GSEB Class 6 Science Notes Chapter 13 ચુંબક સાથે ગમ્મત

This GSEB Class 6 Science Notes Chapter 13 ચુંબક સાથે ગમ્મત covers all the important topics and concepts as mentioned in the chapter.

ચુંબક સાથે ગમ્મત Class 6 GSEB Notes

→ પ્રાચીન ગ્રીસના મૅગ્નેશિયા નામના પ્રાંતમાં એક ટેકરી (પહાડો પર ઘેટાંબકરાં ચરાવતા ઍગ્નિસ નામના ભરવાડને એક પથ્થર મળી આવ્યો, જે લોખંડને આકર્ષતો હતો. પાછળથી આવા ખડકને મૅગ્નેટાઇટ નામ આપવામાં આવ્યું. તે પરથી તે પથ્થર મૅગ્નેટ (Magnet – ચુંબક) નામે ઓળખાયો. આ મૅગ્નેટ કુદરતી ચુંબક છે.

→ પાછળથી લોકોએ લોખંડના ટુકડામાંથી ચુંબક બનાવવાની રીત શોધી કાઢી. આ રીતે બનેલા ચુંબકને કૃત્રિમ ચુંબક કહે છે. આજે ગજિયો ચુંબક, નાળ ચુંબક, નળાકાર ચુંબક, સોયાકાર ચુંબક જેવા આકારમાં કૃત્રિમ ચુંબક બનાવવામાં આવે છે.

→ ચુંબક લોખંડને આકર્ષે છે. આ ઉપરાંત ચુંબક કોબાલ્ટ અને નિકલ ધાતુઓને કે તેની બનેલી વસ્તુઓને આકર્ષે છે.

→ જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાય છે તેમને ચુંબકીય પદાર્થો કહેવાય. દા. ત., લોખંડ, કોબાલ્ટ, નિકલ. જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાતા નથી તેમને બિનચુંબકીય પદાર્થો કહેવાય. દા. ત., પ્લાસ્ટિક, પિત્તળ, ચાંદી, સોનું, તાંબું વગેરે.

→ ચુંબકીય ધ્રુવો (Poles of Magnet 24991 Magnetic Poles) : ચુંબકના બંને છેડા પર ચુંબકીય શક્તિ વધુ હોય છે. ચુંબકના આ છેડાના ભાગને ચુંબકીય ધ્રુવો કહે છે.

GSEB Class 6 Science Notes Chapter 13 ચુંબક સાથે ગમ્મત

→ ચુંબકીય ધ્રુવો હોય છે.

  • ઉત્તર ધ્રુવ (N) અને
  • દક્ષિણ ધ્રુવ (S). [North Pole – ઉત્તર ધ્રુવ; South Pole –દક્ષિણ ધ્રુવ

→ ચુંબકને મુક્ત રીતે કરી શકે તેમ લટકાવતાં તેનો ઉત્તર ધ્રુવ ઉત્તર દિશામાં અને દક્ષિણ ધ્રુવ દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. ચુંબકના આ સિદ્ધાંત પર હોકાયંત્ર કાર્ય કરે છે.

→ હોકાયંત્રનો ઉપયોગ અજાણ્યા સ્થળે દિશા જાણવા માટે થાય છે. હોકાયંત્રમાં ચુંબકીય સોય વપરાય છે.

→ બે ગજિયા ચુંબકના અસમાન ધ્રુવો એકબીજાને આકર્ષે છે અને સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે. ચુંબકને ગરમ કરવાથી, ટીપવાથી, વારંવાર પછાડવાથી કે તેના બે સમાન ધ્રુવો લાંબા સમય સુધી પાસપાસે રાખવાથી તેનું ચુંબકત્વ નાશ પામે છે.

→ ચુંબકનું ચુંબકત્વ જાળવી રાખવા માટે બે ગજિયા ચુંબકના વિરુદ્ધ ધ્રુવો સાથે રહે તેમ તેને જોડીમાં રાખવામાં આવે છે અને લાકડાના ટુકડાથી છૂટા પાડી અને બંને છેડે નરમ લોખંડની પટ્ટીઓ મૂકીને રાખવામાં આવે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *