GSEB Class 6 Social Science Notes Chapter 5 શાંતિની શોધમાં : બુદ્ધ અને મહાવીર

This GSEB Class 6 Social Science Notes Chapter 5 શાંતિની શોધમાં : બુદ્ધ અને મહાવીર Class 6 Notes covers all the important topics and concepts as mentioned in the chapter.

શાંતિની શોધમાં : બુદ્ધ અને મહાવીર Class 6 GSEB Notes

→ ઈ. સ. પૂર્વેની છઠ્ઠી સદીમાં સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે પ્રવેશેલા કુરિવાજો, સામાજિક અસમાનતા અને અનૈતિક બાબતો સામે ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી જેવા મહાન સુધારકોએ કાર્ય કર્યું હતું.

→ ગૌતમ બુદ્ધ

 • ગૌતમ બુદ્ધ અને બૌદ્ધધર્મ વિશેની માહિતી જાતકકથાઓ અને બૌદ્ધ ગ્રંથો ત્રિપિટક-સૂત્ર પિટ્ટક, વિનય પિટ્ટક અને અભિધમ્મ પિટ્ટક)માંથી મળે છે.
 • કપિલવસ્તુ ગણરાજ્યના ક્ષત્રિયો શાક્ય જાતિના હતા.
 • ગૌતમ બુદ્ધના પિતાનું નામ શુદ્ધોધન હતું. તેઓ કપિલવસ્તુ ગણરાજ્યના વડા હતા.
 • ગૌતમ બુદ્ધની માતાનું નામ મહાદેવી (માયાવતી) હતું. તેમના જન્મ પછી માતા મહાદેવી(માયાવતી)નું અવસાન થયું હતું.
 • આથી તેમનું પાલનપોષણ ગૌતમી મહાપ્રજાપતિએ કર્યું હતું.
 • ગૌતમ બુદ્ધના બાળપણનું નામ સિદ્ધાર્થ હતું. નાનપણથી જ તેઓ શિક્ષણ અને જ્ઞાન સાથે સંકળાયેલા હતા.

GSEB Class 6 Social Science Notes Chapter 5 શાંતિની શોધમાં : બુદ્ધ અને મહાવીર

→ કપિલવસ્તુની બાજુમાં આધારકલામ નામના એક સંતના આશ્રમમાં રાજકુમાર સિદ્ધાર્થ ધ્યાન ધરતા તેમજ જ્ઞાન અને સમાધિની ચર્ચા કરતા.

→ સિદ્ધાર્થ સંન્યાસી ન બની જાય એ માટે તેમનાં લગ્ન યશોધરા સાથે કરાવવામાં આવ્યાં. સિદ્ધાર્થને રાહુલ નામનો પુત્ર હતો.

→ લગભગ 30 વરસની ઉંમરે પોતાના સારથી છન્ન અને પ્રિય ઘોડા કંથકને લઈને સિદ્ધાર્થ એક રાત્રે નદીકિનારે ગયા અને પોતાનો રાજવી પોશાક ત્યાગ કર્યો. તેમણે પોતાનાં તમામ આભૂષણો અને ઘોડાને છન્નને આપી જ્ઞાનપ્રાપ્તિ અને સત્યની શોધ માટે જંગલમાં ગયા.

→ ગૃહત્યાગ બાદ તેઓ રાજગૃહ અને પુરુવેલા નામના સ્થળે ગયા.

→ બોધિગયા ખાતે વૈશાખી પૂર્ણિમાના દિવસે પીપળાના વૃક્ષ નીચે બેસીને સિદ્ધાર્થ તપ કરતા હતા ત્યારે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું.

→ આ સ્થળ હાલમાં બુદ્ધગયા” કે “બોધિગયા'(બિહાર)ના નામે ઓળખાય છે.

→ જ્ઞાન પ્રાપ્ત થતાં સિદ્ધાર્થમાંથી તેઓ “બુદ્ધ થયા. બુદ્ધનો અર્થ જાગ્રત કે જ્ઞાની થાય છે. હવે તેઓ ગૌતમ બુદ્ધ કહેવાયા.

→ જ્ઞાનપ્રાપ્તિ બાદ બુદ્ધ સારનાથ ગયા. ત્યાં તેમણે સૌપ્રથમ પાંચ બ્રાહ્મણ મિત્રોને ઉપદેશ આપ્યો. આ ઉપદેશને “ધર્મચક્રપ્રવર્તન કહેવામાં આવે છે.

→ ગૌતમ બુદ્ધ સંસારના દુઃખોમાંથી મુક્તિ મેળવવા સરળ ભાષામાં ઉપદેશ આપ્યો. તેમના મતે ચાર આર્ય સત્ય છે. તે આ પ્રમાણે છેઃ

 • સંસાર દુઃખમય છે.
 • દુઃખનું કારણ તૃષ્ણા છે.
 • દુઃખનો નાશ તૃષ્ણાનો ત્યાગ છે.
 • અષ્ટાંગિક માર્ગ અપનાવવાથી તૃષ્ણાનો ત્યાગ થાય છે. આ ચાર સત્ય બોદ્ધધર્મના સિદ્ધાંત તરીકે જાણીતાં છે. તેને “સમ્યક દર્શન પણ કહેવામાં આવે છે.

→ બુદ્ધ મહાન ધાર્મિક અને સમાજસુધારક હતા. ધર્મ અને સમાજમાં વ્યાપેલાં દૂષણો દૂર કરવા માટે તેમણે આજીવન કાર્ય કર્યું.

→ ગૌતમ બુદ્ધે સમાજને આ પ્રમાણે વર્તવા અનુરોધ કર્યો:

 • (1) તેમણે ઈશ્વર અને આત્માનો ઈન્કાર કરી કર્મવાદને મહત્ત્વ આપ્યું. દરેક વ્યક્તિએ સદ્વિચારયુક્ત જીવન જીવવું જોઈએ.
 • હિંદુધર્મમાં વ્યાપેલા કર્મકાંડનો વિરોધ કરી તેમણે યજ્ઞમાં થતી પશુહિંસા અટકાવવા અનુરોધ કર્યો. અહિંસા સર્વોચ્ચ ગુણ છે. તમામ પ્રાણીઓ પ્રત્યે અહિંસાથી વર્તવું તે મનુષ્યનું સૌથી મોટું કર્તવ્ય છે.
 • બુદ્ધ સમાજની ચાર વર્ણવ્યવસ્થાનો વિરોધ – કર્યો. તેમણે સમાજના ઊંચ-નીચના ભેદભાવોનો વિરોધ કર્યો. તેમણે કહ્યું કે મનુષ્ય પોતાનાં કમોંથી, સદ્વિચારથી, સત્ય અને અહિંસાના પાલનથી મહાન બને છે.
 • બુદ્ધ માનવધર્મમાં પુરુષો જેટલું જ સ્ત્રીઓને મહત્ત્વ આપ્યું. તેમણે કહ્યું કે, સ્ત્રીઓ પણ સાધના અને કર્તવ્યથી નિર્વાણ પ્રાપ્ત કરી શકે છે.

→ ગૌતમ બુદ્ધ 80 વર્ષની ઉંમરે કુશીનારામાં નિર્વાણ (અવસાન) પામ્યા હતા.

→ મહાવીર સ્વામી: જૈનધર્મમાં કુલ ચોવીસ તીર્થંકરો થયા હતા. જૈનધર્મના પ્રથમ તીર્થંકર ઋષભદેવ (આદિનાથ) હતા. ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથ હતા.

GSEB Class 6 Social Science Notes Chapter 5 શાંતિની શોધમાં : બુદ્ધ અને મહાવીર

→ પાર્શ્વનાથ પછી જૈનધર્મના ચોવીસમા અને છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામી હતા.

→ મહાવીર સ્વામીનો જન્મ વર્જાિસંઘના એક ગણરાજ્ય કુંડગ્રામના જ્ઞાતૃક ક્ષત્રિય વંશમાં થયો હતો.

→મહાવીર સ્વામીના પિતાનું નામ સિદ્ધાર્થ, માતાનું નામ ત્રિશલાદેવી અને મોટા ભાઈનું નામ નંદિવર્ધન હતું. મહાવીર સ્વામીના બાળપણનું નામ વર્ધમાન હતું.

→ વર્ધમાનનાં લગ્ન રાજકુમારી યશોદા સાથે થયાં હતાં. વર્ધમાનની પુત્રીનું નામ પ્રિયદર્શિની હતું.

→ મહાવીર સ્વામીએ ત્રીસ વર્ષની વયે સત્ય અને જ્ઞાનની શોધમાં ગૃહત્યાગ કરી ભિક્ષુકજીવન ધારણ કર્યું હતું. તેમણે બાર વર્ષ સુધી કઠોર તપશ્ચર્યા કરી હતી.

→ ઋજુમાલિક નદીના કિનારે મહાવીર સ્વામીને સર્વોચ્ચ જ્ઞાન એટલે કે કેવલજ્ઞાન પ્રાપ્ત થયું હતું. પોતાનાં મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યા હોવાથી તેઓ “જિન” કહેવાયા.

→ મહાવીર સ્વામીના ઉપદેશને ત્રિરત્ન(રત્નત્રયી)ના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે.

→ મહાવીર સ્વામીએ:

 • અહિંસા
 • સત્ય
 • અસ્તેય
 • અપરિગ્રહ અને
 • બ્રહ્મચર્ય એવા પાંચ વ્રતોનો ઉપદેશ આપ્યો હતો.

→ ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીએ લોકોની ભાષા પ્રાકૃત અને અર્ધમાગ્ધીમાં ઉપદેશ આપ્યો હતો.

→ મહાવીર સ્વામી 72 વર્ષની વયે પાવાપુરીમાં નિર્વાણ (અવસાન) પામ્યા હતા.

→ આજથી 2500 વર્ષ પહેલાં ગોતમ બુદ્ધ અને મહાવીર સ્વામીએ લોકોને શાંતિ અને અહિંસાનો માર્ગ અપનાવવા ઉપદેશ આપ્યો હતો. તેમના ઉપદેશથી લોકોને નવા વિચારો મળ્યા. લોકોએ ધાર્મિક ક્રિયાકાંડો અને પશુ-બલિનો ત્યાગ કર્યો. આમ, શાંતિની શોધમાં નીકળેલા બુદ્ધ અને મહાવીર સમાજના “સવિચારપ્રવર્તક બન્યા.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *