This GSEB Class 6 Social Science Notes Chapter 4 ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા Class 6 Notes covers all the important topics and concepts as mentioned in the chapter.
ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા Class 6 GSEB Notes
→ ભારતીય રાજકીય વ્યવસ્થા અને સંસ્થાઓ વિશેની માહિતી વેદ, મહાકાવ્યો અને બૌદ્ધગ્રંથોમાંથી મળે છે.
→ ઋગ્લેદકાલીન કે વૈદિકકાળમાં રાજવ્યવસ્થાનું સ્વરૂપ કબિલાઈ શાસનવ્યવસ્થા જેવું હતું.
→ કબિલાઈ શાસનવ્યવસ્થામાં તેના વડાને “રાજન્ય’ કહેવામાં આવતો. તેની ચૂંટણી કરવામાં આવતી.
→ વૈદિકકાળમાં સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓ અસ્તિત્વમાં હતી. આ સમુદાયને વિશ” પણ કહેવામાં આવતો.
→ ઈ. સ. પૂર્વે 1000 વર્ષની આસપાસ પંજાબ અને ગંગા નદીના મેદાની વિસ્તારમાં પ્રારંભિક રાજ્યોની સ્થાપના થઈ. તેને “જનપદ’ કહેવામાં આવતાં.
→ “જનપદ’ એટલે માણસના વસવાટનું એક ક્ષેત્ર કે સ્થાન. જનપદ શબ્દ રાજ્યના અર્થમાં વપરાતો.
→ જનપદ એ કબિલાઈ કરતાં વધારે વિશિષ્ટ પ્રકારની રાજ્યવ્યવસ્થા હતી. કુરુ, પાંચાલ વગેરે રાજ્યો જનપદ રાજ્યો હતાં.
→ ઈ. સ. પૂર્વે છઠ્ઠી સદીની આસપાસ ભારતમાં 16 જેટલાં મહાજનપદો હતાં. તેમાં બે પ્રકારની શાસનવ્યવસ્થા હતી :
- ગણરાજ્ય અને
- રાજાશાહી.
→ પાલિ ભાષામાં લખાયેલ અંગુત્તરનિકાય’ ગ્રંથમાં અનુવેદિકકાળમાં 16 મહાજનપદો જોવા મળે છે.
→ જે રાજ્યતંત્રમાં રાજા મુખ્ય હોય તેને રાજાશાહી રાજ્યતંત્ર વ્યવસ્થા કહેવાય.
→ મગધ, કોસલ, વત્સ અને અવંતિ – આ ચાર મુખ્ય રાજ્યતંત્રો હતાં. તેમાં મગધ શક્તિશાળી રાજ્ય તરીકે જાણીતું થયું હતું.
→ હર્યકવંશનો સ્થાપક બિંબિસાર હતો. આ સમયે મગધની રાજધાની રાજગૃહ (ગિરિવ્રજ) હતી. તે ગંગા અને શોણ નદીના કિનારે આવેલી હતી.
→ મગધની ગાદી પર બિંબિસારનો પુત્ર અજાતશત્રુ આવ્યો ત્યારે તેણે પાટલિપુત્ર(પટના)ને રાજધાનીનું સ્થાન બનાવ્યું હતું.
→ નાગવંશમાં શિશુનાગ નામનો શાસક થઈ ગયો. તે બૌદ્ધધર્મ સાથે સંકળાયેલો હતો.
→ મહાપાનંદે મગધ ઉપર નંદવંશની સ્થાપના કરી હતી. તેના સમયમાં મગધ ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય બની ચૂક્યું હતું. તેથી મહાપદ્મનંદ ભારતનો સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા ગણાય છે.
→ જ્યારે સિકંદરે ભારત ઉપર આક્રમણ કર્યું ત્યારે મગધ પર નંદવંશનો શાસક ધનનંદ રાજ્ય કરતો હતો.
→ ગણરાજ્ય એટલે લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિ વડે ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્ય.
→ ગણ’નો સામાન્ય અર્થ “સમૂહ થાય છે. એક કરતાં વધારે સભ્યસંખ્યાની મદદથી ચાલતા રાજ્યને ગણરાજ્ય કહી શકાય.
→ ગણરાજ્યોમાં કેટલાંક રાજ્યો એવાં હતાં કે જેમાં રાજાને જનતા દ્વારા પસંદ કરવામાં આવતો. તેમાં વૈશાલીના લિચ્છવીઓ, કપિલવસ્તુના શાક્યો, મિથિલાના વિદેહ, કુશીનારાના મલ્લો વગેરેનો સમાવેશ થાય છે.
→ લિચ્છવી, વર્જાિ, જ્ઞાતુક, વિદેહ, શાક્ય, મલ્લ વગેરે જેવી આઠ કે નવ જાતિના લોકોએ પોતાનું રક્ષણ કરવા સ્થાપેલા સંઘરાજ્યને “વસ્જિસંઘ’ નામે ઓળખવામાં આવતું હતું.
→ આઠ કે નવ જાતિના લોકોના સંઘરાજ્યનું મુખ્ય સ્થાન લિચ્છવીઓનું પાટનગર વૈશાલી હતું. આથી તેને વૈશાલીના વર્જાિસંઘનું ગણરાજ્ય કહેવામાં આવતું.
→ ગણરાજ્યોમાં રાજ્યવહીવટનું સંચાલન સભા દ્વારા થતું હોવાથી તેને ગણતંત્ર કહેવામાં આવતું.
→ ગણરાજ્યોમાં બધી જ સત્તા સભ્યો પાસે હતી. તેઓ સભામાં બેસતા. તેને ગણસભા કહેવામાં આવતી.
→ ગણરાજ્યમાં જ્યાં સભા ભરાતી તે જગ્યા “સંથાગાર’ (નગરભવન) નામે ઓળખાતી.
→ ગણરાજ્યની સભામાં સભ્ય તરીકે વૃદ્ધો તેમજ યુવાનોની પસંદગી થતી.
→ ગણરાજ્યોમાં રાજ્યવહીવટ માટે પ્રમુખની પસંદગી ચૂંટણી દ્વારા કરવામાં આવતી.
→ ગણરાજ્યમાં પ્રત્યેક સભ્યને રાજા ગણવામાં આવતો.
→ ગણરાજ્યોની સભામાં વહીવટ, સંરક્ષણ, યુદ્ધ, સંધિ જેવા ઘણા મહત્ત્વના પ્રશ્નો ઉપર ચર્ચા કરીને નિર્ણય લેવામાં આવતો.
→ કોઈ પણ સભ્ય નિયત થયેલા સમય સુધી જ સભ્યપદ ભોગવતો.
→ ગણરાજ્યના પ્રમુખને એક કાર્યવાહક સમિતિ રાજ્યવહીવટમાં મદદ કરતી હતી.
→ ગણરાજ્યોના સમયનું સમાજજીવનઃ આ સમયમાં લોકો સાદા ઘરોમાં રહેતા. તેઓ પશુપાલન અને ખેતી કરતા. તેઓ માટીનાં વાસણો વાપરતા અને તેની પર ચિત્રકામ કરતા. ચિત્રાંકન કરેલું વાસણ ‘ચિત્રિત ઘૂસરપાત્ર’ કહેવાતું.
→ રાજાઓ પોતાના રાજ્યની રાજધાનીની આસપાસ પથ્થરો અને ઈંટોના મજબૂત અને ઊંચા કિલ્લાઓ બાંધતા.
→ ખેડૂતો પોતાની જમીનની ઊપજનો છઠ્ઠો ભાગ કરરૂપે રાજકોષમાં જમા કરાવતા. કારીગરો એક મહિનામાં એક દિવસ રાજ્યનું કામ કરતા. પશુપાલકો રાજાને પશુઓ કરરૂપે આપતા. વેપારીઓ રાજાને માલસામાનના ખરીદ-વેચાણ પર કર આપતા.
→ આ સમયનાં તમામ મહાજનપદોને વિશાળ સેના અને સંરક્ષણ માટે ઊંચા અને મજબૂત કિલ્લાની જરૂરિયાત રહેતી હતી. આ માટે તેઓ લોકો પાસેથી કર ઉઘરાવતા.
→ મહાજનપદોના સમયગાળામાં લોખંડનાં ઓજારોને લીધે ખેતીમાં સુધારો થયો હતો.