GSEB Class 11 Biology Important Questions Chapter 11 વનસ્પતિઓમાં વહન

Gujarat Board GSEB Class 11 Biology Important Questions Chapter 11 વનસ્પતિઓમાં વહન Important Questions and Answers.

GSEB Class 11 Biology Important Questions Chapter 11 વનસ્પતિઓમાં વહન

અત્યંત ટૂંક જવાબી પ્રશ્નો (VSQ)

પ્રશ્ન 1.
ટૂંકા અંતરમાં દ્રવ્યોનું વહન કયા પ્રકારે થાય છે ?
ઉત્તર:
ટૂંકા અંતરમાં દ્રવ્યોનું વહન પ્રસરણ, કોષરસીય પ્રવાહ તેમજ સક્રિય વહન દ્વારા થાય છે.

પ્રશ્ન 2.
વનસ્પતિમાં વાનસ્પતિક અંતઃસ્ત્રાવોનું વહન કેવી રીતે થાય છે ?
ઉત્તર:
વનસ્પતિમાં વાનસ્પતિક અંતઃસ્ત્રાવોનું વહન ખૂબ જ ઓછી માત્રામાં થાય છે. તેમનું વહન તેમના સંશ્લેષણ સ્થાનેથી બીજા ભાગો તરફ ધ્રુવીય કે એકદિશીય રીતે થાય છે.

પ્રશ્ન 3.
કારણ આપો : વનસ્પતિઓ માટે પ્રસરણ અત્યંત મહત્ત્વપૂર્ણ છે.
ઉત્તર:
વનસ્પતિ દેહમાં વાયુઓનું વહન ફક્ત પ્રસરણ દ્વારા જ થાય છે. આથી વનસ્પતિમાં પ્રસરણની ક્રિયા થવી અત્યંત મહત્ત્વપૂર્ણ છે.

પ્રશ્ન 4.
કયા અણુઓ કોષરસપટલમાંથી પસાર થઈ શકતા નથી ?
ઉત્તર:
જે અણુઓ લિપિડમાં અદ્રાવ્ય હોય એટલે કે તેમની પ્રકૃતિ જલઅનુરાગી હોય અથવા ધ્રુવીય હોય તેઓ કોષરસપટલમાંથી પસાર થઈ શકતા નથી.

GSEB Class 11 Biology Important Questions Chapter 11 વનસ્પતિઓમાં વહન

પ્રશ્ન 5.
શબ્દ સમજાવો : એક્વાડોરીન્સ.
ઉત્તર:
કોષરસસ્તરમાં 8 વિવિધ પ્રકારના એક્વાડોરીન્સ (જલમાર્ગ) આવેલ છે.
તે વિશિષ્ટ પ્રકારના પ્રોટીન છે અને તે પાણીમાં દ્રાવ્ય અણુઓનું વહન પ્રેરે છે.

પ્રશ્ન 6.
સાનુકૂલિત પ્રસરણ એટલે શું ?
ઉત્તર:
વાહકપ્રોટીનની મદદથી દ્રવ્યના અણુઓના થતા નિષ્ક્રિય વહનને સાનુકૂલિત પ્રસરણ કહે છે. આ ક્રિયામાં ATP સ્વરૂપે શક્તિ વપરાતી નથી.

પ્રશ્ન 7.
આયનપંપ એટલે શું?
ઉત્તર:
સક્રિય વહનની ક્રિયામાં અણુઓ કે આયનોનું વહન પ્રેરતા વાહકપ્રોટીનને પંપ (આયનપંપ) કહે છે.

પ્રશ્ન 8.
સક્રિય અને નિષ્ક્રિય વહન પ્રેરતા વાહકપ્રોટીન કયા સામાન્ય લક્ષણો દર્શાવે છે ?
ઉત્તર:
તેઓ સંતૃપ્ત વહન દર્શાવે છે, અવરોધકો પ્રત્યે પ્રતિચાર દર્શાવે છે તેમજ તેઓ અંતઃસ્ત્રાવોની અસર હેઠળ કાર્ય કરે છે.

પ્રશ્ન 9.
કયા પ્રકારના વહનમાં ATP સ્વરૂપે શક્તિનો ઉપયોગ થતો નથી ?
ઉત્તર:
પ્રસરણ અને સાનુકૂલિત પ્રસરણમાં.

પ્રશ્ન 10.
આશૂનકોષની જલક્ષમતા કેવી હોય છે ?
ઉત્તર:
આશૂનકોષની જલક્ષમતા વધુ હોય છે.

પ્રશ્ન 11.
જલક્ષમતાના નિદર્શનની સંજ્ઞા અને તેના એકમ જણાવો.
ઉત્તર:
જલક્ષમતાના નિદર્શનની સંજ્ઞા : ૪ (સાય).
જલક્ષમતાનો એકમ : દબાણનો એકમ પાસ્કલ, બાર, મેગાપાસ્કલ.

પ્રશ્ન 12.
કોષમાં દ્રાવ્ય સંકેન્દ્રણનું પ્રમાણ વધે તો તેની જલક્ષમતામાં શું ફેર થાય છે ?
ઉત્તર:
કોષમાં દ્રાવ્ય સંકેન્દ્રણનું પ્રમાણ વધતાં કોષની જલક્ષમતામાં વધારો થાય છે.

પ્રશ્ન 13.
આસૃતિ અને પ્રસરણ વચ્ચેનો ભેદ જણાવો.
ઉત્તર:
પ્રસરણની ક્રિયામાં બે માધ્યમ વચ્ચે અર્ધપ્રવેશશીલ પટલ હોતો નથી, જ્યારે આસૂતિની ક્રિયામાં બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણો વચ્ચે અર્ધપ્રવેશશીલ પટલ આવેલ હોય છે.

પ્રશ્ન 14.
આસૃતિની ક્રિયાના દર પર અસર કરતા પરિબળો જણાવો.
ઉત્તર:
આકૃતિની ક્રિયાના દર પર બે પરિબળો અસર કરે છે :

  • દાબ ઢાળ અને
  • સંકેન્દ્રણ ઢાળ.

પ્રશ્ન 15.
આસૃતિદાબ એટલે શું ?
ઉત્તર:
જે દબાણે અર્ધપ્રવેશશીલ પટલમાંથી આસૃતિ દ્વારા વહન પામતું પાણી અટકી જાય તે દબાણને
આસૃતિદાબ (Osmotic Pressure – OP) કહે છે.

પ્રશ્ન 16.
રસસંકોચિત કોષમાં કોષદીવાલ અને સંકોચન પામેલ જીવરસની વચ્ચેની જગ્યામાં શું આવેલ હોય છે ?
ઉત્તર:
રસસંકોચિત કોષમાં કોષદીવાલ અને સંકોચન પામેલ જીવરસ માટેની જગ્યામાં બહારના માધ્યમનું દ્રાવણ આવેલ હોય છે.

GSEB Class 11 Biology Important Questions Chapter 11 વનસ્પતિઓમાં વહન

પ્રશ્ન 17.
અંતઃચૂષણ દર્શાવતા પદાર્થોના ઉદાહરણ આપો.
ઉત્તર:
સ્ટાર્ચ, પ્રોટીન, ગુંદર, સેલ્યુલોઝ, લિગ્નીન તેમજ શુષ્ક લાકડું અને શુષ્ક બીજ અંતગૂષણ દર્શાવે છે.

પ્રશ્ન 18.
બીજાંકુરણની ક્રિયા માટે અંતઃચૂષણ મહત્ત્વનું છે. સમજાવો.
ઉત્તર:
બીજ અંતઃચૂષણની ક્રિયા દ્વારા આસપાસથી પાણીનું શોષણ કરે છે, જેના કારણે બીજમાં અંતઃચૂષણદાબ સર્જાય છે,
આ દબાલ બીજમાંથી મૂળના અંકુરણ માટે અનિવાર્ય છે, તેથી બીજાંકુરણની ક્રિયા માટે અંતઃચૂષણ થવું મહત્ત્વનું છે.

પ્રશ્ન 19.
સસંકોચિત કોષ એટલે શું ?
ઉત્તર:
જ્યારે કૌષને અધિસાંદ્ર દ્રાવણમાં મૂકીએ ત્યારે આકૃતિની ક્રિયા દ્વારા પાણી બાહ્ય કોષીય દ્રાવણમાં આવે છે, જેના કારણે કોષનો કોષરસ કોષદીવાલથી અલગ પડી સંકોચન પામે છે. આવા કોષને રેસર્સ કોચિત કોષ કહે છે.

પ્રશ્ન 20.
આશરે 50 um કદ ધરાવતા વનસ્પતિકોષમાં દ્રવ્યોના અણુઓના વહન માટે કેટલો સમય લાગે છે?
ઉત્તર:
આશરે 50 um કદ ધરાવતા વનસ્પતિકોષમાં દ્રવ્યોના અણુઓના વહન માટે સામાન્ય રીતે 2.5 સેકન્ડ જેટલો સમય લાગે છે.

પ્રશ્ન 21.
સામૂહિક વહનના કારણે શું સર્જાય છે ?
ઉત્તર:
સામૂહિક વહનના કારણે ધન જલસ્થિતિ દબાણ ઢોળાંશ અને ઋણ જલસ્થિતિ દબાણ ઢોળાશ સર્જાય છે.

પ્રશ્ન 22.
સ્થળાંતર એટલે શું?
ઉત્તર:
વનસ્પતિઓની વાહકપેશીઓ દ્વારા દૂર સુધી થતા ઘટકોના સામૂહિક વહનને સ્થળાંતર કહે છે.

પ્રશ્ન 23.
જલવાહકપેશી મૂળથી વનસ્પતિના વિવિધ ભાગો સુધી કયા દ્રવ્યોના સ્થાનાંતર સાથે સંકળાયેલ છે ?
ઉત્તર:
જલવાહકપેશી પાણી, ખનીજક્ષારો, કેટલાક નાઇટ્રોજનયુક્ત કાર્બનિક દ્રવ્યો અને અંતઃસ્ત્રાવોનું મૂળથી વનસ્પતિ દેહના વિવિધ ભાગોમાં સ્થાનાંતર કરે છે.

પ્રશ્ન 24.
મૂળરોમ એટલે શું? તેનું કાર્ય જણાવો. (અથવા) સ્થાન અને કાર્ય જણાવો : મૂળરોમ.
ઉત્તર:
મૂલાધિસ્તરના કેટલાક કોષોમાંથી સર્જાતા એકકોષીય, પાતળી દીવાલવાળા બહિરભેદને મૂળરોમ કહે છે, જે મૂળની શોષણ સપાટીમાં વધારો કરે છે.

પ્રશ્ન 25.
કાસ્પેરીયન પફીકાનું સ્થાન અને રચના જણાવો.
ઉત્તર:
વનસ્પતિના મૂળના અંતઃસ્તરમાં કાસ્પેરીયન પટ્ટીકા આવેલ હોય છે, જે પાણી માટે અપ્રવેશશીલ એવા સુબેરીન દ્રવ્યના સ્થલનો દેશવિ છે.

પ્રશ્ન 26.
કઈ વનસ્પતિના બીજ ફૂગની હાજરી વગર અંકુરણ પામી શકતા. નથી ?
ઉત્તર:
પાઈનસના બીજ ફૂગની હાજરી વગર અંકુરણ પામી શકતા નથી.

પ્રશ્ન 27.
વ્યાખ્યા આપો : મૂળદાબ.
ઉત્તર:
જયારે મૂળના કોષોમાં દ્રવ્યોનું સંકેન્દ્રણ વધે ત્યારે કોષોની જલક્ષમતા ઘટે છે. આથી પાણી જમીનમાંથી મૂળના કોષોમાં દાખલ થાય છે અને જલક્ષમતાના ઢોળાંશના આધારે મૂળની જલવાહકમાં દાખલ થાય છે, જે જલવાહકની અંદર દબાણ સર્જે છે. આ દબાણને મૂળદાબ” કહે છે.

GSEB Class 11 Biology Important Questions Chapter 11 વનસ્પતિઓમાં વહન

પ્રશ્ન 28.
બિકુત્સવેદન એટલે શું ?
ઉત્તર:
વનસ્પતિના હવાઈ અંગો દ્વારા પ્રવાહી સ્વરૂપે પાણીના નિકાલની ક્રિયાને બિંદુત્સવેદન કહે છે.

પ્રશ્ન 29.
બાષ્પોત્સર્જન એટલે શું ?
ઉત્તર:
વનસ્પતિના હવાઈ અંગોની સપાટી પરથી બાષ્પ સ્વરૂપે પાણી ગુમાવવાની ક્રિયાને બાષ્પોત્સર્જન કહે છે.

પ્રશ્ન 30.
પાણીના ક્યા ભૌતિક લક્ષણો જલવાહકમાં દ્રાવણના ઉદ્ઘ વહન માટે જવાબદાર છે ?
ઉત્તર:
સંલગ્ન બળ, અભિલગ્ન બળ અને પૃષ્ઠતાણ બળ જેવા પાણીના ભૌતિક લક્ષણો જલવાહકમાં દ્રાવણના કુળું વહન માટે જવાબદાર છે.

પ્રશ્ન 31.
બાષ્પોત્સર્જનની ક્રિયા પર અસર કરતા બાહ્ય પરિબળો જણાવો.
ઉત્તર:
તાપમાન, પ્રકાશ, ભેજ (આદ્રતા) અને હવાની ગતિ બાષ્પોત્સર્જન પર અસર કરતા બાહ્ય પરિબળો છે.

પ્રશ્ન 32.
પર્ણપ્રોનું કાર્ય જણાવો.
ઉત્તર:
પર્ણ બાષ્પોત્સર્જનની ક્રિયા ઉપરાંત O2, અને CO2 વાયુઓની આપ-લે પણ કરે છે.

પ્રશ્ન 33.
મૂળના અંતઃસ્તરમાં આવેલા વાહકપ્રોટીનનું કાર્ય શું છે?
ઉત્તર:
મૂળના અંતઃસ્તરમાં આવેલા વાહકપ્રોટીન નિયંત્રક ઘટક તરીકે વર્તે છે, જે વનસ્પતિના જલવાહક સુધી વહન પામતા દ્રવ્યોની માત્રા અને પ્રકારોનું નિયમન કરે છે.

પ્રશ્ન 34.
પુનઃ સંગઠિત થતા ખનીજતત્ત્વો તરીકે કોનો સમાવેશ થાય છે ?
ઉત્તર:
ત્વરિત વહન પામતા કે સંગઠિત થતા તત્ત્વો તરીકે ફોસ્ફરસ, સલ્ફર, નાઇટ્રોજન અને પોટેશિયમનો સમાવેશ થાય છે.

પ્રશ્ન 35.
કયા ખનીજતત્ત્વો પુનઃસંગઠિત થતા નથી ?
ઉત્તર:
કેટલાક તત્ત્વો કે જેઓ બંધારણીય ઘટકો છે. ઉદા. તરીકે કેલ્શિયમ – પુનઃ સંગઠિત થતા નથી.

પ્રશ્ન 36.
વનસ્પતિની જલવાહકમાં નાઇટ્રોજનનું વહન કયા સ્વરૂપે થાય છે ?
ઉત્તર:
જલવાહકમાં નાઇટ્રોજનનું વહન તેના અકાર્બનિક આયનોના સ્વરૂપમાં અને તેનું મોટાભાગનું વહન એમિનો એસિડ અને તેને સંબંધિત અન્ય કાર્બનિક સંયોજનોના સ્વરૂપે થાય છે.

પ્રશ્ન 37.
મૂળસ્રોત અને સિંકની દિશાનો આધાર કઈ બાબત પર રહેલ છે ?
ઉત્તર:
મૂળસ્રોત અને સિંકની દિશા એકબીજાથી વિપરીત છે. તેનો આધાર વનસ્પતિની જરૂરિયાત અને ઋતુ પર રહેલો છે.

પ્રશ્ન 38.
શબ્દ સમજાવો : મૂળસ્રોત અને સિંક.
ઉત્તર:
જે મૂળસ્રોત એટલે એવું સ્થાન જ્યાં ખોરાકનું નિર્માણ થતું હોય. ઉદા. પર્ણ.
સિંક એટલે એવું સ્થાન જ્યાં ખોરાકની જરૂરિયાત હોય અથવા જ્યાં ખોરાકનો સંગ્રહ થતો હોય. ઉદા. પ્રકાંડ, મૂળ.

ટૂંક જવાબી પ્રશ્નો (SQ)

પ્રશ્ન 1.
સપુષ્પી વનસ્પતિઓમાં કયા દ્રવ્યોનું વહન થાય છે ?
ઉત્તર:
સપુષ્પી વનસ્પતિઓમાં પાણી, ખનીજ પોષકદ્રવ્યો, કાર્બનિક પોષકતત્ત્વો તેમજ વાનસ્પતિક અંતઃસ્ત્રાવો જેવા દ્રવ્યોનું વહન થાય છે.

પ્રશ્ન 2.
સપુષ્પી વનસ્પતિઓમાં પાણી અને કાર્બનિક પદાર્થોનું વહન કેવી રીતે થાય છે ?
ઉત્તર:

  • સપુષ્પી વનસ્પતિઓ દ્વારા પાણી જલવાહક પેશી દ્વારા ફક્ત એક જ દિશામાં મૂળથી પ્રકાંડ તરફ વહન પામે છે.
  • કાર્બનિક પોષક દ્રવ્યોનું સંશ્લેષણ પણમાં થાય છે. આથી તેમનું વહન અન્નવાહક દ્વારા પર્ણથી વનસ્પતિના બધા જ અંગો તેમજ સંગ્રહસ્થાન સુધી થાય છે.

પ્રશ્ન 3.
પ્રસરણ એટલે શું?
ઉત્તર:
દ્રવ્યના અણુઓ પોતાના વધુ સંકેન્દ્રણવાળા વિસ્તારથી ઓછા સંકેન્દ્રણવાળા વિસ્તાર તરફ ગતિ કરે છે.
આવી ગતિ કોઈ આયોજનયુક્ત હોતી નથી. આ ક્રિયાને પ્રસરણ કહે છે.

પ્રશ્ન 4.
પ્રસરણની લાક્ષણિકતાઓ જણાવો.
ઉત્તર:
આ પ્રકારનું વહન :

  • નિષ્ક્રિય અને ધીમું છે.
  • પાક સંકેન્દ્રણ ઢોળાંશની દિશામાં થાય છે.
  • સ્વરૂપે શક્તિ વપરાતી નથી.
  • મોટા કદના અણુઓનું પ્રસરણ ધીમું અને નાના કદના અણુઓનું પ્રસરણ ઝડપી થાય છે.
  • બે વિસ્તારો વચ્ચે સંકેન્દ્રણ તફાવત જેટલો વધુ તેટલું પ્રસરણ વધુ ઝડપી.
  • બે વિસ્તારો વચ્ચે સંકેન્દ્રણ સંતુલિત થતાં પ્રસરણની ક્રિયા અટકે છે.

પ્રશ્ન 5.
પ્રસરણદાબ તફાવત (DPD) એટલે શું ?
ઉત્તર:

  • દ્રાવણમાં દ્રવ્યના અણુઓ ઉમેરવામાં આવે ત્યારે દ્રાવકનો પ્રસરણદાબ ઘટે છે.
  • આમ, કોઈપણ દ્રાવણનો પ્રસરણદાબ તેના શુદ્ધ દ્રાવકની સરખામણીમાં ઓછો હોય છે, જેને પ્રસરણદાબ તફાવત કહે છે.

પ્રશ્ન 6.
પ્રસરણદર પર અસર કરતા પરિબળો જણાવો.
ઉત્તર:
પ્રસરણ પર અસર કરતા પરિબળો:

  • જે પરિબળો મુક્ત ઊર્રામાં ફેરફાર કરી શકે તે બધા જ પરિબળો પ્રસરણ પર અસર કરે છે. જेમ 3े,
  • દ્રવ્યના અણુઓનો સંકેન્દ્રણ ઢોળાંશ.
  • દ્રવ્યના અણુઓ જે પટલમાંથી પસાર થાય તે પટલની પ્રવેશશીલતા પર.
  • દ્રવ્યના અણુઓના કદ.
  • દ્રવ્યના અણુઓની લિપિડમાં દ્રાવ્યતા પર.
  • તાપમાન.
  • દ્રવ્યના અણુઓની ઘનતા પર.
  • हબાણ.

GSEB Class 11 Biology Important Questions Chapter 11 વનસ્પતિઓમાં વહન

પ્રશ્ન 7.
સાનુકૂલિત પ્રસરણની લાક્ષણિકતાઓ જણાવો.
ઉત્તર:
સાનુકૂલિત પ્રસરણની લાક્ષણિકક્તાઓ

  • જ્યારે બધા જ વાહક પ્રોટીનનો ઉપયોગ થાય ત્યારે વહનનો દર મહત્તમ બને છે.
  • તે ખુબ જ વિશિષ્ મ્રારનું છે તે કોષોને દ્રવ્યના અघુઓ મેળવवા માટે પસંદગીની તક આપે છે. (પસંદગીમાન પ્રવેશશીલલતા ધરાવે).
  • તે કેટલાક અવરોધકો (રસાયણોં) કે જે પ્રોટીનની પાર્શ શૃંખલાઓ સાથે પ્રતિક્રિયા કરે તેના પ્રત્યે સંવેદી છે.

GSEB Class 11 Biology Important Questions Chapter 11 વનસ્પતિઓમાં વહન 1

પ્રશ્ન 8.
યુગ્મવહન એટલે શું? તેના પ્રકારો વર્ણવો.
ઉત્તર:
नષ્કિય સિभપોર્ટ અने અન્ટિપોર્ટ:
સાનુકૂલિત પ્રસરણમાં કેટલાક વાહક અથવા વહન કરતા પ્રોટીન પ્રસરહાની મંજૂરી ત્યારે જ આપે છે કે જ્યારે બે પ્રકારના અણુઓ એકસાથે વહન પામતા હોય, તેને યુગ્મવહન (co- transport) કહે છે.
GSEB Class 11 Biology Important Questions Chapter 11 વનસ્પતિઓમાં વહન 2

પટલમાં આવેલ કેટલાક પ્રોટીન અણુઓને આરપાર પસાર થવા માટે માર્ગ બનાવે છે. આ માર્ગ પૈકી કેટલાક માર્ગ…

  • હંમેશાં ખુલ્લા રહે છે.
  • नियત્રિત होય છે.
  • મોટા કદના છિદ્રો સ્વરૂપે હોય છે, જે વિવિધ પ્રકારના અણુઓને આરપાર જવાની પરવાનગી આપે છે. ઉદા. પોરીન્સ.

પોરીન્સ :

  • એક પ્રકારના પ્રોટીન છે.
  • જે રંજકકણો, કાણાભસૂત્ર અને બેક્ટેરિયાના બાહ્યટલમાં મોટા કદના છિદ્રોનું નિર્માણા કરે છે.
  • તે પટલમાંથી નાના કદના પ્રોટીન જેટલા અણુઓને પસાર થવા દે છે.

પ્રશ્ન 9.
પોરીન્સ એટલે શું ? તેના કાર્યો જણાવો.
ઉત્તર:

  • પોરીન્સ એક પ્રકારના પ્રોટીન છે. છે તેઓ રંજકકણો, કણાભસૂત્ર અને બેક્ટરિયાની બાહ્ય સપાટી પર મોટા કદના છિદ્રોનું નિર્માણ કરે છે.
  • તે પટલમાંથી નાના કદના પ્રોટીન જેટલા અણુઓને પસાર થવા દે છે.

પ્રશ્ન 10.
તફાવત આપો : સીમપોર્ટ અને એન્ટિપોર્ટ.
ઉત્તર:
GSEB Class 11 Biology Important Questions Chapter 11 વનસ્પતિઓમાં વહન 3

પ્રશ્ન 11.
સક્રિય વહનની લાક્ષણિકતાઓ જણાવો.
ઉત્તર:
સક્કिय વહનની લાક્ષણિકકતા:

  • જ્યારે બધા જ વાહકપ્રોટીનનો ઉપયોગ થાય ત્યારે વહનનો દર મહત્તમ બને છે.
  • ઉત્સેચકોની જેમ વાહકપ્રોટીન વિશિષ્ટ છે, એટલે કે તે ચોક્કસ પદાર્થના અણુઓ કે આયનોનું વહન પટલમાંથી થવા દે છે. (પસંદગીમાન પ્રવેશશીલતા ધરાવે).
  • કેટલાક અવરોધકો (રસાયણો) કे જે પ્રોટીનની પાર્શ્વ શુંખલાઓ સાથે પ્રતિક્રિયા કરે છે તેમના પ્રત્યે સંવેદી છે.

GSEB Class 11 Biology Important Questions Chapter 11 વનસ્પતિઓમાં વહન

પ્રશ્ન 12.
વિવિધ વહનતંત્રોની તુલના દર્શાવતો ચાર્ટ દોરો.
ઉત્તર:
GSEB Class 11 Biology Important Questions Chapter 11 વનસ્પતિઓમાં વહન 4

પ્રશ્ન 13.
જુદી જુદી વનસ્પતિમાં પાણીનું પ્રમાણ જણાવો.
ઉત્તર:

घटકો પાણીનું પ્રમાણ
तरબૂय 92% થી વધારે
જલજ વનસ્પતિઓ 98%
વૃદ શુષોભિદ વનસ્પતિ 60% કે તેથી ઓછું

પ્રશ્ન 14.
તફાવત આપો : શિથિલ કોષ અને આશૂન કોષ.
ઉત્તર:

શિથિલ કોષ આશના કોપ
જ્યારે કોષને સમસાંદ્ર દ્રાવણમાં મૂકવામાં આવે તો કૌષમાંથી જેટલું પાણી બહાર તરફ વહે છે તેટલું જ પાણી કોષની અંદર દાખલ થાય છે. જયારે કોષને અષો સાંદ્ર દ્રાવણમાં મૂકવામાં આવે ત્યારે પ્રસરણની ક્રિયા દ્વારા પાણી કોષમાં પ્રવેશે છે , જેના કારણે કૌષ કુલે છે.
આવા કોષને શિથિલ કોષ કહે છે, આવા કોષને આલૂન કોષ કહે છે.
આ કોષમાં TPનું મૂલ્ય શુન્ય હોય. આ કોષમાં TPનું મૂલ્ય શૂન્ય કરતાં વધુ હોય,

પ્રશ્ન 15.
સમજો કે દીવાલનું દબાણ
ઉત્તર:

  • કોષદીવાલ દ્વારા કોષરસ પર આનતાદાબને નિયંત્રિત કરવા ઉત્પન્ન થતા દબાણને ધવાલનું દબાણ (Wall Pressure • WP) કહે છે.
  • દીવાલનું દબાણ આશૂનતાદાબની વિરુદ્ધ અને તેને સમાન હોય છે.
    ∴ WP = TP (અપવાદરૂપે જયારે કોષ શિથિલ હોય.)

પ્રશ્ન 16.
સામૂહિક વહનની વિશિષ્ટતાઓ જણાવો.
ઉત્તર:
સામૂહિક વહનની બે વિશિષ્ટતા છે.

  1. પદાર્થ દ્રાવણ સ્વરૂપે હોય કે નિલંબિત સ્વરૂપે, તે નદીના પ્રવાહની જેમ જ વહન પામે છે.
  2. આ ક્રિયા પ્રસરણ કરતાં ભિન્ન છે, જેમાં વિવિધ ઘટકો તેમના સંકેન્દ્રણ ઢોળાંશને અનુસરીને સ્વતંત્ર વહન પામે છે,

પ્રશ્ન 17.
તફાવત આપો : સંદ્રવ્યપથ અને અપદ્રવ્ય પથ.
ઉત્તર:

અપદ્રવ્ય પધ સદ્રવ્ય પથ
ફક્ત કોષદીવાલ તથા અાંતરકોષીય અવકાશના માર્ગે થતી વનપથને અપદ્રવ્ય પથ કહે છે, એક કોષમાંથી બીજા કોષમાં કોષરસતંતુઓ દ્વારા વહન પામતા પાણીના પથને સંદ્રવ્ય પથ કહે છે.
આ પ્રકારે વહન પામતું પાણી કોઈપણ પટલ રચનાને ઓળંગતું નથી, પાણી કોષોની અંદર કોષ રસપટલના માધ્યમથી પ્રવેશ કહે છે.
અપદ્રવ્ય પથમાં પાણીની અવરજવરમાં કોઈપણ અવરોધ સર્જાતો નથી અને પાણીની અવરજવર સામૂહિક વહનના માધ્યમથી થાય છે. સંદ્રવ્ય પથમાં કોષોની વચ્ચે આવેલ કોષરસતંતુઓ દ્વારા પાણીનું વહન થાય છે.
અભિલગ્ન બળ અને સંલગ્ન બળના ગુણધર્મના લીધે પાણીનું સામૂહિક વહન થાય છે. સંદ્રવ્ય વહન કોષોના કોષ રસીય વહનના લીધે છે,

પ્રશ્ન 18.
ટૂંકનોંધ લખો : માયકોરાયઝા (કવકમૂળ)
ઉત્તર:
કેટલીક વનસ્પતિઓમાં પાણી અને ખનીજ ક્ષારોના શોષણ માટે કેટલીક વધારાની રચનાઓ સંકળાયેલ હોય છે.
કેટલીક વનસ્પતિમાં મૂળતંત્ર ફૂગ સાથે સહજીવન ગુજારે છે. આ સહજીવનને માય કોરાયઝા (વિકેમૂળ) કહે છે, ફૂગના તંતુઓ તરુણમૂળની આસપાસ જાળીમય રચના બનાવે છે અથવા તે મૂળના કોષોમાં દાખલ થાય છે. આ કવક તંતુઓ ખૂબ જ સપાટી વિસ્તાર ધરાવે છે, તેઓ ભૂમિમાંથી મોટા જથ્થામાં ખનીજ આયનો અને પાણીનું શોષણ કરે છે.

GSEB Class 11 Biology Important Questions Chapter 11 વનસ્પતિઓમાં વહન 6
કેટલીક વનસ્પતિઓમાં ફરજિયાત કવકજાળના સમૂહો જોવા મળે છે.
દા.., પાઈનસના બીજ માયકોરાયઝાની હાજરી વગર અંકુરણ પામતા નથી કે સ્થાપિત થતા નથી.

પ્રશ્ન 19.
ટૂંકનોંધ લખો : બિદુત્સવેદન.
ઉત્તર:
બિંદુત્સવેદન : – મૂળદાબ રાત્રિ દરમિયાન અને વહેલી સવારે જ્યારે બાષ્પીભવન ધીમું હોય ત્યારે જોઈ શકાય છે.
દા.ત., ધાસના પક્ષની અગ્રશિરા પર અને ધણા શાકીય વનસ્પતિઓના પ્રકાંડની ટોચ પર વિશિષ્ટ પ્રકારના છિદ્રો (જલોત્સર્ગી ગ્રંથિ) દ્વારા બહાર નીકળતું વધારાનું પાણી જોવા મળે છે.
પાણીના આ રીતે પ્રવાહી સ્વરૂપે નિકાલ થવાની ક્રિયાને બિંદુત્સવેદન કહે છે.

પ્રશ્ન 20.
વાયુરંધ્રની રચના વર્ણવો.
ઉત્તર:
વાયુરંધ્રની રચનામાં એક છિદ્ર અને તેને ઘેરીને ગોઠવાયેલા બે રક્ષકકોષોનો સમાવેશ થાય છે. ઘણી વાર રક્ષકકોષોની બહાર સહાયક કોષો પણ આવેલ હોય છે.
રક્ષકકોષોની છિદ્ર કે રૅપ્રિય કૌટર તરફની દીવાલ સ્કૂલિત અને જાડી હોય છે અને અન્ય વિસ્તારમાં તે પાતળી હોય છે.

પ્રશ્ન 21.
બાષ્પોત્સર્જન પર અસર કરતા જૈવિક પરિબળો જણાવો.
ઉત્તર:
બાષ્પોત્સર્જન પર અસર કરતા જૈવિક પરિબળોમાં…

  • મૂળતંત્રની ભૂમિમાંથી પાણી શોષવાની ક્ષમતા
  • પર્ણ વિસ્તાર
  • પર્ણની રચના :
  • અધિસ્તર પર ક્યુટીકલનું પ્રમાણ
  • વાયુરંધ્રોની રચના
  • વાયુરંધ્રોની સંખ્યા, તેમનું વિતરણ અને તેમની ગોઠવણી
  • ખુલ્લા વાયુરંધ્રોની ટકાવારી
  • જમીનમાં પાણીની હાજરી.

પ્રશ્ન 22.
વાયુરપ્ર ખોલ-બંધ થવાની ક્રિયા વર્ણવો.
અથવા
સમજાવો ‘વાયુરંધ્ર ખોલ-બંધ થવાની ક્રિયા રક્ષકકોષોમાં દ્રાવ્ય પદાર્થોના સંકેન્દ્રણ પર આધારિત છે.”
ઉત્તર:
GSEB Class 11 Biology Important Questions Chapter 11 વનસ્પતિઓમાં વહન 7
द्विहणી (પૃષ્ठવક્ષીય) પર્ણા :
ઊપરી અધિસ્તર કરતાં અધ: અધિસ્તરમાં પર્ણરિં્રોની સંખ્યા વધુ હોય.
એકદणી (સમદ્વિપાશ્વી પર્ણ :
ઊપરી અને અધ: બંને અધિસ્તરમાં પર્ણરંધોની સંખ્યા સમાન હોય.

પ્રશ્ન 23.
શબ્દ સમજાવો : સંલગ્ન બળ અને અભિલગ્ન બળ.
ઉત્તર:
સંલગ્ન બળ : “બે પાણીના અણુઓ વચ્ચે લાગતું બળ.”
અભિલગ્ન બળ : “વાહક એકમોના પટેલની સપાટી અને પાણીના અણુઓ વચ્ચે લાગતું બળ,”

પ્રશ્ન 24.
બાષ્પોત્સર્જનનું મહત્ત્વ જણાવો.
ઉત્તર:
બાષ્પોત્સર્રન તેમજ પ્રકાશસંશ્લેષણ : એક સમાધાન:
બાષ્પોત્સર્જન એક કરતાં વધારે હેતુઓ માટે હોય છે.

1.વનસ્પતિઓમાં પાણી અને અન્ય દ્રવ્યોના શોષણ અને વહન માટે બાષ્પોત્સર્જન ખેંચાણા બળ ઉત્પન્ન કરે છે.
2.પ્રકાશસંશ્લેષણની ક્રિયા માટે પાણી પૂરું પાડે છે.
3. ભૂમિમાંથી વનસ્પતિના વિવિધ ભાગો તરફ ખનિજતત્તોનું વહન કરે છે.
4. બાષ્પોત્સર્જન એક પ્રકારનું બાષ્પીભવન હોવાથી તે વનસ્પતિમાં શીતળતા પ્રેરે છે. તે પર્ણની સપાટીને બહારના વાતાવરણની સાપેક્ષે 10 थી $15{ }^{\circ} \mathrm{C}$ સુધી ઠંડી રાખે છે.
5. કોષોની આશૂનતા જાળવે છે. આથી વનસ્પતિનો આકાર અને તેની રચના જળવાય છે.

  • પ્રકાશસંશ્લેષણ દરમિયાન વનસ્પતિને પાણીની અત્યંત જરૂરિયાત રહે છે. બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા ઝડપથી પાણી ગુમાવવામાં આવતું હોવાથી પાણી એ પ્રકાશશંશ્લેષણની ક્રિયા માટે એક સિમિત પરિબળ છે.
  • વર્ષા જંગલોમાં રહેલ ભેજનું મુખ્ય કારણા પાણીનું વનસ્પતિના મૂળથી → પર્ણ અને ત્યાંથી → વાતાવરણમાં અને ત્યાંથી પાધું જમીનમાં થતું સક્રિય વહન છે.
  • C4 વનસ્પતિના પ્રકાશસંશ્લેષણનો વિકાસક્રમ, CO2 ની વધુ પ્રમાણમાં પ્રાપ્તિ અને ઓધા પ્રમાણમાં પાણી ગુમાવવાની ક્ર્રિયા પર આધારિત છે.
  • આમ, CO2 ના સ્થાપન (કરર્બોદિતના નિર્માણ) ના સંદર્ભમાં C4 વનસ્પતિઓ C3 વનસ્પતિઓ કરતાં બમણી ક્ષમતા ધરાવે છે.
  • આ ઉપરાંત, સમાન CO2 ના સ્થાપનની માત્રામાં, C4 વનસ્પતિઓ C3 વનસ્પતિની સાપેક્ષે અડધું જ પાણી ગુમાવે છે.

પ્રશ્ન 25.
કારણ આપો : “મૂળ દ્વારા ખનીજતત્ત્વોનું નિષ્ક્રિય શોષણ થતું નથી.”
ઉત્તર:
મૂળ દ્વારા ખનીજતત્ત્વોનું શોષણ નિષ્ક્રિય પ્રકારે થતું નથી. આ માટે બે પરિબળો જવાબદાર છે.

  1. ખનીજદ્રવ્યો વીજભાર ધરાવે છે. આથી તેઓ કોષીય પટલોમાંથી પસાર થઈ શકતા નથી.
  2. ભૂમિમાં રહેલા ખનીજદ્રવ્યોની સાંદ્રતા મૂળમાં રહેલા ખનીજદ્રવ્યો કરતાં ઓછી હોય છે.

આથી, મોટાભાગના ખનીજતત્ત્વો મૂળના અધિસ્તરના કોષોના કોષરસમાં સક્રિય વહન દ્વારા પ્રવેશે છે.

GSEB Class 11 Biology Important Questions Chapter 11 વનસ્પતિઓમાં વહન

પ્રશ્ન 26.
ટૂંકમાં સમજાવો : સુક્રોઝ.
ઉત્તર:
સુક્રોઝ :
એ કાર્બોદિતનું પાયાનું સ્વરૂપ છે.
નોન રીફ્યુસિંગ શર્કરા છે અને તેથી રાસાયણિક રીતે સ્થિર છે.
પર્ણમાંથી સ્થાનાંતરણ પામીને વનસ્પતિના પ્રકાશસંશ્લેષણ ન કરતા ભાગો તરફ થાય છે.

Higher Order Thinking Skills (HOTS)

પ્રશ્ન 1.
જો માધ્યમ સાંદ્ર હોય તો પ્રસરણનો દર કેવો હોય છે ?
ઉત્તર:
જો માધ્યમ સાંદ્ર હોય તો પ્રસરણનો દર ધીમો હોય છે.

પ્રશ્ન 2.
નિષ્ક્રિય વહન એટલે શું ? તેના પ્રકારો જણાવો.
ઉત્તર:
નિષ્ક્રિય વહન એટલે સંકેન્દ્રણ ઢોળાંશની દિશામાં થતું અણુઓનું વહન. આ ક્રિયામાં ATP સ્વરૂપે શક્તિ વપરાતી નથી.
પ્રકારો : પ્રસરણ, આસૃતિ, સાનુકૂલિત પ્રસરણ.

પ્રશ્ન 3.
શા માટે જલઅનુરાગી અને ધ્રુવીય અણુઓ કોષરસપટલમાંથી પસાર થઈ શકતા નથી ?
ઉત્તર:
કોષરસપટલ લિપિડ અને પ્રોટીનનો બનેલ છે. લિપિડ પાણીમાં અદ્રાવ્ય છે. આથી, જે અણુ લિપિડમાં દ્રાવ્ય હોય તે કોષરસપટલમાંથી સરળતાથી પસાર થાય છે.
પરંતુ જે અણુ જલઅનુરાગી હોય કે ધ્રુવીય હોય તેને લિપિડ પસાર થવા દેતું નથી. આથી આવા અણુઓ કોષરસ સ્તરમાંથી પસાર થઈ શકતા નથી.

પ્રશ્ન 4.
નીચે આપેલ બીજને પાણીના શોષણના આધારે ચઢતા ક્રમમાં ગોઠવો. (એરંડાનું બીજ, વાલનું બીજ, ઘઉંનું બીજ, મગફળીનું બીજ, ચોખા)
ઉત્તર:
એરંડાનું બીજ < મગફળીનું બીજ < ધઉંનું બીજ < ચોખા < વાલનું બીજ.

પ્રશ્ન 5.
જો કોષ-Aનો OP = 16 atm અને TP = 7 atm છે અને કોષ Bનો OP = 12 atm અને TP = 3 atm છે, તો પાણી કયા કોષમાંથી ક્રયા કોષમાં વહન પામશે ?
ઉત્તર:
Cell-A
OP = 16 atm
TP = 8 atm
DPD = OP – TP
= 16 – 7
DPD = 8 atm

Cell-B
OP = 12 atm
TP = 3 atm :
DPD = OP – TP
= 12 – 3
DPD = 9 atm
કોષ-Aની સરખામણીમાં કોષ-Bના DPDનું મૂલ્ય વધુ છે, આથી, પાણી ઓછા DPD થી વધુ DPD તરફ એટલે કે કોષ-A થી B તરફ વહન પામે છે.

GSEB Class 11 Biology Important Questions Chapter 11 વનસ્પતિઓમાં વહન

પ્રશ્ન 6.
તફાવત આપો : આકૃતિ અને અંતઃચૂષણ.
ઉત્તર:

આકૃતિ અંત:ચુષણ
ફક્ત જીવંત કોષોમાં થાય. જીવંત કોષો ઉપરાંત મૃત કોષોમાં પણ થાય.
અર્ધપ્રવેશશીલ પટલની હાજરી અનિવાર્ય. અર્ધપ્રવેશશીલ પટલની હાજરી અનિવાર્ય નથી.
ઉષ્મા સતી નથી. ઉમા સર્જાય છે.
પ્રતિવર્તી ક્રિયા નથી. આ ક્રિયા પ્રતિવર્તી છે.
આસુતિની ક્રિયા ફક્ત એક જ દિશામાં થાય.

પ્રશ્ન 7.
પારપટલ વહન એટલે શું ?
ઉત્તર:
અંતઃસ્તર અને તેની આગળ પાણીને કોષીય પટલમાંથી દબાણપૂર્વક ધકેલવામાં આવે છે. આ પ્રકારના વહનને પારપટલ વહન કહે છે.

પ્રશ્ન 8.
દ્વિદળી પર્ણના બંને અધિસ્તર પર કોબાલ્ટ ક્લોરાઈડ [COCl2] નું પેપર મૂકતાં કયા અધિસ્તરનું પેપર વધુ ગુલાબી થશે ?
ઉત્તર:
દ્વિદળી પર્ણમાં ઉપરી અધિસ્તર કરતાં અધ: અધિસ્તરમાં વાયુરંધ્રોની સંખ્યા વધુ હોય છે. પર્ણરંધો વધુ તેથી વધુ બાષ્પોત્સર્જન. આથી વધુ પડતા પાણીના નિકાલના કારણે અધઃ અધિસ્તર તરફ રાખેલ કોબાલ્ટ ક્લોરાઈડનું પેપર વધુ ગુલાબી થાય છે,

પ્રશ્ન 9.
સ્થાન અને કાર્ય જણાવો : જલોત્સર્ગી ગ્રંથિ.
ઉત્તર:
ઘાસના પર્ણોની અગ્રશિરા પર અને ઘણા શાકીય વનસ્પતિઓના પ્રકાંડની ટોચ પર વિશિષ્ટ પ્રકારના છિદ્રો આવેલા હોય છે, જેને જલોત્સર્ગી ગ્રંથિ કહે છે. તેના દ્વારા પ્રવાહી સ્વરૂપે પાણીનો નિકાલ (બિદુત્સવેદન) થાય છે.

પ્રશ્ન 10.
બાષ્પોત્સર્જન દ્વારા ઉત્પન્ન થયેલું ખેંચાણ બળ પાણીના સ્તંભને જલવાહંકની અંદર કેટલા મીટરની ઊંચાઈ સુધી ખેંચવા માટે પર્યાપ્ત હોય છે ?
ઉત્તર:
બાષ્પોત્સર્જન દ્વારા ઉત્પન્ન થયેલું ખેંચાણ બળ પાણીના સ્તંભને જલવાહકની અંદર રખાશરે 10 મીટરની ઊંચાઈ સુધી ખેંચવા માટે પર્યાપ્ત હોય છે.

પ્રશ્ન 11.
સમજાવો : “ઉત્સવેદનની સીધી અસર પ્રકાશસંશ્લેષણની ક્રિયા પર થાય છે.
ઉત્તર:
પ્રકાશસંશ્લેષણ દરમિયાન વનસ્પતિને પાણીની અત્યંત જરૂરિયાત રહે છે. બાષ્પોત્સર્જન ક્રિયા દ્વારા ઝડપથી પાણી ગુમાવવામાં આવે છે, આથી વનસ્પતિમાં પાણીનું પ્રમાણ ઘટે છે અને પ્રકાશસંશ્લેષણનો દર ઘટે છે.

  • પ્રકાશસંશ્લેષણની ક્રિયા માટે પાણી એક સિમિત પરિબળ છે. C4 વનસ્પતિના પ્રકાશસંશ્લેષણનો વિકાસક્રમ, CO2 ની વધુ પ્રમાણમાં પ્રાપ્તિ અને ઓછા પ્રમાણમાં પાણી ગુમાવવાની ક્રિયા પર આધારિત છે.
  • આમ, CO2 ના સ્થાપનના સંદર્ભમાં , વનસ્પતિઓ C3 વનસ્પતિઓ કરતાં બમણી ક્ષમતા ધરાવે છે. આ ઉપરાંત સમાન CO2 ના સ્થાપનની માત્રામાં, C4 વનસ્પતિઓ C3 વનસ્પતિની સાપેક્ષે અડધું જ પાણી ગુમાવે છે.
  • જો વનસ્પતિના મૂળ દ્વારા શોષાતા પાણી કરતાં બાષ્પોત્સર્જન દ્વારા ગુમાવાતા પાણીનો જથ્થો વધુ હોય તો વનસ્પતિમાં જલતાલ સર્જાય છે, જેના કારણે વાયુરંધ્રો બંધ થાય છે અને પ્રકાશસંશ્લેષણનો દર ધટે છે.

Curiosity Questions

પ્રશ્ન 1.
DPD શબ્દ સૌપ્રથમ કોણે આપો ?
ઉત્તર:
DPD શબ્દ સૌપ્રથમ B.S. Meyer (1938) દ્વારા આપવામાં આવ્યો.

પ્રશ્ન 2.
શબ્દ સમજાવો : શોષકદાબ (Suction Pressure – SP).
ઉત્તર:
પ્રસરણદાબ તફાવત એ દ્રાવણની પાણી શોષવાની ક્ષમતા દર્શાવે છે, તેથી DPDને SP (શોષકદાબ) પણ કહે છે.

પ્રશ્ન 3.
સક્રિય વહનના પ્રકારો જણાવો.
ઉત્તર:
GSEB Class 11 Biology Important Questions Chapter 11 વનસ્પતિઓમાં વહન 8

પ્રશ્ન 4.
કારણ આપો :
રાત્રે સંપૂર્ણ પાણીથી ભરેલ કાચની બરણીમાં વાલના બીજ મૂકી તેને હવાચુસ્ત રીતે બંધ કરી મૂકી રાખી સવારે જોતાં તે ફૂટી જાય છે.”

પ્રશ્ન 5.
સમજાવો. :
“મનુષ્યના ૨ક્તકણને અધોસાંદ્ર દ્રાવણમાં મૂકતાં તે ફાટી જાય છે.”
ઉત્તર:
મનુષ્યના ૨ક્તકણને અધોસાંદ્ર દ્રાવણમાં મૂકતાં પાણી પ્રસરણની ક્રિયા દ્વારા રક્ત કણમાં દાખલ થાય છે, જેના કારણે ૨ક્તકણ ફૂલે છે,
૨ક્તકણના કોષરસસ્તરની ફરતે કોષદીવાલનો અભાવ હોય છે. આકૃતિ દ્વારા રક્તકણમાં પ્રવેશેલ પાણી કોષરસસ્તર પર દબાણ સર્જે છે. આ દબાણ વધતાં ૨ક્તકણ ફાટી જાય છે.

GSEB Class 11 Biology Important Questions Chapter 11 વનસ્પતિઓમાં વહન

પ્રશ્ન 6.
કારણ આપો : ”સૂકી દ્રાક્ષને પાણીમાં મૂકતાં તે ફૂલી જાય છે.”

પ્રશ્ન 7.
“1 મોલર સુકોઝના દ્વાવણ અને 1 મોલર ટ્યુકોઝના દ્વાવણ વચ્ચે અર્ધપ્રવેશશીલ પટલ રાખતા બંને દ્રાવણો વચ્ચે આકૃતિની ક્રિયા જોવા મળતી નથી.’ સમજાવો.

પ્રશ્ન 8.
મૂળમાં મોટા જથ્થામાં વહન કયા પથ દ્વારા થાય છે ? શા માટે ?
ઉત્તર:
વનસ્પતિના મૂળમાં મોટા જથ્થામાં વહન બાહ્યકમાંથી અપદ્રવ્ય પથ દ્વારા થાય છે.
બાહ્યના કોષો પ્રમાણમાં શિથિલ ગોઠવણી ધરાવતા હોવાથી પાણીના અપદ્રવ્ય વહનમાં ખાસ અવરોધ સર્જાતો નથી.

પ્રશ્ન 9.
માયકોરાયઝા સિવાય વનસ્પતિના અન્ય સહજીવનના ઉદાહરણ જણાવો.

પ્રશ્ન 10.
કારણ આપો : બિદુત્સવેદન રાત્રિ દરમિયાન અને વહેલી સવારે જ જોવા મળે છે ?
ઉત્તર:
રાત્રિ દરમિયાન અને વહેલી સવારે પ્રકાશનો અભાવ હોય છે, જેના કારણે વનસ્પતિમાં બાષ્પોત્સર્જનનો દર નહિવત્ અથવા ખૂબ જ ધીમો હોય છે. આથી મૂળ દ્વારા શોષાતું પાણી પોંની અગ્રશિરા પર કે પ્રકાંડની ટોચ પર આવેલા વિશિષ્ટ પ્રકારના છિદ્રો દ્વારા બહાર નીકળે છે.

પ્રશ્ન 11.
મૂળદાબ કયા સાધન વડે માપી શકાય છે ?
ઉત્તર:
મૂળદાબનું માપન પોટોમીટર સાધન વડે કરવામાં આવે છે.

પ્રશ્ન 12.
શા માટે તંદુરસ્ત વનસ્પતિની આસપાસ પોલીથીનની કોથળી ચઢાવતા તેની સપાટી પર પાણીના ટીંપા જોવા મળે છે ?

પ્રશ્ન 13.
પાણીના બે અણુઓ વચ્ચે લાગતું સંલગ્ન બળ કેટલા વાતાવરણ દંબાણ છે ?
ઉત્તર:
પાણીના બે અણુઓ વચ્ચે લાગતું સંલગ્ન બળ આશરે 1000 વાતાવરણ દબાણ છે, જે ઊંચામાં ઊંચી વનસ્પતિમાં પાણી પહોંચાડવા માટેના
જરૂરી બળ કરતાં 20 ગણું વધુ છે,

પ્રશ્ન 14.
“વર્ષા જંગલો પૃથ્વી પર જલચક્રની જાળવણીમાં અગત્યનો ભાગ ભજવે છે.” – સમજાવો.

પ્રશ્ન 15.
કારણ આપો ; “ઉનાળામાં બાષ્પોત્સર્જનનો દર વધુ અને ચોમાસામાં બાષ્પોત્સર્જનનો દર ઓછો હોય છે.”

પ્રશ્ન 16.
પર્ણની સપાટીનું તાપમાન વાતાવરણના તાપમાન કરતાં 10 થી 15° C ઓછું હોય છે, સમજાવો.

પ્રશ્ન 17.
કારણ આપો : “વધુ પડતું બાષ્પોત્સર્જન વનસ્પતિ માટે હાનિકર્તા છે.”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *