GSEB Class 9 Social Science Important Questions Chapter 6 1945 પછીનું વિશ્વ

Gujarat Board GSEB Class 9 Social Science Important Questions Chapter 6 1945 પછીનું વિશ્વ Important Questions and Answers.

GSEB Class 9 Social Science Important Questions Chapter 6 1945 પછીનું વિશ્વ

નીચેના દરેક વિધાનની ખાલી જગ્યા માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી, ખાલી જગ્યા પૂરો: [પ્રત્યેકનો 1 ગુણ].

પ્રશ્ન 1.
………………………. ના દિવસે સંયુક્ત રાષ્ટ્રો(United Nations)ની સ્થાપના થઈ.
A. 24 ઑક્ટોબર, 1948
B. 10 ઑક્ટોબર, 1945
C. 24 નવેમ્બર, 1945
ઉત્તર:
C. 24 નવેમ્બર, 1945

પ્રશ્ન 2.
સોવિયેત યુનિયને …………………….. ના વર્ષમાં પરમાણુ અખતરો કર્યો.
A. ઈ. સ. 1942
B. ઈ. સ. 1945
C. ઈ. સ. 1949
ઉત્તર:
C. ઈ. સ. 1949

પ્રશ્ન 3.
રશિયાએ …………………… નામના લશ્કરી સંગઠનની રચના કરી.
A. સિઆટો (SEATO)
B. વૉસ કરાર
C. નાટો (NATO).
ઉત્તર:
B. વૉસ કરાર

પ્રશ્ન 4.
………………………. ની કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે છે.
A. બર્લિન
B. ક્યૂબા
C. જર્મન
ઉત્તર:
B. ક્યૂબા

પ્રશ્ન 5.
દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન જ એશિયાના પરાધીન દેશોમાં ……………………… ની ચળવળો શરૂ થઈ ચૂકી હતી.
A. સ્વાતંત્ર્ય
B. જાગૃતિ
C. અસહકાર
ઉત્તર:
A. સ્વાતંત્ર્ય

GSEB Class 9 Social Science Important Questions Chapter 6 1945 પછીનું વિશ્વ

પ્રશ્ન 6.
તટસ્થ રાષ્ટ્રોએ …………………….. નો નવો અભિગમ અપનાવી વિશ્વના રાજકારણમાં યોગ્ય પ્રદાન આપ્યું.
A. અસહકાર
B. તટસ્થતા
C. બિનજોડાણવાદ
ઉત્તર:
C. બિનજોડાણવાદ

પ્રશ્ન 7.
દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જર્મનીને …………………………… વિભાગોમાં વહેંચવામાં આવ્યું હતું.
A. બે
B. ત્રણ
C. ચાર
ઉત્તર:
C. ચાર

પ્રશ્ન 8.
ભારતની વિદેશનીતિનું મુખ્ય ધ્યેય વિશ્વમાં ……………………… જાળવવાનું છે.
A. શાંતિ અને પ્રગતિ
B. શાંતિ અને સલામતી
C. શાંતિ અને સહકાર
ઉત્તર:
B. શાંતિ અને સલામતી

પ્રશ્ન 9.
મધ્ય-પૂર્વના દેશોમાં ઇંગ્લેન્ડની પ્રેરણાથી ……………………… નામનું લશ્કરી જૂથ રચાયું.
A. સેન્ટો (CENTO).
B. GABALI (SEATO)
C. નાટો (NATO)
ઉત્તર:
A. સેન્ટો (CENTO).

પ્રશ્ન 10.
દ્વિતીય વિશ્વયુદ્ધનું આફ્રિકાના …………………… દેશો માટે સુખદ પરિણામ આવ્યું.
A. પછાત
B વિકસિત
C. પરાધીન
ઉત્તર:
C. પરાધીન

GSEB Class 9 Social Science Important Questions Chapter 6 1945 પછીનું વિશ્વ

પ્રશ્ન 11.
ભારતના પ્રથમ વડા પ્રધાન ……………………….. ના નેતૃત્વ હેઠળ ભારતે બિનજોડાણની વિદેશનીતિ અપનાવી.
A. પંડિત જવાહરલાલ નેહરુ
B. ઇન્દિરા ગાંધી
C. લાલબહાદુર શાસ્ત્રી
ઉત્તર:
A. પંડિત જવાહરલાલ નેહરુ

પ્રશ્ન 12.
આજે વિશ્વના સૌથી વધુ દેશો …………………….. જૂથના સભ્યો છે.
A. સિઆટો (CEATO)
B. વૉસ કરાર
C. બિનજોડાણવાદી
ઉત્તર:
C. બિનજોડાણવાદી

પ્રશ્ન 13.
પશ્ચિમ જર્મનીએ આર્થિક અને અન્ય ક્ષેત્રોમાં સાધેલી પ્રગતિ ‘………………………’ તરીકે ઓળખાય છે.
A. જર્મન આબાદી
B. જર્મન ચમત્કાર
C. જર્મન સિદ્ધિ
ઉત્તર:
B. જર્મન ચમત્કાર

પ્રશ્ન 14.
11 માર્ચ, 1985માં ……………………. સોવિયેત રશિયાના સામ્યવાદી પક્ષના નવા મહામંત્રી તરીકે સત્તાસ્થાને આવ્યા.
A. મિખાઈલ ગોબોંચોવ
B. લેનિન
C. મિખાઈલ ગ્લાનોસ્ત
ઉત્તર:
A. મિખાઈલ ગોબોંચોવ

પ્રશ્ન 15.
…………………… એ ભારતની વિદેશનીતિનો મુખ્ય સિદ્ધાંત છે.
A. મૈત્રીભાવ
B. બિનજોડાણવાદ
C. વિશ્વશાંતિ
ઉત્તર:
C. વિશ્વશાંતિ

(અ) નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી, ઉત્તર લખો [ પ્રત્યેકનો 1 ગુણ]

પ્રશ્ન 1.
એશિયા ખંડમાં સૌપ્રથમ કયા દેશે આઝાદી મેળવી?
A. મ્યાનમારે
B. શ્રીલંકાએ
C. ભારતે
D. ઇન્ડોનેશિયાએ
ઉત્તર:
C. ભારતે

GSEB Class 9 Social Science Important Questions Chapter 6 1945 પછીનું વિશ્વ

પ્રશ્ન 2.
બિનજોડાણવાળી ચળવળને કોણે મૂલ્યવાન નેતૃત્વ પૂરું પાડ્યું?
A. સોલોમન બંડારનાયકે
B પંડિત જવાહરલાલ નેહરુએ
C. શ્રીમતી ઇન્દિરા ગાંધીએ
D. તુજ્જુ અબ્દુલ રહેમાને
ઉત્તર:
B પંડિત જવાહરલાલ નેહરુએ

પ્રશ્ન 3.
‘પેરેસ્ટ્રોઈકા’ એટલે ……………….
A. શસ્ત્રીકરણ પર પ્રતિબંધ
B. નિઃશસ્ત્રીકરણની જરૂરિયાત
C. આર્થિક સુધારણા અને સામાજિક સુધારણાની નીતિ
D. ખુલ્લાપણું
ઉત્તર:
C. આર્થિક સુધારણા અને સામાજિક સુધારણાની નીતિ

પ્રશ્ન 4.
કઈ ઘટનાને 20મી સદીની એક અદ્વિતીય અને શકવર્તી ઘટના ગણાય છે?
A. સોવિયેત યુનિયનનું વિઘટન
B. જર્મનીનું એકીકરણ
C. ક્યૂબાની કટોકટી
D. જર્મનીના ભાગલા
ઉત્તર:
A. સોવિયેત યુનિયનનું વિઘટન

પ્રશ્ન 5.
ભારતે ઈ. સ. 1949માં કયા દેશ સાથે કાયમી શાંતિ અને મિત્રતાની સંધિ કરી?
A. પાકિસ્તાન
B. શ્રીલંકા
C. ભૂતાન
D. ચીન
ઉત્તર:
C. ભૂતાન

પ્રશ્ન 6.
નેપાલમાં 5.8ની તીવ્રતાનો ભૂકંપ ક્યારે આવ્યો હતો?
A. 25 જૂન, 2014ના રોજ
B. 13 માર્ચ, 2015ના રોજ
C. 10 જાન્યુઆરી, 2015ના રોજ
D. 25 એપ્રિલ, 2015ના રોજ
ઉત્તર:
D. 25 એપ્રિલ, 2015ના રોજ

પ્રશ્ન 7.
કયા દેશના નવસર્જનમાં ભારતનો સિંહફાળો છે?
A. અફઘાનિસ્તાન
B. પાકિસ્તાન
C. ઈરાન
D. ઈરાક
ઉત્તર:
A. અફઘાનિસ્તાન

GSEB Class 9 Social Science Important Questions Chapter 6 1945 પછીનું વિશ્વ

પ્રશ્ન 8.
સંયુક્ત રાષ્ટ્રો(યુ.એન.)ની વિધિવત્ સ્થાપના ક્યારે થઈ?
A. 16 ડિસેમ્બર, 1945ના રોજ
B. 24 ઑક્ટોબર, 1945ના રોજ
C. 31 જાન્યુઆરી, 1945ના રોજ
D. 24 ઑગસ્ટ, 1945ના રોજ
ઉત્તર:
B. 24 ઑક્ટોબર, 1945ના રોજ

પ્રશ્ન 9.
એપ્રિલ, 1949માં વિશ્વમાં કયા લશ્કરી સંગઠનની રચના થઈ?
A. નાટો (NATO).
B. સિઆટો (SEATO)
C. સેન્ટો (CENTO)
D. વૉસ કરાર
ઉત્તર:
A. નાટો (NATO).

પ્રશ્ન 10.
ઈ. સ. 1954માં વિશ્વમાં ક્યા લશ્કરી સંગઠનની રચના થઈ?
A. વૉર્મો કરાર
B. સેન્ટો (CENTO)
C. નાટો (NATO)
D. સિઆટો (SEATO)
ઉત્તર:
D. સિઆટો (SEATO)

પ્રશ્ન 11.
મધ્ય-પૂર્વના દેશોમાં ઇંગ્લેન્ડની પ્રેરણા અને નેતાગીરી હેઠળ ક્યા લશ્કરી જૂથની રચના થઈ?
A. નાટો (NATO)
B. સિઆટો (SEATO)
C. સેન્ટો (CENTO)
D. વૉસ કરાર
ઉત્તર:
C. સેન્ટો (CENTO)

પ્રશ્ન 12.
સોવિયેત યુનિયને કયા લશ્કરી સંગઠનની રચના કરી?
A. વૉર્મો કરાર
B. નાટો (NATO).
C. સેન્ટો (CENTO)
D. સિઆટો (SEATO)
ઉત્તર:
A. વૉર્મો કરાર

GSEB Class 9 Social Science Important Questions Chapter 6 1945 પછીનું વિશ્વ

પ્રશ્ન 13.
ક્યૂબાની નાકાબંધી કયા દેશે કરી?
A. ચીને
B. અમેરિકાએ
C. સોવિયેત યુનિયને
D. જાપાને
ઉત્તર:
B. અમેરિકાએ

પ્રશ્ન 14.
બર્લિન કયા દેશની રાજધાની છે?
A. ફ્રાન્સ
B. જર્મની
C. જાપાન
D. બ્રિટન
ઉત્તર:
B. જર્મની

પ્રશ્ન 15.
એશિયા ખંડમાં સૌપ્રથમ કયા દેશે આઝાદી મેળવી?
A. મ્યાનમારે
B. શ્રીલંકાએ
C. ભારતે
D. ઈન્ડોનેશિયાએ
ઉત્તર:
C. ભારતે

પ્રશ્ન 16.
સોવિયેત યુનિયને બર્લિનની નાકાબંધી ક્યારે કરી?
A. માર્ચ, 1949માં
B જાન્યુઆરી, 1951માં
C. ઑક્ટોબર, 1950માં
D. એપ્રિલ, 1948માં
ઉત્તર:
D. એપ્રિલ, 1948માં

પ્રશ્ન 17.
સોવિયેત યુનિયનનું સૌથી મોટું રાજ્ય કયું છે?
A. જૉર્જિયા
B. રશિયા
C. કઝાખિસ્તાન
D. તાજિકિસ્તાન
ઉત્તર:
B. રશિયા

GSEB Class 9 Social Science Important Questions Chapter 6 1945 પછીનું વિશ્વ

પ્રશ્ન 18.
કઈ કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે છે?
A. પોલેન્ડની . મોસ્કોની
C. બર્લિનની
D. ક્યૂબાની
ઉત્તર:
D. ક્યૂબાની

પ્રશ્ન 19.
ભારતની વિદેશનીતિનું મુખ્ય ધ્યેય શું છે?
A. અહિંસા પરમો ધર્મ
B. વિશ્વશાંતિ અને સલામતી
C. સત્ય અને અહિંસા
D. જીવો અને જીવવા દો
ઉત્તર:
B. વિશ્વશાંતિ અને સલામતી

પ્રશ્ન 20.
ભારતે રાજસ્થાનમાં પોખરણ ખાતે સફળ પરમાણુ અખતરો ક્યારે કર્યો?
A. ઈ. સ. 1992માં
B. ઈ. સ. 1996માં
C. ઈ. સ. 1998માં
D. ઈ. સ. 2000માં
ઉત્તર:
C. ઈ. સ. 1998માં

પ્રશ્ન 21.
ઈ. સ. 1971માં ભારતે કયા દેશને સંયુક્ત રાષ્ટ્રોનું સભ્ય બનાવવામાં મદદ કરી હતી?
A. શ્રીલંકાને
B. ભૂતાનને
C. નેપાલને
D. બાંગ્લાદેશને
ઉત્તર:
B. ભૂતાનને

પ્રશ્ન 22.
નીચેના દેશોમાંથી કયા દેશ સાથે ભારત પ્રાચીન સમયથી સંબંધો ધરાવે છે?
A. અફઘાનિસ્તાન
B. મ્યાનમાર
C. શ્રીલંકા
D. નેપાલ
ઉત્તર:
C. શ્રીલંકા

પ્રશ્ન 23.
નિઃશસ્ત્રીકરણનો ઉત્તમ હેતુ શો છે?
A. ઠંડા યુદ્ધનો અંત લાવવાનો છે.
B. સામ્રાજ્યવાદનો અંત લાવવાનો છે.
C. સામ્યવાદનો અંત લાવવાનો છે.
D. ભયાનક શસ્ત્રોના અસ્તિત્વનો અંત લાવવાનો છે.
ઉત્તર:
D. ભયાનક શસ્ત્રોના અસ્તિત્વનો અંત લાવવાનો છે.

GSEB Class 9 Social Science Important Questions Chapter 6 1945 પછીનું વિશ્વ

પ્રશ્ન 24.
વિશ્વની કઈ સામ્યવાદી ક્રાંતિએ માત્ર રશિયાને જ નહિ, પરંતુ સમગ્ર વિશ્વને પ્રભાવિત કર્યું?
A. ક્યૂબાની ક્રાંતિએ
B. બર્લિનની ક્રાંતિએ
C. બૉલ્સેવિક ક્રાંતિએ
D. મૉસ્કો ક્રાંતિએ
ઉત્તર:
C. બૉલ્સેવિક ક્રાંતિએ

પ્રશ્ન 25.
ક્યા દેશે સંયુક્ત રાષ્ટ્રોમાં જમ્મુ-કશ્મીરના પ્રશ્નમાં ભારતનો પક્ષ લીધો છે?
A. યુ.એસ.એ.એ
B. બ્રિટને
C. ચીને
D. સોવિયત યુનિયને (રશિયાએ)
ઉત્તર:
D. સોવિયત યુનિયને (રશિયાએ)

પ્રશ્ન 26.
આજે વિશ્વના સૌથી વધુ દેશો કયા જૂથના સભ્યો છે?
A. સેન્ટો (CENTO) જૂથના
B. બિનજોડાણવાદી જૂથના
C. સિઆટો (SEATO) જૂથના
D. જોડાણવાદી જૂથના
ઉત્તર:
B. બિનજોડાણવાદી જૂથના

(બ) સમયાનુસાર બનાવોને યોગ્ય ક્રમમાં ગોઠવો: [પ્રત્યેકનો 1 ગુણ]

પ્રશ્ન 1.
A. નાટો (NATO) લશ્કરી સંગઠનની રચના થઈ.
B. રશિયાએ પરમાણુ અખતરો કર્યો.
C. અમેરિકાએ ક્યૂબાની નાકાબંધી કરી.
D. અમેરિકાએ હિરોશિમા અને નાગાસાકી શહેરો પર અણુબૉમ્બ ફેંક્યા.
ઉત્તર:
D, B, A, C

પ્રશ્ન 2.
A. ભારતદેશ આઝાદ થયો.
B. સોવિયેત યુનિયને બર્લિનની નાકાબંધી કરી.
C. ઇન્ડોનેશિયાના બાડુંગ ખાતે તટસ્થ રાષ્ટ્રોની પરિષદ યોજાઈ.
D. ચીને પરમાણુ અખતરો કર્યો.
ઉત્તર:
A, B, C, D

GSEB Class 9 Social Science Important Questions Chapter 6 1945 પછીનું વિશ્વ

પ્રશ્ન ૩.
A. પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મનીનું એકીકરણ થયું.
B. મિખાઈલ ગોર્બોચોવ સામ્યવાદી પક્ષના નવા મહામંત્રી બન્યા.
C. ઈન્ડોનેશિયા દેશ સ્વતંત્ર થયો.
D. બેલગ્રેડ ખાતે યોજાયેલ તટસ્થ રાષ્ટ્રોની પરિષદમાં વિધિસર રીતે બિનજોડાણવાદી આંદોલન સંસ્થાની સ્થાપના થઈ.
ઉત્તર:
C, D, B, A

પ્રશ્ન 4.
A. કારગિલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું.
B. ભારતે ભૂતાન સાથે કાયમી શાંતિ અને મિત્રતાની સંધિ કરી.
C. ચીને ભારત પર આક્રમણ કર્યું.
D. સોવિયેત યુનિયનના વિભાજનની પ્રક્રિયા શરૂ થઈ.
ઉત્તર:
B, C, D, A

પ્રશ્ન 5.
A. સોવિયેત યુનિયનમાં વિઘટનની પ્રક્રિયા પૂરી થઈ.
B. યૂ.એસ.એ.ના ન્યૂ યૉર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર આતંકવાદી હુમલો થયો.
C. ભારતે પોખરણ (રાજસ્થાન) ખાતે સફળ પરમાણુ અખતરો કર્યો.
D. બાંગ્લાદેશે ઘણો સંઘર્ષ કરી સ્વતંત્રતા મેળવી.
ઉત્તર:
D, A, C, B

નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો : [પ્રત્યેકનો 1 ગુણ]

(1) સંયુક્ત રાષ્ટ્રો (United Nations)ના ખતપત્રનો આરંભ આમુખથી થાય છે.
ઉત્તર:
ખરું

(2) દ્વિતીય વિશ્વયુદ્ધમાં બ્રિટન અને ફ્રાન્સનો પરાજય થયો.
ઉત્તર:
ખોટું

(3) વિશ્વમાં સર્વપ્રથમ રશિયાએ ઈ. સ. 1945માં પરમાણુ અખતરો કર્યો હતો.
ઉત્તર:
ખોટું

(4) સોવિયેત સંઘ અને સામ્યવાદથી બચવા અમેરિકાની પ્રેરણાથી નાટો (NATO) સંગઠન રચાયું હતું.
ઉત્તર:
ખરું

GSEB Class 9 Social Science Important Questions Chapter 6 1945 પછીનું વિશ્વ

(5) સોવિયેત યુનિયને એપ્રિલ, 1948માં બર્લિનની નાકાબંધી કરી હતી.
ઉત્તર:
ખરું

(6) ગોર્બોચોવે અમલમાં મૂકેલી નવી નીતિઓને લીધે સામ્યવાદી પક્ષમાં લોકશાહી પદ્ધતિ દાખલ થઈ.
ઉત્તર:
ખરું

(7) ઈ. સ. 1971માં ભારત અને ચીન વચ્ચે ‘શાંતિ, મૈત્રી અને સહકાર’ની સંધિ થયેલી છે.
ઉત્તર:
ખોટું

(8) શ્રીલંકામાં તમિલ લોકો ઘણા લાંબા સમયથી વસવાટ કરે છે.
ઉત્તર:
ખરું

(9) દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જર્મની અને ઇટાલી વચ્ચે ઠંડું યુદ્ધ શરૂ થયું.
ઉત્તર:
ખોટું

(10) ક્યૂબાની કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે છે.
ઉત્તરઃ
ખરું

GSEB Class 9 Social Science Important Questions Chapter 6 1945 પછીનું વિશ્વ

(11) ભારતે હંમેશાં નિઃશસ્ત્રીકરણની હિમાયત કરી છે.
ઉત્તરઃ
ખરું

(12) દ્વિતીય વિશ્વયુદ્ધનું આફ્રિકાના પરાધીન દેશો માટે દુઃખદ પરિણામ આવ્યું.
ઉત્તરઃ
ખોટું

(13) ભારતના વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ બિનજોડાણવાદની નીતિને પ્રબળ સમર્થન આપ્યું હતું.
ઉત્તરઃ
ખરું

(14) બર્લિનની નાકાબંધીને કારણે પશ્ચિમી દેશો અને અમેરિકા વચ્ચે ભારે તણાવ ઊભો થયો હતો.
ઉત્તરઃ
ખોટું

(15) 3 ઑક્ટોબર, 1995ના દિવસે પૂર્વ અને પશ્ચિમ જર્મનીનું એકીકરણ થયું.
ઉત્તરઃ
ખોટું

GSEB Class 9 Social Science Important Questions Chapter 6 1945 પછીનું વિશ્વ

નીચેના પ્રશ્નોના એક-બે શબ્દોમાં ઉત્તર લખો: [પ્રત્યેકનો 1 ગુણ]

(1) 24 ઑક્ટોબર, 1945ના રોજ કઈ વિશ્વ-સંસ્થાની સ્થાપના થઈ? – સંયુક્ત રાષ્ટ્ર(UN)ની
(2) સંયુક્ત રાષ્ટ્રોના ખતપત્રનો આરંભ શેનાથી થાય છે? – આમુખથી
(3) દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વનું નેતૃત્વ કયા દેશોએ લીધું? – અમેરિકા અને રશિયાએ
(4) દ્વિતીય વિશ્વયુદ્ધ પછી કયા બે દેશો વચ્ચે ઠંડું યુદ્ધ શરૂ થયું? – અમેરિકા અને રશિયા
(5) દ્વિતીય વિશ્વયુદ્ધ પછી ઉત્તર ઍટલૅન્ટિક મહાસાગરના કિનારે આવેલા દેશોએ કર્યું લશ્કરી સંગઠન રચ્યું? – ‘નાટો’ (NATO)
(6) દ્વિતીય વિશ્વયુદ્ધ પછી દક્ષિણ અને પૂર્વ એશિયાના દેશોએ કર્યું લશ્કરી સંગઠન રચ્યું? – ‘સિઆટો’ (SEATO)
(7) રશિયાએ કયા સેનિક સંગઠનની સ્થાપના કરી? – ‘વૉર્મો કરાર’
(8) ઇંગ્લેન્ડની પ્રેરણાથી મધ્ય-પૂર્વના દેશોએ કયા લશ્કરી સંગઠનની સ્થાપના કરી? – ‘સેન્ટો’ (CENTO)
(9) ઈ. સ. 1961 – 62માં ક્યુબાની નાકાબંધી કોણે કરી? – અમેરિકાએ
(10) કઈ કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે છે? – ક્યૂબાની

GSEB Class 9 Social Science Important Questions Chapter 6 1945 પછીનું વિશ્વ

(11) સોવિયેત યુનિયનના નેતૃત્વ હેઠળના દેશો કઈ વિચારધારામાં માનતા હતા? – સામ્યવાદી
(12) ભારતે હંમેશાં શાની હિમાયત કરી છે? – નિઃશસ્ત્રીકરણની
(13) વિશ્વમાં કોઈ પણ સત્તાજૂથ કે લશ્કરી જૂથમાં નહિ જોડાયેલ રાષ્ટ્રોએ અપનાવેલ વિદેશનીતિ કઈ નીતિ તરીકે ઓળખાય છે? – બિનજોડાણવાદી
(14) ભારતના કયા વડા પ્રધાને બિનજોડાણવાદની નીતિને પ્રબળ સમર્થન આપ્યું હતું? – જવાહરલાલ નેહરુએ
(15) યુગોસ્લાવિયાના કયા રાષ્ટ્રપતિએ બિનજોડાણવાદી નીતિને પ્રબળ સમર્થન આપ્યું હતું? – માર્શલ ટિટોએ
(16) ઈ. સ. 1955માં ઈન્ડોનેશિયાના કયા શહેરમાં તટસ્થ રાષ્ટ્રોની પરિષદ યોજાઈ હતી? – બાલ્ડંગ શહેરમાં
(17) ઈ. સ. 1961માં બિનજોડાણવાદી આંદોલન સંસ્થાની સ્થાપના ક્યાં થઈ? – બેલગ્રેડ ખાતે
(18) ભારતના ક્યા વડા પ્રધાનના નેતૃત્વ હેઠળ ભારતે બિનજોડાણની વિદેશનીતિ અપનાવી? – પંડિત જવાહરલાલ નેહરુના
(19) આજે વિશ્વના સૌથી વધુ દેશો કયા જૂથના સભ્યો છે? – બિનજોડાણવાદી
(20) દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થતાં વિજેતા રાષ્ટ્રોએ ક્યા દેશને ચાર વહીવટી વિભાગમાં વહેંચી નાખ્યું? – જર્મનીને

GSEB Class 9 Social Science Important Questions Chapter 6 1945 પછીનું વિશ્વ

(21) એપ્રિલ, 1948માં કયા દેશે બર્લિનની નાકાબંધી જાહેર છે કરી? – સોવિયેત યુનિયને
(22) સાડા ચાર દસકામાં પશ્ચિમ જર્મનીએ આર્થિક અને અન્ય ક્ષેત્રોમાં સાધેલી સિદ્ધિ કયા નામે ઓળખાય છે? – ‘જર્મન ચમત્કાર’ના નામે છે
(23) 11 માર્ચ, 1985માં સોવિયેત રશિયામાં સામ્યવાદી પક્ષના નવા મહામંત્રી તરીકે કોણ સત્તાસ્થાને આવ્યું? – મિખાઈલ ગોર્બોચોવ
(24) મિખાઈલ ગોર્બોચોવ કેવું વલણ ધરાવતા હતા? – ઉદારમતવાદી
(25) ભારતની વિદેશનીતિનો મુખ્ય સિદ્ધાંત કયો છે? – વિશ્વશાંતિ
(26) જમ્મુ-કશ્મીરની બાબતમાં યુ.એસ.એ.એ કયા દેશની તરફેણ કરી હતી? – પાકિસ્તાનની
(27) ઈ. સ. 1998માં ભારતે કયા સ્થળે સફળ પરમાણુ અખતરો કર્યો હતો? – પોખરણ (રાજસ્થાન) ખાતે
(28) 11 સપ્ટેમ્બર, 2001ના રોજ યુ.એસ.એ.માં ન્યૂ યૉર્કના કયા સેન્ટર પર આતંકવાદી હુમલો થયો હતો? – વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર
(29) આંતરરાષ્ટ્રીય રાજકારણમાં કઈ નીતિએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે? – બિનજોડાણવાદી નીતિએ
(30) સપ્ટેમ્બર, 2014 અને 2015માં ભારતના કયા વડા પ્રધાને યુ.એસ.એ.ની મુલાકાત લીધી હતી? – નરેન્દ્ર મોદીએ

GSEB Class 9 Social Science Important Questions Chapter 6 1945 પછીનું વિશ્વ

(31) 26 જાન્યુઆરી, 2015ના રોજ ભારતના 66મા પ્રજાસત્તાક દિનના સમારોહના મુખ્ય મહેમાન કોણ હતા? – બરાક ઓબામા (યુ.એસ.એ.ના પ્રમુખ)
(32) જમ્મુ-કાશ્મીરના પ્રશ્ન કયા દેશે ભારતનો પક્ષ લીધો છે? – સોવિયેત રશિયાએ
(33) ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના વડા પ્રધાન જીન પીંગ વચ્ચે અમદાવાદમાં ક્યાં મુલાકાત યોજાઈ હતી? – રિવરફ્રન્ટમાં
(34) ભારતે કયા પડોશી દેશને સંયુક્ત રાષ્ટ્રો(UN)નું સભ્ય બનાવવામાં મદદ કરી હતી? – ભૂતાનને
(35) ભારતે કયા પડોશી દેશને તેના સામાજિક અને આર્થિક વિકાસમાં ઘણી મદદ કરી છે? – નેપાલને
(36) હિમાલયમાંથી નીકળતી કેટલીક નદીઓ કયા દેશમાં થઈને ભારતમાં આવે છે? – નેપાલમાં થઈને
(37) ભારતના કયા પડોશી દેશના નવસર્જનમાં ભારતનો સિંહફાળો રહ્યો છે? – અફઘાનિસ્તાનના
(38) ભારતે ક્યા દેશના પાર્લમેન્ટ હાઉસનું બાંધકામ કર્યું છે? – અફઘાનિસ્તાનના

યોગ્ય જોડકાં બનાવો: [પ્રત્યેક સાચા જોડકાનો 1 ગુણ]

1.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. રશિયાએ રચેલું લશ્કરી સંગઠન 1. થાઇલૅન્ડ
2. મધ્ય-પૂર્વના દેશોએ રચેલું લશ્કરી સંગઠન 2. વૉસ કરાર
3. પૂર્વ જર્મની પર અંકુશ 3. સોવિયેત યુનિયન
4. જર્મનીના નૈઋત્ય ભાગ પર અંકુશ 4. સેન્ટો (CENTO)
5. અમેરિકા

ઉત્તર:

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. રશિયાએ રચેલું લશ્કરી સંગઠન 2. વૉસ કરાર
2. મધ્ય-પૂર્વના દેશોએ રચેલું લશ્કરી સંગઠન 4. સેન્ટો (CENTO)
3. પૂર્વ જર્મની પર અંકુશ 3. સોવિયેત યુનિયન
4. જર્મનીના નૈઋત્ય ભાગ પર અંકુશ 5. અમેરિકા

GSEB Class 9 Social Science Important Questions Chapter 6 1945 પછીનું વિશ્વ

2.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. અમેરિકા અને રશિયા 1. સોવિયેત યુનિયન
2. ક્યૂબાની નાકાબંધી 2. તમિલ લોકો
3. બર્લિનની નાકાબંધી 3. ઠંડું યુદ્ધ .
4. શ્રીલંકામાં વસવાટ. 4. અમેરિકા
5. બાડુંગ

ઉત્તર:

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. અમેરિકા અને રશિયા 3. ઠંડું યુદ્ધ
2. ક્યૂબાની નાકાબંધી 4. અમેરિકા
3. બર્લિનની નાકાબંધી 1. સોવિયેત યુનિયન
4. શ્રીલંકામાં વસવાટ. 2. તમિલ લોકો

3.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. એશિયા ખંડમાં સૌપ્રથમ મેળવેલ આઝાદી 1. શ્રીલંકા
2. ભારતમાં બિનજોડાણની વિદેશનીતિના પ્રવર્તક 2. રશિયા
3. સોવિયેત યુનિયનનું સૌથી મોટું રાજ્ય 3. અફઘાનિસ્તાન
4. પ્રાચીન સમયથી ભારત સાથે સંબંધો ધરાવતું રાજ્ય 4. પંડિત જવાહરલાલ નેહરુ
5. ભારત

ઉત્તર:

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. એશિયા ખંડમાં સૌપ્રથમ મેળવેલ આઝાદી 5. ભારત
2. ભારતમાં બિનજોડાણની વિદેશનીતિના પ્રવર્તક 4. પંડિત જવાહરલાલ નેહરુ
3. સોવિયેત યુનિયનનું સૌથી મોટું રાજ્ય 2. રશિયા
4. પ્રાચીન સમયથી ભારત સાથે સંબંધો ધરાવતું રાજ્ય 1. શ્રીલંકા

4.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. ઈ. સ. 1948 1. ચીને પરમાણુ અખતરો કર્યો
2. ઈ. સ. 1955 2. રશિયાએ પરમાણુ અખતરો કર્યો
3. ઈ. સ. 1961 3. મ્યાનમાર અને શ્રીલંકા સ્વતંત્ર થયા
4. ઈ. સ. 1964 4. અમેરિકાએ ક્યુબાની નાકાબંધી કરી
5. બાડુંગ ખાતે તટસ્થ રાષ્ટ્રોની પરિષદ યોજાઈ

ઉત્તર:

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. ઈ. સ. 1948 3. મ્યાનમાર અને શ્રીલંકા સ્વતંત્ર થયા
2. ઈ. સ. 1955 5. બાડુંગ ખાતે તટસ્થ રાષ્ટ્રોની પરિષદ યોજાઈ
3. ઈ. સ. 1961 4. અમેરિકાએ ક્યુબાની નાકાબંધી કરી
4. ઈ. સ. 1964 1. ચીને પરમાણુ અખતરો કર્યો

GSEB Class 9 Social Science Important Questions Chapter 6 1945 પછીનું વિશ્વ

નીચેના પારિભાષિક શબ્દોની સંકલ્પના સ્પષ્ટ કરો: [પ્રત્યેકનો 1 ગુણ]

પ્રશ્ન 1.
નાટો (NATO).
ઉત્તરઃ
સોવિયેત યુનિયન અને તેના સામ્યવાદને અંકુશિત કરવાના ઉદેશથી એપ્રિલ, 1949માં અમેરિકાની પ્રેરણા અને નેતૃત્વ હેઠળ ઉત્તર ઍટલૅન્ટિક મહાસાગરના કિનારે આવેલા પશ્ચિમી લોકશાહી દેશોનું એક લશ્કરી સંગઠન રચવામાં આવ્યું તે ‘નાટો'(NATO – નોર્થ ઈસ્ટ ઍટલૅન્ટિક ટ્રીટી ઑર્ગેનાઈઝેશન)ના નામે ઓળખાય છે.

પ્રશ્ન 2.
સિઆટો SEATO).
ઉત્તર:
ઇંગ્લેન્ડ અને અમેરિકાએ દક્ષિણ-પૂર્વ એશિયાના સામ્યવાદી વિસ્તારવાદ સામે રક્ષણ કરવા માટે ઈ. સ. 1954માં સિઆટો’ (SEATO – સાઉથ ઈસ્ટ એશિયાટિક ટ્રીટી ઑર્ગેનાઇઝેશન) નામના લશ્કરી જૂથની રચના કરી.

પ્રશ્ન 3.
વૉર્સે કરાર
ઉત્તર:
અમેરિકાની પ્રેરણા અને નેતૃત્વ હેઠળ રચાયેલાં ‘નાટો’ અને ‘સિઆટો’ લશ્કરી જૂથોના વધતા જતા પ્રભાવને અટકાવવા, તેમની વિરુદ્ધમાં સોવિયેત યુનિયનની નેતાગીરી નીચે યુરોપના સામ્યવાદી દેશોએ ‘વૉર્મો કરાર’ નામના લશ્કરી જૂથની રચના કરી. આલ્બનિયા, બબ્બેરિયા, ઝેકોસ્લોવેકિયા, પૂર્વ જર્મની, હંગેરી, પોલેન્ડ, રૂમાનિયા, રશિયા વગેરે દેશો આ લશ્કરી જૂથના સભ્યો હતા.

પ્રશ્ન 4.
બર્લિનની નાકાબંધી
ઉત્તર:
અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને પોતાના વહીવટ હેઠળના પશ્ચિમ જર્મનીના ત્રણ પ્રદેશોનું એકીકરણ કર્યું. આ દેશોએ બર્લિનના ત્રણ વિભાગોને પણ એક બનાવ્યા. આ પ્રક્રિયાના વિરોધરૂપે એપ્રિલ, 1948માં સોવિયેત યુનિયને બર્લિનની નાકાબંધી જાહેર કરી. પરિણામે પશ્ચિમી દેશો અને સોવિયેત યુનિયન વચ્ચે ભારે તણાવ પેદા થયો.

પ્રશ્ન 5.
ક્યૂબાની કટોકટી
ઉત્તર:
ઈ. સ. 1961 – 62માં અમેરિકાએ સામ્યવાદી ક્યૂબાની નાકાબંધી જાહેર કરી, જે ‘ક્યૂબાની કટોકટી’ તરીકે ઓળખાઈ હતી. ક્યૂબાની કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે છે.

GSEB Class 9 Social Science Important Questions Chapter 6 1945 પછીનું વિશ્વ

પ્રશ્ન 6.
જર્મન ચમત્કાર
ઉત્તર:
અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને પોતાના દેશોના વહીવટી અંકુશ હેઠળના જર્મન પ્રદેશોનું એકીકરણ કરીને પશ્ચિમ જર્મની’ની રચના કરી. આ નવા દેશમાં લોકશાહી શાસનતંત્ર અમલમાં આવ્યું. એ પછીના સાડા ચાર દાયકા દરમિયાન પશ્ચિમ જર્મનીએ અભૂતપૂર્વ વિકાસ સાધ્યો, જેને વિદ્વાનો ‘જર્મન ચમત્કાર’ તરીકે ઓળખાવે છે.

પ્રશ્ન 7.
બિનજોડાણવાદી નીતિ
ઉત્તર:
દ્વિતીય વિશ્વયુદ્ધ પછી સ્વતંત્ર થયેલાં કેટલાંક નવોદિત : રાષ્ટ્રોએ પરસ્પર વિરોધી બે સત્તાજૂથો અને લશ્કરી જૂથો સાથે જોડાયાં નહિ. આમ, વિશ્વના કોઈ પણ સત્તાજૂથ કે લશ્કરી જૂથમાં નહિ જોડાયેલ રાષ્ટ્રોએ અપનાવેલ વિદેશનીતિને ‘બિનજોડાણવાદી નીતિ’ કહેવામાં આવે છે.

કારણો આપી વિધાનો પૂરાં કરો: [પ્રત્યેકનો 1 ગુણ]

પ્રશ્ન 1.
‘નાટો’ NATO) લશ્કરી સંગઠનનો ઉદ્ભવ થયો, કારણ કે………
ઉત્તરઃ
તેમાં સોવિયેત યુનિયન અને તેના સામ્યવાદને અંકુશિત કરવાનો ઉદ્દેશ હતો.

પ્રશ્ન 2.
સોવિયેત યુનિયને બર્લિનની નાકાબંધી કરી, કારણ કે……..
ઉત્તર:
અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને પશ્ચિમ જર્મનીના ત્રણ અને બર્લિનના ત્રણ વિભાગોનું એકીકરણ કર્યું. આ પ્રક્રિયાના વિરોધરૂપે સોવિયેત યુનિયને બર્લિનની નાકાબંધી કરી.

પ્રશ્ન 3.
‘સિઆટો’ (SEATO) લશ્કરી સંગઠનની રચના કરવામાં આવી, કારણ કે……..
ઉત્તર:
તેમાં દક્ષિણ અને પૂર્વ એશિયાના દેશોનું રક્ષણ કરવાનો ઉદ્દેશ હતો.

પ્રશ્ન 4.
સોવિયેત યુનિયને પરમાણુ શસ્ત્રોથી સજ્જ મિસાઈલવાળાં વહાણ કેરેબિયન સમુદ્રમાં મોકલ્યાં, કારણ કે……….
ઉત્તર:
સોવિયેત યુનિયન અમેરિકાના આક્રમણના ભયથી સામ્યવાદી શાસન ધરાવતા ક્યૂબાનું રક્ષણ કરવા ઇચ્છતું હતું.

GSEB Class 9 Social Science Important Questions Chapter 6 1945 પછીનું વિશ્વ

પ્રશ્ન 5.
રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી, કારણ કે છે કે……….
ઉત્તર:
પ્રથમ વિશ્વયુદ્ધને અંતે વિશ્વમાં કાયમી શાંતિ સ્થાપવાની હતી.

પ્રશ્ન 6.
ઈ. સ. 1945થી 1962 સુધીના સમયગાળાને ઠંડા યુદ્ધના તબક્કા તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે………
ઉત્તર:
ઈ. સ. 1945થી 1962 સુધીના સમયગાળા દરમિયાન અમેરિકા અને રશિયા આ બે મહાસત્તાઓ વચ્ચે સત્તા માટે ખેંચતાણ અને તંગ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.

પ્રશ્ન 7.
દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વમાં કેટલાંક લશ્કરી જૂથો રચાયાં, કારણ કે……..
ઉત્તર:
દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વમાં અમેરિકા અને રશિયા – આ બે મહાસત્તાઓનાં સત્તાજૂથો વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું હતું.

પ્રશ્ન 8.
તટસ્થ રાષ્ટ્રોએ ‘બિનજોડાણવાદી વિદેશનીતિ અપનાવી, કારણ કે……….
ઉત્તર:
તટસ્થ રાષ્ટ્રો એકબીજાના સહકારથી; પરંતુ પોતાના આગવા અસ્તિત્વ સાથે સર્વાગી વિકાસ કરવા ઇચ્છતાં હતાં.

પ્રશ્ન 9.
દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થતાં વિજેતા રાષ્ટ્રોએ જર્મનીને ચાર વહીવટી વિભાગોમાં વહેંચી નાખ્યું, કારણ કે……..
ઉત્તર:
દ્વિતીય વિશ્વયુદ્ધમાં પરાજિત થયેલા જર્મનીની આર્થિક, સામાજિક અને રાજકીય કરોડરજ્જુ તૂટી ગઈ હતી તેમજ જર્મનીને પુનઃ બેઠું કરી શકે તેવો કોઈ નેતા જર્મનીમાં નહોતો.

પ્રશ્ન 10.
‘સર્વગ્રાહી પરમાણુ પરીક્ષણ સંધિ’ અને ‘સર્વગ્રાહી પરમાણુ પરીક્ષણ પ્રતિબંધ સંધિ’ – આ બે સંધિઓ પર ભારતે હસ્તાક્ષર કર્યા નહિ, કારણ કે……….
ઉત્તર:
ભારતના મતે આ બંને સંધિઓ ભેદભાવયુક્ત અને છે દેશનાં રાષ્ટ્રીય હિતોને નુકસાનકર્તા હતી.

GSEB Class 9 Social Science Important Questions Chapter 6 1945 પછીનું વિશ્વ

પ્રશ્ન 11.
ભારત અને ચીન વચ્ચે મતભેદ ઊભા થયા, કારણ કે ……..
ઉત્તર:
ભારત અને ચીન વચ્ચેની સરહદ દર્શાવતી મેકમોહન રેખાનો ચીને અસ્વીકાર કર્યો હતો.

નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર લખોઃ [પ્રત્યેકનો 1 ગુણ]

પ્રશ્ન 1.
સંયુક્ત રાષ્ટ્ર(United Nations)ની સ્થાપના ક્યારે થઈ?
ઉત્તર:
24 ઑક્ટોબર, 1945ના રોજ સંયુક્ત રાષ્ટ્રો(United Nations)ની સ્થાપના થઈ.

પ્રશ્ન 2.
દ્વિતીય વિશ્વયુદ્ધ પછી કઈ બે મહાસત્તાઓ વચ્ચે વિશ્વ પર પ્રભુત્વ જમાવવા માટે સ્પર્ધા શરૂ થઈ?
ઉત્તર:
વિશ્વયુદ્ધ પછી બે મહાસત્તાઓ અમેરિકા અને સોવિયેત યુનિયન વચ્ચે વિશ્વ પર પ્રભુત્વ જમાવવા માટે સ્પર્ધા શરૂ થઈ.

પ્રશ્ન 3.
ઈ. સ. 1945થી 1962ના સમયગાળાને કયા તબક્કા તરીકે ઓળખવામાં આવે છે?
ઉત્તર:
ઈ. સ. 1945થી 1962ના સમયગાળાને ‘ઠંડા યુદ્ધ’ના તબક્કા તરીકે ઓળખવામાં આવે છે.

પ્રશ્ન 4.
દ્વિતીય વિશ્વયુદ્ધના પાછળના તબક્કા દરમિયાન સોવિયેત યુનિયને કયા કયા દેશો પર લશ્કરી કબજો જમાવ્યો?
ઉત્તર:
દ્વિતીય વિશ્વયુદ્ધના પાછળના તબક્કા દરમિયાન સોવિયેત યુનિયને પૂર્વ જર્મની, ઑસ્ટ્રિયા, આલ્વેનિયા, હંગેરી, યુગોસ્લાવિયા, ઝેકોસ્લોવેકિયા, પોલેન્ડ, રૂમાનિયા, બલ્બરિયા, બાલ્ટિક રાજ્યો વગેરે દેશો પર લશ્કરી કબજો જમાવ્યો.

પ્રશ્ન 5.
વિશ્વમાં ક્યાં ક્યાં લશ્કરી જૂથોની સ્થાપના થઈ છે?
ઉત્તરઃ
વિશ્વમાં નાટો (NATO), સિઆટો (SEATO), સેન્ટો (CENTO), વૉસ કરાર વગેરે લશ્કરી જૂથોની સ્થાપના થઈ છે.

પ્રશ્ન 6.
‘વૉર્મો કરાર’ સૈનિક સંગઠનના કયા કયા દેશો સભ્યો હતા?
ઉત્તર :
‘વૉસ કરાર’ સૈનિક સંગઠનના આ દેશો સભ્યો હતાઃ રશિયા, આલ્બનિયા, બલ્બરિયા, ઝેકોસ્લોવેકિયા, પૂર્વ જર્મની, હંગેરી, રુમાનિયા વગેરે.

GSEB Class 9 Social Science Important Questions Chapter 6 1945 પછીનું વિશ્વ

પ્રશ્ન 7.
‘સેન્ટો’ (CENTO) લશ્કરી જૂથની નેતાગીરી કયા દેશે લીધી હતી?
ઉત્તરઃ
‘સેન્ટો’ (CENTO) લશ્કરી જૂથની નેતાગીરી યૂ.એસ.એ. લીધી હતી.

પ્રશ્ન 8.
ઈ. સ. 1970 સુધીમાં કયા કયા દેશો પરમાણુ સત્તાવાળા બન્યા?
ઉત્તરઃ
ઈ. સ. 1970 સુધીમાં અમેરિકા, સોવિયેત યુનિયન, બ્રિટન, ફ્રાન્સ, ચીન વગેરે દેશો પરમાણુ સત્તાવાળા બન્યા.

પ્રશ્ન 9.
ક્યૂબાની નાકાબંધી કયા દેશે, ક્યારે કરી?
ઉત્તરઃ
અમેરિકાની દક્ષિણ-પશ્ચિમે આવેલ સામ્યવાદી શાસન ધરાવતા ક્યૂબાની નાકાબંધી અમેરિકાએ ઈ. સ. 1961 – 1962 દરમિયાન કરી હતી.

પ્રશ્ન 10.
વિશ્વમાં પરમાણુ શસ્ત્રોના નિઃશસ્ત્રીકરણની દિશામાં સૌપ્રથમ કયા દેશોએ પ્રયત્નો શરૂ કર્યા? કઈ રીતે?
ઉત્તર:
વિશ્વમાં પરમાણુ શસ્ત્રોના નિઃશસ્ત્રીકરણની દિશામાં સૌપ્રથમ પ્રયત્નો અમેરિકા, સોવિયેત યુનિયન અને બ્રિટને શરૂ કર્યા. આ માટે તેમણે આંશિક પરમાણુ અખતરાબંધી સંધિ’ પર હસ્તાક્ષર કર્યા.

પ્રશ્ન 11.
દ્વિતીય વિશ્વયુદ્ધ પછી એશિયામાં કયાં કયાં રાષ્ટ્રો સ્વતંત્ર બન્યાં?
ઉત્તર:
દ્વિતીય વિશ્વયુદ્ધ પછી એશિયામાં ભારત, પાકિસ્તાન, મ્યાનમાર (બર્મા), શ્રીલંકા, ઇન્ડોનેશિયા, લાઓસ, કંબોડિયા વગેરે રાષ્ટ્રો સ્વતંત્ર બન્યાં.

પ્રશ્ન 12.
દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થતાં આફ્રિકાના ક્યા દેશો સ્વતંત્ર હતા?
ઉત્તરઃ
દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થતાં આફ્રિકાના એબિસિનિયા (ઇથિયોપિયા), દક્ષિણ આફ્રિકા સંઘ અને ઇજિપ્ત સ્વતંત્ર હતા.

GSEB Class 9 Social Science Important Questions Chapter 6 1945 પછીનું વિશ્વ

પ્રશ્ન 13.
ઈ. સ. 1951થી 1966 સુધીના સમયગાળા દરમિયાન આફ્રિકાના કેટલા દેશોએ સ્વતંત્રતા મેળવી હતી?
ઉત્તરઃ
ઈ. સ. 1951થી 1966 સુધીના સમયગાળા દરમિયાન આફ્રિકાના 40 જેટલા નાના-મોટા દેશોએ સ્વતંત્રતા મેળવી હતી.

પ્રશ્ન 14.
કયા કયા દેશનેતાઓનું બિનજોડાણવાદની નીતિને પ્રબળ સમર્થન પ્રાપ્ત થયું હતું?
ઉત્તર:
ભારતના વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ, ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ અહમદ સુકર્ણો, ઈજિપ્તના રાષ્ટ્રપતિ જમાલ અબ્દુલ નાસર અને યુગોસ્લાવિયાના રાષ્ટ્રપતિ માર્શલ ટિટો – આ ચાર દેશનેતાઓનું બિનજોડાણવાદની નીતિને પ્રબળ સમર્થન હતું.

પ્રશ્ન 15.
વિશ્વના તટસ્થ રાષ્ટ્રોની પ્રથમ પરિષદ કયારે અને ક્યાં યોજાઈ હતી?
ઉત્તર:
વિશ્વના તટસ્થ રાષ્ટ્રોની પ્રથમ પરિષદ ઈ. સ. 1955માં ઈન્ડોનેશિયાના બાડુંગ ખાતે યોજાઈ હતી.

પ્રશ્ન 16.
બિનજોડાણવાદી આંદોલન (NAM-નોન એલાઈમેન્ટ મુવમેન્ટ) સંસ્થાની સ્થાપના ક્યારે અને ક્યાં થઈ?
ઉત્તર:
ઈ. સ. 1961માં બેલગ્રેડ ખાતે યોજાયેલ પરિષદમાં બિનજોડાણવાદી આંદોલન (NAM – નૉન એલાઈમેન્ટ મુવમેન્ટ) સંસ્થાની સ્થાપના થઈ.

પ્રશ્ન 17.
ભારતે કોના નેતૃત્વ હેઠળ બિનજોડાણની વિદેશનીતિ અપનાવી?
ઉત્તર:
ભારતે પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુના નેતૃત્વ હેઠળ બિનજોડાણની નીતિ અપનાવી.

પ્રશ્ન 18.
‘બર્લિનની નાકાબંધી’ માટે શું કરવામાં આવ્યું?
ઉત્તર:
‘બર્લિનની નાકાબંધી’ માટે પશ્ચિમ બર્લિન અને પૂર્વ બર્લિનને જુદી પાડતી 42 કિલોમીટર લાંબી, ઊંચી મજબૂત દિવાલ બાંધવામાં આવી.

GSEB Class 9 Social Science Important Questions Chapter 6 1945 પછીનું વિશ્વ

પ્રશ્ન 19.
વિદ્વાનો કઈ બાબતને ‘જર્મન ચમત્કાર’ તરીકે ઓળખાવે છે?
ઉત્તરઃ
જર્મનીના ત્રણેય વહીવટી પ્રદેશોનું એકીકરણ કરીને નવા રચાયેલા પશ્ચિમ જર્મનીએ આર્થિક અને અન્ય ક્ષેત્રોમાં સાધેલી અભૂતપૂર્વ સિદ્ધિને વિદ્વાનો ‘જર્મન ચમત્કાર’ તરીકે ઓળખાવે છે.

પ્રશ્ન 20.
પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મનીનું એકીકરણ ક્યારે કરવામાં આવ્યું? એકીકરણ વખતે શું કરવામાં આવ્યું?
ઉત્તરઃ
3 ઑક્ટોબર, 1990ના રોજ પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મનીનું એકીકરણ કરવામાં આવ્યું. એકીકરણ વખતે જર્મનીના વિભાજનના પ્રતીક સમી બર્લિનની દીવાલ તોડી નાખી જર્મન પ્રજાએ ભારે હર્ષોલ્લાસ અને આનંદ વ્યક્ત કર્યા.

પ્રશ્ન 21.
કોને વિશ્વ-રાજકારણની એક શકવર્તી ઘટના ગણવામાં આવે છે?
ઉત્તરઃ
સોવિયેત યુનિયનના શાંતિપૂર્ણ વિઘટનને વિભાજનને વિશ્વ-રાજકારણની એક શકવર્તી ઘટના ગણવામાં આવે છે.

પ્રશ્ન 22.
સોવિયેત રશિયામાં સામ્યવાદી પક્ષના નવા મહામંત્રી તરીકે કોણ, ક્યારે સત્તાસ્થાને આવ્યા?
ઉત્તરઃ
મિખાઈલ ગોર્બોચોવ 11 માર્ચ, 1985ના રોજ સોવિયેત રશિયામાં સામ્યવાદી પક્ષના મહામંત્રી તરીકે સત્તાસ્થાને આવ્યા.

પ્રશ્ન 23.
ગોર્બોચોવની ‘ગ્લાસનોસ્ત’ અને ‘પેરેસ્ટ્રોઇકા’ની નીતિનો અર્થ સ્પષ્ટ કરો.
ઉત્તર:
ગાર્બોચોવની ‘ગ્લાનોસ્ત’ એટલે ‘ખુલ્લાપણું’ અને ‘પેરેસ્ટ્રોઇકા’ એટલે આર્થિક અને સામાજિક સુધારણાની નીતિ.

પ્રશ્ન 24.
ગોર્બોચોવની ઉદારમતવાદી નીતિનું શું પરિણામ આવ્યું?
ઉત્તર:
ગોર્બોચોવની ઉદારમતવાદી નીતિને કારણે સોવિયેત યુનિયનની વિચારસરણીમાં પરિવર્તન આવ્યું. પરિણામે સોવિયેત યુનિયન(રશિયા)નું વિભાજન થયું.

પ્રશ્ન 25.
પંડિત જવાહરલાલ નેહરુ જોડાણવાદ વિશે શું માનતા હતા?
ઉત્તર:
પંડિત જવાહરલાલ નેહરુ જોડાણવાદ વિશે માનતા હતા કે કોઈ પણ સત્તાજૂથ કે લશ્કરી જૂથમાં જોડાવાને બદલે તટસ્થ રહેવાથી દેશનાં રાષ્ટ્રીય હિતોનું વધુ સારી રીતે રક્ષણ થઈ શકશે.

GSEB Class 9 Social Science Important Questions Chapter 6 1945 પછીનું વિશ્વ

પ્રશ્ન 26.
ભારતે પ્રથમ સફળ પરમાણુ અખતરો ક્યારે અને ક્યાં કર્યો હતો?
ઉત્તરઃ
ભારતે પ્રથમ સફળ પરમાણુ અખતરો ઈ. સ. 1998માં રાજસ્થાનમાં પોખરણ ખાતે કર્યો હતો.

પ્રશ્ન 27.
યુ.એસ.એ.ના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર આતંકવાદી હુમલો ક્યારે થયો હતો?
ઉત્તર:
યુ.એસ.એ.ના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર આતંકવાદી હુમલો 11 સપ્ટેમ્બર, 2001ના રોજ થયો હતો.

પ્રશ્ન 28.
ભારતના 66મા પ્રજાસત્તાકદિન (ગણતંત્રદિન) સમારોહમાં મુખ્ય મહેમાન બની કોણ, ક્યારે ભારત આવ્યું હતું?
ઉત્તરઃ
યુ.એસ.એ.ના રાષ્ટ્રપતિ બરાક ઓબામા 26 જાન્યુઆરી, 2015ના રોજ ભારતના 66મા પ્રજાસત્તાકદિન (ગણતંત્રદિન) સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ભારત આવ્યા હતા.

પ્રશ્ન 29.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્યારે ક્યારે યુદ્ધો થયાં? એ યુદ્ધોનું શું પરિણામ આવ્યું?
ઉત્તર:
ઈ. સ. 1948, ઈ. સ. 1965, ઈ. સ. 1971 અને ઈ. સ. 1999 એમ ચાર વખત ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધો થયાં. એ યુદ્ધોમાં પાકિસ્તાનનો પરાજય થયો.

પ્રશ્ન 30.
ઈ. સ. 1971 પહેલાં બાંગ્લાદેશ કયા દેશનો ભાગ હતો?
ઉત્તર:
ઈ. સ. 1971 પહેલાં બાંગ્લાદેશ પાકિસ્તાનનો ભાગ હતો.

પ્રશ્ન 31.
ભારત અને નેપાલ વચ્ચેના સંબંધોનો આરંભ ક્યારે, કઈ રીતે થયો?
ઉત્તર:
ભારત અને નેપાલ વચ્ચેના સંબંધોની શરૂઆત ઈ. સ. 1950માં બંને દેશો વચ્ચે કરવામાં આવેલી સમજૂતીથી થયો.

GSEB Class 9 Social Science Important Questions Chapter 6 1945 પછીનું વિશ્વ

પ્રશ્ન 32.
ઈ. સ. 1950માં ભારત અને નેપાલ વચ્ચે કઈ સમજૂતી થઈ?
ઉત્તર:
ઈ. સ. 1950માં ભારત અને નેપાલ વચ્ચે સમજૂતી થઈ કે, બંને દેશોએ એકબીજાને સાર્વભૌમ અને પ્રાદેશિક અખંડિતતાનું રક્ષણ કરવું. બંને દેશના નાગરિકો એકબીજાના દેશમાં મુક્ત અવરજવર કરી શકશે.

પ્રશ્ન 33.
નેપાલમાં ભૂકંપ ક્યારે આવ્યો હતો? તેમાં કેટલા લોકો મૃત્યુ પામ્યા હતા?
ઉત્તર:
નેપાલમાં 25 એપ્રિલ, 2015ના રોજ 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેમાં લગભગ 8000 લોકો મૃત્યુ પામ્યા હતા.

પ્રશ્ન 34.
ભારતની વિદેશનીતિનું મુખ્ય ધ્યેય શું છે?
ઉત્તર:
ભારતની વિદેશનીતિનું મુખ્ય ધ્યેય વિશ્વમાં શાંતિ અને કે સલામતી જાળવવાનું છે.

નીચેના વિધાનોનાં કારણો આપો [પ્રત્યેકના 2 ગુણો કે]

પ્રશ્ન 1.
ઈ. સ. 1945થી 1962 સુધીના સમયગાળા(તબક્કા)ને ‘ઠંડા યુદ્ધના તબક્કા’ તરીકે ઓળખવામાં આવે છે.
ઉત્તર:
દ્વિતીય વિશ્વયુદ્ધને અંતે પરસ્પર વિરોધી વિચારસરણીવાળાં અમેરિકા અને સોવિયેત યુનિયન જગતની મહાસત્તાઓ બન્યાં.

  • પરસ્પર અવિશ્વાસ, આશંકા અને દ્વેષમાંથી જન્મેલા ભયને કારણે બંને મહાસત્તાઓએ પોતપોતાનાં લશ્કરી જૂથો બનાવ્યાં.
  • તેમણે સમગ્ર વિશ્વ પર પોતાનાં પ્રભુત્વ અને પ્રભાવ જમાવવા સક્રિય પ્રયાસો કર્યા.
  • આ સમયગાળા દરમિયાન વિશ્વના મોટા ભાગના દેશો આ છે બે મહાસત્તાઓ અને લશ્કરી જૂથોમાં વહેંચાઈ ગયા.
  • અમેરિકા અને સોવિયેત યુનિયન વચ્ચે સત્તાનું કેન્દ્રીકરણ થયું. પરિણામે આ બે મહાસત્તાઓ વચ્ચેના સંબંધો સુમેળભર્યા ન રહ્યા. બંને જૂથો વચ્ચે અસંતોષનું વાતાવરણ સર્જાયું. આમ, સત્તા માટે ખેંચતાણ અને અત્યંત તીવ્ર તંગદિલીની પરિસ્થિતિનું નિર્માણ થયું.
  • આથી ઈ. સ. 1945થી 1962 સુધીના સમયગાળાને ઠંડા યુદ્ધના તબક્કા’ તરીકે ઓળખવામાં આવે છે.

GSEB Class 9 Social Science Important Questions Chapter 6 1945 પછીનું વિશ્વ

પ્રશ્ન 2.
‘બર્લિનની નાકાબંધી’ને ઠંડા યુદ્ધનો આરંભ ગણવામાં આવે છે.
ઉત્તરઃ
દ્વિતીય વિશ્વયુદ્ધને અંતે પરાજિત જર્મનીને ચાર વહીવટી વિસ્તારોમાં વહેંચી દેવામાં આવ્યું.

  • એ જ રીતે તેની રાજધાની બર્લિનને પણ ચાર વહીવટી વિભાગોમાં વહેંચી દઈ તેના પર ચાર મહાસત્તાઓનો વહીવટ સ્થાપવામાં આવ્યો.
  • થોડાં વર્ષો પછી અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને પોતાના વહીવટ હેઠળના પશ્ચિમ જર્મનીના ત્રણ પ્રદેશોનું એકીકરણ કરી ફેડરલ રિપબ્લિક ઑફ ઈસ્ટ જર્મની’ તરીકે રચના કરી.
  • આ દેશોએ પશ્ચિમ જર્મનીના ત્રણ પ્રદેશોના એકીકરણની જેમ બર્લિનના ત્રણ વિભાગોને પણ એક બનાવ્યા.
  • પ્રક્રિયાના વિરોધરૂપે એપ્રિલ, 1948માં સોવિયેત યુનિયને બર્લિનની નાકાબંધી જાહેર કરી.
  • પરિણામે પશ્ચિમી દેશો અને સોવિયેત યુનિયન વચ્ચે ભારે તણાવ ઊભો થયો.
  • ઘણા વિદ્વાનો આ નાકાબંધીને ઠંડા યુદ્ધનો આરંભ માને છે.

પ્રશ્ન 3.
ભારતે પરમાણુ બિનપ્રસાર સંધિ પર હસ્તાક્ષર કર્યા નથી.
ઉત્તર:
જગતની પરમાણુ સત્તાઓએ પરમાણુ શસ્ત્રો અને પ્રક્ષેપાસ્ત્રોનો ફેલાવો જગતના અન્ય દેશોમાં થતો અટકાવવા માટે ઘડેલી સંધિ પરમાણુ બિનપ્રસાર સંધિ’ તરીકે ઓળખાય છે.

  • પરમાણુ બિનપ્રસાર સંધિ પરમાણુ શસ્ત્રો અને પ્રક્ષેપાસ્ત્રો ધરાવતા (મુખ્યત્વે અમેરિકા અને સોવિયેત યુનિયન) દેશો પર કોઈ નિયંત્રણ મૂકતી નથી. તેઓ તેમનાં એ શસ્ત્રોમાં વધારો કરી શકે છે, પરંતુ છે એ શસ્ત્રોના ઉત્પાદન પર તેઓ અન્ય દેશો પર કડક નિયંત્રણો મૂકે છે.
  • આમ, આ સંધિ સંપૂર્ણ ભેદભાવયુક્ત અને ભારતનાં રાષ્ટ્રીય હિતોની વિરોધી હોવાથી ભારતે તેની પર હસ્તાક્ષર કર્યા નથી.

પ્રશ્ન 4.
બીજા વિશ્વયુદ્ધ પછી જર્મનીનું વિભાજન કરવામાં આવ્યું.
ઉત્તર:
દ્વિતીય વિશ્વયુદ્ધને અંતે પરાજિત જર્મનીની રાજ્યવ્યવસ્થા, સામાજિક વ્યવસ્થા અને અર્થતંત્ર સદંતર ભાંગી પડ્યાં હતાં.

  • એ સમયે જર્મનીને ફરીથી બેઠું કરી શકે તેવો કોઈ નેતા નહોતો.
  • વળી, જો જર્મનીને એક અને અખંડ રાખવામાં આવે તો તે ફરીથી એક મજબૂત લશ્કરી સત્તા બની જાય તો વિશ્વ માટે જોખમરૂપ બને તેવો મિત્રરાષ્ટ્રોને ભય હતો.
  • આથી બીજા વિશ્વયુદ્ધ પછી વિજેતા રાષ્ટ્રોએ પરાજિત જર્મનીને ચાર વહીવટી વિભાગોમાં વહેંચી નાખ્યું.

પ્રશ્ન 5.
સોવિયેત યુનિયનના વિઘટન સાથે ઠંડા યુદ્ધનો અંત આવ્યો.
ઉત્તર:
20મી સદીના છેલ્લા દાયકા દરમિયાન સોવિયેત યુનિયનના પ્રમુખ ગોર્બોચોવની ઉદાર નીતિને કારણે સોવિયેત યુનિયનની વિચારસરણીમાં આવેલા પરિવર્તનથી સોવિયેત યુનિયનનું શાંતિપૂર્ણ વિઘટન થયું. પરિણામે દ્વિધ્રુવી વિશ્વ-રાજકારણનો કાયમી અંત આવ્યો. એની સાથે ઠંડા યુદ્ધનો પણ અંત આવ્યો.

GSEB Class 9 Social Science Important Questions Chapter 6 1945 પછીનું વિશ્વ

પ્રશ્ન 6.
સોવિયેત યુનિયનનું શાંતિપૂર્ણ વિઘટન એક શકવર્તી ઘટના ગણાય છે.
ઉત્તર:
ઈ. સ. 1985માં ઉદારમતવાદી વલણ ધરાવતા મિખાઈલ ગોર્બોચોવ સોવિયેત યુનિયનના પ્રમુખ બન્યા.

  • મિખાઈલ ગોર્બોચોવની ઉદારમતવાદી નીતિને કારણે સોવિયેત યુનિયનની વિચારસરણીમાં પરિવર્તન આવ્યું.
  • ધીરે ધીરે સોવિયેત યુનિયનના વહીવટીતંત્ર પર સામ્યવાદી પક્ષ, 3 અમલદારશાહી અને લાલ સેના(રેડ આર્મી)ની પકડ ઢીલી પડવા લાગી.
  • ઈ. સ. 1990માં સોવિયેત યુનિયનના વિઘટનની પ્રક્રિયા શરૂ થઈ. ડિસેમ્બર, 1991 સુધીમાં દેશનાં કુલ 15 રાજ્યોમાંથી 14 રાજ્યો સ્વતંત્ર થતાં વિઘટનની પ્રક્રિયા પૂરી થઈ.
  • આ સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ અને લોહીનું એક પણ ટીપું પાડ્યા વિના પૂરી થઈ. લાલ સેના(રેડ આર્મી)એ પણ તેમાં કોઈ દખલગીરી કરી નહિ.
  • આથી, સોવિયેત યુનિયનનું શાંતિપૂર્ણ વિઘટન એક શકવર્તી ઘટના ગણાય છે.

નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો [પ્રત્યેકના 2 ગુણ].

પ્રશ્ન 1.
વિશ્વ શા માટે સત્તાજૂથો અને લશ્કરી જૂથોમાં વહેચાઈ ગયું?
ઉત્તર:
દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જગતમાં અમેરિકાતરફી લોકશાહી દેશોનું અને સોવિયેત યુનિયનતરફી સામ્યવાદી દેશોનું એમ પરસ્પર વિરોધી વિચારસરણીવાળાં બે સત્તાજૂથો અસ્તિત્વમાં આવ્યાં હતાં.

  • આ બંને સત્તાજૂથોએ જગતમાં પોતપોતાની વિચારસરણીનો પ્રચાર કરી એકબીજા પર વર્ચસ્વ સ્થાપવાના પ્રયાસો કર્યા.
  • બંને સત્તાજૂથોએ પોતપોતાનાં પ્રભુત્વ વધારવા જે પરિસ્થિતિનું નિર્માણ કર્યું તેમાંથી બંને સત્તાજૂથો વચ્ચે ભારોભાર અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું.
  • તેમાંથી ઉપસ્થિત થયેલા ભયને કારણે બંને સત્તાજૂથોએ પોતાના વર્ચસ્વવાળાં કેટલાંક લશ્કરી જૂથો રચ્યાં.
  • વિશ્વના મોટા ભાગના દેશો એક યા બીજા લશ્કરી જૂથમાં જોડાઈ. સત્તાજૂથો – લશ્કરી જૂથોમાં વહેંચાઈ ગયું.

પ્રશ્ન 2.
વિશ્વમાં કયાં કયાં લશ્કરી જૂથોની સ્થાપના થઈ? કોઈ રૂએક લશ્કરી જૂથ વિશે સમજાવો.
ઉત્તર:
વિશ્વમાં નાટો (NATO), સિઆટો (SEATO), સેન્ટો (CENTO) અને વૉર્મો કરાર નામનાં લશ્કરી જૂથોની સ્થાપના થઈ.

  • નાટો NATO): સોવિયેત યુનિયન અને તેના સામ્યવાદને અંકુશિત કરવાના ઉદ્દેશથી એપ્રિલ, 1949માં અમેરિકાની પ્રેરણા અને નેતૃત્વ હેઠળ ઉત્તર ઍટલૅન્ટિક મહાસાગરના કિનારે આવેલા પશ્ચિમી લોકશાહી દેશોનું એક લશ્કરી સંગઠન રચવામાં આવ્યું. તે નાટો’ (NATO – નોર્થ ઈસ્ટ ઍટલૅન્ટિક ટ્રીટી ઑર્ગેનાઈઝેશન)ના નામે ઓળખાય છે.

પ્રશ્ન 3.
‘ઠંડું યુદ્ધ’ એટલે શું? તેનો અંત કેવી રીતે આવ્યો?
ઉત્તર:
દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વના રાજકારણમાં અમેરિકાતરફી અને રશિયાતરફી એ બે પરસ્પર વિરોધી વિચારસરણીવાળાં સત્તાજૂથો રચાયાં.

  • આ બંને સત્તાજૂથોએ વિશ્વ પર પોતાનાં પ્રભાવ અને પ્રભુત્વ જમાવવા જે અત્યંત તંગ રાજકીય પરિસ્થિતિનું નિર્માણ કર્યું તેને ‘ઠંડું યુદ્ધ’ (Cold War) કહેવામાં આવે છે.
  • 20મી સદીના છેલ્લા દાયકામાં રશિયાના પ્રમુખ ગોર્બોચોવની ઉદારમતવાદી નીતિને કારણે સોવિયેત યુનિયનની રાજકીય વિચારસરણીમાં આવેલા પરિવર્તનથી સોવિયેત યુનિયનનું વિઘટન થયું.
  • પરિણામે વિશ્વમાંથી ઠંડા યુદ્ધની સ્થિતિનો કાયમ માટે અંત આવ્યો.

પ્રશ્ન 4.
વિશ્વમાં પરમાણુ શસ્ત્રોના નિઃશસ્ત્રીકરણની દિશામાં સૌપ્રથમ કયા દેશોએ પ્રયત્નો શરૂ કર્યા? કઈ રીતે?
ઉત્તર:
વિશ્વમાં પરમાણુ શસ્ત્રોના નિઃશસ્ત્રીકરણની દિશામાં સૌપ્રથમ અમેરિકા, સોવિયેત યુનિયન અને બ્રિટને પ્રયત્નો શરૂ કર્યા. આ માટે તેમણે ‘આંશિક પરમાણુ અખતરાબંધી સંધિ’ તૈયાર કરી અને તેની પર હસ્તાક્ષર કર્યા.

GSEB Class 9 Social Science Important Questions Chapter 6 1945 પછીનું વિશ્વ

પ્રશ્ન 5.
મહાસત્તાઓ વચ્ચે ‘સત્તાની સમતુલા’ શાથી સધાઈ?
ઉત્તર:
ઈ. સ. 1945માં વિશ્વની મહાસત્તા અમેરિકાએ જાપાનનાં હિરોશિમા અને નાગાસાકી નામના બે શહેરો પર સૌપ્રથમ અણુબૉમ્બનો ઉપયોગ કરીને અણુશસ્ત્રો બનાવવાની પોતાની સર્વોપરિતા સિદ્ધ કરી.

  • એ પછી માત્ર ચાર જ વર્ષમાં ઈ. સ. 1949માં અમેરિકાની હરીફ મહાસત્તા સોવિયેત યુનિયને સફળ અણુઅખતરો કરી અણુશસ્ત્રો બનાવવાની પોતાની ક્ષમતા પુરવાર કરી.
  • આમ, એકબીજાની હરીફ મહાસત્તાઓ અમેરિકા અને સોવિયેત યુનિયને અણુશસ્ત્રો બનાવવાનું સામર્થ્ય પ્રાપ્ત કરતાં બંને મહાસત્તાઓ વચ્ચે ‘સત્તાની સમતુલા’ સધાઈ.

પ્રશ્ન 6.
‘બિનજોડાણવાદી નીતિ’ એટલે ?
ઉત્તરઃ
દ્વિતીય વિશ્વયુદ્ધ પછી સ્વતંત્ર થયેલાં કેટલાંક નવોદિત રાષ્ટ્રોએ પરસ્પર વિરોધી બે સત્તાજૂથો અને લશ્કરી જૂથો સાથે ન છે જોડાયાં. આમ, વિશ્વના કોઈ પણ સત્તાજૂથ કે લશ્કરી જૂથમાં નહિ હૈ જોડાયેલ રાષ્ટ્રોએ અપનાવેલ વિદેશનીતિને ‘બિનજોડાણવાદી નીતિ’ કહેવામાં આવે છે.

પ્રશ્ન 7.
ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોની સંક્ષેપમાં ચર્ચા કરો.
ઉત્તર:
ઈ. સ. 1947માં ભારત અને પાકિસ્તાન આઝાદ થયાં. એ સમયથી તેમની વચ્ચેના સંબંધો તણાવભર્યા રહ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ઈ. સ. 1948, 1965, 1971 અને 1999(કારગિલ)માં એમ ચાર વાર યુદ્ધો થયાં, તેમાં દરેક વખતે પાકિસ્તાનનો પરાજય થયો.

  • બંને દેશો વચ્ચે તાશ્કેદ કરાર અને શિમલા કરાર થયા છતાં પાકિસ્તાન એ કરારોને નિષ્ઠાપૂર્વક અનુસરતું નથી.
  • બંને દેશોના વડાઓ પોતાની સમસ્યાઓનો શાંતિમય સમાધાન દ્વારા ઉકેલ લાવવા પ્રયત્નો કરી રહ્યા છે.

પ્રશ્ન 8.
ભારત અને ચીન વચ્ચેના સંબંધોની સંક્ષેપમાં ચર્ચા કરો.
ઉત્તરઃ
ઈ. સ. 1945માં ભારત અને ચીન વચ્ચેના સંબંધોની શરૂઆત થઈ હતી. જ્યારે ચીને પોતાની સરહદોના નકશા પ્રકાશિત કર્યા ત્યારે ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં ભંગાણ પડ્યું. આ નકશામાં ચીને ભારતનો ઘણો મોટો વિસ્તાર પોતાનો છે એમ દર્શાવ્યું. તેનો ભારતે સખત વિરોધ કર્યો. ભારત અને ચીન વચ્ચેની સરહદ દર્શાવતી મેકમોહન રેખાનો ચીને અસ્વીકાર કર્યો, ત્યારથી બંને દેશો વચ્ચે મતભેદ ઊભા થયા છે.

  • ઈ. સ. 1962માં ચીને ભારત પર આક્રમણ કર્યું. તેણે જે પ્રદેશો પોતાના પ્રદેશો તરીકે દર્શાવ્યા હતા તેની પર તેણે કબજો મેળવ્યો. ભારતે સરહદોનું રક્ષણ કરવા લશ્કર મોકલ્યું. ચીને એક્તરફી યુદ્ધવિરામ જાહેર કર્યો. એ રીતે યુદ્ધનો અંત આવ્યો. આ પ્રશ્નને ઉકેલવા માટે મંત્રણાઓ યોજાય છે, પરંતુ કોઈ સમાધાન થઈ શક્યું નથી.
  • આમ છતાં, છેલ્લા દાયકા દરમિયાન ભારત અને ચીન વચ્ચે સહકાર અને મૈત્રીપૂર્ણ સંબંધો વિકસતા રહ્યા છે.

GSEB Class 9 Social Science Important Questions Chapter 6 1945 પછીનું વિશ્વ

પ્રશ્ન 9.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોની સંક્ષેપમાં ચર્ચા છે
કરો.
ઉત્તર:
ઈ. સ. 1971માં એક સ્વતંત્ર સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે બાંગ્લાદેશનો ઉદ્ભવ થયો. એ પહેલાં તે પાકિસ્તાનનો ભાગ હતો.

  • એક નવોદિત રાષ્ટ્ર તરીકે ભારતે બાંગ્લાદેશને આર્થિક, ટેકનિકલ અને ભૌતિક સાધનોની ઘણી મદદ કરી છે. પરંતુ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કેટલીક બાબતોમાં મતભેદો ઊભા થયા છે. ગંગા નદીના પાણીનો ઉપયોગ અને તેની વહેંચણીના પ્રશ્નને ચર્ચાઓ દ્વારા ઉકેલવામાં આવ્યો છે.
  • અતિવૃષ્ટિ અને વાવાઝોડા જેવી કુદરતી આપત્તિ વખતે ભારતે બાંગ્લાદેશને પૂરતા પ્રમાણમાં મદદ કરી છે. ઈ. સ. 2015માં બંને રાષ્ટ્રો વચ્ચેના વિવાદિત જમીન વિસ્તારનો અને તે ક્ષેત્રના લોકોની નાગરિકતાના પ્રશ્નોનું નિરાકરણ વાટાઘાટોથી કરવામાં આવ્યું છે.

પ્રશ્ન 10.
ભારત અને ભૂતાન વચ્ચેના સંબંધોની સંક્ષેપમાં ચર્ચા કરો.
ઉત્તર:
ઈ. સ. 1949માં ભારતે ભૂતાન સાથે કાયમી શાંતિ અને મિત્રતાની સંધિ કરી છે. ભૂતાને પણ સંરક્ષણ અને વિદેશનીતિમાં ભારતને વિશ્વાસમાં લેવાનું સ્વીકાર્યું છે. ભારતે ભૂતાનને સંદેશાવ્યવહાર અને વાહન-વ્યવહારના વિકાસ માટે આર્થિક સહાય કરીને સંબંધો મજબૂત બનાવ્યા છે.

  • ઈ. સ. 1958માં ભારતના વડા પ્રધાન નેહરુએ ભૂતાનની મુલાકાત 0 લીધી હતી.
  • ઈ. સ. 1970માં ભારતના રાષ્ટ્રપ્રમુખે ભૂતાનની મુલાકાત લીધી હતી. ઈ. સ.1971માં ભારતે ભૂતાનને યુ.એન.નું સભ્ય બનાવવામાં મદદ કરી હતી.
  • ભારતના ભૂતાન સાથેના સંબંધોમાં ક્યારેય તંગદિલી ઊભી થઈ નથી.
  • જૂન, 2014માં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતાનની મુલાકાત લીધી હતી. એ સમયે તેમણે બંને દેશો વચ્ચે સુરક્ષા સંબંધિત સહયોગ પર સંતોષ વ્યક્ત કર્યો હતો.

પ્રશ્ન 11.
ભારત અને શ્રીલંકા વચ્ચેના સંબંધોની સંક્ષેપમાં ચર્ચા કરો.
ઉત્તરઃ
પ્રાચીન સમયથી ભારત શ્રીલંકા સાથે સંબંધો ધરાવે છે. છે. ભારતના ઘણા તમિલ લોકો શ્રીલંકામાં લાંબા સમયથી વસવાટ કરે છે અને ત્યાં સ્થાયી થયા છે. તમિલ લોકોના નાગરિકત્વનો પ્રશ્ન બને દેશોએ વાટાઘાટો દ્વારા ઉકેલવાનો પ્રયાસ કર્યો છે.

  • શ્રીલંકાના તમિલ લોકોને થતા અન્યાયો નાબૂદ થાય એ માટે તમિલ સંગઠનો અને શ્રીલંકાની સરકાર શાંતિમય રીતે ઉકેલ શોધે એવી ભારતની ઇચ્છા છે.
  • 13 માર્ચ, 2015ના રોજ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીલંકાની મુલાકાત વખતે તમિલ પ્રભાવિત વિસ્તાર જાફનાની મુલાકાત લીધી હતી.
  • શ્રીલંકન તમિલ અસરગ્રસ્તોના પુનર્વસન માટે 27,000 જેટલાં મકાનો ભારતની આર્થિક મદદથી બનાવવામાં આવ્યાં છે.
  • આજે શ્રીલંકા સાથે ભારતના મૈત્રીપૂર્ણ સંબંધો છે.

પ્રશ્ન 12.
ભારત અને નેપાલ વચ્ચેના સંબંધોની સંક્ષેપમાં ચર્ચા કરો.
ઉત્તર:
નેપાલ અને ભારત વચ્ચેના સંબંધોની શરૂઆત ઈ. સ. 1950માં બંને દેશો વચ્ચે કરવામાં આવેલી સમજૂતીથી થઈ હતી. એ સમજૂતી મુજબ બંને દેશોએ એકબીજાના સાર્વભૌમ અને પ્રાદેશિક અખંડિતતાનું જતન કરવાનું સ્વીકાર્યું છે. તેમજ બંને દેશોના નાગરિકોની એકબીજાના દેશમાં મુક્ત અવરજવરને માન્ય રાખેલ છે.

  • ભારતે નેપાલના સામાજિક અને આર્થિક વિકાસમાં ઘણી આર્થિક સહાય કરી છે. નેપાલના ઘણા વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે ભારત આવે છે.
  • હિમાલયમાંથી નીકળતી કેટલીક નદીઓ નેપાલમાંથી પસાર થઈને ભારતમાં આવે છે. ચોમાસામાં એ નદીઓમાં ભારે પૂર આવે છે. તેથી ભારતને ઘણું નુકસાન થાય છે. નદીઓનાં પૂર રોકવા માટે ભારત અને નેપાલ વચ્ચે સમજૂતી થાય એ માટે ભારત સક્રિય પ્રયત્નો કરી રહ્યું છે.
  • 25 એપ્રિલ, 2015ના રોજ નેપાલમાં 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેમાં લગભગ 8000 જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા. આ કુદરતી હોનારતમાં ભારતે નેપાલને બચાવ કામગીરીમાં તેમજ રાહત અને પુનર્વસનમાં નોંધપાત્ર સહાય કરી હતી.

GSEB Class 9 Social Science Important Questions Chapter 6 1945 પછીનું વિશ્વ

પ્રશ્ન 13.
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધોની સંક્ષેપમાં ચર્ચા કરો.
ઉત્તર:
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મૈત્રીભર્યા સંબંધો છે.

  • અફઘાનિસ્તાનના નવસર્જનમાં ભારતનો સિંહફાળો રહ્યો છે.
  • બાંધકામ, આરોગ્ય અને કેળવણી ક્ષેત્રે ભારતે અફઘાનિસ્તાનને નોંધપાત્ર મદદ કરી છે. આ ઉપરાંત તેના આર્થિક-સામાજિક ઉત્થાન માટે તેમજ કુદરતી આપત્તિ વખતે ભારતે આર્થિક મદદ કરી છે.
  • અફઘાનિસ્તાનના પાર્લમેન્ટ હાઉસનું બાંધકામ ભારતે પોતાના ખર્ચે કરી આપ્યું છે.

પ્રશ્ન 14.
ભારત અને મ્યાનમાર વચ્ચેના સંબંધોની સંક્ષેપમાં ચર્ચા કરો.
ઉત્તર:
ભારત અને મ્યાનમાર (બર્મા) વચ્ચેના સંબંધો સુમેળભર્યા રહ્યા છે.

  • ઈ. સ. 1948માં મ્યાનમારને સ્વતંત્રતા મળી ત્યારથી બંને દેશો વચ્ચે મૈત્રીસંબંધો જળવાયા છે.
  • આઝાદી પછી મ્યાનમારે ભારત પાસે વિકાસ માટે આર્થિક સહાયની માગણી કરી ત્યારે ભારતે તરત જ સહાય મોકલી આપી હતી.
  • મ્યાનમાર હંમેશાં આર્થિક રીતે સમૃદ્ધ રહે એમ ભારત ઇચ્છે છે.

નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો: અથવા [પ્રત્યેકના 3 ગુણ]. ટૂંક નોંધ લખો:

પ્રશ્ન 1.
પરમાણુ શસ્ત્રો અને મિસાઇલો
ઉત્તર:
પરમાણુ બૉમ્બ પરમાણુ શસ્ત્ર છે. માનવીએ શોધેલાં સંહારક શસ્ત્રોમાં તે સૌથી વધુ ઘાતક, સંહારક અને અંતિમ શસ્ત્ર છે.

  • ઈ. સ. 1945માં અમેરિકાએ જાપાનનાં હિરોશિમા અને નાગાસાકી શહેરો પર અણુબૉમ્બનો ઉપયોગ કરી જગતને તેની મહાવિનાશક શક્તિની પ્રતીતિ કરાવી હતી.
  • એ પછી થોડાં વર્ષોમાં સોવિયેત યુનિયને, બ્રિટન, ફ્રાન્સ અને ચીને પરમાણુ શસ્ત્રો વિકસાવ્યાં.
  • ઈ. સ. 1965માં વિશ્વનાં આ પાંચ રાષ્ટ્રો પરમાણુ શસ્ત્રો ધરાવતાં રાષ્ટ્રો બન્યાં. પરમાણુ શસ્ત્રો બનાવવાની સામગ્રી અને અદ્યતન ટેક્નોલૉજી તેમની પાસે હોવાથી તેમણે વધુ ને વધુ સંહારક શક્તિ ધરાવતાં પરમાણુ શસ્ત્રો બનાવ્યાં.
  • આ સાથે તેમણે પરમાણુ શસ્ત્રો હજારો કિલોમીટર દૂર આવેલાં નિશ્ચિત લક્ષ્યાંકો પર છોડી શકાય એવાં મધ્યમ અને લાંબા અંતરનાં મિસાઇલો (પ્રક્ષેપાસ્ત્રો) વિકસાવ્યાં.
  • વિશ્વ આજે માત્ર મનુષ્યો જ નહિ પરંતુ સમગ્ર જીવસૃષ્ટિ સાથે સમગ્ર વિશ્વનો અનેક વખત વિનાશ કરી શકે એટલાં મહાસંહારક શસ્ત્રોના જ્વાળામુખી પર બેઠું છે.

પ્રશ્ન 2.
જર્મન ચમત્કાર
ઉત્તર:
અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને પોતાના દેશોના વહીવટી અંકુશ હેઠળના જર્મન પ્રદેશોનું એકીકરણ કરીને ‘ફેડરલ રિપબ્લિક ઑફ જર્મની’ની રચના કરવામાં આવી. તેને પશ્ચિમ જર્મનીનું નામ આપવામાં આવ્યું.

  • આ નવા દેશમાં લોકશાહી શાસનતંત્ર અમલમાં આવ્યું.
  • એ પછીના સાડા ચાર દાયકા દરમિયાન પશ્ચિમ જર્મનીએ અભૂતપૂર્વ વિકાસ સાધ્યો, જેને વિદ્વાનો ‘જર્મન ચમત્કાર’ તરીકે ઓળખાવે છે.

પ્રશ્ન 3.
આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું પ્રદાન
ઉત્તર:
સ્વતંત્ર થયા પછી ભારતે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નોંધપાત્ર ફાળો આપ્યો છે. વિશ્વમાં સામ્રાજ્યવાદ, સંસ્થાનવાદ, કાળા-ગોરા વચ્ચેનો રંગભેદ વગેરે દૂષણો નાબૂદ કરવા તેમજ તેની સામે ચાલતી ચળવળોને ભારતે હંમેશાં ટેકો આપ્યો છે.

  • સંયુક્ત રાષ્ટ્રોના આદેશથી ભારતે કોરિયાના યુદ્ધમાં ઘવાયેલા સૈનિકોની તબીબી સારવાર માટે દવાઓ અને તબીબી ટુકડીઓ મોકલી હતી. ગાઝા, સાયપ્રસ, કોંગો, શ્રીલંકા વગેરેમાં સર્જાયેલી કટોકટી વખતે સંયુક્ત રાષ્ટ્રોના શાંતિ સ્થાપક દળોમાં ભારતે પોતાના સૈનિકોને મોકલીને એ દેશોમાં શાંતિ સ્થાપવામાં સક્રિય કામગીરી બજાવી હતી.
  • આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવાના તેમજ સમગ્ર વિશ્વના લોકોના સ્વાતંત્ર્ય અને સુખસમૃદ્ધિ માટેના તમામ પ્રયત્નોમાં ભારતે સંપૂર્ણ સહકાર આપ્યો છે.
  • સંયુક્ત રાષ્ટ્રોની મહાસભામાં પરમાણુ શસ્ત્રોના સંપૂર્ણ નિઃશસ્ત્રીકરણનો ઠરાવ રજૂ કરીને ભારતે શાંતિની ઇચ્છાને વાચા આપી હતી.
  • દુનિયાના દરેક દેશે ઘાતક શસ્ત્રોનું ઉત્પાદન બંધ કરી તેમજ સૈન્ય સંખ્યા ઘટાડીને એ નાણાં વિશ્વની ગરીબ તથા ભૂખમરાથી પીડાતી પ્રજાના આર્થિક અને સામાજિક વિકાસ માટે કરવો જોઈએ. એવી માગણી હંમેશાં ભારતે સંયુક્ત રાષ્ટ્ર સમક્ષ કરી છે.
  • આમ, વિશ્વશાંતિ એ ભારતની વિદેશનીતિનો મુખ્ય સિદ્ધાંત છે. હું વિશ્વશાંતિ માટે રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે સહકાર, વિશ્વાસ અને સમજણનું વાતાવરણ સ્થાપવા માટે ભારતે સતત પ્રયાસ કર્યો છે.

GSEB Class 9 Social Science Important Questions Chapter 6 1945 પછીનું વિશ્વ

નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો: [પ્રત્યેકના 4 ગુણ].

પ્રશ્ન 1.
‘ઠંડા યુદ્ધ’નાં મુખ્ય કારણો સંક્ષેપમાં જણાવો.
ઉત્તરઃ
ઠંડા યુદ્ધCold War)નાં મુખ્ય કારણો નીચે મુજબ હતાં:

  • દ્વિતીય વિશ્વયુદ્ધ પછી ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ જેવી મહાસત્તાઓની વિશ્વની નેતાગીરી અમેરિકા અને રશિયાએ લીધી.
  • દ્વિતીય વિશ્વયુદ્ધમાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા અને અમેરિકા એકસાથે રહ્યા હતા, પરંતુ યુદ્ધ પૂરું થયા પછી રશિયાની સામ્યવાદી વિચારસરણીને કારણે અમેરિકા અને ઇંગ્લેન્ડ રશિયાથી જુદા પડ્યા.
  • દ્વિતીય વિશ્વયુદ્ધ પછી આ બંને મહાસત્તાઓ(અમેરિકા અને રશિયા)એ સમગ્ર વિશ્વ પર પ્રભુત્વ અને પ્રભાવ સ્થાપવા સક્રિય પ્રયત્નો કર્યા.
  • આ સમય દરમિયાન વિશ્વના મોટા ભાગના દેશો એક યા બીજા લશ્કરી જૂથમાં જોડાયા. વિશ્વમાં વિવિધ લશ્કરી જૂથોનું નિર્માણ ઠંડા યુદ્ધનું મહત્ત્વનું કારણ બન્યું.
  • વિશ્વ બે વિરોધી સત્તાજૂથો વચ્ચે અને લશ્કરી જૂથોમાં વહેંચાઈ ગયું. સત્તાનું બે ધ્રુવો(અમેરિકા અને રશિયા)માં કેન્દ્રીકરણ થયું. તેથી આ સમયગાળાને દ્વિધ્રુવી વિશ્વવ્યવસ્થાના ગાળા તરીકે ઓળખવામાં આવે છે.
  • દ્વિતીય વિશ્વયુદ્ધ પછી આ બે મહાસત્તાઓ વચ્ચે અત્યંત તનાવપૂર્ણ સંબંધો સર્જાયા. બંને સત્તાજૂથો વચ્ચે અવિશ્વાસ અને અસંતોષનું વાતાવરણ સર્જાયું.
  • સત્તા માટે ખેંચતાણ અને અત્યંત તંગ પરિસ્થિતિનું નિર્માણ થવાથી આ તબક્કાને ‘ઠંડા યુદ્ધના તબક્કા’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

પ્રશ્ન 2.
ભારત અને યુ.એસ.એ. વચ્ચેના સંબંધોની સંક્ષેપમાં ચર્ચા કરો.
ઉત્તરઃ
ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ (યૂ.એસ.એ.) બંને લોકશાહી દેશો છે. ભારત અને યુનાઈટેડ સ્ટેટ્સ વચ્ચે અનેક સમાનતાઓ હોવા છતાં છેલ્લા પાંચ દાયકા દરમિયાન તેમની વચ્ચેના સંબંધોમાં નોંધપાત્ર ચડાવ-ઉતાર આવ્યા છે.

  • આઝાદી મેળવ્યા પછી ભારત પોતાના નેતૃત્વ હેઠળના લોકશાહી સત્તાજૂથમાં જોડાઈ જશે એવી યુનાઈટેડ સ્ટેટ્સની અપેક્ષા હતી. પરંતુ ભારતે કોઈ સત્તાજૂથમાં જોડાવાને બદલે ‘બિનજોડાણવાદી નીતિ’ અપનાવી. ભારતનો આ નિર્ણય મહાસત્તા યુનાઈટેડ સ્ટેટ્સને ગમ્યો નહિ. તેથી ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચેના સંબંધો બંધાયા નહિ.
  • પાકિસ્તાન યુનાઇટેડ સ્ટેટ્સના નેતૃત્વ હેઠળના સત્તાજૂથ અને લશ્કરી સંગઠનમાં જોડાયું હતું. આથી યુનાઈટેડ સ્ટેટ્સ જમ્મુ-કશ્મીરના પ્રશ્ન હંમેશાં પાકિસ્તાનનું સમર્થન કર્યું છે. યુનાઈટેડ સ્ટેટ્સની ? પાકિસ્તાનનો પક્ષપાત કરવાની નીતિને કારણે બંને દેશો વચ્ચે સારા સંબંધો બંધાયા નહિ.
  • યુનાઈટેડ સ્ટેટ્સના પ્રભાવ હેઠળ ઘડાયેલી ‘પરમાણુ બિનપ્રસાર સંધિ’ અને ‘સર્વગ્રાહી પરમાણુ પરીક્ષણ પ્રતિબંધ સંધિ’ પર ભારત હસ્તાક્ષર કરે એવો યુનાઈટેડ સ્ટેટ્સ આગ્રહ રાખ્યો છે. પરંતુ એ બંને સંધિઓ ભેદભાવયુક્ત અને પોતાનાં રાષ્ટ્રીય હિતોને નુક્સાનકર્તા હોવાથી ભારતે તેની પર હસ્તાક્ષર કર્યા નહિ. પોતાના ઇરાદાઓ છે અને આગ્રહની અવગણના થતાં યુનાઇટેડ સ્ટેટ્સ ભારત પર નારાજ થયું. જ્યારે ઈ. સ. 1998માં ભારતે પોખરણ (રાજસ્થાન) ખાતે સફળ પરમાણુ અખતરો કર્યો ત્યારે યુનાઈટેડ સ્ટેટ્સ ભારત પર છંછેડાયું અને તેણે ભારત સામે કેટલાક પ્રતિબંધો મૂક્યા. પરિણામે બંને દેશો વચ્ચે મતભેદો ઊભા થયા.
  • 11 સપ્ટેમ્બર, 2001ના દિવસે યુનાઈટેડ સ્ટેટ્સના ન્યૂ યૉર્ક શહેરમાં આવેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા વિનાશક આતંકવાદી હુમલાના બનાવ પછી યુનાઈટેડ સ્ટેટ્સ અને ભારત વચ્ચેના સંબંધોમાં નોંધપાત્ર સુધારો થયો છે. સપ્ટેમ્બર, 2014 અને 2015માં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાની મુલાકાત લીધી હતી અને સંયુક્ત રાષ્ટ્રોની મહાસભાને પણ સંબોધી હતી. અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા ભારતના 66મા પ્રજાસત્તાકદિનના સમારોહના મુખ્ય અતિથિ બની ભારતની મુલાકાતે આવ્યા હતા. ભારતીય ગણતંત્રદિવસમાં ભાગ લેનારા તેઓ અમેરિકાના પ્રથમ પ્રમુખ હતા. આમ, ભારત અને યુ.એસ.એ. વચ્ચે સુમેળભર્યા સંબંધો સ્થપાઈ રહ્યા છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *