GSEB Class 11 Gujarati Vyakaran શબ્દભંડોળ અને શબ્દઘડતર

   

Gujarat Board GSEB Std 11 Gujarati Textbook Solutions Std 11 Gujarati Vyakaran Sabda Bhandol Ane Shabd Ghada Tara શબ્દભંડોળ અને શબ્દઘડતર Questions and Answers, Notes Pdf.

GSEB Std 11 Gujarati Vyakaran Sabda Bhandol Ane Shabd Ghada Tara

Std 11 Gujarati Vyakaran Sabda Bhandol Ane Shabd Ghada Tara Questions and Answers

શબ્દભંડોળ અને શબ્દઘડતર સ્વાધ્યાય

1. સૂચના મુજબ કરો:

પ્રશ્ન 1.
ગુજરાતમાં વસનારો માણસ માયાળુ હોય છે. (રેખાંકિત પદોને સ્થાને “ઈ પ્રત્યય ધરાવતો એક શબ્દ બનાવીને મૂકો.)
ઉત્તર :
ગુજરાતી માયાળુ હોય છે.

GSEB Class 11 Gujarati Vyakaran શબ્દભંડોળ અને શબ્દઘડતર

પ્રશ્ન 2.
વર્ષો પહેલાં શાળામાં કાંતવુંના વર્ગો ચાલતા હતા. (રેખાંકિત ક્રિયાપદના સ્થાને ‘ણ’ પ્રત્યય ધરાવતું સંજ્ઞાપદ મૂકો.)
ઉત્તરઃ
વર્ષો પહેલાં શાળામાં કાંતણના વર્ગો ચાલતા હતા.

પ્રશ્ન 3.
માગનાર માણસ
આંગણે આવીને ઊભો રહ્યો. (‘માગ’ ક્રિયાપદનું યોગ્ય રૂપ રેખાંતિ સ્થાને મૂકો.)
ઉત્તરઃ
માગણ આંગણે આવીને ઊભો રહ્યો.

પ્રશ્ન 4.
જમીનને માપવાનું કાર્ય એટલે ……. (‘માપ ક્રિયાપદને યોગ્ય પ્રત્યય લગાવીને ખાલી જગ્યા પૂરો.)
ઉત્તર :
જમીનને માપવાનું કાર્ય એટલે માપણી.

પ્રશ્ન 5.
રાજસ્થાન પ્રદેશના
રસોઈયાઓનું રાંધવાનું કામ ખૂબ સારું. (રખાંકિત પદોનાં સ્થાને અનુક્રમે ‘ઈ’ અને ‘અણુ” પ્રત્યય લગાવીને યોગ્ય રૂપ બનાવીને મૂકો.)
ઉત્તરઃ
રાજસ્થાની રસોઇયાઓનું રાંધણું ખૂબ સારું.

પ્રશ્ન 6.
ડાંગ પ્રદેશની
પ્રજામાં સમાજને લગતા રિવાજો ઘણા વિચિત્ર છે. (રેખાંકિત પદોના સ્થાને અનુક્રમે ‘ઈ’ અને ‘ઈક’ પ્રત્યય લાગતાં યોગ્ય રૂપો મૂકો.)
ઉત્તરઃ
ડાંગી પ્રજામાં સામાજિક રિવાજો ઘણા વિચિત્ર છે.

GSEB Class 11 Gujarati Vyakaran શબ્દભંડોળ અને શબ્દઘડતર

પ્રશ્ન 7.
ગીત ગાઈ શકે તેવું અહીં હવે કોઈ નથી. (રેખાંકિત સ્થાને ‘નાર પ્રત્યય ધરાવતું યોગ્ય રૂપ મૂકો.)
ઉત્તરઃ
ગીત ગાનાર અહીં હવે કોઈ નથી.

2. તમારા પાઠ્યપુસ્તકમાંથી વિવિધ પ્રત્યય લાગીને બનેલાં હોય તેવાં પદો ધરાવતાં વીસ વાક્યો લખો. આવાં પદોને રેખાંકિત કરો અને કૌંસમાં પ્રત્યયો જુદા તારવો.

  • ઉદાહરણઃ વાવણી ટાણે ખેડુ લોકો કંઈ ઘરમાં હોય?
    ઉત્તર :
    વાવ + ણી = વાવણી, ખેડ + = ખેડુ

પ્રશ્ન 1.
એકાએક તેણે સુંદર મુખવાળી કોઈ સ્ત્રી ઘરમાં જોઈ.
ઉત્તરઃ
મુખ + વાળી = મુખવાળી

પ્રશ્ન 2.
બાળક સારો થતો ચાલ્યો, આજ્ઞાધારક થતો ચાલ્યો.
ઉત્તરઃ
આજ્ઞા + ધારક = આજ્ઞાધારક

પ્રશ્ન 3.
જીવનના આ તબક્કે મારી વ્યસ્તતા ઓછી થઈ.
ઉત્તરઃ
વ્યસ્ત + ત = વ્યસ્તતા

GSEB Class 11 Gujarati Vyakaran શબ્દભંડોળ અને શબ્દઘડતર

પ્રશ્ન 4.
મારા બાળપણના દિવસો યાદ કરું છું.
ઉત્તર :
બાળ + પણ = બાળપણ

પ્રશ્ન 5.
તેમણે સ્વસ્થતા જાળવી.
ઉત્તરઃ
સ્વસ્થ + ત = સ્વસ્થતા

પ્રશ્ન 6.
મારે માટે એ કમનસીબીની વાત છે.
ઉત્તરઃ
કમનસીબ + ધ = કમનસીબી

પ્રશ્ન 7.
તે બાબતને હું મારી ખુશનસીબી ગણું છું.
ઉત્તરઃ
ખુશનસીબ + ઈ = ખુશનસીબી

પ્રશ્ન 8.
એની ઉષ્ણતામાં હજુય માદકતા હતી.
ઉત્તરઃ
ઉષ્ણ + ત = ઉષ્ણતા, માદક + ત = માદક્તા

GSEB Class 11 Gujarati Vyakaran શબ્દભંડોળ અને શબ્દઘડતર

પ્રશ્ન 9.
ગરમ પવન હજુય આફ્લાદક હતો.
ઉત્તરઃ
આફ્લાદ + ક = આફ્લાદક

પ્રશ્ન 10.
તે બહાદુરીના નારાઓ લગાવતો.
ઉત્તરઃ
બહાદુર + ઈ = બહાદુરી

પ્રશ્ન 11.
પુસ્તક એક વિસ્મયકારક વસ્તુ છે.
ઉત્તરઃ
વિસ્મય + કારક = વિસ્મયકારક

પ્રશ્ન 12.
એ પોતાની જ વિશિષ્ટતા ધરાવે છે.
ઉત્તરઃ
વિશિષ્ટ + ત = વિશિષ્ટતા

GSEB Class 11 Gujarati Vyakaran શબ્દભંડોળ અને શબ્દઘડતર

પ્રશ્ન 13.
તે સાસુને કાપડ ઉમળકાભેર બતાવી રહી હતી.
ઉત્તરઃ
ઉમળકા + ભેર = ઉમળકાભેર

પ્રશ્ન 14.
તે પુસ્તક માનવીનો સાચો સાથીદાર છે.
ઉત્તરઃ
માનવ + ઈ = માનવી, સાથી + દાર = સાથીદાર

પ્રશ્ન 15.
પુસ્તક જાદુઈ દીવો’ છે.
ઉત્તરઃ
જાદુ + ઈ = જાદુઈ

પ્રશ્ન 16.
તેના રહસ્યની ખબર પાડોશીને જ હતી.
ઉત્તરઃ
પાડોશ + 6 = પાડોશી

GSEB Class 11 Gujarati Vyakaran શબ્દભંડોળ અને શબ્દઘડતર

પ્રશ્ન 17.
બાળકોનો કોલાહલ સ્વાભાવિક લાગતો હતો.
ઉત્તરઃ
સ્વભાવ + ઈક = સ્વાભાવિક

પ્રશ્ન 18.
જલાલુદ્દીનની દોસ્તી સગપણમાં બદલાઈ ગઈ.
ઉત્તરઃ
દોસ્ત + ધ = દોસ્તી

પ્રશ્ન 19.
જલાલુદ્દીનની ખુદા અંગેની માન્યતા મારા પિતાની આસ્તિતા કરતાં અલગ હતી.
ઉત્તરઃ
માન્ય + ત = માન્યતા, આસ્તિક + ત = આસ્તિકતા

પ્રશ્ન 20.
થોડી વારમાં ભાડૂતી ડૉક્ટર પણ આવી પહોંચ્યા.
ઉત્તરઃ
ભાડૂત + ઈ = ભાડૂતી

3. તત્સમ અને તદ્ભવ એટલે શું? ઉદાહરણો સાથે સમજાવો.
ઉત્તરઃ
તત્સમ મૂળ સંસ્કૃતમાં જે સ્વરૂપે વપરાતા હતા તે જ સ્વરૂપે વપરાતા શબ્દો એટલે ‘તત્સમ શબ્દો.

GSEB Class 11 Gujarati Vyakaran શબ્દભંડોળ અને શબ્દઘડતર

છાત્ર, પત્ર, શબ્દ, સત્ય, ચંદ્ર વગેરે ગુજરાતીમાં છાત્ર, પત્ર, શબ્દ, સત્ય, ચંદ્ર સ્વરૂપે જ વપરાય છે.

તદ્ભવ : સંસ્કૃત ભાષામાંથી પ્રાકૃત અને અપભ્રંશ ભાષા દ્વારા ક્રમશઃ ગુજરાતીમાં આવેલા શબ્દો ‘તદ્ભવ” કહેવાય છે.

દા. ત., સૂર્ય – સૂરજ, હસ્ત – હાથ, વધુ વહુ, શૌષધમ્ – ઓસડ, દવા વગેરે.

4. ઉદાહરણ આપી સમજાવો.
ઉત્તર :
(1) દેશ્ય શબ્દો સંસ્કૃત, પ્રાકૃત કે અપભ્રંશ વગેરેમાં જે શબ્દોનું મૂળ જડતું નથી, પણ ગુજરાતીમાં કોઈ રીતે તે વપરાશી બની ગયા છે તેવા શબ્દો દેશ્ય (દશ) કહેવાય છે. દા. ત., પેટ, બકરો, ડાળી, ડુંગર, ધાણી વગેરે.

(2) પરપ્રાંતીય શબ્દોઃ અન્ય પ્રાંતની પ્રજાના શબ્દો ગુજરાતી ભાષામાં વપરાય છે, તેને પરપ્રાંતીય શબ્દો કહે છે. જેમ કે,
હિન્દી શબ્દોઃ (ઓછું), ડુઢા (ઘરડો)
મરાઠી શબ્દોઃ ચળવળ, વાટાઘાટ,
નિદાન બંગાળી શબ્દોઃ બાબુ, મહાશય, શ્રીયુત્

(૩) વિદેશી શબ્દોઃ પરદેશી ભાષાના કેટલાક શબ્દો આપણી ભાષામાં કાયમી સ્થાન પામી ચૂક્યા છે તેવા વિદેશી શબ્દો.
અરબી-ફારસી શબ્દો: જમીન, દરિયો, દવા (અરબી) અવાજ, અંજીર, આબાદ (ફારસી) અંગ્રેજી શબ્દો ટેબલ, સ્ટેશન, ટિકિટ, રેલ, ઑફિસ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *