GSEB Class 11 Gujarati Vyakaran જોડણી

Gujarat Board GSEB Std 11 Gujarati Textbook Solutions Std 11 Gujarati Vyakaran Jodani શબ્દભંડોળ અને શબ્દઘડતર Questions and Answers, Notes Pdf.

GSEB Std 11 Gujarati Vyakaran Jodani

Std 11 Gujarati Vyakaran Jodani Questions and Answers

જોડણી સ્વાધ્યાય

પ્રશ્ન 1.
તમારા પાઠ્યપુસ્તકમાંથી જોડણીના નિયમોને અનુસરતા પાંચ-પાંચ શબ્દો શોધીને લખો
ઉત્તરઃ
(1) એક અક્ષરવાળા શબ્દોમાં અનુસ્વાર ન હોય ત્યારે તેના ‘ઈ’ કે ‘ઊ’ દીર્ઘ લખાય છે.
ઉદા, સ્ત્રી, પી, જી, ફી, ભૂ, છૂ, પૂ

GSEB Class 11 Gujarati Vyakaran જોડણી

(2) જોડાક્ષર પહેલાં ઈ’ કે ‘ઉ આવે તો તે સ્વ હોય છે.
ઉદા., નિરુત્તર, ઉત્સાહ, નિદ્રા, વિશ્વ, સિત્તેર, ગુસ્સો

(3) રેફની પહેલાં લખાતા “ઈ’ કે “ઊ’ દીર્ઘ લખાય છે.
ઉદા., કીર્તિ, શીર્ષક, પૂર્ણિમા, સ્કૂર્તિ, આશીર્વાદ, ઊર્મિ

(4) ચાર કે તેથી વધુ અક્ષર ધરાવતા શબ્દમાં શરૂઆતનો અક્ષર હ્રસ્વ લખાય છે.
ઉદા., કુસુમાયુધ, નિત્યનિયમ, શિખામણ, સિલસિલો, નિખાલસતા

(5) યાચું-યો પહેલાં લખાતી ‘ઈ’ હંમેશાં હસ્વ લખાય છે.
ઉદા., ગોવાળિયો, હાથિયો, વિક્રિયા, બોલિયા, વાળિયા, સાખિયા

(6) જો શબ્દરૂપને “ઈય’ પ્રત્યય લાગે તો તેવા શબ્દોમાં ‘ઈ’ દીર્ઘ લખાય છે.
ઉદા., વિશ્વસનીય, માનનીય, પ્રશંસનીય, રાષ્ટ્રીય

(7) “ઇક” અને “ઇકા’ પ્રત્યય લાગીને જે શબ્દો બન્યા હોય તેવા શબ્દોમાં “ઇ’ હ્રસ્વ લખાય છે.
ઉદા, પ્રામાણિક, આસ્તિક, સ્વાભાવિક, ઐતિહાસિક, અધ્યાપિકા

GSEB Class 11 Gujarati Vyakaran જોડણી

પ્રશ્ન 2.
પાઠ્યપુસ્તકમાંથી બે કે તેથી વધારે છે કે “ઉ” (સ્વદીર્ઘ બંને) વપરાયા હોય તેવા પચીસ શબ્દોની યાદી તૈયાર કરોઃ
ઉત્તરઃ
કુસુમાયુધ, નિરુત્તર, નિયમભક્તિ, ઝીણવટપૂર્વક, સિલસિલો, રીતિરિવાજ, નિમિત્ત, ખુશનસીબી, પાળીપોષી, પિતૃભક્તિ, લીલીસૂકી, અબોટિયું, દુરુપયોગ, હસ્તલિખિત, ટેલિવિઝન, નિશીથ, ઊંડું, પૂર્વાભિમુખ, અધિકારી, પ્રતિસ્પર્ધી, ક્ષત્રિયાણી, બંધુપ્રીતિ, શિરોમણિ, પૂર્વાભિમુખ, પૂજારી.

પ્રશ્ન 3.
નીચેના શબ્દોની જોડણી સુધારીને ફરીથી લખોઃ

  1. મીલ્કત –
  2. ઉર્મિ –
  3. જીલ્લો –
  4. અળસીયુ –
  5. ચિપિયો –
  6. કેન્દ્રિય –
  7. ઐસંગીક –
  8. ઐતીહાસીક –
  9. હોંશીયાર –
  10. ફુદરડી – GSEB Class 11 Gujarati Vyakaran જોડણી

ઉત્તરઃ

  1. મીલ્કત – મિલકત
  2. ઉર્મિ – ઊર્મિ
  3. જીલ્લો – જિલ્લો
  4. અળસીયુ – અળસિયું
  5. ચિપિયો – ચીપિયો
  6. કેન્દ્રિય – કેન્દ્રીય
  7. ઐસંગીક – નૈસર્ગિક
  8. ઐતીહાસીક – ઐતિહાસિક
  9. હોંશીયાર – હોશિયાર
  10. ફુદરડી – ફુદરડી

નોંધઃ દરેક પાઠ-કાવ્યના ‘વ્યાકરણ’માં ‘જોડણી સુધારીને ફરીથી લખો પ્રશ્ન આપવામાં આવ્યો છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *