GSEB Class 10 Social Science Notes Chapter 2 ભારતનો સાંસ્કૃતિક વારસો : પરંપરાઓ : હસ્ત અને લલિતકલા

   

This GSEB Class 10 Social Science Notes Chapter 2 ભારતનો સાંસ્કૃતિક વારસો : પરંપરાઓ : હસ્ત અને લલિતકલા covers all the important topics and concepts as mentioned in the chapter.

ભારતનો સાંસ્કૃતિક વારસો : પરંપરાઓ : હસ્ત અને લલિતકલા Class 10 GSEB Notes

→ માતા-પિતા તરફથી મળતો શારીરિક અને માનસિક લક્ષણોવાળો વારસો “જૈવિક વારસો’ કહેવાય.

→ માતા-પિતા તરફથી મળતો ઘરબાર, જમીન-જાયદાદ કે સ્થાવર જંગમનો વારસો ‘ભૌતિક વારસો’ કહેવાય.

→ પ્રાચીન સમયમાં ભારત હસ્તક્લા-કારીગરી, ચિત્રકલા, શિલ્પક્કા, સ્થાપત્યક્તા, સંગીતક્લા, નૃત્યકલા, નાટ્યકલા વગેરે કલાઓમાં વિશિષ્ટ લાયકાત ધરાવતો દેશ હતો.

GSEB Class 10 Social Science Notes Chapter 2 ભારતનો સાંસ્કૃતિક વારસો : પરંપરાઓ : હસ્ત અને લલિતકલા

→ ભારતની મુખ્ય હસ્તકલા-કારીગરીનાં નામ :

  • માટીકામ,
  • વણાટકામ
  • ધાતુકામ
  • ભરતગૂંથણ,
  • ચર્મઉદ્યોગ
  • મોતીકામ
  • જરીકામ
  • અકીકકામ અને
  • કાષ્ઠક્લા વગેરે..

→ કુંભારનો ચાકડો પ્રાચીન ભારતનું માટીકામ માટેનું પ્રથમ યંત્ર મનાય છે.

→ પ્રાચીન સમયમાં માટીમાંથી ઈંઢે, રમકડાં, માટલી, ધો, કોડિયાં, કુલડીઓ, ચૂલો; ઘી, તેલ, દૂધ અને દર્દી માટેનાં પાત્રો, રસોઈનાં સાધનો, અનાજનો સંગ્રહ કરવા માટે નાની-મોટી કોઠીઓ, દેવ દેવીની સ્થાપના માટેના તાકાઓ વગેરે બનાવવામાં આવતાં.

→ રૂની પૂણીમાંથી તાંતણા ખેંચવા સાથે તેમને વળ ચડાવી એક્બીજાની પકડમાં જોડી લાંબો દોરો તૈયાર કરવાની કળાને “કાંતણ’ કહે છે.

→ ઢામ શહેરમાં બનાવવામાં આવતી મલમલનો તાકો (કાપડ) દીવાસળીની પેટીમાં સમાઈ જતો હતો અને વીંટીમાંથી પણ પસાર થઈ જતો હતો.

→ કશ્મીર સહિત ભારતમાં બનતા ગાલીચા, પાટણનાં પટોળાં, કાંજીવરમ તથા બનારસી સાડીઓ, રાજસ્થાની બાંધણીઓ જેવા હાથવણાટના બેનમૂન હુન્નરના નમૂના ભારતની એક આગવી ઓળખ ગણાય છે.

→ પ્રાચીન સમયમાં આપણો દેશ પાટલનું પટોળું, રાજસ્થાની બાંધણી, કાંજીવરમની સાડીઓ અને ઢાકાની મલમલ માટે જાણીતો હતો.

→ પાટણમાં બનાવવામાં આવતા રેશમના વસાબેવડ-ઇક્ત)ને પાટણનાં પટોળાં’ કહેવાય છે. બેવડ એટલે બંને બાજુ અને ઈક્ત એટલે વણાટ પહેલાં રંગાયેલાં રેસામાંથી બનાવેલું કાપડ. આમ, બેવડ-ઇક્ત એટલે તાણા અને વાણાથી ગૂંથાયેલ સાડી, કે જેમાં સાડીની બંને બાજુએ એક જ આકાર દેખાય છે.

→ ચંદરવા, શાખ તોરણ, ચાકળા, ઓછાડ, તકિયા, પારણાં, ઓશીકાં, કેડીયાં વગેરે વસ્ત્રો પર ભરતગૂંથણ કરવાની કારીગરી આજે પન્ન પ્રખ્યાત છે. કચ્છના બન્ની વિસ્તારની “જત’ કોમના ભરતગૂંથણના નમૂના ગુજરાતની ગૂંથણકળાની અદ્દભુત સિદ્ધિ ગણાય છે.

→ પ્રાચીન સમયમાં ચર્મકારો મૃત પ્રાણીઓનાં ચામડાંમાંથી પખાલ મશકો, ધમણો, પગરખાં, કોશ, જીન, ઢોલ, નગારાં, તબલાં, ઢોલક, ઢાલ, પલાન્ન, લગામ, ચાબુક, પાકીટ, પટ્ટા તેમજ પાલતુ પ્રાણીઓને બાંધવા માટે વપરાતાં સાધનો વગેરે બનાવતા.

→ આભૂષજ્ઞો બનાવવામાં હીરા, માણેક, મોતી, પન્ના, નીલમ, પોખરાજ વગેરે રત્નોનો ઉપયોગ થાય છે. ગુજરાતમાં તારો, પછીત, બારી, ચાકળા, લગ્નનાં નારિયેળ અને મોડિયા, થોડિયાં, ઘૂઘરા, ઈંઢોણી, કળશ, બળદ માટેના મોડિયા અને તેનાં શીંગડાંની ફૂલ, પંખા વગેરે વસ્તુઓ મોતી ગૂંથીને બનાવવામાં આવે છે.

→ પ્રાચીન સમયમાં ભારતમાં તાંબુ, કાંસું, પિત્તળ વગેરે ધાતુઓમાંથી પાણી ભરવાના ઘડા, વાસણો, વિવિધ પાત્રો, મૂર્તિઓ વગેરે બનાવવામાં આવતાં.

→ વીંટી, હાર, દામણી, નેબ્લેસ, ચૂની, નથણી, ઐરિંગ, કાપ વગેરે સોનાના અલંકારોમાં હીરા જેવા કીમતી પથ્થરો અને સાચાં મોતી જડવાની ક્લા “જતરામ’ કહેવાય છે,

GSEB Class 10 Social Science Notes Chapter 2 ભારતનો સાંસ્કૃતિક વારસો : પરંપરાઓ : હસ્ત અને લલિતકલા

→ નદીઓના ખીણપ્રદેશમાંથી મળી આવતો કલ્લિડોનિક (સિલિકા મિશ્રિત) ભૂરા કે સફેદ રંગનો પથ્થર – સિલિકા હવામાનના ફેરફારો અને પાણીની પ્રક્રિયાઓથી તૈયાર થાય છે, જેને “અકીક’ કહેવામાં આવે છે. અકીક એક કિંમતી પથ્થર છે. અકીક પર પહેલ પાડી તેમાંથી વિવિધ પ્રકારનાં ઘરેણાં બનાવવામાં આવે છે.

→ ક્લાસમાં ચિત્રકલાનું સ્થાન સૌથી મોખરે છે. ચિત્રક્લાની વિશેષતા એ છે કે તે રંગ અને રેખા દ્વારા અભિવ્યક્ત થાય છે. રંગ અને રેખા વડે પ્રકૃતિનાં જડ તથા ચેતન તત્ત્વોનું અનુકરણ કરી આપન્ના મનની ઊર્મિઓને અભિવ્યક્ત કરવી તે ચિત્રકલાનો મુખ્ય હેતુ છે.

→ પાષાણયુગનાં પશુ-પંખીઓનાં આલેખનો આદિમાનવનાં ગુફા ચિત્રોમાં જોવા મળે છે.

→ ભારતીય સંગીતના મુખ્ય બે પ્રકાર છે :

  • શાસ્ત્રીય સંગીત અને
  • લોકસંગીત.

→ ભારતીય સંગીતના કુલ પાંચ રાગો છે :

  • શ્રી,
  • દીપક,
  • હીંડોળ,
  • મેઘ અને
  • ભૈરવી. આ બધા રાગો ભગવાન શંકરના પાંચ મુખમાંથી ઉત્પન્ન થયા હોવાનું મનાય છે.

→ આર્યોનો “સામવેદ’ નામનો ગ્રંથ “સંગીતનો વેદ’ ગણાય છે.

→ પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે ‘સંગીત રત્નાકર’ને સંગીતનો સૌથી વધારે પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે.

→ સંગીત અને શાયરીના ક્ષેત્રે કરેલા અપૂર્વ પ્રદાનને કારણે અમીર ખુશરો ભારતીય ઇતિહાસમાં ‘તુતી-એ-હિંદ'(હિંદના પોપટ)ના નામે પ્રસિદ્ધ છે.

→ નૃત્યકલાનું મુખ્ય ધ્યેય તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ ‘કરાવવાનું છે. નૃત્યકલાના આદિદેવ ભગવાન શંકર નટરાજ મનાય છે.

→ ભરતનાટ્યમ, કૂચીપુડી, કથકલી, કથક અને મણિપુરી – એ ભારતનાં શાસ્ત્રીય નૃત્યના મુખ્ય પ્રકારો છે.

→ પંડિત અહોબલે વિવિધ રાગોનું મહત્ત્વનું લક્ષણ જણાવ્યું છે કે બધા રાગો એકબીજાથી પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ અને વિશિષ્ટતા ધરાવે છે.

→ નાટ્યકલામાં બધી કલાઓનો સંયોગ છે. એવું વર્ણવતાં ભરતમુનિએ કહ્યું છે કે, “એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી, એવું કોઈ કર્મ નથી કે જે નાટ્યકલામાં ન હોય.” મહાકવિ ભાસ, મહાકવિ કાલિદાસ અને મહાકવિ ભવભૂતિ સંસ્કૃત સાહિત્યના મહાન નાટ્યકારો છે.

GSEB Class 10 Social Science Notes Chapter 2 ભારતનો સાંસ્કૃતિક વારસો : પરંપરાઓ : હસ્ત અને લલિતકલા

→ શાસ્ત્રકારોએ ભવાઈને ‘ભાવપ્રધાન નાટકો’ કહ્યાં છે. પડદા વિના ભજવાતાં નાટકો, હળવી શૈલીની રમૂજ, ભૂંગળ વાદ્ય સાથે સંગીતપ્રધાન નાટકો અને વિવિધ વેશ (રામદેવનો વેશ, ઝંડા ઝુલણનો વેશ, કજોડાનો વેશ વગેરે) એ ભવાઈની વિશેષતાઓ છે.

→ ગુજરાતમાં કન્યાકેળવણી અને બેટી બચાવો જેવા કાર્યક્રમો માટે રંગલા-રંગલી જેવાં પાત્રો સાથે ભવાઈ નાટ્ય-પ્રસંગો ભજવવામાં આવે છે.

→ ગુજરાતના આદિવાસીઓ હોળી અને અન્ય તહેવારોમાં, લગ્નોમાં, દેવી-દેવતાઓને પ્રસન્ન કરવા માટે અને મેળાઓમાં નૃત્યો કરતા હોય છે. તેઓ મુખ્યત્વે વર્તુળાકારે ફરતાં ફરતાં, ઢોલ અને રૂઢિ મુજબનાં મંજીરાં, થાપી, તૂર, પાવરી, તંબૂરા વગેરે વાજિંત્રો સાથે સ્થાનિક બોલીમાં નૃત્યો કરે છે.

→ ભીલ અને કોળી જાતિઓ શ્રમહારી ટિપ્પણી નૃત્ય કરે છે. આ નૃત્યમાં તેઓ જાડી લાકડી નીચે લાકડાના ટુકડા જડીને જમીન પર અથડાવી તાલ સાથે સમૂહ નૃત્ય કરે છે.

→ ગરબો શબ્દ ‘ગર્ભદીપ’ પરથી બન્યો છે કોરાવેલા ઘડામાં દીવો મૂકી તેની ચોમેર કે તેને માથે મૂકી ગોળાકારે કરવામાં આવતા નૃત્યને “ગરબો’ કહે છે. ગુજરાતમાં ગરબા નવરાત્રી – આસો સુદ 1થી આસો સુદ 9 (ક્યાંક સુદ દસમ કે શરદપૂનમ) દરમિયાન ગરબા રમાય છે.

→ રાસ એટલે ગોળાકારે ફરતાં ફરતાં નૃત્ય સાથે ગાવું તે. ગુજરાતમાં મોટે ભાગે રાસ જન્માષ્ટમી અને નવરાત્રીના તહેવારો દરમિયાન રમાય છે. રાસ રમવા સ્ત્રીઓ ભરત ભરેલાં ચણિયા-ચોળી અને પુરુષો કેડિયા-ધોતીનો પોશાક પહેરે છે.

→ ધમાલ નૃત્ય મૂળ આફ્રિકાના અને ગીરની મધ્યમાં હાલના જાંબુરમાં રહેતા સીદી લોકોનું નૃત્ય છે.

→ બનાસકાંઠાના વાવ વિસ્તારમાં રહેતા લોકો સરખડ કે ઝંઝાળી જેવા ઊંચા ઘાસમાંથી તોરણ જેવાં ઝૂમખાંનો મેરાયો ગૂંથી ઢોલના અવાજ સાથે તલવારના દાવપેચ જેવું નૃત્ય કરે છે, જેને મેરાયો નૃત્ય કહે છે.

→ પઢાર નૃત્યમાં દાંડિયા કે મંજીરાં સાથે લય અને તાલ સાથે શરીરને જમીન સરસું લઈ બેઠા થવાનું હોય છે.

→ કોળી નૃત્યમાં સૌરાષ્ટ્રના કોળીઓ માથે મધરાસિયો (માથે બાંધવાનું રંગીન કપડું), આંટીયાળી ગોળ પાઘડી અને તેને છેડે આભલાં ભરેલું લીલા પટ્ટાનું બાંધણું અને કેડે રંગીન ભેટ પહેરીને નૃત્ય કરે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *