GSEB Class 6 Social Science Notes Chapter 16 સ્થાનિક સરકાર

   

This GSEB Class 6 Social Science Notes Chapter 16 સ્થાનિક સરકાર Class 6 Notes covers all the important topics and concepts as mentioned in the chapter.

સ્થાનિક સરકાર Class 6 GSEB Notes

→ ગ્રામ્ય કક્ષાએ અને શહેરી કક્ષાએ સ્થાનિક લોકોએ મતદાન કરીને ચૂંટેલા પ્રતિનિધિઓ દ્વારા ચાલતા વહીવટને “સ્થાનિક સ્વરાજ્ય’ કહે છે.

→ સ્થાનિક સ્વરાજ્યનો વહીવટ કરતી સંસ્થાઓને “સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ’ કહે છે.

→ ગ્રામપંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એ ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ (સરકારો) છે. નગરપાલિકા અને મહાનગરપાલિકા એ શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ (સરકારો) છે.

→ પંચાયતીરાજનું માળખું ત્રણ સ્તરનું છેઃ

  • ગ્રામ્ય કક્ષાએ ગ્રામપંચાયત
  • તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત અને
  • જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયત.

→ ગ્રામપંચાયતની સભ્યસંખ્યા ઓછામાં ઓછી 8 અને વસ્તીના આધારે વધુમાં વધુ 16 હોય છે.

GSEB Class 6 Social Science Notes Chapter 16 સ્થાનિક સરકાર

→ ગ્રામપંચાયતના વડાને “સરપંચ કહે છે. ગામના નોંધાયેલા બધા મતદારો પ્રત્યક્ષ રીતે મતદાન કરીને સરપંચની ચૂંટણી કરે છે.

→ ગ્રામપંચાયતની આવકનાં સાધનોઃ

  • મિલક્તવેરો, પાણીવેરો, દુકાનવેરો, સફાઈવેરો, દીવાબત્તીવેરો વગેરે
  • તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત તરફથી મળતી મદદ,
  • રાજ્ય સરકાર તરફથી મળતી ગ્રાન્ટ (અનુદાન),
  • સ્વૈચ્છિક ગામફાળો વગેરે.

→ ગ્રામપંચાયતનો સઘળો વહીવટ કરવા માટે સરકાર તલાટી-કમ મંત્રીની નિમણૂક કરે છે.

→ ગ્રામપંચાયતના કાર્યાલયને “ગ્રામસચિવાલય” પણ કહે છે.

→ ગ્રામસભા એ વાસ્તવમાં ગામની ધારાસભા જ છે. ગ્રામસભાની બેઠકો ગ્રામપંચાયતના સરપંચના અધ્યક્ષપદે વર્ષમાં ઓછામાં ઓછી બે વખત યોજાય છે. ગ્રામસભામાં ગામના વિકાસનાં કામોની ચર્ચા કરવામાં આવે છે.

→ તાલુકા પંચાયતની બેઠકો તાલુકાની વસ્તીના ધોરણે નક્કી થાય છે. તાલુકા પંચાયતની સભ્યસંખ્યા ઓછામાં ઓછી 16 અને વધુમાં વધુ 32 હોય છે. 50 % બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવે છે. તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો પોતાનામાંથી એક સભ્યને તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે અને એક સભ્યને ઉપપ્રમુખ તરીકે ચૂંટે છે.

→ તાલુકા પંચાયતના વહીવટી વડા તાલુકા વિકાસ અધિકારી (TD.0.)ના નામે ઓળખાય છે.

→ જિલ્લા પંચાયતની બેઠકો જિલ્લાની વસ્તીના ધોરણે નક્કી થાય છે. જિલ્લા પંચાયતની સભ્યસંખ્યા ઓછામાં ઓછી 32 અને વધુમાં વધુ 52 હોય છે. 50 % બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવે છે. જિલ્લા પંચાયતના ચૂંટાયેલા – સભ્યો પોતાનામાંથી એક સભ્યને જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે અને એક સભ્યને “ઉપપ્રમુખ તરીકે ચૂંટે છે. જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યોમાંથી જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓની રચના કરવામાં આવે છે.

→ જિલ્લા પંચાયતના વહીવટી વડાને “જિલ્લા વિકાસ અધિકારી D.D.0.) કહે છે. તે જિલ્લાનો સઘળો વહીવટ વિવિધ અધિકારીઓ દ્વારા કરે છે.

→ સમાજના નબળા વર્ગોના વિવાદો ઉકેલવા માટે પંચાયતીરાજમાં ત્રણેય સ્તરોએ સામાજિક ન્યાય સમિતિની રચના કરવી ફરજિયાત છે.

→ સામાન્ય રીતે 25 હજારથી ઓછી વસ્તીવાળો વિસ્તાર એટલે ગામ, એક લાખ કે તેથી વધુ અને 5 લાખથી ઓછી વસ્તીવાળો વિસ્તાર એટલે શહેર કે નગર અને 5 લાખથી વધુ વસ્તીવાળો વિસ્તાર એટલે મહાનગર.

GSEB Class 6 Social Science Notes Chapter 16 સ્થાનિક સરકાર

→ નગરના વહીવટ માટે નગરપાલિકા અને મહાનગરના વહીવટ માટે “મહાનગરપાલિકા” – શહેર વિસ્તારની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે. આ બંને સંસ્થાઓની ચૂંટણી ગુપ્ત મતદાન પદ્ધતિ દ્વારા પ્રત્યક્ષ રીતે થાય છે. ચૂંટણી માટે વસ્તીના ધોરણે શહેરના વૉર્ડ (મતવિભાગ) પાડવામાં આવે છે. તેમની ચૂંટણી દર પાંચ વર્ષે થાય છે. તેમની કુલ બેઠકોમાંથી કેટલીક બેઠકો નિયમ મુજબ અનામત રાખવામાં આવે છે.

→ સામાન્ય રીતે પચીસ હજારથી વધારે વસ્તી ધરાવતાં નગરોમાં નગરપાલિકા હોય છે.

→ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો પોતાનામાંથી એક સભ્યને પ્રમુખ તરીકે અને એક સભ્યને ઉપપ્રમુખ તરીકે ચૂંટે છે.

→ પ્રમુખ નગરપાલિકાના વડા છે. નગરપાલિકાનો સઘળો વહીવટ પ્રમુખના નામે ચાલે છે. નગરપાલિકાની કામગીરી કરવા માટે કારોબારી સમિતિ (સ્ટેન્ડિંગ કમિટિ), નાણાં સમિતિ, આરોગ્ય અને સફાઈ સમિતિ, શિક્ષણ સમિતિ, બાંધકામ સમિતિ, સાર્વજનિક વાહન સમિતિ વગેરે સમિતિઓ રચવામાં આવે છે. નગરપાલિકાનો વહીવટ કરવા માટે રાજ્ય સરકાર “ચીફ ઑફિસરની નિમણૂક કરે છે. આ ઉપરાંત, આરોગ્ય અધિકારી, દુકાનોના ઈન્સ્પેક્ટર, ઇજનેર વગેરે અધિકારીઓ ચીફ ઑફિસરના માર્ગદર્શન મુજબ નગરપાલિકાનો વહીવટ કરે છે.

→ પાંચ લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતાં મોટાં નગરોમાં મહાનગરપાલિકા હોય છે.

→ મહાનગરપાલિકાના વડાને “મેયર’ કહે છે. મહાનગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો પોતાનામાંથી એક સભ્યને દર અઢી વર્ષ માટે મેયર તરીકે ચૂંટે છે. ગુજરાતમાં આઠ મહાનગરપાલિકાઓ છે.

→મહાનગરપાલિકાની કામગીરી કરવા માટે તેના સભ્યોમાંથી વિવિધ સમિતિઓ રચવામાં આવે છે. તેમાં કારોબારી સમિતિ (સ્ટેન્ડિંગ કમિટિ) સૌથી વધારે મહત્ત્વની સમિતિ છે.

→ મહાનગરપાલિકાનો વહીવટ કરવા માટે રાજ્ય સરકાર મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક કરે છે. આ ઉપરાંત, મુખ્ય ઇજનેર, આરોગ્ય અધિકારી, કરવેરા અધિકારી તેમજ અન્ય અધિકારીઓ કમિશનરના માર્ગદર્શન મુજબ મહાનગરપાલિકાનો વહીવટ કરે છે.

→ કલેક્ટર સમગ્ર જિલ્લાના વડા ગણાય છે. તે જિલ્લા ન્યાયાધીશ (District Magistrate) અને જિલ્લા ચૂંટણી અધિકારી તરીકેના અન્ય હોદાઓ ધરાવે છે. તેમની પસંદગી કેન્દ્રીય જાહેર સેવા આયોગ (યુ.પી.એસ.સી.) દ્વારા લેવાતી પરીક્ષા દ્વારા કે બઢતીથી થાય છે. તે જિલ્લા સ્તરે વહીવટી વ્યવસ્થા જાળવવાનું કાર્ય કરે છે. તે ગ્રામપંચાયતમાં અનામત બેઠકોની ફાળવણી કરે છે.

→ મામલતદાર તાલુકા કક્ષાના વહીવટી અધિકારી છે. તેમની પસંદગી રાજ્ય જાહેર સેવા આયોગ (ગુજરાતમાં જી.પી.એસ. સી.) દ્વારા લેવાતી પરીક્ષા દ્વારા કે બઢતીથી થાય છે.

GSEB Class 6 Social Science Notes Chapter 16 સ્થાનિક સરકાર

→સમાજના ગરીબ અને ઓછી આવક ધરાવનાર વ્યક્તિઓ, સામાજિક રીતે પછાત વર્ગના લોકો તેમજ કુદરતી આપત્તિઓના ભોગ બનનાર લોકો કોઈ પણ કારણોથી ન્યાય મેળવવામાં વંચિત ન રહે તે માટે લોકઅદાલતોની સ્થાપના કરવામાં આવે છે.

→ લોકઅદાલતમાં સ્થળ પર જ ઝડપી, બિનખર્ચાળ, બંને પક્ષોને સંતોષકારક અને સમાધાનકારી રીતે ન્યાય મળે છે.

→ ગુજરાત રાજ્યના જિલ્લાઓમાં લોકઅદાલતોની કાયમી સ્થાપના ગુજરાત કાનૂની સેવા સત્તામંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદ દ્વારા કરવામાં આવેલ છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *