GSEB Class 10 Social Science Important Questions Chapter 4 ભારતનો સાહિત્યિક વારસો

Gujarat Board GSEB Class 10 Social Science Important Questions Chapter 4 ભારતનો સાહિત્યિક વારસો Important Questions and Answers.

GSEB Class 10 Social Science Important Questions Chapter 4 ભારતનો સાહિત્યિક વારસો

દરેક વિધાનની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ખાલી જગ્યા પૂરોઃ

પ્રશ્ન 1.
પ્રાચીન ભારતની લિપિ …………………….. સમયની છે.
A. પ્રશિષ્ટ
B. વૈદિક
C. હડપ્પા
ઉત્તરઃ
C. હડપ્પા

પ્રશ્ન 2.
મહાન વ્યાકરણશાસ્ત્રી મહર્ષિ પાણિનિએ ‘ ………………….. ’ ગ્રંથની રચના કરી હતી.
A. અષ્ટાધ્યાયી
B. અર્થશાસ્ત્ર
C. ઋગ્વદ
ઉત્તરઃ
A. અષ્ટાધ્યાયી

પ્રશ્ન 3.
…………………… ભાષાને ‘આર્ય ભાષા’ કે ‘ષિઓની ભાષા’ કે ‘વિદ્વાનોની ભાષા’ કહે છે.
A. પ્રાકૃત
B. સંસ્કૃત
C. હિંદી
ઉત્તરઃ
B. સંસ્કૃત

પ્રશ્ન 4.
…………………. ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ છે.
A. સર્વેદ
B. સામવેદ
C. રામાયણ
ઉત્તરઃ
A. સર્વેદ

પ્રશ્ન 5.
……………………. ને ‘સંગીતની ગંગોત્રી’ કહે છે.
A. સર્વેદ
B. અથર્વવેદ
C. સામવેદ
ઉત્તરઃ
C. સામવેદ

પ્રશ્ન 6.
……………………… માં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે.
A. અથર્વવેદ
B. યજુર્વેદ
C. સર્વેદ
ઉત્તરઃ
A. અથર્વવેદ

GSEB Class 10 Social Science Important Questions Chapter 4 ભારતનો સાહિત્યિક વારસો

પ્રશ્ન 7.
…………………… યજ્ઞનો વેદ કહેવાય છે.
A. સામવેદ
B. અથર્વવેદ
C. યજુર્વેદ
ઉત્તરઃ
C. યજુર્વેદ

પ્રશ્ન 8.
………………………. વિશ્વનો સૌથી મોટો કાવ્યગ્રંથ છે.
A. રામાયણ
B. મહાભારત
C. શ્રીમદ્ભગવદ્ગીતા
ઉત્તરઃ
B. મહાભારત

પ્રશ્ન 9.
………………….. માં દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે.
A. શ્રીમદ્ભગવદ્ગીતા
B. રામાયણ
C. મહાભારત
ઉત્તરઃ
A. શ્રીમદ્ભગવદ્ગીતા

પ્રશ્ન 10.
પ્રારંભિક …………………. સાહિત્યને ત્રિપિટક’ તરીકે ઓળખવામાં . આવે છે.
A. બૌદ્ધ
B. જૈન
C. સંસ્કૃત
ઉત્તરઃ
A. બૌદ્ધ

પ્રશ્ન 11.
………………. દ્રવિડકુળની સૌથી જૂની ભાષા છે.
A. મલયાલમ
B. કન્નડ
C. તમિલ
ઉત્તરઃ
C. તમિલ

પ્રશ્ન 12.
……………………. કવિ તિરુવલ્લુવરનો પ્રખ્યાત ગ્રંથ છે.
A. કુરલ
B. એવુથોકઈ
C. તોલકાપ્પિયમ્
ઉત્તરઃ
A. કુરલ

GSEB Class 10 Social Science Important Questions Chapter 4 ભારતનો સાહિત્યિક વારસો

પ્રશ્ન 13.
…………………. ભારતની સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે, જે કશ્મીરનો છે ઇતિહાસ આલેખે છે.
A. કથાસરિતસાગર
B. ગીતગોવિંદ
C. રાજતરંગિણી
ઉત્તરઃ
C. રાજતરંગિણી

પ્રશ્ન 14.
કવિ ચંદબરદાઈરચિત ‘…………………………’ હિંદી સાહિત્યનો પ્રારંભિક
ગ્રંથ છે.
A. પૃથ્વીરાજરાસો
B. પ્રતાપરાજરાસો
C. ચંદ્રાયનાસો
ઉત્તરઃ
A. પૃથ્વીરાજરાસો

પ્રશ્ન 15.
મુલ્લા દાઉદનો ગ્રંથ ‘…………………..’ એ અવધિ ભાષાનો સૌથી ૬
A. કુમારાયન
B. ગીતગોવિંદ
C. ચંદ્રાયન
ઉત્તરઃ
C. ચંદ્રાયન

પ્રશ્ન 16.
…………………….. એક કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી સંત અને સંગીતકાર હતા.
A. અમીર ખુશરો
B. હઝરત નિઝામુદ્દીન ઓલિયા
C. બહાદુરશાહ ઝફર
ઉત્તરઃ
A. અમીર ખુશરો

પ્રશ્ન 17.
…………………….. ની રચનાઓ મુખ્યત્વે સધુંકડી લોકબોલીમાં છે.
A. નાનક
B. કબીર
C. નામદેવ
ઉત્તરઃ
B. કબીર

પ્રશ્ન 18.
તુલસીદાસે પ્રસિદ્ધ ગ્રંથ ‘રામચરિતમાનસ’ ……………………… ભાષામાં લખ્યો હતો.
A. અવધિ
B. ભોજપુરી
C. હિન્દી
ઉત્તરઃ
A. અવધિ

GSEB Class 10 Social Science Important Questions Chapter 4 ભારતનો સાહિત્યિક વારસો

પ્રશ્ન 19.
બંગાળમાં સંત ………………………. થી ભક્તિગીતો લખવાની પરંપરા શરૂ થઈ હતી.
A. કૃતિવાસ
B. નામદેવ
C. ચૈતન્ય
ઉત્તરઃ
C. ચૈતન્ય

પ્રશ્ન 20.
વિજયનગરના મહાન સમ્રાટ ………………………. તેલુગુ અને સંસ્કૃત ભાષાના લેખક હતા.
A. કૃષ્ણદેવરાય
B. રામરાય
C. બુક્કારાય
ઉત્તર:
A. કૃષ્ણદેવરાય

પ્રશ્ન 21.
…………………… એક ઐતિહાસિક કૃતિ તરીકે ઘણો જ મૂલ્યવાન ગ્રંથ છે.
A. આયને-અકબરી
B. હુમાયુનામા
C. અકબરનામા
ઉત્તરઃ
A. આયને-અકબરી

પ્રશ્ન 22.
મધ્યયુગની સૌથી મહત્ત્વની ઘટના ………………………….. ભાષાના જન્મની છે.
A. હિંદી
B. ઉર્દૂ
C. અવધિ
ઉત્તરઃ
B. ઉર્દૂ

પ્રશ્ન 23.
…………………… વિદ્યાપીઠમાંથી ભણીને બહાર નીકળેલ વિદ્યાર્થી
missing
A. વલભી
B. તક્ષશિલા
C. નાલંદા
ઉત્તરઃ
C. નાલંદા

પ્રશ્ન 24.
7મી સદીમાં ચીની મુસાફર …………………. નાલંદા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી.
A. યુએન-શવાંગે
B. ફાહિયાને
C. ઇત્સિંગે
ઉત્તરઃ
A. યુએન-શવાંગે

GSEB Class 10 Social Science Important Questions Chapter 4 ભારતનો સાહિત્યિક વારસો

પ્રશ્ન 25.
……………………… વિદ્યાપીઠમાં ગ્રંથાલયવાળો વિસ્તાર ધર્મગંજ’ તરીકે ઓળખાતો હતો.
A. વલભી
B. તક્ષશિલા
C. નાલંદા
ઉત્તરઃ
C. નાલંદા

પ્રશ્ન 26.
……………………. પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું.
A. તક્ષશિલા
B. નાલંદા
C. વલભી
ઉત્તરઃ
A. તક્ષશિલા

પ્રશ્ન 27.
ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ ચાણક્ય તેમજ ખુદ ચંદ્રગુપ્ત મૌર્યે …………………….. વિદ્યાપીઠમાં શિક્ષણ લીધું હતું.
A. વલભી
B. તક્ષશિલા
C. નાલંદા
ઉત્તરઃ
B. તક્ષશિલા

પ્રશ્ન 28.
ભગવાન બુદ્ધે પોતાના મતના પ્રચાર અને પ્રસાર માટે ……………………… પર પસંદગી ઉતારી હતી.
A. અલાહાબાદ
B. વલભી
C. વારાણસી
ઉત્તરઃ
C. વારાણસી

પ્રશ્ન 29.
સમ્રાટ અશોકના આશ્રયથી વારાણસીનો ………………………….. મઠ પ્રસિદ્ધ યાત્રાધામ બન્યો હતો.
A. સારનાથ
B. શારદા
C. રાજેશ્વરી
ઉત્તરઃ
A. સારનાથ

પ્રશ્ન 30.
5મી સદીની શરૂઆતમાં ચીની મુસાફર ……………………. તક્ષશિલા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી.
A. યુએન-શવાંગે
B. ફાહિયાને
C. ઇત્સિંગે
ઉત્તરઃ
B. ફાહિયાને

GSEB Class 10 Social Science Important Questions Chapter 4 ભારતનો સાહિત્યિક વારસો

પ્રશ્ન 31.
………………………. વિદ્યાધામ ત્યારે બૌદ્ધ ધર્મના હીનયાન પંથનું કેન્દ્ર હતું.
A. વલભી
B. વારાણસી
C. તક્ષશિલા
ઉત્તરઃ
A. વલભી

પ્રશ્ન 32.
દૂરદૂરના ગંગા-યમુનાના મેદાન વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ …………………….. માં ઉચ્ચ અભ્યાસ માટે આવતા હતા.
A. નાલંદા
B. તક્ષશિલા
C. વલભી
ઉત્તરઃ
C. વલભી

પ્રશ્ન 33.
ચીની પ્રવાસી …………………… લખ્યું છે કે, વલભી પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા નાલંદા સાથે સ્પર્ધા કરતી હતી.
A. ઇત્સિંગે
B. ફાહિયાને
C. યુએન-વાંગે
ઉત્તરઃ
A. ઇત્સિંગે

પ્રશ્ન 34.
7મી સદીમાં ગુજરાતનું …………………….. વિદ્યાધામ શિક્ષણનું અતિ પ્રસિદ્ધ કેન્દ્ર હતું.
A. નાલંદા
B. વલભી
C. તક્ષશિલા
ઉત્તરઃ
B. વલભી

પ્રશ્ન 35.
……………………. ના સર્જનાત્મક પ્રયોગથી સાહિત્યનું સર્જન થવા પામ્યું.
A. વિદ્વાનો
B. ભાષા
C. સ્તુતિઓ
ઉત્તરઃ
B. ભાષા

પ્રશ્ન 36.
મહર્ષિ પાણિનિએ ‘અષ્ટાધ્યાયી’ ગ્રંથની રચના ઈ. સ. પૂર્વે ………………… સદીમાં કરી.
A. ચોથી
B. ત્રીજી
C. બીજી
ઉત્તરઃ
A. ચોથી

GSEB Class 10 Social Science Important Questions Chapter 4 ભારતનો સાહિત્યિક વારસો

પ્રશ્ન 37.
……………………… કન્વેદની ઋચાઓનું ગાન કરવા માટે રચવામાં આવ્યો છે.
A. યજુર્વેદ
B. અથર્વવેદ
C. સામવેદ
ઉત્તરઃ
C. સામવેદ

પ્રશ્ન 38.
આર્યો તેમના જીવનનો અંતિમ સમય ……………………. માં જઈને ગાળતા.
A. આશ્રમ
B. અરણ્ય
C. મંદિરો
ઉત્તરઃ
B. અરણ્ય

પ્રશ્ન 39.
……………………… માં અયોધ્યાના રાજવી રામચંદ્રની કથા આપી છે.
A. રામાયણ
B. મહાભારત
C. શ્રીમદ્ભગવદ્ગીતા
ઉત્તરઃ
A. રામાયણ

પ્રશ્ન 40.
……………………….. વિશ્વ પ્રસિદ્ધ કવિ છે.
A. બાણભટ્ટ
B. ભવભૂતિ
C. કાલિદાસ
ઉત્તરઃ
C. કાલિદાસ

પ્રશ્ન 41.
કાદમ્બરી’ની રચના …………………….. કરી છે.
A. ભવભૂતિએ
B. ભારવિ
C. બાણભટ્ટ
ઉત્તરઃ
C. બાણભટ્ટ

પ્રશ્ન 42.
‘ઉત્તરરામચરિત’ની રચના …………………….. કરી છે.
A. બાણભટ્ટ
B. ભવભૂતિએ
C. કાલિદાસે
ઉત્તરઃ
B. ભવભૂતિએ

GSEB Class 10 Social Science Important Questions Chapter 4 ભારતનો સાહિત્યિક વારસો

પ્રશ્ન 43.
‘કિરાતાર્જનિયમ’ની રચના …………………… કરી છે.
A. ભારવિએ
B. વિશાખાદત્તે
C. શૂદ્રકે
ઉત્તરઃ
A. ભારવિએ

પ્રશ્ન 44.
‘મુદ્રારાક્ષસ’ની રચના …………………… કરી છે.
A. વિશાખાદત્તે
B. દંડીએ
C. શૂદ્રક
ઉત્તરઃ
A. વિશાખાદત્તે

પ્રશ્ન 45.
‘મૃચ્છકટિકમ્’ ની રચના ……………………. કરી છે.
A. દંડીએ
B. ભારવિ
C. શૂદ્રક
ઉત્તરઃ
C. શૂદ્રક

પ્રશ્ન 46.
‘દશકુમારચરિત’ની રચના ………………………… કરી છે.
A. ભવભૂતિએ
B. દંડીએ
C. ભારવિએ
ઉત્તરઃ
B. દંડીએ

પ્રશ્ન 47.
ઉત્તર ભારતમાં મધ્ય યુગની શરૂઆતમાં ……………………….. સાહિત્યની ભાષા બની રહી.
A. હિંદી
B. ફારસી
C. સંસ્કૃત
ઉત્તરઃ
C. સંસ્કૃત

પ્રશ્ન 48.
કવિઓ પંપા, પોન્ના અને રત્નાને પ્રારંભિક ……………………….. સાહિત્યની ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે.
A. કન્નડ
B. તેલુગુ
C. તમિલ
ઉત્તરઃ
A. કન્નડ

GSEB Class 10 Social Science Important Questions Chapter 4 ભારતનો સાહિત્યિક વારસો

પ્રશ્ન 49.
……………………. ભાષા હિન્દી અને ગુજરાતી ભાષા સાથે મળતી આવે છે.
A. મરાઠી
B. રાજસ્થાની
C. ફારસી
ઉત્તરઃ
B. રાજસ્થાની

પ્રશ્ન 50.
મુલ્લા દાઉદનો ‘ચંદ્રાયન’ ગ્રંથ ……………………… ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે.
A. ફારસી
B. હિન્દી
C. અવધિ
ઉત્તરઃ
C. અવધિ

પ્રશ્ન 51.
……………………… ભાષા દિલ્લીના સુલતાનોની રાજભાષા હતી.
A. ઉર્દૂ
B. ફારસી
C. હિન્દી
ઉત્તરઃ
B. ફારસી

પ્રશ્ન 52.
………………….. પોતાનાં પુસ્તકોમાં ભારતનું વાતાવરણ, એની સુંદરતા, એની ઇમારતો અને એનાં જ્ઞાન-વિજ્ઞાનનાં પુષ્કળ વખાણ કર્યા છે.
A. અમીર ખુશરોએ
B. તુલસીદાસે
C. ઝીયાઉદ્દીન બનીએ
ઉત્તરઃ
A. અમીર ખુશરોએ

પ્રશ્ન 53.
બિહારના પટના જિલ્લાના બડગાંવ નામના ગામ પાસે પ્રાચીન ………………….. વિદ્યાપીઠ આવેલી છે.
A. વલભી
B. તક્ષશિલા
C. નાલંદા
ઉત્તરઃ
C. નાલંદા

પ્રશ્ન 54.
………………….. વિદ્યાપીઠમાં 64 વિદ્યાઓનું શિક્ષણ અપાતું હતું.
A. નાલંદા
B. વલભી
C. તક્ષશિલા
ઉત્તરઃ
C. તક્ષશિલા

GSEB Class 10 Social Science Important Questions Chapter 4 ભારતનો સાહિત્યિક વારસો

પ્રશ્ન 55.
‘શ્રીમદ્ભગવદ્ગીતા’માં મોક્ષપ્રાપ્તિના આ ત્રણ માર્ગોમાંથી …………………… માર્ગનું વિવેચન નથી. (March 20)
A. કર્મ
B. ભક્તિ
C. યોગ
ઉત્તરઃ
C. યોગ

પ્રશ્ન 56.
સંસ્કૃત સાહિત્યના વિશ્વપ્રસિદ્ધ લેખક કોણ છે?
A. વાલ્મીકિ
B. સંત તુલસીદાસ
C. મહાકવિ કાલિદાસ
D. મહાકવિ ભાસ
ઉત્તર:
C. મહાકવિ કાલિદાસ

પ્રશ્ન 57.
કઈ વિદ્યાપીઠમાં પ્રસિદ્ધ વિદ્વાનોનાં નામ દરવાજા પર લખવામાં આવતાં?
A. તક્ષશિલા
B. વારાણસી (કાશી)
C. નાલંદા
D. વલભી
ઉત્તર:
D. વલભી

પ્રશ્ન 58.
વિશ્વનો સૌથી મોટો કાવ્યગ્રંથ કયો છે?
A. ઉત્તરરામચરિત
B. મેઘદૂત
C. મહાભારત
D. રામાયણ
ઉત્તર:
C. મહાભારત

પ્રશ્ન 59.
મોક્ષપ્રાપ્તિના ત્રણ માર્ગો – જ્ઞાન, કર્મ અને ભક્તિમાર્ગનું વિવેચન શેમાં કરવામાં આવ્યું છે?
A. રામાયણમાં
B. શ્રીમદ્ભગવદ્ગીતામાં
C. રામચરિતમાનસમાં
D. ઉત્તરરામચરિતમાં
ઉત્તર:
B. શ્રીમદ્ભગવદ્ગીતામાં

પ્રશ્ન 60.
પ્રાચીન યુગમાં રચાયેલી વહીવટી વિજ્ઞાનની કૃતિ કઈ છે?
A. અષ્ટાધ્યાયી
B. મિલિન્દ પન્હો
C. કોટિલ્યનું અર્થશાસ્ત્ર
D. મિનેન્ડરનું અર્થશાસ્ત્ર
ઉત્તર:
C. કોટિલ્યનું અર્થશાસ્ત્ર

GSEB Class 10 Social Science Important Questions Chapter 4 ભારતનો સાહિત્યિક વારસો

પ્રશ્ન 61.
ગુજરાતી ભાષામાં ભક્તિગીતો લખવાનો પ્રારંભ કોણે કર્યો?
A. નરસિંહ મહેતાએ
B. દલપતરામ
C. પ્રેમાનંદ
D. દયારામે
ઉત્તર:
A. નરસિંહ મહેતાએ

પ્રશ્ન 62.
નીચેનામાંથી એક જોડકું ખરું નથી. તે શોધીને ઉત્તર લખો.
A. શૂદ્રક – મૃચ્છકટિકમ્
B. ભારવિ – કિરાતાર્જુનીયમ્
C. બાણભટ્ટ – કાદમ્બરી
D. વિશાખદત્ત – દશકુમારચરિત
ઉત્તર:
D. વિશાખદત્ત – દશકુમારચરિત

પ્રશ્ન 63.
નીચેનામાંથી એક જોડકું ખરું નથી. તે શોધીને ઉત્તર લખો.
A. કવિ રન્ના – અજીતનાથ પુરાણ
B. કવિ પોન્ના – શાંતિપુરાણ
C. કવિ પંપા – આદિપુરાણ
D. કવિ કમ્બલ – મહાભારતમ્
ઉત્તર:
D. કવિ કમ્બલ – મહાભારતમ્

પ્રશ્ન 64.
શૂદ્રકઃ મૃચ્છકટિકમ્ / દડી : ……………………
A. દશકુમારચરિત
B. મુદ્રારાક્ષસ
C. કાદમ્બરી
D. કિરાતાર્જુનીયમ્
ઉત્તર:
A. દશકુમારચરિત

પ્રશ્ન 65.
કથાસરિતસાગરઃ સોમદેવ / રાજતરંગિણી : …………………….
A. જયદેવ
B. ભારવિ
C. કલ્હણ
D. ભવભૂતિ
ઉત્તર:
C. કલ્હણ

પ્રશ્ન 66.
ગુજરાતી સાહિત્યના લેખકોને તેમની કૃતિઓ સાથે જોડી યોગ્ય વિકલ્પ પસંદ કરો:

1. મીરાંબાઈ a. ગરબી
2. દયારામ b. પદો
3. અખો c. આખ્યાન
4. પ્રેમાનંદ d. છપ્પા

A. (1 – d), (2 – c), (3 – b), (4 – a).
B. (1 – c), (2 – d), (3 – a), (4 – b).
C. (1 – b), (2 – a), (3 – c), (4 – d).
D. (1 – b), (2 – a), (3 – d), (4 – c).
ઉત્તર:
D.

1. મીરાંબાઈ b. પદો
2. દયારામ a. ગરબી
3. અખો d. છપ્પા
4. પ્રેમાનંદ c. આખ્યાન

GSEB Class 10 Social Science Important Questions Chapter 4 ભારતનો સાહિત્યિક વારસો

પ્રશ્ન 67.
મુઘલ સમ્રાટોનો સાચો ક્રમ પસંદ કરો.
A. અકબર, હુમાયુ, જહાંગીર, શાહજહાં
B. હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં
C. હુમાયુ, જહાંગીર, શાહજહાં, અકબર
D. હુમાયુ, શાહજહાં, અકબર, જહાંગીર
ઉત્તર:
B. હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં

પ્રશ્ન 68.
ભારતમાં ભાષાઓના ક્રમશઃ વિકાસને લીધે આપણો સાહિત્યિક વારસો ખૂબ સમૃદ્ધ બન્યો છે. ભાષાઓને લગતાં નીચે મુજબનાં જોડકાંમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો:

1. પ્રાચીન કાળની પ્રારંભિક ભાષા a. ફારસી
2. પ્રારંભિક બૌદ્ધ સાહિત્યની ભાષા b. સંસ્કૃત
3. દ્રવિડકુળની સૌથી પ્રાચીન ભાષા c. પાલિ
4. મુઘલકાળ દરમિયાન વિકસેલી ભાષા d. તમિલ
e. અસમી

A. (1 – b), (2 – c), (3 – d), (4 – a).
B. (1 – b), (2 – d), (3 – c), (4 – a).
C. (1 – e), (2 – c), (3 – d), (4 – a).
D. (1 – e), (2 – b), (3 – d), (4 – c).
ઉત્તર:
A.

1. પ્રાચીન કાળની પ્રારંભિક ભાષા b. સંસ્કૃત
2. પ્રારંભિક બૌદ્ધ સાહિત્યની ભાષા c. પાલિ
3. દ્રવિડકુળની સૌથી પ્રાચીન ભાષા d. તમિલ
4. મુઘલકાળ દરમિયાન વિકસેલી ભાષા a. ફારસી

પ્રશ્ન 69.
ભારતની કઈ વિદ્યાપીઠમાં વિશ્વભરમાં શ્રેષ્ઠતમ ગણાય તેવાં ગ્રંથાલયો હતાં?
A. વલભીમાં
B. વારાણસી(કાશી)માં
C. નાલંદામાં
D. તક્ષશિલામાં
ઉત્તર:
C. નાલંદામાં

પ્રશ્ન 70.
5મી સદીમાં કયા ચીની પ્રવાસીએ તક્ષશિલા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી?
A. હાન-શુઈએ
B. યુએન-ગ્વાંગે
C. ઇત્સિંગે
D. ફાહિયાને
ઉત્તર:
D. ફાહિયાને

પ્રશ્ન 71.
નીચે આપેલ ચિત્ર કઈ વિદ્યાપીઠનું છે?
GSEB Class 10 Social Science Important Questions Chapter 4 ભારતનો સાહિત્યિક વારસો 2
A. તક્ષશિલા વિદ્યાપીઠનું
B. વારાણસી (કાશી) વિદ્યાપીઠનું ;
C. નાલંદા વિદ્યાપીઠનું
D. વલભી વિદ્યાપીઠનું
ઉત્તર:
C. નાલંદા વિદ્યાપીઠનું

GSEB Class 10 Social Science Important Questions Chapter 4 ભારતનો સાહિત્યિક વારસો

2. નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:

(1) પ્રાચીન ભારતની લિપિ વૈદિક સમયની છે.
ઉત્તરઃ
ખોટું

(2) મહર્ષિ પાણિનીએ ‘અષ્ટાધ્યાયી’ નામના વ્યાકરણગ્રંથની રચના કરી હતી.
ઉત્તરઃ
ખરું

(3) સંસ્કૃત ભાષાને ‘આર્ય ભાષા’ કે ‘કષિઓની ભાષા’ કે ‘વિશ્વ ભાષા’ કહે છે.
ઉત્તરઃ
ખોટું

(4) ‘ઋગ્વદ’ ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ છે.
ઉત્તરઃ
ખરું

(5) સર્વેદમાં કુલ 1200 ઋચાઓ છે.
ઉત્તરઃ
ખોટું

(6) યજુર્વેદને ‘સંગીતની ગંગોત્રી’ કહે છે.
ઉત્તરઃ
ખોટું

GSEB Class 10 Social Science Important Questions Chapter 4 ભારતનો સાહિત્યિક વારસો

(7) અથર્વવેદ યજ્ઞનો વેદ કહેવાય છે.
ઉત્તરઃ
ખોટું

(8) ‘રામાયણ’ અને ‘મહાભારત’ ભારતનાં બે મુખ્ય મહાકાવ્યો છે.
ઉત્તરઃ
ખરું

(9) ‘રામાયણ’ વિશ્વનો સૌથી મોટો કાવ્યગ્રંથ છે.
ઉત્તરઃ
ખોટું

(10) ‘શ્રીમદ્ભગવદ્ગીતા’માં ગહન દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે.
ઉત્તરઃ
ખરું

(11) પ્રારંભિક બોદ્ધ સાહિત્ય અવધિ ભાષામાં લખાયું હતું.
ઉત્તરઃ
ખોટું

(12) પ્રારંભિક બૌદ્ધ સાહિત્યને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે.
ઉત્તરઃ
ખરું

GSEB Class 10 Social Science Important Questions Chapter 4 ભારતનો સાહિત્યિક વારસો

(13) મહાકવિ બાણે કાદમ્બરી’ની રચના કરી છે.
ઉત્તરઃ
ખરું

(14) કાલિદાસ વિશ્વ પ્રસિદ્ધ કવિ છે.
ઉત્તરઃ
ખરું

(15) દ્રવિડકુળની સૌથી જૂની ભાષા તેલુગુ છે.
ઉત્તરઃ
ખોટું

(16) તોલકાપ્પિયમ્ એ કવિ તિરુવલ્લુવરે રચેલો વ્યાકરણગ્રંથ છે.
ઉત્તરઃ
ખોટું

(17) ‘રાજતરંગિણી’ એ ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે.
ઉત્તરઃ
ખરું

(18) ‘રાજતરંગિણી’ એ ભારતના ઇતિહાસને આલેખતો અત્યંત મહત્ત્વપૂર્ણ ગ્રંથ છે.
ઉત્તરઃ
ખોટું

GSEB Class 10 Social Science Important Questions Chapter 4 ભારતનો સાહિત્યિક વારસો

(19) જયદેવરચિત ‘ગીતગોવિંદ’ એ સંસ્કૃતનો અતિ સુંદર કાવ્યગ્રંથ છે.
ઉત્તરઃ
ખરું

(20) કવિ ચંદબરદાઈરચિત પૃથ્વીરાજરાસો’ હિંદી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે.
ઉત્તરઃ
ખરું

(21) કવિઓ પંપા, પોન્ના અને રન્નાને પ્રારંભિક મલયાલમ સાહિત્યની ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે.
ઉત્તરઃ
ખોટું

(22) કવિ કમ્બલે તમિલ ભાષામાં ‘રામાયણ’ની રચના કરી હતી.
ઉત્તરઃ
ખરું

(23) મુલ્લા દાઉદનો ‘ચંદ્રાયન’ ગ્રંથ અવધિ ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે.
ઉત્તરઃ
ખરું

(24) ઉર્દૂ ભાષા દિલ્લીના સુલતાનોની રાજભાષા હતી.
ઉત્તરઃ
ખોટું

GSEB Class 10 Social Science Important Questions Chapter 4 ભારતનો સાહિત્યિક વારસો

(25) અમીર ખુશરો એક કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી સંત અને નાટ્યકાર હતા.
ઉત્તરઃ
ખોટું

(26) સુપ્રસિદ્ધ હઝરત નિઝામુદ્દીન ઓલિયા અમીર ખુશરોના ગુરુ હતા.
ઉત્તરઃ
ખરું

(27) હઝરત નિઝામુદ્દીન ઓલિયા ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવતા હતા.
ઉત્તરઃ
ખોટું

(28) કબીરની રચનાઓ (દોહરાઓ) મુખ્યત્વે સધુંકડી લોકબોલી છે.
ઉત્તરઃ
ખરું

(29) ઉત્તરરામચરિત’ એ તુલસીદાસનો અવધિ ભાષામાં લખાયેલો પ્રસિદ્ધ ગ્રંથ છે.
ઉત્તરઃ
ખોટું

(30) બંગાળમાં સંત ચૈતન્યથી ભક્તિગીતો લખવાની પરંપરા શરૂ થઈ.
ઉત્તરઃ
ખરું

GSEB Class 10 Social Science Important Questions Chapter 4 ભારતનો સાહિત્યિક વારસો

(31) વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવરાયે ‘આમુક્તમાલ્યદા’ નામના ગ્રંથની રચના કરી હતી.
ઉત્તરઃ
ખરું

(32) બાબરની બહેન ગુલબદન બેગમે ‘હુમાયુનામા’ની રચના કરી હતી.
ઉત્તરઃ
ખોટું

(33) ઉર્દૂ ભાષાનો જન્મ એ મધ્યયુગની સૌથી મહત્ત્વની ઘટના છે.
ઉત્તરઃ
ખરું

(34) ‘દરબારે અકબરી’ એ મુહંમદ હુસેનનો મહત્ત્વનો ગ્રંથ છે.
ઉત્તરઃ
ખરું

(35) નાલંદા વિદ્યાપીઠ એ બિહારના પટના જિલ્લાના બડગાંવ ગામ પાસે આવેલી હતી.
ઉત્તરઃ
ખરું

(36) મહાવીર સ્વામીએ નાલંદા વિદ્યાપીઠમાં ચાર ચાતુર્માસ કર્યા હતા.
ઉત્તરઃ
ખોટું

GSEB Class 10 Social Science Important Questions Chapter 4 ભારતનો સાહિત્યિક વારસો

(37) 7મી સદીમાં ચીની મુસાફર ફાહિયાને નાલંદા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી.
ઉત્તરઃ
ખોટું

(38) યુએન-વાંગ નાલંદા વિદ્યાપીઠના ગ્રંથાલયોમાંથી 657 હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે ચીન લઈ ગયો હતો.
ઉત્તરઃ
ખરું

(39) તક્ષશિલાનાં ગ્રંથાલયોવાળો વિસ્તાર ‘ધર્મગંજ’ તરીકે ઓળખાતો હતો.
ઉત્તરઃ
ખોટું

(40) તક્ષશિલા પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું.
ઉત્તરઃ
ખરું

(41) તક્ષશિલા વિદ્યાપીઠમાં 68 વિદ્યાઓનું શિક્ષણ અપાતું હતું.
ઉત્તરઃ
ખોટું

(42) તક્ષશિલા વિદ્યાપીઠમાં સામાન્ય રીતે એક શિક્ષકની પાસે લગભગ વીસ વિદ્યાર્થીઓ ભણતા.
ઉત્તરઃ
ખરું

GSEB Class 10 Social Science Important Questions Chapter 4 ભારતનો સાહિત્યિક વારસો

(43) ચંદ્રગુપ્તના ગુરુ ચાણક્ય અને ખુદ ચંદ્રગુપ્ત મૌર્યે નાલંદા વિદ્યાપીઠમાં શિક્ષણ લીધું હતું.
ઉત્તરઃ
ખોટું

(44) પાંચમી સદીની શરૂઆતમાં ચીની મુસાફર ફાહિયાને તક્ષશિલા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી.
ઉત્તરઃ
ખરું

(45) વારાણસી યાત્રાધામ તરીકે પ્રસિદ્ધ છે.
ઉત્તરઃ
ખરું

(46) વલભી બૌદ્ધ ધર્મના મહાયાન પંથનું કેન્દ્ર હતું.
ઉત્તરઃ
ખોટું

(47) પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્વાનો સ્થિરમતિ અને ગુણમતિ વલભી વિદ્યાધામના અગ્રણી આચાર્યો હતા.
ઉત્તરઃ
ખરું

(48) ચીની પ્રવાસી ઇન્સિંગે લખ્યું છે કે, વલભી પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા તક્ષશિલા સાથે સ્પર્ધા કરતી હતી.
ઉત્તરઃ
ખોટું

GSEB Class 10 Social Science Important Questions Chapter 4 ભારતનો સાહિત્યિક વારસો

(49) વલભી એક રાજધાની અને આંતરરાષ્ટ્રીય બંદર હતું.
ઉત્તરઃ
ખરું

(50) વલભી વિદ્યાધામ ગુજરાતમાં આવેલું હતું.
ઉત્તરઃ
ખરું

(51) હડપ્પા સમયની લિપિ આજે ઉકેલી શક્યા છીએ.
ઉત્તરઃ
ખોટું

(52) પ્રારંભિક જૈન સાહિત્ય પાલી ભાષામાં લખાયું છે. આ સાહિત્ય ત્રણ ભાગોમાં વહેંચાયેલું છે. તેને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે. જેમાં સુત્ત (સૂત્ર) પિટક, વિનય પિટક અને અભિધમ પિટકનો સમાવેશ થાય છે. (August 20)
ઉત્તરઃ
ખોટું

3. નીચેના પ્રશ્નોના એક-બે શબ્દોમાં ઉત્તર લખોઃ

(1) મહાન વ્યાકરણશાસ્ત્રી મહર્ષિ પાણિનિએ કયા ગ્રંથની રચના કરી હતી? – અષ્ટાધ્યાયી
(2) ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ કયો છે? – ઋગ્વદ
(3) કયા વેદને ‘સંગીતની ગંગોત્રી’ કહે છે? – સામવેદને
(4) કયા વેદને યજ્ઞનો વેદ કહે છે? – યજુર્વેદને
(5) ક્યા વેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે? – અથર્વવેદમાં
(6) ભારતનાં બે મુખ્ય મહાકાવ્યો ક્યાં છે? – રામાયણ અને મહાભારત
(7) વિશ્વનો સૌથી મોટો કાવ્યગ્રંથ કયો છે? – મહાભારત
(8) મોક્ષ પ્રાપ્તિના ત્રણ માર્ગો જ્ઞાન, કર્મ અને ભક્તિમાર્ગનું વિવેચન શામાં કરવામાં આવ્યું છે? – શ્રીમદ્ભગવદ્ગીતામાં
(9) વહીવટી વિજ્ઞાનની કૃતિ કઈ છે? – કૌટિલ્યનું અર્થશાસ્ત્ર
(10) પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયું હતું? – પાલિ

GSEB Class 10 Social Science Important Questions Chapter 4 ભારતનો સાહિત્યિક વારસો

(11) દ્રવિડકુળની સૌથી જૂની ભાષા કઈ છે? – તમિલ
(12) કુરલ’ કાવ્યગ્રંથની રચના કોણે કરી હતી? – કવિ તિરુવલ્લુવરે
(13) કશ્મીરના ઇતિહાસને આલેખતો અત્યંત મહત્ત્વનો ગ્રંથ કયો છે? – રાજતરંગિણી
(14) ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ કયો છે? – રાજતરંગિણી
(15) હિંદી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ કયો છે? – પૃથ્વીરાજરાસો
(16) અવધિ ભાષાનો સૌથી જૂનો ગ્રંથ કયો છે? – ચંદ્રાયન
(17) ફારસી ભાષા કોની રાજભાષા હતી? – દિલ્લીના સુલતાનોની
(18) ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ કોણ ગણાવતું હતું? – અમીર ખુશરો
(19) અમીર ખુશરોના ગુરુનું નામ શું હતું? – હઝરત નિઝામુદ્દીન ઓલિયા
(20) ભક્તિગીતો લખવાની પરંપરા કોનાથી શરૂ થઈ? – સંત ચૈતન્યથી

GSEB Class 10 Social Science Important Questions Chapter 4 ભારતનો સાહિત્યિક વારસો

(21) વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવરાયે કયા ગ્રંથની રચના કરી હતી? – આમુક્તમાલ્યદા
(22) આયને-અકબરી ગ્રંથ કોણે રચ્યો હતો? – અબુલ ફઝલે
(23) નાલંદા વિદ્યાપીઠમાં ચોદ ચાતુર્માસ કોણે કર્યા હતા? – મહાવીર સ્વામીએ
(24) 7મી સદીમાં કયા ચીની મુસાફરે નાલંદા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી? – યુએન-શ્વાંગે
(25) ચીનના મુસાફર ફાહિયાને કઈ વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી? – તક્ષશિલા વિદ્યાપીઠની
(26) કયા પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્વાનો વલભી વિદ્યાપીઠના અગ્રણી આચાર્યો હતા? – સ્થિરમતિ અને ગુણમતિ
(27) ભાષાના ઘડતરમાં મોટો ફાળો કોણે આપ્યો? – લિપિએ
(28) ભારતના વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યના કયા બે ભાગ પાડ્યા છે? – વૈદિક અને પ્રશિષ્ટ
(29) કયા સમયની લિપિ આજે પણ ઉકેલી શકાઈ નથી? -હડપ્પા સમયની
(30) આજના સમયમાં કઈ ભાષા વિશ્વ કક્ષાએ સર્વસ્વીકૃત (ખાસ કરીને કપ્યુટર ક્ષેત્રે) બની છે? – સંસ્કૃત

GSEB Class 10 Social Science Important Questions Chapter 4 ભારતનો સાહિત્યિક વારસો

(31) કઈ ભાષા મુખ્યત્વે ધર્મ, તત્ત્વજ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાનની ભાષા હતી? – સંસ્કૃત
(32) તેમાં કુલ 1028 ત્રચાઓનો સંગ્રહ છે અને તે 10 ભાગમાં વહેંચાયેલો ગ્રંથ છે, તો એ ગ્રંથ કયો છે? – ઝર્વેદ
(33) કયો ગ્રંથ સપ્તસિંધુના પ્રદેશમાં વસેલા આર્યોની રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક બાબતોનું વર્ણન કરે છે? – ઝર્વેદ
(34) કયા વેદમાં યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન કરવામાં આવ્યું છે? – યજુર્વેદમાં
(35) શરૂઆતનાં ઉપનિષદો કયાં છે? – બૃહદારણ્ય અને છાંદોગ્ય
(36) ઉપનિષદો કયા સ્વરૂપમાં છે? – સંવાદના
(37) કયો યુગ સંસ્કૃતના કાવ્ય અને નાટકના વિકાસનો સુવર્ણયુગ કહેવાયો? – ગુપ્તયુગ
(38) પ્રારંભિક તમિલ સાહિત્યના બે વિખ્યાત ગ્રંથો કયા છે? – ‘શીલપ્પતિકાર’ અને ‘મણિમેખલાઈ’
(39) મધ્યયુગ દરમિયાન કશ્મીરમાં કયા બે મહાન ગ્રંથો લખાયા? – ‘કથાસરિતસાગર’ અને ‘રાજતરંગિણી’
(40) કવિ જયદેવના કયા કાવ્યગ્રંથની ગણના સંસ્કૃતના સુંદરમાં સુંદર કાવ્યગ્રંથોમાં થાય છે? – ગીત ગોવિંદની

GSEB Class 10 Social Science Important Questions Chapter 4 ભારતનો સાહિત્યિક વારસો

(41) કયા ગ્રંથની રચનાથી હિન્દી સાહિત્ય જગતમાં વીરગાથા યુગનો પ્રારંભ થયો? – ‘પૃથ્વીરાજરાસો’
(42) શંકરાચાર્યની મુખ્ય કૃતિ કઈ છે? – ભાષ્ય
(43) કવિ પંપાએ કન્નડ સાહિત્યમાં કઈ કૃતિની રચના કરી? – ‘આદિપુરાણ’
(44) કવિ પોન્નાએ સોળમા જૈન તીર્થકરનું જીવન આલેખતું કયું પુસ્તક તૈયાર કર્યું? – ‘શાંતિપુરાણ’
(45) ‘અજીતનાથ પુરાણ’ કૃતિની રચના કોણે કરી હતી? – કવિ રનાએ
(46) કવિ કમ્બલે તમિલ ભાષામાં કઈ કૃતિની રચના કરી? – ‘રામાયણમ્’
(47) હિન્દી ભાષાનાં બે સ્વરૂપો કયાં છે? – વ્રજ અને ખડીબોલી
(48) તારીખે ફિરોજશાહી’ ગ્રંથની રચના કોણે કરી છે? – ઝીયાઉદ્દીન બનીએ
(49) ઝીયાઉદ્દીન બનીએ રાજકીય સિદ્ધાંતો પર કયો ગ્રંથ લખ્યો છે? – ‘ફતવા-એ-જહાંદારી’
(50) દિલ્લીની આજુબાજુ બોલવામાં આવતી ભાષાને ‘હિંદવી’ કોણ કહેતા તેમજ તેને પોતાની માતૃભાષા ગણાવતા? – અમીર ખુશરો

GSEB Class 10 Social Science Important Questions Chapter 4 ભારતનો સાહિત્યિક વારસો

(51) ‘રામચરિતમાનસ’ નામનો અવધિ ભાષાનો પ્રસિદ્ધ ગ્રંથ કોણે લખ્યો છે? – તુલસીદાસે
(52) કોના આશ્રયે કશ્મીરમાં ‘મહાભારત’ અને ‘રાજતરંગિણી’ નામના સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ થયો? – જૈનુલાબિદિનના
(53) પ્રથમ મુઘલ બાદશાહ કોણ હતા? – બાબર
(54) હુમાયુની બહેન ગુલબદન બેગમે કયા ગ્રંથની રચના કરી? – ‘હુમાયુનામા’
(55) મુહંમદ હુસેન આઝાદે કયો મહત્વનો ગ્રંથ લખ્યો છે? – ‘દરબારે અકબરી’
(56) નાલંદા વિદ્યાપીઠનો ગ્રંથાલયવાળો વિસ્તાર કયા નામે ઓળખાતો હતો? – ધર્મગંજ
(57) ‘અર્થશાસ્ત્રના કર્તા કૌટિલ્ય કઈ વિદ્યાપીઠમાં અભ્યાસ કર્યો હતો? – તક્ષશિલા વિદ્યાપીઠમાં.

યોગ્ય જોડકાં જોડો:
1.

‘અ’ ‘બ’
1. મહર્ષિ પાણિનિ a. ઉપનિષદો
2. 1028 ઋચાઓનો સંગ્રહ b. સામવેદ
3. સંગીતની ગંગોત્રી c. યજુર્વેદ
4. સંવાદનું સ્વરૂપ d. ઋગ્વદ
e. અષ્ટાધ્યાયી

ઉત્તર:

‘અ’ ‘બ’
1. મહર્ષિ પાણિનિ e. અષ્ટાધ્યાયી
2. 1028 ઋચાઓનો સંગ્રહ d. ઋગ્વદ
3. સંગીતની ગંગોત્રી b. સામવેદ
4. સંવાદનું સ્વરૂપ a. ઉપનિષદો

2.

‘અ’ ‘બ’
1. એક લાખ શ્લોકો a. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર
2. દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન b. કાદમ્બરી
3. વહીવટી વિજ્ઞાનની કૃતિ c. ઋતુસંહાર
4. બાણ d. મહાભારત
e. શ્રીમદ્ભગવદ્ગીતા

ઉત્તર:

‘અ’ ‘બ’
1. એક લાખ શ્લોકો d. મહાભારત
2. દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન e. શ્રીમદ્ભગવદ્ગીતા,
3. વહીવટી વિજ્ઞાનની કૃતિ a. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર
4. બાણ b. કાદમ્બરી

GSEB Class 10 Social Science Important Questions Chapter 4 ભારતનો સાહિત્યિક વારસો

3.

‘અ’ ‘બ’
1. કાલિદાસ a. ઉત્તરરામચરિત
2. ભવભૂતિ b. અભિજ્ઞાનશાકુન્તલમ્
3. ભારવિ c. મુદ્રારાક્ષસ
4. વિશાખાદત્ત d. મૃચ્છકટિકમ્
e. કિરાતાર્જુનિયમ્

ઉત્તર:

‘અ’ ‘બ’
1. કાલિદાસ b. અભિજ્ઞાનશાકુન્તલમ્
2. ભવભૂતિ a. ઉત્તરરામચરિત
3. ભારવિ e. કિરાતાર્જુનિયમ્
4. વિશાખાદત્ત c. મુદ્રારાક્ષસ

4.

‘અ’ ‘બ’
1. તિરુવલ્લુવર a. રાજતરંગિણી
2. સોમદેવ b. ગીતગોવિંદ
3. કલ્પણ c. પૃથ્વીરાજરાસો
4. જયદેવ d. કથાસરિતસાગર
e. કુરલ

ઉત્તર:

‘અ’ ‘બ’
1. તિરુવલ્લુવર e. કુરલ
2. સોમદેવ d. કથાસરિતસાગર
3. કલ્પણ a. રાજતરંગિણી
4. જયદેવ b. ગીતગોવિંદ

GSEB Class 10 Social Science Important Questions Chapter 4 ભારતનો સાહિત્યિક વારસો

5.

‘અ’ ‘બ’
1. કવિ ચંદબરદાઈ a. રામાયણમ્
2. કવિ પોન્ના b. ચંદ્રાયન
3. કવિ કમ્બલ c. પૃથ્વીરાજરાસો
4. મુલ્લા દાઉદ d. અજીતનાથ
e. શાંતિપુરાણ

ઉત્તર:

‘અ’ ‘બ’
1. કવિ ચંદબરદાઈ c. પૃથ્વીરાજરાસો
2. કવિ પોન્ના e. શાંતિપુરાણ
3. કવિ કમ્બલ a. રામાયણમ્
4. મુલ્લા દાઉદ b. ચંદ્રાયન

6.

‘અ’ ‘બ’
1. મલિક મુહમ્મદ જાયસી a. દરબારે અકબરી
2. તુલસીદાસ b. પદ્માવત
3. અબુલ ફઝલ c. ઉત્તરરામચરિત
4. મુહમ્મદ હુસેન આઝાદ d. રામચરિતમાનસ
e. અકબરનામા

ઉત્તર:

‘અ’ ‘બ’
1. મલિક મુહમ્મદ જાયસી b. પદ્માવત
2. તુલસીદાસ d. રામચરિતમાનસ
3. અબુલ ફઝલ e. અકબરનામા
4. મુહમ્મદ હુસેન આઝાદ a. દરબારે અકબરી

GSEB Class 10 Social Science Important Questions Chapter 4 ભારતનો સાહિત્યિક વારસો

નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર લખો

પ્રશ્ન 1.
સંસ્કૃત ભાષાને કઈ કઈ ભાષાના નામે ઓળખવામાં આવે છે?
ઉત્તર:
સંસ્કૃત ભાષાને ‘આર્ય ભાષા’, ‘ઋષિઓની ભાષા’ કે ? ‘વિદ્વાનોની ભાષા’ના નામે ઓળખવામાં આવે છે.

પ્રશ્ન 2.
ઉપનિષદ સાહિત્યમાં શાનું વિવેચન કરવામાં આવ્યું છે?
ઉત્તર:
ઉપનિષદ સાહિત્યમાં બ્રહ્માંડનો આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ અને અન્ય અનેક દાર્શનિક વિષયોનું વિવેચન કરવામાં આવ્યું છે.

પ્રશ્ન 3.
ગુપ્તયુગના સંસ્કૃત સાહિત્યના મહાન લેખકોનાં નામ આપો.
ઉત્તરઃ
ગુપ્તયુગના સંસ્કૃત સાહિત્યના મહાન લેખકો કાલિદાસ, ભવભૂતિ, માઘ, ભારવિ, ભર્તુહરિ, બાણભટ્ટ વગેરે.

પ્રશ્ન 4.
મહાકવિ કાલિદાસની બેનમૂન કૃતિઓ કઈ કઈ છે?
ઉત્તરઃ
‘અભિજ્ઞાનશાકુન્તલમ્’, ‘કુમારસંભવ’, ‘રઘુવંશ’, ‘મેઘદૂત’, ‘ઋતુસંહાર’ વગેરે મહાકવિ કાલિદાસની બેનમૂન કૃતિઓ છે.

પ્રશ્ન 5.
પ્રાચીન યુગ દરમિયાન કઈ ચાર દ્રવિડ ભાષાઓનો વિકાસ થયો?
ઉત્તર:
પ્રાચીન યુગ દરમિયાન તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ – એ ચાર દ્રવિડ ભાષાઓનો વિકાસ થયો.

પ્રશ્ન 6.
મધ્યયુગના ક્યા કવિઓ પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિપુટી કહેવાય છે?
ઉત્તરઃ
મધ્યયુગના પંપા, પોન્ના અને રત્ના એ ત્રણ કવિઓ પ્રારંભિક કન્નડ સાહિત્યની ‘ત્રિપુટી’ કહેવાય છે.

GSEB Class 10 Social Science Important Questions Chapter 4 ભારતનો સાહિત્યિક વારસો

પ્રશ્ન 7.
મધ્યયુગ દરમિયાન કઈ કઈ ભાષામાં, કોણે કોણે ભક્તિગીતો રચ્યાં?
ઉત્તરઃ
મધ્યયુગ દરમિયાન બંગાળીમાં સંત ચૈતન્ય, ગુજરાતીમાં 3 નરસિંહ મહેતાએ અને મરાઠીમાં સંત નામદેવ તથા સંત એકનાથે ભક્તિગીતો રચ્યાં.

પ્રશ્ન 8.
‘આયને-અકબરી’માં કઈ કઈ બાબતોનું વર્ણન કરવામાં આવ્યું છે?
ઉત્તરઃ
આમને-અકબરી’માં ભારતીય રીતરિવાજો, શિષ્ટાચારો, ધર્મ દર્શન, દેશની આર્થિક સ્થિતિ તેમજ જીવનનાં લગભગ તમામ પાસાંનું વર્ણન કરવામાં આવ્યું છે.

પ્રશ્ન 9.
મુઘલ બાદશાહ અકબરે કયા કયા ગ્રંથોનો અનુવાદ કરવા માટે એક અલગ ખાતાની રચના કરી હતી?
ઉત્તર:
મુઘલ બાદશાહ અકબરે ‘મહાભારત’, ‘રામાયણ’, ‘અથર્વવેદ’, ‘શ્રીમદ્ભગવદ્ગીતા’, ‘પંચતંત્ર’ વગેરે ગ્રંથોનો અનુવાદ – શું કરવા માટે એક અલગ ખાતાની રચના કરી હતી.

પ્રશ્ન 10.
તક્ષશિલા વિદ્યાપીઠમાં કયા કયા વિષયોનું શિક્ષણ આપવામાં આવતું હતું?
ઉત્તર:
તક્ષશિલા વિદ્યાપીઠમાં વેદ, શસ્ત્રક્રિયા, ગજવિદ્યા, ધનુર્વિદ્યા, વ્યાકરણ, તત્ત્વજ્ઞાન, યુદ્ધવિદ્યા, ખગોળ, જ્યોતિષ વગેરે વિષયોનું શિક્ષણ આપવામાં આવતું હતું.

પ્રશ્ન 11.
પ્રાચીન ભારતની કઈ કઈ વિદ્યાપીઠો વિશ્વવિખ્યાત હતી?
ઉત્તરઃ
નાલંદા, તક્ષશિલા, વલભી, વારાણસી (કાશી) વગેરે પ્રાચીન ભારતની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠો હતી.

GSEB Class 10 Social Science Important Questions Chapter 4 ભારતનો સાહિત્યિક વારસો

નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.
પ્રાચીન યુગના સંસ્કૃત સાહિત્યનો પરિચય આપો.
ઉત્તરઃ
પ્રાચીન યુગ દરમિયાન સંસ્કૃત ભાષામાં ધાર્મિક અને લૌકિક સાહિત્યનું વિપુલ પ્રમાણમાં સર્જન થયું.

  • પુરાણોએ શરૂઆતના વૈદિક ધર્મને હિંદુ ધર્મનું સ્વરૂપ આપવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો.
  • આ સમય દરમિયાન વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનના અનેક ગ્રંથો-શાસ્ત્રો
  • રચાયા. દા. ત., કૌટિલ્યનું અર્થશાસ્ત્ર’ નામની કૃતિ એક વહીવટી ગ્રંથ છે.
  • આ યુગમાં વિવિધ કલાઓ, ગણિત તેમજ અન્ય વિજ્ઞાન વિશે શાસ્ત્રગ્રંથો રચાયા.
  • સ્મૃતિગ્રંથોમાં ધર્મ દ્વારા અનુમોદિત ફરજો, રિવાજો અને નિયમો આપવામાં આવ્યાં છે.

પ્રશ્ન 2.
પ્રાચીન ભારતના સાહિત્ય પૈકી સર્વેદનો ટૂંકમાં પરિચય આપો.
ઉત્તરઃ
સર્વેદ એ ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ અને 10 ભાગમાં વહેંચાયેલો અદ્ભુત ગ્રંથ છે. તેમાં કુલ 1028 ઋચાઓનો સંગ્રહ છે. એ ઋચાઓમાંથી મોટા ભાગની કચાઓ દેવોની સ્તુતિઓ છે. એ સ્તુતિઓ યજ્ઞપ્રસંગે કરવામાં આવતી. તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ ખૂબ જ મનોહર છે. ઋગ્વદમાં સપ્તસિંધુના પ્રદેશમાં વસેલા આર્યોની રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક બાબતો દર્શાવવામાં આવી છે.

પ્રશ્ન 3.
પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય કેટલા ભાગોમાં વહેંચાયેલું છે? કયા કયા?
ઉત્તરઃ
પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. તે ત્રિપિટક’ના નામે ઓળખાય છે. ત્રિપિટકના ત્રણ ભાગ આ પ્રમાણે છેઃ

  1. સુત્ત (સૂત્ર) પિટક,
  2. વિનય પિટક અને
  3. અભિધમ્મ પિટક.

પ્રશ્ન 4.
મધ્યયુગના સંસ્કૃત સાહિત્યનો ટૂંકમાં પરિચય આપો.
ઉત્તરઃ

  1. મધ્યયુગની શરૂઆતમાં કશ્મીરમાં સોમદેવે કથાસરિતસાગર’ અને કલ્હણે ‘રાજતરંગિણી’ નામના મહાન ગ્રંથો રચ્યા.
  2. ‘રાજતરંગિણી’ કશ્મીરના ઇતિહાસને આલેખતો ઘણો મહત્ત્વનો ગ્રંથ છે. વાસ્તવમાં તે ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે.
  3. કવિ જયદેવે ગીતગોવિંદ’ નામના કાવ્યગ્રંથની રચના કરી. આ કાવ્યસંગ્રહ સંસ્કૃત સાહિત્યનો અતિ સુંદર કાવ્યસંગ્રહ છે.
  4. દક્ષિણ ભારતમાં શંકરાચાર્યે ‘ભાષ્ય’ની રચના કરી.

GSEB Class 10 Social Science Important Questions Chapter 4 ભારતનો સાહિત્યિક વારસો

પ્રશ્ન 5.
વિજયનગરનો કયો સમ્રાટ સાહિત્યનો ઉપાસક હતો? કઈ રીતે?
ઉત્તરઃ
વિજયનગરનો સમ્રાટ કૃષ્ણદેવરાય સાહિત્યનો ઉપાસક હતો. તે તેલુગુ અને સંસ્કૃત ભાષાનો લેખક હતો. તેણે ‘આમુક્તમાલ્યદા’ નામનો ગ્રંથ લખ્યો હતો. તેણે અનેક કવિઓને રાજ્યાશ્રય આપ્યો હતો.

પ્રશ્ન 6.
મુઘલ સમ્રાટ અકબરના સમયમાં થયેલા સાહિત્યનો વિકાસ જણાવો.
ઉત્તરઃ

  1. મુઘલ સમ્રાટ અકબરના સમયમાં તુલસીદાસ, સૂરદાસ, કેશવદાસ, રહીમ વગેરે હિંદી ભાષાના મહાન સાહિત્યકારો થઈ ગયા.
  2. કવિ કેશવદાસે પ્રેમ અને વિરહના વિષયો પર સાહિત્ય રચ્યું.
  3. કવિ રહીમે દોહરાની રચના કરી.
  4. અબુલ ફઝલે ફારસી ભાષામાં ‘આમને-અકબરી’ નામનો ઐતિહાસિક ગ્રંથ લખ્યો. તેણે અકબરની આત્મકથા ‘અકબરનામા’ લખી.
  5. અબુલ ફઝલનો ભાઈ પણ ફારસી ભાષાનો મહાન કવિ હતો. તેણે અનેક ગ્રંથોનો ફારસી ભાષામાં અનુવાદ કર્યો હતો.
  6. અકબરે ‘મહાભારત’, ‘રામાયણ’, ભગવદ્ગીતા’, ‘અથર્વવેદ અને પંચતંત્ર’ જેવા ગ્રંથોનો ફારસી ભાષામાં અનુવાદ કરવા એક સ્વતંત્ર ખાતાની રચના કરી હતી. અકબરના સમયમાં ઇતિહાસના ઘણા ગ્રંથો રચાયા હતા.

પ્રશ્ન 7.
ઉર્દૂ ભાષાના વિકાસનો પરિચય આપો.
ઉત્તરઃ

  1. મધ્યયુગ દરમિયાન ઉર્દૂ ભાષાનો જન્મ થયો, જે ભાષાસાહિત્યની એક મહત્ત્વની ઘટના ગણાય છે.
  2. ઝડપી વિકાસ પામેલી અને સમૃદ્ધ બનેલી આ ભાષામાં વલી, મીરદર્દ, મીરતકી મીર, નઝીર અકબરાબાદી, અસદુલ્લાખાન, ગાલીબ વગેરે મહાન કવિઓ થયા.
  3. 18મી સદી દરમિયાન ઉર્દૂ ગ્રંથો લખાયા, જેમાં મુહંમદ હુસેન આઝાદનો દરબારે અકબરી’ એક મહત્ત્વનો ગ્રંથ છે.
  4. આ સમયમાં ઉર્દૂ ભાષામાં નવલકથાઓ લખવાની શરૂઆત થઈ.

નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો:

પ્રશ્ન 1.
પ્રાચીન ભારતીય સાહિત્ય તરીકે વૈદિક સાહિત્યનો પરિચય
આપો.
ઉત્તર:
વૈદિક સાહિત્યમાં ઋગ્વદ, સામવેદ, અથર્વવેદ અને યજુર્વેદ – આ ચાર વેદો ઉપરાંત બ્રાહ્મણગ્રંથો, આરણ્યકો, ઉપનિષદો, વેદાંગ વગેરેનો સમાવેશ થાય છે.

  • ટ્વેદ ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ અને 10 ભાગમાં વહેંચાયેલો અદ્ભુત ગ્રંથ છે. તેમાં કુલ 1028 ઋચાઓ (સૂક્તો) છે. તેમાંથી મોટા ભાગની ચાઓ દેવોને લગતી સ્તુતિઓ છે.
  • સામવેદમાં સર્વેદના છંદોનું ગાન કરવાની વિધિ દર્શાવી છે. તે ‘સંગીતની ગંગોત્રી’ કહેવાય છે.
  • યજુર્વેદમાં યજ્ઞ વખતે બોલાવવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને વિધિઓ દર્શાવવામાં આવી છે.
  • અથર્વવેદમાં અનેક પ્રકારના ક્રિયાકાંડો અને સંસ્કારોનું વર્ણન છે.
  • બ્રાહ્મણગ્રંથોમાં વૈદિક મંત્રોના અર્થો આપ્યા છે. તેમાં વિવિધ યજ્ઞો અને તેને લગતી વિધિઓ માટેનું માર્ગદર્શન આપ્યું છે.
  • આરણ્યકગ્રંથો એ આર્યોએ અરણ્યમાં – જંગલમાં વસવાટ કરીને સતત ચિંતન કરીને રચેલું તત્ત્વજ્ઞાનથી સભર એવું સાહિત્ય છે.
  • ઉપનિષદો ભારતીય દાર્શનિક સાહિત્ય ગણાય છે. તેમાં બ્રહ્માંડનો આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ તેમજ અન્ય અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું છે.
  • બૃહદારણ્યક અને છાંદોગ્ય પ્રારંભિક ઉપનિષદો છે.
  • ઉપનિષદો સંવાદ સ્વરૂપે છે. તેમાં સરળ અને સુંદર વાક્યોમાં ગહન | વિચારો રજૂ થયેલા છે.
  • વેદાંગ સાહિત્યમાં કર્મકાંડો ઉપરાંત, જ્યોતિષ, વ્યાકરણ અને . ખગોળશાસ્ત્રનો સમાવેશ થયેલો છે.

GSEB Class 10 Social Science Important Questions Chapter 4 ભારતનો સાહિત્યિક વારસો

પ્રશ્ન 2.
મહાકાવ્યો તરીકે રામાયણ અને મહાભારતની ચર્ચા કરો.
અથવા
મહાકાવ્યો તરીકે રામાયણ અને મહાભારતનો પરિચય આપો.
ઉત્તરઃ
રામાયણ અને મહાભારત ભારતનાં બે મુખ્ય મહાકાવ્યો છે.

  • આ બંને મહાકાવ્યોની રચનામાં સેંકડો વર્ષો ગયાં હતાં. ઈ. સ.ની 2જી સદીમાં આ મહાકાવ્યોનું વર્તમાન સ્વરૂપ મળ્યું હતું.
  • મહાકવિ વાલ્મીકિરચિત રામાયણ એક મહાન સાહિત્યકૃતિ છે.
  • તે મહાભારત કરતાં ઘણું નાનું છે.
  • તેમાં અયોધ્યાના રાજા રામચંદ્રના જીવનપ્રસંગોની કથા છે.
  • તેમાં અનેક દિલચસ્પ ઘટનાઓ અને સાહસોનું વર્ણન છે.
  • મુનિ વેદવ્યાસ રચિત મહાભારત વિશ્વનો સૌથી મોટો કાવ્યગ્રંથ છે.
  • તેમાં લગભગ એક લાખ શ્લોકો છે.
  • મહાભારતનો મુખ્ય મુદ્દો કોરવો અને પાંડવો વચ્ચે થયેલ યુદ્ધ છે.
  • એ યુદ્ધકથામાં અનેક નાની-મોટી વાર્તાઓને જોડવામાં આવી છે.
  • ભારતના અમૂલ્ય વારસા સમાન ‘શ્રીમદ્ભગવદ્ગીતા’ પણ મહાભારતનો જ એક ભાગ છે.
  • તેમાં જ્ઞાન, કર્મ અને ભક્તિ એ મોક્ષપ્રાપ્તિના ત્રણ માર્ગોનું વિવેચન કરવામાં આવ્યું છે.
  • રામાયણ અને મહાભારત એ ભારતના લોકોની રાષ્ટ્રીય સંપત્તિ છે.
  • આ બંને મહાકાવ્યોએ સદીઓ સુધી ભારતના કરોડો લોકોના વિચારો અને સાહિત્ય-સર્જન પર ગાઢ અસર કરી છે.

પ્રશ્ન 3.
પ્રાચીન સમયના બૌદ્ધ સાહિત્યનો પરિચય આપો.
ઉત્તરઃ
બૌદ્ધ ધર્મનું પ્રારંભિક સાહિત્ય પાલિ ભાષામાં લખાયેલું છે. તે ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. તે ત્રિપિટકના નામે ઓળખાય છે.

  • ત્રિપિટક બૌદ્ધ ધર્મના શાસ્ત્રગ્રંથો છે.
  • ત્રિપિટકના ત્રણ ભાગ આ પ્રમાણે છેઃ (1) સુત્ત (સૂત્ર) પિટક, (2) વિનય પિટક અને (3) અભિધમપિટક.
  • સુત્ત (સૂત્ર) પિટકમાં મુખ્યત્વે બુદ્ધ અને તેમના શિષ્યો વચ્ચેના સંવાદો છે.
  • વિનય પિટકમાં બૌદ્ધ સંઘના નિયમો છે.
  • ઇન્ડોગ્રીક શાસક મિનેન્ડર (મિલિન્દ) અને બૌદ્ધ તત્ત્વજ્ઞાની નાગસેન છે. (નાગાર્જુન) વચ્ચેના સંવાદોનો ગ્રંથ ‘મિલિન્દ પહો’ બૌદ્ધ સાહિત્યનો મહત્ત્વનો ગ્રંથ છે.
  • બુદ્ધના પૂર્વજન્મને રજૂ કરતી સેંકડો જાતકથાઓ બૌદ્ધ સાહિત્યનું અગત્યનું અંગ છે.
  • સમય જતાં અનેક બોદ્ધ ગ્રંથો સંસ્કૃત ભાષામાં લખાયા. તેમાં અશ્વઘોષરચિત બુદ્ધચરિત’ સૌથી વિશેષ જાણીતો ગ્રંથ છે.

પ્રશ્ન 4.
ગુપ્તયુગના સંસ્કૃત સાહિત્યનો પરિચય આપો.
અથવા
ગુપ્તયુગને સંસ્કૃત સાહિત્યનો સુવર્ણયુગ કહેવામાં આવે છે. વર્ણન કરો.
અથવા
ગુપ્તયુગને સંસ્કૃત સાહિત્યનાં કાવ્યો અને નાટકોનો સુવર્ણયુગ : શાથી કહે છે?
ઉત્તરઃ
ગુપ્તયુગ સંસ્કૃત સાહિત્યનાં કાવ્યો અને નાટકોનો સુવર્ણયુગ કહેવાય છે.

  • આ સમયમાં મહાકવિ કાલિદાસ, ભવભૂતિ, ભારવિ, ભર્તુહરિ, બાણભટ્ટ, માઘ વગેરે મહાન સાહિત્યકારો થઈ ગયા. આ બધા સમગ્ર ભારતમાં પ્રખ્યાત છે.
  • એ સૌમાં મહાકવિ કાલિદાસને તેમની કાવ્યકલા અને ઉત્કૃષ્ટ શૈલીને કારણે વિશ્વપ્રસિદ્ધિ મળી છે. તેમણે ‘અભિજ્ઞાનશાકુન્તલમ્, ‘કુમારસંભવ’, ‘રઘુવંશ’, ‘મેઘદૂત’, ‘ઋતુસંહાર’ નામની બેનમૂન કૃતિઓ રચી છે.
  • આ સમયની અન્ય પ્રસિદ્ધ કૃતિઓમાં બાણભટ્ટરચિત ‘હર્ષચરિત’ (સમ્રાટ હર્ષવર્ધનનું જીવનચરિત્ર) અને ‘કાદમ્બરી’, ભવભૂતિરચિત ‘ઉત્તરરામચરિત’, ભારવિરચિત ‘કિરાતાર્જુનીયમ્, વિશાખાદત્તરચિત મુદ્રારાક્ષસ’, શૂદ્રકરચિત ‘મૃચ્છકટિકમ્’, દંડી રચિત ‘દસકુમારચરિત’ વગેરેનો સમાવેશ થાય છે.
  • રાજકીય પ્રસંગો, પ્રણય-પ્રસંગો, રૂપકો, હાસ્ય-પ્રસંગો, તત્ત્વજ્ઞાન વગેરે આ ગ્રંથોના મુખ્ય વિષયો છે. આ સમયમાં ઉચ્ચ કોટિનું તત્ત્વજ્ઞાનસંબંધી સાહિત્ય રચાયું..
  • એ પછી શંકરાચાર્યે ‘ભાષ્ય'(ટીકા)ની રચનાઓ કરી.
    [વિશેષ: આ સમયમાં પંચતંત્ર’ અને ‘હિતોપદેશ’ નામના જગપ્રસિદ્ધ વાર્તાસંગ્રહો લખાયા, જેમનો દુનિયાની અનેક ભાષાઓમાં અનુવાદ થયેલો છે.]

GSEB Class 10 Social Science Important Questions Chapter 4 ભારતનો સાહિત્યિક વારસો

પ્રશ્ન 5.
પ્રાચીન યુગના તમિલ સાહિત્યનો પરિચય આપો.
ઉત્તર:
પ્રાચીન યુગ દરમિયાન તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ – એ ચાર દ્રવિડકુળની ભાષાઓમાં સાહિત્ય રચાયું.

  • તેમાં તમિલ સૌથી જૂની ભાષા છે. તમિલ સાહિત્ય ઈ. સ.ના પ્રારંભના સમયમાં રચાયેલું છે.
  • આ સમયમાં ભારતની પ્રચલિત પરંપરા મુજબ ત્રણ સંગમોની રચના થઈ.
  • એ સંગમોના આશ્રયે અનેક સંતો અને કવિઓએ પોતાની કૃતિઓ રચી, જે સંગમ સાહિત્ય તરીકે ઓળખાઈ.
  • રાજનીતિ, યુદ્ધ, પ્રેમસંબંધ વગેરે સંગમ સાહિત્યના મુખ્ય વિષયો હતા.
  • ‘એવુથોકઈ’ (આઠ કાવ્યોનું સંકલન), ‘તોલકાપ્પિયમ’ (વ્યાકરણગ્રંથ) અને ‘પથ્થુપાતુ’ (દસ ગીતો) – એ ત્રણ સંગમ સાહિત્યના પ્રખ્યાત ગ્રંથો છે.
  • કવિ તિરુવલ્લુવરે ‘કુરલ’ નામના પ્રખ્યાત કાવ્યસંગ્રહની રચના કરી. તેમાં જીવનનાં અનેક પાસાનું વિવેચન કરવામાં આવ્યું છે.
  • ‘શીલપ્પતિકાર’ અને ‘મણિમેખલાઈ’ પ્રારંભિક તમિલ સાહિત્યના પ્રખ્યાત ગ્રંથો છે.

પ્રશ્ન 6.
મધ્યકાલીન યુગના કનડ સાહિત્યનો પરિચય આપો.
ઉત્તરઃ
મધ્યયુગ દરમિયાન દ્રવિડકુળની ભાષાઓમાં ઘણું કન્નડ સાહિત્ય રચાયું.

  • કવિ નૃપતંગે કનડ ભાષામાં ‘કવિરાજ માર્ગ’ નામનો મહાન કાવ્યસંગ્રહ રચ્યો.
  • થોડા સમય પછી કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની ગાઢ અસર થઈ. જૈન ધર્મની અસર હેઠળ કવિ પંપાએ જૈન તીર્થકરોના જીવન આધારિત ‘આદિપુરાણ’ ગ્રંથ રચ્યો.
  • કવિ પોન્નાએ સોળમા જૈન તીર્થકર શાંતિનાથના જીવન પર ‘શાંતિપુરાણ’ નામનો ગ્રંથ તૈયાર કર્યો.
  • કવિ રત્નાએ ‘અજીતનાથ પુરાણ’ અને ‘ગદાયુદ્ધ’ નામના ગ્રંથો રચ્યા.
  • આ યુગના કવિઓ પંપા, પોન્ના અને રન્ના પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિમૂર્તિ’ ગણાય છે.

પ્રશ્ન 7.
મધ્યયુગના ફારસી સાહિત્યનું વર્ણન કરો.
અથવા
દિલ્લી સલ્તનતના સમયના ફારસી સાહિત્યનું વર્ણન કરો.
ઉત્તરઃ
મધ્યયુગના સલ્તનત કાળમાં ફારસી દિલ્લીના સુલતાનોની રાજભાષા હતી.

  • ફારસી સાહિત્યની અસરને લીધે અનેક ફારસી શબ્દોનો સમાવેશ ભારતીય ભાષાઓમાં થયેલો છે.
  • આ સમયમાં ફારસી ભાષામાં લખાયેલું ઐતિહાસિક સાહિત્ય એ તુર્ક પ્રજાનું ભારતને કરેલું નોંધપાત્ર પ્રદાન છે.
  • તુર્કોએ ભારતને ઇતિહાસ-લેખનની આરબ-ઈરાની પરંપરાથી પરિચિત કરાવ્યું. તુર્ક લેખકોએ ફારસી ભાષામાં ભારતના ઇતિહાસનું વ્યવસ્થિત વિવરણ કર્યું.
  • મધ્યયુગમાં અનેક ઇતિહાસકારો થઈ ગયા. ઈતિહાસકાર ઝીયાઉદ્દીન બરનીએ ખલજી અને તઘલક વંશના રાજ્યનું વિવરણ કરતો ‘તારીખે-ફિરોજશાહી’ અને રાજકીય સિદ્ધાંતો વિશે ‘ફતવા-એ જહાંદારી’ નામના ગ્રંથો લખ્યા.
  • એ સમયના સૌથી મહાન સાહિત્યકાર, ઇતિહાસકાર, રહસ્યવાદી સંત અને સંગીતકાર અમીર ખુશરોએ ‘આસિકા’, ‘નૂર (નૂહ)’, ‘સિપિહર’ અને ‘કિરાતુલ-સદાયન’ નામની કૃતિઓ રચી. તદુપરાંત, તેણે અનેક કાવ્યગ્રંથો પણ રચ્યા.
  • દિલ્લીની આસપાસના પ્રદેશોમાં બોલાતી “હિંદવી’ ભાષાને અમીર ખુશરો પોતાની માતૃભાષા માનતો. એ ભાષામાં તેણે અનેક કાવ્યો રચ્યાં.
  • તેણે હિંદી અને ફારસીના મિશ્રણવાળી દ્વિભાષી ચોપાઈઓ અને દુહા રચ્યાં હતાં.

GSEB Class 10 Social Science Important Questions Chapter 4 ભારતનો સાહિત્યિક વારસો

પ્રશ્ન 8.
મધ્યયુગના પ્રાદેશિક ભાષાઓના સાહિત્ય વિશે નોંધ લખો.
ઉત્તરઃ
મધ્યયુગ દરમિયાન બંગાળ, ગુજરાત અને અન્ય રાજ્યોના સુલતાનોએ સ્થાનિક ભાષાઓ અને સાહિત્યને રાજ્યાશ્રય આપ્યો હતો.

  • કબીર જેવા ભક્તિમાર્ગના અનેક સંતકવિઓએ લોકભાષામાં ઉપદેશ આપ્યો. સધુંકડી(સધુક્કડી)માં લખાયેલ કબીરના દોહા લોકસાહિત્યનું અંગ બન્યા.
  • આ સમયમાં ભોજપુરી અને અવધિ હિંદી ભાષાની મુખ્ય બોલીઓ હતી.
  • અવધિ ભાષામાં મલિક મુહમ્મદ જાયસીએ ‘પદ્માવત’ નામનું મહાકાવ્ય, સંત તુલસીદાસે ‘રામચરિતમાનસ’ નામનો સુપ્રસિદ્ધ ગ્રંથ અને સૂફી સંત શેખ બુરહાનના શિષ્ય કુતુબને ‘મૃગાવતી’ નામનો ગ્રંથ લખ્યો.
  • બંગાળના સુલતાનોનું પ્રોત્સાહન મળવાથી બંગાળીમાં કત્તિવાસે રામાયણ’, કવિ ચંડીદાસે સેંકડો ગીતો રચ્યાં.
  • બંગાળમાં સંત ચૈતન્ય મહાપ્રભુથી ભક્તિગીતો લખવાની પરંપરા શરૂ થઈ.
  • નરસિંહ મહેતાએ ગુજરાતી ભાષામાં અને સંત નામદેવે અને સંત કે એકનાથે મરાઠી ભાષામાં ભક્તિગીતો રચ્યાં.
  • કશ્મીરમાં જેનુલ અબિદિનના આશ્રયે ‘મહાભારત’ અને ‘રાજતરંગિણી’ જેવા સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ થયો.

પ્રશ્ન 9.
(મધ્યયુગના) મુઘલકાલીન સાહિત્યનો પરિચય આપો.
ઉત્તરઃ
મધ્યયુગમાં મુઘલ બાદશાહો અને તેમના શાહી પરિવારના સભ્યો તુર્કી ભાષાના સારા લેખકો હતા.

  • મુઘલ બાદશાહ બાબરે તુર્કી ભાષામાં ‘તુઝુકે બાબરી (ફારસીમાં બાબરનામા’) અને બાદશાહ જહાંગીરે ‘તુઝુકે જહાંગીરી’ નામની આત્મકથાઓ લખી.
  • હુમાયુની બહેન ગુલબદન બેગમે હુમાયુની આત્મકથા ‘બહુમાયુનામા’ લખી.
  • બાદશાહ ઔરંગઝેબ સિદ્ધહસ્ત લેખક હતો.
  • છેલ્લો મુઘલ બાદશાહ બહાદુરશાહ ઝફર એક પ્રખ્યાત ઉર્દૂ કવિ હતો.
  • બાદશાહ અકબરના સમયમાં તુલસીદાસ, સૂરદાસ, કેશવદાસ, રહીમ વગેરે હિંદી ભાષાના મહાન સાહિત્યકારો થઈ ગયા. દેશના ઘણા ભાગોમાં રહીમના દોહા આજે પણ પ્રસિદ્ધ છે.
  • બાદશાહ અકબરે ‘મહાભારત’, ‘રામાયણ’, ‘અથર્વવેદ’, ‘ભગવદ્ગીતા’, ‘પંચતંત્ર’ વગેરે ગ્રંથોનો અનુવાદ કરવા માટે એક સ્વતંત્ર ખાતાની રચના કરી હતી.
  • એ સમયે અબુલ ફઝલે ફારસી ભાષામાં ‘આમને-અકબરી’ નામનો ઐતિહાસિક ગ્રંથ લખ્યો તેમજ તેણે અકબરની આત્મકથા ‘અકબરનામા’ લખી.
  • અબુલ ફઝલનો ભાઈ ફૈઝ ફારસી ભાષાનો મહાન કવિ હતો. તેણે અનેક સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ કર્યો હતો.

પ્રશ્ન 10.
ગુજરાતી ગદ્ય-પદ્યસાહિત્ય વિશે નોંધ લખો. અથવા ગુજરાતી ગદ્ય-પદ્યસાહિત્ય વિશે માહિતી આપો.
ઉત્તરઃ
આદિકવિ નરસિંહ મહેતાના ભક્તિસાહિત્યથી ગુજરાતી ભાષામાં પદ્યસાહિત્યનો પ્રારંભ થયો.

  • નરસિંહ મહેતાથી દયારામ સુધીનો સમય મધ્યયુગનો સમય ગણાય છે.
  • તેમાં મીરાંબાઈનાં પદો, અખાના છપ્પા, પ્રેમાનંદનાં આખ્યાનો, ધીરા ભગતની કાફી, ભોજા ભગત ના ચાબખા, પ્રીતમનાં પદો, શામળ ભટ્ટના છપ્પા, ભાલણનાં આખ્યાનો, દયારામની ગરબીઓ વગેરેથી મધ્યયુગનું પદ્યસાહિત્ય સમૃદ્ધ બન્યું છે.
  • કવિ દયારામ પછી નર્મદ – દલપતરામથી અર્વાચીન ગુજરાતી સાહિત્યની શરૂઆત થઈ.
  • અર્વાચીન યુગમાં કવિ બળવંતરાય ક. ઠાકોર, નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા, ક્લાપી, બાલાશંકર કંથારિયા, મણિભાઈ નભુભાઈ દ્વિવેદી, ન્હાનાલાલ, ઉમાશંકર જોષી, સુન્દરમ્ વગેરેએ પદ્યસાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે.
  • અર્વાચીન સમયમાં નર્મદ, નવલરામ, કિશોરલાલ મશરૂવાળા, મહિપતરામ રૂપરામ, ગોવર્ધનરામ ત્રિપાઠી, પન્નાલાલ પટેલ, ઈશ્વર પેટલીકર, ચન્દ્રકાન્ત બક્ષી વગેરે સાહિત્યકારોએ ગદ્યસાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે.

GSEB Class 10 Social Science Important Questions Chapter 4 ભારતનો સાહિત્યિક વારસો

પ્રશ્ન 11.
અમીર ખુશરોનો પરિચય આપો.
ઉત્તરઃ
અમીર ખુશરો દિલ્લીના સલ્તનતકાળનો સૌથી મહાન સાહિત્યકાર ગણાય છે.

  • તે એક કવિ, ઇતિહાસકાર, સંગીતકાર અને રહસ્યવાદી સંત હતો.
  • અમીર ખુશરો સુપ્રસિદ્ધ હઝરત નિઝામુદ્દીન ઓલિયાનો શિષ્ય હતો.
  • તે ફારસી અને સંસ્કૃત ભાષાનો વિદ્વાન હતો. ‘આસિકા’, ‘નૂર’ (નૂહ), ‘સિપિહર’ અને કિરાતુલ-સદાયન તેની જાણીતી કૃતિઓ છે. આ ઉપરાંત, તેણે અનેક કાવ્યગ્રંથો પણ રચ્યા હતા.
  • અમીર ખુશરોને ભારતીય હોવાનો ગર્વ હતો. તેથી તે ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ માનતો હતો.
  • તેણે પોતાનાં પુસ્તકોમાં ભારતનું વાતાવરણ, તેની સુંદરતા, ઈમારતો અને જ્ઞાન-વિજ્ઞાનનાં ભારોભાર વખાણ કર્યા છે.
  • તે દઢપણે માનતો હતો કે હિંદુ ધર્મનું સારતત્ત્વ અનેક દષ્ટિએ ઇસ્લામ સાથે મળતું આવે છે.
  • તે દિલ્લીની આજુબાજુના વિસ્તારોમાં બોલાતી ‘હિંદવી’ ભાષાને પોતાની માતૃભાષા માનતો હતો. હિંદીમાં તેણે અનેક કાવ્યો રચ્યાં હતાં.
  • તેણે હિંદી અને ફારસીનું સંમિશ્રણ કરીને દ્વિભાષી ચોપાઈઓ અને દોહા રચ્યા હતા.

પ્રશ્ન 12.
ભારતમાં ઉર્દૂ ભાષાના વિકાસનો પરિચય આપો.
ઉત્તર:
ભારતમાં ઉર્દૂ ભાષાનો જન્મ મધ્યયુગ દરમિયાન થયો હતો.

  • સમય જતાં આ નવી ભાષા સાહિત્યની દષ્ટિએ સૌથી સમૃદ્ધ ગણાતી ભારતની અન્ય ભાષાઓની સમકક્ષ બની.
  • ઉર્દૂ ભાષામાં વલી, મીરદઈ, મીરતકી મીર, નઝીર અકબરાબાદી, અસદુલ્લાખાન, ગાલીબ વગેરે મહાન કવિઓ થયા.
  • 18મી સદીમાં ઉર્દૂ-ગદ્ય વિકસ્યું. સંસ્કૃતના મોટા ભાગના ઐતિહાસિક ગ્રંથોનું ઉર્દૂમાં ભાષાંતર થવા લાગ્યું.
  • ઉર્દૂમાં અનેક મૌલિક ગદ્યગ્રંથો રચાયા, જેમાં મુહંમદહુસેન આઝાદરચિત ‘દરબારે અકબરી’ એક મહત્ત્વનો ગ્રંથ છે.
  • આ સમયમાં ભારતીય ભાષાઓમાં થયેલા નવલકથાના વિકાસની સાથે ઉર્દૂ નવલકથાઓનો પણ વિકાસ થયો.

પ્રશ્ન 13.
ભારતના પ્રસિદ્ધ વિદ્યાધામ વારાણસી(કાશી)નો પરિચય આપો.
અથવા
ટૂંક નોંધ લખો પ્રસિદ્ધ વિદ્યાધામ વારાણસી (કાશી)
ઉત્તરઃ
પ્રખ્યાત યાત્રાધામ વારાણસી (કાશી) ઈ. સ. પૂર્વે 7મા સૈકામાં ભારતનું પ્રસિદ્ધ વિદ્યાધામ હતું.

  • ઉપનિષદ કાળમાં તે આર્ય સંસ્કૃતિ અને હિંદુ ધર્મના કેન્દ્ર તરીકે વિકસ્યું હતું.
  • આ સમયમાં અહીંના રાજા અજાતશત્રુ તત્ત્વજ્ઞાની અને વિદ્યાપ્રેમી હતા. મહર્ષિ વેદવ્યાસનો આશ્રમ વારાણસી (કાશી) હોવાનો ઉલ્લેખ વ્યાસસંહિતામાં જોવા મળે છે.
  • ભગવાન બુદ્ધ વારાણસી(કાશી)માં બૌદ્ધ ધર્મનો પ્રચાર અને પ્રસાર કર્યો હતો.
  • મહાન તત્ત્વજ્ઞાની આદિશંકરાચાર્ય તેમના વેદાંતના નૂતન સિદ્ધાંતની સ્વીકૃતિ માટે અહીં આવ્યા હતા.
  • ચૈતન્ય મહાપ્રભુ તેમજ પુષ્ટિમાર્ગના પ્રવર્તક વલ્લભાચાર્યનો વૈષ્ણવ સંપ્રદાય વારાણસી(કાશી)માં પ્રતિક્તિ બન્યો હતો.
  • સમ્રાટ અશોકના આશ્રયથી વારાણસી(કાશી)નો સારનાથ મઠ પ્રસિદ્ધ વિદ્યાધામ બન્યો હતો.

GSEB Class 10 Social Science Important Questions Chapter 4 ભારતનો સાહિત્યિક વારસો

નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.
પ્રાચીન ભારતીય સાહિત્યનો પરિચય આપો.
અથવા પ્રાચીન ભારતીય સાહિત્ય વિગતે જણાવો.
ઉત્તર:
પ્રાચીન ભારતીય સાહિત્યનો પરિચય નીચે પ્રમાણે છે:

  • ‘ગ્યેદ’ ભારતીય સાહિત્યનો અતિ પ્રાચીન અને 10 ભાગમાં વહેંચાયેલ અદ્ભુત ગ્રંથ છે. તેમાં કુલ 1028 ઋચાઓ છે. મોટા ભાગની ઋચાઓ દેવોને લગતી સ્તુતિઓ છે.
  • ઋગ્વદ પછી સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ – આ ત્રણ વેદો રચાયા. વેદો પછી બ્રાહ્મણગ્રંથો રચાયા. તે તત્ત્વજ્ઞાનથી ખૂબ ભરેલા છે.
  • એ પછી દાર્શનિક સાહિત્ય તરીકે જાણીતા બનેલાં ઉપનિષદો રચાયાં. તે સંવાદના સ્વરૂપમાં છે. બૃહદારણ્યક અને છાંદોગ્ય એ રે પ્રારંભમાં ઉપનિષદો છે.
  • આ સમયે વેદાંગ સાહિત્ય રચાયું. તેમાં કર્મકાંડ, જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્ર જેવા વિષયોનો સમાવેશ થયેલો છે.
  • આ સમયમાં મહાન વ્યાકરણશાસ્ત્રી પાણિનિએ સંસ્કૃત ભાષામાં ‘અષ્ટાધ્યાયી’ નામનો પ્રખ્યાત વ્યાકરણગ્રંથ તૈયાર કર્યો.
  • પ્રાચીન ભારતીય સાહિત્યમાં મહાકાવ્યો તરીકે ‘રામાયણ’ અને ‘મહાભારત’ મુખ્ય છે.
  • પ્રાચીન યુગ દરમિયાન સંસ્કૃત ભાષામાં ધાર્મિક અને લૌકિક સાહિત્ય રચાયું. તેમાં પુરાણો; વિવિધ કલાઓ, તત્ત્વજ્ઞાન, ગણિત અને વિજ્ઞાન સંબંધિત શાસ્ત્રગ્રંથો તથા સ્મૃતિગ્રંથો મુખ્ય છે.
  • પ્રારંભિક બૌદ્ધ ધાર્મિક સાહિત્ય પાલિ ભાષામાં લખાયું. તેમાં કે ‘ત્રિપિટક’ તરીકે ઓળખાતાં ‘સુત્ત (સૂત્ર) પિટક’, ‘વિનય પિટક’ અને “અભિધમ્મ પિટક નામના ગ્રંથો મુખ્ય છે. > બૌદ્ધ સાહિત્યમાં ‘મિલિન્દ પન્હો’ એક મહત્ત્વનો ગ્રંથ છે.
  • ગુપ્તયુગ સંસ્કૃત સાહિત્યમાં કાવ્ય અને નાટકના વિકાસનો ‘સુવર્ણયુગ’ ગણાય છે. આ સમયમાં કવિવર કાલિદાસ, ભવભૂતિ, ભારવિ, ભર્તુહરિ, બાણભટ્ટ, માઘ વગેરે મહાન સાહિત્યકારો થઈ ગયા.
  • એ પછીના સમયમાં શંકરાચાર્યે ‘ભાષ્ય’ની રચનાઓ કરી.
  • પ્રાચીન યુગ દરમિયાન તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ – એ ચાર દ્રવિડકુળની ભાષાઓમાં સાહિત્ય રચાયું. તેમાં તમિલ સૌથી પ્રાચીન ભાષા છે.

પરિશિષ્ટ
GSEB Class 10 Social Science Important Questions Chapter 4 ભારતનો સાહિત્યિક વારસો 3

GSEB Class 10 Social Science Important Questions Chapter 4 ભારતનો સાહિત્યિક વારસો 4
GSEB Class 10 Social Science Important Questions Chapter 4 ભારતનો સાહિત્યિક વારસો 5

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *