલાક કોષો (હૃદયના કોષો) G1 અવસ્થામાંથી નીકળીને નિષ્ક્રિય અવસ્થામાં પહોંચે છે, જેને કોષચક્રની શાંત અવસ્થા (G0) કહે છે. આ અવસ્થામાં કોષો ચયાપચયની દૃષ્ટિએ સક્રિય હોય છે, પરંતુ વિભાજન પામતાં નથી, તેનું વિભાજન સજીવની આવશ્યકતા પ્રમાણે થાય છે.

પ્રશ્ન 15.
શું કોષવિભાજન વગર DNAનું સ્વયંજનન થઈ શકે છે ?
ઉત્તર:
હા, કણાભસૂત્ર અને હરિતકણમાં.

પ્રશ્ન 16.
કોષવિભાજનની પ્રત્યેક અવસ્થાઓ દરમિયાન થતી ઘટનાઓનું વિશ્લેષણ કરો અને ધ્યાન રાખો કે નીચે આપેલા બે પરિણામો કેવી રીતે બદલાય છે ?
(1) પ્રત્યેક કોષમાં રંગસૂત્ર સંખ્યા (N)
(2) પ્રત્યેક કોષમાં DNAની માત્રા (C)
ઉત્તર:
રંગસૂત્રની સંખ્યા અને DNAનું પ્રમાણ કોષચક્રના ‘S’ તબક્કામાં કે ભાજનોત્તરાવસ્થામાં બદલાય છે. S-તબક્કામાં DNAનું સંશ્લેષણ અને સ્વયંજનન થાય છે. આ દરમિયાન કોષમાં રહેલું DNA બેવડાય છે. જો DNAની શરૂઆતની માત્રા 2C હોય તો તે વધીને 4C થાય છે, છતાં પણ રંગસૂત્રોની સંખ્યામાં વધારો થતો નથી. જો કોષ દ્વિતીય (2n) રંગસૂત્રો ધરાવતા હોય તો G કે આ તબક્કા દરમિયાન રંગસૂત્રોની સંખ્યા સરખી જ રહે છે. રંગસૂત્રની રંગસૂત્રિકા જુદા જુદા ધ્રુવ તરફ ખસે છે. DNAના પ્રમાણમાં કોઈ ફેરફાર થતો નથી. અર્ધીકરણની ભાજનોત્તરાવસ્થા-1માં રંગસૂત્રો અડધી સંખ્યામાં વહેંચાય છે, એટલે કે 2nમાંથી અને DNAનું પ્રમાણ પણ અડધું થાય છે. એટલે કે 4Cમાંથી 2C થાય છે. અર્ધીકરણના દ્વિતીય વિભાજનમાં ભાજનોત્તરાવસ્થા-II દરમિયાન DNAનું પ્રમાણ અડધું 2Cમાંથી C થાય છે, જ્યારે રંગસૂત્રની સંખ્યા સરખી રહે છે.

GSEB Class 11 Biology કોષચક્ર અને કોષવિભાજન NCERT Exemplar Questions and Answers

બહુવૈકલ્પિક પ્રશ્નો (MCQ)

પ્રશ્ન 1.
દ્વિકીય સજીવોમાં અર્ધીકરણને પરિણામે ………………………..
(A) જનનકોષોનું નિર્માણ
(B) રંગસૂત્રોની સંખ્યામાં ઘટાડો
(C) ભિન્નતા જોવા મળે
(D) ઉપરનાં બધાં જ
ઉત્તર:
(D) ઉપરનાં બધાં જ

પ્રશ્ન 2.
અર્ધીકરણના કયા તબક્કામાં જનનકોષોનાં જનીન બંધારણ નિશ્ચિત થાય છે ?
(A) મધ્યાવસ્થા – I
(B) અંત્યાવસ્થા – II
(C) મધ્યાવસ્થા – II
(D) અંત્યાવસ્થા – I
ઉત્તર:
(D) અંત્યાવસ્થા – I

GSEB Solutions Class 11 Biology Chapter 10 કોષચક્ર અને કોષવિભાજન

પ્રશ્ન 3.
સજીવોમાં અર્ધીકરણની પ્રક્રિયા જોવા મળે છે………………….
(A) લિંગી પ્રજનન
(B) વાનસ્પતિક પ્રજનન
(C) (A) અને (B) બંને
(D) એકપણ નહિ
ઉત્તર:
(A) લિંગી પ્રજનન

પ્રશ્ન 4.
અર્ધીકરણની અંત્યાવસ્થા દરમિયાન……………………
(A) સમજાત રંગસૂત્રો જુદા પડે છે.
(B) વિષમજાત રંગસૂત્રો જુદા પડે છે.
(C) જોડમાં રહેલ રંગસૂત્રિકા જુદી પડે છે.
(D) જોડમાં ન હોય તેવી રંગસૂત્રિકા જુદી પડે છે.
ઉત્તર:
(A) સમજાત રંગસૂત્રો જુદા પડે છે.

પ્રશ્ન 5.
સમભાજનની લાક્ષણિકતા એ છે કે…………………..
(A) વિભાજન ઘટે છે.
(B) સમાન વિભાજન
(C) (A) અને (B) બંને
(D) સમજાત રંગસૂત્રોની જોડ બનવી
ઉત્તર:
(B) સમાન વિભાજન

પ્રશ્ન 6.
દ્વિસૂત્રીય અર્ધીકરણ- ધરાવે છે…………………….
(A) બે રંગસૂત્રિકા અને એક સેન્ટ્રોમિય૨
(B) બે રંગસૂત્રિકા અને બે સેન્ટ્રોમિય૨
(C) ચાર રંગસૂત્રિકા અને બે સેન્ટ્રોમિયર
(D) ચાર રંગસૂત્રિકા અને ચાર સેન્ટ્રોમિયર
ઉત્તર:
(C) ચાર રંગસૂત્રિકા અને બે સેન્ટ્રોમિયર

પ્રશ્ન 7.
ક્યારે કોષવિભાજનની ક્રિયા લગભગ જોવા મળતી નથી ?
(A) G1
(B) G2
(C) G0
(D) S – તબક્કો
ઉત્તર:
(C) G0

પ્રશ્ન 8.
નીચે આપેલ પ્રક્રિયામાંથી કઈ સમભાજન દરમિયાન જોવા મળતી નથી ?
(A) રંગસૂત્રીય દ્રવ્યનું સંકોચન
(B) તારાકેન્દ્રનું વિરુદ્ધ ધ્રુવ તરફ ખસવું
(C) બે રંગસૂત્રિકાઓ સેન્ટ્રોમિયર દ્વારા જોડાયેલ હોય તેવા રંગસૂત્રનું દશ્યમાન થવું
(D) વ્યતીકરણ
ઉત્તર:
(D) વ્યતીકરણ

પ્રશ્ન 9.
અર્ધીકરણ માટે કયું વાક્ય ખોટું છે તે દર્શાવો.
(A) સમજાત રંગસૂત્રોની જોડ બનાવી.
(B) ચાર એકકીય કોષનું નિર્માણ .
(C) અર્ધીકરણને અંતે રંગસૂત્રોની સંખ્યા અડધી થવી.
(D) DNA સ્વયંજનનની બે ચક્રિય પ્રક્રિયા થવી.
ઉત્તર:
(D) DNA સ્વયંજનનની બે ચક્રિય પ્રક્રિયા થવી.

GSEB Solutions Class 11 Biology Chapter 10 કોષચક્ર અને કોષવિભાજન

અત્યંત ટૂંક જવાબી પ્રશ્નો (VSQ)

પ્રશ્ન 1.
પ્રોકેરિયોટિક અને યુકેરિયોટિક કોષોમાંથી કયા પ્રકારનાં કોષમાં કોષવિભાજનનો સમય ટૂંકો હોય છે ?
ઉત્તર:
યુકેરિયોટિક કોષ કરતાં પ્રોકેરિયોટિક કોષમાં કોષકેન્દ્રનો સમયગાળો ટૂંકો હોય છે.

પ્રશ્ન 2.
કોષચક્રનો કયો તબક્કો સૌથી વધુ લાંબો હોય છે ?
ઉત્તર:
કોષચક્રની આંતરાવસ્થા તબક્કો સૌથી વધુ લાંબો હોય છે.

પ્રશ્ન 3.
રંગસૂત્રોને અભિરંજિત કરવા વપરાતા અભિરંજકનું નામ આપો.
ઉત્તર:
એસિટો-કાર્બાઈન અને જીજ્ઞા અભિરંજક.

પ્રશ્ન 4.
કઈ પ્રાણીપેશી અને વનસ્પતિ પેશી અર્ધીકરણ દર્શાવે છે ?
ઉત્તર:
વનસ્પતિ અને પ્રાણીના પ્રજનન અંગોમાંથી ઉત્પન્ન થતાં જનનકોષો અથવા નર પ્રજનનકોષો અને માદા પ્રજનનકોષોમાં અર્ધીકરણ જોવા મળે છે.

પ્રશ્ન 5.
ઇ.કોલાઇનો દ્વિગુણનનો સમયગાળો લગભગ 20 મિનિટનો છે, બે ઇ.કોલાઇમાંથી 32 ઇ.કોલાઇ બનવા માટે કેટલો સમય જોઈએ ?
ઉત્તર:.
1 કલાક – 20 મિનિટ.

પ્રશ્ન 6.
મનુષ્યના શરીરનો કયો ભાગ સમભાજનની ક્રિયાના તબક્કાઓ દર્શાવે છે ?
ઉત્તર:
નર અને માદા પ્રજનનઅંગો સિવાયના મનુષ્યના શરીરના દરેક દૈહિક કોષો સુમભાજનનાં તબક્કા દર્શાવે છે. દૈહિક કોષો વૃદ્ધિ અને વિભેદન માટે વિભાજન પામે છે, તે સમવિભાજન દર્શાવે છે.

પ્રશ્ન 7.
રંગસૂત્રિકાને રંગસૂત્રમાં રૂપાંતર થવા માટે શું થવું જરૂરી છે ?
ઉત્તર:
રંગસૂત્રિકા એ રંગસૂત્રની એક પ્રતિકૃતિ છે કે જે સેન્ટ્રોમિયર સાથે જોડાયેલ બીજી કોપી છે. રંગસૂત્રીય દ્રવ્ય કોષચક્રના સંશ્લેષણ તબક્કામાં બેવડાય છે.

