GSEB Class 7 Social Science Notes Chapter 3 મુઘલ સામ્રાજ્ય

This GSEB Class 7 Social Science Notes Chapter 3 મુઘલ સામ્રાજ્ય covers all the important topics and concepts as mentioned in the chapter.

મુઘલ સામ્રાજ્ય Class 7 GSEB Notes

→ અકસ્માતે મૃત્યુ પામ્યો હતો. તેના પછી કોઈ શક્તિશાળી શાસક ગાદી પર આવ્યો નહિ.

→ ઈ. સ. 1555માં હુમાયુએ દિલ્લી અને આગ્રા ઉપર આક્રમણ કરી, અફઘાનોને હરાવીને ફરીથી મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી હતી.

→અકબરનો જન્મ ઈ. સ. 1542માં અમરકોટના હિંદુ રાજપૂત રાજાના ઘેર થયો હતો. તે માત્ર 14 વર્ષની વયે દિલ્હીની ગાદીએ બેઠો હતો. અકબર અને હેમુ વચ્ચે ઈ. સ. 1556માં પાણીપતનું બીજું યુદ્ધ થયું હતું, જેમાં અકબરનો વિજય થયો હતો. અકબર અને મેવાડના રાણા પ્રતાપ વચ્ચે હલ્દીઘાટીનું યુદ્ધ થયું હતું. તેમાં અકબરનો વિજય થયો હતો.

→ અકબરે હિંદુઓ પ્રત્યે ઉદારનીતિ અપનાવી હતી. તેણે રાજપૂતો સાથે સામાજિક સંબંધો બાંધ્યા હતા તેમજ રાજપૂતોને સૈન્યમાં ઊંચાં પદો પર નીમ્યા હતા.

→ અકબર બિનસાંપ્રદાયિક રાજા હતો. તેણે દીન-એ-ઇલાહી નામનો નવો સંપ્રદાય સ્થાપ્યો હતો. તેણે રામાયણ, મહાભારત, અથર્વવેદ, પંચતંત્ર તેમજ બાઇબલ અને કુરાન જેવા મહાન ગ્રંથોનો ફારસી ભાષામાં અનુવાદ કરાવ્યો હતો.

GSEB Class 7 Social Science Notes Chapter 3 મુઘલ સામ્રાજ્ય

→ અકબર સમાજસુધારક પણ હતો. તેણે બાળલગ્ન અને સતીપ્રથાનો વિરોધ કર્યો હતો. તેણે યાત્રાવેરો નાબૂદ કર્યો હતો. બળજબરીપૂર્વક ધર્માતરણ પર તેણે પ્રતિબંધ મૂક્યો હતો. ઈ. સ. 1605માં અકબરનું અવસાન થયું હતું.

→ જહાંગીરનો શાસનકાળ ઈ. સ. 1605થી ઈ. સ. 1627 સુધીનો હતો. જહાંગીરે અકબરની નીતિઓને ચાલુ રાખીને હિંદુઓ સાથે સારા સંબંધો સ્થાપિત કર્યા હતા. તેણે અકબરના સમયના સામ્રાજ્યને વિસ્તારવા અસમ અને દક્ષિણ ભારતના ગોલકોંડા સુધી વિજય મેળવ્યા હતા.

→ જહાંગીરની પત્ની નૂરજહાં ચતુર અને પ્રતિભાશાળી હતી. જહાંગીરના સમયમાં અનેક કલાઓનો વિકાસ થયો હતો. તેમાં અકસ્માતે મૃત્યુ પામ્યો હતો. તેના પછી કોઈ શક્તિશાળી શાસક ગાદી પર આવ્યો નહિ.

→ઈ. સ. 1555માં હુમાયુએ દિલ્લી અને આગ્રા ઉપર આક્રમણ કરી, અફઘાનોને હરાવીને ફરીથી મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી હતી.

→ અકબરનો જન્મ ઈ. સ. 1542માં અમરકોટના હિંદુ રાજપૂત રાજાના ઘેર થયો હતો. તે માત્ર 14 વર્ષની વયે દિલ્હીની ગાદીએ બેઠો હતો. અકબર અને હેમુ વચ્ચે ઈ. સ. 1556માં પાણીપતનું બીજું યુદ્ધ થયું હતું, જેમાં અકબરનો વિજય થયો હતો.

→ અકબર અને મેવાડના રાણા પ્રતાપ વચ્ચે હલ્દીઘાટીનું યુદ્ધ થયું હતું. તેમાં અકબરનો વિજય થયો હતો.

→ અકબરે હિંદુઓ પ્રત્યે ઉદારનીતિ અપનાવી હતી. તેણે રાજપૂતો સાથે સામાજિક સંબંધો બાંધ્યા હતા તેમજ રાજપૂતોને સૈન્યમાં ઊંચાં પદો પર નીમ્યા હતા.

→ અકબર બિનસાંપ્રદાયિક રાજા હતો. તેણે “દીન-એ-ઇલાહી’ નામનો નવો સંપ્રદાય સ્થાપ્યો હતો. તેણે રામાયણ, મહાભારત, અથર્વવેદ, પંચતંત્ર તેમજ બાઇબલ અને કુરાન જેવા મહાન ગ્રંથોનો ફારસી ભાષામાં અનુવાદ કરાવ્યો હતો.

→અકબર સમાજસુધારક પણ હતો. તેણે બાળલગ્ન અને સતીપ્રથાનો વિરોધ કર્યો હતો. તેણે યાત્રાવેરો નાબૂદ કર્યો હતો. બળજબરીપૂર્વક ધર્માતરણ પર તેણે પ્રતિબંધ મૂક્યો હતો. ઈ. સ. 1605માં અકબરનું અવસાન થયું હતું.

→ જહાંગીરનો શાસનકાળ ઈ. સ. 1605થી ઈ. સ. 1627 સુધીનો હતો. જહાંગીરે અકબરની નીતિઓને ચાલુ રાખીને હિંદુઓ સાથે સારા સંબંધો સ્થાપિત કર્યા હતા. તેણે અકબરના સમયના સામ્રાજ્યને વિસ્તારવા અસમ અને દક્ષિણ ભારતના ગોલકોંડા સુધી વિજય મેળવ્યા હતા.

→ જહાંગીરની પત્ની નૂરજહાં ચતુર અને પ્રતિભાશાળી હતી. જહાંગીરના સમયમાં અનેક કલાઓનો વિકાસ થયો હતો. તેમાં ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થયો હતો. જહાંગીર પોતે પણ મહાન ચિત્રકાર હતો.

→ ઈ. સ. 1627માં જહાંગીરનું અવસાન થતાં તેનો પુત્ર શાહજહાં ગાદીએ આવ્યો હતો.

→ શાહજહાંનું હુલામણું નામ ખુર્રમ હતું. તેણે દક્ષિણ ભારતમાં વિજયો મેળવ્યા હતા.

→ શાહજહાં કલા-સ્થાપત્યનો પ્રેમી હતો. તેણે તેની પત્ની મુમતાજ મહલના અવસાન પછી તેની યાદમાં વિશ્વપ્રસિદ્ધ તાજમહાલનું નિર્માણ કરાવ્યું હતું, જે દુનિયાની અજાયબી ગણાય છે.

GSEB Class 7 Social Science Notes Chapter 3 મુઘલ સામ્રાજ્ય

→ ઔરંગઝેબ અને તેના ભાઈઓ દારા શિકોહ, મુરાદ અને સુજા વચ્ચે રાજ્યસત્તા માટે સંઘર્ષ થયો હતો, જેમાં ઔરંગઝેબ સફળ થયો હતો.

→ ઔરંગઝેબે પચાસેક વર્ષ રાજ્ય કર્યું હતું. આ સમયે મુઘલ સામ્રાજ્યનો વિસ્તાર ઉત્તરે કશ્મીરથી દક્ષિણે જિજી અને પૂર્વમાં ચટ્ટગાંવથી પશ્ચિમના હિંદુકુશ પર્વતમાળા સુધી થયેલો હતો.

→ ઔરંગઝેબ અત્યંત સાદું જીવન જીવતો હતો. તેણે અકબરની ધાર્મિક નીતિઓ છોડીને ધાર્મિક અસહિષ્ણુતા દાખલ કરી હતી. તે સંગીતકલા, મૂર્તિપૂજા અને ધાર્મિક ઉત્સવોનો વિરોધી હતો.

→ ઔરંગઝેબના સમયમાં ઘણા વિદ્રોહો થયા હતા. આમ છતાં, તેણે લાંબા સમય સુધી ભારતના મોટા ભાગ પર શાસન કર્યું હતું. ઈ. સ. 1707માં ઔરંગઝેબના અવસાન બાદ મુઘલ સામ્રાજ્યના પતનનો આરંભ થયો હતો.

→ મેવાડના રાણા સંગ્રામસિંહ બાબરના સમકાલીન હતા. તેઓ રાણા સાંગા’ તરીકે ઓળખાતા હતા. રાણા સાંગા વીર યોદ્ધા હતા, છતાં બાબર સામે ખાનવાના યુદ્ધમાં તેમની હાર થઈ હતી.

→ મુઘલ સામ્રાજ્યના શક્તિશાળી શાસક અકબરની સામે વીરતાથી લડનાર મહારાણા પ્રતાપ મેવાડના પ્રતાપી રાજવી હતા.

→ અકબર અને મહારાણા પ્રતાપ વચ્ચે ઈ. સ. 1576માં હલ્દીઘાટીનું યુદ્ધ થયું હતું, જેમાં અકબરનો વિજય થયો હતો. પરંતુ મહારાણા પ્રતાપે ઉદેપુરની આસપાસના વિસ્તારોમાં સત્તા સ્થાપીને સંઘર્ષ ચાલુ રાખ્યો હતો.

→ ઈ. સ. 1576ના હલ્દીઘાટીના પરાજય બાદ મહારાણા પ્રતાપે ગોગુંડામાં રાજધાની સ્થાપી હતી. એ પછી તેમણે ચાવંડમાં રાજધાની સ્થાપી હતી.

→ મહારાણા પ્રતાપે જીવનના અંત સુધી મુઘલો સામે સંઘર્ષ ચાલુ રાખ્યો હતો. માત્ર 51 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું.

→ વીર દુર્ગાદાસ રાઠોડ મારવાડના શાસક જસવંતસિંહના મંત્રી અશકરણ રાઠોડના પુત્ર હતા. તેમની તુલના રાણા પ્રતાપ સાથે કરવામાં આવે છે.

→ છત્રપતિ શિવાજી મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા. તેમનો જન્મ ઈ. સ. 1627માં શિવનેરી કિલ્લામાં થયો હતો. શિવાજીની માતાનું નામ જીજાબાઈ અને પિતાનું નામ શાહજી હતું. શિવાજીના ગુરુનું નામ સમર્થ સ્વામી રામદાસ અને દાદાનું નામ કોંડદેવ હતું.

→ શિવાજીએ નાની જાગીરમાંથી મરાઠા રાજ્યના વિસ્તાર માટે 40થી વધારે કિલ્લાઓ જીત્યા હતા. તેમણે ઔરંગઝેબ અને બીજાપુરના સુલતાન સાથે યુદ્ધ કરીને વિજય પ્રાપ્ત કર્યા હતા.

→ ઈ. સ. 1665માં ઔરંગઝેબ સામે હાર થતાં, શિવાજીને જેલમાં પૂરવામાં આવ્યા હતા, પણ ચાલાકીથી તેઓ છટકી જઈ ફરીથી તેમણે મોઘલો સામે મોરચો માંડી વિજય મેળવ્યા હતા. ઈ. સ. 1674માં શિવાજીનો રાજગઢમાં રાજ્યાભિષેક થયો અને તેઓ હિંદુ સમ્રાટ તરીકે પ્રખ્યાત થયા.

→ શિવાજી મહાન રાજ્યકર્તા અને વિજેતા હતા. તેમણે રાજ્યવહીવટ માટે અષ્ટપ્રધાન મંડળની રચના કરી હતી. ઈ. સ. 1680માં શિવાજીનું અવસાન થયું હતું.

→ મુઘલ સામ્રાજ્યમાં બાદશાહ સર્વોચ્ચ સેનાપતિ અને ન્યાયાધીશ હતો. દીવાન-એ-વઝીરે-કુલ તરીકે ઓળખાતો વજીર બાદશાહ અને વહીવટીતંત્ર વચ્ચે તાલમેલ રાખતો.

GSEB Class 7 Social Science Notes Chapter 3 મુઘલ સામ્રાજ્ય

→ મુઘલ સેનાના વડાને મીરબલ કહેવામાં આવતો, જે સેનાના અધિકારીઓ અને સૈનિકોની ભરતી કરતો હતો.

→ મુઘલ વહીવટીતંત્રના ગુપ્તચરો વાકિયાનવીસ તરીકે ઓળખાતા. બાદશાહની અંગત જરૂરિયાતનું ધ્યાન રાખવા મીર-એ-સામાન

→ અકબરે મનસબદારી નામની નવી મહેસૂલી વ્યવસ્થાનો આરંભ કર્યો હતો. આ વ્યવસ્થામાં મહેસૂલનો દર વાર્ષિક ઊપજના , ભાગ જેટલો હતો.

→ અકબરની મહેસૂલી વ્યવસ્થાના સ્થાપક ટોડરમલ હતો. મનસબ એટલે જાગીર, મનસબદાર એ જાગીરનો વડો અધિકારી ગણાતો. મનસબદાર જાગીરમાંથી મહેસૂલ ઉઘરાવવાનું અને તે વિસ્તારનો કાયદો અને વ્યવસ્થાને જાળવવાનું કાર્ય કરતો.

→મનસબદાર તેના વિસ્તારનો વડો ન્યાયાધીશ હતો. મુઘલ શાસનમાં મનસબદારની વ્યવસ્થા વિશ્વમાં અનોખી અને સૌથી વધારે વેતન ધરાવતી હતી.

→ મુઘલયુગ દરમિયાન ભારતીય સંસ્કૃતિ વિવિધ રીતે વિકસી હતી. આ સમયે હિંદુ અને મુસ્લિમ સંસ્કૃતિનો સમન્વય થયો હતો, જે ગંગા-જમુના સંસ્કૃતિ તરીકે ઓળખાય છે.

→ બાબરે આગરા અને લાહોરમાં બગીચા બનાવડાવ્યા હતા.

→ શેરશાહે સસારામમાં મકબરો અને દિલ્લીમાં એક મસ્જિદ બનાવડાવી હતી.

→ અકબરે આગરામાં કિલ્લો બંધાવ્યો હતો. તેણે ગુજરાત પરના વિજયની યાદમાં ફતેહપુર સિક્રીમાં ભવ્ય બુલંદ દરવાજો બનાવડાવ્યો હતો. આ ઉપરાંત, તેણે ત્યાં સલીમ ચિશ્તીની દરગાહ, મસ્જિદ અને પંચમહલ બનાવડાવ્યાં હતાં.

→ શાહજહાંનો સમય સ્થાપત્યનો સુવર્ણયુગ ગણાય છે. તેણે તાજમહાલ, મોતી મસ્જિદ, લાલ કિલ્લો(દિલ્લી)નું નિર્માણ કરાવ્યું હતું.

→ ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં રાબિયા-ઉદ્ દોરાનનો તાજમહાલ જેવો કલાત્મક મકબરો બનાવડાવ્યો હતો.

→ મુઘલ ચિત્રકલા ખૂબ પ્રખ્યાત હતી. અકબરના સમયમાં જસવંત અને બસાવન અને જહાંગીરના સમયમાં મનસૂર નામના મહાન ચિત્રકારો થઈ ગયા. અકબરના ચિત્રકારોએ ફારસી કથાઓ, મહાભારતનાં અનુવાદનાં પુસ્તકો અને અકબરનામાનાં ઘણાં ચિત્રો દોર્યા હતાં. જહાંગીરે એક ચિત્રશાળાની સ્થાપના કરી હતી.

→મુઘલ શાસકોએ સાહિત્યને ખૂબ ઉત્તેજન આપ્યું હતું. મુઘલ શાસકો સારા લેખકો હતા. આ સમયે ફારસી, હિન્દી, અરબી અને અન્ય ભારતીય ભાષાનો વિકાસ થયો હતો.

→ અબુલ ફઝલે “અકબરનામા’ નામની અકબરની જીવનકથા લખી હતી. મરાઠીમાં એકનાથે, જ્ઞાનેશ્વર અને સ્વામી રામદાસે તેમજ બંગાળીમાં ચૈતન્ય મહાપ્રભુએ અને ગુજરાતીમાં નરસિંહ મહેતા વગેરેએ ભક્તિ સાહિત્યની રચના કરી હતી.

→ અકબર સંગીતનો જાણકાર હતો. તેના દરબારનાં નવ રત્નો પૈકી તાનસેન શાસ્ત્રીય સંગીતનો મહાન ગાયક હતો. તાનસેને અનેક રાગો રચ્યા હતા.

→ ઈ. સ. 1526માં સ્થપાયેલ મુઘલ સામ્રાજ્ય ઈ. સ. 1707માં ઔરંગઝેબના અવસાન પછી પતન તરફ ધકેલાયું. કોઈ શક્તિશાળી શાસકના અભાવે ભારત નાનાં-નાનાં રાજ્યોમાં વહેંચાઈ ગયું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *