Gujarat Board GSEB Class 8 Science Important Questions Chapter 3 સંશ્લેષિત (કૃત્રિમ) રેસાઓ અને પ્લાસ્ટિક Important Questions and Answers.
GSEB Class 8 Science Important Questions Chapter 3 સંશ્લેષિત (કૃત્રિમ) રેસાઓ અને પ્લાસ્ટિક
વિશેષ પ્રશ્નોત્તર
(A) હેતુલક્ષી પ્રશ્નો
પ્રશ્ન 1.
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધોઃ
(1) નીચેનામાંથી કૃત્રિમ રેસા કયા છે?
A. કપાસ
B. એક્રિલિક
C. શણ
D. ઊન
ઉત્તરઃ
B. એક્રિલિક
(2) કયા પ્રકારના રેસા કૃત્રિમ રેશમ તરીકે ઓળખાય છે?
A. રેયૉન
B. એક્રિલિક
C. નાયલૉન
D. ટેરિલીન
ઉત્તરઃ
A. રેયૉન
(3) લાકડાના માવા પર રાસાયણિક પ્રક્રિયા કરીને બનાવેલા માનવસર્જિત રેસા કયા છે?
A. પૉલિએસ્ટર
B. નાયલૉન
C. રેયૉન
D. એક્રિલિક
ઉત્તરઃ
C. રેયૉન
(4) નીચે પૈકી કયા રેસા સંશ્લેષિત રેસા નથી?
A. રેયૉન
B. નાયલૉન
C. એક્રિલિક
D. ઊન
ઉત્તરઃ
D. ઊન
(5) રેયોન રેસા કોના જેવા છે?
A. ઊન
B. રેશમ
C. શણ
D. કપાસ
ઉત્તરઃ
B. રેશમ
(6) રસોડામાં રસોઈ બનાવતી વખતે શામાંથી બનાવેલાં કપડાં પહેરવા જોઈએ નહિ?
A. સુતરાઉ
B. રેશમ
C. ટેરિલીન
D. ઊન
ઉત્તરઃ
C. ટેરિલીન
(7) નીચે પૈકી ક્યા માનવસર્જિત રેસા કુદરતી કાચા માલના ઉપયોગ વગર સૌપ્રથમ બનાવવામાં આવ્યા?
A. રેયૉન
B. પૉલિએસ્ટર
C. એક્રિલિક
D. નાયલૉન
ઉત્તરઃ
D. નાયલૉન
(8) રસોઈના વાસણોને નૉન-સ્ટિક પડ ચડાવવા શાનો ઉપયોગ થાય છે?
A. એક્રિલિક
B. ટેફ્લૉન
C. બેંકેલાઈટ
D. મેલેમાઇન
ઉત્તરઃ
B. ટેફ્લૉન
(9) PET એ શું છે?
A. પૉલિએસ્ટર
B. થરમૉસેટિંગ પ્લાસ્ટિક
C. થરમૉપ્લાસ્ટિક
D. નાયલૉન
ઉત્તરઃ
A. પૉલિએસ્ટર
(10) નીચે પૈકી થરમૉપ્લાસ્ટિક કયાં છે?
(i) પૉલિથીન
(ii) મેલેમાઇન
(iii) બેંકેલાઇટ
(iv) PVC
A. (i) અને (ii)
B. (i) અને (iv)
C. (ii) અને (ii)
D. (ii) અને (iv)
ઉત્તરઃ
B. (i) અને (iv)
(11) નીચે પૈકી થરમૉસેટિંગ પ્લાસ્ટિક ક્યાં છે?
(i) પૉલિથીન
(ii) બૅકેલાઈટ
(iii) PVC
(iv) મેલેમાઇન
A. (i ) અને (iv)
B. (ii) અને (iii)
C. (i) અને (iii)
D. (ii) અને (iv)
ઉત્તરઃ
D. (ii) અને (iv)
(12) પૉલિએસ્ટર અને કૉટન(કપાસ)નાં રેસાનું મિશ્રણ કયા નામથી ઓળખાય છે?
A. રિકોટ
B. પૉલિકોટ
C. પૉલિવુલ
D. ટેરિસિદ્ધ
ઉત્તરઃ
B. પૉલિકોટ
(13) અગ્નિશામક દળના જવાનોનાં કપડાં અગ્નિ-અવરોધક બનાવવા શાનો ઉપયોગ થાય છે?
A. પૉલિથીન
B. PVC
C. મેલેમાઇન
D. બેંકેલાઇટ
ઉત્તરઃ
C. મેલેમાઇન
(14) નીચે પૈકી કયા પ્લાસ્ટિકનો ઉપયોગ વિદ્યુત સ્વિચો બનાવવા થાય છે?
A. બેંકેલાઈટ
B. પૉલિથીન
C. PVC
D. મેલેમાઇન
ઉત્તરઃ
A. બેંકેલાઈટ
(15) સૂકા ખોરાક, અથાણાંનો સંગ્રહ કરવા માટે પ્લાસ્ટિકનાં પાત્રો વધુ અનુકૂળ છે. આ માટે નીચે આપેલા વિકલ્પો પૈકી કયો વિકલ્પ ખોટો છે?
A. કિંમતમાં સસ્તાં છે.
B. મજબૂતાઈ ધરાવે છે.
C. સરળતાથી વાપરી શકાય છે.
D. ધાતુ કરતાં વજનમાં ભારે છે.
ઉત્તરઃ
D. ધાતુ કરતાં વજનમાં ભારે છે.
(16) કપાસ અને કૃત્રિમ રેશમ વચ્ચે કઈ સામ્યતા છે?
A. બંને ગરમ કરતાં પીગળે છે.
B. બંને સેલ્યુલોઝમાંથી બનેલા છે.
C. બને જેવઅવિઘટનીય છે.
D. બંને એસ્ટર છે.
ઉત્તરઃ
B. બંને સેલ્યુલોઝમાંથી બનેલા છે.
(17) નીચે પૈકી શાનું રિસાઇકલ થઈ શકે નહિ?
A. પ્લાસ્ટિકનાં રમકડાંનું
B. પ્લાસ્ટિકની ખુરશીનું
C. કૂકરના હેન્ડલનું
D. પૉલિથીન બૅગનું
ઉત્તરઃ
C. કૂકરના હેન્ડલનું
(18) મોટી સંખ્યામાં લૂકોઝના એકમો જોડાવાથી મળતા પૉલિમર માટે કયો શબ્દ યોજાયો છે?
A. પ્રોટીન
B. ફ્રુક્ટોઝ
C. પૉલિએસ્ટર
D. સેલ્યુલોઝ
ઉત્તરઃ
D. સેલ્યુલોઝ
પ્રશ્ન 2.
યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરોઃ
(1) ઘણાં નાનાં એકમો (મોનોમર) જોડાઈને …………………… નામનો વિશાળ એકમ બનાવે છે.
ઉત્તરઃ
પૉલિમર
(2) કપાસ એ ………………………. તરીકે ઓળખાતો પૉલિમર છે.
ઉત્તરઃ
સેલ્યુલોઝ
(3) રેયૉન એ કુદરતી સ્ત્રોત …………………….. માંથી મળે છે.
ઉત્તરઃ
લાકડાના માવા
(4) પર્વતારોહણ માટેનાં દોરડાં બનાવવા ………………………. ના રેસાનો ઉપયોગ થાય છે.
ઉત્તરઃ
નાયલૉન
(5) રેયોન રેસાને ……………………… સાથે વણીને ચટાઈઓ બનાવવામાં આવે છે.
ઉત્તરઃ
ઊન
(6) નાયલોનનો દોરો ………………….. નાં વાયર કરતાં પણ મજબૂત હોય છે.
ઉત્તરઃ
સ્ટીલ
(7) ……………………….. એવાં રસાયણો છે જે ફળો જેવી સુગંધ ધરાવે છે.
ઉત્તરઃ
એસ્ટર
(8) એક્રિલિક રેસા કુદરતી રેસા ………………….. જેવા જ હોય છે.
ઉત્તરઃ
ઊન
(9) ………………… અને ……………………. પૉલિએસ્ટરનાં ખૂબ જ જાણીતાં સ્વરૂપ છે.
ઉત્તરઃ
PET, ટેરિલીન
(10) બધા જ સંશ્લેષિત રેસાઓ કાચા માલ ……………………. માંથી બનાવવામાં આવે છે.
ઉત્તરઃ
પેટ્રોકેમિકલ્સ
પ્રશ્ન 3.
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો. ખોટાં વિધાનો સુધારીને ફરીથી લખો:
(1) કપાસ સેલ્યુલોઝ તરીકે ઓળખાતો પૉલિમર છે.
(2) કાપડ ફક્ત કુદરતી રેસામાંથી બનાવાય છે.
(3) નાયલૉન રેસા સ્ટીલના તાર કરતાં પણ વધુ મજબૂત હોય છે.
(4) પૉલિએસ્ટર એ એસ્ટર નામના રસાયણના પુનરાવર્તી એકમોથી બને છે.
(5) એક્રિલિક રેસા ઊન કરતાં વધુ ટકાઉ છે.
(6) સંશ્લેષિત રેસામાંથી બનાવેલું કાપડ વધુ પ્રમાણમાં પાણી શોષે છે.
(7) પૉલિથીનમાંથી બનાવેલી વસ્તુને ગરમ કરી નરમ બનાવી શકાતી નથી.
(8) બેંકેલાઈટ ઉષ્મા અને વિદ્યુતનું અવાહક છે.
(9) પ્લાસ્ટિક જેવઅવિઘટનીય છે.
(10) સુતરાઉ થેલીને બદલે પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ વધારવો જોઈએ.
ઉત્તર:
ખરાં વિધાનો : (1), (3), (4), (5), (8), (9).
ખોટાં વિધાનોઃ (2), (6), (7), (10).
સુધારીને લખેલાં વિધાનોઃ
(2) કાપડ કુદરતી તેમજ સંશ્લેષિત રેસામાંથી બનાવાય છે.
(6) સંશ્લેષિત રેસામાંથી બનાવેલું કાપડ નહિવત્ પાણી શોષે છે.
(7) પૉલિથીનમાંથી બનાવેલી વસ્તુને ગરમ કરી નરમ બનાવી શકાય છે.
(10) પ્લાસ્ટિકની થેલીને બદલે સુતરાઉ થેલીનો ઉપયોગ વધારવો જોઈએ.
પ્રશ્ન 4.
નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર આપોઃ
(1) કાપડ શામાંથી બનાવવામાં આવે છે?
ઉત્તર:
રેસા
(2) સેલ્યુલોઝ કયા નાના એકમોના પુનરાવર્તનથી બનેલો પૉલિમર છે?
ઉત્તર:
લૂકોઝ
(3) રેયૉન રેસાને શાના રેસા સાથે વણીને ચાદર બનાવી શકાય છે?
ઉત્તર:
કપાસ
(4) ફળો જેવી સુગંધ આપે તેવા કાર્બનિક વર્ગ ધરાવતા રસાયણનું નામ શું છે?
ઉત્તર:
એસ્ટર
(5) સંશ્લેષિત રેસા એક્રિલિક કયા કુદરતી રેસા જેવા દેખાય છે?
ઉત્તર:
ઊન
(6) કયા પ્રકારનાં પ્લાસ્ટિકને કોઈ આકારમાં ઢાળ્યા પછી ગરમ કરીને નરમ બનાવી શકાતું નથી?
ઉત્તર:
થરમૉસેટિંગ પ્લાસ્ટિક
(7) મેલેમાઇન ક્યા પ્રકારનું પ્લાસ્ટિક છે?
ઉત્તર:
થરમૉસેટિંગ પ્લાસ્ટિક
(8) PVC એ કયા પ્રકારનું પ્લાસ્ટિક છે?
ઉત્તર:
થરમૉપ્લાસ્ટિક
પ્રશ્ન 5.
નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપોઃ
(1) માનવી દ્વારા બનાવેલા રેસાઓને કેવા રેસાઓ કહેવામાં આવે છે?
ઉત્તરઃ
માનવી દ્વારા બનાવેલા રેસાઓને સંશ્લેષિત રેસાઓ કહેવામાં આવે છે.
(2) કુદરતી રેસાનાં ઉદાહરણ આપો.
ઉત્તર:
કપાસ, ઊન, રેશમ, શણ, નારિયેળીના રેસા એ કુદરતી રેસા છે.
(3) પૉલિમર શું છે?
ઉત્તરઃ
ઘણાં નાના એકમો (મોનોમર) જોડાઈને બનેલા વિશાળ એકમને પૉલિમર કહે છે.
(4) સંશ્લેષિત રેસાઓનાં ચાર ઉદાહરણ આપો.
ઉત્તરઃ
રેયૉન, નાયલૉન, ટેરિલીન, એક્રિલિક સંશ્લેષિત રેસાઓ છે.
(5) શિયાળામાં પહેરવામાં આવતું સ્વેટર ઊન જેવું દેખાતું હોવા છતાં તે ઊનનું નથી. તો સ્વેટર શાનું બનેલું હશે?
ઉત્તર:
તે સ્વેટર એક્રિલિકનું બનેલું હશે.
(6) નીચે આપેલા રેસાઓને તેમની મજબૂતાઈના ચઢતા ક્રમમાં ગોઠવો નાયલૉન, કપાસ, ઊન, રેશમ.
ઉત્તરઃ
મજબૂતાઈના ચઢતા ક્રમમાં : ઊન, કપાસ, રેશમ, નાયલૉન.
(7) કુદરતી પૉલિમર કયું છે?
ઉત્તરઃ
સેલ્યુલોઝ એ કુદરતી પૉલિમર છે.
(8) રેયૉન કેવી રીતે મેળવવામાં આવે છે?
ઉત્તર:
લાકડાના માવા પર રાસાયણિક પ્રક્રિયા કરીને રેયૉન મેળવવામાં આવે છે.
(9) સામાન્ય રીતે મોજાં કયા રેસાનાં બનેલાં હોય છે?
ઉત્તરઃ
સામાન્ય રીતે મોજાં નાયલૉનનાં બનેલાં હોય છે.
(10) નાયલૉનમાંથી બનાવવામાં આવતી બે વસ્તુઓનાં નામ જણાવો.
ઉત્તરઃ
નાયલૉનમાંથી પ્રેરેશૂટ અને પર્વતારોહણ માટેનાં દોરડાં બનાવવામાં આવે છે.
(11) પૉલિએસ્ટર શું છે?
ઉત્તરઃ
પૉલિએસ્ટર એ એસ્ટર નામના રસાયણના પુનરાવર્તનથી બનેલા સંશ્લેષિત રેસા છે.
(12) સ્ટીલના તાર અને નાયલૉન રેસા પૈકી કોની મજબૂતાઈ વધારે છે?
ઉત્તરઃ
નાયલૉન રેસાની મજબૂતાઈ સ્ટીલના તાર કરતાં વધારે છે.
(13) પ્લાસ્ટિક શું છે?
ઉત્તર:
પ્લાસ્ટિક એ સંશ્લેષિત રેસા જેવું પૉલિમર છે, જેને કોઈ પણ ઘાટમાં ઢાળી શકાય છે.
(14) પ્લાસ્ટિકમાં એકમોની ગોઠવણી કેવી હોય છે?
ઉત્તર:
પ્લાસ્ટિકમાં એકમોની ગોઠવણી
- રેખિક
- અરેબિક (ક્રૉસલિંક) હોય છે.
(15) પ્લાસ્ટિકના બે પ્રકાર કયા છે?
ઉત્તરઃ
- થરમૉપ્લાસ્ટિક અને
- થરમૉસેટિંગ પ્લાસ્ટિક એ પ્લાસ્ટિકના બે પ્રકાર છે.
(16) થરમૉપ્લાસ્ટિકનાં બે ઉદાહરણ આપો.
ઉત્તરઃ
પોલિથીન અને PVC એ થરમૉપ્લાસ્ટિક છે.
(17) થરમૉસેટિંગ પ્લાસ્ટિકનાં બે ઉદાહરણ આપો.
ઉત્તર:
બેંકેલાઇટ અને મેલેમાઈન એ થરમૉસેટિંગ પ્લાસ્ટિક છે.
(18) પ્લાસ્ટિક પર્યાવરણ મિત્રતાવાળું (eco-friendly) નથી. શા માટે?
ઉત્તર:
પ્લાસ્ટિક જેવઅવિઘટનીય છે અને તેનું વિઘટન થતાં વર્ષો લાગે છે. તેથી તે પર્યાવરણ મિત્રતાવાળું નથી.
(B) ટૂંકજવાબી પ્રશ્નોઃ
પ્રશ્ન 1.
નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપોઃ
(1) સંશ્લેષિત રેસાઓ એટલે શું? ચાર ઉદાહરણ આપો.
ઉત્તરઃ
જે રેસા કુદરતી રેસા નથી પરંતુ પેટ્રોકેમિકલ્સ પર રાસાયણિક પ્રક્રિયા કરી બનાવવામાં આવે છે તેને સંશ્લેષિત રેસા કહે છે. ઉદાહરણ રેયૉન, એક્રિલિક, પૉલિએસ્ટર અને નાયલૉન.
(2) રેયૉન શું છે? તે કૃત્રિમ રેશમ તરીકે શા માટે ઓળખાય છે?
ઉત્તરઃ
લાકડાના માવા પર રાસાયણિક પ્રક્રિયા કરીને મેળવેલા સંશ્લેષિત રેસાને રેયૉન કહે છે. રેયોન રેસા કુદરતી રેસા રેશમ જેવા જ ગુણધર્મો ધરાવતું હોવાથી તે કૃત્રિમ રેશમ તરીકે ઓળખાય છે.
(૩) રેયૉન રેસાના ઉપયોગો જણાવો.
ઉત્તર:
રેયોન રેસાને કપાસના રેસા સાથે વણીને ચાદરો બનાવવામાં આવે છે. તેને ઊન સાથે વણીને ચટાઈઓ બનાવવામાં આવે છે.
(4) નાયલૉન રેસાના ગુણધર્મો જણાવો.
ઉત્તરઃ
ગુણધર્મોઃ
- નાયલૉન રેસા મજબૂત, સ્થિતિસ્થાપક અને હલકા હોય છે.
- આ રેસા ચમકદાર છે.
- તે સહેલાઈથી ધોઈ શકાય તેવા છે.
(5) નાયલૉન રેસાના ઉપયોગો જણાવો.
ઉત્તરઃ
ઉપયોગોઃ
- મોજાં, દોરડાં, તંબુ, ટૂથબ્રશની બનાવટમાં
- કારનાં સીટબેલ્ટ, પડદાની બનાવટમાં
- પેરેશૂટ અને પર્વતારોહણ માટેનાં મજબૂત દોરડાં બનાવવા.
(6) પૉલિએસ્ટર રેસાના ગુણધર્મો જણાવો.
ઉત્તર:
ગુણધર્મોઃ
- આ રેસામાંથી બનાવેલાં કપડાંમાં કરચલી પડતી નથી.
- ધોવામાં સરળ છે.
- આ રેસા પાણીનું શોષણ કરતા નથી. તેથી તેનાં બનાવેલાં કપડાં ધોયા પછી જલદી સૂકાઈ જાય છે.
(7) પૉલિએસ્ટર રેસાના ઉપયોગો જણાવો.
ઉત્તરઃ
ઉપયોગોઃ
- પહેરવાનાં કપડાં બનાવવા.
- બાટલી, પાતળી ફિલ્મ બનાવવા.
- વાયર તથા અન્ય ઉપયોગી વસ્તુઓ બનાવવા.
(8) PET શું છે? તેના ઉપયોગો જણાવો.
ઉત્તર:
PET એ પૉલિએસ્ટરનું જાણીતું સ્વરૂપ છે. તેનો ઉપયોગ બાટલીઓ, વાસણો, પાતળી ફિલ્મ, વાયરો બનાવવામાં થાય છે.
(9) એક્રિલિક રેસાના ઉપયોગો જણાવો.
ઉત્તરઃ
ઉપયોગો કુદરતી રેસા ઊનની અવેજીમાં એક્રિલિક રેસા સ્વેટર, શાલ, બળા વગેરે બનાવવા થાય છે. આ રેસા ઊન કરતાં સસ્તા છે.
(10) સંશ્લેષિત રેસાઓનો સૌથી મોટો ગેરફાયદો કયો છે?
ઉત્તરઃ
સંશ્લેષિત રેસા ગરમ કરતાં પીગળે છે. સંશ્લેષિત રેસામાંથી બનાવેલા કપડાંને આગ લાગે, તો તે પીગળીને પહેરનાર વ્યક્તિના શરીર સાથે ચોંટી જાય છે, જે ભારે આપત્તિરૂપ છે.
(11) 5Rનો સિદ્ધાંત શું છે?
ઉત્તર:
5Rનો સિદ્ધાંત એટલે Reduce, Reuse, Recycle, Recover અને Refuse.
Reduce: જૈવઅવિઘટનીય પદાર્થોનો વપરાશ ઘટાડો; Reuse: એક જ પદાર્થનો વારંવાર ઉપયોગ કરો; Recycle: રિસાઇકલ કરી શકાય તેવી વસ્તુઓ વાપરો; Recover: વાપરી શકાય તેવી વસ્તુઓને ફરી પ્રાપ્ત કરો. Refuse: ના પાડવી. પર્યાવરણને હાનિકારક હોય તેવાં ઉત્પાદનો ખરીદવાની ના પાડવી.
પ્રશ્ન 2.
વૈજ્ઞાનિક કારણો આપી સમજાવોઃ
(1) કુદરતી રેસા કરતાં સંશ્લેષિત રેસામાંથી બનાવેલાં કપડાં વધુ લોકપ્રિય બન્યાં છે.
ઉત્તરઃ
- સંશ્લેષિત રેસામાંથી બનાવેલાં કપડાં કુદરતી રેસામાંથી બનાવેલાં કપડાં કરતાં ઓછાં ખર્ચાળ છે.
- તેમને સહેલાઈથી ધોઈ શકાય છે અને ઓછી સારસંભાળ માગે છે.
- ટકાઉ છે અને સરળતાથી ઉપલબ્ધ છે.
- આ છે કપડાંને વારંવાર ઇસ્ત્રી કરવી પડતી નથી. આ કારણોને લીધે કુદરતી રેસા કરતાં સંશ્લેષિત રેસામાંથી બનાવેલાં કપડાં વધુ લોકપ્રિય બન્યાં છે.
(2) રસોડામાં કે પ્રયોગશાળામાં કામ કરતી વખતે સિથેટિક કપડાં (સંશ્લેષિત રેસામાંથી બનાવેલાં કપડાં) પહેરવાં જોઈએ નહિ.
ઉત્તરઃ
- સંશ્લેષિત રેસા ગરમ થવાથી પીગળે છે.
- સિથેટિક કપડાં સળગે ત્યારે પીગળીને પહેરનારના શરીર સાથે ચોંટી જાય છે, જે ખૂબ જ નુકસાનકારક છે.
- રસોડામાં અને પ્રયોગશાળામાં સિક્વેટિક કપડાં સળગવાની શક્યતા હોવાથી ત્યાં આવાં કપડાં પહેરવાં જોઈએ નહિ.
(3) તવાનો હાથો બનાવવા થરમૉપ્લાસ્ટિકનો ઉપયોગ થતો નથી.
ઉત્તરઃ
- તવાનો ઉપયોગ ગરમ કરવા માટે થાય છે.
- થરમૉપ્લાસ્ટિક ગરમ કરતાં સરળતાથી વિકૃત થઈ તૂટી જાય છે.
- તવાને ગરમ કરતાં તેનો હાથો પણ ગરમ થાય છે.
- હાથો થરમૉપ્લાસ્ટિકનો બનાવેલો હોય, તો તે તૂટી જાય અને અકસ્માત થવાનો ભય રહે છે. આ કારણે તવાનો હાથો બનાવવા થરમૉપ્લાસ્ટિકનો ઉપયોગ થતો નથી.
પ્રશ્ન 3.
યોગ્ય જોડકાં બનાવો:
(1)
કૉલમ ‘A’ |
કૉલમ ‘B’ |
(1) સેલ્યુલોઝ | (a) વિદ્યુત સ્વિચો, વિવિધ વાસણોના હાથા બનાવવા |
(2) બૅકેલાઈટ | (b) રમકડાં, કાંસકા વગેરે બનાવવા |
(3) એક્રિલિક | (c) લૂકોઝના મોટી સંખ્યામાં એકમોનું જોડાણ |
(4) PVC | (d) સ્વેટર, શાલ, ધાબળા બનાવવા |
ઉત્તરઃ
(1) → (c), (2) → (a), (3) → (d), (4) → (b).
(2)
કૉલમ ‘A’ |
કૉલમ ‘B’ |
(1) કપાસ | (a) થરમૉસેટિંગ પ્લાસ્ટિક |
(2) બેંકેલાઇટ | (b) થરમૉપ્લાસ્ટિક |
(3) પૉલિથીન | (c) પ્રાણીજન્ય રેસા |
(4) રેશમ | (d) વનસ્પતિજન્ય રેસા |
ઉત્તરઃ
(1) → (d), (2) → (a), (3) → (b), (4) → (c).
(C) વિસ્તૃત પ્રશ્નો
પ્રશ્ન 1.
નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો:
(1) સંશ્લેષિત રેસાઓ શું છે? તેના પ્રકાર અને ઉપયોગ જણાવો.
ઉત્તરઃ
જે રેસા કુદરતી રેસા નથી પરંતુ પેટ્રોકેમિકલ્સ પર રાસાયણિક પ્રક્રિયા કરી બનાવવામાં આવે છે તેને સંશ્લેષિત રેસા કહે છે. ઉદાહરણ રેયૉન, એક્રિલિક, પૉલિએસ્ટર અને નાયલૉન.
રેયોન રેસાને કપાસના રેસા સાથે વણીને ચાદરો બનાવવામાં આવે છે. તેને ઊન સાથે વણીને ચટાઈઓ બનાવવામાં આવે છે.
ઉપયોગોઃ
- મોજાં, દોરડાં, તંબુ, ટૂથબ્રશની બનાવટમાં
- કારનાં સીટબેલ્ટ, પડદાની બનાવટમાં
- પેરેશૂટ અને પર્વતારોહણ માટેનાં મજબૂત દોરડાં બનાવવા.
ઉપયોગોઃ
- પહેરવાનાં કપડાં બનાવવા.
- બાટલી, પાતળી ફિલ્મ બનાવવા.
- વાયર તથા અન્ય ઉપયોગી વસ્તુઓ બનાવવા.
ઉપયોગો કુદરતી રેસા ઊનની અવેજીમાં એક્રિલિક રેસા સ્વેટર, શાલ, બળા વગેરે બનાવવા થાય છે. આ રેસા ઊન કરતાં સસ્તા છે.
(2) સંશ્લેષિત રેસાઓના ગુણધર્મો જણાવો.
ઉત્તરઃ
સંશ્લેષિત રેસાઓના ગુણધર્મો નીચે મુજબ છે :
- ઓછું પાણી શોષે છે અને ઝડપથી સૂકાઈ જાય છે.
- તેઓ ટકાઉ છે.
- તેઓ ઓછાં ખર્ચાળ છે.
- તેઓ સરળતાથી ઉપલબ્ધ છે.
- તેઓની જાળવણી (સાચવણી) સહેલી છે.
- તેઓ વજનમાં હલકાં અને ટકાઉ છે.
- તેઓ પર સૂક્ષ્મ જીવોની અસર થતી નથી.
(૩) પ્લાસ્ટિક એટલે શું? પ્લાસ્ટિકમાં એકમોની ગોઠવણીની આકૃતિ દોરો. પ્લાસ્ટિકના પ્રકાર જણાવો. દરેકનાં ઉદાહરણ આપો.
ઉત્તર:
પ્લાસ્ટિક એ સંશ્લેષિત રેસા જેવું પૉલિમર છે, જેને કોઈ પણ ઘાટમાં ઢાળી શકાય છે.
- થરમૉપ્લાસ્ટિક અને
- થરમૉસેટિંગ પ્લાસ્ટિક એ પ્લાસ્ટિકના બે પ્રકાર છે.
પોલિથીન અને PVC એ થરમૉપ્લાસ્ટિક છે.
બેંકેલાઇટ અને મેલેમાઈન એ થરમૉસેટિંગ પ્લાસ્ટિક છે.
[આકૃતિ 3.2 પ્લાસ્ટિકમાં એકમોની ગોઠવણી]
(4) પ્લાસ્ટિકના ગુણધર્મો જણાવો.
ઉત્તર:
પ્લાસ્ટિકના ગુણધર્મો નીચે મુજબ છે :
- તે રાસાયણિક દષ્ટિએ નિષ્ક્રિય છે. તેને કાટ લાગતો નથી.
- હલકું, મજબૂત અને ટકાઉ છે.
- કોઈ પણ આકાર કે કદમાં ઢાળી શકાય છે.
- વિવિધ રંગમાં બનાવી શકાય છે.
- ધાતુ કરતાં સસ્તું છે.
- વજનમાં હલકું હોવાથી હેરફેર માટે ખૂબ જ સરળ છે.
(5) આધુનિક સમયમાં ધાતુનું સ્થાન પ્લાસ્ટિકે લીધું છે. સમજાવો.
ઉત્તરઃ
ધાતુની સરખામણીએ પ્લાસ્ટિકના નીચે જણાવેલા ફાયદાને કારણે ધાતુનું સ્થાન પ્લાસ્ટિક લીધું છેઃ
- પ્લાસ્ટિક રાસાયણિક દષ્ટિએ નિષ્ક્રિય હોવાથી પ્લાસ્ટિકના વાસણમાં ભરેલા પદાર્થો પર પ્લાસ્ટિકની અસર થતી નથી. તેને કાટ લાગતો નથી.
- ધાતુની તુલનામાં સસ્તું છે.
- વજનમાં હલકું હોવાથી સહેલાઈથી હેરફેર કરી શકાય છે.
- તેની વસ્તુઓ વિવિધ રંગની, આકર્ષક દેખાવની બનાવી શકાય છે.
- તેને વિવિધ આકાર અને કદમાં સરળતાથી ઢાળી શકાય છે.
- તેનું રિસાઇકલિંગ કરી શકાતું હોવાથી, તેનો ભંગાર પણ ઉપયોગી બને છે.
(6) પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે કઈ બાબતો ધ્યાનમાં રાખશો?
ઉત્તરઃ
પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખીશું:
- બજારમાંથી વસ્તુઓ ખરીદવા માટે વેપારી પાસેથી પૉલિથીન બૅગ ન લેવી પડે તે માટે ઘરેથી કાપડની થેલી લઈ જઈશું.
- વપરાયેલી પ્લાસ્ટિકની થેલીઓ અન્ય કામમાં ફરી વાપરીશું.
- પ્લાસ્ટિકની તૂટેલી વસ્તુઓ સમારકામ થઈ શકે તેવી હોય, તો સમારકામ કરાવી ફરીથી ઉપયોગમાં લઈશું.
- પ્લાસ્ટિકની નકામી વસ્તુઓનું રિસાઈકલ થઈ શકે તે માટે ભંગાર લેનારને આપીશું.
(7) પ્લાસ્ટિકના ગેરફાયદા જણાવો.
ઉત્તરઃ
- પ્લાસ્ટિકનો કચરો જૈવઅવિઘટનીય છે.
- જમીનમાં દટાયેલો પ્લાસ્ટિકનો કચરો વર્ષો સુધી એ જ સ્થિતિમાં રહી જમીનને પ્રદૂષિત કરે છે.
- પ્લાસ્ટિકનાં પાત્રોમાં રાખેલા ખાદ્ય પદાર્થો, પીણાં માનવીના સ્વાથ્યને નુકસાન પહોંચાડે છે.
- પ્લાસ્ટિકનું દહન ધીમું થાય છે. સરળતાથી સંપૂર્ણ દહન થતું નથી.
- પ્લાસ્ટિકના દહન દરમિયાન ઘણા ઝેરી ધુમાડા વાતાવરણમાં ભળી વાતાવરણને પ્રદૂષિત કરે છે.
[આકૃતિ 3.3: પ્લાસ્ટિકનો કચરો જૈવઅવિઘટનય].
HOTS પ્રકારના પ્રશ્નોત્તર
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે માં લખો
પ્રશ્ન 1.
કયા રેસા કૃત્રિમ ઊન તરીકે વપરાય છે?
A. એક્રિલિક
B. રેયૉન
C. નાયલૉન
D. ટેરિલીન
ઉત્તરઃ
A. એક્રિલિક
પ્રશ્ન 2.
પૉલિમર જે નાના એકમોનો બનેલો છે તે નાના એકમોને શું કહે છે?
A. અણુ
B. કોષ
C. મોનોમર
D. પડ
ઉત્તરઃ
C. મોનોમર
પ્રશ્ન 3.
નીચે પૈકી કુદરતી રેસા કયા છે?
A. નાયલૉન
B. PVC
C. પૉલિથીન
D. ઊન
ઉત્તરઃ
D. ઊન
પ્રશ્ન 4.
નીચે પૈકી કયું જેવઅવિઘટનીય છે?
A. પ્લાસ્ટિક
B. સુતરાઉ કાપડ
C. કાગળ
D. લાકડું
ઉત્તરઃ
A. પ્લાસ્ટિક
પ્રશ્ન 5.
નીચે પૈકી કયા કુદરતી રેસા વનસ્પતિજન્ય છે?
A. ઊન
B. રેયૉન
C. કપાસ
D. રેશમ
ઉત્તર:
C. કપાસ