GSEB Class 12 Gujarati Lekhan Kaushalya વિચારવિસ્તાર

Gujarat Board GSEB Std 12 Gujarati Textbook Solutions Std 12 Gujarati Lekhan Kaushalya Vichar Vistar વિચારવિસ્તાર Questions and Answers, Notes Pdf.

GSEB Std 12 Gujarati Lekhan Kaushalya Vichar Vistar

Std 12 Gujarati Lekhan Kaushalya Vichar Vistar Questions and Answers

નીચેની પંક્તિઓનો આશરે 100 શબ્દોમાં વિચારવિસ્તાર કરો:

પ્રશ્ન 1.
ચહું થાવા હું યે મધુર ખીલતું પુષ્પ નવલું
પરંતુ ના ઈચ્છા જીવન જીવવા તાડ તરુનું
ઉત્તરઃ
આ પંક્તિમાં કવિએ જીવનસાર્થક્યનો મહિમા સમજાવ્યો છે. ભલે જીવન ટૂંકું હોય પણ લોકોપયોગી અને પરમાર્થે જીવવું જોઈએ.

તાડનું ઝાડ ખૂબ ઊંચું હોય છે અને તે સેંકડો વર્ષ ટકી રહે છે. પરંતુ તે છાંયડો આપી બીજાની સેવા કરી શકતું નથી. તેથી તેનું જીવન નિરર્થક છે. તાડનું બનવા કરતાં તો હું નાનું ખીલતું પુષ્પ થાઉં તોયે બસ છે. ફૂલનું આયુષ્ય ઘણું ઓછું હોય છે. પુષ્પ થોડો સમય જ છોડ પર રહે છે. પછી તે મુરઝાયને નીચે ખરી પડે છે. તે અલ્પ આયુષ્યમાં પણ આસપાસના વાતાવરણને સુગંધિત કરે છે. લોકોને પ્રસન્નતા આપે છે. ભલે તે થોડા જ સમયમાં ખરી પડે છે. પણ જેટલું જીવન મળ્યું છે એમાં જ જીવનની સાર્થકતા છે, એવો જીવનલક્ષી બોધ આપી જાય છે.

આ દ્વારા કવિ એ સમજાવવા માગે છે કે મનુષ્ય પણ પોતાના જીવનને સાર્થક બનાવવા પરોપકારી અને લોકોપયોગી બનવું જોઈએ. મનુષ્ય કેટલું જીવે છે. એના કરતાં કેવું જીવે છે એ મહત્ત્વનું છે.

GSEB Class 12 Gujarati Lekhan Kaushalya વિચારવિસ્તાર

પ્રશ્ન 2.
સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી,
ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી.
ઉત્તર :
પ્રસ્તુત પંક્તિ પ્રારબ્ધવાદીઓને ચેતવણી આપે છે. સાથે ? સાથે પરિશ્રમ જ પારસમણિ છે એ જીવનમૂલ્યને સચોટ રીતે સમજાવી જાય છે.

જિંદગીના રહસ્યને હસ્તરેખામાંથી ઉકેલીને ઉન્નતિ અને સિદ્ધિને નસીબ દ્વારા જ ઝંખતા આળસુઓને કવિ ઉદ્યમનો મહિમા સમજાવે છે. ઉદ્યમ એ સફળતાની ચાવી છે. નસીબ તો ઘેલું છે તેના પર ભરોસો છે રાખી શકાય. નસીબમાં લખાયેલી સિદ્ધિને સાકાર કરવા પરિશ્રમ તો કરવો જ પડે. ન હિ સિધ્ધતિ શાળ મનોરથ: માત્ર ઇચ્છાઓ કરવાથી કાર્યની સફળતા નથી થતી. જેમ સૂતેલા સિંહના મોઢામાં હરણા આપોઆપ આવતા નથી એ માટે જંગલના રાજાને પણ શિકાર કરવાનો પરિશ્રમ કરવો પડે છે. કોઈ ઈમારતનો નકશો એટલે કે માત્ર એની ડિઝાઇન જ હોય છે. ચણાયેલી ઇમારત તો મહેનતનું સુફળ જ : હોય છે. હસ્તરેખા ગમે તેટલી બળવાન હોય પણ તેને સાકાર કરવા મહેનત તો કરવી જ પડે. નસીબ તેને જ સાથ આપે છે જે પરિશ્રમ : કરે. સાચે જ ‘સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય’.

પ્રશ્ન 3.
મોટપ મોટા નર તણી, આપોઆપ કળાય,
હાથીને ભલી ઘંટડી, ઢોલ કદી નવ સહાય.
ઉત્તર :
કલાત્મક રીતે નિરૂપી છે. મહાન વ્યક્તિને કદી પોતાની મહાનતા વિશે : ગર્વ હોતો નથી.

સજ્જન માણસ વૃક્ષ જેવા હોય છે. તેઓ દરેક કાર્ય પરોપકારાર્થે કરે છે. પણ કદી તેની જાહેરાત કરતાં નથી. મહાન માણસની મહાનતા : આપોઆપ દેખાઈ આવે છે. તેઓ કદી પોતાની મહાનતાનો ઢંઢેરો પિટાવતા નથી. કવિ હાથીનું દષ્ટાંત આપતા કહે છે કે, વિશાળકાય હાથીને નાનકડી ઘંટડી બાંધવાથી પણ તેની મહત્તા આપોઆપ દેખાઈ આવે છે. કંઈ હાથીને ગળે ઢોલ બંધાતો નથી.

એ જ રીતે મોટી મોટી જાહેરાતો કરીને, ભાષણો કરીને મહાપુરુષોને પરિચય આપવો પડતો નથી પણ આ મહાન વિભૂતિઓ તો તેના કાર્યોથી, ઉચ્ચ વિચારોથી અને તેના આદર્શોથી પરખાય છે. તેની મહત્તા પુષ્પ કે ધૂપસળીની પેઠે આપોઆપ સર્વત્ર પ્રસરે છે. આપણાં મહાન પુરુષો મહાત્મા ગાંધી, સરદાર – પટેલ વગેરેનું વ્યક્તિત્વ તેના મહાન કાર્યો દ્વારા ઝળહળી ઊઠ્યું હતું.

GSEB Class 12 Gujarati Lekhan Kaushalya વિચારવિસ્તાર

પ્રશ્ન 4.
ઊંચીનીચી ફર્યા કરે, જીવનની ઘટમાળ;
ભરતી તેની ઓટ છે, ઓટ પછી જુવાળ.
ઉત્તરઃ
માનવજીવનમાં સુખદુઃખ એક સિક્કાની બે બાજુ છે. માનવીનું જીવન ગતિશીલ ચક્ર જેવું છે.

જીવનરૂપી સાગરમાં ક્યારેક સુખસમૃદ્ધિની ભરતી આવે છે, તો વળી ક્યારેક આપત્તિઓની ઓટ આવે છે. કોઈ દિન ઈદ હોય તો કોઈ દિન રોજા. જીવનરૂપી આકાશમાં કોઈ દિન સુખની પૂનમ ઊગે છે અને વૈભવનો પ્રકાશ ફેલાય છે તો કોઈ દિન દુઃખની અમાસ પણ આવે છે.

માનવજીવન ઉદય અને અસ્તના ચક્રની જેમ, જન્મ અને મૃત્યુની ઘટમાળની જેમ, વસંત અને પાનખરની જેમ સુખ અને દુઃખની વચ્ચેથી પસાર થતું રહે છે. માનવીને સુખ કરતાં દુ:ખનો અનુભવ વધારે થતો હોય છે. ગુલાબ છે તો કાંટા પણ છે. એક આંખમાં આનંદ તો બીજી આંખમાં આંસુ ! કોઈ પણ વ્યક્તિને સંપૂર્ણ સુખ મળતું નથી.

આમ, છતાં; મનુષ્ય દુઃખમાં ડૂબી ન જવું અને સુખમાં છકી ન જવું, મર્દાનગીથી કપરી પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ.

પ્રશ્ન 5.
ઊગે કમળ પંકમાં, તદપિ દેવશિરે ચડે;
નહિ કુળથી કિન્તુ મૂલ્ય મૂલવાય ગુણો વડે.
ઉત્તર :
આ મુક્તકમાં જગત માનવીના કુળને નહિ પરંતુ ગુણોને પૂજે છે એ ખૂબીપૂર્વક સમજાવ્યું છે.

આ માટે કવિ કાદવમાં ખીલતા કમળનું ઉદાહરણ આપે છે. – પંકજ એટલે કમળ. કમળ કાદવમાં ખીલે છે છતાં તેની સુવાસને કારણે ભગવાનના મસ્તક પર ચડાવાય છે.

કર્ણના શબ્દોમાં કહીએ તો “હીન જન્મ નહિ હીન માનવ, હીન કર્મે કરી હીન માનવ.” માનવ માટે પણ આમ જ કહી શકાય. કોઈ પણ માનવીનું મૂલ્યાંકન તેના કર્મ પ્રમાણે થવું જોઈએ. તેના ખાનદાન કે કુળ ન જોવું જોઈએ. ભલે ઉચ્ચ કુળમાં જન્મ્યો હોય પણ જો તેનું કર્મ હલકું હશે તો કોઈ તેનું માન નહિ જાળવે. હલકા કુળમાં જન્મ લઈને આચારમાં શિષ્ટ અને વિચારમાં પવિત્ર હશે તો આપોઆપ માનનો અધિકારી બનશે.

GSEB Class 12 Gujarati Lekhan Kaushalya વિચારવિસ્તાર

પ્રશ્ન 6.
શ્રદ્ધાનું સિંચન થતાં, પાષાણે પ્રભુ વસે,
ચેતનભર્યા મનુજમાં તો, ના શું બેઠાં દેવ હશે?
ઉત્તર :
પ્રસ્તુત પંક્તિઓમાં કવિ મંદિરમાં પ્રસ્થાપિત કરેલી પથ્થરની પ્રતિમાને લોકો દેવ તરીકે પૂજે છે. જે માણસને પ્રભુમાં અનન્ય શ્રદ્ધા છે, તેને પ્રતિમામાં પણ પ્રભુનું દર્શન થાય છે. માનવીની શ્રદ્ધાને લીધે જો પથ્થર પણ પ્રભુનો દરજ્જો પામી શક્તો હોય, તો જીવતાજાગતા મનુષ્યમાં શું પ્રભુનો વાસ નહીં હોય?

કવિ આવો પ્રશ્ન પૂછીને એવું સૂચવે છે કે આપણે જેવી રીતે જડ પથ્થરમાં ઈશ્વરને જોઈએ છીએ, તેવી જ રીતે ચેતનવંતા મનુષ્યમાં પણ ઈશ્વરને જોવો જોઈએ. ઈશ્વરની આકૃતિ ધરાવતો પથ્થર પણ જો આપણી પૂજાને પાત્ર બની શકતો હોય તો જેના હૃદયમાં સાક્ષાત ઈશ્વર વસે છે, એવા મનુષ્યની તો આપણે ક્યારેય ઉપેક્ષા કરવી ન જોઈએ. કે આપણે દરેક માનવી સાથે પ્રેમ અને આદરનો વ્યવહાર કરીએ.

કોઈના હૃદયને ઠેસ પહોંચે તેવો વ્યવહાર તો કદી પણ ન કરીએ. જો આપણે દરેક માનવીમાં શ્રદ્ધા રાખીશું, તો તેના હૃદયમાં વસેલો ઈશ્વર આપણને શ્રદ્ધાનું ફળ આપ્યા વિના નહિ રહે. સ્વામી વિવેકાનંદે પણ કહેલું કે, ઈશ્વરનો સૌથી વધારે આવિર્ભાવ મનુષ્યમાં હોય છે.”

આમ, કવિ કહે છે કે પથ્થરની પ્રતિમામાં શ્રદ્ધા રાખનાર માનવીએ જીવંત મનુષ્યમાં પણ શ્રદ્ધા રાખવી જોઈએ.

GSEB Class 12 Gujarati Lekhan Kaushalya વિચારવિસ્તાર

પ્રશ્ન 7.
ન્યાય, નીતિ સહુ ગરીબને, મોટાંને સહુ માફ,
વાઘ માર્યું માનવી, એમાં શો ઇન્સાફ!
ઉત્તર :
પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ આપણી સામાજિક વિષમતાને વેધક રીતે રજૂ કરી છે. કવિ કહે છે કે ન્યાય અને નીતિ તેમજ કાયદાકાનૂન ગરીબોને જ લાગુ પાડવામાં આવે છે; મોટાને નીતિનિયમોનાં કોઈ બંધનો હોતાં નથી.

આ સંદર્ભમાં કવિ જણાવે છે કે વાઘ જેવું શક્તિશાળી પ્રાણી ? કોઈ માણસને મારી નાખે તો એને શિક્ષા કરી શકાતી નથી. એ પ્રમાણે સામાન્ય માણસોનું કરજ વસૂલ કરવા માટે સરકારી અમલદારો તેની સાથે ઘણી જબરજસ્તી કરે છે. જ્યારે શક્તિશાળીઓના બાકી નીકળતાં લેણાં બાબતે તેમનો વાળ પણ વાંકો કરી શકાતો નથી. શ્રીમતી અને સત્તાધીશોની ત્રુટિ તરફ કોઈ આંગળી ચીંધવાની પણ હિંમત દાખવતું નથી. તેઓનાં ખોટાં કૃત્યો તરફ જાણીજોઈને આંખમીંચામણાં કરવામાં આવે છે. જ્યારે બિચારો ગરીબ માણસ સાધારણ ગુના માટે પણ સજા પામે છે.

કવિએ સમાજની આ કરુણ વિષમતાને રજૂ કરીને, સામાજિક ૩ ભેદભાવ પ્રત્યે કટાક્ષ કર્યો છે અને એ દ્વારા ન્યાયના ભેદભાવભર્યા માપદંડોને બદલવાનો સંકેત કર્યો છે.

વિચારવિસ્તાર કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો:

પ્રશ્નપત્રમાં વિચારવિસ્તાર માટે બે પંક્તિઓ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓએ બેમાંથી ગમે તે એકનો વિચારવિસ્તાર કરવાનો હોય છે.

વિચારવિસ્તાર સામાન્ય રીતે ત્રણ વિભાગમાં કરવામાં આવે છે :

  • શરૂઆતઃ મુખ્ય ભાવ કે વિચાર (રહસ્ય, મર્મ કે ધ્વનિ) એક-બે વાક્યમાં દર્શાવવો જોઈએ.
  • મધ્યઃ આ ભાગમાં પંક્તિનો અર્થ યોગ્ય રીતે સ્પષ્ટ કરવો જોઈએ.
  • અંતઃ છેલ્લે પંક્તિનું તાત્પર્ય (અર્થાત્ તેના પરથી ફલિત થતો અર્થ) લખવો જોઈએ.

GSEB Class 12 Gujarati Lekhan Kaushalya વિચારવિસ્તાર

વિચારવિસ્તારમાં વિચારો સ્પષ્ટ અને તર્કબદ્ધ હોવા જોઈએ. એક જ વસ્તુ વારંવાર ન લખવી જોઈએ. ભાવ કે વિચારનો વધુ પડતો વિસ્તાર ન થવો જોઈએ.

વિચારવિસ્તારની ભાષા શુદ્ધ હોવી જોઈએ. વાક્યો ટૂંકાં અને સ્પષ્ટ હોવા જોઈએ. સરળ અને સાહિત્યિક શબ્દોનો પ્રયોગ કરવો જોઈએ. વિરામચિહ્નો અને જોડણી પ્રત્યે પૂરતું ધ્યાન આપવું જોઈએ.

વિચારવિસ્તાર કર્યા પછી તેને એક વાર ધ્યાનપૂર્વક વાંચી જવો જોઈએ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *