GSEB Solutions Class 10 Social Science Chapter 21 સામાજિક પરિવર્તન

Gujarat Board GSEB Textbook Solutions Class 10 Social Science Chapter 21 સામાજિક પરિવર્તન Textbook Exercise and Answers.

સામાજિક પરિવર્તન Class 10 GSEB Solutions Social Science Chapter 21

GSEB Class 10 Social Science સામાજિક પરિવર્તન Textbook Questions and Answers

1. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો :

પ્રશ્ન 1.
ભારતીય બંધારણમાં કયા બાળ અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો છે?
અથવા
સંયુક્ત રાષ્ટ્ર(યુ.એન.)એ બાળ અધિકારોમાં કયા કયા અધિકારોનો સમાવેશ કર્યો છે?
ઉત્તર:
સંયુક્ત રાષ્ટ્ર યુ.એન.)એ બાળ અધિકારોમાં નીચેના અધિકારોનો સમાવેશ કર્યો છે:

 • જાતિ, રંગ, લિંગ, ભાષા, ધર્મ કે રાષ્ટ્રીયતાના ભેદભાવ વિનાબાળકોને જીવન જીવવાનો જન્મસિદ્ધ અધિકાર છે.
 • માતાપિતાએ બાળકોનું યોગ્ય રીતે પાલનપોષણ કરવું. કોઈ પણ બાળકને કોઈ ખાસ કારણ વિના તેનાં માતાપિતાથી અલગ કરી શકાય નહિ.
 • વ્યક્તિત્વના સર્વાગી વિકાસ માટે દરેક બાળકને શિક્ષણ મેળવવાનો મૂળભૂત અને કાનૂની અધિકાર છે.
 • દરેક બાળકને સામાજિક સુરક્ષા દ્વારા સામાજિક વિકાસ સાધીને સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવવાનો અધિકાર છે.
 • બાળકોને તેમના વયજૂથ પ્રમાણે રમતગમત અને મનોરંજનની પ્રવૃત્તિઓમાં ભાગ લઈ તંદુરસ્ત, સ્વસ્થ અને આનંદી જીવન જીવવાનો અધિકાર છે.
 • દરેક બાળકને તેના અંતઃકરણ મુજબ પોતાનો ધર્મ પાળવાનો, ધાર્મિક સમુદાયમાં રહેવાનો અને સંસ્કૃતિ જાળવવાનો અધિકાર છે.
 • દરેક બાળકને પોતાની રીતે અભિવ્યક્તિ કરવાનો, મંડળો રચવાનો અને તેના સભ્ય બનવાનો અધિકાર છે. દા. ત., બાળસંસદ.
 • દરેક બાળકને કોઈ પણ પ્રકારની શારીરિક અથવા માનસિક હિંસા, શોષણ અને યાતના સામે તેમજ નશીલી દવાઓના ઉપયોગ સામે તથા શિક્ષા કે દંડ સામે રક્ષણ તેમજ સલામતી મેળવવાનો અધિકાર છે.
 • દરેક બાળકને પોતાના શારીરિક, માનસિક, નૈતિક અને સામાજિક વિકાસ માટે સામાજિક સુરક્ષા અને યોગ્ય જીવનસ્તર મેળવવાનો અધિકાર છે.

પ્રશ્ન 2.
વૃદ્ધોની સમસ્યાઓ વર્ણવો તથા તેમના રક્ષણ અને કલ્યાણસંબંધી જોગવાઈઓ વર્ણવો.
અથવા
નીચેનું ચિત્ર જોઈને જણાવો કે વૃદ્ધોની સમસ્યા શી છે? સરકારે તેમની સલામતી માટે કયાં કયાં પગલાં લીધાં છે તે જણાવો.
GSEB Solutions Class 10 Social Science Chapter 21 સામાજિક પરિવર્તન 1
ઉત્તર :
વૃદ્ધોની સમસ્યાઓ પાશ્ચાત્ય સંસ્કૃતિ અને ભૌતિકવાદની અસરો તેમજ વિભક્ત કુટુંબમાં રહેવાની ઘેલછાને કારણે આજનાં સંતાનો વૃદ્ધ માતાપિતા પ્રત્યેની તેમની કૌટુંબિક અને નૈતિક ફરજો તથા માનવમૂલ્યો ભૂલી ગયાં છે.

 • પરિણામે વર્તમાન સમયમાં વૃદ્ધો ઉપેક્ષિત અને નિઃસહાય સ્થિતિમાં જીવી રહ્યા છે.
 • સંયુક્ત કુટુંબોમાં રહેતા વૃદ્ધોની સારસંભાળ અગાઉની તુલનામાં હાલમાં ઓછી લેવાય છે.
 • સમાજમાં જેમ જેમ કુટુંબો વિભક્ત થતાં જાય છે તેમ તેમ વૃદ્ધોની સમસ્યાઓ ગંભીર બનતી જાય છે.
 • સંતાનોની વૃદ્ધ માતાપિતા પ્રત્યે સંવેદનાહીન અને લાગણીશૂન્ય વ્યવહારથી મજબૂર બનીને વૃદ્ધોને “ઘરડાંઘરો’ (વૃદ્ધાશ્રમો)માં રહેવા જવાની ફરજ પડે છે.
 • આમ, ઉપર દર્શાવેલી સમસ્યાઓને કારણે નિઃસહાય બનેલા વૃદ્ધોને રક્ષણ આપવાની જરૂરિયાત ઊભી થઈ છે.
  વૃદ્ધોના રક્ષણ અને કલ્યાણ – સલામતી માટે સરકારે લીધેલાં પગલાં નીચે પ્રમાણે છે:
 • કેન્દ્ર સરકારે “વૃદ્ધો અંગેની રાષ્ટ્રીય નીતિ – 1999’ અમલમાં મૂકી છે. આ નીતિ અન્વયે વૃદ્ધોને પેન્શનરૂપે આર્થિક મદદ આપવામાં આવે છે.
 • સીનિયર સિટિઝન્સ માટેની સ્કીમ હેઠળ વૃદ્ધોને બૅન્ક અને પોસ્ટ- ઑફિસમાં મૂકેલી ડિપોઝિટ પર વધુ વ્યાજ આપવામાં આવે છે.
 • બસ, રેલવે કે હવાઈ મુસાફરીમાં વૃદ્ધ સ્ત્રી-પુરુષોને ટિકિટના દરમાં 30થી 50 % સુધીની રાહત આપવામાં આવે છે.
 • રાજ્ય સરકારે પ્રત્યેક જિલ્લામાં એક સુવિધાયુક્ત “ઘરડાંઘર” (વૃદ્ધાશ્રમ) ખોલ્યું છે.
 • વૃદ્ધાશ્રમોમાં સંગીત, યોગ, રમતગમત તેમજ માનસિક ક્ષમતા વધે તેવી પ્રવૃત્તિઓ દ્વારા વૃદ્ધોના જીવનને શાંતિપ્રદ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
 • શહેરોમાં વૃદ્ધો માટે અલગ બગીચા બનાવ્યા છે.
 • ઘરેલું હિંસા, શોષણ અને અત્યાચારો સામે વૃદ્ધોને રક્ષણ આપવા માટે સરકારે “માતાપિતા અને સીનિયર સિટિઝન્સની સારસંભાળ અને કલ્યાણ સંબંધી કાયદો 2007′ અમલમાં મૂક્યો છે. . આ કાયદા અન્વયે વૃદ્ધોને પરેશાન કરતાં તેમનાં સંતાનોને સજા અને દંડ કરવાની જોગવાઈ કરવામાં આવી છે.
 • વૃદ્ધોની સારસંભાળની કાયદેસર જવાબદારી તેમનાં કુટુંબીજનો અને સગાંઓ પર લાદવામાં આવી છે. આથી વૃદ્ધો તેમનાં સંતાનો પાસેથી ભરણપોષણ મેળવવા માટે હકદાર બન્યા છે.
 • કેન્દ્ર સરકારે વિશિષ્ટ યોગદાન બદલ વૃદ્ધોને સન્માનિત કરવાનો કાર્યક્રમ અમલમાં મૂક્યો છે.

પ્રશ્ન 3.
માહિતી મેળવવાના અધિકારના હેતુઓ જણાવી, માહિતી મેળવવાની પ્રક્રિયા જણાવો.
ઉત્તરઃ
માહિતી મેળવવાના અધિકારના હેતુઓઃ બધાં સરકારી તંત્રો અને જાહેર સંસ્થાઓની કામગીરી પારદર્શક, સ્વચ્છ, સરળ અને ઝડપી થાય તેમજ તેમની જવાબદારીઓને ઉત્તેજન મળે અને તેમાં પ્રજાનો સહયોગ પ્રાપ્ત થાય એ હેતુથી “માહિતી મેળવવાના અધિકાર બાબતનો અધિનિયમ-2005′ બનાવવામાં આવ્યો છે.

માહિતી મેળવવાની પ્રક્રિયા માહિતી મેળવવાના અધિકાર અન્વયે માહિતી મેળવવા માટે અરજદારે નિયત નમૂનામાં, નિર્ધારિત ફીની રકમ 20 રોકડા અથવા પોસ્ટલ ઑર્ડર કે પે-ઑર્ડર કે નૉન-જ્યુડિશિયલ 3 સ્ટેપ્સ અરજી સાથે મોકલવાના હોય છે.

 • અરજી સ્વહસ્તાક્ષરમાં કે ટાઇપ કરેલ કાગળમાં કે ઇ-મેઇલ દ્વારા સંબંધિત વિભાગમાં કરી શકાય છે. ગરીબીરેખા હેઠળ(BPL)ના અરજદારે ફીની રકમ કે અન્ય કોઈ ખર્ચ ભોગવવાનો હોતો નથી. માહિતીની અરજીમાં કયાં કારણોસર માહિતી માગવામાં આવી છે, તેનાં કારણો જણાવવાનાં હોતાં નથી.
 • અરજદારની અરજી મળ્યાની પહોંચ માટે જે-તે મદદનીશ જાહેર માહિતી અધિકારી (APIO) એ નમૂના પર અરજીનો ક્રમાંક (ID નંબર) લખીને તેની એક નકલ અરજદારને આપવાની હોય છે. તેમાં અરજીના સંદર્ભમાં કરવાના પત્રવ્યવહારનો ID ક્રમાંક પણ લખવાનો હોય છે.
 • માહિતી મેળવવા માટે અરજદારે કરેલી અરજી સ્વીકાર્યાના 30 દિવસમાં મદદનીશ જાહેર માહિતી અધિકારી(APIO)એ અરજીનો નિકાલ કરવાનો હોય છે. અરજદારે કોઈ નકલ કે નમૂના માગ્યા હોય, તો કાયદામાં નક્કી કરેલ ધોરણ અનુસાર ફી વસૂલ કરીને માહિતીનો જવાબ આપવાનો હોય છે. જો માહિતી રાષ્ટ્રના સાર્વભૌમત્વ, સલામતી કે હિતને સ્પર્શતી ગોપનીય બાબતો અંગેની હોય, અદાલતનો તિરસ્કાર થઈ શકે તેવી હોય કે વૈજ્ઞાનિક રહસ્યો તથા ગુનાને ઉત્તેજન મળે તેવી હોય, તો એ માહિતી આપવાનો ઈન્કાર કરી શકાય છે.
 • જે-તે વિભાગ 30 દિવસમાં માહિતી ન આપે કે માહિતી આપવાનો ઈન્કાર કરે, તો નારાજ થયેલ અરજદાર માહિતી અધિકારીને અપીલ કરી શકે છે. આ માટે અરજદારે કોઈ ફી આપવાની હોતી નથી. અપીલ કર્યા છતાં નિર્ધારિત સમયમર્યાદામાં નિર્ણયની જાણ કરવામાં ન આવે તો માહિતી ન મળવાથી નારાજ થયેલ અરજદાર 90 દિવસમાં રાજ્યના મુખ્ય માહિતી અધિકારીને અપીલ કરી શકે છે.

પ્રશ્ન 4.
બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારની મુખ્ય જોગવાઈઓ સમજાવો.
ઉત્તર:
કેન્દ્ર સરકારે ઈ. સ. 2009માં 6થી 14 વર્ષની વયજૂથનાં બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારનો કાયદો અમલમાં મૂક્યો હતો. એ કાયદાને આધીન રહીને ગુજરાત સરકારે 18 ફેબ્રુઆરી, 2012ના રોજ “બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના હકના નિયમો – 2012′ અમલમાં મૂક્યા હતા.

 • બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારની મુખ્ય જોગવાઈઓ નીચે પ્રમાણે છે:
 • 6થી 14 વર્ષની ઉંમરના દરેક બાળકને તેના ઘરની નજીકની શાળામાં પ્રવેશ આપવો. ઉંમરના આધાર માટે જન્મનું પ્રમાણપત્ર ન હોવાને કારણસર બાળકને પ્રવેશ આપવાનો ઈન્કાર થઈ શકશે નહિ.
 • 14 વર્ષ પૂરાં થયાં હોય તોપણ બાળક પ્રાથમિક શિક્ષણ પૂરું કરે ત્યાં સુધી તેનું શિક્ષણ ચાલુ રાખીને મફત શિક્ષણ આપવું.
 • શાળામાં પ્રવેશ આપતી વખતે બાળકની ઉંમર 6 વર્ષની હોવી જોઈએ. બાળકના જન્મનો દાખલો ન હોય તો હૉસ્પિટલનો રેકર્ડ અથવા બાળકની ઉંમર અંગે માતાપિતાએ કરેલા સોગંદનામાના આધારે પ્રવેશ આપી શકાશે.
 • કોઈ પણ જાતના ભેદભાવ વિના દરેક બાળકને પ્રવેશ આપવો.
 • પ્રવેશ માટે બાળકના માતાપિતા પાસેથી ફી, કેપિટેશન ફી કે ડિપૉઝિટ સ્વરૂપે કોઈ પણ પ્રકારની રકમ લઈ શકાશે નહિ.
 • બાળકને પ્રવેશ આપતી વખતે બાળકની પ્રવેશ-પરીક્ષા લેવી, બાળક અને માતાપિતાનો ઈન્ટરવ્યુ લેવો; માતાપિતાની આવક, શૈક્ષણિક લાયકાત અને યોગ્યતા તપાસવી વગેરેમાંથી કોઈ પણ કરી શકાશે નહિ.
 • 3થી 5 વર્ષની વયજૂથનાં બાળકોના શિક્ષણ માટે પ્રિ-સ્કૂલ(નર્સરી કે બાળમંદિર)નું શિક્ષણ, તેનો અભ્યાસક્રમ, મૂલ્યાંકન તેમજ તેમના શિક્ષકો માટે ખાસ તાલીમ માટેના નિયમો વગેરે બાબતોને આ કાયદા હેઠળ આવરી લેવામાં આવી છે.
 • સમાજના નબળા વર્ગો, પછાત વર્ગો અને ગરીબીરેખા નીચે જીવતાં , કુટુંબોનાં બાળકોને તેમની કાયદામાં દર્શાવેલી ઓળખના આધારે સરકારમાન્ય ખાનગી પ્રાથમિક શાળાના પહેલા ધોરણમાં વર્ગની કુલ સંખ્યાની ક્ષમતામાંથી 25 %ની મર્યાદામાં ફરજિયાત પ્રવેશ આપવાનો રહેશે.
 • શાળાના શિક્ષકો ખાનગી ટ્યૂશનની પ્રવૃત્તિ કરી શકશે નહિ.
 • શાળાના લઘુ લાયકાત ધરાવતા શિક્ષકોએ 5 વર્ષમાં નિર્ધારિત ધોરણે શૈક્ષણિક લાયકાત મેળવવી પડશે.
 • બદલી સિવાયના કારણસર બાળક પ્રાથમિક શિક્ષણ પૂરું ન કરે ત્યાં સુધી તેને શાળામાંથી કાઢી મુકાશે નહિ.
 • ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતાં નબળા વર્ગોનાં પછાત વર્ગોનાં અને ગરીબી રેખા નીચે જીવતાં કુટુંબોનાં બાળકોની ફી શરતોને આધીન રહીને સરકાર ચૂકવશે.
 • આ કાયદાની જોગવાઈઓનું પાલન કરાવવા માટે સરકારે એક અલગ વ્યવસ્થાતંત્ર, ટ્રિબ્યુનલ અને રાજ્ય કાઉન્સિલ જેવી જોગવાઈઓ કરી છે. > આ કાયદાના ભંગ બદલ શાળાના સંચાલકોને દંડ કરવાની અને શાળાની માન્યતા રદ કરવા સુધીની જોગવાઈ કાયદામાં કરવામાં આવી છે.

પ્રશ્ન 5.
રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા અન્વયે અનાજસંબંધી, વિવિધ સંવર્ગોને અનાજ વિતરણસંબંધી તથા જાહેર વિતરણ પ્રણાલી સંબંધિત જોગવાઈઓ વિગતે ચર્ચો.
અથવા
રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદાની ધારાકીય જોગવાઈઓ જણાવો.
ઉત્તર:
કેન્દ્ર સરકારે જુલાઈ, 2013ના રોજ રાષ્ટ્રીય અન સુરક્ષા (RTP) કાયદો પસાર કર્યો. આ કાયદાની અનાજસંબંધી, વિવિધ સંવર્ગોને અનાજ વિતરણ સંબંધી તથા જાહેર વિતરણ પ્રણાલી સંબંધિત જોગવાઈઓ નીચે પ્રમાણે છે :

 • આ કાયદા મુજબ તથા “મા અન્નપૂર્ણા યોજના મુજબ રાજ્યનાં શહેર કે ગ્રામ્ય વિસ્તારનાં જરૂરિયાતમંદ મધ્યમ વર્ગનાં ગરીબ કુટુંબોને વાજબી ભાવથી અનાજ આપવામાં આવે છે. તદુપરાંત, રાજ્યનાં અંત્યોદય કુટુંબોને તેમજ ગરીબીરેખા નીચે જીવતાં તમામ કુટુંબોને પ્રતિમાસ 35 કિલોગ્રામ અનાજ મફત આપવામાં આવે છે.
 • આ યોજના હેઠળના તમામ લાભાર્થીઓને જાહેર વિતરણ પ્રણાલી (PDS) હેઠળ વાજબી ભાવની દુકાનો દ્વારા પ્રતિમાસ વ્યક્તિદીઠ 5 કિલોગ્રામ અનાજ, જેમાં ઘઉં ₹2 પ્રતિકિલો, ચોખા ₹૩ પ્રતિકિલો અને જાડું અનાજ ₹1 પ્રતિકિલોના ભાવે આપવામાં આવે છે.
 • આ કાયદા હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ગર્ભવતી સ્ત્રીઓને પ્રસૂતિ સહાયરૂપે ₹6,000 આપવામાં આવશે.
 • આ કાયદા હેઠળ રાજ્ય સરકાર તમામ લાભાર્થીઓને ભોજન કે હું અનાજના બદલામાં “અન્ન સુરક્ષા ભથ્થુ મેળવવા હકદાર બનાવી શકાય છે.
 • આ કાયદા હેઠળ ગુજરાત સરકાર દ્વારા અંત્યોદય અને ગરીબીરેખા હેઠળ જીવતાં કુટુંબોને દર માસે નિયત માત્રામાં ખાંડ, આયોડાઇઝ મીઠું અને કેરોસીન તથા વર્ષમાં બે વખત ખાદ્યતેલ રાહતદરે વાજબી ભાવની દુકાનો દ્વારા આપવામાં આવે છે.
 • આ કાયદાની જોગવાઈ મુજબ રાજ્ય સરકારો અગ્રિમ કુટુંબોની – યાદીઓ સુધારીને અદ્યતન બનાવશે. એ યાદીનાં નામોની યાદી દરેક કુટુંબની મહિલાના નામે ગ્રામપંચાયતોની ગ્રામસભાઓમાં, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓની વૉર્ડસભાઓમાં, ઈ-ગ્રામ કે વાજબી ભાવની દુકાનો પર તેમજ મામલતદાર કચેરીઓમાં અને પુરવઠાની વેબ સાઈટ પર જાહેરમાં પ્રદર્શિત કરશે.
 • જાહેર વિતરણ પ્રણાલીને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા માટે છે બાયોમૅટ્રિક ઓળખ”, “એપીક કાર્ડ’, બારકોડેડ રેશનકાર્ડ’, “અન્ન કુપન’ અને ‘વેબકેમેરાથી ઇમેજ’ વગેરે પગલાં ભરવામાં આવ્યાં છે.
 • આ કાયદા મુજબ રાજ્યમાં “આંતરિક ફરિયાદ નિવારક તંત્ર ઊભું કરવું અને ફરિયાદોના નિકાલ માટે “નોડેલ અધિકારીની નિમણૂક કરવામાં આવશે.
 • રાજ્યમાં અનાજ વિતરણ વ્યવસ્થાનું નિયમન અને નિયંત્રણ કરવા રાજ્ય અન્ન આયોગની રચના તેમજ “ફૂડ કમિશનરની નિમણૂક કરવામાં આવશે.

2. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદાસર લખો :
પ્રશ્ન  1.
સામાજિક પરિવર્તન થવાનાં મુખ્ય પરિબળો જણાવો.
અથવા
સામાજિક પરિવર્તન એટલે શું? સામાજિક પરિવર્તન વિશે માહિતી આપો.
ઉત્તરઃ
સામાજિક પરિવર્તનઃ સામાજિક માળખામાં અને સામાજિક સંસ્થાઓમાં તેમજ સામાજિક સંબંધોમાં, ભૂમિકાઓમાં અને મૂલ્યોમાં આવતું પરિવર્તન ‘સામાજિક પરિવર્તન’ કહેવાય છે.
સામાજિક પરિવર્તન થવાનાં મુખ્ય પરિબળો પશ્ચિમીકરણ, વૈશ્વિકીકરણ અને શહેરીકરણને કારણે સામાજિક સંબંધો, કુટુંબવ્યવસ્થા, લગ્નપ્રથા, જીવનશેલી, સાહિત્ય અને લલિતકલા વગેરેમાં પરિવર્તનો આવ્યાં છે, જે સાંસ્કૃતિક પરિવર્તન કહેવાય છે.

 • ભૌતિક ચીજવસ્તુઓ, મોજશોખનાં ઉપકરણો, રોજિંદા જીવનમાં વપરાતાં વિવિધ સાધનો અને સુવિધાઓ ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચ્યાં છે.
 • રહેઠાણોના બાંધકામની અદ્યતન શૈલીમાં પણ પરિવર્તન આવ્યું છે. ભૌતિક સુવિધાઓને લીધે લોકોના જીવનધોરણમાં પરિવર્તન આવ્યું છે.
 • આમ, મુખ્યત્વે શહેરીકરણ; સાંસ્કૃતિક, રાજકીય, શૈક્ષણિક અને વેચારિક પરિબળો તેમજ પ્રચાર માધ્યમો જેવાં પરિબળોની અસરને કારણે સામાજિક પરિવર્તન શક્ય બન્યું છે.

પ્રશ્ન  2.
કાયદાના સામાન્ય જ્ઞાનની જાણકારી શાથી જરૂરી બની છે?
અથવા
કાયદાની જાણકારી શા માટે આવશ્યક છે?
અથવા
કાયદાની જાણકારીની આવશ્યકતા જણાવો.
ઉત્તર:
કાયદાના સામાન્ય જ્ઞાનની જાણકારી નીચેનાં કારણોસર જરૂરી છે :

 • જો આપણે જુદા જુદા પ્રકારના કાયદા જાણતા હોઈએ, તો કાયદાનો ભંગ ન થાય તે રીતે વર્તી શકીએ, જેથી શિક્ષા કે દંડની જોગવાઈઓથી બચી શકીએ.
 • શોષણ અને અન્યાય વિરુદ્ધ લડવા કેવાં કાયદેસર પગલાં લઈશકાય તેનું માર્ગદર્શન મેળવી શકીએ.
 • ભારતના બંધારણ અને કાયદાની સામાન્ય જાણકારી હોય, તો આપણે સમાજ અને રાજ્ય તરફથી મળેલા અધિકારો સારી રીતે ભોગવી શકીએ.
 • નાગરિકોની સુરક્ષા અને વિકાસ માટે સરકારે બનાવેલી વિવિધ કાયદાકીય જોગવાઈઓથી માહિતગાર બની શકીએ.
 • સમાજ, રાજ્ય અને રાષ્ટ્ર પ્રત્યેની આપણી ફરજો સારી રીતે અદા કરી, વફાદારી વ્યક્ત કરી શકીએ.
 • બંધારણે આપેલા મૂળભૂત અધિકારો-હકો ભોગવી શકીએ તેમજ મૂળભૂત ફરજો અદા કરી શકીએ.
 • કાયદાનું સામાન્ય જ્ઞાન ધરાવતો નાગરિક સમાજમાં પ્રતિષ્ઠાભર્યું અને ગૌરવપ્રદ જીવન જીવી શકે છે.
 • આપણા દેશમાં કાયદાનું શાસન છે. તેથી દરેક નાગરિકને ઓછા – વત્તા પ્રમાણમાં તેને સ્પર્શતા કાયદાઓની સામાન્ય જાણકારી હોવી જરૂરી છે.

પ્રશ્ન  3.
“બાળવિકાસ એ આર્થિક વિકાસની પૂર્વશરત છે.” સમજાવો.
ઉત્તર:
[નોંધઃ આ વિધાન – પ્રશ્ન અસત્ય છે. આ પ્રકરણના પાના નં. 178ના ત્રીજા ફકરામાં આપેલી માહિતી મુજબ પ્રશ્ન – વિધાન નીચે મુજબ હોવું જોઈએ.]
“બાળવિકાસ અને બાળકલ્યાણ સાધવું એ સામાજિક વિકાસની પૂર્વશરત છે.” સમજાવો.
ઉત્તર:
બાળકો એ આવતી કાલના નાગરિકો છે. તેઓ રાષ્ટ્રની સંપત્તિ છે.

 • કોઈ પણ રાષ્ટ્રના વિકાસનો આધાર તેનાં બાળકોના સર્વાગી વિકાસ પર રહેલો છે.
 • જો બાળકો શિક્ષિત અને સંસ્કારી હશે તો તેઓ સારા નાગરિકો બનીને કુટુંબ, સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં યથાશક્તિ ફાળો આપી શકશે. આવા નાગરિકો રાષ્ટ્ર માટે આશીર્વાદરૂપ અને વરદાનરૂપ બની શકે છે.
 • તેથી બાળકોનો સારી રીતે વિકાસ કરવો જોઈએ તેમજ તેમનો શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસ કરવો જોઈએ. આમ કરીને તેમને સમાજના વિકાસ માટે સ્વસ્થ અને જવાબદાર નાગરિકો બનાવી શકાય છે.
 • આથી કહી શકાય કે, બાળવિકાસ અને બાળકલ્યાણ સાધવું એ સામાજિક વિકાસની પૂર્વશરત છે.

પ્રશ્ન 4.
ભ્રષ્ટાચાર નાથવાના સરકારી પ્રયાસો જણાવો.
અથવા
ભારત સરકારે ભ્રષ્ટાચારને રોકવા માટે કયા કયા ઉપાયો કર્યા છે?
ઉત્તરઃ
ભ્રષ્ટાચાર નાથવાના સરકારી પ્રયાસો નીચે પ્રમાણે છે:

 • ભારત સરકારે ઈ. સ. 1984માં કેન્દ્રીય લાંચરુશવત વિરોધી બૂરો’ની સ્થાપના કરી છે. આ બ્યુરો સરકારી કર્મચારીઓ વિરુદ્ધ થયેલા ભ્રષ્ટચારના આરોપોની તપાસ કરે છે. જો આરોપો સાચા જણાય તો તે ગુનેગારોને અદાલતી શિક્ષા કરાવે છે.
 • ગુજરાતમાં આ સંસ્થાની મુખ્ય કચેરી અમદાવાદમાં શાહીબાગ વિસ્તારમાં આવેલી છે. રાજ્યની કોઈ પણ વ્યક્તિ હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર 1800 2334 4444 પર ફરિયાદ કરી શકે છે.
 • ભારત સરકારે ઈ. સ. 1988માં “ભ્રષ્ટાચાર વિરોધી અધિનિયમ’ (કાયદો) અમલમાં મૂક્યો છે. આ અધિનિયમ બધા સરકારી કર્મચારીઓને લાગુ પડે છે.
 • આ અધિનિયમ અનુસાર લાંચરુશવત, છેતરપિંડી, આર્થિક લાભ, પદની સત્તાનો દુરુપયોગ, આવક કરતાં વધારે સંપત્તિ એકઠી કરવી વગેરે બાબતો શિક્ષાપાત્ર ગુનો ગણાય છે. દોષિત ગુનેગાર આ અધિનિયમ અંતર્ગત જેલની સજા અને દંડને પાત્ર ગણાય છે.
 • કેન્દ્ર સરકારે “માહિતી અધિકાર –2005′ અને “નાગરિક અધિકારપત્ર’ અમલી બનાવ્યા છે. આ કાનૂની પ્રબંધ મુજબ દરેક સરકારી કર્મચારીએ પોતાને સોંપાયેલાં વહીવટી કાર્યો નિયત સમયમર્યાદામાં પૂરાં કરવાની બાંહેધરી આપવાની હોય છે. સરકારના આ પ્રયાસનો હેતુ પારદર્શક અને સરળ વહીવટની જાહેર જવાબદારી વધારવાનો છે.
 • કેન્દ્ર સરકારે તાજેતરમાં બ્લેક મની ઍક્ટ-2005′ અમલમાં મૂક્યો છે. આ કાનૂનમાં ભ્રષ્ટાચારને શિક્ષાપાત્ર અપરાધ માનવામાં આવ્યો છે.
 • આ ઉપરાંત, સરકારે “ફોરેન એક્સચેઈન્જ મૅનેજમેન્ટ એક્ટ’ – હેમા (FEMA)ના કાયદામાં “મની લૅન્ડરિંગ એક્ટમાં અને કસ્ટમ એક્ટની ધારા –132માં સુધારા કર્યા છે.
 • લોકપાલ અને લોકાયુક્તની નિમણૂકની જોગવાઈ કરીને સરકારે કાળું નાણું શોધવાના અને ભ્રષ્ટાચાર ડામવાના પ્રયાસો કર્યા છે.

પ્રશ્ન 5.
અન્ન સલામતી વિધેયકના હેતુઓ વર્ણવો.
અથવા
અન્ન સુરક્ષા એટલે શું? રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો (RTE). કોણે, ક્યારે અમલમાં મૂક્યો? આ કાયદાના હેતુઓ જણાવો.
ઉત્તર:
અન્ન સુરક્ષા એટલે “દરેક વ્યક્તિ માટે બધા જ સમયે સક્રિય અને સ્વસ્થ જીવન માટે પૂરતા પોષણક્ષમ આહારની પ્રાપ્તિ. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો (Right to Food-RTE) કેન્દ્ર સરકારે 5 જુલાઈ, 2013ના રોજ અમલમાં મૂક્યો.

રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદાના મુખ્ય હેતુઓ નીચે પ્રમાણે છેઃ

 • દેશની વધતી જતી જનસંખ્યાની અનાજની માંગ સંતોષવી તેમજ દરેક સમયે સસ્તા દરે પૂરતા પ્રમાણમાં ગુણવત્તાસભર અનાજ પૂરું પાડવું.
 • બાળકોમાં કુપોષણની સમસ્યા નિવારવા યોગ્ય પ્રબંધ કરવો તેમજ પોષણયુક્ત આહારના કુલ ઉત્પાદનને પ્રોત્સાહન આપવું.
 • અનાજ વહેંચણીની “જાહેર વિતરણ પ્રણાલી (PDS)ને વધુ સંગીન, પારદર્શક અને સરળ બનાવવી.
 • અંત્યોદય કુટુંબોને અને ગરીબીરેખા હેઠળ (BPL) જીવતાં કુટુંબોને પોષણક્ષમ આહારરૂપે રાહતદરે પૂરતા પ્રમાણમાં અનાજ અને જીવનજરૂરિયાતોની અન્ય વસ્તુઓ પૂરી પાડવી.
 • ગર્ભવતી સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓ(ધાત્રી માતાઓ)ને પોષણક્ષમ આહારની જરૂરિયાત પૂરી પાડવી.

3. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો

પ્રશ્ન 1.

 

પ્રશ્ન 2.
નાગરિકોના મૂળભૂત અધિકારો જણાવો.
અથવા
ભારતના બંધારણે દેશના નાગરિકોને કયા કયા મૂળભૂત અધિકારો આપ્યા છે?
ઉત્તર:
ભારતના બંધારણે દેશના નાગરિકોને નીચેના છ મૂળભૂત અધિકારો – હકો આપ્યા છેઃ

 • સમાનતાનો અધિકાર,
 • સ્વતંત્રતાનો અધિકાર,
 • શોષણવિરોધી અધિકાર,
 • ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર,
 • સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર અને
 • બંધારણીય ઇલાજોનો અધિકાર.

[ઈ. સ. 1978માં ભારત સરકારે બંધારણમાં સુધારો કરીને નાગરિકના મિલકત ધરાવવાના હકને મૂળભૂત અધિકારોમાંથી નાબૂદ કર્યો છે. મિલકતના અધિકારને માત્ર કાનૂની અધિકાર તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.]

પ્રશ્ન 3.
બાળમજૂરીનાં કારણો જણાવો?
ઉત્તર:
બાળમજૂરીનાં મુખ્ય કારણો નીચે પ્રમાણે છે:

 • ગરીબી બાળમજૂરીનું મુખ્ય કારણ છે. આ ઉપરાંત,
 • બાળકનાં માતાપિતાની નિરક્ષરતા,
 • કુટુંબનું મોટું કદ,
 • ગરીબ કુટુંબની આવકમાં બાળમજૂરી કરીને પરિવારને મદદરૂપ થવું,
 • કુટુંબના પુખ્ત વયના સભ્યોની બેરોજગારી,
 • ઘેરથી ભાગીને શહેરમાં આવેલાં બાળકો આશ્રયના અભાવે ગુજરાન ચલાવવા,
 • અનાથ કે નિરાધાર બનેલાં બાળકોને આશ્રય આપનારાઓ તરફથી આશ્રય અને ભોજનના બદલામાં મજૂરી કરવાનું દબાણ.

પ્રશ્ન 4.
ભ્રષ્ટાચાર ભાવવધારાનું એક કારણ છે. શા માટે?
ઉત્તરઃ
ભ્રષ્ટાચાર કાળા નાણાંનું સર્જન કરે છે. એ નાણાંથી બજારમાં નાણાંનો પુરવઠો વધે છે.

 • પરિણામે ખરીદશક્તિ વધે છે. – ખરીદશક્તિ વધવાથી બજારમાં ચીજવસ્તુઓ અને સેવાઓની માંગમાં વધારો થાય છે. આની સામે ચીજવસ્તુઓ અને સેવાઓનો પુરવઠો માંગના પ્રમાણમાં વધી શક્તો નથી.
 • બજારમાં માંગ અને પુરવઠા વચ્ચે અસમતુલા ઊભી થાય છે.
 • આમ, અર્થતંત્રમાં ચીજવસ્તુઓ અને સેવાઓના કુલ પુરવઠા કરતાં તેમની કુલ માંગ સતત વધે છે ત્યારે ચીજવસ્તુઓ અને સેવાઓની કિંમતોમાં એકસાથે ઊંચા દરે વધારો થાય છે, જેથી ભાવસપાટી ઊંચે જાય છે.
 • આથી કહી શકાય કે, ભ્રષ્ટાચાર ભાવવધારાનું એક કારણ છે.

પ્રશ્ન 5.
મા અન્નપૂર્ણા યોજના’ની મહત્ત્વની જોગવાઈઓ જણાવો.
અથવા
રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો –2013(RTE-2013) અન્વયે “મા અન્નપૂર્ણા યોજના’ની જોગવાઈઓ જણાવો.
અથવા
ટૂંક નોંધ લખો: ‘મા અન્નપૂર્ણા યોજના’
ઉત્તર:
ભારત સરકારે 5 જુલાઈ, 2013માં રાષ્ટ્રીય અન્ન સલામતીનો કાયદો પસાર કર્યો.

 • અન્ન સલામતી એટલે દરેક વ્યક્તિ માટે બધા જ સમયે સક્રિય છે અને સ્વસ્થ જીવન માટે પૂરતા પોષણક્ષમ આહારની પ્રાપ્તિ.”
 • આ કાયદા અન્વયે ગુજરાત સરકારે “મા અન્નપૂર્ણા યોજના’ શરૂ કરી છે.
 • આ યોજના હેઠળ રાજ્યના શહેર કે ગ્રામ્ય વિસ્તારનાં જરૂરિયાતમંદ મધ્યમ વર્ગનાં ગરીબ કુટુંબોને વાજબી ભાવથી અનાજ આપવામાં આવે છે. આ ઉપરાંત, રાજ્યનાં અંત્યોદય કુટુંબોને તેમજ ગરીબીરેખા નીચે જીવતાં તમામ કુટુંબોને પ્રતિમાસ 35 કિલોગ્રામ અનાજ મત આપવામાં આવે છે.
 • આ યોજના હેઠળ મધ્યમ વર્ગનાં ગરીબ કુટુંબોને જાહેર વિતરણ પ્રણાલી (PDS) હેઠળ વાજબી ભાવની દુકાનો દ્વારા પ્રતિમાસ, વ્યક્તિદીઠ 5 કિલોગ્રામ અનાજ, જેમાં ઘઉં ₹ 2 પ્રતિકિલો, ચોખા ₹૩ પ્રતિકિલો અને જાડું અનાજ ₹1 પ્રતિકિલોના ભાવે આપવામાં આવે છે.
 • આ યોજના અન્વયે ગુજરાતના લગભગ ૩.62 કરોડ જરૂરિયાતમંદ લોકોને રાહતદરે અનાજ આપીને તેમને અન્ન સુરક્ષા બક્ષી છે.
 • આ યોજનાનો લાભ મેળવતાં કુટુંબોની બચતો વધશે, જેથી તેઓ અન્ય વપરાશી ચીજવસ્તુઓ ખરીદીને પોતાનું જીવનધોરણ સારું બનાવી શકશે.

4. નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો

પ્રશ્ન 1.
ભારતીય સમાજમાં પરિવર્તન લાવનારું મુખ્ય પરિબળ કયું છે?
A. રૂઢિઓ-પરંપરાઓ
B. લોકમત
C. પશ્ચિમીકરણ
D. સાક્ષરતા
ઉત્તર:
C. પશ્ચિમીકરણ

પ્રશ્ન 2.
માનવહકોનું ઘોષણાપત્ર કોણે ઘોષિત કર્યું? (August 20)
A. ગ્રેટ બ્રિટને
B. સંયુક્ત રાષ્ટ્રોએ
C. યુનેસ્કોએ
D. વિશ્વબૅન્ક
ઉત્તર:
B. સંયુક્ત રાષ્ટ્રોએ

પ્રશ્ન  3.
વિશ્વ વૃદ્ધદિનની ઉજવણી કઈ તારીખે થાય છે?
A. 8 માર્ચે
B. 1 ઑક્ટોબરે
C. 1 એપ્રિલે
D. 15 જૂને
ઉત્તર:
B. 1 ઑક્ટોબરે

પ્રશ્ન 4.
નીચેનામાંથી કઈ માહિતી આપવાનો ઈન્કાર કરી શકાય છે?
A. ચૂંટણીપંચની
B. સરકારી યોજનાઓની
C. ન્યાયિક ચુકાદાની
D. રાષ્ટ્રની અખંડિતતા અને સાર્વભૌમત્વની બાબતોની
ઉત્તર:
D. રાષ્ટ્રની અખંડિતતા અને સાર્વભૌમત્વની બાબતોની

પ્રશ્ન 5.
મફત શિક્ષણ મેળવવાના કાયદામાં કઈ બાબતો પર મનાઈ ફરમાવી છે?
A. જન્મના દાખલા વગર પ્રવેશ
B. ખાસ તાલીમની સુવિધા
C. પ્રવેશ કસોટી વિના પ્રવેશ
D. પ્રવેશ સમયે કેપિટેશન ફી
ઉત્તર:
D. પ્રવેશ સમયે કેપિટેશન ફી

પ્રશ્ન 6.
જાહેર વિતરણ પ્રણાલીને વધુ સુદઢ બનાવવા નવી કઈ બાબતને અમલમાં મૂકી છે?
A. બારકોડેડ પરસનલ કાઈ
B. એ.ટી.એમ. કાર્ડ
C. બાયોમૅટ્રિક ઓળખ
D. ચૂંટણીનું ઓળખપત્ર
ઉત્તર:
C. બાયોમૅટ્રિક ઓળખ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *