GSEB Solutions Class 12 Biology Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન

Gujarat Board GSEB Textbook Solutions Class 12 Biology Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન Textbook Questions and Answers.

Gujarat Board Textbook Solutions Class 12 Biology Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન

GSEB Class 12 Biology સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન Text Book Questions and Answers

પ્રશ્ન 1.
આવૃત બીજધારી વનસ્પતિના પુષ્પના ભાગોનાં નામ આપો કે જ્યાં નર તેમજ માદા જન્યુનો વિકાસ થાય છે?
ઉત્તર:

  1. આવૃત બીજધારી વનસ્પતિના પુષ્પમાં પુંકેસર અને સ્ત્રીકેસર અનુક્રમે નર અને માદા પ્રજનન અંગછે.
  2. પુંકેસરમાં લઘુબીજાણુ (પરાગરજ) ઉત્પન્ન થાય છે જેમાં નરજન્યુનો વિકાસ થાય છે.
  3. સ્ત્રીકેસરમાં મહાબીજાણુ ઉત્પન્ન થાય છે જેમાં માદાજપુનો વિકાસ થાય છે.

પ્રશ્ન 2.
લઘુબીજાણુજનન અને મહાબીજાણુજનન વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. આ ઘટનાઓ દરમિયાન કયા પ્રકારનું કોષવિભાજન થાય છે? આ બંને ઘટનાઓના અંતે નિર્માણ પામતી સંરચનાઓનાં નામ આપો.
ઉત્તર:

લઘુબીજાણુજનન મહાબીજાણુજનના
(1) આ ઘટના પરાગાશયમાં જોવા મળે છે. (1) આ ઘટના અંડાશયમાં જોવા મળે છે.
(2) પરાગમાતૃકોષનું વિભાજન અર્ધીકરણ દ્વારા થતાં પરાગચતુષ્કનું નિર્માણ થાય છે. (2) મહાબીજાણુ માતૃકોષનું વિભાજન અર્ધીકરણ દ્વારા થતાં રેખીય ચતુષ્કનું નિર્માણ થાયછે.
(3) પરાગચતુષ્કમાંથી પરાગરજનું નિર્માણ થાય છે. (3) રેખીય ચતુષ્કમાંથી એક મહાબીજાણુ કે અંડક સર્જાય છે.
(4) પરાગરજને લઘુબીજાણુ તરીકે ઓળખાય છે. (4) મહાબીજાણુને અંડક પણ કહે છે.

આ ઘટનાઓ દરમિયાન અર્ધીકરણ પ્રકારનું વિભાજન થાય છે.

લઘુબીજાણુજનનને અંતે લઘુબીજાણુઓ (પરાગરજ) ઉત્પન્ન થાય છે. જ્યારે મહાબીજાણુજનનને અંતે મહાબીજાણુ ઉત્પન્ન થાય છે.

GSEB Solutions Class 12 Biology Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન

પ્રશ્ન 3.
નીચે આપેલા શબ્દો વિકાસના ક્રમને આધારે સુવ્યવસ્થિત ગોઠવોઃ પરાગરજ, બીજાણુજનક પેશી, લઘુબીજાણુચતુક, પરાગમાતૃકોષ, નરજન્યુજનક
ઉત્તર:
બીજાણુજનકપેશી → પરાગ માતૃકોષ → લઘુબીજાણુચતુષ્ઠ → પરાગરજ → નરજન્યુજનક

પ્રશ્ન 4.
લાક્ષણિક આવૃત બીજધારી વનસ્પતિના અંડકના ભાગો દર્શાવતી સ્પષ્ટનામનિર્દેશનયુક્ત આકૃતિદોરો.
ઉત્તર:
GSEB Solutions Class 12 Biology Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન 1

  • અંડકએ નાની રચના છે. જે દંડવડે જરાય સાથે જોડાયેલ હોય છે. જેને અંડનાલ અથવા અંડકદંડ(funicle) કહે છે.
  • અંડકનો દેહ જે ભાગ વડે અંડવાલ સાથે જોડાયેલો હોય તેને બીજકેન્દ્ર (hilum) કહે છે. આમ, બીજકેન્દ્ર એ અંડક અને અંડકનાલ વચ્ચેનું સંગમસ્થાન છે.
  • દરેક અંડક એક કે બે રક્ષણાત્મક આવરણો ધરાવે છે, જેને અંડકાવરણો (integuments) કહે છે.
  • આ અંડકાવરણો સમગ્ર પ્રદેહ (nucellus)ને આવરિત કરે છે. સિવાય કે અંડકના ટોચના ભાગે એક નાનું છિદ્ર કે બીજાંડછિદ્ર (micropyle)ને આવરતું નથી.
  • અંડકછિદ્રના સામેના છેડે અંડકતલ (chalaza) આવેલ છે. જે અંડકનો તલ ભાગ છે.
  • અંડકાવરણોથી ઘેરાયેલા કોષસમૂહને પ્રદેહ (nucellus) કહે છે. પ્રદેહના કોષો વિપુલ પ્રમાણમાં સંચિત ખોરાક ધરાવે છે.
  • પ્રદેહની અંદર ભૂણપુટ અથવા માદા જન્યુજનક (female gametophyte) હોય છે. એક મહાબીજાણુમાંથી સર્જાયેલ એક ભૂણપુટ આવેલો હોય છે.
  • મહાબીજાણુજનન : મહાબીજાણુ માતૃકોષ (megaspore mother cell-MMC)માંથી મહાબીજાણુના નિર્માણને મહાબીજાણુજનન (Megasporogenesis) કહે છે.
  • અંડકમાં પ્રદેહના અંડછિદ્રીય પ્રદેશમાં સામાન્યતઃ એક મહાબીજાણુ માતૃકોષ (MMC)નું વિભેદન થાય છે તે ઘટ્ટ કોષરસ અને સુસ્પષ્ટકોષકેન્દ્રધરાવતો મોટો કોષ છે.
  • મહાબીજાણુ માતૃકોષ અર્ધીકરણ પામે છે. પરિણામે ચાર મહાબીજાણુઓ (megaspores) સર્જાય છે.
  • માદા જન્યુજનકનો વિકાસ (Female gametophyte) : મોટા ભાગની સપુષ્પી વનસ્પતિઓમાં ચાર પૈકીના ત્રણ મહાબીજાણુઓ નાશ પામે છે અને એક મહાબીજાણુ સક્રિય રહે છે. આ સક્રિય મહાબીજાણુમાંથી માદા જન્યુજનક (ભૂણપુટ)નો વિકાસ થાય છે.
  • આમ એક મહાબીજાણુમાંથી ભૂણપુટના નિર્માણની આ પદ્ધતિને એકબીજાણુક વિકાસ (monosporic) કહે છે.

GSEB Solutions Class 12 Biology Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન 2

પ્રશ્ન 5.
માદા જન્યુજનકનો એકબીજાણુક વિકાસ થાય છે એટલે શું?
ઉત્તર:
એક જ મહાબીજાણુમાંથી ભૂણપુટના નિર્માણની પદ્ધતિને એકબીજાણુક વિકાસ કહે છે.

પ્રશ્ન 6.
માદા જન્યુજનકની 7 કોષીય, 8 કોષકેન્દ્રીય પ્રકૃતિને સ્વચ્છ નામનિર્દેશિત આકૃતિસહ સમજાવો.
ઉત્તર:

  • સક્રિય મહાબીજાણુનું કોષકેન્દ્ર સમભાજન પામી, બે કોષકેન્દ્રો સર્જે છે. જે વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરે છે. આમ દ્વિકોષકેન્દ્રીય ભૂણપુટનું નિર્માણ થાય છે.
  • તેને અનુસરીને બે ક્રમિક સમવિભાજન થવાથી ક્રમશઃ ચાર કોષકેન્દ્રીય અને પછી આઠ કોષકેન્દ્રીય ભૂણપુટનું નિર્માણ થાય છે. આ પ્રકારનું વિભાજન ચુસ્તપણે મુક્ત કોષકેન્દ્રીય પ્રકારનું હોય છે, એટલે કે કોષકેન્દ્ર વિભાજન બાદ તરત જ કોષદીવાલનું નિર્માણ થતું નથી.
  • આઠ કોષકેન્દ્રીય અવસ્થા બાદ, કોષદીવાલના નિર્માણને અનુસરીને લાક્ષણિક માદા જન્યુજનક કે ધૂણપુટસર્જાય છે.
  • પાક આઠ કોષકેન્દ્રો પૈકીનાં છ કોષકેન્દ્રો કોષદીવાલ વડે આવરિત થાય છે અને કોષીય સ્વરૂપ ધારણ કરે છે. જ્યારે બાકીના બે કોષકેન્દ્રો જેને ધ્રુવીય કોષકેન્દ્રો (polarnuclei) કહે છે. તેઓ અંડપ્રસાધનની હેઠળ મોટા કેન્દ્રસ્થ કોષ (centralcell)માં ગોઠવાય છે.
  • ભૂણપુટમાં કોષોની લાક્ષણિક ગોઠવણી જોવા મળે છે.

પેટપ્રશ્ન: ભૂણપુરમાં કોષોની લાક્ષણિકગોઠવણી જણાવો.
અથવા
ભૂણપુટની આંતરિક રચનાનું વર્ણન કરો.
ઉત્તર:
GSEB Solutions Class 12 Biology Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન 3

  • અંડકછિદ્ર તરફના ત્રણ કોષો ભેગા મળી અંડપ્રસાધન (egg apparatus)ની રચના કરે છે. અંડપ્રસાધનમાં બે સહાયક કોષો (Synergid cells) અને એક અંડકોષ (egg cell)નો સમાવેશ થાય છે.
  • સહાયક કોષો, અંડછિદ્રની ટોચ તરફ એક વિશિષ્ટ પ્રકારનું સ્થૂલન ધરાવે છે જેને તંતુમય પ્રસાધન (filiform apparatus) કહે છે. જે પરાગનલિકાને સહાયક કોષોમાં પહોંચાડવાનું કાર્ય કરે છે.
  • ત્રણ કોષો અંડકતલતરફ ગોઠવાય છે. જેને પ્રતિધ્રુવીય કોષો (Antipodal cells) કહે છે.
  • મધ્યસ્થ મોટો કોષ દ્વિધ્રુવીય કોષકેન્દ્રો ધરાવે છે.
  • આમ આવૃત બીજધારીનો લાક્ષણિક ભૂણપુટ (typical embryosac) પુખ્તતાએ 8 કોષકેન્દ્રીય પરંતુ સાત 7 કોષીય રચના ધરાવે છે.
  • પંચાનન મહેશ્વરીએ 1950 માં કેટલી સંખ્યામાં મહાબીજાણુ કોષકેન્દ્રો બૂણપુટના વિકાસમાં ભાગ લે છે તેને આધારે માદા જન્યુજનકને મોનોસ્પોરિક બાયસ્પોરિક અને ટેટ્રાસ્પોરિક ભૂણપુટમાં વર્ગીકૃત કર્યા છે.

GSEB Solutions Class 12 Biology Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન

પ્રશ્ન 7.
હવાઈ પુષ્પોનો શો અર્થ છે ? શું સંવૃત્ત પુષ્પોમાં પરપરાગનયન થાય છે?તમારા જવાબમાટે કારણ આપો.
ઉત્તર:
(a) સ્વફલન (Autogamy) : આ પ્રકારમાં તે જ પુષ્પમાં પરાગનયન થાય છે. પરાગાશયમાંથી પરાગરજનું એ જ પુષ્પના પુષ્પાસન પર સ્થળાંતર થાય છે. સામાન્યતઃ પુષ્પના ખીલવા સાથે પરાગાશય અને પરાગાસન ખુલ્લા થવાથી સ્વફલન થાય તેવું ભાગ્યે જ જોવા મળે છે. આવા પુષ્પોમાં સ્વફલન માટે પરાગરજની મુક્તિ અને પરાગાસનની ગ્રાહ્યતામાં તાલમેલ સાધવો જરૂરી છે અને પરાગાશય તેમજ પરાગાસન પણ એકબીજાની નિકટતમ હોવા જોઈએ. જેથી સ્વપરાગનયન થઈ શકે. કુદરતી રીતે સ્વફલન દ્વિલિંગી પુષ્પોમાં જ શક્ય બને છે.
GSEB Solutions Class 12 Biology Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન 4
સ્વફલનવાળાં પુષ્પોમાં પુષ્પના પરાગાસન પરાગાશય એક જ સમયે પરિપક્વ થવાથી વપરાગનયન શક્ય બને છે. ઉદાહરણ એપીએસી, લેમીએસી અને કેકટસી કુળના ઘણા સભ્યોમાં સ્વપરાગનયન થાય છે. પરાગવાહિનીનું હલનચલન થવાથી પરાગાસન એ સ્વ-પરાગનયનીય પુષ્પો પરાગાશયની નજીક આવે છે.

હવાઈ પુષ્પો અને સંવૃત પુષ્પો: કેટલીક વનસ્પતિઓ જેવી કે વાયોલા (common pansy), અબુટી (oxalis) અને કોમેલિનામાં બે પ્રકારનાં પુષ્પો ઉત્પન્ન થાય છે.
(i) હવાઈ પુષ્પો (Chasmogamous): આ પુષ્પો અન્ય જાતિઓમાં જોવા મળતાં પુષ્પો જેવાં જ હોય છે. તેમનાં પરાગાશય અને પુષ્પાસન ખુલ્લાં હોય છે. ઉદાહરણ : કોમેલીના

(ii) સંવૃત પુષ્પો (Cleistogamous): આ પુષ્પો ક્યારેય ખીલતાં નથી. આવાં પુષ્પોમાં પરાગાશય અને પરાગાસન એકબીજાની ખૂબ જ નજીક હોય છે. જ્યારે પુષ્પકલિકામાં પરાગાશયનું સ્ફોટન થાય ત્યારે પરાગરજ પરાગનયન માટે પરાગાસનના સંપર્કમાં આવે છે. આમ, સંવૃત પુષ્પોમાં સ્પષ્ટપણે સ્વફલન જોવા મળે છે. કારણ કે પરપરાગરજની પરાગાસન પર સ્થાપિત થવાની કોઈ તક હોતી નથી. સંવૃત પુષ્પોમાં પરાગનયનની ગેરહાજરીમાં પણ બીજસર્જન થાય છે.
GSEB Solutions Class 12 Biology Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન 5

પ્રશ્ન 8.
પુષ્પો દ્વારા સ્વ-પરાગનયન રોકવા માટે વિકસાવેલી બે કાર્યપદ્ધતિ જણાવો.
ઉત્તર:
મોટા ભાગની સપુષ્પી વનસ્પતિઓ ક્રિલિંગી પુષ્પો સર્જે છે અને તે જ પુષ્પના પરાગાસનના સંપર્કમાં આવવાનું પસંદ કરે છે. સતત સ્વપરાગનયન થવાને લીધે અંતઃસંવર્ધનદબાણ (InbreedingDepression) થાય છે.

સપુષ્પી વનસ્પતિઓ સ્વ-પરાગનયનમાં અવરોધ ઊભો કરવા અને પર-પરાગનયનના ઉત્તેજન માટે ઘણી પ્રયુક્તિઓ વિકસાવે છે.

(i) પૃથકતાઃ કેટલીક જાતિઓમાં પરાગરજની મુક્તિ અને પરાગાસનની ગ્રહણ ક્ષમતાનો સમય એક જ હોતો નથી તેને પૃથક્તા કહે છે. પરાગાસન ગ્રહણશીલ બને તે પહેલાં જ પરાગરજ મુક્ત થાય અથવા પરાગરજ મુક્ત થાય તેના ઘણા સમય પહેલાં પરાગાસન ગ્રહણશીલ બને છે. દા.ત., પામ્સ (Palms).

(ii) પરાગાશય અને પરાગાસનનાં જુદાં જુદાં સ્થાન કેટલીક જાતિઓમાં પરાગાશય અને પરાગાસન જુદાં-જુદાં સ્થાનોએ આવેલાં હોય છે. આથી તે જ પુષ્પના પરાગાસનના સંપર્કમાં પરાગરજ ક્યારેય આવી શકતી નથી. દા.ત., પ્રિયુલા. આ બંને પ્રયુક્તિઓ સ્વફલનને અવરોધે છે.

વિશેષ જાણકારી (More Information):
GSEB Solutions Class 12 Biology Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન 6
(iii) સ્વઅસંગતતા જે પ્રયુક્તિ અંતઃસંવર્ધનને અટકાવે છે તેને સ્વઅસંગતતા કહે છે. દા.ત., માલ્યા. આ એક જનીનિક ક્રિયાવિધિ છે. તે સ્વપરાગને રોકીને સ્ત્રીકેસરમાં પરાગરજના અંકુરણ અને પરાગનલિકાના વિકાસને અવરોધી અંડકોને ફલિત થતા અટકાવે છે.

(iv) એકલિંગી પુષ્પો ઉત્પન્ન કરવા સ્વપરાગનયન અટકાવવા માટે તે માત્ર એકલિંગી પુષ્પો ઉત્પન્ન કરે છે. એકસદની વનસ્પતિઓ (દા.ત., દિવેલા, મકાઈ)માં સ્વફલન અટકાવી શકાય છે. પરંતુ ગેઇટોનોગેમી અટકાવી શકાતું નથી. જ્યારે કિંસદની વનસ્પતિઓ (દા.ત., પપૈયાં)માં સ્વફલન અને ગેઇટોનોગેમી એમ બંને અટકાવી શકાય છે.

પ્રશ્ન 9.
સ્વ-અસંગતતા એ શું છે ? સ્વ-અસંગતતાવાળી જાતિઓમાં સ્વ પરાગનયન પ્રક્રિયા બીજનિર્માણ સુધી શા માટે પહોંચી શકતી નથી?
ઉત્તર:
સ્વઅસંગતતા જે પ્રયુક્તિ અંતઃસંવર્ધનને અટકાવે છે તેને સ્વઅસંગતતા કહે છે. દા.ત., માલ્યા. આ એક જનીનિક ક્રિયાવિધિ છે. તે સ્વપરાગને રોકીને સ્ત્રીકેસરમાં પરાગરજના અંકુરણ અને પરાગનલિકાના વિકાસને અવરોધી અંડકોને ફલિત થતા અટકાવે છે.

GSEB Solutions Class 12 Biology Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન

પ્રશ્ન 10.
કોથળી ચઢાવવી (bagging) તનિક શું છે ? વનસ્પતિ સંવર્ધન કાર્યક્રમમાં તે કેવી રીતે ઉપયોગી છે?
ઉત્તર:

  • કૃત્રિમ સંકરણમાં ઇચ્છિત પરાગરજોનો ઉપયોગ પરાગનયનમાં કરવામાં આવે છે. આ ક્રિયા ઇમેક્યુલેશન (વંધ્યીકરણ) અને બેગિંગ (કોથળી ચઢાવવી) પદ્ધતિથી કરી શકાય છે.
  • જો માદા વનસ્પતિ દ્વિલિંગી પુષ્પો ધરાવતી હોય, તો ચીપિયાની મદદથી પુષ્પકલિકામાંથી પરાગાશયને તેનું સ્ફોટન થાય તે પહેલાં દૂર કરવામાં આવે છે. આ પ્રક્રિયાને વંધ્યીકરણ (emasculatoin) કહે છે.
  • ઇમેસ્કયુલેશન (વંધ્યીકરણ) કરેલ પુષ્પોને નિશ્ચિત કદની કોથળીથી ઢાંકવામાં આવે છે. જે સામાન્ય રીતે મીણિયાના કાગળ (butter paper)ની બનેલ હોય છે. તે અસંગત પરાગરજને રોકીને પરાગાસનને અશુદ્ધ થતું અટકાવે છે. આ ક્રિયાને કોથળી ચઢાવવી (bagging) કહે છે.
  • કોથળી ચઢાવેલ પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન ગ્રહણશીલ બને ત્યારે નર પુષ્પોના પરાગાશયમાંથી એકત્રિત કરેલ પરિપક્વ પરાગરજને છાંટવામાં આવે છે અને ફરીથી આ પુષ્પને કોથળી ચઢાવવામાં આવે છે અને તેમાંથી ફળનો વિકાસ થવા દેવામાં આવે છે.
  • જો માતૃ (માદા) વનસ્પતિ એકલિંગી પુષ્પો સર્જે તો વંધ્યીકરણની જરૂરિયાત રહેતી નથી. પુષ્પ ખીલે તે પહેલાં માદા પુષ્પની કલિકાને કોથળી ચઢાવવામાં આવે છે. જ્યારે પરાગાસન ગ્રહણશીલ બને, ત્યારે પરાગનયનની ક્રિયા ઇચ્છિત પરાગરજનો ઉપયોગ કરીને કરવામાં આવે છે અને પુષ્પને પુનઃકોથળીચઢાવવામાં આવે છે.
  • આ પદ્ધતિનું પાક સુધારણા કાર્યક્રમમાં વિશેષ મહત્ત્વ છે.

પ્રશ્ન 11.
બિકીય જોડાણ શું છે? આ ક્યાં અને કેવી રીતે થાય છે? બિકીય જોડાણમાં ભાગ લેતાં કોષકેન્દ્રોનાં નામ આપો.
ઉત્તર:
GSEB Solutions Class 12 Biology Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન 7

  • પરાગનયનને અંતે પરાગરજ માદા સ્ત્રીકેસરના પરાગાસન ઉપર પ્રસ્થાપિત થાય છે. પરાગનયનને અનુસરીને ફલનની ક્રિયા થાય છે.
  • પરાગાસન પર પ્રસ્થાપિત પરાગરજનો વિકાસ થતાં પરાગનલિકા વિકસે છે. પરાગનલિકા પરાગવાહિનીમાં વિકસતી જાય છે અને બીજાશયમાં પ્રવેશી અંડક પાસે પહોંચે છે. આ સમયે પરાગનલિકાના પોલાણમાં બે નરજન્યુઓ સમાવિષ્ટ હોય છે.
  • બે પૈકી એકસહાયક કોષમાં પ્રવેશ બાદ, પરાગનલિકાબેનરજન્યુઓને સહાયક કોષના કોષરસમાં મુક્ત કરે છે.
  • બે પૈકીનો એક નરજન્ય અંડકોષ તરફ વહન પામી અને તેના કોષકેન્દ્રો સાથે જોડાય છે. આમ સંયુગ્મન (syngamy) પૂર્ણ થાય છે. જેના પરિણામે દ્વિકીય કોષ, યુગ્મનજ (2n) સર્જાય છે.
  • અન્ય નરજન્યુ ભૂણપુટના મધ્યમાં આવેલા દ્વિતીય કોષકેન્દ્ર તરફ આગળ વધી તેની સાથે જોડાઈને ત્રિકીય પ્રાથમિક ભૂણપોષ કોષકેન્દ્ર (Primary endosperm nucleus – PEN)નું નિર્માણ કરે છે.
  • આમ ત્રણ એકકીય કોષકેન્દ્રના જોડાણને ત્રિકીય જોડાણ (triple fusion) કહે છે. આમ, સંયુમ્ન અને ત્રિકીય જોડાણ બે પ્રકારના જોડાણ ભૂણપુટમાં થાય છે. તેથી આ ઘટનાને બેવડું ફલન (double fertilization) કહે છે. જે સપુષ્પી વનસ્પતિઓની અજોડ ઘટના છે.
  • મધ્યસ્થ કોષ ત્રિકીય જોડાણ બાદ પ્રાથમિક ધૂણપોષ કોષ (PEC)માં પરિણમે છે અને ભૃણપોષ (endosperm) તરીકે વિકાસ પામે છે. જ્યારે યુગ્મનમાંથી ભૂણનો વિકાસ થાય છે.

પ્રશ્ન 12.
એક ફલિત બીજાંડમાં ચુનજ થોડા સમય માટે સુષુપ્ત રહે છે. તે વિશે તમે શું વિચારો છો?
ઉત્તર:
GSEB Solutions Class 12 Biology Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન 8

  • આવૃત બીજધારીમાં બીજ એ લિંગી પ્રજનનની અંતિમ નીપજ છે. તેને ઘણીવાર ફલિત અંડક તરીકે વર્ણવવામાં આવે છે. બીજ ફળની અંદર નિર્માણ પામે છે.
  • લાક્ષણિકબીજ બીજાવરણ બીજાવરણો, બીજપત્ર બીજપત્રો અને ભૂણધરી ધરાવે છે.
  • ભૂણના બીજપત્રો સરળ રચના ધરાવે છે. સામાન્ય રીતે તે અનામત ખોરાકનો સંગ્રહ કરવાથી (શિમ્બીકુળમાં) જાડું અને ફૂલેલું હોય છે.
  • પાર પુખ્તબીજ આક્યુમિન વગરના (non-albuminous) અથવા આક્યુમિનમુક્ત (ex-albuminous) કે અભૂણપોષી હોય છે.
  • અલૂણપોષી બીજમાં સ્થાયી ભૂણપોષ હોતો નથી. કારણ કે ભૂણના વિકાસ દરમિયાન સંપૂર્ણ વપરાઈ જાય છે (દા.ત., વટાણા, મગફળી).
  • આબ્યુમિનયુક્ત કે ભૂણપોષી બીજમાં ભૂણપોષ જળવાઈ રહે છે. કારણ કે તે ભૂણના વિકાસ દરમિયાન સંપૂર્ણ વપરાઈ જતો નથી (દા.ત., ઘઉં, મકાઈ, જવ, દિવેલા).
  • ક્યારેક કેટલાંક બીજમાં (ઉદાહરણ : કાળા મરી અને બીટમાં) પ્રદેહનો કેટલોક ભાગ વપરાયા વગરનો ચિરલગ્ન સ્વરૂપે રહે છે. આવાસ્થાયી ચિરલગ્ન પ્રદેહને બીજદેહશેષ (perisperm) કહે છે.
  • બીજાવરણો અંડકાવરણો સખત રક્ષણ આપનારાં બીજાવરણોમાં ફેરવાયછે.
  • અંડક છિદ્ર બીજમાં એક નાના છિદ્ર સ્વરૂપે બીજાવરણમાં રહે છે. તે બીજાંકુરણ દરમિયાન ઑક્સિજન અને પાણીના પ્રવેશ માટે અનુકૂળતા કરી આપે છે. > બીજ પુખ્ત બને એટલે તેમાં રહેલ પાણીનું પ્રમાણ ઘટે છે અને બીજ વધુ શુષ્ક (તેના જથ્થાના 10-15 % ભેજ) બને છે.
  • ભૂણની સામાન્ય ચયાપચયિક ક્રિયાઓ ધીમી પડે છે. ભૂણ નિષ્ક્રિયતબક્કામાં પ્રવેશે છે જેને સુષુપ્તતા (dormancy) કહે છે અથવા અનુકૂળ પરિસ્થિતિ (પૂરતો ભેજ, 02 અને સાનુકૂળ તાપમાન) પ્રાપ્ત થતાં તે અંકુરિત થાય છે.

GSEB Solutions Class 12 Biology Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન

પ્રશ્ન 13.
તફાવત આપોઃ
(a) અધરાક્ષ અને ઉપરાક્ષ
(b) લૂણાવ્રચોલ અને ભૃણમૂલચોલ
(c) અંડકાવરણ અને બાહ્યબીજાવરણ
(d) બીજદેહશેષ અને ફલાવરણ

(a)

અધરાક્ષ ઉપરાક્ષ
(1) બેબીજપત્રો નીચેનો નળાકારવિસ્તાર છે. (1) બેબીજપત્રો ઉપરનો ભૂણધરીનો વિસ્તાર છે.
(2) તે નીચેનાછેડે ભૂણમૂળ કે આદિમૂળ (radicle) અથવા મૂલાગ્ર (root tip)માં પરિણમે છે. (2) તે ભૂણાગ્ર કે આદિ સ્કંધ (plumule) અથવા પ્રકાંડાગ્રમાં પરિણમે છે.

(b)

લૂણાવ્રચોલ ભૃણમૂળ ચોલ
(1) ઉપરાક્ષ પ્રરોહાગ્ર અને કેટલાક પર્ણપ્રદાય ધરાવે છે. જે પોલાપર્ણ જેવી રચનાઓથી આવરિત હોય છે જેને ભૂણાગ્ર ચોલ કહે છે. (1) ભૂણધરીના નીચેના છેડે ભૃણમૂળ ધરાવે છે અને મૂળટોપએક અવિભેદિત આવરણથી આવરિત હોય છે જેને ભૃણમૂળચોલ કહે છે.

(c)

અંડકાવરણ બાહ્યબીજાવરણ
(1) અંડકાવરણો સખત રક્ષણ આપનારાં બીજાવરણો છે. (1) બીજને ફરતે આવેલા આવરણોને બીજાવરણો કહે છે.
(2) દરેક અંડકમાં એક કે બે અંડકાવરણો હોય છે. (2) બીજાવરણો એક કે બે હોય છે.
(3) અંડકાવરણો સમગ્ર પ્રદેહને આવરિત કરે છે. સિવાય કે અંડકના ટોચના ભાગે એકનાના છિદ્ર (બીજાંડ છિદ્રોને આવરતું નથી. (3) અંડક છિદ્ર બીજમાં એક નાનાછિદ્ર સ્વરૂપે બીજાવરણમાં રહે છે. તે બીજાંકુરણ દરમિયાન ઑક્સિજન અને પાણીના પ્રવેશ માટે અનુકૂળતા કરી

(d)

બીજદેહશેષ ફલાવરણ
(1) કેટલાકબીજમાં (ઉદા. કાળાં મરી અને બીટ) પ્રદેહનો કેટલોક ભાગ વપરાયા વગરનો ચિરલગ્ન સ્વરૂપે રહે છે. આવા સ્થાયી ચિરલગ્ન પ્રદેહને બીજદેહશેષ કહે છે. (1) અંડકનું બીજમાં અને બીજાશયનું ફળમાં વિકાસ થવાની ક્રિયા સાથે સાથે થાય છે. બીજાશયની દીવાલ ફળની દીવાલમાં વિકાસ પામે છે જેને ફલાવરણ કહે છે.

GSEB Solutions Class 12 Biology Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન

પ્રશ્ન 14.
સફરજનને કૂટફળ કેમકહે છે? પુષ્પનો કયો ભાગ/ભાગો ફળની ચના કરે છે?
ઉત્તર:
કુટફળઃ મોટા ભાગની વનસ્પતિઓમાં સમય જતાં બીજાશયમાંથી ફળનો વિકાસ થાય છે. ત્યારે બાકીના પુષ્પીય ભાગો વિઘટન પામીને ખરી પડે છે. પરંતુ કેટલીક જાતિઓ જેવી કે સફરજન, સ્ટ્રોબેરી, કાજુ વગેરે પુષ્પાસન પણ ફળના નિર્માણમાં ફાળો આપે છે. આવાં ફળોને કુટફળ (false fruit) કહે છે.

પ્રશ્ન 15.
વંધ્યીકરણનો અર્થ શું છે? એક વનસ્પતિ સંવર્ધક ક્યારે અને કેવી રીતે આતનિકનો ઉપયોગ કરે છે?
ઉત્તર:

  • કૃત્રિમ સંકરણમાં ઇચ્છિત પરાગરજોનો ઉપયોગ પરાગનયનમાં કરવામાં આવે છે. આ ક્રિયા ઇમેક્યુલેશન (વંધ્યીકરણ) અને બેગિંગ (કોથળી ચઢાવવી) પદ્ધતિથી કરી શકાય છે.
  • જો માદા વનસ્પતિ દ્વિલિંગી પુષ્પો ધરાવતી હોય, તો ચીપિયાની મદદથી પુષ્પકલિકામાંથી પરાગાશયને તેનું સ્ફોટન થાય તે પહેલાં દૂર કરવામાં આવે છે. આ પ્રક્રિયાને વંધ્યીકરણ (emasculatoin) કહે છે.
  • ઇમેસ્કયુલેશન (વંધ્યીકરણ) કરેલ પુષ્પોને નિશ્ચિત કદની કોથળીથી ઢાંકવામાં આવે છે. જે સામાન્ય રીતે મીણિયાના કાગળ (butter paper)ની બનેલ હોય છે. તે અસંગત પરાગરજને રોકીને પરાગાસનને અશુદ્ધ થતું અટકાવે છે. આ ક્રિયાને કોથળી ચઢાવવી (bagging) કહે છે.
  • કોથળી ચઢાવેલ પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન ગ્રહણશીલ બને ત્યારે નર પુષ્પોના પરાગાશયમાંથી એકત્રિત કરેલ પરિપક્વ પરાગરજને છાંટવામાં આવે છે અને ફરીથી આ પુષ્પને કોથળી ચઢાવવામાં આવે છે અને તેમાંથી ફળનો વિકાસ થવા દેવામાં આવે છે.
  • જો માતૃ (માદા) વનસ્પતિ એકલિંગી પુષ્પો સર્જે તો વંધ્યીકરણની જરૂરિયાત રહેતી નથી. પુષ્પ ખીલે તે પહેલાં માદા પુષ્પની કલિકાને કોથળી ચઢાવવામાં આવે છે. જ્યારે પરાગાસન ગ્રહણશીલ બને, ત્યારે પરાગનયનની ક્રિયા ઇચ્છિત પરાગરજનો ઉપયોગ કરીને કરવામાં આવે છે અને પુષ્પને પુનઃકોથળીચઢાવવામાં આવે છે.
  • આ પદ્ધતિનું પાક સુધારણા કાર્યક્રમમાં વિશેષ મહત્ત્વ છે.

પ્રશ્ન 16.
જો કોઈ વ્યક્તિ વૃદ્ધિ નિયામકોનો ઉપયોગ કરી શા માટે અસંયોગીજનન પ્રેરિત કરે છે? તો આ પ્રેરિત અસંયોગીજનન માટે તમે કયું ફળ પસંદ કરશો? શા માટે?
ઉત્તર:
બીજરહિત ફળોના વિકાસ માટે ઑક્સિજન જેવા વનસ્પતિ અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરીને તેમાં બીજરહિત ફળોનો વિકાસ પ્રેરી શકાય છે, તેને અસંયોગીજનન પણ કહે છે. અસંયોગીજનનમાં દ્રાક્ષ ઉત્પન્ન કરવામાં આવે છે.

પ્રશ્ન 17.
પરાગરજની દીવાલની રચનામાં પોષકસ્તરની ભૂમિકા જણાવો.
ઉત્તર:
પરાગાશયની દીવાલનું સૌથી અંદરનું સ્તર પોષકસ્તર છે. તે વિકાસ પામતીપરાગરજને પોષણ પૂરું પાડે છે.

પ્રશ્ન 18.
અસંયોગીજનન શું છે? તેનું મહત્વ શું છે?
ઉત્તર:
સામાન્યતઃ બીજ એ ફલનની અંતિમ નીપજ છે. છતાં એસ્ટરેસી અને ઘાસના કુળની કેટલીક સપુષ્પી વનસ્પતિઓ એક ખાસ પ્રકારની ક્રિયાવિધિ દર્શાવે છે. જેમાં તેઓ ફલન વગર બીજનું નિર્માણ કરે છે. જેને અનિર્ભળતા અસંયોગીજનન (Apomixis/ parthenogenesis) કહે છે. ફલન વગર ફળનિર્માણને અફલિત ફળ વિકાસ (parthenocarpic) કહે છે.

આમ અસંયોગીજનન એ અલિંગી સ્વરૂપે થાય છે. જેમાં લિંગી પ્રજનનની નકલ કરવામાં આવે છે.

અસંયોગી બીજ અનેક રીતે સર્જી શકાય છે. ઘણી જાતિઓમાં અર્ધીકરણ વગર દ્વિતીય અંડકોષનું નિર્માણ થાય છે અને ફલન વગર ભૂણમાં વિકાસ પામે છે.

લીંબુ અને કેરીની ઘણી જાતો જેવી વનસ્પતિઓમાં ભૂણપુટની આસપાસના પ્રદેહના કેટલાક કોષો વિભાજન પામી ભૂણપુટમાં ઊપસી આવે છે અને ભૃણમાં પરિણમે છે. આવી જાતિઓમાં દરેક અંડક ઘણા ભૂણ ધરાવે છે. એક બીજમાં એક કરતાં વધુ ભૃણની હાજરીને બહુભૂણતા કહે છે.

એકકીય અસંયોગીજનનમાં ભૂણનો વિકાસ અફલિત અંડકોષમાંથી થાય છે. આ રીતે સર્જાતો ભૂણ કુદરતી રીતે એકકીય હોય છે.

નારંગીના બીજને દબાવતાં (squeeze) દરેકબીજમાં વિવિધ કદ અને આકાર ધરાવતા ઘણા ભૂણ જોવા મળે છે.

અસંયોગીજનનનું મહત્ત્વ આપણા ખોરાક અને શાકભાજીની કેટલીક સંકર જાત (hybrid variety) વિશિષ્ટ રીતે ઉગાડવામાં આવે છે. સંકર જાતથી ઉત્પાદકતા ઘણી ઊંચી જાય છે. સંકર બીજ દર વર્ષે નવાં ઉત્પન્ન કરવા પડે છે. સંકર જાતમાંથી મેળવેલ બીજને ઉગાડવામાં આવે તો સંતતિમાં લક્ષણોનું વિશ્લેષણ થઈ જતાં સંકર લક્ષણો જળવાતાં નથી. સંકર બીજનું ઉત્પાદન મોંઘું છે. આથી ખેડૂતો માટે સંકર બીજની કિંમત વધુ પડે છે. જો આવા હાઇબ્રિડ જાતને અસંયોગીમાં રૂપાંતરિત કરવામાં આવે, તો સંકર સંતતિમાં લક્ષણોનું વિશ્લેષણ થતું નથી. જેથી ખેડૂત વર્ષોના વર્ષો સુધી સંકર પાક (hybrid crop)મેળવી શકે છે અને દર વર્ષે સંકર બીજખરીદવાની જરૂર રહેતી નથી.

સંકરબીજ ઔદ્યોગિક એકમોમાં અસંયોગીજનનના મહત્ત્વને કારણે વિશ્વભરની પ્રયોગશાળાઓમાં થઈ રહ્યા છે. અસંયોગી જનનની જનીનિકતા સમજવા અને અસંયોગી જનીનનું સંકર જાતમાં વહન સમજવા માટે સક્રિય સંશોધનો થઈ રહ્યાં છે.

GSEB Solutions Class 12 Biology Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન

GSEB Class 12 Biology સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન NCERT Exemplar Questions and Answers

બિહુવિકલ્પ પ્રશ્નો (MCQs)

પ્રશ્ન 1.
નીચે આપેલ સૂચિમાં, પુષ્પચક્ર માટે વપરાતા કયા શબ્દ લાગુ પડતા નથી તે માટેનો વિકલ્પ પસંદ કરો:
(i) પુંકેસરચક
(ii) સ્ત્રીકેસર
(iii) દલપુંજ
(iv) વજપત્ર

(A) (i) અને (iv)
(B) (iii) અને (iv)
(C) (ii) અને (iv)
(D) (i) અને (i)
જવાબ
(C) (ii) અને (iv)

  • વનસ્પતિમાં પુષ્પના ચાર ચક્રોની પુષ્પમાં ગોઠવણી નીચે આપેલ આકૃતિ દ્વારા યોગ્ય સ્થાન દર્શાવેલ છે.

GSEB Solutions Class 12 Biology Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન 9

  • વજપત્રો એકત્રિત રીતે ચક્રીયક્રમમાં ગોઠવણી ધરાવે છે. તેને વજચક્ર કહે છે. જ્યારે શાસ્ત્રીય રીતે સ્ત્રીકેસરને સ્ત્રીકેસરચક્ર કહે છે. પુષ્પીય ચક્રો દલપત્રો અને પુંકેસર ચક્રોને અનુક્રમે દલચક્ર અને પુંકેસરચક્ર કહે છે.

પ્રશ્ન 2.
અંડક માટે ભૂણપુટ, કોપરાગાશયમાટે ………………… છે.
(A) પુંકેસર
(B) પુંકેસર તંતુ
(C) પરાગરજ
(D) પુંકેસરચક્ર
જવાબ
(C) પરાગરજ
પરાગરજો નરજન્યુજનક તરીકે રજૂ થાય છે. પરાગાશય પુખ્ત થવાથી અને સુકાવાથી, લઘુબીજાણુઓ એકબીજાથી છૂટા પડે છે અને પરાગરજમાં વિકાસ પામે છે. આથી ભૂણપુટ એ અંડકમાં આવેલ છે અને પરાગરજો પુંકેસરમાં આવેલ છે.

પ્રશ્ન 3.
એક સંપૂર્ણ લાક્ષણિક હિલિંગી અને અધોજાયી પુષ્પમાં પુષ્પાસન પર પુષ્પીયચકોની ગોઠવણી બહારથી અંદરની તરફ કઈ રીતે થાય છે?
(A) વજચક્ર, દલચક્ર, પુંકેસરચક્ર અને સ્ત્રીકેસરચક્ર
(B) વજચક્ર, દલચક્ર, સ્ત્રીકેસરચક્ર અને પુંકેસરચક્ર
(C) સ્ત્રીકેસરચક્ર, પુંકેસરચક્ર, દલચક્ર અને વનચક્ર
(D) પુંકેસરચક્ર, સ્ત્રીકેસરચક્ર, દલચક્ર અને વજચક્ર
જવાબ
(A) વજચક્ર, દલચક્ર, પુંકેસરચક્ર અને સ્ત્રીકેસરચક્ર
લાક્ષણિક સંપૂર્ણ દ્વિલિંગી અને અધોજાયી પુષ્પમાં પુષ્પાસન ઉપર પુષ્પીય ચક્રોની બહારની બાજુએથી અંદરની બાજુ તરફની ગોઠવણી આ પ્રમાણે હોય:

  1. વજચક્ર સૌથી બહારની બાજુએ વજપત્રોની ચક્રીયગોઠવણી
  2. દલચક્ર, વજચક્રની અંદરની બાજુએ દલપત્રોની ચક્રીય ગોઠવણી
  3. પુંકેસરચક્ર, દલચક્રની અંદરની બાજુએ પુંકેસરો ચક્રીય રીતે ગોઠવાયછે.
  4. સ્ત્રીકેસરચક્ર, પુષ્પની મધ્યમાં સૌથી અંદરનું ચક્ર કે જે સ્ત્રીકેસરોનું બનેલું હોય છે.

પ્રશ્ન 4.
એક દ્વિદળી વનસ્પતિ પુષ્પો ધારણ કરે છે, પરંતુ તેઓ કદી ફળ અને બીજનું નિર્માણ કરી શકતાં નથી, તો ઉપર્યુક્ત પરિસ્થિતિ માટે નીચે આપેલમાંથી કયું શક્ય કારણ છે?
(A) વનસ્પતિ દ્વિસદની છે અને માત્ર માદા પુષ્પો ધરાવે છે.
(B) વનસ્પતિ હિસદની છે અને નર પુષ્પો અને માદા પુષ્પો બંને પ્રકારના ધરાવે છે.
(C) વનસ્પતિ એકસદની છે.
(D) વનસ્પતિ દ્વિસદની છે અને માત્ર નર પુષ્પો ધરાવે છે.
જવાબ
(D) વનસ્પતિ હિસદની છે અને માત્રનર પુષ્પો ધરાવે છે.

  • કિંસદની વનસ્પતિઓમાં, એકલિંગી નર પુષ્પ માત્ર પુંકેસરો ધરાવતાં નર પુષ્પો એટલે કે પુંકેસર ધરાવે છે. જ્યારે માદા પુષ્પો સ્ત્રીકેસરો ધરાવે છે અથવા તે પોતે સ્ત્રીકેસરો ધરાવે છે. ફળો અને બીજ ઉત્પન્ન કરવા માટે ફલન જરૂરી બને છે કે જે નર અને માદા પુષ્પોની હાજરીમાં જ શક્ય બને છે.
  • જ્યારે વનસ્પતિ હિસદની હોય ત્યારે નીચેની પરિસ્થિતિઓ શક્ય બને છેઃ
    1. જો વનસ્પતિ હિંસદની હોય અને માત્ર સ્ત્રીકેસરો ધરાવતાં પુષ્પો ધરાવે ત્યારે પરાગવાહકો દ્વારા ફલન શક્ય બને છે.
    2. જો વનસ્પતિ હિસદની અને માત્ર પુંકેસર ધરાવતાં પુષ્પો ધરાવે ત્યારે ફલન શક્ય બનતું નથી, કારણ કે માદાજન્યુ અચલિત હોય છે કે જેનરજન્યુ તરફ પહોંચીને સંયુશ્મન પામી શકતું નથી.
  • જ્યારે વનસ્પતિ એકસદની હોય ત્યારે એટલે કે બંને પુંકેસરચક્ર અને સ્ત્રીકેસરચક્ર બંને એકસાથે હોય ત્યારે જ સ્વફલન અને બીજની ઉત્પત્તિ શક્ય બની શકે છે.

GSEB Solutions Class 12 Biology Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન

પ્રશ્ન 5.
પરાગાશયની લઘુબીજાણુધાનીના સ્તરોમાં સૌથી બહારનું સ્તર અને સૌથી અંદરનું સ્તર અનુક્રમે કયું છે?
(A) ફોટીસ્તર અને પોષકસ્તર (Endothecium and tapetum)
(B) અધિસ્તર અને અંતઃસ્તર
(C) અધિસ્તર અને મધ્યસ્તર
(D) અધિસ્તર અને પોષકસ્તર
જવાબ
(D) અધિસ્તર અને પોષક સ્તર
લાક્ષણિક બીજાણુધાની સામાન્ય રીતે ચાર દીવાલવાળા સ્તરો દ્વારા આવરિત હોય છે. એટલે કે અધિસ્તર સૌથી બહારની બાજુએ આવેલ રક્ષણાત્મક સ્તર, તંતુમય સ્તર (મધ્યમાં આવેલ તંતુમય સ્તર) અને પોષકસ્તર (સૌથી અંદરની બાજુનું પોષકસ્તર).

પ્રશ્ન 6.
લઘુબીજાણુજનન દરમિયાન શેમાં અર્ધીકરણ થાય છે?
(A) એન્ડોથેસિયમ (સ્ફોટાસ્તર)
(B) લઘુબીજાણુ માતૃકોષો
(C) લઘુબીજાણુ ચતુષ્ક
(D) પરાગરજ
જવાબ
(B) લઘુબીજાણુ માતૃકોષો

  • પુંકેસરના વિકાસની સાથે સાથે બીજાણુજનક કોષોના લઘુબીજાણુ માતૃકોષો, અર્ધીકરણની પ્રક્રિયા કરે છે અને પરાગચતુષ્ક બનાવે છે. પરાગચતુષ્ક તંતુમય સ્તરની સાથે સૂકાવાથી પરાગરજમાં છૂટાં પડે છે.
  • તંતુમય સ્તર અધિસ્તર અને મધ્યસ્તર વચ્ચે આવેલું સ્તર છે અને તે સ્તંભીય કોષોનું બનેલું છે.

પ્રશ્ન 7.
આપેલ શબ્દોના જૂથ પૈકી સ્ત્રીકેસરચક્ર સાથે સંકળાયેલ શબ્દોનું સાચું જૂથ શોધો.
(A) પરાગાસન, અંડક, ભૃણપુટ, જરાય
(B) પુષ્પાસન, સ્ત્રીકેસર, પરાગવાહિની, અંડક
(C) અંડક, અંડાશય, ભૂણપુટ, પોષકસ્તર
(D) અંડક, પુંકેસર, અંડાશય, ભૂણપુટ
જવાબ
(A) પરાગાસન, અંડક, ભૃણપુટ, જરાયું

  • સ્ત્રીકેસર ચક્ર પુષ્પનો માદા પ્રજનન ભાગ સૂચવે છે અને સ્ત્રીકેસર (જાયાંગ)નો બનેલો છે. પ્રત્યેક સ્ત્રીકેસર (જાયાંગ)ને ત્રણ ભાગ છે, એટલે કે પરાગાસન, પરાગવાહિની અને બીજાશય. બીજાશયના પોલાણમાં અંદરની બાજુએ જરાયુ હોય છે.
  • જરાયુ ઉપરથી મહાબીજાણુ ધાનીઓ વિકસે છે. તે અંડકો તરીકે ઓળખાય છે. ક્રિયાશીલ મહાબીજાણુ અર્ધીકરણથી વિભાજન પામી માદા જન્યુજનક કે ભૂણપુટમાં રૂપાંતર પામે છે.
  • ઉપરોક્ત વિકલ્પોમાં પુષ્પાસન, પોષકસ્તર, પુંકેસર વગેરે સ્ત્રીકેસરચક્રના ભાગ નથી. આથી બીજા વિકલ્પો ખોટા છે.

પ્રશ્ન 8.
સૌથી અંદરના ભાગેથી શરૂ કરીને, અંડકમાં આવેલા ભાગોની સાચી શ્રેણી શોધો.
(A) અંડકોષ, પ્રદેહ, ધૂણપુટ, અંડકાવરણ
(B) અંડકોષ, ભૃણપુટ, પ્રદેહ, અંડકાવરણ
(C) ભૂણપુટ, પ્રદેહ, અંડકાવરણ, અંડકોષ
(D) અંડકોષ, અંડકાવરણ, ભૂણપુટ, પ્રદેહ
જવાબ
(B) અંડકોષ, ભૃણપુટ,પ્રદેહ, અંડકાવરણ
અંડકના અંદરના ભાગથી શરૂ કરી, અંડકના ભાગોનો સાચો ક્રમ આ પ્રમાણે છે: અંડકોષ, ભૃણપુટ, પ્રદેહ, અંડકાવરણ છે. તે નીચે દર્શાવેલ આકૃતિમાં છે.
GSEB Solutions Class 12 Biology Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન 1
GSEB Solutions Class 12 Biology Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન 2

GSEB Solutions Class 12 Biology Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન

પ્રશ્ન 9.
સપુષ્પ વનસ્પતિની લાક્ષણિક માદા જન્યુજનકની અવસ્થા માટે નીચે આપેલા વિધાનોમાંથી સાચાં વિધાનો માટેનો યોગ્ય સાચો વિકલ્પ પસંદ કરોઃ
(i) પુખ્તતાએ8-કોષકેન્દ્રો અને7-કોષો ધરાવે છે.
(ii) તેવિકાસદરમિયાનમુક્તકોષકેન્દ્રીય હોય છે.
(ii) તેઅંડકાવરણની અંદર પરંતુ પ્રદેહની બહાર હોય છે.
(iv) તે અંડપ્રસાધન અંડકતલતરફધરાવે છે.

(A) (i) અને (iv)
(B) (ii) અને (iii)
(C) (i) અને (ii)
(D) (i) અને (iv)
જવાબ
(C) (i) અને (ii)
માદા જન્યુજનક કે ધૂણપુટ પ્રદેહની અંદરની બાજુએ અને અંડકાવરણોથી આવરિત હોય છે. મોટા ભાગની સપુષ્પ વનસ્પતિઓમાં એક મહાબીજાણુ સક્રિય રહે છે અને બાકીના ત્રણ અવનત પામે છે. સક્રિય મહાબીજાણુના કોષકેન્દ્રનું એક પછી એક ત્રણવાર વિભાજન પામી આઠ કોષકેન્દ્રો ધરાવતો માદા જન્યુજનક અસ્તિત્વમાં આવે છે.

આઠ કોષકેન્દ્રો પૈકી છ બંને ધ્રુવ તરફ આયોજન પામે છે. અંડછિદ્રના છેડે ત્રણ કોષકેન્દ્રો આયોજન પામી અંડસાધન બનાવે છે અને નાભિ તરફના છેડે ત્રણ કોષકેન્દ્રો પ્રતિધ્રુવ કોષો બનાવે છે. મધ્યમાં આવેલ મોટા કોષમાં બે કોષકેન્દ્રો હોય છે. તે વિશાળ મધ્યકોષની રચના કરે છે.

ભૂણપુટના નિર્માણમાં થતું અર્ધીકરણ ચુસ્ત રીતે મુક્ત કોષકેન્દ્રીય હોય છે. આથી કોષકેન્દ્રવિભાજન પછી તુરત જ કોષદીવાલનું નિર્માણ થતું નથી. જન્યુજનકનાભિનાછેડે નહોતા અંડછિદ્રના છેડે આવેલ હોય છે.

પ્રશ્ન 10.
ziąd you (Chasmogamous)hi vahel (Autogamy = સ્વ-પરાગિત) ઘટના જોવા મળે છે, જો …………………………
(A) અંડકની પુખ્તતા પહેલાં પરાગ પુખ્ત થાય.
(B) પરાગરજની પુખ્તતા પહેલાં અંડકો પુખ્ત થાય.
(C) પરાગરજ અને અંડકો બંને સાથે પુખ્ત બને.
(D) પરાગાશય અને પરાગાસન બંને સમાન લંબાઈ ધરાવે.
જવાબ
(C) પરાગરજ અને અંડકો બંને સાથે પુખ્ત બને.

  • સ્વફલન એ સ્વપરાગનયનનો એક પ્રકાર છે. જેમાં પુષ્પનું પરાગાસન તે જ પુષ્પના પરાગાશયમાંથી પરાગરજો મેળવે છે. સ્વફલન માટે હવાઈ પુષ્પોના બંને પ્રજનનઅંગો એકસાથે જપુખ્ત થવા જોઈએ.
  • આવા હવાઈ પુષ્પો પુખ્તતાએ ખૂલે છે અને પરાગરજ મુક્ત થાય છે. સ્વફલનની પ્રક્રિયા માટે પરાગાસન નજદીક આવે છે. બંને પરાગરજ અને પરાગાસન એકસાથે પરિપક્વ બને તેમ થાયછે.
  • આવા પુષ્પોમાં પરાગાશય અને પરાગાસનની લંબાઈ સ્વફલનમાં બીજો ભાગ ભજવે છે. પરાગરજ વહેલી પુખ્ત થાય ત્યારે અને પરાગાસન વહેલું પુખ્ત થાય ત્યારે પરપરાગનયન થવાની શક્યતા વધે છે.

પ્રશ્ન 11.
નીચે આપેલામાંથી સાચું વિધાન પસંદ કરોઃ
(A) સંવૃત પુષ્પો હંમેશાં સ્વ-પરાગણતા ધરાવે છે.
(B) હવાઈ પુષ્પો હંમેશાં ગેઇટોનોગેમી ધરાવે છે.
(C) હવાઈ પુષ્પો ક્યારેય સ્વ-પરાગણતા અને ગેઇટોનોગેમી બંને ધરાવે છે.
(D) સંવૃત પુષ્પો ક્યારેયસ્વ-પરાગણતા ધરાવતાં નથી.
જવાહ
(A) સંવૃત પુષ્પો હંમેશાં સ્વ-પરાગણતા ધરાવે છે.

  • ખુલ્લાં પુષ્પોમાં પરાગનયન થવાની ક્રિયાને કેશમોગેમી કહે છે. બધા જ પ્રકારના પુષ્પોમાં થતી ઘણી સામાન્ય રીતે થતી પરાગનયનની ક્રિયા છે.
  • કેશમોગેમી એ બે પ્રકારની છે, એટલે કે સ્વપરાગનયન (સ્વપરાગણતા) અને પરંપરાગનયન પરંપરાગનયન બે પ્રકારે થાય છે એટલે કે ગેઇટોનોગેમી અને ઝેનોગેમી (પરવશ) પ્રકારનું હોયછે.
  • આથી કહી શકાય કે હવાઈ સંવૃત પુષ્પો બંને સ્વપરાગણતા (સ્વપરાગનયન) એ એલોગેની (પરંપરાગનયન) દર્શાવે છે. જયારે ભૂમિગત સંવૃત પુષ્પોમાં પરાગાશય અને પરાગાસન એકબીજા સાથે ચુસ્ત રીતે બંધ પુષ્પોમાં ગોઠવાયેલ હોય છે.
  • જયારે પરાગાશય પુષ્પકલિકામાં સ્ફોટન પામે છે ત્યારે પરાગરજ, પરાગાસનના સંપર્કમાં આવે છે કે જેથી અસરકારક પરાગનયન થાય છે. આમપુષ્પો બદલાયનહીંતે રીતે પરાગણતા દર્શાવે છે.
  • આથી પરાગાસન ઉપર પરપરાગનયન દ્વારા પરાગરજ સ્થાપિત થવાની કોઈ શક્યતા નથી.

પ્રશ્ન 12.
વનસ્પતિની કોઈ એક જાતિ હલકી, અશ્લેખી પરાગરજ વધુ સંખ્યામાં ધરાવે છે અને તેનું પરાગાસન લાંબું અને પીંછાંયુક્ત હોય છે. આ રૂપાંતરણો કયા પ્રકારના પરાગનયનને અનુકૂલિત કરે છે?
(A) કીટકો
(B) પાણી
(C) પવન
(D) પ્રાણીઓ
જવાબ
(C) પવન

  • વનસ્પતિઓ બે પ્રકારના (પવન અને પાણી) અજૈવિક અને એક જૈવિક (પ્રાણીઓ) વાહકોનો પરાગનયન માટે ઉપયોગ કરે છે. મોટાભાગની વનસ્પતિઓ જૈવિક વાહકોનો પરાગનયન માટે ઉપયોગ કરે છે.
  • પવન દ્વારા થતું પરાગનયન અજૈવિક વાહકો દ્વારા થતાં પરાગનયનમાં ઘણું સામાન્ય છે. પવન પરાગનયન માટે નાની, હલકી અને અશ્લેખી પરાગરજ જરૂરી હોય છે કે જેથી પવનના પ્રવાહોમાં તે વહન પામી શકે છે.
  • તેઓમાં ઘણી વખત સારી રીતે બહાર દેખાય તે રીતે પુંકેસરો હોય છે, (કે જેથી પરાગરજો પવનના પ્રવાહોમાં સરળતાથી મુક્ત થઈ શકે.) અને ક્યારેક મોટા રોમમય પરાગાસન હોય છે કે જેથી સરળતાથી પવનમાં રહેલ પરાગરજ ગ્રહણ કરી શકે. ઘાસમાં પવન પરાગનયન સામાન્ય હોય છે.
  • આ પ્રકારની પરાગરજ બીજા ત્રણ વિકલ્પોને લીધે પરાગનયન પામતી નથી :
    1. પાણી દ્વારા થતું પરાગનયન સપુષ્પ વનસ્પતિમાં ભાગ્યે જ જોવા મળે છે. પરંતુ તે જલજવનસ્પતિમાં ટેવાયેલ હોય છે.
    2. ઝૂફિલી પ્રાણીઓ દ્વારા થતું પરાગનયન છે.
    3. એન્ટેમોફિલી કીટકો દ્વારા થતું પરાગનયન પ્રાણીઓમાં જોવા મળતું સામાન્ય છે.

GSEB Solutions Class 12 Biology Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન

પ્રશ્ન 13.
નીચે આપેલ પરિસ્થિતિમાંથી એક પસંદ કરો કે જે સ્વ-પરાયણતા અને ગેઇટોનોગેમીબંનેને અવરોધે છે.
(A) એકસદની વનસ્પતિ એકલિંગી પુષ્પો ધરાવે છે.
(B) દ્વિસદની વનસ્પતિ માત્રનર કે માદા પુષ્પો ધરાવે છે.
(C) એકસદની વનસ્પતિ દ્વિલિંગી પુષ્પો ધરાવે છે.
(D) હિસદની વનસ્પતિ દ્વિલિંગી પુષ્પો ધરાવે છે.
જવાબ
(B) હિસદની વનસ્પતિમાત્રનર કે માદા પુષ્પો ધરાવે છે.

  • સ્વફલન એ સ્વપરાગનયનની પદ્ધતિ છે કે જેમાં એક પુષ્પના પરાગાશય ઉપરથી પરાગરજ તે જ પુષ્પના પરાગાસન ઉપર સ્થાપિત થાય છે. જ્યારે ગેઇટોનોગેમમાં પુષ્પની પરાગરજ એ જ વનસ્પતિના અન્ય પુષ્પ ઉપર પરાગિત થાય છે.
  • આ સ્થિતિમાં, દ્વિસદની વનસ્પતિ નર અથવા માદા પુષ્પો ધરાવે છે. તે સ્વફલન અને ગેઈટોનોગેમી રોકે છે. ગેઇટોનોગેમી એ પરિસ્થિતિ વિદ્યાની દષ્ટિએ પરંપરાગનયન કે જે તે સ્વપરાગનયનને સમકક્ષ છે. કારણ કે વનસ્પતિ ઉપરના બધા જ પુષ્પો જનીનિક રીતે એકસરખા હોય છે.

પ્રશ્ન 14.
ફલિત ભૂણપુટમાં એકકીય, દ્વિકીય અને ત્રિકીય રચના અનુક્રમે કઈ છે?
(A) સહાયક કોષો, ફલિતાંડ અને પ્રાથમિક ભૂણપોષ કોષકેન્દ્ર
(B) સહાયક કોષો, પ્રતિધ્રુવીય કોષો અને ધ્રુવીય કોષકેન્દ્ર
(C) પ્રતિધ્રુવીય કોષો, સહાયક કોષો અને પ્રાથમિક ભૂણપોષ કોષકેન્દ્ર
(D) સહાયક કોષો, ધ્રુવીય કોષકેન્દ્રો અને ફલિતાંડ
જવાબ
(A) સહાયકકોષો, ફલિતાંડ અને પ્રાથમિકબૂણપોષ કોષકેન્દ્ર

  • (i) સહાયક કોષો-એકકીય
  • (ii) ધ્રુવીય કોષકેન્દ્ર -એકકીય
  • (iii) પ્રતિકુવકોષો-એકકીય
  • જયારથી આ ત્રણ કોષો (સહાયક કોષો,ધ્રુવીય કોષકેન્દ્ર અને પ્રતિધ્રુવ કોષો) સમવિભાજનથી સક્રિય મહાબીજાણુ બને છે ત્યારથી તેઓ એકકીય હોય છે.
  • ફલિતાંડ-દ્વિકીય
  • અંડકોષ નરપુંજન્યુ દ્વારા ફલન પામીને દ્વિકીય ફલિતાંડબનાવે છે.
  • (v) પ્રાથમિક ભૂણપોષ કોષકેન્દ્ર કે જે બે પોલર કોષકેન્દ્ર ધરાવતો મધ્યસ્થ કોષ છે તે નરજન્ય દ્વારા ફલન પામીને ત્રિકીય ભૂણપોષ કોષકેન્દ્રમાં રૂપાંતર પામે છે.

પ્રશ્ન 15.
ભૂણપુટમાં ફલન પછી વિઘટન પામતાકોષો?
(A) સહાયકકોષો અને પ્રાથમિક ભૂણપોષ કોષ
(B) સહાયકકોષો અને પ્રતિધ્રુવીય કોષો
(C) પ્રતિધ્રુવીયકોષો અને પ્રાથમિક ભૂણપોષ કોષ
(D) અંડકોષ અને પ્રતિધ્રુવીય કોષો
જવાબ
(B) સહાયકકોષો અને પ્રતિધ્રુવીય કોષો
અફલિત ભૂણપુટમાં, પ્રતિધ્રુવ કોષો અને સહાયક કોષો સ્પષ્ટ રીતે અંડકતલ અને અંડછિદ્ર પાસે અનુક્રમે આવેલ હોય છે. જ્યારે ફલન પામેલ ભૂણપુટમાં ફલિતાંડના નિર્માણ બાદ પ્રતિધ્રુવ કોષો અને સહાયક કોષો ધીરે ધીરે નાશ પામે છે.

પ્રશ્ન 16.
જ્યારે કૃત્રિમ સંકરણનું આયોજન દ્વિસદની વનસ્પતિઓમાં કરવામાં આવે ત્યારે તેની સાથે સંબંધિત નીચેનામાંથી કયો તબક્કો જોવા મળતો નથી?
(A) માદા પુષ્પોનું બેગિંગ કરવું (કોથળી ચઢાવવી.)
(B) પરાગાસન પર પરાગરજ છાંટવી.
(C) ઇમેક્યુલેશન
(D) પરાગરજ એકત્રિત કરવી.
જવાબ
(C) ઈમેક્યુલેશન

  • જો માદા પિતૃઓ એક જાતિના પુષ્પો ઉત્પન્ન કરે છે, ત્યારે વનસ્પતિને વંધ્ય બનાવવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. માદા પુષ્પની કલિકાઓમાં પુષ્પો ખીલે તે પહેલાં કોથળી ચઢાવવામાં આવેલી હોય છે.
  • જયારે પરાગાસન ગ્રહણશક્તિવાળું બને છે, ત્યારે ઇચ્છિત પરાગરજ દ્વારા પરાગનયન કરવામાં આવે છે અને પુષ્પ ઉપર ફરીથી કોથળી ચઢાવવામાં આવે છે. આ પ્રક્રિયા દ્વારા ઇચ્છિત ન હોય તેવી પરાગરજોથી રક્ષણ પ્રાપ્ત થાય છે.

નોંધઃ જો માદા પુષ્પો કિલિંગી પુષ્પો ધરાવે છે, ત્યારે પુષ્પકલિકામાંથી પુંકેસરો ફાટીને પરાગરજ મુક્ત કરે તે પહેલાં દૂર કરવામાં આવે છે. આમ, પુંકેસરોને વંધ્ય બનાવવાનું કાર્ય કરવામાં આવે છે.

પ્રશ્ન 17.
લાક્ષણિક દ્વિદળી વનસ્પતિ અને ઘાસના ભૂણમાં સાચાં સમભૂલક અંગોની રચના કઈ છે?
(A) ભૃણમૂળ ચોલ અને ભૂણાગ્ર ચોલ
(B) ભૂણાગ્ર ચોલ અને વરૂથિકા
(C) બીજપત્રો અને વરૂથિકા
(D) અધરાક્ષ અને ભૃણમૂળ
જવાબ
(C) બીજપત્રો અને વરુથિકા
લાક્ષણિક દ્વિદળી ભૂણ બે બીજપત્રો ધરાવે છે. જ્યારે એકદળી વનસ્પતિ એકબીજપત્ર ધરાવે છે કે જેને વરુથિકા કહે છે.
GSEB Solutions Class 12 Biology Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન 10

GSEB Solutions Class 12 Biology Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન

પ્રશ્ન 18.
કેટલીક વનસ્પતિઓમાં લિંગી-પ્રસાધનના ભાગો ફલન વગર ગર્ભના નિર્માણ માટે ઉપયોગમાં લેવાય છે. આ ઘટનાને શું કહેવાય?
(A) અફલિત ફળવિકાસ (Parthenocarpy)
(B) અસંયોગીજનન (Apomixis)
(C) વાનસ્પતિક પ્રસર્જન (પ્રજનન) (Vegetative propagation)
(D) લિંગી પ્રજનન (Sexualreproduction)
જવાબ
(B) અસંયોગીજનન (Apomixis)

  • અસંયોગીજનન એ ફલન વગર બીજ બનવાની પદ્ધતિ છે. આ ભૂણ જનીનિકરીતે માતૃવનસ્પતિને મળતો આવે છે.
  • બીજા વિકલ્પો યોગ્ય નથી. કારણ કે અફલિત ફળવિકાસ અને અસંયોગીજનન બંને અલગ અલગ પદ્ધતિઓ છે. ફલન વગરના ફળના વિકાસને અફલિત ફળવિકાસ (પાર્થનોકાર્ષિક) કહે છે. આથી તેનાં ફળો બીજ વગરનાં હોય છે. ઉદા. કેળાં, દ્રાક્ષ.
    1. વાનસ્પતિક પ્રસર્જન (પ્રજનન) કે વનસ્પતિમાં અલિંગી પ્રજનનના સ્વરૂપમાં પ્રજનન છે કે જેમાં નવા સજીવો બીજની ઉત્પત્તિ કે બીજાણુઓની ઉત્પત્તિ વગરના હોય છે.
    2. લિંગી પ્રજનનમાં એક જ જાતિના કે વિરુદ્ધ જાતિઓની જુદી જુદી વનસ્પતિઓમાંથી નર અને માદા જન્યુઓની ઉત્પત્તિ થતી ! જોવા મળે છે. આ જન્યુઓ સંયુમ્ન દ્વારા જોડાઈને ફલિતાંડ બનાવે છે કે જેમાંથી વિકાસ દ્વારા નવો સજીવ ઉત્પન્ન થાય છે.

પ્રશ્ન 19.
એક પુષ્પમાં, જે મહાબીજાણુ માતૃકોષ અર્ધીકરણ વગર મહાબીજાણુઓનું નિર્માણ કરે છે અને જો મહાબીજાણુઓમાંનો એક મહાબીજાણુ ભૃણપુટનું નિર્માણ કરે, તો તેનાં કોષકેન્દ્રો કેવાં હોય?
(A) એકકીય
(B) દ્વિકીય
(C) કેટલાંક એકકીય અને કેટલાંકદ્વિકીય
(D) તેઓની પ્લોઇડીમાં વિવિધતા હોય છે.
જવાબ
(B) દ્વિકીય

  • કેટલીક જાતિઓમાં, કિકીય અંડકોષ અર્ધીકરણ વગર ઉત્પન્ન થાય છે : અને ફલન વગરબૂણમાં રૂપાંતર પામે છે.
  • તે અલિંગી પ્રજનન છે કે જે પરાગવાહકોની ગેરહાજરીમાં કે તીવ્ર પર્યાવરણમાં થાય છે. કેટલીક જાતિઓ જેવી કે લીંબુના છોડમાં, ભૂણપુટની ફરતે આવેલ કોષકેન્દ્રો ધરાવતાં કોષો વિભાજન પામવાની શરૂઆત કરે છે અને ભૂણમાં રૂપાંતર પામે છે.
  • આ અર્ધીકરણ ન પામતાં મહાબીજાણુ માતૃકોષમાં થાય છે અને સમવિભાજનની વચ્ચે દ્વિકીય ભૂણપુટ બને છે. તે અનિશ્ચિત સમય : માટે ઇચ્છિત લક્ષણો સંચિત થાય તે માટે મદદ કરે છે.
  • આમ નિર્ણય ઉપર આવી શકાય કે અસંયોગીજનન દર્શાવતી જાતિઓ : દ્વિકીય કોષો ઉત્પન્ન કરે છે. લિંગી પ્રજનન દરમિયાન જ્યારે કોષ અર્ધીકરણ દર્શાવે છે ત્યારે એકકીય કોષો ઉત્પન્ન થાય છે. તેમજ વિકલ્પ (C) અને (D)ને મહાબીજાણુ માતૃકોષ દ્વારા દર્શાવાયા નથી.

પ્રશ્ન 20.
એવી એક ઘટના કે જેમાં અંડાશયનો વિકાસ ફલન વગર ફળમાં થાય છે, તો તેને શું કહેવાય?
(A) અફલિત ફળવિકાસ (Parthenocarpy)
(B) અસંયોગીજનન (Apomixis)
(C) અલિંગી પ્રજનન (Asexualreproduction)
(D) લિંગી પ્રજનન (Sexualreproduction)
જવાબ
(A) અફલિત ફળવિકાસ (Parthenocarpy)
પાર્થનોકાર્પિએ બીજવિહીન ફળોનું ફલન વગર ઉત્પાદન છે. અફલિત બીજાશયમાંથી ફળોના નિર્માણની ક્રિયાને અફલિત ફળોમાં રૂપાંતર એટલે કે પાર્થનોકાર્પિ ફળો કહેવાય છે. બીજા વિકલ્પો ખોટાં છે કારણ કે…

  1. અલિંગી પ્રજનનમાં એકલા પિતૃઓ નવા સજીવો ઉત્પન્ન કરવા સક્ષમ છે.
  2. એપોમિક્સિસ (અસંયોગીજનન) ફલન વગર બીજ બનવાની પદ્ધતિ છે. જેમાં ભૂણ જનીનિક રીતે માતૃવનસ્પતિને મળતો આવે છે.
  3. લિંગી પ્રજનનમાં એક જ વનસ્પતિ કે વિરુદ્ધ જાતિની અલગ અલગ વનસ્પતિઓમાં નર અને માદા જન્યુઓ ઉત્પન્ન થવાની પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થયેલાં જન્યુઓ સંયુમ્ન દ્વારા ફલન પામીને ફલિતાંડ બનાવે છે કે જેમાંથી નવો સજીવ ઉત્પન્ન થાય છે.

અતિ ટૂંકજવાબી પ્રશ્નો (VSQs)

પ્રશ્ન 1.
ભૂણપુટમાં આવેલા અંડપ્રસાધનના ઘટક કોષોનાં નામ આપો.
ઉત્તર:
ભૂણપુટમાં આવેલ અંડસાધનોના કોષોમાં, બે સહાયક કોષો, એક અંડકોષ અને ફિલીફોમ એપરેટ્સ (તંતુમયઘટકો) આવેલ હોય છે.
GSEB Solutions Class 12 Biology Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન 11

GSEB Solutions Class 12 Biology Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન

પ્રશ્ન 2.
સ્ત્રીકેસર ચક્રના તે ભાગનું નામ આપો કે જે પરાગરજના સ્વભાવકે પ્રકૃતિને ઓળખીને તેની સાથે યોગ્યનિશ્ચિતતા ધરાવે છે.
ઉત્તર:

  • સ્ત્રીકેસરને સાચી જાતની (બંધબેસતી) કે ખોટી જાતની (અનુકૂળ ન હોય તેવી) પરાગરજને ઓળખવાની ક્ષમતા હોય છે. જો પરાગરજ સાચી જાતની (બંધબેસતી) હોય તો સ્ત્રીકેસર પરાગરજ ગ્રહણ કરે છે અને પશ્ચ પરાગનયનના તબક્કાઓ ફલન તરફ દોરવાય છે. જો પરાગરજ ખોટી જાતની હોય તો સ્ત્રીકેસર તેને નકારે છે.
  • પરાગરજને ઓળખવાની સ્ત્રીકેસરની શક્તિ દ્વારા પરાગરજનો સ્વીકાર કે નકારવાની પ્રક્રિયા થાય છે. પરાગરજ અને સ્ત્રીકેસરના રાસાયણિક બંધારણની પ્રક્રિયા પરાગરજ અને સ્ત્રીકેસર વચ્ચે થતા ઉત્પન્ન થતું પરિણામ છે.

પ્રશ્ન 3.
બીજપત્રો અને પ્રદેહ દ્વારા દર્શાવાતાં સામાન્ય કાર્ય જણાવો.
ઉત્તર:
બીજપત્રો અને પ્રદેહ દ્વારા થતાં સામાન્ય કાર્યોનીચે મુજબ છે:

  1. વધારાના અનામતખોરાકનો સંગ્રહ કરવો.
  2. બીજપત્રો ભૂણને પોષણ આપવાનું કાર્ય કરે છે. જયારે પ્રદેહ ભૂણપુટને પોષણ આપવાનું કાર્ય છે.

પ્રશ્ન 4.
નીચે આપેલરેખાંકિત ચાટપૂર્ણકરો.
GSEB Solutions Class 12 Biology Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન 12
ઉત્તર:
GSEB Solutions Class 12 Biology Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન 13
લઘુબીજાણુજનનની પ્રક્રિયામાં અર્ધસૂત્રીભાજનની ક્રિયા દ્વારા પરાગ માતૃકોષમાંથી પરાગરજ (લઘુબીજાણુઓ) ઉત્પન્ન થવાની ક્રિયા થાય છે. જેમાં લઘુબીજાણુઓનું નિર્માણ ચાર કોષોના સમૂહમાં થાય છે. જેને પરાગચતુષ્ક કહે
GSEB Solutions Class 12 Biology Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન 14
GSEB Solutions Class 12 Biology Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન 15
પરાગાશય પુખ્ત થવાથી અને સુકાવાથી, લઘુબીજાણુઓ એક બીજાથી છૂટાં પડે છે અને પરાગરજમાં વિકાસ પામે છે. જ્યારે પરાગરજ પુખ્ત થાય છે ત્યારે તે બે કોષો કે જેમાં મોટાકોષને વાનસ્પતિક કોષ અથવા નાલકોષ કહેવાય છે. જ્યારે નાના કોષને જનન કે જન્યુકોષ કહે છે.

પ્રશ્ન 5.
આપેલ રેખાંકિત ચાર્ટમાં અર્ધીકરણ અને સમભાજનની અવસ્થાને ઓળખો કે જે(1,2 અથવા3) દ્વારા નિર્દેશિત કરેલ છે.
GSEB Solutions Class 12 Biology Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન 16
ઉત્તર:
GSEB Solutions Class 12 Biology Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન 17

  • દ્વિકીય મહાબીજાણુ માતૃકોષ (2n) અર્ધીકરણથી વિભાજન પામીચાર એકકીય મહાબીજાણુ ઉત્પન્ન કરે છે. ક્રિયાશીલ મહાબીજાણુમાં ત્રણ વખત થતાં સમવિભાજનથી આઠ એકકીય કોષકેન્દ્ર ધરાવતું ભૂણપુટ તૈયાર થાય છે. જયારે બીજા ત્રણ મહાબીજાણુ અવનત પામે છે.
  • ભૂણપુટ એ સાત કોષીય અને આઠ કોષકેન્દ્રો ધરાવતી રચના છે. તેમાં ત્રણ કોષકેન્દ્રો અંડછિદ્રના છેડે; ત્રણ નાભિના છેડે અને એકકોષ મધ્યમાં આવેલ છે.
  • અંડછિદ્ર તરફ આવેલા કોષો સંયુક્ત રીતે અંડસાધન તરીકે ઓળખાય છે જેમાં બે સહાયક કોષો અને એક અંડકોષ છે.
  • જ્યારે નાભિના છેડે આવેલ ત્રણ કોષો પ્રતિધ્રુવ કોષો અને મધ્યનો કોષ એ ફલન થાય ત્યાં સુધી બે કોષકેન્દ્ર (ધ્રુવીય કોષકેન્દ્ર) ધરાવતો હોય છે.

GSEB Solutions Class 12 Biology Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન 11

GSEB Solutions Class 12 Biology Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન

પ્રશ્ન 6.
નીચે આપેલ આકૃતિમાં પરાગાસન પર આવેલ પરાગરજમાંથી ભૂણપુટ સુધી પરાગનલિકાનો માર્ગ બતાવો. અંડપ્રસાધનના ઘટકોનાં નામ આપો.
GSEB Solutions Class 12 Biology Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન 18
ઉત્તર:
GSEB Solutions Class 12 Biology Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન 19

યોગ્ય રીતે બંધબેસતા પરાગનયન પછી પરાગાસન ઉપર પરાગરજ અંકુરણ પામે છે અને જનનછિદ્રો પૈકી એક જનનછિદ્રમાં પરાગનલિકા ઉત્પન્ન થાય છે. પરાગરજમાં આવેલ બે કોષકેન્દ્રો સહિતનું પરાગરજનું દ્રવ્ય પરાગનલિકામાં આવે છે. પરાગાસનની પેશીઓમાંથી પસાર થઈને પરાગનલિકા વૃદ્ધિ પામે છે અને અંડક સુધી પરાગનલિકા પહોંચે છે ત્યારે અંડછિદ્ર દ્વારા ભૂણપુટમાં દાખલ થાય છે અને ફીલીફોર્મ એપરેટ્સ (તંતુમય ઘટકો) દ્વારા પરાગનલિકા દાખલ થાય છે ત્યારે એક સહાયક કોષવિઘટન પામે છે.

પરાગનલિકા તેમાં રહેલ દ્રવ્યો મુક્ત કરવા તૂટી જાય છે. બે પુંજન્યો મુક્ત થાય છે. તે પૈકી એક અંડકોષ સાથે સંયુગ્મન પામે છે અને બીજો પુંજન્યુ મધ્યસ્થ કોષ સાથે સંયુગ્મન પામે છે. આમતે ફલન પામે છે.
GSEB Solutions Class 12 Biology Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન 11

ભૂણપુટમાં આવેલ અંડસાધનના ભાગો તરીકે બે સહાયક કોષો, એક અંડકોષ અને ફીલીફોર્મ એપરેટ્સ (તંતુમય ઘટકો) હોય છે.

પ્રશ્ન 7.
સ્ત્રીકેસરના ભાગોનાં નામ આપો જેમાંથી ફળ અને બીજનો વિકાસ થાયછે.
ઉત્તર:
સ્ત્રીકેસર એ માદા પ્રજનનઅંગ છે કે જે બીજાશયમાં આવેલ અંડકોષનું ફલન શક્ય બનાવવા પરાગરજ પ્રાપ્ત કરે છે, કે જે નીચેની દિશા તરફ પરાગવાહિનીમાંથી બીજાશય તરફ જાય છે. બીજાશય અંડકો ધરાવે છે કે જે અંડકોષ ધરાવે છે. બીજાશય ફળમાં રૂપાંતર પામે છે અને અંડકો બીજમાં રૂપાંતર પામે છે.
GSEB Solutions Class 12 Biology Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન 20

પ્રશ્ન 8.
બહુભૂણતાના કિસ્સામાં, જો ભૂણનો વિકાસ સહાયક કોષો અને પ્રદેહના અન્ય કોષોમાંથી થાય તો કર્યું એકકીય અને દ્વિતીય હોય?
ઉત્તર:
સહાયક કોષોમાંથી ઉત્પન્ન થયેલા ભૂણ એકકીય હોય છે. કારણ કે સહાયક કોષોની પ્લોઇડી એકકીય હોય છે. જ્યારે પ્રદેહમાંથી ઉત્પન્ન થયેલ ભૂણ દ્વિકીય હોય છે. કારણ કે પ્રદેહના કોષોની પ્લોઇડી દ્વિકીય હોય છે.

પ્રશ્ન 9.
અસંયોગીજનન ધરાવતા ભૃણપુટમાંથી શું કિંકીય ગર્ભ નિર્માણ પામી શકે? જો હા હોય તો પછી કેવી રીતે?
ઉત્તર:
હા. જો મહાબીજાણુ અર્ધીકરણની પ્રક્રિયા વગર ભૂણપુટમાં વિકાસ પામે તો અંડકોષ દ્વિકીય હોય છે. દ્વિકીય અંડકોષ સમવિભાજનથી ભૂણમાં વિકાસ પામે છે.

નોંધઃ અસંયોગીજનન અલિંગી પ્રજનનનો એક પ્રકાર છે, જેમાં ફલન વગર બીજનું નિર્માણ થાય છે.

પ્રશ્ન 10.
ત્રિકોષીય રચનાએ મુક્ત થતી પરાગરજમાં આવેલ ત્રણ કોષોનાં નામ આપો.
ઉત્તર:
60 % જેટલી આવૃત બીજધારી વનસ્પતિઓમાં પરાગરજ દ્વિકોષીય અવસ્થાએ (વાનસ્પતિક કોષ અને જનનકોષ) બાકીની જાતિઓમાં પરાગરજ ત્રિકોષીય અવસ્થામાં મુકાય છે ત્યારે જનનકોષ સમવિભાજન પામી બે નરજન્યુઓમાં રૂપાંતર પામે છે. આમ ત્રિકોષીય અવસ્થામાં એક વાનસ્પતિક કોષ અને બે નરજન્યુઓ આવેલ હોય છે.

GSEB Solutions Class 12 Biology Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન

પ્રશ્ન 11.
સ્વ-અસંગતતા એટલે શું?
ઉત્તર:
આ એક જનીનિક ક્રિયાવિધિ છે અને સ્વપરાગને રોકીને સ્ત્રીકેસરમાં પરાગરજનું અંકુરણ અને પરાગનલિકાના વિકાસને અવરોધી અંડકોને ફલિત થતાં અટકાવે છે.

પ્રશ્ન 12.
સ્વ-અસંગતતા ધરાવતી વનસ્પતિઓમાં પરાગનયનના પ્રકારનું નામ આપો.
ઉત્તર:
સ્વપરાગનયન અવરોધિત વનસ્પતિઓમાં (જ્યારે સ્વપરાગનયન અવરોધિત હોય) પરપરાગનયન થાય છે.

નોંધઃ સ્વપરાગનયન એ જનીનિક ક્રિયાવિધિ છે કે જે સ્વપરાગને અંડકોને ફલન કરતાં રોકવામાં, પરાગરજ અંકુરણ અને સ્ત્રીકેસરમાં પરાગનલિકાનો વિકાસ રોકે છે.

પ્રશ્ન 13.
પુખ્ત ભૂણપુટની આકૃતિ દોરો અને તેમાં 8 – કોષકેન્દ્રીય અને 1-કોષીયચનાદર્શાવો. તેમાં નીચેના ભાગો નિર્દેશિત કરોઃ પ્રતિધ્રુવીય કોષો, સહાયક કોષો, અંડકોષ, કેન્દ્રસ્થ કોષ, ધ્રુવીય કોષકેન્દ્રો
ઉત્તર:
GSEB Solutions Class 12 Biology Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન 11

પ્રશ્ન 14.
ફલિત અંડકમાં કઈ રચના બિકીય પેશીમય છે? કેવી રીતે બિકીય પરિસ્થિતિનું નિર્માણ થાય છે?
ઉત્તર:
ભૂણપોષ એ ત્રિકીય પેશીમય છે. મધ્યસ્થ કોષમાં આવેલ બે ધ્રુવીય કોષકેન્દ્રો અને નરપુંજન્યુનું સંયુશ્મન થવાથી તે બને છે.
GSEB Solutions Class 12 Biology Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન 21

પ્રશ્ન 15.
શું અસંયોગીજનનમાં પરાગનયન અને ફલન જરૂરી છે? તેનાં કારણો આપો.
ઉત્તર:
અસંયોગીજનનમાં પરાગનયન અને ફલન જરૂરી નથી. આના સમર્થનમાં કારણો નીચે મુજબ છે:

  1. મહાબીજાણુમાંથી અર્ધીકરણ વગર ભૂણપુટ બને છે. અંડકો દ્વિકીય હોય છે અને ભૂણ (ગર્ભમાં) રૂપાંતર પામે છે.
  2. દ્વિતીય પ્રદેહના કોષોમાંથી પણ ભૂણપુટ બને છે કે જેમાં અંડકોષ દ્વિકીય હોય છે તે અફલિત જનીનિક રીતે ભૂણ (ગર્ભ)માં રૂપાંતર પામે છે.

પ્રશ્ન 16.
નીચે આપેલી આકૃતિઓની મદદથી તેમના સ્ત્રીકેસરના પ્રકારને ઓળખો.
GSEB Solutions Class 12 Biology Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન 22
ઉત્તર:
(a) બીજાશયમાં ઘણાં સ્ત્રીકેસરો ભેગા મળીને જોડાઈને સંયુક્ત રીતે એક રચના બનાવે છે. જેને યુક્ત સ્ત્રીકેસરી બીજાશય કહે છે. ઉદા. ખસખસ (Poppy).
GSEB Solutions Class 12 Biology Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન 23

(b) બીજાશયમાં વધુ સ્ત્રીકેસરયુક્ત સ્થિતિમાં હોય અને બીજાશયના ભાગેથી જોડાયેલ હોય ત્યારે તેને મુક્ત સ્ત્રીકેસરી કહે છે. ઉદા. મિચેલીયા
GSEB Solutions Class 12 Biology Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન 24

GSEB Solutions Class 12 Biology Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન

પ્રશ્ન 17.
જલીય વનસ્પતિઓમાંપરાગનયનકેવી રીતે થાય છે?
ઉત્તર:
(a) ઘણી જલીય વનસ્પતિઓમાં તુરંત પાણીની બહાર આવતાં પુષ્પોમાં પવન અને કીટકો દ્વારા પરાગનયન થાયછે.

(b) જલીય વનસ્પતિઓમાં પાણીની સપાટીની નીચે પરાગનયન થાય ત્યારે તેને પાણીની સપાટીની નીચે થતું પરાગનયન (હાઇપો હાઇડ્રોફીલી) કહે છે. ઉદા. સીરેટી ફાયલમ

(c) જલીય વનસ્પતિઓમાં જો પરાગનયન પાણીની સપાટી ઉપર થાય તેને સપાટીય જલપરાગનયન કહે છે. (એપીહાઇડ્રોફીલી) ઉદા. વેલેસ્લેરીયાસ્પાયરાલીસ.

પ્રશ્ન 18.
આવૃત બીજધારી વનસ્પતિઓમાં પ્રત્યેક પરાગરજ દ્વારા નિર્માણ પામતાબેનરજન્યુઓનું કાર્ય શું છે?
ઉત્તર:

  1. એક જનનકોષ અંડકોષ સાથે સંયુગ્મન પામી ફલિતાંડ બનાવે છે. આ પ્રક્રિયાને સંયુગ્મન કે ફલન કહે છે.
  2. બીજો નર જનનકોષ બે ધ્રુવીય કોષકેન્દ્રો સાથે જોડાઈને ત્રિકીય ભૂણપોષ કેન્દ્ર સંયુગ્મનદ્વારા બનાવે છે.

ટૂંકજવાબી પ્રકારના પ્રશ્નો

પ્રશ્ન 1.
દ્વિલિંગી હવાઈ પુષ્પની ત્રણ પ્રયુક્તિઓ જણાવો કે જેના દ્વારા તેઓ સ્વપરાગનયનના(સ્વપરાયણતા) વિકાસને અવરોધે છે.
ઉત્તર:
હવાઈ કિલિંગી પુષ્પમાં સ્વપરાગણતા અટકાવવા માટે નીચે મુજબના ત્રણ તબક્કાઓ ઉવિકસિત કરેલ છેઃ
(a) પૃથક્ પક્વતા (Dichogany) : આ પદ્ધતિમાં પરાગરજ મુક્ત થાય છે. પરંતુ પરાગાસનની સ્વીકૃતિ માટે સ્વયં અસંગત હોય છે. સૂર્યમુખીમાં પરાગાસન પરિપક્વ બની પરાગરજ સ્વીકારે તે પહેલાં પરાગરજ મુક્ત થાય છે. ધતુરા સોલેનમમાં પરાગરજ મુક્ત થાય તે ખૂબ પહેલાં પરાગાસન તૈયાર થયેલ હોય છે કે જેથી પરપરાગનયન શક્ય બને છે.

(b) અનાત્મપરાગણતા (Herkogamy): જયારે નર અને માદા પ્રજનન અંગોને જુદી જુદી સ્થિતિમાં અને જુદી જુદી દિશામાં રાખવામાં આવે તેને અનાત્મપરાગણતા કહે છે. આ વનસ્પતિઓમાં પરાગરજ, એક જ પુષ્પના પરાગાસનના સંપર્કમાં આવી શકતાં નથી. આથી પરપરાગનયન થાય છે. ઉદા. હિબિસ્કસ (જાસુદ); ગ્લોરીસા-કંકાસણી

(C) સ્વવંધ્યતા (self sterility) : આ જનીનજાત પદ્ધતિ છે. તે પરાગરજનું અંકુરણ અને સ્ત્રીકેસરમાં પરાગનલિકાની વૃદ્ધિ અટકાવે છે. ઉદા. એબોટીલોન

નોંધ: સ્વપરાગનયન અટકાવવાની બીજી પદ્ધતિમાં એકલિંગી પુષ્પો ઉત્પન્ન કરવાની પદ્ધતિ છે. જે વધુ હિતકારી નથી. આ પદ્ધતિ સ્વફલન અટકાવે છે. પરંતુ એરંડી અને મકાઈ જેવી વનસ્પતિઓમાં ગેઇટોનોગેમી અટકાવાતી નથી.

પ્રશ્ન 2.
કૃત્રિમ સંકરણમાં અવલોકિત થતી ઘટનાઓને નીચે જણાવેલી છે.
સંકરણ દરમિયાન તેઓ દ્વારા અનુસરાતી ક્રમબદ્ધ શ્રેણી મુજબ આ ક્રમોને ગોઠવો.
(a) પુનઃ કોથળી ચઢાવવી.
(b) પિતૃઓની પસંદગી કરવી.
(c) કોથળી ચઢાવવી.
(d) પરાગાસનપરપરાગરજોને છાંટવી.
(e) ઇમેક્યુલેશન
(f) નરપિતૃછોડપરથી પરાગરજને એકઠી કરવી.
ઉત્તર:
કૃત્રિમ સંકરણ માટે સાચા ક્રમમાં ગોઠવણીનીચે મુજબ હોયછેઃ
(a) પિતૃઓની પસંદગી કરવી.
(b) ઇમેક્યુલેશન (પુષ્પની કળીમાંથી પરાગાશયને તે ફાટે તે પહેલાં દૂર કરવાની પ્રક્રિયા).
(c) કોથળી ચઢાવવી (મીણિયા કાગળની બનેલ કોથળી દ્વારા ઇમેક્યુલેશન કરેલ પુષ્પને ઢાંકવી)
(d) નરપિતૃછોડ પરથી પરાગરજને એકઠી કરવી.
(e) પરાગાસન પર પરાગરજને છાંટવી.
(f) પુનઃ કોથળીચઢાવવી. નોંધઃ જો માદા છોડમાં એકલિંગી પુષ્પો હોય તો ઇમેક્યુલેશન કરવાની જરૂરિયાત રહેતી નથી.

પ્રશ્ન 3.
અપત્યપ્રસવીમાં એક માતુમાંથી એક સમયે જન્મનારી સંતતિઓની સંખ્યા આપમેળે નિયંત્રિત થાય છે. કેવી રીતે?
ઉત્તર:

  • અપત્યપ્રસવી પ્રાણીઓમાં પ્રસૂતિ થકી બાળજન્મ થતો હોય છે, જે પ્રાણીઓ મોટે ભાગે અંતઃફલન અને અંતઃ ગર્ભવિકાસ ધરાવતા હોય છે.
  • માદા દેહની અંદર જ ફલન થતું હોવાથી, નિશ્ચિત જ નરજન્યુ એ અંડકોષને ફલિત કરશે અને નિર્માણ પામતું ફલિતાંડ એ ગર્ભાશયમાં સ્થાનાંતરિત થઈવૃદ્ધિ પામશે.
  • આમ, કોઈક ચોક્કસ નર જન્યુ એ માદા અંડકોષ ફલિત કરે તો ફલિતાંડ પણ ચોક્કસ સંખ્યામાં નિર્માણ પામે જેથી માતૃ દ્વારા ઉત્પન્ન સંતતિ પણ આપમેળે નિયંત્રિત થાય છે. કારણ કે સંતતિની ભક્ષકો દ્વારા નાશ થવાની શક્યતા ઓછી હોય છે.
  • જ્યારે બાહ્યફલન અને બાહ્યગર્ભવિકાસ ધરાવતું પ્રાણી અપત્યપ્રસવી હોય તો તે ખૂબ જ વધુ સંખ્યામાં સંતતિ ઉત્પન્ન કરશે. પરંતુ ભક્ષકો દ્વારા નાશ પામવાની શક્યતા પણ હોય છે. આથી આવી પરિસ્થિતિમાં સંતતિમાં વસ્તી નિયંત્રણ પ્રાકૃતિકપસંદગી દ્વારા થાય છે.

પ્રશ્ન 4.
સ્વ-વંધ્યતા દર્શાવતી વનસ્પતિ સ્વપરાયણતા પર કોઈ પ્રકારનાં પ્રતિબંધો સ્થાપે છે? તેનાં કારણો આપો અને આવી વનસ્પતિઓમાં પરાગનયનની પદ્ધતિસૂચવો.
ઉત્તર:

  • સ્વફલન ઉપર સ્વ-વંધ્યતા મર્યાદા લાગે છે. ગમે ત્યારે આ માટે મોટા ભાગની સપુષ્પ વનસ્પતિઓ દ્વિલિંગી પુષ્પો ઉત્પન્ન કરે છે અને જ્યારે પરાગરજ એક જ પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન સાથે સંપર્કમાં આવી સ્વપરાગનયન ચાલુ રાખે છે.
  • આ જ પ્રકારનું સ્વપરાગનયન ચાલુ રહેતાં અંતઃસંવર્ધન દબાણમાં પરિણમે છે. આથી સપુષ્પ વનસ્પતિઓએ સ્વપરાગનયનને અટકાવવા અને પરપરાગનયનને ઉત્તેજવા ઘણા ઉપાયો વિકસાવેલ છે.
  • સ્વવંધ્યતાસ્વપરાગનયન અટકાવવા માટેનો મોટો ઉપાય છે.
  • સ્વવંધ્યતા કેટલાંક ટ્રિલિંગી પુષ્પોમાં જોવા મળે છે. જો એક જ પુષ્પના : પરાગાસન ઉપર પરાગરજનું સ્થાપન થાય તો અંકુરણ પામતી નથી. : જો આજ એક જ જાતિના બીજા પુષ્પના પરાગાસન ઉપર સ્થાપિત થાય : તો અંકુરણ પામે છે. આ જનીનિક પ્રયુક્તિ સ્વપરાગનયન અટકાવવા માટે હોય છે.

GSEB Solutions Class 12 Biology Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન

પ્રશ્ન 5.
આપેલ આકૃતિમાંરેખાંકિત કરેલ ભાગોનાં સાચાં નામનિર્દેશિત કરો.
GSEB Solutions Class 12 Biology Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન 25
ઉત્તર:

  • એકદળી વનસ્પતિના ભૂણ એક જ બીજપત્ર ધરાવે છે. ઘાસના કુળમાં : બીજપત્રને વરુથિકા કહે છે, કે જે ગર્ભધરીની એક બાજુએ આવેલ હોયછે.
  • તેની નીચેની બાજુએ ગર્ભધરીમાં ભૂણમૂળ અને મૂળટોપી અનિર્ણિત : ભૃણમૂળ ચોલ તરીકે ઓળખાતા ભાગ તરીકે ઓળખવામાં આવે છે. ગર્ભધરીની ઉપરવરુથિકા (બીજપત્ર)ને સ્પર્શીને રહેલ ભાગને ઉપરાક્ષ કહેવામાં આવે છે. ઉપરાક્ષની ઉપર પ્રરોહાગ્ર અને થોડા પર્ણના ભાગો ખાલી પર્ણનાભાગોની રચનામાં ભૂણાગ્ર ચોલ આવે છે.

GSEB Solutions Class 12 Biology Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન 26

પ્રશ્ન 6.
બહુભૂણતા એટલે શું? વ્યાપારિક રીતે કેવી રીતે ઉપયોગ થાય છે?
ઉત્તર:

  • બીજમાં એક કરતાં વધુ ગર્ભ (ભૃણ) હોવાની ઘટનાને બહુભૂણતા કહે છે. ઘણી લીંબુ (citrus) અને આંબાની જાતોમાં, ભૂણપુટની ફરતે : આવેલ પ્રદેહના કોષો વિભાજન પામવાની શરૂઆત કરે છે અને ભૂણપુટમાં ઊપસી આવે છે અને ભૂણમાં વિકાસ પામે છે. આવી જાતોમાં પ્રત્યેક અંડક ઘણાં ભૂણ ધરાવે છે.
  • બહુભૂણતા વનસ્પતિ સંવર્ધન અને બાગાયત વિદ્યામાં મુખ્ય ભાગ ભજવે છે. આ ભૂણમાંથી મેળવાયેલ વનસ્પતિના છોડવાઇરસવિહીન અને ખૂબઝડપથી વૃદ્ધિ પામતાં હોય છે.
  • ઘણાં ખોરાક (અનાજ) અને શાકભાજીના પાકો વધુ પ્રમાણમાં ઉગાડવામાં આવે છે અને આ સંકર પાકોની ઊંચી ઉત્પાદકતા હોય છે.

પ્રશ્ન 7.
શું અફલિત ફળવિકાસ અને અસંયોગીજનન અલગ ઘટનાઓ છે?તેઓના ફાયદાઓની ચર્ચા કરો.
Hints: હા, તેઓ એકબીજાથી ભિન્ન છે. અફલિત ફળવિકાસબીજરહિત ફળોનો વિકાસ કરે છે, જ્યારે અસંગતતા ધૂણવિકાસપ્રેરે છે.
ઉત્તર:

  • હા, અફલિત ફળવિકાસ અને અસંયોગીજનન બંને અલગ ઘટનાઓ છે.
  • અફલિત ફળવિકાસનું મહત્ત્વ :
    1. અંડકના ફલન સિવાય ફળ ઉત્પત્તિની પદ્ધતિને અફલિત ફળવિકાસ કહે છે. આ પદ્ધતિનો ઉપયોગ ધંધાદારી બીજરહિત ફળોના વિકાસ માટે કરવામાં આવે છે. ઉદા. કેળા, દ્રાક્ષ.
    2. આ પદ્ધતિ ફળોના રસ (જ્યુસ)ના ઉદ્યોગોમાં વધુ ઉપયોગી છે.
  • અસંયોગીજનનનું મહત્ત્વ :
    1. અસંયોગીજનન દરમિયાન રંગસૂત્રોનું છૂટા પડવું કે જોડાણ થતું નથી. આથી લક્ષણો ઘણી પેઢી સુધી જળવાયેલ રહે છે.
    2. ધંધાદારી સંકરણ ઉત્પાદનને સરળતાથી સમજાવી શકાય છે. કારણ કે પિતૃ સંતતિને જાળવી રાખવા કે પ્રથમ પેઢીને જુદી પાડવા અલગીકરણની પ્રક્રિયાની જરૂરિયાત જરૂરી નથી.
    3. અપસ્થાનિક ભૂણતા (એડવેન્ટીવ એખ્રિયોની)નો ઉપયોગ લાક્ષણિક મૂળ જથ્થો અને વાઇરસ વિહીન જાતોને ઉત્પન્ન કરવા માટે થાય છે.

પ્રશ્ન 8.
શા માટે ફલિતાંડનું વિભાજન પ્રાથમિક ભૂણપોષ કોષ (PEC)ના વિભાજન પછી જ શરૂ થાય છે?
ઉત્તર:

  1. પ્રાથમિક ભૂણપોષ કેન્દ્ર સતત રીતે વિભાજન પામે છે અને ત્રિકીય ભૂણપોષ પેશી ઉત્પન્ન કરવામાં આવે છે. આ પેશીના કોષો સંગ્રહિત ખોરાકનો જથ્થો ધરાવે છે અને તે વિકાસ પામતાં ભૂણના પોષણ માટે વપરાય છે.
  2. ભૂણ અંડછિદ્ર તરફના છેડે વિકાસ પામે છે કે જ્યાં ફલિતાંડ આપેલ છે. ઘણાં ફલિતાંડ, ભૂણપોષનો કેટલોક જથ્થો બન્યા પછી વિકાસ પામે છે. વિકાસ પામતાં ભૃણને ચોક્કસ રીતે પોષણ પ્રાપ્ત થાય તે માટેનું આ અનુકૂલન છે.

પ્રશ્ન 9.
દ્વિકોષીય પરાગરજમાં જનનકોષનું વિભાજન પરાગનલિકાની અંદર થાય છે, પરંતુ કિકોષીય પરાગરજમાં આવું થતું નથી. તેનાં કારણો આપો.
ઉત્તર:

  • 60 % જેટલી આવૃત બીજધારી વનસ્પતિઓમાં પરાગરજ બે કોષકેન્દ્રવાળી અવસ્થાએ ઉત્પન્ન થાય છે. નાલકોષ અથવા વાનસ્પતિક કોષ અને જનનકોષ હોય છે.
  • બાકી રહેલ જાતિઓમાં પરાગરજનું સ્થાપન થાય તે પહેલાં જનનકોષ સમવિભાજનથી વિભાજન પામી બે નરજન્યુઓ ઉત્પન્ન કરે છે. નાલકોષ કે વાનસ્પતિક કોષ અને બે નરજન્યુઓ એમ ત્રિકોષીય અવસ્થામાં હોય છે.
  • ત્રિકોષીય અવસ્થામાં, પરાગાસન ઉપર અંકુરણ પામી પરાગનલિકા કોઈ એક જનનછિદ્રમાંથી ઉત્પન્ન થાય છે. પરાગરજમાંનું દ્રવ્ય પરાગનલિકામાં આવે છે. પરાગનલિકા, પરાગાસનની પેશીમાં વૃદ્ધિ પામતી આગળ વધે છે.

પ્રશ્ન 10.
નીચે આપેલ આકૃતિમાં નીચેના ભાગોનું નિદર્શન કરો:
નરજન્યુઓ, અંડકોષ, ધ્રુવીય કોષકેન્દ્રો, સહાયક કોષો અને પરાગનલિકા.
GSEB Solutions Class 12 Biology Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન 27
ઉત્તર:
GSEB Solutions Class 12 Biology Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન 28

GSEB Solutions Class 12 Biology Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન

દીર્ઘજવાબી પ્રશ્નો

પ્રશ્ન 1.
ફલિતાંડથી શરૂ કરી દ્વિદળી વનસ્પતિમાં ભૂણવિકાસની વિભિન્ન અવસ્થાઓની આકૃતિઓદોરો.
ઉત્તર:
નોંધઃ એકદળી અને દ્વિદળી વનસ્પતિઓમાં ભૂણવિકાસના શરૂઆતના તબક્કા એકસરખા હોય છે. એકદળી વનસ્પતિના ગર્ભમાં એક જ બીજપત્ર હોય છે.
GSEB Solutions Class 12 Biology Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન 29

પ્રશ્ન 2.
હવાઈ પુષ્પોમાં પરાગનયનના શક્ય પ્રકારો કયા છે? તેનાં કારણો : આપો.
ઉત્તર:
હવાઈ પુષ્પોમાં બે પ્રકારના પરાગનયન (કસ્મોગેમી Chasmogamy) જોવા મળે છે. એટલે કે સ્વપરાગનયન અને પરપરાગનયન.

(a) સ્વપરાગનયન (સ્વફલન) : એક જ પુષ્પના પરાગાશયમાંથી પરાગરજનું તે જ પુષ્પના પરાગાસન ઉપર જવાની ક્રિયાને સ્વપરાગનયન કહે છે. આ સંવૃત પુષ્કતા અને હવાઈ પુષ્પો બંનેમાં જોવા મળે છે.

(b) પર-પરાગનયન (એલોગેમી) : પરાગરજોનું પરાગાશયમાંથી અન્ય પુષ્પના પરાગાસન ઉપર જવાની પ્રક્રિયાને પરપરાગનયન કહે છે. તે બે જાતિના છેઃ (i) ગેઇટોનોગેમી : એક જ વનસ્પતિના એક પુષ્પ ઉપરથી પરાગાશયમાંથી પરાગરજોને તે જ વનસ્પતિના બીજા પુષ્પના પરાગાસન ઉપર લઈ જવામાં આવે છે. તે પરંપરાગનયનની ક્રિયાત્મક પ્રકાર છે. જેમાં પરાગરજ વાહકનો ઉપયોગ થાય છે. જનીનિક રીતે સ્વફલન સાથે સામ્યતા ધરાવે છે, કારણ કે પરાગરજ એક જ વનસ્પતિ ઉપરથી આવે છે.

(ii) પરવશ (ઝેનોગેમી) : એક જ વનસ્પતિના એક પુષ્પના પરાગાશયમાંથી પરાગરજ, બીજી વનસ્પતિના પરાગાસન ઉપર સ્થાપિત થવાની પ્રક્રિયા પરાગનયનનો આ પ્રકાર કે જે જનીનિક રીતે અલગ પ્રકારની પરાગરજો પરાગાસન ઉપર આવે છે.
GSEB Solutions Class 12 Biology Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન 30

પ્રશ્ન 3.
આવૃત બીજધારીના પુખ્તણૂણપુટની નામનિર્દેશનવાળી સ્પષ્ટ અને સ્વચ્છ આકૃતિ દોરી તેનું વર્ણન કરો. સહાયક કોષોની ભૂમિકા જણાવો.
ઉત્તર:

  • અષ્ટ કોષકેન્દ્રીય અવસ્થા પછી, કોષદીવાલ ઉત્પન્ન થઈ લાક્ષણિક માદાજન્યુજનક કે ધૂણપુટનું આયોજન થાય છે.
  • આઠ કોષકેન્દ્રો કોષદીવાલો વડે ઘેરાય છે અને કોષોમાં પરિણમે છે. અંડછિદ્ર તરફના છેડે ત્રણ કોષો આવેલ છે અને તે ભેગા મળીને અંડસાધન બનાવે છે. અંડસાધનમાં બે સહાયક કોષો અને એક અંડકોષ હોયછે.
  • નાભિના છેડે ત્રણ કોષો હોય છે કે જેને પ્રતિધ્રુવ કોષો કહે છે. મધ્યમાં મોટો કેન્દ્રીય કોષ બે ધ્રુવીય કોષકેન્દ્રો મળીને બને છે. આમ લાક્ષણિક આવૃત બીજધારી વનસ્પતિઓમાં ભૂણપુટ પુખ્ત અવસ્થાએ આઠ કોષકેન્દ્રો અને સાત કોષોના બનેલ હોયછે.
  • એકકીય મહાબીજાણુમાંથી ભૂણપુટ ઉત્પન્ન થાય છે. આથી તેને મોનોસ્પોરિક ભૂણપુટ કહે છે.
  • સહાયક કોષોનું કાર્ય: સહાયક કોષોને અંડછિદ્ર તરફના છેડે ખાસ કોષીય સ્થૂલન જોવા મળે છે. તેને તંતુમય ઘટકો કહે છે કે જે પરાગનલિકાને સહાયક કોષોમાં દાખલ થવા માટે યોગ્ય માર્ગદર્શન આપે છે.

GSEB Solutions Class 12 Biology Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન 11

પ્રશ્ન 4.
લઘુબીજાણુધાનીની આકૃતિ દોરો અને તેના દીવાલના સ્તરોનું નામ-નિર્દેશન કરો. અંતઃસ્તરનો ફાળો ટૂંકમાં વર્ણવો.
ઉત્તર:
GSEB Solutions Class 12 Biology Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન 31
અનુપ્રસ્થ છેદમાં લાક્ષણિક લઘુબીજાણુ રૂપરેખામાં ગોળાકાર જોવા મળે છે. તે ચાર દીવાલો દ્વારા આવરિત હોય છે. તેમાં નીચે પ્રમાણે ચાર સ્તરો આવેલ છેઃ
(a) અધિસ્તર : તે સૌથી બહારની બાજુએ આવેલ રક્ષણાત્મક સ્તર છે. તેની ફરતે ફેલાયેલાં ચપટાં કોષોનું બનેલ છે. કોષો ચુસ્ત રીતે ગોઠવાયેલાં હોય છે અને તેઓની દીવાલ જાડી હોય છે કે જે પરાગાશયનાસ્ફોટન સમયે મદદરૂપ થાય છે.

(b) તંતુમય સ્તર એન્ડોથેસિયમ : તે અધિસ્તરની નીચે આવેલ છે. તે સ્તર અરીય રીતે તંતુમય સ્થૂલનો દ્વારા ખેંચાયેલ હોય છે. પુખ્તાવસ્થાએ આ કોષો પાણી ગુમાવે છે અને ખેંચાય છે અને પરાગાશયના સ્ફોટનમાં મદદ કરે છે.

(c) દીવાલના સ્તરો : તેઓ તંતુમય સ્તર (એન્ડોથેસિયમ) અને પોષકસ્તરની વચ્ચે આવેલ છે. તેઓ પાતળી દીવાલવાળા એકથી પાંચ સ્તરમાં આવેલ છે. તેઓ પણ પરાગાશયના સ્ફોટનમાં મદદ કરે છે.

(d) પોષકસ્તર દીવાલના સ્તરોનું સૌથી અંદરનું સ્તર છે. તેઓ મોટી, પાતળી કોષદીવાલ; ઘટ્ટકોષરસ અને એક કરતાં વધુ કોષકેન્દ્રો તેમાં જોવા મળે છે તે પોષક સ્તર છે અને પોષણ પૂરું પાડતી પેશી છે તેં વિકાસ પામતી પરાગરજોને પોષણ પૂરું પાડે છે.

લઘુબીજાણુધાનીની મધ્યમાં સઘન રીતે ગોઠવાયેલાં સમજાત કોષો ધરાવે છે. જેને બીજાણુજનક પેશી કહે છે. તે અર્ધીકરણથી વિભાજન પામી પરાગચતુષ્ક બનાવે છે. આ પ્રક્રિયાને લઘુબીજાણુજનન કહેછે.

GSEB Solutions Class 12 Biology Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન

પ્રશ્ન 5.
કેટલીક અસંગતતા ધરાવતી જાતિના ભૂણપુટો સામાન્ય હોય છે, પરંતુ તેઓ દ્વિકીય કોષો ધરાવે છે. આ પરિસ્થિતિ માટે યોગ્ય સમજૂતી આપો.
ઉત્તર:

  • સામાન્ય લિંગી પ્રજનનને બદલે ફલન વગર અલિંગી પ્રજનન થાય તેને અસંયોગીજનન કહે છે. ઉદા. પુષ્પોને બદલે પ્રકલિકાઓ અને બીજને બદલે વનસ્પતિનો ઉદ્ભવ.
  • એપોમક્ટિક પ્રજનન દ્વારા ઉત્પન્ન થયેલાં સજીવો જનીનિક રીતે પિતૃ વનસ્પતિને મળતો આવે છે. સપુષ્પ વનસ્પતિઓમાં મર્યાદિત તકમાં આવૃત બીજધારી એટલે કે બીજ દ્વારા અલિંગી પ્રજનન થાય છે.
  • કેટલીક વનસ્પતિ જાતિઓમાં આ સામાન્ય છે. ઉદા. એસ્ટરેસી, પોએસી. કેટલીક જાતિઓમાં અર્ધીકરણ વગર દ્વિકીય અંડકોષ ઉત્પન્ન થાય છે અને ફલન વગરબૂણમાં વિકાસ પામે છે.
  • કેટલીક જાતિઓ જેવી કે સાઇટ્રસ (લીંબુ) ભૂણપુટને ફરતે આવેલ પ્રદેહના કોષો વિભાજન પામવાની શરૂઆત કરે છે અને ભૂણમાં પરિણમે છે. આ મહાબીજાણુ માતૃકોષમાં બને છે કે જ્યાં અર્ધીકરણ પ્રકારનું વિભાજન થતું નથી. આમ સમવિભાજન દ્વારા દ્વિકીય ભૂણપુટ ઉત્પન્ન કરે છે.
  • આમ કેટલીક એપોમક્ટિક જાતિઓમાં ભૂણપુટ સામાન્ય જોવા મળે છે. પરંતુ દ્રિકીય કોષો ઉત્પન્ન કરે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *