GSEB Class 12 Biology Important Questions Chapter 4 પ્રાજનनिક स्वास्थ्य

Gujarat Board GSEB Class 12 Biology Important Questions Chapter 4 પ્રાજનनिક स्वास्थ्य Important Questions and Answers.

GSEB Class 12 Biology Important Questions Chapter 4 પ્રાજનनिક स्वास्थ्य

પ્રશ્ન 1.
પ્રાજનનિક સ્વાથ્ય કોને કહે છે? ટૂંકમાં સમજાવો.
ઉત્તર:

 1. સમાજમાં વસતી પ્રત્યેક વ્યક્તિઓ શારીરિક અને ક્રિયાત્મક રીતે પ્રજનન અંગો ધરાવે છે. જ્યારે પ્રાજનનિક સ્વાથ્ય શબ્દનો ઉપયોગ કરીએ છીએ ત્યારે તેનો અર્થ સ્વસ્થ પ્રજનન અંગો તેમજ સામાન્ય કાર્યો તેમ કરી શકાય છે.
 2. આને વિશાળ પરિપેક્ષ્યમાં જોતા તેમાં વર્તણૂક, ભાવાત્મક અને સામાજિક પાસાંઓનો પણ સમાવેશ થાય છે.
 3. વિશ્વ સ્વાથ્ય સંઘ (WHO)ના ઉપક્રમે પ્રાજનનિક સ્વાથ્ય એટલે પ્રજનન સંબંધિત શારીરિક, ભાવાત્મક, વર્તનાત્મક અને સામાજિક સંપૂર્ણ સુખાકારી.
 4. આમ, શારીરિક અને ક્રિયાત્મક રીતે સામાન્ય પ્રજનન અંગો ધરાવતી વ્યક્તિઓ વચ્ચે જોવા મળતી સામાન્ય લાગણીસભર અને વર્તણૂકલક્ષી આંતરક્રિયાઓને પ્રાજનનિક સ્વાસ્થ (reproductive health) કહે છે.

પ્રશ્ન 2.
રાષ્ટ્રીય સ્તરે સૌપ્રથમ કયા દેશે પ્રાજનનિક સ્વાથ્ય અંગે આયોજન કર્યું? ટૂંકમાં માહિતી આપો.
ઉત્તર:

 • ભારત દુનિયાનો પ્રથમ દેશ છે જેણે રાષ્ટ્રીય સ્તરે પ્રાજનનિક સ્વાથ્યને સામાજિક લક્ષ તરીકે પ્રાપ્ત કરવા યોજનાઓ અને કાર્યક્રમોની શરૂઆત કરી.
 • 1951માં કુટુંબનિયોજન (family planning)ની શરૂઆત થઈ. આ પ્રોગ્રામ હેઠળ લોકોને નાના કુટુંબ માટે પ્રોત્સાહિત કરાય છે. અમે બે ને અમારા બે’નું સૂત્ર પ્રચલિત કરાયું. વિવિધ પ્રોત્સાહક યોજનાઓ દ્વારા લોકોનો આ દિશામાં હકારાત્મક અભિગમ કેળવવા પ્રયાસ ચાલુ છે.
 • હાલમાં પ્રજનન અને બાળ સ્વાથ્ય સંભાળ (RCH) કાર્યક્રમ વડે પ્રજનન સંબંધિત વિશાળ ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે.
 • આ કાર્યક્રમો અંતર્ગત પ્રાજનનિક સ્વસ્થ સમાજ તૈયાર કરવા સુવિધાઓ અને પ્રોત્સાહન પૂરું પડાયછે.

GSEB Class 12 Biology Important Questions Chapter 4 પ્રાજનनिક स्वास्थ्य

પ્રશ્ન 3.
સરકારી અને અર્ધસરકારી સંસ્થાઓ દ્વારા કયા કયાઆયોજન દ્વારા પ્રજનનકીય સ્વાથ્ય માટે પ્રયાસો થઈ રહ્યા છે?
ઉત્તર:

 • સરકારી અને બિનસરકારી સંસ્થાઓ દશ્ય-શ્રાવ્ય છાપકામ કે પ્રચાર-પ્રસાર (print-media)ની મદદથી લોકોમાં પ્રજનન સંબંધિત પાસાઓ અંગેની જાગૃતિ લાવવા પ્રયાસો કરે છે.
 • આમાં માતાપિતા, નજીકનાં સગાં-સંબંધીઓ, શિક્ષકો અને મિત્રોનું યોગદાન પણ મહત્ત્વનું છે.
 • શાળાઓમાં જાતીય શિક્ષણની શરૂઆત થવી જોઈએ જેથી યુવાવર્ગસાચી અને યોગ્ય માહિતી મેળવે.
 • બાળકો જાતીયતા સંબંધી વિવિધ પાસાઓ અંગે જાણકારી પ્રાપ્ત કરી ગેરમાન્યતા/સમજણથી દૂર રહે.
 • લોકો પ્રજનન અંગો, કિશોરાવસ્થા અને તેમાં જોવા મળતા ફેરફારો, સુરક્ષિત જાતીય વ્યવહાર (sexual practices), જાતીય સંક્રમિત રોગો (STD), AIDSવગેરેની માહિતી મેળવે.
 • ખાસ કરીને કિશોરાવસ્થા વયજૂથની વ્યક્તિઓ માટે જરૂરી છે જે તેમને ભવિષ્યમાં પ્રજનન સંબંધી સ્વસ્થ જીવન તરફ લઈ જશે.
 • નવપરણિત યુગલો, લગ્નવય જૂથ ધરાવતી વ્યક્તિઓને જન્મ નિયંત્રણ વિકલ્પો, ગર્ભવતી માતા, પ્રસવ બાદ શિશુ ને માતાની કાળજી, સ્તનપાનનું મહત્ત્વ, છોકરો અને છોકરીને સમાન તક વગેરે અંગે શિક્ષિત કરાય.
 • અનિયંત્રિત વસ્તીવૃદ્ધિની સમસ્યાઓ, સામાજિક દૂષણો, જાતીય હિંસા વગેરે અંગે જાગૃતતા કેળવી લોકો તેને રોકવા સક્ષમ બની જવાબદાર સમાજની રચના કરે.

પ્રશ્ન 4.
પ્રાજનનિક સ્વાથ્ય મેળવવા માટેની મૂળભૂત જરૂરિયાતો કઈ કઈ છે?
ઉત્તર:

 • પ્રાજનનિક સ્વાથ્ય પ્રાપ્ત કરવા મજબૂત માળખાકીય સુવિધાઓ, વ્યાવસાયિક કુશળતા અને સાધન-સામગ્રીની જરૂરિયાત છે.
 • લોકોને જાતીય સંબંધિત સમસ્યાઓ જેવી કે અફળદ્રુપતા (infertility), ગર્ભધારણ, પ્રસૂતિ, STDs, ગર્ભપાત, ગર્ભનિરોધક (contraception), ઋતુસ્ત્રાવ સંબંધિત સમસ્યાઓ વગેરે માટે તબીબી સલાહ, સંભાળ પ્રાપ્ત કરાવવી જરૂરી છે.
 • લોકોને સંભાળ અને સહાય પ્રાપ્ત કરાવવા સમયાંતરે સારી તકનીકી અને નવી વ્યુહરચનાના અમલીકરણની જરૂરિયાત છે.
 • સ્ત્રી ભૃણહત્યા રોકવા કાયદાકીય પ્રતિબંધ, લિંગ પરીક્ષણ કરવા ઉલ્લજળ કસોટી (એગ્નિઓસેન્ટેસીસ) પર વૈધાનિક પ્રતિબંધ, બાળરોગપ્રતિરક્ષા (રોગપ્રતિકારક રસી દ્વારા) વગેરે મહત્ત્વપૂર્ણ કાર્યક્રમોનું પણ આયોજન કરાયેલછે.
 • એગ્નિઓસેન્ટેસીસ પદ્ધતિમાં વિકસતા ભૂણ ફરતે રહેલ ઉલ્વીય પ્રવાહમાંથી થોડી માત્રામાં ગર્ભકોષો અને દ્રાવ્ય પદાર્થોના પૃથક્કરણ માટે લેવામાં આવે છે. > આ પ્રવાહીનો ઉપયોગ જનીનિક અનિયમિતતાઓ, ડાઉન્સ-સિન્ડ્રોમ, સિકલ-સેલ એનીમિયા, હિમોફિલિયા જેવા જનીનિક રોગોની જાણકારી માટે કરાય છે.

પ્રશ્ન 5.
પ્રજનન સંબંધિતક્ષેત્રોમાં કઈ રીતે પ્રગતિ થઈ રહી છે?
ઉત્તર:

 1. વિવિધ પ્રજનનક્ષેત્રોમાં સંશોધનોને પ્રોત્સાહન અપાય છે. નવી પદ્ધતિઓ શોધવા અને હાલની પરિસ્થિતિમાં સુધારા માટે સરકારી અને બિનસરકારી સંસ્થાઓ મદદ કરે છે.
 2. કેન્દ્રીય ઔષધસંશોધન કેન્દ્ર(CDRI) દ્વારા “સહેલી ઓરલ પિલ્સ વિકસાવાઈ છે. જે મુખદ્વારા લેવાતી ગર્ભનિરોધક ગોળીછે.
 3. જાતીયતા સંબંધિત વધુ જાગૃતતા, તબીબી સહાય દ્વારા પ્રસૂતિ અને પ્રસૂતિ પછીની દેખરેખથી માતા અને બાળકના મૃત્યુદરમાં ઘટાડો નોંધાયો છે.
 4. નાનું કુટુંબ ધરાવતાં પરિવારોની સંખ્યા વધી છે, STDs નું નિદાન અને સારવાર, જાતીય સમસ્યાઓમાં તબીબી સુવિધાઓ જોવા મળે છે. આ બધાં જ પાસાંઓ સમાજના પ્રાજનનિક સ્વાથ્ય સુધારાનું નિર્દેશન કરે છે.

પ્રશ્ન 6.
વસ્તીવધારો અને જન્મદર નિયંત્રણની જરૂરિયાત સમજાવો.
ઉત્તર:
વિવિધ ક્ષેત્રોમાં જોવા મળતાં સાર્વત્રિક વિકાસને કારણે લોકોની જીવનશૈલીમાં નોંધપાત્ર સુધારો જોવા મળે છે.

સારી જીવનસ્થિતિ અને વધતી સ્વાથ્ય સુવિધાઓને કારણે વસ્તીમાં વિસ્ફોટાત્મકરૂપે વધારો નોંધાયો છે.

1900માં દુનિયાની વસ્તી 2 બિલિયન (2000 મિલિયન) હતી જે 2000ની સાલમાં ઝડપી વધીને 6 બિલિયન (6000 મિલિયન) અને 2011માં 7.2 બિલિયન (7200 મિલિયન) થઈ ગઈ. આવું સમાન વલણ ભારતમાં પણ જોવા મળ્યું. આઝાદી સમયે આપણી વસ્તી આશરે 350 મિલિયન હતી જે 2000માં 1 બિલિયનની નજીક અને મે, 2011માં 1.2 બિલિયન (1200 મિલિયન)ને ઓળંગી ગઈ હતી.

2011ની સાલના વસ્તી ગણતરીના અહેવાલના આધારે વસ્તી વૃદ્ધિનો દર 2 ટકાથી પણ ઓછો એટલે કે 20/1000/ વર્ષ છે. આ દરે આપણી વસ્તી ઝડપથી વધી રહી છે.

વસ્તીવૃદ્ધિનાં પરિણામો: વસ્તીવધારો, વ્યક્તિગત પ્રાપ્યસ્રોતોમાં ઘટાડો કરે છે. તેનાથી ગરીબીમાં વધારો, કુપોષણતા અને અનેક વસ્તી સંબંધી સમસ્યાઓ જોવા મળે છે. ઔદ્યોગિકીકરણ, શહેરીકરણના દર વધે છે. નૈસર્ગિક સ્રોતો જમીન, હવા, પાણી પર દબાણ આવે છે.

પાયાની જરૂરિયાતો ખોરાક, રહેઠાણ, વસ્ત્રની અછત જોવા મળે છે.

વસ્તીવધારાનાં કારણો: (i) મૃત્યુદરમાં ઘટાડો (ii) માતૃ મૃત્યુદર (maternal mortality rate-MMR)માં ઘટાડો (iii) બાળમૃત્યુદર (infant mortality rate-IMR)માં ઘટાડો (iv)પ્રજનનવયજૂથ ધરાવતા લોકોની સંખ્યામાં વધારો.

વસ્તીવધારો રોકવાના ઉપાયો:RCH કાર્યક્રમો દ્વારા વસ્તીવૃદ્ધિના દરમાં ઘટાડો લાવી શક્યા છીએ.

વિવિધ ગર્ભનિરોધક પદ્ધતિઓના ઉપયોગ અંગે નાના પરિવારોને પ્રોત્સાહિત કરવા.

લગ્નવય સ્ત્રી માટે 18 વર્ષ અને પુરુષ માટે 21 વર્ષની નિર્ધારિત કરાઈ છે.

આ સમસ્યાથી બચવા માટેનાના પરિવારો માટે દંપતીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે.

પ્રશ્ન 7.
ગર્ભનિરોધક તરીકે ઉપયોગી કુદરતી પદ્ધતિઓની માહિતી આપો.
અથવા
કુદરતી ગર્ભનિરોધક પદ્ધતિઓ સમજાવો.
ઉત્તર:
કુદરતી પદ્ધતિઓ અંડકોષ અને શુક્રકોષના સમાગમને દૂર રાખવાના સિદ્ધાંત પર કાર્ય કરે છે. જે નીચે મુજબ છે :

 • સામયિક સંયમ (periodic abstinence): યુગલે ઋતુચક્રના 10-17માં દિવસ દરમિયાન સમાગમ ટાળવો. કારણ આ સમય દરમિયાન અંડપાતની શક્યતા અને ફલનની તકો વધુ હોય છે તેને ફલન સમયગાળો કહે છે. આ સમય દરમિયાન સમાગમ ન કરવાથી ગર્ભધારણની શક્યતાઓ ઘટે છે.
 • બાહ્ય સ્કૂલન અથવા સંવનન અંતરાલ (coitus interruptus) : આ પદ્ધતિમાં પુરુષ સાથીદાર સમાગમ દરમિયાન વીર્યસ્મલન પહેલા શિશ્નને બહાર કાઢી યોનિમાર્ગની બહાર વીર્યસ્રાવ કરે છે.
 • દુગ્ધસ્રાવ એમનોરિયા (Lactational amenorrhea) (ઋતુચક્રની ગેરહાજરી) : પ્રસવ પછી ભરપૂર દુગ્ધસ્રાવ દરમિયાન અંડપાત અને તેથી ઋતુચક્ર શરૂ થતું નથી. માટે જેટલા દિવસો સુધી માતા સ્તનપાન કરાવવાનું ચાલુ રાખે, ત્યાં સુધી ગર્ભધારણની શક્યતાઓ નહિવત્ છે. આ પદ્ધતિ લગભગ પ્રસૂતિ પછીના છ મહિના સુધી જ અસરકારક હોય છે.

આ પદ્ધતિઓમાં કોઈ દવાઓનો ઉપયોગ થતો ન હોવાથી તેની કોઈ આડઅસર થતી નથી. જોકે તેની નિષ્ફળતાનું પ્રમાણ ઊંચું હોયછે.

GSEB Class 12 Biology Important Questions Chapter 4 પ્રાજનनिક स्वास्थ्य

પ્રશ્ન 8.
કુટુંબનિયોજનની અવરોધનપદ્ધતિ તરીકે નિરોધનો ઉપયોગવર્ણવો.
ઉત્તર:
GSEB Class 12 Biology Important Questions Chapter 4 પ્રાજનनिક स्वास्थ्य 1

 • આ પદ્ધતિ સ્ત્રી અને પુરુષ બંનેને યોગ્ય રીતે અસર કરે છે. આ પદ્ધતિ સ્ત્રી અને પુરુષ બંને માટે ઉપલબ્ધ છે. સંક્રમિત રોગોથી રક્ષણ મળે છે.
 • આ પદ્ધતિમાં અવરોધકોની મદદથી અંડકોષ અને શુક્રકોષને ભૌતિકસંપર્કમાં આવતા રોકાયછે.
 • (i) ભૌતિક પદ્ધતિ પાતળા રબરના બનેલા નિરોધનો ઉપયોગ કરાય છે.
 • જેના ઉપયોગથી પુરુષના શિશ્ન અને સ્ત્રીઓની યોનિ તથા ગ્રીવાને સંવનનના થોડા સમય પહેલા ઢાંકવામાં આવે છે. અલિત વીર્યસ્ત્રીના જનનમાર્ગમાં પ્રવેશી ના શકે. જેનાથી ગર્ભાધાન થતું નથી.
 • નિરોધનો ઉપયોગ હાલના સમયમાં વધ્યો છે. જેના કારણોમાં તેનો ફાયદો એ છે પુરુષ માટેનો નિરોધ કે તેનો ઉપયોગ કરનાર વ્યક્તિ સંક્રમિત રોગો અને એઇલ્સથી બચી શકે છે.
 • આ જાતે જ પહેરી તેમજ નિકાલ કરી શકાય તેવા હોય છે. ઉપયોગકર્તાની ગોપનીયતા (privacy) જળવાઈ રહે છે. આંતરપટલ (diaphragms) ગ્રીવા ટોપી અને વોટ્સ પણ રબરના બનેલા અવરોધકો છે. જેને સ્ત્રીઓના પ્રજનન માર્ગમાં સમાગમ દરમિયાન ગ્રીવાને ઢાંકવા માટે દાખલ કરાયછે.
 • તેઓ શુક્રકોષોનો ગ્રીવા દ્વારા થતો પ્રવેશ અટકાવે છે. તે પુનઃઉપયોગમાં લઈ શકાય છે.
 • (ii) રાસાયણિક પદ્ધતિઃ આમાં શુક્રાણુનાશક ક્રીમ, જૈલ કે ફોમનો ઉપયોગ કરાય છે. ક્રીમ સ્વરૂપે ફીણ ઉત્પન્ન કરતો પદાર્થ શુક્રકોષ સાથે જોડાઈ જાય છે. શુક્રકોષની ઑક્સિજન ગ્રહણ ક્ષમતાને અવરોધે છે અને શુક્રકોષોનો નાશ કરે છે.

પ્રશ્ન 9.
IUDs એટલે શું? તેના પ્રકાર અને અસરો જણાવો.
ઉત્તર:
GSEB Class 12 Biology Important Questions Chapter 4 પ્રાજનनिક स्वास्थ्य 2

 • માદાના ગર્ભાશયમાં બહારનો ઘટક દાખલ કરવાથી ગર્ભઅવરોધકતા મેળવી શકાય છે. આને ઇન્ટ્રાયુટેરાઇન ડિવાઇસ IUDs કહે છે.
 • આ IUDs ના બે પ્રકાર છેઃ
  (a) બિનઔષધીય IUDs (ઉદા. લિપસ લૂપ, કૉપર મુક્ત કરતું IUDs (CuT, Cu7, મલ્ટિ લોડ 375)
  (b) અંતઃસ્ત્રાવ મુક્ત કરતા IUDs (પ્રોજેસ્ટાસર્ટ, LNG-20) પ્રાપ્ય છે.
 • IUDs ગર્ભાશયની અંદર શુક્રકોષોના ભક્ષણ (phagocytosis)માં વધારો કરે છે અને મુક્ત થતા Cu આયન શુક્રકોષોની ગતિશીલતા (ચલિતતા) અને ફલન ક્ષમતાને અવરોધે છે. આ ઉપરાંત અંતઃસ્ત્રાવ મુક્ત કરતા IUDs ગર્ભાશયને ગર્ભધારણ માટે અયોગ્ય બનાવે છે, ગ્રીવાને શુક્રકોષો માટે પ્રતિકૂળ કરે છે.
 • IUDs જે સ્ત્રીઓ ગર્ભધારણમાં વિલંબ કે બાળકો વચ્ચે સમયગાળો કોપર-T (CuT) ઇચ્છે છે તેમના માટે આદર્શ ગર્ભનિરોધક છે.

પ્રશ્ન 10.
ગર્ભનિરોધક તરીકે લેવાતી પિલ્સતથા આરોપણવિશે માહિતી આપો.
ઉત્તર:
GSEB Class 12 Biology Important Questions Chapter 4 પ્રાજનनिક स्वास्थ्य 3

 • આ પદ્ધતિમાં જાતીય અંતઃસ્ત્રાવો પ્રોજેસ્ટોજેન્સ અથવા પ્રોજેસ્ટોજેન- ઇસ્ટ્રોજનનું સંયોજન થોડી માત્રામાં ગોળી (Pills)સ્વરૂપે માં વાટે ઓછા પ્રમાણમાં લેવામાં આવે છે.
 • પિલ્સ/ગોળી ઋતુચક્રના પ્રથમ પાંચ દિવસ દરમિયાન લેવાની શરૂઆત કરાય છે અને સતત 21 દિવસ રોજ લેવાય છે.
 • 7 દિવસના અંતરાય (જ્યારે ઋતુસ્ત્રાવ ચાલુ હોય) બાદ ફરીથી જ્યાં સુધી સ્ત્રી ગર્ભધારણ રોકવા ઇચ્છે ત્યાં સુધી આ જ પદ્ધતિને પુનરાવર્તિત કરાય છે.
 • આ અંડપાત અને ગર્ભસ્થાપનને અવરોધે છે. ઉપરાંત ગ્રીવાશ્લેખને જાડું અને અક્રિયાશીલ બનાવે છે. શુક્રકોષના પ્રવેશમાં
  અવરોધ કરે છે.
 • સહેલી (Saheli) નવી મુખ દ્વારા લેવાતી બિનસ્ટેરોઇડલ બનાવટ છે. તે અઠવાડિયામાં એક દિવસ લેવાય છે તેની આડઅસરો ઓછી અને ગર્ભનિરોધક મૂલ્ય ઊંચું છે.
 • આરોપણ પ્રૉજેસ્ટોરેન એકલું અથવા ઇસ્ટ્રોજન સાથે સંયોજિત કરી સ્ત્રીઓ દ્વારા ઇજેક્શન તરીકે ઉપયોગમાં લેવાય છે અથવા ત્વચાની નીચે પ્રત્યારોપણ થાયછે.
 • તેની કાર્ય પદ્ધતિ પિલ્સ જેવી જ છે અને અસરકારકતા લાંબા સમયની છે.
 • સમાગમના 72 કલાકની અંદર પ્રોજેસ્ટોજેન્સ કે પ્રોજેસ્ટોજેન્સ – ઇસ્ટ્રોજન સંયોજનો અથવા IUDsનો ઉપયોગ આપાતકાલીન (emergency) ગર્ભનિરોધક તરીકે ખૂબ અસરકારક છે. બળાત્કાર કે અણધાર્યા અસુરક્ષિત સમાગમના કારણે સંભવિત ગર્ભધારણ રોકવા તેનો ઉપયોગ થઈ શકે છે.

પ્રશ્ન 11.
વંધ્યીકરણપદ્ધતિને આકૃતિ સહિતવર્ણવો.
અથવા
જે ખૂબ જ અસરકારક છે પરંતુ તેની પુનઃ સ્થાપિતતા ઘણી નબળી હોય તેવી ગર્ભનિરોધક પદ્ધતિ સમજાવો.
ઉત્તર:
GSEB Class 12 Biology Important Questions Chapter 4 પ્રાજનनिક स्वास्थ्य 4

 • વાઢકાપ પદ્ધતિઓને વંધ્યીકરણ (sterilisation) કહે છે. આ પદ્ધતિ સ્ત્રી-પુરુષમાં ગર્ભધારણ રોકવાના અંતિમ ઉપાય તરીકે અપનાવવામાં આવે છે.
 • આના દ્વારા જનનકોષોનું વહન અટકાવી ગર્ભસ્થાપનને રોકાયછે.
  1. પુરુષ નસબંધી (vasectomy): નરમાં વંધ્યીકરણની પ્રક્રિયાને પુરુષ નસબંધી કહે છે. પુરુષ નસબંધીમાં શુક્રવાહિનીના નાના ભાગને દૂર કરવા અથવા વૃષણકોથળી (scrotum) ઉપર નાનો કાપ મૂકી બાંધવામાં આવે છે.
  2. સ્ત્રી નસબંધી (tubectomy) સ્ત્રીઓમાં વંધ્યીકરણની પ્રક્રિયાને સ્ત્રી નસબંધી કહે છે. અંડવાહિનીનો નાનો ભાગ દૂર કરાય છે અને ઉદરમાં કે યોનિદ્વારા નાનો કાપ મૂકી બાંધવામાં આવે છે.
 • આ પદ્ધતિઓ લગભગ 100 ટકા અસરકારક છે પણ પુનઃસ્થાપિતતા ઘણી ઓછી છે.

GSEB Class 12 Biology Important Questions Chapter 4 પ્રાજનनिક स्वास्थ्य

પ્રશ્ન 12.
ગર્ભનિરોધક પદ્ધતિની પસંદગીમાં શું ધ્યાન રાખવું જરૂરી છે?
ઉત્તર:

 1. પાર યોગ્ય ગર્ભનિરોધક પદ્ધતિની પસંદગી પર ભાર મૂકવો આવશ્યક છે.
 2. તેનો ઉપયોગ યોગ્ય તબીબી નિષ્ણાતોની સલાહ પ્રમાણે થવો જોઈએ.
 3. પ્રાજનનિક સ્વાસ્થની સંભાળ માટે ગર્ભનિરોધકોની કાયમી જરૂરિયાત નથી. હકીકતમાં તે કુદરતી ઘટનાક્રમ (ગર્ભાવસ્થા) વિરુદ્ધ કાર્ય છે.
 4. આનો ઉપયોગ ગર્ભધારણ અટકાવવા કે વિલંબિત કરવા વ્યક્તિગત કારણોસર કરાય છે.
 5. ગર્ભનિરોધકોની આડઅસરો પણ જોવા મળે છે. જેમકે, ઉલટી, ઉદરમાં દુખાવો, રક્તસ્રાવ, અનિયમિત ઋતુસ્ત્રાવ કે સ્તનકેન્સરની શક્યતા.

પ્રશ્ન 13.
પ્રેરિતગર્ભપાતવિશે માહિતી આપો.
ઉત્તર:

 • પગર્ભધારણના પૂર્ણ સમય પહેલાં ઇરાદાપૂર્વક અથવા સ્વૈચ્છિક ગર્ભપાતને દાક્તરી ગર્ભપાત (MTP) અથવા પ્રેરિત ગર્ભપાત કહેછે.
 • ગર્ભધારણના પહેલા બાર અઠવાડિયા એટલે કે ત્રણ મહિના દરમિયાન કરવામાં આવેલ MTP વધુ સુરક્ષિત મનાય છે. બીજા ત્રણ મહિનામાં જો ગર્ભપાત કરાવાય તો તે ઘાતક બને છે.
 • નીચે આપેલ બાબતો માટે પ્રેરિત ગર્ભપાત કરાવી શકાય :
  1. સતત ગર્ભાધાનથી સર્જાતું ગર્ભવતી સ્ત્રીના જીવનનું જોખમ કે તેણીના શારીરિક કે માનસિક સ્વાથ્યને થતી ગંભીર ઇજા માટે
  2. જન્મનાર બાળક નોંધપાત્ર જોખમી હોય, તે શારીરિક કે માનસિક અનિયમિતતાના કારણે વિકલાંગ થવાની શક્યતા હોય.
 • MTP સામાન્ય રીતે અસુરક્ષિત સમાગમ અથવા સમાગમ દરમિયાન ઉપયોગમાં લેવાયેલા ગર્ભનિરોધની નિષ્ફળતા કે બળાત્કારને કારણે અનૈચ્છિક ગર્ભધારણથી છૂટકારો મેળવવા થાય છે.

પ્રશ્ન 14.
MTP માટેનાં કાયદાકીય ધારાધોરણોની ચર્ચા કરો.
ઉત્તર:

 • સામાન્ય રીતે વિશ્વમાં દર વર્ષે 40 થી 50 મિલિયન MTPs દર વર્ષે કરવામાં આવે છે. જે કુલ કાલ્પનિક ગર્ભધારણના 5 પૈકી 1 (1/5th ની સંખ્યામાં હોય છે.
 • MTPને સ્વીકારવી કે કાયદાકીય બનાવવી તે ઘણા દેશો માટે ચર્ચાનો વિષય છે. કારણ કે તેની સાથે નૈતિક, ભાવનાત્મક, ધાર્મિક , અને સામાજિક પ્રશ્નો સંકળાયેલા છે.
 • MTPના દુરુપયોગને રોકવા ભારત સરકારે 1971 માં સખત કાયદાકીય જોગવાઈઓ કરી છે. આ પ્રતિબંધ અનધિકૃત અથવા ગેરકાનૂની સ્ત્રી-ભૂણહત્યા રોકવા માટે મુકાયા છે.
 • 2017માં MTPના કાયદામાં સુધારો કરાયો છે. આ કાયદા અનુસાર ગર્ભાધાન પામેલી સ્ત્રી કેટલાંક કારણસર 12 અઠવાડિયા સુધીના ગર્ભનો ગર્ભપાત માન્ય ડૉક્ટર દ્વારા કરાવી શકે છે. પણ જો ગર્ભાધાન 12 અઠવાડિયાથી વધુ અને 24 અઠવાડિયાથી ઓછું હોય તો ચોક્કસપણે બે માન્ય ડૉક્ટરની સલાહ લઈ MTP થઈ શકે છે.

પ્રશ્ન 15.
MTPના લાભ-ગેરલાભદર્શાવો.
ઉત્તર:

 • MTPથી સામાન્ય રીતે બળાત્કાર કે ગર્ભનિરોધકની નિષ્ફળતાને કારણે અનૈચ્છિક ગર્ભધારણથી છૂટકારો મળે છે. પણ મોટા ભાગે MTP ગેરકાનૂની રીતે અકુશળ વ્યક્તિ પાસે કરાવાય છે કે જે માત્ર અસુરક્ષિત જ નહિ પરંતુ ઘાતક પણ છે. અન્ય ખતરનાક કારણ બાળકના જાતિ-પરીક્ષણ પછી માદા ગર્ભ હોય તો ગર્ભપાત (MTP) કરાવવામાં આવે છે, જે કાયદાવિરુદ્ધ છે.
 • આ પ્રવૃત્તિયુવા માતા અને ગર્ભ બંને માટે ઘાતક છે. ગેરકાનૂની ગર્ભપાતનાં જોખમી પરિબળોની સાથે વધુ સ્વાથ્ય સુવિધાઓ પૂરી પાડી બિનઆરોગ્યપ્રદ વલણ અટકાવી શકાય છે.

પ્રશ્ન 16.
જાતીય સંક્રમિત ચેપ (STIS) એટલે શું? તેના દ્વારા થતા રોગો વિશે માહિતી આપો.
ઉત્તર:
જે ચેપ અથવા રોગો જાતીય સમાગમ દ્વારા સંક્રમિત થતા હોય તેને સામૂહિક રીતે જાતીય સંક્રમિત ચેપ (ST) અથવા સમાગમને લગતા રોગો (venereal diseases-VD) અથવા પ્રજનનમાર્ગના ચેપ (reproductive tract infection-RTI) કહે છે. ગોનોરિયા, સિફિલિસ, જનનાંગીય હર્પિસ, ક્લેમાડિયાસિસ, જનનાંગીય મસા, ટ્રાયકોમોનિઆસિસ, હિપેટાઈટીસ-બી અને અલબત્ત, તાજેતરનાં વર્ષોમાં સૌથી વધુ ચર્ચિત HIVચેપ જAIDSમાં પરિણામે છે. આ બધા કેટલાક સામાન્ય STIs છે. આમાંનો HIVનો ચેપ સૌથી ખતરનાક છે.

કેટલાંકચેપો જેવા કે હિપેટાઇટીસ-બી અને HIV સંક્રમિત વ્યક્તિ માટે વપરાયેલ ઇન્વેક્શનની સોય, વાઢકાપનાં સાધનો વગેરેની અદલાબદલીથી પણ ફેલાય છે. રુધિરાધાન અથવા ચેપી માતાથી તેના ગર્ભસ્થ શિશુમાં પણ સંચારિત થાય છે. હિપેટાઇટીસ-બી. જનનાંગીય હર્પિસ અને HIV ચેપ સિવાયના અન્ય રોગોનું તે જો વહેલા નિદાન થાય અને યોગ્ય સારવાર મળે તો તે સંપૂર્ણપણે સાધ્ય છે. આ રોગોના શરૂઆતનાં ચિહનો ખૂબ જ ગૌણ હોય છે જેવા કે જનનાંગીય વિસ્તારમાં ખંજવાળ, પ્રવાહીસ્રાવ, સામાન્ય દુઃખાવો, સોજો વગેરે છે. ઘણીવાર સંક્રમિત સ્ત્રીઓમાં આ રોગોનાં ચિહ્નો દેખાતાં નથી અને તેથી તે લાંબા સમય સુધી અનિદાનીત રહે છે. ચેપની શરૂઆતની અવસ્થામાં ચિહ્નોનું ન દેખાવવું અથવા ઓછાં લક્ષણો દેખાવવા અને STIsથી જોડાયેલ સામાજિક કલંકનો ડર, સંક્રમિત વ્યક્તિને સમયસર નિદાન અને ઉચિત ઉપચારથી રોકે છે. આ આગળ જતાં સમસ્યામાં વધારો કરે છે, જેમાં નિતંબની બળતરાના રોગો (pelvic inflammatory diseases-PID), ગર્ભપાત, મૃત બાળકનો જન્મ, ગર્ભાશયની બહારઅંડવાહિની ગર્ભધારણ, અફળદ્રુપતા અથવા પ્રજનનમાર્ગનું કૅન્સર થઈ શકે છે.

GSEB Class 12 Biology Important Questions Chapter 4 પ્રાજનनिક स्वास्थ्य

પ્રશ્ન 17.
STI નું નિદાન અને અટકાવવાના ઉપાયો જણાવો.
ઉત્તર:

 • STIs સ્વસ્થ સમાજ માટે મોટો ખતરો છે.
 • આવા રોગોની શરૂઆતની અવસ્થામાં નિવારણ તથા નિદાન અને સારવાર કરાવવી જરૂરી છે.
 • 15 થી 24 વર્ષની વયજૂથની વ્યક્તિઓમાં STIનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે.
 • તેને અટકાવવાના ઉપાયો નીચે પ્રમાણે છે :
  1. ચેપ લાગ્યા પછી ઇલાજ કરવો તેના કરતા તેનો અટકાવ કરવો શ્રેષ્ઠ છે.
  2. અજાણ્યા સાથી (partner) સાથે જાતીય સમાગમ ટાળવો.
  3. સમાગમ દરમિયાન નિરોધનો ઉપયોગ કરવો
  4. ક્ષોભજનક શંકાના કિસ્સામાં પ્રારંભિકનિદાન અને ચેપની માહિતી મળે તો સંપૂર્ણ સારવાર માટે યોગ્ય ડૉક્ટર પાસે જવું.

પ્રશ્ન 18.
અફળદ્રુપતા કે વંધ્યતામાટેના વિવિધ પાસાઓની ચર્ચા કરો.
ઉત્તર:

 1. ભારત સહિત સમગ્ર વિશ્વમાં મોટી સંખ્યામાં દંપતીઓ વંધ્યતા ધરાવતા જોવા મળે છે.
 2. પર વંધ્યતાના અનેક કારણો હોઈ શકે છે. જેવા કે શારીરિક, જન્મજાત રોગો, દવાઓ, પ્રતિરક્ષા સંબંધી (Immunity related) અથવા મનોવૈજ્ઞાનિક.
 3. ભારતમાં સામાન્ય રીતે દંપતીને બાળક ના થાય તો સ્ત્રીને દોષી માનવામાં આવે છે. પણ આ સમસ્યા પુરુષમાં પણ હોઈ શકે છે.
 4. આ વિશિષ્ટ સ્વાચ્ય સંભાળ કેન્દ્ર (વંધ્યતા નિવારણ કેન્દ્ર) આવી ખામીઓનું નિદાન કરી આ દંપતીઓને સંતાન પ્રાપ્તિ
  કરાવે છે.

પ્રશ્ન 19.
સહાયક પ્રજનન પદ્ધતિઓ (ART) એટલે શું? તેની અગત્યતા અને તેના અંતર્ગત કઈ કઈ પદ્ધતિઓ આવેલ છે?
ઉત્તર:

 • કેટલીકવિશિષ્ટ પદ્ધતિઓ કે જેને સહાયક પ્રજનન પદ્ધતિઓ (ART) કહે છે. તેના દ્વારા દંપતીઓ સંતાન પ્રાપ્તિ કરી શકે છે.
 • (i) IVF – ઇન વિટ્રો ફર્ટિલાઈઝેશનઃ IVF (શરીરની બહાર શરીર જેવી સ્થિતિમાં ફલન), ભૂણ સ્થળાંતરણ (ET) ને લગતી પદ્ધતિ છે.
 • આ પદ્ધતિ પ્રચલિત રીતે ટેસ્ટટ્યૂબ બેબી કાર્યક્રમ તરીકે ઓળખાય છે.
 • આમાં પત્ની (દાતા)ના અંડકોષને, પતિ/દાતા (પુરુષ)ના શુક્રકોષથી પ્રયોગશાળાની સીમ્યુલેટેડ સ્થિતિમાં ફલન કરાવાય છે. ફલિતાંડકે પ્રારંભિક ભૂણ (8કોષીય (blastomere))ને અંડવાહિનીમાં તબદીલ કરાય છે.
 • આને ઝાયગોટ ઇન્સ્ટાફેલોપિયન ટ્રાન્સફર-ZIFT પણ કહે છે.
 • 8 કોષથી વધુ ગર્ભકોઠી કોષો ધરાવતો ભૂણ હોય તો આગળનો વિકાસ પૂર્ણ કરવા તેને ગર્ભાશયમાં સ્થાનાંતરિત કરાય છે. આને આંતર ગર્ભાશય સ્થાનાંતર (ICT) કહે છે. તે ઇન વિવો (In vivo) ફલન (સ્ત્રીના શરીરમાં જ જનનકોષોનું સંયોજન)થી બનતા ભૂણને પણ સ્થાનાંતરણ માટે ઉપયોગમાં લેવાય છે.
 • (ii) GIFT: જે સ્ત્રીઓ અંડકોષો ઉત્પન્ન કરી શકતી નથી, પણ તે ફલન અને આગળના વિકાસ માટેનું યોગ્ય પર્યાવરણ પૂરું પાડી શકે છે તેમના માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે.
 • મારા આ પદ્ધતિમાં દાતામાંથી અંડકોષ લઈ એ સ્ત્રીની અંડવાહિનીમાં સ્થાનાંતરિત (GIFT – ગેમેટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર) કરાય છે.
 • (iii) AI: પ્રયોગશાળામાં ભૂણ બનાવવાની વિશિષ્ટ પદ્ધતિ આંતરકોષરસીય શુક્રકોષ નિક્ષેપણ (ICSI – ઇન્ટ્રા સાયટોપ્લાઝમિક સ્પર્મ ઇજેક્શન) છે. જેમાં શુક્રકોષને સીધેસીધો અંડકોષમાં દાખલ કરવામાં આવે છે.
 • વંધ્યતા કે અફળદ્રુપતા તેની પુરુષ સાથી સ્ત્રીમાં વીર્ય દાખલ કરવા સક્ષમ ના હોવાને કારણે અથવા અલનમાં શુક્રકોષની સંખ્યા ખૂબ ઓછી હોવાને કારણે હોય છે. તેને કૃત્રિમ વીર્યદાન (AI-આર્ટિફિશીયલ ઈનસેમીનેશન) દ્વારા સુધારી શકાય છે.
 • આમાં વીર્યને પતિ/દાતામાંથી એકત્રિત કરી સ્ત્રીના યોનિમાર્ગ કે ગર્ભાશયમાં દાખલ કરાય છે (IUI – ઇન્ટ્રા યુટીરાઇન ઇનસેમીનેશન).
 • આ બધા વિકલ્પોનિષ્ણાત તબીબો અને ચોકસાઈપૂર્વકના સંચાલનથી શક્ય બની શકે છે.
 • આમાં, અંતિમ ઉપાય બાળકને દત્તક લઈ સંતાન પ્રાપ્તિ કરવી તે પણ શ્રેષ્ઠ ઉપાય છે.

તફાવત આપો. (2 ગુણ)

પ્રશ્ન 1.
કુટુંબનિયોજનપદ્ધતિઓ અને કુટુંબનિયોજન કાર્યક્રમો
ઉત્તર:

કુટુંબનિયોજન પદ્ધતિઓ કુટુંબનિયોજન કાર્યક્રમો
(1) કુટુંબ નિયોજન પદ્ધતિ દ્વારા દંપતી ગર્ભધારણ પર નિયંત્રણ મેળવે છે. (1) સરકાર દ્વારા વસ્તીવધારાને રોકવા આવા કાર્યક્રમો યોજાય છે.
(2) આ પદ્ધતિઓ દ્વારા ખોડખાંપણવાળા કે આનુવંશિક રોગ ધરાવતા બાળકોથી બચી શકાય છે. (2) આ કાર્યક્રમ અંતર્ગત માતા બાળકની સ્વાથ્ય સંભાળને આવરી લેવાય છે.
(3) આ પદ્ધતિ નસબંધી, કૉપરT, નિરોધ, ઓરલ પિલ્સ વગેરે પર આધારિત રહે છે. (3) સરકારી, બિનસરકારી સંસ્થાઓ દ્વારા તાલીમ અપાયેલી વ્યક્તિઓ આ કાર્યક્રમોનું સંચાલન કરે છે.
(4) બાળજન્મની સંખ્યા-સમયગાળો જળવાઈ શકે છે. (4) હાલના તબક્કે RCHપ્રોગ્રામ્સ કાર્યરત છે.

પ્રશ્ન 2.
અવરોધનભૌતિક પદ્ધતિ અને અવરોધના રાસાયણિક પદ્ધતિ
ઉત્તર:

અવરોધન ભૌતિક પદ્ધતિ અવરોધન રાસાયણિક પદ્ધતિ
(1) સ્ત્રીમાં યોનિમાર્ગ અને ગ્રીવાને કે પુરુષમાં શિશ્નને સમાગમ પહેલાં પાતળા રબરના બનેલા આંતરપટલ/નિરોધ દ્વારાઢાંકવાથી યોનિમાં વીર્યસ્મલન થતું નથી. (1) ક્રીમ સ્વરૂપે આવતું રસાયણ સમાગમ પછી શુક્રકોષ સાથે જોડાઈ ફીણ જેવો પદાર્થ બનાવે છે.
(2) શુક્રકોષો નિરોધ/આંતરપટલના કારણે યોનિમાર્ગમાં આગળ વધતા નથી, ફલન થતું નથી. (2) શુક્રકોષોની O<sub>2</sub>, ક્ષમતા અવરોધાય છે તેથી તે મૃત્યુ પામે છે, ફલન થતું નથી.

GSEB Class 12 Biology Important Questions Chapter 4 પ્રાજનनिક स्वास्थ्य

પ્રશ્ન 3.
પુરુષ નસબંધી અને સ્ત્રીનસબંધી
ઉત્તર:

પુરુષ નસબંધી સ્ત્રીનસબંધી
(1) ગર્ભધારણ અટકાવવા માટે પુરુષમાં કરવામાં આવતી શસ્ત્રક્રિયાને પુરુષ નસબંધી કહે છે. (1) ગર્ભધારણ અટકાવવા સ્ત્રીમાં થતી શસ્ત્રક્રિયાને સ્ત્રી નસબંધી કહે છે.
(2) પુરુષની વૃષણકોથળીમાં નાના કાપા/ચીરા વડે શુક્રવાહિનીનો નાનો ભાગ બાંધી દેવાય કે દૂર કરાય છે. (2) ઉદરગુહામાં નાનો કાપો/ચીરો મૂકી અંડવાહિનીના ભાગને બાંધી દેવાય કે કાપી નખાય છે.
(3) શુક્રકોષોનું વહન થતું નથી. (3) અંડકોષોનું વહન થતું નથી.

પ્રશ્ન 4.
કુટુંબનિયોજનની કુદરતી પદ્ધતિઓ અને કુટુંબનિયોજનની કૃત્રિમપદ્ધતિઓ
ઉત્તર:

કુટુંબનિયોજનની કુદરતી પદ્ધતિઓ કુટુંબનિયોજનની કૃત્રિમપદ્ધતિઓ
(1) આ પદ્ધતિ અંડકોષ અને શુક્રકોષને ભેગા થતા અટકાવવાના સિદ્ધાંત પર આધારિત છે. (1) આ પદ્ધતિ દ્વારા જનનકોષોની ઉત્પત્તિનો દર ઘટે અથવા અવરોધક દ્વારા ભેગા થતા અટકાવાયછે.
(2) દંપતી ઋતુચક્રના 10થી 17મા દિવસ દરમિયાન સમાગમ ટાળી શકે છે. (2) વિવિધ બાહ્ય સાધનો આંતરપટલ, નિરોધ, જૈલ વગેરે ઉપયોગમાં લેવાય છે.
(3) સમાગમ દરમિયાન વીર્યત્યાગ બહાર કરવામાં આવે છે તેને અલન પદ્ધતિ કહે છે. (3) સ્ત્રી-નસબંધીપુરુષ નસબંધી દ્વારા કાયમી સલામત પદ્ધતિ પણ અપનાવાયછે.
(4) દુધપાન કરાવતી સ્ત્રીમાં 3 મહિના સુધી અંડકોષ નિર્માણ જોવા મળતું નથી તેને સલામતગાળો કહી શકાય છે. (4) કુટુંબ નિયોજન માટે સચોટ ઉપાય તરીકે ઉપયોગી છે.

પ્રશ્ન 5.
ZIFT પદ્ધતિ અને GIFT પદ્ધતિ
ઉત્તર:

ZIFT પદ્ધતિ GIFT પદ્ધતિ
(1) તેનું પૂર્ણ નામઝાયગોટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર છે. (1) તેનું પૂર્ણ નામ ગેમેટઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર છે.
(2) આ પદ્ધતિમાં અંડકોષ અને શુક્રકોષનું સંયોજન પ્રયોગશાળામાં કરાવાય છે. (2) અંડકોષ અને શુક્રકોષને ICSI દ્વારા અંડવાહિનીમાં સંયોજન કરાવાય છે.
(3) શરીર બહાર ફલન પામેલ ગર્ભને અંડવાહિનીમાં સ્થાપિત કરાય છે (3) ફલનક્રિયા શરીરની અંદર અંડવાહિનીમાં થાય છે.

વૈજ્ઞાનિક કારણો આપો. (2 ગુણ)

પ્રશ્ન 1.
મોં વડે લેવાતી પિલ્સગર્ભધારણ અટકાવે છે.
ઉત્તર:
આ પિલ્સમાં પ્રોજેસ્ટોજેન કે પ્રોજેસ્ટોજેન – ઇસ્ટ્રોજન સંયોજન હોય છે. આ પિલ્સ ઋતુસ્ત્રાવના 5મા દિવસથી લેવાય છે. ઋતુસ્ત્રાવ બાદ અંડપતનની ક્રિયા શરૂ થાય છે. આ પિલ્સની અસરથી અંડકોષપાત અટકે છે. ગ્રીવાનું શ્લેખસ્તર જાડું બને છે. ગ્રીવાનું શ્લેષ્મસ્તરઅક્રિયાશીલ બને છે. શુક્રકોષનો પ્રવેશ અટકે છે. આ રીતે ફલનની ક્રિયા અવરોધાયછે, ગર્ભધારણ થતું નથી.

GSEB Class 12 Biology Important Questions Chapter 4 પ્રાજનनिક स्वास्थ्य

પ્રશ્ન 2.
વસ્તીવધારો અનિવાર્ય દૂષણ છે.
ઉત્તર:

 1. પૃથ્વી પરના નૈસર્ગિક સ્રોતો હવા, જમીન અને પાણી મર્યાદિત પ્રમાણમાં પ્રાપ્ય છે. તેની સામે માનવ વસ્તીનું પ્રમાણ ખૂબ ઝડપથી વધે છે. વધતી વસ્તીને કારણે ઔદ્યોગિકરણ અને શહેરીકરણ થાય છે જે આનૈસર્ગિકસ્રોતો પર દબાણ વધારે છે.
 2. ગરીબી, કુપોષણ, અરાજકતા જેવી સામાજિક સમસ્યાઓ વધે છે. વસ્તીનો ઘણો ભાગ પાયાની જરૂરિયાતો (ખોરાક, રહેઠાણ અને કપડાંની અછત)થી વંચિત રહે છે. આમ, વસ્તીવધારો એક અનિવાર્યદૂષણ છે.

પ્રશ્ન 3.
સરકારી કે વિવિધ સેવાભાવી સંસ્થાઓ પ્રાજનનિક સ્વાથ્ય જાગૃતિ માટે વિવિધ યોજનાઓ ઘડે છે.
ઉત્તર:
સરકારી સંસ્થાઓ દ્વારા RCH જેવા પ્રોગ્રામ અંતર્ગત ગર્ભવતી મહિલાઓ અને નવજાત બાળકોની સ્વાથ્ય સુધારણા જેવા કાર્યક્રમો અમલમાં મુકાય છે. કુટુંબનિયોજન માટે સરકારી હૉસ્પિટલમાં વિવિધ સેવાઓ વિનામૂલ્ય અપાય છે. નાના કુટુંબને પ્રોત્સાહિત કરવા અનેક પ્રોત્સાહકયોજનાઓ અમલમાં મુકાય છે.

પ્રશ્ન 4.
કુટુંબનિયોજનની કૃત્રિમપદ્ધતિ વગર પણ ગર્ભધારણ અટકાવી શકાય છે.
ઉત્તર:
ગર્ભધારણ ક્રિયા માટે ઋતુસ્ત્રાવના 10 થી 17 દિવસ યોગ્ય ગણાય છે. આ દિવસ દરમિયાન અંડપતન ક્રિયાની શક્યતા મહત્તમ જોવા મળે છે. જો આ દિવસો દરમિયાન સમાગમથી દૂર રહેવાય તો ગર્ભધારણની શક્યતા રહેતી નથી. તે જ રીતે સ્તનપાન કરાવતી સ્ત્રીમાં પણ પ્રથમ ત્રણ માસ ઋતુસ્ત્રાવ કે અંડનિર્માણ જોવા મળતું નથી. આ સમય દરમિયાન કુદરતી પદ્ધતિ દ્વારા કુટુંબનિયોજન કરી શકાયછે.

પ્રશ્ન 5.
નિઃસંતાન દંપતી આધુનિક સંશોધનો દ્વારા સંતાન મેળવી શકે છે.
ઉત્તર:
જે દંપતીને ખામીયુક્ત પ્રજનન અંગો કે પ્રજનનકોષોના નિર્માણમાં અસમર્થતા વગેરે હોય તેઓ વિવિધ વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા સંતાન પ્રાપ્તિ કરી શકે છે. હાલ આ માટે IVF GIFT કે ZIFT જેવી પદ્ધતિઓ પ્રચલિત છે. આ ઉપરાંત સરોગેસી દ્વારા પણ માતૃત્વમેળવી શકાયછે.

GSEB Class 12 Biology Important Questions Chapter 4 પ્રાજનनिક स्वास्थ्य

પ્રશ્ન 6.
એનિઓસેન્ટેસીસબ્રણની જનીનિક અનિયમિતતાનું નિદાન કરે છે.
ઉત્તર:
ગર્ભજળ કસોટી કે AFT તરીકે ઓળખાતી પદ્ધતિ દ્વારા ભૂણીય અવસ્થા દરમિયાન, ભૂણ ફરતે આવેલ ઉલ્વ કોથળીમાંથી અલ્પ પ્રમાણમાં ગર્ભજળ નમૂના રૂપે લેવાય છે. ત્યાર બાદ તેના DNA પરીક્ષણ દ્વારા રંગસૂત્રીય અનિયમિતતા શોધાય છે. આ રોગ અસાધ્ય હોય તો ગર્ભપાતની સલાહ અપાય છે.

પ્રશ્ન 7.
‘સાવધાની એ સલામતી માટે જરૂરી છે. આ વિધાન સમજાવો.
ઉત્તર:
આ વિધાન STI સંદર્ભે છે. જાતીય સંક્રમિત થતા રોગો સામે પહેલેથી તકેદારીના પગલા લેવા જોઈએ. અજાણ્યા સાથી સાથે જાતીય સંબંધ ટાળવો. સંવનન દરમિયાન નિરોધનો ઉપયોગ કરવો. જરૂર જણાય તો તબીબી માર્ગદર્શન મેળવવું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *