GSEB Class 9 Science Notes Chapter 2 આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે?

This GSEB Class 9 Science Notes Chapter 2 આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે? covers all the important topics and concepts as mentioned in the chapter.

આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે? Class 9 GSEB Notes

→ શુદ્ધ દ્રવ્ય (Pure Matter) : જે દ્રવ્યમાં રહેલા તમામ કણોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય, તેને શુદ્ધ દ્રવ્ય કહે છે.

→ મિશ્રણ (Mixture) એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા ન હોય તેવાં બે કે વધારે તત્ત્વો કે સંયોજનોને કોઈ પણ પ્રમાણમાં ભેગાં કરવાથી મિશ્રણ બને છે. દા. ત., હવા, દૂધ વગેરે.

GSEB Class 9 Science Notes Chapter 2 આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે?

→ મિશ્રણના પ્રકાર (Types of Mixture) : મિશ્રણમાં રહેલા ઘટક કણોના સ્વભાવના આધારે મિશ્રણનું બે પ્રકારમાં વર્ગીકરણ કરી શકાય :

  • સમાગ મિશ્રણ અને
  • વિષમાંગ મિશ્રણ.

→ દ્રાવણ (solution) : બે કે તેથી વધુ પદાર્થોના સમાગ એકરૂપ મિશ્રણને દ્રાવણ કહે છે.
દ્રાવણ = દ્રાવ્ય + દ્રાવક

→ દ્રાવક અને દ્રાવ્ય (solvent and solute) દ્રાવણમાં જે ઘટકનું પ્રમાણ સૌથી વધુ હોય તેને દ્રાવક અને જે ઘટક અથવા ઘટકોનું પ્રમાણ ઓછું હોય, તેને દ્રાવ્ય કહે છે.

→ દ્રાવ્યતા (Solubility) : નિયત તાપમાને દ્રાવણમાં હાજર રહેલા દ્રાવ્યની મહત્તમ માત્રાને તે દ્રાવણની દ્રાવ્યતા કહે છે.

→ સંતૃપ્ત દ્રાવણ (Saturated solution) : નિયત તાપમાને દ્રાવણની જેટલી ક્ષમતા હોય તેટલા જ પ્રમાણમાં દ્રાવ્ય ઓગળેલ હોય, તો તેને સંતૃપ્ત દ્રાવણ કહે છે.

→ સાંદ્રતા (concentration): નિયત તાપમાને એકમ કદના દ્રાવણમાં કે એકમ વજનના દ્રાવકમાં ઓગળેલા દ્રાવ્યના જથ્થાને – તે દ્રાવણની સાંદ્રતા કહે છે.
દ્રાવણની સાંદ્રતા = \(\frac{દ્રાવ્યનો જથ્થો}{દ્રાવણનો જથ્થો}\)
દ્રાવણની સાંદ્રતા = \(\frac{દ્રાવ્યનો જથ્થો}{દ્રાવણનો જથ્થો}\)

→ નિલંબન (Suspension) : વિષમાંગ પ્રણાલી કે જેમાં ઘન કણો પ્રવાહીમાં વિખેરણ પામેલા હોય તેને નિલંબન કહે છે.

→ કલિલ (Colloidal) : જે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ દ્રાવકમાં વિક્ષેપિત અવસ્થામાં હોય, તો તે દ્રાવણને કલિલ દ્રાવણ અથવા સોલ કહે છે.

GSEB Class 9 Science Notes Chapter 2 આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે?

→ મિશ્રણમાંના ઘટકોનું અલગીકરણ (separating the Components of a Mixture) : મિશ્રણમાંના ઘટકોનું અલગીકરણ કરવા માટેની સામાન્ય પદ્ધતિઓ નીચે મુજબ છેઃ

  • હાથથી ચૂંટવું
  • ગાળણ
  • સેન્ટ્રિક્ટ્રગેશન
  • બાષ્પીભવન
  • સ્ફટિકીકરણ
  • સાદું નિસ્પંદન
  • વિભાગીય નિયંદન
  • અલગીકરણ ગળણી
  • ઊર્ધ્વપાતન
  • ક્રોમેટોગ્રાફી
  • ચુંબકીય અલગીકરણ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *