Gujarat Board GSEB Std 9 Gujarati Textbook Solutions Std 9 Gujarati Vyakaran Sanyojak સંયોજક Questions and Answers, Notes Pdf.
GSEB Std 9 Gujarati Vyakaran Sanyojak
Std 9 Gujarati Vyakaran Sanyojak Questions and Answers
સંયોજક એટલે જોડનાર. બે કે બેથી વધારે વાક્યોને જોડનાર શબ્દોને “સંયોજક’ કહે છે.
દા. ત.,
- રામ વનમાં જાય અને ભરતને ગાદી મળે.
- તે મોડો ઊડ્યો, કારણ કે તે ખૂબ થાકી ગયો હતો.
નીચે કેટલાંક સંયોજકો અને તેનાં ઉદાહરણ આપ્યાં છે, તેનો અભ્યાસ કરો:
સંયોજક સ્વાધ્યાય
પ્રશ્ન. નીચેનાં વાક્યોને યોગ્ય સંયોજકથી જોડોઃ
પ્રશ્ન 1.
સાડી ખરેખર શોભે છે. પરદેશમાં સાડીની પ્રતિષ્ઠા છે.
ઉત્તરઃ
સાડી ખરેખર શોભે છે અને પરદેશમાં સાડીની પ્રતિષ્ઠા છે.
પ્રશ્ન 2.
લે, આ મને ગમ્યું તે મારું. જો આ તને ગમે તો તારું.
ઉત્તરઃ
લે, આ મને ગમ્યું તે મારું, પણ જો આ તને ગમે તો તારું.
પ્રશ્ન 3.
હું સૂઈ ભલે અભણ રહી. હું ઐયપ્પાને ભણાવીશ.
ઉત્તરઃ
હું સૂઈ ભલે અભણ રહી, પણ હું ઐયપ્પાને ભણાવીશ.
પ્રશ્ન 4.
સિન્ધિયા કહે, “મારે એક મીટિંગ છે.”
ઉત્તરઃ
સિન્ધિયા કહે કે, “મારે એક મીટિંગ છે.”
પ્રશ્ન 5.
દરેકને ભાઈ સમજીએ. કોઈનો ભાર ન લાગે.
ઉત્તરઃ
જો દરેકને ભાઈ સમજીએ તો કોઈનો ભાર ન લાગે.
પ્રશ્ન 6.
એનો ઉપયોગ જાય. એની સાથે મૂળ દેશની સાથેનો સંપર્ક જાય.
ઉત્તરઃ
જ્યારે એનો ઉપયોગ જાય ત્યારે એની સાથે મૂળ દેશની સાથેનો સંપર્ક જાય.
પ્રશ્ન 7.
ડ્રાઇવરે જોયું. પુલ ઉપર કોઈ મોટું પ્રાણી ચાલ્યું જાય છે.
ઉત્તરઃ
ડ્રાઇવરે જોયું કે પુલ ઉપર કોઈ મોટું પ્રાણી ચાલ્યું જાય છે.
પ્રશ્ન 8.
ધોબી કહે “લવિંગ ઘસીને લગાવો.”
ઉત્તરઃ
ધોબી કહે કે, લવિંગ ઘસીને લગાવો.”
પ્રશ્ન 9.
એને મળવા જાવ. એને શું કહેશો?
ઉત્તરઃ
જ્યારે એને મળવા જાવ ત્યારે એને શું કહેશો?
પ્રશ્ન 10.
જમાનો જ એવો આવ્યો છે. સમજુ અને વિશ્વાસુ માણસ તો ન જ મળી શકે.
ઉત્તરઃ
જમાનો જ એવો આવ્યો છે કે સમજુ અને વિશ્વાસુ માણસ તો ન જ મળી શકે.