GSEB Class 6 Social Science Notes Chapter 10 પૃથ્વીનાં આવરણો

   

This GSEB Class 6 Social Science Notes Chapter 10 પૃથ્વીનાં આવરણો Class 6 Notes covers all the important topics and concepts as mentioned in the chapter.

પૃથ્વીનાં આવરણો Class 6 GSEB Notes

→ પૃથ્વી સોરપરિવાર(સૂર્યના કુટુંબોની એક સભ્ય છે. સૌરપરિવારમાં, બધી સજીવસૃષ્ટિને જીવવા માટે જરૂરી તાપમાન, હવા અને પાણી એકમાત્ર પૃથ્વી પર જ છે.

→ પૃથ્વી પર મુખ્ય ચાર આવરણો છેઃ

  • મૃદાવરણ (ઘનાવરણ)
  • જલાવરણ
  • વાતાવરણ અને
  • જીવાવરણ.

→ પૃથ્વીની સપાટી પરના ભૂમિભાગોને “મૃદાવરણ” (ઘનાવરણ) કહે છે. તે પૃથ્વીની સપાટીનો આશરે 29% ભાગ રોકે છે. તેમાં પર્વતો, ઉચ્ચપ્રદેશો, મેદાનો, ખીણો વગેરે ભૂમિસ્વરૂપો છે.

→ પૃથ્વીની સપાટીથી આપણે જેમ જેમ પૃથ્વીના પેટાળમાં ઊંડા – જઈએ તેમ તેમ તાપમાનમાં વધારો થતો જાય છે.

GSEB Class 6 Social Science Notes Chapter 10 પૃથ્વીનાં આવરણો

→ પૃથ્વીના પેટાળની પ્રચંડ ગરમીને લીધે પીગળેલા ખડકોના રસને મૅગ્સા’ (ભૂરસ) કહે છે.

→ ભૂગર્ભમાં કેટલાક વાયુઓ પણ છે, જે ગરમ થતાં ઉપરની તરફ દબાણ કરી બહાર નીકળવાનો પ્રયાસ કરે છે. પરંતુ તેમના પર ઉપરના ખડકોનું દબાણ પણ એટલું જ હોય છે. પણ બંને પરસ્પર વિરોધી દબાણો વચ્ચેની સમતુલા જળવાઈ રહેતી હોવાથી પૃથ્વીનો પોપડો ફાટી જતો નથી. જ્યાં આ સમતુલા જળવાતી નથી, ત્યાં પોપડો ફાટી જ્વાળામુખી વિસ્ફોટ થાય છે.

→ મૃદાવરણ (ઘનાવરણ) અનેક રીતે ઉપયોગી છે. તે માનવીનું નિવાસસ્થાન છે. તે માનવીને રહેઠાણ માટે જગ્યા, ઘર બાંધવા માટે સામગ્રી, પીવાનું પાણી, ખેતી અને જંગલો માટે જમીન અને ઉદ્યોગો માટે જરૂરી ખનીજો આપે છે.

→ પૃથ્વીની સપાટી પરના પાણીથી ઘેરાયેલા ભાગને “જલાવરણ” કહે છે. તેમાં મહાસાગરો, સમુદ્ર, ઉપસાગરો, અખાતો, સરોવરો, તળાવો, નદીઓ વગેરેનો સમાવેશ થાય છે. જલાવરણ પૃથ્વીની સપાટીના આશરે 71% ભાગ પર વ્યાપેલું છે.

→ પૃથ્વી પર એકબીજા સાથે જોડાયેલા આ ચાર ઊંડા મહાસાગરો છેપૅસિફિક, ઍટલૅન્ટિક, હિંદ અને આટિક. તેમના તળિયે કેટલીક જગ્યાએ 10થી 11 કિમી ઊંડી ખાઈઓ છે.

→ પૃથ્વી પરનું 97% પાણી સમુદ્રમાં છે અને તે ખારું છે. બાકીના પાણીનો આશરે પોણો ભાગ ધ્રુવવિસ્તારો અને ઊંચા પર્વતો પર બરફના રૂપમાં રહેલો છે. એટલે કુલ પાણીનો માત્ર 1% ભાગ સજીવોને મીઠા પાણી સ્વરૂપે ઉપલબ્ધ છે.

→ પીવાલાયક મીઠું પાણી જલાવરણની ભેટ છે. પાણી વિના સજીવ સૃષ્ટિ જીવી શકે નહિ.

→મીઠા પાણીના મુખ્ય આધારરૂપ વરસાદ (વૃષ્ટિ) માટેનો ભેજ સમુદ્રોમાંથી આવે છે.

→સમુદ્રોમાંથી આપણને માછલાં, મીઠું, રસાયણો, ખનીજો વગેરે મળે છે.

→ સમુદ્રના જળમાર્ગો દ્વારા વિશ્વનો મોટા ભાગનો વિદેશ વ્યાપાર ચાલે છે.

→ પૃથ્વીની સપાટીથી લગભગ 800 થી 1000 કિમીની ઊંચાઈ સુધી વિસ્તરેલા વિવિધ વાયુઓના આવરણને વાતાવરણ કહે છે.

→ વાતાવરણમાં મુખ્યત્વે નાઇટ્રોજન, ઑક્સિજન, આર્ગોન, કાર્બન ડાયૉક્સાઇડ, ઓઝોન, હાઇડ્રોજન વગેરે વાયુઓ છે. તેમાં આશરે 78% જેટલો નાઇટ્રોજન, 21% ઑક્સિજન અને 1% જેટલા અન્ય વાયુઓ છે. વાતાવરણના આ વાયુઓમાં ધૂળના રજકણો, ક્ષારકણો, પાણીની વરાળ વગેરે ભળેલાં હોય છે.

GSEB Class 6 Social Science Notes Chapter 10 પૃથ્વીનાં આવરણો

→ પૃથ્વીની સપાટી પરથી જેમ ઊંચે જઈએ તેમ વાતાવરણના મોટા ભાગના વાયુઓનું પ્રમાણ ઘટતું જાય છે.

→ હવામાં ખૂબ ઓછા પ્રમાણમાં રહેલો ઓઝોન વાયુ સૂર્યનાં પૃથ્વી તરફ આવતાં મોટા ભાગનાં પારજાંબલી (અશ્વાયોલેટ) કિરણોનું શોષણ કરી આપણને તેની હાનિકારક અસરથી બચાવે છે.

→ વાતાવરણમાં રહેલા રજકણો પૃથ્વી પર સૂર્યપ્રકાશને ચોતરફ ફેલાવે છે.

→ વાતાવરણના લીધે જ આપણે અવાજ સાંભળી શકીએ છીએ. વાતાવરણને લીધે જ રેડિયો અને ટેલિવિઝનનાં પ્રસારણો થઈ શકે છે. વાતાવરણ સાથેના ઘર્ષણથી ઉલ્કા જેવા અવકાશી પદાર્થો સળગી ઊઠી નાશ પામે છે. આમ, વાતાવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલ’ની ગરજ સારે છે.

→ મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણના જે ભાગોમાં સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ છે તેને “જીવાવરણ” કહે છે. સૌરપરિવારમાં માત્ર પૃથ્વી જ જીવાવરણ ધરાવતો ગ્રહ છે. જીવાવરણમાં માનવો અને અન્ય પ્રાણીઓ, વનસ્પતિઓ તેમજ જીવજંતુઓનો સમાવેશ થાય છે.

→ માનવજીવન જીવાવરણ પર આધારિત છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *