GSEB Class 12 Biology Important Questions Chapter 3 માનવ-પ્રજનન

Gujarat Board GSEB Class 12 Biology Important Questions Chapter 3 માનવ-પ્રજનન Important Questions and Answers.

GSEB Class 12 Biology Important Questions Chapter 3 માનવ-પ્રજનન

પ્રશ્ન 1.
નર અને માદા પ્રજનનતંત્રનો પ્રાથમિક ખ્યાલ સમજાવો.
ઉત્તર:
પ્રજનન એક પ્રક્રિયા છે. જેના દ્વારા પેઢીનું સાતત્ય જળવાય છે અને એકાકી કોષોનું જનીન દ્રવ્ય બેવડાય છે. આ પ્રક્રિયામાં જનીનદ્રવ્ય એક પેઢીથી બીજી પેઢીમાં પસાર થાય છે. આમ, પ્રજનન જાતિના જીવનને જાળવે છે.

માનવ લિંગી પ્રજનન કરતા અને અપત્યપ્રસવી પ્રાણી છે. માનવ પ્રાજનનિક ઘટનાઓમાં જનનકોષોનું નિર્માણ (gametogenesis) એટલે કે નરમાં શુક્રકોષો અને માદામાં અંડકોષોનું નિર્માણ થાય છે. શુક્રકોષોને માદાના જનન માર્ગમાં દાખલ કરવા (insemination) તથા નર અને માદા જનનકોષોનું જોડાણ (ફલન – fertilization) થાય છે જે ફલિતાંડના નિર્માણ તરફ દોરી જાય છે. ફલન બાદની ઘટનાઓમાં ગર્ભકોષ્ઠ કોથળી (blastocyst)નું નિર્માણ અને વિકાસ, ત્યારબાદ તેનું ગર્ભાશય (uterine)ની દીવાલ સાથે જોડાવું, ગર્ભસ્થાપન (implantation), ગર્ભવિકાસ (gestation) અને બાળકનો જન્મ-પ્રસૂતિ (parturition)ની ક્રિયાઓ થાય છે.

પ્રાજનનિક ઘટનાઓ યૌવનારંભ (Puberty)બાદ થતી જોવા મળે છે. નર અને માદામાં પ્રાજનનિક ઘટનાઓમાં નોંધપાત્ર તફાવત જોવા મળે છે. દા.ત., શુક્રકોષોનું નિર્માણ વૃદ્ધ પુરુષોમાં પણ ચાલુ રહે છે. પરંતુ અંડકોષોનું નિર્માણ સ્ત્રીઓમાં 50 વર્ષની વય આસપાસ સ્થગિત થઈ જાય છે.

પ્રશ્ન 2.
શુક્રપિંડનું સ્થાન તથારચના જણાવી, શુક્રોત્પાદકનલિકાઓ વિશે જણાવો.
ઉત્તર:
GSEB Class 12 Biology Important Questions Chapter 3 માનવ-પ્રજનન 1

  • નરપ્રજનનતંત્રનિતંબ (Pelvis) પ્રદેશમાં આવેલ છે.
  • તેમાં શુક્રપિંડની એક જોડની સાથોસાથ સહાયકનલિકાઓ ગ્રંથિઓ અને બાહ્ય જનનેન્દ્રિયોનો સમાવેશ થાય છે.
  • શુક્રપિંડોઃ શુક્રપિંડ ઉદરગુહાની બહાર આવેલી વૃષણકોથળીમાં આવેલાં છે. શુક્રપિંડનો વિકાસ, જ્યારે તે ઉદરગુહામાં હોય ત્યારે જ શરૂ થઈ જાય છે. ત્યારબાદ તેઓ નીચે વૃષણકોથળીમાં ઊતરી આવે છે.
  • વૃષણકોથળી શુક્રકોષજનન માટે જરૂરી શુક્રપિંડોનું નીચું તાપમાન (શરીરના સામાન્ય તાપમાન કરતાં 2-2.5°C નીચું) જાળવવામાં મદદ કરે છે.
  • પુખ્તમાં દરેક શુક્રપિંડ, અંડાકાર આશરે 4થી 5 સેમી લાંબું અને આશરે 2થી3 સેમી પહોળું હોય છે.
  • શુક્રપિંડો સઘન આવરણ વડે આવરિત હોય છે.
  • શુક્રોત્પાદક નલિકાઓ દરેક શુક્રપિંડ આશરે 250 ખંડો ધરાવે છે. જેને શુક્રપિંડીય ખંડિકાઓ (testicular lobules) કહે છે.
  • પ્રત્યેક ખંડિકામાં એકથી ત્રણ શુક્રકોષો ઉત્પન્ન કરતી ખૂબ જ ગૂંચળામય શુક્રોત્પાદક નલિકાઓ આવેલી છે. જે આંતરાલયશુક્રકોષો ઉત્પન્ન કરે છે.
  • દરેક શુક્રોત્પાદકનલિકા પર તેની અંદરની બાજુએ બે આદિશુક્રકોષો પ્રકારના કોષો ધરાવે છે. જેને નરજનનકોષો (male germ cells) ક આદિશુક્રકોષો (spermatogonia) સરટોલી કોષો (sertoli cells) કહે છે.
  • નરજનન કોષો અર્ધીકરણને અંતે શુક્રકોષના નિર્માણ તરફ દોરાઈ જાય છે. જ્યારે સરટોલી કોષો જનનકોષોને પોષણ પૂરું પાડે છે.
  • શુક્રોત્પાદક નલિકાઓના બહારના ભાગને આંતરાલીય અવકાશ કહે છે, જે નાની રુધિરવાહિનીઓ અને આંતરાલીય કોષો (interstitial cells) અથવા લેડિગ કોષો (Leydig cells)ધરાવે છે.
  • લેડિગ કોષો એન્ડ્રોજન (androgens)થી ઓળખાતા શુક્રપિંડીય અંતઃસ્ત્રાવોનું સંશ્લેષણ અને સ્રાવ કરે છે. તેને નરજાતીય
    અંતઃસ્રાવટેસ્ટોસ્ટેરોન કહે છે. અહીં રોગપ્રતિરક્ષા માટે સક્ષમ કોષો પણ આવેલા હોય છે.

GSEB Class 12 Biology Important Questions Chapter 3 માનવ-પ્રજનન 2

GSEB Class 12 Biology Important Questions Chapter 3 માનવ-પ્રજનન

પ્રશ્ન 3.
નરમાંપ્રજનનસહાયકનલિકાઓ વિશે માહિતી આપો.
ઉત્તર:
GSEB Class 12 Biology Important Questions Chapter 3 માનવ-પ્રજનન 3

  • નરપ્રજનન સહાયક નલિકાઓમાં વૃષણજાળ (rete testis), શુક્રવાહિકાઓ (vasa efferentia), અધિવૃષણ નલિકા (epididymis) અને સમાવેશ થાય છે.
  • શુક્રપિંડની શુકઉત્પાદક નલિકાઓ, વૃષણજાળ મારફતે શુક્રવાહિકાઓમાં ખૂલે છે.
  • શુક્રવાહિકાઓ શુક્રપિંડમાંથી બહાર આવી અને દરેક શુક્રપિંડોની પશ્ચ સપાટીએ સ્થાન પામેલ અધિવૃષણ નલિકામાં ખૂલે છે.
  • અધિવૃષણ નલિકા ઉદરમાં ઉપરની તરફ શુક્રવાહિની તરીકે આગળ વધે છે અને મૂત્રાશયની ઉપર પાશ (Loops) બનાવે છે.
  • તેની સાથે શુક્રાશય (seminal vesicle)ની નલિકાઓ જોડાઈ મૂત્રમાર્ગ (urethra)માં અલનનલિકા તરીકે ખૂલે છે.
  • આ નલિકાઓ શુક્રકોષોનો સંગ્રહ અને શુક્રપિંડોથી મૂત્રમાર્ગ દ્વારા બહારની તરફ વહન કરાવે છે. મૂત્રજનનમાર્ગ શિશ્નમાંથી પસાર થાય તે પહેલાં બલ્બોયુરેથ્રલ ગ્રંથિનીનલિકા સાથે જોડાય છે.
  • મૂત્રમાર્ગ મૂત્રાશયમાંથી ઉદ્ભવે છે અને શિશ્ન દ્વારા આગળ વધી મૂત્રમાર્ગ મુખ (urethral meatus)થી ઓળખાતા છિદ્ર દ્વારા બહાર ખૂલે છે.

પ્રશ્ન 4.
શિશ્નની રચના સમજાવો.
ઉત્તર:

  1. શિશ્ન એ નરનું બાહ્ય જનનાંગ છે.
  2. તે વિશિષ્ટ પેશીઓથી બનેલ છે. જે તેને ઉત્થાન અને વીર્યદાન (insemination)ની સાનુકૂળતા કરી આપે છે.
  3. શિશ્ના પહોળા છેડાને શિશ્ના (glans penis) કહે છે. જે અગ્રત્વચા (foreskin)થી ઓળખાતી શિથિલ ગડીમય ત્વચા દ્વારા આવરિત હોય છે.

પ્રશ્ન 5.
નર સહાયક પ્રજનનગ્રંથિઓ વિશેનોંધ લખો.
ઉત્તર:

  • નરની સહાયક પ્રજનન ગ્રંથિઓમાં એક જોડ શુક્રાશય, પ્રોસ્ટેટગ્રંથિ અને બલ્બોયુરેથ્રલ ગ્રંથિઓનો સમાવેશ થાય છે. આ ગ્રંથિઓ વીર્યપેદા કરે છે.
  • શુક્રાશયઃ શુક્રાશય મૂત્રાશયના પાયાના ભાગે આવેલાં હોય છે. તે વીર્યનું 60 % પ્રવાહી ઉત્પન્ન કરે છે. તેનો ઘટ્ટ અને પીળાશ પડતો સ્રાવ શર્કરા, વિટામિન C અને અન્ય ઘટકોથી સભર હોય છે. જે શુક્રકોષોને પોષણ પૂરું પાડે છે. દરેક શુક્રાશયની નલિકા શુક્રવાહિની સાથે જોડાઈને સ્કૂલનનલિકા બનાવે છે. તેથી શુક્રકોષો શુક્રાશય પ્રવાહી સાથે મૂત્રજનનમાર્ગમાં પ્રવેશે છે.
  • પ્રોસ્ટેટ ગ્રંથિ: પ્રોસ્ટેટ ગ્રંથિમૂત્રાશયના પશ્ચ પ્રદેશમાં આવેલ છે. પ્રોસ્ટેટ ગ્રંથિનો સ્રાવ દૂધ જેવો હોય છે. તે શુક્રકોષોને સક્રિય કરે છે તથા મૂત્રજનન માર્ગમાં ઘણી નાની નલિકાઓ દ્વારા દાખલ થાય છે.
  • બલ્બોયુરેથ્રલ ગ્રંથિઃ બલ્બોયુરેથ્રલ ગ્રંથિઓ જોડમાં પ્રોસ્ટેટ ગ્રંથિની હેઠળ મૂત્રજનન માર્ગની પાર્શ્વ બાજુએ આવેલ છે. પ્રોસ્ટેટ ગ્રંથિની જેમ તે બેઝિક (આલ્કલાઇન) પ્રવાહીનોગ્રાવ કરે છે. જે સમાગમ દરમિયાન ઘર્ષણનિરોધક તરીકે વર્તે છે.
  • વીર્યનું બંધારણઃ વીર્ય એ દૂધ જેવું સફેદ અને ચીકાશયુક્ત શુક્રકોષો અને સહાયક ગ્રંથિના સ્ત્રાવોનું મિશ્રણ છે. વીર્યની સાપેક્ષ આલ્કલીયતા (pH 7.2થી 7.6) યોનિમાર્ગના અમ્લીય પર્યાવરણને (pH 3.5 -4.0) તટસ્થ કરવામાં મદદ કરે છે. તે નાજુક શુક્રકોષોનું રક્ષણ અને ચલિતતામાં વધારો કરે છે. દરેકઅલનમાં વીર્યનું કદ 3થી 4 મિલી હોય છે.

પ્રશ્ન 6.
માદા પ્રજનનતંત્રના મુખ્યવિવિધ ભાગો વિશે ટૂંકમાં માહિતી આપો.
ઉત્તર:
GSEB Class 12 Biology Important Questions Chapter 3 માનવ-પ્રજનન 4

  • માદા પ્રજનનતંત્ર નિતંબ પ્રદેશમાં આવેલું છે જે એક જોડ અંડપિંડો, તેની સાથે જોડાયેલ એક જોડ અંડવાહિનીઓ, ગર્ભાશય, ગ્રીવા, યોનિમાર્ગ અને બાહ્ય જનનેન્દ્રિયો (external genitalia) ધરાવે છે.
  • તંત્રના આ ભાગો સાથે એક જોડ સ્તનગ્રંથિઓ રચનાત્મક અને ક્રિયાત્મક રીતે સંકળાયેલ છે. આ તમામ અંડકોષપાત (ovulation) ફલન, ગર્ભધારણ, જન્મ અને બાળસંભાળની ક્રિયામાં મદદરૂપ થાય છે.

પ્રશ્ન 7.
અંડપિંડોનું સ્થાન અને બાહ્ય રચના વર્ણવો.
ઉત્તર:

  1. અંડપિંડો ઉદરના નીચેના ભાગે દરેક બાજુએ એક -એક ગોઠવાયેલ હોય છે. અંડપિંડો તેમની સ્થિતિ ક્રમિકનાયુબંધો દ્વારા જાળવી રાખે છે.
  2. અંડપિંડો જોડમાં આવેલ, કદ અને આકારમાં બદામ જેવી ગ્રંથિઓ છે. તે લગભગ 2-4 સેમી. લાંબી, 2 સેમી પહોળી અને 1 સેમી. જાડી છે.
  3. દરેક અંડપિંડનાભિકેન્દ્ર (Hilus) પણ ધરાવે છે. જે રુધિરવાહિનીઓ અને ચેતાઓના પ્રવેશનું સ્થાન છે.
  4. દરેક અંડપિંડ પાતળા અધિચ્છદીય આવરણ દ્વારા આવરિત હોય છે. જે અંડપિંડીય આધારક (stroma)ને આવરે છે.
  5. આધારક બે વિસ્તારમાં વિભાજિત થાય છે: પરિઘવર્તીબાહ્યક અને અંદરનું મસ્જક.

GSEB Class 12 Biology Important Questions Chapter 3 માનવ-પ્રજનન

પ્રશ્ન 8.
અંડવાહિનીઓની રચના અને સ્થાન વિશે માહિતી આપો.
ઉત્તર:
GSEB Class 12 Biology Important Questions Chapter 3 માનવ-પ્રજનન 5

  • અંડવાહિનીઓ (oviducts) કે ગર્ભાશયની નળી (fallopian tubes) ગર્ભાશય અને યોનિમાર્ગ મળી માદા સહાયક નલિકાઓ બનાવે છે.
  • અંડપિંડના પરિઘ વિસ્તારથી ગર્ભાશય સુધી લંબાયેલ દરેક અંડવાહિની (ગર્ભાશયની નળી) આશરે 10-12 સેમી લાંબી હોય છે.
  • તેના અંડપિંડની નજીક રહેલા ગળણી આકારના ભાગને અંડવાહિનીનિવાપ (infundibulum) કહે છે.
  • અંડવાહિની નિવાપની કિનારીઓ આંગળી જેવા પ્રવ ધરાવે છે. જેને ફિસ્ત્રી (fimbriae) કહે છે. જે અંડપાત બાદ મુક્ત થતા
    અંડકોષને એકત્રિત કરવામાં મદદ કરે છે.
  • અંડવાહિની નિવાપ તુંબિકા (ampulla)થી ઓળખાતા અંડવાહિનીના પહોળા ભાગ તરફ દોરાઈ જાય છે. અંડવાહિનીનો અંતિમ ભાગ ઇથમસ (isthmus) સાંકડું પોલાણ ધરાવે છે અને તે ગર્ભાશય સાથે જોડાય છે.

પ્રશ્ન 9.
ગર્ભાશયની બાહ્ય અને આંતરિક રચના સમજાવો.
અથવા
માદા પ્રજનનતંત્રદર્શાવતા છેદનીનામનિર્દેશનવાળી આકૃતિદોરી કૂખનીચના કાર્ય સાથે સમજાવો.
ઉત્તર:

  • ગર્ભાશય એક જ હોય છે અને તેને કૂખ (womb) પણ કહે છે.
  • ગર્ભાશય ઊંધા નાસપતિ (pear) જેવા આકારની અને જાડી દીવાલવાળી સ્નાયુલ રચના છે.
  • તે નિતંબની દીવાલ સાથે જોડાયેલા અસ્થિબંધ દ્વારા આધાર પામેલ હોય છે.
  • ગર્ભાશય, યોનિમાર્ગમાં સાંકડી ગ્રીવા દ્વારા ખૂલે છે. ગ્રીવાની ગુહાને ગ્રીવાનળી (cervical canal) કહે છે. જે યોનિમાર્ગ સાથે જોડાઈજન્મનળી (birth canal) બનાવે છે
  • ગર્ભાશયની દીવાલઃ ગર્ભાશયની દીવાલ પેશીના ત્રણ સ્તરો ધરાવે છે. બાહ્ય પાતળું સ્તર પેરિમેટ્રિયમ (perimetrium), મધ્યનું અરેખિત (સરળ) સ્નાયુઓનું જાડું સ્તર માયોમેટ્રિયમ (myometrium) અને અંદરના ગ્રંથિમય સ્તરને એન્ડોમેટ્રિયમ (endometrium) કહે છે. જે ગર્ભાશયની ગુહાનું અસ્તર બનાવે છે.
  • એન્ડોમેટ્રિયમ ઋતુચક્ર દરમિયાન ચક્રીય ફેરફારમાંથી પસાર થાય છે. જ્યારે માયોમેટ્રિયમ બાળકના પ્રસવ દરમિયાન મજબૂત સંકોચનદર્શાવે

GSEB Class 12 Biology Important Questions Chapter 3 માનવ-પ્રજનન 5

પ્રશ્ન 10.
માદા(સ્ત્રી)માં બાહ્ય જનનેન્દ્રિયો વિશે માહિતી આપો.
ઉત્તર:

  • માદામાં બાહ્ય જનનેન્દ્રિયોમાં મોન્સ મ્યુબિસ, (mons pubis), મુખ્ય ભગોષ્ઠ (labia majora), ગૌણ ભગોષ્ઠ (labia minora), યોનિપટલ (hymen) અને ભગશિશ્ન (clitoris)નો સમાવેશ થાય છે.
  • મોન્સ મ્યુબિસએ મંદ પેશીનું ત્વચા દ્વારા આવરિત અને પ્યુબિકવાળ ધરાવતી ગાદી જેવી રચના છે.
  • મુખ્ય ભગોષ્ઠ પેશીની માંસલગડીઓ છે જેમોન્સ યુબિસથી નીચે સુધી લંબાયેલી અને યોનિમાર્ગના મુખને ઘેરતી રચના છે.
  • ગૌણ ભગોષ્ઠએ મુખ્ય ભગોષ્ઠની નીચે આવેલ એકજોડપેશીમયગડીઓ છે.
  • યોનિમાર્ગનું મુખએક કલા દ્વારા ઘણી વાર અંશતઃ આવરિત હોય છે, જેને યોનિપટલ (hymen) કહે છે.
  • યોનિપટલ ઘણીવાર પ્રથમ મૈથુન (coitus) કેસમાગમ (intercourse)દરમિયાન ફાટી જાય છે.
  • અચાનકપડવાથી અથવા આંચકો લાગવાથી, યોનિ ટેમ્પોન (vaginaltempon) (ઋતુચક્ર દરમિયાન યોનિમાર્ગનાઋતુપ્રવાહને શોષવા માટેનું દાક્તરી સાધન છે.) દાખલ કરતી વખતે, કેટલીક રમતો જેવી કે ઘોડેસવારી, સાઇકલ સવારી વગેરેમાં સક્રિય ભાગ લેવાથી તૂટી શકે છે.
  • કેટલીક સ્ત્રીઓમાંયોનિપટલમૈથુન બાદ પણ જળવાઈ રહે છે.
  • યોનિપટલની હાજરી અથવા ગેરહાજરીને કૌમાર્ય (virginity) અથવા જાતીય અનુભવ (sexual experience)નું વાસ્તવિક, ભરોસાપાત્રસૂચક માનવામાં આવતું નથી.
  • ભગશિશ્નિકા (clitoris) એ એક નાની આંગળી જેવી રચના છે જે મૂત્રમાર્ગના મુખની ઉપર બે ગૌણ ભગોષ્ઠના ઉપરી જોડાણ
    સ્થાને આવેલ છે. તે નરના શિશ્નની સમાન ગણવામાં આવે છે. ભગશિશ્નિકા પ્રજનનનલિકાના અભાવે શિશ્નથી જુદી પડે છે.

પ્રશ્ન 11.
સ્તનગ્રંથિની રચનાવિશેનોંધ લખો.
ઉત્તર:
GSEB Class 12 Biology Important Questions Chapter 3 માનવ-પ્રજનન 6

  1. સ્તનગ્રંથિ એ રૂપાંતરિત પ્રસ્વેદગ્રંથિ છે. જે પૈક્ટોરિઆલિસ મેજર મસલ્સ (pactorialis major muscles)ની ઉપર પથરાયેલીછે.
  2. ક્રિયાશીલ સ્તનગ્રંથિ (સ્તન) એ સસ્તનોની બધી માદાઓની લાક્ષણિકતા છે.
  3. તે જોડમાં આવેલ રચના છે.
  4. સ્તનગ્રંથિઓ ગ્રંથિમય પેશી અને ભિન્ન માત્રામાં ચરબી (Fat) ધરાવતી રચના છે.
  5. બાહ્યાકારદૃષ્ટિએ દરેક સ્તન ઊપસેલી રચના છે. જેની મધ્યમાં નિપલ આવેલી હોય છે.
  6. નિપલ એ રંજકદ્રવ્યો ધરાવતી ઘેરા ગુલાબી કે આછા કથ્થાઈ રંગની ત્વચાથી ઘેરાયેલી રચના છે. જેને પરિવેશ (areola) કહે છે.
  7. પ્રત્યેકસ્તનની ગ્રંથિમય પેશી 15-20 સ્તનખંડોમાં વહેંચાયેલી છે કે જે કૂપિકાથી ઓળખાતા કોષોના સમૂહો ધરાવે છે.
  8. કૂપિકાના કોષો દ્વારા સ્રવતું દૂધ, કે જે કૂપિકાના પોલાણ (ગુહા)માં સંગ્રહ પામે છે.
  9. કૂપિકાઓ સ્તનનલિકાઓમાં ખૂલે છે.
  10. પ્રત્યેક ખંડનીનલિકાઓ ભેગી મળી સ્તનનળી બનાવે છે.
  11. ઘણી સ્તનનળીઓ ભેગી મળી પહોળી સ્તનતુંબિકા બનાવે છે. જે દુગ્ધનળી (lactiferous duct) સાથે જોડાયેલ હોય છે. જેના દ્વારા દૂધ બહાર આવે છે.

વિશેષ જાણકારી (More Information):
સ્ત્રીઓમાં સહાયક પ્રજનન ગ્રંથિઓ:

  1. પ્રજનનમાર્ગનું છિદ્ર મૂત્રમાર્ગના છિદ્ર, યોનિમાર્ગના છિદ્ર અને પેરાયુરેથલ અને બર્થોલીન ગ્રંથિઓની વાહિનીઓને ઢાંકે છે.
  2. પેરાયુરેથ્રલ ગ્રંથિઓ ગર્ભાશયના મુખની બંને બાજુએ આવેલી છે. આ ગ્રંથિઓ નરની પ્રોસ્ટેટ ગ્રંથિને સમમૂલક છે અને શ્લેષ્મનો સ્રાવ કરે છે. તેઓને સ્કેને (skene)ની ગ્રંથિઓ કહે છે.
  3. બર્થોલીન ગ્રંથિઓ યોનિદ્વારની બંને બાજુએ આવેલ છે. તે નરની કાઉપર ગ્રંથિની સમમૂલક છે અને સમાગમ દરમિયાન યોનિમાર્ગના મુખને ઊંજણ કરે છે.

GSEB Class 12 Biology Important Questions Chapter 3 માનવ-પ્રજનન

પ્રશ્ન 12.
જન્યુજનન(જનનકોષોનું નિર્માણ) (Gametogenesis) એટલે શું? સમજાવો.
ઉત્તર:

  1. જન્યુજનન એ લિંગી પ્રજનન કરતાં પ્રાણીઓની પ્રજનનકોષ નિર્માણની પ્રક્રિયા છે.
  2. પ્રાણી તેમના શરીરમાં બે પ્રકારના કોષો ધરાવે છે: દૈહિકકોષો અને જનનકોષો.
  3. દૈહિકકોષો શરીરનાં વિવિધ અંગો બનાવે છે. તેઓ સમવિભાજન દ્વારાબેવડાયછે.
  4. જનનકોષો ક્રમિકસમવિભાજન અને અર્ધીકરણ દ્વારા ઉત્પન્ન થાય છે.
  5. નરજનનકોષ શુક્રાણુ અથવા શુક્રકોષતરીકે ઓળખાય છે.
  6. શુક્રકોષ ઉત્પન્ન થવાની પ્રક્રિયાને શુક્રકોષજનન કહેવાય છે અને અંડકોષ ઉત્પન્ન થવાની પ્રક્રિયાને અંડકોષજનન કહેવાય છે.

પ્રશ્ન 13.
શુક્રકોષજનનની પ્રક્રિયાઆકૃતિસહ વર્ણવો.
ઉત્તર:

  • શુક્રપિંડમાં અપરિપક્વનરજનનકોષો (આદિશુક્રકોષો) એ શુક્રકોષજનન (spermatogenesis) દ્વારા શુક્રકોષો ઉત્પન્ન કરે છે.
  • તે યૌવનના આરંભ (Puberty)થી શરૂ થાય છે.

GSEB Class 12 Biology Important Questions Chapter 3 માનવ-પ્રજનન 7

  • શુક્રકોષજનનની પ્રક્રિયા એ સળંગ પ્રક્રિયા છે. તેના મુખ્ય બે તબક્કા જોવા મળે છે :
    (1) પ્રશુક્રકોષનું નિર્માણ અને
    (2) શુક્રકાયાન્તરણ (spermetogenesis).

(1) પ્રશુક્રકોષનું નિર્માણ: જેનરજનનકોષો (આદિશુક્રકોષો) શુક્રકોષો ઉત્પન્ન કરે છે. તે પ્રાથમિકજનનકોષ તરીકે ઓળખાય છે. આ પ્રાથમિક જનનકોષો શુક્રકોષોના નિર્માણ માટે નીચેના ત્રણ તબક્કાઓમાંથી પસાર થાય છે.

  • ગુણન તબક્કોઃ આદિ શુક્રકોષો (spermatogonium) શુક્રોત્પાદક નલિકાઓ (seminiferous – lobules)ની દીવાલની અંદર જોવા મળે છે. જે સમસૂત્રીભાજન (mitotic division) દ્વારા ગુણન પામી સંખ્યામાં વધે છે. આદિ શુક્રકોષ દ્વિકીય હોય છે અને 46 રંગસૂત્રો ધરાવે છે.
  • વૃદ્ધિ તબક્કો : આ તબક્કામાં આદિ શુક્રકોષો મોટા જથ્થામાં પોષકદ્રવ્ય અને ક્રોમેટિન દ્રવ્ય એકત્રિત કરે છે. હવે દરેક આદિ શુક્રકોષો પ્રાથમિક પૂર્વશુક્રકોષ તરીકે ઓળખાય છે. જે પોષણ આપતા સરટોલી કોષોમાંથી પોષણ મેળવે છે.
  • પરિપક્વ તબક્કો પ્રાથમિક પૂર્વ શુક્રકોષો (Primary Spermatocytes) કહેવાતા કેટલાક આદિ શુક્રકોષો સમયાંતરે પ્રથમ અર્ધસૂત્રીભાજન પૂર્ણ કરી, બે સમાન એકકીય કોષોનું નિર્માણ કરે છે. જેને દ્વિતીયક પૂર્વ શુક્રકોષો (Secondary Spermatocytes) કહે છે જે ફક્ત 23 રંગસૂત્રો ધરાવે છે.

દ્વિતીયપૂર્વશુક્રકોષો દ્વિતીય અર્ધસૂત્રીભાજનમાં પ્રવેશી ચાર સમાન એકકીય પ્રશુક્રકોષો (spermatics) ઉત્પન્ન કરે છે.

(2) શુક્રકોયાંતરણ : પ્રશુક્રકોષોનું શુક્રકોષોમાં (spermatozoa / sperm)માં રૂપાંતર થવાની ક્રિયાને શુકકાયાંતરણ (spermiogenesis) કહે છે.
શુક્રકોષનું શીર્ષ સરટોલી કોષોમાં અંતઃસ્થાપિત થાય છે અને અંતે શુક્ર ઉત્પાદક નલિકાઓમાંથી મુક્ત થાય છે. આ પ્રક્રિયાને શુક્રકોષ મુક્ત થવાની ક્રિયા (સ્પર્મીએશન spermiation) કહે છે
GSEB Class 12 Biology Important Questions Chapter 3 માનવ-પ્રજનન 8

પ્રશ્ન 14.
શુક્રકોષજનનની ક્રિયા સાથે સંકળાયેલ અંતઃસ્ત્રાવો વિશે માહિતી આપો.
ઉત્તર:

  1. શુક્રકોષજનનની શરૂઆત યૌવનના આરંભની ઉંમરે હાઇપોથેલેમસમાંથી ગોનેડોટ્રોપિન રીલિઝિંગ અંતઃસ્ત્રાવ GnRH માં નોંધપાત્ર વધારો થવાથી થાય છે.
  2. GnRH ના સ્તરમાં વધારો થવાથી પિયૂટરી ગ્રંથિને અસર કરે છે. જેથી બે ગોમેઝોટ્રોપિન અંતઃસ્ત્રાવો લ્યુટિનાઇઝિંગ અંતઃસ્ત્રાવ (LH) અને ફોલિકલસ્ટિમ્યુલેટિંગ અંતઃસ્ત્રાવ (FSH) ના સ્ત્રાવને ઉત્તેજે છે.
  3. LH લેડિંગ કોષો ઉપર કાર્ય કરે છે અને એન્ડ્રોજનના સંશ્લેષણ અને સ્રાવને ઉત્તેજે છે.
  4. એન્ડ્રોજન શુક્રકોષજનનની પ્રક્રિયાને ઉત્તેજે છે. FSHસરટોલી કોષો ઉપર કાર્ય કરે છે અને શુક્રકોયાંતરણની પ્રક્રિયામાં મદદ કરતા કેટલાંક કારકોના સ્રાવને ઉત્તેજે છે.

પ્રશ્ન 15.
શુક્રકોષની રચનાનું વર્ણન કરો.
ઉત્તર:
GSEB Class 12 Biology Important Questions Chapter 3 માનવ-પ્રજનન 9

  1. શુક્રકોષ શીર્ષ, ગ્રીવા, મધ્યભાગ અને પૂંછડીથી બનેલ સૂક્ષ્મદર્શીય રચના છે.
  2. રસપટલ શુક્રકોષના સમગ્ર દેહને આવરે છે.
  3. શુક્રકોષનું શીર્ષ વિસ્તૃત એકકીય કોષકેન્દ્ર ધરાવે છે. તેનો અગ્રછેડો ટોપી જેવી રચના શુક્રાગ્ર (Acrosome)થી ઘેરાયેલછે.
  4. શુક્રાગ્ર અંડકોષને ફલિત કરવામાં મદદ કરતા ઉસેચકો (હાઇલ્યુરોનીડેઝ વગેરે)થી ભરેલ હોયછે.
  5. શુક્રકોષનો મધ્યભાગ અસંખ્ય કણાભસૂત્રો ધરાવે છે, જે પૂંછડીના હલનચલન માટે શક્તિ ઉત્પન્ન કરે છે. જે ફલન માટે જરૂરી શુક્રકોષની ચલિતતા માટે સાનુકૂળતા પૂરી પાડે છે.
  6. પુરુષ લગભગ 200થી 300 મિલિયન જેટલા શુક્રકોષોનો મૈથુન દરમિયાન ત્યાગ (અલન) કરે છે.
  7. આમાંના સામાન્ય પ્રજનન ક્ષમતા માટે ઓછામાં ઓછા 60% શુક્રકોષો સામાન્ય આકાર અને કદના હોવા જોઈએ તથા તેમાંના ઓછામાં ઓછા 40% શુક્રકોષો શક્તિશાળી હલનચલન દર્શાવતા હોવા જોઈએ.

પ્રશ્ન 16.
શુક્રકોષોનું વહન અને નિર્માણ વિશેનોંધ લખો.
ઉત્તર:

  1. શુકઉત્પાદક નલિકાઓમાંથી મુક્ત થતાં શુક્રકોષો, સહાયક નલિકાઓ દ્વારા વહન પામે છે.
  2. શુક્રકોષોની પરિપક્વતા અને ગતિશીલતા માટે અધિવૃષણ નલિકા, શુક્રવાહિનીઓ, શુક્રાશય અને પ્રોસ્ટેટગ્રંથિનો સ્ત્રાવ આવશ્યકછે.
  3. શુક્રાશયરસ (seminal plasma), શુક્રકોષો સાથે મળી વીર્ય(semen) બનાવે છે.
  4. નરજાતીય સહાયકનળીઓ અને ગ્રંથિઓનાં કાર્યોનું નિયમન શુક્રપિંડીય અંતઃસ્ત્રાવો (એન્ડોજન્સ) દ્વારા થાય છે.

GSEB Class 12 Biology Important Questions Chapter 3 માનવ-પ્રજનન

પ્રશ્ન 17.
અંડકોષજનનની પ્રક્રિયાવર્ણવો.
ઉત્તર:

  • પરિપક્વમાદા જનનકોષના નિર્માણની પ્રક્રિયાને અંડકોષજનન (Oogenesis) કહે છે.
  • અંડકોષજનન ગર્ભવિકાસ દરમિયાન શરૂ થાય છે, જયારે દરેક ગર્ભીય અંડપિંડમાંથી લાખો જનન માતૃકોષો (Oogonia
  • આદિ પૂર્વઅંડકોષ) નિર્માણ પામે છે.
  • જન્મ બાદ વધારાના આદિ પૂર્વઅંડકોષ નિર્માણ પામતા નથી અને ઉમેરાતા પણ નથી.

GSEB Class 12 Biology Important Questions Chapter 3 માનવ-પ્રજનન 7

  • પ્રાથમિક પૂર્વઅંડકોષો: આ કોષો વિભાજન પામવાનું શરૂ કરે છે અને અધિકરણની પૂર્વાવસ્થા-1 માં પ્રવેશે છે અને હંગામી ધોરણે આ અવસ્થામાં સ્થાયી રહે છે, જેને પ્રાથમિક પૂર્વઅંડકોષ કહે છે.
  • પ્રાથમિક પુટિકાઓ: દરેક પ્રાથમિક પૂર્વ અંડકોષ ત્યારબાદ ગ્રંથીય કોષોના સ્તર દ્વારા ઘેરાય છે, તેને પ્રાથમિક પુટિકા (Primary follicle) કહે છે.
  • મોટી સંખ્યામાં આ પુટિકાઓ જન્મથી યૌવનની આરંભ અવસ્થા દરમિયાન વિઘટન પામે છે. આથી જ યૌવનારંભમાં દરેક અંડપિંડમાં ફક્ત 60,000-80,000 પ્રાથમિક અંડપુટિકાઓ બાકી રહે છે.
  • દ્વિતીયકપુટિકાઓઃ પ્રાથમિક પુટિકાઓ ગ્રંથીય કોષો અને નવા ઘણા સ્તરો (theca-આવરણ)થી આવરિત હોય છે જેને દ્વિતીયક પુટિકાઓ કહે છે.
  • તૃતીયકપુટિકા: દ્વિતીયક પુટિકાઓ તરત તૃતીયક પુટિકામાં ફેરવાય છે. જે એન્ટ્રમ (antrum) કહેવાતી પ્રવાહી ભરેલ ગુહા ધરાવે છે જે તેની લાક્ષણિકતા છે.
  • હવે અંદરનું સ્તર અંત:આવરણમાં અને બહારનું સ્તર બાહ્ય આવરણમાં ફેરવાયછે. હવે તૃતીયક પુટિકામાંનો પ્રાથમિક પૂર્વ અંડકોષ કદમાં વૃદ્ધિ પામે છે અને તેનું પ્રથમ અર્ધીકરણ પૂર્ણ કરે છે. આ એક અસમાન વિભાજનછે. પરિણામે મોટા કદનું એકદ્વિતીયકપૂર્વઅંડકોષ અને નાના કદનો પ્રાથમિકક્ષુવકાય નિર્માણ પામે છે.
  • દ્વિતીયકપૂર્વઅંડકોષ પ્રાથમિક પૂર્વઅંડકોષનો પોષક ઘટકો સભર કોષરસનો જથ્થો જાળવી રાખે છે.
  • તૃતીયકપુટિકાવે, પુખ્ત પુટિકા અથવા ગ્રાફિયન પુટિકા (graafian follicle)માં ફેરવાય છે.
  • દ્વિતીયક પૂર્વઅંડકોષતેની ફરતે નવા સ્તરની રચના કરે છે, જેનેઝોના પેલ્યુસિડા (zonepellucida) કહે છે.
  • ગ્રાફિયન પુટિકા તૂટવાથી અંડપિંડમાંથી દ્વિતીય પૂર્વઅંડકોષ મુક્ત થાય છે. આ પ્રક્રિયાને અંડપાત (ovulation) કહે છે.
  • નીચેની આકૃતિમાં શુક્રકોષજનન અને અંડકોષજનન વચ્ચેનો તફાવત જોઈ શકાય છે.

GSEB Class 12 Biology Important Questions Chapter 3 માનવ-પ્રજનન 10

પ્રશ્ન 18.
બહતુચક્ર કોને કહે છે? તેના તબક્કાવર્ણવો.
ઉત્તર:
GSEB Class 12 Biology Important Questions Chapter 3 માનવ-પ્રજનન 11

  • માદા પ્રાઇમેટ (ઉદા. વાનરો, એપ્સ અને માનવ)માં જોવા મળતા પ્રજનનચક્રને ઋતુચક્ર કહે છે.
  • પ્રથમ ઋતુસ્ત્રાવની શરૂઆત યૌવનના આરંભમાં થાય છે. જેને રજોદર્શન (menarche) પણ કહે છે.
  • માનવની માદામાં સ્ત્રીઓમાં) ઋતુસ્ત્રાવ સરેરાશ 28-29 દિવસોના અંતરાલમાં પુનરાવર્તિત થાય છે અને પ્રથમ ઋતુસ્ત્રાવ (menstruation)થી બીજા ઋતુસ્ત્રાવ વચ્ચેની ઘટનાને ઋતુચક્ર કહે છે.
  • દરેક ઋતુચક્રની મધ્યમાં એક અંડકોષ (ovum) મુક્ત થાય છે (અંડપાત – ovulation).
  • ઋતુચક્ર અથવા ગર્ભાશય ચક્રની ઘટનાઓ એન્ડોમેટ્રિયમમાં થતા ચક્રીય ફેરફારો છે.
  • સુધિરમાં થતા માદા જાતીય અંતઃસ્ત્રાવો જેવાં કે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનના સ્તરમાં થતા ફેરફાર જવાબદાર છે.
  • આ ચક્રની ઘટનાઓ 28 દિવસમાં નીચે પ્રમાણે ત્રણ તબક્કામાં વિભાજિત કરી શકાય:
  • ઋતુસ્ત્રાવ તબક્કો (Menstrual Phase) (દિવસ 1-5) : રુધિરમાં માદા જાતીય અંતઃસ્ત્રાવોની ઓછી સાંદ્રતાને કારણે એન્ડોમેટ્રિયમનું વિઘટન થાય અને તેમાંની રુધિરવાહિનીઓ તૂટી જાય છે. તેને કારણે રુધિરનો સ્રાવ થાય છે અને શરીરની બહાર યોનિમાર્ગ દ્વારા નિકાલ પામે છે. તે 3-5 દિવસ ટકે છે.
  • આ સમય દરમિયાન આશરે 50 mlથી 150 ml રુધિર વ્યય પામે છે. આ તબક્કાને ઋતુસ્ત્રાવ તબક્કો કહે છે. ઋતુસ્ત્રાવનો અભાવ ગર્ભધારણની સૂચકનિશાની છે.
  • કેટલાંક અન્ય કારણો જેવાં કે તણાવ, અસ્વસ્થતા વગેરેને કારણે ઋતુસ્ત્રાવ થાય છે.
  • પુટિકીય તબક્કો (Follicular Phase) (દિવસ 6-14): આ તબક્કા દરમિયાન અંડપિંડમાંની પ્રાથમિક પુટિકાઓ વૃદ્ધિ પામી સંપૂર્ણ વિકસિત ગ્રાફિયન પુટિકામાં ફેરવાય છે અને સાથે-સાથે ગર્ભાશયનું અંતઃસ્તર પ્રસાર (proliferation) દ્વારા પુનઃસર્જન પામે છે.
  • અંડપિંડ અને ગર્ભાશયના આ ફેરફારો પિટ્યુટરી અને અંડપિંડીય અંતઃસ્ત્રાવોની માત્રામાં થતા ફેરફાર દ્વારા પ્રેરાય છે.
  • ગોનેડોટ્રોપિન્સ (LH અને FSH)નો સ્રાવ પુટિકીય તબક્કા દરમિયાન ક્રમશઃ વધે છે અને તે પુટ્ટિકીય વિકાસ તેમજ વિકસિત પુટિકાઓ દ્વારા ઇસ્ટ્રોજનના સ્રાવને ઉત્તેજે છે.
  • ચક્રની મધ્યમાં (આશરે 14મા દિવસે) LH અને FSHબંને ઉચ્ચ સ્તર પ્રાપ્ત કરે છે.
  • LH નો ઝડપી સ્રાવ તેને ચક્રના વચ્ચેના સમય દરમિયાન મહત્તમ સ્તર સુધી દોરી જાય છે, જેને LH પરાકાષ્ઠા કહે છે. જે ગ્રાફિયન પુટિકા તૂટવાની ક્રિયાને પ્રેરે છે અને તેના કારણે અંડકોષમુક્ત થાયછે (અંડકોષપાત).
  • લ્યુટિઅલ (Luteal) સ્રાવી તબક્કો (દિવસ 15થી 28): અંડકોષપાત (અંડપાત તબક્કો – ovulatory phase) બાદ સ્રાવી (લ્યુટિઅલ-luteal) તબક્કો આવે છે. તે દરમિયાન ગ્રાફિયન પુટિકાનો બાકીનો ભાગ કૉપર્સલ્યુટિયમમાં ફેરવાયછે.
  • કૉપર્સલ્યુટિયમમોટા જથ્થામાં પ્રોજેસ્ટેરોનનો સ્રાવ કરે છે જે ગર્ભાશયના અંતઃસ્તરની જાળવણી માટે આવશ્યક છે.
  • ગર્ભાશયનું આવું અંતઃસ્તર ફલિત અંડકોષના સ્થાપન અને ગર્ભધારણની અન્ય ઘટનાઓ માટે જરૂરી છે.
  • ગર્ભધારણ દરમિયાનઋતુચક્રની બધી જ ઘટનાઓ અટકી જાય છે અને ઋતુસ્ત્રાવ થતો નથી.
  • જો ફલન (Fertilization)ન થયું હોય તો કૉપર્સલ્યુટિયમ વિઘટિત થાય છે. આને કારણે ગર્ભાશયનું અંતઃસ્તર (એન્ડોમેટ્રિયમ)
    વિઘટન પામે છે અને ઋતુસ્ત્રાવ થાય છે. જે નવા ચક્રની નિશાની છે.
  • માનવમાં ઋતુચક્ર 50 વર્ષની ઉંમરની આસપાસ બંધ થાય છે જેને મેનોપોઝ (menopause) કહે છે.
  • ચક્રીય ઋતુસ્ત્રાવ સામાન્ય પ્રજનન અવસ્થાનું સૂચક છે અને રજોદર્શન અને મેનોપોઝવચ્ચે લંબાયેલ છે.

પ્રશ્ન 19.
માણસમાં ફલનક્રિયાક્યાં થાય છે? ફલનક્રિયા દરમિયાન અંડકોષમાં શું ફેરફાર થાય છે?
ઉત્તર:
GSEB Class 12 Biology Important Questions Chapter 3 માનવ-પ્રજનન 12

  • સંવનન /મૈથુન (copulation/ coitus) દરમિયાન શિશ્ન દ્વારા વીર્યને યોનિમાર્ગમાં મુક્ત કરવામાં આવે છે.
  • ચલિત શુક્રકોષો ઝડપથી તરે છે અને ગ્રીવા દ્વારા ગર્ભાશયમાં પ્રવેશે છે અને ત્યાંથી છેવટે અંડવાહિનીના ઇથમસ અને તુંબકીય જોડાણસ્થાને (તુંબિકા-ઇથમસ જોડાણ) પહોંચે છે.
  • અંડપિંડદ્વારા મુક્ત થતાં અંડકોષ પણ તુંબકીય ઇથમસ જોડાણસ્થાને વહન પામે છે કે જ્યાં ફલન થાયછે.
  • જ્યારે અંડકોષ અને શુક્રકોષો એકસાથે તુંબિકીય-ઇથમસ જોડાણસ્થાને વહન પામે ત્યારે જ ફલન થાય છે. આ જ કારણે બધા જ સંવનન ફલન અને ગર્ભધારણમાં પરિણમતા નથી.
  • શુક્રકોષના અંડકોષ સાથેના જોડાણ (Fusion)ની પ્રક્રિયાને ફલન (fertilisation) કહે છે.
  • ફલન દરમિયાન શુક્રકોષ અંડકોષના ઝોના પેલ્યુસીડાના સંપર્કમાં આવે છે અને પટલમાં ફેરફારને પ્રેરે છે, જે અન્ય શુક્રકોષોના પ્રવેશને અટકાવે છે. આથી એવું સુનિશ્ચિત થાય છે કે ફક્ત એકજ શુક્રકોષ એક અંડકોષને ફલિત કરે છે.
  • શુક્રાગ્રનો સ્રાવ શુક્રકોષને અંડકોષના કોષરસમાં ઝોના પેલ્યુસીડા અને કોષરસસ્પટલ મારફતે પ્રવેશ કરાવવામાં મદદ કરે છે. આ દરમિયાન દ્વિતીયક પૂર્વ અંડકોષનું અર્ધીકરણ પૂર્ણ થાય છે.
  • દ્વિતીય અર્ધીકરણ પણ અસમાન હોય છે. પરિણામે દ્વિતીય ધ્રુવકાય (secondary polar body) અને એકકીય અંડકોષ (Ootid)નું નિર્માણ કરે છે.
  • તરત જ શુક્રકોષનું એકકીય કોષકેન્દ્ર અને અંડકોષનું એકકીય કોષકેન્દ્ર જોડાઈ દ્વિકીય ફલિતાંડ (Zygote)બનાવે છે.

GSEB Class 12 Biology Important Questions Chapter 3 માનવ-પ્રજનન

પ્રશ્ન 20.
બાળકની જાતિ ક્યારે અને કઈ રીતે નક્કી થાય છે? સમજાવો.
ઉત્તર:

  • સ્ત્રીઓમાં લિંગી રંગસૂત્રો XX પ્રકારનાં હોય છે. એ જ રીતે પુરુષમાં XY લિંગી રંગસૂત્રો હોય છે.
  • તેથી માદા દ્વારા ઉત્પન્ન થતા બધા જ એકકીય અંડકોષો આલિંગી રંગસૂત્ર ધરાવે છે.
  • જયારે નર જનનકોષો (શુક્રકોષો)માં લિંગ રંગસૂત્ર કાં તો X અથવા Y ધરાવે છે. આથી 50 % શુક્રકોષો X રંગસૂત્ર ધરાવે છે. જ્યારે બાકીના 50%Yરંગસૂત્રધરાવે છે.
  • નર અને માદાના જનનકોષોના જોડાણ બાદ ફલિતાંડકાં તો XX કે XY ધરાવે છે. તેનો આધાર Xધરાવતાં કે Y રંગસૂત્ર ધરાવતાં શુક્રકોષ કે જે અંડકોષને ફલિત કરે છે તેની પર છે.
  • ફલિતાંડ XX રંગસૂત્રો ધરાવે છે તે માદા (છોકરી) બાળમાં વિકસે છે. જ્યારે XY રંગસૂત્રો ધરાવતા ફલિતાંડ નર (છોકરા)માં વિકસે છે.
  • આમ, બાળકની જાતિનું નિશ્ચયન પિતા દ્વારા થાય છે નહીં કે માતા દ્વારા.

વિશેષ જાણકારી (More Information):

  • ફલનક્રિયા દરમિયાન થતા ફેરફારો યોનિમાર્ગમાં ઠલવાયેલા વીર્યમાંના શુક્રકોષ, ગર્ભાશય દ્વારા અંડવાહિની તરફ ગતિ કરે છે.
    તેમની આ ગતિમાં યોનિમાર્ગ અને ગર્ભાશયની દીવાલનાં સંકોચનો સહાયક બને છે.
  • અંડવાહિનીની દીવાલોનો ચીકણો સ્રાવ પણ આ ક્રિયામાં મદદ કરે છે. આ ક્રિયા લગભગ 5થી 6 કલાકસમય લે છે.
  • દ્વિતીયપૂર્વઅંડકોષ અસંખ્ય શુક્રકોષો વડે ઘેરાયછે.
  • દ્વિતીયપૂર્વઅંડકોષ અંડપડ અને જેલીસ્તર વડે ઘેરાયેલ હોય છે.
  • શુક્રકોષના શુક્રાગ્રમાં આવેલા વિવિધ ઉત્સચકો જેમાંનો એક હાઇલ્યુરોનીડેઝ શુક્રકોષનો અંડકોષમાં પ્રવેશ શક્ય બનાવે છે.
  • શુક્રકોષનું શીર્ષ અને મધ્ય ભાગ દ્વિતીય પૂર્વઅંડકોષમાં પ્રવેશે કે તરત જ શુક્રકોષના શીર્ષમાં રહેલ કોષકેન્દ્રને હવે નરપ્રકોષકેન્દ્ર કહે છે
  • શુક્રકોષનો પ્રવેશ દ્વિતીયપૂર્વઅંડકોષમાં તાત્કાલિક કેટલાંક ફેરફારો પ્રેરે છે.
  • અંડપડજીવરસથી સહેજ છૂટું પડે છે તેને હવે ફલનપડકહે છે. આ પડઅન્ય શુક્રકોષના પ્રવેશને અટકાવે છે.
  • શુક્રકોષના પ્રવેશથી અંડકોષનું પરિપક્વન વિભાજન થાય છે અને માદા પ્રકોષકેન્દ્રનું નિર્માણ થાય છે.
  • આમ એક શક્રકોષ અન એક અડકામાં ફલનમાં સંકળાયેલ છે.
  • નરપ્રકોષકેન્દ્ર અને માદા પ્રકોષકેન્દ્રના સંમિલનથી દ્વિકીય ફલિતાંડ (યુગ્મનજ) કોષકેન્દ્ર બને છે.
  • ફલિત અંડકોષને ફલિતાંડ કહે છે.

પ્રશ્ન 21.
ગર્ભસ્થાપનની ક્રિયા વર્ણવો.
ઉત્તર:
GSEB Class 12 Biology Important Questions Chapter 3 માનવ-પ્રજનન 13

  • ફલિતાંડ જ્યારે અંડવાહિનીના ઇથમસ દ્વારા ગર્ભાશય તરફ પસાર થતો હોય છે, ત્યારે તેમાં સમવિભાજન (mitotic division) શરૂ થાય છે, જેને વિખંડન (cleavage) કહે છે અને 2,4,8, 16બાળકોષોનું નિર્માણ કરે છે જેને ગર્ભકોષ્ઠી કોષો (blastomeres) કહેછે.
  • 8-16ગર્ભકોષ્ઠી કોષોયુક્ત ગર્ભને મોરલા (Morula) કહે છે.
  • મોરુલા સતત વિભાજન પામતું રહે છે અને ગર્ભાશય તરફ આગળ વધતું હોય છે તેમ તેમ તે ગર્ભકોઇ કોથળી (blastocyst)માં રૂપાંતરિત થાય છે.
  • ગર્ભકોઇ કોથળીના બહારના સ્તરમાં ગોઠવાયેલા ગર્ભકોષ્ઠી કોષો પોષકકોષો (trophoblast) કહેવાય છે અને પોષકકોષો સાથે જોડાયેલા અંદરના કોષોના સમૂહને અંતઃકોષસમૂહ કહે છે.
  • આ તમામ ફેરફારો એક અઠવાડિયાના ગાળામાં થાય છે.
  • ગર્ભકોઇ કોથળીમાં રહેલ (blastocyst) પ્રવાહીનું સર્જન ગર્ભપોષક સ્તરના કોષો દ્વારા થાય છે.
  • ગર્ભપોષક સ્તરના કોષોમાંથી ઉત્સચકોનો સ્રાવ થાય છે. જે ગર્ભાશયની દીવાલમાંની કેટલીક પેશીઓ અને રુધિરવાહિનીઓને પચાવે છે અને ગર્ભસ્થાપન શક્ય બનાવે છે.
  • ગર્ભાશયકોષો (uterine cells) ઝડપી વિભાજન પામે છે અને ગર્ભકોઇ કોથળીને ઘેરે છે. પરિણામ સ્વરૂપ ગર્ભકોઇ કોથળી ગર્ભાશયના અંતઃસ્તરમાં સ્થાપિત થાય છે જેને ગર્ભસ્થાપન કહે છે અને તે તેને ગર્ભધારણ (ગર્ભાવસ્થા) તરફ દોરી જાય છે. જેને ગર્ભસ્થાપન કહે છે અને તે તેને ગર્ભધારણ (ગર્ભાવસ્થા) તરફ દોરી જાય છે.

પ્રશ્ન 22.
જરાયુ એટલે શું? જરાયુમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો વિશે માહિતી આપો.
ઉત્તર:
GSEB Class 12 Biology Important Questions Chapter 3 માનવ-પ્રજનન 14

  • ગર્ભસ્થાપન બાદ, પોષક કોષો (trophoblast) ઉપર આંગળી જેવા પ્રવર્ધ દેખાય છે જેને જરાયુજ અંકુર (chorionic villi)
    કહે છે. જે ગર્ભાશયની પેશીઓ અને માતાના રુધિર દ્વારા ઘેરાયેલ હોય છે.
  • જરાયુજ અંકુરો અને ગર્ભાશય પેશી એકબીજા સાથે સંકળાઈ સંયુક્ત રીતે ભૂણ અને માતાના શરીર વચ્ચે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ બનાવે છે જેને જરાયુ(placenta) કહે છે.
  • જરાયુનું કાર્ય જરાયુ ભૂણને ઑક્સિજન અને પોષક ઘટકોનો પુરવઠો પૂરો પાડે છે.
  • ભૂણ દ્વારા ઉત્પાદિત કાર્બન ડાયોક્સાઇડ અને ઉત્સર્ગ નકામા પદાર્થોનો નિકાલ કરે છે.
  • જરાયુભૂણ સાથે ગર્ભનાળ (umbilical cord) દ્વારા સંકળાયેલ છે. જે ભૂણની અંદર અને બહાર પદાર્થોના વહનમાં મદદ કરે છે.
  • જરાયુમાંથી ઉત્પન્ન થતાં અંતઃસ્ત્રાવો: જરાય અંતઃસ્ત્રાવી પેશી તરીકે પણ વર્તે છે અને ઘણા અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે છે. જેવાં કે….
    1. હ્યુમન કોરિઓનિકગોનાડોટ્રોફિન (hCG)
    2. હ્યુમનપ્લેસેન્ટલ લેક્ટોજેન (hPL)
    3. ઇસ્ટ્રોજન્સ
    4. પ્રોજેસ્ટોજેન્સ
    5. ગર્ભાવસ્થાના અંત ભાગમાં અંડપિંડ દ્વારા રિલેક્સિન નામના અંતઃસ્ત્રાવનો સ્રાવ થાય છે.
    6. hCG, hPL અને રિલેક્સિન સ્ત્રીઓમાં ફક્ત ગર્ભાવસ્થા દરમિયાન જ ઉત્પન્ન થાય છે.
    7. ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટોજેન્સ, કોર્ટિસોલ, પ્રોલેક્ટિન, થાયરોક્સિન વગેરે અંતઃસ્ત્રાવોનું સ્તર પણ વધી જાય છે.
  • આ અંતઃસ્ત્રાવો ગર્ભની વૃદ્ધિના આધાર માટે, માતામાં ચયાપચયિક ફેરફારો અને ગર્ભની જાળવણી માટે આવશ્યક છે.

પ્રશ્ન 23.
માનવમાં ગર્ભધારણ(ગર્ભાવસ્થા) અને ગર્ભયવિકાસ સમજાવો.
ઉત્તર:

  • ગર્ભધારણ માદા પ્રજનનતંત્રમાં શિશુના વિકાસના સમયને ગર્ભધારણ કહેવાય છે.
  • મનુષ્યમાં ગર્ભધારણનો સમય સામાન્ય રીતે આશરે અંડપતન પછીના 166 દિવસો અને છેલ્લા ઋતુસ્ત્રાવ પછીના 280 દિવસો (40 અઠવાડિયા)નો છે.
  • ઘણાં બાળકો 1થી2 અઠવાડિયા પહેલાં કે મોડાં જન્મે છે.
  • પ્રથમ 8અઠવાડિયા દરમિયાન ફલિત અંડકોષને ગર્ભ કહે છે અને ત્યારબાદ તે ભૂણ તરીકે ઓળખાય છે.
  • ગર્ભધારણ દરમિયાન ગર્ભમાં થતા ફેરફાર (વિકાસ) ગર્ભસ્થાપન બાદ તરત જ અંતઃકોષ સમૂહ (ભૂણ – embryo)એ બાહ્યગર્ભસ્તર (ectoderm)થી ઓળખાતા બહારના સ્તરમાં અને અંતઃ ગર્ભસ્તર (endoderm)થી ઓળખાતા અંદરના સ્તરમાં વિભેદન પામે છે.
  • બાહ્યગર્ભસ્તર અને અંતગર્ભસ્તરની વચ્ચે મધ્યગર્ભસ્તર (Mesoderm) ઉત્પન્ન થાય છે.
  • આ ત્રણ સ્તરો પુખ્ત વ્યક્તિમાં બધી પેશીઓ (અંગો)ના નિર્માણને વેગ આપે છે.
  • અંતઃકોષસમૂહમાં સ્ટેમકોષો તરીકે ઓળખાતા કેટલાક કોષો ધરાવે છે જે બધી જ પેશીઓ અને અંગોના નિર્માણની ક્ષમતા ધરાવે છે.
  • ગર્ભીય વિકાસ સળંગ પ્રક્રિયા છે. જેનો સારાંશ નીચે પ્રમાણે છેઃ
  • મનુષ્યમાં એક મહિનાની ગર્ભાવસ્થા બાદ, ભૃણનું હૃદય નિર્માણ પામે છે. જે સ્ટેથોસ્કોપ (stethoscope) દ્વારા હૃદયનો અવાજ સાંભળી શકાય છે. તે વૃદ્ધિ પામતા ગર્ભની પ્રથમ નિશાની છે.
  • ગર્ભસ્થાપનના બીજા મહિનાને અંતે ગર્ભમાં ઉપાંગો અને આંગળીઓ વિકસે છે.
  • 12 મા અઠવાડિયાને અંતે (પ્રથમ ત્રણ મહિના) મોટા ભાગનાં મુખ્ય અંગતંત્રો નિર્માણ પામે છે. ઉદા. ઉપાંગો અને બાહ્ય જનનાંગો સારી રીતે વિકસેલ હોય છે.
  • પાંચમા મહિના દરમિયાન ગર્ભનું પ્રથમ હલનચલન અને માથા પરવાળ જોવા મળે છે.
  • 24 અઠવાડિયા બાદ બીજા ત્રણ મહિના) શરીર સૂક્ષ્મ વાળથી ઘેરાય છે. આંખના પોપચાં અલગ થાય છે અને પાંપણોનું નિર્માણ થાય છે.
  • ગર્ભાવસ્થાના નવ મહિનાબાદ, ગર્ભસંપૂર્ણ વિકસિત બને છે અને પ્રસૂતિ (પ્રસવ-delivery) માટે તૈયાર હોય છે.

GSEB Class 12 Biology Important Questions Chapter 3 માનવ-પ્રજનન

પ્રશ્ન 24.
પ્રસૂતિએટલે શું? આ દરમિયાન ગર્ભાશયમાં થતા ફેરફાર વર્ણવો.
ઉત્તર:

  1. મનુષ્યનો ગર્ભાવસ્થાનો સરેરાશ સમયગાળો આશરે 9 મહિના હોય છે. જેને ગર્ભાધાન-સમય (ગર્ભાવધિકાળ – gestation period) કહે છે.
  2. ગર્ભાવસ્થાના અંતે ગર્ભાશય શક્તિશાળી (vigorous) સંકોચન પ્રેરે છે, જેને કારણે ગર્ભનો બહાર નિકાલ (expulsion) / પ્રસવ થાય છે. ગર્ભની પ્રસવની આ ક્રિયાને (બાળજન્મ) પ્રસૂતિ કહે છે.
  3. જટિલ ચેતાઅંતઃસ્ત્રાવી (neuroendocrine) પદ્ધતિ દ્વારા પ્રસૂતિ પ્રેરાય છે.
  4. પ્રસૂતિના સંકેતો સંપૂર્ણ વિકસિત ભૂણ અને જરાયુમાંથી ઉત્પન્ન થાય છે અને જરાયુ હળવા ગર્ભાશયના સંકોચન પ્રેરે છે. જેને ગર્ભના નિકાલની પરાવર્તિત ક્રિયા (foetalejection reflex) કહે છે.
  5. આ પ્રક્રિયા માતાની પિચુટરી ગ્રંથિમાંથી ઑક્સિટોસિનનો સ્રાવ પ્રેરે છે.
  6. ઑક્સિટોસિન ગર્ભાશયના સ્નાયુ ઉપર અસર કરે છે. જેને કારણે ગર્ભાશયનું શક્તિશાળી સંકોચન થાય છે.
  7. જેના બદલામાં તે ઑક્સિટોસિનના વધુ સ્રાવને ઉત્તેજે છે.
  8. ગર્ભાશય સંકોચન અને ઑક્સિટોસિનના સ્રાવ વચ્ચેની પરાવર્તિત ક્રિયા સતત ચાલવાને પરિણામે વધુ અને વધુ શક્તિશાળી સંકોચનને ઉત્તેજે છે.
  9. આ બાળકને જન્મનળી દ્વારા ગર્ભાશયમાંથી બહાર નિકાલ તરફ દોરી જાય છે-પ્રસૂતિ.
  10. બાળજન્મ બાદ તરત જજરાય પણ ગર્ભાશયમાંથી બહાર આવે છે.

પ્રશ્ન 25.
દુગ્ધસ્રાવની પ્રક્રિયા સમજાવો.
ઉત્તર:

  1. માદાની સ્તનગ્રંથિઓ (mammary glands) ગર્ભધારણ દરમિયાન વિકાસ પામે છે અને પ્રસૂતિ બાદદૂધ ઉત્પન્ન થવાની શરૂઆત કરે છે. આ પ્રક્રિયાને દુગ્ધશ્નાવ કહે છે.
  2. દુગ્ધશ્નાવના શરૂઆતના દિવસોમાં સ્રવતું દૂધનવસ્તન્ય (colostrum) તરીકે ઓળખાય છે. જે ઍન્ડિબૉડી(IgA)ધરાવે છે.
  3. બાળકના તંદુરસ્ત વિકાસ માટે ડૉક્ટર પણ સ્તનપાન કરાવવાની સલાહ આપે છે.
  4. સ્તનગ્રંથિમાં દૂધનું સંશ્લેષણ અગ્રપિચૅટરી ગ્રંથિના પ્રોલેક્ટિન દ્વારા થાય છે.

તફાવત આપો. (2 ગુણ)

પ્રશ્ન 1.
નર (પુરુષ) અને સ્ત્રીનાં બાહ્યપ્રજનનલક્ષણો
ઉત્તર:

નર(પુરુષ)ના બાહ્યપ્રજનન લક્ષણો માદા(સ્ત્રી)ના બાહ્યપ્રજનનલક્ષણો
(1) સ્તનગ્રંથિનામ પૂરતી (1) સ્તનગ્રંથિ વિકસિત
(2) દાઢીમૂછ વિકસિત (2) દાઢીમૂછ જોવા મળતાં નથી
(3) સ્નાયુઓ મજબૂત (3) સ્નાયુઓ પ્રમાણમાં નબળા
(4) અવાજ ઘેરો (4) અવાજ તીણો

પ્રશ્ન 2.
નર (પુરુષ) અને માદા(સ્ત્રી)નાં આંતરિક પ્રજનન લક્ષણો
ઉત્તર:

નર (પુરુષ)ના આંતરિક પ્રજનન લક્ષણો માદા(મી)ના આંતરિકપ્રજનન લક્ષણો
(1) પુરુષ શુક્રપિંડધરાવે છે. (1) સ્ત્રીઓ અંડપિંડ ધરાવે છે.
(2) શુક્રપિંડોવૃષણકોથળીમાં આવેલાં હોય છે. (2) અંડપિંડો ઉદરગુહામાં આવેલા હોય છે.
(3) પુરુષ શુક્રપિંડોમાંથી શુક્રકોષો ઉત્પન્ન કરે છે. (3) સ્ત્રી અંડપિંડોમાંથી અંડકોષો ઉત્પન્ન કરે છે.
(4) શુક્રપિંડમાંથી નરજાતીય અંતસ્રાવટેસ્ટોસ્ટેરોન ઉત્પન્ન થાય છે. (4) અંડપિંડમાંથી ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન-માદા જાતીય અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય છે.

પ્રશ્ન 3.
શુક્રપિંડ અને અંડપિંડ
ઉત્તર:

શુક્રપિંડ અંડપિંડ
(1) શુક્રપિંડ અંડાકાર, 5 સેમી લંબાઈ અને 2.5 સેમી વ્યાસ ધરાવતી ગ્રંથિછે. (1) અંડપિંડ બદામ આકારની3 સેમી લંબાઈ 2 સેમી પહોળાઈ અને સેમી જાડાઈ ધરાવે છે.
(2) શુક્રકોષો અને નરજાતીય અંતઃસ્ત્રાવ (ટેસ્ટોસ્ટેરોન) ઉત્પન્ન કરે છે. (2) અંડકોષો અને માદા જાતીય અંતઃસ્ત્રાવો ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન ઉત્પન્ન કરે છે.
(3) શુક્રપિંડ શરીરની બહાર ઉદરગુહાની નીચે વૃષણ કોથળીમાં આવેલા છે. (3) અંડપિંડ ઉદરગુહાની અંદર ગર્ભાશયની બે બાજુએ અંડવાહિનીનાછેડાની નજીક આવેલા હોય છે.

GSEB Class 12 Biology Important Questions Chapter 3 માનવ-પ્રજનન

પ્રશ્ન 4.
શુક્કોષ અને અંડકોષ
ઉત્તર:

શુક્રકોષ અંડકોષ
(1) શુક્રકોષચલિત હોય છે. (1) અંડકોષ અચલિત હોય છે.
(2) તે શીર્ષ, મધ્ય ભાગ અને પુચ્છધરાવે છે. (2) તે કોષ જેવી રચના છે અને બહારની બાજુએ જેલીપડ અને અંદરની બાજુએ ધ્રુવકોય ધરાવે છે.
(3) તેની ઉત્પત્તિ વૃદ્ધાવસ્થામાં પણ ચાલુ હોય છે. (3) તેની ઉત્પત્તિ લગભગ 50 વર્ષની ઉંમર પછી બંધ થઈ જાય છે.

પ્રશ્ન 5.
શુક્રકોષજનન અને અંડકોષજનન
ઉત્તર:

શુક્રકોષજનન અંડકોષજનન
(1) આ ક્રિયા નરના શુક્રપિંડમાં થાય છે. (1) આ ક્રિયા માદાના અંડપિંડમાં થાય છે.
(2) પ્રાથમિક પૂર્વશુક્રકોષઅર્ધીકરણથી એકસરખા કદના એકકીય દ્વિતીય પૂર્વશુક્રકોષ ઉત્પન્ન કરે છે. (2) પ્રાથમિક પૂર્વઅંડકોષ અર્ધીકરણથી મોટા કદનો
(3) દ્વિતીયપૂર્વશુક્રકોષ ફરીથી સમભાજન દ્વારા વિભાજન પામી એકસરખા ચાર પ્રશુક્રકોષ ઉત્પન્ન કરે છે. એકકીયદ્વિતીય પૂર્વઅંડકોષ અને નાના કદનો એકકીય પ્રથમ ધ્રુવકાર્યોમાં અસમાન વિભાજિત થાય છે.
(4) પ્રશુક્રકોષ શુક્રકાયાન્તરણ જેવી પ્રક્રિયામાંથી પસાર થાય છે અને પરિપક્વશુક્રકોષ બને છે. (3) દ્વિતીય પૂર્વઅંડકોષ ફરીથી સમભાજન દ્વારા વિભાજિત થઈનાનો દ્વિતીય ધ્રુવકાય અને મોટો અંડકોષ ઉત્પન્ન કરે છે.

પ્રશ્ન 6.
ગર્ભવિકાસ અને ભૃણવિકાસ
ઉત્તર:

ગર્ભવિકાસ ધૂણવિકાસ
(1) પ્રથમ 8અઠવાડિયાં દરમિયાન ફલિત અંડકોષને ગર્ભ(Embryo) કહે છે. (1) 8અઠવાડિયાં પછી પ્રસૂતિ સુધીના ગાળાને ભૂણ કહે છે.
(2) આ અવસ્થામાં ફલિતાંડનું વિભાજન થાય છે. (2) ભૂણ વિકાસ દરમિયાન વિવિધ અંગોનો વિકાસ થાય છે.
(3) ગર્ભવિકાસ દરમિયાન જરાયુ દ્વારાhCG, hPL, ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન અને રિલેક્સિન જેવા અંતસ્રાવ ઉત્પન્ન થાય છે. (3) જન્મસમય નજીક હોય ત્યારે ઑક્સિટોસીન અને પ્રોસ્ટાગ્લેન્ડિન્સ ઉત્પન્ન થાય છે.

વિજ્ઞાનિક કારણો આપો. (2 ગુણ)

પ્રશ્ન 1.
શુક્રપિંડો ઉદરગુહાની બહાર વૃષણકોથળીમાં આવેલા છે.
ઉત્તર:
શુક્રપિંડની શુક્રકોષજનનની ક્રિયા દ્વારા તે પ્રશુક્રકોષ અને શુક્રકોષમાં રૂપાંતર પામે છે. આ સમગ્ર પ્રક્રિયા માટે શુક્રપિંડોનું તાપમાન શરીરના તાપમાન કરતાં 3°C જેટલું નીચું હોય છે. તે શુક્રકોષજનન માટે આવશ્યક છે. વૃષણકોથળી શુક્રપિંડોનું તાપમાન નીચું જાળવી રાખવામાં મદદ કરે છે.

પ્રશ્ન 2.
પ્રશુક્રકોષોને શુક્રકોષમાં ફેરવવા માટે શુક્રકાયાન્તરણ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.
ઉત્તર:
પ્રશુક્રકોષ રચનાની દૃષ્ટિએ પ્રચલન માટે સંપૂર્ણ નથી. જયોનિમાર્ગદ્વારા અંડવાહિની સુધી જવા માટે જરૂરી છે. તેથી આ ક્રિયા દ્વારા પુચ્છ જેવી રચના પ્રાપ્ત કરે છે. ઉપરાંત અંડકોષમાં પ્રવેશ માટે શીર્ષ અને મધ્ય ભાગ જેવી રચના પણ આ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થાયછે.

પ્રશ્ન 3.
પુરુષ જ્યારે જાતીય રીતે ઉત્તેજિત થાય ત્યારે અધિવૃષણનલિકાની દીવાલ સંકોચાય છે.
ઉત્તર:

  1. અધિવૃષણ નલિકા 6 મીટર લાંબી અને અત્યંત ગૂંચળામય નલિકા છે. તે અપરિપક્વ શુક્રકોષોને હંગામી સંગ્રહસ્થાન પૂરું પાડે છે, જેમાં શુક્રકોષો પરિપક્વન પ્રક્રિયા પૂર્ણ કરે છે અને તરવાની ક્ષમતા પ્રાપ્ત કરે છે.
  2. જયારે પુરુષ જાતીય રીતે ઉત્તેજિત થાય ત્યારે અધિવૃષણ નલિકાની દીવાલ સંકોચાય છે અને શુક્રકોષો શુક્રવાહિનીમાં વહન પામેછે.

પ્રશ્ન 4.
ગર્ભપોષક સ્તરનાકોષોમાંથી ઉભેચકોનો સ્રાવ થાય છે.
ઉત્તર:
ગર્ભપોષક સ્તરના કોષોમાંથી ઉન્સેચકોનો સ્રાવ થાય છે જે ગર્ભાશયની દીવાલમાંની કેટલીક પેશીઓ અને રુધિરવાહિનીઓને પચાવે છે અને ગર્ભસ્થાપનને શક્ય બનાવે છે. ગર્ભાશયની અંદરની દીવાલ વિકાસ પામી ગર્ભને આંશિક રીતે ઘેરે છે. આ પ્રક્રિયાને ગર્ભસ્થાપન કહે છે. આમ, ગર્ભસ્થાપન માટે ગર્ભને ગર્ભાશયની દીવાલ સાથે સ્થાપિત કરવા માટે ગર્ભાશયની દીવાલનો થોડોક ભાગ પચાવવો જરૂરી છે. તે કાર્યઉન્સેચકો કરે છે.

GSEB Class 12 Biology Important Questions Chapter 3 માનવ-પ્રજનન

પ્રશ્ન 5.
ડોક્ટરોનવજાતશિશુને માતાનું દૂધ(સ્તનપાન) આપવાની સલાહ આપે છે.
ઉત્તર:
પ્રસૂતિ બાદ માદાની સ્તનગ્રંથિઓમાંથી દૂધ ઉત્પન્ન થવાની શરૂઆત થાય છે. દૂધસ્રાવના શરૂઆતના દિવસોમાં સ્રવતું દૂધ નવસ્તન્ય તરીકે ઓળખાય છે. જે એન્ટિબૉડી ધરાવે છે. બાળકના તંદુરસ્ત વિકાસ માટે જરૂરી છે. આથી ડૉક્ટર પણ બાળકને સ્તનપાન કરાવવાની સલાહ આપે છે.

પ્રશ્ન 6.
જન્મસમયનજીક હોય ત્યારે બે રાસાયણિક સંકેતો સંકળાઈ સાચી(વાસ્તવિક)પ્રસૂતિપીડાઉત્પન્ન કરે છે.
ઉત્તર:

  • ભૂણના કેટલાક કોષો ઑક્સિટોસીન ઉત્પન્ન કરવાનું શરૂ કરે છે. જે જરાયુના પ્રોસ્ટાગ્લેડિયન મુક્ત કરવા ઉત્તેજે છે. આ બંને અંતઃસ્ત્રાવો ગર્ભાશયના સતત અને શક્તિશાળી સંકોચનને પ્રેરે છે. આ તબક્કે ઑક્સિટોસીનના સંકેતો પશ્ચ પિયૂટરી ગ્રંથિમાંથી મુક્ત થાય છે.
  • ઑક્સિટોસીન અને પ્રોસ્ટાગ્લેડિનના વધતા સ્તરની સંયુક્ત અસરો સાચી પ્રસૂતિને પ્રેરે છે. મજબૂત સંકોચનને કારણે વધુ ઑક્સિટોસીન મુક્ત થાય છે, જેને કારણે વધુ શક્તિશાળી સંકોચન થાય, જે બાળકને માતાના પેઢુમાંથી વધુ ઊંડે ઊતરે છે. આ બાળકને ગર્ભાશયમાંથી બહાર દોરી જાય છે. તરત પછી શિશુનો પ્રસવ થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *