Gujarat Board GSEB Class 7 Social Science Important Question Chapter 14 સંસાધનોનું જતન અને સંરક્ષણ Important Questions and Answers.
GSEB Class 7 Social Science Important Questions Chapter 14 સંસાધનોનું જતન અને સંરક્ષણ
સંસાધન
નીચે આપેલ પ્રશ્નોના ઉત્તર માટે આપેલ વિકલ્પોમાંથી કે સાચો વિકલ્પ શોધીને લખો:
પ્રશ્ન 1.
પૃથ્વી પરથી મળતા અને માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થોને શું કહે છે?
A. સંરક્ષણ
B. જમીન
C. અખૂટ પદાર્થો
D. સંસાધનો
ઉત્તર:
D. સંસાધનો
પ્રશ્ન 2.
ભૂમિ, જળ, ખનીજો અને જંગલોનો સમાવેશ ક્યાં સંસાધનોમાં થાય છે?
A. કુદરતી સંસાધનોમાં
B. ઔદ્યોગિક સંસાધનોમાં
C. માનવનિર્મિત સંસાધનોમાં
D. સામુદાયિક સંસાધનોમાં
ઉત્તર:
A. કુદરતી સંસાધનોમાં
પ્રશ્ન ૩.
જૈવિક સંસાધનો કયાં છે?
A. જંગલો અને જમીન
B. પ્રાણીઓ અને જળ
C. જંગલો અને પ્રાણીઓ
D. જંગલો અને યંત્રો
ઉત્તર:
C. જંગલો અને પ્રાણીઓ
પ્રશ્ન 4.
અજૈવિક સંસાધનો કયાં છે?
A. જળ અને જંગલો
B. જમીન અને પ્રાણીઓ
C. જમીન અને જંગલો
D. જળ અને જમીન
ઉત્તર:
D. જળ અને જમીન
પ્રશ્ન 5.
કયું સંસાધન માનવનિર્મિત સંસાધન છે?
A. જંગલો
B. ચિત્રકળા
C. જમીન
D. જળ
ઉત્તર:
B. ચિત્રકળા
પ્રશ્ન 6.
કયું સંસાધન માનવનિર્મિત સંસાધન નથી?
A. સ્મારકો
B. ઇજનેરી
C. ખનીજો
D. ઈમારતો
ઉત્તર:
C. ખનીજો
પ્રશ્ન 7.
કયું સંસાધન નવીનીકરણીય સંસાધન છે?
A. ખનીજતેલ
B. સૂર્યપ્રકાશ
C. ખનીજ કોલસો
D. કુદરતી વાયુ
ઉત્તર:
B. સૂર્યપ્રકાશ
પ્રશ્ન 8.
કયું સંસાધન નવીનીકરણીય સંસાધન છે?
A. જંગલો
B. ખનીજ કોલસો
C. કુદરતી વાયુ
D. ખનીજ તેલ
ઉત્તર:
A. જંગલો
પ્રશ્ન 9.
કયું સંસાધન અનવીનીકરણીય સંસાધન છે?
A. જંગલો
B. સરોવરો
C. સૂર્યપ્રકાશ
D. ખનીજતેલ
ઉત્તર:
D. ખનીજતેલ
પ્રશ્ન 10.
જંગલો કયા પ્રકારનાં સંસાધનો છે?
A. અનવીનીકરણીય
B. માનવસર્જિત
C. નવીનીકરણીય
D. સાંસ્કૃતિક
ઉત્તર:
C. નવીનીકરણીય
પ્રશ્ન 11.
ખનીજો કયા પ્રકારનાં સંસાધનો છે?
A. અનવીનીકરણીય
B. નવીનીકરણીય
C. સાંસ્કૃતિક
D. માનવસર્જિત
ઉત્તર:
A. અનવીનીકરણીય
પ્રશ્ન 12.
માનવીની જરૂરિયાતો કેવી છે?
A. નાશવંત
B. મર્યાદિત
C. અમર્યાદિત
D. અમર
ઉત્તર:
C. અમર્યાદિત
પ્રશ્ન 13.
કુદરતી સંસાધનો કેવાં છે?
A. અમર્યાદિત
B. મર્યાદિત
C. અમર
D. નાશવંત
ઉત્તર:
B. મર્યાદિત
પ્રશ્ન 14.
સંસાધનોનું સંરક્ષણ એટલે શું?
A. સંસાધનો વિશે જાણકારી મેળવવી.
B. સંસાધનોના વિકાસ માટે પ્રયત્નો કરવા.
C. સંસાધનો જાળવી રાખવાં.
D. સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો.
ઉત્તર:
D. સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો.
યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરોઃ
1. પૃથ્વી પર મળતા અને માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થોને …………………………. કહે છે.
ઉત્તર:
સંસાધન
2. સંસાધનો રાષ્ટ્રીય અર્થતંત્રની ……………………………… છે.
ઉત્તર:
કરોડરજ્જુ
૩. જળ, જમીન, ખનીજો અને જંગલોનો સમાવેશ ……………………………… સંસાધનોમાં થાય છે.
ઉત્તર:
કુદરતી
4. કુદરતી સંસાધનોના વિકાસ માટે …………………………………… સંસાધન હોવું જરૂરી છે.
ઉત્તર:
માનવ
5. જે સંસાધનો અખૂટ હોય છે, તે ……………………….. સંસાધનો છે.
ઉત્તર:
નવીનીકરણીય
6. જે સંસાધનો એક વાર વપરાઈ ગયા પછી પુનઃ પ્રાપ્ત થતાં નથી કે ઉત્પન્ન કરી શકાતાં નથી તે …………………………………… સંસાધનો છે.
ઉત્તર:
અનવીનીકરણીય
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો :
પ્રશ્ન 1.
જળ અને જમીન જૈવિક-સંસાધનો છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 2.
સ્મારકો, ચિત્રકળા, સામાજિક સંસ્થાઓ વગેરે માનવનિર્મિત સંસાધનો છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન ૩.
કુદરતી સંસાધનો અમર્યાદિત છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 4.
માનવીની જરૂરિયાતો મર્યાદિત છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 5.
જંગલો, સૂર્યપ્રકાશ વગેરે નવીનીકરણીય સંસાધનો છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 6.
કોલસો એ અનવીનીકરણીય સંસાધન છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 7.
કુદરતી સંસાધનોના વિકાસ માટે માનવ-સંસાધન અનિવાર્ય નથી.
ઉત્તરઃ
ખોટું
બંધબેસતાં જોડકાં જોડોઃ
1.
વિભાગ ‘અ’ | વિભાગ બ’ |
(1) ભૂમિ, જળ, | (1) માનવનિર્મિત સંસાધનો ખનીજો, જંગલો |
(2) અનવીનીકરણીય સંસાધન | (2) ઇજનેરી, યંત્રો, |
(3) ભૂમિ-સંસાધન ઇમારતો | (3) સૂર્યપ્રકાશ |
(4) કુદરતી સંસાધનો | (4) કોલસો |
(5) નવીનીકરણીય સંસાધન |
ઉત્તરઃ
વિભાગ ‘અ’ | વિભાગ બ’ |
(1) ભૂમિ, જળ, | (4) કોલસો |
(2) અનવીનીકરણીય સંસાધન | (1) માનવનિર્મિત સંસાધનો ખનીજો, જંગલો |
(3) ભૂમિ-સંસાધન ઇમારતો | (5) નવીનીકરણીય સંસાધન |
(4) કુદરતી સંસાધનો | (2) ઇજનેરી, યંત્રો, |
નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં આપો:
પ્રશ્ન 1.
કુદરતી સંસાધન એટલે શું?
ઉત્તરઃ
પૃથ્વી પરથી મળતા અને માનવીને ઉપયોગમાં આવતા હવા, જળ, જમીન, વનસ્પતિ, ખનીજો વગેરેના સ્વરૂપમાં મળતાં કુદરતી તત્ત્વો કે પદાર્થોને કુદરતી સંસાધન કહે છે.
પ્રશ્ન 2.
કુદરતી સંસાધનો આપણને કઈ રીતે ઉપયોગી છે?
ઉત્તર:
કુદરતી સંસાધનો ખેતી, ઉદ્યોગ અને પરિવહન પ્રવૃત્તિઓમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપણને ઉપયોગી છે. ખોરાક તરીકે, જમીન અને વનસ્પતિમાંથી મળતી વિવિધ સામગ્રી તરીકે તેમજ ઈંધણ અને ઊર્જા તરીકે કુદરતી સંસાધનો આપણને ઉપયોગી છે.
પ્રશ્ન 3.
સંસાધનોને સામાન્યતઃ કેટલાં જૂથમાં વહેંચવામાં આવે ? છે? કયાં કયાં?
ઉત્તર:
સંસાધનોને સામાન્યતઃ બે જૂથોમાં વહેંચવામાં આવે છેઃ
- કુદરતી સંસાધનો અને
- માનવનિર્મિત સંસાધનો.
પ્રશ્ન 4.
કુદરતી સંસાધનોમાં કોનો કોનો સમાવેશ થાય છે?
ઉત્તર:
કુદરતી સંસાધનોમાં ભૂમિ, જળ, ખનીજો, જંગલો વગેરેનો સમાવેશ થાય છે. આ સંસાધનોના બે પ્રકાર પડે છે. જૈવિક અને અજૈવિક. જમીન અને જળ એ અજૈવિક સંસાધનો છે, જ્યારે જંગલો અને પ્રાણીઓ જૈવિક સંસાધનો છે.
પ્રશ્ન 5.
સંસાધનનું સંરક્ષણ એટલે શું? અથવા સંસાધનનું સંરક્ષણ કોને કહે છે?
ઉત્તરઃ
કુદરતી સંસાધનોના વિવેકપૂર્ણ અને સુયોજિત ઉપયોગ માટે કરવામાં આવતા યોગ્ય વ્યવસ્થાપનને સંસાધનનું સંરક્ષણ કહે છે.
પ્રશ્ન 6.
માનવનિર્મિત સંસાધનોમાં કોનો કોનો સમાવેશ થાય છે?
ઉત્તરઃ
માનવનિર્મિત સંસાધનોમાં માનવીએ સર્જેલાં ઔદ્યોગિક એકમો, ઇમારતો, સ્મારકો, ચિત્રકળા, સામાજિક સંસ્થાઓ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, માનવીનાં જ્ઞાન, બુદ્ધિ, કૌશલ્ય, સ્વાથ્ય અને અન્ય ગુણોનો પણ માનવનિર્મિત સંસાધનોમાં સમાવેશ થાય છે.
પ્રશ્ન 7.
નવીનીકરણીય સંસાધનો કોને કહેવાય?
ઉત્તર:
જે સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે અથવા તે અખૂટ હોય છે, તેને નવીનીકરણીય’ સંસાધનો કહેવાય. દા. ત., સૂર્યપ્રકાશ, જંગલો
પ્રશ્ન 8.
અનવીનીકરણીય સંસાધનો કોને કહેવાય?
ઉત્તરઃ
જે સંસાધનો એક વાર વપરાઈ ગયા પછી પુનઃ પ્રાપ્ત થતાં નથી કે ઉત્પન્ન કરી શકાતાં નથી, તેને ‘અનવીનીકરણીય સંસાધનો કહેવાય. દા. ત., ખનીજતેલ, કુદરતી વાયુ
ભૂમિ-સંસાધન
નીચે આપેલ પ્રશ્નોના ઉત્તર માટે આપેલ વિકલ્પોમાંથી કે સાચો વિકલ્પ શોધીને લખો:
પ્રશ્ન 1.
ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR) ભારતની જમીનને કેટલા પ્રકારમાં વહેંચી છે?
A. દસ
B. ચાર
C. આઠ
D. છ
ઉત્તર:
C. આઠ
પ્રશ્ન 2.
જમીનના ધોવાણ માટે નીચે પૈકી કયું પરિબળ જવાબદાર ન ગણી શકાય?
A. વન્ય પ્રાણીજીવન
B. વહેતું જળ
C. પવન
D. પશુઓ થકી થતું અતિ ચરાણ
ઉત્તર:
A. વન્ય પ્રાણીજીવન
પ્રશ્ન ૩.
ઢોળાવવાળી જમીનમાં કઈ પદ્ધતિથી ખેતી કરવી જોઈએ?
A. ઝૂમ પદ્ધતિ
B. બહુવિધ પદ્ધતિ
C. આધુનિક પદ્ધતિ
D. પગથિયાં પદ્ધતિ
ઉત્તર:
D. પગથિયાં પદ્ધતિ
પ્રશ્ન 4.
રણની નજીકનાં ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા શું કરવું જોઈએ?
A. વાડ બાંધવી
B. વૃક્ષોની હારમાળા ઉગાડવી
C. મકાનો બાંધવા
D. ખેતી કરવી
ઉત્તર:
B. વૃક્ષોની હારમાળા ઉગાડવી
યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરોઃ
1. ભૂમિ-આવરણમાં ખડકોના નાના-મોટા ટુકડા, કાંકરા, માટી, રજ હોય છે, જેને ‘…………………………….’ કહેવામાં આવે છે.
ઉત્તર:
રેગોલિથ
2. રેગોલિથમાં હવા અને પાણી જેવાં જૈવિક દ્રવ્યો ભળે છે ત્યારે તે ‘………………………………’ બને છે.
ઉત્તર:
જમીન
૩. ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR) ભારતની જમીનને …………………………………………… પ્રકારમાં વહેંચી છે.
ઉત્તર:
આઠ
4. જમીનનું ધોવાણ ગતિશીલ પાણી કે …………………………….. દ્વારા થાય છે.
ઉત્તર:
હવા
5. જમીનનું …………………………… અટકાવવા માટે પડતર જમીનોમાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ.
ઉત્તર:
ધોવાણ
6. જમીનનું ધોવાણ અટકાવવા માટે ઢોળાવવાળી જમીનમાં ……………………………….. પદ્ધતિથી ખેતી કરવી જોઈએ.
ઉત્તર:
પગથિયાં
7. …………………………….. એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી.
ઉત્તર:
ભૂમિ-સંરક્ષણ
8. ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં ……………………………… નું ઉમેરણ કરવું જોઈએ.
ઉત્તર:
સેન્દ્રિય પદાર્થો
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો :
પ્રશ્ન 1.
ભારતની જમીન આઠ પ્રકારની છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 2.
કાંપની જમીન એ જમીનનો એક પ્રકાર છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન ૩.
જમીનનું ધોવાણ ગતિશીલ પાણી કે ભૂકંપ દ્વારા થાય છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 4.
જમીનનું ધોવાણ અટકાવવા માટે પડતર જમીનો પર દીવાલો બાંધવી જોઈએ.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 5.
ભૂમિ-સંરક્ષણ એટલે જમીનમાં રાસાયણિક ખાતરો નાખીને જમીનની ગુણવત્તા જાળવવી.
ઉત્તરઃ
ખોટું
નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં આપો:
પ્રશ્ન 1.
જમીન એટલે શું?
ઉત્તરઃ
પૃથ્વીના પોપડા પરનું પાતળું પડ જે અનેક પ્રકારના બારીક કણોથી બનેલું હોય છે અને જેમાં ખડકોના નાના-મોટા ટુકડા, કાંકરા અને માટીની રજ જેવાં અજૈવિક દ્રવ્યો (રેગોલિથ) અને ભેજ, હવા અને પાણી જેવાં જૈવિક દ્રવ્યો ભળેલાં હોય છે, જેને “જમીનકહે છે.
પ્રશ્ન 2.
ભારતની જમીનને કેટલા પ્રકારમાં વહેંચવામાં આવી છે?
ઉત્તર:
ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR) દ્વારા ભારતની – જમીનને આઠ પ્રકારમાં વહેંચવામાં આવી છે.
પ્રશ્ન 3.
જમીનનું ધોવાણ એટલે શું?
ઉત્તરઃ
જમીનનું ધોવાણ એટલે વહેતું પાણી અને પવન જેવાં કુદરતી પરિબળો દ્વારા જમીનની માટીના કણોનું એક સ્થળેથી બીજા સ્થળે દૂર ઘસડાઈ જવું.
પ્રશ્ન 4.
ભૂમિ-સંરક્ષણ એટલે શું?
ઉત્તરઃ
ભૂમિ-સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ અટકાવીને : જમીનની ગુણવત્તા જાળવવી તે.
પ્રશ્ન 5.
ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનને ફળદ્રુપ બનાવવા શું કરવું જોઈએ?
ઉત્તર:
ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનને ફળદ્રુપ બનાવવા જમીનમાં સેન્દ્રિય પદાર્થો ફરીથી ઉમેરવા જોઈએ.
જળ-સંસાધન
નીચે આપેલ પ્રશ્નોના ઉત્તર માટે આપેલ વિકલ્પોમાંથી કે સાચો વિકલ્પ શોધીને લખો:
પ્રશ્ન 1.
પૃથ્વી પર પીવાલાયક પાણીનું પ્રમાણ આશરે કેટલા ટકા જેટલું છે?
A. 3%
B. 5 %
C. 8%
D. 10 %
ઉત્તર:
A. 3%
પ્રશ્ન 2.
પૃથ્વીનો કેટલામો ભાગ જળવિસ્તાર ધરાવે છે?
A. બીજો ભાગ
B. ત્રીજો ભાગ
C. ચોથો ભાગ
D. પાંચમો ભાગ
ઉત્તર:
B. ત્રીજો ભાગ
પ્રશ્ન 3.
જળ એ કેવું સંસાધન છે?
A. અમર્યાદિત
B. મર્યાદિત
C. સંકુચિત
D. વિશાળ
ઉત્તર:
B. મર્યાદિત
પ્રશ્ન 4.
પૃથ્વી પર જળ-સંસાધનનો મુખ્ય સ્ત્રોત કયો છે?
A. મહાસાગર
B. નદી
C. સરોવર
D. વરસાદ
ઉત્તર:
D. વરસાદ
પ્રશ્ન 5.
પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે?
A. વૃષ્ટિ
B. તળાવો
C. નદીઓ
D. સરોવરો
ઉત્તર:
C. નદીઓ
યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરોઃ
1. પૃથ્વી પર પીવાલાયક પાણીનું પ્રમાણ આશરે ……………………………….. ટકા જેટલું છે.
ઉત્તરઃ
3
2. પૃથ્વી પર જળ-સંસાધનોનો મુખ્ય સ્ત્રોત ……………………………….. .
ઉત્તરઃ
વરસાદ
૩. બધા જ જળસ્રોતો ………………………………… અને આભારી છે.
ઉત્તરઃ
વરસાદ
4. પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત ………………………………….. છે.
ઉત્તરઃ
નદી
5. પાણી કુદરત થકી મળેલી ……………………………….. ભેટ છે.
ઉત્તરઃ
અણમોલ
6. આજે ……………………………………. ની અછત જોવા મળે છે.
ઉત્તરઃ
પેયજળ
7. જળ એ આપણી ………………………………… સંપદા છે.
ઉત્તરઃ
સહિયારી
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો :
પ્રશ્ન 1.
પાણી એ ઈશ્વર થકી મળેલી અણમોલ ભેટ છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 2.
જળ-સંસાધનોનો મુખ્ય સ્ત્રોત નદીઓ છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન ૩.
પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત નદી છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 4.
ભારતમાં પેયજળની અછત જોવા મળે છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 5.
જળ એ આપણી વ્યક્તિગત સંપદા છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 6.
આજે ઉપલબ્ધ જળ મર્યાદિત માત્રામાં છે.
ઉત્તરઃ
ખરું
બંધબેસતાં જોડકાં જોડોઃ
1.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) કુદરતની અણમોલ ભેટ | (1) 3 % |
(2) જળ-સંસાધનોનો મુખ્ય સ્ત્રોત | (2) નદી |
(3) પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત | (3) 8 % |
(4) પીવાલાયક પાણીનું પ્રમાણ | (4) વરસાદ |
(5) પાણી |
ઉત્તર:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) કુદરતની અણમોલ ભેટ | (5) પાણી |
(2) જળ-સંસાધનોનો મુખ્ય સ્ત્રોત | (4) વરસાદ |
(3) પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત | (2) નદી |
(4) પીવાલાયક પાણીનું પ્રમાણ | (1) 3 % |
નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં આપો:
પ્રશ્ન 1.
જળની ઉપયોગિતા શી છે?
ઉત્તરઃ
જળ એ જીવન છે. તે માનવજીવનની પ્રાથમિક – જરૂરિયાત છે. તે માનવીની રોજિંદી પ્રવૃત્તિઓ, ઉદ્યોગો, ખેતી : વગેરે માટે ખૂબ જ ઉપયોગી સ્ત્રોત છે.
પ્રશ્ન 2.
જળ-સંસાધનોમાં કોનો કોનો સમાવેશ થાય છે?
ઉત્તરઃ
જળ-સંસાધનોમાં મહાસાગરો, સમુદ્ર, ઉપસાગરો: નદીઓ, સરોવરો, ભૂમિગત જળ વગેરેનો સમાવેશ થાય છે.
પ્રશ્ન 3.
પૃથ્વી પર જળ-સંસાધનોનો મુખ્ય સ્ત્રોત કયો છે?
ઉત્તર:
પૃથ્વી પર જળ-સંસાધનોનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે.. : બધા જ સ્ત્રોત વરસાદને આભારી છે.
પ્રશ્ન 4.
પૃષ્ઠીય જળસ્ત્રોતોમાં કોનો કોનો સમાવેશ થાય છે?
ઉત્તરઃ
પૃષ્ઠીય જળસ્રોતોમાં નદીઓ, સરોવરો, તળાવો, ઝરણાં: વગેરેનો સમાવેશ થાય છે. તેમાં મુખ્ય સ્ત્રોત નદી છે.
પ્રશ્ન 5.
ભારતમાં પાણીની અછત નિરંતર શાથી વધતી જાય છે?
ઉત્તર:
વધતી જતી વસ્તી માટે અનાજની વધતી માંગ, રોકડિયા: પાકોનું વધતું જતું વાવેતર, વધતું જતું શહેરીકરણ, લોકોના બદલાયેલા જીવનધોરણમાં પાણીનો વધેલો ઉપયોગ તેમજ બધા : પ્રકારની ગંદકીની સફાઈ માટે પાણીની વધતી જતી જરૂરિયાતને : લીધે ભારતમાં પાણીની અછત નિરંતર વધતી જાય છે.
પ્રશ્ન 6.
ભારતમાં ભૂમિગત જળની સપાટી શાથી નીચે જઈ રહી છે?
ઉત્તર:
વર્તમાન સમયમાં કૂવા અને ટ્યૂબવેલ દ્વારા જમીનમાંથી વધુમાં વધુ પાણી ખેંચાઈ રહ્યું હોવાથી ભારતમાં ભૂમિગત જળની સપાટી નીચી જઈ રહી છે.
પ્રશ્ન 7.
જળ-સંરક્ષણના સામાન્ય ઉપાયો કયા કયા છે?
ઉત્તર:
જળસંચય માટે વધુમાં વધુ જળાશયોનું નિર્માણ, નદીઓના પાણીને રોકવું, વૃષ્ટિજળને રોકીને એકઠું કરવું, ભૂમિગત જળસપાટીને ઉપર લાવવાના પ્રયાસો વગેરે જળ-સંરક્ષણના સામાન્ય ઉપાયો છે.
પ્રશ્ન 8.
વૃષ્ટિજળ સંચય માટે શાનું નિર્માણ કરવું જરૂરી છે?
ઉત્તર:
વૃષ્ટિજળ સંચય માટે ખાડાઓ, કૂવા, બંધારા, ખેતતલાવડીઓ, શોષકૂવા વગેરેનું નિર્માણ કરવું જરૂરી છે.
ખનીજ-સંસાધન
નીચે આપેલ પ્રશ્નોના ઉત્તર માટે આપેલ વિકલ્પોમાંથી કે સાચો વિકલ્પ શોધીને લખો:
પ્રશ્ન 1.
વર્ષો પહેલાં માનવી શિકાર માટે શામાંથી બનાવેલ ઓજારોનો ઉપયોગ કરતો?
A. લોખંડમાંથી
B. તાંબામાંથી
C. પથ્થરમાંથી
D. લાકડામાંથી
ઉત્તર:
C. પથ્થરમાંથી
પ્રશ્ન 2.
માનવવિકાસનો પ્રથમ તબક્કો કયો છે?
A. લોહયુગ
B. પાષાણયુગ
C. કાંસ્યયુગ
D. તામ્રયુગ
ઉત્તર:
B. પાષાણયુગ
પ્રશ્ન ૩.
માનવીએ સૌપ્રથમ કઈ ધાતુનો ઉપયોગ શરૂ ક્યોં હશે?
A. પિત્તળ
B. કાંસું
C. લોખંડ
D. તાંબુ
ઉત્તર:
D. તાંબુ
પ્રશ્ન 4.
ક્યારથી ખનીજોનું મહત્ત્વ અનેકગણું વધી ગયું છે?
A. ફ્રેંચ રાજ્યક્રાંતિ પછી
B. બોર્શેવિક ક્રાંતિ પછી
C. અમેરિકન ક્રાંતિ પછી
D. ઔદ્યોગિક ક્રાંતિ પછી
ઉત્તર:
D. ઔદ્યોગિક ક્રાંતિ પછી
પ્રશ્ન 5.
કયા પદાર્થો આજે ખૂટી જવાના આરે આવીને ઊભા છે?
A. પેટ્રોલિયમ પદાર્થો
B. અવકાશી પદાર્થો
C. જૈવિક પદાર્થો
D. અજૈવિક પદાર્થો
ઉત્તર:
A. પેટ્રોલિયમ પદાર્થો
પ્રશ્ન 6.
માનવવિકાસના તબક્કામાં વર્તમાન સમયને કયા નામથી ઓળખવામાં આવે છે?
A. લોહયુગ
B. તામ્રયુગ
C. અણુયુગ
D. પાષાણયુગ
ઉત્તર:
C. અણુયુગ
યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરોઃ
1. ……………………………….. ક્રાંતિ પછી ખનીજોનું મહત્ત્વ વધી ગયું છે.
ઉત્તર:
ઔદ્યોગિક
2. વર્તમાન સમયને ………………………………. કહે છે.
ઉત્તર:
અણુયુગ
૩. માનવ સંસ્કૃતિમાં માનવવિકાસના તબક્કા …………………………………………….. નાં નામ પરથી ઓળખાય છે.
ઉત્તર:
ખનીજો
4. …………………………………….. પદાર્થો જેવા ખનીજ ખૂટી જવાના આરે આવીને ઊભા છે.
ઉત્તર:
પેટ્રોલિયમ
5. ખનીજ-સંસાધનોનો ખૂબ ……………………………….. ઉપયોગ કરવો જોઈએ.
ઉત્તર:
કરકસરભર્યો
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો :
પ્રશ્ન 1.
આદિમાનવ લોખંડમાંથી બનાવેલાં ઓજારોનો ઉપયોગ કરતો હતો.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 2.
વર્તમાન સમય અણુયુગનો તબક્કો ગણાય છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 3.
માનવ સંસ્કૃતિમાં માનવવિકાસના તબક્કા ખનીજોનાં નામ પરથી ઓળખાય છે.
ઉત્તરઃ
ખરું .
પ્રશ્ન 4.
ભારતની આઝાદી પછી ખનીજોનું મહત્ત્વ અનેકઘણું વધી ગયું છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 5.
ખનીજ-સંસાધનોનું સંરક્ષણ પણ એક પ્રકારની બચત જ છે.
ઉત્તરઃ
ખરું
નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં આપો:
પ્રશ્ન 1.
માનવીની વિકાસયાત્રાને કયા કયા તબક્કાઓમાં વહેંચવામાં આવે છે?
ઉત્તર:
માનવીની વિકાસયાત્રાને આ ચાર તબક્કાઓમાં વહેંચવામાં આવે છે:
- પાષાણયુગ,
- તામ્રયુગ,
- કાંસ્યયુગ અને
- લોહયુગ. વર્તમાન સમયના અણુયુગનો પણ તેમાં સમાવેશ કરવામાં આવે છે.
પ્રશ્ન 2.
વર્તમાન સમયને કયો યુગ કહે છે?
ઉત્તર:
વર્તમાન સમયને અણુયુગ કહે છે.
પ્રશ્ન 3.
ખનીજોનું મહત્ત્વ ક્યારથી અનેકગણું વધી ગયું છે?
ઉત્તર:
ઔદ્યોગિક ક્રાંતિ પછી ખનીજોનું મહત્ત્વ અનેકગણું વધી ગયું છે.
પ્રશ્ન 4.
કેટલાંક ખનીજો ખૂટી જવાનો ભય શાથી ઊભો થયો છે?
ઉત્તર:
ઔદ્યોગિક ક્રાંતિ પછી તનિકી વિકાસ અને વધતી જતી વસ્તીને માંગને લીધે ખનીજોનો ઉપયોગ ચરમ સીમાએ પહોંચ્યો છે. તેથી કેટલાંક ખનીજો ખૂટી જવાનો ભય ઊભો થયો છે.
વન અને વન્ય જીવ-સંસાધન
નીચે આપેલ પ્રશ્નોના ઉત્તર માટે આપેલ વિકલ્પોમાંથી કે સાચો વિકલ્પ શોધીને લખો:
પ્રશ્ન 1.
ભારતીય સંસ્કૃતિમાં કોનું ખૂબ મહત્ત્વ દર્શાવાયું છે?
A. આબોહવાનું
B. વનનું
C. ખનીજોનું
D. કૃષિપાકોનું
ઉત્તર:
B. વનનું
પ્રશ્ન 2.
ક્યા વૃક્ષનું લાકડું ઇમારતી લાકડા તરીકે વપરાય છે?
A. દેવદારનું
B. ચીડનું
C. સાગનું
D. ચંદનનું
ઉત્તર:
C. સાગનું
પ્રશ્ન 3.
કયા વૃક્ષનાં લાકડામાંથી ફર્નિચર બનાવવામાં આવે છે?
A. સાલના
B. દેવદારના
C. મૅહોગનીના
D. વાંસના
ઉત્તર:
A. સાલના
પ્રશ્ન 4.
કયાં વૃક્ષોનાં લાકડામાંથી રમતગમતનાં સાધનો બને છે?
A. સાગ અને સાલના
B. દેવદાર અને ચીડના
C. અબનૂસ અને રોઝવુડના
D. વાંસ અને પાઈનના
ઉત્તર:
B. દેવદાર અને ચીડના
પ્રશ્ન 5.
કયા વૃક્ષમાંથી ટોપલા, ટોપલી, કાગળ, રેયોન વગેરે બનાવી શકાય છે?
A. સાલમાંથી
B. દેવદારમાંથી
C. વાંસમાંથી
D. ચેસ્ટનટમાંથી
ઉત્તર:
C. વાંસમાંથી
પ્રશ્ન 6.
ઉત્તર-પૂર્વનાં પર્વતીય ક્ષેત્રોમાં જંગલોનું પ્રમાણ કેટલા ટકાથી વધુ હોય છે?
A. 40 %
B. 60 %
C. 80 %
D. 28 %
ઉત્તર:
B. 60 %
પ્રશ્ન 7.
ગુજરાતમાં કેટલા ટકા વિસ્તારમાં જંગલો આવેલાં છે?
A. 11.18 %
B. 15 %
C. 20 %
D. 25 %
ઉત્તર:
A. 11.18 %
પ્રશ્ન 8.
ભારતની રાષ્ટ્રીય વનનીતિ અનુસાર ભારતના કેટલા ટકા વિસ્તારમાં જંગલો હોવાં જોઈએ?
A. 50 %
B. 41 %
C. 23 %
D. 33%
ઉત્તર:
D. 33%
પ્રશ્ન 9.
ભારતમાં જંગલોનું પ્રમાણ લગભગ કેટલા ટકા જેટલું છે?
A. 13 %
B. 23 %
C. 33 %
D. 38 %
ઉત્તર:
B. 23 %
પ્રશ્ન 10.
નીચેનામાંથી કયું પરિબળ ભારતનાં જંગલોના વિનાશ માટે જવાબદાર નથી?
A. માનવીની જમીન મેળવવાની ભૂખ
B. ઇમારતી લાકડું મેળવવા માટે
C. ઉદ્યોગો માટે કાચો માલ મેળવવા માટે
D. નિરાશ્રિત વન્ય-પશુઓને કારણે
ઉત્તર:
D. નિરાશ્રિત વન્ય-પશુઓને કારણે
પ્રશ્ન 11.
વિશ્વ વનદિન ક્યારે ઊજવાય છે?
A. 21 જાન્યુઆરીએ
B. 4 ઑક્ટોબરે
C. 21 માર્ચે
D. 5 જૂને
ઉત્તરઃ
C. 21 માર્ચે
પ્રશ્ન 12.
વિશ્વ પર્યાવરણદિન ક્યારે ઊજવાય છે?
A. 5 જૂને
B. 29 ડિસેમ્બરે
C. 4 ઑક્ટોબરે
D. 21 માર્ચે
ઉત્તરઃ
A. 5 જૂને
પ્રશ્ન 13.
વન્ય પ્રાણી દિવસ ક્યારે ઊજવાય છે?
A. 1 જાન્યુઆરીએ
B. 4 ઑક્ટોબરે
C. 21 માર્ચે
D. 5 જૂને
ઉત્તરઃ
B. 4 ઑક્ટોબરે
પ્રશ્ન 14.
જૈવ-વિવિધતા દિવસ ક્યારે ઊજવાય છે?
A. 25 માર્ચ
B. 10 એપ્રિલે
C. 29 ડિસેમ્બરે
D. 16 સપ્ટેમ્બરે
ઉત્તરઃ
C. 29 ડિસેમ્બરે
પ્રશ્ન 15.
5 જૂને કયો દિન ઊજવવામાં આવે છે?
A. જૈવ-વિવિધતાદિન
B. વિશ્વ પર્યાવરણદિન
C. વન્ય પ્રાણીદિન
D. વિશ્વ વનદિન
ઉત્તરઃ
B. વિશ્વ પર્યાવરણદિન
પ્રશ્ન 16.
રૉયલ બેંગાલ ટાઇગર (બંગાળનો વાઘ) વિશ્વની કેટલી ? જાતિઓમાંનો એક છે?
A. છ
B. સાત
C. આઠ
D. નવ
ઉત્તરઃ
C. આઠ
પ્રશ્ન 17.
ગુજરાતનું કયું સરોવર શિયાળામાં આવતાં યાયાવર પક્ષીઓ તે માટે જાણીતું છે?
A. નારાયણ સરોવર
B. સરદાર સરોવર
C. નળ સરોવર
D. માનસરોવર
ઉત્તરઃ
C. નળ સરોવર
પ્રશ્ન 18.
હિમાલયનાં શીત વનોમાં કયું પ્રાણી જોવા મળે છે?
A. ઘોરાડ
B. ઘુડખર
C. સફેદ પાંડા
D. લાલ પાંડા
ઉત્તરઃ
D. લાલ પાંડા
પ્રશ્ન 19.
ગુજરાતમાંથી કયું પ્રાણી સંપૂર્ણપણે લુપ્ત થયેલ છે?
A. વાઘ
B. શિયાળ
C. મોર
D. ઘુડખર
ઉત્તરઃ
A. વાઘ
પ્રશ્ન 20.
ભારતમાંથી કયું પ્રાણી સંપૂર્ણપણે લુપ્ત થયેલ છે?
A. રીંછ
B. દીપડો
C. ચિત્તો
D. વાઘ
ઉત્તરઃ
C. ચિત્તો
પ્રશ્ન 21.
ભારતનાં કયાં રાજ્યોમાં હાથી જોવા મળે છે?
A. કર્ણાટક, મધ્ય પ્રદેશ, અસમમાં
B. કર્ણાટક, બિહાર, કેરલમાં
C. ઉત્તરાખંડ, કર્ણાટક, કેરલ, અસમમાં
D. તમિલનાડુ, ગુજરાત, પશ્ચિમ બંગાળમાં
ઉત્તર:
C. ઉત્તરાખંડ, કર્ણાટક, કેરલ, અસમમાં
પ્રશ્ન 22.
ભારતમાં અસમ અને પશ્ચિમ બંગાળના દલદલીય ક્ષેત્રમાં કયું વિશિષ્ટ પ્રાણી વસે છે?
A. એકશિંગી ગેંડો
B. ચિંકારા
C. સિંહ
D. હાથી
ઉત્તર:
A. એકશિંગી ગેંડો
પ્રશ્ન 23.
ભારતમાં ઘુડખર (જંગલી ગધેડું) પ્રાણી ક્યાં જોવા મળે છે? 3
A. ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં
B. કચ્છના મોટા રણમાં
C. થરના રણમાં
D. કચ્છના નાના રણમાં
ઉત્તર:
D. કચ્છના નાના રણમાં
પ્રશ્ન 24.
દુનિયાના કયા દેશમાં સિંહ, દીપડો અને વાઘ ત્રણેય પ્રાણીઓ જોવા મળે છે?
A. ચીનમાં
B. રશિયામાં
C. ભારતમાં
D. ન્યૂ ઝીલૅન્ડમાં
ઉત્તર:
C. ભારતમાં
પ્રશ્ન 25.
સિંહ ગુજરાતનાં કયાં જંગલોમાં વસે છે?
A. સાપુતારાનાં
B. ગીરનાં
C. બરડાનાં
D. બરડીપાડાનાં
ઉત્તર:
B. ગીરનાં
પ્રશ્ન 26.
વાઘ ભારતમાં ક્યાં જોવા મળે છે?
A. પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ અને હિમાલયનાં ક્ષેત્રોમાં
B. પશ્ચિમ બંગાળ, ગુજરાત અને અસમમાં
C. મધ્ય પ્રદેશ, કર્ણાટક અને કેરલમાં
D. મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં
ઉત્તર:
A. પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ અને હિમાલયનાં ક્ષેત્રોમાં
પ્રશ્ન 27.
ગુજરાતના ડેડિયાપાડા અને રતનમહાલ વિસ્તારમાં કર્યું પ્રાણી જોવા મળે છે?
A. હાથી
B. વાઘ
C. રીંછ
D. સિંહ
ઉત્તર:
C. રીંછ
પ્રશ્ન 28.
ગુજરાતનું રાજ્યપક્ષી કયું છે?
A. સુરખાબ
B. પોપટ
C. કબૂતર
D. ગરુડ
ઉત્તર:
A. સુરખાબ
પ્રશ્ન 29.
નીચેના પૈકી કયું પક્ષી લુપ્ત થવાના આરે છે?
A. કાબર
B. કબૂતર
C. ચકલી
D. મોર
ઉત્તર:
C. ચકલી
પ્રશ્ન 30.
ગુજરાતની નર્મદા, તાપી અને સાબરમતી નદીઓમાં જોવા મળતું કર્યું પ્રાણી સંકટમાં છે?
A. જળબિલાડી
B. ડૉલ્ફિન
C. ઘડિયાળ (મગર)
D. જળહંસ
ઉત્તર:
A. જળબિલાડી
પ્રશ્ન 31.
ભારતના ક્યા સમ્રાટે વન્ય જીવના રક્ષણ માટે કાયદા બનાવ્યા હતા?
A. ચંદ્રગુપ્ત
B. સમુદ્રગુપ્ત
C. અશોકે
D. બિંબિસારે
ઉત્તર:
C. અશોકે
યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરોઃ
1. ભારતીય સંસ્કૃતિમાં ……………………………. નું ખૂબ મહત્ત્વ દર્શાવાયું છે.
ઉત્તર:
વન
2. જંગલમાંથી મળતું સાગ અને સાલનું લાકડું ……………………… લાકડા તરીકે વપરાય છે.
ઉત્તર:
ઇમારતી
૩. દેવદાર અને ચીડના લાકડામાંથી …………………………………. નાં સાધનો બનાવાય છે.
ઉત્તર:
રમતગમત
4. જંગલો ……………………………… ને વિષમ બનતી અટકાવી ભેજ જાળવી રાખે છે.
ઉત્તર:
આબોહવા
5. જંગલો ……………………………………….. લાવવા માટે ઉપયોગી છે.
ઉત્તર:
વરસાદ
6. જંગલો વાતાવરણમાં ………………………………. અને ……………………………………….. વાયુઓનું સમતુલન જાળવવામાં મદદ કરે છે.
ઉત્તર:
ઑક્સિજન, કાર્બન ડાયૉક્સાઈડ
7. ભારતમાં સૌથી વધુ જંગલો …………………………………… દ્વીપસમૂહમાં આવેલાં છે.
ઉત્તર:
અંદમાન અને નિકોબાર
8. ભારતના ઉત્તર-પૂર્વનાં પર્વતીય ક્ષેત્રોમાં જંગલોનું પ્રમાણ આશરે …………………………………… %થી વધુ છે.
ઉત્તર:
60
9. ગુજરાતમાં તેના કુલ ક્ષેત્રના ………… % વિસ્તારમાં જંગલો આવેલાં છે.
ઉત્તર:
11.18
10. ભારતની રાષ્ટ્રીય વનનીતિ અનુસાર દેશના કુલ ભૂમિભાગના …………………………. % વિસ્તારમાં જંગલો હોવાં જોઈએ.
ઉત્તર:
33
11. ભારતમાં જંગલોનું પ્રમાણ આશરે ………… % જેટલું જ છે.
ઉત્તર:
23
12. વિશ્વ વનદિનની ઉજવણી ………… કરવામાં આવે છે.
ઉત્તર:
21 માર્ચ
13. વિશ્વ પર્યાવરણદિનની ઉજવણી ………… કરવામાં આવે છે.
ઉત્તર:
5 જૂને
14. વન્ય પ્રાણી દિવસ ………… ઊજવાય છે.
ઉત્તર:
4 ઑક્ટોબરે
15. જૈવ-વિવિધતા દિવસ ………… ઊજવવામાં આવે છે.
ઉત્તર:
29 ડિસેમ્બરે
16. વન-સંરક્ષણ માટે શાળામાં ની રચના કરી વિવિધ પ્રવૃત્તિઓ કરવી જોઈએ.
ઉત્તર:
ઇકો-ક્લબ
17. ગેંડો ભારતનું વિશિષ્ટ પ્રાણી છે.
ઉત્તર:
એકશિંગી
18. કચ્છના નાના રણમાં અને તેના નજીકનાં ક્ષેત્રોમાં પ્રાણી જોવા મળે છે.
ઉત્તર:
ઘુડખર
19. ભારતમાં સિંહ નાં જંગલોમાં વસે છે.
ઉત્તર:
ગીર
20. ભારતમાં ………….. પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન અને હિમાલયનાં ક્ષેત્રોમાં જોવા મળે છે.
ઉત્તર:
વાઘ
21. ભારતનો રૉયલ બેંગાલ ટાઈગર (બંગાળનો વાઘ) વિશ્વની વાઘની …………………………………. જાતિઓમાંનો એક છે.
ઉત્તર:
આઠ
22. …………………………….. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે.
ઉત્તર:
વાઘ
23. ……………………………….. ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે.
ઉત્તર:
મોર
24. …………………………………. ગુજરાતનું રાજ્યપક્ષી છે.
ઉત્તર:
સુરખાબ
25. આજે ગુજરાતમાં જંગલોમાંથી …………………………….. સંપૂર્ણપણે નષ્ટ થઈ ચૂક્યા છે.
ઉત્તર:
વાઘ
26. ભારતનાં જંગલોમાંથી …………………………… લુપ્ત થઈ ચૂક્યો છે.
ઉત્તર:
ચિત્તો
27. ગુજરાતની નર્મદા, તાપી અને સાબરમતી નદીઓમાં જોવા મળતી ………………………… સંકટમાં છે.
ઉત્તર:
જળબિલાડી
28. પ્રાચીન સમયમાં સમ્રાટ ……………………………… વન્ય જીવોના સંરક્ષણ માટે કાયદા બનાવ્યા હતા.
ઉત્તર:
અશોકે
29. ભારતમાં વન્ય જીવોના સંરક્ષણ માટે મોટા ભાગનાં રાજ્યોમાં …………………………………’ની રચના કરવામાં આવી છે.
ઉત્તર:
સ્ટેટ વાઈલ્ડ લાઈફ
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:
પ્રશ્ન 1.
સાગ અને સાલનાં લાકડામાંથી રમતગમતનાં સાધનો બનાવવામાં આવે છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 2.
વાંસમાંથી ટોપલાં, કાગળ અને રેયોન બનાવી શકાય છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 3.
જંગલો જમીનનું ધોવાણ કરે છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 4.
જંગલો આબોહવાને વિષમ બનાવે છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 5.
ગુજરાતમાં તેના કુલ ક્ષેત્રના 11.18 % વિસ્તારમાં જંગલો આવેલાં છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 6.
ભારતની રાષ્ટ્રીય વનનીતિ અનુસાર કુલ ભૂમિભાગના 50 % વિસ્તારમાં જંગલો હોવાં જોઈએ.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 7.
ભારતમાં જંગલોનું પ્રમાણ આશરે 23 % જેટલું છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 8.
જંગલોના આડેધડ વિનાશથી વરસાદનું પ્રમાણ વધ્યું છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 9.
જંગલોના આડેધડ વિનાશથી પ્રદૂષણમાં વધારો થયો છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 10.
વિશ્વ વનદિન 21 માર્ચે ઊજવવામાં આવે છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 11.
વિશ્વ પર્યાવરણદિન 15 જૂને ઊજવવામાં આવે છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 12.
વન્ય પ્રાણી દિવસ 4 ઑક્ટોબરે ઊજવવામાં આવે છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 13.
જૈવ-વિવિધતા દિવસ 1 ડિસેમ્બરે ઊજવવામાં આવે છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 14.
ભારતમાં એકલિંગી ગુંડો કર્ણાટકનાં જંગલોમાં વસે છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 15.
સુરખાબ ગુજરાતનું રાજ્યપક્ષી છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 16.
આજે ગુજરાતમાંથી સિંહ સંપૂર્ણપણે નષ્ટ થઈ ચૂક્યા છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 17.
ભારતનાં જંગલોમાંથી વાઘ લુપ્ત થઈ ચૂક્યો છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 18.
પ્રાચીન સમયમાં રાજા સમુદ્રગુપ્ત વન્ય જીવોના સંરક્ષણ માટે કાયદા બનાવ્યા હતા.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 19.
ગુજરાતનું સરદાર સરોવર શિયાળામાં આવતા યાયાવર પક્ષીઓ માટે જાણીતું છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 20.
હિમાલયનાં શીત વનોમાં સફેદ પાંડા જોવા મળે છે.
ઉત્તર:
ખોટું
બંધબેસતાં જોડકાં જોડોઃ
1.
વિભાગ ‘અ'(કાર્યક્રમો) | વિભાગ ‘બ’(ઉજવણીના દિવસો) |
(1) વિશ્વ વનદિન | (1) 29 ડિસેમ્બર |
(2) વિશ્વ પર્યાવરણદિન | (2) 4 ઑક્ટોબર |
(3) વન્ય પ્રાણી દિવસ | (3) 10 માર્ચ |
(4) જૈવ-વિવિધતા દિવસ | (4) 5 જૂન |
(5) 21 માર્ચ |
ઉત્તર:
વિભાગ ‘અ'(કાર્યક્રમો) | વિભાગ ‘બ’(ઉજવણીના દિવસો) |
(1) વિશ્વ વનદિન | (5) 21 માર્ચ |
(2) વિશ્વ પર્યાવરણદિન | (4) 5 જૂન |
(3) વન્ય પ્રાણી દિવસ | (2) 4 ઑક્ટોબર |
(4) જૈવ-વિવિધતા દિવસ | (1) 29 ડિસેમ્બર |
2.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) ભારતનું વિશિષ્ટ પ્રાણી | (1) વાઘ |
(2) કચ્છનું નાનું રણ | (2) સિંહ |
(3) ભારતનું રાષ્ટ્રીય પ્રાણી | (3) ઘુડખર |
(4) ભારતનું રાષ્ટ્રીય પક્ષી | (4) એકશિંગી ગેંડો |
(5) મોર |
ઉત્તર:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) ભારતનું વિશિષ્ટ પ્રાણી | (4) એકશિંગી ગેંડો |
(2) કચ્છનું નાનું રણ | (3) ઘુડખર |
(3) ભારતનું રાષ્ટ્રીય પ્રાણી | (1) વાઘ |
(4) ભારતનું રાષ્ટ્રીય પક્ષી | (5) મોર |
3.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) યાયાવર પક્ષીઓ | (1) ગુજરાતનું |
(2) સુરખાબ રાજ્યપક્ષી | (2) ચિત્તો |
(3) હિમાલયનાં શીત વનો | (3) વાઘ |
(4) ભારતમાંથી લુપ્ત થયેલું પ્રાણી | (4) નળ સરોવર |
(5) લાલ પાંડા |
ઉત્તર:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) યાયાવર પક્ષીઓ | (4) નળ સરોવર |
(2) સુરખાબ રાજ્યપક્ષી | (1) ગુજરાતનું |
(3) હિમાલયનાં શીત વનો | (5) લાલ પાંડા |
(4) ભારતમાંથી લુપ્ત થયેલું પ્રાણી | (2) ચિત્તો |
નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં આપો:
પ્રશ્ન 1.
વાંસમાંથી શું શું બનાવી શકાય છે?
ઉત્તર:
વાંસમાંથી ટોપલા, ટોપલી, કાગળ, સાદડી, રેયોન વગેરે બનાવી શકાય છે.
પ્રશ્ન 2.
જંગલોમાંથી અન્ય કઈ કઈ વસ્તુઓ મળે છે?
ઉત્તર:
જંગલોમાંથી લાકડાં ઉપરાંત, લાખ, ગુંદર, ટર્પેન્ટાઇન, મધ, ઔષધિઓ વગેરે વસ્તુઓ મળે છે.
પ્રશ્ન 3.
જંગલો વાતાવરણમાં કયા વાયુઓનું સમતુલન ? જાળવવામાં મદદ કરે છે?
ઉત્તર:
જંગલો વાતાવરણમાં ઑક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુઓનું સમતુલન જાળવવામાં મદદ કરે છે.
પ્રશ્ન 4.
ભારતમાં સૌથી વધુ જંગલો ક્યાં ક્યાં આવેલાં છે?
ઉત્તર:
ભારતમાં સૌથી વધુ જંગલો અંદમાન અને નિકોબાર દ્વીપસમૂહમાં, મિઝોરમ, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશમાં આવેલાં છે. હિમાલય અને તેનાં પર્વતીય ક્ષેત્રોમાં જંગલનું પ્રમાણ આશરે 60 %થી વધુ છે.
પ્રશ્ન 5.
રમતગમતનાં સાધનો બનાવવા કયાં વૃક્ષનું લાકડું ઉપયોગી છે?
ઉત્તર:
રમતગમતનાં સાધનો બનાવવા દેવદાર અને ચીડનું લાકડું ઉપયોગી છે.
પ્રશ્ન 6.
રાષ્ટ્રીય વનનીતિ અનુસાર જંગલોનું પ્રમાણ કેટલું હોવું જોઈએ? ભારતમાં જંગલોનું પ્રમાણ કેટલું છે?
ઉત્તર:
રાષ્ટ્રીય વનનીતિ અનુસાર જંગલોનું પ્રમાણ કુલ ભૂમિ-વિસ્તારનાં 33 % જેટલું હોવું જોઈએ. ભારતમાં જંગલોનું પ્રમાણ 23 % જેટલું જ છે.
પ્રશ્ન 7.
આજે ભારતમાં જંગલો શાથી ખૂબ ઝડપથી ઘટી રહ્યાં છે?
ઉત્તર:
માનવીની જમીન મેળવવાની ભૂખ, ઉદ્યોગો માટે કાચો માલ મેળવવો, ઇમારતી લાકડાં મેળવવા, શહેરીકરણ વગેરે કારણોસર આજે ભારતમાં જંગલો ખૂબ ઝડપથી ઘટી રહ્યાં છે.
પ્રશ્ન 8.
ભારતમાં એકશિંગી ગેંડા ક્યાં વસે છે?
ઉત્તર:
ભારતમાં એકશિંગી ગેંડા અસમ અને પશ્ચિમ બંગાળના દલદલીય ક્ષેત્રોમાં વસે છે.
પ્રશ્ન 9.
ભારતમાં ઘુડખર (જંગલી ગધેડાં) ક્યાં જોવા મળે છે?
ઉત્તર:
ભારતમાં ઘુડખર (જંગલી ગધેડા) કચ્છના નાના રણમાં અને તેની નજીકનાં ક્ષેત્રોમાં જોવા મળે છે.
પ્રશ્ન 10.
ભારતમાં કયાં પ્રાણીઓ એકસાથે વિચરતાં જોવા મળે છે?
ઉત્તર:
ભારતમાં સિંહ, દીપડો અને વાઘ – આ ત્રણ પ્રાણીઓ એકસાથે વિચરતાં જોવા મળે છે.
પ્રશ્ન 11.
ભારતનું રાષ્ટ્રીય પ્રાણી અને રાષ્ટ્રીય પક્ષી કયાં છે?
ઉત્તર:
ભારતનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે અને રાષ્ટ્રીય પક્ષી મોર છે.
પ્રશ્ન 12.
ભારતમાં વાઘ ક્યાં જોવા મળે છે?
ઉત્તર:
ભારતમાં વાઘ પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, , કર્ણાટક, રાજસ્થાન અને હિમાલયનાં ક્ષેત્રોમાં જોવા મળે છે.
પ્રશ્ન 13.
ભારતમાં રીંછ ક્યાં જોવા મળે છે?
ઉત્તર:
ભારતમાં રીંછ ગુજરાતમાં દાંતા, જેસોર, વિજયનગર, ડેડિયાપાડા અને રતનમહાલ વિસ્તારમાં જોવા મળે છે.
પ્રશ્ન 14.
ભારતમાં કયાં કયાં પક્ષીઓ જોવા મળે છે?
ઉત્તર:
ભારતમાં બતક, બાજ, પોપટ, ખડમોર, કાબર, કબૂતર, મેના, કોયલ, મોર, સુઘરી, ઘુવડ, ચીબરી, સમડી, ઢોર બગલા વગેરે પક્ષીઓ જોવા મળે છે.
પ્રશ્ન 15.
ગુજરાતનું નળ સરોવર શાના માટે જાણીતું છે?
ઉત્તર:
ગુજરાતનું નળ સરોવર દેશ-વિદેશનાં યાયાવર (ભટકતાં) પક્ષીઓ માટે જાણીતું છે.
પ્રશ્ન 18.
ભારતના સમુદ્રકિનારે કઈ કઈ માછલીઓ જોવા મળે છે?
ઉત્તર:
ભારતના સમુદ્રકિનારે ઍરકલ, ઝિંગા, બૂમલા, શાર્ક, ડૉલ્ફિન, સાલમન, પોમફ્રેટ, હેરિંગ, વહેલ, ડુગાંગ (દરિયાઈ ગાય), ઑક્ટોપસ વગેરે માછલીઓ જોવા મળે છે.
પ્રશ્ન 17.
ભારતમાં લાલ પાંડા ક્યાં જોવા મળે છે?
ઉત્તર:
ભારતમાં લાલ પાંડા હિમાલયનાં શીત વનોમાં જોવા ! મળે છે.
પ્રશ્ન 18.
આજે ભારતનાં અને ગુજરાતનાં જંગલોમાંથી કયાં પ્રાણીઓ લુપ્ત થયાં છે?
ઉત્તરઃ
આજે ભારતનાં જંગલોમાંથી ચિત્તો અને ગુજરાતનાં રે જંગલોમાંથી વાઘ લુપ્ત થયાં છે.
પ્રશ્ન 19.
લુપ્ત થવાના આરે ઊભેલી જળબિલાડી ગુજરાતની કઈ નદીઓમાં જોવા મળતી હતી?
ઉત્તરઃ
લુપ્ત થવાના આરે ઊભેલી જળબિલાડી ગુજરાતની નર્મદા, તાપી અને સાબરમતી નદીઓમાં જોવા મળતી હતી.
પ્રશ્ન 20.
પ્રાચીન સમયમાં કોણે વન્ય જીવોના સંરક્ષણ માટે કાયદા બનાવ્યા હતા?
ઉત્તરઃ
પ્રાચીન સમયમાં મૌર્યયુગના સમ્રાટ અશોકે વન્ય જીવોના સંરક્ષણ માટે કાયદા બનાવ્યા હતા.
પ્રશ્ન 21.
વન્ય જીવોના સંરક્ષણ માટે મોટા ભાગનાં રાજ્યોએ શાની રચના કરી છે?
ઉત્તર:
વન્ય જીવોના સંરક્ષણ માટે મોટા ભાગનાં રાજ્યોએ સ્ટેટ વાઇલ્ડ લાઇફની રચના કરી છે.
રણપ્રદેશનું જીવન
નીચે આપેલ પ્રશ્નોના ઉત્તર માટે આપેલ વિકલ્પોમાંથી કે સાચો વિકલ્પ શોધીને લખો:
પ્રશ્ન 1.
વિશ્વનું સૌથી મોટું રણ કયું છે?
A. ગોબી
B. થરપાકર
C. સહરા
D. અતકામા
ઉત્તરઃ
C. સહરા
પ્રશ્ન 2.
સહરાના રણની આબોહવા કેવી છે?
A. ગરમ અને સમ
B. ગરમ અને ભેજવાળી
C. ગરમ અને શુષ્ક
D. ભેજવાળી અને શુષ્ક
ઉત્તરઃ
C. ગરમ અને શુષ્ક
પ્રશ્ન ૩.
સહરાના રણપ્રદેશમાં કયું ખનીજ મોટા પ્રમાણમાં મળે છે?
A. કોલસો
B. ખનીજતેલ
C. અબરખ
D. બૉક્સાઈટ
ઉત્તરઃ
B. ખનીજતેલ
પ્રશ્ન 4.
ભારતનું ઠંડું રણ કયું છે?
A. લડાખનું રણ
B. થરનું રણ
C. કચ્છનું રણ
D. જમ્મુ અને કાશ્મીરનું રણ
ઉત્તરઃ
A. લડાખનું રણ
પ્રશ્ન 5.
લડાખ ક્ષેત્રની મુખ્ય નદી કઈ છે?
A. સતલુજ
B. યમુના
C. સિંધુ
D. ગંગા
ઉત્તરઃ
C. સિંધુ
પ્રશ્ન 6.
ઉનાળામાં લડાખમાં રાત્રે કેટલું તાપમાન હોય છે?
A. –30 °સેથી પણ ઓછું
B. – 40 સેથી પણ ઓછું
C. –20 °સેથી પણ ઓછું
D. – 10 સેથી પણ ઓછું
ઉત્તરઃ
A. –30 °સેથી પણ ઓછું
પ્રશ્ન 7.
લડાખના મોટા ભાગના લોકો કયો ધર્મ પાળે છે?
A. હિંદુ
B. બૌદ્ધ
C. જેના
D. ખ્રિસ્તી
ઉત્તરઃ
B. બૌદ્ધ
પ્રશ્ન 8.
લડાખનું મુખ્ય શહેર કયું છે?
A. શ્રીનગર
B. લેહ
C. કારગીલ
D. જમ્મુ
ઉત્તરઃ
B. લેહ
પ્રશ્ન 9.
લડાખના લોકોની રોજગારી કોની સાથે જોડાયેલી છે?
A. પ્રવાસન ઉદ્યોગ સાથે
B. ફળફળાદિની ખેતી સાથે
C. પશુપાલન સાથે
D. ગરમ ધાબળાની બનાવટ સાથે
ઉત્તરઃ
A. પ્રવાસન ઉદ્યોગ સાથે
પ્રશ્ન 10.
ગુજરાતમાં કચ્છનું રણ રાજ્યની કઈ દિશાએ આવેલું છે?
A. ઉત્તર-પૂર્વે
B. પૂર્વ-પશ્ચિમે
C. ઉત્તરે
D. ઉત્તર-પશ્ચિમે
ઉત્તરઃ
D. ઉત્તર-પશ્ચિમે
પ્રશ્ન 11.
સહરાના રણમાં કયાં વૃક્ષોથી ઘેરાયેલા રણદ્વીપો આવેલા છે?
A. નારિયેળીનાં
B. તાડનાં
C. ખજૂરનાં
D. બાવળનાં
ઉત્તરઃ
C. ખજૂરનાં
પ્રશ્ન 12.
નીચેના પૈકી કઈ જનજાતિના લોકો સહરાના રણમાં રહેતા નથી?
A. બેદુઈન
B. સુઆરેંગ
C. બર્બર
D. બુશમૅન
ઉત્તરઃ
D. બુશમૅન
પ્રશ્ન 13.
સહરાના રણપ્રદેશમાં કઈ નદી આવેલી છે?
A. નાઈલ
B. નાઇજર
C. કોંગો
D. ઝાંબેઝી
ઉત્તરઃ
A. નાઈલ
પ્રશ્ન 14.
લડાખના લોકો યાકના દૂધમાંથી શું બનાવે છે?
A. માખણ
B. પનીર
C. ઘી
D. દહીં
ઉત્તરઃ
B. પનીર
પ્રશ્ન 15.
નીચેના પૈકી કઈ પ્રજાતિના લોકો લડાખના ઠંડા રણમાં – રહેતા નથી?
A. ઇન્ડો આર્યન
B. તિબેટિયન
C. બેદુઈન
D. લડાખી
ઉત્તરઃ
C. બેદુઈન
પ્રશ્ન 16.
નીચેના પૈકી કયો બૌદ્ધ મઠ લડાખમાં આવેલો નથી?
A. જુગિન
B. હેમિસ
C. થીકસે
D. રૉ
ઉત્તરઃ
A. જુગિન
પ્રશ્ન 17.
કયા કારણે લડાખને ‘નાના તિબેટ’ તરીકે ઓળખવામાં આવે છે?
A. તિબેટિયન ભાષાના કારણે
B. તિબેટિયન ધર્મના કારણે
C. તિબેટિયન સંસ્કૃતિના કારણે
D. પ્રાકૃતિક સૌંદર્યના કારણે
ઉત્તરઃ
C. તિબેટિયન સંસ્કૃતિના કારણે
પ્રશ્ન 18.
લડાખ બીજા કયા નામથી ઓળખાય છે?
A. ખાન-પાન
B. ચા-પાન
C. ખા-પા-ચાન
D. ખાચો-પાન
ઉત્તરઃ
C. ખા-પા-ચાન
પ્રશ્ન 19.
કચ્છના રણની ઉત્તર-પૂર્વમાં કયો દેશ આવેલો છે?
A. બાંગ્લાદેશ
B. પાકિસ્તાન
C. શ્રીલંકા
D. મ્યાનમાર
ઉત્તરઃ
B. પાકિસ્તાન
પ્રશ્ન 20.
કચ્છના રણને આગળ વધતું અટકાવવા માટે કયાં વૃક્ષો વાવવામાં આવ્યાં છે?
A. લીમડાનાં
B. ગાંડા બાવળનાં
C. આંબાનાં
D. ખીજડાનાં
ઉત્તરઃ
B. ગાંડા બાવળનાં
પ્રશ્ન 21.
બન્ની વિસ્તાર ક્યાં આવેલો છે?
A. કચ્છના રણમાં
B. સહરાના રણમાં
C. લડાખમાં
D. કલહરીના રણમાં
ઉત્તરઃ
A. કચ્છના રણમાં
પ્રશ્ન 22.
કચ્છના રણમાં કયું પક્ષી લુપ્ત થવાને આરે છે?
A. સારસ
B. સુરખાબ (ફ્લેમિંગો)
C. ઘોરાડ
D. લાવરી
ઉત્તરઃ
C. ઘોરાડ
પ્રશ્ન 23.
નીચેના પૈકી કયું પ્રાણી કચ્છના રણમાં જોવા મળે છે?
A. સિંહ
B. ગાય
C. ઘુડખર
D. યાક
ઉત્તરઃ
C. ઘુડખર
પ્રશ્ન 24.
નીચેના પૈકી કયું પ્રાણી કચ્છના રણમાં જોવા મળે છે?
A. હાથી
B. એકશિંગી ગેંડો
C. રીંછ
D. કાળિયાર
ઉત્તરઃ
D. કાળિયાર
પ્રશ્ન 26.
કચ્છના રણનો મુખ્ય ખેતીપાક કયો છે?
A. ઘઉં
B. બાજરી
C. જુવાર
D. મકાઈ
ઉત્તરઃ
B. બાજરી
યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરોઃ
1. …………………………………………. નું રણ દુનિયાનું સૌથી મોટું રણ છે.
ઉત્તરઃ
સહરા
2. રણનું મુખ્ય પ્રાણી ……………………….. છે.
ઉત્તરઃ
ઊંટ
3. સહરાના રણમાં ……………………………. નાં વૃક્ષોથી ઘેરાયેલા દ્વીપો આવેલા છે.
ઉત્તરઃ
ખજૂર
4. ભારતની ઉત્તરે લડાખનો …………………………. આવેલો છે.
ઉત્તરઃ
કેન્દ્રશાસિત
5. લડાખ એ ભારતનું …………………………… રણ છે.
ઉત્તરઃ
ઠંડું
6. લડાખના ક્ષેત્રની મુખ્ય નદી ……………………………. છે.
ઉત્તરઃ
સિંધુ
7. લડાખના લોકો ……………………………. ના દૂધમાંથી પનીર બનાવે છે.
ઉત્તરઃ
યાક
8. લડાખના મોટા ભાગના લોકો ……………………………….. ધર્મ પાળે છે.
ઉત્તરઃ
બૌદ્ધ
9. લડાખને ‘………………………………’ તરીકે ઓળખવામાં આવે છે.
ઉત્તરઃ
નાના તિબેટ
10. …………………………… તેના પહાડી સૌંદર્ય અને સંસ્કૃતિ માટે જાણીતું છે.
ઉત્તરઃ
લડાખ
11. …………………………… ને કારણે લડાખની હવા ખૂબ પાતળી છે.
ઉત્તર:
ઊંચાઈ
12. લડાખના ખીણ પ્રદેશમાં …………………… અને ………… નાં વૃક્ષો જોવા મળે છે.
ઉત્તર:
દેવદાર, પોપ્લર
13. લડાખનું મુખ્ય શહેર ………………………………… છે.
ઉત્તર:
લેહ
14. લડાખથી રાષ્ટ્રીય ધોરી માર્ગ ………… પસાર થાય છે.
ઉત્તર:
1A
15. ………………………………. થી લડાખના લોકજીવનમાં પરિવર્તન આવવા લાગ્યું છે.
ઉત્તર:
આધુનિકીકરણ
16. લડાખના અન્ય નામ ‘ખા-પા-ચાન’નો અર્થ ……………………………….. થાય છે.
ઉત્તર:
હીમભૂમિ
17. કચ્છનું રણ ગુજરાતના ………………………………….. જિલ્લામાં આવેલું છે.
ઉત્તર:
કચ્છ
18. કચ્છનું રણ ……………………………………. ના રણનો એક ભાગ છે.
ઉત્તર:
થર
19. કચ્છનો રણપ્રદેશ ……………………………………. ઊંચકવાને લીધે બન્યો હોય તેવું જાણવા મળે છે.
ઉત્તર:
ખંડીય છાજલી
20. કચ્છના વિસ્તારમાં ‘…………………………’ વિસ્તાર આવેલો છે.
ઉત્તર:
બન્ની
21. કચ્છના ……………………………. રણમાં સુરખાબ (ફ્લેમિંગો) જોવા મળે છે.
ઉત્તર:
મોટા
22. …………………………………. પક્ષી લુપ્ત થવાના આરે છે.
ઉત્તર:
ઘોરાડ
23. કચ્છનું ……………………………….. વૈવિધ્યસભર છે.
ઉત્તર:
લોકજીવન
24. કચ્છનો મુખ્ય ખેતીપાક ……………………… છે.
ઉત્તર:
બાજરી
25. કચ્છમાં ……………………………… ઉદ્યોગ ઝડપથી વિકસી રહ્યો છે.
ઉત્તર:
પ્રવાસન
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો :
પ્રશ્ન 1.
ગોબીનું રણ વિશ્વનું સૌથી મોટું રણ છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 2.
સહરાના રણની આબોહવા ગરમ અને શુષ્ક છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 3.
સહરાના રણમાં નાળિયેરીથી ઘેરાયેલા દ્વીપો આવેલા છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 4.
યાક સહરાના રણનું મુખ્ય પ્રાણી છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 5.
સહરાના રણ-વિસ્તારમાં કોલસો મળે છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 6.
લડાખ એ ભારતનો કેન્દ્રશાસિત પ્રદેશ છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 7.
લડાખ એ ભારતનું ઠંડું રણ છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 8.
સિંધુ એ લડાખ વિસ્તારની મુખ્ય નદી છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 9.
લડાખના લોકો યાકના દૂધમાંથી પનીર બનાવે છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 10.
લડાખ તેના પહાડી સૌંદર્ય અને ચાની ખેતી માટે જાણીતું છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 11.
કારગિલ એ લડાખનું મુખ્ય શહેર (પાટનગર) છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 12.
લડાખના મોટા ભાગના લોકો હિંદુ ધર્મ પાળે છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 13.
લડાખને “વિરાટ તિબેટના નામે પણ ઓળખવામાં આવે છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 14.
લડાખમાંથી રાષ્ટ્રીય ધોરી માર્ગ 1A પસાર થાય છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 15.
‘બન્ની’ વિસ્તાર કચ્છના રણમાં આવેલો છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 16.
કચ્છનું રણ ત્રણ ભાગમાં વહેંચાયેલું છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 17.
કચ્છના રણનો એક વિસ્તાર સફેદ રણ તરીકે જાણીતો છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 18.
કચ્છના નાના રણમાં સુરખાબ (ફ્લેમિંગો) જોવા મળે છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 19.
કચ્છનું સોનેરી શિયાળ લુપ્ત થવાને આરે છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 20.
બાજરી કચ્છનો મુખ્ય પાક છે.
ઉત્તર:
ખરું
બંધબેસતાં જોડકાં જોડોઃ
પ્રશ્ન 1.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) વિશ્વનું સૌથી મોટું રણ | (1) લડાખ |
(2) રણનું મુખ્ય પ્રાણી | (2) લેહ |
(3) ભારતનું ઠંડું રણ | (3) સહરા |
(4) લડાખનું મુખ્ય શહેર | (4) કારાકોરમ |
(5) ઊંટ |
ઉત્તર:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) વિશ્વનું સૌથી મોટું રણ | (3) સહરા |
(2) રણનું મુખ્ય પ્રાણી | (5) ઊંટ |
(3) ભારતનું ઠંડું રણ | (1) લડાખ |
(4) લડાખનું મુખ્ય શહેર | (2) લેહ |
પ્રશ્ન 2.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) નાનું તિબેટ | (1) કચ્છનું રણ |
(2) બોદ્ધ મઠ | (2) બાજરી |
(3) બન્ની વિસ્તાર | (3) લડાખ |
(4) કચ્છનો મુખ્ય પાક | (4) જુવાર |
(5) હેમિસ |
ઉત્તર:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) નાનું તિબેટ | (3) લડાખ |
(2) બોદ્ધ મઠ | (5) હેમિસ |
(3) બન્ની વિસ્તાર | (1) કચ્છનું રણ |
(4) કચ્છનો મુખ્ય પાક | (2) બાજરી |
નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં આપો:
પ્રશ્ન 1.
વિશ્વનું સૌથી મોટું રણ કયું છે?
ઉત્તરઃ
આફ્રિકામાં આવેલું સહરાનું રણ વિશ્વનું સૌથી મોટું રણ છે.
પ્રશ્ન 2.
સહરાના રણમાં વનસ્પતિ શાથી ઓછી છે?
ઉત્તર:
સહરા એક રણપ્રદેશ છે. તેની આબોહવા ગરમ અને શુષ્ક છે તેમજ ત્યાં વરસાદનું પ્રમાણ ખૂબ ઓછું હોવાથી ત્યાં વનસ્પતિ ઓછી છે.
પ્રશ્ન 3.
સહરાના રણમાં કઈ જાતિના લોકો વસે છે?
ઉત્તરઃ
સહરાના રણમાં બેદુઈન, સુઆરેંગ અને બર્બર જેવી છું જનજાતિના લોકો વસે છે.
પ્રશ્ન 4.
સહરાના રણમાં કયાં કયાં ખનીજો મળે છે? નવનીત સામાજિક વિજ્ઞાન: 7 [2017]
ઉત્તર:
સહરાના રણમાં ખનીજતેલ, લોખંડ, ફૉસ્ફરસ, મેંગેનીઝ, યુરેનિયમ વગેરે ખનીજો મળે છે.
પ્રશ્ન 5.
ખનીજોના વધુ ઉત્પાદનથી સહરાના રણના લોકોના જીવન પર શી અસરો થઈ?
ઉત્તર:
ખનીજોના વધુ ઉત્પાદનથી સહરાના લોકોના જીવનમાં ખૂબ મોટા ફેરફાર થવા લાગ્યા છે. કાચી માટીનાં મકાનોને સ્થાને અદ્યતન સગવડોવાળાં પાકાં મકાનો બન્યાં છે. રોડ-રસ્તા બનવાથી શહેરીકરણ પણ થવા લાગ્યું છે.
પ્રશ્ન 6.
લડાખની ઉત્તરે અને દક્ષિણે કયા પર્વત આવેલા છે?
ઉત્તર:
લડાખની ઉત્તરે કારાકોરમ પર્વત અને દક્ષિણે જાસ્કર પર્વત આવેલા છે.
પ્રશ્ન 7.
લડાખમાં વનસ્પતિનું પ્રમાણ શાથી ખૂબ ઓછું છે?
ઉત્તર:
લડાખના ઠંડા રણમાં વાતાવરણ શુષ્ક (સૂકું) હોવાથી ત્યાં વનસ્પતિનું પ્રમાણ ખૂબ ઓછું છે.
પ્રશ્ન 8.
લડાખમાં કયાં પક્ષીઓ જોવા મળે છે?
ઉત્તર:
લડાખમાં દેવચકલી, રેડ સ્ટાર્ટ, ચૂકર, ગેંડલા, સ્નો પાર્ટરીચ (બરફનું તેતર), તિબેટિયન સ્નોકૉક, રેવન અને હપ વગેરે પક્ષીઓ જોવા મળે છે.
પ્રશ્ન 9.
લડાખમાં કયાં પ્રાણીઓ જોવા મળે છે?
ઉત્તર:
લડાખમાં હિમદીપડા, લાલ લોમડી, મામોંટ (મોટી ખિસકોલી), ગેરુઆ રંગનું રીંછ, હિમાલિયન તાહ વગેરે પ્રાણીઓ જોવા મળે છે.
પ્રશ્ન 10.
લડાખના લોકો કયાં પ્રાણીઓ પાળે છે? શા માટે?
ઉત્તર:
લડાખના લોકો દૂધ અને માંસ મેળવવા માટે બકરીઓ, ઘેટાં અને યાક જેવા પ્રાણીઓ પાળે છે.
પ્રશ્ન 11.
લડાખમાં કઈ પ્રજાતિના લોકો વસે છે? તેઓ કયો ધર્મ પાળે છે?
ઉત્તર:
લડાખમાં ઈન્ડો આર્યન, તિબેટિયન અને લડાખી પ્રજાતિના લોકો વસે છે. મોટા ભાગના લડાખના લોકો બૌદ્ધ ધર્મ પાળે છે.
પ્રશ્ન 12.
લડાખને નાના તિબેટ તરીકે કેમ ઓળખવામાં આવે છે?
ઉત્તર:
લડાખમાં તિબેટિયન સંસ્કૃતિના બહોળા ફેલાવાને કારણે લડાખને ‘નાના તિબેટ’ તરીકે ઓળખવામાં આવે છે.
પ્રશ્ન 13.
લડાખમાં કયા કયા બૌદ્ધ મઠો આવેલા છે?
ઉત્તર:
લડાખમાં હેમિસ, થીકસે, રૉ વગેરે બૌદ્ધ મઠો આવેલા છે.
પ્રશ્ન 14.
લડાખમાં શું શું જોવાલાયક છે?
ઉત્તરઃ
લડાખમાં બૌદ્ધ મઠો, ઘાસનાં મેદાનો અને હિમનદીઓ જોવાલાયક છે. આ ઉપરાંત, અહીંના ઉત્સવો અને ધાર્મિક હું અનુષ્ઠાનો પણ જોવા જેવો છે.
પ્રશ્ન 15.
કચ્છનું રણ ગુજરાત રાજ્યની કઈ સરહદે આવેલું છે?
ઉત્તર:
કચ્છનું રણ ગુજરાત રાજ્યની ઉત્તર-પશ્ચિમે આવેલું છે.
પ્રશ્ન 16.
કચ્છના રણના કેટલા ભાગ પડે છે? કયા કયા?
ઉત્તર:
કચ્છના રણના બે ભાગ પડે છે : નાનું રણ અને મોટું રણ.
પ્રશ્ન 17.
કચ્છનું રણ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તે કયા રણનો ભાગ છે?
ઉત્તર:
કચ્છનું રણ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું છે. તે રાજસ્થાનના થરના રણનો ભાગ છે.
પ્રશ્ન 18.
કચ્છના રણને આગળ વધતું અટકાવવા માટે શું કરવામાં આવ્યું છે?
ઉત્તરઃ કચ્છના રણને આગળ વધતું અટકાવવા માટે રણની સરહદે ગાંડા બાવળનાં વૃક્ષો વાવવામાં આવ્યાં છે.
પ્રશ્ન 19.
કચ્છના મોટા રણમાં કયાં પક્ષીઓ જોવા મળે છે?
ઉત્તર:
કચ્છના મોટા રણમાં સુરખાબ (ફ્લેમિંગો), લાવરી, ઘોરાડ, કુંજ, સારસ વગેરે પક્ષીઓ જોવા મળે છે.
પ્રશ્ન 20.
કચ્છના રણમાં કયાં કયાં પ્રાણીઓ જોવા મળે છે?
ઉત્તરઃ
કચ્છના રણમાં ઘુડખર (જંગલી ગધેડાં), નીલગાય, સોનેરી શિયાળ, હેણોતરો, નાર, ઝરખ, ચિંકારા, કાળિયાર વગેરે પ્રાણીઓ જોવા મળે છે.
પ્રશ્ન 21.
કચ્છના રણના લોકો કયાં કયાં પ્રાણીઓ પાળે છે?
ઉત્તર:
કચ્છના રણના લોકો ઘેટાં-બકરાં, ગાય, ભેસ, ઊંટ, ગધેડાં વગેરે પ્રાણીઓ પાળે છે.
પ્રશ્ન 22.
કચ્છના દરિયાકિનારાના લોકો કયા કયા વ્યવસાયમાંથી રોજગારી મેળવે છે?
ઉત્તરઃ
કચ્છના દરિયાકિનારાના લોકો વહાણવટું, માછીમારી તેમજ જિંગા પકડવાં વગેરે વ્યવસાયોમાંથી રોજગારી મેળવે છે.
પ્રશ્ન 23.
કચ્છમાં કયા કયા પાક લેવામાં આવે છે?
ઉત્તર:
કચ્છમાં ખારેક, દાડમ, નાળિયેર અને કચ્છી કેસર કેરી વગેરેના પાક લેવામાં આવે છે.
પ્રશ્ન 24.
કચ્છમાં કયો ઉદ્યોગ ઝડપથી વિકસી રહ્યો છે?
ઉત્તર:
કચ્છમાં પ્રવાસન ઉદ્યોગ ઝડપથી વિકસી રહ્યો છે.
પ્રશ્ન 25.
કચ્છમાં કઈ સાહસિક પ્રવૃત્તિ વિકસી રહી છે? કયા કારણે?
ઉત્તર:
કચ્છની ભૌગોલિક સપાટ પરિસ્થિતિના કારણે ‘પૅરાગ્લાઇડિંગ’ જેવી સાહસિક પ્રવૃત્તિ વિકસી રહી છે.
નીચેના પ્રશ્નોના ઉત્તર આપોઃ
વન અને વન્ય જીવ-સંસાધના
ભારતના વૈવિધ્યસભર વન્ય જીવસૃષ્ટિ વિશે માહિતી આપો.
અથવા ટૂંક નોંધ લખો: ભારતનું વન્ય જીવ વૈવિધ્ય
ઉત્તર:
- જમ્મુ-કાશ્મીર અને લડાખના કેન્દ્રશાસિત પ્રદેશોમાં કશ્મીરી મૃગ અને જંગલી બકરીઓ જોવા મળે છે.
- ઉત્તરાખંડ, કર્ણાટક, કેરલ, અસમ વગેરે રાજ્યોમાં – હાથી જોવા મળે છે.
- એકશિંગી ગેંડો ભારતનું વિશિષ્ટ પ્રાણી છે. તે અસમ અને પશ્ચિમ બંગાળના દલદલીય ક્ષેત્રોમાં જોવા મળે છે.
- કચ્છના નાના રણમાં તેમજ તેની નજીકનાં ક્ષેત્રોમાં ઘુડખર (જંગલી ગધેડાં) જોવા મળે છે.
- દુનિયામાં એકમાત્ર ભારત દેશમાં સિંહ, દીપડો અને વાઘ આ ત્રણેય પ્રાણીઓ જોવા મળે છે.
– સિંહ ગુજરાતના ગીરનાં જંગલોમાં વસે છે.
– દીપડો ભારતનાં ઘણાં રાજ્યોમાં જોવા મળે છે.
– વાઘ પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન અને હિમાલયનાં ક્ષેત્રોમાં વસે છે. મધ્ય પ્રદેશનો
– સફેદ વાઘ અજોડ છે. રૉયલ બેંગાલ ટાઇગર (બંગાળનો વાઘ) વિશ્વની વાઘની આઠ પ્રજાતિઓ પૈકી એક છે. (વાઘ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે.) - ગુજરાતના ડેડિયાપાડા અને રતનમહાલ વિસ્તારમાં તેમજ દાંતા અને જેસોરમાં રીંછ જોવા મળે છે.
- ભારતમાં બતક, બાજ, પોપટ, મોર, મેના, કાબર, કબૂતર વગેરે જાતિનાં પક્ષીઓ અસંખ્ય છે. (મોર ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે.) શિયાળામાં ગુજરાતના નળ સરોવરમાં મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓ (ભટકતાં પક્ષીઓ) આવે છે. સુરખાબ ગુજરાતનું રાજ્યપક્ષી છે.
- ભારતના સમુદ્રકિનારે મૅકરલ, જિંગા, બૂમલા, શાર્ક, ડૉલ્ફિન, સાલમન વગેરે પ્રજાતિની માછલીઓ જોવા મળે છે.
- ભારતમાં વિવિધ પ્રકારના હરણ તેમજ સાપની અનેક પ્રજાતિઓ જોવા મળે છે.
- હિમાલયનાં શીત વનોમાં લાલ પાંડા જોવા મળે છે.
રણપ્રદેશનું જીવન
પ્રશ્ન 1.
સહરાના રણપ્રદેશના લોકજીવન વિશે માહિતી આપો.
ઉત્તર:
સહરાના રણપ્રદેશમાં બેદુઈન, તુઆરંગ અને બર્બર જેવી જનજાતિના લોકો વસે છે. તેઓ મુખ્યત્વે ઘેટાં-બકરાં અને ઊંટ જેવાં પ્રાણીઓ પાળે છે. આ પ્રાણીઓમાંથી તેઓ દૂધ, ચામડાં અને ઊન મેળવે છે. તેઓ ઊનમાંથી જાજમ, કપડાં અને ધાબળા બનાવે છે. અહીંની નાઈલ ખીણમાંથી પાણી મળી રહેતું હોવાથી લોકો ખજૂર અને ઘઉં જેવા પાકો લે છે.
સહરાના રણપ્રદેશમાં વિપુલ પ્રમાણમાં ખનીજ તેલ મળે છે. આ ઉપરાંત, અહીં લોખંડ, ફૉસ્ફરસ, મેંગેનીઝ અને યુરેનિયમ જેવાં ખનીજો મળે છે. આ ખનીજોના ઉત્પાદનના વેચાણમાંથી ખૂબ સારી આવક થતી હોવાથી લોકજીવનમાં જબરું પરિવર્તન આવ્યું છે. માટીનાં કાચાં મકાનોની જગ્યાએ અદ્યતન સગવડવાળાં પાકાં મકાનો ઊભાં થયાં છે. વીજળી, પાણી, પાકા રસ્તાઓ વગેરેની સુવિધાઓ ઊભી થવાથી જૂની વસાહતોનું શહેરીકરણ થયું છે. આ પ્રદેશની સમૃદ્ધિ વધવાથી અહીંના તેલક્ષેત્રમાં રોજગારી મેળવવા વિદેશોમાંથી ઘણા લોકો આવવા લાગ્યા છે. આમ, સહરાના રણપ્રદેશની આબોહવા પ્રતિકૂળ (વિષમ) હોવા છતાં લોકજીવન ધબકતું જોવા મળે છે.
પ્રશ્ન 2.
લડાખના લોકજીવન વિશે માહિતી આપો.
ઉત્તર:
લડાખ તેના પહાડી સૌંદર્ય અને સંસ્કૃતિ માટે પ્રખ્યાત છે. અહીં મોટે ભાગે ઇન્ડો આર્યન, તિબેટિયન અને લડાખી પ્રજાતિના લોકો રહે છે. તેમાં મોટા ભાગના લોકો બૌદ્ધ ધર્મ પાળે છે. લડાખના ઠંડા રણપ્રદેશમાં અનેક બૌદ્ધ મઠો આવેલા છે. તેમાં હેમિસ, થીકસ, રૉ વગેરે જાણીતા મઠો છે.
ઉનાળાની ઋતુમાં લડાખમાં જવ, બટાટા, વટાણા વગેરેની ખેતી કરવામાં આવે છે. અહીંની સ્ત્રીઓ ઘરકામ અને ખેતીકામની સાથે દુકાન ચલાવવી, ગરમ કાપડ વણવું જેવા વ્યવસાયો કરે છે. અહીં તિબેટિયન સંસ્કૃતિનો બહોળો ફેલાવો થયેલો છે. તેથી લડાખને નાના તિબેટ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
લડાખના લોકોનું જીવન સાદું અને સરળ છે. અહીંના પ્રાકૃતિક સૌંદર્યને માણવા દેશ-વિદેશથી લોકો આવે છે. તેથી અહીંના લોકોની રોજગારી પ્રવાસન ઉદ્યોગ સાથે જોડાયેલી છે. અહીંના બૌદ્ધ મઠો, મેદાનો, ઘાટો, હિમનદીઓ વગેરે જોવાલાયક છે. આ ઉપરાંત, અહીંના લોકોના ઉત્સવો અને ધાર્મિક અનુષ્ઠાનો માણવાં એ જીવનનો એક લહાવો છે.
લેહ લડાખનું પાટનગર (મુખ્ય શહેર) છે. તે હવાઈ માર્ગે અને જમીન માર્ગે દેશના અન્ય શહેરો સાથે જોડાયેલું છે. અહીંથી રાષ્ટ્રીય ધોરી માર્ગ 1A પસાર થાય છે. આધુનિકીકરણથી લડાખના લોકોના જીવનમાં પરિવર્તન આવવા લાગ્યું છે. આમ છતાં, તેઓ પોતાના વતનની પ્રકૃતિ સાથે કદમ મિલાવીને જીવન જીવે છે. તેઓ પ્રાકૃતિક ચીજવસ્તુઓનો ખૂબ જ કરકસરપૂર્વક ઉપયોગ કરીને પોતાનું જીવન પસાર કરે છે.
ટૂંક નોંધ લખો:
ખનીજ-સંસાધન
ખનીજ-સંરક્ષણ
ઉત્તર:
ખનીજોનો કરકસરયુક્ત અને સુયોજિત ઉપયોગ એટલે ખનીજ-સંરક્ષણ. આજે દરેક દેશ નિકાસો વધારી હૂંડિયામણ મેળવવા ખનીજોનો બેફામ ઉપયોગ કરી રહ્યો છે. પરિણામે કેટલાંક ખનીજો ખૂટી જવાનો સંભવ ઊભો થયો છે. આથી ખનીજોનું સંરક્ષણ જરૂરી બન્યું છે. ખનીજોનો ઉપયોગ વિવેકપૂર્ણ હોવો જોઈએ. તેમના ઉપયોગમાં નવીનીકરણ પદ્ધતિ અપનાવવી જોઈએ, જેથી તે લાંબો સમય ચાલી શકે.
ખલાસ થવાની અણી પર આવેલાં ખનીજોના વિકલ્પો શોધીને વાપરવા જોઈએ. ચોક્કસ અને અનિવાર્ય હોય ત્યાં જ ખનીજો વાપરવાં જોઈએ. ખનીજોનો આયોજનપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. ખનીજોનો ફરી ફરીને અનેક વખત ઉપયોગ થાય છે તેવી પ્રક્રિયાને ઉત્તેજન આપવું જોઈએ. ખનીજોની જાળવણી અને સંવર્ધન અત્યંત આવશ્યક છે.
નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપોઃ
સંસાધન
સંસાધનોના પ્રકારો વિશે માહિતી આપો.
ઉત્તરઃ
સંસાધનોને સામાન્યતઃ બે જૂથોમાં વહેંચવામાં આવે છેઃ
- કુદરતી સંસાધનો અને
- માનવનિર્મિત સંસાધનો.
કુદરતી સંસાધનોમાં ભૂમિ, જળ, ખનીજો, જંગલો વગેરેનો સમાવેશ થાય છે. આ સંસાધનોના બે પ્રકાર પડે છે જૈવિક અને અજૈવિક. જમીન અને જળ એ અજૈવિક સંસાધનો છે, જ્યારે જંગલો અને પ્રાણીઓ જેવિક સંસાધનો છે.
માનવનિર્મિત સંસાધનોમાં માનવીએ સર્જેલાં ઔદ્યોગિક એકમો, સ્મારકો, ચિત્રકળા, સામાજિક સંસ્થાઓ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત માનવીનાં જ્ઞાન, બુદ્ધિ, કૌશલ્ય, સ્વાચ્ય અને અન્ય ગુણોનો પણ માનવનિર્મિત સંસાધનોમાં સમાવેશ થાય છે.
ભૂમિ-સંસાધન
પ્રશ્ન 1.
ભારતની જમીનના પ્રકાર જણાવો.
ઉત્તર:
ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR) દ્વારા ભારતની જમીનને આ આઠ પ્રકારમાં વહેંચવામાં આવી છેઃ
- કાંપની જમીન (Silty Soil),
- રાતી અથવા લાલ જમીન (Red Sol),
- કાળી જમીન (Black Soil),
- લેટેરાઇટ કે પડખાઉ જમીન (Laterite soil),
- રણ પ્રકારની જમીન (Desert Soil),
- પર્વતીય જમીન (Mountain Soil),
- જંગલ પ્રકારની જમીન (Forest Sol) અને
- દલદલ પ્રકારની જમીન (Marshy Soil).
પ્રશ્ન 2.
ભૂમિ-સંરક્ષણ એટલે શું? ભૂમિ-સંરક્ષણના ઉપાયો જણાવો.
ઉત્તર:
ભૂમિ-સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ અટકાવીને જમીનની ગુણવત્તા જાળવવી તે. ભૂમિ-સંરક્ષણના ઉપાયો આ પ્રમાણે છેઃ
- નદીનાં કોતરો અને પહાડી ઢોળાવો પર વૃક્ષો ઉછેરવાં.
- રણની નજીકનાં ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા માટે રણની ધાર પર મોટાં વૃક્ષોને હારબંધ ઉગાડવાં.
- પશુઓ દ્વારા થતા અતિ ચરાણને નિયંત્રિત કરવું.
- ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં સેન્દ્રિય તત્ત્વો ફરીથી ઉમેરવાં.
જળ-સંસાધન
ભારતમાં જળતંગીની સમસ્યા સર્જાવાના સંજોગો જણાવો.
ઉત્તરઃ
- ભારતમાં છેલ્લા ચાર દાયકામાં સ્ફોટક વસ્તીવધારો થયો છે. નિરંતર વધતી જતી વસ્તી માટે અનાજ અને રોકડિયા પાકોની વધતી માંગ, વધતું જતું શહેરીકરણ અને લોકોના ઊંચે જઈ રહેલા જીવનધોરણના કારણે પાણીની વપરાશમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. પરિણામે પાણીની અછત નિરંતર વધતી જાય છે.
- આજે પણ ભારતનાં (8 ટકા) શહેરોમાં અને (50 ટકા) ગામડાંમાં પીવાલાયક પાણીની અછત છે.
- પાણીની સિંચાઈની અને ઉદ્યોગોની જરૂરિયાતો પૂરી કરવા વર્તમાન સમયમાં કૂવા અને ટ્યૂબવેલ દ્વારા જમીનમાંથી પણ ભૂમિગત જળ વધુ પડતું ખેંચાઈ રહ્યું છે. પરિણામે ભૂમિગત જળની સપાટી નીચી ગઈ છે અને ભૂમિગત જળના જથ્થામાં પણ મોટો ઘટાડો થયો છે.
- આ ઉપરાંત, અનેક પ્રવૃત્તિઓ માટે વપરાતા પાણીની ગુણવત્તા પણ ઘટી રહી છે. શહેરી ગટરો અને ઔદ્યોગિક એકમોના મલિન જળથી પાણીનું પ્રદૂષણ ઘણું વધી ગયું છે.
‘વન અને વન્ય જીવ-સંસાધન
પ્રશ્ન 1.
જંગલોનું પર્યાવરણીય મહત્ત્વ સમજાવો.
ઉત્તર:
પર્યાવરણીય સમતુલા જાળવવા જંગલો ખૂબ મહત્ત્વનાં છેઃ
- જંગલો વાતાવરણમાં ઑક્સિજન અને કાર્બન ડાયૉક્સાઈડનું સમતુલન જાળવે છે. લીલી વનસ્પતિ હવામાંથી કાર્બન ડાયૉક્સાઈડ ગ્રહણ કરી ઑક્સિજન વાયુ આપે છે. તેથી હવા શુદ્ધ થાય છે.
- જંગલો આબોહવાને વિષમ બનતી અટકાવી ભેજ સંઘરી રાખે છે.
- વનસ્પતિ વાતાવરણને ઠંડું રાખી વધુ વરસાદ લાવવામાં મદદ કરે છે.
- જંગલો ભૂમિગત જળને જાળવી રાખે છે.
- તે પવન અને વરસાદથી થતું જમીનનું ધોવાણ અટકાવે છે તેમજ રણને આગળ વધતું અટકાવે છે.
પ્રશ્ન 2.
ભારતમાં જંગલોનું પ્રમાણ કેટલું છે?
ઉત્તર:
ભારતમાં જંગલોનું પ્રમાણ લગભગ 23 % જેટલું જ છે. આ પ્રમાણ ખૂબ જ ઓછું છે. ભારતમાં સૌથી વધારે જંગલો અંદમાન અને નિકોબાર દ્વીપસમૂહો, મિઝોરમ, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશમાં આવેલાં છે. હિમાલય અને તેનાં પર્વતીય ક્ષેત્રોમાં જંગલોનું પ્રમાણ લગભગ 60 %થી વધુ છે. ગુજરાતમાં તેના ભૂમિભાગના 11.18 % વિસ્તારમાં જંગલો આવેલાં છે. રાષ્ટ્રીય વનનીતિ અનુસાર દેશમાં કુલ ભૂમિભાગના 33 % વિસ્તારમાં જંગલો હોવાં જરૂરી છે.
પ્રશ્ન 3.
જંગલોના આડેધડ વિનાશથી પર્યાવરણને કયાં કયાં માઠાં પરિણામો ભોગવવાં પડ્યાં છે?
ઉત્તરઃ
જંગલોના આડેધડ વિનાશથી પર્યાવરણને આ માઠાં પરિણામો ભોગવવાં પડ્યાં છેઃ
- પર્યાવરણીય સમતુલા ખોરવાઈ છે.
- પ્રદૂષણ વધ્યું છે.
- વરસાદનું પ્રમાણ ઘટ્યું છે.
- વરસાદની અછતને લીધે વખતોવખત દુષ્કાળની સ્થિતિ સર્જાય છે.
- જમીનના ધોવાણમાં વધારો થયો છે.
- નિરાશ્રિત વન્ય પ્રાણીઓની સંખ્યામાં ઘટાડો થયો છે.
- વૈશ્વિક તાપમાન(ગ્લોબલ વૉર્મિંગ)માં વૃદ્ધિ થઈ છે.
- પ્રાકૃતિક સૌંદર્ય ઘટ્યું છે.
- રણ-વિસ્તારમાં વધારો થયો છે.
પ્રશ્ન 4.
જંગલોના સંરક્ષણ માટેના ઉપાયો જણાવો.
ઉત્તર:
જંગલોના સંરક્ષણ માટેના ઉપાયો નીચે પ્રમાણે છે:
- પ્રચાર-પ્રસાર માધ્યમો દ્વારા લોકોને પર્યાવરણનું શિક્ષણ આપવું.
- વિશ્વ વનદિન અને વિશ્વ પર્યાવરણદિન જેવા પર્યાવરણલક્ષી દિન ઊજવીને લોકોમાં પર્યાવરણીય જાગૃતિ લાવવી.
- શાળા-મહાશાળાઓમાં પર્યાવરણલક્ષી સ્પર્ધાઓ તેમજ પ્રવૃત્તિઓ યોજીને વિદ્યાર્થીઓને જંગલોનું મહત્ત્વ સમજાવવું.
- જંગલખાતાના કાર્યક્ષેત્રને ગુણવત્તાસભર બનાવવું.
- પડતર જમીનોમાં વનમહોત્સવ અને સામાજિક વનીકરણ જેવા કાર્યક્રમોમાં લોકોને ભાગીદાર બનાવવા.
- શાળામાં ઇકોક્લબની સ્થાપના કરી વિવિધ પ્રવૃત્તિઓ કરાવવી.
- જંગલો આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે, તેથી તેનું સંરક્ષણ કરવું એ આપણા સૌની નૈતિક ફરજ છે તેવી નાગરિકોમાં સમજ કેળવવી.
પ્રશ્ન 5.
લુપ્ત થતા વન્ય જીવ વિશે ટૂંકી નોંધ લખો.
ઉત્તરઃ
જે પ્રાણીજાતિના છેલ્લા સજીવના મૃત્યુ વિશે લેશમાત્ર શંકા રહી ન હોય એ પ્રાણીજાતિ લુપ્ત વન્ય જીવ’ કહેવાય છે. ભારતનાં જંગલોમાંથી ચિત્તો અને ગુજરાતનાં જંગલોમાંથી વાઘ સંપૂર્ણપણે લુપ્ત થઈ ચૂક્યાં છે.
ચકલી, ગીધ, સારસ, ઘોરાડ, ઘડિયાળ (મગર), ગંગેય ડૉલ્ફિન વગેરે જીવો લુપ્ત થવાના આરે છે. ગુજરાતની નર્મદા, તાપી અને સાબરમતી નદીઓમાં જોવા મળતી જળબિલાડી ભારે સંકટમાં છે.
રણપ્રદેશનું જીવન
પ્રશ્ન 1.
સહરાના રણપ્રદેશની માહિતી આપો.
ઉત્તર:
સહરાનું ગરમ રણ દુનિયાનું સૌથી મોટું રણ છે. તે ઘણું વિશાળ છે. (તેનું ક્ષેત્રફળ લગભગ 8.54 લાખ ચોરસ કિલોમીટર છે. તે આફ્રિકાના અગિયાર દેશોમાં ફેલાયેલું છે.)
સહરાની આબોહવા ગરમ અને શુષ્ક (સૂકી) છે. અહીં વરસાદ ખૂબ ઓછો પડે છે. અહીં દિવસનું તાપમાન 50 °સે સુધી પહોંચી જાય છે, તો રાત્રિનું તાપમાન 0 °સે જેટલું નીચું થઈ જાય છે.
પ્રશ્ન 2.
લડાખના ઠંડા રણપ્રદેશની માહિતી આપો.
ઉત્તર:
ભારતની ઉત્તરે લડાખનો કેન્દ્રશાસિત પ્રદેશ આવેલો છે. તે ભારતનું ઠંડું રણ છે. લડાખની ઉત્તરે કારાકોરમ અને દક્ષિણે જાસ્કર પર્વતો આવેલા છે. સિંધુ આ ક્ષેત્રની મુખ્ય નદી છે. લડાખની ઊંચાઈ કારગિલમાં આશરે 3,000 મીટર અને કારાકોરમમાં 8,000 મીટર જેટલી છે.) ખૂબ ઊંચાઈને કારણે અહીંની હવા ખૂબ પાતળી છે. તેથી અહીંની આબોહવા ઠંડી અને શુષ્ક છે. ઉનાળામાં લડાખનું તાપમાન દિવસે 0 °સેથી ઉપર અને રાત્રે – 30 °સેથી પણ નીચે ઊતરી જાય છે. અહીં વરસાદનું પ્રમાણ પણ ખૂબ ઓછું છે.
પ્રશ્ન 3.
લડાખની વનસ્પતિ અને પ્રાણીજીવન વિશે માહિતી આપો.
ઉત્તર:
લડાખની વનસ્પતિઃ લડાખના ઠંડા રણનું વાતાવરણ શુષ્ક છે. તેથી અહીં વનસ્પતિ ખૂબ ઓછી છે. અહીં માત્ર ટૂંકું ઘાસ થાય છે. તે પાલતુ પશુઓના ઘાસચારા માટે વપરાય છે. લડાખના ખીણ પ્રદેશમાં દેવદાર, પોપ્લર અને અખરોટનાં વૃક્ષો જોવા મળે છે.
લડાખનું પ્રાણીજીવનઃ લડાખમાં દેવચકલી, રેડ સ્ટાર્ટ, ચૂકર, ગ્રેડલા, સ્નો પાર્ટરીચ (બરફનું તેતર), તિબેટિયન સ્નૉકૉક, રેવન અને હપ વગેરે પક્ષીઓની જાતિઓ જોવા મળે છે. પ્રાણીઓમાં હિમદીપડા, લાલ લોમડી, માર્બોટ (મોટી ખિસકોલી), ગેરુઆ રંગનું રીંછ, હિમાલિયન તા વગેરે જોવા મળે છે. દૂધ અને માંસ મેળવવા લોકો જંગલી બકરી, ઘેટાં અને યાક જેવાં પશુઓ પાળે છે. તેઓ યાકના દૂધમાંથી પનીર બનાવે છે. તેઓ યાકના ઊનમાંથી ગરમ કપડાં બનાવે છે.
પ્રશ્ન 4.
કચ્છના રણની વનસ્પતિ અને પ્રાણીઓ વિશે માહિતી આપો.
ઉત્તર :
વનસ્પતિઃ કચ્છના રણમાં ઘાસનો બન્ની વિસ્તાર આવેલો છે. અહીં નાનું-મોટું ઘાસ અને કાંટાળા ઝાંખરાં જોવા મળે છે. કચ્છના રણને આગળ વધતું અટકાવવા માટે રણના કિનારે ગાંડા બાવળનાં વૃક્ષો વાવવામાં આવ્યાં છે.
પ્રાણીઓ કચ્છના રણમાં ઘુડખર (જંગલી ગધેડાં), નીલગાય, સોનેરી શિયાળ, હેણોતરો, નાર, ઝરખ, ચિંકારા, કાળિયાર વગેરે પ્રાણીઓ જોવા મળે છે. ઘુડખર દુનિયામાં માત્ર કચ્છના નાના રણના કાંઠે અથવા રણબેટોમાં જ જોવા મળે છે. કચ્છના મોટા રણમાં સુરખાબ (ફ્લેમિંગો) જોવા મળે છે. તે ગુજરાતનું રાજ્યપક્ષી છે. આ ઉપરાંત, કચ્છના રણમાં લાવરી, ઘોરાડ, કુંજ, સારસ વગેરે પક્ષીઓ જોવા મળે છે. ઘોરાડ પક્ષી (ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ) લુપ્ત થવાના આરે છે.
પ્રશ્ન 5.
કચ્છના રણપ્રદેશના લોકજીવન વિશે માહિતી આપો.
ઉત્તરઃ
કચ્છના રણપ્રદેશના લોકોનું જીવન વિવિધતાથી ભરેલું છે છે. અહીં લોકો ઘેટાં-બકરાં, ગાય, ભેંસ, ઊંટ, ગધેડાં વગેરે પ્રાણીઓ પાળે છે. દરિયાકિનારાના વિસ્તારમાં લોકો વહાણવટું, મચ્છીમારી તેમજ જિંગા પકડવાનો વ્યવસાય વગેરેમાંથી રોજગારી મેળવે છે. અહીંના કેટલાક વિસ્તારની આબોહવા વિશિષ્ટ પ્રકારની છે. તેથી ત્યાં ખારેક, દાડમ, નાળિયેર અને કચ્છી કેસર કેરી વગેરે પાકો થાય છે. બાજરી અહીંનો મુખ્ય ખેતીપાક છે.
કચ્છના બન્ની વિસ્તાર લોકો વિશિષ્ટ પ્રકારનું ભરતગૂંથણ કરે 5 છે. તેઓ હસ્તકલાના અન્ય વ્યવસાયો પણ કરે છે. અહીં યાંત્રિક 5 ઉદ્યોગો પણ વિકસ્યા છે. પરિણામે રણપ્રદેશમાં રોજગારીનું પ્રમાણ 3 વધ્યું છે. અહીં ઝડપથી વિકસી રહેલો પ્રવાસન ઉદ્યોગ અનેક 3 લોકોને રોજગારી આપે છે. કચ્છના સપાટ પ્રદેશમાં પૈરાગ્લાઇડિંગ’
જેવી સાહસિક પ્રવૃત્તિ વિકસી રહી છે.
પ્રવૃત્તિઓ
1. વિવિધ પ્રકારની જમીનના નમૂના એકઠા કરી તેનું પ્રદર્શન
2. તમારી આજુબાજુનાં સિંચાઈ માધ્યમોની યાદી બનાવો અને એ માધ્યમોની મુલાકાત શિક્ષકના માર્ગદર્શનમાં ગોઠવો.
3. તમે રોજિંદા કામોમાં કયાં કયાં ખનીજોનો ઉપયોગ કરો છો તેની યાદી બનાવો. કોઈ પણ બે ખનીજો વિશે તમારી રે નોટબુકમાં ટૂંક નોંધ લખો.
4. તમારી આસપાસ થતી વનસ્પતિઓની યાદી બનાવો. વનસ્પતિ તમને કઈ કઈ રીતે ઉપયોગી છે તેના વિશે તમારી નોટબુકમાં નોંધ લખો.
કચ્છના રણની નીચે દર્શાવેલી માહિતી મેળવી તેની નોંધ ગોઠવવું.તૈયાર કરો :
- કચ્છના રણમાં જોવા મળતાં વનસ્પતિ અને પ્રાણીઓ
- કચ્છનું લોકજીવન
- કચ્છનાં જોવાલાયક સ્થળો
- ભારતમાં વસતાં વન્ય પ્રાણીઓનાં ચિત્રો એકઠાં કરી તેનું આલ્બમ બનાવો.
- શાળામાં વન્ય પ્રાણી સપ્તાહ અને વનમહોત્સવ ઊજવો.
- વૃક્ષોનો વિનાશ અટકાવવા વિદ્યાર્થી શું કરી શકે તે વિશે ચર્ચાસભાનું આયોજન કરો.
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો છે વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે આપેલ માં લખો:
પ્રશ્ન 1.
સંસાધનોના પ્રકારમાં કોનો સમાવેશ કરવામાં આવતો નથી?
A. જંગલ-સંસાધનનો
B. જળ-સંસાધનનો
C. પ્રાણી સંસાધનનો
D. રેલવે સંસાધનનો
ઉત્તર:
D. રેલવે સંસાધનનો
પ્રશ્ન 2.
નીચેના પૈકી કયું સંસાધન અનવીનીકરણીય સંસાધન નથી?
A. જંગલો
B. ખનીજતેલ
C. કુદરતી વાયુ
D. કોલસો
ઉત્તર:
A. જંગલો
પ્રશ્ન 3.
નીચેના પૈકી કયું સંસાધન જૈવિક સંસાધન છે?
A. ભૂમિ
B. હવા
C. પ્રાણીઓ
D. ખનીજો
ઉત્તર:
C. પ્રાણીઓ
પ્રશ્ન 4.
નીચેના પૈકી કોનો જળ-સંસાધનમાં સમાવેશ કરવામાં આવતો નથી?
A. વૃક્ષો
B. સરોવરો
C. નદીઓ
D. સમુદ્રો
ઉત્તર:
A. વૃક્ષો
પ્રશ્ન 5.
વર્તમાન સમયને કયો યુગ કહેવામાં આવે છે?
A. તામ્રયુગ
B. અણુયુગ
C. અવકાશયુગ
D. લોહયુગ
ઉત્તર:
B. અણુયુગ
પ્રશ્ન 6.
નીચેના પૈકી કયું સંસાધન વરસાદ લાવવામાં ઉપયોગી છે?
A. ખનીજો
B. ભૂમિ
C. જંગલો
D. જળ
ઉત્તર:
C. જંગલો
પ્રશ્ન 7.
ભારતમાં વાઘ કયા ક્ષેત્રમાં જોવા મળતો નથી?
A. હિમાલયનાં
B. પશ્ચિમ બંગાળનાં
C. મધ્ય પ્રદેશનાં
D. ગુજરાતનાં
ઉત્તર:
D. ગુજરાતનાં
પ્રશ્ન 8.
નીચેના પૈકી કઈ કેરીનો પાક કચ્છના રણમાં લેવાય છે?
A. કેસર
B. હાફૂસ
C. લંગડો
D. દસશેરી
ઉત્તર:
A. કેસર