GSEB Class 7 Science Notes Chapter 11 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન

   

This GSEB Class 7 Science Notes Chapter 11 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન covers all the important topics and concepts as mentioned in the chapter.

પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન Class 7 GSEB Notes

→ બધા જ સજીવોને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખોરાક, પાણી અને ઑક્સિજનની જરૂર હોય છે.

→ રુધિર તરલ પદાર્થોનું બનેલું છે. તે પાચિત ખોરાકના ઘટકોનું નાના આંતરડાથી શરીરના વિવિધ ભાગો તરફ વહન કરે છે. તે ફેફસાંમાંથી ઑક્સિજનને શરીરના કોષો સુધી લઈ જાય છે. તે શરીરના ઉત્સર્ગ દ્રવ્યોને ઉત્સર્ગતંત્રના અવયવો તરફ લઈ જઈ ત્યાંથી તેમનો નિકાલ કરાવે છે.

→ રુધિરના ઘટકોઃ રુધિરરસ (Plasma), રક્તકણ (RBC), શ્વેતકણો (WBC) અને રુધિરકણિકાઓ (કે ત્રાકકણો) છે. રુધિર ગંઠાવાની ક્રિયા માટે રુધિરકણિકાઓ કે ત્રાકકણો (Platelets) અગત્યના છે.

GSEB Class 7 Science Notes Chapter 11 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન

→ રુધિરવાહિનીઓ (Blood vessels) : ધમની (Artery), શિરા (Vein) અને કેશિકાઓ (Capillaries).

→ હૃદય (Heart) એ સતત ધબકતું અને પંપ તરીકેનું કાર્ય કરતું અંગ છે, જે વર્ષો સુધી અટક્યા વિના કાર્ય કરે છે.

→ હૃદય એ ઉરસગુહામાં આવેલું, નીચેની બાજુએથી થોડું ડાબી બાજુએ નમેલું હોય છે. તે સામાન્ય રીતે હાથની મુઠ્ઠી જેવડું કદ ધરાવે છે. છાતીના પિંજરથી તેનું રક્ષણ થાય છે.

→ હૃદય સ્નાયુઓની બનેલી મજબૂત રચના છે. તેને ચાર ખંડ છે. ઉપરના બે ખંડ કર્ણકો (Auricles) અને નીચેના બે ખંડ ક્ષેપકો (Ventricles) તરીકે ઓળખાય છે.

→ હૃદયના જમણા બે ખંડો જમણું કર્ણક અને જમણું ક્ષેપક છે, તેમાં કાર્બન ડાયૉક્સાઇયુક્ત (અશુદ્ધ) રુધિર હોય છે, જ્યારે ડાબા બે ખંડો ડાબું કર્ણક અને ડાબું ક્ષેપક છે, તેમાં ઑક્સિજનયુક્ત (શુદ્ધ) રુધિર હોય છે.

→ હૃદયના ધબકારા માપવાનું સાધન “સ્ટેથોસ્કોપ’ છે. તંદુરસ્ત પુખ્ત વયની વ્યક્તિના હૃદયના ધબકારાની સંખ્યા દર મિનિટે આશરે 72 – 80 હોય છે.

→ ઉત્સર્જન (Excretion): કોષો દ્વારા જે નકામા પદાર્થો ઉત્પન્ન થાય છે, તેનો શરીરમાંથી નિકાલ થવાની પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે.

→ મનુષ્યના ઉત્સર્જનતંત્રના અવયવો મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્રમાર્ગ છે. તેમાં મૂત્રપિંડ (Kidney) અગત્યનો અવયવ છે. તે રુધિરનું ગાળણ કરી મૂત્રનિર્માણનું કાર્ય કરે છે. મૂત્રપિંડ કામ કરતા બંધ થાય તો ડાયાલિસિસ કરાવવું પડે છે.

GSEB Class 7 Science Notes Chapter 11 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન

→ વનસ્પતિ મૂળ દ્વારા પાણી અને ખનીજ ક્ષારોનું શોષણ કરે છે અને જલવાહક પેશી (Xylem) દ્વારા વનસ્પતિના અન્ય ભાગોમાં પહોંચે છે. પર્ણો દ્વારા બનાવાયેલ ખોરાક વનસ્પતિના જુદા જુદા ભાગોમાં અન્નવાહક પેશી (Phloem) દ્વારા પહોંચે છે.

→ વનસ્પતિ બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પર્ણરંધ્રોમાંથી પુષ્કળ પ્રમાણમાં પાણીનો બાષ્પ સ્વરૂપે નિકાલ થાય છે. બાષ્પોત્સર્જન એ એક પ્રકારનું બળ રચે છે જે જમીનમાંથી મૂળ દ્વારા શોષાયેલ પાણીને ખેંચી લે છે અને પ્રકાંડ તથા પર્ણ સુધી પહોંચાડે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *