Gujarat Board GSEB Class 6 Social Science Important Questions Chapter 17 જીવનનિર્વાહ Important Questions and Answers.
GSEB Class 6 Social Science Important Questions Chapter 17 જીવનનિર્વાહ
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો:
પ્રશ્ન 1.
ગામડાંમાં મોટા ભાગના લોકો કયા કામ સાથે જોડાયેલ હોય છે?
A. માછીમારી
B. ખેતીકામ
C. સુથારીકામ
D. પશુપાલન
ઉત્તરઃ
B. ખેતીકામ
પ્રશ્ન 2.
આપણા દેશમાં કેટલાં શહેરો છે?
A. 5000 કરતાં વધારે
B. 10,000 કરતાં વધારે
C. 12,000 કરતાં વધારે
D. 15,000 કરતાં વધારે
ઉત્તરઃ
A. 5000 કરતાં વધારે
પ્રશ્ન ૩.
આપણા દેશમાં કેટલાં નાનાં-મોટાં નગર છે?
A. 31,000 જેટલાં
B. 12,000 જેટલાં
C. 20,000 જેટલાં
D. 27,000 જેટલાં
ઉત્તરઃ
D. 27,000 જેટલાં
પ્રશ્ન 4.
દરેક વ્યક્તિને જીવનનિર્વાહ માટે શેની જરૂર પડે છે?
A. પ્રવૃત્તિની
B. રહેઠાણની
C. પોશાકની
D. આવકની
ઉત્તરઃ
D. આવકની
પ્રશ્ન 5.
ડીસા શહેર કયા જિલ્લામાં આવેલું છે?
A. સાબરકાંઠા
B. મહેસાણા
C. પાટણ
D. બનાસકાંઠા
ઉત્તરઃ
D. બનાસકાંઠા
પ્રશ્ન 6.
રાણપુર ગામના ખેડૂતો કયા પાકોની ખેતી કરે છે?
A. બટાટા અને ઘઉંની
B. બાજરી અને કઠોળની
C. બટાટા અને બાજરીની
D. ડાંગર અને મકાઈની
ઉત્તરઃ
C. બટાટા અને બાજરીની
પ્રશ્ન 7.
મધુબા ક્યા ખેડૂતના ખેતરમાં મજૂરી કરે છે?
A. મોંઘજીભાઈના
B. મેઘજીભાઈના
C. કરશનભાઈના
D. લવજીભાઈના
ઉત્તરઃ
A. મોંઘજીભાઈના
પ્રશ્ન 8.
લવજીભાઈને પૈસા પાછા આપવા માટે મધુબાએ શું કર્યું?
A. બે ગાયો વેચી દીધી
B. ઝાંઝર વેચી દીધાં
C. ઘર વેચી દીધું
D. ભેંસ વેચી દીધી
ઉત્તરઃ
B. ઝાંઝર વેચી દીધાં
પ્રશ્ન 9.
સલમાન પાસે કેટલા એકર જમીન છે?
A. દસ એકર
B. પચાસ એકર
C. બે એકર
D. વીસ એકર
ઉત્તરઃ
A. દસ એકર
પ્રશ્ન 10.
સલમાન ખેતી ઉપરાંત કયો વ્યવસાય કરે છે?
A. શાકભાજી વેચવાનો
B. રિક્ષા ચલાવવાનો
C. મચ્છીમારીનો
D. પશુપાલનનો
ઉત્તરઃ
D. પશુપાલનનો
પ્રશ્ન 11.
રામનગરમાં મોટા ભાગના ખેડૂતો કયા પાકની ખેતી કરે છે?
A. મકાઈની
B. બાજરીની
C. ડાંગરની
D. બટાટાની
ઉત્તરઃ
C. ડાંગરની
પ્રશ્ન 12.
જગાભાઈ શાના બદલે લોકોને તેમને જોઈતી વસ્તુ આપે છે?
A. પૈસાના
B. ચોખાના
C. દૂધના
D. માછલીઓના
ઉત્તરઃ
B. ચોખાના
પ્રશ્ન 13.
સંચારડા ગામ ક્યાં આવેલું છે?
A. દરિયાકિનારે
B. નદીકિનારે
C. પર્વતની તળેટી પાસે
D. મોટા શહેરની નજીક
ઉત્તરઃ
A. દરિયાકિનારે
પ્રશ્ન 14.
રૂડીબહેન અને લખીમા શાનું કામ કરે છે?
A. શાકભાજી વેચવાનું
B. દૂધ વેચવાનું
C. માછલાં પકડવાનું
D. ખેતરમાં મજૂરીનું
ઉત્તરઃ
C. માછલાં પકડવાનું
પ્રશ્ન 15.
રૂડીબહેન અને લખીમા વર્ષમાં કેટલા મહિના માછલાં પકડીને જીવનનિર્વાહ કરે છે?
A. ચાર
B. છ
C. બાર
D. આઠ
ઉત્તરઃ
D. આઠ
પ્રશ્ન 16.
રોડ ઉપરની દુકાન કે રોડની આસપાસ કામ કરનારાઓને કારણે ક્યારેક કઈ સમસ્યા વધી જાય છે?
A. બેરોજગારીની
B. ટ્રાફિકની
C. ચીજવસ્તુઓની અછતની
D. ચોરીની
ઉત્તરઃ
B. ટ્રાફિકની
પ્રશ્ન 17.
વાવ તાલુકો કયા જિલ્લામાં આવેલો છે?
A. બનાસકાંઠામાં
B. સાબરકાંઠામાં
C. મહેસાણામાં
D. અમદાવાદમાં
ઉત્તરઃ
A. બનાસકાંઠામાં
પ્રશ્ન 18.
ગામમાં સુથારીકામ કરતા કરશનભાઈ શહેરમાં આવ્યા પછી કયું કામ કરે છે?
A. ધોબીકામ
B. દૂધ વેચવાનું
C. રિક્ષા ચલાવવાનું
D. શાકભાજી વેચવાનું
ઉત્તરઃ
C. રિક્ષા ચલાવવાનું
પ્રશ્ન 19.
નિલમના મામા ફેક્ટરીમાં કયું કામ કરતા હતા?
A. મૅનેજરનું
B. શર્ટને બટન લગાવવાનું
C. સિલાઈ કરવાનું
D. કપડાંનું પેકિંગ કરવાનું
ઉત્તરઃ
A. મૅનેજરનું
પ્રશ્ન 20.
રાજસ્થાનથી નવસારી આવેલા જયસિંહ કર્યું કામ કરે છે?
A. અગરબત્તી બનાવવાનું
B. ચૉકલેટ બનાવવાનું
C. બિસ્કિટ બનાવવાનું
D. આઇસક્રીમ બનાવવાનું
ઉત્તરઃ
B. ચૉકલેટ બનાવવાનું
યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેનાં વિધાનોની ખાલી જગ્યાઓ પૂરોઃ
1. ગામડાંના લોકો વિવિધ રીતે …………………………… સાથે જોડાયેલ હોય છે.
ઉત્તર:
આર્થિક વ્યવસ્થા
2. પર્યાવરણ સાથે જીવનનિર્વાહની વ્યવસ્થા એટલે ………………………………….. શું. જીવન.
ઉત્તર:
ગામડાં
૩. શહેરમાં રહેતા લોકો વિવિધ ……………………………… સાથે જોડાયેલા હોય છે.
ઉત્તર:
વ્યવસાયો
4. દરેક વ્યક્તિને ……………………………….. કરવા માટે આવકની જરૂર પડે છે.
ઉત્તર:
જીવનનિર્વાહ
5. રાણપુર ગામના મોટા ભાગના લોકો …………………………………. સાથે જોડાયેલા છે.
ઉત્તર:
ખેતીકામ
6. રાણપુર ગામના કેટલાક ખેડૂતો બારેમાસ ……………………………………. ખેતી કરે છે.
ઉત્તર:
શાકભાજી
7. મધુબાની બંને દીકરીઓ ગામની …………………………. શાળામાં અભ્યાસ કરે છે.
ઉત્તર:
સરકારી
8. મોંઘજીભાઈ ખેડૂત પાસે પોતાની …………………………………. એકર જમીન છે.
ઉત્તર:
20
9. મધુબા …………………………….. ના ખેતરમાં મજૂરી કરે છે.
ઉત્તર:
મોંઘજીભાઈ
10. એક વખત મધુબાને દિવસો સુધી કામ ન મળતાં તેમણે …………………………………… પાસેથી પૈસા ઉછીના લીધા.
ઉત્તર:
લવજીભાઈ
11. મધુબાના પતિ મધુબાને ………………………………….. માં મદદ કરે છે.
ઉત્તર:
ઘરકામ
12. સલમાન ખેડૂત પાસે પોતાની ……………………………….. એકર જમીન છે.
ઉત્તર:
10
13. સલમાન ખેતીની સાથે ……………………………………. નો વ્યવસાય પણ કરે છે.
ઉત્તર:
પશુપાલન છે
14. સલમાન કેટલીક વખત પાસેના શહેરની ………………………………….. વસાહતમાં છૂટક કામ કરવા જાય છે.
ઉત્તર:
ઔદ્યોગિક
15. જગાભાઈ …………………………… ગામમાં નાની દુકાન ધરાવે છે.
ઉત્તર:
રામનગર
16. ગામલોકો પાસેથી ખરીદેલા ચોખા જગાભાઈ ………………………………….. ની મોટી દુકાનમાં વેચે છે.
ઉત્તર:
શહેર
17. માછીમાર ……………………… ઉત્પાદક કહેવાય છે.
ઉત્તર:
ખાદ્ય
18. માછલી એ ………………………. જીવ છે.
ઉત્તર:
દરિયાઈ
19. રૂડીબહેન અને લખીમા બંને દરિયાકિનારે ………………………………. પકડવાનું કામ કરે છે.
ઉત્તર:
માછલાં
20. રૂડીબહેન અને લખીમા વર્ષમાં ……………………………. બે મહિના સુધી માછલાં પકડીને જીવનનિર્વાહ કરે છે.
ઉત્તર:
આઠ
21. …………………………….. ના દિવસોમાં દરિયો ખેડવો જોખમકારક છે.
ઉત્તરઃ
ચોમાસા
22. દરિયામાં …………… વધવાથી માછીમારોને માછલાં પકડવા દરિયામાં ખૂબ દૂર સુધી જવું પડે છે.
ઉત્તરઃ
પ્રદૂષણ
23. શહેરમાં ……………………………….. મેળવવી ઘણું જ કપરું કામ છે. હું
ઉત્તરઃ
રોજગારી
24. શહેરમાં રિક્ષા ચલાવવાનું કામ કરતા કરશનભાઈ પોતાના ગામમાં …………………………………. કરતા હતા.
ઉત્તરઃ
સુથારીકામ
25. રાજસ્થાનથી નવસારી આવેલા જયસિંહ નવસારીમાં …………………………… બનાવવાનું કામ કરે છે.
ઉત્તરઃ
ચૉકલેટ
26. રોજગારી મેળવવા માટે ……………………………………….. ખૂબ જ મહત્ત્વ ધરાવે છે.
ઉત્તરઃ
કૌશલ્ય
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવોઃ
પ્રશ્ન 1.
ગામડાંના લોકો જીવનમાં વધુમાં વધુ સુવિધાઓનો ઉપયોગ કરે છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 2.
શહેરના લોકો આસપાસનાં ગામડાંમાં રોજગારી મેળવવા જાય છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 3.
દરેક વ્યક્તિને જીવનનિર્વાહ માટે આવકની જરૂર પડે છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 4.
શહેરના લોકો એક કરતાં વધુ વ્યવસાય સાથે જોડાયેલા હોય છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 5.
રાણપુર ગામની દુકાનમાં જરૂર પડે ત્યારે તાવ-શરદીની દવા પણ મળે છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 6.
રાણપુર ગામના કેટલાક ખેડૂતો બારેમાસ શાકભાજીની ખેતી કરે છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 7.
મધુબાએ લવજીભાઈને પૈસા પાછા આપવા માટે પોતાની ગાય વેચી દીધી.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 8.
માલપુર ગામના ઓછી જમીન ધરાવતા ખેડૂતો સિંચાઈના આધારે જ ખેતી કરે છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 9.
સલમાન ખેડૂત પોતાની જમીનમાં જાતે ખેતી કરે છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 10.
સલમાન પાસે બે ગાય અને એક ભેંસ છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 11.
જગાભાઈ ગંગાનગર ગામના વેપારી છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 12.
જગાભાઈ ઘઉંનો વેપાર કરે છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 13.
સંચારડા ગામ દરિયાકિનારે આવેલું છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 14.
રૂડીબહેન અને લખીમાં માછલાં પકડવાનું કામ કરે છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 15.
ચોમાસાના દિવસોમાં દરિયો ખેડવો જોખમકારક છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 16.
પ્રદૂષણને લીધે દરિયામાં માછલીઓની સંખ્યા વધે છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 17.
સુનામીમાં થયેલા નુકસાનને કારણે સરકારે રૂડીબહેન અને લખીમાને નવી હોડી લાવવા માટે આર્થિક મદદ કરી હતી.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 18.
શહેરમાં રોજગારી મેળવવી ખૂબ જ આસાન છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 19.
શહેરમાં એક જ પ્રકારના વ્યવસાય જોવા મળે છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 20.
ટ્રાફિક સમસ્યાથી નાના-મોટા અકસ્માતો થતા હોય છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 21.
માવસરી ગામના કરશનભાઈ શહેરમાં ફેક્ટરીમાં કામ કરે છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 22.
નિલમના મામા શહેરમાં રિક્ષા ચલાવવાનું કામ કરે છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 23.
રાજસ્થાનથી નવસારી આવેલો જયસિંહ ચૉકલેટ બનાવવાનું કામ કરે છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 24.
રોજગારી મેળવવા માટે કૌશલ્ય ખૂબ જ મહત્ત્વ ધરાવે છે.
ઉત્તર:
ખરું
બંધબેસતાં જોડકાં જોડોઃ
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) રાણપુર ગામ | (1) અહીં સલમાન ખેતી અને પશુપાલન કરે છે. |
(2) માલપુર ગામ | (2) ડાંગરની ખેતી કરતું ગામ છે. |
(3) પાંડરવાડા ગામ | (3) અહીં સૌ મચ્છીમારીનો વ્યવસાય કરે છે. |
(4) રામનગર ગામ | (4) બટાટા અને બાજરીની ખેતી કરતું ગામ |
(5) મોંઘજીભાઈ અને મધુબાનું ગામ |
ઉત્તર:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) રાણપુર ગામ | (4) બટાટા અને બાજરીની ખેતી કરતું ગામ |
(2) માલપુર ગામ | (5) મોંઘજીભાઈ અને મધુબાનું ગામ |
(3) પાંડરવાડા ગામ | (1) અહીં સલમાન ખેતી અને પશુપાલન કરે છે. |
(4) રામનગર ગામ | (2) ડાંગરની ખેતી કરતું ગામ છે. |
નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં આપો:
પ્રશ્ન 1.
ગ્રામીણ જીવનની સૌથી મહત્ત્વની બાબત કઈ છે?
ઉત્તર:
ગ્રામીણ જીવનની સૌથી મહત્ત્વની બાબત એ છે કે, ગામડાના લોકો ઓછામાં ઓછી સુવિધાઓથી જીવે છે.
પ્રશ્ન 2.
ગામડાનું જીવન એટલે શું?
ઉત્તર:
‘ગામડાંનું જીવન’ એટલે પર્યાવરણ સાથે જીવનનિર્વાહની વ્યવસ્થા.
પ્રશ્ન 3.
આપણા દેશમાં કેટલાં શહેરો અને નાનાં-મોટાં નગરો છે?
ઉત્તર:
આપણા દેશમાં લગભગ 5000 કરતાં વધારે શહેરો અને 27,000 જેટલાં નાનાં-મોટાં નગરો છે.
પ્રશ્ન 4.
આપણા દેશના બંધારણે નાગરિકોને રહેઠાણ અંગેનો કયો અધિકાર આપ્યો છે?
ઉત્તર:
આપણા દેશના બંધારણે નાગરિકોને દેશના જમ્મુ અને કશ્મીર રાજ્ય સિવાય કોઈ પણ રાજ્યમાં શાંતિથી રહેવાનો અને વ્યવસાય કરવાનો અધિકાર આપ્યો છે.
પ્રશ્ન 5.
પરિવાર જીવનનિર્વાહ કેવી રીતે કરે છે?
ઉત્તર:
પરિવારના સભ્યો નોકરી, ધંધો કે મજૂરીકામ કરીને ઘરમાં પૈસા લાવે છે. તેમાંથી પરિવાર જીવનનિર્વાહ કરે છે.
પ્રશ્ન 6.
રાણપુર ગામ ક્યાં આવેલું છે?
ઉત્તર:
રાણપુર ગામ બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરથી થોડેક દૂર આવેલું છે.
પ્રશ્ન 7.
રાણપુર ગામના મોટા ભાગના લોકો કયા વ્યવસાય કરે છે?
ઉત્તર:
રાણપુર ગામનાં મોટા ભાગના લોકો ખેતી, ખેતમજૂરી, પશુપાલન વગેરે વ્યવસાય કરે છે.
પ્રશ્ન 8.
માલપુર ગામનાં મધુબા શું કામ કરે છે?
ઉત્તરઃ
માલપુર ગામનાં મધુબા ગામના મોટા ખેડૂત મોંઘજીભાઈના ખેતરમાં તેમના પતિની સાથે મજૂરીનું કામ કરે છે.
પ્રશ્ન 9.
મધુબાને એક વખત કેટલાય દિવસો સુધી કામ ન મળ્યું ત્યારે તેમણે શું કર્યું?
ઉત્તર:
મધુબાને એક વખત કેટલાય દિવસો સુધી કામ ન મળ્યું ત્યારે તેમણે બીમાર દીકરીની સારવાર માટે લવજીભાઈ પાસેથી પૈસા ઉછીના લીધા.
પ્રશ્ન 10.
મધુબાએ ઉછીના લીધેલા પૈસા લવજીભાઈને પાછા : આપવા માટે શું કર્યું?
ઉત્તર:
મધુબાએ ઉછીના લીધેલા પૈસા લવજીભાઈને પાછા આપવા માટે પગમાં પહેરવાનાં પોતાનાં ઝાંઝર વેચી દીધાં.
પ્રશ્ન 11.
માલપુર ગામના ઓછી જમીન ધરાવતા ખેડૂતો શું કરે છે?
ઉત્તરઃ
માલપુર ગામના ઓછી જમીન ધરાવતા ખેડૂતો માત્ર વરસાદ આધારિત ખેતી કરે છે. વરસાદ ન હોય ત્યારે તેઓ ગામ છોડી મજૂરી કરવા બીજે જતા રહે છે.
પ્રશ્ન 12.
પાંડરવાડા ગામનો સલમાન કેવી રીતે ખેતી કરે છે?
ઉત્તર:
પાંડરવાડા ગામના સલમાન પાસે દસ એકર જમીન – છે. તે જાતે ખેતી કરે છે. જ્યાં જરૂર જણાય ત્યાં તે મજૂરીના પૈસા આપી બીજાની મદદથી ખેતી કરે છે.
પ્રશ્ન 13.
સલમાન કેવી રીતે જીવનનિર્વાહ કરે છે?
ઉત્તર:
સલમાન ખેતીની આવકમાંથી સાત-આઠ મહિના સુધી જીવનનિર્વાહ ચલાવે છે. બાકીના ચારેક મહિના પશુપાલન કરીને મેળવેલી આવકમાંથી જીવનનિર્વાહ કરે છે.
પ્રશ્ન 14.
રામનગર ગામના જગાભાઈ શો વ્યવસાય કરે છે?
ઉત્તર:
રામનગર ગામના જગાભાઈ વેપારી છે. ગામલોકોને જગાભાઈની દુકાનમાંથી કોઈ વસ્તુ જોઈતી હોય તો તેઓ ચોખા લઈને જાય અને જગાભાઈ એ ચોખાને બદલે તેમને જોઈતી વસ્તુ આપે. ગામલોકો પાસેથી ખરીદેલા ચોખા ભેગા કરીને જગાભાઈ : શહેરની મોટી દુકાનમાં આપી આવે છે. આ રીતે જગાભાઈ પોતાનો વ્યવસાય કરે છે.
પ્રશ્ન 15.
રૂડીબહેન અને લખીમા કેવી રીતે જીવનનિર્વાહ કરે છે?
ઉત્તર:
રૂડીબહેન અને લખીમા દરિયાકિનારે આવેલા સંચારડા ગામમાં રહે છે. તેઓ બંને માછલાં પકડવાનું કામ કરે છે. વર્ષમાં આઠ મહિના સુધી તેઓ માછલાં પકડીને જીવનનિર્વાહ કરે છે.
પ્રશ્ન 16.
શહેરમાં લોકો કેવી રીતે જીવનનિર્વાહ કરે છે?
ઉત્તર:
શહેરમાં લોકો વિવિધ પ્રકારના વ્યવસાય કરીને, દુકાનો કે ઑફિસોમાં નોકરીઓ કરીને, રોડ પર બેસીને કે હરતાં-ફરતાં, શિક્ષણ આપવાનું કામ કરીને, નાની-મોટી મજૂરી કરીને અને કૌશલ્યના આધારે કામ કરીને જીવનનિર્વાહ કરે છે.
પ્રશ્ન 17.
થરાદમાં રહેતા કરશનભાઈ કેવી રીતે જીવનનિર્વાહ કરે છે?
ઉત્તર:
મુળ માવસરી ગામના વતની કરશનભાઈ સુથારીકામ કરતા હતા. છેલ્લાં પાંચ વર્ષથી તે થરાદમાં રહીને રિક્ષા ચલાવવાનું કામ કરે છે. આમ, કરશનભાઈ રિક્ષા ચલાવીને જીવનનિર્વાહ કરે છે.
પ્રશ્ન 18.
નિલમના મામા કેવી રીતે જીવનનિર્વાહ કરે છે?
ઉત્તર:
નિલમના મામા શર્ટ અને પૅન્ટ બનાવવાની ફેક્ટરીમાં મૅનેજરની નોકરી કરીને જીવનનિર્વાહ કરે છે.
પ્રશ્ન 19.
જયસિંહ કયા રાજ્યમાંથી નવસારી આવ્યા છે? નવસારીમાં તે શો વ્યવસાય કરે છે?
ઉત્તર:
જયસિંહ રાજસ્થાન રાજ્યમાંથી નવસારી આવ્યા છે. નવસારીમાં તે ચૉકલેટ બનાવવાનો વ્યવસાય કરે છે.
પ્રશ્ન 20.
જયસિંહના ચોકલેટના વ્યવસાયને કારણે કેટલા લોકોને રોજગારી મળે છે?
ઉત્તર:
જયસિંહના ચૉકલેટના વ્યવસાયને કારણે 100 કરતાં વધારે લોકોને સીધી કે આડકતરી રીતે રોજગારી મળે છે.
નીચેના પ્રશ્નોના ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
જો મધુબા અને તેમના પતિ પાસે પોતાની જમીન હોત તો તેમના જીવનનિર્વાહની રીતો અત્યાર કરતાં કેવી રીતે જુદી હોત?
ઉત્તર:
જો મધુબા અને તેમના પતિ પાસે પોતાની જમીન હોત તો તેમને મોંઘજીભાઈના ખેતરમાં મજૂરી કરવા જવું ન પડત. તેઓ પોતાના ખેતરમાં કામ કરત. તેઓ જાતે જ તેમના ખેતરમાં 3 વાવણી, નિંદામણ અને પાકની કાપણીનું કામ કરત. એટલું જ નહિ, તેઓ તેમની મદદ માટે બીજા મજૂરોને પણ કામ આપી શકત. જેનાથી મધુબા અને તેમના પતિને જીવનનિર્વાહની કોઈ મુશ્કેલી અનુભવવી ન પડત.
પ્રશ્ન 2.
માલપુર અને પાંડરવાડા ગામમાં ખેતી પર નભતા લોકોની એક યાદી બનાવો. તેઓમાં સહુથી ગરીબ કોણ છે અને શા માટે?
ઉત્તર:
- માલપુર ગામના મોંઘજીભાઈ જેવા મોટા ખેડૂત પોતાનાં ખેતરોમાં જાતે કામ કરતા નથી. પરંતુ તે ખેતમજૂરી કરતાં મધુબા અને તેમના પતિ જેવા મજૂરો પાસે કામ કરાવે છે.
- પાંડરવાડા ગામનો સલમાન નાનો ખેડૂત છે. તે પોતાનાં ૨ ખેતરોમાં જાતે કામ કરે છે. જ્યાં જરૂર જણાય ત્યાં તે અન્યની 5 મદદ મેળવી ખેતી કરે છે.
- મધુબા અને તેમના પતિ જેવા જમીનવિહોણા ખેતમજૂરો 8 મોટા ખેડૂતોનાં ખેતરોમાં વાવણી, નિંદામણ, કાપણી જેવાં કામો કરે છે.
ઉપર દર્શાવેલ લોકોમાં સૌથી ગરીબ મધુબા અને તેમના પતિ જેવા જમીનવિહોણા ખેતમજૂરો છે, કારણ કે, તેઓને વર્ષના અમુક મહિનાઓ દરમિયાન જ કામ મળે છે. બાકીના સમયમાં તેઓને કામ વિના બેસી રહેવું પડે છે. આ કારણથી તેમને તેમનું ગુજરાન ચલાવવામાં મુશ્કેલી પડે છે.
1. જુઓ અને સમજો :
મધુબાના કામ અંગે અહીં ચાર્ટ આપેલ છે. આ ચાર્ટ જોઈને નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :
પ્રશ્ન 1.
તેમને ક્યારે વધારે કામ મળતું હશે?
ઉત્તરઃ
મધુબાને જૂન મહિનાથી નવેમ્બર મહિના સુધી વધારે કામ મળતું હશે.
પ્રશ્ન 2.
કયા કયા મહિનામાં તેમને કામ મળતું નહિ હોય?
ઉત્તરઃ
મધુબાને ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, – એપ્રિલ અને મે મહિનામાં કામ મળતું નહિ હોય.
પ્રશ્ન 3.
કેટલા મહિના સુધી એમને કામ શોધવું પડતું હશે?
ઉત્તરઃ
મધુબાને છ મહિના સુધી કામ શોધવું પડતું હશે.
ચર્ચા કરોઃ
પ્રશ્ન 1.
મધુબા એમના ઘરમાં કયાં કામ રોજ કરતાં હશે?
ઉત્તરઃ
મધુબા એમના ઘરમાં રોજ આ કામ કરતાં હશેઃ
- તે : તેમના કુટુંબ માટે ભોજન બનાવતાં હશે.
- તે ઘરની સાફસફાઈ – કરતાં હશે.
- તે કપડાં ધોતાં હશે.
- તે બળતણનાં : લાકડાં લેવા જંગલમાં જતાં હશે.
- તે ગામના બોરવેલથી પાણી લાવતાં હશે.
પ્રશ્ન 2.
મધુબાને ઘરમાં એમના પતિ કેવી રીતે મદદ કરતા હશે?
ઉત્તર:
મધુબાને એમના પતિ ઘરની સાફસફાઈ કરવામાં, જંગલમાંથી બળતણ માટે લાકડાં લાવવામાં તેમજ બોરવેલથી પાણી ભરી લાવવામાં મદદ કરતા હશે.
વિચારો અને કહોઃ
પ્રશ્ન 1.
સલમાનને ક્યારે મજૂરી કરવી પડતી હશે?
ઉત્તર:
સલમાનને જીવનનિર્વાહ માટે પૂરતી આવક ન થાય ત્યારે તેને મજૂરી કરવી પડતી હશે.
પ્રશ્ન 2.
સલમાનની આવક કયા સમયે સૌથી વધારે હશે?
ઉત્તર:
પોતાના ખેતરમાંથી પાક ઊતરે ત્યારે તેના વેચાણના સમયે સલમાનની આવક સૌથી વધારે હશે.
પ્રશ્ન 3.
સલમાન પાસે ગાય કે ભેંસ ન હોય તો તેને શી મુશ્કેલી પડે?
ઉત્તરઃ
સલમાન પાસે ગાય કે ભેંસ ન હોય તો વર્ષના ચારેક રે મહિના સુધી જીવનનિર્વાહ માટે નાણાંની તંગી પડે. આ સમય દરમિયાન સલમાનને પાસેના શહેરમાં મજૂરી કરવા ફરજિયાત જવું પડે.
પ્રશ્ન 4.
ઔદ્યોગિક વસાહતમાં સલમાનને કેવું કામ કરવું પડતું ડું હશે?
ઉત્તર:
ઔદ્યોગિક વસાહતની કોઈ ફેક્ટરીમાં સલમાનને માલની ? હેરફેર કરવાનું, માલને ઉપાડવાનું, માલને ખટારામાં ચઢાવવાનું અને ખટારામાંથી ઉતારવાનું વગેરે મજૂરીનાં કામો કરવાં પડતાં હશે.
વિચારો અને કહોઃ
પ્રશ્ન 1.
આપણી આસપાસ લોકો કેવી રીતે કમાય છે?
ઉત્તરઃ
આપણી આસપાસ લોકો વિવિધ પ્રકારના વ્યવસાયો કરીને, વેપાર કરીને, શાળા-કૉલેજોમાં અને ઑફિસોમાં નોકરી કરીને, મજૂરીકામ કરીને તેમજ કૌશલ્ય આધારિત કામ કરીને કમાય છે.
પ્રશ્ન 2.
માછીમારને રોજ કેટલા કલાક કામ કરવું પડતું હશે?
ઉત્તર:
માછીમારને રોજ દસથી બાર કલાક કામ કરવું પડતું હશે.
પ્રશ્ન 3.
દરિયાને ચોખ્ખો રાખવા માટે તમે શું કરી શકો તેમ છો?
ઉત્તર:
પ્લાસ્ટિક દરિયામાં જાય છે ત્યારે દરિયામાં પ્રદૂષણ પેદા 3 થાય છે. આથી, હું પ્રતિજ્ઞા કરું છું કે હું પ્લાસ્ટિકનો ઉપયોગ કરીશ 3 નહિ. વધુમાં, શાળાએ જતાં-આવતાં કે મારી શેરીમાં પ્લાસ્ટિક જોવા મળશે તો તેને એકઠું કરીને કચરાપેટીમાં નાખીશ. મારા મિત્રો, પાડોશીઓ, સગાંસંબંધીઓ વગેરેને પ્લાસ્ટિકની થેલીઓ ન વાપરવા સમજાવીશ.
પ્રશ્ન 4.
માછલીની જેમ અન્ય શું વેચીને નાણાં કમાઈ શકાય?
ઉત્તરઃ
માછલીની જેમ શાકભાજી, ફળો, ફૂલો, રમકડાં, શીંગચણા, મમરા, પાપડ, ખાખરા, ફરસાણ વગેરે વેચીને નાણાં કમાઈ શકાય.
પ્રશ્ન 5.
કેવી કુદરતી આફત વખતે માછલી પકડવા જઈ શકાતું નથી હોતું? શા માટે?
ઉત્તર:
સુનામી જેવી કુદરતી આફત વખતે માછલી પકડવા દરિયામાં જઈ શકાતું નથી. કારણ કે, સુનામી ખૂબ ભયંકર કુદરતી આફત છે. આ આફતમાં સપડાઈ જવાથી જાનહાનિ અને માલહાનિ ભોગવવી પડે છે. માછીમારોને આર્થિક નુકસાન થવાથી તેઓ લાંબા સમય સુધી માછલાં પકડવા જઈ શકતા નથી.
યાદ કરો, પૂછો અને લખો:
6. વિચારો અને કહો :
પ્રશ્ન 1.
ચિત્રમાં કયા કયા વ્યવસાય જોઈ શકાય છે?
ઉત્તર:
ચિત્રમાં લારી ચલાવવાનો, રિક્ષા ચલાવવાનો, ટ્રેન ચલાવવાનો, મોટરકાર ચલાવવાનો ઑફિસમાં કર્મચારીઓ તરીકે કામ કરવાનો અને સીટી બસ ચલાવવાનો વ્યવસાય જોઈ શકાય છે.
પ્રશ્ન 2.
ચિત્રમાં ન હોય તેવા અન્ય વ્યવસાય કયા છે?
ઉત્તરઃ
ચિત્રમાં ન હોય તેવા અન્ય વ્યવસાયોઃ
- દુકાનો ચલાવવાનો,
- રોડ પર બેસીને કામ કરવાનો કે હરતાં-ફરતાં ચીજવસ્તુઓ વેચવાનો,
- નાની-મોટી મજૂરીકામ કરવાનો,
- કૌશલ્ય આધારિત કામ કરવાનો,
- લારી-ગલ્લા પર ચીજવસ્તુઓ વેચવાનો,
- ઓદ્યોગિક વસાહતમાં કામ કરવાનો,
- ખાદ્યપદાર્થો બનાવવાનો વગેરે.
પ્રશ્ન 3.
કયા કૌશલ્યને આધારે રોજગારી મળે છે?
ઉત્તરઃ
શિક્ષણ ક્ષેત્રના મેડિકલ ક્ષેત્રના, એન્જિનિયરિંગ ક્ષેત્રના, સંગીતકલા અને અન્ય કલાઓનાં ક્ષેત્રનાં કૌશલ્યના આધારે રોજગારી મળે છે.
પ્રશ્ન 4.
તમે કયો વ્યવસાય કરીને રોજગાર મેળવવા વિચારો છો?
ઉત્તર:
હું શાળામાં શિક્ષકનો વ્યવસાય કરીને રોજગાર મેળવવા ઇચ્છું છું.
વિચારો અને કહોઃ .
પ્રશ્ન 1.
કરશનભાઈ શહેરમાં કેમ આવ્યા હશે?
ઉત્તર:
કરશનભાઈ તેમના ગામમાં સુથારીકામ કરીને પૂરતો જીવનનિર્વાહ કરી શકતા નહિ હોય. તેથી કરશનભાઈ શહેરમાં આવ્યા હશે.
પ્રશ્ન 2.
શહેરમાં પરિવારને કઈ અગવડ પડતી હશે?
ઉત્તર:
કરશનભાઈના પરિવારને શહેરમાં રહેવાની અગવડ પડતી હશે.
પ્રશ્ન 3.
તમે બીજા કોઈ શહેર કે ગામમાં જાવ તો રોજગારી મેળવવા શું કરશો?
ઉત્તરઃ
હું બીજા કોઈ શહેર કે ગામમાં જાઉં તો રોજગારી મેળવવા માટે મારી શૈક્ષણિક લાયકાત મુજબ નોકરી શોધી કાઢીશ તેમજ રહેવા-જમવાની સગવડ ઊભી કરીશ.
પ્રશ્ન 4.
ગામડેથી શહેરમાં આવેલ કોઈ વ્યવસાયકાર અંગે ચર્ચા કરો.
ઉત્તર:
ગામડેથી શહેરમાં આવેલા શંકરભાઈ શ્રીમાળીની અમારી સોસાયટીથી થોડા અંતરે આવેલા બજારમાં કરિયાણાની મોટી દુકાન છે. તેઓ સવારના 8 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી દુકાન ચલાવે છે. તેમની પાસે બે કર્મચારીઓ પણ છે. શંકરભાઈ રોજ દુકાન બંધ કરતાં પહેલાં પોતાના કામનું આયોજન કરે છે. બીજા દિવસે ફોન કરીને જથ્થાબંધ માલના બજારમાંથી માલસામાન મંગાવી લે છે. કેટલીક ચીજવસ્તુઓના સેલ્સમૅનો દુકાન પર આવે છે ત્યારે તેમને પણ તેઓ જોઈતા માલનો ઑર્ડર લખાવે છે. આ રીતે શંકરભાઈ કરિયાણાની વસ્તુઓ વેચવાનો વ્યવસાય કરીને સારી કમાણી કરે છે.
યાદ કરો અને લખો:
આપણી આસપાસ અનેક લોકો વિવિધ કામ સાથે જોડાયેલ હોય છે. આ કામના આધારે તેઓ રોજગારી મેળવે છે. તમે પણ આ માટે વિવિધ રીતે રોજગારી મેળવનાર અંગે અને તેમની સાથે જોડાયેલા અન્ય વિગતો તૈયાર કરોઃ
પ્રવૃત્તિઓ:
1. તમારા ગામમાં કે શહેરની નજીકના ગામમાં ખેડૂતો કયા કયા પાક પકવે છે તેની યાદી બનાવો.
2. તમારા ગામમાં ખેતીકામ કરતા મજૂરોના દૈનિક જીવનની માહિતી મેળવી અહેવાલ તૈયાર કરો.
૩. તમારા ગામમાં બિનખેતીવિષયક કયાં કયાં કામો થાય છે તેની યાદી બનાવો.
4. તમારા વિષયશિક્ષક પાસેથી માછીમાર લોકોનાં જીવન વિશે જાણો.
5. ગ્રામીણ વિસ્તારોમાં લોકો કઈ કઈ રીતે આજીવિકા પ્રાપ્ત કરે છે તેની વર્ગખંડમાં ચર્ચા કરો.
6. તમારા શહેરના મુખ્ય રસ્તાઓની બંને બાજુએ ફૂટપાથ પર આજીવિકા માટે લોકો કઈ કઈ પ્રવૃત્તિઓ કરે છે તેની યાદી બનાવો.
7. ગામડામાંથી શહેરમાં રોજગારી માટે આવેલ એક કારીગરની મુલાકાત લઈ તેણે શોધેલા નવા રોજગાર વિશેની માહિતી મેળવો.
8. તમારા ગામ કે શહેરના બહારના વિસ્તારમાં આવેલી કોઈ ફેક્ટરીની મુલાકાત લો. એ ફેક્ટરીમાં કામ કરતા કામદારોની સ્થિતિ તેમજ ફેક્ટરીના ઉત્પાદન અંગેનો એક અહેવાલ તૈયાર કરો.
HOTs પ્રણોત્તર
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે આપેલ માં લખોઃ
પ્રશ્ન 1.
રાણપુર ગામમાં શાની વાડીઓ છે?
A. નારિયેળની
B. દાડમની
C. ચીકુની
D. જામફળની
ઉત્તર:
B. દાડમની
પ્રશ્ન 2.
મધુબા મોઘજીભાઈના ખેતરમાં કર્યું કામ કરતાં નથી?
A. વાવણી
B. નિંદામણ
C. કાપણી
D. રોપણી
ઉત્તર:
D. રોપણી
પ્રશ્ન 3.
સંચારડા ગામના માછીમારો ચોમાસાના ચાર મહિનાઓ દરમિયાન શા માટે દરિયામાં જતા નથી?
A. એ સમય દરમિયાન દરિયામાં મોટી ભરતીઓ આવે છે.
B. એ સમય દરમિયાન દરિયામાં માછલીઓ હોતી નથી.
C. એ સમય દરમિયાન દરિયો ખેડવો જોખમકારક હોય છે.
D. એ સમય દરમિયાન દરિયો શાંત હોય છે.
ઉત્તર:
C. એ સમય દરમિયાન દરિયો ખેડવો જોખમકારક હોય છે.
પ્રશ્ન 4.
સંચારડા ગામના માછીમારોને કયા કારણે આર્થિક નુકસાન થયું હતું?
A. અતિવૃષ્ટિના કારણે
B. સુનામીના કારણે
C. હોડીઓ ડૂબી જવાના કારણે
D. ભૂકંપના કારણે
ઉત્તર:
B. સુનામીના કારણે
પ્રશ્ન 5.
કરશનભાઈ પોતાના ગામમાં કયું કામ કરતા હતા?
A. સુથારીકામ
B. કડિયાકામ
C. દરજીકામ
D. ખેતીકામ
ઉત્તર:
A. સુથારીકામ
પ્રશ્ન 6.
શહેરના રસ્તાની બંને બાજુએ ફૂટપાથ પર કામધંધો કરતા લોકોના કામનું આયોજન કોણ કરે છે?
A. મ્યુનિસિપલ કૉર્પોરેશન
B. સામાજિક સંસ્થાઓ
C. લોકો જાતે
D. સરકાર
ઉત્તર:
C. લોકો જાતે
પ્રશ્ન 7.
શહેરમાં જે જગ્યાએ મજૂરો કામ કરવા એકઠા થાય છે તે જગ્યા કયા નામે ઓળખાય છે?
A. કડિયાનાકા
B. મજૂરનાકા
C. મજૂર ચોક
D. ચાર રસ્તા
ઉત્તર:
A. કડિયાનાકા
પ્રશ્ન 8.
વરસાદના આધારે થતા પાકની ખેતરમાં ખેડ અને રોપણી કયા સમયે થતી હશે?
A. જૂન – જુલાઈમાં
B. ઑક્ટોબર – નવેમ્બરમાં
C. ડિસેમ્બર – જાન્યુઆરીમાં
D. માર્ચ – એપ્રિલમાં
ઉત્તર:
A. જૂન – જુલાઈમાં
પ્રશ્ન 9.
દરિયાકિનારે માછીમારનો વ્યવસાય કરતા લોકો માટે નીચેનામાંથી કઈ બાબત ખોટી છે?
A. વર્ષમાં આઠ માસ જેટલો સમય માછીમારી કરી શકાય છે.
B. આ વ્યવસાય જોખમી છે.
C. દરિયાઈ પ્રદૂષણ વધવાથી માછલીઓ માટે દરિયામાં દૂર સુધી જવું પડે છે.
D. આ વ્યવસાયમાં બારેમાસ આવક મળે છે.
ઉત્તર:
D. આ વ્યવસાયમાં બારેમાસ આવક મળે છે.
પ્રશ્ન 10.
ગામડાના લોકો માટે સૌથી મહત્ત્વનું જીવનનિર્વાહનું સાધન કયું છે?
A. સરકારી નોકરી
B. ખેતી
C. ઉદ્યોગો
D. આપેલ તમામ
ઉત્તર:
B. ખેતી
નીચેના પ્રશ્નોના ઉત્તર લખોઃ
પ્રશ્ન 1.
તમારા ગામ / શહેરનો ઇતિહાસ જાણવા તમે કયા કયા છે ઈતિહાસના સ્ત્રોતનો ઉપયોગ કરશો?
ઉત્તરઃ
મારા ગામ / શહેરનો ઈતિહાસ જાણવા હું ઈતિહાસના છે આ સ્ત્રોતોનો ઉપયોગ કરીશ : અભિલેખો, સિક્કા, જૂની ઇમારતો, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂનાઓ, પ્રાણીઓનાં હાડકાં, પ્રવાસવર્ણનો વગેરે.
પ્રશ્ન 2.
પ્રાચીન ભારતનાં મહત્ત્વનાં પુરાતન સ્થળો વિશે જણાવો.
ઉત્તરઃ
પ્રાચીન ભારતનાં મહત્ત્વનાં પુરાતન સ્થળોમાં મેહરગઢ, ઇનામગામ, બુર્જહોમ, ગુઢ્ઢાલ, હુસ્મી, લાંઘણજ, ભીમબેટકા, કુન્લ, હલુર, પેધ્યમપલ્લી, ચિરાંદ વગેરેનો સમાવેશ થાય છે.
પ્રશ્ન 3.
સિંધુખીણ સભ્યતાને આપણે હડપ્પીય સભ્યતા તરીકે કેમ ઓળખીએ છીએ?
ઉત્તરઃ
ઈ. સ. 1921માં સિંધુખીણ સભ્યતાના અવશેષો સૌપ્રથમ પંજાબમાં મોન્ટેગોમરી જિલ્લામાં આવેલા હડપ્પામાંથી મળ્યા હતા. તેથી સિંધુખીણ સભ્યતાને આપણે હડપ્પીય સભ્યતા તરીકે ઓળખીએ છીએ.
પ્રશ્ન 4.
ગણરાજ્ય શાસનવ્યવસ્થાનું પ્રમુખ લક્ષણ જણાવો.
ઉત્તરઃ
ગણરાજ્યના રાજ્યવહીવટનું સંચાલન સભા દ્વારા થતું. : ગણરાજ્યમાં રાજની બધી સત્તા સભ્યો પાસે રહેતી. સંથાગારમાં સભ્યો બેસતા. તેઓ બધાં કામકાજ બહુમત કે સર્વાનુમતે પસાર – કરતા. ગણરાજ્ય શાસનવ્યવસ્થાનું આ પ્રમુખ લક્ષણ હતું.
પ્રશ્ન 5.
ક્યા ત્રણ મહાનુભાવોએ અહિંસાનો ઉપદેશ આપ્યો હતો?
ઉત્તર:
ગૌતમ બુદ્ધ, મહાવીર સ્વામી અને સમ્રાટ અશોક આ – ત્રણ મહાનુભાવોએ અહિંસાનો ઉપદેશ આપ્યો હતો.
પ્રશ્ન 6.
નાલંદા વિદ્યાપીઠની શરૂઆત કોના સમયમાં થઈ હતી?
ઉત્તરઃ
નાલંદા વિદ્યાપીઠની શરૂઆત ગુપ્ત વંશના રાજા કુમારગુપ્ત પહેલાના સમયમાં થઈ હતી.
પ્રશ્ન 7.
અયનવૃત્તો કોને કહેવાય?
ઉત્તરઃ
કર્કવૃત્ત અને મકરવૃત્તને અયનવૃત્તો’ કહેવામાં આવે છે. ‘અયન એટલે વિષુવવૃત્તની ઉત્તરે કર્કવૃત્ત સુધી તેમજ દક્ષિણે મકરવૃત્ત સુધી દેખાતી સૂર્યની ગતિ. સૂર્યની આ ગતિને છ માસ જેટલો સમય લાગે છે.
પ્રશ્ન 8.
તમે સરકારનાં કયાં કયાં અંગો વિશે જાણો છો?
ઉતરઃ
હું સરકારનાં આ અંગો વિશે જાણું છું
પ્રશ્ન 9.
તમારા ગામ / શહેરની ઉત્તર દિશામાં આવેલા ગામ ) શહેરનું નામ જણાવો.
નોંધઃ આ પ્રશ્નના ઉત્તરમાં વિદ્યાર્થીએ પોતાના ગામ કે શહેરની ઉત્તર દિશામાં આવેલા ગામ કે શહેરનું નામ લખવું.
પ્રશ્ન 10.
કલેક્ટર પાસે બીજી કઈ કઈ સત્તાઓ હોય છે?
ઉત્તરઃ
કલેક્ટર પાસે બીજી સત્તાઓ આ પ્રમાણેની છે :
- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાર યાદીઓ તૈયાર છે કરાવવી તેમજ ચૂંટણીઓ યોજવી.
- વિવિધ પ્રકારના દાખલા અને પ્રમાણપત્રો આપવાં.
- મધ્યાહ્ન ભોજન યોજનાનું સંચાલન અને નિયંત્રણ કરવું.
- કુદરતી આપત્તિઓ સમયે રાહત અને બચાવની કામગીરી કરવી. આ પ્રકારનાં કાર્યો કરવાની સત્તાઓ હોય છે.