GSEB Class 11 Biology Important Questions Chapter 1 સજીવ વિશ્વ

Gujarat Board GSEB Class 11 Biology Important Questions Chapter 1 સજીવ વિશ્વ Important Questions and Answers.

GSEB Class 11 Biology Important Questions Chapter 1 સજીવ વિશ્વ

અત્યંત ટૂંક જવાબી પ્રશ્નો (VSQ)

પ્રશ્ન 1.
વૃદ્ધિના બે પૂરક લક્ષણો જણાવો.
ઉત્તર:
કદમાં અને સંખ્યામાં થતો વધારો.

પ્રશ્ન 2.
યીસ્ટ અને જળવ્યાળ જેવા સજીવોમાં અલિંગી પ્રજનન કઈ પદ્ધતિથી થાય છે ?
ઉત્તર:
કલિકાસર્જન.

પ્રશ્ન 3.
પ્લેનેરિયા (ચપટાકૃમિ)માં કઈ પદ્ધતિથી પ્રજનન થાય છે?
ઉત્તર:
પુનઃસર્જન.

પ્રશ્ન 4.
અવખંડન (Fragmentation) પદ્ધતિ દ્વારા પ્રજનન કરતાં સજીવોનાં ઉદાહરણ આપો.
ઉત્તર:
ફૂગ, તંતુમય લીલ, મોસના પ્રતંતુ.

પ્રશ્ન 5.
પ્રજનન ક્રિયાને વૃદ્ધિ સાથે કયા સજીવોમાં સરખાવાય છે ?
ઉત્તર:
બેક્ટરિયા, એકકોષીય લીલ કે અમીબા.

પ્રશ્ન 6.
આપણને પર્યાવરણની અનુભૂતિ શેના દ્વારા થાય છે ?
ઉત્તર:
સંવેદન અંગો દ્વારા.

પ્રશ્ન 7.
હાલના તબક્કે વિશ્વમાં કેટલી જાતિઓની સંખ્યા ઓળખાયેલી છે ?
ઉત્તર:
17 થી 18 લાખ.

પ્રશ્ન 8.
પૃથ્વી પર રહેલા સજીવોની સંખ્યા અને પ્રકારો શેનું નિર્દેશન કરે છે ?
ઉત્તર:
જૈવ વિવિધતા.

પ્રશ્ન 9.
દ્વિનામી નામકરણ પદ્ધતિ કયા વૈજ્ઞાનિકે આપી ?
ઉત્તર:
કેરોલસ લિનિયસ.

GSEB Class 11 Biology Important Questions Chapter 1 સજીવ વિશ્વ

પ્રશ્ન 10.
આંબાનું વૈજ્ઞાનિક નામ આપો.
ઉત્તર:
મેજીફેરા ઈન્ડીકા (Mangifera indica).

પ્રશ્ન 11.
આંબાની પ્રજાતિ કઈ?
ઉત્તર:
મેજીફેરા.

પ્રશ્ન 12.
આંબાની જાતિ કઈ ?
ઉત્તર:
ઈન્ડિકા.

પ્રશ્ન 13.
કીટકો કેટલા જોડ ચલનપાદ (ઉપાંગો) ધરાવે છે ?
ઉત્તર:
ત્રણ જોડ.

પ્રશ્ન 14.
વર્ગીકરણમાં સૌથી નિમ્ન કક્ષાઓનો દરજ્જો કયો ?
ઉત્તર:
જાતિ.

પ્રશ્ન 15.
બટાટાનું વૈજ્ઞાનિક નામ આપો.
ઉત્તર:
Solanum tuberosum.

પ્રશ્ન 16.
સિંહનું વૈજ્ઞાનિક નામ આપો.
ઉત્તર:
Panthera leo.

પ્રશ્ન 17.
પેન્થરાની પ્રજાતિની બે જાતિઓના નામ આપો.
ઉત્તર:
Tigris, leo અને Pardus.

પ્રશ્ન 18.
Solanum પ્રજાતિની બે જાતિઓ કઈ ?
ઉત્તર:
Melongena અને Nigrum.

પ્રશ્ન 19.
માનવીનું વૈજ્ઞાનિક નામ આપો.
ઉત્તર:
Homo sapiens sapiens.

પ્રશ્ન 20.
બિલાડીનો સમાવેશ કઈ પ્રજાતિમાં કરવામાં આવે છે ?
ઉત્તર:
Felis.

પ્રશ્ન 21.
પ્રાઈમેટા અને કાર્નિવોરાનો સમાવેશ કયા વર્ગમાં થાય છે ?
ઉત્તર:
સસ્તન.

પ્રશ્ન 22.
ઘરમાખીનું વૈજ્ઞાનિક નામ આપો.
ઉત્તર:
Musca domestica (મસ્કા ડોમેસ્ટીકા).

પ્રશ્ન  23.
ઘઉંનું જીવશાસ્ત્રીય નામ આપો.
ઉત્તર:
Triticum aestivum (ટ્રીટીકમ એસ્ટીવમ).

પ્રશ્ન 24.
ઘરમાખી અને ઘઉંના ગોત્ર જણાવો.
ઉત્તર:
ઘરમાખી – ડીટેરા, ઘઉં – પોએલ્સ.

પ્રશ્ન 25.
મનુષ્ય અને આંબાના ગોત્ર જણાવો.
ઉત્તર:
મનુષ્ય – પ્રાઈમેટા,
આંબો – સેપિડેલ્સ.

પ્રશ્ન 26.
મનુષ્યનું મૂળ કયું ?
ઉત્તર:
હોમીનીડી.

પ્રશ્ન 27.
ઘરમાખીનું મૂળ કયું?
ઉત્તર:
મસ્કોડી.

GSEB Class 11 Biology Important Questions Chapter 1 સજીવ વિશ્વ

પ્રશ્ન 28.
આંબાનું મૂળ કયું ?
ઉત્તર:
એનાકાર્ડીયેસી.

પ્રશ્ન 29.
ઘઉંનો કયા કૂળમાં સમાવેશ કરવામાં આવે છે ?
ઉત્તર:
પોએસી.

પ્રશ્ન 30.
ક્યુ ગાર્ડન ક્યાં આવેલો છે ?
ઉત્તર:
ઇંગ્લેન્ડ.

પ્રશ્ન 31.
પ્રાણીઉદ્યાનોને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે?
ઉત્તર:
પ્રાણી સંગ્રહાલયો (Zoo).

પ્રશ્ન 32.
ઓળખ ચાવીમાં રહેલ દરેક જાહેર નિરૂપણને શું કહે છે ?
ઉત્તર:
માર્ગદર્શિકા.

ટૂંક જવાબી પ્રશ્નો (SQ)

પ્રશ્ન 1.
સજીવોના સર્વોત્તમ કુદરતી નિવાસસ્થાનો (Extraordinary) કયા કયા છે ?
ઉત્તર:
ઠંડાગાર પર્વતો (Cold Mountains), પાનખર જંગલો (Dechabitasous Forest), મહાસાગરો (Oceans), મીઠા પાણીના જળાશયો (Fresh Water Lakes), રણ (Deserts) કે ગરમ પાણીના ઝરા એ સજીવોના સર્વોત્તમ કુદરતી નિવાસસ્થાનો છે.

પ્રશ્ન 2.
જીવન વિશેના બે ગર્ભિત પ્રશ્નો કયા છે ?
ઉત્તર:
પ્રથમ પ્રશ્ન તકનિકી (technical) છે. કે જે નિર્જીવની વિરુદ્ધમાં સજીવ શું છે, અને બીજો પ્રશ્ન તત્ત્વજ્ઞાન (Philosophical)ને લગતો છે કે જીવન શું છે ?

પ્રશ્ન 3.
સજીવો દ્વારા પ્રદર્શિત થતાં વિશિષ્ટ લક્ષણો કે અજોડ લક્ષણો કયા કયા છે?
ઉત્તર:
વૃદ્ધિ, પ્રજનન, પર્યાવરણ પ્રત્યેની સભાનતા અને પ્રતિક્રિયા, ચયાપચય, સ્વયંજનન પામવાની ક્ષમતા, સ્વઆયોજન, પરસ્પર આકર્ષણ અને એકબીજા પર પ્રભાવ વગેરે સજીવો દ્વારા પ્રદર્શિત થતાં લક્ષણો કે અજોડ લક્ષણો છે.

GSEB Class 11 Biology Important Questions Chapter 1 સજીવ વિશ્વ

પ્રશ્ન 4.
શબ્દ સમજૂતી આપો : પ્રજનન
ઉત્તર:
સજીવ પુખ્ત વયે પોતાના જેવા જ બીજા નવા સજીવનું સર્જન કરે છે. આ ક્રિયાને પ્રજનન કહે છે.

પ્રશ્ન 5.
લિંગી પ્રજનનની લાક્ષણિકતા જણાવો.
ઉત્તર:
બહુકોષીય સજીવોમાં પ્રજનન દ્વારા નિર્માણ પામતી સંતતિઓ ઓછા વધતા પ્રમાણમાં પિતૃઓ જેવો સરખો દેખાવ ધરાવે છે.

પ્રશ્ન 6.
ફૂગમાં અલિંગી પ્રજનન કેવી રીતે થાય છે ?
ઉત્તર:
ફૂગમાં તેના દ્વારા ઉત્પન્ન કરાયેલા લાખો અલિંગી બીજાણુઓ દ્વારા સરળતાથી બહુગુણિત અને વિસ્તરિત થાય છે.

પ્રશ્ન 7.
શબ્દ સમજાવો: પુનઃસંયોજન
ઉત્તર:
સજીવના ટુકડા ગુમાવેલા ભાગના નિર્માણ દ્વારા નવા સજીવનું સર્જન કરે છે, તેને પુનઃસર્જન કહે છે.

પ્રશ્ન 8.
પ્રજનનની ક્રિયા ન જોવા મળતી હોય તેવા સજીવોના ઉદાહરણ આપો.
ઉત્તર:
ખચ્ચર(Mule), વંધ્ય કામદાર માખી (Sterile Worker bees), વંધ્ય હોય એવું માનવ યુગલ . (Infertile Human Couple) વગેરે

પ્રશ્ન 9.
સમજૂતી આપો :રાસાયણિક કે ચયાપચયિક પ્રક્રિયાઓ.
ઉત્તર:
બધા સજીવો રસાયણોના બનેલા છે. આ રસાયણો કે જે નાના કે મોટા વિવિધ વર્ગોમાં સમાવેશ કરવામાં આવેલ છે. વિવિધ કદ અને કાર્યો દર્શાવતા રસાયણો સતત બને છે અને કેટલાક જૈવ અણુમાં પરિવર્તિત થાય છે. આ પ્રકારનું પરિવર્તન એ રાસાયણિક કે ચયાપચયક પ્રક્રિયાઓ છે.

પ્રશ્ન 10.
સજીવોનું સ્પષ્ટ દેખીતું વિશિષ્ટ લક્ષણ કયું ?
ઉત્તર:
સજીવોની તેની આસપાસના કે પર્યાવરણના ભૌતિક, રાસાયણિક કે જૈવિક ઉત્તેજનાઓ પ્રત્યે પ્રતિચાર આપવાની ક્ષમતા એ દરેક સજીવનું સ્પષ્ટ અને દેખીતું વિશિષ્ટ લક્ષણ છે.

પ્રશ્ન 11.
સજીવો પર્યાવરણના કયા બાહ્ય પરિબળો પ્રત્યે પ્રતિક્રિયા આપે છે ?
ઉત્તર:
સજીવો પ્રકાશ, પાણી, તાપમાન, અન્ય સજીવો, પ્રદૂષકો વગેરે દ્વારા પર્યાવરણના બાહ્ય પરિબળો પ્રત્યે પ્રતિક્રિયા આપે છે.

પ્રશ્ન 12.
પ્રજનન પર પ્રકાશ અવધિની અસર કયા સજીવોમાં થાય છે ?
ઉત્તર:
ઋતુ સંવર્ધિત વનસ્પતિઓ અને પ્રાણીઓ બંને પ્રકારના સજીવોમાં પ્રજનન પર પ્રકાશઅવિધની અસર થાય છે.

પ્રશ્ન 13.
પેશીના ગુણધર્મો કોને લીધે જોવા મળે છે ?
ઉત્તર:
પેશીના ગુણધર્મો તેના બંધારણને લીધે નથી પરંતુ તેના બંધારણમાં રહેલ કોષો વચ્ચેની આંતરક્રિયાઓનું પરિણામ છે.

પ્રશ્ન 14.
કોષીય અંગિકાઓના ગુણધર્મો કોને લીધે જોવા મળે છે ?
ઉત્તર:
કોષીય અંગિકાઓના ગુણધર્મો તેના આણ્વીય બંધારણને લીધે નથી પરંતુ તેમાં રહેલા આણ્વીય ઘટકોની વચ્ચેની આંતરક્રિયાઓનું પરિણામ છે.

પ્રશ્ન 15.
દરેક સજીવોના વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય એ જનીનદ્રવ્યને આધારે એકબીજા સાથે કેવી રીતે સંકળાયેલા છે ?
ઉત્તર:
દરેક સજીવો વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય એ સામાન્ય જનીનદ્રવ્યની વહેંચણી દ્વારા એકબીજા સાથે સંકળાયેલ છે. પરંતુ આ જનીનદ્રવ્ય બધામાં વિવિધ અંશે ઓછું વધતું હોય છે.

પ્રશ્ન 16.
ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ અને વનસ્પતિઓમાં પરસ્પર નિવારક ઘટનાઓ (Mutual exclusive events) કંઈ ?
ઉત્તર:
ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ અને વનસ્પતિઓમાં મહ્દઅંશે વૃદ્ધિ અને પ્રજનન પરસ્પર નિવારક ઘટનાઓ છે.

પ્રશ્ન 17.
નામકરણ એટલે શું ?
ઉત્તર:
ચોક્કસ નિયમોને અનુસરીને નામ આપવાની પદ્ધતિને નામકરણ કહે છે.

પ્રશ્ન 18.
ઓળખવિધિ કોને કહે છે ?
ઉત્તર:
નામ સાથે તે સજીવ સંકળાયેલ હોય તેમજ તેનું વર્ણન સચોટ હોય તો તેને તેની ઓળખવિધિ કહે છે.

પ્રશ્ન 19.
પૂર્ણ નામ લખો : ICBZ, ICZN.
ઉત્તર:
ISBN : ઈન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનકલ્ચર.
ICZN : ઈન્ટરનેશનલ કોડ ફોર ઝુઓલોજીકલ નોમેનકલ્ચર.

પ્રશ્ન 20.
દ્વિનામી નામકરણ પદ્ધતિ શબ્દ સમજાવો.
ઉત્તર:
ઓળખાયેલા સજીવોનું નામકરણ આપવા જીવશાસ્ત્રીઓ સર્વ સ્વીકૃત સિદ્ધાંતોને અનુસરે છે. દરેક વૈજ્ઞાનિક નામ બે ઘટકો ધરાવે છે. વંશગત નામ (Generic Name) અને જાતિ સંકેત પ્રત્યય (Specific epithet) એટલે કે અનુક્રમે પ્રજાતિ અને જાતિ. બે ઘટકો સાથે નામ આપવાની આ પદ્ધતિને દ્વિનામી નામકરણ પદ્ધતિ કહે છે.

પ્રશ્ન 21.
જીવશાસ્ત્રીય વિજ્ઞાનિક) નામ કઈ ભાષામાં અને કેવી રીતે લખાય છે ?
ઉત્તર:
જીવશાસ્ત્રીય નામ લેટિન ભષામાં અને ઈટાલિકમાં લખાય છે.

પ્રશ્ન 22.
જીવશાસ્ત્રીય નામ પરથી સજીવનું કયા સંશોધકે વર્ણન કર્યું છે તે કેવી રીતે જાણી શકાય ? ઉદાહરણ આપો.
ઉત્તર:
જીવશાસ્ત્રીય નામના અંતમાં સંશોધકનું નામ સંક્ષિપ્તમાં લખવામાં આવે છે. દા.ત., Mangifera Indica Linn દર્શાવે છે કે આ જાતિનું સૌપ્રથમ વર્ણન લિનિયસ દ્વારા કરવામાં આવ્યું હતું.

પ્રશ્ન  23.
વર્ગીકરણ (Classification) એટલે શું?
ઉત્તર:
પ્રથમ કક્ષાએ સજીવોની અર્થકારક જૂથ વહેંચણીની કાર્યપદ્ધિને વર્ગીકરણ કહે છે અથવા લાક્ષણિકતાઓને આધારે બધા જ સજીવોને વિવિધ વર્ગોમાં વર્ગીકૃત કરવાની પ્રક્રિયાને વર્ગીકરણ કહે છે.

પ્રશ્ન 24.
વર્ગીકરણ વિદ્યા (Taxonomy) એટલે શું ?
ઉત્તર:
વર્ગીકરણ પદ્ધતિના અભ્યાસને વર્ગીકરણ વિદ્યા કહે છે.

પ્રશ્ન  25.
વર્ગક એટલે શું?
ઉત્તર:
વર્ગીકરણના જુદા જુદા સ્તરે ગોઠવાયેલા સજીવોનાં જૂથોને જે દરજ્જો આપવામાં આવે છે તેને વર્ગક કહે છે.

પ્રશ્ન 26.
વર્ગીકરણવિદ્યાના અભ્યાસ માટેની મૂળભૂત પ્રક્રિયાઓ કઈ છે?
ઉત્તર:
લક્ષણીકરણ, ઓળખવિધિ, વર્ગીકરણ અને નામકરણ એ વર્ગીકરણ વિદ્યાના અભ્યાસ માટેની મૂળભૂત પ્રક્રિયાઓ છે.

પ્રશ્ન 27.
શરૂઆતનું વર્ગીકરણ વિવિધ સજીવોની ઉપયોગિતા આધારિત શા માટે હતું ?
ઉત્તર:
શરૂઆતના દિવસોમાં માનવી તેની પાયાની જરૂરિયાતો જેવી કે ખોરાક, પહેરવા-ઓઢવા અને આશ્રયના સ્ત્રોતો શોધતો હતો. તેથી શરૂઆતનું વર્ગીકરણ વિવિધ સજીવોની ઉપયોગિતા આધારિત હતું.

GSEB Class 11 Biology Important Questions Chapter 1 સજીવ વિશ્વ

પ્રશ્ન 28.
પદ્ધતિસરનું વિજ્ઞાન (Systematics) સમજાવો.
ઉત્તર:
માનવી માત્ર સજીવોના જુદા જુદા પ્રકારો અને વિવિધતા વિશે જ વધુ જાણવામાં રસ દાખવતો નહતો પરંતુ તેમની વચ્ચેનો સંબંધ કેળવવા લાગ્યો. આ પ્રકારની અભ્યાસની શાખા પદ્ધતિસરના વિજ્ઞાન (Systematics) તરીકે ઉલ્લેખાતી હતી.

પ્રશ્ન 29.
‘Systematic’ શબ્દનો અર્થ સમજાવો.
ઉત્તર:
“Systematic’ શબ્દ એ લેટિન શબ્દ Systema શબ્દમાંથી ઉતરી આવેલો છે કે જેનો અર્થ સજીવોની પદ્ધતિસરની ગોઠવણી થાય છે.

પ્રશ્ન 30.
વર્ગીકરણ કક્ષા : શબ્દ સમજૂતી આપો.
ઉત્તર:
વર્ગીકરણ એ માત્ર એકાકી ચરણ પદ્ધતિ નથી, પરંતુ ક્રમશ: શ્રેણીબદ્ધ ચરણ દર્શાવતી પદ્ધતિ છે, જેમાં દરેક ચરણ દરજ્જો કે કક્ષા પ્રસ્તુત કરે છે. જો કક્ષા બધી જ દૃષ્ટિએ વર્ગીકૃત વ્યવસ્થાનો ભાગ હોય તો તેને વર્ગીકરણ કક્ષા કહે છે.

પ્રશ્ન 31.
વર્ગીકૃત શ્રેણી એટલે શું ?
ઉત્તર:
વિવિધ વર્ગીકરણની કક્ષાઓ ભેગી મળીને વર્ગીકૃત શ્રેણી રચે છે. જેમકે દરેક કક્ષાને વર્ગીકરણના એક એકમ તરીકેના સંદર્ભમાં લેવામાં આવે છે.

પ્રશ્ન 32.
પ્રજાતિ : શબ્દ સમજૂતી આપો.
ઉત્તર:
ખૂબ નજીકનો સંબંધ ધરાવતી જાતિઓ ભેગી મળી પ્રજાતિ બનાવે છે.

પ્રશ્ન 33.
સોલેનસી (Solanaceae) કૂળની ત્રણ પ્રજાતિના નામ આપો.
ઉત્તર :
સોલેનમ (Solanum), પિદુનિયા (Petunia) અને ધતુરા (Dhatura).

પ્રશ્ન 34.
ફેલાડી (Felidae) કૂળની બે પ્રજાતિ કઈ ?
ઉત્તર :
પેન્થરા (Panthera) અને ફેલીસ (Felis).

પ્રશ્ન 35.
બિલાડી અને કૂતરાના કૂળ જણાવો.
ઉત્તર:
બિલાડી (Felidae), કૂતરો (Canidae).

પ્રશ્ન 36.
ગોત્ર કેવી રીતે બને છે?
ઉત્તર:
કેટલાંક સરખા લક્ષણો ધરાવતા કૂળો ભેગા થઈને ગોત્ર જેવી ઉચ્ચ કક્ષા બનાવે છે.

પ્રશ્ન 37.
પોલિમોનીયલ્સ (Polymoniales) ગોત્રમાં સમાવિષ્ટ કૂળના નામ આપો.
ઉત્તર:
કોન્વોત્યુલેસી (Conolvulaceae) અને સોલેનેસી (Solananeae).

પ્રશ્ન 38.
કાર્નિવોરા (Carnovora)માં સમાવેશિત કૂળના નામ આપો.
ઉત્તર:
ફેલિડી (Felidae) અને કેનીડી (Canidae).

પ્રશ્ન 39.
પ્રાઈમેટા (Primata) ગોત્રમાં કયા પ્રાણીઓનો સમાવેશ થાય છે ?
ઉત્તર:
વાનર, ગોરીલા અને ગીબ્બન.

GSEB Class 11 Biology Important Questions Chapter 1 સજીવ વિશ્વ

પ્રશ્ન 40.
કાર્નિવોરા ગોત્રમાં કયા પ્રાણીઓનો સમાવેશ કરવામાં આવે છે ?
ઉત્તર:
વાઘ, બિલાડી, કૂતરા.

પ્રશ્ન 41.
સમુદાય, મેરૂદંડીમાં કયા કયા વર્ગોનો સમાવેશ કરવામાં આવે છે ?
ઉત્તર:
મત્સ્ય, ઉભયજીવીઓ, સરિસૃપો, વિહગ, સસ્તન.

પ્રશ્ન 42.
નીચેનાના સમુદાય વિભાગ જણાવો. મનુષ્ય, ઘરમાખી, આંબો, ઘઉં
ઉત્તર:
મનુષ્ય – મેરુદંડી,
ઘરમાખી – સંધિપાદ,
આંબો – આવૃત
બીજધારી, ઘઉં – આવૃત બીજધારી.

પ્રશ્ન 43.
વનસ્પતિઓ, પ્રાણીઓ અને અન્ય સજીવોની વિવિધ જાતિઓનો વર્ગીકરણીય અભ્યાસ શેમાં ઉપયોગી છે ?
ઉત્તર:
વનસ્પતિઓ, પ્રાણીઓ અને અન્ય સજીવોની વિવિધ જાતિઓનો વર્ગીકરણીય અભ્યાસ કૃષિ, વનવિદ્યા, ઉદ્યોગ અને સામાન્યતઃ આપણા જૈવિક સ્ત્રોતો તથા તેમની જૈવવિવિધતાની જાણકારીમાં ઉપયોગી છે.

પ્રશ્ન 44.
સજીવોની ઓળખવિધિ માટે શેની જરૂર પડે છે ?
ઉત્તર:
સજીવોની ઓળખવિધિ માટે સુસજ્જ પ્રયોગશાળા અને ક્ષેત્ર અભ્યાસની જરૂર છે.

પ્રશ્ન 45.
વર્ગીકરણીય અભ્યાસનો મુખ્ય સ્ત્રોત કયો?
ઉત્તર:
વનસ્પતિમાં અને પ્રાણીઓના વાસ્તવિક નમૂનાઓનો સંગ્રહ એ વર્ગીકરણ અભ્યાસનો મુખ્ય ) સ્ત્રોત છે.

પ્રશ્ન 46.
વનસ્પતિ સંગ્રહાલયોમાં શું જોવા મળે છે?
ઉત્તર:
વનસ્પતિ સંગ્રહાલયોમાં વનસ્પતિ નમૂનાઓ અને કાગળ પર શુષ્કન, દાબન, અને પરિરક્ષણ કરેલા વનસ્પતિઓના નમૂનાઓનું સંગ્રહસ્થાન છે.

GSEB Class 11 Biology Important Questions Chapter 1 સજીવ વિશ્વ

પ્રશ્ન 47.
હર્બેરિયમ શીટ પર કઈ કઈ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવે છે ?
ઉત્તર:
નમૂનો એકત્ર કર્યાની તારીખ અને સ્થળ, અંગ્રેજી નામ, સ્થાનિક નામ, વનસ્પતિ શાસ્ત્રીય નામ, કૂળ, એકત્ર કરનારનું વગેરે વિશેની માહિતી હર્બરિયમ શીટ પર લખેલી હોય છે.

પ્રશ્ન 48.
વનસ્પતિ ઉદ્યાનો વિશે ટૂંકી માહિતી આપો.
ઉત્તર:
વનસ્પતિ ઉદ્યાનો સંદર્ભ માહિતી માટેના જીવંત વનસ્પતિઓના નમુનાઓ ધરાવે છે. ઓળખવિધિના હેતુ માટે આ ઉદ્યાનોમાં વનસ્પતિ જાતિઓ ઉછરેલી હોય છે, અને દરેક વનસ્પતિ પર તેમના વનસ્પતિશાસ્ત્રીય કે વૈજ્ઞાનિક નામ અને તેમના કૂળ સૂચવતી કાપલી લગાડેલી હોય છે.

પ્રશ્ન 49.
ભારતમાં આવેલા બે પ્રખ્યાત વનસ્પતિ ઉદ્યાનો કયા છે ?
ઉત્તર:

  • ઇન્ડિયન બોટાનિકલ ગાર્ડન – હાવરા
  • નેશનલ બોટાનિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ – લખનૌ

પ્રશ્ન 50.
પ્રાણીઉદ્યાનો એટલે શું ? તેમાંથી આપણને શું શીખવા મળે છે ?
ઉત્તર:
પ્રાણીઉદ્યાન એટલે એવી જગ્યા કે જ્યાં મનુષ્યની સીધી દેખરેખ નીચે, સુરક્ષિત વાતાવરણમાં, જંગલી પ્રાણીઓને રાખવામાં આવેલા હોય છે. આવા સંગ્રહાલયોમાં રાખવામાં આવેલા પ્રાણીઓ આપણને તેમની ખોરાકીય આદતો અને વર્તણૂક વિશે શીખવે છે.

પ્રશ્ન 51.
ઓળખ ચાવી (Identification key) એટલે શું?
ઉત્તર:
ઓળખ ચાવી એ વનસ્પતિઓ અને પ્રાણીઓને તેમની સમાનતાઓ અને અસમાનતાઓને આધારે ઓળખ વિધિ માટે ઉપયોગમાં લેવાનો બીજો વર્ગીકરણીય આધાર છે.

પ્રશ્ન 52.
વનસ્પતિઓની યાદી વીશે માહિતી આપો.
ઉત્તર:
વનસ્પતિઓની યાદી એ આપેલ વિસ્તારમાં વનસ્પતિઓનું કુદરતી નિવાસસ્થાન અને વિતરણનો વાસ્તવિક અહેવાલ ધરાવે છે. તેઓ ચોક્કસ વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિઓ વિશેની
નિર્દેશિકા પૂરી પાડે છે.

પ્રશ્ન 53.
વનસ્પતિઓનું નોંધનીય વર્ણન કરવાના બીજા કેટલાક ઉપાયો જણાવો. તે શેમાં મદદરૂપ થાય છે?
ઉત્તર:
વનસ્પતિઓની યાદી, પરિચય પુસ્તિકાઓ, લઘુપુસ્તિકાઓ અને પદ્ધતિસરની સૂચિઓ વગેરે વનસ્પતિઓનું નોંધનીય વર્ણન કરવાના બીજા કેટલાક ઉપાયો છે. તેઓ સાચી ઓળખવિધિમાં પણ મદદરૂપ છે.

પ્રશ્ન 54.
પરિચય પુસ્તિકાઓની ઉપયોગિતા જણાવો.
ઉત્તર:
પરિચય પુસ્તિકાઓ જે તે વિસ્તારમાં જોવા મળતી જાતિઓના નામની ઓળખ માટેની માહિતી આપવામાં ઉપયોગી છે. 13. લઘુપુસ્તિકાઓ શેની માહિતી ધરાવે છે ? જ. લઘુપુસ્તિકાઓ કોઈ એક વર્ગીકીની માહિતી ધરાવે છે.

Higher Order Thinking Skills (HOTS)

પ્રશ્ન  1.
વનસ્પતિમાં થતી વૃદ્ધિ એ પ્રાણીમાં થતી વૃદ્ધિ કરતાં કઈ રીતે જુદી પડે છે ?
ઉત્તર:
વનસ્પતિમાં વૃદ્ધિ કોષવિભાજન દ્વારા જીવનપર્યંત થતી રહે છે. જ્યારે પ્રાણીઓમાં ફક્ત ચોક્કસ ઉંમર સુધી જ જોવા મળે છે.

પ્રશ્ન 2.
દેહનું કોષીય આયોજન એ જૈવ સ્વરૂપોનું ચોક્કસ લક્ષણ છે. વૈજ્ઞાનિક સમજૂતી આપો.
ઉત્તર:
એકકોષીય કે બહુકોષીય બધા જ સજીવોમાં હજારો રાસાયણિક ક્રિયાઓ એક સાથે થતી હોય છે.

  • બધી જ વનસ્પતિઓ, પ્રાણીઓ, ફૂગ અને સૂક્ષ્મ જીવાણુઓ ચયાપચયિક ક્રિયાઓ દર્શાવે છે.
  • ચયાપચય એ આપણા શરીરમાં થતી બધી જ રાસાયણિક ક્રિયાઓનો સરવાળો છે. નિર્જીવ પદાર્થો ચયાપચય દર્શાવી શકતા નથી.
  • કોષયુક્ત તંત્રોમાં દેહની બહારની બાજુએ આપણે ચયાપચયિક ક્રિયાઓનું નિરીક્ષણ કરી શકીએ છીએ. શરીરની બહાર ટેસ્ટટ્યુબમાં અલગ રીતે થતી એકલી ચયાપચયિક ક્રિયાઓ જીવંત કે નિર્જીવ નથી.
  • જેથી કોઈપણ અપવાદ વગર ચયાપચયને દરેક સજીવોના સંપૂર્ણ લક્ષણ તરીકે સ્વીકારીએ તો in vitro ચયાપયિક ક્રિયાઓ એક જીવંત વસ્તુ નહી પણ ચોક્કસ જૈવિક પ્રક્રિયા છે.
  • આથી, દેહનું કોષીય આયોજન એ જૈવસ્વરૂપોનું ચોક્કસ લક્ષણ છે.

GSEB Class 11 Biology Important Questions Chapter 1 સજીવ વિશ્વ

પ્રશ્ન 3.
સભાનતા એ દરેક સજીવનો સંપૂર્ણ ગુણધર્મ છે – વૈજ્ઞાનિક કારણ આપો.
ઉત્તર:

  • સજીવોની તેની આસપાસ કે પર્યાવરણના ભૌતિક, રાસાયણિક કે જૈવિક ઉત્તેજનાઓ પ્રત્યેક પ્રતિક્રિયા આપવાની ક્ષમતા એ દરેક સજીવોનું સ્પષ્ટ, દેખીતું વિશિષ્ટ લક્ષણ છે. સંવેદન અંગો દ્વારા આપણને પર્યાવરણની અનુભૂતિ થાય છે.
  • વનસ્પતિ હોય કે પ્રાણીઓ બંને પ્રકાશ, પાણી, તાપમાન જેવા અન્ય સજીવો, પ્રદૂષકો વગેરે બાહ્ય પરિબળો સામે પ્રતિક્રિયા આપે છે.
  • આદિ કોષકેન્દ્રી (Prokaryotes)થી લઈને ખૂબ જ જટિલ, સુકોષકેન્દ્રીય (Eukaryotes) બધા જ સજીવો પર્યાવરણના સંકેત પ્રત્યે અનુભૂતિ અને પ્રતિક્રિયા દર્શાવતા હોય છે. ઋતુ સંવર્ધિત (Seasonal breeders) વનસ્પતિઓ અને પ્રાણીઓ બંને પ્રકારના સજીવોમાં પ્રજનન પર પ્રકાશઅવધિની અસર થાય છે.
  • દરેક સજીવો શરીરમાં દાખલ થતાં રસાયણોનું નિયમન કરે છે. આમ દરેક સજીવો તેમની આસપાસના પર્યાવરણથી સભાન (aware)જ હોય છે. માનવી માત્ર એક જ સજીવ છે કે જે સ્વયં જાગૃત રહે છે. દા.ત., સ્વયં સભાનતા (Self Consciousness).
  • આથી, સભાનતા એ દરેક સજીવનો સંપૂર્ણ ગુણધર્મ બને છે.

પ્રશ્ન 4.
વનસ્પતિઓના અને પ્રાણીઓના વૈજ્ઞાનિક નામ શાને આધારે આપવામાં આવે છે ?
ઉત્તર:
વનસ્પતિઓના વૈજ્ઞાનિક નામ ISBN અને પ્રાણીઓના વૈજ્ઞાનિક નામ ICZN દ્વારા અપાયેલા સિદ્ધાંતો અને માપદંડ આધારિત હોય છે.

પ્રશ્ન 5.
વર્ગીકી (Taxon – વર્ગકનું બહુવચન – Texa) શબ્દ ક્યારે પ્રયોજાય છે ?
ઉત્તર:
વર્ગીકૃત શ્રેણીની દરેક કક્ષાને વર્ગીકરણના એક એકમ તરીકેના સંદર્ભમાં લેવામાં આવે છે. પરંતુ – વાસ્તવમાં તે જે હરોળ (તબક્કા) નિર્દેશિત કરે છે, અને તેના માટે વર્ગીકી શબ્દ પ્રયોજાય છે.

પ્રશ્ન 6.
વાનસ્પતિક અને રાજનનિક એમ બંને લક્ષણોને આધારે કયા વર્ગકને વર્ગીકૃત કરવામાં આવે છે?
ઉત્તર:
કૂળ એ વાનસ્પતિક અને પ્રાજનનિક એમ બંને લક્ષણોને આધારે વર્ગીકૃત કરવામાં આવે છે.

પ્રશ્ન 7.
વનસ્પતિઓ અને પ્રાણીઓના વાસ્તવિક નમૂનાઓનો સંગ્રહ આવશ્યક છે. – સમજાવો.
ઉત્તર:

  • વનસ્પતિઓ અને પ્રાણીઓના વાસ્તવિક નમૂનાઓનો સંગ્રહ આવશ્યક છે અને તે વર્ગીકરણીય અભ્યાસનો મુખ્ય સ્ત્રોત છે.
  • પદ્ધતિસરના વર્ગીકરણીય અભ્યાસમાં પ્રશિક્ષણ માટે આ પ્રકારનો અભ્યાસ પાયારૂપ અને આવશ્યક છે.
  • સજીવોના વર્ગીકરણમાં તેમજ તેમના નમૂનાઓની સાથે સાથે માહિતીના સંગ્રહમાં પણ ઉપયોગી છે.
  • કેટલાક કિસ્સાઓમાં ભવિષ્યના અભ્યાસ માટે નમૂનાઓનું પરિક્ષણ કરવામાં આવે છે.

Curiosity Questions
પ્રશ્ન 1.
વર્ગીકરણની કક્ષાઓની ગોઠવણીનો ચઢતો ક્રમ દર્શાવતી શ્રેણી શું સૂચવે છે. સમજાવો.
ઉત્તર:

  • જ્યારે આપણે જાતિથી સૃષ્ટિ સુધી ઉપર તરફ જઈએ તો સામાન્ય (સરખા) લક્ષણોની સંખ્યા ઘટતી જાય છે. અને સૃષ્ટિ થી પ્રજાતિ સુધી નીચે તરફ જઈએ તેમ સામાન્ય લક્ષણોની સંખ્યા વધતી જાય છે.
  • ઉચ્ચ કક્ષાએ એક વર્ગકનો એ જ સ્તરે બીજા વર્ગક સાથેનો સંબંધ નક્કી કરવામાં મુશ્કેલી વધુ પડે છે.
  • આથી, વર્ગીકરણની સમસ્યા વધુ જટિલ બને છે.

પ્રશ્ન 2.
વૃદ્ધિને સજીવોના પરિપૂર્ણ ગુણધર્મ તરીકે સ્વીકારી શકાય નહિ’ – વિધાન સમજાવો. શરીરના કદમાં થતો વધારો વૃદ્ધિ તરીકે ગણવામાં આવે છે.
ઉત્તર:

  • જો શરીરના કદમાં થતા વધારાને વૃદ્ધિ માટેના માપદંડ તરીકે લઈએ તો નિર્જીવ વસ્તુઓ પણ તેની વ્યાખ્યામાં આવે.
  • પર્વતો તથા શીલાખંડો અને રેતીના ઢગલાઓને પણ તેની વ્યાખ્યામાં મુકવા પડે. અલબત નિર્જીવ પદાર્થોમાં તેમની સપાટી પર થતા દ્રવ્યોના સંચય દ્વારા આ પ્રકારની વૃદ્ધિ થાય છે.
  • સજીવોમાં દેહની અંદર તરફથી વૃદ્ધિ થાય છે.
  • આથી વૃદ્ધિને સજીવોના પરિપૂર્ણ ગુણધર્મ તરીકે લઈ શકીએ નહિ.

પ્રશ્ન 3.
પ્રજનનને સજીવોના સંપૂર્ણ લક્ષણ તરીકે માનવું ભૂલ ભરેલું છે.’ શું તમે આ વિધાન સાથે સંમત છો ? શા માટે ?
ઉત્તર:

  • પ્રજનનને સજીવોના સંપૂર્ણ લક્ષણ તરીકે સમાવેશ કરી શકાતા નથી.
  • સજીવ પુખ્તવયે પોતાના જેવા જ બીજા નવા સજીવનું સર્જન કરે છે. આ ક્રિયાને પ્રજનન કહે છે.
  • સજીવો અલિંગી કે લિંગી પ્રજનન પદ્ધતિ દ્વારા પ્રજનન કરે છે.
  • એકકોષીય સજીવોમાં આપણે જોઈએ છીએ કે વૃદ્ધિ અને પ્રજનન આ બે શબ્દોની ઉપયોગિતા વિશે આપણે વધુ સ્પષ્ટ નથી.
  • ખચ્ચર, વંધ્ય કામદાર માખી, વંધ્ય હોય તેવું માનવ યુગલ વગેરે જેવા ઘણાં સજીવો પ્રજનન કરતા નથી.
  • આમ, પ્રજનનનો દરેક સજીવોના સંપૂર્ણ લક્ષણ તરીકે સમાવેશ કરી શકતા નથી.

પ્રશ્ન 4.
માનવીની જીવંત અવસ્થાને વ્યાખ્યાયિત કરવી ક્યારેક મુશ્કેલ છે. – ઉદાહરણ આપી સમજાવો.
ઉત્તર:

  • દરેક સજીવો તેમની આસપાસના પર્યાવરણથી જાગૃત જ હોય છે. માનવી માત્ર એક જ સજીવ છે કે જે આપમેળે જાગૃત રહે છે. દા.ત., સ્વયં સભાનતા
  • હૃદય અને ફેફસાંને બદલે માત્ર મશીનને આધારે દવાખાનામાં મુર્છા (બેભાન અવસ્થામાં પડી રહેલા દર્દીઓને આપણે જોઈ શકીએ છીએ.)
  • દર્દીનું મગજ અચેતન (Brain dead) હોય છે. દર્દી સ્વયં સભાનતા કે સ્વયં ચેતના ધરાવતું નથી. આવા દર્દીઓ કે જે ક્યારેય સામાન્ય જીવનમાં પાછા આવતા નથી. આથી, આવા માનવીને સજીવ ગણવા કે નિર્જીવ તે પ્રશ્નાર્થ છે.
  • આમ, માનવીની વાત આવે ત્યારે જીવંત અવસ્થાને વ્યાખ્યાયિત કરવી મુશ્કેલ છે.

GSEB Class 11 Biology Important Questions Chapter 1 સજીવ વિશ્વ

પ્રશ્ન 5.
સંગ્રહાલય (Museum)માં શું જોવા મળે છે ? તેને કેવી રીતે સાચવવામાં આવે છે ?
ઉત્તર:
મ્યુઝિયમમાં સાચવેલ વનસ્પતિઓ, પ્રાણીઓ અને અશ્મિઓના, નમૂનાઓને એકત્રિત કરી અભ્યાસ અને સંદર્ભ માટે સંગ્રહ કરવામાં આવે છે. નમૂનાઓને પાત્ર કે બરણીમાં રાખેલ સંગ્રહણ દ્રાવણમાં યથાવત્ સ્થિતિમાં સંગ્રહિત કરવામાં આવે છે. વનસ્પતિ અને પ્રાણીઓના સૂકવેલાં નમૂના રૂપે જાળવવામાં આવે છે. કીટકોને પકડી કીટબોક્ષમાં પીન મારીને સાચવવામાં આવે છે. પક્ષીઓ અને સસ્તનો જેવા મોટા પ્રાણીઓના મૃતદેહને સામાન્યતઃ સ્ટફીંગ કરીને સાચવવામાં આવે છે. ક્યારેક પ્રાણીઓના કંકાલનો પણ સંગ્રહ કરવામાં આવે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *