GSEB Class 7 Social Science Important Questions Chapter 10 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિસ્વરૂપો

   

Gujarat Board GSEB Class 7 Social Science Important Question Chapter 10 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિસ્વરૂપો Important Questions and Answers.

GSEB Class 7 Social Science Important Questions Chapter 10 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિસ્વરૂપો

નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો:

પ્રશ્ન 1.
નીચેના પૈકી કયા ગ્રહ પર વિકસિત જીવન જોવા મળે છે?
A. ગુરુ
B. મંગળ
C. પૃથ્વી
D. શુક્ર
ઉત્તર:
C. પૃથ્વી

પ્રશ્ન 2.
પૃથ્વીસપાટીના ઉપલા સ્તરને શું કહે છે?
A. મૅગ્સા
B. ભૂકવચ
C. ભૂસ્તર
D. ભૂગર્ભ
ઉત્તર:
B. ભૂકવચ

પ્રશ્ન 3.
ભૂકવચ ભૂમિખંડ પર આશરે કેટલા કિલોમીટર સુધી હોય છે?
A. 35
B. 40
C. 45
D. 30
ઉત્તર:
A. 35

પ્રશ્ન 4.
ભૂમિખંડની સપાટીને શું કહેવામાં આવે છે?
A. સિમા
B. ભૂકવચ
C. નિફે
D. સિયાલ
ઉત્તર:
D. સિયાલ

GSEB Class 7 Social Science Important Questions Chapter 10 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિસ્વરૂપો

પ્રશ્ન 5.
મહાસાગરના કવચને શું કહેવામાં આવે છે?
A. નિફે
B. મૅગ્સા
C. સિમા
D. ખડક
ઉત્તર:
C. સિમા

પ્રશ્ન 6.
સિમાની બરાબર નીચે શું આવેલું છે?
A. ઍલ્યુમિના
B. સિલિકા
C. મૅગ્નેશિયમ
D. મૅન્ટલ
ઉત્તર:
D. મૅન્ટલ

પ્રશ્ન 7.
ભૂગર્ભને શું કહે છે?
A. ભૂતકતી
B. મૅગ્સા
C. ભૂકવચ
D. નિફે
ઉત્તર:
D. નિફે

પ્રશ્ન 8.
નિર્માણ પ્રક્રિયાની દષ્ટિએ ખડકોના કેટલા પ્રકાર પડે છે?
A. બે
B. ત્રણ
C. ચાર
D. પાંચ
ઉત્તર:
B. ત્રણ

પ્રશ્ન 9.
બેસાલ્ટ કયા પ્રકારનો ખડક છે?
A. આંતરિક અગ્નિકૃત ખડક
B. જળક્ત કે પ્રસ્તર ખડક
C. રૂપાંતરિત ખડક
D. બાહ્ય અગ્નિકૃત ખડક
ઉત્તર:
D. બાહ્ય અગ્નિકૃત ખડક

પ્રશ્ન 10.
ગ્રેનાઈટ કયા પ્રકારનો ખડક છે?
A. રૂપાંતરિત ખડક
B. જળકૃત કે પ્રસ્તર ખડક
C. બાહ્ય અગ્નિકૃત ખડક
D. આંતરિક અગ્નિકૃત ખડક
ઉત્તર:
D. આંતરિક અગ્નિકૃત ખડક

પ્રશ્ન 11.
રેતાળ પથ્થર કયા પ્રકારનો ખડક છે?
A. જળકૃત કે પ્રસ્તર ખડક
B. આંતરિક અગ્નિકૃત ખડક
C. બાહ્ય અગ્નિકૃત ખડક
D. રૂપાંતરિત ખડક
ઉત્તર:
A. જળકૃત કે પ્રસ્તર ખડ

પ્રશ્ન 12.
જીવાશ્મિ કયા ખડકમાંથી બને છે?
A. બાહ્ય અગ્નિકૃત ખડકમાંથી
B. જળકૃત કે પ્રસ્તર ખડકમાંથી
C. આંતરિક અગ્નિકૃત ખડકમાંથી
D. રૂપાંતરિત ખડકમાંથી
ઉત્તર:
B. જળકૃત કે પ્રસ્તર ખડકમાંથી

GSEB Class 7 Social Science Important Questions Chapter 10 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિસ્વરૂપો

પ્રશ્ન 13.
સ્લેટ કયા પ્રકારના ખડકમાંથી મળે છે?
A. આંતરિક અગ્નિકૃત ખડકમાંથી
B. બાહ્ય અગ્નિકૃત ખડકમાંથી
C. રૂપાંતરિત ખડકમાંથી
D. જળકૃત કે પ્રસ્તર ખડકમાંથી
ઉત્તર:
C. રૂપાંતરિત ખડકમાંથી

પ્રશ્ન 14.
આરસપહાણ કયા પ્રકારના ખડકમાંથી મળે છે?
A. જળકૃત કે પ્રસ્તર ખડકમાંથી
B. આંતરિક અગ્નિકૃત ખડકમાંથી
C. બાહ્ય અગ્નિકૃત ખડકમાંથી
D. રૂપાંતરિત ખડકમાંથી
ઉત્તર:
D. રૂપાંતરિત ખડકમાંથી

પ્રશ્ન 15.
અનાજ પીસવા માટે ક્યા પથ્થરનો ઉપયોગ થાય છે?
A. ગ્રેફાઇટ
B. ગ્રેનાઇટ
C. આરસપહાણ
D. મેન્ટલ
ઉત્તર:
B. ગ્રેનાઇટ

પ્રશ્ન 16.
સમુદ્રમોજાંના ઘસારણથી દીવાલ જેવા રચાતા ભૂસ્વરૂપને શું કહે છે?
A. સ્ટેક
B. સૂવા
C. લૉએસ
D. ભૂતકતી
ઉત્તર:
A. સ્ટેક

પ્રશ્ન 17.
સમુદ્રજળની ઉપર લગભગ ઊર્ધ્વ થયેલા ઊંચા ખડકાળ કિનારાઓને શું કહે છે?
A. ગોળાશ્મ
B. ડ્રમ
C. પુલિન
D. સમુદ્રકમાન
ઉત્તર:
D. સમુદ્રકમાન

પ્રશ્ન 18.
રણપ્રદેશમાં ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ કયું છે?
A. લૉએસ
B. હિમનદી
C. પવન
D. નદી
ઉત્તર:
C. પવન

પ્રશ્ન 19.
રણપ્રદેશમાં પવનની ગતિ મંદ પડતાં માટીના કણ જમીન પર પથરાય તો તેને શું કહે છે?
A. ટૂવા
B. લૉએસ
C. ડ્રિફ્ટ પ્લેન
D. ફિયોર્ડ
ઉત્તર:
A. ટૂવા

GSEB Class 7 Social Science Important Questions Chapter 10 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિસ્વરૂપો

પ્રશ્ન 20.
રણપ્રદેશમાં બારીક માટીકણો વિશાળ વિસ્તારમાં પથરાતાં બનતા સમથળ મેદાનને શું કહે છે?
A. ફિયોર્ડ
B. લૉએસ
C. હૂવા
D. પેની પ્લેઇન
ઉત્તર:
B. લૉએસ

યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરોઃ

1. ……………………………………………. પિંડોની જેમ પૃથ્વીનો આકાર પણ ગોળાકાર
ઉત્તર:
અવકાશી

2. પૃથ્વી સપાટીનું …………………………………… ‘સૌથી પાતળી સ્તર હોય છે.
ઉત્તર:
ભૂકવચ

૩. ભૂકવચ ભૂમિખંડ પર આશરે ………………………………….. કિલોમીટર સુધી હોય છે.
ઉત્તર:
35

4. ભૂમિખંડની સપાટી મુખ્યત્વે ‘………………………………’ અને ‘………………………………..’ જેવાં ખનીજોથી બનેલી છે.
ઉત્તર:
સિલિકા, કે પરિબળ

5. ભૂમિખંડની સપાટીને ……………………………… કહેવામાં આવે છે.
ઉત્તર:
.સિયાલ ઍલ્યુમિના

6. સિયાલની નીચેનું કવચ (સ્તર) મુખ્યત્વે ‘……………………………..’ અને ‘………………………………. ‘ નું બનેલું છે.
ઉત્તર:
સિલિકા, મૅગ્નેશિયમ

7. સિયાલની નીચેના કવચ(સ્તર)ને ‘…………………………. ‘ કહેવામાં આવે છે.
ઉત્તર:
સિમા

8. સિમા કવચની બરાબર નીચે ……………………………… સ્તર આવેલું છે.
ઉત્તર:
મૅન્ટલ

9. મૅન્ટલ સ્તર આશરે ……….. કિલોમીટરની ઊંડાઈ સુધી ફેલાયેલ છે.
ઉત્તર:
2900

10. મૅન્ટલ સ્તરનું આંતરિક સ્તર ……………………….. છે.
ઉત્તર:
ભૂગર્ભ

GSEB Class 7 Social Science Important Questions Chapter 10 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિસ્વરૂપો

11. ભૂગર્ભની ત્રિજ્યા આશરે …………………………… કિલોમીટર જેટલી છે.
ઉત્તર:
3500

12. ભૂગર્ભ મુખ્યત્વે ……………………………… અને ……………………………. નું બનેલું
ઉત્તર:
નિકલ, લોખંડ

13. ભૂગર્ભને ‘…………………………………………….. ‘ કહેવામાં આવે છે.
ઉત્તર:
નિફે

14. બેસાલ્ટ ………………………… અગ્નિકૃત ખડકનું દષ્ટાંત છે.
ઉત્તર:
બાહ્ય

15. ગ્રેનાઇટ …………………………………….. અગ્નિકૃત ખડકનું દષ્ટાંત છે.
ઉત્તર:
આંતરિક

16. ઊંચા તાપમાન અને અતિશય દબાણને લીધે અગ્નિકૃત અને જેવાં ખનીજોની બનેલી છે. જળકત કે પ્રસ્તર ખડકો …………………………………………. ખડકોમાં ફેરવાઈ જાય છે.
ઉત્તર:
રૂપાંતરિત

17. એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તિત થવાની પ્રક્રિયાને …………………………………. કહે છે.
ઉત્તર:
ખડકચક્ર

18. ખડકોમાં વિવિધ ………………………………….. હોય છે.
ઉત્તર:
ખનીજો

19. મૃદાવરણ અનેક ભૂ-તકતી (પ્લેટ)માં વિભાજિત હોય છે, જેને …………………. ભૂતકતી (પ્લેટ) કહે છે.
ઉત્તર:
મૃદાવરણીય

20. …………………………………….. ની ધીમી ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે.
ઉત્તર:
પ્લેટ(ભૂતકતી)

21. પૃથ્વીની આકસ્મિક ગતિને કારણે ………………………………… અને ……………………………….. ઉદ્ભવે છે.
ઉત્તર:
ભૂકંપ, જ્વાળામુખી

22. ……………………….. અને ……………………. જેવી પ્રક્રિયા દ્વારા ભૂમિ- સપાટી સતત બદલાતી રહે છે.
ઉત્તર:
ઘસારણ, નિક્ષેપણ

23. નદીના મેદાની ક્ષેત્રના મોટા વળાંકો ……………………………… વહનમાર્ગ કહેવાય છે.
ઉત્તર:
સર્પાકાર

24. સમુદ્રમોજાંનું ઘસારણ અને નિક્ષેપણ કિનારાનાં …………………………… બનાવે છે.
ઉત્તર:
ભૂમિસ્વરૂપો

GSEB Class 7 Social Science Important Questions Chapter 10 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિસ્વરૂપો

25. સમુદ્રમોજાં સતત ખડકો સાથે ટકરાવાથી બનતી મોટી અને પહોળી તિરાડોને ………………………….. કહે છે.
ઉત્તર:
સમુદ્રીગુફા

26. સમુદ્રીગુફાઓ મોટી થતાં માત્ર રહેતી છતથી …………………………… બને છે.
ઉત્તર:
તટીય (મહેરાબ)

27. સમુદ્રી મોજાં કિનારા પર નિક્ષેપણ જમા કરી સમુદ્ર ………………………….. નું નિર્માણ કરે છે.
ઉત્તર:
પુલિન

28. …………………………….. ઘસારણ દ્વારા (U) આકારની ખીણનું નિર્માણ કરે છે.
ઉત્તર:
હિમનદી

29. રણપ્રદેશમાં ……………………… એ ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય
ઉત્તર:
પવન

30. રણપ્રદેશમાં જોવા મળતા ભૂછત્ર આકારના ખડકોને સામાન્ય રીતે ………………………………. ખડકો કહેવામાં આવે છે.
ઉત્તર:
ભૂછત્ર

નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:

પ્રશ્ન 1.
પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને બાહ્ય સ્તર કહે છે.
ઉત્તર:
ખોટું

પ્રશ્ન 2.
ભૂમિખંડની સપાટી મુખ્યત્વે સિલિકા ‘અને’ ઍલ્યુમિના જેવાં ખનીજોની બનેલી છે.
ઉત્તર:
ખરું

પ્રશ્ન 3.
ભૂમિખંડની સપાટીને ‘સિયાલ’ કહેવામાં આવે છે.
ઉત્તર:
ખરું

પ્રશ્ન 4.
સિયાલની નીચેના સ્તરને નિફે કહેવામાં આવે છે.
ઉત્તર:
ખોટું

પ્રશ્ન 5.
પૃથ્વીનું ભૂગર્ભ મુખ્યત્વે નિકલ અને મૅગ્નેશિયમનું બનેલું છે.
ઉત્તર:
ખોટું

પ્રશ્ન 6.
પૃથ્વીના ભૂગર્ભને નિફે કહેવામાં આવે છે.
ઉત્તર:
ખરું

પ્રશ્ન 7.
નિર્માણ પ્રક્રિયાના આધારે ખડકોના ચાર પ્રકારો પડે છે.
ઉત્તર:
ખોટું

પ્રશ્ન 8.
આંતરિક અગ્નિકૃત ખડકની સંરચના (ગોઠવણ) ખૂબ નાની અને દાણાદાર હોય છે.
ઉત્તર:
ખરું

GSEB Class 7 Social Science Important Questions Chapter 10 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિસ્વરૂપો

પ્રશ્ન 9.
બેસાલ્ટ એ આંતરિક અગ્નિકૃત ખડક છે.
ઉત્તર:
ખોટું

પ્રશ્ન 10.
ગ્રેનાઈટ એ બાહ્ય અગ્નિકૃત ખડક છે.
ઉત્તર:
ખોટું

પ્રશ્ન 11.
આરસપહાણ એ રૂપાંતરિત ખડક છે.
ઉત્તર:
ખરું

પ્રશ્ન 12.
નક્કર ખડકોનો ઉપયોગ સડકો અને ઇમારતો બનાવવામાં થાય છે.
ઉત્તર:
ખરું

પ્રશ્ન 13.
એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તિત થવાની પ્રક્રિયાને ખડક-વર્તુળ કહે છે.
ઉત્તર:
ખોટું

પ્રશ્ન 14.
ખડકોમાંથી અનેક પ્રકારનાં ખનીજો મળી આવે છે.
ઉત્તર:
ખરું

પ્રશ્ન 15.
કોલસો અને ખનીજતેલ આ બે ખનીજો બળતણ તરીકે કામ આપે છે.
ઉત્તર:
ખરું

પ્રશ્ન 16.
મૃદાવરણીય કવચ હંમેશાં ધીમી ગતિએ ચારે બાજુ ફરતું રહે છે.
ઉત્તર:
ખોટું

પ્રશ્ન 17.
પૃથ્વીની અંદર પીગળેલ મૅમા વર્તુળરૂપે ફરતો રહે છે.
ઉત્તર:
ખરું

પ્રશ્ન 18.
મૃાવરણીય ભૂ-તક્તીઓ(પ્લેયે)ની ગતિશીલતાથી પૃથ્વી સપાટી પર ટેકરીઓ બને છે.
ઉત્તર:
ખોટું

પ્રશ્ન 19,
ભૂકંપની આગાહી કરી શકાય છે.
ઉત્તર:
ખોટું

પ્રશ્ન 20.
ઘસારણ અને નિક્ષેપણની પ્રક્રિયા પૃથ્વીસપાટી પર વિભિન્ન ભૂમિસ્વરૂપોનું નિર્માણ કરે છે.
ઉત્તર:
ખરું

પ્રશ્ન 21.
કેટલીક મોટી નદીઓ પોતાની શાખા-પ્રશાખાઓ દ્વારા સમુદ્રકિનારે નાળાકાર સરોવરની રચના કરે છે.
ઉત્તર:
ખોટું

પ્રશ્ન 22.
સમુદ્રમોજાંના ઘસારણથી દીવાલ જેવા રચાતા ભૂમિસ્વરૂપને મુખત્રિકોણ (ડેલ્સ) કહેવામાં આવે છે.
ઉત્તર:
ખોટું

પ્રશ્ન 23.
સમુદ્રમોજાં કિનારા પર નિક્ષેપણ જમા કરી સમુદ્ર પુલિન બનાવે છે.
ઉત્તર:
ખરું

પ્રશ્ન 24.
પર્વતીય ક્ષેત્રમાં બરફ પીગળવાથી, હિમનદીએ બનાવેલાં કોતરોમાં પાણી ભરાતાં, સુંદર તળાવ બની જાય છે.
ઉત્તર:
ખોટું

પ્રશ્ન 25.
રણપ્રદેશમાં પવન એ ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ
ઉત્તર:
ખરું

GSEB Class 7 Social Science Important Questions Chapter 10 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિસ્વરૂપો

પ્રશ્ન 26.
રણપ્રદેશમાં ભૂછત્ર આકારના હૂવા જોવા મળે છે.
ઉત્તર:
ખોટું

પ્રશ્ન 27.
ભારતમાં લૉએસનાં મેદાનો જોવા મળે છે.
ઉત્તર:
ખોટું

બંધબેસતાં જોડકાં જોડો:

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
(1) બાહ્ય અગ્નિકૃત ખડક (1) ગ્રેનાઇટ
(2) આંતરિક અગ્નિકૃત ખડક (2) ઢુવા
(3) નદીનું કાર્ય (3) ગ્રેફાઇટ
(4) પવનનું કાર્ય (4) બેસાલ્ટ
(5) મુખત્રિકોણપ્રદેશ

ઉત્તર:

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
(1) બાહ્ય અગ્નિકૃત ખડક (4) બેસાલ્ટ
(2) આંતરિક અગ્નિકૃત ખડક (1) ગ્રેનાઇટ
(3) નદીનું કાર્ય (5) મુખત્રિકોણપ્રદેશ
(4) પવનનું કાર્ય (2) ઢુવા

નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં આપો:

પ્રશ્ન 1.
સૂર્યમંડળના કયા ગ્રહ પર વિકસિત જીવન જોવા મળે છે?
ઉત્તર:
સૂર્યમંડળના પૃથ્વી ગ્રહ પર વિકસિત જીવન જોવા મળે છે.

પ્રશ્ન 2.
પૃથ્વીનો આકાર કેવો છે?
ઉત્તર:
પૃથ્વીનો આકાર ગોળ છે.

પ્રશ્ન 3.
પૃથ્વી કેવા સ્તરોથી બનેલ છે?
ઉત્તર:
પૃથ્વી ડુંગળીની જેમ એક ઉપર એક સ્તરથી ગોઠવાયેલ અનેક સ્તરોથી બનેલ છે.

પ્રશ્ન 4.
ભૂકવચ કોને કહે છે? તે કેવું છે?
ઉત્તર:
પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ‘ભૂકવચ’ કહે છે. તે સૌથી પાતળી સ્તર હોય છે.

GSEB Class 7 Social Science Important Questions Chapter 10 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિસ્વરૂપો

પ્રશ્ન 5.
ભૂમિખંડની સપાટીને સિયાલ કેમ કહેવામાં આવે છે?
ઉત્તર:
ભૂમિખંડની સપાટી મુખ્યત્વે ‘સિલિકા’ અને ‘ઍલ્યુમિના’ જેવાં ખનીજોની બનેલ છે. તેથી તેને ‘સિયાલ’ (સિ-સિલિકા અને ઍલ-ઍલ્યુમિના) કહેવામાં આવે છે.

પ્રશ્ન 6.
સિયાલની નીચેના સ્તરને સિમા કેમ કહેવામાં આવે છે?
ઉત્તર:
સિયાલની નીચેનો સ્તર મુખ્યત્વે ‘સિલિકા’ અને ‘મેગ્નેશિયમ’ જેવાં ખનીજોનો બનેલ છે. તેથી તેને ‘સિમા’ [સિ (SI) – સિલિકા અને મા (MA) – મૅગ્નેશિયમ) કહેવામાં = આવે છે.

પ્રશ્ન 7.
સિમાની નીચેનો સ્તર કયો છે? તે કેટલી ઊંડાઈ સુધી ફેલાયેલ હોય છે?
ઉત્તર:
સિમાની નીચેનો સ્તર ‘મૅન્ટલ’ છે, તે આશરે 2900 – કિલોમીટરની ઊંડાઈ સુધી ફેલાયેલ હોય છે.

પ્રશ્ન 8.
પૃથ્વીનો સૌથી આંતરિક સ્તર કયો છે? તેની ત્રિજ્યા કેટલી છે?
ઉત્તર:
પૃથ્વીનો સૌથી આંતરિક સ્તર ‘ભૂગર્ભ’ છે. તેની ત્રિજ્યા આશરે 3500 કિલોમીટર જેટલી છે.

પ્રશ્ન 9.
પૃથ્વીના ભૂગર્ભને ‘નિફે’ કેમ કહેવામાં આવે છે?
ઉત્તર:
પૃથ્વીનું ભૂગર્ભ મુખ્યત્વે નિકલ અને લોખંડનું બનેલું છે. તેથી તેને ‘નિફે’ (નિ-નિકલ અને ફે-ફેરસ) કહેવામાં આવે છે.

પ્રશ્ન 10.
ખડકોના પ્રકાર કઈ રીતે પડે છે?
ઉત્તર:
ખડકોના પ્રકાર તેમના ગુણ, કણના કદ અને તેમની નિર્માણ પ્રક્રિયાના આધારે પડે છે.

પ્રશ્ન 11.
‘જીવાશ્મિ’ એટલે શું?
ઉત્તર:
ખડકોના સ્તરોના દબાયેલા મૃત વનસ્પતિ અને જંતુઓના અવશેષોને ‘જીવાશ્મિ’ કહે છે.

પ્રશ્ન 12.
ખડક્યક્ર એટલે શું?
ઉત્તરઃ
કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓમાં એક પ્રકારના ખડક ચક્રીય પદ્ધતિથી એકબીજામાં પરિવર્તિત થઈ જાય છે. આમ, એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન પામવાની પ્રક્રિયાને ‘ખડકચક્ર’ કહેવામાં આવે છે.

પ્રશ્ન 13.
ખનીજો કોને કહે છે?
ઉત્તર:
ખડકોમાંથી પ્રાપ્ત થતા અને ચોક્કસ ભૌતિક ગુણધર્મ અને નિશ્ચિત રાસાયણિક બંધારણ ધરાવતા ઘન, પ્રવાહી અને વાયુમય પદાર્થોને ખનીજો’ કહે છે.

GSEB Class 7 Social Science Important Questions Chapter 10 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિસ્વરૂપો

પ્રશ્ન 14.
ઈંધણ (બળતણ) તરીકે કયાં કયાં ખનીજોનો ઉપયોગ થાય છે?
ઉત્તર:
કોલસો, ખનીજતેલ કે પેટ્રોલિયમ, કુદરતી વાયુ, યુરેનિયમ, થોરિયમ વગેરે ખનીજોનો ઉપયોગ ઈંધણ (બળતણ) તરીકે થાય છે.

પ્રશ્ન 15.
મૃદાવરણીય ભૂતક્તી કોને કહે છે?
ઉત્તરઃ
અનેક ભૂતક્તીમાં વિભાજિત મૃદાવરણને મૃદાવરણીય ભૂતક્તી (પ્લેટ) કહે છે.

પ્રશ્ન 16.
બાહ્ય બળ એટલે શું?
ઉત્તરઃ
ભૂતકતી(પ્લેટ)ની વર્તુળાકારે થતી ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે. ભૂતકતી(પ્લેટ)ની ગતિને ઉત્પન્ન કરનારું જે બળ પૃથ્વીની સપાટી પર નિર્માણ પામે છે ? તેને ‘બાહ્ય બળ’ (Exsogenic force) કહે છે.

પ્રશ્ન 17.
પૃથ્વીની આકસ્મિક ગતિને કારણે કઈ બે કુદરતી આપત્તિઓ ઉદ્દભવે છે?
ઉત્તરઃ
પૃથ્વીની આકસ્મિક ગતિને કારણે જ્વાળામુખી અને ભૂકંપ જેવી બે કુદરતી આપત્તિઓ ઉદ્ભવે છે.

પ્રશ્ન 18.
જ્વાળામુખી વિસ્ફોટ એટલે શું?
ઉત્તરઃ
પૃથ્વી સપાટીમાં આવેલ છિદ્ર કે ફાટ મારફત પૃથ્વીના હે પેટાળ નીચે આવેલા લાવા, ગરમ વાયુઓ, ખડકના ટુકડા, રાખ, વરાળ વગેરે ખૂબ અતિવેગ સાથે પૃથ્વીની ઉપરની તરફ ધસી આવે છે તે ક્રિયા કે ઘટનાને ‘જ્વાળામુખી (વિસ્ફોટ)’ કહે છે.

પ્રશ્ન 19.
જ્વાળામુખી કોને કહે છે?
ઉત્તરઃ
ભૂકવચ પરના એક ખુલ્લા છિદ્રમાંથી પૃથ્વીના પેટાળની નીચે પીગળેલા પદાર્થો અચાનક નીકળે છે તેને જ્વાળામુખી કહે છે.

પ્રશ્ન 20.
ભૂકંપ કોને કહે છે?
ઉત્તરઃ
મૃદાવરણીય ભૂતકતી(પ્લેટ)ની ગતિશીલતાથી પૃથ્વીની ૮ સપાટી પર કંપન પેદા થાય છે. આ કંપનને ‘ભૂકંપ’ કહે છે.

પ્રશ્ન 21.
ભૂકંપ ઉદ્દગમ કેન્દ્ર કોને કહે છે?
ઉત્તરઃ
ભૂકવચની નીચે જે સ્થળેથી ભૂકંપ મોજાં ઉત્પન્ન થાય છે તે સ્થળને ‘ભૂકંપ ઉદ્ગમ કેન્દ્ર’ કહે છે.

GSEB Class 7 Social Science Important Questions Chapter 10 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિસ્વરૂપો

પ્રશ્ન 22.
સ્થાનિક લોકો ભૂકંપની સંભાવનાનું કઈ કઈ રીતે અનુમાન કરે છે?
ઉત્તરઃ
સ્થાનિક લોકો પ્રાણીઓના વર્તનનો અભ્યાસ, તળાવની માછલીઓની તીવ્ર હેરફેર, સરિસૃપોનું પૃથ્વી સપાટી પર આવવું વગેરે રીતે ભૂકંપની સંભાવનાનું અનુમાન કરે છે.

પ્રશ્ન 23.
ભૂસપાટીના સ્વરૂપમાં ફેરફાર કરનાર પરિબળો કયાં કયાં છે?
ઉત્તર:
પવન, વરસાદ, નદી, હિમનદી, સમુદ્રનાં મોજાં વગેરે ભૂસપાટીના સ્વરૂપમાં ફેરફાર કરનાર પરિબળો છે.

પ્રશ્ન 24.
ઘસારણની વ્યાખ્યા આપો.
ઉત્તરઃ
નદી, હિમનદી, પવન, સમુદ્રનાં મોજાં વગેરે ગતિશીલ , પરિબળો તેમના વહનમાર્ગમાં આવતા ભૂમિભાગોને ઘસે છે અથવા તે તોડે છે. આ પ્રક્રિયાને ઘસારણ’ કહે છે.

પ્રશ્ન 25.
સર્પાકાર વહનમાર્ગ કોને કહે છે?
ઉત્તરઃ
મેદાનપ્રદેશમાં નદીના કિનારાના જે ભાગમાં વહનબોજનો 3 ભારે જમાવ થઈ જાય ત્યાંથી નદીનો પ્રવાહ સ્વાભાવિક રીતે જ વળાંક લે છે. નદીના આ મોટા વળાંકોને ‘સર્પાકાર વહનમાર્ગ કહે છે.

પ્રશ્ન 26.
નાળાકાર સરોવર કોને કહે છે?
ઉત્તરઃ
નદીના છોડેલા નાળાકાર ભાગમાં પાણી રહી જતાં જે સરોવર રચાય છે તેને ‘નાળાકાર સરોવર’ કહે છે.

પ્રશ્ન 27.
પૂરનું મેદાન કોને કહે છે?
ઉત્તર:
મોટી નદીમાં વર્ષાઋતુ દરમિયાન પૂર આવે છે ત્યારે તે ? બંને કિનારાની આજુબાજુ નદી, કાંપ અને અન્ય પદાર્થોથી સમતલ વિશાળ મેદાન બનાવે છે, જેને પૂરનું મેદાન’ કહે છે.

પ્રશ્ન 28.
કુદરતી તટબંધ કોને કહે છે?
ઉત્તરઃ
નદીના બંને કિનારે મોટા પ્રમાણમાં કાંપ-માટીના નિક્ષેપણથી લાંબા અને ઓછી ઊંચાઈના જે ઢગ રચાય છે તેને ‘કુદરતી તટબંધ’ કહે છે.

પ્રશ્ન 29.
નદી મુખત્રિકોણપ્રદેશની રચના કઈ રીતે કરે છે?
ઉત્તરઃ
જુઓ સ્વાધ્યાય પ્રશ્ન 4ના પેટા પ્રશ્ન (૩)નો ઉત્તર.

પ્રશ્ન 30.
સમુદ્રીગુફા કોને કહે છે?
ઉત્તરઃ
સમુદ્રના મોજાં ખડકો સાથે સતત ટકરાતાં તેમાં તિરાડો પડે છે. સમય જતાં તે તિરાડો મોટી અને પહોળી બને છે, જેને સમુદ્રીગુફા’ કહે છે.

પ્રશ્ન 31.
સ્ટેક કોને કહે છે?
ઉત્તરઃ
સમુદ્રના મોજાંના ઘસારણથી દીવાલ જેવા રચાતા ભૂસ્વરૂપને ‘સ્ટેક’ કહે છે.

પ્રશ્ન 32.
સમુદ્રકમાન કોને કહે છે?
ઉત્તરઃ
સમુદ્રજળની ઉપર ઊંચા સ્તંભ જેવા ખડકાળ કિનારાને સમુદ્રકમાન’ કહે છે.

પ્રશ્ન 33.
હિમનદી ડ્રમલિન (Drumlin) ભૂમિસ્વરૂપની રચના કેવી રીતે કરે છે?
ઉત્તર:
હિમનદી પોતાની સાથે લાવેલા નાના-મોટા ખડકો, રેતી, કાંકરા વગેરે નિક્ષેપિત કરે છે. આ નિક્ષેપ દ્વારા હિમનદી તેના પ્રવાહની વચ્ચે ટેકરી જેવા ‘ડ્રમલિન’ (Drumlin) ભૂમિસ્વરૂપની રચના કરે છે.

GSEB Class 7 Social Science Important Questions Chapter 10 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિસ્વરૂપો

નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો:

પ્રશ્ન 1.
અગ્નિકૃત ખડકો કોને કહે છે? તેના પ્રકારો જણાવો.
ઉત્તર:
જ્વાળામુખીના પ્રસ્ફોટન વખતે પૃથ્વીના પેટાળમાં રહેલો મૅગ્સા (Magma) – (ભૂરસ) આંતરિક ભાગમાંથી નીકળીને પૃથ્વીની સપાટી પર પથરાય છે. આ મૅગ્મા ઠંડો પડતાં જે ખડકો બને છે તેને ‘અગ્નિકૃત ખડકો’ કહે છે. અગ્નિત ખડકોના બે પેટા પ્રકારો છેઃ

  • બાહ્ય અગ્નિકૃત ખડકો અને
  • આંતરિક અગ્નિકૃત ખડકો.

પ્રશ્ન 2.
બાહ્ય અગ્નિકૃત ખડકો કોને કહે છે?
ઉત્તર:
જ્વાળામુખીના પ્રસ્ફોટન વખતે પૃથ્વીના પેટાળમાં રહેલો ગરમ મૅગ્મા-ભૂરસ-લાવારસ બહાર આવીને પૃથ્વીની સપાટી પર પથરાય છે. આ મૅગ્સા ઝડપથી ઠંડો થઈને નક્કર બની જાય છે. આમ, મૅગ્સા ઠરવાથી પૃથ્વીની સપાટી પર રચાતા અગ્નિકૃત ખડકો બાહ્ય અગ્નિકૃત ખડકો’ કહેવાય છે. બેસાલ્ટ આ પ્રકારનો ખડક છે.

પ્રશ્ન 3.
નિક્ષેપણની વ્યાખ્યા આપો.
ઉત્તરઃ
ઘસારણ દ્વારા ખડકોમાંથી છૂટાં પડેલાં દ્રવ્યોને નદી, હિમનદી, સમુદ્રના મોજાં, પવન વગેરે ગતિશીલ પરિબળો તેમના પ્રવાહ કે વેગમાં ઘસડી જાય છે. માર્ગમાં એ પરિબળોની બોજવહનશક્તિ મંદ પડતાં એ દ્રવ્યો જમીનસપાટી પર પથરાય છે. આ પ્રક્રિયાને નિક્ષેપણ’ કહે છે.

પ્રશ્ન 4.
જૂછત્ર ખડક કોને કહે છે?
ઉત્તર:
રણપ્રદેશમાં પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચેના ભાગને સરળતાથી વધુ અને ઝડપથી ઘસે છે. પરિણામે આ ખડકોનો નીચેનો ભાગ સાંકડો અને ઉપરનો ભાગ વિશાળ બને છે. તેથી આ ખડકો છત્રીના આકાર જેવો વિશિષ્ટ આકાર ધારણ કરે છે, જેને ‘ભૂછત્ર ખડક’ કહે છે.

પ્રશ્ન 5.
રેતીના હૂવા કોને કહે છે?
ઉત્તર:
રણપ્રદેશમાં પવન તેના વેગ સાથે રેતીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. જ્યારે પવનનો વેગ મંદ પડે છે ત્યારે ઊડીને આવેલી રેતી જમીનસપાટીના કોઈ ભાગ પર જમા થતાં રેતીની ટેકરીઓ બને છે, જેને ‘રેતીના ઢુવા (બારખન્સ)’ કહે છે.

પ્રશ્ન 6.
લૉએસનું મેદાન કોને કહેવામાં આવે છે?
ઉત્તર:
જ્યારે રેતીના કણો નાના અને હલકા હોય છે ત્યારે પવન તેને સેંકડો કિલોમીટર દૂર લઈ જાય છે. આ રીતે પવનથી દૂર દૂર ખેંચાઈ આવેલા રેતીના કણો વિશાળ વિસ્તાર પર પથરાઈ જતાં સમથળ મેદાન બને છે, જેને “લૉએસનું મેદાન’ કહેવામાં આવે છે.

નીચેના પ્રશ્નોના ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
ખડકચક્રની સમજૂતી આપો.
અથવા
ખડકચક્ર એટલે શું? સમજાવો.
ઉત્તર :
GSEB Class 7 Social Science Important Questions Chapter 10 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિસ્વરૂપો 1
ગરમ પ્રવાહી મૅગ્મા ઠંડો બનીને નક્કર થઈ જતાં અગ્નિકૃત ખડક બને છે. અગ્નિકૃત ખડક નાના ટુકડાઓ રૂપે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થઈ જળકૃત કે પ્રસ્તર (Sediment) ખડક બનાવે છે. ઊંચા તાપમાન અને અતિશય દબાણને લીધે અગ્નિકૃત ખડક અને જળકૃત કે પ્રસ્તર ખડક રૂપાંતરિત ખડકમાં ફેરવાઈ જાય છે. અતિશય તાપમાન અને ખૂબ દબાણથી રૂપાંતરિત ખડક પીગળીને ફરીથી ગરમ પ્રવાહી મૅગ્સા બની જાય છે. આ મૅગ્સા ઠંડો બનીને ફરીથી નક્કર થઈ જતાં અગ્નિકૃત ખડક બને છે. આમ, કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓમાં ચક્રીય પદ્ધતિથી એક પ્રકારનો ખડક બીજા ખડકમાં પરિવર્તિત થાય છે. આ પ્રક્રિયાને ખડકચક્ર’ કહે છે.

પ્રશ્ન 2.
ખડકોની ઉપયોગિતા સમજાવો.
ઉત્તર:
પૃથ્વીનું મૂકવચ જુદી જુદી જાતના ખડકોનું બનેલું ર છે. નક્કર ખડકોનો ઉપયોગ સડકો, મકાનો અને મોટી ઇમારતો બનાવવા માટે કરવામાં આવે છે. ખડકોમાં અનેક પ્રકારનાં ખનીજો રહેલાં છે. માનવસંસ્કૃતિના વિકાસમાં ખનીજો ખૂબ ઉપયોગી બન્યાં છે. આજે મોટા ભાગના ઉદ્યોગો યંત્રોથી ચાલે છે. યંત્રો લોખંડ જેવી ધાતુમાંથી બને છે. યંત્રોની સંચાલનશક્તિ તરીકે મોટે ભાગે કોલસો અને ખનીજતેલ જેવાં ખનીજો વપરાય છે. ઔષધીય ઉપયોગ માટે ખનીજો જરૂરી છે. પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગો ખનીજતેલ અને કુદરતી વાયુ પર જ આધારિત છે. આમ, આજનો ઔદ્યોગિક વિકાસ મોટે ભાગે ખનીજો પર જ આધારિત છે. તેથી ખનીજ દ્રવ્યોના ભંડાર તરીકે ખડકોની ઉપયોગિતા ઘણી છે.

GSEB Class 7 Social Science Important Questions Chapter 10 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિસ્વરૂપો

પ્રશ્ન 3.
ભૂકંપ એટલે શું? ભૂકંપની પ્રક્રિયા સમજાવો.
ઉત્તર:
મૃદાવરણીય ભૂતકતી(પ્લેટ)ની ગતિશીલતાથી પૃથ્વીની સપાટીનો અમુક નબળો ભાગ આકસ્મિક રીતે વેગથી ધ્રુજી ઊઠે છે. પૃથ્વી સપાટીની આ આકસ્મિક ધ્રુજારીને ‘ભૂકંપ’ અથવા ‘ધરતીકંપ’ કહે છે. પૃથ્વીના જે આંતરિક ભાગમાંથી ભૂકંપનાં મોજાં ઉત્પન્ન થાય : છે તે સ્થળ કે કેન્દ્રને ‘ભૂકંપ ઉદ્ગમ કેન્દ્ર’ (Epicentre) કહે છે. – ભૂકંપ ઉદ્ગમ કેન્દ્રમાંથી ઉદ્ભવેલાં ભૂકંપનાં મોજાં પૃથ્વીના જુદા જુદા ભાગોમાંથી વિવિધ દિશાઓમાં જુદી જુદી ગતિથી પસાર થાય છે. ભૂકંપ ઉદ્ગમ કેન્દ્રથી પૃથ્વીની ઉપરની સપાટીએ નજીકમાં નજીક લંબરૂપે આવેલા સ્થળ કે કેન્દ્રને અધિકેન્દ્ર (ભૂકંપ નિર્ગમન કેન્દ્રો કહે છે.
GSEB Class 7 Social Science Important Questions Chapter 10 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિસ્વરૂપો 2
પૃથ્વી સપાટી પર ભૂકંપની સૌથી વધુ અસર અધિકેન્દ્રની આસપાસના વિસ્તારમાં થાય છે. અધિકેન્દ્રથી દૂર જતાં ભૂકંપની અસર ઓછી થતી જાય છે. કોઈ પણ પ્રદેશમાં થતી ભૂકંપની અસર ભૂકંપના વેગ ઉપર અવલંબે છે.

પ્રશ્ન 4.
સમુદ્રમોજાંનું ભૂમિસ્વરૂપ સમજાવો.
ઉત્તર:
સમુદ્રમોજાંનાં ઘસારણ અને નિક્ષેપણ કિનારાના વિવિધ ભૂમિસ્વરૂપો બનાવે છે. સમુદ્રનાં મોજાં ખડકો સાથે સતત ટકરાતાં તેમાં તિરાડો પડે છે. સમય જતાં એ તિરાડો મોટી અને પહોળી બને છે, જેને ‘સમુદ્રીગુફા’ કહે છે. આ ગુફાઓ મોટી બનતાં તેમની માત્ર છત જ રહે છે, જેનાથી તટીય કમાન (મહેરાબ) બને છે. સમુદ્રમોજાંના સતત ઘસારણથી છત તૂટી જતાં માત્ર દીવાલો જ રહે છે. દીવાલ જેવા રચાતા ભૂસ્વરૂપને ‘સ્ટેક નામે ઓળખવામાં આવે છે. સમુદ્રજળની ઉપર ઊંચા સ્તંભ જેવા ખડકાળ કિનારાને ‘સમુદ્રકમાન’ કહે છે. સમુદ્રના મોજાં કિનારા પર નિક્ષેપણ કરી સમુદ્ર-પુલિનનું નિર્માણ કરે છે.

ટૂંક નોંધ લખોઃ

જ્વાળામુખી પર્વતની રચના
ઉત્તર :
GSEB Class 7 Social Science Important Questions Chapter 10 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિસ્વરૂપો 3
પૃથ્વીના પેટાળમાં આંતરિક દબાણને કારણે કેટલીક વાર મૅગ્મા સ્તરનાં અર્ધપ્રવાહી દ્રવ્યોમાં મોટી હલચલ થાય છે. પૃથ્વીના પેટાળમાં ઊતરતું પાણી પેટાળની ગરમીને લીધે વરાળમાં ફેરવાઈ જાય છે. વરાળ પાણી કરતાં અનેક ગણી વધુ જગ્યા રોકે છે. તેથી તે ચારેબાજુ પ્રચંડ દબાણ કરે છે. આવાં કારણોસર, જ્યાં ખડકો પોચા હોય ત્યાં મોટા ધડાકા સાથે જમીન ફાટે છે. તેમાંથી પ્રથમ વરાળ, રાખ, ખડકોના ટુકડા, કાદવ વગેરે અને ત્યાર પછી અત્યંત ગરમ મૅગ્મા-લાવારસ બહાર ફેંકાય છે. આ મૅગ્મા-લાવારસ પથરાઈને ઠરતાં બધી બાજુએ ઢાળવાળી શંકુ આકારની ટેકરી કે પર્વત રચાય છે. તેને ‘જ્વાળામુખી પર્વત’ કહેવામાં આવે છે. આ રીતે જ્વાળામુખી પર્વતની રચના થાય છે.

પ્રવૃત્તિઓ

1. પૃથ્વીની આકૃતિ દોરો.
2. જ્વાળામુખી પર્વતની આકૃતિ દોરો.
3. તમારી આસપાસ મળતા ખડકોના ટુકડા એકઠા કરી, તેમને ઓળખો.
4. શાળા પ્રવાસ દરમિયાન અન્ય વિસ્તારની મુલાકાત વખતે તે સ્થળોથી મળતા ખડકોના નમૂના એકઠા કરી, તેમને ઓળખો.
5. વધુ વિગતો જાણવા માટે તમારા શિક્ષકની મદદથી નીચે આપેલી વેબસાઈટની મુલાકાત લો.
www.nationalgeographic.org
https: // simple.in.wikipedia.org

HOTS પ્રશ્નોત્તર
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો છે વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે આપેલ માં છે લખો :

પ્રશ્ન 1.
પૃથ્વીની આંતરિક રચના માટે નીચેનું કયું વિધાન બંધબેસતું નથી?
A. પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ‘ભૂકવચ’ કહે છે.
B. પૃથ્વી સપાટીનો ઉપલો સ્તર બહુ જ ઘટ્ટ છે.
C. પૃથ્વી સપાટીનો ઉપલો સ્તર ભૂમિખંડ પર 35 કિલોમીટર સુધી હોય છે.
D. ભૂમિખંડની સપાટી ખાસ કરીને સિલિકા’ અને ઍલ્યુમિના’ જેવાં ખનીજોથી બનેલ છે.
ઉત્તરઃ
B. પૃથ્વી સપાટીનો ઉપલો સ્તર બહુ જ ઘટ્ટ છે.

પ્રશ્ન 2.
નિર્માણ-પ્રક્રિયાના આધારે ખડકોના પ્રકારોમાં કયા પ્રકારનો સમાવેશ કરી શકાય નહિ?
A. અગ્નિકૃત ખડકોનો
B. જળકૃત કે પ્રસ્તર ખડકોનો
C. વિકૃત ખડકોનો
D. અવશિષ્ટ ખડકોનો
ઉત્તરઃ
D. અવશિષ્ટ ખડકોનો

પ્રશ્ન ૩.
કયા ખનીજનો ઉપયોગ ઈંધણ તરીકે થતો નથી?
A. કોલસો
B. સ્લેટ
C. ખનીજતેલ
D. કુદરતી વાયુ
ઉત્તરઃ
B. સ્લેટ

પ્રશ્ન 4.
કઈ પ્રક્રિયા પૃથ્વીની સપાટી પર વિભિન્ન ભૂમિસ્વરૂપોનું નિર્માણ કરે છે?
A. ઘસારણ અને નિક્ષેપણની
B. અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિની
C. ઠંડી અને ગરમીની
D. ઉદ્યોગિકીકરણ અને શહેરીકરણની
ઉત્તરઃ
D. ઉદ્યોગિકીકરણ અને શહેરીકરણની

GSEB Class 7 Social Science Important Questions Chapter 10 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિસ્વરૂપો

પ્રશ્ન 5.
રણમાં ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ કોને ગણવામાં આવે છે?
A. હિમનદીને
B. ઠંડીને
C. પવનને
D. ગરમીને
ઉત્તરઃ
C. પવનને

પ્રશ્ન 6.
ગુજરાતના કયા સ્થળે બેસાલ્ટ અને ગ્રેનાઈટના ઘણા બધા ખડકો જોવા મળે છે?
A. કચ્છમાં
B. ઈડરિયો ગઢમાં
C. પાવાગઢમાં
D. ગિરનારમાં
ઉત્તરઃ
D. ગિરનારમાં

પ્રશ્ન 7.
પવનના કાર્યથી ક્યા ભૂમિસ્વરૂપનું નિર્માણ થાય છે?
A. ગોળાશ્મનું
B. લૉએસનું
C. સ્ટેકનું
D. કાંપના મેદાનનું
ઉત્તરઃ
B. લૉએસનું

પ્રશ્ન 8.
મુખત્રિકોણપ્રદેશનું નિર્માણ કોણ કરે છે?
A. સમુદ્રમોજાં
B. પવન
C. હિમનદી
D. નદી
ઉત્તરઃ
D. નદી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *