GSEB Class 6 Science Notes Chapter 4 વસ્તુઓના જૂથ બનાવવાં

   

This GSEB Class 6 Science Notes Chapter 4 વસ્તુઓના જૂથ બનાવવાં covers all the important topics and concepts as mentioned in the chapter.

વસ્તુઓના જૂથ બનાવવાં Class 6 GSEB Notes

→ આપણી આજુબાજુના પદાર્થો અને વસ્તુઓમાં વિવિધતા જોવા મળે છે.

→ પદાર્થ : કોઈ વસ્તુ જેની બનેલી હોય તેને પદાર્થ કહેવાય.

→ ખુરશી એ વસ્તુ છે અને તેમાં વપરાયેલ લાકડું પદાર્થ છે.

→ કોઈ એક પદાર્થમાંથી ઘણી વસ્તુઓ બની શકે છે, તેમજ કોઈ એક વસ્તુ જુદા જુદા પદાર્થોમાંથી પણ બની શકે છે.

→ પદાર્થોને કે વસ્તુઓને આકાર, રંગ, દેખાવ કે અન્ય ગુણોની સમાનતા કે ભિન્નતાના આધારે જૂથોમાં વહેંચણી કરવામાં આવે છે.

→ વસ્તુઓને જૂથોમાં વહેંચણી કરવા માટે ઘણી બધી રીતો છે. દા. ત., વસ્તુઓ કયા પદાર્થની બનેલી છે તે ગુણધર્મ ધ્યાનમાં રાખીને કાચની વસ્તુઓ, ધાતુઓની વસ્તુઓ, પ્લાસ્ટિકની વસ્તુઓ, લાકડાની વસ્તુઓ, કાગળની વસ્તુઓ અને માટીની વસ્તુઓ એમ જૂથ બનાવી તેની વહેંચણી કરી શકાય.

GSEB Class 6 Science Notes Chapter 4 વસ્તુઓના જૂથ બનાવવાં

→ પદાર્થોના કેટલાંક ગુણધર્મો અને તેના આધારે નીચે મુજબ જૂથની રચના કરવામાં આવે છે:

  • દેખાવ દા. ત., ચળકાટવાળા પદાર્થો અને ચળકાટ વગરના પદાર્થો
  • સખતપણું: દા. ત., નરમ પદાર્થો અને કઠોર (સખત) પદાર્થો
  • દ્રાવ્યતા દા. ત., પાણીમાં દ્રાવ્ય પદાર્થો અને અદ્રાવ્ય પદાર્થો
  • પાણીમાં તરે અથવા ડૂબે દા. ત., પાણીમાં તરતા પદાર્થો અને પાણીમાં ડૂબતા પદાર્થો
  • પારદર્શકતા : દા. ત., પારદર્શક, અપારદર્શક અને પારભાસક પદાર્થો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *