GSEB Class 6 Science Notes Chapter 7 વનસ્પતિની જાણકારી મેળવીએ

This GSEB Class 6 Science Notes Chapter 7 વનસ્પતિની જાણકારી મેળવીએ covers all the important topics and concepts as mentioned in the chapter.

વનસ્પતિની જાણકારી મેળવીએ Class 6 GSEB Notes

→ વનસ્પતિને સામાન્ય રીતે તેનાં કદ, પ્રકાંડ અને શાખાઓનાં આધારે છોડ (Herb), સુપ (Shrub) અને વૃક્ષ (Tree) જેવાં જૂથમાં મૂકવામાં આવે છે.

→ નબળા પ્રકાંડવાળી વનસ્પતિ આસપાસની કોઈ વસ્તુનો આધાર તરીકે ઉપયોગ કરી ઉપર ચડે છે તેને વેલા (Cimber) કહે છે. કેટલાક વેલા જમીન પર પથરાય છે તેને ભૂપ્રસારી (Creeper) કહે છે.

→ વનસ્પતિના મુખ્ય ભાગો મૂળ (Root), પ્રકાંડ (Stem), પર્ણ (Leaf), પુષ્પ (Flower) અને ફળ (Fruit) છે.

GSEB Class 6 Science Notes Chapter 7 વનસ્પતિની જાણકારી મેળવીએ

→ મૂળ તે વનસ્પતિનો જમીનની અંદર રહેતો ભાગ છે. મૂળનું કાર્યઃ

  • તે વનસ્પતિને જમીનમાં સ્થાપિત કરે છે.
  • વળી તે જમીનમાંથી પાણી અને ખનીજ ક્ષારોનું શોષણ કરે છે.

→ મૂળના પ્રકારઃ મૂળના બે પ્રકાર છેઃ

  • સોટીમૂળ (Tap root)
  • તંતુમૂળ (Fibrous root)

→ પ્રકાંડઃ તે વનસ્પતિનો જમીનની બહાર રહેતો ભાગ છે.

→ પ્રકાંડ પર્ણ, પુષ્પ અને ફળ ધરાવે છે. પ્રકાંડનું કાર્યઃ

  • તે મૂળે ચૂસેલા પાણી અને ખનીજ ક્ષારોનું વહન કરે છે અને તેમને વનસ્પતિના ભાગો સુધી પહોંચાડે છે.
  • તે વનસ્પતિને ટ્ટાર ઊભી રાખે છે અને આધાર આપે છે.

→ પર્ણ પણે પ્રકાંડ કે પ્રકાંડની શાખાઓ સાથે જોડાયેલાં છે. પર્ણનું કાર્ય તે શ્વસન, પ્રકાશસંશ્લેષણ અને બાષ્પોત્સર્જન કરે છે. પર્ણના ભાગોઃ

  • પર્ણદંડ (Petiole)
  • પર્ણપત્ર (Lamina) પર્ણની મધ્યમાં જાડી શિરા દેખાય છે તેને મધ્યશિરા અને તે સિવાય દેખાતી રેખાઓને શિરા કહે છે.

→ પર્ણમાં શિરાઓની ગોઠવણી(ભાત)ને શિરાવિન્યાસ કહે છે.

→ પર્ણમાં શિરાવિન્યાસ બે પ્રકારના જોવા મળે છે:

  • સમાંતર શિરાવિન્યાસ
  • જાલાકાર શિરાવિન્યાસ ઘાસ અને કેળના પર્ણમાં સમાંતર શિરાવિન્યાસ હોય છે. વડ, આંબો અને લીમડો જેવા વૃક્ષના પર્ણમાં જાલાકાર શિરાવિન્યાસ હોય છે.

→ સામાન્ય રીતે તંતુમૂળ ધરાવતી વનસ્પતિના પર્ણમાં સમાંતર શિરાવિન્યાસ અને સોટીમૂળ ધરાવતી વનસ્પતિનાં પર્ણમાં જાલાકાર શિરાવિન્યાસ હોય છે.

→ કેટલીક વનસ્પતિના મૂળ, પ્રકાંડ કે પર્ણમાં ખોરાકનો સંગ્રહ થાય છે. આવાં મૂળ, પ્રકાંડ કે પર્ણ માંસલ બને છે.

→ ખોરાકનો સંગ્રહ કરતાં મૂળઃ ગાજર, મૂળો, શક્કરિયું, રતાળું, બીટ વગેરે. ખોરાકનો સંગ્રહ કરતાં પ્રકાંડ બટાટા, સૂરણ, આદું, હળદર વગેરે. ખોરાકનો સંગ્રહ કરતાં પર્ણ ડુંગળી, લસણ, કોબીજ વગેરે.

→ પુષ્પઃ તે વનસ્પતિનો સુંદર, રંગીન, સુગંધીદાર અને આકર્ષક ભાગ છે. પુષ્પ એ વનસ્પતિનું પ્રજનન અંગ છે.

GSEB Class 6 Science Notes Chapter 7 વનસ્પતિની જાણકારી મેળવીએ

→ પુષ્પના ભાગો

  • વજપત્ર (Sepal)
  • દલપત્ર (Petal) (ફૂલમણિ કે પુષ્પમણિ)
  • પુંકેસર (Stamen)
  • સ્ત્રીકેસર (Hstil)

→ વજપત્રઃ તે પુષ્પનો લીલા રંગની પાંદડી જેવો ભાગ છે. તે પુષ્યનું કળી અવસ્થામાં રક્ષણ કરે છે.

→ દલપત્રઃ તે પુષ્પનો રંગીન અને સુગંધીદાર ભાગ છે. તે કીટકોને આકર્ષવાનું કાર્ય કરે છે.

→ પુંકેસર તે પુષ્યનું નર અંગ છે.
પુંકેસરના બે મુખ્ય ભાગ છેઃ

  • પરાગાશય
  • તંતુ

→ સ્ત્રીકેસરઃ તે પુષ્યનું માદા અંગ છે.
સ્ત્રીકેસરના મુખ્ય ત્રણ ભાગ છેઃ

  • પરાગાસન
  • પરાગવાહિની
  • બીજાશય

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *