GSEB Class 7 Maths Notes Chapter 15 ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ

This GSEB Class 7 Maths Notes Chapter 15 ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ covers all the important topics and concepts as mentioned in the chapter.

ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ Class 7 GSEB Notes

→ વર્તુળ, ચોરસ, લંબચોરસ, ચતુષ્કોણ અને ત્રિકોણ એ સમતલીય આકૃતિઓ છે, જ્યારે સમઘન, લંબઘન, ગોલક, નળાકાર, શંકુ અને પિરામિડ એ ઘન આકારો છે.

→ સમતલીય આકૃતિઓ દ્વિપરિમાણીય (2-D) હોય છે અને ઘન આકારો ત્રિપરિમાણીય (3-D) હોય છે.

→ ઘન આકારના ખૂણાઓને તેનાં શિરોબિંદુ કહેવાય છે. તેના માળખાને બનાવતા રેખાખંડોને ધાર અને તેની સમતલ સપાટીઓને ફલક કહેવાય.

GSEB Class 7 Maths Notes Chapter 15 ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ

→ રેખાકૃતિ (નેટ) એ ઘન આકારનું માળખું દર્શાવે છે, જેને વાળીને ઘન આકાર બનાવી શકાય છે. એક જ ઘન આકારની એકથી વધુ રેખાકૃતિઓ બની શકે.

→ ઘન આકારની બે પ્રકારની રેખાકૃતિઓ શક્ય છે :
(a) તિર્થક રેખાકૃતિઃ તેમાં લંબાઈઓ પ્રમાણમાં નથી હોતી છતાં ઘન આકારના અગત્યના ગુણધર્મો અને દેખાવ તેનાથી રજૂ થાય છે.
(b) આઇસોમેટ્રિક આકૃતિ તેને ટપકાંવાળા કાગળ પર દોરી શકાય છે. આવી આકૃતિમાં ટપકાંનું માપ સમપ્રમાણમાં હોય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *