GSEB Class 6 Science Notes Chapter 12 વિદ્યુત તથા પરિપથ

This GSEB Class 6 Science Notes Chapter 12 વિદ્યુત તથા પરિપથ covers all the important topics and concepts as mentioned in the chapter.

વિદ્યુત તથા પરિપથ Class 6 GSEB Notes

→ વિદ્યુત-ઊર્જા (વીજળી કે વિદ્યુત) હાલના યુગમાં ઉપયોગી ઊર્જા છે. વિજળીનો બલ્બ, ટ્યૂબલાઈટ, વિદ્યુત પંખો, રેફ્રિજરેટર, વિદ્યુત મોટર, વૉશિંગ મશીન, ટેલિફોન, રેડિયો, ટીવી જેવાં સાધનો વિદ્યુત-ઊર્જા વાપરતાં સાધનો છે.

→ વીજળી આપણને વિદ્યુતમથકમાંથી મળે છે. ત્યાં યાંત્રિક ઊર્જાનું વિદ્યુતઊર્જામાં રૂપાંતર કરવામાં આવે છે. આ ઉપરાંત આપણે પ્રકાશ માટે ટૉર્ચનો ઉપયોગ કરીએ છીએ. ટૉર્ચમાં વિદ્યુતકોષ (Electric cell) હોય છે.

→ વિદ્યુતકોષમાં સંગૃહીત રાસાયણિક પદાર્થમાંથી વીજળી ઉત્પન્ન થાય છે. વિદ્યુતકોષ રાસાયણિક ઊર્જાનું વિદ્યુત-ઊર્જામાં રૂપાંતર કરે છે. વિદ્યુતકોષ એ વિદ્યુત આપતું સાધન છે. વિદ્યુતકોષનો ઉપયોગ વિદ્યુત સ્રોત તરીકે ઘડિયાળ, રેડિયો, કેમેરા, ટૉર્ચ વગેરેમાં થાય છે.

→ વિદ્યુતકોષના એક ટર્મિનલને વાયર દ્વારા બલ્બથી લઈને વિદ્યુતકોષના બીજા ટર્મિનલ સુધી જોડાણ કરવાથી વિદ્યુત પરિપથ (Electric circuit) પૂર્ણ થાય છે. આ વખતે પરિપથમાં વિદ્યુતપ્રવાહ પસાર થાય છે.

GSEB Class 6 Science Notes Chapter 12 વિદ્યુત તથા પરિપથ

→ વિદ્યુત પરિપથમાં વિદ્યુતપ્રવાહની દિશા વિદ્યુતકોષના ધન (+) ટર્મિનલ (ધ્રુવ)થી ઋણ (-) ટર્મિનલ (ધ્રુવ) તરફ હોય છે.

→ વિદ્યુત પરિપથમાં ટૉર્ચનો બલ્બ જોડવાથી બલ્બ પ્રકાશે છે. બલ્બને જરૂર પચે ચાલુ અને બંધ કરવા પરિપથના માર્ગમાં વિદ્યુત સ્વિચ (Electric switch) પણ મૂકવામાં આવે છે.

→ વિદ્યુત પરિપથમાં બે ડ્રૉઇંગ પિન અને એક સેફ્ટી પિનનો ઉપયોગ કરી સાદી સ્વિચ બનાવી શકાય છે. તેનું કાર્ય વિદ્યુત પરિપથને જોડવાનું (ON) અને તોડવાનું (OFF) છે.

→ વિદ્યુત-સુવાહક (Conductor) : જે પદાર્થમાંથી વિદ્યુતપ્રવાહ પસાર થઈ શકે છે તેને વિદ્યુત-સુવાહક પદાર્થ કહે છે. દા. ત., લોખંડ, તાંબું, ઍલ્યુમિનિયમ જેવી ધાતુઓ.

→ વિદ્યુત-અવાહક Insulator): જે પદાર્થમાંથી વિદ્યુતપ્રવાહ પસાર થઈ ન શકે તેને વિદ્યુત-અવાહક પદાર્થ કહે છે. દા. ત, રબર, ચામડું, પ્લાસ્ટિક, ઊન, ઍબોનાઇટ વગેરે.

→ વિદ્યુત પરિપથ પૂર્ણ હોય તેને બંધ પરિપથ (Close circuit) અને પરિપથ પૂર્ણ ન હોય તેવા (અપૂર્ણ) પરિપથને ખુલ્લો પરિપથ (Open circuit) કહે છે. વિદ્યુત પરિપથમાં સ્વિચ ON કરવાથી પરિપથ પૂર્ણ થાય છે અને સ્વિચ OFF કરવાથી પરિપથ અપૂર્ણ બને છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *