Gujarat Board GSEB Solutions Class 10 Maths Chapter 6 ત્રિકોણ Ex 6.1 Textbook Questions and Answers.
Gujarat Board Textbook Solutions Class 10 Maths Chapter 6 ત્રિકોણ Ex 6.1
પ્રશ્ન 1.
કૌસમાં આપેલ શબ્દો પૈકી સાચા શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરોઃ
(i) બધાં વર્તુળો ………… છે. (એકરૂપ, સમરૂપ)
ઉત્તરઃ
સમરૂપ
(ii) બધા ચોરસો ………….. છે. (સમરૂપ, એકરૂપ)
ઉત્તરઃ
સમરૂપ
(iii) બધા ………… ત્રિકોણો સમરૂપ છે. (સમઢિબાજુ, સમબાજુ)
ઉત્તરઃ
સમબાજુ
(iv) જો (અ) બે બહુકોણના અનુરૂપ ખૂણાઓ ………… હોય. (બ) તેમની અનુરૂપ બાજુઓ………… હોય, તો સમાન સંખ્યાની બાજુઓવાળા બે બહુકોણો સમરૂપ છે. (સમાન, સમપ્રમાણમાં)
ઉત્તરઃ
સમાન, સમપ્રમાણમાં
પ્રશ્ન 2.
નીચેની જોડીઓનાં બે જુદાં જુદાં ઉદાહરણો આપોઃ
(i) સમરૂપ આકૃતિઓ
(ii) સમરૂપ ન હોય તેવી આકૃતિઓ
ઉત્તરઃ
(i) સમરૂપ આકૃતિઓઃ
કોઈ પણ બે ચોરસ હંમેશાં સમરૂપ છે. કોઈ પણ બે સમબાજુ ત્રિકોણ હંમેશાં સમરૂપ છે. કોઈ પણ બે વર્તુળ હંમેશાં સમરૂપ છે.
(ii) સમરૂપ ન હોય તેવી આકૃતિઓઃ
કોઈ સમબાજુ ત્રિકોણ અને કોઈ ગુરુકોણ ત્રિકોણ સમરૂપ ન જ હોય. કોઈ સમબાજુ ત્રિકોણ અને કોઈ કાટકોણ ત્રિકોણ સમરૂપ ન જ હોય.
પ્રશ્ન 3.
નીચેના ચતુષ્કોણો સમરૂપ છે કે નહીં તે જણાવો:
ઉત્તરઃ
ના, કારણ કે તે ચતુષ્કોણોના શિરોબિંદુ વચ્ચેની કોઈ પણ સંગતતા માટે તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન છે, પરંતુ અનુરૂપ ખૂણાઓ સમાન નથી.