Gujarat Board GSEB Class 12 Biology Important Questions Chapter 16 પર્યાવરણીય સમસ્યાઓ Important Questions and Answers.
GSEB Class 12 Biology Important Questions Chapter 16 પર્યાવરણીય સમસ્યાઓ
પ્રશ્ન 1.
પ્રદૂષણ એટલે શું?કયા કારણોસર પ્રદૂષણ જોવા મળે છે?
ઉત્તર:
- પ્રદૂષણ એ હવા, ભૂમિ, પાણી કે જમીનની ભૌતિક, રાસાયણિક કે જૈવિક લાક્ષણિકતાઓમાં થતો અનિચ્છનીય ફેરફાર છે.
- આવા અનિચ્છનીય ઘટકો, જીવાવરણમાં સજીવોને હાનિકારક દ્રવ્યોને પ્રદૂષકો કહે છે.
- છેલ્લા શતકથી માનવવસ્તીમાં અતિશય ઝડપી વધારો થયો છે. વસ્તીવધારાને કારણે આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠા ખોરાક, પાણી, ઘર, વીજળી, રસ્તાઓ, વાહનો અને અનેક અગણિત ચીજવસ્તુઓમાં માંગ અને અછત ઊભી થઈ છે.
- આબધાંને કારણે આપણા કુદરતી સ્રોતો પર દબાણ ઊભું થયું છે જેના કારણે હવા, પાણી અને જમીનમાં પ્રદૂષણ જોવા મળે છે.
- આપણે વિકાસની પ્રક્રિયાને અવરોધ્યા વિના પ્રાકૃતિક સંસાધનોનું અધ:પતન તથા ભંગાણ અને પ્રદૂષણ વિશે પુનઃ વિચાર કરવો જરૂરી છે.
પ્રશ્ન 2.
હલના પ્રદૂષણના સ્રોતો અને તેની સજીવોપરની અસરો ટૂંકમાં સમજાવો.
ઉત્તર:
- હવાના પ્રદૂષણના મુખ્ય બે સ્રોત છેઃ
- અશ્મિબળતણ
- વાહનોના ધુમાડા.
- નૈસર્ગિક હવાઈપ્રદૂષકોમાં હવામાં તરતા રજકણ, પરાગરજ, ધુમાડા, લાવા વગેરે છે.
- માનવ પ્રેરિત સ્રોતોમાં ઔદ્યોગિક સંસ્થાનોની ચીમનીમાંથી નીકળતાં દ્રવ્યો, થર્મલ પાવર પ્લાન્ટ્સ, ધાતુઓ ગાળવાના કારખાનાઓ (smelters)વગેરે છે. – પેટ્રોલિયમ રિફાઇનરીઓ અને ફર્ટિલાઇઝર ફેક્ટરીઓ હવામાં NO2, SO2 જેવા પ્રદૂષણ માટે જવાબદાર છે.
- આપણે શ્વસન સંબંધી જરૂરિયાતો માટે હવા પર આધારિત છીએ.
- વાયુ-પ્રદૂષકો તમામ સજીવ જીવનને હાનિકર્તા છે. તેના કારણે પાકની વૃદ્ધિ તથા ઊપજ ઘટે છે. વનસ્પતિઓમાં અપરિપક્વ અવસ્થાએ નાશ થતો જોવા મળે છે. મનુષ્યો અને પ્રાણીઓનાં શ્વસનતંત્ર પર નુકસાન પહોંચાડે છે.
- આહાનિકારક અસરો પ્રદૂષકોની સાંદ્રતા, તેનો સંપર્કગાળો અને સજીવ પર આધારિત હોય છે.
પ્રશ્ન 3.
કણરૂપીદ્રવ્યો દૂર કરવાના ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર્સ પદ્ધતિનું આકૃતિ સહિત વર્ણન કરો.
ઉત્તર:
- ધાતુઓ ગાળવાનાં કારખાના અને અન્ય ઉદ્યોગો દ્વારા નીકળતાનુકસાનકર્તા કણરૂપીદ્રવ્યોને દૂર કરવાની ઘણી રીતો જોવા મળે છે.
- તેમાં સ્થિર વિદ્યુત અવક્ષેપક (electrostatic precipitator) પદ્ધતિ સૌથી વ્યાપક રીતે ઉપયોગમાં લેવાય છે.
- આ પદ્ધતિ દ્વારા થર્મલ પાવર પ્લાન્ટમાંથી બહાર નીકળતાવાયુરૂપ પદાર્થોમાં રહેલા 99 ટકા કણરૂપીદ્રવ્યો દૂર થઈ શકે છે.
- આમાં એક ઇલેક્ટ્રૉડ તાર હોય છે જે હજારો વોલ્ટેજ ધરાવે છે. તેથી વીજક્ષેત્ર (Corona) ઉત્પન્ન થાય છે, જે ઇલેક્ટ્રૉન્સ ઉત્પન્ન કરે છે.
- આ ઇલેક્ટ્રૉન્સ ધૂળના રજકણો સાથે ચોંટી જાય છે અને તેમને વાસ્તવિક ઋણ વીજભાર આપે છે. સંચાયક પટ્ટીકાઓ તળિયાના ભાગે હોય છે અને વીજભારિત ધૂળના રજકણોને આકર્ષે છે. સંચાયક પટ્ટીકાઓ (collecting plates) વચ્ચે હવાનો વેગ ધીમો હોય છે જેથી ધૂળના રજકણો નીચે પડી જાય છે.
- માર્જક (scrubber) સલ્ફર ડાયોક્સાઇડ જેવા વાયુઓને દૂર કરે છે. તેમાં નિકાલ પામતાં દ્રવ્યો પાણી કે ચૂનાનાં ફુવારામાંથી પસાર થાય છે.
પ્રશ્ન 4.
CPCB દ્વારા સૂક્ષ્મ કણમયદ્રવ્યોમાટે શી જાણકારી મળી છે?
ઉત્તર:
- કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ના સંશોધન પ્રમાણે 2.5 માઈક્રોમીટર કે તેથી ઓછા વ્યાસનું કદ ધરાવતા કણરૂપી પદાર્થો અવક્ષેપકો દ્વારા દૂર કરી શકાતા નથી.
- આવા સૂક્ષ્મ કણો શ્વાસ લેતી વખતે ફેફસાંમાં ઊંડે જઈ શકે છે. તે શ્વાસ, શ્વસનસંબંધી લક્ષણો, ઉત્તેજના, ફેફસાંને નુકસાન, બળતરા, અકાળે મૃત્યુ જેવી અસરો દર્શાવે છે.
પ્રશ્ન 5.
વાહનોના પ્રદૂષણ વિશે તેમજ તેને ઘટાડવાઉદ્દીપકીયપરિવર્તકો(કેટાલાયટિક કન્વર્ટર)નાપ્રદાન વિશે માહિતી આપો.
ઉત્તર:
- મહાનગરોમાં વાહનો (automobiles), વાતાવરણના પ્રદૂષણનું મુખ્ય કારણ છે. જેમ-જેમ વાહનોની સંખ્યા વધે છે તેમ-તેમ પ્રદૂષણની સમસ્યા પણ વધે છે.
- સીતામુક્ત પેટ્રોલ કે ડીઝલનો ઉપયોગ કરવાની સાથે વાહનોની યોગ્ય જાળવણી વડે ઉત્સર્જિત થતાં પ્રદૂષકોની માત્રા ઘટાડી
શકાયછે. - ઉદ્દીપકીય પરિવર્તકોઃ ઝેરી વાયુઓના ઉત્સર્જનને ઘટાડવા ઉદ્દીપકો (catalyst) તરીકે પ્લેટિનમ, પેલેડિયમ અને રોડિયમ નામની કિંમતી ધાતુઓ ધરાવતાં ઉદ્દીપકીય પરિવર્તકો (catalytic convertor)વાહનોમાં લગાડવામાં આવે છે.
- જયારે નિકાલ પામતાં દ્રવ્યો ઉદ્દીપકીય પરિવર્તકમાંથી પસાર થાય છે ત્યારે દહન થયા વગરના હાઇડ્રોકાર્બન્સ, CO2અને પાણીમાં ફેરવાય છે તથા કાર્બન મોનૉક્સાઈડ અને નાઇટ્રિક ઑક્સાઇડ ક્રમશઃ CO2 અને N2 વાયુઓમાં પરિવર્તિત થાય છે.
- ઉદ્દીપક પરિવર્તકો ધરાવતાં મોટર વાહનોમાં સીસારહિત પેટ્રોલનો ઉપયોગ જરૂરી છે કારણ કે પેટ્રોલમાં રહેલું સીસું ઉદીપકોને નિષ્ક્રિય કરે છે.
પ્રશ્ન 6.
ઘોંઘાટ એટલે શું? તેની અસરો અને નિયંત્રણના ઉપાયો જણાવો.
ઉત્તર:
- ભારતમાં 1981માં ધી ઍર (પ્રિવેન્શન ઍન્ડ કન્ટ્રોલ ઑફ પૉલ્યુશન) ઍક્ટ અમલમાં આવ્યો. તેમાં 1987માં સુધારો કરી હવાના પ્રદૂષક તરીકે ઘોંઘાટ (noise)નો સમાવેશ કરાયો.
- ઘોંઘાટ એ અનિચ્છનીય અને અણગમતો મોટો અવાજ છે.
- ઘોંઘાટમાનવમાં શારીરિક અને મનોવૈજ્ઞાનિક વિકારોનું કારણ બને છે.
- મોટાં શહેરો (mega city)માં કાર્યપ્રવૃત્તિઓનો વધુ વ્યાપ અને તેના કારણે ઘોંઘાટવધુ પ્રમાણમાં જોવા મળે છે.
- સામાન્ય રીતે 150 dB ડિસિબલ) કે તેથી વધુ અવાજમશીનો, વિમાનો, રોકેટ્સ, મોટરકાર, સ્કૂટર્સ, ફટાકડા વગેરે દ્વારા થાય છે.
- 150 dBથી વધુ ધ્વનિસ્તરના સંસર્ગમાં થોડો સમય રહીએ તો પણ તેને સાંભળવાથી કાનના પડદાને નુકસાન થવું કે બહેરાશ આવવી વગેરે જોવા મળે છે.
- નિમ્ન ધ્વનિસ્તરને પણ લાંબો સમય સાંભળતા નિરાશા, અનિદ્રા, હૃદયના ધબકારા વધવા, શ્વાસોચ્છવાસના દરમાં ફેરફાર વગેરે જોવા મળે છે. માણસ સ્ટ્રેસ (તણાવ) અનુભવે છે.
- નિયંત્રણના ઉપાયોઃ
- ઉદ્યોગોના ધ્વનિશોષક સામગ્રીના ઉપયોગ દ્વારા કે ઘોંઘાટને રોકી રાખવાનાં સાધનો (muffling noise) દ્વારા અસરકારક ઘટાડો કરી શકાય છે.
- દવાખાના કે શાળાઓના વિસ્તારોને હોર્નમુક્ત પ્રદેશ ગણાવવા.
- ફટાકડા અને લાઉડસ્પીકર્સ માટે ધ્વનિસ્તરની માત્રાની જાળવણી કરવી.
- ચોક્કસ સમય બાદ લાઉડસ્પીકર્સના ઉપયોગ પરના પ્રતિબંધનું પાલન કરવું. આ બધા ઉપાયો ઘોંઘાટની માત્રા ઓછી કરવા સહાયરૂપ બની શકે છે.
પ્રશ્ન 7.
દિલ્હીમાં વાહનવ્યવહારના વાયુ પ્રદૂષણની સમસ્યાઓ અને તેના ઉપાયો માટે કયાં પગલાં લેવામાં આવ્યાં છે?
ઉત્તર:
- હવાના પ્રદૂષણના મુખ્ય બે સ્રોત છે
- 1990ના આંકડા પ્રમાણે વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત41 શહેરોમાં દિલ્હીનો ચોથો ક્રમ છે.
- દિલ્હીમાં સંખ્યાબંધ વાહનોની અવરજવરના કારણે હવાના પ્રદૂષણનું સ્તર આપણા દેશમાં સૌથી વધારે છે.
- દિલ્હીમાં પ્રદૂષણની સમસ્યાની ગંભીરતા જોતાં કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરાઈ. ત્યાર બાદ ભારત સરકારને, સાર્વજનિક પરિવહનના સમગ્ર કાફલામાં ફેરબદલી સહિત યોગ્ય પગલાં લેવાનો આદેશ કરાયો.
-
- જાહેર ટ્રાન્સપોર્ટ બસોમાં ડીઝલના સ્થાને CNGનો ઉપયોગ, 2002 સુધીમાં બધી જ બસોને CNGમાં પરિવર્તિત કરવામાં આવી.
- અન્ય સમાંતર પગલાંઓમાં ધીરે ધીરે જૂનાં વાહનોનો નિકાલ કરવો.
- સીસારહિત પેટ્રોલનો વપરાશ
- ઓછાં સલ્ફરયુક્તડીઝલ/પેટ્રોલનો ઉપયોગ
- વાહનોમાં કેટલાયટિક કન્વર્ટર લગાડવા
- વાહનોમાં પીયુસી કરાવવું વગેરે.
-
- આ સમગ્ર નિયમોને અનુસરવાથી દિલ્લીમાં એક અંદાજ પ્રમાણે 1997થી 2005 વચ્ચે કાર્બન ડાયોક્સાઇડ તથા સલ્ફર
ડાયૉક્સાઇડનું સ્તર નોંધપાત્ર રીતે નીચે આવ્યું છે.
પ્રશ્ન 8.
CNGડીઝલકરતાં શ્રેષ્ઠ શામાટે છે?
ઉત્તર:
- CNG સૌથી સારી રીતે દહનક્ષમ છે.
- વાહનોમાં દહન પામ્યા વગરનો ગૅસ ખૂબ ઓછી માત્રામાં રહે છે, પેટ્રોલ કે ડીઝલમાં આમ થતું નથી.
- પેટ્રોલ કે ડીઝલ કરતાં સસ્તો છે.
- ચોરો દ્વારા ચોરી શકાતો નથી તથા પેટ્રોલ કે ડીઝલની જેમ તેની ભેળસેળ થઈ શકતી નથી.
પ્રશ્ન 9.
યુરોIIIમાટેનાં ધારાધોરણોની ચર્ચા કરો.
ઉત્તર:
- નવી વાહન ઇંધણનીતિ દ્વારા ભારત સરકારે વાહનોના પ્રદૂષણને ઓછું કરવા માર્ગદર્શિકા નિશ્ચિત કરી છે. બળતણ માટેના કડક નિયમો બનાવાયા છે જેનો હેતુ પેટ્રોલ અને ડીઝલ ઇંધણમાં સલ્ફર તથા સુગંધિત પદાર્થોને ઘટાડવાનો છે.
- યુરો IIIનાનિયમો અનુસાર સલ્ફરને ડીઝલમાં 350ppm પર તથા પેટ્રોલમાં 150ppm પરનિયંત્રિત કરવો જોઈએ.
- સુગંધિત હાઇડ્રોકાર્બન્સને સંબંધિત ઇંધણના 42% જેટલો સમાવવો. માર્ગદર્શી નકશા પ્રમાણે તેનો હેતુ પેટ્રોલ અને ડીઝલમાં સલ્ફરને 50 ppm ઘટાડવાનો અને 35% થી નીચે લાવવાનો છે. બળતણને અનુરૂપ વાહનોના એન્જિનમાં પણ સુધારો જરૂરી બનશે.
- 1997 થી 2005વચ્ચે દિલ્હીમાં CO2 અને SO2 નું પ્રમાણ નોંધપાત્ર રીતે ઘટતું જણાયું હતું.
પ્રશ્ન 10.
ભારતમાં વાહન-નોંધણીના માપદંડો જણાવો.
ઉત્તર:
- ભારતના કોઈપણ શહેરમાં વાહન-નોંધણી માટેના માપદંડો (massemission standards)વપરાશે નહીં.
- ભારત સ્ટેજ IIકે જે યુરો IIને સમકક્ષ છે. અત્યાધુનિક વાહન-નોંધણી માટેના માપદંડો નીચે મુજબ છેઃ
વાહનના પ્રકાર | માપદંડો | શહેરમાં અમલીકરણ |
ચતુઃચક્રીય વાહનો | ભારત સ્ટેજ IV | એપ્રિલ, 2017થી સમગ્ર દેશમાં |
ત્રિચક્રીય વાહનો | ભારત સ્ટેજ IV | 1st એપ્રિલ, 2017થી સમગ્ર દેશમાં |
દ્વિચક્રીય વાહનો | ભારત સ્ટેજ IV | એપ્રિલ, 2017થી સમગ્ર દેશમાં |
પ્રશ્ન 11.
જળ-પ્રદૂષણ એટલે શું? તેનાનિયંત્રણ માટે કયો ધારો અમલમાં મુકાયો છે?
ઉત્તર:
- પાણી સાથે જ્યારે અનિચ્છનીય ઘટકો ભળી જાય ત્યારે પાણી અશુદ્ધ બને છે. દૂષિત પાણી પીવા માટે અયોગ્ય છે. આને જળ પ્રદૂષણ કહે છે.
- સમગ્ર વિશ્વમાં માનવજાતિ જળાશયોમાં તમામ પ્રકારના કચરાનો નિકાલ કરી તેનો દુરુપયોગ કરે છે.
- માનવજાતની આવી પ્રવૃત્તિઓના કારણે વિશ્વના અનેક ભાગોમાં તળાવો, સરોવર, ઝરણાં, નદીઓ, વેલાનર્મુખી (estuaries) પ્રદેશો અને મહાસાગરોનાં પાણી પ્રદૂષિત થઈ રહ્યા છે.
- જળાશયો/જળસ્રોતોને બચાવી રાખવા ભારત સરકારે 1974માં ધીવૉટર (પ્રિવેન્શન ઍન્ડ કંટ્રોલ ઑફ પૉલ્યુશન) એક્ટ પ્રસારિત કર્યો છે.
પ્રશ્ન 12.
ઘરવપરાશના સુએજ અને નિકાલની માહિતી આપો.
ઉત્તર:
- મનુષ્ય દ્વારા ઉપયોગમાં લીધેલ પાણી અને તેના દ્વારા ઉત્પન્ન થતા નકામા પદાર્થોને સુએજ કહે છે.
- શહેર અને નગરોમાં ઘરવપરાશ દરમિયાન ઘણી ચીજવસ્તુઓને પાણીમાં ધોઈ ગંદા પાણીને ગટરોમાં વહાવી દેવાય છે. ત્યાંથી આ પાણી નદીઓ, તળાવો જેવાં નજીકનાં જળસ્રોતોમાં ઠાલવવામાં આવે છે.
- આ પાણીમાં ફક્ત 0.1 ટકાઘન અશુદ્ધિઓ રહેલ હોય છે જેના કારણે તેમનુષ્યના ઉપયોગ માટે અયોગ્ય બને છે.
- ઘન પદાર્થોને પ્રમાણમાં સરળતાથી દૂર કરી શકાય છે પણ ઓગળેલા ક્ષારો જેવા કે નાઇટ્રેટ્સ, ફૉસ્કેટ્સ તથા અન્ય પોષક પદાર્થો, ઝેરી ધાતુઓ અને કાર્બનિક સંયોજનો દૂર કરવા મુશ્કેલ છે.
- ઘરેલુ વાહિત મળ (સુએજ)માં મુખ્યત્વે જૈવિક રીતે વિઘટનક્ષમ કાર્બનિક પદાર્થોનો સમાવેશ થાય છે. જેનું વિઘટન સરળતાથી થાય છે જેનું કારણ બેક્ટરિયા અને અન્ય સૂક્ષ્મ જીવાણુઓ છે. તેઓ આ કાર્બનિક દ્રવ્યોનો આહાર તરીકે ઉપયોગ કરી બહુગુણિત થાય છે અને વાહિત મળના કેટલાંક ઘટકોનો ઉપયોગ કરે છે.
પ્રશ્ન 13.
જૈવરાસાયણિક ઓક્સિજનઆવશ્યકતા (BOD) એટલે શું? તેનું મહત્ત્વ સમજાવો.
ઉત્તર:
BODમાપનધારાવાહિત મળના ગંદા પાણીમાં જૈવવિઘટનીય કાર્બનિક દ્રવ્યની માત્રાનો અંદાજ લગાવી શકાય છે.
પાણીમાંના કાર્બનિક જૈવવિઘટનીય દ્રવ્યોનાવિઘટન માટે જરૂરી ઑક્સિજનનું માપન BODવડે થાય છે.
ઘરગથ્થુ કચરો મોટા ભાગે જૈવવિવિઘટનીય દ્રવ્યો ધરાવે છે જે સૂક્ષ્મ જીવાણુઓ દ્વારા વિઘટન પામે છે.
આકૃતિમાં દર્શાવેલ ફેરફાર નદીમાં વાહિત મળના નિકાલ પછી નોંધી શકાય છે. સંકલિત ((DO) પાણી એકત્રિત કરતા) જળાશયોમાં કાર્બનિક દ્રવ્યના જૈવિક વિઘટનમાં સંકળાયેલા સૂક્ષ્મ જીવો ઘણી માત્રામાં ઑક્સિજનનો ઉપયોગ કરે છે. તેના કારણે વાહિત મળના વિસર્જન સ્થળે પણ અનુપ્રવાહિત (down stream) પાણીમાં ઓગળેલા ઑક્સિજનની માત્રામાં તીવ્ર ઘટાડો જોવા મળે છે. તેના કારણે માછલીઓ અને અન્ય જલીય જીવોનો મૃત્યુદર વધી જાય છે.
પ્રશ્ન 14.
લીલપ્રસ્કુટન(Algalbloom) વિશે ટૂંકનોંધ લખો.
ઉત્તર:
- જળાશયોમાં વધુ પ્રમાણમાં પોષક દ્રવ્યોની હાજરીના કારણે પ્લવકીય (Free Floating) લીલની અતિશય વૃદ્ધિ થાય છે જેને લીલ પ્રફુટન (algalbloom) કહે છે.
- આ જળાશયોને અલગ રંગ આપે છે, પાણીની ગુણવત્તા ઘટાડે છે, માછલીઓ મૃત્યુ પામે છે. કેટલીક પ્રફુટનકારક લીલ મનુષ્યો અને પ્રાણીઓ માટે અતિશય ઝેરી હોય છે.
પ્રશ્ન 15.
જલીયનીંદણકેટેરર ઓફ બેંગાલ વિશે માહિતી આપો.
ઉત્તર:
- કેટલાક જળાશયોમાં આકર્ષક આછાં જાંબુડિયા રંગ ધરાવતાં પુષ્પોવાળી વનસ્પતિઓ તરતી જોવા મળે છે.
- આ વનસ્પતિ જળકુંભી (વૉટરહાયેસિન્થ Eichhornia crassipes) છે. આ વનસ્પતિને બહારથી ભારતમાં લાવવામાં આવી હતી. તેઓ તેમને દૂર કરવાની આપણી ક્ષમતા કરતાં ખૂબ જ વધારે ઝડપથી વૃદ્ધિ પામે છે.
- તેમની અતિશય વૃદ્ધિને કારણે આપણો જળમાર્ગોમાં અવરોધ થવાથી પાયમાલી થઈ છે, તેને ટેરર ઑફ બેંગાલ પણ કહે છે.
- તેઓ સુપોષી જળાશયોમાં વિપુલ પ્રમાણમાં વૃદ્ધિ કરે છે અને જળાશયોના નિવસનતંત્રની ગતિશીલતામાં અસંતુલન ઊભું કરે છે.
પ્રશ્ન 16.
ઘરગથ્થુમળ અને ઔધોગિક સુએજમાં ક્યાકયાઘટકો જોવા મળે છે?
ઉત્તર:
- આપણાં ઘરોની સાથે દવાખાનાઓમાં વાહિત મળમાં ઘણા અનિચ્છનીય રોગકારક સૂક્ષ્મજીવોનો સમાવેશ થવાની શક્યતા છે અને ઉચિત સારવાર વગર તેનો પાણીમાં નિકાલ કરતાં ગંભીર રોગો જેવાં કે મરડો, અતિસાર (dysentery), ટાઇફૉઈડ, કમળો, કૉલેરા થઈ શકે છે.
- પેટ્રોલિયમ, કાગળ-ઉત્પાદન, ધાતુ નિષ્કર્ષણ પ્રક્રિયાઓ રાસાયણિક બનાવટો જેવા ઉદ્યોગોમાંના નકામા પાણીમાં ઘણીવાર ઝેરી પદાર્થો ખાસ કરીને ભારે ધાતુઓ (5 gm/cm)થી વધુ ઘનતા ધરાવતાં તત્ત્વો જેવાં કે મરક્યુરી, કેડમિયમ, તાંબુ, સીસું તથા વિવિધ કાર્બનિક સંયોજનો હોય છે.
પ્રશ્ન 17.
જૈવિક વિશાલન (Biomagnification) એટલે શું? આહારશૃંખલામાંDDTનું જૈવિક વિશાલન સમજાવો.
ઉત્તર:
- ઉદ્યોગોના નકામા પાણીમાં રહેલા કેટલાક ઝેરી પદાર્થો જલીય આહાર શૃંખલામાં જૈવિક વિશાલન (Biomagnification) કરી શકે છે.
- જૈવિક વિશાલનનો અર્થ છે કે અનુક્રમિત પોષક સ્તરોએ ઝેરીલા પદાર્થોની સાંદ્રતામાં વધારો થવો.
- આ ઘટનાને કારણે સજીવોમાં ઝેરી પદાર્થો એકત્રિત થવાથી તેમનું ચયાપચય કે ઉત્સર્જન થઈ શકતું નથી. આથી તેનું વહન ક્રમિક ઉચ્ચ પોષક સ્તરે થાયછે.
- આ ઘટનામરક્યુરી અને DDT (ડાયક્લોરો ડાયફિનાઈલ ટ્રાયક્લોરોઇથેનો માટે જાણીતી છે.
- આ પ્રમાણે જલીય આહારશૃંખલામાં DDTનું જૈવસંકેન્દ્રણ વધતું જાય છે.
- જો પાણીમાં આ સંકેન્દ્રણ 0.003 ppb (parts perbillion)થી શરૂ થાય છે, તો જૈવિક વિશાલન દ્વારા માછલી ખાનારાં પક્ષીઓમાં વધીને તે 25 ppm સુધી પહોંચી શકે છે.
- આના કારણે પક્ષીઓમાં કૅલ્શિયમના ચયાપચયને ખલેલ પહોંચે છે, જેના કારણે અંડકવચ પાતળાં થઈ જાય છે, પરિપક્વતા પહેલાં તૂટી જાય છે તેથી પક્ષીઓની વસ્તીમાં ઘટાડો થાય છે.
પ્રશ્ન 18.
સુપોષકતકરણ (Eutrophication) વિશે માહિતી આપો.
ઉત્તર:
- સુપોષકતકરણ (Eutrophication)એ તળાવના પાણીમાં પોષક તત્ત્વોના વધારા દ્વારા થતી તેની પ્રાકૃતિક જીર્ણતા (aging) છે.
- નવનિર્મિત તળાવનું પાણી ઠંડું અને સ્વચ્છ હોય છે. થોડાક જીવનને આધાર આપે છે જેના કારણે જલીય જીવોની વૃદ્ધિ થાય છે. જેમ-જેમ તળાવની ફળદ્રુપતા વધે છે તેમ-તેમ વનસ્પતિ તથા પ્રાણીજીવન પાંગરતા રહે છે અને કાર્બનિક અવશેષો તળાવના તળિયે જમા થાય છે.
- જેમ જેમ કાંપ (silt) અને કાર્બનિક અવશેષી પદાર્થોના ઢગલા થાય છે તેમ તેમ તળાવ છીછરાં અને ગરમ થતા જાય છે. તળાવના ઠંડા વાતાવરણમાં જીવન જીવતા સજીવોના સ્થાને ગરમ હૂંફાળા પાણીના સજીવોનું જીવન વસે છે.
- ઘાસમય નીચાણવાળા કળણ ભૂમિવિસ્તારની વનસ્પતિઓ છીછરી જગ્યાએ મૂળ જમાવી અને તળાવના મૂળભૂત તટપ્રદેશને ભરી દે છે. આખરે તરતી વનસ્પતિઓની મોટી સંખ્યાથી તળાવ ભરાઈ જાય છે. ભેજવાળી પોચી જમીન બને છે, છેવટે ભૂમિમાં પરિવર્તિત થઈ જાય છે.
- આબોહવા, તળાવનું કદ અને અન્ય પરિબળોના આધારે તળાવના આ કુદરતી જીર્ણતામાં હજારો વર્ષો લાગી શકે છે પણ ઉદ્યોગો અને ઘરગથ્થુ કચરા જેવી મનુષ્યની ક્રિયાવિધિઓથી જીર્ણતાની પ્રક્રિયામાં ધરમૂળથી ગતિ વધી ગઈ છે. આ ઘટનાને સંવર્ધિત કે પ્રવેગિત સુપોષકતકરણ કહે છે.
- છેલ્લી શતાબ્દિમાં પૃથ્વી પરના ઘણા ભાગોમાં તળાવો વાહિત મળ અને કૃષિવિષયક કે ઔદ્યોગિક નકામા કચરાથી સુપોષિત થયા છે. તેમાં મુખ્ય અશુદ્ધિઓ નાઇટ્રેટ્સ અને ફૉસ્ફટ્સ છે કે જે વનસ્પતિઓ માટે પોષક તત્ત્વોનું કામ કરે છે.
- આના કારણે લીલની અતિશય વૃદ્ધિ થાય છે. જેના કારણે સપાટી પર લીલું આચ્છાદાન (Scum) બને છે, દુર્ગધ આવે છે. પાણીમાં દ્રાવ્ય O2 નું પ્રમાણ ઘટી જાય છે. તેની સાથે તળાવમાં વહીને આવેલા અન્ય પ્રદૂષકો માછલીઓની સંપૂર્ણ વસ્તીને ઝેરી બનાવી શકે છે. જેના વિઘટનથી પાણીમાં ઓગળેલા O2નું પ્રમાણ વધુ ઘટી જાય છે આ પ્રકારે તળાવની જૈવિકતા અવરોધાઈમૃત્યુ પામે છે.
પ્રશ્ન 19.
થર્મલ-પાવર પ્લાન્ટ્સની જલીય જીવનપર શી અસરો જોવા મળે છે?
ઉત્તર:
- વીજ ઉત્પાદિત એકમો એટલે કે ઉષ્ણવિદ્યુત એકમોનું બહાર વહી જતું ગરમ, નકામું પાણી દ્વિતીય કક્ષાના પ્રદૂષકોની રચના કરે છે.
- ગરમ નકામા પાણીમાં ઊંચા તાપમાન સામે સંવેદનશીલ સજીવો જીવતા રહી શકતા નથી અથવા તેમની સંખ્યામાં ઘટાડો જોવા મળે છે.
- અત્યંત ઠંડા વિસ્તારોમાં વનસ્પતિઓ અને માછલીઓ વૃદ્ધિ કરે છે પણ સ્થાનિક વનસ્પતિ સમૂહો (Flora) અને પ્રાણી સમૂહો (Fauna)ને નુકસાન પહોંચાડે છે.
પ્રશ્ન 20.
કેલિફોર્નિયાના અર્કોટા શહેરમાં સંકલિતઢબથી કરાયેલા નકામા પાણીના ઉપચારનો પ્રયોગવર્ણવો.
ઉત્તર:
- વાહિત મળ સહિત નકામા પાણીનો ઉપચાર સંકલિત ઢબથી કૃત્રિમ અને કુદરતી બંને પ્રક્રિયાઓને ભેગી કરીને થઈ શકે છે. આવા આ પ્રકારનો પ્રયોગ કેલિફોર્નિયાના ઉત્તરીય તટપર આવેલા અર્કટા શહેરમાં કરવામાં આવ્યો.
- હમ્બોલ્ટ સ્ટેટ યુનિવર્સિટીના જૈવવિજ્ઞાનીઓના સહયોગથી સંકલિત નકામા પાણીના ઉપચારની ક્રિયાવિધિબે ચરણમાં તૈયાર કરી.
- (a) પરંપરાગત અવસાદન જેમાં નિયંદન અને ક્લોરિન દ્વારા ઉપચાર કરાય છે. આના પછી પણ ઘણાબધા ખતરનાક પ્રદૂષકો જેવા કે ઓગળેલી ભારે ધાતુઓ રહી જાય છે. તેને દૂર કરવા નવિન પ્રયોગ કરાયો હતો.
- (b)લગભગ 60 હેક્ટર્સ જેટલી કળણભૂમિમાં એકબીજાથી જોડાઈ રહેલા 6 જેટલા ભૂમિ વિસ્તારોની શૃંખલાનો વિકાસ કર્યો.
- આમાં યોગ્ય વનસ્પતિઓ, લીલ, ફૂગ અને બેક્ટરિયા ઉછેરવામાં આવ્યા જે પ્રદૂષકોને તટસ્થ, અવશોષિત અને પરિપાચિત કરે છે જેથી કળણ ભૂમિમાંથી પસાર થતું પાણી કુદરતી રીતે જ શુદ્ધ થઈ જાય છે.
- આ કળણ ભૂમિ એક અભયારણ્યની રચના પણ કરે છે. જેમાં જૈવવિવિધતાના ઉચ્ચ સ્તરની માછલીઓ, પ્રાણીઓ અને પક્ષીઓનો સમૂહનિવાસ કરે છે.
- આ પરિયોજનાની દેખભાળ તથા સુરક્ષા માટે નાગરિકોનો એક સમૂહFOAM-Friends Of the Arcata Marshકાર્યરત છે.
પ્રશ્ન 21.
ઇકોસના શૌચાલય વિશે માહિતી આપો.
ઉત્તર:
- સામાન્ય રીતે એવી ધારણા છે કે નકામા પદાર્થો દૂર કરવા પાણીની જરૂરિયાત રહે છે. પણ જો માનવીના નકામા પદાર્થો (ઉત્સર્જિત પદાર્થો) એટલે કે મળ-મૂત્રનો નિકાલ પાણી સિવાયથાય તો? તેના દ્વારા પાણીની બચત થાય.
- શુષ્ક ખાતરના શૌચાલયનો ઉપયોગ એ નિવસનતંત્રની સ્વચ્છતા માટેનું ટકાઉ તંત્ર છે. ઘન કચરાના નિકાલ માટેની વ્યાવહારિક, સ્વાથ્યકર, કાર્યક્ષમ અને ઓછી ખર્ચાળ પદ્ધતિ છે.
- ખાતર નિર્માણની આ પદ્ધતિમાં માનવ મળ-મૂત્રનું પુનઃચક્રણ કરી તેને કુદરતી ખાતરમાં પરિવર્તિત કરાય છે જેથી રાસાયણિક ખાતરની આવશ્યકતા ઘટે છે. – કેરલ અને શ્રીલંકાના ઘણા પ્રદેશોમાં ઇકોસન શૌચાલયો વપરાશમાં છે.
પ્રશ્ન 22.
સેનિટરી લૈન્ડલ્સિવિશે માહિતી આપો.
ઉત્તર:
- ઘન કચરામાં બધી ચીજવસ્તુઓ સમાવાય છે જેનો કચરા (trash) તરીકે નિકાલ થાય છે. નગરપાલિકાના ઘન કચરામાં ઘર, કાર્યાલયો, શાળાઓ, દવાખાના, હૉટલો વગેરે દ્વારા ફેંકવામાં આવતી બધી ચીજવસ્તુઓનો સમાવેશ થયો હોય છે.
- તેમાં સામાન્ય રીતે કાગળ, ખાદ્ય એંઠવાડ, પ્લાસ્ટિક, કાચ, ધાતુઓ, રબર, ચામડું, કપડાં વગેરે હોય છે. તેને બાળવાથી તેના કદમાં ઘટાડો થાય છે પણ સંપૂર્ણ રીતે નાશ થતો નથી.
- ખુલ્લા સ્થાનો (dump side)માં ફેંકવાથી ઉંદરો, માખીઓ વગેરે માટે પ્રજનન સ્થળ બની જાય છે. અનેક રોગના ઉત્પત્તિ માટેનું ભયસ્થાન બને છે.
- સેનિટરી લૅન્ડફિલ્મમાં ઘન કચરાને સંઘનિત કર્યા પછી ખાડા કે ખાઈમાં દબાઈદેવાય છે અને ધૂળ કે માટીથી ઢાંકવામાં આવે છે.
- મહાનગરોમાં ગંદા કચરાનું ઉત્પાદન એટલું વધારે હોય છે કે આ સ્થળો ભરાઈ જાય છે. વળી તેમાં ઝમતાં રસાયણો સ્વાથ્ય માટે : નુકસાનકારક છે. ભૂમિગત જળ સંસાધનોને પ્રદૂષિત કરે છે.
પ્રશ્ન 23.
નકામા પદાર્થોને કયા પ્રકારોમાં વર્ગીકૃત કરી શકાય? તેનો નિકાલ કઈ રીતે કરી શકાય?
ઉત્તર:
- આપણા દ્વારા ઉત્પન્ન થતા નકામા પદાર્થોને ત્રણ ભાગમાં વહેંચી શકાય છે :
(a) જૈવવિઘટન યોગ્ય (biodegradable)
(b) પુનઃચક્રણ યોગ્ય (recyclable)
(c)જૈવવિઘટન અયોગ્ય(non-biodegradable) - ઉત્પાદિત બધા કચરાની છણાવટકરાઈ પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા કચરાને અલગ પડાયછે.
- જૈવવિઘટનીય પદાર્થોને જમીનમાં ઊંડા ખાડામાં દાટી કુદરતી સ્વરૂપમાં વિઘટન માટે રહેવા દેવાય છે.
- જૈવ અવિઘટનીય કચરાનો નિકાલ એ સમસ્યા છે. આપણી રોજિંદી ચીજવસ્તુઓ માટે પણ આપણે પૉલિથીન, પ્લાસ્ટિક બૅગ્સ પર આધાર રાખીએ છે. આના સ્થાને આપણે કાગળ કે કાપડની બનેલી થેલીઓ વપરાશમાં લઈ પ્લાસ્ટિકના વપરાશ પર નિયંત્રણ લાવી શકીએ છીએ.
પ્રશ્ન 24.
ઇ-કચરો(e-waste) એટલે શું? તેનો નિકાલ કઈ રીતે કરાય છે?
ઉત્તર:
- મરામત ના થઈ શકે તેવા ઇલેક્ટ્રોનિક માલસામાન અને કયૂટરને ઈ-કચરો કહે છે.
- ઈ-કચરાને લૅન્ડફિલ્મ સાઇટમાં દાટવામાં આવે છે કે સળગાવી દેવામાં આવે છે.
- વિકસિત દેશોમાં ઉત્પન્ન થયેલા ઈ-કચરાની વિકાસશીલ દેશો જેવાં કે ચીન, ભારત અને પાકિસ્તાનમાં નિકાસ થાય છે. અહીં રિસાઇક્લિગ દ્વારા તેમાંથી તાંબું, લોખંડ, સિલિકોન, નિકલ અને સોના જેવી ધાતુઓ પુનઃપ્રાપ્ત થાય છે.
- આ કાર્યમાં ઘણીવાર શારીરિક (હાથેથી બનાવવાની – manual) ભાગીદારી હોય છે. આથી કાર્ય કરતા કર્મચારીઓ પર ઈ
કચરામાં રહેલા ઝેરી પદાર્થોની અસર થાય છે.
પ્રશ્ન 25.
પ્લાસ્ટિકકચરામાંથી રોડ બનાવવા માટેના પ્રયોગને વર્ણવો.
ઉત્તર:
- આ સમસ્યાનો ઉકેલ બેંગ્લોરના પ્લાસ્ટિક ઉત્પાદનકર્તાએ યોગ્ય રીતે શોધ્યો છે.
- અહમદખાન (57 વર્ષ) 20 વર્ષથી પ્લાસ્ટિકની કોથળીઓ બનાવવાના વ્યવસાયમાં હતાં. લગભગ 8 વર્ષ પહેલા તેમને લાગ્યું કે પ્લાસ્ટિક કચરો એક સમસ્યા છે.
- તેમની કંપનીએ પોલીબ્લેન્ડ નામનો રિસાઇક્લિગ કરેલો ઝીણો પાઉડર તૈયાર કર્યો. આ મિશ્રણને બિટુમેન (bitumen) સાથે ભેળવવામાં આવ્યું. જેનો ઉપયોગ રસ્તા બનાવવા માટે કરાય છે.
- બિટુમેન સાથે પોલીબ્લેન્ડના મિશ્રણનો ઉપયોગ કરી રોડ બનાવતાં જણાયું કે બિટુમેનની જલવિકર્ષક (water repellant) શક્તિ વધી અને રોડની વય ત્રણ ગણી વધી ગઈ.
- પોલીબ્લેન્ડ બનાવવા કાચા માલના સ્વરૂપમાં પ્લાસ્ટિક રેપર્સનો ઉપયોગ કરાય છે. આ માટે કચરો વીણવાવાળાને 0.40 રૂપિયા પ્રતિ કિલો ભાવ મળતો હતો. હવે અહમદખાનથી તેમને 6 રૂપિયા પ્રતિ કિલોગ્રામ મળવા લાગ્યા છે. બેંગ્લોરમાં ખાનની પદ્ધતિથી વર્ષ 2002 સુધી લગભગ 40 કિલોમીટર રસ્તો બનાવાઈ ગયો છે.
પ્રશ્ન 26.
કૃષિ-રસાયણો એટલે શું? તેની અસરો જણાવો.
ઉત્તર:
- પાકોનું ઉત્પાદન વધારવા માટે અકાર્બનિક ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ પુષ્કળ પ્રમાણમાં થાય છે. હાલ જંતુનાશક (pesticides), તૃણનાશક (herbicides), ફૂગનાશક (fungicides)વગેરેનો ઉપયોગ વધુને વધુ થઈ રહ્યો છે.
- આ રસાયણો ધ્યાનમાં લેવાયેલા (non-target) સજીવો માટે પણ ઝેરી છે. જેઓ ભૂમિ-નિવસનતંત્રના અગત્યના ઘટકો છે.
- રાસાયણિક ખાતરોની વધતી માત્રાનો ઉમેરો જલજ નિવસનતંત્ર અને સુપોષકતકરણને સામસામે કરી શકે છે. પરિણામે કૃષિમાં પ્રવર્તમાન સમસ્યાઓ ગંભીર સ્વરૂપે જોવા મળે છે.
પ્રશ્ન 27.
કાર્બનિક ખેતીના(organic farming) ફાયદાઓ જણાવો.
ઉત્તર:
- સંકલિત કાર્બનિક ખેતી (integrated organic farming) એક ચક્રીય, કદી કચરો ઉત્પન્ન ન થાય તેવી પ્રક્રિયા છે. અહીં એક પ્રક્રિયામાં ઉત્પન્ન થયેલો કચરો બીજી પ્રક્રિયા માટે પોષક દ્રવ્યો તરીકે કાર્ય કરે છે.
- આ પ્રમાણે સ્રોતોની મહત્તમ ઉપયોગિતા થઈ શકે છે, ઉત્પાદન ક્ષમતા વધે છે. રમેશચંદ્ર ડાગર નામના સોનીપત (હરિયાણા)ના એક ખેડૂત આ જ કાર્ય કરી રહ્યા છે.
- મધમાખી-પાલન, ડેરી-વ્યવસ્થાપન, જળ-સંગ્રહણ, સેન્દ્રીય બનાવટતથા કૃષિ વિષયક કાર્ય વગેરેનો સમાવેશ શૃંખલામય પ્રક્રિયા વડે કરી રહ્યા છે જે એકબીજા પર આધારિત છે. આ રીતે તે આર્થિક રીતે પરવડે અને લાંબો સમય ચાલે તેવી પ્રવૃત્તિ બની રહે છે.
- આ ઊપજો માટે રાસાયણિક ખાતરોની જરૂર પડતી નથી, કારણ કે પશુધનના ઉત્સર્ગ પદાર્થો (છાણ-ગોબર)નો ખાતર તરીકે ઉપયોગ કરાય છે. ઊપજના કચરાનો મિશ્ર ખાતર બનાવવા ઉપયોગ કરાય છે જે કુદરતી ખાતર કે કુદરતી ગેસ (બાયોગેસ) બનાવવા વપરાય છે.
- શ્રી ડાગરે દ્વારા સ્થાપિત હરિયાણા કિસાન કલ્યાણ ક્લબના પ્રવર્તમાન સભ્યો 5000ની સંખ્યામાં છે.
પ્રશ્ન 28.
કિરણોત્સર્ગીકચરાની અસરો અને નિકાલ માટેની પદ્ધતિ સૂચવો.
ઉત્તર:
- શરૂઆતના તબક્કામાં ન્યુક્લિઅર ઍનર્જીને વીજળી ઉત્પન્ન કરવા માટેની પ્રદૂષણવિહીન પદ્ધતિ મનાતી હતી. ત્યાર બાદ ખ્યાલ આવ્યો કે તેના ઉપયોગની બે ગંભીર સમસ્યાઓ છે :
- આકસ્મિક ઝરણ (leakage) જેમ કે, શ્રી માઇલ આઇસલૅન્ડ તથા ચનબીલ ઘટનાઓ
- કિરણોત્સર્ગી કચરાના સુરક્ષિત નિકાલની.
- કિરણોત્સર્ગી કચરાથી નીકળતા વિકિરણો સજીવો માટે ખૂબ જ ઘાતક હોય છે. તેના કારણે મોટા પ્રમાણમાં વિકૃતિઓ ઉત્પન્ન થાય છે. કિરણોત્સર્ગીની વધુ માત્રા જીવલેણ હોય છે પણ ઓછી માત્રાથી પણ વિવિધ વિકારો જોવા મળે છે. સૌથી મોટો ખતરો કેન્સર છે. તેથી ન્યુક્લિઅરવિકિરણોનો કચરો ખૂબ ભયંકર પ્રદૂષક છે. તેના નિકાલની કાર્યવાહીમાં સાવચેતીની જરૂરરપડે છે.
- ન્યુક્લિઅર કચરાને પૂર્વ-સારવાર આપ્યા પછી યોગ્ય રીતે કવચ ધરાવતા સંગ્રાહકો (ટાંકીઓમાં)માં સંગ્રહ કરી, પૃથ્વીની સપાટી નીચે 500 મીટર ઊંડાઈએ ખાડો ખોદી પથ્થરોથી દબાવી દેવા જોઈએ.
પ્રશ્ન 29.
‘ગ્રીનહાઉસ’ શબ્દ શામાટે પ્રયોજિત થતો હતો?
ઉત્તર:
- ગ્રીનહાઉસ શબ્દ નાના કાચના ઘર માટે વપરાતો કે જેનો ઉપયોગ ઠંડી ઋતુમાં વનસ્પતિના છોડના રોપાઓને ઉગાડવા માટે કરાયછે.
- કાચની પેનલ પ્રકાશને પ્રવેશવા દે છે ઉષ્માને બહાર નીકળવા દેતી નથી જેથી ગ્રીનહાઉસ સારી રીતે ગરમ થાય છે. આ વનસ્પતિઓ માટે યોગ્ય તાપમાન જાળવે છે.
પ્રશ્ન 30.
‘ગ્રીનહાઉસ અસર’ વિસ્તૃત રીતે વર્ણવો.
ઉત્તર:
- ગ્રીનહાઉસ નૈસર્ગિક રીતે જોવા મળતી ઘટના છે. તે પૃથ્વીની સપાટી તથા વાતાવરણને ગરમ રાખે છે. જો ગ્રીન હાઉસ અસર ના હોત તો પૃથ્વીની સપાટીનું સરેરાશ તાપમાન 15°C ને બદલે -18°C જોવા મળતું હોત.
- ગ્રીનહાઉસ અસર સમજવા માટે સૌથી બહારના વાતાવરણમાં પહોંચતી સૂર્યપ્રકાશની ઊર્જાના ભાવિ વિશે જાણવું જરૂરી છે.
- પૃથ્વી પર આવતાં સૌરવિકિરણોના લગભગ 1/4 ભાગ જેટલાં વિકિરણોના વાદળો તથા વાયુઓથી પરાવર્તન પામે છે. બીજો ચોથો ભાગ તેમના દ્વારા શોષાઈ જાય છે પણ લગભગ અડધા ભાગ જેટલા વાતાવરણમાં પ્રવેશ પામતાં સૌરવિકિરણો પૃથ્વીની સપાટી પર પડે છે અને તેને ગરમ કરે છે. જ્યારે થોડાક જ પ્રમાણમાં તે પરાવર્તન પામીને પાછા જાયછે.
- પૃથ્વીની સપાટી પારરક્ત વિકિરણોના (Infrared) સ્વરૂપમાં ગરમીને ફરીથી ઉત્સર્જિત કરે છે પણ આ ભાગ અવકાશમાં છટકી જતો નથી પણ મોટા ભાગનાં પારરક્ત વિકિરણો વાતાવરણમાં રહેલા વાયુઓ દા.ત., CO2, મિથેન વગેરે દ્વારા શોષાઈ જાય છે.
- આ વાયુઓના અણુઓ ઉષ્મા-ઊર્જાનો ફેલાવો કરે છે. તેનો મોટો ભાગ ફરીથી પાછો પૃથ્વીની સપાટી પર આવી તેને ફરી ગરમ કરે છે. આ ચક્રનું પુનરાવર્તન થતું રહે છે.
- આ પ્રકારે પૃથ્વીની સપાટી અને નીચે રહેલું વાતાવરણ ગરમ થતું રહે છે. CO2, મિથેન વગેરે ગ્રીનહાઉસ વાયુઓ તરીકે
ઓળખાય છે. કારણ કે તે ગ્રીનહાઉસ અસર માટે જવાબદાર છે.
પ્રશ્ન 31.
વૈશ્વિક તાપમાનમાં વૃદ્ધિનાં કારણો, અસરો અને નિયંત્રિત કરવાનાં પગલાંની ચર્ચા કરો.
ઉત્તર:
- ગ્રીનહાઉસ વાયુઓના સ્તરમાં થતી વૃદ્ધિને કારણે પૃથ્વીની સપાટીની ઉષ્ણતામાં નોંધપાત્ર વધારો થાય છે જેના કારણે વૈશ્વિક તાપમાન વધે છે.
- છેલ્લા શતકમાં પૃથ્વીનું તાપમાન 0.6°C જેટલું વધ્યું હતું. છેલ્લાં ત્રીસ વર્ષોદરમિયાન સૌથી વધુ વધારો નોંધાયો છે.
- વૈજ્ઞાનિકોના મત પ્રમાણે તાપમાનના વધારાને કારણે પર્યાવરણમાં હાનિકારક ફેરફારો થાય છે. તેના પરિણામ સ્વરૂપે આબોહવામાં અસાધારણ ફેરફારો જોવા મળે છે (દા.ત., અલનીનો અસર).
- ધ્રુવીય ઘન બરફનાં શિખરો, હિમાલયનાં બરફ આચ્છાદિત શિખરો પીગળવા લાગશે. જેથી ઘણાં વર્ષો બાદ સમુદ્રની સપાટીના સ્તરમાં વધારો થાય છે જે દરિયાકિનારે વસતા શહેરો માટે ખતરારૂપ હોઈ શકે છે.
- વૈશ્વિક તાપમાનને નિયંત્રિત કરવાના ઉપાયોમાં અશ્મિભૂત ઇંધણનો ઉપયોગ ઘટાડવો, ઊર્જાના ઉપયોગની કાર્યદક્ષતા વધારવી, વનટાઈઘટાડવી, વૃક્ષારોપણ કરવું, માનવવસ્તીની વૃદ્ધિમાં ઘટાડો કરવો વગેરેનો સમાવેશ કરાયછે.
પ્રશ્ન 32.
ઓઝોન ગર્તનું નિર્માણ કઈ રીતે થાય છે?મોન્ટ્રિયલ પ્રોટોકોલ શું છે? વર્ણવો.
ઉત્તર:
- વાતાવરણના નીચેનાં સ્તર (ટ્રોપોસ્ફિયર)માં બનતો ઓઝોન ખરાબ કહેવાય છે જે પ્રાણીઓ અને વનસ્પતિઓને નુકસાન પહોંચાડે છે.
- વાતાવરણમાં ‘સારો’ ઓઝોન હોય છે જે વાતાવરણના ઉપરના ભાગોમાં જોવા મળે છે તેને સમતાપમંડળ કે ઊર્ધ્વમંડળ
(stratosphere) કહે છે. - તે સૂર્યમાંથી નીકળતાં પારજાંબલી કિરણો (ultravioletradiation)ને શોષવા કવચ (shield)નું કાર્ય કરે છે. UV કિરણો સજીવો માટે નુકસાનકર્તા છે કારણ કે સજીવોનું DNA તથા પ્રોટીન ખાસ કરીને પારજાંબલી કિરણોનું શોષણ કરે છે. તેની ઊંચી ઊર્જા આ અણુઓમાં રહેલા રાસાયણિક બંધોને તોડી નાંખે છે.
- વાતાવરણની ટોચથી લઈ જમીનના નીચેના ભાગ સુધી હવાના સ્તંભની જાડાઈડૉબસન એકમ (DU)થી મપાય છે.
- આણ્વિક ઑક્સિજન પર પારજાંબલી કિરણોની ક્રિયાના પરિણામરૂપે ઓઝોન વાયુ બનતો રહે છે અને સમતાપ મંડળમાં આણ્વિક 05માં ઘટાડો થતો રહે છે. સમતાપ મંડળમાં ઓઝોનના ઉત્પાદન અને ઘટાડા વચ્ચે સમતોલન હોવું જરૂરી છે.
- CFCs (ક્લોરોફલોરો કાર્બન્સ) દ્વારા ઓઝોનનું અવનતીકરણ વધી જવાથી તેનું સંતુલન ખોરવાયું છે. CFCડનો વધુ ઉપયોગ રેફ્રિજરેટરમાં થાય છે. વાતાવરણના નીચેના ભાગથી મુક્ત થતો CFCs ઉપરની તરફ સમતાપમંડળમાં પહોંચે છે.
- સમતાપ મંડળમાં UV કિરણો CFCs સાથે પ્રક્રિયા કરી ક્લોરિનના
- પરમાણુઓ મુક્ત કરે છે. ક્લોરિન ઓઝોનનું વિઘટન કરી આણ્વિક O2 મુક્ત કરે છે.
- આ પ્રક્રિયામાં CIના પરમાણુઓનો વપરાશ થતો નથી કારણ કે તેઓ માત્ર ઉદ્દીપક તરીકે જ કાર્ય કરે છે. તેથી સમતાપ મંડળમાં ઉમેરાતાં CFCsની ઓઝોન સ્તર પર કાયમી અસર થતી રહે છે.
- આ અવક્ષયની અસર ઍન્ટાર્કટિકા પ્રદેશ પર સૌથી વધુ જોવા મળે છે. તેના પરિણામે અહીં ખૂબ મોટા વિસ્તારમાં ઓઝોનનું સ્તર પાતળું થઈ ગયું છે જે ઓઝોન ગર્તતરીકે ઓળખાય છે.
- પારજાંબલી કિરણો-B (UV-B) કરતાં ટૂંકી તરંગલંબાઈનાં UV કિરણો પૃથ્વીના વાતાવરણ દ્વારા લગભગ સંપૂર્ણ રીતે શોષાઈ જાયછે, ઓઝોન સ્તરને અસર થતી નથી.
- UV-Bએ DNAને નુકસાન કરે છે અને વિકૃતિ પ્રેરી શકે છે. ત્વચામાં વૃદ્ધત્વ, ત્વચામાં કોષોને નુકસાન તેમજ ત્વચાનું કેન્સર પ્રેરે છે.
- માનવઆંખનું, પારદર્શક પટલ એ UV-B કિરણોને શોષી લે છે તથા UV-Bની વધારે માત્રાથી પારદર્શક પટલમાં સોજો આવે છે તેને પારપટલ અંધતા (snowblindness) કહે છે. મોતિયો પણ આવી શકે છે.
- મોન્ટ્રિયલ પ્રોટોકોલ : ઓઝોનના વિઘટનની હાનિકારક અસરો જોતાં આંતરરાષ્ટ્રીય સંધિ કરાઈ હતી જેને મોન્ટ્રિયલ પ્રોટોકોલ કહે છે.
- ઓઝોન અવક્ષય કરતા પદાર્થોના ઉત્સર્જન પર નિયંત્રણ માટે 1987માં મોન્ટ્રિયલ (કેનેડા) ખાતે હસ્તાક્ષર થયા હતા.
- CFCs અને અન્ય અવક્ષયકારક રસાયણોના ઉત્સર્જનને ઘટાડવા વિકસિત અને વિકાસશીલ દેશો માટે માર્ગદર્શક ધારાધોરણો નિયત કરાયા છે.
પ્રશ્ન 33.
સંસાધનોના અનુચિત ઉપયોગથી જોવા મળતી રણ-સ્થળીકરણ, જમીનની ક્ષારતાવિશે માહિતી આપો.
ઉત્તર:
- કુદરતી સ્રોતોનું અવનતીકરણ પ્રદૂષકો વડે જ નહીં પણ તેના અનુચિત ઉપયોગથી પણ થતું જોવા મળે છે.
- (i) જમીનનું ધોવાણ અને રણ-સ્થળીકરણઃ જમીનની ફળદ્રુપતાના નિર્માણમાં સદીઓ લાગે છે. પરંતુ વધુ પડતી ખેતી, અબાધિત ચરાણ, વનકટાઈ તેમજ નબળી સિંચાઈ પદ્ધતિઓ જેવી માનવસર્જિત પ્રક્રિયાઓને પરિણામે ઉપરના ફળદ્રુપ સ્તરો ખૂબ સરળતાથી દૂર થઈ શકે છે.
- તેના પરિણામે જમીનના નાના નાના ટુકડા થાય છે. જ્યારે આ ઉજ્જડ ભૂમિખંડો વિસ્તારિત થઈ મોટા બની, સમય જતાં એકબીજાથી જોડાઈને રણનું નિર્માણ કરે છે.
- રણ-સ્થળીકરણનું નિર્માણ ખાસ કરીને શહેરીકરણનું પરિણામ મનાય છે.
- (ii) જમીનમાં પાણીનો ભરાવો અને જમીનની ક્ષારતા : સિંચાઈમાં જો પાણીનો યોગ્ય નિકાલ ન થાય તો જમીનમાં પાણીનો ભરાવો થાય છે અને જમીન તરબતર થાય છે.
- જમીનની સપાટી પાણીમાં રહેલા ક્ષારોને ખેંચે છે. આ ક્ષારો ભૂમિ પર પાતળા પડ તરીકે જમા થાય છે કે છોડનાં મૂળ પર જમા થાય છે.
- ક્ષારોનું વધતું પ્રમાણ પાકની વૃદ્ધિ માટે પ્રતિકૂળ નીવડે છે, કૃષિમાટેનુકસાનકર્તા છે.
પ્રશ્ન 34.
નિર્વનીકરણ એટલે શું? તેનાં કારણો તથા પરિણામો જણાવો.
ઉત્તર:
- વનવિસ્તારોનું વનરહિત વિસ્તારમાં ફેરવાયું તેને વન-નાબૂદી કે નિર્વનીકરણ કહે છે.
- અંદાજિત 40 ટકા જંગલોનો ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં નાશ થયો છે. 1ટકા જંગલો શીતોષ્ણ પ્રદેશમાં નાશ પામ્યાં છે.
- આની તુલનામાં ભારતમાં સ્થિતિ ગંભીર છે. 20મી સદીની શરૂઆતમાં ભારતમાં જમીનના કુલ ક્ષેત્રફળના 30 ટકા જંગલો હતાં. સદીના અંતમાં ઘટાડો થઈ 21.54 ટકા રહ્યા. ભારતની રાષ્ટ્રીય વનનીતિ (1988) દ્વારા ભલામણ કરાઈ છે કે મેદાની વિસ્તારમાં 33 ટકા અને પર્વતીય ક્ષેત્રોમાં 67 ટકા જંગલો હોવાં જરૂરી છે.
- વન-નાબૂદીનાં કારણો:
- વન પ્રદેશને કૃષિવિષયક ભૂમિમાં બદલવામાં આવે જેથી વધતી માનવવસ્તી માટે ખોરાક ઉપલબ્ધ થઈ શકે.
- વૃક્ષોને ઇમારતી લાકડું, બળતણ, ઢોર-પશુપાલન અને અન્ય કેટલાક હેતુ માટે કાપવામાં આવે છે.
- કાપો અને સળગાવી કૃષિ જે સામાન્ય રીતે ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં ઝૂમ ઉછેર કહેવાય છે.
- કાપો અને સળગાવો કૃષિમાં ખેડૂતો જંગલનાં વૃક્ષોને કાપી અને બાળી નાંખે છે. તેની રાખ ખાતર તરીકે વપરાય છે. એ જમીન પછી ખેતી માટે કે ઢોરને ચારવા માટે વપરાય છે.
- આ વિસ્તારને ઘણાં વર્ષો સુધી છોડી દેવામાં આવે છે જેથી પુનઃપ્રાપ્તિ થાય.
- નિર્વનીકરણનાં પરિણામો વાતાવરણમાં CO2 ની સાંદ્રતા વધે છે કારણ કે વૃક્ષો પોતાના જૈવભારમાં ખૂબ જ વધુ કાર્બન ધારણ કરી શકતા હતા. જવન-નાબૂદીના કારણે નાશ પામી રહ્યાં છે.
- જલચક્ર અસંતુલિત થાય છે, જમીનનું ધોવાણ થાય છે અને છેવટનાં તબક્કામાં રણ-સ્થળીકરણનું નિર્માણ પણ થઈ શકે છે.
- પુનઃવનીકરણ માટે તે વિસ્તારમાં પહેલાં જે અસ્તિત્વમાં હતી તે જૈવવિવિધતાને ધ્યાનમાં રાખીને વૃક્ષારોપણ કરી શકાય.
પ્રશ્ન 35.
વન-સંરક્ષણમાં વિવિધ જાતિના સમુદાયો દ્વારા કરાયેલી ભાગીદારીનું મહત્ત્વ સમજાવો.
ઉત્તર:
(i) 1731માં જોધપુરના રાજાનો મહેલ બનાવવા માટેના લાકડાની વ્યવસ્થા કરવા, રાજાના કર્મચારી કે જયાં બિશ્નોઈ પરિવારના લોકો રહેતા તેની નજીકના જંગલમાં વૃક્ષો કાપવા માટે ગયા. અમૃતા નામની મહિલા વૃક્ષોને ન કાપવાં દેવા માટે વૃક્ષને વળગીને ઊભી રહી. રાજાના લોકોએ અમૃતાદેવી અને તેની ત્રણ પુત્રીઓ ઉપરાંત ઘણાં બધાં લોકોની કતલ કરી. ઇતિહાસમાં આ એક અદ્ભુત દાખલો છે જેમાં પર્યાવરણની રક્ષા માટે લોકોએ બલિદાન આપ્યું હોય. ભારત સરકારે, અમૃતાદેવી બિશ્નોઈ વન્યજીવ – સંરક્ષણ પુરસ્કાર શરૂ કર્યોછે.
(ii) 1974માં ચિપકો ચળવળ હિમાચલના ગઢવાલ પ્રદેશની સ્થાનિક મહિલાઓ દ્વારા શરૂ કરાઈ હતી. ઠેકેદારો દ્વારા કાપી નખાતાં વૃક્ષોની સુરક્ષા માટે સ્થાનિક મહિલાઓએ બહાદુરીપૂર્વક ચળવળ ચલાવી હતી.
સ્થાનિક સમુદાયોની ભાગીદારીના મહત્ત્વને સમજતાં ભારત સરકારે 1980માં સંયુક્ત વનવ્યવસ્થાપન (JFM)ની કલ્પના રજૂ કરી. જેનાથી સ્થાનિક સમુદાયો સાથે મળી જંગલોનું રક્ષણ અને વ્યવસ્થાપનનું કાર્ય સરળ રીતે થઈ શકે છે.
તફાવત આપો. (2 ગુણ)
પ્રશ્ન 1.
કૃષિ રસાયણો અને ઓર્ગેનિક ખેતી
ઉત્તર:
કૃષિરસાયણો | ઓર્ગેનિક ખેતી |
(1) હરિયાળી ક્રાન્તિના ભાગરૂપેતૃણનાશકો, જંતુનાશકો અને ફૂગનાશકોનો વધારે ઉપયોગ કરવાથી વધારે ઉત્પાદન મળ્યું છે. | (1) ઓર્ગેનિક ખેતીમાં પાકની ફેરબદલી, લીલું ખાતર, સેન્દ્રિય ખાતર, જૈવિક પેસ્ટ કન્ટ્રોલ દ્વારા પાક ઉત્પાદન સામે નિયંત્રણનો સમાવેશ થાય છે. |
(2) કૃષિ રસાયણોમાં કૃત્રિમ ખાતરો, જંતુનાશકો અને વનસ્પતિ અંતઃસ્ત્રાવોનો ઉપયોગ કરવામાં આવે છે. | (2) કૃત્રિમ ખાતરો, જંતુનાશકો અને વનસ્પતિ વૃદ્ધિ અંતઃસ્ત્રાવોનો ઉપયોગ કરવામાં આવતો નથી. |
પ્રશ્ન 2.
સુપોષકતકરણ અને જૈવિક વિશાલન
ઉત્તર:
સુપોષકતકરણ | જૈવિક વિશાલન |
(1) જલજ વસવાટમાં પોષણ પ્રાપ્તિની સુલભતા. | (1) સજીવોના આહારશૃંખલાના વિભિન્ન સ્તરે કોઈ દ્રવ્યના સંકેન્દ્રણનો વધારો. |
(2) પાણીમાં વિવિધ કાર્બનિક અને અકાર્બનિક દ્રવ્યોનો ઉમેરો થાય છે. | (2) સજીવોમાં ઝેરી ઘટકો એકત્રિત થાય છે, ચયાપચય થતું નથી. |
(3) સુએજ, ફર્ટિલાઇઝર, પ્રાણીઓનો મળ તેમજ જલજ વનસ્પતિ વૃદ્ધિને પ્રોત્સાહન મળે છે. | (3) મચ્છરોના નાશ માટે DDTનો છંટકાવ થાયછે ત્યાંથી તે વનસ્પતિ, તૃણાહારી અને વિવિધ ક્રમનાં માંસાહારી પ્રાણીઓમાં ખોરાક સાથે પ્રવેશે છે. |
વૈજ્ઞાનિક કારણો આપો. (2 ગુણ)
પ્રશ્ન 1.
રોડ નિર્માણ માટે પોલિમરયુક્તડામર અગત્યની સામગ્રી છે.
ઉત્તર:
રોડ બનાવવા માટેની સામગ્રીમાં પ્લાસ્ટિકના કચરાનો ઉપયોગ થાય છે. તે ઘણા મહત્ત્વના ગુણો ધરાવે છે. આ રોડ સામાન્ય રોડ કરતાં ઘણી મજબુતાઈ ધરાવે છે. તેમાં વરસાદી ખાડા પડતા નથી. ઉનાળામાં ઓછું ગળતર થાય છે. ડામર સાથે મિક્સ કરવાથી તેનું પ્રમાણ તેમજ કિંમતમાં ઘટાડો થાય છે.
પ્રશ્ન 2.
વનનાશની અસરોગંભીર જોવા મળે છે.
ઉત્તર:
વનનાશને કારણે પ્રાદેશિક તેમજ વૈશ્વિક આબોહવાકીય ફેરફારો તેમજ વૈશ્વિક આબોહવાકીય ફેરફારો જોવા મળે છે. વનોના નાશથી વરસાદનું પ્રમાણ ઘટે છે. વન દૂર થતાં ત્યાંની ભૂમિનું ધોવાણ થવાથી જમીનની ફળદ્રુપતા ઘટે છે. નિવસનતંત્રમાં સમતુલા ખોરવાય છે ઘણા સજીવો પોતાના કુદરતી વસવાટો ગુમાવે છે અને નાશ:પ્રાય અથવા લુપ્ત થાય છે.
પ્રશ્ન 3.
ગ્રીનહાઉસ વાયુઓની ગંભીર અસરો જોવા મળે છે.
ઉત્તર:
ગ્રીનહાઉસ વાયુઓના પ્રમાણમાં જેમ જેમ વધારો થતો જાય છે તેમ તેમ પૃથ્વીના તાપમાનમાં વધારો થતાં તે વૈશ્વિક તાપમાન વધારામાં પરિણમે છે. તાપમાનમાં વધારો થવાથી તેના વાતાવરણમાં હાનિકારક ફેરફારો થાય છે. ધ્રુવ પ્રદેશ, હિમાલયન વિસ્તારોમાં બરફ ઓગળે છે. આવું ઘણા સમય સુધી થતાં દરિયાઈ પાણીની સપાટી ઊંચી આવે, તેના લીધે દરિયાકાંઠાના પ્રદેશો પાણીમાં ગરકાવ થાય.