This GSEB Class 6 Social Science Notes Chapter 17 જીવનનિર્વાહ Class 6 Notes covers all the important topics and concepts as mentioned in the chapter.
જીવનનિર્વાહ Class 6 GSEB Notes
→ ગ્રામીણ જીવનની સૌથી મહત્ત્વની બાબત એ છે કે, ગામડાંના લોકો ઓછામાં ઓછી સુવિધાઓથી જીવે છે.
→ ખેતી કે ખેતમજૂરી કરતા લોકો મુખ્યત્વે ગામડાંમાં જોવા મળે છે.
→ ગામડાંનું જીવન એટલે પર્યાવરણ સાથે જીવનનિર્વાહની વ્યવસ્થા.
→ આપણા દેશમાં લગભગ 5000 કરતાં વધારે શહેરો અને 27,000 જેટલાં નાનાં-મોટાં નગરો છે.
→ આપણા દેશના બંધારણે નાગરિકોને દેશના કોઈ પણ રાજ્યમાં શાંતિથી રહેવાનો અને વ્યવસાય કરવાનો અધિકાર આપ્યો છે.
→ પરિવારના સભ્યો નોકરી, ધંધો કે મજૂરીકામ કરીને ઘરમાં પૈસા લાવે છે. તેમાંથી પરિવાર જીવનનિર્વાહ કરે છે.
→ રાણપુર ગામ બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરથી થોડેક દૂર આવેલું છે.
→ રાણપુર ગામના મોટા ભાગના લોકો ખેતી, ખેતમજૂરી, પશુપાલન વગેરે વ્યવસાયો કરે છે.
→ માલપુર ગામના મધુબા ગામના મોટા ખેડૂત મોંઘજીભાઈના ખેતરમાં તેમના પતિની સાથે મજૂરીનું કામ કરે છે.
→ મધુબાને એક વખત કેટલાય દિવસો સુધી કામ ન મળ્યું ત્યારે તેમણે બીમાર દીકરીની સારવાર માટે લવજીભાઈ પાસેથી પૈસા ઉછીના લીધા.
→ મધુબાએ ઉછીના લીધેલા પૈસા લવજીભાઈને પાછા આપવા માટે પગમાં પહેરવાનાં પોતાનાં ઝાંઝર વેચી દીધાં.
→ માલપુર ગામના ઓછી જમીન ધરાવતા ખેડૂતો માત્ર વરસાદ આધારિત ખેતી કરે છે. વરસાદ ન હોય ત્યારે તેઓ ગામ છોડી મજૂરી કરવા બીજે જતા રહે છે.
→ પાંડરવાડા ગામના સલમાન પાસે દસ એકર જમીન છે. તે જાતે ખેતી કરે છે. જ્યાં જરૂર જણાય ત્યાં તે મજૂરીના પૈસા આપી બીજાની મદદથી ખેતી કરે છે.
→ સલમાન ખેતીની આવકમાંથી સાત-આઠ મહિના સુધી જીવનનિર્વાહ કરે છે. બાકીના ચારેક મહિના પશુપાલન કરીને મેળવેલી આવકમાંથી જીવનનિર્વાહ કરે છે.
→ રામનગર ગામના જગાભાઈ વેપારી છે. ગામલોકોને જગાભાઈની દુકાનમાંથી કોઈ વસ્તુ જોઈતી હોય તો તેઓ ચોખા લઈને જાય અને જગાભાઈ એ ચોખાને બદલે તેમને જોઈતી વસ્તુ આપે. ગામલોકો પાસેથી ખરીદેલા ચોખા ભેગા કરીને જગાભાઈ શહેરની મોટી દુકાનમાં આપી આવે છે. આ રીતે જગાભાઈ પોતાનો વ્યવસાય કરે છે.
→ રૂડીબહેન અને લખીમા દરિયાકિનારે આવેલા સંચારડા ગામમાં રહે છે. તે બંને માછલાં પકડવાનું કામ કરે છે. વર્ષમાં આઠ મહિના સુધી માછલાં પકડીને તેઓ જીવનનિર્વાહ કરે છે. ચોમાસા દરમિયાન તેમજ વરસાદ, વાવાઝોડું કે અન્ય કુદરતી આપત્તિ આવે ત્યારે તેઓ માછલાં પકડવા દરિયામાં જઈ શકતાં નથી. આ સમયે જીવનનિર્વાહ માટે તેમણે ઉછીના પૈસા લેવા પડે છે.
→ શહેરમાં લોકો વિવિધ પ્રકારના વ્યવસાય કરીને, દુકાનો કે ઑફિસોમાં નોકરીઓ કરીને, રોડ પર બેસીને કે હરતાં-ફરતાં, શિક્ષણ આપવાનું કામ કરીને, નાની-મોટી મજૂરી કરીને અને કૌશલ્યના આધારે કામ કરીને જીવનનિર્વાહ કરે છે.
→ રેખાની માસી બાજુના શહેરમાં રહે છે. એ શહેરમાં રોડ ઉપર લારી કે દુકાન પર શાકભાજી વેચનાર, સાઇકલનાં પંક્યર અને તેની મરમ્મત કરનાર, બૂટપૉલિશ કરનાર, સોડા-શરબત વેચનાર, કરિયાણું વેચનાર, રમકડાં વેચનાર, હેરકટિંગ કરનાર, ગાડીઓના કાચ સાફ કરનાર, સાઇકલ પર સફાઈનાં સાધનો તેમજ પીવાનું પાણી વેચનાર વગેરે રોજગાર કરતી વ્યક્તિઓ જોવા મળે છે.
→ શહેરમાં રોડ પર વેચાતી બધી વસ્તુઓ રેખાના ગામમાં ત્રણચાર દુકાનોમાં હોય છે. રોડ પરની દુકાનો કે રોડની આસપાસ. કામ કરનારાઓને કારણે ક્યારેક ટ્રાફિક-સમસ્યા વધી જાય છે; નાનામોટા અકસ્માતો પણ થાય છે.
→ મૂળ માવસરી ગામના વતની કરશનભાઈ સુથારીકામ કરતા હતા. છેલ્લાં પાંચ વર્ષથી તે થરાદમાં રહીને રિક્ષા ચલાવવાનું કામ કરે છે. આમ, કરશનભાઈ રિક્ષા ચલાવીને જીવનનિર્વાહ કરે છે.
→ નિલમના મામા શર્ટ અને પૅન્ટ બનાવવાની ફેક્ટરીમાં મૅનેજરની નોકરી કરીને જીવનનિર્વાહ કરે છે.
→ જયસિંહ રાજસ્થાન રાજ્યમાંથી નવસારી આવ્યા છે. નવસારીમાં તે ચોકલેટ બનાવવાનો વ્યવસાય કરે છે.
→ જયસિંહના ચૉકલેટના વ્યવસાયને કારણે 100 કરતાં વધારે લોકોને સીધી કે આડકતરી રીતે રોજગારી મળે છે.