GSEB Class 6 Social Science Notes Chapter 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફર

This GSEB Class 6 Social Science Notes Chapter 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફર Class 6 Notes covers all the important topics and concepts as mentioned in the chapter.

આદિમાનવથી સ્થાયી જીવનની સફર Class 6 GSEB Notes

→ આદિમાનવો એટલે ખૂબ જ જૂના સમયના માનવો. આશરે વીસ લાખ વર્ષો પહેલાંના આદિમાનવો ખોરાકની શોધમાં ભટકતું જીવન જીવતા અને શિકાર કરીને પોતાનો સમય પસાર કરતા. આદિમાનવીની આ અવસ્થાને Hunter and Gatherers એટલે કે શિકાર કરવો અને એકઠું કરનાર કહેવામાં આવે છે.

→ આદિમાનવો પ્રાણીઓ, માછલીઓ અને પક્ષીઓનો શિકાર કરતા તેમજ કંદમૂળ અને ફળોને એકઠાં કરીને ખોરાક મેળવતા.

→ પાણી જીવનની એક મહત્ત્વની જરૂરિયાત હોવાથી જ્યાં પાણી મળી રહેતું ત્યાં આદિમાનવો રહેતા.

→ પુરાતત્ત્વશાસ્ત્રીઓ, નૃવંશશાસ્ત્રીઓ અને ઇતિહાસકારોએ ભારતમાં આદિમાનવનાં વસવાટનાં અનેક સ્થળો શોધી કાઢ્યાં છે.

→ શિકારી અને ભટકતું જીવન જીવતા આદિમાનવો પથ્થરની ટેક્નોલૉજી સાથે સંકળાયેલા હોવાથી આ સમયને “પાષાણ યુગ” કહેવામાં આવે છે.

→ આદિમાનવો વૃક્ષની છાલ અને પ્રાણીઓનાં ચામડાંથી પોતાનું શરીર ઢાંકતા.

→ આદિમાનવો પથ્થરનો ઉપયોગ વનસ્પતિને કાપવા તેમજ પ્રાણીઓને ચીરીને તેમની ચામડી કાઢવા કરતા.

GSEB Class 6 Social Science Notes Chapter 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફર

→ જ્યાં સારા અને મોટા પ્રમાણમાં પથ્થરો, લાકડાં અને પાણી મળી શકે તેવાં સ્થળોએ રહેવાનું આદિમાનવો પસંદ કરતા.

→ વરસાદ અને જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા આદિમાનવો ગુફાઓમાં રહેતા.

→ મધ્ય ભારતમાં વિંધ્ય પર્વતમાળામાં અને નર્મદા નદીની આસપાસના પ્રદેશોમાંથી પ્રાકૃતિક ગુફાઓ મળી આવી છે.

→ મધ્ય પ્રદેશમાં ભીમબેટકા નામનું આદિમાનવોના વસવાટનું પુરાતન સ્થળ મળી આવ્યું છે.

→ ભીમબેટકાની ગુફામાં આદિમાનવે દોરેલાં પક્ષીઓ, હરણ, લાકડાંના ભાલા, વૃક્ષો, માનવો વગેરેનાં લગભગ 500 જેટલાં ચિત્રો મળી આવ્યાં છે.

→ દક્ષિણ ભારતના કુરનૂલ(કુર્નલ)માં મળી આવેલી આદિમાનવોની ગુફામાંથી રાખના અવશેષો મળ્યા છે.

→ આજથી લગભગ 11,000 વર્ષ પહેલા આદિમાનવ અગ્નિનો ઉપયોગ કરતો હતો. અગ્નિની શોધથી તેના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું.

→ એ પછી ચક્ર(પડું)ની શોધથી આદિમાનવના જીવનમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું. ઝાડનાં થડ અને તેના જાડા લાકડામાંથી તેણે ચક્ર (પડું) બનાવ્યું.

→ આજથી લગભગ 12,000 વર્ષો પહેલાં વિશ્વભરના વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવવાથી ઘાસનાં ક્ષેત્રો ઊભાં થયાં. તેના પરિણામે તૃણભક્ષી હરણ, ઘેટાં, બકરાં જેવાં પ્રાણીઓની સંખ્યા વધવા લાગી.

→ આદિમાનવો ઘઉં, જવ અને અન્ય ધાન્યોના સંપર્કમાં આવ્યા. કિષિનાં ઉત્પાદનને કારણે આદિમાનવે સ્થાયી જીવનની શરૂઆત કરી હતી.

→ કૂતરો આદિમાનવના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર હતો. આ ઉપરાંત, તેઓ ઘેટાં-બકરાં, ગાય-ભેંસ અને ભૂંડ જેવાં પશુઓથી પરિચિત થયા હતા.

→ ખેતીની સાથે આદિમાનવ પશુપાલન કરવા લાગ્યો.

→ ભટકતા જીવનનો અંત આવતાં આદિમાનવનાં ખોરાક, પોશાક અને રહેઠાણમાં વ્યાપક પરિવર્તન આવ્યાં.

→ આદિમાનવ ખુરશી, છીણી, દાતરડાં વગેરે ખેતીનાં ઓજારો પથ્થરોમાંથી બનાવતા.

→ પુરાતત્ત્વશાસ્ત્રીઓએ બુર્જહોમ, ગુફક્રાલ, હુન્ગી, મેહરગઢ, લાંઘણજ અને ભીમબેટકા સ્થળો શોધ્યાં હતાં.

→ મેહરગઢ અને ઇનામગામ સ્થળોએથી પથ્થરનાં તીક્ષ્ણ ઓજારો મળી આવ્યાં છે.

GSEB Class 6 Social Science Notes Chapter 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફર

→ પ્રાચીન સમયમાં મેહરગઢ ભારતનું સૌથી પ્રાચીન ગામ ગણી શકાય. તે આજે પાકિસ્તાનમાં આવેલું છે. મેહરગઢમાં લોકોએ જવ અને ઘઉંની ખેતીની શરૂઆત કરી હતી. ત્યાં ઘેટાં-બકરાં પાળવામાં આવતાં. આદિમાનવો અનાજનો સંગ્રહ પણ કરતા હતા.

→ મેહરગઢમાં મળેલા પુરાવા મુજબ તે સમયના લોકો શબની સાથે બકરીને પણ દફનાવતા.

→ મહારાષ્ટ્રમાં ઇનામગામમાં બાળકોના મૃતદેહોના અવશેષો મળી આવ્યા છે. આ સમયના લોકો ગોળ આકારનાં ઘરોમાં રહેતા હતા. તેઓ પશુપાલન કરતા હતા તથા બાજરી અને જવ પકવતા હતા.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *