GSEB Class 12 Gujarati Vyakaran વિભક્તિ પ્રત્યયો, અનુગો અને નામયોગીઓ

Gujarat Board GSEB Std 12 Gujarati Textbook Solutions Std 12 Gujarati Vyakaran Vibhakti Pratyay Anugya Ane Namyogi વિભક્તિ પ્રત્યયો, અનુગો અને નામયોગીઓ Questions and Answers, Notes Pdf.

GSEB Std 12 Gujarati Vyakaran Vibhakti Pratyay Anugya Ane Namyogi

Std 12 Gujarati Vyakaran Vibhakti Pratyay Anugya Ane Namyogi Questions and Answers

વિભક્તિ પ્રત્યયો, અનુગો અને નામયોગીઓ સ્વાધ્યાય

પ્રશ્ન 1.
નીચેનાં વાક્યોમાં યોગ્ય પ્રત્યય મૂકી વાક્ય પૂરું કરી ફરીથી લખો.

(1) ક્રીટો વહેલી સવાર જેલ દાખલ થયો.
ઉત્તરઃ
ક્રીટો વહેલી સવારે જેલમાં દાખલ થયો.

GSEB Class 12 Gujarati Vyakaran વિભક્તિ પ્રત્યયો, અનુગો અને નામયોગીઓ

(2) તે કાળ એથેન્સ ઝેર આપી મોત સજા કરવા આવતી.
ઉત્તરઃ
તે કાળે એથેન્સમાં ઝેર આપીને મોતની સજા કરવામાં આવતી.

(3) રોજ સવાર પહોર એ બહાર નીકળી પડતો.
ઉત્તરઃ
રોજ સવારના પહોરમાં એ બહાર નીકળી પડતો.

(4) આવા મોટા કુળ સ્ત્રીઓ આવું કામ શી રીતે અપાય ?
ઉત્તરઃ
આવા મોટા કુળની સ્ત્રીઓને આવું કામ શી રીતે અપાય?

(5) મારો ધંધો ધીરધાર નથી, જમાડવા છે.
ઉત્તરઃ
મારો ધંધો ધીરધારનો નથી, જમાડવાનો છે.

(6) એ વીશી માલિક સૌરાષ્ટ્ર તરફ ગુજરાતી હતો.
ઉત્તર :
એ વીશીનો માલિક સૌરાષ્ટ્ર તરફનો ગુજરાતી હતો.

GSEB Class 12 Gujarati Vyakaran વિભક્તિ પ્રત્યયો, અનુગો અને નામયોગીઓ

(7) આખી આ જિંદગી બે ખાટલા વેંત ના કર્યો તમે?
ઉત્તરઃ
આખી આ જિંદગીમાં બે ખાટલાનો વેંત ના કર્યો તમે?

પ્રશ્ન 2.
તમારા પાઠ્યપુસ્તકની કૃતિઓમાંથી જે વાક્યમાં ઓછા ઓછા બે પ્રત્યયો વપરાયા હોય તેવાં દશ વાક્યોની યાદી બનાવો.
ઉત્તરઃ

 • માલણની ઝૂંપડી અને વાડીના કોટ વચ્ચે ખાલી જગા હતી.
 • મને મારા વિચારો જણાવવામાં વ્યાકરણની જરૂર નથી જણાઈ.
 • દીવાને અજવાળે પ્રભાશંકરે આંખ ઠેરવીને, સોયમાં દોરો પરોવવાનો પ્રયત્ન કર્યો.
 • વેનિસમાં એક સ્થળેથી બીજે સ્થળે જવા જળમાર્ગ છે.
 • હોટેલમાલિકે પાસપોર્ટ લઈ ટેબલના ખાનામાં મૂકી દીધો.
 • વીસ વર્ષના કાચા જુવાનને વળાવીયે આવેલો જોઈ દલભાઈ અને વજેસંગ મૂછમાં હસ્યા.
 • જોગેશ્વરીની આ કૉલોનીની આસપાસ જંગલ હોવાથી સાપનો અને થોડો ઘણો ચોરનો ઉપદ્રવ રહેતો.
 • સૂર પ્રત્યેનું મારું ખેંચાણ ઠેઠ બાળપણથી જ રહ્યું છે.
 • સત્યને ખાતર મોતને વરનાર તે સત્યવીર સૉક્રેટિસ આજે દુનિયાભરમાં અમર થઈ ગયો.
 • ગામમાં આવ્યા પછી થોડાક દિવસ એ એના વિચારવ્યવહારથી પરિચિત થયા.

GSEB Class 12 Gujarati Vyakaran વિભક્તિ પ્રત્યયો, અનુગો અને નામયોગીઓ

પ્રશ્ન 3.
પાઠ્યપુસ્તકમાંથી અથવા મૌલિક રીતે નામયોગીઓના ઉપયોગ વડે બનેલાં વાક્યો લખો.
ઉત્તરઃ

 1. ફક્ત બારીના કાચ પર તેની ચાંચોનો અવાજ 3 ઉમટવા લાગ્યો.
 2. મહેનતની કમાઈ દ્વારા કમાયેલો એક ડૉલર મફતમાં મળેલા પાંચ ડૉલર કરતાં વધારે મહત્ત્વનો છે.
 3. દવાને લીધે રામુની આંખમાં ઘેન હતું.
 4. બાએ કબાટમાંથી કપડાં કાઢ્યા.
 5. વાસણ સાફ કરી રસોડાના પ્લેટફોર્મ પર ગોઠવ્યા.
 6. મંદિર કિનારાના એક ઊંચા ટેકરા પર આવેલું છે.
 7. કચેરીના કામ ખાતર વિરાટ આવ્યો હતો.
 8. મારી આળસને કારણે જ મારે ભોગવવું પડ્યું.
 9. તેને જીવન પર્યત સત્યનો આશરો લીધો.
 10. તું ઘરમાંથી રમકડાં લઈ આવ.
 11. જીવનની ખૂબીને કારણે જ મહાન બની શકાય.
 12. ટ્રસ્ટ તરફથી બાળકોને સહાય આપવામાં આવી.
 13. મે સાથીઓ આગળ મુક્ત થવાની માગણી કરી.
 14. સ્વાશ્રયનું જીવનમાં આગવું સ્થાન છે એ મા પાસેથી શીખવા મળ્યું.
 15. તેના મુખ ઉપર સંતોષ દેખાતો હતો. GSEB Class 12 Gujarati Vyakaran વિભક્તિ પ્રત્યયો, અનુગો અને નામયોગીઓ
 16. તમે આંગડિયા મારફત એ ભેટ મોકલી દેજો.
 17. દેશભક્ત દેશ માટે પ્રાણ આપે છે.
 18. વડની ઘટા નીચે ધર્મશિક્ષણનો વર્ગ ચાલતો.
 19. શ્યામ રંગ સમીપે કદી ન જવું.
 20. હું તો રેટિયાં કાજે જેટલા નાચ નચાવો તેટલા નાચવાને તૈયાર છું.

4. અનુગ અને નામયોગી વાક્યમાંથી દૂર કરી, “વાંચો’ – જેવી પ્રવૃત્તિ વિદ્યાર્થીઓ દ્વારા કરાવવી.

નોંધઃ વાક્યરચનામાં અનુગ અને નામયોગીનું સ્થાન મહત્ત્વનું છે તે સમજાવો. લેખનમાં અનુગ પદ સાથે જોડાઈને તેમજ નામયોગીપદથી અલગ લખાય છે તેની સમજ આપો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *