GSEB Class 9 Science Notes Chapter 14 નૈસર્ગિક સ્ત્રોતો

This GSEB Class 9 Science Notes Chapter 14 નૈસર્ગિક સ્ત્રોતો covers all the important topics and concepts as mentioned in the chapter.

નૈસર્ગિક સ્ત્રોતો Class 9 GSEB Notes

→ નૈસર્ગિક સ્ત્રોતો (Natural Resources) : નૈસર્ગિક સ્રોત એટલે ભૂમિ, પાણી અને હવા તથા સૂર્યઊર્જા; જેના પર પૃથ્વી પરનું જીવન આધારિત છે.

→ પૃથ્વી પરના સ્ત્રોતો (Resources on Earth) :
GSEB Class 9 Science Notes Chapter 14 નૈસર્ગિક સ્ત્રોતો 1

જૈવાવરણ (Biosphere) એ જ્યાં કોઈ પણ પ્રકારના સજીવો વસતા હોય તેવો પૃથ્વીનો સમગ્ર વિસ્તાર છે.
GSEB Class 9 Science Notes Chapter 14 નૈસર્ગિક સ્ત્રોતો 2

GSEB Class 9 Science Notes Chapter 14 નૈસર્ગિક સ્ત્રોતો

→ હવા (Air) : હવા નાઇટ્રોજન, ઑક્સિજન, કાર્બન ડાયૉક્સાઇડ, પાણીની બાષ્પ વગેરેનું મિશ્રણ છે.

 • સજીવોમાં શ્વસન માટે અને લીલી વનસ્પતિઓમાં પ્રકાશસંશ્લેષણ માટે અનુક્રમે 0% અને CO2 અગત્યના વાયુ છે.
 • હવા ઉષ્માનું વહન કરે છે. વાતાવરણ પૃથ્વીના સરેરાશ તાપમાનને નિયત રાખવામાં મહત્ત્વનું છે.

→ પવન (Wind) અને વરસાદ (Rain):

 • પવન અને વરસાદ તાપમાન વડે ઘેરાતી અસરો છે.
 • ગતિમાન હવાને પવન કહે છે. સૂર્યકિરણોની ઉષ્માથી ગરમ થતી હવા ઊંચે ચડતાં ઓછા દબાણનો વિસ્તાર સર્જાય છે. પરિણામે વધારે દબાણ ધરાવતા વિસ્તારથી ઓછા દબાણ ધરાવતા વિસ્તાર તરફ હવાની ગતિથી પવનનું સર્જન થાય છે.
 • પાણી કરતાં જમીન વધુ ઝડપથી ગરમ થાય છે અને વધુ ઝડપથી ઠંડી પડે છે. આથી દિવસે પવનની દિશા સમુદ્રથી જમીન તરફ હોય છે, જ્યારે રાત્રે પવનની દિશા જમીનથી સમુદ્ર તરફ હોય છે. સૂર્ય-ઉખાને કારણે મહાસાગરોના તેમજ જમીનની સપાટી પરના પાણીનું બાષ્પીભવન અને વનસ્પતિમાંથી બાષ્પોત્સર્જન થાય છે. ગરમ હવા સાથે પાણીની બાષ્પ ઊંચે જઈ વિસ્તરણ પામી ઠંડી પડતાં વરસાદ પડે છે.

→ હવાનું પ્રદૂષણ (Air Pollution) :

 • હવામાં હાનિકારક પદાર્થોના ઉમેરાવાથી તેની ગુણવત્તામાં થતા ઘટાડાને હવાનું પ્રદૂષણ કહે છે.
 • નાઇટ્રોજન અને સલ્ફરના ઑક્સાઇડ, હાઇડ્રોકાર્બન વગેરે હવાના પ્રદૂષકો છે. તેનાથી ઍસિડવર્ષા થાય છે.

→ પાણી (water) :
GSEB Class 9 Science Notes Chapter 14 નૈસર્ગિક સ્ત્રોતો 3
સજીવોના શરીરમાં કે કોષોમાં થતી બધી ક્રિયાઓ પાણીના માધ્યમમાં થાય છે. વનસ્પતિઓ અને પ્રાણીઓના અસ્તિત્વ માટે પાણીની સરળ પ્રાપ્યતાના સ્ત્રોતની જરૂર છે.

→ પાણીનું પ્રદૂષણ (water Pollution): ગટરોનાં ગંદા પાણી, ઉદ્યોગોના કચરા, કૃષિમાં વપરાતાં ખાતરો અને કીટનાશકો વગેરે પાણીમાં ઉમેરાતાં પાણી પ્રદૂષિત થાય છે.

→ ભૂમિ (Soil) : ભૂમિ એક મિશ્રણ છે. તેમાં રેતી, માટી, કાંપના કણો, હ્યુમસ, સજીવો વગેરે હોય છે.

 • ભૂમિ-નિર્માણમાં સૂર્ય, પાણી, પવન અને સજીવો અગત્યની ભૂમિકા ભજવે છે.
 • કૃષિ-ઉત્પાદન અને સજીવોના વસવાટ માટે ભૂમિ અગત્ય ધરાવે છે.

→ ભૂમિ-પ્રદૂષણ (soil Pollution):

 • ભૂમિ પરથી ઉપયોગી ઘટકો દૂર થવાથી તેમજ હાનિકારક ઘટકો ઉમેરવાથી તેના પર આવેલી જૈવવિવિધતા નષ્ટ થાય છે. તેને ભૂમિ-પ્રદૂષણ કહે છે.
 • ભૂમિ પરના વનસ્પતિ આવરણ એ ધોવાણની ક્રિયા અટકાવવામાં અને ભૂમિના અંદરના સ્તરોમાં પાણી પસાર થવામાં મહત્ત્વના છે.

→ જૈવ-ભૂ-રાસાયણિક ચક્ર (Biogeochemical cycle):

 • સજીવોના જીવનનિર્વાહ માટે જરૂરી ઊર્જા (વનસ્પતિઓ સૂર્યપ્રકાશ દ્વારા અને પ્રાણીઓ ખોરાકરૂપે) તેમજ જરૂરી પોષક દ્રવ્યો પર્યાવરણમાંથી મેળવે છે.
 • પોષક દ્રવ્યોના પર્યાવરણમાંથી સજીવોમાં અને ત્યાંથી પુનઃ પર્યાવરણમાં થતા ચક્રીય વહનને જૈવ-ભૂ-રાસાયણિક ચક્ર . કહે છે.
 • જૈવ-ભૂ-રાસાયણિક ચક્રમાં નિવસનતંત્રના જૈવઘટકો (વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવો) ભાગ લે છે.
 • જેવ-ભૂ-રાસાયણિક ચક્રમાં જલચક્ર, નાઇટ્રોજનચક્ર, કાર્બનચક્ર અને ઑક્સિજનચક્રનો સમાવેશ થાય છે.

→ ગ્રીનહાઉસ અસર (Greenhouse Effect): વાતાવરણમાં કેટલાક વાયુઓ પૃથ્વીમાંથી ઉષ્માને પૃથ્વીના વાતાવરણમાંથી બહાર જતા રોકે છે. આ કારણસર પૃથ્વી અને તેની આસપાસના વાતાવરણનું તાપમાન ઉષ્ણ રહે છે. આ અસરને ગ્રીનહાઉસ અસર કહે છે.

 • ગ્રીનહાઉસ અસર પ્રેરતા વાયુને ગ્રીનહાઉસ વાયુ કહે છે.
 • CO2 મુખ્ય ગ્રીનહાઉસ વાયુ છે. આ ઉપરાંત વાતાવરણમાં મિથેન (CH4), નાઈટ્રસ ઑક્સાઈડ (N2O), હાઇડ્રોક્યુરોકાર્બન (HFC) અને ક્લોરોફ્યુરોકાર્બન (CFC) અન્ય ગ્રીનહાઉસ વાયુઓનો સમાવેશ થાય છે.

GSEB Class 9 Science Notes Chapter 14 નૈસર્ગિક સ્ત્રોતો

→ ઓઝોન સ્તર (Ozone Layer)ઃ પૃથ્વીના વાતાવરણના ઉપરના ભાગમાં આવેલું ઓઝોન સ્તર સૂર્યના હાનિકારક અસ્ટ્રાવાયોલેટ કિરણો(Us કિરણો)ને શોષી પૃથ્વી પર પહોંચતાં રોકે છે અને સજીવોને નુકસાન થતું અટકાવે છે.

 • ઍન્ટાર્કટિકા ઉપરના ઓઝોનસ્તરમાં છિદ્રો મળી આવ્યાં છે.
 • રેફ્રિજરેટર તેમજ ઍરકન્ડિશનરમાં ઉપયોગ લેવાતું CTC (ક્લોરોફ્યુરોકાર્બન) ઓઝોનસ્તરના વિઘટનની સમસ્યા સર્જે છે.
 • ઓઝોન સ્તરમાં ઘટાડાથી સજીવો પર હાનિકારક અસરો થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *