GSEB Class 7 Science Important Questions Chapter 7 હવામાન, આબોહવા અને આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂલન

Gujarat Board GSEB Class 7 Science Important Questions Chapter 7 હવામાન, આબોહવા અને આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂલન Important Questions and Answers.

GSEB Class 7 Science Important Questions Chapter 7 હવામાન, આબોહવા અને આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂલન

વિશેષ પ્રોત્તર

(A) હેતુલક્ષી પ્રશ્નો:

પ્રશ્ન 1.
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધોઃ (1) નીચેના પૈકી કયો હવામાનનો ઘટક ગણાય નહિ?
A. પવનનો વેગ
B. ભેજનું પ્રમાણ
C. આબોહવા
D. તાપમાન
ઉત્તરઃ
આબોહવા

પ્રશ્ન 2.
દિવસનું મહત્તમ તાપમાન ક્યારે હોય છે?
A. સવારે
B. બપોરે
C. સાંજે
D. રાત્રે
ઉત્તરઃ
બપોરે

GSEB Class 7 Science Important Questions Chapter 7 હવામાન, આબોહવા અને આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂલન

પ્રશ્ન 3.
વર્ષના મોટા ભાગના દિવસો દરમિયાન તાપમાન ઊંચું રહેતું હોય અને ભારે વર્ષા થતી હોય તેવા સ્થળની આબોહવા કેવી ગણાય?
A. ગરમ અને ભેજવાળી
B. ગરમ અને સૂકી
C. ફક્ત ગરમ
D. ઠંડી અને સૂકી
ઉત્તરઃ
ગરમ અને ભેજવાળી

પ્રશ્ન 4.
રાજસ્થાનની આબોહવા નીચેના પૈકી કઈ છે?
A. વધુ ગરમ અને ભેજવાળી
B. ગરમ અને સૂકી
C. ઠંડી અને ભેજવાળી
D. ઠંડી અને સૂકી
ઉત્તરઃ
ગરમ અને સૂકી

પ્રશ્ન 5.
ધ્રુવ પ્રદેશની નજીક આવેલો દેશ નીચેના પૈકી કયો છે?
A. બ્રાઝિલ
B. કેન્યા
C. યુગાન્ડા
D. અલાસ્કા
ઉત્તરઃ
અલાસ્કા

પ્રશ્ન 6.
ઉષ્ણકટિબંધના વર્ષાવનમાં આવેલો દેશ નીચેના પૈકી કયો છે?
A. કૅનેડા
B. મલેશિયા
C. નૉર્વે
D. ગ્રીનલેન્ડ
ઉત્તરઃ
મલેશિયા

પ્રશ્ન 7.
નીચેના પૈકી કર્યું પ્રાણી ધ્રુવ પ્રદેશમાં જોવા મળે છે?
A. ટોકિાન
B સફેદ રીંછ
C. મકાઉ
D. હાથી
ઉત્તરઃ
સફેદ રીંછ

પ્રશ્ન 8.
ટોકિાન શું છે?
A. લાંબી મોટી ચાંચવાળું પક્ષી
B. સિંહ જેવી પૂંછડીવાળું પક્ષી
C. વૃક્ષની છાલ ઉખાડી ખાતું પક્ષી
D. માથે રૂપેરી-સફેદ કેશવાળીવાળું પ્રાણી
ઉત્તરઃ
લાંબી મોટી ચાંચવાળું પક્ષી

પ્રશ્ન 9.
નીચેના પૈકી કઈ લાક્ષણિકતા વર્ષાવનમાં રહેતા હાથીની નથી?
A. લાંબા કાન
B. રૂપેરી-સફેદ કેશવાળી
C. દદૂશળ હોવું
D. સૂંઢ હોવી
ઉત્તરઃ
રૂપેરી-સફેદ કેશવાળી

પ્રશ્ન 10.
નીચેના પૈકી કયું લક્ષણ પંગ્વિનનું નથી?
A. જાળીદાર પગ
B. સફેદ રંગ
C. શરીર પર જાડી ચામડી
D. સામૂહિક સ્થળાંતર
ઉત્તરઃ
સામૂહિક સ્થળાંતર

GSEB Class 7 Science Important Questions Chapter 7 હવામાન, આબોહવા અને આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂલન

પ્રશ્ન 2.
ખાલી જગ્યા પૂરોઃ

પ્રશ્ન 1.
હવામાનમાં થતા ફેરફારો …………ને કારણે થાય છે.
ઉત્તરઃ
સૂર્ય

પ્રશ્ન 2.
અસમ અને મેઘાલયમાં વર્ષના મોટા ભાગના દિવસોમાં વરસાદ પડે છે, તેથી તેમની આબોહવા ……… છે.
ઉત્તરઃ
ભેજવાળી

પ્રશ્ન 3.
દિવસનું ન્યૂનતમ તાપમાન ………..ના સમયે હોય છે.
ઉત્તરઃ
વહેલી સવાર

પ્રશ્ન 4.
પેંગ્વિન પ્રાણી ……… પ્રદેશમાં જોવા મળે છે.
ઉત્તરઃ
ધ્રુવ

પ્રશ્ન 5.
ટોકિાનને ………..ચાંચ હોય છે.
ઉત્તરઃ
લાંબી મોટી

પ્રશ્ન 6.
સિંહ જેવી પૂંછડી ધરાવતો વાનર ભારતમાં ………… નાં વર્ષાવનમાં જોવા મળે છે.
ઉત્તરઃ
પશ્ચિમ ઘાટ

GSEB Class 7 Science Important Questions Chapter 7 હવામાન, આબોહવા અને આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂલન

પ્રશ્ન 7.
હાથી ………… નો ઉપયોગ નાક તરીકે કરે છે.
ઉત્તરઃ
સૂંઢ

પ્રશ્ન 3.
નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
કઈ ઋતુમાં દિવસ ટૂંકો અને રાત્રિ લાંબી હોય છે?
ઉત્તરઃ
શિયાળો

પ્રશ્ન 2.
વરસાદ માપવા માટે કયું સાધન વપરાય છે?
ઉત્તરઃ
વર્ષામાપક યંત્ર

પ્રશ્ન 3.
વર્તમાનપત્રો અને ટીવીમાં જાહેર થતું દરરોજનું હવામાન કોના દ્વારા નક્કી કરાય છે?
ઉત્તરઃ
ભારત સરકારનો હવામાન વિભાગ

પ્રશ્ન 4.
ક્યા પ્રદેશોમાં બરફ છવાયેલો રહે છે?
ઉત્તરઃ
ધ્રુવ પ્રદેશ

પ્રશ્ન 5.
રશિયાનો સાઇબીરિયન પ્રદેશ પૃથ્વીના ભૌગોલિક પટ્ટાના કયા વિભાગમાં આવે છે?
ઉત્તરઃ
ઉત્તર ધ્રુવ પ્રદેશ

પ્રશ્ન 6.
ધ્રુવ પ્રદેશમાં જોવા મળતાં મુખ્ય બે પ્રાણીઓનાં નામ જણાવો.
ઉત્તરઃ
ધ્રુવીય રીંછ, પેંગ્વિન

પ્રશ્ન 7.
કયા પ્રદેશમાં સૂર્ય છ મહિના સુધી ઊગતો નથી અને બાકીના છે મહિના સુધી આથમતો નથી?
ઉત્તરઃ
ધ્રુવ પ્રદેશ

પ્રશ્ન 8.
ભારતના કયા ભાગમાં વિષુવવૃત્તીય વર્ષાવન આવેલા છે?
ઉત્તરઃ
પશ્ચિમ ઘાટ અને અસમમાં

પ્રશ્ન 9.
કયા પ્રાણીને માથાની આજુબાજુ રૂપેરી-સફેદ કેશવાળી હોય છે?
ઉત્તરઃ
લાયન-ટેઇલ્ડ એકાઉ સિંહ-પુચ્છ એકાઉ)

પ્રશ્ન 10.
હાથી સુંઘવાનું કાર્ય શેના વડે કરે છે?
ઉત્તરઃ
સૂંઢ વડે

GSEB Class 7 Science Important Questions Chapter 7 હવામાન, આબોહવા અને આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂલન

પ્રશ્ન 4.
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવોઃ

પ્રશ્ન 1.
ઉનાળામાં દિવસ લાંબો અને રાત્રિ ટૂંકી હોય છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 2.
દિવસનું ન્યૂનતમ તાપમાન સાદા થરમૉમિટર વડે માપી શકાય છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 3.
ચેન્નઈનું તાપમાન ખૂબ નીચું હોય છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 4.
શ્રીનગરનું શિયાળામાં તાપમાન 45 °C હોય છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 5.
આદ્રતા એટલે હવામાં ભેજનું પ્રમાણ.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 6.
શિયાળાની સરખામણીમાં ઉનાળામાં સૂર્યાસ્ત વહેલો થાય છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 7.
સાઇબીરિયન ક્રેન પક્ષી ઠંડીમાં સાઇબીરિયાથી ભારતમાં આવે છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 8.
ટોકિાન એ વાંદરાની એક જાત છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 9.
રેડ-આઇ ક્રૉગ પાણીમાં રહે છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 10.
સાઇબીરિયન ક્રેન એ સામૂહિક સ્થળાંતર કરે છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 5.
નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
હવામાનના મુખ્ય ઘટકો કયા કયા છે?
ઉત્તર:
હવામાનના મુખ્ય ઘટકો તાપમાન, આર્દ્રતા, વરસાદ, પવનની ઝડપ છે.

પ્રશ્ન 2.
ભારતમાં હવામાનનો અહેવાલ કોણ તૈયાર કરે છે?
ઉત્તરઃ
હવામાનનો અહેવાલ ભારત સરકારનો હવામાન વિભાગ તૈયાર કરે છે.

પ્રશ્ન ૩.
ધ્રુવ પ્રદેશોમાં શિયાળાની ઋતુમાં કેટલું નીચું તાપમાન જોવા મળે છે?
ઉત્તર:
ધ્રુવ પ્રદેશોમાં શિયાળાની ઋતુમાં તાપમાન – 37 °C સુધી નીચું જતું જોવા મળે છે.

પ્રશ્ન 4.
આબોહવાના જુદા જુદા પ્રકાર જણાવો.
ઉત્તરઃ
આબોહવાના જુદા જુદા પ્રકારઃ

  1. ગરમ અને સૂકી
  2. ગરમ – અને ભેજવાળી
  3. ઠંડી અને સૂકી
  4. મધ્યમ કક્ષાની ગરમ અને ભેજવાળી.

GSEB Class 7 Science Important Questions Chapter 7 હવામાન, આબોહવા અને આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂલન

પ્રશ્ન 5.
ગરમ અને સૂકી આબોહવા કોને કહેવાય?
ઉત્તરઃ
કોઈ સ્થળે વર્ષમાં મોટા ભાગના દિવસોનું તાપમાન ઊંચું રહેતું હોય, તો તે સ્થળની આબોહવા ગરમ અને સૂકી આબોહવા કહેવાય.

પ્રશ્ન 6.
ગરમ અને ભેજવાળી આબોહવા કોને કહેવાય?
ઉત્તર:
કોઈ સ્થળે વર્ષમાં મોટા ભાગના દિવસોનું તાપમાન ઊંચું રહેતું હોય અને ત્યાં મોટા ભાગના દિવસોમાં વરસાદ પડતો હોય, તો તે સ્થળની આબોહવા ગરમ અને ભેજવાળી આબોહવા કહેવાય.

પ્રશ્ન 7.
ઘુવીય પ્રદેશોમાં જોવા મળતાં પ્રાણીઓનાં નામ લખો.
ઉત્તર:
ધ્રુવીય પ્રદેશોમાં જોવા મળતાં પ્રાણીઓ ધ્રુવીય રીંછ, પેંગ્વિન, સીલ, વહેલ, રેડિયર, કસ્તુરી મૃગ, માછલીઓ અને શિયાળ છે.

પ્રશ્ન 8.
ધ્રુવીય પ્રદેશોમાં આવેલા જાણીતા દેશોનાં નામ જણાવો.
ઉત્તર:
ધ્રુવીય પ્રદેશોમાં આવેલા જાણીતા દેશો કેનેડા, ગ્રીનલૅન્ડ, આઇસલૅન્ડ, નૉર્વે, સ્વિડન, ફિનલેન્ડ, યુ.એસ.એ.માં આવેલ અલાસ્કા અને રશિયાનો સાઇબીરિયન પ્રદેશ છે.

પ્રશ્ન 9.
ઉષ્ણકટિબંધીય વર્ષાવનવાળા જાણીતા દેશોનાં નામ જણાવો.
ઉત્તર:
ઉષ્ણકટિબંધીય વર્ષાવનવાળા જાણીતા દેશો ભારત, મલેશિયા, ઇન્ડોનેશિયા, બ્રાઝિલ, કોંગો ગણતંત્ર, કેન્યા, યુગાન્ડા અને નાઇજીરિયા છે.

પ્રશ્ન 10.
વિષુવવૃત્તીય વર્ષાવનમાં જોવા મળતાં પ્રાણીઓનાં નામ લખો.
ઉત્તરઃ
વિષુવવૃત્તીય વર્ષાવનમાં જોવા મળતાં પ્રાણીઓ વાંદરાં, કપિવાનર, ગોરીલા, વાઘ, હાથી, ચિત્તા, ગરોળી, સાપ, પક્ષીઓ અને જંતુઓ (કીટકો) છે.

પ્રશ્ન 11.
ધ્રુવ પ્રદેશનાં પક્ષીઓ શિયાળામાં શું કરે છે?
ઉત્તર:
ધ્રુવ પ્રદેશનાં પક્ષીઓ અનુકૂલન સાધવા શિયાળામાં સ્થળાંતર કરી હૂંફાળા દેશોમાં ચાલ્યા જાય છે.

પ્રશ્ન 12.
સાઈબીરિયન ક્રેન શિયાળામાં સ્થળાંતર કરી ક્યાં જાય છે?
ઉત્તરઃ
સાઇબીરિયન ક્રેન શિયાળામાં સાઇબીરિયાથી સ્થળાંતર કરી ભારતમાં રાજસ્થાનના ભરતપુરમાં, હરિયાણાના સુલતાનપુરમાં તેમજ ઉત્તર-પૂર્વ ભારતના જળાશયો તરફ આવે છે.

પ્રશ્ન 13.
રેડ-આઈ ફ્રૉગના પગ કેવા હોય છે?
ઉત્તરઃ
રેડ-આઈ ફ્રૉગના પગ ચીપકે તેવા ગાદીવાળા હોય છે, જેથી તે ઝાડ પર સહેલાઈથી ચડી શકે.

GSEB Class 7 Science Important Questions Chapter 7 હવામાન, આબોહવા અને આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂલન

પ્રશ્ન 6.
વ્યાખ્યા આપો

  1. હવામાન
  2. આબોહવા
  3. અનુકૂલન

ઉત્તરઃ

  1. હવામાનઃ તાપમાન, ભેજનું પ્રમાણ, વરસાદ, પવનની ઝડપ વગેરેના સંદર્ભમાં કોઈ પણ સ્થળના વાતાવરણની દરરોજની પરિસ્થિતિને તે સ્થળનું હવામાન કહે છે.
  2. આબોહવાઃ લગભગ 25 વર્ષ જેવા લાંબા ગાળાના હવામાનના માળખાને તે સ્થળની આબોહવા કહે છે.
  3. અનુકૂલનઃ સજીવો જે વસવાટમાં રહેતા હોય તેને અનુરૂપ ચોક્કસ ખાસિયતો અને ટેવો કેળવી સફળતાપૂર્વક જીવન જીવવાની ક્ષમતા ધરાવે છે, તેને અનુકૂલન કહે છે.

(B) ટૂંકજવાબી પ્રશ્નો

પ્રશ્ન 1.
નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
હવામાન એ જટિલ ઘટના છે. સમજાવો.
ઉત્તરઃ
હવામાન સમયના ટૂંકા ગાળામાં બદલાઈ શકે છે. કેટલીક વાર એવું પણ બની શકે છે કે, સવારે તડકો નીકળ્યો હોય પરંતુ બપોરના સમયે અચાનક ક્યાંકથી વાદળો ઘેરાઈ જાય અને ભારે વરસાદ પડવાની શરૂ થાય. વળી કેટલીક વાર ભારે વરસાદ મિનિટોમાં ગાયબ થઈ જાય અને તડકો નીકળે. આમ, હવામાનમાં ઓચિંતા ફેરફારો થઈ શકે છે. તેથી દિવસનું હવામાન કેવું રહેશે તે ચોક્કસ કહી શકાય નહિ. આમ, હવામાન એ જટિલ ઘટના છે.

પ્રશ્ન 2.
ભારતના જુદા જુદા ભાગોની આબોહવા વિશે ટૂંકમાં સમજૂતી આપો.
ઉત્તરઃ
જો કોઈ સ્થળ માટે મોટા ભાગના સમયે તાપમાન વધારે મળે, તો આપણે કહી શકીએ કે તે સ્થળની આબોહવા ગરમ છે.
હવે જો આ સ્થળે મોટા ભાગના સમય દરમિયાન ભારે વરસાદ પડતો હોય, તો આપણે કહી શકીએ કે તે સ્થળની આબોહવા ગરમ અને ભેજવાળી છે. દા. ત., કેરલ.

પશ્ચિમ ભારતના રાજસ્થાન જેવા પ્રદેશમાં વર્ષના મોટા ભાગના સમયનું તાપમાન વધુ હોય છે પરંતુ વરસાદ ઘણો ઓછો હોય છે. તેને ગરમ અને સૂકી આબોહવા કહેવાય.
ઉત્તર-પૂર્વ ભારતમાં વર્ષના મોટા ભાગના દિવસોમાં વરસાદ પડે છે. આથી આપણે કહી શકીએ કે ઉત્તર-પૂર્વ ભારતની આબોહવા ભેજવાળી છે.

પ્રશ્ન ૩.
ધ્રુવ પ્રદેશોની વિશેષતા અને ત્યાં વસતા પ્રાણીઓ જણાવો.
ઉત્તર:
ધ્રુવ પ્રદેશો પૃથ્વીના ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવની નજીકના વિસ્તારોમાં 3 આવેલા પ્રદેશો છે. ત્યાં છ મહિના સુધી સૂરજ આથમતો નથી અને બાકીના છ મહિના સુધી સૂરજ ઊગતો નથી. ત્યાં વર્ષના મોટા ભાગના સમયગાળામાં ખૂબ જ ઠંડી પડે છે. આ પ્રદેશો બારેમાસ બરફ આચ્છાદિત રહે છે. શિયાળાની ઋતુમાં તાપમાન – 37 °C સુધી નીચું રહે છે.

આ વિષમ પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધીને ધ્રુવીય રીંછ, પેંગ્વિન, સીલ, રેન્ડિયર, વહેલ, કસ્તુરી મૃગ, બળદ, શિયાળ જેવાં પ્રાણીઓ, માછલીઓ અને સાઇબીરિયન ક્રેન જેવાં પક્ષીઓ રહે છે.

પ્રશ્ન 4.
વિષુવવૃત્તીય વર્ષાવનના પ્રદેશોની વિશેષતા અને વસવાટ કરતા પ્રાણીઓ જણાવો.
ઉત્તરઃ
વિષુવવૃત્તીય વર્ષાવનના પ્રદેશો વિષુવવૃત્તની નજીક હોવાને કારણે ? તેમની આબોહવા સામાન્ય રીતે ગરમ અને ભેજવાળી હોય છે. ઠંડા મહિનાઓમાં પણ તેમનું તાપમાન 15 °C કરતાં વધુ હોય છે. ગરમ ઉનાળામાં તેમનું તાપમાન 40 °Cને ઓળંગીને વધી શકે છે. સમગ્ર વર્ષ દરમિયાન દિવસ અને રાત્રિનો સમયગાળો લગભગ સમાન હોય છે. આ પ્રદેશોમાં ખૂબ જ ભારે વરસાદ પડે છે. સતત હૂંફાળી પરિસ્થિતિ અને વરસાદને લીધે આ પ્રદેશોમાં ઘણી બધી જાતનાં વૃક્ષો-છોડવાઓ જોવા મળે છે. વૃક્ષો વધુ હોવાથી તેના પર નભતાં પ્રાણીઓની સંખ્યા પણ વધારે હોય છે.

વાનરો, બે પગે ચાલનારા વાનરો, ગોરીલાઓ, વાઘ, સિંહ, દીપડા, ગરોળી, સાપ તથા સારી રીતે અનુકૂલન સાધનારા રેડ-આઈ ફ્રૉગ, ટોકિાન, સિંહ જેવી પૂંછડી ધરાવતો વાનર અને હાથી જોવા મળે છે.

પ્રશ્ન 5.
ધુવ્ર પ્રદેશમાં રહેવા માટે પંગ્વિનનાં અનુકૂલનો જણાવો.
ઉત્તરઃ

  1. પેંગ્વિન સફેદ રંગનું છે તેથી તે સફેદ પૃષ્ઠભૂમિમાં ભળી જાય છે. આથી શિકારી પ્રાણી તેમને જોઈ શકતાં નથી. પરિણામે તેઓ શિકાર થતાં બચી જાય છે. વળી તેમનાં ભક્ષ્ય પ્રાણીઓ તેમને સહેલાઈથી જોઈ શકતા નથી. તેથી ભક્ષ્યને પકડવામાં મદદરૂપ બને છે.
  2. તેના શરીર પર જાડી ચામડી અને ખૂબ જ ચરબી આવેલી છે, જે તેને ઠંડીમાં રક્ષણ આપે છે.
  3. પંગ્વિન પાસપાસે ભીડ કરીને ટોળાંમાં ઊભેલાં રહે છે. આમ કરીને તેમના શરીરને હૂંફાળું રાખે છે.
  4. પંગ્વિન સારું કરી શકે છે. આ માટે તેમનું ધારા રેખીય રચનાવાળું શરીર, જાળીદાર પગ અને પૅડલ જેવી પાંખો તેમને પાણીના અવરોધથી બચાવે છે અને તરવામાં સરળતા કરી આપે છે.

GSEB Class 7 Science Important Questions Chapter 7 હવામાન, આબોહવા અને આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂલન 1

પ્રશ્ન 6.
સામૂહિક સ્થળાંતર કરતાં પક્ષીઓ વિશે ટૂંકમાં સમજાવો.
ઉત્તર:
ધ્રુવ પ્રદેશમાં રહેતાં પક્ષીઓને જીવવા માટે હૂંફ મળવી જરૂરી છે. આથી શિયાળો શરૂ થતાં તેઓ ઠંડીથી બચવા હૂંફાળા પ્રદેશોમાં સામૂહિક સ્થળાંતર કરે છે અને શિયાળો પૂર્ણ થયા બાદ મૂળ સ્થાને પાછા ફરે છે. સાઇબીરિયન કેન શિયાળામાં સાઇબીરિયાથી આવીને રાજસ્થાનના ભરતપુરમાં, હરિયાણાના સુલતાનપુરમાં અને ગુજરાતના નળ સરોવરમાં સ્થળાંતર કરીને આવે છે. કેટલાક ઉત્તર-પૂર્વના કિનારાવાળા પ્રદેશમાં તેમજ ભારતના બીજા ભાગોમાં આશ્રય મેળવે છે.

GSEB Class 7 Science Important Questions Chapter 7 હવામાન, આબોહવા અને આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂલન

પ્રશ્ન 2.
વૈજ્ઞાનિક કારણો આપી સમજાવોઃ

પ્રશ્ન 1.
ધ્રુવ પ્રદેશમાં વસતાં રીંછ સફેદ રંગનાં હોય છે.
ઉત્તર:
ધ્રુવ પ્રદેશ બરફ આચ્છાદિત પ્રદેશ છે. ત્યાં વસતાં રીંછ ઠંડી સામે રક્ષણ મેળવવા સફેદ વાળની રુવાંટી ધરાવે છે. તેના લીધે તે સફેદ રંગનાં દેખાય છે. સફેદ રંગને લીધે તે બરફની સફેદ પૃભૂમિમાં સહેલાઈથી નજરે પડતું નથી. પરિણામે તેનો શિકારી પ્રાણીથી બચાવ થાય છે. તેને તેનો શિકાર પકડવામાં મદદરૂપ બને છે. આથી ધ્રુવ પ્રદેશમાં વસતાં રીંછ અનુકૂલિત લક્ષણ તરીકે સફેદ રંગનાં હોય છે.

પ્રશ્ન 2.
ધ્રુવ પ્રદેશોમાંથી શિયાળામાં કેટલાંક પક્ષીઓ સામૂહિક સ્થળાંતર કરીને હૂંફાળા પ્રદેશોમાં આવે છે.
ઉત્તર:
ધ્રુવ પ્રદેશ બરફ આચ્છાદિત પ્રદેશ છે. શિયાળામાં ધ્રુવ પ્રદેશમાં ખૂબ જ ઠંડી પડે છે. આ ગંભીર પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધવું જરૂરી બને છે. પક્ષીઓને જીવવા માટે હુંફ મળવી જરૂરી છે. આવા ઠંડા વાતાવરણમાંથી બચવા પક્ષીઓ ધ્રુવ પ્રદેશ છોડી ગરમ પ્રદેશોમાં સામૂહિક સ્થળાંતર કરે છે જ્યાં તેમને ખોરાક સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે અને ઈંડાં મૂકવા તેમજ તેનું સેવન કરવું શક્ય બને છે. શિયાળો પૂર્ણ થતા ત્યાં પાછા ફરે છે. આથી ધ્રુવ પ્રદેશોમાંથી શિયાળામાં કેટલાંક પક્ષીઓ સામૂહિક સ્થળાંતર કરીને હૂંફાળા પ્રદેશોમાં આવે છે.

પ્રશ્ન 3.
તફાવત આપો
(1) હવામાન અને આબોહવા
(2) ધ્રુવીય પ્રદેશો અને વિષુવવૃત્તીય પ્રદેશો
ઉત્તર:

(1) હવામાન

આબોહવા

1. કોઈ પણ સ્થળની રોજબરોજની વાતાવરણની પરિસ્થિતિને હવામાન કહે છે. 1. લગભગ 25 વર્ષ જેવા લાંબા ગાળાના હવામાનના માળખાને તે સ્થળની આબોહવા કહે છે.
2. હવામાન સમયના ટૂંકા ગાળામાં પણ બદલાઈ શકે છે. 2. આબોહવા સ્થળ પ્રમાણે નક્કી હોય છે, તેથી ટૂંકા ગાળા માટે બદલાઈ ન શકે.
(2) ધ્રુવીય પ્રદેશો

વિષુવવૃત્તીય પ્રદેશો

1. પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ ધ્રુવની નજીકના વિસ્તારને ધ્રુવીય પ્રદેશો કહે છે. 1. વિષુવવૃત્તની આસપાસના વિસ્તારને વિષુવવૃત્તીય પ્રદેશો કહે છે.
2. અહીં ખૂબ જ ઠંડી પડતી હોવાથી પ્રદેશો બરફ આચ્છાદિત હોય છે. 2. આ પ્રદેશોમાં ખૂબ ગરમી અને વરસાદ પડે છે, તેથી ત્યાં વર્ષાવન પ્રદેશો આવેલા છે.

પ્રશ્ન 4.
જોડકાં જોડો :

વિભાગ “A’

વિભાગ ‘B’

(1) ધ્રુવીય રીંછ (a) Kતૂશળ
(2) સિંહ જેવી પૂંછડી ધરાવતો વાનર (b) સામૂહિક સ્થળાંતર
(3) ટોલકાન (c) સફેદ વાળની રુવાંટી
(4) હાથી (d) રૂપેરી-સફેદ કેશવાળી
(e) લાંબી મોટી ચાંચ

ઉત્તરઃ
(1) → (c), (2) → (d), (૩) → (e), (4) → (a).

(C) વિસ્તૃત પ્રશ્નોઃ
નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
ધ્રુવીય રીંછના ધ્રુવ પ્રદેશમાં રહેવા માટેનાં અનુકૂલનો જણાવો.
ઉત્તર:
ધ્રુવીય રીંછ ધ્રુવ પ્રદેશમાં રહેવા માટે નીચે મુજબનાં અનુકૂલન સાધે છે :

  1. ધ્રુવીય રીંછ પોતાના શરીર પર સફેદ વાળ ધરાવે છે. આથી તે બરફની સફેદ પૃષ્ઠભૂમિમાં સહેલાઈથી નજરે પડતું નથી. આ અનુકૂલન તેને શિકારીઓથી બચાવે છે. વળી તેને તેનો શિકાર પકડવા માટે મદદરૂપ થાય છે.
    GSEB Class 7 Science Important Questions Chapter 7 હવામાન, આબોહવા અને આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂલન 2
  2. તેના શરીર પર ઠંડીથી રક્ષણ માટે રુવાંટીનાં બે જાડાં સ્તરો આવેલાં છે. વળી તેના શરીરમાં ચામડીની નીચેના ભાગમાં ચરબીનું સ્તર પણ હોય છે. આથી રીંછની શરીરની ગરમીને રુવાંટી અને ચરબીનાં સ્તર રોકે છે. આથી રીંછના શરીરને ઠંડી સામે રક્ષણ આપે છે.
  3. તેના પંજા મોટા અને પહોળા હોય છે, તેને કારણે તેને માત્ર તરવા માટે જ નહિ પરંતુ બરફ પર ચાલવા માટે ઉપયોગી બને છે.
  4. તે તેનાં નસકોરાને બંધ કરીને પાણીની અંદર લાંબો સમય સુધી રહી શકે છે.
  5. તેની ઘ્રાણેન્દ્રિય (સુંઘવાની શક્તિ) ઘણી પ્રબળ હોવાથી તે ખોરાક માટે શિકાર શોધવા અને પકડવામાં મદદરૂપ બને છે.

પ્રશ્ન 2.
વિષુવવૃત્તીય વર્ષાવનમાં રહેતાં નીચેનાં પ્રાણીઓનાં અનુકૂલનો જણાવો ?
1. રેડ-આઈ ફૉગ (લાલ આંખવાળો દેડકો)
2. ટોકિાન પક્ષી
3. સિંહ જેવી પૂંછડી ધરાવતો વાનર (લાયન-ટેઇલ્ડ એકાઉ)
ઉત્તરઃ
1. રેડ-આઈ ફૉગ (લાલ આંખવાળો દેડકો) : આ દેડકો ઝાડ ઉપર રહે છે.
GSEB Class 7 Science Important Questions Chapter 7 હવામાન, આબોહવા અને આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂલન 3

  1. તેના શરીરનો લીલો રંગ વૃક્ષોનાં પાન સાથે ભળી જાય છે. આથી તે તેના શિકારને દેખાતો નથી. આ રંગરક્ષણ તેને શિકાર મેળવવામાં મદદરૂપ થાય છે.
  2. તેના પગ પર ચોંટી જાય તેવું પૅડ (ગાદી) ઉત્પન્ન કરે છે, જે તેને વૃક્ષ ઉપર ચડવામાં મદદરૂપ થાય છે.

2. ટોકિાન પક્ષી તે ઝાડના ઉપરના ભાગે રહે છે.
GSEB Class 7 Science Important Questions Chapter 7 હવામાન, આબોહવા અને આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂલન 4

  1. તેને લાંબી મોટી મજબૂત ચાંચ હોય છે. તેની મદદથી તે નબળી ડાળી પરનાં ફળ મેળવી શકે છે. આ ડાળી પરનાં ફળ સુધી બીજાં પ્રાણીઓ જઈ શકતાં. નથી, કારણ કે બીજા પ્રાણીનું વજન ડાળી સહન કરી શકતી નથી.
  2. તે તેની ચાંચની મદદથી કઠણ કવચવાળા (નટ્સ અને બેરી પ્રકારનાં) ફળ ખાય છે. આવાં કઠણ કવચવાળાં ફળ બીજાં પ્રાણીઓ ખાઈ શકતાં નથી. – આમ, ખોરાકની હરીફાઈ સામે તે ટકી શકે છે.

પ્રશ્ન 3.
સિંહ જેવી પૂંછડી ધરાવતો વાનર (લાયન-ટેઇલ્ડ એકાઉ) તે મોટે ભાગે ઝાડ પર જ જીવન વિતાવે છે.
GSEB Class 7 Science Important Questions Chapter 7 હવામાન, આબોહવા અને આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂલન 5

  1. તેના હાથ અને પગ ઝાડની ડાળી સાથે પકડ રાખે તેવા હોય છે. તેની મજબૂત પૂંછડી ઝાડની ડાળીને વીંટળાઈ શકે છે. આમ તે વૃક્ષારોહી જીવન માટે અનુકૂલિત છે.
  2. તે પોતાના જીવનનો મોટા ભાગનો સમય ઝાડ પર જ વિતાવે છે. તે મોટે ભાગે ફળો, બીજ, કૂણાં પાંદડાં, ફૂલો, ફૂલની કળીઓનો ખોરાક ખાય છે. ઝાડની છાલની નીચે રહેલાં જીવડાંને પણ શોધીને ખાય છે. આમ બીજાં પ્રાણીઓ કરતાં અલગ પ્રકારનો ખોરાક ખાય છે. આમ તે ખોરાકની હરીફાઈ સામે અનુકૂલન સાધી લે છે.

HOTs પ્રકારના પ્રશ્નોત્તર

નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને છે કે તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે GSEB Class 7 Science Important Questions Chapter 7 હવામાન, આબોહવા અને આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂલન 7માં લખો :

પ્રશ્ન 1.
કયા પ્રદેશમાં છ મહિનાનો દિવસ અને છ મહિનાની રાત્રિ હોય છે? GSEB Class 7 Science Important Questions Chapter 7 હવામાન, આબોહવા અને આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂલન 7
A. વિષુવવૃત્તીય પ્રદેશ
B. ઉષ્ણકટિબંધીય પ્રદેશ
C. ધ્રુવીય પ્રદેશ
D. ભૂમધ્ય પ્રદેશ
ઉત્તરઃ
C. ધ્રુવીય પ્રદેશ

GSEB Class 7 Science Important Questions Chapter 7 હવામાન, આબોહવા અને આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂલન

પ્રશ્ન 2.
અસમ અને મેઘાલયની આબોહવા કેવી છે? GSEB Class 7 Science Important Questions Chapter 7 હવામાન, આબોહવા અને આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂલન 7
A. ગરમ
B. ઠંડી
C. ગરમ અને સૂકી
D. ભેજવાળી
ઉત્તરઃ
D. ભેજવાળી

પ્રશ્ન 3.
GSEB Class 7 Science Important Questions Chapter 7 હવામાન, આબોહવા અને આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂલન 8
બાજુના ચિત્રમાં આપેલ પક્ષી કયું છે? GSEB Class 7 Science Important Questions Chapter 7 હવામાન, આબોહવા અને આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂલન 7
A. પંગ્વિન
B. ટોલકાન
C. લાલ પોપટ
D. બુલબુલ
ઉત્તરઃ
B. ટોલકાન

પ્રશ્ન 4.
નીચેના પૈકી કયું પ્રાણી ધ્રુવીય પ્રદેશમાં જોવા મળતું નથી? GSEB Class 7 Science Important Questions Chapter 7 હવામાન, આબોહવા અને આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂલન 7
A. સફેદ રીંછ
B. પંગ્વિન
C. મકાઉ
D. સીલ
ઉત્તરઃ
C. મકાઉ

પ્રશ્ન 5.
નીચેના પૈકી કયું પ્રાણી વિષુવવૃત્તીય વર્ષાવનનું નથી? GSEB Class 7 Science Important Questions Chapter 7 હવામાન, આબોહવા અને આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂલન 7
A. ટોકિાન
B. લાયન-ટેઇલ્ડ એકાઉ
C. રેન્ડિયર
D. રેડ-આઇ ફ્રૉગ
ઉત્તરઃ
C. રેન્ડિયર

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *