GSEB Solutions Class 12 Biology Chapter 13 સજીવો અને વસ્તી

Gujarat Board GSEB Textbook Solutions Class 12 Biology Chapter 13 સજીવો અને વસ્તી Textbook Questions and Answers.

Gujarat Board Textbook Solutions Class 12 Biology Chapter 13 સજીવો અને વસ્તી

GSEB Class 12 Biology સજીવો અને વસ્તી Text Book Questions and Answers

પ્રશ્ન 1.
શીતનિદ્રાથી પ્રાણી સુષુપ્તાવસ્થા કેવી રીતે જુદી છે?
ઉત્તર:
સુષુપ્તાવસ્થા એવી અવસ્થા છે કે જેમાં પ્રતિકૂળ પરિસ્થિતિમાં સજીવનો વિકાસ અટકી જાય છે. જેમ કે, સરોવરો તથા તળાવોમાં જોવા મળતી પ્રાણીપ્લવકોની જાતિઓ જયારે શિયાળા દરમિયાન આવતી સમસ્યાઓને ટાળવા માટે સજીવ શીતનિદ્રામાં જાય છે. દા.ત., દેડકો કે જે શીતરધિર ધરાવે છે.

પ્રશ્ન 2.
જો સામદ્રિક માછલીને મીઠા પાણીના માછલીઘરમાં રાખવામાં આવે છે, તો શું તેમાછલી જીવિત રહેવા માટે સક્ષમ હશે?
ઉત્તર:
શા માટે અને શા માટે નહીં? જો સામુદ્રિક માછલીને મીઠા પાણીના માછલીઘરમાં રાખવામાં આવશે તો આસૃતિ સંબંધિત સમસ્યાઓને કારણે તે જીવી શકશે નહીં. સામુદ્રિક માછલી પાસે મીઠા પાણીની માછલીની જેમ ક્ષાર શોષણ કરવાની પદ્ધતિ હોતી નથી.

પ્રશ્ન 3.
મોટા ભાગના સજીવો 45° સેથી વધુ તાપમાને જીવિત રહી શકતા નથી. કેટલાક સૂક્ષ્મજીવો 100° સે કરતાં પણ વધારે તાપમાન ધરાવતા નિવાસસ્થાનમાં કેવી રીતે જીવિત રહે છે?
ઉત્તર:
ઊંચા તાપમાન ધરાવતા વિસ્તારમાં જોવા મળતા સૂક્ષ્મજીવો થરમૉઍસિડોફિલસ તરીકે ઓળખાય છે. તેઓ ઊંચા તાપમાનમાં પણ ટકી રહેવાની ક્ષમતા ધરાવે છે જેના માટે જવાબદાર કારણો આ પ્રમાણે છેઃ

 1. મુક્ત પાણીની માત્રામાં ઘટાડો.
 2. લિપિડની શાખિત શૃંખલાઓ
  જોવા મળે છે જે કોષરસપટલની તરલતામાં ઘટાડો કરે છે.

GSEB Solutions Class 12 Biology Chapter 13 સજીવો અને વસ્તી

પ્રશ્ન 4.
એવાં લક્ષણોની યાદી બનાવો જે વસ્તીમાં હોય પરંતુ વ્યક્તિગત સજીવોમાં હોતા નથી.
ઉત્તર:

 1. વસ્તીગીચતા
 2. જન્મદર
 3. મૃત્યુદર
 4. વૃદ્ધિદર
 5. જાતિ પ્રમાણ
 6. વયવિતરણ

પ્રશ્ન 5.
જો ચરઘાતાંકીય રીતે વધતી વસ્તી 3 વર્ષમાં કદમાં બે ગણી થઈ જાય છે, તો તેના વધારાનો આંતરિક દર (r) શું છે?
ઉત્તર:
Nt = N0ert
જ્યાં, Nt = 2; N0 = 1, e = 2.71828, t = 3
2 = (1 × 12.71828)3r
log2 = 3rlog(2.71828)
0.3010 = 3r × 0.4343
r = 0.2310

પ્રશ્ન 6.
વનસ્પતિઓમાં તૃણાહારીઓની સામે મહત્ત્વપૂર્ણ રક્ષણ ક્રિયાવિધિઓનાં નામ આપો.
ઉત્તર:
પોંનું કંટકમાં રૂપાંતર. બાવળ અને થોર જેવી વનસ્પતિઓ કાંટા ધરાવે છે. ઘણી વનસ્પતિઓ જેવી કે આકડો અતિ ઝેરી, હૃદયને ઉત્તેજિત કરતું ગ્લાયકોસાઈડધરાવે છે. જેનાથી કોઈ પશુ તેને ખાઈ શકે નહીં. અમુક વનસ્પતિઓ પ્રાણીઓથી બચવા માટે વિવિધ રસાયણો જેવા કે નિકોટીન, કેફિન, ક્વિનાઇન, સ્ટ્રીકનાઇન, ઓપિયમ વગેરે ધરાવે છે.

પ્રશ્ન 7.
ઓર્કિડ વનસ્પતિ આંબાના વૃક્ષની શાખા પર ઊગી રહી છે. ઓર્કિડ અને આંબાના વૃક્ષ વચ્ચેની આ પારસ્પરિક ક્રિયાનું વર્ણન તમે કેવી રીતે કરશો?
ઉત્તર:
તે સહભોજિતાનું ઉદાહરણ છે. જેમાં ઑર્કિડ આંબા પર પરરોહી તરીકે રહે છે. જયારે આંબાને તેનાથી કોઈ લાભ પણ થતો નથી કે નુકસાન પણ થતું નથી.

પ્રશ્ન 8.
જંતુ કીટકોના પ્રબંધની જૈવિક નિયંત્રણ પદ્ધતિ પાછળ રહેલો પરિસ્થિતિકીય સિદ્ધાંત શું છે?
ઉત્તર:
જંતુ કીટકોના પ્રબંધની જૈવિક નિયંત્રણ પદ્ધતિ પાછળ રહેલો પરિસ્થિતિકીય સિદ્ધાંત એ વસવાટમાં વસ્તીનું નિયંત્રણ એ ઉપભોક્તાની ક્ષમતા પર આધારિત છે. ઉદાહરણ તરીકે ગેમ્બસિયા માછલી એ મચ્છરના ડિભનો શિકાર કરે છે અને મેલેરિયાનું જૈવિક નિયંત્રણ કરે છે.

પ્રશ્ન 9.
નીચેના વચ્ચેનો તફાવત આપો.
(a) શીતનિદ્રા અને ગ્રીષ્મનિદ્રા
(b) બાહ્યઉખી અને અંતઃઉખી
ઉત્તર:
(a)

શીતનિદ્રા ગ્રીષ્મનિદ્રા
(1) શિયાળા દરમિયાન જોવા મળતી સમસ્યાઓને ટાળવા પ્રાણીઓ શીતનિદ્રામાં જાય છે. (1) ઉનાળા સંબંધિત સમસ્યાઓને ટાળવા પ્રાણીઓ ગ્રીષ્મનિદ્રામાં જાય છે.
(2) તે સંપૂર્ણ શિયાળા દરમિયાન જોવા મળે છે. (2) તેનો સમયગાળો ટૂંકો હોય છે.
(3) શીતનિદ્રા ઉષ્ણ રુધિરવાળા અને શીત રુધિરવાળા એમ બન્ને પ્રાણીઓમાં જોવા મળે છે. (3) ગ્રીષ્મનિદ્રા શીતરુધિરવાળા પ્રાણીઓમાં જોવા મળે છે.
(4) ઉદાહરણ : રીંછ, ખિસકોલી. (4) ઉદાહરણ : ગોકળગાય, માછલીઓ.

(b)

બાહ્યઉષ્મી અંતઃઉષ્મી
(1) આ પ્રાણીઓ શીતરુધિર ધરાવતા પ્રાણીઓ તરીકે ઓળખાયછે. (1) આ પ્રાણીઓ ઉષ્ણ રુધિર ધરાવતા પ્રાણીઓ તરીકે ઓળખાય છે.
(2) આ પ્રાણીઓ શરીરના તાપમાન માટે બાહ્ય સ્રોતો પર આધાર રાખે છે. (2) તેઓ પર્યાવરણથી સ્વતંત્ર પોતાનું તાપમાન જાળવી રાખેછે.
(3) શરીરનું તાપમાન સમયાંતરે બદલાતું રહે છે. (3) શરીરનું તાપમાન સતત જળવાઈ રહે છે.
(4) આ પ્રાણીઓનું ભૌગોલિક રીતે વિતરણ ઓછું જોવા મળે છે. (4) આ પ્રાણીઓનું ભૌગોલિકવિતરણ વધુ છે.
(5) આ પ્રાણીઓનો ચયાપચય દરનીચો હોય છે. (5) આ પ્રાણીઓનો ચયાપચય દર ઊંચો હોય છે.
(6) ઉદાહરણ : ઉભયજીવી, સરિસૃપ. (6) ઉદાહરણ પક્ષીઓ, સસ્તનો.

GSEB Solutions Class 12 Biology Chapter 13 સજીવો અને વસ્તી

પ્રશ્ન 10.
ટૂંકનોંધ લખો.
(a) મરુ (રણમાં ઊગતી) વનસ્પતિઓ અને પ્રાણીઓનાં અનુકૂલનો
(b) જળ-અછત (પાણીની અછત) સામે વનસ્પતિઓનાં અનુકૂલનો
(c) પ્રાણીઓમાં વ્યાવહારિક અનુકૂલનો
(d) વનસ્પતિઓમાટે પ્રકાશનું મહત્ત્વ
(e) તાપમાન અને જળ-અછતની અસર તથા પ્રાણીઓનાં અનુકૂલનો
ઉત્તર:
(a) મરુ (રણમાં ઊગતી) વનસ્પતિઓ અને પ્રાણીઓના અનુકૂલનોઃ રણની વનસ્પતિઓ તેમનાં પર્ણોની સપાટી પર જાડું ક્યુટિકલ ધરાવે છે અને બાષ્પોત્સર્જન દ્વારા થતો પાણીનો વ્યય ઘટાડવા તેમના પર્ણો ઊંડા ગર્તામાં ગોઠવાયેલા છે. તેઓ વિશિષ્ટ પ્રકાશસંશ્લેષી માર્ગ (CAM) પણ ધરાવે છે. જે દિવસના સમય દરમિયાન તેમના પર્ણો બંધ રાખવા યોગ્ય બનાવે છે. કેટલીક ફાફડાથોર જેવી રણની વનસ્પતિઓ પર્ણો ધરાવતી નથી. તેઓ રૂપાંતરિત થઈ કંટકોમાં ફેરવાઈ જાય છે. પ્રકાશસંશ્લેષણનું કાર્યચપટા પ્રકાંડ દ્વારા પરિપૂર્ણ કરવામાં આવે છે.

(b) જળ-અછત (પાણીની અછત) સામે વનસ્પતિઓનાં અનુકૂલનો જળ-અછત સામે વનસ્પતિઓ વિવિધ પ્રકારનાં અનુકૂલનો ધરાવે છે. તેવી વનસ્પતિમાં અધિસ્તરની પ્રવેશશીલતા ક્ષમતા ઓછી હોય છે. વાયુરંધ્રો અને ક્યુટિકલ એ ઉસ્વેદનનો દર ઘટાડી પાણીનો બચાવ કરે છે. તેમજ તેમનાં મૂળ જમીનમાં ઊંડે સુધી વિસ્તરેલા હોય છે. જેથી પાણીનું શોષણ કરી શકે. અમુક વનસ્પતિ (ઑર્કિડ, વિશિષ્ટ પ્રકારના હવાઈ મૂળ વિકસાવે છે જે વાતાવરણમાંથી ભેજનું શોષણ કરે છે.

(c) પ્રાણીઓમાં વ્યાવહારિક અનુકૂલનો ઃ સજીવ તણાવપૂર્ણ નિવાસસ્થાનમાંથી હંગામી ધોરણે સ્થળાંતરિત થઈ વધુ અનુકૂળ વિસ્તારમાં જતા રહે છે. જેનું શ્રેષ્ઠ ઉદાહરણ સાઇબેરિયન બગલા છે. શિયાળા દરમિયાન સાઇબેરિયન બગલા ભારતમાં આવે છે અને શિયાળાના અંતે તેઓ પોતાના જે-તે સ્થળે પાછા જતા રહે છે.

(d) વનસ્પતિઓ માટે પ્રકાશનું મહત્ત્વઃ વનસ્પતિઓ પ્રકાશસંશ્લેષણ દ્વારા ખોરાક બનાવે છે. આ એવી પ્રક્રિયા છે કે જે ઊર્જાના સ્રોત સ્વરૂપે પ્રકાશ ઉપલબ્ધ હોય ત્યારે જ શક્ય હોય છે. એટલા માટે જ આપણે સજીવ જીવન માટે વિશેષરૂપથી સ્વયંપોષીઓ માટે પ્રકાશની મહત્ત્વતાને ત્વરિત રીતે સમજી શકીએ છીએ. જંગલોમાં વિકાસ પામતી નાની વનસ્પતિઓની ઘણી જાતિઓ ખૂબ જ ઓછા પ્રકાશવાળી પરિસ્થિતિઓમાં ઈષ્ટતમ પ્રકાશસંશ્લેષણ કરવા માટે અનુકૂલિત થયેલા હોય છે. કારણ કે, તેઓ સતત ઊંચાં વૃક્ષોની છત્રછાયામાં જ રહે છે. ઘણી વનસ્પતિઓ પણ પુષ્પોભવ માટે તેમની પ્રકાશઅવધિ આવશ્યકતાની પૂર્તતા માટે સૂર્યપ્રકાશ પર નિર્ભર રહેતી હોય છે.

(e) તાપમાન અને જળ-અછતની અસર તથા પ્રાણીઓનાં અનુકૂલનો ઃ તાપમાન અને જળ-અછત જેવી પરિસ્થિતિમાં પ્રાણીઓ વિવિધ પ્રકારનાં અનુકૂલનો દર્શાવે છે. મોટા ભાગનાં પ્રાણીઓ તેમની ત્વચા પર ભીંગડા ધરાવે છે જે પાણીને ગુમાવવાની પ્રક્રિયાને અટકાવે છે. અમુક પ્રાણીઓ યુરિક ઍસિડ સ્વરૂપે મૂત્રનો ત્યાગ કરે છે. સરિસૃપ વર્ગનાં પ્રાણીઓ બાહ્ય પર્યાવરણને અનુસરી તેમના શરીરનું તાપમાન જાળવે છે.

પ્રશ્ન 11.
વિવિધ અજેવિક પર્યાવરણીય પરિબળોની યાદી બનાવો.
ઉત્તર:
પ્રકાશ, પવન, પાણી, તાપમાન, જમીન બંધારણ, pH ખનીજતત્ત્વો વગેરે.

પ્રશ્ન 12.
નીચેનામાટે ઉદાહરણ આપો?
(a) અંતઃઉષ્મીયપ્રાણીઓ
(b) બાહ્યઉષ્મીયપ્રાણીઓ
(c) પાણીના તળિયે જોવા મળતા સજીવો(નિઃતલસ્થ સજીવો)
ઉત્તર:
(a) મનુષ્ય (સસ્તન)
(b) દેડકો (ઉભયજીવી)
(c) તારામાછલી

પ્રશ્ન 13.
વસ્તી અને સમુદાયવ્યાખ્યાયિત કરો.
ઉત્તર:

 1. વસ્તી વસ્તીએ ચોક્કસ જાતિઓનો સમૂહ છે જે આંતરપ્રજનન કરે છે.
 2. સમુદાય : સમુદાય એ આંતરક્રિયા કરતા સજીવોનો સમૂહ છે. પર્યાવરણના એકસરખાસ્રોતો માટે ભાગીદારી કરે છે.

પ્રશ્ન 14.
નીચેના શબ્દો વ્યાખ્યાયિત કરો અને દરેકનું એક-એક ઉદાહરણ આપો.
(a) સહભોજિતા
(b) પરોપજીવન
(c) રંગઅનુકૃતિ
(d) સહોપકારિતા
(e) આંતરજાતીય સ્પર્ધા
ઉત્તર:
(a) સહભોજિતા આ એવી આંતરક્રિયા છે કે જેમાં એક જાતિને લાભ થાય છે તથા બીજી જાતિને ન તો હાનિ કે ન તો લાભ થાય છે. આંબાની ડાળી પર પરરોહી તરીકે ઊગતી ઑર્કિડ સહભોજિતાનું ઉદાહરણ છે.

(b) પરોપજીવનઃ આ એવી આંતરક્રિયા છે કે જેમાં એક સજીવ એ પોતાના ફાયદા માટે બીજા સજીવ પર જીવન ગુજારે છે. જેમાં પરોપજીવીને ફાયદો થાય છે અને યજમાનને નુકસાન થાય છે. દા.ત., મનુષ્યો પર જૂઓનો સમૂહ અને કૂતરાઓ પરબળાઈઓ.

(c) રંગઅનુકૃતિ : રંગઅનુકૃતિમાં કેટલીક જાતિઓ પરભક્ષી દ્વારા સહેલાઈથી ઓળખાઈ જવાથી બચવા માટે રહસ્યમય રીતે રંગીન હોય છે. દા.ત., કીટકો અને દેડકાંઓ.

(d) સહોપકારિતા : આ આંતરક્રિયાથી પરસ્પર ક્રિયા કરતી બંને જાતિઓને લાભ થાય છે. લાઇકેન એ ફૂગ અને પ્રકાશસંશ્લેષણ કરતી લીલ અને સાયનો બૅક્ટરિયાની વચ્ચેના ગાઢ સોપકારી સંબંધનું પ્રતિનિધિત્વ કરે છે.

(e) આંતરજાતીય સ્પર્ધા : નિવસનતંત્રમાં આંતરજાતીય સ્પર્ધા એ સ્પર્ધાનું એવું સ્વરૂપ છે કે જેમાં વિવિધ જાતિના સજીવો એકસરખા સ્રોતો માટે ભાગીદારી કરે છે. જેમ કે ખોરાક કે રહેઠાણ માટેની જગ્યા.

GSEB Solutions Class 12 Biology Chapter 13 સજીવો અને વસ્તી

પ્રશ્ન 15.
ઉચિત નામનિર્દેશિત આકૃતિની મદદથી સંભાવ્ય વૃદ્ધિચક્ર (curve)નું વર્ણન કરો.
ઉત્તર:
GSEB Solutions Class 12 Biology Chapter 13 સજીવો અને વસ્તી 1
પ્રકૃતિમાં કોઈ પણ વસ્તીની પાસે એટલા અમર્યાદિત સ્રોતો નથી હોતાકેચરઘાતાંકીયવૃદ્ધિ થતી રહે.

તેના કારણે મર્યાદિત સ્રોતો માટે વ્યક્તિગત સજીવો વચ્ચે હરીફાઈ થાય છે. આખરે, યોગ્યતમ વ્યક્તિગત સજીવ જીવિત રહેશે તથા પ્રજનન કરશે.

ઘણા દેશોની સરકારોને પણ આ હકીકત સમજાઈ છે અને માનવવસ્તીવૃદ્ધિને મર્યાદિત કરવા માટે વિવિધ પ્રતિબંધો દાખલ કર્યા છે.

પ્રકૃતિમાં આપેલ નિવાસસ્થાનની પાસે મહત્તમ સંભાવ્ય સંખ્યાના પાલનપોષણ માટે પૂરતા સ્ત્રોતો હોય છે, તેનાથી આગળ વધારે વૃદ્ધિસંભવ નથી.એ નિવાસસ્થાનમાં એ જાતિ માટે આ મર્યાદાને પ્રકૃતિની વહનક્ષમતા carrying capacity (K) કહે છે.

કોઈ પણ નિવાસસ્થાનમાં મર્યાદિત સ્રોતોની સાથે વૃદ્ધિ પામતી વસ્તી શરૂઆતમાં ધીમી વૃદ્ધિ-અવસ્થા દર્શાવે છે, ત્યાર બાદ તેને અનુસરી ઝડપી વૃદ્ધિ-અવસ્થા તથા મંદ વૃદ્ધિ-અવસ્થા અને છેવટે સ્થાયી વૃદ્ધિ-અવસ્થાઓ આવે છે, જ્યારે વસ્તીગીચતા તેની વહન-ક્ષમતા સુધી પહોંચી જાય છે ત્યારે વસ્તીગીચતા (N)ને સમય (1)ની સાપેક્ષે આલેખિત કરતાં તેની ફલશ્રુતિએ સિગ્મોઈડ-S આકારનોવક્રમળે છે. આ પ્રકારની વસ્તીવૃદ્ધિને વિહુસ્ટ-પર્લસંભાવ્યવૃદ્ધિ Verhulst-Pearl Logistic Growth કહે છે.

તે નીચેના સમીકરણ દ્વારા વર્ણવિત છેઃ
\(\frac{d \mathrm{~N}}{d t}\) = rN(\(\frac{\mathrm{K}-\mathrm{N}}{\mathrm{K}}\))
જ્યાં, N = સમયે વસ્તીગીચતા
r = પ્રાકૃતિક વધારાનો આંતરિકદર
K = વહનક્ષમતા

મોટા ભાગની પ્રાણી-વસ્તીઓમાં વૃદ્ધિ માટે સ્રોતો મર્યાદિત છે અને જલદીથી કે પછીથી મર્યાદિત થવાવાળા હોય છે. આથી સંભાવ્ય વૃદ્ધિ મોડેલને વધુ વાસ્તવિકમૉડેલ માનવામાં આવે છે.

પ્રશ્ન 16.
વાક્યપસંદ કરો કે જેપરોપજીવનને સારી રીતે સમજાવે છે.
(a) એક સજીવને લાભ થાય છે.
(b) બંને સજીવોને લાભ થાય છે.
(c) એક સજીવને લાભ થાય છે, બીજું અસર પામતું નથી (અપ્રભાવિત-notaffected).
(d) એકસજીવને લાભ થાય છે, બીજું અસર પામે છે (પ્રભાવિત-affected).
ઉત્તર:
(d) એક સજીવને લાભ થાય છે, બીજું અસર પામે છે (પ્રભાવિત affected).

પ્રશ્ન 17.
વસ્તીની કોઈ પણ ત્રણ મહત્ત્વપૂર્ણ વિશેષતાઓની યાદી બનાવો અને સમજાવો.
ઉત્તર:

 1. ગીચતાઃ કોઈ પણ જાતિ માટે વસ્તીનું કદ એ સ્થિર માપદંડનથી. તે સમયે-સમયે બદલાતું રહે છે, જે આહારની ઉપલબ્ધિ, પરભક્ષણ પ્રભાવ અને વિપરિત હવામાન સમાવેશિત વિવિધ પરિબળો પર આધાર રાખે છે. આ પરિબળોથી વસ્તીની ગીચતામાં વધ-ઘટ થાય છે.
 2. જન્મદરઃ વસ્તીમાં આપેલ સમયગાળા દરમિયાન જન્મ પામતા સજીવોની સંખ્યા.
 3. મૃત્યુદરઃ આપેલ સમયગાળા દરમિયાન વસ્તીમાં મૃત્યુ પામતા સજીવોની સંખ્યા.

GSEB Class 12 Biology સજીવો અને વસ્તી NCERT Exemplar Questions and Answers

(બહુવિકલ્પ પ્રશ્નો (MCQs)

પ્રશ્ન 1.
ઓટઇકોલોજી શબ્દ શેના માટે યથાર્થ છે?
(A) વિષમજાત વસ્તીનો તેના પર્યાવરણ સાથેનો સંબંધ
(B) સજીવનો તેના પર્યાવરણ સાથેનો સંબંધ
(C) સમાજનો તેના પર્યાવરણ સાથેનો સંબંધ
(D) જૈવવિસ્તારનો તેના પર્યાવરણ સાથેનો સંબંધ
જવાબ
(B) સજીવનો તેના પર્યાવરણ સાથેનો સંબંધ
ઓટઇકોલૉજી એ જે-તે સજીવનો સ્વતંત્ર રીતે તેના પર્યાવરણ સાથેનો સંબંધ છે. વસ્તી અથવા સમુદાય અને તેના પર્યાવરણ સાથેનો સંબંધ સાયનેકોલૉજી કહેવાય છે.

પ્રશ્ન 2.
ઇકોટોન (Ecotone) એટલે શું?
(A) પ્રદૂષિત વિસ્તાર
(B) તળાવનું તળિયું
(C) બે સમાજ વચ્ચેનો સંક્રાંતિ પ્રદેશ
(D) વિકાસશીલ સમાજનો પ્રદેશ
જવાબ
(C) બે સમાજ વચ્ચેનો સંક્રાંતિ પ્રદેશ
ઇકોટોન બે સમાજ વચ્ચેનો સંક્રાંતિ પ્રદેશ છે. જ્યાં બે સમાજ મળે છે અને સંકલન સાધે છે. તે સાંકડો અથવા વિશાળ હોઈ શકે છે. એક વિસ્તૃત વિસ્તારમાં બંને સમાજના ધીમે-ધીમે સંમિશ્રણ તરીકે એક ઇકોટોન જમીન પર દેખાઈ શકે છે અથવા તે પોતાની જાતને તીવ્ર સરહદ રેખા તરીકે પ્રગટ કરી શકે છે.

પ્રશ્ન 3.
જૈવ-પરિઆવરણ એટલે શું?
(A) નિવસનતંત્રમાંનો ઘટક
(B) ભૂમિમાં વનસ્પતિઓની હાજરીથી બનેલ વિસ્તાર
(C) બાહ્ય અવકાશમાં રહેલ જીવન
(D) પૃથ્વી પર આવેલા બધા સજીવો જેઓ તેમના ભૌતિક પરિઆવરણ સાથે પારસ્પરિકતા દર્શાવે છે.
જવાબ
(D) પૃથ્વી પર આવેલા બધા સજીવો જેઓ તેમના ભૌતિક પરિઆવરણ સાથે પારસ્પરિકતા દર્શાવે છે.
જીવાવરણ એ પૃથ્વી પર આવેલા બધા જ સજીવોથી બનેલું છે. જે એકબીજા સાથે ભૌતિક રીતે પર્યાવરણીય આંતરક્રિયા દર્શાવે છે. બીજા શબ્દોમાં કહીએ તો જીવાવરણ શબ્દ એ પૃથ્વી પર બધા જ નિવસનતંત્ર ભેગા દર્શાવવા માટે વપરાય છે.

GSEB Solutions Class 12 Biology Chapter 13 સજીવો અને વસ્તી

પ્રશ્ન 4.
પરિસ્થિતિકીયવસવાટ(niche) એટલે શું?
(A) દરિયાનો સપાટીય વિસ્તાર
(B) પરિસ્થિતિકીય સાનુકૂલિત પ્રદેશ
(C) સમાજમાં જાતિની કાર્યકારી ભૂમિકા અને ભૌતિકસ્થિતિ
(D) તળાવના તળિયે આવેલી વનસ્પતિઓ અને પ્રાણીઓનાં બધા સ્વરૂપો
જવાબ
(C) સમાજમાં જાતિની કાર્યકારી ભૂમિકા અને ભૌતિકસ્થિતિ
પરિસ્થિતિકીય વસવાટ એ સમાજમાં જે-તે જાતિનું ભૌતિકસ્થાન અને તેની કાર્યકારી ભૂમિકા છે.

પ્રશ્ન 5.
એલનના નિયમ પ્રમાણે, શીત હવામાનમાં આવેલાં સસ્તનોઃ
(A) ટૂંકા કાન અને લાંબાં ઉપાંગો ધરાવે છે.
(B) લાંબા કાન અને ટૂંકાં ઉપાંગો ધરાવે છે.
(C) લાંબા કાન અને લાંબાં ઉપાંગો ધરાવે છે.
(D) ટૂંકા કાન અને ટૂંકા ઉપાંગો ધરાવે છે.
જવાબ
(D) ટૂંકા કાન અને ટૂંકાં ઉપાંગો ધરાવે છે.
એલનના નિયમ અનુસાર ઠંડી આબોહવાયુક્ત વિસ્તારના સસ્તન પ્રાણીઓ સામાન્ય રીતે ઉષ્માનો વ્યય ઘટાડવા ટૂંકા કાન અને ટૂંકા ઉપાંગો ધરાવે છે.

પ્રશ્ન 6.
દરિયાની ક્ષારતા (ક્ષાર સંકેન્દ્રણ)નું માપન હજારના એક ભાગ (parts per thousand) પ્રમાણે કેટલું છે?
(A) 10 – 15
(B) 30 – 70
(C) 0 – 5
(D) 30 – 35
જવાબ
(D) 30 – 35.
તાપમાન અને પાણી એ અગત્યના અજૈવિક પરિસ્થિતિકીય પરિબળ છે. સમુદ્રના નિવસનતંત્રમાં, સજીવોને પાણી સંબંધિત મુશ્કેલી જેવી કે pH, પાણીમાં ક્ષારતાનું પ્રમાણ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. દરિયામાં હજારનાં એક ભાગ પ્રમાણે ક્ષારતાનું માપન 30-35 છે.

પ્રશ્ન 7.
ઉષ્ણકટિબંધીય જંગલોના નિર્માણમાં વાર્ષિક તાપમાન અને સરેરાશ વાર્ષિક વરસાદ કેટલું હોય છે?
(A) 18 – 25°C અને 150-400 cm
(B) 5 – 15°Cઅને 50-100 cm
(C) 30 – 50°C અને 100-150 cm
(D) 5 – 15°C અને 100-200 cm
જવાબ
(A) 18 – 25°Cઅને 150-400 cm
ઉષ્ણકટિબંધીય જંગલના નિર્માણ માટે 18 – 25°C જેટલું વાર્ષિક તાપમાન અને 140 cm કરતા વધુ વાર્ષિક વરસાદ જે 150 – 400 cm વચ્ચે જોવા મળે છે અને અમુક વખતે 1000 cm વર્ષ સુધી પહોંચે છે. આ જંગલો મોટેભાગે વિષુવવૃત્તીય પ્રદેશો જેવા કે એમેઝોન સેન્ટ્રલ અમેરિકા અને આફ્રિકામાં જોવા મળે છે.

પ્રશ્ન 8.
નીચે આપેલમાંથી જંગલની કઈ વનસ્પતિઓ ભૂસ્તરીય કક્ષાએ પ્રકાશની સ્થિતિનું નિયંત્રણ કરે છે?
(A) મહાકાયલતાઓ અને વેલાઓ
(B) ભુપો
(C) ઊંચાં વૃક્ષો
(D) છોડ
જવાબ
(C) ઊંચાં વૃક્ષો

 • જંગલોમાં ઊંચાં વૃક્ષો એ ભૂસ્તરીય કક્ષાએ પ્રકાશની સ્થિતિને નિયંત્રિત કરે છે. જંગલોમાં વિકાસ પામતા છોડ અને ક્ષુપ એ ઊંચાં વૃક્ષોની છત્રછાયામાં જ રહે છે.
 • આરોહી વનસ્પતિઓ એ ઊંચાં વૃક્ષો સાથે સહભોજિતા દર્શાવે છે.

પ્રશ્ન 9.
જો જંગલમાં સારી રીતે ઊગતા છોડને જંગલની બહાર ઉધાનમાં ઉગાડવામાં આવે તો શું થશે?
(A) તે સામાન્ય વૃદ્ધિ પામશે.
(B) તે સારી રીતે વૃદ્ધિ પામશે. કારણ કે તેઓને સમાન વિસ્તારમાં ઉગાડવામાં આવ્યા છે.
(C) તે જીવિત ન રહે. કારણ કે તેની સૂક્ષ્મ આબોહવામાં પરિવર્તન
થાય છે.
(D) તે ઘણી સારી રીતે ઊગે છે. કારણ કે તે વધારે સૂર્યપ્રકાશ પ્રાપ્ત કરે છે.
જવાબ
(C) તે જીવિત ન રહે. કારણ કે તેની સૂક્ષ્મ આબોહવામાં પરિવર્તન થાય છે.
જંગલના નિવસનતંત્રમાં ઊંચાં વૃક્ષો એ પ્રકાશની સ્થિતિને નિયંત્રણ કરે છે. જેમ કે પ્રકાશની તીવ્રતા, સમયગાળો અને ગુણવત્તા. જંગલમાં વિકાસ પામતા છોડને ઓછા સમય માટે, ઓછી તીવ્રતાવાળો પ્રકાશ મળે છે. પરંતુ જ્યારે તેને તેના પ્રાકૃતિક સ્થાનથી બીજે સ્થળાંતરિત કરવામાં આવે તો ત્યાં તેના સૂક્ષ્મ આબોહવામાં બદલાવ આવશે તેથી તે ટકી શકશે નહીં.

પ્રશ્ન 10.
જો એક માધ્યમમાં 50 પેરામિશિયમ છે. તે એક કલાક પછી વધીને 150 થાય છે, તો તેની વસ્તીનો વૃદ્ધિદરકેટલો ગણાય?
(A) 50 પ્રતિ કલાક
(B) 200 પ્રતિ કલાક
(C) 5 પ્રતિ કલાક
(D) 100 પ્રતિ કલાક
જવાબ
D) 100 પ્રતિ કલાક
જૈવિકક્ષમતા એ વસ્તીની કુદરતી ક્ષમતા છે જેમાં તે અનુકૂળ પરિસ્થિતિમાં પોતાની સંખ્યામાં વધારો કરે છે. એક કલાક બાદ પેરામિશિયમની વૃદ્ધિ 100 પ્રતિ કલાક જોવા મળે છે. એટલે કે એક પેરામિશિયમ દ્વારા બે પેરામિશિયમ ઉત્પન્ન થાય છે.

GSEB Solutions Class 12 Biology Chapter 13 સજીવો અને વસ્તી

પ્રશ્ન 11.
પ્રશ્ન નં. 10ને અનુલક્ષીને આપવામાં આવેલ વસ્તી માટે વૃદ્ધિ ટકાવારીકે જન્મદર પ્રત્યેક સજીવપ્રત્યેક કલાકે કેટલો હશે?
(A) 100
(B) 200
(C) 50
(D) 150
જવાબ
(B) 200
વૃદ્ધિદર 200 % હશે. કારણ કે એક સજીવ એ એક સમયે બીજા બે સજીવોને ઉત્પન્ન કરે છે.

પ્રશ્ન 12.
એક વસ્તીમાં વયોવૃદ્ધ વ્યક્તિઓ કરતાં તરણ વ્યક્તિઓનું પ્રમાણ તુલનાત્મક રીતે વધારે છે, તો કેટલાંક વર્ષો પછી વસ્તીની સ્થિતિ કેવી હશે?
(A) તે ઘટશે.
(B) તે સ્થાયી થશે.
(C) તેમાં વધારો થશે.
(D) તે પહેલાં ઘટશે અને પછી સ્થાયી થશે.
જવાબ
(C) તેમાં વધારો થશે.
વસ્તીમાં વ્યક્તિઓની સંખ્યામાં તફાવત એ વસ્તીગીચતા અને વસ્તીકર તરીકે વ્યક્ત કરવામાં આવે છે. વયોવૃદ્ધ વ્યક્તિઓ કરતાં વધુ તરુણ વ્યક્તિઓની વસ્તી એ ભવિષ્યમાં હકારાત્મક વૃદ્ધિ દર્શાવે છે. અમુક વર્ષો પછી વસ્તી વધશે.

પ્રશ્ન 13.
આપણા દેશના રાષ્ટ્રીય ઉધાનો અને અભયારણ્યોમાં વાઘની વસ્તી
ગણતરી માટેના માપદંડો કેવા છે?
(A) માત્ર પંજાનાં નિશાનો
(B) પંજાનાં ચિહ્નો અને મળની ગુટિકાઓ
(C) માત્ર મળની ગુટિકાઓ
(D) વાસ્તવિક શીર્ષની ગણતરી
જવાબ
(B) પંજાનાંચિહ્નો અને મળની ગુટિકાઓ
આપણા દેશના રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યોમાં વાઘની વસ્તી ગણતરી તેના પગલાંની નિશાનીઓ તથા મળગુટિકાઓને આધારે થાયછે.

પ્રશ્ન 14.
આપેલ વસવાટમાં વસ્તી ઘનતા ઘટવા માટે નીચે આપેલ પૈકી કયું એક આવશ્યક છે?
(A) જન્મદર > મૃત્યુદર
(B) અંતઃસ્થળાંતર > બહિસ્થળાંતર
(C) મૃત્યુદર અને બહિસ્થળાંતર
(D) જન્મદર અને અંતઃસ્થળાંતર
જવાબ
(C) મૃત્યુદર અને બહિસ્થળાંતર
મૃત્યુદર અને બહિસ્થળાંતરણ એ વસ્તીગીચતામાં ઘટાડો કરે છે. જયારે જન્મદર એ મૃત્યુદર કરતાં વધારે હોય અને અંત:સ્થળાંતરણનો દર વધારે હોય ત્યારે વસ્તીગીચતામાં વધારો થાય છે.

પ્રશ્ન 15.
એક પ્રજીવ દ્વિભાજન દ્વારા પ્રજનન પામે છે. છ (6) પેઢી પછી તે વસ્તીમાં પ્રજીવની સંખ્યા કેટલી હશે?
(A) 128
(B) 24
(C) 54
(D) 32
જવાબ
(C) 64

 • દ્વિભાજન એ પ્રજીવ દ્વારા થતું અલિંગી પ્રજનન છે. જેમાં એક પિતૃમાંથી બે બાળ પ્રજીવનિર્માણ પામે છે.

GSEB Solutions Class 12 Biology Chapter 13 સજીવો અને વસ્તી 2

 • આમ, છપેઢી પછી 64પ્રજીવ જોવા મળશે.

પ્રશ્ન 16.
2005 દરમિયાન, દેશમાં વસતાં 14 મિલિયન લોકો પૈકી 0.028 જખ્યા અને 0.008 મૃત્યુ પામ્યા. વસ્તી વધારાનાં સમીકરણનો ઉપયોગ કરીને 2015માં કેટલા લોકો હશે તેનીધારણાશી હોઈ શકે?
(A) 25 મિલિયન
(B) 17 મિલિયન
(C) 20 મિલિયન
(D) 18મિલિયન
જવાબ
(B) 17 મિલિયન
\(\frac{d \mathrm{~N}}{d t}\) = (b – d) × N
\(\frac{d \mathrm{~N}}{10}\) = (0.02 – 0.008) × 14 (0.020) × 14
\(\frac{d \mathrm{~N}}{10}\) = 28
dN = 28 × 10
dN = 2.8
= 14 મિલિયન +2.8 મિલિયન
= 16.8મિલિયન=17મિલિયન

GSEB Solutions Class 12 Biology Chapter 13 સજીવો અને વસ્તી

પ્રશ્ન 17.
એમેન્સાલિઝમ (પ્રતિજૈવિકતા)માં બે જાતિઓ વચ્ચે શું જોવા મળે છે?
(A) એકજાતિને નુકસાન થાય અને બીજી જાતિને ફાયદો થાય.
(B) એક જાતિને નુક્સાન થાય અને બીજી જાતિને કોઈ ફરક ન પડે.
(C) એક જાતિને ફાયદો થાય અને બીજી જાતિને કોઈ ફરક ન પડે.
(D) બંને જાતિને નુકસાન થાય.
જવાબ
(B) એક જાતિને નુકસાન થાય અને બીજી જાતિને કોઈ ફરક ન પડે.
એમેન્સાલિઝમ (પ્રતિજૈવિકતા)માં બે જાતિઓમાંથી એક જાતિ નુકસાનીગ્રસ્ત હોય છે. જ્યારે અન્ય અસરગ્રસ્ત થતી નથી. ઉદાહરણ તરીકે પેનિસિલિયમ ફૂગ અને અમુક ગ્રામ પોઝિટીવ બૅક્ટરિયા.

પ્રશ્ન 18.
લાઇકેનકોના વચ્ચેનું સહવાસદશાવિછે?
(A) બૅક્ટરિયા અને ફૂગ
(B) લીલ અને બૅક્ટરિયા
(C) ફૂગ અને લીલ
(D) ફૂગ અને વાઇરસ
જવાબ
(C) ફૂગ અને લીલ
લાઈકેન એ ફૂગ અને લીલ વચ્ચેના ગાઢ સોપકારી સંબંધનું પ્રતિનિધિત્વ કરે છે.

પ્રશ્ન 19.
નીચે આપેલપૈકી કયું એક અંશતઃ મૂળપરોપજીવી છે?
(A) ચંદનનું વૃક્ષ
(B) મિસલેટો
(C) ઓરોબેન્કી
(D) ગેનોડર્મા
જવાબ
(A) ચંદનનું વૃક્ષ

પ્રશ્ન 20.
નીચે આપેલ પૈકી કયો એક સજીવ જીવનકાળમાં એક જ વખત લિંગી પ્રજનન દશવિ છે?
(A) કેળ
(B) આંબો
(C) ટામેટા
(D) નીલગિરિ
જવાબ
(A) કેળા
મોનોકાર્પિક વનસ્પતિ એવી વનસ્પતિ છે કે જેમાં તેમના સમગ્ર જીવન દરમિયાન એક જ વાર પુષ્પનિર્માણ થાય છે. કેળ એ મોનોકાર્પિક છે. માટે તે તેના જીવનમાં ફક્ત એક જ વાર લિંગી પ્રજનન કરે છે.

અતિ ટૂંકજવાબી પ્રશ્નો (VSQs)

પ્રશ્ન 1.
જાતિ જે તાપમાનના નાના ગાળા પ્રત્યે સહિષ્ણુતા ધરાવે છે, તેને ……………… કહે છે.
ઉત્તર:
સ્ટીનોથર્મલ કે તનુતાપી સજીવો. તાપમાન એ સજીવની આધારભૂત ચયાપચય ક્રિયાવિધિ અને અન્ય દેહધાર્મિક કાર્યોને પ્રભાવિત કરે છે. થોડાક જ સજીવો તાપમાનની વ્યાપક ક્ષેત્રમર્યાદાને સહન કરી શકે છે અને વૃદ્ધિ પામે છે તેમને યુરીથર્મલ કે પૃથુતાપી કહે છે પરંતુ તેમનામાંથી મોટાભાગના તાપમાનના નાના ગાળા પ્રત્યે સહિષ્ણુતા ધરાવે છે તેમને સ્ટીનોથર્મલ કેતનતાપી સજીવો કહે છે.

પ્રશ્ન 2.
પૃથતાપી (Eurythermic) જાતિ એટલે શું?
ઉત્તર:
પૃથુતાપી જાતિઓ એવી જાતિઓ છે કે જે તાપમાનની વ્યાપક ક્ષેત્રમર્યાદાને સહન કરી શકે છે અને વૃદ્ધિ પામે છે.

પ્રશ્ન 3.
જાતિ કે જે વ્યાપક ગાળાની ક્ષારતા પ્રત્યે સહિષ્ણુતા ધરાવે છે, તેને …………………….. કહે છે.
ઉત્તર:

 • યુરીહેલાઇન જાતિઓ.
 • પાણી એ સજીવના જીવનને અસર કરતું અગત્યનું અજૈવિક પરિબળ છે. જલીય સજીવો માટે પાણીની ગુણવત્તા જેમ કે રાસાયણિક સંગઠન, pH, ક્ષારોની સાંદ્રતા વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને જે જાતિ આવી ક્ષારતાની વ્યાપક ગાળાની સહિષ્ણુતા ધરાવે છે તેને યુરીહેલાઇન જાતિઓ કહે છે.

પ્રશ્ન 4.
તનુક્ષારી(stenohaline) જાતિની વ્યાખ્યા આપો.
ઉત્તર:
સ્ટીનોહેલાઇન જાતિઓ એ છે કે જે ક્ષારતાની ઓછી ક્ષેત્રમર્યાદા પૂરતી સીમિત રહે છે.

પ્રશ્ન 5.
બે જાતિવચ્ચેની આંતરક્રિયાને શું કહે છે?
ઉત્તર:
બે જાતિઓ વચ્ચે જોવા મળતી આંતરક્રિયાને આંતરજાતીય પારસ્પરિક પ્રક્રિયા કહે છે. આવી ક્રિયાઓ એક કે બંનેને લાભદાયી, ઇજાદાયી તટસ્થ હોઈ શકે.

GSEB Solutions Class 12 Biology Chapter 13 સજીવો અને વસ્તી

પ્રશ્ન 6.
સહભોજિતા એટલે શું?
ઉત્તર:
સહભોજિતા એ એવી આંતરક્રિયા છે કે જેમાં એક જાતિને લાભ થાય છે તથા બીજી જાતિ બિનઅસરગ્રસ્ત રહે છે. ઉદાહરણ તરીકે આંબાની ડાળી પર પરરોહી તરીકે ઊગતી ઑર્કિડ.

પ્રશ્ન 7.
‘એક જાતિ વિષ પદાર્થનું નિર્માણ કરે છે અથવા પરિઆવરણ સ્થિતિને અન્ય જાતિ માટે હાનિકારક બનાવે છે. આવા સહસંબંધને શું કહે છે?
ઉત્તર:
પરોપજીવી એવો સહસંબંધ છે કે જેમાં એક જાતિ વિષ પદાર્થ ઉત્પન્ન કરે છે અથવા તો પર્યાવરણીય પરિસ્થિતિને અનુસરીને પરિવર્તન લાવે છે જે બીજી જાતિ માટે હાનિકારક હોય છે. ઉદાહરણ તરીકે પ્લાઝમોડિયમ અને અમીબા મનુષ્યના શરીરની અંદર રહીને જીવે છે અને રોગ પ્રેરે છે.

પ્રશ્ન 8.
કવકમૂળ (Mycorrhiza) એટલે શું?
ઉત્તર:
માઇકોરાઇઝા એ ફૂગ અને ઉચ્ચકક્ષાની વનસ્પતિ વચ્ચેનું સહજીવન છે.

પ્રશ્ન 9.
સ્થલીય વસવાટમાં આકસ્મિક રીતે ઉભરતી વનસ્પતિની દરિયાના ક્ષારયુક્ત પાણી પ્રત્યેની સહિષ્ણુતાને શું કહે છે?
ઉત્તર:
લવણોભિ કે હેલોફાઇટ સ્થલજ વનસ્પતિ એ દરિયાની વધુ ક્ષારતાને સહન કરી શકે છે અને દેહમાં પાણીનું પ્રમાણ જાળવી રાખે છે.

પ્રશ્ન 10.
શા માટે વધુ અક્ષાંશવાળા વિસ્તારોને મેદાન વિસ્તારની સાપેક્ષે વધુ સૂર્યપ્રકાશ અને નીચું તાપમાન પ્રાપ્ત થાય છે?
ઉત્તર:
મેદાનના વિસ્તારોની તુલનામાં વધુ અક્ષાંશવાળા વિસ્તારોમાં વધુ સૂર્યપ્રકાશ હોય છે, કારણ કે તે સૂર્યથી ઓછા અંતરે છે અને કણો મુક્ત હવા ધરાવે છે. તે જ રીતે નીચું તાપમાન જોવા મળે છે કારણ કે વધુ અક્ષાંશવાળા વિસ્તાર કરતાં મેદાનોમાં વાતાવરણીય દબાણ નીચું હોય છે.

પ્રશ્ન 11.
સમસ્થિતિ એટલે શું?
ઉત્તર:
સમસ્થિતિ એવી પ્રક્રિયા છે જેમાં જાતિઓએ અપેક્ષિત સ્થાયી આંતરિક પર્યાવરણ વિકસિત કરેલું હોય જે બાહ્ય પર્યાવરણીય પરિબળો સામે સ્થિરતા જાળવવામાં મદદ કરે છે.

પ્રશ્ન 12.
ગ્રીષ્મનિદ્રાની વ્યાખ્યા આપો.
ઉત્તર:
કેટલીક ગોકળગાય અને માછલીઓ ગરમી તથા જળશુષ્કન જેવી ઉનાળા સંબંધિત સમસ્યાઓને ટાળવા વિશિષ્ટ નિદ્રામાં ચાલ્યા જાય છે જેને ગ્રીષ્મનિદ્રા કહે છે.

GSEB Solutions Class 12 Biology Chapter 13 સજીવો અને વસ્તી

પ્રશ્ન 13.
સ્થાયી અવસ્થા (ડાયાપોઝ) એટલે શું છે ? અને તેનું મહત્ત્વ જણાવો.
ઉત્તર:
પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં સરોવરો તથા તળાવોમાં જોવા મળતી પ્રાણીપ્લવકોની અટકતી વૃદ્ધિ છે. સ્થાયી અવસ્થા કે જે નિલંબિત વિકાસની એક અવસ્થા છે.

પ્રશ્ન 14.
જ્યારે સ્ત્રોતો અસીમિત હોય ત્યારે વૃદ્ધિદરની ભાત કેવી હોય?
ઉત્તર:
જ્યારે અસીમિત સ્રોતની હાજરી હોય ત્યારે ચરઘાતાંકીય રીતે વૃદ્ધિ દર જોવા મળે છે.

પ્રશ્ન 15.
વનસ્પતિના રસ અને વનસ્પતિના ભાગોમાંથી પોષણ મેળવતા સજીવોને શું કહેવાય?
ઉત્તર:
વનસ્પતિના રસ અને વનસ્પતિઓના અન્ય ભાગોમાંથી પોષણ મેળવતા સજીવોને વનસ્પતિભક્ષી કહે છે.

પ્રશ્ન 16.
ઊંચા અક્ષાંશોની બીમારી એટલે શું? તેનાં લક્ષણો લખો.
ઉત્તર:
ઊંચા અક્ષાંશોની બીમારીનો અનુભવ વ્યક્તિને ત્યારે જોવા મળે છે જયારે તે વધુ ઊંચાઈવાળા વિસ્તારોમાં જાય કે જયાં ઑક્સિજનનું પ્રમાણ ઓછું હોય છે અને શરીરમાં વિવિધ લક્ષણો જેવાં કે, ઉબકા, થકાવટતથા હૃદયના ધબકારા વધવા વગેરે.

પ્રશ્ન 17.
સહભોજિતામાટેનું યોગ્યઉદાહરણ આપો.
ઉત્તર:
હેલની પીઠ પર વસવાટ કરતા બાર્નીકલ એ સહભોજિતાનું ઉદાહરણ છે.

પ્રશ્ન 18.
બાહ્ય પરોપજીવી અને અંતઃપરોપજીવીની વ્યાખ્યા આપો અને તેનાં યોગ્યઉદાહરણો આપો.
ઉત્તર:

 • બાહ્ય પરોપજીવી યજમાન સજીવની બાહ્ય સપાટી પર આહારપૂર્તિ માટે . આધાર રાખતા પરોપજીવીઓને બાહ્ય પરોપજીવી કહે છે. ઉદાહરણ તરીકે મનુષ્યો પરજૂઓ અને કૂતરાંઓ પર જોવા મળતી બગાઈઓ.
 • અંતઃપરોપજીવી એવા સજીવો છે કે જેયજમાન સજીવના શરીરમાં વિવિધ સ્થાનો (યકૃત, મૂત્રપિંડ, ફેફસાં, લાલ રુધિરકોષોમાં રહે છે. ઉદાહરણ તરીકે પ્લાઝમોડિયમ, આંતરડામાં જોવા મળતા કરમિયાં વગેરે.

પ્રશ્ન 19.
અંડ (brood) પરોપજીવિતા એટલે શું? એક ઉદાહરણ દ્વારા તે સમજાવો.
ઉત્તર:
અંડ પરોપજીવિતા એટલે પરોપજીવી પક્ષી પોતાનાં ઈંડાં તેના યજમાનના માળામાં મૂકે છે અને યજમાનને એ ઈંડાં સેવવા દે છે. ઉદાહરણ તરીકે કોયલ એ પોતાના ઈંડાં યજમાનના માળામાં મૂકી દે છે. પરોપજીવીનાં ઈંડાં કદ અને રંગમાં યજમાનનાં ઈંડાંની સાથે મળતા આવે છે તેથી યજમાનનાં ઈંડાંની સાથે જ વિકસિત થઈ જાય તો યજમાન પક્ષી દ્વારા વિજાતીય ઈંડાંને શોધી કાઢવાની તથા માળામાંથી તેમને નીકળી જવા માટેની તક ઓછી થઈ જશે.

GSEB Solutions Class 12 Biology Chapter 13 સજીવો અને વસ્તી

ટૂંકજવાબી પ્રકારના પ્રશ્નો

પ્રશ્ન 1.
શા માટે પરવાળાના ખડકો પશ્ચિમ બંગાળથી આંધ્રપ્રદેશ સુધીના પ્રદેશોમાં જોવા મળતાં નથી, પરંતુ તમિલનાડુ અને ભારતના પૂર્વ દરિયાઈ કાંઠા પર જોવા મળે છે?
ઉત્તર:
કોરલ રીફ કે પરવાળાં ઊંચી ક્ષારતા, શ્રેષ્ઠ તાપમાનમાં મળી આવે છે, જે પરવાળાને વૃદ્ધિ કરવા યોગ્ય સુવિધા આપે છે. પાણીનો પ્રવાહ જોવા મળતો હોય તેવા સ્થાને પરવાળાં જોવા મળતા નથી.

પ્રશ્ન 2.
જો મીઠા પાણીની માછલીને દરિયાઈ પાણીથી ભરેલા મત્યઘરમાં મૂકવામાં આવે, તો શું તે જીવિતતાની ક્ષમતા ધરાવશે? તે માટેનાં કારણો આપો.
ઉત્તર:
શા માટે અને શા માટે નહીં? જો સામુદ્રિક માછલીને મીઠા પાણીના માછલીઘરમાં રાખવામાં આવશે તો આસૃતિ સંબંધિત સમસ્યાઓને કારણે તે જીવી શકશે નહીં. સામુદ્રિક માછલી પાસે મીઠા પાણીની માછલીની જેમ ક્ષાર શોષણ કરવાની પદ્ધતિ હોતી નથી.

પ્રશ્ન 3.
શા માટે બધાં જ મીઠા જળના સજીવો આંકુચક રસધાનીઓ ધરાવે છે, જ્યારે મોટાભાગના દરિયાઈ સજીવોમાં તેનો અભાવ હોય છે?
ઉત્તર:
આકુંચક રસધાની એ આસૃતિ નિયમનમાં મદદ કરે છે. કારણ કે મીઠા પાણીના સજીવોનું કોષીય પર્યાવરણ અધિસાંદ્ર હોય છે, જેથી પાણી શરીરમાં પ્રવેશી આકુંચક રસધાનીમાં જાય છે, જ્યારે વધુ ક્ષારતાને લીધે દરિયાઈસજીવોમાં આકુંચક રસધાનીની જરૂર રહેતી નથી.

પ્રશ્ન 4.
હેલીઓફાઇટ્સ (લવણોભિદ) અને સ્કીઓફાઇટ્સ (છાયાપ્રિય)ની વ્યાખ્યા આપો. તમારા વિસ્તારમાં આવેલ હેલિફાઇટ્સ અથવા સ્કીઓફાઇટ્સવનસ્પતિનું નામ આપો.
ઉત્તર:
જે વનસ્પતિઓ તેજસ્વી સૂર્યપ્રકાશમાં ઊગતી હોય અથવા વધુ પ્રકાશની તરફેણ કરતી હોય તેને હેલીઓફાઇટ્સ કે સૂર્યાનુરાગી કહે છે. જ્યારે એવી વનસ્પતિઓ કે જેને પ્રકાશની ઓછી તીવ્રતા કે છાયાપ્રિય વનસ્પતિને સ્કીઓફાઇટ્રસ કહે છે.

પ્રશ્ન 5.
તળાવમાં મુક્ત તરતી વનસ્પતિઓ કરતાં નિમર્જિત વનસ્પતિઓને ઓછો પ્રકાશ કેમપ્રાપ્ત થાય છે?
ઉત્તર:
નિમન્જિત વનસ્પતિઓને તળાવમાં મુક્ત તરતી વનસ્પતિઓ કરતા પ્રકાશનો અનુભવ ઓછો થાય છે. કારણ કે સૌરવિકિરણના દશ્યમાન ઘટકોના બધા રંગો પાણીની ઊંડાઈમાં દાખલ થઈ શકતા નથી.

પ્રશ્ન 6.
દરિયાઈ કાંઠામાં બેન્થિક પ્રાણીઓ રેતીમાં, કાદવમાં અને ખડકોના આધાર પર વિકાસ પામે છે અને નીચે આપેલ અનુકૂલનો તેમાં વિકાસ પામેલાં હોય છે:
(a) દર બનાવનારા
(b) ઘનક્ષેત્ર(cubes) બનાવવું
(c) મજબૂત આધાર દંડ (Holdfasts/peduncle)
પ્રત્યેક અનુકૂલન સામે યોગ્યઆધારક જણાવો.
ઉત્તર:

 • દરિયામાં પાણીનો સતત પ્રવાહ સજીવોના વિતરણને અવરોધે છે. દરિયાના આવા પ્રવાહ ધરાવતા વિસ્તારમાં પ્રાણીઓ સારી રીતે કરી શકે છે અથવા તો દઢગ્રહની મદદથી ચીપકી જતા હશે અથવા તો ખડકની નીચે દરમાં રહેતા હશે.
 • ટ્યૂબવૉર્મ, નરલીસ એ સારી રીતે તરી શકે છે. દર બનાવનારા, ઘનક્ષેત્ર બનાવનારા અને મજબૂત આધાર દંડવાળાં પ્રાણીઓ એ રેતાળ, કાદવવાળી અને ખડકાળ સપાટી ઉપર જોવા મળે છે.

GSEB Solutions Class 12 Biology Chapter 13 સજીવો અને વસ્તી

પ્રશ્ન 7.
નીચે આપેલ વનસ્પતિઓને જલીય, લવણીય, સ્થલીય અને શુષોભિદ વનસ્પતિઓમાં ગોઠવો. તમારા જવાબો માટે કારણો આપોઃ (a) સાલ્વેિનિયા
(b) થોર
(c) રાઝોફોરા
(d) મેન્જિફેરા
ઉત્તર:
(a) સાલ્વેિનિયા એ જલીય વનસ્પતિ છે – તે આંશિક રીતે અથવા સંપૂર્ણપણે પાણીમાં ડૂબેલી હોય છે.
(b) થોર એ શુષ્કોભિદ વનસ્પતિ છે. તે પર્ણો ધરાવતી નથી. તે રૂપાંતરિત થઈ કંટકોમાં ફેરવાઈ જાય છે તેમજ શુષ્ક વિસ્તારમાં જોવા મળે છે.
(c) રાઇઝોફોરા એ લવણોભિદ વનસ્પતિ છે. તે ક્ષારયુક્ત વિસ્તારમાં જોવા મળે છે.
(d) એન્જિફેરા (આંબો) એ મળ્યોભિદ વનસ્પતિ છે તે સ્થલીય નિવાસસ્થાન ધરાવે છે.

પ્રશ્ન 8.
એક સરોવરમાં આપણે કેટલીક વનસ્પતિઓ જોઈએ છીએ કે જેને મુક્ત તરતી, મૂળયુક્ત નિમર્જિત; મૂળયુક્ત પ્લવિત; મૂળયુક્ત તરતાંપણવાળી છે. પ્રત્યેક વનસ્પતિની સામે તેનો પ્રકાર લખો:

વનસ્પતિનું નામ પ્રકાર
(a) હાઇડ્રીલા ………………..
(b) ટાયફા(ઘાબાજરિયું) ……………….
(c) કમળ(નિફિઆ) ………………..
(d) લેખ્ખા ………………..
(e) વેલિનેરીયા(જલસરપોલિયા) …………………

ઉત્તર:
(a) હાઇડ્રીલા એ મૂળયુક્ત નિમર્જિત જલીય વનસ્પતિ છે.
(b) ટાયફા એ મૂળયુક્ત પ્લવિત વનસ્પતિ છે.
(c) નિશ્લેિઆએ પ્લવિત પર્ણો સાથે મૂળ ધરાવતી વનસ્પતિ છે.
(d) લેખ્ખાએ મુક્ત તરતી જલીય વનસ્પતિ છે.
(e) વેલિનેરીયાએ મૂળયુક્ત નિમર્જિત જલીય વનસ્પતિ છે.

પ્રશ્ન 9.
એક વસવાટમાં વસ્તીની ઘનતા પ્રતિ એકમ વિસ્તારમાં વિભિન્ન એકમો દ્વારા અપાય છે. નીચે આપેલ માટે માપનનો એકમલખોઃ
(a) બેક્ટરિયા …………………………..
(b) વડ ………………………..
(c) હરણ …………………..
(d) માછલી ………………….
ઉત્તર:
(a) કદ/સંખ્યા
(b) આવરણ વિસ્તાર
(c) સંખ્યા/ વિસ્તાર
(d) વજન વિસ્તાર

પ્રશ્ન 10.
GSEB Solutions Class 12 Biology Chapter 13 સજીવો અને વસ્તી 3
(a) વયધારિત પિરામિડમાં 1, 2, 3 આપેલ છે. તે ત્રણ સ્તરને નિર્દેશિતકરો.
(b) ઉપર્યુક્ત વય આધારિત પિરામિડ વસ્તીની કયા પ્રકારની વૃદ્ધિને પ્રદર્શિત કરે છે?
ઉત્તર:
(a)

 1. પૂર્વપ્રજનનક્ષમ
 2. પ્રજનનક્ષમ
 3. પશ્ચ પ્રજનનક્ષમ

(b) ઉપરોક્ત વયપિરામિડ વસ્તીવૃદ્ધિના વિસ્તરણના પ્રકારનું પ્રતિનિધિત્વ કરે છે.

પ્રશ્ન 11.
બે પ્રાણીઓની જાતિ વચ્ચેનું સહજીવન છે : એક ઉધઈ છે કે જે કાઠમાંથી પોષણ મેળવે છે અને અન્ય પ્રજીવ ટ્રાયકોનિમ્ના કે જે ઉધઈના આંતરડામાં હોય છે. તેઓ વચ્ચે કયા પ્રકારનું સહસજીવન કહેવાય?
ઉત્તર:
ઉધઈ એ ટ્રાયકોનેફાને રહેવા માટે જગ્યા આપે છે. જયારે આંતરડામાં રહેલા ટ્રાયકોનેમ્ફા લાકડાનું પાચન કરે છે. ટ્રાયકોનેફાની ગેરહાજરીમાં ઉધઈ લાકડાનું પાચન કરી શકતી નથી અને મૃત્યુ પામશે. માટે બંને જાતિઓ વચ્ચે જોવા મળતી આંતરક્રિયા સહોપકારિતા છે.

પ્રશ્ન 12.
મહાકાય લતાઓ (Lianas) વાહક પેશીધારી છે, જેઓના મૂળ ભૂમિમાં સ્થાપિત હોય છે અને તેઓ અન્ય વૃક્ષોનો આધાર લઈ પોતાના પ્રકાંડને ટટ્ટાર ઊભું રાખી શકે છે. તેઓ આ વૃક્ષો સાથે સીધો સંબંધ ધરાવતા નથી, તો મહાલતા અને વૃક્ષો વચ્ચેના સહજીવનનો પ્રકાર ચર્ચો.
ઉત્તર:
આ આંતરક્રિયા સહભોજિતા છે. કારણ કે એક વનસ્પતિ બીજી વનસ્પતિને કોઈ પણ પ્રકારનું નુકસાન કે લાભ પહોંચાડ્યા વગર તેનો આધાર તરીકે ઉપયોગ કરે છે.

GSEB Solutions Class 12 Biology Chapter 13 સજીવો અને વસ્તી

પ્રશ્ન 13.
માનવ આંતરડામાં વસવાટ કરતાં બે સૂક્ષ્મ જીવોના વૈજ્ઞાનિકનાં નામો આપો.
ઉત્તર:

 1. ઇથેરેશિયા કોલાઈ
 2. લેક્ટોએસીલસ

પ્રશ્ન 14.
વૃક્ષરેખા એટલે શું?
ઉત્તર:
વૃક્ષ રેખા એ વસવાટની એવી ધાર છે કે જેમાં વૃક્ષો ઊગવા માટે સક્ષમ નથી. વિવિધ પર્યાવરણીય પરિસ્થિતિ જેવી કે ઠંડું તાપમાન, વધુ ઊંચાઈ, ભેજના ઓછા પ્રમાણને કારણે વૃક્ષો આ રેખામાં ઊગી શકતા નથી.

પ્રશ્ન 15.
‘શૂન્ય વસ્તીવૃદ્ધિદર’ની વ્યાખ્યા આપો. તે માટેનો વય-આધારિત પિરામિડદોરો.
ઉત્તર:

 • જ્યારે વસ્તીમાં પૂર્વપ્રજનનક્ષમ વ્યક્તિઓ પ્રમાણમાં ઓછી અને પ્રજનનક્ષમ અને પશ્ચ પ્રજનનક્ષમ બંને એકસરખા પ્રમાણમાં હોય ત્યારે શૂન્ય વસ્તીવૃદ્ધિદર જોવા મળે છે.
 • શૂન્ય વસ્તીવૃદ્ધિદર દરમિયાન ઊંધો ઘંટાકાર વય પિરામિડ જોવા મળે છે.

GSEB Solutions Class 12 Biology Chapter 13 સજીવો અને વસ્તી 4

પ્રશ્ન 16.
માનવ – વસ્તીગણતરીમાં વપરાતાં કોઈ પણ ચાર લક્ષણોની નોંધ કરો
ઉત્તર:

 1. જન્મદર અને મૃત્યુદર
 2. જાતિદર
 3. વસ્તીગીચતા
 4. વયવિતરણ
 5. વસ્તીવૃદ્ધિ

પ્રશ્ન 17.
નીચે આપેલ પ્રત્યેક પ્રકારનું એક ઉદાહરણ આપો:
(a) સ્થળાંતરિત પ્રાણી
(b) રૂપનકલદર્શાવતાં પ્રાણી
(c) ભક્ષક પ્રાણી
(d) જૈવિક નિયંત્રણ કરતાકારક
(e) વનસ્પતિ પર આધારિત પ્રાણી
(f) રસાયણ સંરક્ષણ કારક
ઉત્તર:
(a) સ્થળાંતરિત પ્રાણીઓ અમેરિકન આખલો અને ડોલ્ફિન
(b) રૂપનકલદર્શાવતાં પ્રાણીઓ તીતીઘોડો અને કાચિંડો
(c) ભક્ષક પ્રાણીઓ સિંહ
(d) જૈવિક નિયંત્રણ કરતા કારક : મિક્સોમા વાઇરસ એ મચ્છરના લાના વિકાસને ચકાસવા માટે યુરોપિયન સસલા અને ગેમ્બસિયામાછલીને મારી નાખે છે.
(e) વનસ્પતિ પર આધારિત પ્રાણીઓ કીટકો (ભમરો, પતંગિયું વગેરે).
(f) રસાયણ સંરક્ષણ કારક હૃદયને ઉત્તેજિત કરતું ગ્લાયકોસાઈડ

પ્રશ્ન 18.
ખાલી જગ્યાપૂરોઃ

જાતિ A જાતિ B આંતરક્રિયાના પ્રકાર ઉદાહરણ
+ ………………. …………………
+ + ………………… ………………….
+ ……………… સહભોજિતા …………………

ઉત્તર:

જાતિA જાતિ B આંતરક્રિયાના પ્રકાર ઉદાહરણ
+ પરભક્ષણ વનસ્પતિભક્ષી પ્રાણીઓ અને વનસ્પતિ
+ + સહભોજિતા ઑક્સપિકર અને કાળો ગેંડો
+ સહભોજિતા સમુદ્રફૂલ અને હર્મિટ કરચલો

પ્રશ્ન 19.
ચાર આકૃતિઓ A, B, C અને D નું અવલોકન કરો અને નીચે આપેલ પ્રશ્નોના જવાબ આપો.
(i) કઈ એક આકૃતિપરસ્પરતાદશવિ છે?
(ii) આકૃતિમાં કયા પ્રકારનો સહસંબંધ જોવા મળે છે?
(iii) આકૃતિCમાંદશાવિલ સહસંબધઅને સજીવનાં નામ આપો.
(iv) આકૃતિ Bમાં કીટક દ્વારા શું ભૂમિકા ભજવાય છે?
ઉત્તર:
GSEB Solutions Class 12 Biology Chapter 13 સજીવો અને વસ્તી 5
(i) આકૃતિ માં ફૂલ પર પરાગવાહક દર્શાવેલ છે. પરાગવાહક અને વનસ્પતિ વચ્ચેનું આવું સંગઠન પરસ્પરતા દર્શાવે છે.
(ii) આકૃતિ Dમાં પરભક્ષણ દેખાય છે.
(iii) આકૃતિ Cમાં બગલો અને ચરતા પશુ દર્શાવેલ છે જે સહભોજિતાનું ઉદાહરણ છે.
(iv) આકૃતિ Bમાં દર્શાવેલ કીટક મૃતોપજીવીની ભૂમિકા બજાવે છે.

દીર્ઘજવાબી પ્રશ્નો

પ્રશ્ન 1.
નીચે આપેલ આકૃતિઓ1,2 અને 3 પર ચર્ચાકરોઃ
A, B, C, D, G, F, Q, R, S જાતિઓ છે.
GSEB Solutions Class 12 Biology Chapter 13 સજીવો અને વસ્તી 6
ઉત્તર:
આકૃતિ 1: આકૃતિ 1માં એક જ વસ્તી દર્શાવેલ છે. જેમાં બધા જ સભ્યો એક જ જાતિના છે. જેઓ અંતઃજાતીય પારસ્પરિક ક્રિયાઓ દર્શાવે છે.

આકૃતિ 2: આકૃતિ 2માં એક સમુદાય દર્શાવેલ છે અને તે વસ્તીમાં A, B અને C જાતિઓ ધરાવે છે. જે આંતરજાતીય પારસ્પરિક ક્રિયાઓ દર્શાવે છે.

આકૃતિ 3: આકૃતિ 3 એ એક જૈવવિસ્તાર છે. જેમાં ત્રણ સમુદાય આવેલા છે. જેમાંનો એક સમુદાય તેના વિકાસની ચરમસીમાએ છે જ્યારે બાકીના બે વિકાસની વિવિધ અવસ્થાઓમાં છે. ત્રણેય સમુદાય એક જ પર્યાવરણમાં જોવા મળે છે અને તેઓ એકબીજા સાથે આંતરક્રિયા કરે છે.

GSEB Solutions Class 12 Biology Chapter 13 સજીવો અને વસ્તી

પ્રશ્ન 2.
વ્યક્તિગત સજીવ અને વસ્તી કેટલીક લાક્ષણિકતાઓ ધરાવે છે. વ્યાખ્યા આપી આ વિશેષતાઓ જણાવો.
ઉત્તર:
વ્યક્તિગત સજીવ અને વસ્તી કેટલીક લાક્ષણિકતાઓ ધરાવે છે. જેમ કે વિતરણની ભાત, જૈવિક કાર્યક્ષમતાની વહેંચણી અને જનીનપુલ. વસ્તીની ભૌગોલિક સીમાઓના અંતર્ગત વ્યક્તિગત વિતરણની ઘટનાને અંત:વસ્તી વિતરણ અથવા આંતરિક વિતરણની ભાત અથવા વિતરણ કહે છે.

વિખરાઈ જવું: કોઈ વ્યક્તિ એક સમયે અથવા જીવનના કોઈ પણ સમયે વિખરાઈ જાય છે. જેનું મૂલ્યાંકન અંતઃસ્થળાંતર અને બહિસ્થળાંતર દ્વારા કરવામાં આવે છે.

 1. અંતઃસ્થળાંતરણ એ જ જાતિના વ્યક્તિગત સજીવોની સંખ્યા કે જે આપેલ સમયગાળા દરમિયાન અન્ય જગ્યાએથી વસવાટમાં ચાલ્યા જાય છે.
 2. બહિસ્થળાંતરણઃ વસ્તીના સજીવોની એ સંખ્યા કે જે આપેલ – સમયગાળા દરમિયાન નિવાસસ્થાન છોડીને બીજે ક્યાંક ચાલ્યા જાય છે.

જૈવિક કાર્યક્ષમતાઃ જૈવિક કાર્યક્ષમતા એ કુદરતી ક્ષમતા છે જેમાં વસ્તી યોગ્ય પર્યાવરણીય પરિસ્થિતિમાં પોતાનું કદ વધારે છે.

જનીનપુલ વસ્તીમાં રહેલ બધા જ વ્યક્તિઓનો જનીન પ્રકાર એ જનીનપુલ કહેવાય છે.

પ્રશ્ન 3.
નીચે આપેલ આકૃતિઓ વિભિન્ન પ્રકારની વસ્તીના વયઆધારિત પિરામિડ છે. આ વસ્તીઓની સ્થિતિ વિશે ચર્ચા કરોઃ
GSEB Solutions Class 12 Biology Chapter 13 સજીવો અને વસ્તી 7
ઉત્તર:

 • આકૃતિ A: આકૃતિ A એ ત્રિકોણાકાર પિરામિડ દર્શાવે છે. જેમાં પૂર્વપ્રજનનીય એ પ્રજનનીય અને પશ્ચ પ્રજનનીય કરતા ખૂબ જ વધારે છે. જેમાં વૃદ્ધિ ઝડપથી વધી રહે છે.
 • આકૃતિ B: આકૃતિ B એ ઊંધો ઘંટાકાર પિરામિડદર્શાવે છે. જે સ્થાયી વસ્તીનું નિર્દેશન કરે છે.
 • આકૃતિ C: આકૃતિ C એ ઊંધા ઘડાકાર જેવો પિરામિડ દર્શાવે છે જે વસ્તીનો ઘટાડો દર્શાવે છે.

પ્રશ્ન 4.
નીચે વૃદ્ધિવક્ર આપેલ છે, તેના પર ચર્ચા કરો:
GSEB Solutions Class 12 Biology Chapter 13 સજીવો અને વસ્તી 8
ઉત્તર:

 • આપેલ આલેખ એ S-આકારનો વક્ર અથવા સંભાવ્ય વૃદ્ધિ વક્ર દર્શાવે છે. સંભાવ્ય વૃદ્ધિ વક્ર એ વધુ વાસ્તવિક છે. કારણ કે નિવસનતંત્રમાં અમર્યાદિત સ્રોતો હોતા નથી.
 • અહીં,
  K – વહન ક્ષમતા
  N – સમયે વસ્તીગીચતા
  r – પ્રાકૃતિક વધારાનો આંતરિકદર છે.

પ્રશ્ન 5.
એક સંવર્ધન માધ્યમમાં પેરામિશિયમ કોડેટમની વસ્તી-વૃદ્ધિ પામે છે. 5 દિવસો પછી સંવર્ધન માધ્યમ પેરામિશિયમથી સમૃદ્ધ થઈ જાય છે અને પોષણની સમસ્યા ઉદ્ભવે છે. વસ્તીમાં શું થયું હશે અને કયા પ્રકારનો વૃદ્ધિવક્ર વસ્તી ધરાવતો હશે? આનો વૃદ્ધિવક્ર દોરો.
ઉત્તર:

 • શરૂઆતમાં વસ્તી ખૂબ જ ઝડપથી વૃદ્ધિ પામી હશે અને જગ્યામાં ભરાવો થયો હશે.
 • જ્યારે ખોરાકનો સ્રોત પતી ગયો ત્યારે વસ્તીગીચતા ઓછી થવાની શરૂઆત થશે અને પછી વસ્તીગીચતા વહનક્ષમતા સુધી પહોંચશે.
 • વસ્તીડ આકારનો આલેખ દર્શાવે છે.
  જ્યાં, K – વહન ક્ષમતા
  N – સમયે વસ્તીગીચતા
  r – પ્રાકૃતિક વધારાનો આંતરિકદર
 • આકૃતિ માટે જુઓ વિભાગAમાં પ્રશ્ન નં.9

પ્રશ્ન 6.
જાતિઓ વચ્ચે ધનાત્મક પ્રકારની વિવિધ આંતરક્રિયાઓની ચર્ચા કરો.
ઉત્તર:

 • સહોપકારિતા: આ આંતરક્રિયાથી પરસ્પરક્રિયા કરતી બંને જાતિઓને લાભ થાય છે.
  1. લાઈકેન એ ફૂગ અને લીલવચ્ચેનું સહજીવન છે.
  2. ફૂગ અને ઉચ્ચકક્ષાની વનસ્પતિઓના મૂળ વચ્ચે કવકમૂળ સહવાસી છે. ફૂગ એ જમીનમાંથી અતિઆવશ્યક પોષકતત્ત્વોના શોષણમાં વનસ્પતિઓની મદદ કરે છે. જ્યારે બદલામાં વનસ્પતિ એ ફૂગને ઊર્જા-ઉત્પાદિત કાર્બોહાઈડ્રેટ્સપૂરાં પાડે છે.
  3. વનસ્પતિ તેમના પરાગવાહકોને પરાગ અને મધુરસ આપે છે.
 • સહભોજિતા: આ એવી આંતરક્રિયા છે કે જેમાં એક જાતિને લાભ થાય છે તથા બીજી જાતિને કોઈ પણ લાભ કે નુકસાન થતું નથી.
  1. આંબાની ડાળી પર પરરોહીતરીકે ઊગતી ઑર્કિડ
  2. વ્હેલની પીઠ પર વસવાટ કરતા બાર્નકલ મૃતોપજીવન બેક્ટરિયા, ફૂગ વગેરે જેવા સૂક્ષ્મજીવો મૃત પામેલા સજીવો પરથી પોષણ મેળવે છે.
 • GSEB Solutions Class 12 Biology Chapter 13 સજીવો અને વસ્તી

પ્રશ્ન 7.
એક મત્સ્યઘરમાં માછલીની બે શાકાહારી જાતિઓ એકસાથે : રહે છે અને તેઓ વનસ્પતિ પ્લવકો (Phytoplankton) પર પોષણનો આધાર ધરાવે છે. ગાઉસના સિદ્ધાંત પ્રમાણે સમય જતાં એક જાતિ અન્ય જાતિને દૂર કરી નાંખે છે, પરંતુ મત્સ્યઘરમાં બંને સાથે જીવે છે. તેના માટેનાં શક્યકારણો જણાવો.
ઉત્તર:

 • સ્પર્ધા એ બે કે તેથી વધારે સજીવો વચ્ચે જોવા મળે છે. એક જ જાતિના : બે સભ્યો વચ્ચે સ્પર્ધા વધુ ગંભીર હોય છે. આંતરજાતીય સ્પર્ધામાં બધા જ સભ્યોની જરૂરિયાતો જેવી કે ખોરાક, પાણી, પ્રકાશ, જગ્યા, પ્રજનન વગેરે સરખી જ હોય છે. પરંતુ તે ત્યારે જ સાચું છે જ્યારે સ્રોતો મર્યાદિત હોય. ગાઉસના નિયમ અનુસાર ઉત્તમ જાતિ બીજી જાતિને દૂર કરી નાંખે છે.
 • પરંતુ અભ્યાસોએ દર્શાવ્યું છે કે આંતર સ્પર્ધાત્મક સ્પર્ધાનો સામનો કરતી જાતિઓ બાકાત રહેવાને બદલે સ્રોતોના ભાગલા કરવાની પદ્ધતિ વિકસાવી છે.

પ્રશ્ન 8.
જ્યારે યજમાનના સજીવ દેહની અંદર અને સજીવ દેહ પર પરોપજીવી વિકાસ પામે છે, ત્યારે તે કેટલીક અનુકૂળતાઓ મેળવે છે. ઉદાહરણ સાથે આ અનુકૂળતાઓ વર્ણવો.
ઉત્તર:

પરોપજીવીઓના અનુકૂલનો નીચે પ્રમાણે છેઃ

 • જરૂર ન હોય તેવા સંવેદી અંગો ગુમાવવા
 • યજમાનથી ચોંટી રહેવા માટે ગુંદરીય અંગો કે ચૂષકોની હાજરી
 • પાચનતંત્રનો લોપ
 • ઉચ્ચ પ્રજનન ક્ષમતા

પ્રશ્ન 9.
પ્રત્યેક જૈવવિસ્તારમાં પ્રાદેશિક અને સ્થાનિક વિભિન્નતાઓ પ્રદર્શિત થાય છે, તેની સાથે તમે સહમત છો? યોગ્યઉદાહરણ દ્વારા ઉપર્યુક્તવિધાનની યથાર્થતા જણાવો.
ઉત્તર:

 • જૈવવિસ્તાર એ દુનિયાના મોટા સમુદાયો તરીકે વ્યાખ્યાયિત થાય છે અને સમાન વાતાવરણ સાથે સમાનસમુદાયો ધરાવે છે.
 • વાતાવરણ એ મુખ્ય પરિબળ છે જે જમીનનો પ્રકાર અને ત્યાંની વનસ્પતિ સૃષ્ટિને નક્કી કરે છે તેમજ શિયાળા અને ઉનાળાનો સમયગાળો, પાણી અને ભૂતલ પણ અગત્યના પરિબળો છે. દુનિયાના મુખ્ય જૈવવિસ્તારને કોઈ પણ દેશની હદ હોતી નથી.
 • ઉદાહરણ શીતોષ્ણ જંગલોમાં વરસાદનું પ્રમાણ 75-150 cmની વચ્ચે હોય છે જ્યારે ઉષ્ણકટિબંધીય જંગલોમાં વરસાદનું પ્રમાણ 140 સેમી/વર્ષ હોય છે જે 400 સેમી વર્ષ સુધી પહોંચે છે.

પ્રશ્ન 10.
ભૂમિનીક્ષારતા માટે કયું ખનિજતત્ત્વજવાબદાર છે? કયા સંકેન્દ્રણે ભૂમિક્ષારયુક્તબને છે ?
ઉત્તર:

 • અયોગ્ય સિંચાઈ પદ્ધતિને કારણે જમીનમાં ક્ષારનું પ્રમાણ વધે છે. જ્યારે ક્ષારોની સાંદ્રતા જમીનમાં વધે છે ત્યારે તે જમીનમાં જ સંચય પામે છે. વધુ પડતા રાસાયણિક ખાતરોને લીધે જમીનમાં ક્ષારોનું પ્રમાણ વધે છે.
 • સામાન્ય રીતે જમીનની pHનું પ્રમાણ 2.2 – 9.7 હોવું જોઈએ. તેનાથી વધુ પ્રમાણ ક્ષારોની વધુ સાંદ્રતા દર્શાવે છે.

પ્રશ્ન 11.
શું પ્રકાશનું પરિબળ સજીવોની વહેંચણી પર અસરકારક છે ? વનસ્પતિઓ કે પ્રાણીઓનાં યોગ્ય ઉદાહરણો આપીને તેના પર ટૂંકી નોંધ લખો.
ઉત્તર:
વનસ્પતિઓને ખોરાક માટે પ્રકાશ ખૂબ જ જરૂરી છે. માટે પ્રકાશ એ વનસ્પતિઓના વિતરણ પર અસર કરે છે.

 1. જંગલોમાં વિકાસ પામતી નાની વનસ્પતિઓ ખૂબ જ ઓછા પ્રકાશવાળી પરિસ્થિતિઓમાં પ્રકાશસંશ્લેષણ માટે અનુકૂલિત થયેલા હોય છે તેથી તે ઊંચાં વૃક્ષોની છત્રછાયામાં જ રહે છે.
 2. ઊંચાં વૃક્ષો વધુ પ્રકાશ ધરાવતા વિસ્તારમાં જોવા મળે છે.
 3. ઘણી વનસ્પતિઓ પણ પુષ્પોદ્ભવ માટે તેમની પ્રકાશ અવધિ આવશ્યકતાની પૂર્તતા માટે સૂર્યપ્રકાશ પર નિર્ભર રહેતી હોય છે.

પ્રશ્ન 12.
નીચે આપેલ પ્રત્યેક માટે એક ઉદાહરણ આપોઃ
(i) ચુરીથર્મલવનસ્પતિજાતિ …………………………..
ઉત્તર:
આંબો, બાવળ

(ii) ગરમપાણીના ઝરામાં રહેતો સજીવ …………………………
ઉત્તર:
આર્કીબેક્ટરિયા

GSEB Solutions Class 12 Biology Chapter 13 સજીવો અને વસ્તી

(iii) ઊંડા દરિયાનાખીણમાં જોવા મળતો સજીવ ………………………………
ઉત્તર:
જૈલી ફિશ

(iv) કમ્પોસ્ટના ખાડામાં જોવા મળતો સજીવ ………………………..
ઉત્તર:
અળસિયું

(v) પરોપજીવી આવૃત બીજધારી …………………………
ઉત્તર:
અમરવેલ

(vi) સ્ટેનોથર્મલ વનસ્પતિજાતિ ………………………..
ઉત્તર:
નાળિયેર

(vii) ભૂમીયસજીવ …………………………
ઉત્તર:
બૅક્ટરિયા

(viii) બેન્થિક પ્રાણી …………………….
ઉત્તર:
ઑક્ટોપસ

(ix) એન્ટાર્કટિકા માછલીમાં જોવા મળતો એન્ટિફિઝ (ઠારણ અવરોધી) સંયોજન ………………………
ઉત્તર:
ક્ષારનું પ્રમાણ (આકૃતિનિયમન)

(x) રૂઢિ અનુસરતાં(conform) સજીવ ……………………………….
ઉત્તર:
બધીજવનસ્પતિઓ અને માછલીઓ (તાપમાન અનુવઓ)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *