GSEB Class 9 Gujarati Vyakaran જોડણી

Gujarat Board GSEB Std 9 Gujarati Textbook Solutions Std 9 Gujarati Vyakaran Jodni જોડણી Questions and Answers, Notes Pdf.

GSEB Std 9 Gujarati Vyakaran Jodni

ભાષાશિક્ષણમાં જોડણીનું ખૂબ મહત્ત્વ છે. જોડણીના સામાન્ય ફેરફારથી પણ અર્થ બદલાઈ જાય છે.

દા. ત., દિન – દીન. દિન’ એટલે દિવસ’. પરંતુ આ શબ્દની જોડણી “દન કરીએ તો તેનો અર્થ “ગરીબ’ થાય.

ઉપહાર – ઉપાહાર. ‘ઉપહાર’ એટલે “ભેટ”, પરંતુ આ શબ્દની જોડણી ‘ઉપાહાર’ લખાઈ જાય તો તેનો અર્થ “નાસ્તો થાય.

GSEB Class 9 Gujarati Vyakaran જોડણી

નીચે કેટલાક એકસરખા લાગતા શબ્દોના અર્થ આપ્યા છે, તેનો અભ્યાસ કરો :

(1) અકસ્માત્ – એકાએક, ઓચિંતું
અકસ્માત – હોનારત

(2) અધર – હોઠ
અધ્ધર – ટેકા વિના

(3) અપેક્ષા – ઇચ્છા, આશા
ઉપેક્ષા – તિરસ્કાર, ધ્યાન ન આપવું

(4) અબજ – સો કરોડ (સંખ્યા)
અજબ – અદ્ભુત, આશ્ચર્યકારક

(5) અભિનય – વેશ ભજવવો તે
અભિનવ – તદ્દન નવું

(6) અસ્ત્ર – ફેંકવાનું હથિયાર (દા. ત., ભાલો)
શસ્ત્ર – હાથમાં પકડીને લડવાનું હથિયાર (દા. ત., તલવાર)

(7) આજ – આજે .
આ જ – ‘આ’ સિવાય બીજું નહીં

(8) આરસ – સંગેમરમર
આળસ – સુસ્તી

GSEB Class 9 Gujarati Vyakaran જોડણી

(9) ઇનામ – બક્ષિસ, ભેટ
ઈમાન – શ્રદ્ધા, આસ્થા, પ્રામાણિકતા

(10) કઠોર – કઠણ, નિર્દય
કઠોળ – દાળ પડે એવું દ્વિદળ અનાજ

(11) કેશ – વાળ
કેસ – મુકદમો

(12) ક્ષુધા – ભૂખ
સુધા – અમૃત

(13) ગણ – ટોળું, સમૂહ
ઘણ – મોટો હથોડો

(14) ગૃહ – ઘર
ગ્રહ – સૂર્યની આસપાસ ફરતો આકાશી ગોળો; ‘પ્લેનેટ’

(15) ગોર – પુરોહિત
ગોળ – વર્તુળ (આકાર)

(16) ગોર – પુરોહિત
ઘોર – બિહામણું

GSEB Class 9 Gujarati Vyakaran જોડણી

(17) ડામ – ગરમ ગરમ વસ્તુ ચામડી ઉપર ચાંપી દેવી તે
દામ – પૈસા, કિંમત

(18) ઢાલ – પ્રહાર – ઝટકો ઝીલવાનું ચામડાનું એક સાધન, રક્ષક
વસ્તુ ઢાળ – ઢોળાવ, ઉતાર

(19) દોશી – કાપડ વેચનારો ફેરિયો, એક અટક
ડોશી – ઘરડી સ્ત્રી

(20) દોશી – કાપડિયો
દોષી – દોષવાળું, અપરાધી

(21) ધન – દોલત, પૈસો, સમૃદ્ધિ
ધણ – ગાયોનું ટોળું

(22) નિધન – મૃત્યુ
નિર્ધન – ગરીબ, કંગાળ

(23) પરિણામ – ફળ
પરિમાણ – માપ

(24) પોશ – ખોબો
પોષ – ગુજરાતી મહિનો, વિક્રમ સંવતનો ત્રીજો મહિનો

(25) પ્રણામ – નમસ્કાર
પ્રમાણ – માપ

GSEB Class 9 Gujarati Vyakaran જોડણી

(26) પ્રસાદ – નૈવેધ, કૃપા
પ્રાસાદ – મહેલ, ભવન

(27) બોલવું – ઉચ્ચારવું, કહેવું
બોળવું – પ્રવાહીમાં ડુબાડવું

(28) ભરવું – ખાલી હોય તેમાં મૂકવું, સંઘરવું (અનાજ)
ભળવું – ભેગું મળી જવું

(29) ભવન – મકાન
ભુવન – લોક

(30) મન – દિલ, ઇચ્છા
મણ – ચાળીસ શેરનું તોલ (20 કિલો)

(31) મરવું – મૃત્યુ પામવું
મળવું – ભેગા થવું, જડવું

(32) માન – આબરૂ, પ્રતિષ્ઠા
માણ – ગાગર

(33) રન – ક્રિકેટની રમતનો આંક
રણ – રેતાળ વિસ્તાર

GSEB Class 9 Gujarati Vyakaran જોડણી

(34) લક્ષ્ય – ધ્યેય, હેતુ
લક્ષ – લાખ

(35) શત – સો
સત – સત્ય

(36) શાલ – ઓઢવાનું ગરમ વસ્ત્ર
સાલ – વર્ષ

(37) શ્રીમંત – પૈસાદાર
સીમંત – અઘરણી (આવનાર બાળકને આશિષ મળે તે માટે સાતમા – આઠમા મહિને સગર્ભા સ્ત્રીને ખોળો ભરવાની વિધિ).

(38) સાંભળવું – શ્રવણ કરવું
સાંભરવું – યાદ કરવું

(39) સ્વગત – મનમાં કહેવું
સ્વાગત – સત્કાર કરવો

અનુસ્વાર વિના અને અનુસ્વાર સહિત લખતાં અર્થ બદલાય છે, તેનાં કેટલાંક ઉદાહરણઃ

(1) ઉદર – પેટ
ઉંદર – એક પ્રાણી

(2) કૂચી – ગલી, મહોલ્લો
કૂંચી – ચાવી

(૩) ખાધ – ખોટ
ખાંધ – ખભો

GSEB Class 9 Gujarati Vyakaran જોડણી

(4) ચૂક – ભૂલ, કસર
ચૂંક – પેટની આંકડી, નાની ખીલી

(5) જગ – જગત
જંગ – યુદ્ધ

(6) નિશ્ચિત – નક્કી કરેલું
નિશ્ચિત – ચિંતા વગર

(7) બગલો – એક પક્ષી, નર બગલું
બંગલો – એક પ્રકારનું મકાન

(8) ભાગ – હિસ્સો
ભાંગ – ગાંજાનાં કળી, પાંદડાં

(9) ભાગવું – નાસવું
ભાંગવું – તોડવું

(10) મહી – દહીં, પૃથ્વી
મહીં – અંદર

(11) મૂડી – પૂંજી, ધન
મૂંડી – માથું

GSEB Class 9 Gujarati Vyakaran જોડણી

(12) મે – અંગ્રેજી પાંચમો મહિનો
મેં – હુંનું સકર્મક ભૂતકાળનું રૂપ

(13) સાર – માટે
સારું – સરસ

બંને જોડણી માન્ય હોય તેવા કેટલાક શબ્દોઃ

  • અગાશી – અગાસી
  • અડધું – અરધું, અર્ધ
  • અવની – અવનિ
  • ઈર્ષા – ઈષ્ય
  • ઈશુ – ઈસુ
  • ઉંદર – ઊંદર
  • કિંમત – કીમત
  • ખનીજ – ખનિજ
  • ખર્ચ – ખરચ
  • ખિસું – ખીસું
  • ખુરશી – ખુરસી
  • ગુજરાત – ગુજરાત
  • ઢીંગલી – ઢિંગલી
  • નહીં – નહિ
  • ભૂમિ – ભૂમી GSEB Class 9 Gujarati Vyakaran જોડણી
  • મુઝવણ – મુંઝવણ, મૂંઝવણ
  • રાત્રિ – રાત્રી
  • રાષ્ટ્રીય – રાષ્ટ્રિય
  • વાચન – વાંચન
  • લૂંટ – લૂટ
  • વિનતિ – વિનંતિ, વિનંતી
  • શાપ – શ્રાપ
  • હમેશ – હંમેશ, હંમેશાં
  • નારિયેળ – નાળિયેર

નોંધઃ પાઠ્યપુસ્તકમાં આવતી જોડણી યાદ રાખવા જેવા શબ્દોના પ્રશ્નો વ્યાકરણવિભાગમાં આપવામાં આવેલા છે, તેમનો કાળજીપૂર્વક અભ્યાસ કરો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *