Gujarat Board GSEB Class 7 Social Science Important Questions Chapter 8 પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર Important Questions and Answers.
GSEB Class 7 Social Science Important Questions Chapter 8 પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો:
પ્રશ્ન 1.
વિભિન્ન સમુદાયની જાણકારી આપણને શાના પરથી મળે છે?
A. તેમની વિચારસરણી પરથી
B. તેમની ભાષા પરથી
C. તેમની પ્રગતિ પરથી
D. તેમના રહેઠાણ પરથી
ઉત્તર:
B. તેમની ભાષા પરથી
પ્રશ્ન 2.
નવમી સદીમાં સ્થાપવામાં આવેલ મહોદયપુરનું ચેર રાજ્ય હાલના કયા રાજ્યનો એક ભાગ હતું?
A. આંધ્ર પ્રદેશનો
B. તમિલનાડુનો
C. કર્ણાટકનો
D. કેરલનો
ઉત્તર:
D. કેરલનો
પ્રશ્ન 3.
કેરલની સંસ્કૃતિ કઈ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે?
A. મલયાલમ સંસ્કૃતિ
B. તમિલ સંસ્કૃતિ
C. તેલુગુ સંસ્કૃતિ
D. કન્નડ સંસ્કૃતિ
ઉત્તર:
A. મલયાલમ સંસ્કૃતિ
પ્રશ્ન 4
કેરલમાં બોલાતી મુખ્ય ભાષા કઈ છે?
A. તેલુગુ
B. કન્નડ
C. તમિલ
D. મલયાલમ
ઉત્તર:
D. મલયાલમ
પ્રશ્ન 5.
ચૌદમી સદીમાં વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પરનો કયો ગ્રંથ મણિપ્રવાલમ્ શૈલીમાં લખાયો હતો?
A. ‘મણિમેખલાઈ
B. ‘તોલકાપ્પિયમ્’
C. ‘લીલાતિલકમ્’
D. ‘શીલપ્પતિકારમ્’
ઉત્તર:
C. ‘લીલાતિલકમ્’
પ્રશ્ન 6.
ચૌદમી સદીમાં વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર લખાયેલ ‘લીલાતિલકમ્’ ગ્રંથ કઈ શૈલીમાં લખાયો હતો?
A. મણિપ્રવાલમ્
B. એવુથોકઈમ્
C. તોલકાપ્પિયમ્
D. પથ્થુપાતુમ્
ઉત્તર:
A. મણિપ્રવાલમ્
પ્રશ્ન 7.
બંગાળી ભાષાનો ઉદ્ભવ કઈ ભાષામાંથી થયો હોવાનું મનાય છે?
A. પર્શિયન
B. સંસ્કૃત
C. હિન્દી
D. મલયાલમ
ઉત્તર:
B. સંસ્કૃત
પ્રશ્ન 8.
ગુજરાતી ભાષાની જનની કઈ છે?
A. સંસ્કૃત
B. પ્રાકૃત
C. અપભ્રંશ
D. અવધી
ઉત્તર:
C. અપભ્રંશ
પ્રશ્ન 9.
કયા વિદ્વાનના સમયથી અપભ્રંશ ભાષાની શરૂઆત થઈ?
A. હેમચંદ્રાચાર્યના
B. શંકરાચાર્યના
C. વલ્લભાચાર્યના
D. રામાનુજાચાર્યના
ઉત્તર:
A. હેમચંદ્રાચાર્યના
પ્રશ્ન 10.
કયા સાહિત્યકારની કલમે ગુજરાતી ભાષાનો ‘સાહિત્યયુગ’ શરૂ થયો?
A. ઉમાશંકર જોશીની
B. નરસિંહ મહેતાની
C. નર્મદની
D. નવલરામની
ઉત્તર:
B. નરસિંહ મહેતાની
પ્રશ્ન 11.
નીચેની કૃતિઓમાં કઈ કૃતિ નરસિંહ મહેતાની નથી?
A. સુદામાચરિત્ર
B. દાણલીલા
C. શિવ-ભીલડી સંવાદ
D. શામળદાસના વિવાહ
ઉત્તર:
C. શિવ-ભીલડી સંવાદ
પ્રશ્ન 12.
મીરાંબાઈએ કોને કેન્દ્રમાં રાખીને પદો રચ્યાં છે?
A. કૃષ્ણભક્તિને
B. શિવભક્તિને
C. રામભક્તિને
D. વિષ્ણુભક્તિને
ઉત્તર:
A. કૃષ્ણભક્તિને
પ્રશ્ન 13.
કયા સાહિત્યકારે પોતાની રચનાઓમાં ગુજરાતી ભાષા માટે ‘ગુર્જર ભાખા’ની સંજ્ઞા આપી હતી?
A. નરસિંહ મહેતાએ
B. દયારામ
C. પ્રેમાનંદ
D. ભાલણે
ઉત્તર:
D. ભાલણે
પ્રશ્ન 14.
કયા સાહિત્યકારને આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે?
A. પ્રેમાનંદને
B. ભાલણને
C. દયારામને
D. શામળ ભટ્ટને
ઉત્તર:
B. ભાલણને
પ્રશ્ન 15.
નીચેની રચનાઓમાં કઈ રચના ભાલણની નથી?
A. ધ્રુવાખ્યાન
B. શિવ-ભીલડી સંવાદ
C. મૃગી આખ્યાન
D. પ્રેમાખ્યાન
ઉત્તર:
D. પ્રેમાખ્યાન
પ્રશ્ન 16.
જગન્નાથ સંપ્રદાય કયા રાજ્યમાં આવેલ છે?
A. ઉત્તર પ્રદેશ
B. ગુજરાત
C. ઓડિશા
D. બિહાર
ઉત્તર:
C. ઓડિશા
પ્રશ્ન 17.
બારમી સદીના ગંગવંશના રાજા અનંત વર્મને પુરીમાં કોનું મંદિર બંધાવવાનો નિર્ણય કર્યો હતો?
A. જગન્નાથનું
B. વિષ્ણુનું
C. મહાદેવનું
D. શ્રીકૃષ્ણનું
ઉત્તર:
A. જગન્નાથનું
પ્રશ્ન 18.
બારમી સદીના ગંગવંશના કયા રાજાએ પુરીમાં જગન્નાથ મંદિરના નિર્માણનો નિર્ણય કર્યો હતો?
A. નરસિંહવર્મને
B કૃષ્ણદેવરાયે
C. અનંતવર્મને
D. અનંગભીમ ત્રીજાએ
ઉત્તર:
C. અનંતવર્મને
પ્રશ્ન 19.
ઈ. સ. 1230માં કયા રાજાએ પોતાનું રાજ્ય જગન્નાથને અર્પણ કરી પોતાને તેમના પ્રતિનિધિ તરીકે ઘોષિત કર્યા હતા?
A. અનંગભીમ બીજાએ
B. અનંગભીમ ત્રીજાએ
C. અનંગભીમ પ્રથમે
D. અનંતવર્મને
ઉત્તર:
B. અનંગભીમ ત્રીજાએ
પ્રશ્ન 20.
કયા તહેવારનું ઉત્તર ભારતમાં વિશેષ મહત્ત્વ છે?
A. મકરસંક્રાંતિનું
B. હોળીનું
C. નવરાત્રીનું
D. પોંગલનું
ઉત્તર:
B. હોળીનું
પ્રશ્ન 21.
હોળીનો તહેવાર કેટલા દિવસોનો હોય છે?
A. ચાર
B. ત્રણ
C. બે
D. એક
ઉત્તર:
C. બે
પ્રશ્ન 22.
બરસાના(ઉત્તર પ્રદેશ)માં ઉજવાતી હોળી કયા નામે ઓળખાય છે?
A. ‘ગધ્ધામાર હોળી’
B. ‘લડુમાર હોળી’
C. ‘જૂતામાર હોળી’
D. ‘લઠ્ઠમાર હોળી’
ઉત્તર:
D. ‘લઠ્ઠમાર હોળી’
પ્રશ્ન 23.
ઉત્તર પ્રદેશના કયા વિસ્તારમાં ‘લઠ્ઠમાર હોળી’ ઉજવાય છે?
A. બરસાનામાં
B. વૃન્દાવનમાં
C. પીલીભીતમાં
D. બિજનૌરમાં
ઉત્તર:
A. બરસાનામાં
પ્રશ્ન 24.
બરસાના કોનું જન્મસ્થાન છે?
A. સહજાનંદ સ્વામીનું
B. રામાનંદનું
C. શ્રીકૃષ્ણનું
D. રાધાજીનું
ઉત્તર:
D. રાધાજીનું
પ્રશ્ન 25.
નીચેના પૈકી કયો તહેવાર પંજાબના લોકો ઊજવે છે?
A. લોહડી
B. પોંગલ
C. ઓણમ
D. થાઈ
ઉત્તર:
A. લોહડી
પ્રશ્ન 26.
લોહડી તહેવાર ક્યારે ઊજવવામાં આવે છે?
A. 16 જાન્યુઆરીના રોજ
B. 26 જાન્યુઆરીના રોજ
C. 13 જાન્યુઆરીના રોજ
D. 10 જાન્યુઆરીના રોજ
ઉત્તર:
C. 13 જાન્યુઆરીના રોજ
પ્રશ્ન 27.
ક્યા તહેવારમાં રાત્રે અગ્નિ પ્રગટાવી તેનું પૂજન અને પ્રદક્ષિણા કરી તેમાં મીઠાઈઓ પધરાવવામાં આવે છે?
A. ઓણમમાં
B. લોહડીમાં
C. પોંગલમાં
D. હોળીમાં
ઉત્તર:
B. લોહડીમાં
પ્રશ્ન 28.
તમિલનાડુ રાજ્યના મુખ્ય તહેવાર કયો છે?
A. લોહડી
B. હોળી
C. ઓણમ
D. પોંગલ
ઉત્તર:
D. પોંગલ
પ્રશ્ન 29.
કેરલમાં કયો તહેવાર ઉજવાય છે?
A. પોંગલ
B. હોળી
C. લોહડી
D. ઓણમ
ઉત્તર:
D. ઓણમ
પ્રશ્ન 30.
પોંગલ એ કયા રાજ્યના મુખ્ય તહેવાર છે?
A. તમિલનાડુનો
B. કેરલનો
C. કર્ણાટકનો
D. આંધ્ર પ્રદેશનો
ઉત્તર:
A. તમિલનાડુનો
પ્રશ્ન 31.
ઓણમ (ઓનમ) એ કયા રાજ્યના મુખ્ય તહેવાર છે?
A. આંધ્ર પ્રદેશનો
B. તમિલનાડુનો
C. કેરલનો
D. કર્ણાટકનો
ઉત્તર:
C. કેરલનો
પ્રશ્ન 32.
કેરલમાં ઓણમ(ઓનમ)નો તહેવાર કેટલા દિવસ સુધી ઉજવાય છે?
A. 5 દિવસ સુધી
B. 10 દિવસ સુધી
C. 2 દિવસ સુધી
D. 3 દિવસ સુધી
ઉત્તર:
B. 10 દિવસ સુધી
પ્રશ્ન 33.
કેરલમાં ઓણમ(ઓનમ)ના તહેવાર દરમિયાન યોજાતી નિકાસ્પર્ધા કયા નામે ઓળખાય છે?
A. એવુથમાલી
B. મલમપાલી
C. ઓજપાલી
D. વલ્લમકાલી
ઉત્તર:
D. વલ્લમકાલી
પ્રશ્ન 34.
ભારતના કયા રાજ્યમાં દુર્ગાપૂજાનું વિશેષ મહત્ત્વ છે?
A. પશ્ચિમ બંગાળમાં
B. રાજસ્થાનમાં
C. પંજાબમાં
D. કેરલમાં
ઉત્તર:
A. પશ્ચિમ બંગાળમાં
પ્રશ્ન 35.
ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ કયો છે?
A. 10 ડિસેમ્બર
B. 20 ડિસેમ્બર
C. 1 જાન્યુઆરી
D. 25 ડિસેમ્બર
ઉત્તર:
D. 25 ડિસેમ્બર
પ્રશ્ન 36.
મુસ્લિમો કયા દિવસને શોકદિવસ તરીકે ઊજવે છે અને તે દિવસે તાજિયા કાઢે છે?
A. રમજાન ઈદના દિવસને
B. ઈદ-ઉલ-અઝહાના દિવસને
C. મોહરમના દિવસને
D. બકરી ઈદના દિવસને
ઉત્તર:
C. મોહરમના દિવસને
પ્રશ્ન 37.
ઈદ-ઉલ-ફિત્રને કઈ ઈદ તરીકે ઓળખવામાં આવે છે?
A. રમજાન ઈદ તરીકે
B. બકરી ઈદ તરીકે
C. ઈદ-એ-મિલાદ તરીકે
D. મોહરમની ઈદ તરીકે
ઉત્તર:
A. રમજાન ઈદ તરીકે
પ્રશ્ન 38.
પારસીઓનો મુખ્ય તહેવાર કયો છે?
A. ઓણમ
B. ગૂડીપડવો
C. ગુરુપર્વ
D. પતેતી
ઉત્તર:
D. પતેતી
પ્રશ્ન 39.
પારસી લોકોનો પવિત્ર ધર્મગ્રંથ કયો છે?
A. ગુરુ ગ્રંથસાહિબ
B. અવેસ્તા
C. ત્રિપિટક
D. બાઇબલ
ઉત્તર:
B. અવેસ્તા
પ્રશ્ન 40.
પારસી લોકો પતેતીના બીજા દિવસને કયા દિવસ તરીકે ઊજવે છે?
A. ક્રિસ
B. બૈશાખી
C. નવરોજ
D. ઓણમ
ઉત્તરઃ
C. નવરોજ
પ્રશ્ન 41.
સિંધી ભાઈ-બહેનોનો તહેવાર કયો છે?
A. ચેટીચંડ
B. રામનવમી
C. નવરોજ
D. ગુરુ પર્વ
ઉત્તર:
A. ચેટીચંડ
પ્રશ્ન 42.
ગુજરાતની આગવી ઓળખ કઈ છે?
A. મેળો
B. ગરબા
C. ભવાઈ
B. રાસ
ઉત્તર:
B. ગરબા
પ્રશ્ન 43.
ઉત્તરાયણને બીજા કયા નામે ઓળખવામાં આવે છે?
A. રક્ષાબંધન
B. જન્માષ્ટમી
C. મહાશિવરાત્રિ
D. મકરસંક્રાંતિ
ઉત્તર:
D. મકરસંક્રાંતિ
પ્રશ્ન 44.
કઈ વિધિ કર્યા પછી રથયાત્રાનો આરંભ કરવામાં આવે છે?
A. ઘુમ્મરવિધિ
B. પહિંદવિધિ
C. કુનવિધિ
D. કુરવિધિ
ઉત્તર:
B. પહિંદવિધિ
પ્રશ્ન 45.
તરણેતરનો મેળો કયા જિલ્લામાં યોજાય છે?
A. સુરેન્દ્રનગરમાં
B. જૂનાગઢમાં
C. પોરબંદરમાં
D. ગાંધીનગરમાં
ઉત્તર:
A. સુરેન્દ્રનગરમાં
પ્રશ્ન 46.
વૌઠાનો મેળો કયા જિલ્લામાં યોજાય છે?
A. ભાવનગરમાં
B. જૂનાગઢમાં
C. અમદાવાદમાં
D. મહેસાણામાં
ઉત્તર:
C. અમદાવાદમાં
પ્રશ્ન 47.
ભવનાથનો મેળો કયા જિલ્લામાં યોજાય છે?
A. વલસાડમાં
B. સાબરકાંઠામાં
C. અમરેલીમાં
D. જૂનાગઢમાં
ઉત્તર:
D. જૂનાગઢમાં
પ્રશ્ન 48.
શામળાજી – ગદાધરનો મેળો કયા જિલ્લામાં યોજાય છે?
A. માધવપુર, પોરબંદરમાં
B. રૂપાલ, ગાંધીનગરમાં
C. શામળાજી, અરવલ્લીમાં
D. ઉનાવા, મહેસાણામાં
ઉત્તર:
C. શામળાજી, અરવલ્લીમાં
પ્રશ્ન 49.
પલ્લીનો મેળો કયા જિલ્લામાં યોજાય છે?
A. રૂપાલ, ગાંધીનગરમાં
B. અંબાજી, બનાસકાંઠામાં
C. ગરબાડા, દાહોદમાં
D. ઉનાવા, મહેસાણામાં
ઉત્તર:
A. રૂપાલ, ગાંધીનગરમાં
પ્રશ્ન 50.
ભાદરવી પૂનમનો મેળો કયા જિલ્લામાં યોજાય છે?
A. માધવપુર, પોરબંદરમાં
B. અંબાજી, બનાસકાંઠામાં
C. શામળાજી, અરવલ્લીમાં
D. ગરબાડા, દાહોદમાં
ઉત્તર:
B. અંબાજી, બનાસકાંઠામાં
પ્રશ્ન 51.
સરખેજનો મેળો ક્યા જિલ્લામાં યોજાય છે?
A. સુરેન્દ્રનગરમાં
B. જૂનાગઢમાં
C. સાબરકાંઠામાં
D. અમદાવાદમાં
ઉત્તર:
D. અમદાવાદમાં
પ્રશ્ન 52.
ગોળ-ગધેડાનો મેળો કયા જિલ્લામાં યોજાય છે?
A. ગરબાડા, દાહોદમાં
B. રૂપાલ, ગાંધીનગરમાં
C. શામળાજી, અરવલ્લીમાં
D. માધવપુર, પોરબંદરમાં
ઉત્તર:
A. ગરબાડા, દાહોદમાં
પ્રશ્ન 53.
ચિત્ર-વિચિત્રનો મેળો કયા જિલ્લામાં યોજાય છે?
A. સુરેન્દ્રનગરમાં
B. અમદાવાદમાં
C. સાબરકાંઠામાં
D. જૂનાગઢમાં
ઉત્તર:
C. સાબરકાંઠામાં
પ્રશ્ન 54.
મીરાદાતારનો ઉર્સ મુબારક મેળો કયા જિલ્લામાં યોજાય છે? ?
A. ગરબાડા, દાહોદમાં
B. માધવપુર, પોરબંદરમાં
C. શામળાજી, અરવલ્લીમાં
D. ઉનાવા, મહેસાણામાં
ઉત્તર:
D. ઉનાવા, મહેસાણામાં
પ્રશ્ન 55.
‘કથન કરે સો કથક કહાવે’ આ ઉક્તિ કયા નૃત્ય માટે જાણીતી છે?
A. કથક
B. ભરતનાટ્યમ્
C. મણિપુરી
D. કથકલી
ઉત્તર:
A. કથક
પ્રશ્ન 56.
કયા નૃત્યના વિષયોમાં રાધા અને શ્રીકૃષ્ણની કથાઓ-(રાસલીલાઓ)નો સમાવેશ થતો હતો?
A. ભરતનાટ્યમ્
B. મણિપુરી
C. કથકલી
D. કથક
ઉત્તર:
D. કથક
પ્રશ્ન 57.
કથક કયા બે ઘરાનાઓમાં પરંપરાઓમાં વહેંચાયેલું હતું?
A. જયપુર અને આગરામાં
B. જયપુર અને લખનઉમાં
C. લખનઉ અને ભોપાલમાં
D. ભોપાલ અને અવધમાં
ઉત્તર:
B. જયપુર અને લખનઉમાં
પ્રશ્ન 58.
19મી સદીમાં અવધના નવાબ વાજિદઅલી શાહે કયા નૃત્યને પુનર્જીવન આપ્યું હતું?
A. મણિપુરીને
B. કથકલીને
C. કથકને
D. ભરતનાટ્યમૂને
ઉત્તર:
C. કથકને
પ્રશ્ન 59.
કથકલી એ કયા રાજ્યની નૃત્ય પરંપરા છે? (અથવા કથકલી નૃત્યનું મુખ્ય કેન્દ્ર કયું છે?).
A. કેરલની
B. તમિલનાડુની
C. આંધ્ર પ્રદેશની
D. કર્ણાટકની
ઉત્તર:
A. કેરલની
પ્રશ્ન 60.
કયા નૃત્યમાં પાત્રો મુજબની વેશભૂષા હોય છે?
A. ભરતનાટ્યમમાં
B. કુચીપુડીમાં
C. કથકલીમાં
D. કથકમાં
ઉત્તર:
C. કથકલીમાં
પ્રશ્ન 61.
કયા નૃત્યમાં અભિનય એ આત્મા ગણાય છે?
A. કુચીપુડીમાં
B. કથકલીમાં
C. કથકમાં
D. મણિપુરીમાં
ઉત્તર:
B. કથકલીમાં
પ્રશ્ન 62.
કયા નૃત્યમાં પાત્રો બોલતાં નથી, પરંતુ પોતાના હાવભાવથી જ અભિવ્યક્તિ કરે છે?
A. કથકલીમાં
B. ભરતનાટ્યમૂમાં
C. કથ
D. કુચીપુડીમાં
ઉત્તર:
A. કથકલીમાં
પ્રશ્ન 63.
કયા નૃત્યમાં શરીરની ગતિ ધીમી હોવાથી તેને ભારતનાં અન્ય નૃત્યોથી અલગ માનવામાં આવે છે?
A. ભરતનાટ્યમમાં
B. કથકમાં
C. કથકલીમાં
D. મણિપુરીમાં
ઉત્તર:
D. મણિપુરીમાં
પ્રશ્ન 64.
કયા નૃત્યના લાસ્ય અને તાંડવ એમ બે પ્રકારો છે?
A. ભરતનાટ્યમના
B. મણિપુરીના
C. કથકલીના
D. કુચીપુડીના
ઉત્તર:
B. મણિપુરીના
પ્રશ્ન 65.
તમિલનાડુનો તાંજોર જિલ્લો કયા નૃત્યનું ઉદ્ભવસ્થાન ગણાય છે?
A. કથકલીનું
B. કુચીપુડીનું
C. ભરતનાટ્યમનું
D. મણિપુરીનું
ઉત્તર:
C. ભરતનાટ્યમનું
પ્રશ્ન 66.
ભરતનાટ્યમ્ નૃત્યના વિકાસ સાથે કયો પ્રદેશ સંકળાયેલ છે?
A. ઓડિશા
B. કર્ણાટક
C. તમિલનાડુ
D. આંધ્ર પ્રદેશ
ઉત્તર:
C. તમિલનાડુ
પ્રશ્ન 67.
નાટ્યશાસ્ત્રની રચના કોણે કરી છે?
A. ભવભૂતિએ
B. ભરતમુનિએ
C. યાજ્ઞવક્ય મુનિએ
D. મહાકવિ કાલિદાસે
ઉત્તર:
B. ભરતમુનિએ
પ્રશ્ન 68.
ભરતમુનિ રચિત કયો ગ્રંથ ભારતનાં શાસ્ત્રીય નૃત્યો પર લખાયેલ મહાન ગ્રંથ છે?
A. સંગીત પારિજાત
B. અભિનવ દર્પણ
C. નાટ્યશાસ્ત્ર
D. દૂતવાક્યમ્
ઉત્તર:
C. નાટ્યશાસ્ત્ર
પ્રશ્ન 69.
નન્દીકેશ્વરે કયો ગ્રંથ લખ્યો છે?
A. નાટ્યસંગ્રામ
B. અભિનય સૂત્રમ્
C. અભિનય સમ્રાટ
D. અભિનય દર્પણ
ઉત્તર:
D. અભિનય દર્પણ
પ્રશ્ન 70.
કુચીપુડી નૃત્યનો ઉદ્ભવ કયા પ્રદેશમાં થયો હતો?
A. તમિલનાડુમાં
B. કેરલમાં
C. આંધ્ર પ્રદેશમાં
D. કર્ણાટકમાં
ઉત્તર:
C. આંધ્ર પ્રદેશમાં
પ્રશ્ન 71.
કુચીપુડી નૃત્યની રચના કઈ સદીના અરસામાં થયેલ છે?
A. 15મી
B. 16મી
C. 17મી
D. 18મી
ઉત્તર:
C. 17મી
પ્રશ્ન 72.
કુચીપુડી નૃત્યના સ્થાપક કયા વૈષ્ણવ કવિ હતા?
A. સિદ્ધેન્દ્ર યોગી
B. વલ્લભ થોળ
C. પ્રફ્લાદ શર્મા
D. બિરજૂ મહારાજ
ઉત્તર:
A. સિદ્ધેન્દ્ર યોગી
પ્રશ્ન 73.
અસમ રાજ્યનું પ્રસિદ્ધ નૃત્ય કયું છે?
A. ભરતનાટ્યમ્
B. બિહુ
C. કથકલી
D. કુચીપુડી
ઉત્તર:
B. બિહુ
પ્રશ્ન 74.
ઉલ્લાસ વ્યક્ત કરવા માટે સ્ત્રી-પુરુષોના સમૂહ દ્વારા પરંપરાગત પોશાક પહેરીને કયું નૃત્ય કરવામાં આવે છે?
A. મણિપુરી
B. કથકલી
C. બિહુ
D. ભરતનાટ્યમ્
ઉત્તર:
C. બિહુ
પ્રશ્ન 75.
કયા નૃત્યમાં હાથ-પગનું હલનચલન અને ગતિ તથા સમૂહનિર્માણ મહત્ત્વનો ભાગ ભજવે છે?
A. ભરતનાટ્યમાં
B. બિહુમાં
C. કુચીપુડીમાં
D. કથકલીમાં
ઉત્તર:
B. બિહુમાં
પ્રશ્ન 76.
કયા નૃત્યમાં ઢોલ, પેપા (ભેંસના શિંગડાંમાંથી બનાવવામાં આવેલ એક વાદ્ય) અને વાંસળી જેવાં વાદ્યોનો ઉપયોગ કરવામાં આવે છે?
A. બિહુમાં
B. ભરતનાટ્યમમાં
C. કથકલીમાં
D. કથકમાં
ઉત્તર:
A. બિહુમાં
પ્રશ્ન 77.
કયાં રાજ્યોના જૈન ગ્રંથોમાં અનેક લઘુચિત્રો જોવા મળે છે?
A. ગુજરાત અને મહારાષ્ટ્રના
B. રાજસ્થાન અને મધ્ય પ્રદેશના
C. પંજાબ અને હિમાચલ પ્રદેશના
D. રાજસ્થાન અને ગુજરાતના
ઉત્તર:
D. રાજસ્થાન અને ગુજરાતના
પ્રશ્ન 78.
ગુજરાતમાં શાંતિનાથ ભંડારા કયા શહેરમાં આવેલ છે?
A. પાટણમાં
B. પાલનપુરમાં
C. ખંભાતમાં
D. ધોળકામાં
ઉત્તર:
C. ખંભાતમાં
પ્રશ્ન 79.
શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનભંડાર કયા શહેરમાં આવેલ છે?
A. પાટણમાં
B. સિદ્ધપુરમાં
C. વડનગરમાં
D. વડોદરામાં
ઉત્તર:
A. પાટણમાં
પ્રશ્ન 80.
હિમાચલ પ્રદેશમાં વિકસેલી લઘુચિત્રકલાને કઈ ચિત્રશૈલી કહેવામાં આવે છે?
A. જૈન
B. રાજસ્થાની
C. બસોહલી
D. કાંગડા
ઉત્તર:
C. બસોહલી
પ્રશ્ન 81.
ભાનુદત્તના કયા પુસ્તકમાં વિશિષ્ટ લઘુચિત્રો જોવા મળે છે?
A. ‘ગાંધર્વમંજરી’માં
B. ‘રસમંજરી’માં
C. ‘દીપકમંજરી’માં
D. ‘દાસમંજરી’માં
ઉત્તર:
B. ‘રસમંજરી’માં
પ્રશ્ન 82.
કઈ ચિત્રશૈલીને પહાડી ચિત્રકલા પણ કહેવામાં આવે છે?
A. કાંગડા શૈલીને
B. રાજસ્થાન શેલીને
C. જૈન શૈલીને
D. રાજપૂત શૈલીને
ઉત્તર:
A. કાંગડા શૈલીને
પ્રશ્ન 83.
સૂફીના સિલસિલાના પીરના શિષ્યોને કયા નામે ઓળખવામાં આવતા?
A. ઓલિયા
B. મુરીદ
C. ખ્વાજા
D. શેખ
ઉત્તર:
B. મુરીદ
પ્રશ્ન 84.
ભારતીય મંદિર-સ્થાપત્યની શરૂઆત કયા સમયથી થઈ?
A. સંક્રાંતિયુગથી
B. ગુપ્તકાળથી
C. દિલ્લી સલ્તનત યુગથી
D. મૌર્યકાળથી
ઉત્તર:
B. ગુપ્તકાળથી
પ્રશ્ન 85.
કઈ શૈલીનાં મંદિરો સામાન્યતઃ પંચાયતન શૈલીનાં અને ઈંડાકાર શિખરવાળાં બનાવવામાં આવતાં?
A. દ્રવિડ
B. નાગર
C. વેસર
D. આર્ય
ઉત્તર:
B. નાગર
પ્રશ્ન 86.
નીચેનાં મંદિરો પૈકી કયા એક મંદિરનો નાગર શૈલીનાં મંદિરોમાં સમાવેશ થતો નથી?
A. જગન્નાથ મંદિર (પુરી)
B. ખજૂરાહોનું મહાદેવ મંદિર (મધ્ય પ્રદેશ)
C. કોણાર્કનું સૂર્યમંદિર (ઓડિશા)
D. સોમનાથનું મંદિર (ગુજરાત)
ઉત્તર:
D. સોમનાથનું મંદિર (ગુજરાત)
પ્રશ્ન 87.
દક્ષિણ ભારતમાં વિકસેલી સ્થાપત્ય શૈલીને કઈ શૈલી તરીકે ઓળખવામાં આવે છે?
A. નાગર
B. વેસર
C. દ્રવિડ
D. આર્ય
ઉત્તર:
C. દ્રવિડ
પ્રશ્ન 88.
નીચેનાં મંદિરો પૈકી ક્યા એક મંદિરનો સમાવેશ દ્રવિડ શૈલીનાં મંદિરોમાં થતો નથી?
A. જગન્નાથ મંદિર (પુરી, ઓડિશા)
B. બૃહદેશ્વર(રાજરાજેશ્વર)નું મંદિર (તમિલનાડુ)
C. મીનાક્ષી મંદિર (મદુરાઈ)
D. મહાબલિપુરનું રથમંદિર (તમિલનાડુ)
ઉત્તર:
A. જગન્નાથ મંદિર (પુરી, ઓડિશા)
પ્રશ્ન 89.
કઈ સ્થાપત્ય શૈલીમાં નાગર અને દ્રવિડ શૈલીનું મિશ્રણ જોવા મળે છે?
A. દ્રવિડ
B. મેસર
C. વેસર
D. નાગર
ઉત્તર:
C. વેસર
પ્રશ્ન 90.
કઈ સ્થાપત્ય શૈલી કર્ણાટક શૈલી તરીકે પણ ઓળખાય છે?
A. વેસર
B. આર્ય
C. દ્રવિડ
D. મેસર
ઉત્તર:
A. વેસર
પ્રશ્ન 91.
હલેબીડુ, કર્ણાટકમાં આવેલ હોયસળેશ્વરનું મંદિર કઈ સ્થાપત્ય શૈલીમાં બંધાયેલ છે?
A. વેસર
B. નાગર
C. દ્રવિડ
D. આર્ય
ઉત્તર:
A. વેસર
પ્રશ્ન 92.
બેલૂર, કર્ણાટકમાં આવેલ ચેન્ના કેશવ મંદિર કઈ સ્થાપત્યશેલીમાં બંધાયેલ છે?
A. દ્રવિડ
B. વેસર
C. નાગર
D. આર્ય
ઉત્તર:
B. વેસર
યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરોઃ
1. વિભિન્ન સમુદાયની જાણકારી તેમની …………………… પરથી મળે છે.
ઉત્તર:
ભાષા
2. નવમી સદીમાં સ્થપાયેલ ……………………….. નું ચેર રાજ્ય હાલના કેરલનો એક હિસ્સો હતું.
ઉત્તર:
મહોદયપુરમ્
૩. કેરલની સંસ્કૃતિ …………………………. સંસ્કૃતિ તરીકે ઓળખાય છે.
ઉત્તર:
મલયાલમ
4. ………………………. એ કેરલની મુખ્ય ભાષા છે.
ઉત્તર:
મલયાલમ
5. 14મી સદીમાં લખાયેલ ‘……………………..’ ગ્રંથ મણિપ્રવાલમ શૈલીમાં લખાયેલ હતો.
ઉત્તર:
લીલાતિલકમ્
6. બંગાળી ભાષાનો ઉદ્ભવ ………………………. ભાષામાંથી થયો હોવાનું મનાય છે.
ઉત્તર:
સંસ્કૃત
7. ……………………….. ગુજરાતી ભાષાની જનની છે.
ઉત્તર:
અપભ્રંશ
8. આચાર્ય ………………………… થી અપભ્રંશ ભાષાની શરૂઆત થયેલી છે.
ઉત્તર:
હેમચંદ્ર
9. ગુજરાતી ભાષાનો નવો ‘સાહિત્યયુગ’ ………………………. ના સમયથી થયેલો છે.
ઉત્તર:
નરસિંહ મહેતા
10. મીરાંબાઈએ ……………………… ને કેન્દ્રમાં રાખીને પદો રચ્યાં હતાં.
ઉત્તર:
કૃષ્ણભક્તિ
11. કવિ ભાલણે સૌપ્રથમ પોતાની રચનાઓમાં ગુજરાતી ભાષા માટે ‘………………………….’ ની સંજ્ઞા આપી હતી.
ઉત્તર:
ગુર્જર ભાખા
12. કવિ ભાલણ ……………………… ના મોઢ બ્રાહ્મણ હતા.
ઉત્તર:
પાટણ
13. કવિ ભાલણ ………………………ના પિતા કહેવાય છે.
ઉત્તર:
આખ્યાન
14 ઓડિશાના પુરીમાં આવેલ ………………………… સંપ્રદાય પ્રખ્યાત છે.
ઉત્તર:
જગન્નાથ
15. જગન્નાથનો અર્થ વિશ્વના માલિક (જગતનો નાથ) જે ………………………… શબ્દનો સમાનાર્થી છે.
ઉત્તર:
વિષ્ણુ
16. હોળીના પ્રથમ દિવસને આસુરી શક્તિ પર ………………………….. ના વિજય તરીકે ઊજવવામાં આવે છે.
ઉત્તર:
સાત્ત્વિક શક્તિ
17. હોળીનો બીજો દિવસ ……………………. તરીકે ઉજવાય છે.
ઉત્તર:
ધૂળેટી
18. ઉત્તર પ્રદેશ રાજ્યના બરસાનામાં ઉજવાતી હોળી ‘…………………………’ તરીકે પણ જાણીતી છે.
ઉત્તર:
લઠ્ઠમાર હોળી
19. બરસાના …………………… નું જન્મસ્થાન છે.
ઉત્તર:
રાધાજી
20. બરસાનામાં ……………………… ના પુરુષો બરસાનાની સ્ત્રીઓ સાથે હોળી રમવા આવે છે.
ઉત્તર:
નંદગામ (શ્રીકૃષ્ણની ભૂમિ)
21. ………………………. નો તહેવાર મુખ્યત્વે પંજાબમાં ઉજવાય છે.
ઉત્તર:
લોહડી
22. શીખોનો લોહડીનો તહેવાર …………………………. ના રોજ ઉજવવામાં આવે છે.
ઉત્તર:
13 જાન્યુઆરી
23. શીખોનો લોહડીનો તહેવાર …………………….. પહેલાંના દિવસે ઊજવે છે.
ઉત્તર:
મકરસંક્રાંતિ
24. ……………………… એ તમિલનાડુ રાજ્યના મુખ્ય તહેવાર છે.
ઉત્તર:
પોંગલ
25. પોંગલનો તહેવાર તમિલ મહિના ‘………………………’ ના પ્રથમ દિવસે ઉજવાય છે.
ઉત્તર:
થાઈ (જાન્યુઆરી મહિનાનો મધ્યભાગ)
26. …………………….. એ કેરલ રાજ્યના મુખ્ય તહેવાર છે.
ઉત્તર:
ઓણમ (નમ)
27. ઓણમ(નમ)નો તહેવાર ………………………. કૅલેન્ડરના પ્રથમ મહિનામાં 10 દિવસ સુધી ઊજવવામાં આવે છે.
ઉત્તર:
મલિયાલમ
28. કેરલમાં ઓણમ(ઓનમ)ના તહેવાર દરમિયાન યોજાતી નૌકાસ્પર્ધા ‘………………………..’ તરીકે પણ ઓળખાય છે.
ઉત્તર:
વલ્લમકાલી
29. દીવાળીનો તહેવાર ……………………… ના પર્વ તરીકે પણ ઓળખાય છે.
ઉત્તર:
પ્રકાશ
30. ભારતમાં ………………….. રાજ્યમાં દુર્ગાપૂજાના તહેવારનું ખૂબ મહત્ત્વ છે.
ઉત્તર:
પશ્ચિમ બંગાળ
31. દુર્ગાદેવીના ……………………. પરના વિજયની ઉજવણી દુર્ગાપૂજાના ઉત્સવથી કરવામાં આવે છે.
ઉત્તર:
મહિષાસુર
32. ખ્રિસ્તી લોકો ………………….. ના પ્રથમ દિવસને નવા વર્ષ તરીકે ઊજવે છે.
ઉત્તર:
જાન્યુઆરી
૩૩. ઈદ-ઉલ-ફિત્રને …………………….. ઈદ તરીકે પણ ઓળખવામાં આવે છે.
ઉત્તર:
રમજાન
34. ……………………. એટલે બલિદાનની ઈદ.
ઉત્તર:
ઈદ-ઉલ-અઝહા
35. …………………… એ પારસીઓનો મુખ્ય તહેવાર છે.
ઉત્તર:
પતેતી
36. પારસી વર્ષમાં છેલ્લા ………………………… દિવસો ધાર્મિક પર્વ તરીકે ઉજવાય છે.
ઉત્તર:
પાંચ
37. ………………….. એ પારસી લોકોનો પવિત્ર પ્રાર્થનાગ્રંથ છે.
ઉત્તર:
અવેસ્તા
38. પારસી લોકો પતેતીના બીજા દિવસને ‘………………………’ તરીકે ઊજવે છે.
ઉત્તર:
નવરોજ
39. ……………………… એ સિંધી ભાઈ-બહેનોનો તહેવાર છે.
ઉત્તર:
ચેટીચંડ
40. સિંધી ભાઈ-બહેનો …………………….. ના દિવસને નૂતનવર્ષના પ્રથમ દિવસ તરીકે ઊજવે છે.
ઉત્તર:
ચૈત્ર સુદ બીજ
41. સિંધી ભાઈ-બહેનો ચૈત્ર સુદ એકમના દિવસે પોતાના ઈષ્ટદેવ ‘……………………….’ ની શોભાયાત્રા કાઢે છે.
ઉત્તર:
ઝુલેલાલ
42. સિંધી લોકો પોતાના ઈષ્ટદેવ ‘ઝુલેલાલ’ની શોભાયાત્રા વખતે શ્રદ્ધાળુઓને ‘……………………..’ ને પ્રસાદ તરીકે વહેચે છે.
ઉત્તર:
તાહીરી (મીઠો ભાત)
43. …………………………… એ શક્તિની આરાધનાનું પર્વ છે.
ઉત્તર:
નવરાત્રી
44. …………………….. એ ગુજરાતની ઓળખ છે.
ઉત્તર:
ગરબા
45. સૂર્યનું ધન રાશિમાંથી મકર રાશિમાં આવવું એટલે ………………………. .
ઉત્તર:
ઉત્તરાયણ
46. …………………….. નો મેળો સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાય છે.
ઉત્તર:
તરણેતર
47. ………………………… નો મેળો અમદાવાદ જિલ્લામાં યોજાય છે.
ઉત્તર:
વૌઠા
48. ………………………. નો મેળો જૂનાગઢ જિલ્લામાં યોજાય છે.
ઉત્તર:
ભવનાથ
49. ………………………. નો મેળો શામળાજી, અરવલ્લી જિલ્લામાં યોજાય છે.
ઉત્તર:
શામળાજી-ગદાધર
50. ………………………. નો મેળો રૂપાલ, ગાંધીનગર જિલ્લામાં યોજાય છે.
ઉત્તર:
પલ્લી
51. ……………………… નો મેળો અંબાજી, બનાસકાંઠા જિલ્લામાં યોજાય છે.
ઉત્તર:
ભાદરવી પૂનમ
52. …………………… નો મેળો અમદાવાદમાં યોજાય છે.
ઉત્તર:
સરખેજ
53. ……………………. નો મેળો ગરબાડા, દાહોદ જિલ્લામાં યોજાય છે.
ઉત્તર:
ગોળ-ગધેડા
54. ચિત્ર-વિચિત્રનો મેળો ………………………. જિલ્લામાં યોજાય છે.
ઉત્તર:
સાબરકાંઠા
55. માધવપુરનો મેળો ……………………. જિલ્લામાં યોજાય છે.
ઉત્તર:
પોરબંદર
56. મીરાદાતારનો ઉર્સ મુબારકનો મેળો ………………………. જિલ્લામાં યોજાય છે.
ઉત્તર:
મહેસાણા
57. ‘કથક’ શબ્દ ‘………………………..’ પરથી ઊતરી આવ્યો છે.
ઉત્તર:
કથા
58. કથક નૃત્યનો વિકાસ ………………………. માં ખૂબ થયેલો છે.
ઉત્તર:
ઉત્તર ભારત
59. કથકલી એ …………………….. રાજ્યની નૃત્ય પરંપરા છે.
ઉત્તર:
કેરલ
60. કથકલીનો શાબ્દિક અર્થ ………………………….. થાય છે.
ઉત્તર:
નાટ્યવાર્તા
61. ……………………….. એ નૃત્યનો આત્મા છે.
ઉત્તર:
અભિનય
62. મણિપુરી નૃત્ય એ …………………….. રાજ્યની ઓળખ છે.
ઉત્તર:
મણિપુર
63. ……………………. નૃત્ય એ આંધ્ર પ્રદેશનું મુખ્ય શાસ્ત્રીય નૃત્ય છે.
ઉત્તર:
કુચીપુડી
64. કુચીપુડી નૃત્યના સ્થાપક વૈષ્ણવ કવિ ……………………… હતા.
ઉત્તર:
સિદ્ધેન્દ્ર યોગી
65. બિહુ એ ………………………. રાજ્યનું પ્રસિદ્ધ નૃત્ય છે.
ઉત્તર:
અસમ
66. રાજસ્થાન અને ગુજરાતના ……………………… ગ્રંથોમાં અનેક લઘુચિત્રો જોવા મળે છે.
ઉત્તર:
જૈન
67. હિમાચલ પ્રદેશમાં વિકસેલી લઘુચિત્રકલાને ‘…………………………’ શેલી કહેવામાં આવે છે.
ઉત્તર:
બસોહલી
68. ભાનુદતના પુસ્તક ‘…………………………’ માં બસોહલી શેલીનાં વિશિષ્ટ ચિત્રો જોવા મળે છે.
ઉત્તર:
રસમંજરી
69. ………………….. ચિત્રકલાને પહાડી ચિત્રકલા પણ કહેવામાં આવે છે.
ઉત્તર:
કાંગડા શૈલી
70. બ્રિટિશ શાસકો આજના રાજસ્થાનને ……………………… તરીકે ઓળખતા હતા.
ઉત્તર:
રાજપૂતાના
71. …………………… ના મતે ધર્મ એટલે ‘ઈશ્વર પ્રત્યેનો પ્રેમ’ અને ‘માનવતાની સેવા’.
ઉત્તર:
સૂફીવાદ
72. પીરના શિષ્યોને ‘……………………..’ તરીકે ઓળખવામાં આવતા.
ઉત્તર:
મુરીદ
73. ભારતમાં ચિશ્તી પરંપરાની શરૂઆત અજમેરના પ્રખ્યાત સૂફી સંત …………………… એ કરી હતી.
ઉત્તર:
મોઇનુદ્દીન ચિશ્તી
74. ગુજરાતમાં …………………….. મહાન પીર તરીકે જાણીતા થયા હતા.
ઉત્તર:
અહેમદ ખટુ ગંજબક્ષ
75. ભારતમાં ગુપ્તયુગના સમયને ………………………. મંદિરોનો સમય પણ કહેવામાં આવે છે.
ઉત્તર:
સંરચનાત્મક
76. દક્ષિણ ભારતમાં વિકસેલી સ્થાપત્યની શૈલીને …………………….. શૈલી તરીકે ઓળખવામાં આવે છે.
ઉત્તર:
દ્રવિડ
77. સ્થાપત્યની ……………………….. શૈલીમાં નાગર અને દ્રવિડ શૈલીનું છું મિશ્રણ જોવા મળે છે.
ઉત્તરઃ
વેસર
નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:
1. વિભિન્ન સમુદાયની જાણકારી તેમની પ્રગતિ પરથી મળે છે.
ઉત્તર:
ખોટું
2. કેરલની સંસ્કૃતિ તેલુગુ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે.
ઉત્તર:
ખોટું
૩. મલયાલમ એ કેરલની મુખ્ય ભાષા છે.
ઉત્તર:
ખરું
4. બંગાળી ભાષાનો ઉદ્ભવ સંસ્કૃત ભાષામાંથી થયેલો છે.
ઉત્તર:
ખરું
5. ‘મણિપ્રવાલમ’ ગ્રંથ લીલાતિલકમ્ શૈલીમાં લખાયેલો છે.
ઉત્તર:
ખોટું
6. પ્રાકૃત ભાષા એ ગુજરાતી ભાષાની જનની છે.
ઉત્તર:
ખોટું
7. ભાલણ આખ્યાનના પિતા કહેવાય છે.
ઉત્તર:
ખરું
8. પ્રખ્યાત જગન્નાથ મંદિર ઓડિશાના કોણાર્કમાં આવેલું છે.
ઉત્તર:
ખોટું
9. હોળીનો તહેવાર ત્રણ દિવસનો હોય છે.
ઉત્તર:
ખોટું
10. બરસાના(ઉત્તર પ્રદેશ)માં ઉજવાતી હોળી ‘લડુમાર હોળી’ તરીકે પણ જાણીતી છે.
ઉત્તર:
ખોટું
11. બરસાના રાધાજીનું જન્મસ્થળ છે.
ઉત્તર:
ખરું
12. લોહડી એ મુખ્યત્વે પંજાબના શીખોનો તહેવાર છે.
ઉત્તર:
ખરું
13. પોંગલ એ પશ્ચિમ બંગાળનો મુખ્ય તહેવાર છે.
ઉત્તર:
ખોટું
14. ઓણમ (નમ) એ તમિલનાડુનો મહત્ત્વનો તહેવાર છે.
ઉત્તર:
ખોટું
15. કેરલમાં ઓણમ(નમ)ના તહેવાર દરમિયાન ‘વલ્લમકાલી’
નામની નૌકાસ્પર્ધા યોજાય છે.
ઉત્તર:
ખરું
16. કેરલમાં ઓણમ(નમ)ના તહેવારમાં ‘પોંગલ’ નામનુ ભોજન લેવામાં આવે છે.
ઉત્તર:
ખોટું
17. પશ્ચિમ બંગાળમાં દુર્ગાપૂજાના તહેવારનું ખૂબ મહત્ત્વ છે.
ઉત્તર:
ખરું
18. ઈદ-ઉલ-ફિત્ર રમજાન ઈદ તરીકે પણ ઓળખાય છે.
ઉત્તર:
ખરું
19. ઈદ-ઉલ-અઝહા એટલે બલિદાનની ઈદ.
ઉત્તર:
ખરું
20. ઈદ-ઉલ-અઝહા પવિત્ર હજ સાથે જોડાયેલી છે.
ઉત્તરઃ
ખરું
21. પતેતી એ જૈન લોકોનો પવિત્ર તહેવાર છે.
ઉત્તર:
ખોટું
22. પારસી લોકો પતેતીના દિવસને ‘નવરોજ’ તરીકે ઊજવે છે.
ઉત્તર:
ખોટું
23. ચેટીચંડ એ સિંધી ભાઈ-બહેનોનો તહેવાર છે.
ઉત્તર:
ખરું
24. ‘ઝુલેલાલ’ એ સિંધી ભાઈ-બહેનના ઇષ્ટદેવ છે.
ઉત્તર:
ખરું
25. રાસ એ ગુજરાતની આગવી ઓળખ છે.
ઉત્તર:
ખોટું
26. સૂર્યનું મકર રાશિમાંથી ધન રાશિમાં આવવું એટલે ઉત્તરાયણ.
ઉત્તર:
ખોટું
27. ‘ચંદનવિધિ’ કર્યા પછી રથયાત્રાનો આરંભ કરવામાં આવે છે.
ખોટું
28. વૌઠાનો મેળો જૂનાગઢ જિલ્લામાં યોજાય છે.’
ઉત્તર:
ખોટું
29. તરણેતરનો મેળો બનાસકાંઠા જિલ્લામાં યોજાય છે.
ઉત્તર:
ખોટું
30. પલ્લીનો મેળો ગાંધીનગર જિલ્લામાં યોજાય છે.
ઉત્તરઃ
ખરું
31. ચિત્ર-વિચિત્રનો મેળો સાબરકાંઠા જિલ્લામાં યોજાય છે.
ઉત્તર:
ખરું
32. કથક શબ્દ ‘કથાકાર’ પરથી ઊતરી આવ્યો છે.
ઉત્તર:
ખોટું
33. કથકના વિષયોમાં રામ અને કૃષ્ણની કથાઓનો સમાવેશ થતો હતો.
ઉત્તર:
ખોટું
34. કથકલી નૃત્ય એ કેરલનું મુખ્ય નૃત્ય છે.
ઉત્તર:
ખરું
35. રંગભૂષા અને વેશભૂષા એ નૃત્યનો આત્મા છે.
ઉત્તર:
ખોટું
36. મણિપુરી નૃત્ય એ મણિપુર રાજ્યની મુખ્ય ઓળખ છે.
ઉત્તર:
ખરું
37. ‘નાટ્યશાસ્ત્ર’ નામનો ગ્રંથ ભરતમુનિએ રચેલો છે.
ઉત્તર:
ખરું
38. ‘અભિનય દર્પણ’ એ નન્દીકેશ્વરે રચેલો ગ્રંથ છે.
ઉત્તર:
ખરું
39. કુચીપુડી નૃત્ય એ કુચીપુડી ગામમાં યક્ષગાન તરીકે ઓળખાતા નૃત્યનું સ્વરૂપ છે.
ઉત્તર:
ખરું
40. બિહુ એ બિહારનું પ્રસિદ્ધ નૃત્ય છે.
ઉત્તરઃ
ખોટું
41. ‘બસોહલી’ ચિત્રશૈલીનો નોંધપાત્ર વિકાસ ઉત્તર પ્રદેશમાં થયો હતો.
ઉત્તર:
ખોટું
42. ‘અકબરનામા’માં બસોહલી ચિત્રશૈલીનાં વિશિષ્ટ ચિત્રો જોવા મળે છે.
ઉત્તર:
ખોટું
43. કાંગડા શૈલીને પહાડી ચિત્રકલા પણ કહેવામાં આવે છે.
ઉત્તર:
ખરું
44. પીરના શિષ્યોને ‘ઓલિયા’ તરીકે ઓળખવામાં આવતા.
ઉત્તર:
ખોટું
45. ગુજરાતમાં મોઇનુદ્દીન ચિશ્તી મહાન પીર તરીકે જાણીતા છે.
ઉત્તર:
ખોટું
46. નાગર સ્થાપત્ય શૈલીનાં મંદિરો સામાન્ય રીતે પંચાયતન શૈલીનાં અને ઈંડાકાર શિખરવાળા બાંધવામાં આવતાં.
ઉત્તર:
ખરું
47. ઉત્તર ભારતમાં વિકસેલી સ્થાપત્ય શૈલીને દ્રવિડ શૈલી તરીકે ઓળખવામાં આવે છે.
ઉત્તર:
ખોટું
48. વેસર સ્થાપત્ય શૈલીમાં નાગર અને દ્રવિડ શેલીનું મિશ્રણ જોવા મળે છે.
ઉત્તર:
ખરું
બંધબેસતાં જોડકાં રચોઃ
1.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) લીલાતિલકમ્ | (1) કવિ ભાલણ |
(2) ગુજરાતી ભાષાની જનની | (2) નરસિંહ મહેતા |
(3) શામળશાના વિવાહ | (3) સંસ્કૃત ભાષા |
(4) આખ્યાનના પિતા | (4) અપભ્રંશ ભાષા |
(5) મણિપ્રવાલમ્ |
ઉત્તરઃ
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) લીલાતિલકમ્ | (5) મણિપ્રવાલમ્ |
(2) ગુજરાતી ભાષાની જનની | (4) અપભ્રંશ ભાષા |
(3) શામળશાના વિવાહ | (2) નરસિંહ મહેતા |
(4) આખ્યાનના પિતા | (1) કવિ ભાલણ |
2.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) બરસાના | (1) લડુમાર હોળી |
(2) લોહડી | (2) કેરલનો તહેવાર |
(3) પોંગલ | (3) પંજાબનો તહેવાર |
(4) ઓણમ | (4) લઠ્ઠમાર હોળી |
(5) તમિલનાડુનો તહેવાર |
ઉત્તરઃ
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) બરસાના | (4) લઠ્ઠમાર હોળી |
(2) લોહડી | (3) પંજાબનો તહેવાર |
(3) પોંગલ | (5) તમિલનાડુનો તહેવાર |
(4) ઓણમ | (2) કેરલનો તહેવાર |
3.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) નૌકાસ્પર્ધા | (1) પશ્ચિમ બંગાળ |
(2) દુર્ગાપૂજા | (2) બકરી ઈદ |
(3) ઈદ-ઉલ-ફિત્ર | (3) વલ્લમકાલી |
(4) પારસીઓ | (4) રમજાન ઈદ |
(5) પતેતી |
ઉત્તરઃ
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) નૌકાસ્પર્ધા | (3) વલ્લમકાલી |
(2) દુર્ગાપૂજા | (1) પશ્ચિમ બંગાળ |
(3) ઈદ-ઉલ-ફિત્ર | (4) રમજાન ઈદ |
(4) પારસીઓ | (5) પતેતી |
4.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) સિંધી ભાઈ-બહેનોનો તહેવાર | (1) ઝુલેલાલ |
(2) પતેતીનો બીજો દિવસ | (2) ચેટીચંડ |
(3) સિંધી ભાઈ-બહેનોના ઇષ્ટદેવ | (3) ઉત્તર ભારત |
(4) કથકનો વિકાસ | (4) નવરોજ |
(5) દક્ષિણ ભારત |
ઉત્તરઃ
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) સિંધી ભાઈ-બહેનોનો તહેવાર | (2) ચેટીચંડ |
(2) પતેતીનો બીજો દિવસ | (4) નવરોજ |
(3) સિંધી ભાઈ-બહેનોના ઇષ્ટદેવ | (1) ઝુલેલાલ |
(4) કથકનો વિકાસ | (3) ઉત્તર ભારત |
5.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) કથક નૃત્યને પુનર્જીવન | (1) મણિપુરી નૃત્ય |
(2) કેરલનું નૃત્ય | (2) ભરતનાટ્યમ્ નૃત્ય |
(૩) લાસ્ય અને તાંડવ | (3) નવાબ વાજિદઅલી શાહ |
(4) તાંજોર (તમિલનાડુ) જિલ્લો | (4) નવાબ સાજિદઅલી શાહ |
(5) કથકલી નૃત્ય |
ઉત્તર:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) કથક નૃત્યને પુનર્જીવન | (3) નવાબ વાજિદઅલી શાહ |
(2) કેરલનું નૃત્ય | (5) કથકલી નૃત્ય |
(૩) લાસ્ય અને તાંડવ | (1) મણિપુરી નૃત્ય |
(4) તાંજોર (તમિલનાડુ) જિલ્લો | (2) ભરતનાટ્યમ્ નૃત્ય |
6.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) ભરતમુનિ | (1) બિહુ નૃત્ય |
(2) નન્દીકેશ્વર | (2) કુચીપુડી નૃત્ય |
(3) આંધ્ર પ્રદેશ | (3) કથકલી નૃત્ય |
(4) અસમ | (4) અભિનવ દર્પણ |
(5) નાટ્યશાસ્ત્ર |
ઉત્તર:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) ભરતમુનિ | (5) નાટ્યશાસ્ત્ર |
(2) નન્દીકેશ્વર | (4) અભિનવ દર્પણ |
(3) આંધ્ર પ્રદેશ | (2) કુચીપુડી નૃત્ય |
(4) અસમ | (1) બિહુ નૃત્ય |
7.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) હિમાચલ પ્રદેશ | (1) બ્રહ્મ શૈલી |
(2) પુરીનું જગન્નાથ મંદિર | (2) વેસર શેલી |
(3) મદુરાઈનું મીનાક્ષી મંદિર | (3) નાગર શૈલી |
(4) કર્ણાટકનું હોયસળેશ્વરનું મંદિર | (4) બસોહલી શૈલી |
(5) દ્રવિડ શૈલી |
ઉત્તર:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) હિમાચલ પ્રદેશ | (4) બસોહલી શૈલી |
(2) પુરીનું જગન્નાથ મંદિર | (3) નાગર શૈલી |
(3) મદુરાઈનું મીનાક્ષી મંદિર | (5) દ્રવિડ શૈલી |
(4) કર્ણાટકનું હોયસળેશ્વરનું મંદિર | (2) વેસર શેલી |
નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં આપો:
પ્રશ્ન 1.
વિભિન્ન સમુદાયની જાણકારી આપણને શાના પરથી મળે છે?
ઉત્તર:
વિભિન્ન સમુદાયની જાણકારી આપણને તેમની ભાષા પરથી મળે છે.
પ્રશ્ન 2.
પ્રાદેશિક સંસ્કૃતિઓ કોને કહેવામાં આવે છે?
ઉત્તર:
દેશના જુદા જુદા વિસ્તારોની જુદી જુદી સંસ્કૃતિઓને પ્રાદેશિક સંસ્કૃતિઓ કહેવામાં આવે છે.
પ્રશ્ન 3.
કયું રાજ્ય હાલના કેરલનો એક ભાગ હતું?
ઉત્તર:
નવમી સદીમાં સ્થાપવામાં આવેલ મહોદયપુરનું ચેર રાજ્ય હાલના કેરલનો એક ભાગ હતું.
પ્રશ્ન 4.
કેરલની મુખ્ય ભાષા કઈ છે?
ઉત્તર:
કેરલની મુખ્ય ભાષા મલયાલમ છે.
પ્રશ્ન 5.
બંગાળી ભાષાનો ઉદ્ભવ કઈ ભાષામાંથી થયો હોવાનું મનાય છે?
ઉત્તર:
બંગાળી ભાષાનો ઉદ્ભવ સંસ્કૃત ભાષામાંથી થયો હોવાનું મનાય છે.
પ્રશ્ન 6.
બંગાળી ભાષા પર કઈ કઈ ભાષાઓનો પ્રભાવ જોવા મળે છે?
ઉત્તર:
બંગાળી ભાષા પર જનજાતીય ભાષાઓ, પર્શિયન (ફારસી) ભાષા અને યુરોપિયન ભાષાઓનો પ્રભાવ જોવા મળે છે.
પ્રશ્ન 7.
પ્રારંભિક બંગાળી સાહિત્યને કેટલા ભાગમાં વહેંચી શકાય છે? કયા કયા?
ઉત્તર:
પ્રારંભિક બંગાળી સાહિત્યને બે ભાગમાં વહેંચી શકાય છેઃ
- સંસ્કૃતથી પ્રભાવિત, જેમાં મહાકાવ્યોના અનુવાદનો સમાવેશ
- સ્વતંત્ર, જેમાં નાથ સાહિત્યનો સમાવેશ થાય છે.
પ્રશ્ન 8.
પ્રાચીન સમયમાં મુખ્યત્વે કઈ કઈ ભાષાઓ પ્રચલિત હતી?
ઉત્તર:
પ્રાચીન સમયમાં મુખ્યત્વે સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ આ ત્રણ ભાષાઓ પ્રચલિત હતી.
પ્રશ્ન 9.
આઠમી સદીથી ભારતમાં કઈ કઈ ભાષાઓનો વિકાસ થયો?
ઉત્તરઃ
આઠમી સદીથી ભારતમાં હિન્દી, ખડી બોલી, અવધી, બંગાળી, ગુજરાતી, મરાઠી, મલયાલી, તેલુગુ, કન્નડ વગેરે ભાષાઓનો વિકાસ થયો.
પ્રશ્ન 10.
ગુજરાતી ભાષાનો વિકાસ ક્યારે થયો? કઈ કઈ ? ભાષાઓમાંથી થયો?
ઉત્તર:
ગુજરાતી ભાષાનો વિકાસ ઈસુની 10મી અને 11મી સદીમાં સંસ્કૃતમાંથી ઊતરી આવેલા વિવિધ ભાષા-સ્વરૂપોમાંથી થયો.
પ્રશ્ન 11.
અપભ્રંશ કઈ ભાષાની જનની છે?
ઉત્તર:
અપભ્રંશ ગુજરાતી ભાષાની જનની છે.
પ્રશ્ન 12.
અપભ્રંશ ભાષાની શરૂઆત કોનાથી થઈ?
ઉત્તર:
અપભ્રંશ ભાષાની શરૂઆત આચાર્ય હેમચંદ્રથી થઈ.
પ્રશ્ન 13.
ગુજરાતી ભાષાના નવા ‘સાહિત્યયુગ’ના મુખ્ય સૂત્રધારો આ કોણ હતા?
ઉત્તરઃ
ગુજરાતી ભાષાના નવા ‘સાહિત્યયુગ’ના મુખ્ય સૂત્રધારો નરસિંહ મહેતા, મીરાંબાઈ અને ભાલણ હતા.
પ્રશ્ન 14.
ગુજરાતી ભાષાનો નવો ‘સાહિત્યયુગ’ કોના હાથે વિકસે છે?
ઉત્તર:
ગુજરાતી ભાષાનો નવો ‘સાહિત્યયુગ’ નરસિંહ મહેતાના હાથે વિકસે છે.
પ્રશ્ન 15.
નરસિંહ મહેતાએ કઈ કઈ કૃતિઓની રચના કરી હતી?
ઉત્તરઃ
નરસિંહ મહેતાએ ‘શામળદાસના વિવાહ’, ‘કુંવરબાઈનું મામેરું’ , ‘હુંડી’, ‘સુદામાચરિત્ર’, ‘દાણલીલા’ વગેરે કૃતિઓની રચના કરી હતી.
પ્રશ્ન 16.
ભાલણે ગુજરાતી ભાષા માટે કઈ સંજ્ઞા આપી હતી?
ઉત્તરઃ
ભાલણે સૌપ્રથમ પોતાની રચનાઓમાં ગુજરાતી ભાષા માટે ‘ગુર્જર ભાખા’ની સંજ્ઞા આપી હતી.
પ્રશ્ન 17.
આખ્યાનના પિતા કોણ કહેવાય છે?
ઉત્તર:
ભાલણ આખ્યાનના પિતા કહેવાય છે.
પ્રશ્ન 18.
ભાલણની જાણીતી કૃતિઓ કઈ કઈ છે?
ઉત્તરઃ
ભાલણની જાણીતી કૃતિઓ ધ્રુવાખ્યાન, મૃગી આખ્યાન, શિવ-ભીલડી સંવાદ વગેરે છે.
પ્રશ્ન 19.
જગનાથનો શો અર્થ થાય છે? તે કોનો સમાનાર્થી છે?
ઉત્તર:
જગન્નાથનો અર્થ વિશ્વના માલિક (જગતનો નાથ) એવો થાય છે. તે વિષ્ણુ શબ્દનો સમાનાર્થી છે.
પ્રશ્ન 20.
પુરીમાં જગન્નાથ મંદિર કોણે બંધાવ્યું હતું?
ઉત્તર:
પુરીમાં જગન્નાથ મંદિર બારમી સદીમાં થઈ ગયેલા ગંગવંશના રાજા અનંતવર્મને બંધાવ્યું હતું.
પ્રશ્ન 21.
ક્યા રાજાએ પોતાનું રાજ્ય જગનાથને અર્પણ કર્યું હતું? ક્યારે?
ઉત્તર:
ઈ. સ. 1930માં રાજા અનંગભીમ ત્રીજાએ પોતાનું રાજ્ય જગન્નાથને અર્પણ કર્યું હતું.
પ્રશ્ન 22.
જગન્નાથ મંદિર પર પોતાનું વર્ચસ્વ સ્થાપવાનો પ્રયત્ન કોણે કોણે કર્યો હતો? શા માટે?
ઉત્તર:
ઓડિશા પર વિજય મેળવનાર મુઘલો, મરાઠાઓ અને ઈસ્ટ ઇન્ડિયા કંપની આ બધાએ જગન્નાથ મંદિર પર પોતાનું વર્ચસ્વ સ્થાપવાનો પ્રયત્ન કર્યો હતો, કારણ કે તેમનું માનવું હતું કે મંદિર પર નિયંત્રણ મેળવવાથી સ્થાનિક લોકો – સમુદાય પણ હું તેમનું શાસન સ્વીકારશે.
પ્રશ્ન 23.
હોળીનો તહેવાર કેટલા દિવસનો હોય છે? કયા કયા?
ઉત્તરઃ
હોળીનો તહેવાર બે દિવસનો હોય છે. પહેલા દિવસે હોળી અને બીજા દિવસે ધૂળેટી.
પ્રશ્ન 24.
હોળીનો દિવસ કેવી રીતે ઊજવવામાં આવે છે?
ઉત્તર:
હોળીના દિવસને આસુરી શક્તિ પર સાત્ત્વિક શક્તિના વિજય તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસે સાંજના સમયે હોળીનું પૂજન કરી તેને પ્રગટાવવામાં આવે છે.
પ્રશ્ન 25.
ધૂળેટીનો દિવસ (તહેવાર) કેવી રીતે ઊજવવામાં આવે છે?
ઉત્તર:
એકબીજા પર રંગો છાંટીને ધૂળેટીનો દિવસ (તહેવાર) ઊજવવામાં આવે છે.
પ્રશ્ન 26.
‘લઠ્ઠમાર હોળી’ ક્યાં ઉજવાય છે?
ઉત્તરઃ
‘લઠ્ઠમાર હોળી’ ઉત્તર પ્રદેશના બરસાનામાં ઉજવાય છે.
પ્રશ્ન 27.
બરસાના હોળી લઠ્ઠમાર હોળી તરીકે શાથી ઓળખાય છે?
અથવા
કારણ આપો બરસાના હોળી લઠ્ઠમાર હોળી’ તરીકે ઓળખાય છે.
ઉત્તર:
બરસાના રાધાજીનું જન્મસ્થળ છે. નંદગામ(શ્રીકૃષ્ણની ભૂમિ)ના પુરુષો બરસાનાની સ્ત્રીઓ સાથે હોળી રમવા બરસાનામાં આવે છે અને રાધાજીના મંદિર પર ધજા ચઢાવવાનો પ્રયત્ન કરે છે. એ વખતે સ્ત્રીઓ લઠ્ઠ(જાડી લાકડી)થી પુરુષોનું સ્વાગત કરે છે. તેથી બરસાના હોળી લઠ્ઠમાર હોળી’ તરીકે ઓળખાય છે.
પ્રશ્ન 28.
લોહડીનો તહેવાર ક્યાં ક્યાં ઊજવવામાં આવે છે?
ઉત્તર:
લોહડીનો તહેવાર પંજાબ, હરિયાણા અને દિલ્લીના આસપાસના વિસ્તારોમાં ઊજવવામાં આવે છે.
પ્રશ્ન 29.
લોહડીનો તહેવાર કોણ, ક્યારે ઊજવે છે?
ઉત્તર:
લોહડીનો તહેવાર શીખો 13 જાન્યુઆરીના રોજ, મકરસંક્રાંતિ પહેલાં ઊજવે છે.
પ્રશ્ન 30.
લોહડીનો તહેવાર કેવી રીતે ઊજવવામાં આવે છે?
ઉત્તરઃ
13 જાન્યુઆરીની રાત્રે અગ્નિ પ્રગટાવી તેનું પૂજન અને પ્રદક્ષિણા કરી તેમાં મીઠાઈઓ અર્પણ કરવામાં આવે છે. આ રીતે હોળીની જેમ લોહડીનો તહેવાર ઊજવવામાં આવે છે.
પ્રશ્ન 31.
પોંગલ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે? તે અન્ય કયાં કયાં રાજ્યોમાં ઉજવાય છે?
ઉત્તર:
પોંગલ તમિલનાડુ રાજ્યના મુખ્ય તહેવાર છે. તે કર્ણાટક અને આંધ્ર પ્રદેશ રાજ્યોમાં પણ ઉજવાય છે.
પ્રશ્ન 32.
પોંગલની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
ઉત્તરઃ
પોંગલની ઉજવણી તમિલ મહિના ‘થાઈ’ (જાન્યુઆરી મહિનાનો મધ્ય ભાગ)ના પ્રથમ દિવસે કરવામાં આવે છે.
પ્રશ્ન 33.
પોંગલના તહેવારના દિવસે કઈ વાનગી બનાવવામાં આવે છે? એ વાનગી કેવી રીતે બનાવવામાં આવે છે?
ઉત્તરઃ
પોંગલના તહેવારના દિવસે પોંગલ નામની વાનગી છે બનાવવામાં આવે છે. તમિલ ભાષામાં પોંગલનો અર્થ થાય છે ઉકાળવું. ચોખા, મગની દાળ, દૂધ અને ખાંડના મિશ્રણને વાસણમાં ઉકાળીને પોંગલની વાનગી બનાવવામાં આવે છે.
પ્રશ્ન 34.
ઓણમ્ (નમ) કયા રાજ્યના મુખ્ય તહેવાર છે? તે ક્યારે ઊજવવામાં આવે છે?
ઉત્તર:
ઓણમ્ (નમ) કેરલ રાજ્યના મુખ્ય તહેવાર છે. તે મલયાલમ કેલેન્ડરના પ્રથમ મહિના(ઑગસ્ટ-સપ્ટેમ્બર મહિના)માં 10 દિવસ સુધી ઊજવવામાં આવે છે.
પ્રશ્ન 35.
ઓણમ્ (નમ) તહેવારની વિશેષતાઓ શી છે?
ઉત્તરઃ
ફૂલોની સજાવટ, વિવિધ વાનગીઓ, નૃત્યોની રમઝટ અને ‘વલ્લમકાલી’ નામની નૌકાસ્પર્ધા એ ઓણમ્ (નમ) તહેવારની વિશેષતાઓ છે.
પ્રશ્ન 36.
દિવાળીના તહેવાર સાથે કયા તહેવારો જોડાયેલા છે?
ઉત્તર:
દિવાળીના તહેવારની સાથે વાઘબારસ, ધનતેરસ, કાળીચૌદસ, નૂતનવર્ષ, ભાઈબીજ, લાભપાંચમ વગેરે તહેવારો જોડાયેલા છે.
પ્રશ્ન 37.
દિવાળીનો તહેવાર કયા પર્વ તરીકે ઓળખાય છે?
ઉત્તર:
દિવાળીનો તહેવાર પ્રકાશના પર્વ તરીકે ઓળખાય છે.
પ્રશ્ન 38.
ભારતના કયા રાજ્યમાં દુર્ગાપૂજાનું વિશેષ મહત્ત્વ છે?
ઉત્તર:
ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યમાં દુર્ગાપૂજાનું વિશેષ મહત્ત્વ છે.
પ્રશ્ન 39.
કોની ઉજવણી દુર્ગાપૂજાના ઉત્સવથી કરવામાં આવે છે?
ઉત્તર:
દુર્ગામાતાના મહિષાસુર પરના વિજયની ઉજવણી દુર્ગાપૂજાના ઉત્સવથી કરવામાં આવે છે.
પ્રશ્ન 40.
દુર્ગાપૂજાનો તહેવાર ક્યારે પૂર્ણ થાય છે?
ઉત્તરઃ
10 દિવસ ચાલતો દુર્ગાપૂજાનો તહેવાર છેલ્લા દિવસે વિશિષ્ટ અનુષ્ઠાન અને માતાજીની મૂર્તિનું જળમાં વિસર્જન કર્યા પછી પૂર્ણ થાય છે.
પ્રશ્ન 41.
ખ્રિસ્તી લોકો કયા દિવસને નાતાલ (ક્રિસ્મસ) તરીકે ઊજવે છે?
ઉત્તરઃ
ખ્રિસ્તી લોકો ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ 25 ડિસેમ્બરને નાતાલ (ક્રિસ્મસ) તરીકે ધામધૂમ અને શ્રદ્ધાથી ઊજવે છે.
પ્રશ્ન 42.
ખ્રિસ્તી લોકો નાતાલનો તહેવાર કેવી રીતે ઊજવે છે?
ઉત્તર:
ખ્રિસ્તી લોકો નાતાલના તહેવાર દરમિયાન પોતાનાં ઘર છે અને શેરીઓને ક્રિસ્ટમસ-ટ્રી તેમજ અન્ય સુશોભનોથી શણગારે છે. આ દિવસે તેઓ ચર્ચમાં જાય છે અને મીણબત્તી પ્રગટાવી પ્રાર્થના કરે છે અને એકબીજાને ભેટ આપે છે.
પ્રશ્ન 43.
કોની યાદમાં મુસ્લિમો મોહરમને શોકદિવસ તરીકે ઊજવે છે?
ઉત્તર:
હજરત મહંમદ પયગંબર સાહેબના દોહિત્રની શહીદીની યાદમાં મુસ્લિમો મોહરમને શોકદિવસ તરીકે ઊજવે છે.
પ્રશ્ન 44.
ઇસ્લામ ધર્મમાં કઈ બે ઈદ મનાવવામાં આવે છે?
ઉત્તર:
ઇસ્લામ ધર્મમાં આ બે ઈદ મનાવવામાં આવે છે:
- ઈદ-ઉલ-ફિત્ર (રમજાન ઈદ) અને
- ઈદ-ઉલ-અઝહા.
પ્રશ્ન 45.
મુસ્લિમો ઈદ-ઉલ-ફિત્ર કેવી રીતે ઊજવે છે?
ઉત્તર:
પવિત્ર રમજાન માસના રોજા (ઉપવાસ) પૂરા થયા પછી ઈદ-ઉલ-ફિત્ર(રમજાન ઈદ)ના દિવસે મુસ્લિમો સમૂહમાં નમાજ પઢે છે. એ પછી તેઓ એકબીજાને ભેટી ઈદની મુબારકબાદી આપે છે. આ રીતે મુસ્લિમો ઈદ-ઉલ-ફિત્ર ઊજવે છે.
પ્રશ્ન 46.
ઈદ-ઉલ-અઝહા એટલે કઈ ઈદ?
ઉત્તર:
ઈદ-ઉલ-અઝહા એટલે બલિદાનની ઈદ.
પ્રશ્ન 47.
પતેતી એ કોનો તહેવાર છે?
ઉત્તર:
પતેતી એ પારસીઓનો તહેવાર છે.
પ્રશ્ન 48.
કયા દિવસને પતેતીના તહેવાર તરીકે ઊજવવામાં આવે છે?
ઉત્તર:
પારસી વર્ષમાં છેલ્લા પાંચ દિવસો ધાર્મિક પર્વ તરીકે ઉજવાય છે. એ પાંચ દિવસોમાંથી છેલ્લા દિવસને – ‘પ્રાયશ્ચિત્ત’ના દિવસને – પતેતી તરીકે ઉજવવામાં આવે છે.
પ્રશ્ન 49.
પતેતીના દિવસે પારસીઓ શું કરે છે?
ઉત્તર:
પતેતીના દિવસે પારસીઓ તેમના પ્રાર્થનાગૃહ – અગિયારીમાં જાય છે અને ‘અવેસ્તા’ નામના પ્રાર્થનાગ્રંથમાં આપેલી પસ્તાવા માટેની પ્રાર્થના કરે છે.
પ્રશ્ન 50.
ચેટીચંડ એ કોનો તહેવાર છે?
ઉત્તર:
ચેટીચંડ એ સિંધી ભાઈ-બહેનોનો તહેવાર છે.
પ્રશ્ન 51.
સિંધી ભાઈ-બહેનો ચૈત્ર સુદ બીજના દિવસે શું કરે છે?
ઉત્તર:
સિંધી ભાઈ-બહેનો ચૈત્ર સુદ બીજના દિવસે એકબીજાને નૂતનવર્ષના અભિનંદન પાઠવે છે; તેઓ આ દિવસે પોતાના ઇષ્ટદેવ ‘ઝુલેલાલ’ની શોભાયાત્રા કાઢે છે અને શ્રદ્ધાળુઓ ‘તાહીરી’ (મીઠો ભાત) પ્રસાદ તરીકે વહેંચે છે.
પ્રશ્ન 52.
ગુજરાતમાં કયા દિવસોને ‘નવરાત્રી’ તરીકે ઊજવવામાં આવે છે?
ઉત્તર:
ગુજરાતમાં આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધીના આ દિવસોને ‘નવરાત્રી’ તરીકે ઊજવવામાં આવે છે.
પ્રશ્ન 53.
ગુજરાતના લોકો નવરાત્રી કેવી રીતે ઊજવે છે?
ઉત્તર
ગુજરાતના લોકો નવરાત્રીના નવ દિવસો દરમિયાન મા દુર્ગાનું પૂજન કરે છે અને ગરબા તથા દાંડિયા-રાસ રમે છે.
પ્રશ્ન 54.
ઉત્તરાયણ એટલે શું?
ઉત્તર:
ઉત્તરાયણ એટલે સૂર્યનું ધન રાશિમાંથી મકર રાશિમાં આવવું.
પ્રશ્ન 55.
અમદાવાદમાં ક્યારે રથયાત્રા નીકળે છે?
ઉત્તર:
અમદાવાદમાં અષાઢ મહિનાની સુદ બીજના દિવસે રથયાત્રા નીકળે છે.
પ્રશ્ન 56.
અમદાવાદની રથયાત્રાનું આયોજન કેવું હોય છે?
ઉત્તર:
અમદાવાદની રથયાત્રામાં હાથી, ઘોડા, અખાડા, સાધુસંતો સહિત લાખોની સંખ્યામાં લોકો ભાગ લે છે. પહિંદવિધિ કર્યા પછી રથયાત્રામાં ભગવાન જગન્નાથ, મોટા ભાઈ બલરામ (બલભદ્ર) અને બહેન સુભદ્રા રથમાં સવાર થઈ નગરચર્યા માટે નીકળે છે.
પ્રશ્ન 57.
સુરેન્દ્રનગર જિલ્લામાં કયો મેળો યોજાય છે?
ઉત્તર:
સુરેન્દ્રનગર જિલ્લામાં તરણેતરનો મેળો યોજાય છે.
પ્રશ્ન 58.
જૂનાગઢ જિલ્લામાં કયો મેળો યોજાય છે?
ઉત્તરઃ
જૂનાગઢ જિલ્લામાં ભવનાથનો મેળો યોજાય છે.
પ્રશ્ન 59.
બનાસકાંઠા જિલ્લામાં (અંબાજીમાં) કયો મેળો યોજાય છે?
ઉત્તરઃ
બનાસકાંઠા જિલ્લામાં (અંબાજીમાં) ભાદરવી પૂનમનો મેળો યોજાય છે.
પ્રશ્ન 60.
સાબરકાંઠા જિલ્લામાં કયો મેળો યોજાય છે?
ઉત્તર:
સાબરકાંઠા જિલ્લામાં ચિત્ર-વિચિત્રનો મેળો યોજાય છે.
પ્રશ્ન 61.
કથક નૃત્ય માટે કઈ ઉક્તિ જાણીતી છે?
ઉત્તર:
કથક નૃત્ય માટે આ ઉક્તિ જાણીતી છે: ‘કથન કરે સો કથક કહાવે.’
પ્રશ્ન 62.
19મી સદીમાં કથક નૃત્યને કોણે પુનર્જીવન આપ્યું હતું? કેવી રીતે?
ઉત્તર:
19મી સદીમાં અવધના નવાબ વાજિદઅલી શાહે પોતાના દરબારમાં કથક નૃત્યને રાજ્યાશ્રય આપી તેને પુનર્જીવન આપ્યું હતું.
પ્રશ્ન 63.
કથક નૃત્યનો ફેલાવો ક્યાં ક્યાં રાજ્યો સુધી થયો હતો?
ઉત્તર:
કથક નૃત્યનો ફેલાવો પંજાબ, હરિયાણા, બિહાર, મધ્ય પ્રદેશ અને કેન્દ્રશાસિત પ્રદેશો કશ્મીર અને લડાખ સુધી થયો હતો.
પ્રશ્ન 64.
કથકલી એ કયા રાજ્યની નૃત્ય પરંપરા છે? કથકલીનો શો અર્થ થાય છે?
ઉત્તર:
કથકલી એ કેરલ રાજ્યની નૃત્ય પરંપરા છે. કથકલીનો શાબ્દિક અર્થ નાટ્યવાર્તા થાય છે.
પ્રશ્ન 65.
અભિનય એ કયા નૃત્યનો આત્મા છે?
ઉત્તર:
અભિનય એ કથકલી નૃત્યનો આત્મા છે.
પ્રશ્ન 66.
કથકલી નૃત્યમાં કઈ બાબતો ખૂબ મહત્ત્વની ગણાય છે?
ઉત્તર:
કથકલી નૃત્યમાં અભિનય, રંગભૂષા અને વેશભૂષા આ ત્રણ બાબતો ખૂબ મહત્ત્વની ગણાય છે.
પ્રશ્ન 67.
મણિપુરી નૃત્યને ભારતનાં અન્ય નૃત્યોથી શા માટે અલગ માનવામાં આવે છે?
ઉત્તરઃ
મણિપુરી નૃત્યમાં શરીરની ગતિ ધીમી હોવાથી તેને ભારતનાં અન્ય નૃત્યોથી અલગ માનવામાં આવે છે.
પ્રશ્ન 68.
મણિપુરી નૃત્યના કેટલા પ્રકાર છે? કયા કયા?
ઉત્તર:
મણિપુરી નૃત્યના બે પ્રકાર છે:
- લાસ્ય અને
- તાંડવ.
પ્રશ્ન 69.
ભરતમુનિએ કયો ગ્રંથ રચ્યો છે? તેની વિશેષતા શી છે?
ઉત્તર:
ભરતમુનિએ ‘નાટ્યશાસ્ત્ર’ નામનો ગ્રંથ રચ્યો છે. તે ભારતનાં શાસ્ત્રીય નૃત્યો પર લખાયેલ મહાન ગ્રંથ છે.
પ્રશ્ન 70.
નન્દીકેશ્વરે કયો ગ્રંથ રચ્યો છે? તેમાં શાની ચર્ચા કરવામાં આવી છે?
ઉત્તર:
નન્દીકેશ્વર ‘અભિનય દર્પણ’ નામનો ગ્રંથ રચ્યો છે. તેમાં ભારતના અગત્યના શાસ્ત્રીય નૃત્ય તરીકે ભરતનાટ્યની વિશદ ચર્ચા કરવામાં આવી છે.
પ્રશ્ન 71.
ભરતનાટ્યમ નૃત્યનો વિકાસ કયા જિલ્લામાં થયો હતો?
ઉત્તર:
ભરતનાટ્યમ્ નૃત્યનો વિકાસ તમિલનાડુ રાજ્યના તાંજોર જિલ્લામાં થયો હતો.
પ્રશ્ન 72.
કુચીપુડી નૃત્યનો ઉદ્ભવ ક્યાં થયો હતો?
ઉત્તરઃ
કુચીપુડી નૃત્યનો ઉદ્ભવ આંધ્ર પ્રદેશ રાજ્યના કુચીપુડી નામના ગામમાં થયો હતો.
પ્રશ્ન 73.
કયા નૃત્યે કુચીપુડી નૃત્યનું સ્વરૂપ ધારણ કર્યું? ક્યારે? ઉત્તરઃ આંધ્ર પ્રદેશ રાજ્યના કુચીપુડી ગામમાં યક્ષગાન તરીકે ઓળખાતા નૃત્યે 17મી સદીમાં કુચીપુડી નૃત્યનું સ્વરૂપ ધારણ કર્યું.
પ્રશ્ન 74.
કુચીપુડી નૃત્યના રચયિતા કોણ હતા?
ઉત્તરઃ
કુચીપુડી નૃત્યના રચયિતા વેષ્ણવ કવિ સિદ્ધદ્ર યોગી હતા.
પ્રશ્ન 75.
અસમનું પ્રસિદ્ધ નૃત્ય કયું છે?
ઉત્તરઃ
અસમનું પ્રસિદ્ધ નૃત્ય બિહુ છે.
પ્રશ્ન 76.
બિહુ નૃત્ય કેવી રીતે કરવામાં આવે છે?
ઉત્તર:
આનંદ વ્યક્ત કરવા માટે સ્ત્રી-પુરુષો પરંપરાગત પોશાક પહેરીને સમૂહમાં બિહુ નૃત્ય કરે છે. આ નૃત્ય કરતી વખતે ઢોલ, પેપા (ભેંસનાં શિંગડાંમાંથી બનાવવામાં આવેલ એક પ્રકારનું વાદ્ય) અને વાંસળી જેવાં વાદ્યોનો ઉપયોગ કરવામાં આવે છે.
પ્રશ્ન 77.
લઘુચિત્રો એટલે શું?
ઉત્તર:
લઘુચિત્રો એટલે નાના કદનાં ચિત્રો.
પ્રશ્ન 78.
લઘુચિત્રો કેવી રીતે તૈયાર કરવામાં આવતાં?
ઉત્તર:
લઘુચિત્રો કાપડ અને કાગળ પર પાણીના રંગોનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવતાં.
પ્રશ્ન 79.
લઘુચિત્રો ક્યાં ક્યાં જોવા મળે છે?
ઉત્તરઃ
રાજસ્થાન અને ગુજરાતના જૈન ગ્રંથોમાં અનેક લઘુચિત્રો જોવા મળે છે. આ ઉપરાંત, મહાભારત અને પંચતંત્ર જેવા અનુવાદિત ગ્રંથોમાં તેમજ અબુલ ફઝલે લખેલી અકબરની આત્મકથા અકબરનામામાં ખૂબ સુંદર લઘુચિત્રો દોરવામાં આવ્યાં છે.
પ્રશ્ન 80.
મુઘલ સમયમાં લઘુચિત્રકલાનો ખૂબ વિકાસ શાથી થયો હતો?
ઉત્તરઃ
મુઘલ સમયમાં મુઘલ બાદશાહો અકબર, જહાંગીર અને શાહજહાંએ કુશળ ચિત્રકારોને પ્રોત્સાહન આપ્યું હતું અને ચિત્રશાળાઓની સ્થાપના કરાવી હતી.
પ્રશ્ન 81.
લઘુચિત્રોના વિષયો કયા કયા હતા?
ઉત્તર:
રાજદરબારનાં, યુદ્ધનાં, શિકારનાં અને સામાજિક જીવનનાં દશ્યો લઘુચિત્રોના વિષયો હતા.
પ્રશ્ન 82.
ગુજરાતમાં લઘુચિત્રો ક્યાં જોવા મળે છે?
ઉત્તર:
ગુજરાતમાં ખંભાતના શાંતિનાથ ભંડારામાં અને પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનભંડારમાં સચવાયેલ હસ્તપ્રતોમાં લઘુચિત્રો જોવા મળે છે.
પ્રશ્ન 83.
કયાં કયાં રાજ્યોએ કોનાં ચિત્રોનું સર્જન કરાવ્યું હતું?
ઉત્તરઃ
મેવાડ, જોધપુર, બુંદી, કોટા, બુંદેલખંડ, કિસનગઢ વગેરે રાજ્યોએ ભારતની પૌરાણિક કથાઓ, મહાકાવ્યો અને દેવી-દેવતાઓનાં ચિત્રોનું સર્જન કરાવ્યું હતું.
પ્રશ્ન 84.
‘બસોહલી’ ચિત્રશૈલી કોને કહે છે? આ ચિત્રશૈલીનાં ચિત્રો ક્યાં જોવા મળે છે?
ઉત્તર:
સત્તરમી સદી પછીનાં વર્ષોમાં હિમાચલ પ્રદેશમાં વિકસેલી લઘુચિત્રકલાને ‘બસોહલી’ ચિત્રશૈલી કહે છે. આ ચિત્રશૈલીનાં ચિત્રો ભાનુદત્તરચિત પુસ્તક ‘રસમંજરી’માં જોવા મળે છે.
પ્રશ્ન 85.
કાંગડા ચિત્રશૈલીનો વિકાસ કેવી રીતે થયો?
ઉત્તરઃ
નાદિરશાહે દિલ્લી પર આક્રમણ કરી વિજય મેળવ્યો એ કારણે મુઘલ કલાકારો દિલ્લી છોડીને પહાડી વિસ્તારોમાં જઈને ત્યાં વસ્યા. તેના પરિણામસ્વરૂપ ‘કાંગડા’ ચિત્રશૈલીનો વિકાસ થયો.
પ્રશ્ન 86.
કઈ ચિત્રશૈલીને પહાડી ચિત્રકલા પણ કહેવામાં આવે છે?
ઉત્તરઃ
કાંગડા ચિત્રશૈલીને પહાડી ચિત્રકલા પણ કહેવામાં આવે છે.
પ્રશ્ન 87.
બ્રિટિશ શાસકો આજના રાજસ્થાનને કયા નામે ઓળખાતા હતા?
ઉત્તર:
બ્રિટિશ શાસકો આજના રાજસ્થાનને ‘રાજપૂતાના’ નામે ઓળખતા હતા.
પ્રશ્ન 88.
રાજપૂતોની વીરગાથાઓ કોણ, કેવી રીતે વર્ણવતા હતા? એ ગાથાઓમાં શું શું વર્ણવવામાં આવતું હતું?
ઉત્તર:
રાજપૂતોની વીરગાથાઓ ચારણો અને બારોટો કાવ્યો અને ગીતો દ્વારા વર્ણવતા હતા. એ ગાથાઓમાં રાજપૂતોની શૂરવીરતા, તેમની સ્વામીભક્તિ, મિત્રતા, પ્રેમ, સાહસિકતા, ક્રોધ વગેરે વર્ણવવામાં આવતાં હતાં.
પ્રશ્ન 89.
રાજપૂતો કોના માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દેતા?
ઉત્તર:
રાજપૂતો સ્ત્રીઓ, બ્રાહ્મણો, ગાયો અને ધર્મ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દેતા.
પ્રશ્ન 90.
સૂફીવાદના મતે ધર્મ એટલે શું?
ઉત્તરઃ સૂફીવાદના મતે ધર્મ એટલે ઈશ્વર પ્રત્યેનો પ્રેમ અને ‘માનવતાની સેવા’.
પ્રશ્ન 91.
દરેક સિલસિલાના પીર (માર્ગદર્શક) કયા નામે ઓળખાતા?
ઉત્તરઃ
દરેક સિલસિલાના પીર (માર્ગદર્શક) ‘ખ્વાજા’ કે ‘શેખ’ તરીકે ઓળખાતા.
પ્રશ્ન 92.
પીરના શિષ્યોને કયા નામે ઓળખવામાં આવતા?
ઉત્તરઃ
પીરના શિષ્યોને ‘મુરીદ’ નામે ઓળખવામાં આવતા.
પ્રશ્ન 93.
ભારતમાં ચિશ્તી સંપ્રદાયની શરૂઆત કોણે કરી હતી?
ઉત્તર:
ભારતમાં ચિશ્તી સંપ્રદાયની શરૂઆત અજમેરના પ્રસિદ્ધ છે સૂફી સંત મોઇનુદ્દીન ચિશ્તીએ કરી હતી.
પ્રશ્ન 94.
સૂફી સંત મોઇનુદ્દીન ચિશ્તી કયા નામે પ્રચલિત થયા હતા?
ઉત્તરઃ
સૂફી સંત મોઇનુદ્દીન ચિશ્તી ‘ખ્વાજા’ અને ‘ઓલિયા’ નામે પ્રચલિત થયા હતા.
પ્રશ્ન 95.
ગુજરાતમાં કોણ મહાન પીર તરીકે જાણીતા થયા હતા?
ઉત્તરઃ
ગુજરાતમાં અહેમદ ખટુ ગંજબક્ષ મહાન પીર તરીકે જાણીતા થયા હતા.
પ્રશ્ન 96.
પાળિયા કોને કહેવામાં આવે છે?
ઉત્તરઃ
દુશ્મનો સામે પાળ થઈ ઊભા રહી યુદ્ધ કે લડાઈમાં ખપી જનાર વીર શહીદોની સ્મૃતિમાં જે સ્મારક કે ખાંભી ઊભી કરવામાં આવે તેને પાળિયા’ કહેવામાં આવે છે.
પ્રશ્ન 97.
સતીના પાળિયા કોને કહેવામાં આવે છે?
ઉત્તરઃ
જે સ્ત્રીઓએ જૌહર કર્યું હોય કે જે સ્ત્રી સતી થઈ હોય તો તેમના બનાવવામાં આવતા પાળિયાને ‘સતીના પાળિયા’ કહેવામાં આવે છે.
પ્રશ્ન 98.
ગુપ્તયુગને કયાં મંદિરોનો યુગ કહેવામાં આવે છે?
ઉત્તરઃ
ગુપ્તયુગને સંરચનાત્મક મંદિરોનો યુગ કહેવામાં આવે છે.
પ્રશ્ન 99.
મંદિરની સ્થાપત્ય શૈલીના કેટલા પ્રકાર છે? કયા કયા?
ઉત્તરઃ
મંદિરની સ્થાપત્ય શૈલીના ત્રણ પ્રકાર છેઃ
- નાગર શેલી
- દ્રવિડ શૈલી અને
- વેસર શેલી.
પ્રશ્ન 100.
કઈ સ્થાપત્ય શૈલીને નાગર શૈલી તરીકે ઓળખવામાં આવે છે?
ઉત્તર:
ઈસુની 5મી સદી પછી ભારતના ઉત્તર ભારત(હિમાલય)થી છેક મધ્ય ભારતમાં વિંધ્ય પર્વતમાળા સુધી વિકસેલી મંદિરની સ્થાપત્ય શૈલીને ‘નાગર શૈલી’ તરીકે ઓળખવામાં આવે છે.
પ્રશ્ન 101.
નાગર સ્થાપત્ય શૈલીનાં બે-ત્રણ મંદિરોનાં ઉદાહરણો આપો.
ઉત્તરઃ
નાગર સ્થાપત્ય શૈલીનાં ત્રણ મંદિરોનાં ઉદાહરણો:
- પુરી(ઓડિશા)નું જગન્નાથ મંદિર
- મોઢેરા(ગુજરાત)નું સૂર્યમંદિર અને
- મધ્ય પ્રદેશમાં ખજૂરાહોનું મહાદેવ મંદિર.
પ્રશ્ન 102.
કઈ સ્થાપત્ય શૈલીને દ્રવિડ શૈલી તરીકે ઓળખવામાં આવે છે?
ઉત્તરઃ
દક્ષિણ ભારતમાં વિકસેલી સ્થાપત્ય શૈલીને દ્રવિડ શૈલી તરીકે ઓળખવામાં આવે છે.
પ્રશ્ન 103.
દ્રવિડ સ્થાપત્ય શૈલીનાં બે-ત્રણ મંદિરોનાં ઉદાહરણો આપો.
ઉત્તર:
દ્રવિડ સ્થાપત્ય શૈલીનાં ત્રણ મંદિરોનાં ઉદાહરણો:
- તમિલનાડુનું બૃહદેશ્વર(રાજરાજેશ્વર)નું મંદિર
- મદુરાઈનું મીનાક્ષી મંદિર અને
- તમિલનાડુનું મહાબલિપુરનું રથમંદિર.
પ્રશ્ન 104.
વેસર સ્થાપત્ય શૈલીમાં કઈ કઈ શૈલીનું મિશ્રણ જોવા મળે છે?
ઉત્તરઃ
વેસર સ્થાપત્ય શૈલીમાં નાગર શૈલી અને દ્રવિડ શૈલીનું મિશ્રણ જોવા મળે છે.
પ્રશ્ન 105.
વેસર સ્થાપત્ય શૈલી ક્યાંથી ક્યાં સુધી વિકસી હતી?
ઉત્તરઃ
વેસર સ્થાપત્ય શૈલી મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને વિંધ્ય પર્વતમાળાથી કૃષ્ણા નદીના પ્રદેશ સુધી વિકસી હતી.
પ્રશ્ન 106.
વેસર સ્થાપત્ય શૈલીનાં બે મંદિરોનાં ઉદાહરણો આપો.
ઉત્તર:
વેસર સ્થાપત્ય શૈલીનાં બે મંદિરોનાં ઉદાહરણો:
- હલેબીડુ, કર્ણાટકનું હોયસળેશ્વરનું મંદિર અને
- બેલૂર, કર્ણાટકનું ચેન્ના કેશવ મંદિર.
ભારતમાં નીચેની પ્રાંતીય ભાષાઓના વિકાસની માહિતી આપોઃ
(1) મલયાલમ
(2) બંગાળી
(૩) ગુજરાતી
ઉત્તર:
(1) મલયાલમ: નવમી સદીમાં સ્થપાયેલ મહોદયપુરનું ચેર રાજ્ય હાલના કેરલનો એક ભાગ હતું. કેરલની સંસ્કૃતિ મલયાલમ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે. મલયાલમ કેરલની મુખ્ય ભાષા છે. તેની પર સંસ્કૃત ભાષાની તીવ્ર અસર છે. ચૌદમી સદીમાં વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર લખાયેલ ‘લીલાતિલકમ્’ ગ્રંથ મણિપ્રવાલમ્ શૈલીમાં લખાયો હતો.
(2) બંગાળી બંગાળી ભાષાનો ઉદ્ભવ સંસ્કૃત ભાષામાંથી થયો હોવાનું મનાય છે. પંદરમી સદી સુધીમાં બંગાળમાં ઉપભાષાઓ અને બોલીઓના મિલનથી એક સાહિત્યિક ભાષાનો જન્મ થયો. એ ભાષા બંગાળની બોલચાલની ભાષા બની.
જનજાતીય ભાષાઓ, પર્શિયન (ફારસી) ભાષા અને યુરોપિયન ભાષાઓની બંગાળી ભાષા પર અસર થયેલી છે.
પ્રારંભિક બંગાળી સાહિત્યના બે ભાગ છે: (1) સંસ્કૃતથી પ્રભાવિત બંગાળી સાહિત્ય અને (2) નાથ સાહિત્ય.
(૩) ગુજરાતી: ઈસુની 10મી અને 11મી સદીમાં સંસ્કૃતમાંથી ઊતરી આવેલા વિવિધ ભાષા-સ્વરૂપોમાંથી ગુજરાતી ભાષાનો વિકાસ થયો. તેથી અપભ્રંશ ભાષા ગુજરાતી ભાષાની જનની કહેવાય છે. પ્રખર વિદ્વાન આચાર્ય હેમચંદ્રથી અપભ્રંશ ભાષાની શરૂઆત થઈ.
ગુજરાતી ભાષાના નવા સાહિત્યયુગની શરૂઆત ભક્ત કવિ નરસિંહ મહેતાથી થઈ. નવા સાહિત્યયુગના મુખ્ય સૂત્રધારો નરસિંહ મહેતા, મીરાંબાઈ અને ભાલણ ગણાય છે. આ ત્રણે કવિઓના ભક્તિસાહિત્યથી ગુજરાતી ભાષાના વિકાસનો પ્રારંભ થયો.
નરસિંહ મહેતાએ ‘શામળદાસના વિવાહ’, ‘કુંવરબાઈનું મામેરું’, ‘હુંડી’, ‘સુદામાચરિત્ર’, ‘દાણલીલા’ વગેરે કૃતિઓ રચી હતી. મીરાંબાઈએ કૃષ્ણભક્તિનાં અનેક પદો રચ્યાં છે. ભાલણે સૌપ્રથમ પોતાની રચનાઓમાં ગુજરાતી ભાષા માટે ગુર્જર ભાખા’ની સંજ્ઞા આપી હતી. ભાલણ આખ્યાનના પિતા કહેવાય છે. ‘ધ્રુવાખ્યાન’, ‘મૃગી આખ્યાન’, ‘શિવ-ભીલડી સંવાદ’ વગેરે તેમની જાણીતી કૃતિઓ છે.
ભારતના નીચેના ઉત્સવો વિશે માહિતી આપોઃ
(1) જગન્નાથ રથયાત્રા
(2) હોળી
(૩) લઠ્ઠમાર હોળી – બરસાના
(4) લોહડી (પંજાબ)
(5) પોંગલ
(6) ઓણમ (નમ)
(7) દિવાળી
(8) દુર્ગાપૂજા
(9) નાતાલ
(10) મોહરમ
(11) ઈદ
(12) પતેતી
(13) ચેટીચંડ (ચેટીચાંદ)
ઉત્તરઃ
(1) જગન્નાથ રથયાત્રાઃ ઓડિશામાં પુરીમાં આવેલ સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાંથી દર વર્ષે એક ભવ્ય અને જગપ્રસિદ્ધ રથયાત્રા નીકળે છે. તેમાં વિષ્ણુ ભગવાનના અવતાર મનાતા જગન્નાથજી રથમાં બેસીને પુરીમાં ભ્રમણ કરે છે. આ ઉત્સવમાં ભાગ લેવા માટે દેશ-વિદેશથી અનેક શ્રદ્ધાળુઓ પુરીમાં આવે છે.
બારમી સદીમાં થઈ ગયેલા ગંગવંશના રાજા અનંતવર્મને પુરી ખાતે જગન્નાથ મંદિર બંધાવ્યું હતું. ઈ. સ. 1930માં રાજા અનંગભીમ ત્રીજાએ પોતાનું રાજ્ય જગન્નાથને અર્પણ કરી પોતાને તેમના પ્રતિનિધિ તરીકે જાહેર કર્યા હતા.
(2) હોળી: હોળીનો તહેવાર ભારતભરમાં ઊજવવામાં આવે છે, પરંતુ ઉત્તર ભારતમાં તેનું ખૂબ મહત્ત્વ છે. હોળીનો તહેવાર બે છે દિવસનો હોય છે. પહેલા દિવસે હોળી અને બીજા દિવસે ધૂળેટી.
હોળીના દિવસને આસુરી શક્તિ પર સાત્ત્વિક શક્તિના પ્રતીક તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસે સાંજના સમયે હોળીનું પૂજન કરી તેને પ્રગટાવવામાં આવે છે. ધૂળેટીનો તહેવાર એકબીજા પર રંગો છાંટીને ઊજવવામાં આવે છે.
(૩) લઠ્ઠમાર હોળી – બરસાનાઃ ઉત્તર પ્રદેશના બરસાનામાં ઊજવાતી હોળી ‘લઠ્ઠમાર હોળી’ તરીકે જાણીતી છે. બરસાના રાધાજીનું જન્મસ્થાન છે. નંદગામ(શ્રીકૃષ્ણની ભૂમિ)ના પુરુષો બરસાનાની સ્ત્રીઓ સાથે હોળી રમવા બરસાનામાં આવે છે અને રાધાજીના મંદિર પર ધજા ચઢાવવાનો પ્રયત્ન કરે છે. એ વખતે સ્ત્રીઓ લક(જાડી લાકડી)થી પુરુષોનું સ્વાગત કરે છે. તેથી બરસાના હોળી ‘લઠ્ઠમાર હોળી’ તરીકે ઓળખાય છે.
(4) લોહડી (પંજાબ) લોહડીનો તહેવાર પંજાબ, હરિયાણા અને દિલ્લીની આજુબાજુના વિસ્તારોમાં વસતા શીખ સમુદાય દ્વારા હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે. આ તહેવાર શીખો 13 જાન્યુઆરીના રોજ, મકરસંક્રાંતિ પહેલાં ઊજવે છે. 13 જાન્યુઆરીની રાત્રે અગ્નિ પ્રગટાવી તેનું પૂજન અને પ્રદક્ષિણા કરી તેમાં મીઠાઈઓ પધરાવવામાં આવે છે. લોહડીના તહેવારને હોળીની જેમ અંધકાર પર પ્રકાશના વિજયનું પ્રતીક માનવામાં આવે છે.
(5) પોંગલઃ પોંગલ એ તમિલનાડુ રાજ્યના મુખ્ય તહેવાર છે. કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં પણ આ તહેવાર ઊજવવામાં આવે છે. પોંગલની ઉજવણી તમિલ મહિના ‘થાઈ (જાન્યુઆરી મહિનાનો મધ્યભાગ)ના પ્રથમ દિવસે કરવામાં આવે છે. પોંગલના તહેવારના દિવસે પોંગલ નામની વાનગી બનાવવામાં આવે છે. તમિલ ભાષામાં પોંગલનો અર્થ ઉકાળવું એવો થાય છે. ચોખા, મગની દાળ, દૂધ અને ખાંડના મિશ્રણને વાસણમાં ઉકાળીને પોંગલ બનાવવામાં આવે છે.
(6) ઓણમ (નમ) ઓણમ (નમ) એ કેરલ રાજ્યનો મુખ્ય તહેવાર છે. તે મલયાલમ કૅલેન્ડરના પ્રથમ મહિના(ઑગસ્ટસપ્ટેમ્બર મહિના)માં 10 દિવસ સુધી ઊજવવામાં આવે છે.
ફૂલોની સજાવટ, વિવિધ વાનગીઓ, નૃત્યોની રમઝટ અને ‘વલ્લમકાલી’ નામની નૌકાસ્પર્ધા એ ઓણમ (નમ) તહેવારની વિશેષતાઓ છે. આ તહેવારમાં ‘સાદિયા’ નામનું ભોજન લેવામાં આવે છે.
(7) દિવાળી: ભારતમાં દિવાળીનો તહેવાર ધામધૂમથી ઊજવવામાં આવે છે. આ તહેવારની સાથે વાઘબારસ, ધનતેરસ, કાળીચૌદસ, નૂતનવર્ષ, ભાઈબીજ, લાભપાંચમ વગેરે તહેવારો જોડાયેલા છે. દિવાળીનો તહેવાર પ્રકાશના પર્વ તરીકે પણ ઓળખાય છે. ઘેર ઘેર દીવા પ્રગટે છે. બાળકો ફટાકડા ફોડી આનંદ મેળવે છે.
(8) દુર્ગાપૂજા: દુર્ગાપૂજા એ પશ્ચિમ બંગાળનો મહત્ત્વનો તહેવાર છે. દુર્ગામાતાના મહિષાસુર પરના વિજયની ઉજવણી દુર્ગાપૂજાના ઉત્સવથી કરવામાં આવે છે. આ તહેવાર 10 દિવસ સુધી ઉજવાય છે.
દુર્ગાપૂજાનો તહેવાર છેલ્લા દિવસે વિશિષ્ટ અનુષ્ઠાન અને માતાજીની મૂર્તિનું જળમાં વિસર્જન કર્યા પછી પૂરો થાય છે.
દુર્ગાપૂજાનો તહેવાર દેશમાં બધાં જ રાજ્યોમાં નાના-મોટા પાયે ઊજવવામાં આવે છે.
(9) નાતાલઃ ખ્રિસ્તી લોકો ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ 25 ડિસેમ્બરને નાતાલ (ક્રિસ્મસ) તરીકે ધામધૂમ અને શ્રદ્ધાથી ઊજવે છે. આ તહેવાર દરમિયાન ખ્રિસ્તી લોકો પોતાનાં ઘર અને શેરીઓને ક્રિસ્મસ-ટ્રી તેમજ અન્ય સુશોભનોથી શણગારે છે. આ દિવસે તેઓ ચર્ચમાં જાય છે અને મીણબત્તી પ્રગટાવી પ્રાર્થના કરે છે. એ પછી તેઓ એકબીજાને ભેટ આપે છે. પહેલી જાન્યુઆરીના દિવસને ખ્રિસ્તી લોકો નવા વર્ષ તરીકે ઊજવે છે.
(10) મોહરમ: હજરત મહંમદ પયગંબર સાહેબના દોહિત્રની શહીદીની યાદમાં મુસ્લિમો મોહરમને શોકદિવસ તરીકે ઊજવે છે. તેઓ કાળા રંગનો પોશાક પહેરીને શોક પ્રદર્શિત કરે છે. આ દિવસે તાજિયા (જૂલુસ) કાઢવામાં આવે છે.
(11) ઈદઃ ઇસ્લામ ધર્મમાં બે ઈદ મનાવવામાં આવે છે? (1) ઈદ-ઉલ-ફિત્ર અને (2) ઈદ-ઉલ-અઝહા
ઈદ-ઉલ-ફિત્ર રમજાન ઈદ પણ કહેવાય છે. પવિત્ર રમજાન માસના રોજા (ઉપવાસ) પૂરા થયા પછી રમજાન ઈદના દિવસે મુસ્લિમો સમૂહમાં નમાજ પઢે છે. એ પછી તેઓ એકબીજાને – ભેટી ઈદની મુબારકબાદી આપે છે.
ઈદ-ઉલ-અઝહા એટલે બલિદાનની ઈદ. આ ઈદ હજ (મક્કામાં આવેલ પવિત્ર કાબાની યાત્રા) સાથે જોડાયેલી છે.
(12) પતેતી પતેતી એ પારસીઓનો મુખ્ય તહેવાર છે. પારસી વર્ષના છેલ્લા પાંચ દિવસો ધાર્મિક પર્વ તરીકે ઊજવવામાં આવે છે. એ પાંચ દિવસોમાંથી સૌથી છેલ્લા દિવસને ‘પ્રાયશ્ચિત્તના દિવસ – પતેતી’ તરીકે ઊજવવામાં આવે છે. પારસી લોકો પોતાના દ્વારા થયેલ ભૂલચૂક, પાપ કે ગુના માટે હૃદયપૂર્વક પસ્તાવો કરે છે. પતેતીના દિવસે પારસી લોકો તેમના પ્રાર્થનાગૃહ- અગિયારીમાં જાય છે અને ‘અવેસ્તા’ નામના પ્રાર્થનાગ્રંથમાં આપેલી પસ્તાવા તે માટેની પ્રાર્થના કરે છે.
પતેતીના બીજા દિવસને પારસી લોકો નવરોજ’ (નવા વર્ષનો પ્રથમ દિવસ) તરીકે ઊજવે છે.
(13) ચેટીચંડ (ચેટીચાંદ) ચેટીચંડ એ સિંધી ભાઈ-બહેનોનો માનીતો તહેવાર છે. સિંધી લોકો ચૈત્ર સુદ બીજના દિવસને નૂતનવર્ષના પ્રથમ દિવસ તરીકે ઊજવે છે. આ દિવસે તેઓ એકબીજાને નવા વર્ષનાં અભિનંદન પાઠવે છે. આ દિવસે તેઓ પોતાના ઇષ્ટદેવ ‘ઝુલેલાલ’ની શોભાયાત્રા કાઢે છે અને શ્રદ્ધાળુઓને ‘તાહીરી’ (મીઠો ભાત) પ્રસાદ તરીકે વહેચે છે.
ગુજરાતના નીચેના ઉત્સવો વિશે માહિતી આપો:
(1) નવરાત્રી
(2) ઉત્તરાયણ
(૩) રથયાત્રા
ઉત્તર:
(1) નવરાત્રી: ગુજરાતમાં આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધીના દિવસોને નવરાત્રીના તહેવાર તરીકે ઊજવવામાં આવે છે. નવરાત્રી એ શક્તિની આરાધનાનું પર્વ છે. એ નવ દિવસો દરમિયાન ભાવિક લોકો મા દુર્ગાનું પૂજન કરે છે. નવરાત્રીમાં સ્ત્રી-પુરુષો મોડી રાત સુધી ગરબે ઘૂમે છે અને રાસ રમે છે. ગરબો એ ગુજરાતની એક આગવી ઓળખ છે.
(2) ઉત્તરાયણઃ આ તહેવાર 14 જાન્યુઆરીના દિવસે ઉજવાય છે. લોકો પતંગ ચગાવી, તલ-ગોળના લાડુ અને ચીકી ખાઈને આ તહેવાર ઊજવે છે. આ દિવસે સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશે છે. તેથી તે ‘મકરસંક્રાંતિ’ તરીકે પણ ઓળખાય છે.
(૩) રથયાત્રા દર વર્ષે અષાઢ સુદ બીજના દિવસે અમદાવાદમાં જગન્નાથ ભગવાનની ભવ્ય રથયાત્રા નીકળે છે. આ રથયાત્રાનું સવિશેષ મહત્ત્વ છે. તેમાં હાથી, ઘોડા, અખાડા, સાધુ-સંતો સહિત અસંખ્ય લોકો ભાગ લે છે. પહિંદવિધિ (સોનાના સાવરણાથી રથની આગળનો રસ્તો સાફ કરવાની વિધિ) કર્યા પછી રથયાત્રાનો શુભ આરંભ કરવામાં આવે છે. રથયાત્રામાં ભગવાન જગન્નાથ, મોટા ભાઈ બલરામ (બલભદ્ર) અને બહેન સુભદ્રા રથમાં બિરાજમાન થઈ નગરચર્યા માટે નીકળે છે.
ભારતનાં નીચેનાં શાસ્ત્રીય નૃત્યો વિશે માહિતી આપોઃ
(1) કથક
(2) કથકલી
(૩) મણિપુરી
(4) ભરતનાટ્યમ્
(5) કુચીપુડી
(6) બિહુ
ઉત્તર:
(1) કથક કથક શબ્દ ‘કથા’ પરથી ઊતરી આવ્યો છે. કથાકાર પોતાના હાવભાવ અને સંગીતથી કથાને રોચક રીતે સમજાવતા. ‘કથન કરે સો કથક કહાવે’ આ ઉક્તિ કથક નૃત્યના વિકાસ સાથે જોડાયેલી છે. મુખ્યત્વે પંદરમી અને સોળમી સદી દરમિયાન ભક્તિ આંદોલનના થયેલા પ્રસારને કારણે ઉત્તર ભારતમાં
કથકનો ખૂબ વિકાસ થયો. કથક નૃત્ય શ્રીકૃષ્ણના ગોપીઓ સાથેનાં નૃત્યો(રાસલીલાઓ)ની કથાઓ પર આધારિત છે.
મુઘલ બાદશાહોના સમયમાં કથક નૃત્ય રાજદરબારોમાં કરવામાં આવતું. તેથી તે વિશિષ્ટ નૃત્ય શૈલીના સ્વરૂપે વિકસ્યું. સોળમી સદી પછી કથક જયપુર અને લખનઉ આ બે પરંપરાઓ – ઘરાનાઓમાં વહેંચાઈ ગયું. 19મી સદીમાં અવધના નવાબ વાજિદઅલી શાહે પોતાના દરબારમાં કથકને આશ્રય આપી તેને પુનર્જીવન આપ્યું હતું. કથક નૃત્યનો ફેલાવો પંજાબ, હરિયાણા, જમ્મુ-કશ્મીર, બિહાર અને મધ્ય પ્રદેશ સુધી થયો હતો. આઝાદી પછી કથક નૃત્યને છ શાસ્ત્રીય નૃત્યોમાં સ્થાન મળ્યું છે. આજે તે ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ બની ગયું છે.
(2) કથકલીઃ
કથકલી એ કેરલ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે. તેનો શાબ્દિક અર્થ નાટ્યવાર્તા થાય છે. અભિનય એ કથકલી નૃત્યનો આત્મા છે. તે ઉપરાંત, આ નૃત્યમાં રંગભૂષા અને વેશભૂષા પણ મહત્ત્વનાં છે. કથકલી નૃત્યમાં સાત્વિક, રાજસી અને તામસી ગુણો ધરાવતાં પાત્રો મુજબ કલાકારોની રંગભૂષા હોય છે. આ નૃત્યમાં પાત્રો બોલતાં નથી, પરંતુ પોતાના હાવભાવ અને હસ્તમુદ્રાથી જ અભિવ્યક્તિ કરે છે.
(3) મણિપુરીઃ
મણિપુરી નૃત્યનું મુખ્ય કેન્દ્ર મણિપુર રાજ્ય છે. તેથી તે ‘મણિપુરી નૃત્ય કહેવાય છે. આ નૃત્ય મણિપુર રાજ્યની ઓળખ છે. મણિપુરના લોકો દરેક ઉત્સવના પ્રસંગે આ નૃત્ય કરે છે. – મણિપુરી નૃત્યમાં શરીરની ગતિ ધીમી હોવાથી તેને ભારતનાં બીજાં નૃત્યોથી અલગ માનવામાં આવે છે. મણિપુરી નૃત્યના લાસ્ય અને તાંડવ એમ બે પ્રકાર છે. [મણિપુરીના વિકાસમાં અઢારમી સદીમાં થઈ ગયેલા રાજા ભાગ્યચંદ્ર મુખ્ય ભાગ ભજવ્યો હતો. તેણે નૃત્ય શૈલીના પાઠ્યપુસ્તક સમા ‘ગોવિંદ-સંગીત લીલાવિલાસ’ નામનું પુસ્તક લખ્યું હતું.]
(4) ભરતનાટ્યમ્:
ભારતની પ્રચલિત નૃત્ય શૈલીઓમાં ભરતનાટ્યમ્ સૌથી પ્રાચીન છે. તમિલનાડુ રાજ્યનો તાંજોર જિલ્લો એ ભરતનાટ્યમ્ નૃત્યનું ઉદ્ભવસ્થાન મનાય છે. ભરતનાટ્યમનો મુખ્ય આધાર ભરતમુનિરચિત ‘નાટ્યશાસ્ત્ર’ અને નન્દીકેશ્વરરચિત ‘અભિનય દર્પણ’ નામના ગ્રંથો છે.
નન્દીકેશ્વરે પોતાના ‘અભિનય દર્પણ’ ગ્રંથમાં ભારતના મુખ્ય શાસ્ત્રીય નૃત્ય તરીકે ભરતનાટ્યની વિશદ ચર્ચા કરી છે.
(5) કુચીપુડીઃ
કુચીપુડી ભારતનું મુખ્ય શાસ્ત્રીય નૃત્ય છે. તેનો ઉદ્ભવ આંધ્ર 3 પ્રદેશ રાજ્યના કુચીપુડી ગામમાં થયો હતો. આ ગામમાં યક્ષગાન તરીકે જાણીતા નૃત્યે 17મી સદીમાં કુચીપુડી નૃત્યનું સ્વરૂપ ધારણ કર્યું. વૈષ્ણવ કવિ સિદ્ધેન્દ્ર યોગી કુચીપુડી નૃત્યના સ્થાપક હતા. આ નૃત્ય સાથે નાટકની પરંપરા પણ જોડાયેલી છે.
કુચીપુડી નૃત્ય મુખ્યત્વે સ્ત્રી-સૌંદર્યના વર્ણન પર આધારિત છે. આ નૃત્ય સ્ત્રીઓ અને પુરુષો બંને દ્વારા કરવામાં આવે છે.
(6) બિહુ:
બિહુ અસમનું પ્રસિદ્ધ નૃત્ય છે. આનંદ વ્યક્ત કરવા માટે સ્ત્રી-પુરુષો પરંપરાગત પોશાક પહેરીને સમૂહમાં બિહુ નૃત્ય કરે છે. આ નૃત્યમાં હાથ-પગનું હલનચલન, ગતિ અને સમૂહનિર્માણ મહત્ત્વનો ભાગ ભજવે છે. નૃત્ય કરતી વખતે ઢોલ, પેપા (ભેંસનાં શિંગડાંમાંથી બનાવેલું એક પ્રકારનું વાદ્ય) અને વાંસળી જેવાં વાદ્યોનો ઉપયોગ કરવામાં આવે છે.
ટૂંક નોંધ લખો:
લઘુચિત્રશૈલીનો વિકાસ
અથવા
લઘુચિત્રોની પરંપરા
ઉત્તર:
લઘુચિત્રોની પરંપરા એ ભારતની પ્રાચીન ચિત્રકલાની { પરંપરાનો મુખ્ય ભાગ હતો. લઘુચિત્રો એટલે નાના કદનાં ચિત્રો. તે કાગળ અને કાપડ પર પાણીના રંગોનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવતાં. ખૂબ જૂનાં લઘુચિત્રો તાડપત્રો અને કાષ્ટ (લાકડા) પર મળી આવ્યાં છે. રાજસ્થાન અને ગુજરાતના જૈન ગ્રંથોમાં અનેક લઘુચિત્રો જોવા મળે છે. આ ઉપરાંત, મહાભારત અને પંચતંત્ર જેવા અનુવાદિત ગ્રંથોમાં તેમજ અબુલફઝલે લખેલી અકબરની આત્મકથા ‘અકબરનામા’માં ખૂબ સુંદર ચિત્રો જોવા મળે છે. લઘુચિત્રોના મુખ્ય વિષયોમાં રાજદરબારનાં, યુદ્ધનાં, શિકારનાં અને સામાજિક જીવનનાં દશ્યો હતાં. આ પ્રકારનાં ચિત્રો એકબીજાને ભેટમાં આપવામાં આવતાં. બાદશાહો અને તેમના નજીકના લોકો જ તેને જોઈ શકતા હતા.
ગુજરાતમાં ખંભાતના શાંતિનાથ ભંડારામાં અને પાટણના શ્રી 8 હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનભંડારમાં સંગૃહીત હસ્તપ્રતોમાં લઘુચિત્રો જોવા મળે છે. એ ચિત્રોમાં ગુજરાતના સંપ્રદાયો અને સામાજિક જીવનનું પ્રતિબિંબ જોવા મળે છે.
ટૂંક નોંધ લખો:
ચિત્રકલા શૈલીનો વિકાસ
ઉત્તર:
મુઘલ સામ્રાજ્યના પતન પછી વિકસેલાં પ્રાદેશિક રાજ્યોએ ચિત્રકલાને આશ્રય આપ્યો. તેમાં રાજસ્થાન અને દક્ષિણનાં રાજ્યો મુખ્ય હતાં. આ રાજ્યોના શાસકોએ તેમના દરબારનાં દશ્યોનાં ચિત્રો દોરાવ્યાં હતાં. મેવાડ, જોધપુર, બુંદી, કોટા, કિસનગઢ વગેરે રાજ્યોએ ભારતની પૌરાણિક કથાઓ, મહાકાવ્યો અને દેવી-દેવતાઓનાં ચિત્રોનું સર્જન કરાવ્યું હતું.
સત્તરમી સદી પછી હિમાચલ પ્રદેશમાં વિકસેલી લઘુચિત્રકલાને ‘બસોહલી’ ચિત્રશૈલી કહેવામાં આવે છે. ભાનુદત્તના પુસ્તક ‘રસમંજરી’માં આ ચિત્રશૈલીનાં ચિત્રો જોવા મળે છે. નાદિરશાહે આક્રમણ કરી દિલ્લી જીતી લેતાં મુઘલ કલાકારો દિલ્લી છોડીને પહાડી વિસ્તારોમાં જઈને ત્યાં વસ્યા. પરિણામે ચિત્રકલાની નવી ‘કાંગડા શેલી’નો જન્મ થયો. આ ચિત્રશૈલીને પહાડી ચિત્રકલા પણ કહેવામાં આવે છે. વાદળી અને લીલા રંગની સાથે કોમળ રંગોનો ઉપયોગ અને વિષયોનું કાવ્યાત્મક નિરૂપણ એ કાંગડા શૈલીની મુખ્ય વિશેષતા હતી. અઢારમી સદીના મધ્યભાગ સુધીમાં કલાકારોએ વૈષ્ણવ સંપ્રદાયની પરંપરાઓમાંથી પ્રેરણા લઈ એક નવી ચિત્રશૈલી વિકસાવી.
ટૂંક નોંધ લખો:
રાજપૂતોની વીરતાભરી ગાથાઓ
ઉત્તર:
ભારતના બ્રિટિશ શાસકો આજના રાજસ્થાનને રાજપૂતાનાના નામે ઓળખતા હતા. રાજપૂતોએ રાજસ્થાનમાં એક વિશિષ્ટ સંસ્કૃતિનું સર્જન કર્યું હતું. રાજપૂતોની સાંસ્કૃતિક પરંપરાઓ તેમના આદર્શો, ગુણો અને વીરતા સાથે જોડાયેલી હતી. રાજપૂતોની વીરગાથાઓ ચારણો અને બારોટો કાવ્ય અને ગીતો દ્વારા વર્ણવતા હતા. એ ગાથાઓમાં રાજપૂતોની શૂરવીરતા, સ્વામીભક્તિ, મિત્રતા, પ્રેમ, સાહસિકતા, ક્રોધ વગેરે દર્શાવવામાં આવતાં.
રાજપૂતો સ્ત્રીઓ, બ્રાહ્મણો, ગાયો અને ધર્મ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરવા કદાપિ પાછી પાની કરતા નહિ.
રજપૂતાણીઓ પણ શૂરવીરતા, નીડરતા અને સતીત્વ માટે પ્રખ્યાત હતી. તેઓ જીવન અને મરણ બંનેમાં શૂરવીર પતિના પગલે ચાલતી હતી. યુદ્ધમાં વીરગતિ પામેલા પતિ પાછળ તેઓ સતી થતી હતી.
ટૂંક નોંધ લખોઃ
પીર
ઉત્તર:
સૂફીવાદના મતે ધર્મ એટલે ‘ઈશ્વર પ્રત્યેનો પ્રેમ’ અને ‘માનવતાની સેવા’. સમયાંતરે સૂફી સંતો વિવિધ સિલસિલા(શ્રેણીઓ)માં વહેંચાઈ ગયા. દરેક સિલસિલાના પીર (માર્ગદર્શક) હતા. તે ‘ખ્વાજા’ અને ‘શેખ’ તરીકે પણ ઓળખાતા. પીરના શિષ્યોને ‘મુરીદી’ તરીકે પણ ઓળખવામાં આવતા.
અજમેરના અગ્રગણ્ય સૂફી સંત મોઇનુદ્દીન ચિશ્તી ભારતીય પીર સંપ્રદાય સાથે સંકળાયેલા હતા. તેમણે ભારતમાં ચિશ્તી
સંપ્રદાયનો પ્રારંભ કર્યો હતો. તેઓ ‘ઓલિયા’ અને ‘વાજા’થી પ્રખ્યાત બન્યા હતા. ગુજરાતમાં અહેમદ ખટુ ગંજબક્ષ મહાન પીર તરીકે જાણીતા થયા હતા.
ટૂંક નોંધ લખો:
પાળિયા
ઉત્તર:
દુશ્મનો સામે પાળ થઈ ઊભા રહીને યુદ્ધ કે લડાઈમાં શહીદ બનનાર વીર યોદ્ધાની યાદમાં જે સ્મારક કે ખાંભી ઊભી કરવામાં આવે છે તેને પાળિયો’ કહેવામાં આવે છે. પાળિયા એ ગુજરાતનું વિશિષ્ટ સ્થાપત્ય છે. દરેક પાળિયાની વર્ષમાં તેની તિથિ પ્રમાણે પૂજા-અર્ચના કરવામાં આવે છે.
જે નીડર રજપૂતાણીઓએ જૌહર કર્યું હોય એટલે કે એકરે સાથે ચિતામાં કૂદી પ્રાણનો ત્યાગ કર્યો હોય અથવા જે સ્ત્રીઓ
સતી થઈ હોય તો તેમના પણ પાળિયા બનાવવામાં આવે છે. – એ પાળિયાને ‘સતીના પાળિયા’ કહે છે.
ટૂંક નોંધ લખોઃ
મંદિરની નાગર સ્થાપત્ય શૈલી
ઉત્તરઃ
ઈસુની 5મી સદી પછી ભારતના ઉત્તર ભાગ(હિમાલય)થી છેક વિંધ્ય પર્વતમાળા સુધી વિકસેલી મંદિરની સ્થાપત્ય શૈલીને ‘નાગર શૈલી’ કહેવામાં આવે છે. નાગર શૈલીનાં મંદિરો સામાન્ય રીતે પંચાયતન શૈલીનાં અને ઈંડાકાર શિખરવાળાં બનાવવામાં આવતાં.
નાગર શેલીનાં મુખ્ય મંદિરોમાં ઓડિશા રાજ્યમાં આવેલું પુરીનું – જગન્નાથ મંદિર અને કોણાર્કનું સૂર્યમંદિર, ગુજરાત રાજ્યમાં આવેલું મોઢેરાનું સૂર્યમંદિર અને મધ્ય પ્રદેશ રાજ્યમાં આવેલું ખજૂરાહોનું મહાદેવ મંદિર વગેરેનો સમાવેશ થાય છે.
ટૂંક નોંધ લખો:
મંદિરની દ્રવિડ સ્થાપત્ય શૈલી
ઉત્તર:
દક્ષિણ ભારતમાં વિકસેલી સ્થાપત્ય શૈલી ‘દ્રવિડ શૈલી’ કહેવાય છે. દ્રવિડ શૈલીનો વિકાસ મુખ્યત્વે તમિલનાડુ, દક્ષિણ આંધ્ર, દક્ષિણ કર્ણાટક, કેરલ વગેરે પ્રદેશોમાં થયો હતો. આ પ્રદેશોનો સમાવેશ કૃષ્ણા નદીથી કન્યાકુમારી સુધી થાય છે. દ્રવિડ શૈલીનાં મુખ્ય મંદિરોમાં તમિલનાડુ રાજ્યમાં આવેલું તાંજોરનું બૃહદેશ્વર(રાજરાજેશ્વર)નું મંદિર, મદુરાઈમાં આવેલું મીનાક્ષી મંદિર, તમિલનાડુ રાજ્યમાં આવેલું મહાબલિપુરનું રથમંદિર વગેરેનો સમાવેશ થાય છે.
ટૂંક નોંધ લખો:
મંદિરની વેસર સ્થાપત્ય શૈલી
ઉત્તર:
વેસર સ્થાપત્ય શૈલીમાં નાગર અને દ્રવિડ સ્થાપત્ય શૈલીઓનું મિશ્રણ જોવા મળે છે. આ શેલી કર્ણાટક શેલી તરીકે પણ ઓળખાય છે. વેસર શેલી મુખ્યત્વે મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને વિધ્ય પર્વતમાળાથી છેક કૃષ્ણા નદી સુધી વિકાસ પામી હતી.
વેસર સ્થાપત્ય શૈલીનાં મુખ્ય મંદિરોમાં કર્ણાટક રાજ્યમાં આવેલું હલેબીડુનું હોયસળેશ્વરનું મંદિર, કર્ણાટક રાજ્યમાં આવેલું બેલૂરનું ચેન્ના કેશવ મંદિર વગેરેનો સમાવેશ થાય છે.
ટૂંક નોંધ લખો:
પ્રશ્ન 1.
ગુજરાતી ભાષાનો વિકાસ
ઉત્તર:
ગુજરાતી: ઈસુની 10મી અને 11મી સદીમાં સંસ્કૃતમાંથી ઊતરી આવેલા વિવિધ ભાષા-સ્વરૂપોમાંથી ગુજરાતી ભાષાનો વિકાસ થયો. તેથી અપભ્રંશ ભાષા ગુજરાતી ભાષાની જનની કહેવાય છે. પ્રખર વિદ્વાન આચાર્ય હેમચંદ્રથી અપભ્રંશ ભાષાની શરૂઆત થઈ.
ગુજરાતી ભાષાના નવા સાહિત્યયુગની શરૂઆત ભક્ત કવિ નરસિંહ મહેતાથી થઈ. નવા સાહિત્યયુગના મુખ્ય સૂત્રધારો નરસિંહ મહેતા, મીરાંબાઈ અને ભાલણ ગણાય છે. આ ત્રણે કવિઓના ભક્તિસાહિત્યથી ગુજરાતી ભાષાના વિકાસનો પ્રારંભ થયો.
નરસિંહ મહેતાએ ‘શામળદાસના વિવાહ’, ‘કુંવરબાઈનું મામેરું’, ‘હુંડી’, ‘સુદામાચરિત્ર’, ‘દાણલીલા’ વગેરે કૃતિઓ રચી હતી. મીરાંબાઈએ કૃષ્ણભક્તિનાં અનેક પદો રચ્યાં છે. ભાલણે સૌપ્રથમ પોતાની રચનાઓમાં ગુજરાતી ભાષા માટે ગુર્જર ભાખા’ની સંજ્ઞા આપી હતી. ભાલણ આખ્યાનના પિતા કહેવાય છે. ‘ધ્રુવાખ્યાન’, ‘મૃગી આખ્યાન’, ‘શિવ-ભીલડી સંવાદ’ વગેરે તેમની જાણીતી કૃતિઓ છે.
પ્રશ્ન 2.
પોંગલઃ એક ઉત્સવ
ઉત્તર:
પોંગલઃ પોંગલ એ તમિલનાડુ રાજ્યના મુખ્ય તહેવાર છે. કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં પણ આ તહેવાર ઊજવવામાં આવે છે. પોંગલની ઉજવણી તમિલ મહિના ‘થાઈ (જાન્યુઆરી મહિનાનો મધ્યભાગ)ના પ્રથમ દિવસે કરવામાં આવે છે. પોંગલના તહેવારના દિવસે પોંગલ નામની વાનગી બનાવવામાં આવે છે. તમિલ ભાષામાં પોંગલનો અર્થ ઉકાળવું એવો થાય છે. ચોખા, મગની દાળ, દૂધ અને ખાંડના મિશ્રણને વાસણમાં ઉકાળીને પોંગલ બનાવવામાં આવે છે.
પ્રશ્ન 3.
પતેતી એક ઉત્સવ
ઉત્તર:
પતેતી પતેતી એ પારસીઓનો મુખ્ય તહેવાર છે. પારસી વર્ષના છેલ્લા પાંચ દિવસો ધાર્મિક પર્વ તરીકે ઊજવવામાં આવે છે. એ પાંચ દિવસોમાંથી સૌથી છેલ્લા દિવસને ‘પ્રાયશ્ચિત્તના દિવસ – પતેતી’ તરીકે ઊજવવામાં આવે છે. પારસી લોકો પોતાના દ્વારા થયેલ ભૂલચૂક, પાપ કે ગુના માટે હૃદયપૂર્વક પસ્તાવો કરે છે. પતેતીના દિવસે પારસી લોકો તેમના પ્રાર્થનાગૃહ- અગિયારીમાં જાય છે અને ‘અવેસ્તા’ નામના પ્રાર્થનાગ્રંથમાં આપેલી પસ્તાવા તે માટેની પ્રાર્થના કરે છે.
પતેતીના બીજા દિવસને પારસી લોકો નવરોજ’ (નવા વર્ષનો પ્રથમ દિવસ) તરીકે ઊજવે છે.
પ્રશ્ન 4.
કથક એક શાસ્ત્રીય નૃત્ય
ઉત્તર:
(1) કથક કથક શબ્દ ‘કથા’ પરથી ઊતરી આવ્યો છે. કથાકાર પોતાના હાવભાવ અને સંગીતથી કથાને રોચક રીતે સમજાવતા. ‘કથન કરે સો કથક કહાવે’ આ ઉક્તિ કથક નૃત્યના વિકાસ સાથે જોડાયેલી છે. મુખ્યત્વે પંદરમી અને સોળમી સદી દરમિયાન ભક્તિ આંદોલનના થયેલા પ્રસારને કારણે ઉત્તર ભારતમાં
કથકનો ખૂબ વિકાસ થયો. કથક નૃત્ય શ્રીકૃષ્ણના ગોપીઓ સાથેનાં નૃત્યો(રાસલીલાઓ)ની કથાઓ પર આધારિત છે.
મુઘલ બાદશાહોના સમયમાં કથક નૃત્ય રાજદરબારોમાં કરવામાં આવતું. તેથી તે વિશિષ્ટ નૃત્ય શૈલીના સ્વરૂપે વિકસ્યું. સોળમી સદી પછી કથક જયપુર અને લખનઉ આ બે પરંપરાઓ – ઘરાનાઓમાં વહેંચાઈ ગયું. 19મી સદીમાં અવધના નવાબ વાજિદઅલી શાહે પોતાના દરબારમાં કથકને આશ્રય આપી તેને પુનર્જીવન આપ્યું હતું. કથક નૃત્યનો ફેલાવો પંજાબ, હરિયાણા, જમ્મુ-કશ્મીર, બિહાર અને મધ્ય પ્રદેશ સુધી થયો હતો. આઝાદી પછી કથક નૃત્યને છ શાસ્ત્રીય નૃત્યોમાં સ્થાન મળ્યું છે. આજે તે ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ બની ગયું છે.
પ્રશ્ન 5.
કથકલી: એક શાસ્ત્રીય નૃત્ય
ઉત્તર:
કથકલીઃ
કથકલી એ કેરલ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે. તેનો શાબ્દિક અર્થ નાટ્યવાર્તા થાય છે. અભિનય એ કથકલી નૃત્યનો આત્મા છે. તે ઉપરાંત, આ નૃત્યમાં રંગભૂષા અને વેશભૂષા પણ મહત્ત્વનાં છે. કથકલી નૃત્યમાં સાત્વિક, રાજસી અને તામસી ગુણો ધરાવતાં પાત્રો મુજબ કલાકારોની રંગભૂષા હોય છે. આ નૃત્યમાં પાત્રો બોલતાં નથી, પરંતુ પોતાના હાવભાવ અને હસ્તમુદ્રાથી જ અભિવ્યક્તિ કરે છે.
પ્રશ્ન 6.
ભરતનાટ્યમ્ એક શાસ્ત્રીય નૃત્ય
ઉત્તર:
ભરતનાટ્યમ્:
ભારતની પ્રચલિત નૃત્ય શૈલીઓમાં ભરતનાટ્યમ્ સૌથી પ્રાચીન છે. તમિલનાડુ રાજ્યનો તાંજોર જિલ્લો એ ભરતનાટ્યમ્ નૃત્યનું ઉદ્ભવસ્થાન મનાય છે. ભરતનાટ્યમનો મુખ્ય આધાર ભરતમુનિરચિત ‘નાટ્યશાસ્ત્ર’ અને નન્દીકેશ્વરરચિત ‘અભિનય દર્પણ’ નામના ગ્રંથો છે.
નન્દીકેશ્વરે પોતાના ‘અભિનય દર્પણ’ ગ્રંથમાં ભારતના મુખ્ય શાસ્ત્રીય નૃત્ય તરીકે ભરતનાટ્યની વિશદ ચર્ચા કરી છે.
પ્રશ્ન 7.
કુચીપુડી એક શાસ્ત્રીય નૃત્ય
ઉત્તર:
કુચીપુડીઃ
કુચીપુડી ભારતનું મુખ્ય શાસ્ત્રીય નૃત્ય છે. તેનો ઉદ્ભવ આંધ્ર 3 પ્રદેશ રાજ્યના કુચીપુડી ગામમાં થયો હતો. આ ગામમાં યક્ષગાન તરીકે જાણીતા નૃત્યે 17મી સદીમાં કુચીપુડી નૃત્યનું સ્વરૂપ ધારણ કર્યું. વૈષ્ણવ કવિ સિદ્ધેન્દ્ર યોગી કુચીપુડી નૃત્યના સ્થાપક હતા. આ નૃત્ય સાથે નાટકની પરંપરા પણ જોડાયેલી છે.
કુચીપુડી નૃત્ય મુખ્યત્વે સ્ત્રી-સૌંદર્યના વર્ણન પર આધારિત છે. આ નૃત્ય સ્ત્રીઓ અને પુરુષો બંને દ્વારા કરવામાં આવે છે.
પ્રશ્ન 19.
ગુજરાતના મેળાઓ જ્યાં યોજાય છે તેનાં સ્થળો અને જિલ્લાઓની વિગતો આપો:
ઉત્તર:
પ્રશ્ન 20.
ભારતમાં ઉજવાતા ઉત્સવોની યાદી બનાવો.
ઉત્તર:
- જગન્નાથની રથયાત્રા
- હોળી
- બરસાનાની લઠ્ઠમાર હોળી
- લોહડી (પંજાબ)
- પોંગલ
- ઓણમ (નમ)
- દિવાળી
- દુર્ગાપૂજા
- નાતાલ
- મહોરમ
- ઈદ
- પતેતી
- ચેટીચંડ (ચેટીચાંદ)
- નવરાત્રી
- ઉત્તરાયણ
પ્રશ્ન 21.
ભારતનાં શાસ્ત્રીય નૃત્યના પ્રકારો જણાવો. તેનાં ઉદ્દભવસ્થળો વિશે જણાવો.
ઉત્તર:
ભારતનાં શાસ્ત્રીય નૃત્યના પ્રકારો આ મુજબ છે:
(1) કથક
(2) કથકલી
(3) મણિપુરી
(4) ભરતનાટ્યમ્
(5) કુચીપુડી અને
(6) બિહુ.
(1) કથકનું ઉદ્ભવસ્થળ ઉત્તર ભારત છે.
(2) કથકલીનું ઉદ્ભવસ્થળ કેરલ રાજ્ય છે.
(3) મણિપુરીનું ઉદ્ભવસ્થળ મણિપુર રાજ્ય છે.
(4) ભરતનાટ્યનું ઉદ્ભવસ્થળ તમિલનાડુ રાજ્યનો તાંજોર જિલ્લો છે.
(5) કુચીપુડીનું ઉદ્ભવસ્થળ આંધ્ર પ્રદેશ રાજ્ય છે.
(6) બિહુનું ઉદ્ભવસ્થળ અસમ રાજ્ય છે.
પ્રવૃત્તિઓ
1. નરસિંહ મહેતા, મીરાંબાઈ અને ભાલણ – આ ત્રણેય કવિઓની રચનાઓની માહિતી આપતી પોથી બનાવો.
2. બેસતા વર્ષની ઉજવણી તમે કેવી રીતે કરો છો તેની ચર્ચા કરો.
3. ગુજરાતના જિલ્લાઓમાં યોજાતા મેળાઓની વિશેષ જાણકારી મેળવવા ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત ‘બાલસૃષ્ટિ’નો ઑગસ્ટ, 2016નો મેળા-વિશેષાંક મેળવીને વાંચો.
4. ગુજરાતના સૂફી સંતો વિશે માહિતી એકત્ર કરો.
5. મકાનો અને કલાના સંદર્ભમાં તમારા વિસ્તારની સંસ્કૃતિનાં મહત્ત્વનાં વિશિષ્ટ લક્ષણોનું વર્ણન કરો.
6. શું તમે બોલચાલમાં, વાંચનમાં કે લખવામાં જુદી જુદી ભાષાઓનો ઉપયોગ કરો છો? તેમાંથી કોઈ એક ભાષાની એક મહત્ત્વની કૃતિ વિશે જાણકારી મેળવી, તે તમને શા
માટે ગમી તેની ચર્ચા કરો.
7. ભારતના ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ અને મધ્ય ભાગમાંથી એક-એક રાજ્ય પસંદ કરો. આ રાજ્યોના લોકો દ્વારા રોજિંદા જીવનમાં લેવાતાં ભોજનની યાદી બનાવો. આ યાદીમાં તમને . કોઈ સમાનતા કે ભિન્નતા જોવા મળે તો તેની ચર્ચા કરો.
8. ભારતના ઉપર જણાવેલ ભાગોમાંથી પાંચ-પાંચ રાજ્યોની યાદી બનાવો. પસંદ કરેલાં રાજ્યોમાં મહિલાઓ તથા પુરુષો દ્વારા પહેરવામાં આવતાં વસ્ત્રોની યાદી બનાવી, તમે તારવેલાં તારણો પર ચર્ચા કરો.
9. ભારતના ઉત્સવો – તહેવારોની યાદી કૅલેન્ડરમાંથી બનાવો.
10. ભારતનાં શાસ્ત્રીય નૃત્યો અને લોકનૃત્યોનાં ચિત્રો એકઠાં કરી આલ્બમ બનાવો.
HOTs પ્રણોત્તર
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ? વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે આપેલ માં લખો:
પ્રશ્ન 1.
મલયાલમ સંસ્કૃતિ સાથે જોડાયેલી મલયાલમ ભાષા કયા રાજ્યની મુખ્ય ભાષા છે?
A. તમિલનાડુની
B. કર્ણાટકની
C. ગોવાની
D. કેરલની
ઉત્તર:
D. કેરલની
પ્રશ્ન 2.
તહેવાર (ઉત્સવ) અને રાજ્યની કઈ જોડ ખોટી છે?
A. પોંગલ – તમિલનાડુ
B. ઓણમ – આંધ્ર પ્રદેશ
C. દુર્ગાપૂજા – પશ્ચિમ બંગાળ
D. લોહડી – પંજાબ
ઉત્તર:
B. ઓણમ – આંધ્ર પ્રદેશ
પ્રશ્ન ૩.
ગુજરાતમાં યોજાતા મેળાઓની કઈ જોડ ખોટી છે?
A. તરણેતરનો મેળો (સુરેન્દ્રનગર જિલ્લો)
B. વૌઠાનો મેળો (અમદાવાદ જિલ્લો)
C. અંબાજીનો મેળો (બનાસકાંઠા જિલ્લો)
D. માધવપુરનો મેળો (જૂનાગઢ જિલ્લો)
ઉત્તર:
D. માધવપુરનો મેળો (જૂનાગઢ જિલ્લો)
પ્રશ્ન 4.
કથકલી એ કયા રાજ્યની નૃત્ય પરંપરા છે?
A. ઉત્તર પ્રદેશની
B. મણિપુરની
C. કેરલની
D. કર્ણાટકની
ઉત્તર:
C. કેરલની
પ્રશ્ન 5.
મંદિર સ્થાપત્ય શૈલીના મુખ્ય પ્રકારોમાં કોનો સમાવેશ થતો નથી?
A. ગાંધાર શૈલીનો
B. નાગર શૈલીનો
C. દ્રવિડ શૈલીનો
D. વેસર શૈલીનો
ઉત્તર:
A. ગાંધાર શૈલીનો
પ્રશ્ન 6.
ઓણમ (નમ) તહેવારને કઈ બાબત લાગુ પડતી નથી?
A. ફૂલોની સજાવટ
B નૃત્યોની રમઝટ
C. અગ્નિનું પૂજન અને પ્રદક્ષિણા
D. નૌકાસ્પર્ધા
ઉત્તર:
C. અગ્નિનું પૂજન અને પ્રદક્ષિણા
પ્રશ્ન 7.
દિવાળીના તહેવારની સાથે જોડાયેલા તહેવારોમાં નીચેનામાંથી કયો ક્રમ સાચો છે?
A. દિવાળી, કાળીચૌદશ, ધનતેરસ, વાઘબારસ, નૂતનવર્ષ, ભાઈબીજ
B. વાઘબારસ, ધનતેરશ, કાળીચૌદશ, દિવાળી, નૂતનવર્ષ, ભાઈબીજ
C. નૂતનવર્ષ, ભાઈબીજ, દિવાળી, વાઘબારસ, ધનતેરશ, કાળીચૌદશ
D. વાઘબારસ, કાળીચૌદશ, ધનતેરસ, દિવાળી, નૂતનવર્ષ, ભાઈબીજ
ઉત્તર:
B. વાઘબારસ, ધનતેરશ, કાળીચૌદશ, દિવાળી, નૂતનવર્ષ, ભાઈબીજ