સમભાજન દરમિયાન ભાજનાવસ્થાનાં અંતે અને ભાજનોત્તરાવસ્થાની શરૂઆતમાં રંગસૂત્રોનું લંબ અક્ષે વિભાજન થાય છે અને આ રીતે બે રંગસૂત્રો છૂટા પડે છે અને બે બાળકોષોમાં વહેંચાય છે.

GSEB Solutions Class 11 Biology Chapter 10 કોષચક્ર અને કોષવિભાજન

પ્રશ્ન 8.
જો આપેલ પેશીમાં 1024 કોષો હોય તો મૂળ માતૃકોષમાં કેટલી વખત સમવિભાજન થયું હશે ?
ઉત્તર:
માતૃકોષો 10 વખત સમવિભાજનની ચક્રિય પ્રક્રિયા કરી 1024 કોષો બન્યા હશે.

પ્રશ્ન 9.
પરાગાશયમાં 1200 પરાગરજ છે, તેને ઉત્પન્ન કરવા કેટલા પરાગ માતૃકોષો જોઈએ ?
ઉત્તર:
1200 પરાગરજ ઉત્પન્ન કરવા માટે 300 પરાગ માતૃકોષો જોઈએ, કારણ કે એક પરાગ માતૃકોષ ચાર પરાગરજ ઉત્પન્ન કરી શકે.

પ્રશ્ન 10.
કોષચક્રના કયા તબક્કામાં DNAનું સંશ્લેષણ થાય છે ?
ઉત્તર:
કોષચક્રની આંતરાવસ્થાના સંશ્લેષણ તબક્કામાં કે આ તબક્કામાં DNAનું સંશ્લેષણ થાય છે.

પ્રશ્ન 11.
મનુષ્યના કોષો (યુકેરિયોટિક કોષો) એક કોષચક્ર પૂરું કરવા 24 કલાક લે છે તેવું કહેવાય છે. કોષચક્રનો કયો ભાગ સૌથી વધુ સમય લેતો હશે તેવું તમે માનો છો ?
ઉત્તર:
જો કોષ વિભાજન માટે 24 કલાક લે તો 18-20 કલાક કોષ આંતરાવસ્થા પસાર કરે છે, જે દરમિયાન તે કોષ વિભાજન માટે તૈયાર થાયછે.

પ્રશ્ન 12.
હૃદયના કોષો કોષવિભાજન દર્શાવતા નથી એવું જોવા મળ્યું છે. આવાં કોષો ફરી વિભાજન પામતાં નથી અને …………….. તબક્કો દર્શાવતા નથી અને નિષ્ક્રિય તબક્કામાં પ્રવેશે છે, જેને કોષવિભાજનનો ………………. તબક્કો કહે છે. ખાલી જગ્યા પૂરો.
ઉત્તર:
G1 ; G0.

પ્રશ્ન 13.
અર્ધીકરણના કયા તબક્કામાં નીચે મુજબ બને છે ? નીચે આપેલા મુદ્દામાંથી જવાબ પસંદ કરો.
(a) સિનેપ્ટોનિમલ સંકુલ
(b) રિકોમ્બિનેશન ગાંઠો
(c) રિકોમ્બિનેઝ ઉન્સેચકનું સક્રિય થવું/હાજરી
(d) સ્વસ્તિકનું છૂટું પડવું
(e) ઇન્ટરકાઈનેસીસ
(f) કોષદ્રિક (Dyad)નું નિર્માણ

મુદ્દાઓ :
(a) ઝાયગોટીન
(b) પકાયટીન
(c) પકાયટીન
(d) ડાયકાઇનેસીસ
(e) અંત્યાવસ્થા – I પછી / અર્ધીકરણ – IIની પૂર્વાવસ્થા પહેલાં
(f) અંત્યાવસ્થા – I / અર્ધીકરણ – I પછી
ઉત્તર:
(a) સિનેટોનિમલ સંકુલ → ઝાયગોટીન
(b) રિકોમ્બિનેશન ગાંઠો → પકાયટીન
(c) રિકોમ્બિનેઝ ઉસેચકનું સક્રિય થવું / હાજરી → અંત્યાવસ્થા – I / અર્ધીકરણ – I પછી
(d) સ્વસ્તિકનું છૂટું પડવું → ડાયકાઇનેસીસ
(e) ઇન્ટરકાઇનેસીસ → અંત્યાવસ્થા – I પછી / અર્ધીકરણ – IIની પૂર્વાવસ્થા પહેલાં
(f) કોષદ્ધિક (Dyad)નું નિર્માણ → પેકિટીન

GSEB Solutions Class 11 Biology Chapter 10 કોષચક્ર અને કોષવિભાજન

ટૂંક જવાબી પ્રશ્નો (SQ)

પ્રશ્ન 1.
ત્રાક ઉત્પન્ન કરવા સિવાય તારાકેન્દ્રનો અન્ય શું ફાળો છે ?
ઉત્તર:
તારાકેન્દ્ર એ પહ્મ અને કશાની તલકણિકા બનાવવાનું કાર્ય કરે છે. તે સૂક્ષ્મ નલિકાઓ બનાવવામાં અને શુક્રકોષની પૂંછડીની બનાવટમાં ઉપયોગી છે.

પ્રશ્ન 2.
કણાભસૂત્ર અને હરિતકણમાં તેમનું પોતાનું DNA (જનીનિક દ્રવ્ય) હોય છે. સમવિભાજનની પ્રક્રિયામાં તેમનો ફાળો શું છે ?
ઉત્તર:
કણાભસૂત્ર અને હરિતકણમાં આવેલ DNA એ કોષવાદ રંગસૂત્રીય DNA છે. તે કોષકેન્દ્રના વિભાજનમાં કોઈ ભાગ ભજવતું નથી. સમવિભાજનમાં ફક્ત કોષકેન્દ્રીય DNA જ ભાગ ભજવે છે.

પ્રશ્ન 3.
આકૃતિનું નામનિર્દેશન કરો અને આ રચના ક્યારે સ્પષ્ટ બને છે તે જણાવો.
GSEB Solutions Class 11 Biology Chapter 10 કોષચક્ર અને કોષવિભાજન 3
ઉત્તર:
સમવિભાજનના પૂર્વાવસ્થા અને ભાજનાવસ્થા વચ્ચેનો તબક્કો દર્શાવે છે.
GSEB Solutions Class 11 Biology Chapter 10 કોષચક્ર અને કોષવિભાજન 4

પ્રશ્ન 4.
એક કોષમાં 32 રંગસૂત્રો છે, તે સમવિભાજન કરે છે. ભાજનાવસ્થામાં કેટલા () રંગસૂત્રો જોવા મળશે ? ભાજનોત્તરાવસ્થા દરમિયાન DNA દ્રવ્ય (c) કેટલું હશે ?
ઉત્તર:
સજીવના દૈહિક કોષોમાં સમવિભાજન જોવા મળે છે. માતૃકોષોમાં જોવા મળતી રંગસૂત્રોની સંખ્યા જેટલી જ સંખ્યા બાળકોષોમાં જોવા મળે છે, તેથી ભાજનાવસ્થા કે ભાજનોત્તરાવસ્થામાં રંગસૂત્રોની સંખ્યા બદલાશે નહિ.
– DNA દ્રવ્ય સંશ્લેષણ તબક્કામાં આંતરાવસ્થામાં બેવડાય છે અને આંતરાવસ્થા દરમિયાન વિભાજિત થાય છે, પરંતુ રંગસૂત્રોની સંખ્યા સમાન રહે છે.

પ્રશ્ન 5.
પેશીના સમવિભાજનના તબક્કાઓનું પરીક્ષણ કરતાં કેટલાંક કોષોમાં 16 રંગસૂત્રો અને કેટલાકમાં 32 રંગસૂત્રો જોવા મળ્યા. રંગસૂત્રોની સંખ્યામાં જોવા મળતા આ તફાવત માટે કયું શક્ય કારણ તમે નક્કી કરી શકો? શું તમે એવું વિચારી શકો કે 16 રંગસૂત્રો 32 રંગસૂત્રોવાળા કોષમાંથી કે તેની વિરુદ્ધ ઉત્પન્ન થયા હોય ?
ઉત્તર:
આવી પરિસ્થિતિ મોસેઇક કે મોસેઇસમના કારણે જોવા મળી હોય. તેમાં સજીવમાં બે કે વધુ કોષો જુદા જનીનિક સ્વરૂપે સંગ્રહિત થયેલ હોય.

આ પ્રકારનું પરિણામ વિવિધ ક્રિયાઓને પરિણામે જોવા મળ્યું હોય, જેમ કે નોન-ડિજંક્શન, એનાફેઝ લેગીંગ અને એન્ડોરેપ્લીકેશન. પુખ્ત કોષોમાં લિંગી કે અલિંગી પ્રજનન દરમિયાન વિકૃતિ દ્વારા ઉત્પન્ન થઈ હોય.

આ કિસ્સામાં કોષ 16 રંગસૂત્રો અને 32 રંગસૂત્રોવાળા કોષમાંથી ઉત્પન્ન થયા હશે.

પ્રશ્ન 6.
કોષચક્રના વિવિધ તબક્કા દરમિયાન નીચેની ઘટનાઓ જોવા મળે છે. દરેક ઘટના માટેનાં તબક્કાનું નામ આપો.
(a) કોષકેન્દ્રપટલનું અદશ્ય થવું
(b) કોષકેન્દ્રનું નિર્માણ
(c) રંગસૂત્રનું વિભાજન
(d) DNAનું સ્વયંજનન
ઉત્તર:
(a) પૂર્વાવસ્થા
(b) અંત્યાવસ્થા
(c) ભાજનોત્તરાવસ્થા
(d) S – તબક્કો

GSEB Solutions Class 11 Biology Chapter 10 કોષચક્ર અને કોષવિભાજન

પ્રશ્ન 7.
સમવિભાજનની ક્રિયાને પરિણામે બે કોષો એકબીજાને મળતા આવે છે. જો સમવિભાજનની ક્રિયામાં નીચેનામાંની અનિયમિતતા જોવા મળે તો શું પરિણામ આવે ?
(a) કોષકેન્દ્રપટલ વિઘટન પામવામાં નિષ્ફળ જાય.
(b) DNAનું સ્વયંજનન ન થાય.
(c) સેન્ટ્રોમિયર વિભાજિત ન થાય.
(d) કોષરસ વિભાજન ન થાય.
ઉત્તર:
(a) જો કોષકેન્દ્રપટલ વિઘટન ન પામે તો ત્રાકતંતુઓ રંગસૂત્ર સુધી પહોંચી ન શકે તો તેઓ કોષના વિરુદ્ધ ધ્રુવ તરફ ખસી ન શકે. કેટલાંક પ્રજીવોમાં, જેમ કે અમીબામાં ત્રાક કોષકેન્દ્રમાં ઉત્પન્ન થાય છે, જેને કોષકેન્દ્રીય સમભાજન કે પ્રિ-માઇટોસીસ કહે છે.

(b) જો DNAનું સ્વયંજનન ન થાય તો કોષમાં કોષચક્રમાં સંશ્લેષણ તબક્કો જોવા ન મળે, રંગસૂત્રો ન બને, M-તબક્કામાં પ્રવેશી ન શકે અને સમવિભાજનની પ્રક્રિયા અટકી જાય.

(c) જો સેન્ટ્રોમિયર વિભાજિત ન થાય તો એક બાળકોષ રંગસૂત્રોની સંપૂર્ણ જોડી મેળવે, જ્યારે બીજો બાળકોષ એક પણ રંગસૂત્ર ન મેળવે, જેથી ટ્રાયસોમી જોવા મળે છે.

(d) જો કોષરસ વિભાજન ન થાય તો સાઈનોસીટ (Coenocyte) સીન્સીસિયમ (Syncytium) જેવી બહુકોષકેન્દ્રી પરિસ્થિતિ ઊભી થાય. દા.ત., રાઈઝોપસ અને વાઉકેરિયા (Vaucheria) વગેરે.

પ્રશ્ન 8.
એકકોષીય અને બહુકોષીય સજીવ સમવિભાજન કરે છે, તેમાં શું તફાવત છે ? જો હોય તો આ બંનેમાં શું ક્રિયા થાય છે ?
ઉત્તર:
એકકીય સજીવમાં દૈહિક કોષો બે ભાગમાં વહેંચાય છે, આ પ્રકારના વિભાજનને અસમભાજન કહે છે. બહુકોષીય સજીવમાં તે સીધી પ્રક્રિયા નથી.

એકકોષીય અને બહુકોષીય સજીવોમાં કોષવિભાજનમાં અને સમવિભાજનમાં નીચે પ્રમાણેના ભેદ જોવા મળે છે.

એકકોષીય સજીવમાં કોષવિભાજન (અસમભાજન) બહુકોષીય સજીવમાં કોષવિભાજન (સમભાજન)
તેમાં રંગસૂત્રો બન્યા સિવાય કોષ અને કોષકેન્દ્રીય ઘટકોનું સીધું વિભાજન થાય છે. તેમાં રંગસૂત્રો બને છે અને કોષકેન્દ્ર અને કોષીય ધ્રુવ સીધા વિભાજન પામતાં નથી.
કોષવિભાજનનાં વિવિધ તબક્કા જોવા મળતા નથી. તેમાં કોષવિભાજનનાં વિવિધ તબક્કાઓ સંકળાયેલા છે.

પ્રશ્ન 9.
અનિયંત્રિત કોષવિભાજનને પરિણામે ઉત્પન્ન થતી રોગકારક પરિસ્થિતિનું નામ જણાવો.
ઉત્તર:
અનિયંત્રિત કોષવિભાજનને પરિણામે ઉત્પન્ન થતી રોગકારક પરિસ્થિતિ કેન્સર છે, જેના કારણે અંગોમાં અનિયમિત વૃદ્ધિથી ગાંઠ સર્જાય છે.

પ્રશ્ન 10.
S – તબક્કામાં પ્રાણીકોષમાં બે મુખ્ય ઘટનાઓ બને છે, DNAનું દ્વિગુણન અને તારાકેન્દ્રનું બેવડાવવું. આ ઘટના કોષના કયા ભાગમાં બને છે ?
ઉત્તર:
DNAનું દ્વિગુણન કોષકેન્દ્રમાં થાય છે અને તારાકેન્દ્ર કોષરસમાં બેવડાય છે. તારાકેન્દ્ર ત્રાકતંતુઓ ઉત્પન્ન કરે છે, જે પ્રાણીકોષમાં રંગસૂત્રને દોરવામાં મદદ કરેછે.

પ્રશ્ન 11.
અર્ધીકરણની ક્રિયા દરમિયાન રંગસૂત્રની સંખ્યામાં ઘટાડો થતો હોવા છતાં જે તે જાતિના રંગસૂત્રોની સંખ્યા નિશ્ચિત જળવાઈ રહે છે. વાક્ય સમજાવો.
ઉત્તર:
અર્ધીકરણની ક્રિયા દરમિયાન દરેક જાતિના રંગસૂત્રોની ચોક્કસ સંખ્યા લિંગી પ્રજનન દરમિયાન સજીવમાં જળવાઈ રહે છે. અર્ધીકરણની પ્રક્રિયામાં રંગસૂત્રની સંખ્યા અડધી થતી હોવા છતાં નર જનનકોષ (n) અને માદા જનનકોષ (n) ભેગા મળવાથી પછીની પેઢીમાં સંખ્યા 2n જળવાઈ રહે છે. અર્ધીકરણ દ્વારા સજીવમાં જનીનિક ભિન્નતા પણ પેઢી દર પેઢી જળવાઈ રહે છે.

પ્રશ્ન 12.
ડિપ્લોટીન અવસ્થામાં મહિના કે વર્ષો સુધી જકડાઈ રહેતા કોષનું નામ આપો. બે-ત્રણ લીટીમાં તે કોષચક્ર કેવી રીતે પૂર્ણ કરે છે તે જણાવો.
ઉત્તર:
સામાન્ય રીતે સસ્તનના પ્રાથમિક પૂર્વ અંડકોષના નિર્માણ દરમિયાન અર્ધીકરણનો ડિપ્લોટીન તબક્કો જકડાઈ રહે છે. માદામાં અર્ધીકરણની પ્રક્રિયા ભૂણમાં શરૂ થાય છે અને ડિપ્લોટીન અવસ્થા પ્રાપ્ત કરે છે, જ્યારે રંગસૂત્રો છૂટા પડે છે ત્યારે કોષ ડિક્ટીએટ અવસ્થા (Dictuate stage – અંડકોષજનનની ક્રિયામાં વિશ્રામી અવસ્થા)માં છે તેવું કહેવાય. આ પ્રક્રિયા અંતઃસ્ત્રાવ દ્વારા નિયંત્રિત છે.

ઘણાં ઉભયજીવીમાં પ્રાથમિક પૂર્વ અંડકોષમાં અને કીટકોમાં અપરિપક્વતાનો સમયગાળો લાંબો હોય છે. ડિપ્લોટીન અવસ્થામાં પ્રાથમિક પૂર્વ અંડક ડિક્ટીએટ અવસ્થામાં ઘણાં વર્ષો પસાર કરે છે.

આ અવસ્થા દરમિયાન લેમ્પમસ રંગસૂત્રો બને છે, જ્યાં RNA સંશ્લેષણ થાય છે અને DNAના કુંતલમાં આવેલ જનીનો રૂપાંતર પામે છે અને પ્રદર્શિત કરેછે.

પ્રશ્ન 13.
વનસ્પતિકોષ કરતાં પ્રાણીકોષમાં કોષરસવિભાજન કેવી રીતે જુદું પડે છે ?
ઉત્તર:

વનસ્પતિકોષમાં કોષરસવિભાજન પ્રાણીકોષમાં કોષરસવિભાજન
કોષપટ્ટીકાનાં નિર્માણથી કોષરસવિભાજન થાય છે. ખાંચના નિર્માણથી કોષરસ વિભાજન થાય છે.
કોષપટ્ટીકાનું નિર્માણની શરૂઆત કોષની મધ્યમાંથી બહારની પરીઘ તરફની દીવાલ તરફ થાય છે. ખાંચના નિર્માણની શરૂઆત પરીઘ તરફથી થાય છે અને અંદરની તરફ આગળ વધે છે અને કોષ બે ભાગમાં વહેંચાય છે.

GSEB Solutions Class 11 Biology Chapter 10 કોષચક્ર અને કોષવિભાજન

દીર્ઘ જવાબી પ્રશ્નો (LQ)

પ્રશ્ન 1.
અંત્યાવસ્થા એ પૂર્વાવસ્થા કરતાં વિરુદ્ધ પ્રક્રિયા છે. વાક્યની સમજૂતી આપો.
ઉત્તર:
કોષવિભાજનમાં નીચેની વિરુદ્ધ પ્રક્રિયા અંત્યાવસ્થા અને પૂર્વાવસ્થામાં જોવા મળે છે.
GSEB Solutions Class 11 Biology Chapter 10 કોષચક્ર અને કોષવિભાજન 5
GSEB Solutions Class 11 Biology Chapter 10 કોષચક્ર અને કોષવિભાજન 6

પ્રશ્ન 2.
અર્ધીકરણની પૂર્વાવસ્થાના વિવિધ તબક્કા કયા કયા છે ? દરેક તબક્કામાં રંગસૂત્રીય કઈ ઘટનાઓ બને છે તે દર્શાવો.
ઉત્તર:
કોષવિભાજનની અર્ધીકરણની પૂર્વાવસ્થા – I લાંબી પ્રક્રિયા છે. આ દરમિયાન વિવિધ પ્રકારના ફેરફારો થાય છે. આ તબક્કાઓમાં થતી પ્રક્રિયાઓને કારણે જનીનિક ભિન્નતા અને જનીનિક પુનઃસંયોજનની ઘટના લિંગી પ્રજનન દરમિયાન જોવા મળે છે.

* લેપ્રોટીન :

  1. રંગસૂત્રીય દ્રવ્ય છૂટું પડે છે અને તંતુમય રચના સ્પષ્ટ બને છે.
  2. રંગસૂત્રો પાતળા, નળાકાર અને લાંબા હોય છે.
  3. રંગસૂત્રો દ્વિકીય હોય છે.

* ઝાયગોટીન :

  1. સમજાત રંગસૂત્રો એકબીજાની નજીક આવે છે.
  2. જોડ બનવાની ક્રિયાને સાયનેપ્સિમ કહે છે. આ જોડાણ સમજાત રંગસૂત્રો વચ્ચે નહિ, પરંતુ સમજાત એકમો વચ્ચેનું છે.
  3. રંગસૂત્રો ટૂંકા અને જાડા બને છે.

* પેકિટીન :

  1. સમજાત રંગસૂત્રો એકબીજાની સાથે ગાઢ રીતે સંકળાય છે.
  2. રંગસૂત્રોની જોડ ટૂંકી અને જાડી બને છે.
  3. વ્યતીકરણની ઘટના આ તબક્કામાં થાય છે. સ્વસ્તિક રચના સ્પષ્ટ જોવા મળે છે.

* ડીપ્લોટીન :

  1. સમજાત રંગસૂત્રો એકબીજાથી છૂટા પડવાની શરૂઆત કરે છે.
  2. સ્વસ્તિકના સ્થાનેથી રંગસૂત્રો ખેંચાણ અનુભવે છે, તેને સ્વસ્તિક ચેતા ચોકડી કહે છે.
  3. રંગસૂત્રો છૂટા પડવાની શરૂઆત થાય છે, પરંતુ સંપૂર્ણ છૂટા પડતા નથી.
  4. કોષકેન્દ્રપટલ અને કોષકેન્દ્ર અદશ્ય થવાની શરૂઆત થાય છે.

* ડાયકાઇનેસીસ :

  1. સમજાત રંગસૂત્રો લગભગ છૂટા પડે છે.
  2. દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થાય છે.
  3. સ્વસ્તિક ચોકડીથી લગભગ છૂટા પડે છે.
  4. કોષકેન્દ્રપટલ અને કોષકેન્દ્ર અદશ્ય થાય છે.

પ્રશ્ન 3.
સમવિભાજન અને અર્ધીકરણની પ્રક્રિયા વચ્ચે ભેદ સ્પષ્ટ કરો.
ઉત્તર:

સમભજન (સમસૂત્રીભાજન) અર્ધીકરણ (અર્ધસૂત્રીભાજન).
(1) સમભાજન દૈહિક કોષોમાં થાય છે. (1) અર્ધીકરણ પ્રજનનકોષો (જનનસર્જક-કોષો)માં થાય છે.
(2) માતૃકોષમાં એક પૂર્ણ વિભાજનથી બે બાળકોષો નિર્માણ પામે છે. (2) માતૃકોષનું બે વાર વિભાજન થતાં ચાર બાળકોષો નિર્માણ પામેછે.
(3) સમભાજન પામતો માતૃકોષ એકકીય કે ઢિકીય હોય છે. (3) અર્ધીકરણ પામતો માતૃકોષ હંમેશાં દ્વિતીય હોય છે.
(4) સમભાજનમાં રંગસૂત્રની સંખ્યા દરેક કોષકેન્દ્રમાં અગાઉ જેટલી જ હોય છે. (4) અર્ધીકરણને અંતે પેદા થતાં કોષમાં રંગસૂત્રોની સંખ્યા એકકીય હોય છે, જયારે તેના માતૃકોષમાં દ્વિકીય હોય છે.
(5) સમભાજન દરમિયાન સમજાત રંગસૂત્રોની જોડીઓ બનતી નથી. (5) તેની પૂર્વાવસ્થાન દરમિયાન બધાં જ સમ-જાત રંગસૂત્રો પૂર્ણ જોડીમાં ગોઠવાય છે.
(6) રંગસૂત્રો વચ્ચે વ્યતિકરણ થતું નથી. (6) ઓછામાં ઓછું એક વ્યતિકરણ કે જનીન-દ્રવ્યની અદલાબદલી સમજાત રંગસૂત્ર દ્વારા થાય છે.
(7) ભાજનોત્તરાવસ્થા દરમિયાન સેન્ટ્રોમિયર વિભાજિત થાયછે. (7) ભાજનોત્તરાવસ્થા-II દરમિયાન સેન્ટ્રોમિયર અલગ થાય છે, પરંતુ ભાજનોત્તરાવસ્થા-1માં આવું થતું નથી.
(8) બાળકોષનું જનીન બંધારણ માતૃકોષ જેવું જ હોય છે. (8) ઉત્પન્ન થતાં નવા કોષમાં માતૃકોષ કરતાં જનીન-બંધારણ ભિન્ન હોય છે.
(9) સમભાજન પછી દરેક બાળકોષના DNA તંતુ સરખા જ રહે છે. (9) અર્ધીકરણ બાદ સર્જાતા દરેક બાળકોષમાં DNAના તંતુ અડધા થઈ જાય છે.
(10) એક જ સજીવમાંથી થતી સમસૂત્રીભાજન ક્રિયાનો સમય અર્ધીકરણની ક્રિયાના સમય કરતાં ઘણો જ ટૂંકો છે. (10) અર્ધસૂત્રીભાજનની ક્રિયા જ સજીવમાં થતી સ્ત્રીભાજન ક્રિયા કરતાં ઘણો લાંબો સમય લે છે.

GSEB Solutions Class 11 Biology Chapter 10 કોષચક્ર અને કોષવિભાજન

પ્રશ્ન 4.
નીચેના વિશે ટૂંકનોંધ લખો :
(a) સિનેપ્ટોનિમલ સંકુલ
(b) ભાજનાવસ્થા તક્તી
ઉત્તર:
(a) સિનેપ્ટોનિમલ સંકુલ :

  1. સિનેપ્ટોનિમલ સંકુલ એ સમજાત રંગસૂત્રોની ઝિપર જેવી રચના છે કે જે અર્ધીકરણ-1ની પૂર્વાવસ્થા દરમિયાન જોવા મળે છે.
  2. સમજાત રંગસૂત્રનું ઘટ્ટ બનવું, દાખલ થવું, પુનઃસંયોજન, છૂટા પડવું, જેવી પ્રક્રિયા દ્વારા અર્ધીકરણની પૂર્વાવસ્થા દરમિયાન તેમની ભેગા થવાની અને છૂટા પડવાની ક્રિયા થાય છે.
  3. સમજાત રંગસૂત્રો વચ્ચે સંખ્યા અને અરસપરસ વહેંચણી માટે તેઓ જવાબદાર ગણવામાં આવે છે, તેને વ્યતીકરણ દ્વારા ક્રિયાત્મક સ્વસ્તિક ચોકડી માટે પણ ઓળખાય છે.

(b) ભાજનાવસ્થા તક્તી :
ભાજનાવસ્થામાં રંગસૂત્રોના સેન્ટ્રોમિયર ભાજનાવસ્થા તક્તી (વિષુવવૃત્ત તક્તી) પર નજીક ગોઠવાય છે અને બંને તરફના ત્રાક ધ્રુવોથી સરખા અંતરે એક કાલ્પનિક રેખા રચાય છે. આ પ્રકારની ગોઠવણી વિરુદ્ધ તરફ ગોઠવાયેલી સૂક્ષ્મ કાઇનેટોકોરના કારણે જોવા મળે છે. આ તક્તી પર રંગસૂત્રો ખાસ કરીને સમજાત રંગસૂત્રિકાઓ ચારથી આઠ ત્રાકતંતુના ઝૂમખાથી જોડાયેલ હોય છે.

પ્રશ્ન 5.
બહુકોષીય સજીવોમાં સમવિભાજન અને અર્ધીકરણનું મહત્ત્વ સમજાવો.
ઉત્તર:
બહુકોષીય સજીવોમાં સમવિભાજનની ક્રિયા દ્વારા વૃદ્ધિ અને વિકાસ પામે છે. જીવનક્રમ દરમિયાન લિંગી પ્રજનન તબક્કામાં જનનકોષોનું નિર્માણ અર્ધીકરણ દ્વારા થાય છે.

* સમવિભાજનની અગત્યતા :

  1. બહુકોષીય વનસ્પતિ અને પ્રાણીના જીવનની શરૂઆત એકકોષથી થાય છે. સમવિભાજન દ્વારા ઉત્પન્ન થતાં કોષો સજીવની પેશીમાં, અંગમાં અને અંગતંત્રમાં વિભેદન પામે છે.
  2. તેનાં કારણે અંગના કદ અને વૃદ્ધિમાં વધારો થાય છે.
  3. કોષમાં વધારો દ્વારા નવા કોષો બનવાને કારણે પેશીનું પુનઃનિર્માણ અને કોષોની ફેરબદલી થાય છે.
  4. સમવિભાજનની ક્રિયા અલિંગી પ્રજનન સાથે સંકળાયેલી છે, જેવી કે એકકોષીય અમીબા, બહુકોષી હાઇડ્રા ઉપરાંત વનસ્પતિમાં વર્ધી પ્રજનન.

* અર્ધીકરણની અગત્યતા :

  1. લિંગી પ્રજનન દર્શાવતા સજીવોમાં ચોક્કસ સંખ્યામાં રંગસૂત્રોની જાળવણી કરવામાં અર્ધીકરણની પ્રક્રિયા થાય છે.
  2. સજીવોની વસ્તીમાં પછીની પેઢીમાં જનીનિક ભિન્નતામાં વધારાની ક્રિયા અર્ધીકરણ દ્વારા થાય છે. ભિન્નતા એ ઉદ્વિકાસની
    ઘટના માટે ખૂબ અગત્યની છે.

પ્રશ્ન 6.
એક સજીવ બે જોડ રંગસૂત્ર ધરાવે છે. (એટલે કે રંગસૂત્રોની સંખ્યા = 4): અર્ધીકરણ-Iના જુદા જુદા તબક્કા દરમિયાન રંગસૂત્રોની ગોઠવણી દર્શાવતી આકૃતિ દોરો.
ઉત્તર:
GSEB Solutions Class 11 Biology Chapter 10 કોષચક્ર અને કોષવિભાજન 7

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *