GSEB Solutions Class 10 Science Chapter 15 આપણું પર્યાવરણ

Gujarat Board GSEB Textbook Solutions Class 10 Science Chapter 15 આપણું પર્યાવરણ Textbook Questions and Answers, Intext Questions, Notes Pdf.

આપણું પર્યાવરણ Class 10 GSEB Solutions Science Chapter 15

GSEB Class 10 Science આપણું પર્યાવરણ Textbook Questions and Answers

સ્વાધ્યાયના પ્રોત્તર

પ્રશ્ન 1.
નીચે આપેલ પૈકી કયો સમૂહ માત્ર જેવ-વિઘટનીય પદાર્થો છે?
(a) ઘાસ, પુષ્પો અને ચામડું
(b) ઘાસ, લાકડું અને પ્લાસ્ટિક
(c) ફળોની છાલ, કેક તેમજ લીંબુનો રસ
(d) કેક, લાકડું તેમજ ઘાસ
ઉત્તર:
(a) ઘાસ, પુષ્પો અને ચામડું; (c) ફળોની છાલ, કેક તેમજ લીંબુનો રસ; (d) કેક, લાકડું તેમજ ઘાસ

પ્રશ્ન 2.
નીચેનામાંથી કોણ આહારશૃંખલાનું નિર્માણ કરે છે?
(a) ઘાસ, ઘઉં અને કેરી
(b) ઘાસ, બકરી અને માનવ
(c) બકરી, ગાય અને હાથી
(d) ઘાસ, માછલી અને બકરી
ઉત્તરઃ
(b) ઘાસ, બકરી અને માનવ

GSEB Solutions Class 10 Science Chapter 15 આપણું પર્યાવરણ

પ્રશ્ન 3.
નીચે આપેલમાંથી કયો પર્યાવરણ પ્રત્યેનો હકારાત્મક અભિગમ દર્શાવે છે?
(a) બજાર જતી વખતે સામાન માટે કપડાંની થેલીઓ લઈ જવી.
(b) કાર્ય સમાપ્ત થવાની સાથે લાઈટ (બલ્બ) અને પંખાની સ્વિચો બંધ કરી દેવી.
(C) માતા દ્વારા, સ્કૂટર પર શાળાએ મૂકવા આવવાને સ્થાને તમારી શાળાએ ચાલતા જવું.
(d) આપેલ તમામ
ઉત્તરઃ
(d) આપેલ તમામ

પ્રશ્ન 4.
જો આપણે એક પોષક સ્તરના બધા જ સભ્યોને દૂર કરી નાખીએ (મારી નાખીએ), તો શું થશે?
ઉત્તરઃ
જો આપણે એક પોષક સ્તરના બધા જ સભ્યોને દૂર કરી નાખીએ (મારી નાખીએ), તો તેનાથી ઉપલા પોષક સ્તરે ખોરાક (રાસાયણિક ઊર્જા) પ્રાપ્ત ન થાય અને સમગ્ર આહારશૃંખલામાં વિક્ષેપ સર્જાય. આ પોષક સ્તર પર આધારિત હોય તે બધા સજીવો પણ મૃત્યુ પામે. બીજી તરફ, નીચલા પોષક સ્તર પર રહેલા સજીવોની સંખ્યામાં ખૂબ વધારો થાય. તેના કારણે, નિવસનતંત્ર અસંતુલિત બને.

પ્રશ્ન 5.
શું કોઈ પોષક સ્તરના બધા જ સભ્યોને દૂર કરવાથી થતી અસર ભિન્ન ભિન્ન પોષક સ્તરો માટે અલગ અલગ હોય છે? શું કોઈ પોષક સ્તરના સજીવોને નિવસનતંત્રને અસર પહોંચાડ્યા વગર દૂર કરવા સંભવ છે?
ઉત્તર:
કોઈ પોષક સ્તરના બધા જ સભ્યોને દૂર કરવાથી થતી અસર ભિન્ન ભિન્ન પોષક સ્તરો માટે અલગ અલગ હોય છે. ઉત્પાદકોને દૂર કરવામાં આવે, તો ક્રમશઃ બધા પોષક સ્તરના સજીવોને અસર થાય છે. તે જીવસૃષ્ટિ માટે ભયજનક નીવડે. ઉચ્ચ પોષક સ્તર પર રહેલા સજીવોને દૂર કરવામાં આવે, તો તેનાથી નીચલા સ્તરે રહેલા સજીવોની સંખ્યામાં વધારો થાય.

નિવસનતંત્રને અસર પહોંચાડ્યા વગર કોઈ પોષક સ્તરના સજીવોને દૂર કરવા સંભવ નથી. કોઈ પણ પોષક સ્તરના સજીવોને દૂર કરતાં નિવસનતંત્રને નુકસાન થાય
જ છે.

પ્રશ્ન 6.
જૈવિક વિશાલન એટલે શું? શું નિવસનતંત્રના વિવિધ સ્તરો પર જૈવિક વિશાલનની અસર પણ ભિન્ન ભિન્ન હોય છે?
ઉત્તરઃ
આહારશૃંખલાના વિવિધ પોષક સ્તરે રહેલા સજીવોમાં ચોક્કસ જેવા અવિઘટનીય (ઉદા., કીટનાશક) પદાર્થની સાંદ્રતામાં થતા ક્રમશઃ વધારાને જૈવિક વિશાલન કહે છે.

નિવસનતંત્રના વિવિધ પોષક સ્તરે જૈવિક વિશાલનની માત્રા જુદી જુદી હોવાથી તેની અસર પણ ભિન્ન હોય છે. તૃતીય અને ચતુર્થ પોષક સ્તરે રસાયણની માત્રા મહત્તમ
જ્યારે નીચલા પોષક સ્તરે રસાયણની માત્રા ખૂબ ઓછી હોય છે. આથી જેવિક વિશાલનની સૌથી વધુ હાનિકારક
અસર ઉપલા પોષક સ્તરના સજીવો પર થાય છે.

પ્રશ્ન 7.
આપણા દ્વારા ઉત્પાદિત જૈવ અવિઘટનીય કચરાથી કઈ સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે?
ઉત્તર:
આપણા દ્વારા ઉત્પાદિત જૈવ અવિઘટનીય કચરાથી નીચેની સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે:

  1. તે જૈવિક વિશાલનની સમસ્યા સર્જે છે.
  2. તે પર્યાવરણમાં એકત્ર થઈ પ્રદૂષણ સર્જે છે.
  3. જ્યારે ભૂમિમાં આ કચરો દાટવામાં આવે છે ત્યારે તે ભૂમિમાં વનસ્પતિઓની વૃદ્ધિ અટકી જાય છે.
  4. તે પર્યાવરણમાં લાંબો સમય જળવાઈ રહે છે અને નિવસનતંત્રના વિવિધ ઘટકોને હાનિ કરે છે.
  5. આહારશૃંખલામાં અસંતુલન કરે છે અને નિવસનતંત્રમાં સમસ્યાઓ સર્જે છે.

GSEB Solutions Class 10 Science Chapter 15 આપણું પર્યાવરણ

પ્રશ્ન 8.
જો આપણા દ્વારા ઉત્પાદિત બધો જ કચરો જૈવ-વિઘટનીય હોય, તો શું તેની આપણા પર્યાવરણ પર કોઈ અસર નહિ થાય?
ઉત્તરઃ
જો આપણા દ્વારા ઉત્પાદિત બધો જ કચરો જૈવ-વિઘટનીય હોય અને તેને યોગ્ય રીતે, પૂરતા સમય માટે વિઘટન કરવામાં આવે અને તેનો ખાતર તરીકે તેમજ બાયોગેસ ઉત્પાદન માટે ઉપયોગ કરવામાં આવે, તો પર્યાવરણ પર કોઈ હાનિકારક અસર થતી નથી.

પ્રશ્ન 9.
ઓઝોન સ્તરનું વિઘટન આપણા માટે ચિંતાનો વિષય શા માટે છે? આ વિઘટનને સીમિત કરવા માટે કયાં પગલાં લેવાં જોઈએ?
ઉત્તરઃ
ઓઝોન સ્તર સૂર્યમાંથી આવતાં અને સજીવો માટે ખૂબ જ હાનિકારક ટૂંકી તરંગલંબાઈ ધરાવતાં પારજાંબલી (UV) વિકિરણોનું શોષણ કરે છે.

આથી ઓઝોન સ્તરનું વિઘટન આપણા માટે ચિંતાનો વિષય છે, કારણ કે તેના વિઘટનથી હાનિકારક પારજાંબલી વિકિરણો પૃથ્વીની સપાટી પર પહોંચે છે. મનુષ્યમાં તે ચામડીના કેન્સર, આંખમાં મોતિયા (Cataract) વગેરે સમસ્યાઓ સર્જે છે.

આ વિઘટનને સીમિત કરવા ક્લોરોફ્યુરોકાર્બન્સ(CFCs)નો ઉપયોગ ઘટાડવામાં આવે છે. 1987માં સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ(UNEP)માં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું કે, CFCનું ઉત્પાદન 1986ના સ્તર પર જ સીમિત રાખવામાં આવે. તેના દ્વારા ઓઝોન સ્તરનું રક્ષણ થશે અને હાનિકારક વિકિરણોની અસર ઘટાડી શકાશે.

GSEB Class 10 Science આપણું પર્યાવરણ Intext Questions and Answers

Intext પ્રશ્નોત્તર (પા.પુ. પાના નં.260)

પ્રશ્ન 1.
પોષક સ્તરો એટલે શું? એક આહારશૃંખલાનું ઉદાહરણ આપો અને તેમાંના વિવિધ પોષક સ્તરો જણાવો.
ઉત્તરઃ
આહારશૃંખલામાં પોષણના ક્રમિક ચરણ પગથિયાઓને પોષક સ્તરો કહે છે.

નિવસનતંત્રમાં પોષક સ્તર ઊર્જાનું વહન દર્શાવે છે.

આહારશૃંખલા ભઠ્ય-ભક્ષકના વચ્ચેના ક્રમિક સંબંધ દર્શાવે છે.
GSEB Solutions Class 10 Science Chapter 15 આપણું પર્યાવરણ 1

પ્રશ્ન 2.
નિવસનતંત્રમાં વિઘટકોની ભૂમિકા શું છે?
ઉત્તર:
વનસ્પતિઓ અને પ્રાણીઓના મૃતશરીર તેમજ ઉત્સર્ગ દ્રવ્યો પર પોષણ માટે આધારિત સજીવોને વિઘટકો કહે છે.
જીવાણુ (બૅક્ટરિયા) અને ફૂગ વિઘટકો છે.

  • તેઓ જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ અકાર્બનિક દ્રવ્યોમાં વિઘટન કરે છે.
  • આ સરળ અકાર્બનિક દ્રવ્યો વનસ્પતિઓ દ્વારા પુનઃઉપયોગમાં લેવાય છે.
  • તેથી વિઘટકો દ્રવ્યોના ચક્રીય પથમાં અગત્યની ભૂમિકા ભજવે છે.
    GSEB Solutions Class 10 Science Chapter 15 આપણું પર્યાવરણ 2

Intext પ્રશ્નોત્તર (પા.પુ. પાના નં. 262)

પ્રશ્ન 1.
શા માટે કેટલાક પદાર્થો જૈવ-વિઘટનીય હોય છે અને કેટલાક પદાર્થો જૈવ અવિઘટનીય હોય છે?
ઉત્તર:
કેટલાક પદાર્થો જેવા કે; કાગળ, શાકભાજીની છાલ વગેરે જીવાણુ કે અન્ય મૃતોપજીવીઓ દ્વારા વિઘટન પામી સરળ સ્વરૂપમાં ફેરવાઈ શકે છે. તે કુદરતી પદાર્થો હોવાને કારણે જૈવ-વિઘટનીય છે.
કેટલાક પદાર્થો જેવા કે, પ્લાસ્ટિક, પૉલિથીન વગેરે સૂક્ષ્મ જીવોની પ્રવૃત્તિ વડે વિઘટન પામતા નથી. તે સંશ્લેષિત પદાર્થો હોવાના કારણે જૈવ અવિઘટનીય છે.

GSEB Solutions Class 10 Science Chapter 15 આપણું પર્યાવરણ

પ્રશ્ન 2.
એવી બે રીતો દર્શાવો કે, જેમાં જૈવ-વિઘટનીય પદાર્થો પર્યાવરણને પ્રભાવિત કરે છે?
ઉત્તરઃ

  1. જેવ-વિઘટનીય પદાર્થો સૂક્ષ્મ જીવોની પ્રવૃત્તિ વડે વિઘટન પામી સરળ દ્રવ્યો પર્યાવરણમાં મુક્ત કરે છે. આ સરળ દ્રવ્યો અન્ય સજીવોના જીવનને ટકાવવા માટે ઉપયોગમાં આવે છે.
  2. વિઘટન દરમિયાન મુક્ત થતા કેટલાક વાયુઓ વાતાવરણને પ્રદૂષિત કરે છે.

પ્રશ્ન 3.
એવી બે રીતો દર્શાવો કે, જેમાં જૈવ અવિઘટનીય પદાર્થો પર્યાવરણને પ્રભાવિત કરે છે?
ઉત્તરઃ

  1. પેસ્ટિસાઇડ્રગ્સ (કીટનાશકો) જેવા જેવા અવિઘટનીય પિદાર્થો ભૂમિ અને પાણીનું પ્રદૂષણ કરે છે. તે સજીવોમાં જૈવિક વિશાલન પ્રેરે છે.
  2. જૈવ અવિઘટનીય પદાથોં નિવસનતંત્રનાં કાર્યો જેવાં કે, ઊર્જા અને દ્રવ્યોના વહનને અવરોધે છે.
    GSEB Solutions Class 10 Science Chapter 15 આપણું પર્યાવરણ 3

Intext પ્રશ્નોત્તર (પા.૫. પાના નં.264)

પ્રશ્ન 1.
ઓઝોન એટલે શું? તે કોઈ નિવસનતંત્રને કેવી રીતે રે અસર પહોંચાડે છે?
ઉત્તર:
ઓઝોન (O3) એ પારજાંબલી (UV) વિકિરણોની અસરથી ઑક્સિજનના ત્રણ પરમાણુઓ વડે બનતો અણુ છે.
વાતાવરણના ઉપલા સ્તરમાં ઓઝોન એક આવશ્યક કાર્ય કરે છે. આમ છતાં, ભૂમિસ્તરે ઓઝોન એક ઘાતક વિષ છે.
ઓઝોન સૂર્યમાંથી આવતાં ઓછી તરંગલંબાઈ ધરાવતાં પારજાંબલી (UV) વિકિરણોનું શોષણ કરે છે. આ રીતે પૃથ્વી પરની જીવસૃષ્ટિને રક્ષણ આપે છે.

પ્રશ્ન 2.
તમે કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવામાં ? શું યોગદાન આપી શકો છો? કોઈ પણ બે પદ્ધતિઓનાં નામ આપો. (March 20)
ઉત્તરઃ
કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવામાં અમે નીચે { મુજબ યોગદાન આપીશું:

  1. વધેલો ખોરાક (એઠવાડ), શાકભાજીનો કચરો, ફળોની છાલ, સૂકાં પણ અને બગીચાનો અન્ય કચરો વગેરે જૈવ-વિઘટનીય કચરાને જમીનમાં ખાડો કરી દાટી દેવામાં આવે છે. તેનું વિઘટન થઈ ખાતરમાં રૂપાંતર કરી કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરી શકાય.
  2. ટિન, ખાલી ડબ્બા, પેપર, ગ્લાસ, ધાતુની તૂટેલી વસ્તુઓ વગેરે કચરાનું પુનઃચક્રીયકરણ કરવામાં આવે. આ વસ્તુઓનું પુનઃચક્રીયકરણ કરી નવી વસ્તુઓ બનાવી પુનઃઉપયોગ કરી શકાય.
    પદ્ધતિઓનાં નામઃ

    1. પુનઃઉપયોગ અને
    2. પુનઃચક્રીયકરણ..
      GSEB Solutions Class 10 Science Chapter 15 આપણું પર્યાવરણ 4

GSEB Class 10 Science આપણું પર્યાવરણ Textbook Activities

પ્રવૃત્તિ 15.1 [પા.પુ. પાના નં. 256]

• માછલીઘર બનાવવું. સાધનો :

  • કાચની મોટી જાર (બરણી), કાંકરાં, ઑક્સિજન પંપ
    પદાર્થોઃ
  • નાની માછલીઓ, જલજ વનસ્પતિઓ, માછલીનો ખોરાક, પાણી

પદ્ધતિ :

  • કાચની મોટી જાર લો. તેમાં થોડા કાંકરાં રાખો.
  • જારમાં પાણી ભરો.
  • જારમાં લીલ ઉમેરો અને કેટલાક જલીય છોડ ઉમેરો.
  • તેમાં થોડી નાની માછલીઓ ઉમેરો.
  • જાર સાથે ઑક્સિજન પંપ એવી રીતે ગોઠવો કે જેથી જારમાં ઑક્સિજન ઉમેરી શકાય.
  • બજારમાં મળતો માછલીનો ખોરાક નિયમિત રીતે જારમાં ઉમેરતા રહો.
  • માછલી સિવાયનાં અન્ય નાનાં જલીય પ્રાણીઓ જારમાં ઉમેરો.

પ્રશ્નો :

પ્રશ્ન 1.
માછલીઘરમાં કેટલીક જલીય વનસ્પતિઓ અને કેટલાંક જલીય પ્રાણીઓ ઉમેરવાથી તે કેવી રીતે સ્વયંસંચાલિત નિવસનતંત્ર બની જાય છે?
ઉત્તર:
જલીય વનસ્પતિઓ પ્રકાશસંશ્લેષણ કરે છે. તેઓ ઉત્પાદકો છે અને પોષણ માટે પ્રાણીઓ તેમના પર આધારિત છે. પ્રકાશસંશ્લેષણ દરમિયાન ઑક્સિજન મુક્ત થાય છે. પ્રાણીઓ શ્વસનમાં ઑક્સિજનનો ઉપયોગ કરે છે અને પાણીમાં કાર્બન ડાયૉક્સાઇડ મુક્ત કરે છે. આ કાર્બન ડાયૉક્સાઇડ જલીય વનસ્પતિઓને પ્રકાશસંશ્લેષણ માટે પ્રાપ્ત થાય છે. આથી માછલીઘર સ્વયંસંચાલિત નિવસનતંત્ર બને છે.

GSEB Solutions Class 10 Science Chapter 15 આપણું પર્યાવરણ

પ્રશ્ન 2.
માછલીઘર બનાવ્યા પછી તેને કેટલા સમય સુધી જેવું છે તેવું જ મૂકી શકાય?
ઉત્તર:
માછલીઘર બનાવ્યા પછી તેને 2-3 દિવસ જેવું છે તેવું મૂકી શકાય. ચયાપચયિક ઉત્સર્ગ દ્રવ્યો પાણીમાં મુક્ત થતાં તે પ્રદૂષિત થાય છે. તેથી તેમાં નિયમિત સમયે પાણી બદલવું જરૂરી છે.

પ્રશ્ન 3.
માછલીઘરને નિયમિત સમયાંતરે સાફ કરવું શા માટે જરૂરી છે?
ઉત્તર:
જલીય સજીવો દ્વારા ઉત્પન્ન થતાં ચયાપચયિક ઉત્સર્ગ દ્રવ્યો માછલીઘરના પાણીને પ્રદૂષિત કરે છે. તેથી માછલીઘરને નિયમિત સમયાંતરે સાફ કરવું જરૂરી છે.

પ્રશ્ન 4.
શું આવી રીતે આપણે તળાવો અને સરોવરોને પણ સ્વચ્છ કરવા જોઈએ? શા માટે અથવા શા માટે નહીં?
ઉત્તર:
હા, કારણ કે કેટલાંક ઉત્સર્ગ દ્રવ્યો તળાવો અને સરોવરોમાં લીલની વૃદ્ધિને ઉત્તેજે છે. તળાવ અને સરોવરની સપાટી લીલની વૃદ્ધિ વડે આવરિત થઈ જાય છે. તેથી કેટલાક ઝેરી પદાર્થો તેમાંથી મુક્ત થાય છે અને પાણીમાં દ્રાવ્ય ઑક્સિજનનું પ્રમાણ ઘટે છે. તેના પરિણામે જલીય પ્રાણીઓનું મૃત્યુ થાય છે. આથી તળાવ અને સરોવરનાં નિવસનતંત્રો નાશ પામે છે.

પ્રવૃત્તિ 15.2 [પા.પુ. પાના નં. 257]

• માછલીઘર વિશે વધારે જાણવું. સાધન :

  • માછલીઘર

પ્રશ્નો :

પ્રશ્ન 1.
માછલીઘર બનાવતી વખતે શું એ બાબતનું ધ્યાન રાખવું જરૂરી છે કે બીજા પ્રાણીને ખાઈ જતાં જળચર પ્રાણીઓ તેમાં સાથે રાખવામાં ન આવે? અન્યથા શું થાય?
ઉત્ત૨:
હા, માછલીઘર બનાવતી વખતે ભક્ષક જળચર પ્રાણી તેમાં સાથે રાખવામાં ન આવે. અન્યથા આ ભક્ષક પ્રાણીઓ અન્ય પ્રાણીઓનું ભક્ષણ કરે અને તેનો નાશ કરે. બધાં નાનાં જલીય પ્રાણીઓ ભક્ષકોનો ભોગ બને અને અંતે તેઓ પણ પોષણના અભાવે નાશ પામે.

પ્રશ્ન 2.
જળચર સજીવોનાં નામ તે ક્રમમાં લખો, જેમાં એક સજીવ બીજા સજીવને ખાય છે અને એક એવી શૃંખલાની સ્થાપના કરો, જેમાં ઓછામાં ઓછા ત્રણ તબક્કા હોય.
ઉત્તર:
GSEB Solutions Class 10 Science Chapter 15 આપણું પર્યાવરણ 5

પ્રશ્ન 3.
તમે કોઈ એક સમૂહને સૌથી વધારે મહત્ત્વનું ગણો છો? શા માટે અથવા શા માટે નહીં?
ઉત્તર:
હા, વનસ્પતિઓ (ઉત્પાદકો) સૌથી વધારે મહત્ત્વનો સમૂહ છે, કારણ કે તે પ્રથમ પોષક સ્તરની રચના કરે છે તથા બધા ઉપભોગીઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તેમની ખોરાક(ઊર્જા)ની જરૂરિયાત માટે વનસ્પતિઓ પર આધાર રાખે છે.

પ્રવૃત્તિ 15.3 [પા.પુ. પાના નં. 260]

• કૃષિક્ષેત્રે જંતુનાશકો અને અન્ય રસાયણોના ઉપયોગ પર પ્રતિબંધ યોગ્ય કે અયોગ્ય તેની ચર્ચા કરવી.
સમાચારપત્રોમાં તૈયાર ખાદ્ય સામગ્રીમાં જંતુનાશકો અને અન્ય રસાયણોની માત્રા વિશેના સમાચાર છપાતા રહે છે. કેટલાંક રાજ્યોએ આ પદાર્થોના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે.

પ્રશ્નોઃ

પ્રશ્ન 1.
તૈયાર ખાદ્ય પદાર્થો સામગ્રીમાં જંતુનાશકોનો સ્રોત કયો છે?
ઉત્તર:
ખેતરમાં પેસ્ટના નિયંત્રણ માટે જંતુનાશકોનો વધારે પ્રમાણમાં ઉપયોગ થાય છે. આ જંતુનાશકો જૈવ અવિઘટનીય છે અને આહારશૃંખલા દ્વારા ખોરાકમાં પ્રવેશે છે. આ ઉપરાંત ખાદ્ય સામગ્રીની જાળવણી માટે કેટલાંક રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે.

પ્રશ્ન 2.
શું આ જંતુનાશક પદાર્થો અન્ય ખાદ્યસ્રોતના માધ્યમથી આપણા શરીરમાં પ્રવેશી શકે છે?
ઉત્તર:
હા, અનાજના દાણા, શાકભાજી, ફળ, દૂધ, ઈંડા, માછલી વગેરે ખાદ્યસ્રોતના માધ્યમથી જંતુનાશક પદાર્થો આપણા શરીરમાં પ્રવેશી શકે છે.

GSEB Solutions Class 10 Science Chapter 15 આપણું પર્યાવરણ

પ્રશ્ન 3.
કયા ઉપાયો દ્વારા શરીરમાં જંતુનાશક પદાર્થો કે રસાયણોની માત્રા ઓછી કરી શકાય?
ઉત્તરઃ

  1. ખેતરમાં જંતુનાશક પદાર્થો કે રસાયણોનો નિયંત્રિત રીતે ઉપયોગ કરવામાં આવે.
  2. કૃષિ-ઉત્પાદનોમાં જંતુનાશકના પ્રમાણની સતત દેખરેખ તેમજ નિયમિત સમયાંતરે તેની ચકાસણી થાય.
  3. કાર્બનિક કૃષિનો વ્યાપ વધારવામાં આવે.
    આમ, ઉપરોક્ત ઉપાયો દ્વારા શરીરમાં જંતુનાશક પદાર્થો કે રસાયણોની માત્રા ઓછી કરી શકાય.

પ્રશ્ન 4.
કેટલાંક રાજ્યોએ તૈયાર ખાદ્ય સામગ્રી પર શા માટે પ્રતિબંધ મૂક્યો છે?
ઉત્તરઃ
કેટલાંક રાજ્યોએ તૈયાર ખાદ્ય સામગ્રી પર પ્રતિબંધ મૂક્યો છે, કારણ કે તેમાં જંતુનાશકોનું પ્રમાણ ઊંચું હોય છે. તે આપણા સ્વાથ્ય માટે હાનિકારક છે.

પ્રવૃત્તિ 15.4 [પા.પુ. પાના નં. 261]

  • ઓઝોન સ્તર માટે હાનિકારક રસાયણોની જાણકારી મેળવવી. સાધનોઃ
  • પુસ્તકાલય, ઈન્ટરનેટ, સમાચારપત્રો

પ્રશ્નોઃ

પ્રશ્ન 1.
ઓઝોન સ્તરના વિઘટન માટે કયાં રસાયણો જવાબદાર છે?
ઉત્તરઃ
ક્લોરોફ્યુરોકાર્બન્સ (CFCs), હાઇડ્રોબ્લ્યુરોકાર્બન્સ (HFCs) અને નાઈટ્રોજનના ઑક્સાઈડ (NO) ઓઝોન સ્તરના વિઘટન માટે જવાબદાર રસાયણો છે.

પ્રશ્ન 2.
શોધો કે, ઓઝોન વિઘટન માટે જવાબદાર રસાયણોના ઉત્પાદન તેમજ ઉત્સર્જન નિયમનસંબંધી કાયદો ઓઝોન વિઘટનને ઓછું કરવામાં કેટલો સફળ રહ્યો છે? શું છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઓઝોન ગર્તના આકાર કે કદમાં કોઈ પરિવર્તન આવ્યું છે?
ઉત્તરઃ
1987, સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ(United Nation Environmental Programme – UNEP)Hi H9144d નક્કી કરવામાં આવ્યું કે, CFCનું ઉત્પાદન 1986ના સ્તરે સીમિત કરવામાં આવે.
હા, ઓઝોન વિઘટન માટે જવાબદાર રસાયણોના ઉપયોગમાં સતત ઘટાડો થવાથી ઓઝોન ગર્તના કદમાં ઘટાડો થયો છે.

પ્રશ્ન 3.
ઓઝોન ગર્ત એટલે શું?
ઉત્તરઃ
ઓઝોન સ્તરમાં મોટા પ્રમાણમાં ઘટાડાની ઘટનાને ઓઝોન ગર્ત કહે છે.

પ્રવૃત્તિ 15.5 [પા.પુ. પાના નં 261]

• ઘરમાં સર્જાતા જૈવ-વિઘટનીય અને જૈવ અવિઘટનીય કચરાની જાણકારી મેળવવી.

પદ્ધતિ:

  • તમારા ઘરમાં સર્જાતો કચરો એકત્ર કરો. રસોડાનો કચરો (વાસી ખોરાક, શાકભાજીનાં છોતરાં, ઉપયોગમાં લીધેલા ચાના પાન કે ભૂકી, બગડી ગયેલાં ફળો), નકામા કાગળ, ફાટેલાં કપડાં અને તેના ટુકડા, ખાલી ખોખાં, પૂંઠાં, દૂધની કોથળીઓ ઉપરાંત દવાની સ્ટ્રિપ્સ (પતરા), દવાની ખાલી શીશીઓ અને તેનાં ઢાંકણ, પ્લાસ્ટિકનાં તૂટેલાં જૂતાં, ફાટેલાં ચામડાનાં જૂતાં, બલ્બ ઍક વગેરે.
  • આ કચરાને ઘરની નજીક જમીનમાં ઊંડો ખાડો કરી તેમાં ભેગો કરો.
  • તેના પર થોડું પાણી છાંટો.
  • કચરાને ભીની માટી વડે દાટી દો.
  • જો આવું સ્થાન પ્રાપ્ત ન હોય, તો કચરાને કોઈ જૂની ડોલ અથવા કૂંડામાં એકત્રિત કરી 15 cm જાડા માટીના સ્તરથી ઢાંકી દો.
  • લગભગ 15 દિવસ પછી ખાડો ખોદી તેનું અવલોકન કરો.

પ્રશ્નોઃ

પ્રશ્ન 1.
ખાડામાં દાટેલા કયા પદાર્થો લાંબા સમય પછી પણ અપરિવર્તિત રહે છે?
ઉત્તરઃ
લાંબા સમય પછી પણ અપરિવર્તિત રહે તેવા પદાર્થોમાં દવાની ખાલી શીશીઓ અને તેનાં ઢાંકણ, દૂધની કોથળીઓ, દવાની સ્ટ્રિપ્સ (પતરાં), બલ્બ પૅક, પ્લાસ્ટિકનાં તૂટેલાં જૂતાં વગેરે છે.

GSEB Solutions Class 10 Science Chapter 15 આપણું પર્યાવરણ

પ્રશ્ન 2.
કયા પદાર્થોના સ્વરૂપ અને સંરચનામાં લાંબા સમય પછી પરિવર્તન આવે છે?
ઉત્તરઃ
વાસી ખોરાક, શાકભાજીનાં છોતરાં, ઉપયોગમાં લીધેલા ચાના પાન કે ભૂકી, ખાલી ખોખાં, નકામા કાગળ, ફાટેલાં કપડાં અને તેના ટુકડા, ફાટેલાં ચામડાનાં જૂતાં વગેરે પદાર્થોના
સ્વરૂપ અને સંરચનામાં લાંબા સમય પછી પરિવર્તન આવે છે.

પ્રશ્ન 3.
કયા પદાર્થો વધુ ઝડપથી પરિવર્તન પામે છે?
ઉત્તરઃ
વાસી / બગડેલો ખોરાક, શાકભાજીનાં છોતરાં, ઉપયોગમાં લીધેલા ચાના પાન કે ભૂકી, બગડેલાં કે સડી ગયેલાં ફળ વગેરે પદાર્થો વધુ ઝડપથી પરિવર્તન પામે છે.

પ્રવૃત્તિ 15.6 [પા.પુ. પાના નં. 262].

  • જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય પદાર્થોની વધારે જાણકારી મેળવવી.
    સાધનો :
  • પુસ્તકાલય અથવા ઇન્ટરનેટ

પ્રશ્નો :

પ્રશ્ન 1.
જૈવ અવિઘટનીય પદાર્થો કેટલા સમય સુધી પર્યાવરણમાં મૂળ સ્વરૂપમાં રહી શકે છે?
ઉત્તર:
પ્લાસ્ટિક કચરા જેવા જૈવ અવિઘટનીય પદાર્થો ગરમી અને દબાણ જેવાં ભૌતિક પરિબળોથી અસર પામે છે, પરંતુ સામાન્ય પરિસ્થિતિમાં, આ પદાર્થો લાંબા સમય સુધી પર્યાવરણમાં મૂળ સ્વરૂપમાં જ જળવાઈ રહે છે.

પ્રશ્ન 2.
શોધી કાઢો કે, જૈવ-વિઘટનીય પ્લાસ્ટિકની પર્યાવરણ પર નુકસાનકારક અસર થાય છે કે નહિ?
ઉત્તરઃ
પૉલિમર ફેબ્રિક્સ (Polymer fabrics) અને દાંતનું પૂરણ (Dental implants) જેવ-વિઘટનીય પ્લાસ્ટિક છે.
જૈવ-વિઘટનીય પ્લાસ્ટિકની પર્યાવરણ પર નુકસાનકારક અસર નથી.

પ્રવૃત્તિ 15.7 [પા.પુ. પાના નં. 263].

  • ઘરમાં નિર્માણ પામતા કચરાના નિકાલ વિશે જાણકારી મેળવવી.

પ્રશ્નો :

પ્રશ્ન 1.
ઘરમાં ઉત્પન્ન થતા કચરાનું શું થાય છે? શું કોઈ સ્થાન પર કચરો એકઠો કરવા માટેની વ્યવસ્થા છે?
ઉત્તર:
ઘરમાં ઉત્પન્ન થતો કચરો કચરાપેટી(Dustbin)માં દરરોજ ભેગો કરવામાં આવે છે.
શહેરમાં મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા જ્યારે ગામડામાં ગ્રામપંચાયત દ્વારા દૈનિક ધોરણે ઘરે-ઘરેથી કચરો એકત્ર કરી લઈ જવાની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે. ઘરમાં ઉત્પન્ન થતા કચરાને ભેગો કરવા માટે ચોક્કસ સ્થળે મોટા સંગ્રાહક તરીકે કન્ટેનર પણ રાખવામાં આવે છે.

GSEB Solutions Class 10 Science Chapter 15 આપણું પર્યાવરણ

પ્રશ્ન 2.
સ્થાનીય વ્યવસ્થાપનો (પંચાયત, નગરપાલિકા, આવાસ કલ્યાણ સમિતિ) દ્વારા કચરાનું પ્રબંધન કેવી રીતે કરવામાં આવે છે?
શું જૈવ-વિઘટિત અને જૈવ અવિઘટિત કચરાને અલગ અલગ રીતે નિકાલ કરવાની કોઈ પદ્ધતિ છે?
ઉત્તરઃ
કચરાના સ્ત્રોત સ્થાનેથી જ જૈવ-વિઘટિત અને જૈવ અવિઘટિત કચરાને અલગ કરવામાં આવે છે.
શહેરોમાં નગરપાલિકાઓ દ્વારા ઘરોમાંથી કચરો એકત્ર કરી, શહેરથી દૂર ખાલી સ્થાનો પર એકઠો કરવામાં આવે છે.

જૈવ-વિઘટનીય કચરો સળગાવવામાં આવતો નથી, કારણ કે તેના દહનથી હવાનું પ્રદૂષણ થાય છે. આ કચરાને જમીનમાં દાટી દઈ તેનું વિઘટન થતાં ખાતરમાં રૂપાંતર કરવામાં આવે છે. પ્લાસ્ટિક, કાચ, ધાતુઓ વગેરે જેવ અવિઘટનીય કચરાને અલગ રાખી તેને ચોક્કસ પુનઃચક્રીયકરણ એકમોમાં મોકલવામાં આવે છે.

કેટલાંક ગામડાઓમાં, સ્થાપિત કરવામાં આવેલા બાયોગેસ પ્લાન્ટમાં જૈવ-વિઘટનીય કચરાનો ઉપયોગ કરી
બાયોગૅસ અને ખાતર બનાવવામાં આવે છે.

પ્રશ્ન 3.
એક દિવસ દરમિયાન ઘરમાં કેટલો કચરો ઉત્પન્ન થાય છે? તેમાંથી કેટલો કચરો જેવ-વિઘટનીય છે?
ઉત્તર:
એક દિવસ દરમિયાન ઘરમાં મોટા પ્રમાણમાં કચરો ઉત્પન્ન થાય છે.
[સરેરાશ 1.1થી 3.7 kg / વ્યક્તિો તેમાંથી મોટા ભાગનો કચરો જૈવ-વિઘટનીય હોય છે અને થોડો જેવ અવિઘટનીય હોય છે.

પ્રશ્ન 4.
વર્ગખંડમાં પ્રતિદિન કેટલો કચરો ઉત્પન્ન થાય છે? તેમાંથી કેટલો કચરો જૈવ અવિઘટનીય હોય છે?
ઉત્તર:
વર્ગખંડમાં પ્રતિદિન મોટા પ્રમાણમાં જૈવ-વિઘટનીય કચરો ઉત્પન્ન થાય છે. તેમાંથી જેવા અવિઘટનીય કચરો ખૂબ ઓછા પ્રમાણમાં હોય છે.

પ્રશ્ન 5.
કચરાના નિકાલ માટેના ઉપાયો જણાવો.
ઉત્તરઃ
જૈવ-વિઘટન કચરો ખાડામાં દાટી દઈ તેમાંથી વિઘટકોની કાર્ય-પદ્ધતિથી ખાતર ઉત્પન્ન થાય છે. આ ખાતર બગીચામાં ઉપયોગ કરી શકાય છે.
જૈવ અવિઘટનીય કચરાને અલગ એકત્ર કરી, તેના પુનઃચક્રીયકરણ માટે યોગ્ય નિકાલ વ્યવસ્થા કરવામાં આવે છે.

પ્રવૃત્તિ 15.8 [પા.પુ. પાના નં. 263]

  • સુએઝ ટ્રીટમેન્ટની વ્યવસ્થાની જાણકારી મેળવવી.

પ્રશ્નો:

પ્રશ્ન 1.
તમારા વિસ્તારમાં સુએઝ ટ્રીટમેન્ટની કોઈ વ્યવસ્થા છે? શું ત્યાં એ વ્યવસ્થા છે કે સ્થાનિક જળાશય તેમજ અન્ય જળસ્રોત – ટ્રીટમેન્ટ વગરના સુએઝથી પ્રદૂષિત તો નથી થતા ને? તે શોધો.
ઉત્તરઃ
અમારા શહેરમાં ભૂગર્ભ ગટર-લાઇનની વ્યવસ્થા છે. આંતરિક રીતે જોડાયેલી આ ગટર -લાઇન વડે સુએઝ કચરાને દૂરના સ્થળે આવેલા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં લઈ જવામાં આવે છે. આ પ્લાન્ટમાં સુએઝની ટ્રીટમેન્ટ કરી તેને બિનહાનિકારક સ્વરૂપમાં ફેરવવામાં આવે છે.

સુએઝ વડે સ્થાનિક જળાશય તેમજ અન્ય જળસ્રોત પ્રદૂષિત થતાં નથી, કારણ કે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં સૌપ્રથમ સુએઝ કચરાની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. આ દરમિયાન પાણીનું ક્લોરિનેશન કરી તેને જંતુમુક્ત કરવામાં આવે છે. તેમાંથી નાઇટ્રેટ અને ફૉસ્ફટ જેવી અશુદ્ધિઓને દૂર કરી સિંચાઈ માટે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે.

પ્રશ્ન 2.
તમારા વિસ્તારના સ્થાનિક ઉદ્યોગો તેમના દ્વારા સર્જાતા કચરાની ટ્રીટમેન્ટ કેવી રીતે કરે છે તે શોધો.
શું ત્યાં આ બાબતનું પ્રબંધન છે કે જેનાથી સુનિશ્ચિત થઈ શકે કે, આ પદાર્થો ભૂમિ અને પાણીનું પ્રદૂષણ કરતા નથી?
ઉત્તરઃ
સ્થાનિક ઉદ્યોગો સ્થાનિક જળસ્રોતમાં તેમના કચરાને મુક્ત કરતાં પહેલાં તેની ટ્રીટમેન્ટ કરવા માટે કાયદાકીય રીતે બંધાયેલ છે, પરંતુ ઉદ્યોગો તેમના માટે નક્કી કરાયેલા નિયમો અને સિદ્ધાંતોનું પાલન કરતા નથી. ઔદ્યોગિક કચરો હજુ પણ પ્રદૂષકો ધરાવતો હોય છે. આથી તેના દ્વારા ભૂમિ અને પાણીનું પ્રદૂષણ થાય છે.

પ્રવૃત્તિ 15.9 [પા.પુ. પાના નં. 264]

  • ઇલેક્ટ્રોનિક કચરા(ઇલેક્ટ્રોનિક વેસ્ટ)માં હાનિકારક દ્રવ્યોની માહિતી મેળવવી. સાધનો :
    • પુસ્તકાલય, ઈન્ટરનેટ, સમાચારપત્રો

પ્રશ્નો:

પ્રશ્ન 1.
નકામી ઇલેક્ટ્રોનિક વસ્તુઓનો નિકાલ કરતી વખતે તેમાં કયા હાનિકારક પદાર્થો હોય છે? આ પદાર્થો પર્યાવરણને કઈ રીતે અસર પહોંચાડે છે?
ઉત્તરઃ
જ્યારે આપણે નકામી ઇલેક્ટ્રૉનિક વસ્તુઓનો નિકાલ કરતાં હોઈએ ત્યારે તેમાં પ્લાસ્ટિક અને સિલિકોનથી બનેલી ઇલેક્ટ્રૉનિક ચીપ ઉપરાંત તાંબુ અને ઍલ્યુમિનિયમ જેવાં હાનિકારક દ્રવ્યોથી બનેલી વસ્તુઓ હોય છે.
આ દ્રવ્યો જૈવ અવિઘટનીય હોય છે અને પર્યાવરણમાં લાંબો સમય ફેરફાર પામ્યા વગર જળવાઈ રહે છે.

પ્રશ્ન 2.
પ્લાસ્ટિકનું પુનઃચક્રીયકરણ કઈ રીતે થાય છે? શું પ્લાસ્ટિકના પુનઃચક્રીયકરણથી પર્યાવરણને કોઈ નુકસાન થાય છે?
ઉત્તરઃ
કચરામાંથી પ્લાસ્ટિકને અલગ કરીને પુનઃચક્રીયકરણ એકમમાં મોકલવામાં આવે છે. આ પ્લાસ્ટિક કચરાને ધોઈને સાફ કરી ઊંચા તાપમાને ઓગાળવામાં આવે છે. ત્યારબાદ પુનઃઉપયોગ માટે વિવિધ પ્લાસ્ટિક વસ્તુઓ બનાવવાના બીબામાં ઢાળવામાં (Remoulded) આવે છે.
પુનઃચક્રીયકરણ પ્રક્રિયા પર્યાવરણમાંથી પ્લાસ્ટિક કચરાને ઓછો કરે છે.
હાલમાં, પૉલિમર પ્લાસ્ટિક શેડ બનાવવાની સામગ્રીમાં પ્લાસ્ટિક કચરાનો ઉપયોગ કરવામાં આવે છે.
આ પ્રક્રિયામાં પર્યાવરણને થોડું નુકસાન થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *