GSEB Class 8 Social Science Notes Chapter 16 સંસદ અને કાયદો

This GSEB Class 8 Social Science Notes Chapter 16 સંસદ અને કાયદો covers all the important topics and concepts as mentioned in the chapter.

સંસદ અને કાયદો Class 8 GSEB Notes

→ સંસદ : ભારતદેશનું સંચાલન કરવા માટે બંધારણમાં નિશ્ચિત વ્યવસ્થા કરવામાં આવી છે. એ વ્યવસ્થાને ‘સંસદ’ કહેવામાં આવે છે. આપણા દેશની સંસદ દિલ્લીમાં આવેલા સંસદ ભવન(Parliament House)માં બેસે છે. તે દેશની સર્વોચ્ચ લોકશાહી સંસ્થા છે. સંસદ રાષ્ટ્રપ્રમુખ અને તેનાં બે ગૃહોની બનેલી છે. સંસદનું નીચલું ગૃહ લોકસભા અને ઉપલું ગૃહ રાજ્યસભા કહેવાય છે. આ બંને ગૃહના સભ્યને સામાન્ય રીતે સંસદ સભ્ય અથવા MP (Member of Parliament) કર્યો છે.

→ સરકારનાં ત્રણ અંગો છે :

 • ધારાસભા
 • કારોબારી અને
 • ન્યાયતંત્ર,

→ લોકસભાના સભ્યોની કુલ સંખ્યા 545 છે. આ સભ્યો દેશનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરે છે તેમજ 2 એંગ્લો-ઇન્ડિયન પ્રતિનિધિઓની પસંદગી રાષ્ટ્રપ્રમુખ દ્વારા કરવામાં આવે છે. સંસદની બેઠકો રાજ્યોની વસ્તીના આધારે નક્કી કરી દરેક રાજ્યને સમાન પ્રતિનિધિત્વ મળે તેવા પ્રયત્નો કરવામાં આવે છે.

→ લોકસભાના સભ્યોને લોકો સીધા – પ્રત્યક્ષ મતદાન દ્વારા ચૂંટે છે. તેથી લોકસભાને “હાઉસ ઓફ પીપલ્સ” તરીકે પણ ઓળખવામાં આવે છે.

GSEB Class 8 Social Science Notes Chapter 16 સંસદ અને કાયદો

→ લોકસભામાં ગુજરાતની 26 બેઠકો ફાળવવામાં આવી છે.

→ લોકસભાના સભ્યપદ માટેની લાયકાતો :

 • તે ભારતનો નાગરિક હોવો જોઈએ.
 • તેની ઉંમર 25 વર્ષ કે તેથી વધારે હોવી જોઈએ.
 • તે માનસિક રીતે અસ્થિર, નાદાર અને જેલની સજા પામેલ ગુનેગાર ન હોવો જોઈએ.
 • તે સરકારી પગારદાર કર્મચારી ન હોવો જોઈએ.

→ લોકસભાની મુદત લોકસભાની મુદત સામાન્ય રીતે પાંચ વર્ષની હોય છે, આમ છતાં, રાષ્ટ્રપ્રમુખ ખાસ સંજોગોમાં તેને પાંચ વર્ષની મુદત પહેલાં પણ બરખાસ્ત કરી શકે છે અથવા તેની મુદતમાં વધારો પણ કરી શકે છે.

→ લોકસભાના સભ્યોને જે-તે મતવિસ્તારના 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકો ગુપ્ત મતદાન પદ્ધતિથી ચૂંટે છે.

→ લોકસભાના સભ્યો પોતાનામાંથી લોકસભાના સ્પીકર (અધ્યક્ષ) અને ડેપ્યુટી સ્પીકર(ઉપાધ્યક્ષ)ને ચૂંટે છે.

→ લોકસભાનાં મુખ્ય કાર્યો:

 • લોકસભા સંધયાદીના વિષયો પર કાયદા ઘડવાનું કામ કરે છે.
 • તે દેશના લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નવા કાયદા ઘડે છે, વર્તમાન કાયદામાં ફેરફાર કરે છે અથવા તેમને રદબાતલ કરે છે.
 • તે મંત્રીમંડળના મંત્રીઓ – પ્રધાનોની કામગીરી પર અંકુશ અને નિયમન રાખે છે.
 • તે નાણામંત્રીએ રજૂ કરેલા દેશના અંદાજપત્ર(બજેટ – Budget)ને મંજૂર કરે છે. અંદાજપત્રને પ્રથમ લોકસભામાં રજૂ કરવામાં આવે છે. લોકસભામાં પસાર કર્યા પછી જ તેને રાજ્યસભામાં મોકલવામાં આવે છે.
 • જો લોકસભાને મંત્રીમંડળની કામગીરીથી સંતોષ ન હોય, તો તે મંત્રીમંડળ પર અવિશ્વાસની દરખાસ્ત [Vote of no Confidence) લાવવાની સત્તા ધરાવે છે. જો એ દરખાસ્ત પસાર થાય, તો મંત્રીમંડળને રાજીનામું આપવું પડે છે.
 • તે દેશના વિવિધ પ્રશ્નો વિશે ચર્ચા કરે છે; એ પ્રશ્નો સંબંધી તે મંત્રીઓનું ધ્યાન દોરે છે.
 • કેન્દ્ર સરકારે કોઈ પણ નાણાકીય બાબત માટે લોકસભાની મંજૂરી લેવી પડે છે.

→ રાજ્યસભાના સભ્યોની ચૂંટણી આડકતરી રીતે – પરોક્ષ રીતે થાય છે. રાજ્યસભાની કુલ સભ્ય સંખ્યા 250ની છે, જેમાંથી 238 સભ્યોની ચૂંટણી પ્રત્યેક રાજ્યની વિધાનસભાના સભ્યો તે રાજ્યની વસ્તીના ધોરણે કરે છે. બાકીના 12 સભ્યો તરીકે રાષ્ટ્રમ્રમુખ સાહિત્ય, વિજ્ઞાન, રમતગમત, કલા અને સામાજિક સેવા વગેરે ક્ષેત્રો સાથે સંકળાયેલા અને પોતાના ક્ષેત્રમાં વિશેષ જ્ઞાન, અનુભવ અને વિશિષ્ટ પ્રતિભા ધરાવનાર વ્યક્તિઓને નીમે છે. રાજ્યસભાને “કાઉન્સિલ ઓફ સ્ટેટ્સ’ના નામે પણ ઓળખવામાં આવે છે. રાજ્યસભામાં ગુજરાતને 11 બેઠકો ફાળવવામાં આવી છે.

→ રાજ્યસભાના સભ્યપદ માટેની લાયકાતોઃ

 • તે ભારતનો નાગરિક હોવો જોઈએ.
 • તેની ઉંમર 30 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.
 • તે માનસિક રીતે અસ્થિર, નાઘર અને જેલની સજા પામેલ ગુનેગાર ન હોવો જોઈએ,
 • તે સરકારી પગારદાર કર્મચારી ન હોવો જોઈએ.

→ રાજયસભાની મુદત : રાજ્યસભાના દરેક સભ્યની મુદત 6 વર્ષની છે. રાજ્યસભા કાયમી ગૃહ છે. તેનું ક્યારેય સંપૂર્ણ વિસર્જન (બરખાસ્ત) થતું નથી. પરંતુ દર બે વર્ષને અંતે તેના સભ્યોની કુલ સંખ્યાના ભાગના (ત્રીજા ભાગના સભ્યો નિવૃત્ત થાય – છે અને તેમની જગ્યાએ તેટલા જ બીજા નવા સભ્યો ચૂંટાય છે,

→ ભારતના ઉપરાષ્ટ્રપ્રમુખ હોદાની રૂએ રાજ્યસભાના સ્પીકર (અધ્યક્ષ) બને છે.

GSEB Class 8 Social Science Notes Chapter 16 સંસદ અને કાયદો

→ રાજયસભાનાં મુખ્ય કાર્યો:

 • રાજ્યસભા લોકસભાની જેમ નવા કાયદા ઘડવાનું, વર્તમાન કાયદામાં ફેરફાર કરવાનું અથવા તેમને રદબાતલ કરવાનું કાર્ય કરે છે.
 • રાજ્યસભાના સભ્યો સરકારની કામગીરી વિશે ચર્ચા કરે છે.
 • રાજ્યસભાના સભ્યો મંત્રીઓને વહીવટીતંત્રની કોઈ પણ બાબત વિશે પ્રશ્નો અને પૂરક પ્રશ્નો પૂછી શકે છે તેમજ પ્રજાના જાહેર હિત પ્રત્યે મંત્રીઓનું ધ્યાન દોરી શકે છે.
 • અંધજપત્રો સહિત તમામ નાણાકીય બાબતો અને વહીવટીતંત્ર પર અંકુશ અંગે રાજ્યસભાને લોકસભા કરતાં ઓછા અધિકારો મળેલા છે.

→ સંસદની ભૂમિકાઃ સંસદ બંધારણમાં દર્શાવેલ માર્ગદર્શન મુજબ કાર્યો કરે છે. એ માટે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવે છે. સંસદ નવા કાયદા ઘડવાનું, વર્તમાન કાયદામાં સુધારા કરવાનું તેમજ જૂના કાયદાઓને રદબાતલ કરવાનું મુખ્ય કાર્ય કરે છે, સંસદની મંજૂરી વિના કોઈ પણ ખરડો કાયદો બની શક્તો નથી. સંસદ અંદાજપત્ર(બજેટ)ના માધ્યમથી કારોબારી તંત્ર દ્વારા કરવામાં આવતા ખર્ચ પર નિયંત્રણ રાખે છે, સંસદસભ્યો સંસદમાં સરકારની નીતિઓની ચર્ચાઓ કરે છે, ચર્ચાનો પરથી સરકાર પોતાની ભૂલો અને ખામીઓ પ્રત્યે જાગૃત રહે છે.

→ રાષ્ટ્રપ્રમુખ: તેઓ દેશના પ્રથમ નાગરિક અને દેશના બંધારણીય વડા છે, દેશનો સમગ્ર વહીવટ રાષ્ટ્રપ્રમુખના નામે ચાલે છે.

→ રાષ્ટ્રપ્રમુખપદની લાયકાત :

  1. તે ભારતના નાગરિક હોવા જોઈએ,
  2. તેમની ઉંમર 35 વર્ષ કે તેથી વધારે હોવી જોઈએ,
  3. તે સંઘ સરકાર કે રાજ્ય સરકારના પગારદાર કર્મચારી ન હોવા જોઈએ.
  4. લોકસભા કે રાજ્યસભાના સભ્ય બની શકે તેટલી લાયકાત ધરાવતા હોવા જોઈએ.

2. તે સંસદ કે રાજ્યની ધારાસભાના સભ્ય ન હોવા જોઈએ. જો તે સભ્ય હોય, તો રાષ્ટ્રપ્રમુખ તરીકે ચુંટાય ત્યારે તેમને એ સભ્યપદેથી રાજીનામું આપવું પડે છે.

3. હોદાની મુદત પૂરી થતાં રાષ્ટ્રપ્રમુખ બીજી વખત પ્રમુખપદ માટે ઉમેદવારી કરી શકે છે.

→ રાષ્ટ્રપ્રમુખની સત્તા અને કાર્યો:

 • લોકસભામાં બહુમતી ધરાવતા પક્ષના કે સમૂહના નેતાને રાષ્ટ્રપ્રમુખ પ્રધાનમંત્રી તરીકે નીમે છે, પ્રધાનમંત્રીની સલાહ મુજબ તે અન્ય મંત્રીઓની નિમણૂક કરે છે અને તેમને શપથ લેવડાવે છે.
 • રાષ્ટ્રપ્રમુખ ત્રણેય સંરક્ષણ દળોના વડા છે. તે અન્ય રાષ્ટ્રો સામે યુદ્ધ જાહેર કરવાની, યુદ્ધ બંધ કરવાની કે સંધિ કરવાની સત્તા ધરાવે છે.
 • સર્વોચ્ચ અદાલત અને રાજ્યોની વી અદાલતના ન્યાયાધીશો, રાજ્યપાલો, ચૂંટણીપંચના મુખ્ય અધિકારીઓ, વિદેશોમાં ભારતના રાજદૂતો-એલચીઓ વગેરેની નિમણૂક રાષ્ટ્રપ્રમુખ કરે છે.
 • તેઓ સંસદનાં બંને ગૃહોની બેઠક બોલાવવાની અને મુલતવી રાખવાની તેમજ લોકસભાને બરખાસ્ત કરવાની સત્તા ધરાવે છે.
 • સમગ્ર દેશની કે તેના કોઈ પણ ભાગની સુરક્ષિતતા ભયમાં મુકાઈ ગઈ હોય ત્યારે રાષ્ટ્રપ્રમુખ જાહેરનામું બહાર પાડી દેશમાં કટોકટીની પરિસ્થિતિ જાહેર કરી શકે છે.
 • રાજ્યના મંત્રીમંડળને બરતરફ કરી રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખ શાસન સ્થાપી શકે છે અને રાજ્યનો વહીવટ પોતાને હસ્તક લઈ શકે છે.

GSEB Class 8 Social Science Notes Chapter 16 સંસદ અને કાયદો

→ રાષ્ટ્રપ્રમુખના હોદ્દાની મુદત : રાષ્ટ્રપ્રમુખ ચુંટાઈને જે દિવસે પોતાનો હોદો સ્વીકારે, તે દિવસથી પાંચ વર્ષની મુદત સુધી તે એ હોદા પર રહી શકે છે.

→ રાષ્ટ્રપ્રમુખ હોદા પર ચાલુ હોય ત્યાં સુધી તેમની પર કોઈ ફોજદારી મુકદમો ચલાવી શકાતો નથી કે તેમની ધરપકડ કે કેદનો હુકમ થઈ શકતો નથી.

→ રાષ્ટ્રપ્રમુખની ગેરહાજરીમાં ઉપરાષ્ટ્રપ્રમુખ ફરજ બજાવે છે. રાષ્ટ્રપ્રમુખ પોતાનું રાજીનામું ઉપરાષ્ટ્રપ્રમુખને સોંપે છે.

→ પ્રધાનમંત્રી સામાન્ય ચૂંટણીઓ પછી લોકસભામાં ચૂંટાઈ આવેલા બહુમતી પક્ષના કે સમૂહના નેતાને રાષ્ટ્રમુખ પ્રધાનમંત્રી તરીકે નીમે છે.

→ પ્રધાનમંત્રી સંઘની કારોબારીના મંત્રીમંડળનું નેતૃત્વ સંભાળતા હીવાથી સંઘ સરકારના વડા ગણાય છે.

→ ભારતના પ્રધાનમંત્રી(વડા પ્રધાન)નાં મુખ્ય કાર્યો:

 • પ્રધાનમંત્રી રાષ્ટ્રપ્રમુખના આમંત્રણથી પ્રધાનમંડળ રચે છે. તેઓ દરેક પ્રધાનને એક કે વધારે ખાતા ફાળવે છે. તેઓ પોતે પણ એક કે વધારે ખાતાંનો વહીવટ સંભાળે છે. રાખ્રમુખ ઔપચારિક રીતે પ્રધાનમંત્રીની સલાહ અનુસાર સમગ્ર પ્રધાનમંડળની નિમણૂક કરે છે.
 • પ્રધાનમંત્રી પ્રધાનોની પસંદગી કરવાનો, પ્રધાનોને તેમનાં પદ પર ચાલુ રાખવાનો, તેમનાં ખાતાં બદલવાનો તેમજ તેમને પદભ્રષ્ટ કરવાનો અધિકાર ધરાવે છે.
 • પ્રધાનમંડળની બેઠકોનું તેઓ અધ્યક્ષપદ સંભાળે છે. તેઓ અગત્યની બાબતો અંગે ચર્ચા કરી નીતિવિષયક નિર્ણયો લે છે.
 • તેઓ દરેક પ્રધાનના કામકાજ પર દેખરેખ રાખે છે અને સરકારની નીતિ અનુસાર કામ કરવા માટે દરેક પ્રધાનને માર્ગદર્શન આપે છે.
 • સંસદના સભ્યો સંસદની કાર્યવાહી દરમિયાન મંત્રીઓને રાજ્યવહીવટ સંબંધી પ્રશ્નો અને પેટાપ્રશ્નો પૂછે છે. એ પ્રશ્નોના જવાબ આપવા માટે પ્રધાનમંત્રી તેમજ જે-તે મંત્રી બંધારણીય જવાબદાર છે.

→ સ્પીકર – સભાપતિ : લોકસભાના સભ્યો પોતાની પહેલી બેઠકમાં પોતાનામાંથી એક સભ્યની સ્પીકર (અધ્યક્ષ) તરીકે ચૂંટણી કરે છે.

→ રાજ્યસભામાં સ્પીકર(અધ્યક્ષ)ની ચૂંટણી કરવામાં આવતી

નથી. બંધારણની જોગવાઈ મુજબ હોદાની રૂએ દેશના ઉપરાષ્ટ્રપ્રમુખ રાજ્યસભાના સ્પીકર (અધ્યક્ષ તરીકે જવાબદારી નિભાવે છે.

→ સંસદના જે-તે ગૃહમાં સ્પીકર તે ગૃહના સભ્યોને પ્રશ્નો પુછવાની મંજૂરી આપે છે. તેથી તે ગૃહના સભ્યો તેમના પ્રશ્નો સ્પીકરને ઉદેશીને પૂછે છે. તેઓ સીધા મંત્રીઓ કે પ્રધાનમંત્રીને પ્રશ્નો પૂછી શકતા નથી.

→ કોઈ સભ્ય ગૃહમાં અયોગ્ય વર્તન કરે તો સ્પીકર તેમને એક દિવસ અથવા આખા સત્ર માટે બરખાસ્ત કરી શકે છે.

→ સંસદ સભ્ય લોકસભાના હોય કે રાજ્યસભાના, તેમના અધિકારો સમાન હોય છે.

→ કાયદો ભારતમાં કાયદો ઘડવાની પ્રક્રિયા બ્રિટનની સંસદે વિકસાવેલી કાયદા ઘડવાની પદ્ધતિ પર આધારિત છે.

→ સમાજમાં વ્યક્તિગત અને સામૂહિક સ્વાતંત્ર્ય જાળવવાના ઉદ્દેશથી કાયદા ઘડવામાં આવે છે. સંસદ નવા કાયદા ઘડે છે, જરૂર જણાય ત્યાં જૂના કાયદા સુધારે છે કે તેમને રદબાતલ કરે છે.

→ આપણા દેશમાં કાયદ્ય માટે સમાનતાનો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે. કાયદા સમક્ષ સૌ નાગરિકો સમાન છે. કાયદા દરેક નાગરિકને સમાન અધિકાર આપે છે.

GSEB Class 8 Social Science Notes Chapter 16 સંસદ અને કાયદો

→ જો કાયદા મુજબ કામ ન થાય કે કોઈને અન્યાય થાય, તો દરેક નાગરિકે દેશના ન્યાયતંત્ર સમક્ષ દાદ-ફરિયાદ કરી શકે છે. ન્યાયતંત્ર કાયદાનું અર્થઘટન કરી ફરિયાદીને સાચો ન્યાય આપે છે.

→ આપણા દેશનો કાયદો “સૌ સમાન, સૌને સમ્માન”ની નીતિને આધારે કામ કરે છે. સમાજમાં શાંતિ, સલામતી અને એકતાનો આધાર કાયા પર રહેલો છે. કાયદો ઘડતી વખતે ભારતીય બંધારણનાં મૂલ્યોને કેન્દ્રમાં રાખવામાં આવે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *