GSEB Class 12 Gujarati Lekhan Kaushalya અહેવાલલેખન

Gujarat Board GSEB Std 12 Gujarati Textbook Solutions Std 12 Gujarati Lekhan Kaushalya Aheval Lekhan અહેવાલલેખન Questions and Answers, Notes Pdf.

GSEB Std 12 Gujarati Lekhan Kaushalya Aheval Lekhan

Std 12 Gujarati Lekhan Kaushalya Aheval Lekhan Questions and Answers

નીચેના પ્રત્યેક વિષય પર અહેવાલ લખો:

પ્રશ્ન 1.
તમારી શાળામાં ધોરણ 12ના વિદ્યાર્થીઓનો વિદાયસમારંભ યોજાયો તેનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો.
ઉત્તરઃ

ધોરણ 12ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ

આણંદ
તા. 11-02-2020

તા. 10-2-2020ના રોજ એચ.એસ.સી.ના વિદ્યાર્થીઓનો વિદાયસમારંભ શાળાના પ્રાર્થનાખંડમાં યોજવામાં આવ્યો હતો. આ માટે પુષ્પમાળાઓ અને આસોપાલવના તોરણો વડે પ્રાર્થનાખંડને સરસ રીતે શણગારવામાં આવ્યો હતો.

મુખ્ય મહેમાન શ્રી રમેશભાઈ શેઠ આવી પહોંચતાં સૌએ તેમનું ઉષ્માભર્યું અભિવાદન કર્યું. મંત્રો અને પ્રાર્થનાથી વિદાયસમારંભ શરૂ થયો. અમારા વર્ગશિક્ષક શ્રી પ્રવીણભાઈ જોશીએ સ્વાગત પ્રવચન કર્યું. વિદ્યાર્થીઓનું અને મહેમાનોનું ગુલાબનાં ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું. અમારા આચાર્યશ્રી ગોવિંદભાઈ પટેલે મહેમાનશ્રીનો ટૂંકો પરિચય આપ્યો.

GSEB Class 12 Gujarati Lekhan Kaushalya અહેવાલલેખન

અમારા વર્ગના ચાર વિદ્યાર્થીઓએ શાળાજીવનના પોતાના અનુભવો વર્ણવ્યા. તેમણે શાળામાંથી પ્રાપ્ત થયેલા સંસ્કારો જીવનભર જાળવી રાખવાનો પોતાનો સંકલ્પ જાહેર કર્યો અને શાળાજીવન દરમિયાન થયેલી ભૂલો બદલ ક્ષમાયાચના કરી. અમારા શિક્ષકોએ અમને એચ.એસ.સી.ની પરીક્ષા માટે શુભેચ્છાઓ પાઠવી અને સારા નાગરિક બનવાની શિખામણ આપી.

મુખ્ય મહેમાન શ્રી રમેશભાઈ શેઠે વિદ્યાર્થીકાળને માનવજીવનનો સર્વશ્રેષ્ઠ કાળ ગણાવ્યો. તેમણે અમને જીવનઉપયોગી ઘણી બાબતોની માહિતી આપી. તેમણે નીતિપરાયણ જીવન જીવવાનો અમને બોધ આપ્યો. અંતમાં અમારા આચાર્યશ્રીએ અમને આશીર્વાદ આપી કાર્યક્રમનું સમાપન કર્યું.

કાર્યક્રમના અંતે સૌને આઇસક્રીમનું વિતરણ કરવામાં આવ્યું. અમે આઇસક્રીમ ખાઈને ભારે હૈયે શાળાની વિદાય લીધી.

પ્રશ્ન 2.
રસ્તા પર એક બાળકના થયેલા અકસ્માતનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો.
ઉત્તર:

રસ્તા પર એક બાળકનો અકસ્માત

અમદાવાદ
તા. 9-3-2020

ગઈ કાલે સવારે શિવરંજની ચાર રસ્તા પર એક ભયંકર અકસ્માત થયો. એક લક્ઝરી બસ ઇસ્કોન તરફથી આવી રહી હતી. એક ટ્રક સામેની દિશામાંથી આવી રહ્યો હતો. એક વિદ્યાર્થી સાઇકલ પર શાળાએ જઈ રહ્યો હતો. ટ્રક ડ્રાઇવરે નશો કર્યો હતો, તેથી તેણે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો. બસ ડ્રાયવરે અકસ્માત નિવારવા ખૂબ પ્રયત્ન 3 કર્યો પણ ટૂક એકદમ સામે જ આવી ગયો. બંને વાહનો એકબીજા 3 સાથે ધડાકાભેર અથડાયા. આ અકસ્માતમાં એક નિર્દોષ સાઇકલસવાર વિદ્યાર્થી અડફેટમાં આવી ગયો.

નજરે જોનારા લોકો તરત જ મદદ માટે આવી પહોંચ્યા પણ 3 વિદ્યાર્થી ખૂબ ગંભીર રીતે ઘવાયો હતો. બસમાં બેઠેલા ઘણા મુસાફરો પણ ઘવાયા. તરત જ 108 બોલાવવામાં આવી. ઘવાયેલાને હૉસ્પિટલ લઈ જવાયા. વિદ્યાર્થીને તરત સારવાર આપવામાં આવી. તપાસ કરતાં જાણવા મળ્યું કે લોહી ખૂબ વહી ગયું હતું માટે તરત જ લોહી ચડાવવું પડશે. એક અજાણ્યા સજ્જને પોતાનું લોહી આપી વિદ્યાર્થીનો જીવ બચાવી લીધો. ખરેખર આ જગતમાં સજ્જનો તો છે જ એ આ ઘટના પરથી સમજાયું.

થોડી જ વારમાં તેનાં માતા-પિતા અને સગાસંબંધી આવી ૨ પહોચ્યાં. પોતાના બાળકને સહીસલામત જોઈને તેમનાં જીવમાં જીવ આવ્યો. માતા-પિતાએ બાળકને છાતી સરસો ચાંપી લીધો અને તેમણે 3 બાળકનો જીવ બચાવનાર સજ્જનનો ખૂબ ખૂબ આભાર માન્યો.

GSEB Class 12 Gujarati Lekhan Kaushalya અહેવાલલેખન

પ્રશ્ન 3.
શાળાના નિવૃત્ત થતા શિક્ષકના વિદાય સમારંભનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો.
ઉત્તરઃ

નિવૃત્ત થતા શિક્ષકનો વિદાય સમારંભ

મહેસાણા
તા. 25 – 12 – 2019

અમારી શાળા ‘શ્રેયસ વિદ્યાલયના અંગ્રેજી વિષયના એક સનિષ્ઠ 3 શિક્ષક શ્રી કિશોરભાઈ પાઠક નિવૃત્ત થવાના હોઈ તેમનો વિદાયસમારંભ શાળાના પ્રાર્થનાખંડમાં તા. 24 – 12 – 2019ના રોજ યોજાયો હતો. જાણીતા કેળવણીકાર શ્રી જગદીશભાઈ જોશીના અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા. શાળાના ટ્રસ્ટીઓ, આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને કેટલાક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આ સમારંભમાં હાજર રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી. શાળાના આચાર્યશ્રીએ મહેમાનશ્રીનો પરિચય આપ્યો, પછી શ્રી કિશોરભાઈનું ૮ અધ્યક્ષશ્રીના હસ્તે શાલ ઓઢાડી તથા સમ્માનપત્ર એનાયત કરીને સમ્માન કરવામાં આવ્યું. આચાર્યશ્રીએ, કેટલાક શિક્ષકોએ અને કેટલાક વિદ્યાર્થીઓએ શ્રી કિશોરભાઈની શિક્ષક તરીકેની યશસ્વી કારકિર્દી, તેમની નિયમિતતા, તેમનાં જ્ઞાન અને ઉત્સાહ વિશે કેટલાક પ્રસંગો કહ્યા.

આ સો વક્તાઓનો મુખ્ય સૂર એવો હતો કે શ્રી કિશોરભાઈની નિયમિતતા, તેમનું જ્ઞાન અને તેમનો ઉત્સાહ સૌને માટે પ્રેરણાદાયી નીવડ્યાં હતાં. શ્રી કિશોરભાઈએ પોતાના વક્તવ્યમાં કહ્યું કે શાળાનું ? સુંદર વાતાવરણ અને શાળાના વિદ્યાર્થીઓના પ્રેમને પોતે ક્યારેય ભૂલી શકશે નહિ.

શાળાના વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તરફથી શ્રી કિશોરભાઈને ₹ 21,000 નો ચેક અર્પણ કરવામાં આવ્યો. શ્રી કિશોરભાઈએ આ રકમ શાળાના પુસ્તકાલયના વિકાસ માટે અર્પણ કરવાની જાહેરાત કરી. તેમની ઉદારતાને શ્રોતાઓએ તાલીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.

કાર્યક્રમના અંતમાં સૌને આઇસક્રીમ વહેંચવામાં આવ્યો હતો. તેના મધુર સ્વાદ સાથે કાર્યક્રમનું સમાપન થયું.

GSEB Class 12 Gujarati Lekhan Kaushalya અહેવાલલેખન

પ્રશ્ન 4.
ગુરુપૂર્ણિમાની શાળામાં કરેલી ઉજવણીનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો.
ઉત્તરઃ

શાળામાં ઉજવાયેલ ગુરુપૂર્ણિમા ઉત્સવ

વડોદરા
તા. 20 – 07 – 2019 19

જુલાઈ, મંગળવારના દિવસે શાળાના વિદ્યાર્થીઓએ મળીને ગુરુપૂર્ણિમાનો ઉત્સવ ઊજવવાનું નક્કી કર્યું. શાળાના આચાર્યની પરવાનગી મળતાં સોએ સાથે મળીને આખી શાળાને તેમજ શાળાના સભાગૃહને રંગબેરંગી તોરણોથી સજાવ્યો. સભાગૃહના દ્વાર પાસે સુંદર રંગોળી બનાવી. સભાગૃહના મંચની જમણી બાજુએ ટેબલ પર ફૂલો પાથરીને તેના પર દીવી મૂકી. બાજુમાં અગરબત્તી અને અબીલ-ગુલાલ મૂક્યાં હતાં.

સવારના 9.00 વાગ્યે શાળાના આચાર્ય સૌ શિક્ષકોની સાથે મંચ ઉપર ઉપસ્થિત થતાં જ સૌ પર ફલની વૃષ્ટિ કરવામાં આવી. આચાર્ય, વરિષ્ઠ શિક્ષકો અને વિદ્યાર્થીઓ વતી એક પ્રતિનિધિઓ મળીને દીપ પ્રાકટ્ય કર્યું. એ પછી પાયલ દેસાઈએ ગુરુપૂર્ણિમાનું મહત્ત્વ સમજાવતાં કહ્યું, “અજ્ઞાનરૂપી અંધકારમાંથી જે જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જાય તે સાચા ગુરુ. આપણા સૌના સદ્દનસીબે આપણને સાચા ગુરુ મળ્યા છે.

તેમણે આપણા સૌમાં સંસ્કારના અને જ્ઞાનનાં બીજા રોપ્યાં છે. તેમનું ઋણ યથાશક્તિ ચૂકવવા આપણે સૌ અહીં ભેગાં થયાં છીએ”. સૌએ ઊભા થઈ આચાર્ય અને શિક્ષકોને નમન કર્યા અને હું એમના આશીર્વાદ મેળવ્યા. એ પછી શાળાના આચાર્ય અને વરિષ્ઠ શિક્ષકે પ્રસંગોચિત વક્તવ્ય રજૂ કર્યું. આચાર્ય અને દરેક શિક્ષકનું શાલ અને ફુલતોરાથી સમ્માન કરવામાં આવ્યું.

અંતમાં સુયશ શાળાના આચાર્ય, શિક્ષકો, શાળાના તમામ કર્મચારીઓ તેમજ આ ઉત્સવને સફળ બનાવવામાં સાથ આપનાર નાનામોટા સૌનો આભાર માન્યો. એ પછી ભોજન સાથે આ કાર્યક્રમ પૂર્ણ થયો.

GSEB Class 12 Gujarati Lekhan Kaushalya અહેવાલલેખન

પ્રશ્ન 5.
તમારી શાળામાં ઉજવાયેલ “સ્વચ્છતા દિવસ”નો અહેવાલ { આશરે 100 શબ્દોમાં લખો.
ઉત્તર :

સ્વચ્છતા દિવસ

વડોદરા
તા. 3- 07 – 2019

અમારી શાળા કે. જે. વિદ્યાલય શિક્ષણમાં તો એક નંબર છે જ પણ લોકકલ્યાણની પ્રવૃત્તિઓ, પર્યાવરણની સુરક્ષા અને સાંસ્કૃતિક કાર્યક્રમોની ઉજવણીમાં પણ આગળપડતી છે. બે દિવસ પહેલા અમારી શાળામાં સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ ઉજવણી માટે પહેલાથી જ આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓનું વર્ગ પ્રમાણે ટુકડીઓમાં વિભાજન કરવામાં આવ્યું હતું. શાળાની આસપાસના વિસ્તારમાં પણ સફાઈ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

સવારે નિર્ધારિત સમયે શાળાના મેદાન પર બધાં એકઠા થયાં. શાળાના ટ્રસ્ટીઓ, આચાર્યશ્રી અને શિક્ષકો પણ આ અભિયાનમાં જોડાયા હતા. ગાંધીજીના વિચારોમાંથી પ્રેરણા લઈને આપણાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા અભિયાનને આગળ વધારવાના અને શહેરને સ્વચ્છ કરવાના હેતુથી અમે બધાં પહેલાથી આપેલા માર્ગદર્શન પ્રમાણે પોતાની નિશ્ચિત જગ્યા પર પહોંચી ગયા. શાળા અને તેની આસપાસના વિસ્તારની સફાઈ કરી, જગ્યાએ જગ્યાએ કચરાપેટી મૂકી. મનને એક અનેરો આનંદ અને સંતુષ્ટિ મળી.

કાર્યક્રમના અંતમાં આચાર્યશ્રીએ કાર્યક્રમમાં ભાગ લેનારા ૨ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા.

GSEB Class 12 Gujarati Lekhan Kaushalya અહેવાલલેખન

પ્રશ્ન 6.
તમારી શાળામાં યોજાયેલા વિજ્ઞાન-પ્રદર્શનનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો.
ઉત્તરઃ

વિનય મંદિર શાળામાં યોજાયેલ વિજ્ઞાન-પ્રદર્શન

અમદાવાદ
તા. 1 – 8 – 2019

અમદાવાદમાં આવેલી અમારી શાળા સમગ્ર ગુજરાતમાં એક આગવી ઓળખ ધરાવે છે. અમારી શાળામાં યોજાયેલ વિજ્ઞાન-પ્રદર્શન સવારના 8:30 કલાકે મુખ્યમંત્રીના વરદ્ હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું.

વિજ્ઞાન-પ્રદર્શન બે દિવસ ચાલ્યું. આ કાર્યક્રમમાં જાણીતા વૈજ્ઞાનિકોએ હાજરી આપી હતી. વિદ્યાર્થીઓ અને વાલીઓએ આ 3 કાર્યક્રમને સફળ કરવામાં ખૂબ મહેનત અને સાથ-સહકાર આપ્યો.
વિજ્ઞાન-પ્રદર્શન 16 વર્ગખંડોમાં ગોઠવાયેલું હતું. પ્રથમ 10 . વર્ગખંડોમાં જુદા જુદા વિજ્ઞાનના નિયમ અનુસાર કાર્ય કરતાં મૉડેલો 3 ગોઠવ્યાં હતાં. તેમાં ઘણાં કાર્યરત હતાં.

મૉડેલોમાં અલગ અલગ પ્રકારના જેવા કે, ખેતી માટેની છે સરળ પદ્ધતિ, ખેતીના પાકને રક્ષણ કરતી આધુનિક મશીનરી અને વિવિધ રસાયણોની સમજ આપતા મૉડેલો પ્રદર્શિત કરવામાં આવ્યા. વિદ્યાર્થીઓએ બધા જ મૉડેલોની સવિસ્તર સમજ મુલાકાતીઓને આપી.

અન્ય પાંચ વર્ગોમાં સુંદર ચાર્ટ મૂકવામાં આવ્યા હતાં. જેમાં શરીર-રચના તથા ક્રિયાત્મક સંશોધનના ચાર્ટ મૂકવામાં આવ્યા હતા. શાળાની પ્રયોગશાળામાં પૂરા બ્રહ્માંડની રચના કરવામાં આવી હતી. ગ્રહો કેવી રીતે પરિભ્રમણ કરે છે તેની સમજ આપવામાં આવી હતી.

આ સમગ્ર કાર્યક્રમ બે દિવસ ચાલ્યો. પછી તા. 2 – 8–2019ના રોજ સાંજે આ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું.

GSEB Class 12 Gujarati Lekhan Kaushalya અહેવાલલેખન

પ્રશ્ન 7.
તમારી શાળામાં યોજાયેલા રમતોત્સવનો અહેવાલ આશરે ? 100 શબ્દોમાં લખો.
ઉત્તરઃ

શારદા વિદ્યાવિહારનો રમતોત્સવ

વલસાડ
તા. 12 -2-2020

અમારી શાળામાં દર વર્ષે રમતોત્સવ યોજવામાં આવે છે. આ 3 વર્ષનો રમતોત્સવ ફેબ્રુઆરી મહિનાની 9 અને 10 તારીખે યોજાઈ ગયો.

ધોરણ 9થી 12ના તમામ વિદ્યાર્થીઓ સવારે 7:30 વાગ્યે અતિ ઉત્સાહથી શાળાએ આવી પહોંચ્યા. મેદાનમાં બધા જ સમયસર ગોઠવાઈ ગયા. સમૂહપ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત થઈ. પછી શાળાના વ્યાયામ શિક્ષકશ્રીએ રમતોત્સવના કાર્યક્રમની રૂપરેખા આપી.

આચાર્યશ્રીએ મુખ્ય મહેમાનશ્રીનો પરિચય આપ્યો અને પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું. મુખ્ય મહેમાને ધ્વજ ફરકાવ્યો અને ટૂંકું પ્રવચન આપ્યું. વિદ્યાર્થીનેતાએ ઉત્સાહ પ્રેરક સૂત્રો બોલાવ્યાં. પછી સૌએ પ્રતિજ્ઞાવાચન કર્યું. મુખ્ય મહેમાને મંગલદીપ પ્રગટાવી રમતોત્સવ ખુલ્લો મૂક્યો.

બેંડના અવાજ સાથે આકાશમાં ફુગ્ગા ઉડાડવામાં આવ્યા. સૌએ તાળીઓના ગડગડાટથી વાતાવરણ ગજાવી મૂક્યું. અલગ અલગ મેદાનો પર કબડ્ડી, ખોખો અને દોડ જેવી રમતો રમાવા લાગી.

આ ઉપરાંત સંગીત ખુરસી, કોથળાદોડ, ત્રિપગી દોડ, ગોળાફેંક, ચક્રફેંક, લાંબીકૂદ, ઊંચીકૂદ વગેરે રમાઈ.

બીજા દિવસે ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો. મુખ્ય મહેમાને વિજેતાઓને ઈનામો આપ્યા. સૌ વિદ્યાર્થીઓએ તેઓને સન્માન આપ્યું. આચાર્યશ્રીએ સૌને અભિનંદન પાઠવ્યા.

રમતોના બંને દિવસ શાળામાં ઉત્સાહનું અનેરું વાતાવરણ સર્જાયું હતું.

GSEB Class 12 Gujarati Lekhan Kaushalya અહેવાલલેખન

પ્રશ્ન 8.
તમારી શાળામાં વૃક્ષારોપણ સપ્તાહ ઊજવવામાં આવ્યું હતું તે પ્રસંગનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો.
ઉત્તરઃ

સરસ્વતી વિદ્યાવિહારમાં વૃક્ષારોપણ સપ્તાહની ઉજવણી

અમદાવાદ
તા. 7 – 8–2019

અમારી શાળામાં દર વર્ષે વૃક્ષારોપણ સપ્તાહ ઊજવવામાં આવે છે. આ વર્ષે પણ અમારી શાળામાં તા. 1લી ઑગસ્ટથી 7મી ઑગસ્ટ સુધી વૃક્ષારોપણ સપ્તાહ ઉજવવામાં આવ્યું હતું.

શાળાના વિશાળ પટાંગણમાં સરખા અંતરે 40 ખાડા તૈયાર ૩ કરવામાં આવ્યા હતા. પટાંગણમાં ઠેર ઠેર પોસ્ટરો લગાવવામાં આવ્યાં હતાં. જેમાં એક બાળ, એક ઝાડ, વૃક્ષનું જતન આબાદ વતન, વૃક્ષો વાવો વરસાદ લાવો, વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો વગેરે સૂત્રો લખેલાં હતાં. અમારી શાળાના ટ્રસ્ટીશ્રીના હસ્તે વૃક્ષારોપણ સપ્તાહની ઉદ્ઘાટન વિધિ કરવામાં આવી.

એક ટૂંકા પ્રવચનમાં એમણે વૃક્ષોનો મહિમા સમજાવ્યો. સૌએ તાળીઓના ગડગડાટથી તેમનું અભિવાદન કર્યું. પછી પહેલેથી તૈયાર કરાયેલા એક ખાડામાં તેમણે એક વૃક્ષ રોપી, તેને પાણી પાયું. ત્યાર? પછી વિદ્યાર્થીઓએ જુદા જુદા ખાડાઓમાં વૃક્ષારોપણ કર્યું.

વૃક્ષારોપણ સપ્તાહ નિમિત્તે રોજ જુદા જુદા કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. વૃક્ષો આપણાં મિત્રો નામનું પ્રદર્શન પણ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. વૃક્ષારોપણ સપ્તાહ નિમિત્તે ચિત્રસ્પર્ધા, વક્નત્વસ્પર્ધા, એક દિવસ વૃક્ષપ્રેમી શ્રી ધીરુભાઈ શાહનું વક્તવ્ય અને એક દિવસ : વનભોજન જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા. છેલ્લા દિવસે રોપવામાં આવેલાં વૃક્ષોની ફરતે ટ્રી-ગાર્ડ્ઝ ગોઠવવામાં આવ્યા.

આમ, આ વૃક્ષારોપણ સપ્તાહ માહિતી અને આનંદનું પર્વ : બની રહ્યું.

GSEB Class 12 Gujarati Lekhan Kaushalya અહેવાલલેખન

પ્રશ્ન 9.
તમારી શાળામાં ઉજવાયેલા વાર્ષિકોત્સવનો અહેવાલ આશરે – 100 શબ્દોમાં લખો.
ઉત્તરઃ

શાળાનો વાર્ષિકોત્સવ

ભાવનગર
તા. 21 – 1 – 2020

અમારી શાળા વિદ્યામંદિર અભ્યાસની સાથે સાથે વિવિધ પ્રવૃત્તિઓમાં પણ આગળ પડતી છે. અમારી શાળામાં દર વર્ષે અનેક ઉત્સવો ઊજવાય છે. વાર્ષિકોત્સવ તો ધામધૂમથી ઊજવાય છે.

અમારી શાળાનો વાર્ષિકોત્સવ 20મી જાન્યુઆરી, 2020ના રોજ ટાગોર હૉલમાં ઊજવવામાં આવ્યો. પ્રથમ શૉ સાંજના 4 વાગ્યે અને દ્વિતીય શૉ 7 વાગ્યે શરૂ થયો હતો.

મા સરસ્વતીની પ્રાર્થના અને દીવડા નૃત્યથી કાર્યક્રમની શરૂઆત થઈ. ત્યારબાદ વિવિધ મનોરંજન કાર્યક્રમો રજૂ થયા. તેમાં રાસ-ગરબા, ભાંગડા નૃત્ય, નાટક, એકપાત્રીય અભિનય વગેરેનો સમાવેશ થતો હતો. વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વાલીઓએ અને આમંત્રિત મહેમાનોએ પોતાનો સુંદર પ્રતિભાવ આપ્યો હતો અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો.

એકપાત્રીય અભિનયમાં વર્તમાન સમયની માંગ દીકરીને બચાવો, તેને ભણાવો પર આબેહૂબ અભિનય કર્યો હતો. નાટકમાં વર્તમાન યુવાપેઢીની સમસ્યાઓ અને સમાજદર્શન વિશે આબેહૂબ રજૂઆત કરી. નૃત્યનાટિકામાં બાળલીલા રજૂ કરી.

કાર્યક્રમના સમાપનમાં આચાર્યશ્રીએ ટૂંકું અને પ્રેરક પ્રવચન આપ્યું. કાર્યક્રમમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ અને કાર્યક્રમ તૈયાર કરવામાં મદદ કરનાર શિક્ષકો અને સહાયક કર્મચારીઓને અભિનંદન આપ્યા.

GSEB Class 12 Gujarati Lekhan Kaushalya અહેવાલલેખન

પ્રશ્ન 10.
સ્વયંશિક્ષકદિન નિમિત્તે તમારી શાળામાં યોજાયેલા સમારંભની માહિતી આપતો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો.
ઉત્તરઃ

મા શારદા કન્યાવિદ્યાલયમાં સ્વયંશિક્ષકદિનની ઉજવણી

રાજકોટ
તા. 6 – 9 – 2019.

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ ‘શિક્ષકદિન’ તરીકે ઊજવાય છે. તેઓ એક શિક્ષક હતા. ધીમે ધીમે આગળ વધીને રાષ્ટ્રપતિ બન્યા. તેઓ શિક્ષકનું સદાય ગૌરવ કરતા. એમનો જન્મદિવસ શિક્ષકદિન તરીકે ઊજવાય એવું તેઓ ઇચ્છતા હતા. એ દિવસે શ્રેષ્ઠ શિક્ષકને “રાષ્ટ્રીય ઍવોર્ડ આપવામાં આવે છે.

સ્વયંશિક્ષકદિનની ઉજવણી નિમિત્તે પ્રાર્થનાખંડમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું. મંચ પર ફૂલહારથી સુશોભિત ડૉ. રાધાકૃષ્ણની છબી મૂકવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી. શાળાના આચાર્યશ્રીએ મુખ્ય અતિથિ માનનીય શિક્ષણમંત્રીનું સ્વાગત પુષ્પગુચ્છથી કર્યું. એક વિદ્યાર્થીએ ડૉ. રાધાકૃષ્ણના જીવન વિશે ટૂંકું છતાં સચોટ વક્તવ્ય આપ્યું. બીજા વિદ્યાર્થીએ તેમના જીવનના યાદગાર પ્રસંગો વર્ણવ્યા.

કાર્યક્રમના મુખ્ય અતિથિ માનનીય શિક્ષણમંત્રીશ્રીએ “રાષ્ટ્રના ઘડતરમાં શિક્ષકનો ફાળો’ એ વિષય પર અડધા કલાકનું સુંદર વક્તવ્ય આપ્યું. તેમણે એ વાત પર ખાસ ભાર મૂક્યો કે દેશને માટે સારા નાગરિકો તૈયાર કરવાની શક્તિ માત્ર શિક્ષકમાં જ રહેલી છે. શ્રોતાઓએ મંત્રીશ્રીના વક્તવ્યને તાળીઓના ગડગડાટથી વધાવી લીધું. રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમનું સમાપન કર્યું.

GSEB Class 12 Gujarati Lekhan Kaushalya અહેવાલલેખન

પ્રશ્ન 11.
તમારા ગામમાં યોજાયેલા નેત્રયજ્ઞની શિબિરનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો.
ઉત્તર :

પાટણવાવ ગામમાં યોજાયેલો નેત્રયજ્ઞ

પાટણવાવ
તા. 2 – 6 – 2019

પાટણવાવ ગામમાં આંખની હૉસ્પિટલ આવેલી છે. હૉસ્પિટલના ટ્રસ્ટીઓ અને સેવાભાવી ડૉક્ટરો દ્વારા અવારનવાર આરોગ્યને લગતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તા. 30 -5-2019ના રોજ એક નેત્રયજ્ઞ યોજવામાં આવ્યો હતો. આ નેત્રયજ્ઞની જાહેરાત આસપાસનાં ગામડાઓમાં કરવામાં આવી હતી.

આજુબાજુનાં ગામડાઓમાંથી લગભગ 200 લોકોએ આ નેત્રયજ્ઞમાં ભાગ લીધો. નિષ્ણાત ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ આ નેત્રયજ્ઞનું સંચાલન થયું. તેમની મદદમાં આંખના વિવિધ તજજ્ઞો જોડાયા. તેમણે દર્દીઓની આંખોની તપાસ કરી.

70 દર્દીઓની આંખોના મોતિયાનું ઑપરેશન કરવામાં આવ્યું. કેટલાક દર્દીઓને આંખોના નંબર કાઢી આપવામાં આવ્યા. દર્દીઓની જરૂરિયાત પ્રમાણે તેમને ચશ્માં, આંખનાં ટીપાં અને મલમ વગેરે દવાઓ આપવામાં આવી. આ ઉપરાંત દર્દીઓ અને તેમના સગાંવહાલાંઓ માટે રહેવાની અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી.

નેત્રયજ્ઞનો સમાપન સમારંભ સાંજે 6:30 વાગ્યે યોજાયો. ગામના સરપંચે ડૉક્ટરોની નિઃસ્વાર્થ સેવાને બિરદાવી. તેમનો આભાર માન્યો. ડૉક્ટર કેતન પરીખે આંખની સંભાળ રાખવા માટે કેટલાંક જરૂરી સૂચનો કર્યા.

આ કાર્યક્રમથી માનવતાની મહેક વાતાવરણમાં પ્રસરી ગઈ. ગામના લોકોએ હૉસ્પિટલના ટ્રસ્ટીઓનો અને ડૉક્ટરોનો આભાર માન્યો.

GSEB Class 12 Gujarati Lekhan Kaushalya અહેવાલલેખન

પ્રશ્ન 12.
તમારા ગામમાં રોગચાળો ફેલાયો છે. તે વિશેનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો.
ઉત્તરઃ

ખારચિયા ગામમાં ફાટી નીકળેલો રોગચાળો

ખારચિયા
તા. 23–7 – 2019

અમારું ગામ ઉપલેટાથી 15 કિમીના અંતરે આવેલું છે. લોકો પીવા માટે કૂવાના પાણીનો ઉપયોગ કરે છે. ગયા અઠવાડિયે મુસળધાર વરસાદ તૂટી પડ્યો હતો. અમારું ગામ નીચાણવાળા વિસ્તારમાં હોવાથી વરસાદનું પાણી કૂવાના પાણીમાં ભળી ગયું હતું.

લોકોએ આ પાણીનો પીવામાં ઉપયોગ કર્યો, તેથી ગામમાં ઝાડા-ઊલટીનો રોગચાળો ફાટી નીકળ્યો છે. અમારા ગામમાં દવાખાનું ન હોવાથી બીમાર લોકોને સારવાર માટે ઉપલેટાના સરકારી દવાખાને લઈ જવું પડે છે.

અમારા ગામમાં 50 ટકા લોકો અત્યંત ગરીબ છે. તેથી તેમને ખાનગી દવાખાને જવું ન પોસાય. કેટલાક લોકોને સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા તો ઘણી સેવાભાવી સંસ્થાઓએ ગામમાં આવીને લોકોની સારવાર કરી. ગામના સરપંચે આ અંગે સરકારનું ધ્યાન દોર્યું છે. સરકાર અને સેવાભાવી સંસ્થાઓ રોગચાળાનો ભોગ બનેલા રે લોકોની વહારે આવશે એવી આશા છે.

GSEB Class 12 Gujarati Lekhan Kaushalya અહેવાલલેખન

અહેવાલ લેખન લખતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો:

  • અહેવાલલેખન માટે આપેલા વિષયને બરાબર સમજો.
  • પ્રથમ કાચી રૂપરેખા બનાવો. પછી જ પાકો અહેવાલ તૈયાર કરો.
  • ઘટનાક્રમ જાળવો.
  • મહત્ત્વની બાબતો રહી ન જાય તેનું ધ્યાન રાખો.
  • કોઈ પણ ઘટના કે હકીકત જેવી બની હોય એવી જ, જરાય અતિશયોક્તિ વિના દસ-પંદર વાક્યોમાં લખો.
  • અહેવાલમાં તારીખ, સમય, સ્થળ, વ્યક્તિ વિશેષ વગેરેનો સ્પષ્ટ ઉલ્લેખ કરો.
  • ઘટનાના વણાંક કે તબક્કા મુજબ યોગ્ય ફકરા પાડો.
  • અહેવાલ લેખનની ભાષા શુદ્ધ, સરળ અને આકર્ષક હોવી જોઈએ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *