GSEB Class 10 Social Science Important Questions Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય

Gujarat Board GSEB Class 10 Social Science Important Questions Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો: શિલ્પ અને સ્થાપત્ય Important Questions and Answers.

GSEB Class 10 Social Science Important Questions Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય

દરેક વિધાનની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ખાલી જગ્યા પૂરોઃ

પ્રશ્ન 1.
ભારતનું પ્રાચીન ………………………… નગર-આયોજન સમકાલીન વિશ્વના નગર-આયોજન કરતાં ચડિયાતું હતું.
A. મધ્યકાલીન
B. પ્રાચીન
C સિંધુકાલીન
ઉત્તરઃ
C સિંધુકાલીન

પ્રશ્ન 2.
સ્થાપત્યનો સરળ અર્થ ……………………… એવો થાય છે.
A. વાસ્તુ
B. શિલ્પ
C. બાંધકામ
ઉત્તરઃ
C. બાંધકામ

પ્રશ્ન 3.
સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે ‘ ………………….. ’ શબ્દ વપરાય છે.
A. વાસ્તુ
B. કિલ્લાઓ
C. બાંધકામ
ઉત્તરઃ
A. વાસ્તુ

પ્રશ્ન 4.
સ્થાપત્યકલામાં ‘ ………………….. ’ એનું કૌશલ્ય પ્રયોજાય છે.
A. કારીગર
B. સ્થપતિ
C. આયોજન
ઉત્તરઃ
B. સ્થપતિ

પ્રશ્ન 5.
ભારત પ્રાચીન સમયથી ……………………… માં નિપુણતા ધરાવે છે.
A. કિલ્લેબંધી
B. બાંધકામ
C. નગર-આયોજન
ઉત્તરઃ
C. નગર-આયોજન

GSEB Class 10 Social Science Important Questions Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય

પ્રશ્ન 6.
મોહેં-જો-દડોનો અર્થ ‘ ………………….. ’ એવો થાય છે.
A. મરેલાંનો ટેકરો
B. મરેલાંના અવશેષો
C. મરેલાંનાં શરીરો
ઉત્તરઃ
A. મરેલાંનો ટેકરો

પ્રશ્ન 7.
ઈ. સ. …………………. માં મોહે-જો-દડો ખાતે ખોદકામ દરમિયાન વિશાળ એવી નગર-સભ્યતાના અવશેષો મળી આવ્યા છે.
A. 1919
B. 1908
C. 1922
ઉત્તરઃ
C. 1922

પ્રશ્ન 8.
…………………….. નગર-આયોજનની દષ્ટિએ શ્રેષ્ઠ હતું.
A. મોહેં-જો-દડો
B. ધોળાવીરા
C. લોથલ
ઉત્તરઃ
A. મોહેં-જો-દડો

પ્રશ્ન 9.
મોહેં-જો-દડોમાં ………………………. નાં મકાનો બે માળવાળાં અને પાંચ કે સાત ઓરડાવાળાં હતાં.
A. મધ્યમ વર્ગ
B. શ્રીમંતો
C. નીચલા વર્ગ
ઉત્તરઃ
B. શ્રીમંતો

પ્રશ્ન 10.
મોહેં-જો-દડોની નગરરચનાનું વિશિષ્ટ લક્ષણ તેની ……………………. છે.
A. ગટર યોજના
B. સ્નાનાગાર
c. કિલ્લેબંધી
ઉત્તરઃ
A. ગટર યોજના

GSEB Class 10 Social Science Important Questions Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય

પ્રશ્ન 11.
મોહેં-જો-દડો જેવી ગટર યોજના સમકાલીન સભ્યતાઓમાં ભૂમધ્ય સમુદ્રના …………………. ના ટાપુ સિવાય ક્યાંય જોવા મળતી નથી.
A. ક્રીટ
B. સેટ પોલ
C. પ્રિન્સ એડવર્ડ
ઉત્તરઃ
A. ક્રીટ

પ્રશ્ન 12.
મોહેં-જો-દડોના દરેક મકાનમાં એક …………………… હતો.
A. બેઠકખંડ
B. ખાળકૂવો
C. હીંચકો
ઉત્તરઃ
B. ખાળકૂવો

પ્રશ્ન 13.
મોહેં-જો-દડોમાંથી જાહેર ઉપયોગી એવાં …………………….. મકાનો મળ્યાં છે.
A. બે
B. ત્રણ
C. ચાર
ઉત્તરઃ
A. બે

પ્રશ્ન 14.
ઈ. સ. ……………………… માં દયારામ સહાનીએ પંજાબમાં મોન્ટેગોમરી જિલ્લામાં આવેલા હડપ્પા પાસેથી ભારતીય સભ્યતાના અતિપ્રાચીન અવશેષોની શોધ કરી.
A. 1932
B. 1928
C. 1921
ઉત્તરઃ
C. 1921

પ્રશ્ન 15.
ઈ. સ. 1921માં ……………………. હડપ્પા પાસેથી ભારતીય સભ્યતાના અતિપ્રાચીન અવશેષોની શોધ કરી.
A. રખાલદાસ બેનરજીએ
B. રવીન્દ્રસિંહ બિસ્ત
C. દયારામ સહાનીએ
ઉત્તરઃ
C. દયારામ સહાનીએ

GSEB Class 10 Social Science Important Questions Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય

પ્રશ્ન 16.
ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં ………………………. ખાતેથી સિંધુખીણની સભ્યતાના અવશેષો પ્રાપ્ત થયા છે.
A. આલમગીરપુર
B. કાલિબંગન
C. લોથલ
ઉત્તરઃ
A. આલમગીરપુર

પ્રશ્ન 17.
રાજસ્થાનમાં …………………….. ખાતેથી સિંધુખીણની સભ્યતાના અવશેષો પ્રાપ્ત થયા છે.
A. લોથલ
B. કાલિબંગન
C. ધોળાવીરા
ઉત્તરઃ
B. કાલિબંગન

પ્રશ્ન 18.
………………………. નદીઓનો પ્રદેશ એ આપણા દેશની સંસ્કૃતિનો પ્રદેશ છે.
A. દક્ષિણ ભારતની
B. સૌરાષ્ટ્રની
C. સપ્તસિંધુ
ઉત્તરઃ
C. સપ્તસિંધુ

પ્રશ્ન 19.
સપ્તસિંધુ નદીઓના પ્રદેશમાં જે સંસ્કૃતિ ખીલી હતી તે ……………………….. ની સંસ્કૃતિ કહેવાય છે.
A. હડપ્પા
B. સિંધુખીણ
C. પાષાણયુગ
ઉત્તરઃ
B. સિંધુખીણ

પ્રશ્ન 20.
સિંધુખીણની સંસ્કૃતિના અવશેષો હડપ્પા સ્થળેથી મળી આવ્યા હતા, તેથી તેને …………………………. સંસ્કૃતિ કહે છે.
A. હડપ્પીય
B. સપ્તસિંધુ
C. ભારતીય
ઉત્તરઃ
A. હડપ્પીય

GSEB Class 10 Social Science Important Questions Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય

પ્રશ્ન 21.
સપ્તસિંધુના સ્થળેથી પાષાણનાં અને તાંબાનાં ઓજારો મળી આવ્યાં છે, તેથી તેને …………………… યુગની સંસ્કૃતિ પણ કહે છે.
A. તામ્ર
B. પાષાણ
C. તામ્ર-પાષાણ
ઉત્તરઃ
C. તામ્ર-પાષાણ

પ્રશ્ન 22.
ધોળાવીરાના કિલ્લા, મહેલ અને નગરની મુખ્ય દીવાલોને …………………… રંગ કરવામાં આવ્યો હતો.
A. સફેદ
B. લાલ
C. ભૂખરો
ઉત્તરઃ
A. સફેદ

પ્રશ્ન 23.
…………………….. માં પાણીના શુદ્ધીકરણની વ્યવસ્થા અદ્ભુત હતી.
A. ધોળાવીરા
B. લોથલ
C. મોહે-જો-દડો
ઉત્તરઃ
A. ધોળાવીરા

પ્રશ્ન 24.
………………………. માં વહાણ લાંગરવા માટે ધક્કો બાંધવામાં આવતો હતો.
A. મોહેં-જો-દડો
B. લોથલ
C. ધોળાવીરા
ઉત્તરઃ
B. લોથલ

પ્રશ્ન 25.
મૌર્યયુગમાં રચાયેલ સાંચીનો સ્તૂપ …………………….. માં આવેલ છે.
A. ગુજરાત
B મહારાષ્ટ્ર
C. મધ્ય પ્રદેશ
ઉત્તરઃ
C. મધ્ય પ્રદેશ

GSEB Class 10 Social Science Important Questions Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય

પ્રશ્ન 26.
સાંચીનો અસલ સ્તૂપ ………………………. નો બનાવેલો હતો.
A. ઈંટો
B. પથ્થરો
C. આરસ
ઉત્તરઃ
A. ઈંટો

પ્રશ્ન 27.
સમ્રાટ અશોકના સ્તંભલેખો …………………….. લિપિમાં કોતરેલા છે.
A. હિન્દી
B. સંસ્કૃત
C. બ્રાહ્મી
ઉત્તરઃ
C. બ્રાહ્મી

પ્રશ્ન 28.
……………………… સ્તંભ દુનિયાની સર્વોત્તમ શિલ્પકૃતિઓ પૈકીનો એક નમૂનો ગણાય છે.
A. નંદનગઢનો
B. સારનાથનો
C. સાંચીનો
ઉત્તરઃ
B. સારનાથનો

પ્રશ્ન 29.
સારનાથના સ્તંભની ટોચ પર પરસ્પર અડકીને ઊભેલા ………………………….. સિંહોની આકૃતિને ભારતના રાષ્ટ્રીય ચિહ્ન તરીકે અપનાવવામાં આવી છે.
A. બે
B. ત્રણ
C. ચાર
ઉત્તરઃ
C. ચાર

પ્રશ્ન 30.
ગુજરાતમાં સમ્રાટનો શિલાલેખ ………………………….. માં ગિરનાર પર્વત તરફ જતાં તળેટીમાં આવેલ છે.
A. પાવાગઢ
B. જૂનાગઢ
C. વેરાવળ
ઉત્તરઃ
B. જૂનાગઢ

GSEB Class 10 Social Science Important Questions Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય

પ્રશ્ન 31.
નાગાર્જુન કોંડાનો અને અમરાવતીનો સ્તુપ ………………………. શૈલીના સર્વશ્રેષ્ઠ નમૂનાઓ છે,
A. દ્રવિડ
B. મથુરા
C. નાગર
ઉત્તરઃ
A. દ્રવિડ

પ્રશ્ન 32.
…………………….. રાજાઓએ દ્રવિડ શૈલીની સ્થાપત્યકલાને ઉચ્ચ કક્ષાએ પહોંચાડી હતી.
A. ચોલ
B. સાતવાહન
C. ચૌલ
ઉત્તરઃ
C. ચૌલ

પ્રશ્ન 33.
ભારતવર્ષનાં ગુફા-સ્થાપત્યો મનુષ્યકત …………………………. ગણાય છે.
A. તીર્થધામો
B. ગિરિધામો
C. સૌંદર્યધામો
ઉત્તરઃ
C. સૌંદર્યધામો

પ્રશ્ન 34.
કચ્છની ખાપરા-કોડિયાની ગુફાઓ ………………………. શોધી કાઢી હતી.
A. કે. કા. શાસ્ત્રીએ
B. ઉમાશંકર જોશીએ
C. રાજેન્દ્ર શાહ
ઉત્તરઃ
A. કે. કા. શાસ્ત્રીએ

પ્રશ્ન 35.
પલ્લવોની રાજધાની …………………….. ખાતે બંધાયેલાં મંદિરો પ્રસિદ્ધ છે.
A. થંજાવુર
B. રાંચી
C. કાંચી
ઉત્તરઃ
C. કાંચી

GSEB Class 10 Social Science Important Questions Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય

પ્રશ્ન 36.
……………………… નું મંદિર ચોલવંશની રાજધાની થંજાવુરમાં આવેલું છે.
A. બૃહદેશ્વર
B. લારખાન
C. મીનાક્ષી
ઉત્તરઃ
A. બૃહદેશ્વર

પ્રશ્ન 37.
લગભગ 200 ફૂટ ઊંચાઈ ધરાવતું ……………………….. નું મંદિર પ્રાચીન ભારતનું અજોડ મંદિર છે.
A. કૈલાસનાથ
B. ભૂમરા
C. બૃહદેશ્વર
ઉત્તરઃ
C. બૃહદેશ્વર

પ્રશ્ન 38.
‘ ……………….. ’ એટલે મંદિરનું પ્રવેશદ્વાર
A. મંડપ
B. ગોપુરમ્
C. વિમાન
ઉત્તરઃ
B. ગોપુરમ્

પ્રશ્ન 39.
………………………… માં કોણાર્કનું સૂર્યમંદિર આવેલું છે.
A. ઓડિશા
B. મધ્ય પ્રદેશ
C. બિહાર
ઉત્તરઃ
A. ઓડિશા

પ્રશ્ન 40.
તાંજોરમાં બૃહદેશ્વર મંદિરને ……………………… માળનું ગોપુરમ્ છે.
A. પંદર
B. બાર
C. તેર
ઉત્તરઃ
C. તેર

GSEB Class 10 Social Science Important Questions Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય

પ્રશ્ન 41.
નટરાજની ……………………. તત્કાલીન મૂર્તિકલાનું ઉત્તમ ઉદાહરણ છે.
A. પાષાણપ્રતિમા
B. કાંસ્યપ્રતિમા
C. તામ્રપ્રતિમા
ઉત્તરઃ
B. કાંસ્યપ્રતિમા

પ્રશ્ન 42.
મદુરાઈમાં આવેલા ભવ્ય …………………. ના મુખ્ય ચાર ‘ગોપુરમ’ છે.
A. શિવમંદિર
B. બૃહદેશ્વર મંદિર
C. મીનાક્ષી મંદિર
ઉત્તરઃ
C. મીનાક્ષી મંદિર

પ્રશ્ન 43
બિહારમાં આવેલ સમેત શિખરજી સિદ્ધક્ષેત્ર જૈન તીર્થધામને ……………………….. કહે છે.
A. મધુવન
B. શ્રેષ્ઠ વન
C. સુંદરવન
ઉત્તરઃ
A. મધુવન

પ્રશ્ન 44.
ગુજરાતમાં મોઢેરા ખાતે આવેલ સૂર્યમંદિર સોલંકી યુગના રાજવી …………………….. બંધાવ્યું હતું.
A. સિદ્ધરાજ જયસિંહે
B. ભીમદેવ પ્રથમે
C. ભીમદેવ બીજાએ
ઉત્તરઃ
B. ભીમદેવ પ્રથમે

પ્રશ્ન 45.
મોઢેરાના સૂર્યમંદિરમાં સૂર્યની ………………….. વિવિધ મૂર્તિઓ છે.
A. 12
B. 10
C. 16
ઉત્તરઃ
A. 12

GSEB Class 10 Social Science Important Questions Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય

પ્રશ્ન 46.
મોઢેરાના સૂર્યમંદિરનું નકશીકામ ……………………… શૈલીમાં થયેલું છે.
A. ઈરાની
B. મુઘલ
C. મથુરા
ઉત્તરઃ
A. ઈરાની

પ્રશ્ન 47.
કુતબુદ્દીન ઐબકે ……………………… માં ‘ઢાઈ દિન કા ઝોંપડા’ નામની
મસ્જિદ બંધાવી હતી.
A. અજમેર
B. જયપુર
C. દિલ્લી
ઉત્તરઃ
A. અજમેર

પ્રશ્ન 48.
મસ્જિદમાં ………………….. હંમેશાં મક્કાના કાબાની દિશામાં જ બનાવવામાં આવે છે.
A. લિવાન
B. મહેરાબ
C. કિબલા
ઉત્તરઃ
C. કિબલા

પ્રશ્ન 49.
મસ્જિદના સ્તંભોવાળા ઓરડાને ………………….. કહે છે.
A. મહેરાબ
B. લિવાન
C. મકસુરા
ઉત્તરઃ
B. લિવાન

પ્રશ્ન 50.
મસ્જિદના કિબલા(દીવાલ)ના અંતના ભાગને ……………………. કહે છે.
A. સહન
B. ગલિયારા
C. મકસુરા
ઉત્તરઃ
C. મકસુરા

GSEB Class 10 Social Science Important Questions Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય

પ્રશ્ન 51.
મસ્જિદનું પ્રાંગણ ……………………. કહેવાય છે.
A. ગલિયારા
B. લિવાન
C. સહન
ઉત્તરઃ
C. સહન

પ્રશ્ન 52.
હિમાચલ પ્રદેશમાં …………………. ખાતેથી સિંધુખીણથી સભ્યતાના અવશેષો પ્રાપ્ત થયા છે.
A. રોપર
B. આલમગીરપુર
C. કુન્તાસી
ઉત્તરઃ
A. રોપર

પ્રશ્ન 53.
ગુજરાતના ધોળકા તાલુકામાં …………………. ખાતેથી સિંધુખીણની સભ્યતાના અવશેષો પ્રાપ્ત થયા છે.
A. દેશળપુર
B. લોથલ
C. ધોળાવીરા
ઉત્તરઃ
B. લોથલ

પ્રશ્ન 54.
ગુજરાતના કચ્છ જિલ્લાના ………………………. ખાતેથી સિંધુખીણની સભ્યતાના અવશેષો પ્રાપ્ત થયા છે.
A. ધોળાવીરા
B. લોથલ
C. રંગપુર
ઉત્તરઃ
A. ધોળાવીરા

પ્રશ્ન 55.
……………………….. ધોળકા તાલુકામાં ભોગાવો અને સાબરમતી એમ બે નદીઓના વચ્ચેના પ્રદેશમાં આવેલું છે.
A. ધોળાવીરા
B. લોથલ
C. હડપ્પા
ઉત્તરઃ
B. લોથલ

GSEB Class 10 Social Science Important Questions Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય

પ્રશ્ન 56.
જૂનાગઢમાં …………………… ગુફાસમૂહો આવેલા છે.
A. બે
B. ત્રણ
C. ચાર
ઉત્તરઃ
B. ત્રણ

પ્રશ્ન 57.
તળાજાના ડુંગરમાં પથ્થરો કોતરીને …………………… ગુફાઓની રચના કરવામાં આવી છે.
A. 25
B. 30
C. 35
ઉત્તરઃ
B. 30

પ્રશ્ન 58.
દક્ષિણ ભારતનાં રથમંદિરો …………………… યુગની આગવી ઓળખ છે.
A. પાંચ
B. ચોલ
C. પલ્લવ
ઉત્તરઃ
C. પલ્લવ

પ્રશ્ન 59.
………………………. મધ્યયુગ દરમિયાન બુંદેલખંડના ચંદેલ રાજપૂતોની રાજધાનીનું નગર હતું.
A. ખજૂરાહો
B. કાંચી
C. તાંજોર
ઉત્તરઃ
A. ખજૂરાહો

પ્રશ્ન 60.
ગુજરાતમાં પંચાસરા મંદિર ………………….. માં આવેલું છે.
A. દેલવાડા
B. પાલિતાણા
C. શંખેશ્વર
ઉત્તરઃ
C. શંખેશ્વર

GSEB Class 10 Social Science Important Questions Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય

પ્રશ્ન 61.
ગુજરાતમાં …………………… ખાતે જામી મસ્જિદ આવેલી છે.
A. અમદાવાદ
B. ચાંપાનેર
C: જૌનપુર
ઉત્તરઃ
B. ચાંપાનેર

પ્રશ્ન 62.
ગુજરાતમાં પાટણ ખાતે ……………………. વાવ આવેલી છે.
A. રાણકી
B. દાદા હરિની
C. હીરા ભાગોળ
ઉત્તરઃ
A. રાણકી

પ્રશ્ન 63.
ગુજરાતમાં ……………………… ખાતે રુદ્રમહાલય આવેલો છે.
A. પાટણ
B. વડનગર
C. સિદ્ધપુર
ઉત્તરઃ
C. સિદ્ધપુર

પ્રશ્ન 64.
ગુજરાતમાં ……………………. ખાતે મુનસર તળાવ આવેલું છે.
A. ચાંપાનેર
B. વિરમગામ
C. પાટણ
ઉત્તરઃ
B. વિરમગામ

પ્રશ્ન 65.
ગુજરાતમાં ……………………… ખાતે મલાવ તળાવ આવેલું છે.
A. ધોળકા
B. વિરમગામ
C. જૂનાગઢ
ઉત્તરઃ
A. ધોળકા

GSEB Class 10 Social Science Important Questions Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય

પ્રશ્ન 66.
સિંધુખીણની સંસ્કૃતિમાંથી મળી આવેલાં નગરો પૈકી કયા નગરનું આયોજન શ્રેષ્ઠ હતું?
A. હડપ્પાનું
B. મોહેં-જો-દડોનું
C. લોથલનું
D. સુરકોટડાનું
ઉત્તર:
B. મોહેં-જો-દડોનું

પ્રશ્ન 67.
મોહેં-જો-દડો નગરની આગવી વિશેષતા કઈ હતી?
A. રસ્તાઓ
B. ભૂગર્ભ ગટર યોજના
C. જાહેર સ્નાનાગર
D. જાહેર મકાનો
ઉત્તર:
B. ભૂગર્ભ ગટર યોજના

પ્રશ્ન 68.
મોહેં-જો-દડો જેવી ભૂગર્ભ ગટર યોજના વિશ્વમાં બીજા ક્યા સ્થળે છે?
A. ભૂમધ્ય સમુદ્રના ક્રીટ ટાપુમાં
B. અરબ સાગરના લક્ષદ્વીપ ટાપુમાં
C. ઍટલૅન્ટિક મહાસાગરના બર્મુડા ટાપુઓમાં
D. બેરિંગ સાગરના કામડૉર ટાપુઓમાં
ઉત્તર:
A. ભૂમધ્ય સમુદ્રના ક્રીટ ટાપુમાં

પ્રશ્ન 69.
ગુજરાતમાં કયો સ્તૂપ આવેલો છે?
A. બેરતનો
B. ઉપરકોટનો
C. નંદનગઢનો
D. દેવની મોરીનો
ઉત્તર:
D. દેવની મોરીનો

પ્રશ્ન 70.
સ્તૂપના અંડાકાર ભાગની ટોચની ચારે બાજુ આવેલી રેલિંગને શું કહે છે?
A. મહેરાબ
B. હર્મિકા
C. મેધિ
D. તોરણ
ઉત્તર:
B. હર્મિકા

GSEB Class 10 Social Science Important Questions Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય

પ્રશ્ન 71.
સ્તૂપની ચારે બાજુ રચેલા ગોળાકાર રસ્તાને શું કહે છે?
A. હર્મિકા
B. મેધિ
C. તોરણ
D. મહેરાબ
ઉત્તર:
B. મેધિ

પ્રશ્ન 72.
ભારતના રાષ્ટ્રીય પ્રતીક તરીકે નીચેનામાંથી કયા એક પ્રતીકને સ્થાન આપવામાં આવ્યું છે?
A. ચાર સિંહોની આકૃતિને
B. ચાર વૃષભની આકૃતિને
C. શિવની આકૃતિને
D. બે ઘોડાની આકૃતિને
ઉત્તર:
A. ચાર સિંહોની આકૃતિને

પ્રશ્ન 73.
કયો યુગ ભારતીય કલાનો સુવર્ણયુગ કહેવાય છે?
A. ચોલયુગ
B. મૌર્યયુગ
C. પાંડ્યયુગ
D. ગુપ્તયુગ
ઉત્તર:
D. ગુપ્તયુગ

પ્રશ્ન 74.
ઉદયગિરિ, ખંડગિરિ, નીલગિરિ અને બાઘની ગુફાઓ કયા ? શહેરની પાસે આવેલી છે?
A. ભુવનેશ્વર
B. મુંબઈ
C. ઓરંગાબાદ
D. જૂનાગઢ
ઉત્તર:
A. ભુવનેશ્વર

પ્રશ્ન 75.
ભારતનાં કયાં સ્થાપત્યો મનુષ્યત સૌંદર્યધામો ગણાય છે?
A. મંદિર સ્થાપત્યો
B. ગુફા-સ્થાપત્યો
C. વિહાર સ્થાપત્યો
D. ચૈત્ય સ્થાપત્યો
ઉત્તર:
B. ગુફા-સ્થાપત્યો

GSEB Class 10 Social Science Important Questions Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય

પ્રશ્ન 76.
એક જ પથ્થરમાંથી કે ખડકમાંથી કોતરીને બનાવેલાં જગવિખ્યાત રથમંદિરો કયા યુગની આગવી ઓળખ છે?
A. સાતવાહન
B. પાંડ્ય
C. પલ્લવ
D. ચોલ
ઉત્તર:
C. પલ્લવ

પ્રશ્ન 77.
નીચે રજૂ થયેલ ચિત્ર ધ્યાનથી નિહાળો: સ્તંભ શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો સારનાથનો સ્તંભ છે. નીચે પૈકી કઈ બાબત ઉક્ત સ્તંભમાં અંકિત કરેલ નથી? હરણી ?
GSEB Solutions Class 10 Social Science Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્ય 5
A. સાત સૂંઢવાળો ઐરાવત
B. બ્રાહ્મી લિપિમાં કોતરાયેલ લખાણ
C. ચાર ધર્મચક્રો
D. પરસ્પર અડકીને ઊભેલા ચાર સિંહો
ઉત્તર:
A. સાત સૂંઢવાળો ઐરાવત

પ્રશ્ન 78.
ગોપુરમ્ એટલે શું?
A. મંદિરમાં જ્યાં મૂર્તિ રાખવામાં આવે છે તે ભાગ
B. સ્તંભો પર રચાયેલ મોટો હૉલ
C. બૌદ્ધ સાધુઓના વિહાર માટેનાં સ્થળો
D. મંદિરોની બહાર ઊંચી દીવાલો અને સુશોભિત દરવાજાઓ
ઉત્તર:
D. મંદિરોની બહાર ઊંચી દીવાલો અને સુશોભિત દરવાજાઓ

પ્રશ્ન 79.
વર્ગમાં ગુજરાતનાં જાણીતાં શિલ્પ-સ્થાપત્યો અંગેની એક ચર્ચાસભામાં વિદ્યાર્થીઓએ જુદાં જુદાં મંતવ્યો વ્યક્ત કર્યાઃ
અનિલ: મોઢેરાના સૂર્યમંદિરમાં પૂર્વ દિશાના પ્રવેશદ્વારમાંથી
આવતું સૂર્યનું પ્રથમ કિરણ મંદિરની છેક અંદર સૂર્યપ્રતિમાના મુકુટ પર પડતું હતું.
ભરત: મોઢેરાનું આ મંદિર સંગેમરમરમાં કંડારેલ કાવ્ય તરીકે કલાવિવેચકોમાં જાણીતું છે.
રેખા: મોઢેરાનું મંદિર ઈરાની શૈલીમાં બાંધવામાં આવેલ છે. મમતા મોઢેરાના મંદિરની બહારના જળકુંડની ચારે બાજુ નાનાં નાનાં 108 જેટલાં મંદિરો આવેલાં છે. કોણ સાચું છે?
A. અનિલ, ભરત અને રેખા
B. માત્ર અનિલ અને મમતા
C. અનિલ, રેખા અને મમતા
D. માત્ર ભરત અને મમતા
ઉત્તર:
C. અનિલ, રેખા અને મમતા

પ્રશ્ન 80.
ભારતનું ભવ્ય મીનાક્ષી મંદિર ક્યાં આવેલું છે?
A. ખજૂરાહોમાં
B. બંડીપુરમાં
C. મદુરાઈમાં
D. મલ્લપુરમાં
ઉત્તર:
C. મદુરાઈમાં

GSEB Class 10 Social Science Important Questions Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય

પ્રશ્ન 81.
દેલવાડાનાં જૈન મંદિરો કયા રાજ્યમાં આવેલાં છે?
A. મહારાષ્ટ્રમાં
B. ગુજરાતમાં
C. રાજસ્થાનમાં
D. મધ્ય પ્રદેશમાં
ઉત્તર:
C. રાજસ્થાનમાં

પ્રશ્ન 82.
દિલ્લીમાં ‘કુવ્વત-ઉ-ઇસ્લામ’ નામની મસ્જિદ કયા સુલતાને બંધાવી હતી?
A. સિકંદર બુતશિકને
B. ફીરોઝશાહ તઘલખે
C. કુતબુદ્દીન ઐબકે
D. ઇસ્તુત્મિશે
ઉત્તર:
C. કુતબુદ્દીન ઐબકે

પ્રશ્ન 83.
અમદાવાદનું કયું સ્થાપત્ય તેના બારીક કોતરકામ માટે જગતભરમાં જાણીતું છે?
A. નગીના મસ્જિદ
B. અટાલા મસ્જિદ
C. દરિયાખાનનો ઘુમ્મટ
D. સીદી સૈયદની જાળી
ઉત્તર:
D. સીદી સૈયદની જાળી

પ્રશ્ન 84.
નીચે આપેલાં જોડકાં લક્ષમાં લઈ આપેલા વિકલ્પો પૈકી સાચો વિકલ્પ પસંદ કરો :

1. મસ્જિદની દીવાલનો અંત ભાગ a. કિબલા
2. મસ્જિદની અંદર આવવા-જવાનો રસ્તો b. મકસુરા
3. નમાજ પઢવાના હૉલની દીવાલ c. લિવાન
4. મસ્જિદનો સ્તંભોવાળો ઓરડો d. ગલિયારા

A. (1 – b), (2 – d), (3 – C), (4 – a).
B. (1 – b), (2 – A), (3 – d), (4 – c).
C. (1 – b), (2 – d), (3 – a), (4 – c).
D. (1 – b), (2 – C), (3 – d), (4 – a).
ઉત્તર:

1. મસ્જિદની દીવાલનો અંત ભાગ b. મકસુરા
2. મસ્જિદની અંદર આવવા-જવાનો રસ્તો d. ગલિયારા
3. નમાજ પઢવાના હૉલની દીવાલ a. કિબલા
4. મસ્જિદનો સ્તંભોવાળો ઓરડો c. લિવાન

પ્રશ્ન 85.
આ મંદિરનું પૂર્વ દિશામાં આવેલ પ્રવેશદ્વાર એવી રીતે રચાયેલું છે કે સૂર્યનું પ્રથમ કિરણ મંદિરની છેક અંદર ગર્ભગૃહમાં રહેલી સૂર્યપ્રતિમાના મુકુટની મધ્યમાં રહેલા મણિ પર પડતાં સમગ્ર મંદિર પ્રકાશથી ઝળહળી ઊઠતું અને સમગ્ર વાતાવરણમાં જાણે કે દિવ્યતા પ્રગટતી ! આ વર્ણન કયા મંદિરનું છે?
A. કોણાર્કના સૂર્યમંદિરનું
B. મોઢેરાના સૂર્યમંદિરનું
C. ખજૂરાહોના સૂર્યમંદિરનું
D. મદુરાઈના મીનાક્ષી મંદિરનું
ઉત્તર:
B. મોઢેરાના સૂર્યમંદિરનું

GSEB Class 10 Social Science Important Questions Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય

પ્રશ્ન 86.
નીચે આપેલ ચિત્ર કયા નગરની રચનાની યાદ અપાવે છે?
GSEB Solutions Class 10 Social Science Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્ય 6
A. ધોળાવીરા
B. લોથલ
C. મોહે-જો-દડો
D. હડપ્પા
ઉત્તર:
C. મોહે-જો-દડો

પ્રશ્ન 87.
નીચે આપેલ ચિત્ર કયા નગરની રચનાની યાદ અપાવે છે?
GSEB Solutions Class 10 Social Science Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્ય 7
A. લોથલ
B. હડપ્પા
C. મોહેં-જો -દડો
D. ધોળાવીરા
ઉત્તર:
D. ધોળાવીરા

પ્રશ્ન 88.
નીચે આપેલ ચિત્ર કયા નગરની રચનાની યાદ અપાવે છે?
GSEB Solutions Class 10 Social Science Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્ય 8
A. લોથલ
B. ધોળાવીરા
C. હડપ્પા
D. મોહેં-જો-દડો
ઉત્તર:
A. લોથલ

પ્રશ્ન 89.
નીચે આપેલ ચિત્ર કયા સ્થાપત્યનું છે?
GSEB Solutions Class 10 Social Science Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્ય 9
A. સારનાથના સ્તૂપનું
B. બેરતના સ્તૂપનું
C. નંદનગઢના સ્તૂપનું
D. સાંચીનો સ્તૂપનું
ઉત્તર:
D. સાંચીનો સ્તૂપનું

પ્રશ્ન 90.
નીચે આપેલ સિંહાકૃતિ ક્યાની છે?
GSEB Solutions Class 10 Social Science Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્ય 10
A. સારનાથની
B. સાંચીની
C. કાશીની
D. પટનાની
ઉત્તર:
A. સારનાથની

GSEB Class 10 Social Science Important Questions Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય

પ્રશ્ન 91.
નીચે આપેલ ચિત્ર કયા પ્રકારના સ્થાપત્યનું છે?
GSEB Solutions Class 10 Social Science Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્ય 11
A. સૂર્યમંદિરનું
B. જૈનમંદિરનું
C. રથમંદિરનું
D. કીર્તિતોરણનું
ઉત્તર:
C. રથમંદિરનું

પ્રશ્ન 92.
નીચે આપેલ સ્થાપત્યને ઓળખી બતાવો.
GSEB Solutions Class 10 Social Science Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્ય 12
A. મોઢેરાનું સૂર્યમંદિર
B. કોણાર્કનું સૂર્યમંદિર
C. ભૂમરાનું શિવમંદિર
D. બૃહદેશ્વરનું મંદિર
ઉત્તર:
B. કોણાર્કનું સૂર્યમંદિર

પ્રશ્ન 93.
નીચે આપેલ કીર્તિતોરણ કયા શહેરમાં આવેલું છે?
GSEB Solutions Class 10 Social Science Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્ય 13
A. સિદ્ધપુર
B. દ્વારકા
C. પાવાગઢ
D. વડનગર
ઉત્તર:
D. વડનગર

પ્રશ્ન 94.
નીચે આપેલ ચિત્ર કયા સ્થાપત્યનું છે?
GSEB Solutions Class 10 Social Science Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્ય 14
A. સોમનાથના મંદિરનું
B. રણછોડરાયજીના મંદિરનું
C. શામળાજી મંદિરનું
D. મોઢેરાના સૂર્યમંદિરનું
ઉત્તર:
C. શામળાજી મંદિરનું

પ્રશ્ન 95.
નીચે આપેલ ચિત્ર કઈ વાવનું છે?
GSEB Solutions Class 10 Social Science Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્ય 15
A. દાદા હરિની વાવનું
B. રાણકી વાવનું
C. અડાલજની વાવનું
D. હીરા ભાગોળની વાવનું
ઉત્તર:
C. અડાલજની વાવનું

GSEB Class 10 Social Science Important Questions Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય

નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:

(1) સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે સ્થપતિ’ શબ્દ વપરાય છે.
ઉત્તરઃ
ખોટું

(2) ભારત પ્રાચીન સમયથી નગર-આયોજનમાં નિપુણતા ધરાવે છે.
ઉત્તરઃ
ખરું

(3) ધોળાવીરા નગર-આયોજનની દષ્ટિએ શ્રેષ્ઠ નગર હતું.
ઉત્તરઃ
ખોટું

(4) મોહેં-જો-દડો નગરના રસ્તાઓ 9.75 મીટર પહોળા હતા.
ઉત્તરઃ
ખરું

(5) મોહે-જો-દડોની નગરરચનાનું વિશિષ્ટ લક્ષણ તેની ગટર યોજના છે.
ઉત્તરઃ
ખરું

(6) ગંગા-યમુના નદીઓનો પ્રદેશ એ ભારતની સંસ્કૃતિનો પ્રદેશ છે.
ઉત્તરઃ
ખોટું

GSEB Class 10 Social Science Important Questions Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય

(7) સિંધુખીણની સંસ્કૃતિ હડપ્પીય સંસ્કૃતિ પણ કહેવાય છે.
ઉત્તરઃ

(8) ધોળાવીરા ખદીર બેટમાં આવેલું છે.
ઉત્તરઃ
ખરું

(9) લોથલ ખંભાતના અખાતથી 52 કિલોમીટર દૂર છે.
ઉત્તરઃ
ખોટું

(10) લોથલમાંથી માનવ-વસાહતના પાંચ થર મળ્યા છે.
ઉત્તરઃ
ખોટું

(11) લોથલ તે સમયે ભારતનું સમૃદ્ધ બંદર હતું.
ઉત્તરઃ
ખરું

(12) સમ્રાટ અશોકના સમયમાં આઠ સ્તૂપો જાણીતા છે.
ઉત્તરઃ
ખોટું

GSEB Class 10 Social Science Important Questions Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય

(13) સમ્રાટ અશોકના સમયમાં ગુજરાતમાં દેવની મોરીનો સૂપ હતો.
ઉત્તરઃ
ખરું

(14) સાંચીનો સ્તૂપ ગુજરાતમાં આવેલ છે.
ઉત્તરઃ
ખોટું

(15) સાંચીનો અસલ સ્તૂપ આરસનો બનાવેલો હતો.
ઉત્તરઃ
ખોટું

(16) સારનાથનો સ્તૂપ સ્થાપત્યકલાનો અમૂલ્ય નમૂનો છે.
ઉત્તરઃ
ખોટું

(17) સમ્રાટ અશોકના સ્તંભલેખો બ્રાહ્મી લિપિમાં કોતરેલા છે.
ઉત્તરઃ
ખરું

(18) સારનાથનો સ્તંભ શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો છે.
ઉત્તરઃ
ખરું

GSEB Class 10 Social Science Important Questions Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય

(19) સારનાથના સ્તંભની ટોચ ઉપર ત્રણ સિંહોની આકૃતિ છે.
ઉત્તરઃ
ખોટું

(20) સારનાથના સ્તંભની સિંહાકૃતિને ભારતના રાષ્ટ્રધ્વજમાં સ્થાન આપવામાં આવ્યું છે.
ઉત્તરઃ
ખોટું

(21) ગુજરાતમાં સમ્રાટ અશોકનો શિલાલેખ જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ જતાં રસ્તામાં (તળેટીમાં) આવેલો છે.
ઉત્તરઃ
ખરું

(22) અમરાવતીનો સ્તૂપ મથુરા શેલીનો સર્વશ્રેષ્ઠ નમૂનો છે.
ઉત્તરઃ
ખરું

(23) પાંડ્ય રાજાઓએ દ્રવિડ શૈલીની સ્થાપત્યકલાને ઉચ્ચ કક્ષાએ
પહોંચાડી હતી.
ઉત્તરઃ
ખરું

(24) ગુપ્તયુગ કલાનો સુવર્ણયુગ” કહેવાય છે.
ઉત્તરઃ
ખરું

GSEB Class 10 Social Science Important Questions Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય

(25) અશોકના ગુફાલેખો ગયાથી 16 માઈલ દૂર આવેલા બર્બરના પહાડની ચાર દીવાલો પર કોતરાયેલા છે.
ઉત્તરઃ
ખરું

(26) ખંભાલીડા ગુફાઓમાં ત્રણ ગુફાઓ નોંધપાત્ર છે.
ઉત્તરઃ
ખરું

(27) તળાજાનો ડુંગર ‘તાલધ્વજગિરિ’ તીર્થધામ તરીકે પ્રખ્યાત છે.
ઉત્તરઃ
ખરું

(28) ગિરસોમનાથ જિલ્લામાં સાણા ડુંગર ઉપર મધપૂડાની જેમ 52 જેટલી ગુફાઓ પથરાયેલી છે.
ઉત્તરઃ
ખરું

(29) કચ્છની ખાપરા-કોડિયાની ગુફાઓ કે. કા. શાસ્ત્રીએ શોધી કાઢી હતી.
ઉત્તરઃ
ખરું

(30) કડિયા ડુંગર ગુફાના એક સિંહસ્તંભના શિરો ભાગે એક શરીરવાળી અને બે મુખવાળી સિંહાકૃતિ છે.
ઉત્તરઃ
ખરું

GSEB Class 10 Social Science Important Questions Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય

(31) દક્ષિણ ભારતનાં જગવિખ્યાત રથમંદિરો ચોલયુગની આગવી ઓળખ છે.
ઉત્તરઃ
ખોટું

(32) કાંચીનું કૈલાસનાથનું અને વૈકટપેરૂમાલનું મંદિર કલા-સ્થાપત્યનું
શ્રેષ્ઠ ઉદાહરણ છે.
ઉત્તરઃ
ખરું

(33) નાલંદા(સુલતાનગંજ)ની ભગવાન મહાવીરની તામ્રમૂર્તિઓ શિલ્પકલાક્ષેત્રે અત્યંત પ્રસિદ્ધ છે.
ઉત્તરઃ
ખોટું

(34) ચોલવંશની રાજધાની થંજાવુરમાં હતી.
ઉત્તરઃ
ખરું

(35) ચોલવંશના રાજા રાજરાજ પ્રથમે થંજાવુરમાં બૃહદેશ્વરનું મંદિર બંધાવ્યું હતું.
ઉત્તરઃ
ખરું

(36) બૃહદેશ્વર મંદિર લગભગ 400 ફૂટ ઊંચું છે.
ઉત્તરઃ
ખોટું

GSEB Class 10 Social Science Important Questions Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય

(37) બૃહદેશ્વર મંદિર પ્રાચીન ભારતનું અજોડ મંદિર છે.
ઉત્તરઃ
ખરું

(38) “ગોપુરમ એટલે મંદિરનું ગર્ભગૃહ.
ઉત્તરઃ
ખોટું

(39) ઓડિશામાં કોણાર્કનું સૂર્યમંદિર આવેલું છે.
ઉત્તરઃ
ખરું

(40) તાંજોરમાં બૃહદેશ્વર મંદિરને દસ માળનું “ગોપુરમ છે.
ઉત્તરઃ
ખરું

(41) નટરાજની તામ્રપ્રતિમા તત્કાલીન મૂર્તિકલાનું ઉત્તમ ઉદાહરણ છે.
ઉત્તરઃ
ખોટું

(42) મદુરાઈમાં ભારતભરનું ભવ્ય મીનાક્ષી મંદિર આવેલું છે.
ઉત્તરઃ
ખરું

GSEB Class 10 Social Science Important Questions Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય

(43) મીનાક્ષી મંદિરના મુખ્ય પાંચ ‘ગોપુરમ્’ છે.
ઉત્તરઃ
ખોટું

(44) પાંડ્ય રાજાઓએ ખજૂરાહોનાં સુંદર મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું.
ઉત્તરઃ
ખોટું

(45) બિહારમાં સમેત શિખરજી સિદ્ધક્ષેત્ર જૈન તીર્થધામને મધુવન કહે છે.
ઉત્તરઃ
ખરું

(46) આબુ પર્વત ઉપરનાં દેલવાડાનાં દેરાં ગુજરાતના મંત્રી તેજપાલે બંધાવ્યાં હતાં.
ઉત્તરઃ
ખોટું

(47) ગુજરાતમાં મોઢેરા ખાતે આવેલ સૂર્યમંદિર સોલંકી યુગના રાજવી સિદ્ધરાજ સોલંકીએ બંધાવ્યું હતું.
ઉત્તરઃ
ખોટું

(48) મોઢેરાના સૂર્યમંદિરનું નકશીકામ ઈરાની શૈલીમાં થયેલું છે.
ઉત્તરઃ
ખરું

GSEB Class 10 Social Science Important Questions Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય

(49) કુતબુદ્દીન ઐબકે દિલ્લીમાં ‘ઢાઈ દિન કા ઝોંપડા’ નામની મસ્જિદ બંધાવી હતી.
ઉત્તરઃ
ખોટું

(50) જનપુરમાં તુર્કી સુલતાનોઓ અટાલા મસ્જિદ બંધાવી હતી.
ઉત્તરઃ
ખરું

(51) માળવામાં માંડુમાં હોશંગાશાહનો મકબરો સંપૂર્ણ આરસથી સુશોભિત ઈરાની શૈલીનો છે.
ઉત્તરઃ
ખોટું

(52) અમદાવાદમાં ત્રણ દરવાજા નજીક સિપ્રીની મસ્જિદ આવેલી છે.
ઉત્તરઃ
ખોટું

(53) રાણી સિપ્રીની મસ્જિદ ‘મસ્જિદે નગીના’ના નામે ઓળખાય છે.
ઉત્તરઃ
ખરું

(54) રાણીની વાવ પાટણમાં આવેલી છે.
ઉત્તરઃ
ખરું

GSEB Class 10 Social Science Important Questions Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય

(55) રુદ્રમહાલય (સિદ્ધપુર), સહસ્ત્રલિંગ તળાવ (અમદાવાદ), કીર્તિતોરણ (વડનગર), મુનસર તળાવ (ધોળકા) વગેરે સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂનાઓ છે.
ઉત્તરઃ
ખોટું

(56) મસ્જિદની અંદર આવવા-જવાનો રસ્તો ‘ગલિયારા’ કહેવાય છે.
ઉત્તરઃ
ખરું

(57) ઇસ્લામ ધર્મના અનુયાયીઓ નમાઝ માટે સહનમાં એકત્રિત થાય છે.
ઉત્તરઃ
ખરું

(58) મસ્જિદના કિબલા(દીવાલ)ના અંત ભાગને લિવાન’ કહે છે.
ઉત્તરઃ
ખોટું

(59) મસ્જિદના સ્તંભોવાળા ઓરડાને મકસુરા’ કહે છે.
ઉત્તરઃ
ખોટું

નીચેના પ્રશ્નોના એક-બે શબ્દોમાં ઉત્તર લખોઃ

(1) સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજો ક્યો શબ્દ વપરાય છે? – વાસ્તુ
(2) મોહે-જો-દડોનો શો અર્થ થાય છે? – મરેલાનો ટેકરો
(3) આયોજનની દષ્ટિએ મોહેં-જો-દડોમાં શું શ્રેષ્ઠ હતું? – નગર-આયોજન
(4) મોહેં-જો-દડો નગરના રસ્તાઓ કેટલા પહોળા હતા? – 9.75 મીટર
(5) મોહેં-જો-દડોની નગરરચનાનું વિશિષ્ટ લક્ષણ શું હતું? – ગટર યોજના
(6) સપ્તસિંધુ નદીઓના પ્રદેશમાં ખીલેલી સંસ્કૃતિ કઈ સંસ્કૃતિ કહેવાય છે? – સિંધુખીણની સંસ્કૃતિ
(7) સિંધુખીણની સંસ્કૃતિના અવશેષો હડપ્પા સ્થળેથી મળી આવેલા, તેથી તે કઈ સંસ્કૃતિ કહેવાય છે? – હડપ્પીય સંસ્કૃતિ
(8) ધોળાવીરાની કઈ વ્યવસ્થા અદ્ભુત હતી? – પાણીના શુદ્ધીકરણની
(9) લોથલમાં વહાણ લાંગરવા માટે શું બાંધવામાં આવતું હતું? – ધક્કો
(10) સમ્રાટ અશોકના સમયનો ગુજરાતમાં ક્યો સૂપ આવેલો છે? – દેવની મોરીનો

GSEB Class 10 Social Science Important Questions Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય

(11) મૌર્યયુગમાં બનેલો સાંચીનો સ્તુપ કયા રાજ્યમાં આવેલો છે? – મધ્ય પ્રદેશમાં
(12) કયો બૌદ્ધ સ્તૂપ સ્થાપત્યકલાનો અમૂલ્ય નમૂનો છે? – સાંચીનો સ્તૂપ
(13) સમ્રાટ અશોકના સ્તંભલેખો કઈ લિપિમાં કોતરેલા છે? – બ્રાહ્મી લિપિમાં
(14) કયો સ્તંભ ભારતની શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો છે? – સારનાથનો સ્તંભ
(15) સારનાથ કોના ઉપદેશનું સ્થળ હતું? – ભગવાન બુદ્ધના
(16) ધર્મચક્રને ક્યાં સ્થાન આપવામાં આવ્યું છે? – ભારતના રાષ્ટ્રધ્વજમાં
(17) કઈ આકૃતિને ભારતના રાષ્ટ્રીય ચિહ્ન તરીકે સ્થાન આપવામાં આવ્યું છે? – ચાર સિંહોની
(18) ગુજરાતમાં સમ્રાટ અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે? – ગિરનારની તળેટીમાં
(19) દ્રવિડ શૈલીની સ્થાપત્યકલાને ક્યા રાજાઓએ ઉચ્ચ કક્ષાએ પહોંચાડી હતી? – ચૌલ રાજાઓએ
(20) કયો યુગ કલાનો ‘સુવર્ણયુગ’ કહેવાય છે? – ગુપ્તયુગ

GSEB Class 10 Social Science Important Questions Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય

(21) મનુષ્યત સોંદર્યધામો કયાં છે? – ભારતનાં ગુફા-સ્થાપત્યો
(22) તળાજાનો ડુંગર ક્યા તીર્થધામ તરીકે પ્રખ્યાત છે? – તાલધ્વજગિરિ
(23) કચ્છની ખાપરા-કોડિયાની ગુફાઓ કોણે શોધી હતી? – કે. કા. શાસ્ત્રીએ
(24) દક્ષિણ ભારતના પલ્લવ યુગની આગવી ઓળખ કઈ છે? – જગવિખ્યાત રથમંદિરો
(25) ક્યાં રથમંદિરો વિશ્વવિખ્યાત છે? – મહાબલિપુરનાં
(26) ચોલવંશના રાજા રાજરાજ પ્રથમે થંજાવુરમાં કયું મંદિર બંધાવ્યું હતું? – બૃહદેશ્વરનું મંદિર
(27) ‘ગોપુરમ્’ એટલે શું? – મંદિરનું પ્રવેશદ્વાર
(28) કયાં મંદિરોનાં ‘ગોપુરમ દૂરથી જોઈને આજે પણ કલારસિકો મંત્રમુગ્ધ બની જાય છે? – કાંચી અને મદુરાઈનાં
(29) ઓડિશામાં કયું મંદિર આવેલું છે? – કોણાર્કનું સૂર્યમંદિર
(30) તાંજોરમાં બૃહદેશ્વર મંદિરને કેટલા માળનું ગોપુરમ છે? – તેર

GSEB Class 10 Social Science Important Questions Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય

(31) મદુરાઈમાં ભારતનું કયું ભવ્ય મંદિર આવેલું છે? – મીનાક્ષી મંદિર
(32) મીનાક્ષી મંદિરને મુખ્ય કેટલાં ગોપુરમ્ છે? – ચાર
(33) સમેત શિખરજી (બિહાર) સિદ્ધક્ષેત્ર જૈન તીર્થધામને શું કહે છે? – મધુવન
(34) દેલવાડાનાં દેરાં ક્યાં આવેલાં છે? – માઉન્ટ આબુ ઉપર
(35) મોઢેરાના સૂર્યમંદિરનું પ્રવેશદ્વાર કઈ દિશામાં આવેલું છે? – પૂર્વ
(36) મોઢેરાના સૂર્યમંદિરમાં સૂર્યની કેટલી મૂર્તિઓ છે? – 12
(37) મોઢેરાના સૂર્યમંદિરનું નકશીકામ કઈ શૈલીમાં થયેલું છે? – ઈરાની
(38) કુતબુદ્દીન ઐબકે દિલ્લીમાં કઈ મસ્જિદ બંધાવી હતી? – કુવ્રત-ઉલૂ-ઇસ્લામ
(39) કુતબુદ્દીન ઐબકે અજમેરમાં કઈ મસ્જિદ બંધાવી હતી? – ઢાઈ દિન કા ઝોપડા
(40) જૌનપુરમાં તુક સુલતાનોએ કઈ મસ્જિદ બંધાવી હતી? – અટાલા મસ્જિદ

GSEB Class 10 Social Science Important Questions Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય

(41) અમદાવાદમાં ત્રણ દરવાજાની નજીક કઈ મસ્જિદ આવેલી છે? – જામા મસ્જિદ
(42) અમદાવાદમાં આવેલી જામા મસ્જિદ કોણે બંધાવી હતી? – સુલતાન અહમદશાહ પહેલાએ
(43) કઈ મસ્જિદ “મસ્જિદે નગીના’ના નામે ઓળખાય છે? – રાણી સિપ્રીની મસ્જિદ
(44) મસ્જિદની અંદર આવવા-જવાનો રસ્તો કયા નામે ઓળખાય છે? – ગલિયારા
(45) મસ્જિદમાં કિબલા (દીવાલ) હંમેશાં કોની દિશામાં જ બનાવવામાં આવે છે? – મક્કાના કાબાની
(46) મસ્જિદમાં સ્તંભોવાળા ઓરડાને શું કહે છે? – લિવાન
(47) મસ્જિદના કિબલા(દીવાલ)ના અંતના ભાગને શું કહે છે? – મકસુરા
(48) મસ્જિદનું પ્રાંગણ શું કહેવાય છે? – સહન
(49) મસ્જિદમાં મક્કા તરફની સાચી દિશા (પશ્ચિમ દિશા) કોણ બતાવે છે? – મહેરાબ
(50) સ્થાપત્યનો સરળ અર્થ શો થાય છે? – બાંધકામ

GSEB Class 10 Social Science Important Questions Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય

(51) મોહેં-જો-દડોની નગરરચનાનાં બે વિશિષ્ટ લક્ષણો કયાં હતાં? ? – રસ્તાઓ અને ગટર યોજના
(52) સિંધુખીણની સંસ્કૃતિના અવશેષો સૌપ્રથમ કયા સ્થળેથી મળી આવ્યા હતા? – હડપ્પા
(53) ક્યા સમ્રાટના સ્તંભલેખો શિલ્પકલાના ઉત્તમ નમૂનાઓ છે? ? – સમ્રાટ અશોકના
(54) સ્તંભલેખો કેટલી શિલાઓમાંથી બનાવેલા હતા? – એક જ શિલામાંથી
(55) સમ્રાટ અશોકના શિલાલેખોમાં કયા શિલાલેખો અગત્યના છે? – ધર્માજ્ઞાઓ કોતરેલા
(56) અમદાવાદના ક્યા જૈન દેરાસરમાં શિલાલેખો સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં કોતરાવીને મૂકેલા છે? – હઠીસિંહના
(57) કયા યુગમાં શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર, સંગીત, નૃત્ય વગેરેનો શ્રેષ્ઠ વિકાસ થયો હતો? – ગુપ્તયુગમાં
(58) ગુજરાતમાં જામનગરનું કયું મંદિર ગુપ્તયુગની કલાનો નમૂનો છે? – ગોપમંદિર
(59) ઔરંગાબાદ પાસે આવેલી કઈ ગુફાઓ ગુપ્તકાલીન ગુફાસ્થાપત્યનો પ્રસિદ્ધ નમૂનો છે? – અજંતા-ઇલોરાની ગુફાઓ
(60) અસમની કઈ ગુફા પ્રખ્યાત ગુફાસ્થાપત્ય છે? – દાર્જિલિંગની ગુફા

GSEB Class 10 Social Science Important Questions Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય

(61) ગુજરાતમાં શેત્રુંજી નદીના મુખ પાસે ભાવનગર જિલ્લામાં કયો ડુંગર આવેલો છે? – તળાજાનો ડુંગર
(62) તળાજાના ડુંગરમાં આવેલી ગુફાઓમાં કયાં બે સ્થાપત્યો સુરક્ષિત અને શિલ્પ-સ્થાપત્યની દષ્ટિએ ઉત્કૃષ્ટ છે? – એભલ મંડપ (સભાખંડ) અને ચૈત્યગૃહ
(63) ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં કઈ ગુફાઓ આવેલી છે, જે બૌદ્ધ ધર્મની પ્રાચીન સ્થાપત્યકલાનો ઉત્તમ નમૂનો ગણાય છે? – કડિયાડુંગરની ત્રણ ગુફાઓ
(64) અહીં એક જ પથ્થરમાંથી કંડારેલો 11 ફૂટ ઊંચો એક સિંહસ્તંભ છે. સ્તંભના શિરો ભાગે બે શરીરવાળી અને એક મુખવાળી સિંહાકૃતિ છે. આ વર્ણન કઈ ગુફાનું છે? – કડિયાડુંગર ગુફાનું
(65) ચોલવંશની રાજધાની ક્યાં હતી? – થંજાવુરમાં
(66) દક્ષિણ ભારતના કયા શાસકોએ મંદિરનિર્માણ વેગવંતુ બનાવ્યું હતું? – પાંચ
(67) કયાં મંદિરો ક્લા-સ્થાપત્યના ક્ષેત્રે આગવી પ્રતિભા અને ભવ્યતા ધરાવે છે? – ચોલ મંદિરો
(68) સ્થાપત્યની દષ્ટિએ વિશિષ્ટતા ધરાવતું મંદિર કયું છે? – મીનાક્ષી મંદિર
(69) કયા રાજાઓએ ખજૂરાહોનાં સુંદર મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું? – ચંદેલ
(70) વૈભાર, વિપુલાચલ, રત્નગિરિ, ઉદયગિરિ અને શ્રમણગિરિ નામનાં મંદિરો ક્યાં આવેલાં છે? – રાજગૃહ(બિહાર)માં

GSEB Class 10 Social Science Important Questions Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય

(71) અહીં આદિનાથ ભગવાન અને બીજા 20 તીર્થકરો નિર્વાણ પામ્યા હતા. અહીં અભિનંદનનાથજી અને પાર્શ્વનાથજીનાં મંદિરો છે. અહીં ભગવાન મહાવીર પધારેલા અને અહીં કેટલાક મુનિઓ મોક્ષ પામેલા. આ કયા જૈન તીર્થધામનું વર્ણન છે? – સમેત શિખરજી
(72) ગુજરાતના અનુક્રમે વિમલશાહ અને વસ્તુપાળે ક્યાં દેવાલયો (જૈનમંદિરો) બંધાવ્યાં હતાં? – વિમલ-વસહિ અને લુણ-વસહિ
(73) કયાં દેવાલયો (જૈનમંદિરો) જૈન ધર્મની ભારતીય સંસ્કૃતિને અર્પણ થયેલી અજોડ અને યાદગાર ભેટ છે? – વિમલ-વસહિ અને લુણ-વસહિ
(74) બંગાળ પ્રાંતમાં પંડુઆ ખાતે કઈ મસ્જિદ આવેલી છે? – અદીના મસ્જિદ
(75) કયો મકબરો સંપૂર્ણ આરસથી સુશોભિત ભારતીય શૈલીનો છે? – હોશંગાશાહનો મકબરો
(76) વિજયનગર સામ્રાજ્યની સ્થાપત્યકલામાં હમ્પીનું કયું મંદિર સુપ્રસિદ્ધ ? છે? – વિઠ્ઠલસ્વામી હજારારામ મંદિર
(77) 200 સ્તંભો પર 15 ગુંબજોની રચના કરવામાં આવી છે, તે મસ્જિદ કઈ છે? – જામા મસ્જિદ

યોગ્ય જોડકાં જોડોઃ
1.

‘અ’ ‘બ’
1. મોહેં-જો-દડો a. રાજસ્થાન
2. ધોળાવીરા b. ઉત્તર પ્રદેશ
3. આલમગીરપુર c. મરેલાંનો ટેકરો
4. કાલિબંગન d, મધ્ય પ્રદેશ
e. કચ્છ

ઉત્તર:

‘અ’ ‘બ’
1. મોહેં-જો-દડો c. મરેલાંનો ટેકરો
2. ધોળાવીરા e. કચ્છ
3. આલમગીરપુર b. ઉત્તર પ્રદેશ
4. કાલિબંગન a. રાજસ્થાન

GSEB Class 10 Social Science Important Questions Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય

2.

‘અ’ ‘બ’
1. સિંધુખીણની સંસ્કૃતિ a. લોથલ
2. પ્રાચીન ભારતનું સમૃદ્ધ બંદર b. હડપ્પીય સંસ્કૃતિ
3. સાંચીનો સ્તૂપ c. સારનાથ
4. હડપ્પાનું સમકાલીન પ્રાચીન નગર d. મધ્ય પ્રદેશ
e. ધોળાવીરા

ઉત્તરઃ

‘અ’ ‘બ’
1. સિંધુખીણની સંસ્કૃતિ b. હડપ્પીય સંસ્કૃતિ
2. પ્રાચીન ભારતનું સમૃદ્ધ બંદર a. લોથલ
3. સાંચીનો સ્તૂપ d. મધ્ય પ્રદેશ
4. હડપ્પાનું સમકાલીન પ્રાચીન નગર e. ધોળાવીરા

3.

‘અ’ ‘બ’
1. શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો a. દેવની મોરીનો સૂપ
2. સ્થાપત્યકલાનો અમૂલ્ય નમૂનો b. અમરાવતીનો સ્તૂપ
3. દ્રવિડ શેલીનો શ્રેષ્ઠ નમૂનો c. બાઘની ગુફાઓ
4. ગુજરાત d. સાંચીનો સ્તૂપ
e. સારનાથનો સ્તંભ

ઉત્તરઃ

‘અ’ ‘બ’
1. શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો e. સારનાથનો સ્તંભ
2. સ્થાપત્યકલાનો અમૂલ્ય નમૂનો d. સાંચીનો સ્તૂપ
3. દ્રવિડ શેલીનો શ્રેષ્ઠ નમૂનો b. અમરાવતીનો સ્તૂપ
4. ગુજરાત a. દેવની મોરીનો સૂપ

GSEB Class 10 Social Science Important Questions Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય

4.

‘અ’ ‘બ’
1. વેંકટપેરૂમાલનું મંદિર a. પ્રાચીન ભારતનું અજોડ મંદિર
2. બૃહદેશ્વરનું મંદિર b. નાલંદા (સુલતાનગંજ)
3. મંદિરનું પ્રવેશદ્વાર c. સૂર્યમંદિર
4. ભગવાન બુદ્ધની તામ્રમૂર્તિઓ d. રથમંદિર
e. ગોપુરમ્

ઉત્તર:

‘અ’ ‘બ’
1. વેંકટપેરૂમાલનું મંદિર d. રથમંદિર
2. બૃહદેશ્વરનું મંદિર a. પ્રાચીન ભારતનું અજોડ મંદિર
3. મંદિરનું પ્રવેશદ્વાર e. ગોપુરમ્
4. ભગવાન બુદ્ધની તામ્રમૂર્તિઓ b. નાલંદા (સુલતાનગંજ)

5.

‘અ’ ‘બ’
1. કોણાર્કનું સૂર્યમંદિર a. ગુજરાત
2. મીનાક્ષી મંદિર b. રાજસ્થાન
3. મોઢેરાનું સૂર્યમંદિર c. ઓડિશા
4. દેલવાડાનાં દેરાં d, મધ્ય પ્રદેશ
e. મદુરાઈ

ઉત્તરઃ

‘અ’ ‘બ’
1. કોણાર્કનું સૂર્યમંદિર c. ઓડિશા
2. મીનાક્ષી મંદિર e. મદુરાઈ
3. મોઢેરાનું સૂર્યમંદિર a. ગુજરાત
4. દેલવાડાનાં દેરાં b. રાજસ્થાન

6.

‘અ’ ‘બ’
1. ઢાઈ દિન કા ઝોંપડા a. જોનપુર
2. અટાલા મસ્જિદ b. અજમેર
3. હોશંગાશાહનો મકબરો c. બિજાપુર
4. ગોળગુંબજ d. બંગાળ
e. માળવા

ઉત્તરઃ

‘અ’ ‘બ’
1. ઢાઈ દિન કા ઝોંપડા b. અજમેર
2. અટાલા મસ્જિદ a. જોનપુર
3. હોશંગાશાહનો મકબરો e. માળવા
4. ગોળગુંબજ c. બિજાપુર

GSEB Class 10 Social Science Important Questions Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય

7.

‘અ’ ‘બ’
1. મલાવ તળાવ a. વડનગર
2. રુદ્રમહાલય b. વિરમગામ
3. સહસ્ત્રલિંગ તળાવ c. સિદ્ધપુર
4. કીર્તિતોરણ d. ધોળકા
e. પાટણ

ઉત્તર:

‘અ’ ‘બ’
1. મલાવ તળાવ d. ધોળકા
2. રુદ્રમહાલય c. સિદ્ધપુર
3. સહસ્ત્રલિંગ તળાવ e. પાટણ
4. કીર્તિતોરણ a. વડનગર

નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર લખો:

પ્રશ્ન 1.
પ્રાચીન ભારતનાં નગરોના કેટલા વિભાગો પડે છે?
ઉત્તર:
પ્રાચીન ભારતનાં નગરોના મુખ્ય ત્રણ વિભાગો પડે છેઃ

  1. શાસક અધિકારીઓનો ગઢ (સિટડલ),
  2. અન્ય અધિકારીઓના આવાસો ધરાવતું ઉપલું નગર અને
  3. સામાન્ય નગરજનોના આવાસ ધરાવતું નીચલું નગર.

પ્રશ્ન 2.
મોહે-જો-દડોનાં મકાનો શા માટે ઊંચા ઓટલા પર બાંધવામાં આવતાં હતાં?
ઉત્તરઃ
નદીઓનાં પૂર અને ભેજથી બચવા માટે મોહેં-જો-દડોનાં મકાનો ઊંચા ઓટલા પર બાંધવામાં આવતાં હતાં.

પ્રશ્ન 3.
મોહેં-જો-દડોમાં શ્રીમંત લોકોનાં તથા નીચલા વર્ગના લોકોનાં મકાનો કેવાં હતાં?
ઉત્તરઃ
મોહેં-જો-દડોમાં શ્રીમંત લોકોનાં મકાનો બે માળનાં અને ; પાંચથી સાત ઓરડાવાળાં હતાં તથા નીચલા વર્ગના લોકોનાં મકાનો એક માળનાં અને બેથી ત્રણ ઓરડાવાળાં હતાં.

GSEB Class 10 Social Science Important Questions Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય

પ્રશ્ન 4.
મોહેં-જો-દડો નગરરચનાનું વિશિષ્ટ લક્ષણ ક્યું હતું?
ઉત્તર:
મોહેં-જો-દડોની નગરરચનાનું વિશિષ્ટ લક્ષણ તેની ગટર યોજના હતી.

પ્રશ્ન 5.
મોહેં-જો-દડો જેવી ગટર યોજના દુનિયામાં બીજા ક્યા સ્થળે હતી?
ઉત્તર :
મોહેં-જો-દડો જેવી ગટર યોજના દુનિયામાં ભૂમધ્ય સમુદ્રના ક્રીટ ટાપુમાં હતી.

પ્રશ્ન 6.
મોહેં-જો-દડોમાંથી મળી આવેલાં બે મકાનોનો શો ઉપયોગ થતો હોવાનું મનાય છે?
ઉત્તર:
મોહેં-જો-દડોમાંથી મળી આવેલાં બે મકાનોનો ઉપયોગ સભાખંડ કે મનોરંજન ખંડ, વહીવટ કે રાજ્યના કોઠાર તરીકે થતો હોવાનું મનાય છે.

પ્રશ્ન 7.
હડપ્પા પાસેથી ભારતીય સભ્યતાના અતિપ્રાચીન અવશેષોની શોધ કોણે કરી હતી?
ઉત્તર
ઈ. સ. 1921માં સર જ્હૉન માર્શલ અને કર્નલ મૅકેના નેતૃત્વ નીચે દયારામ સહાનીએ હડપ્પા પાસેથી ભારતીય સભ્યતાના અતિપ્રાચીન અવશેષોની શોધ કરી હતી.

પ્રશ્ન 8
સિંધુખીણની સંસ્કૃતિ કોને કહેવાય છે?
ઉત્તરઃ
પંજાબના સપ્તસિંધુના પ્રદેશમાં વિકસેલી સંસ્કૃતિ સિંધુ – ખીણની સંસ્કૃતિ કહેવાય છે.

પ્રશ્ન 9.
હડપ્પીય સંસ્કૃતિ કોને કહે છે?
ઉત્તરઃ
સિંધુખીણની સંસ્કૃતિના અવશેષો સૌપ્રથમ હડપ્પા પાસેથી મળી આવ્યા હતા, તેથી સિંધુખીણની સંસ્કૃતિને હડપ્પીય સંસ્કૃતિ કહે છે.

GSEB Class 10 Social Science Important Questions Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય

પ્રશ્ન 10.
પ્રાચીન નગર ધોળાવીરા ક્યાં આવેલું છે?
ઉત્તર:
પ્રાચીન નગર ધોળાવીરા કચ્છમાં ભુજથી આશરે 140 ૨ કિમી દૂર ભચાઉ તાલુકાના મોટા રણના ખદીર બેટના ધોળાવીરા ૨ ગામથી 2 કિમી દૂર આવેલું છે.

પ્રશ્ન 11.
લોથલ ક્યાં આવેલું છે?
ઉત્તર:
લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોગાવો અને સાબરમતી આ બે નદીઓના વચ્ચેના પ્રદેશમાં આવેલું છે. ?

પ્રશ્ન 12.
સમ્રાટ અશોકના સમયના કયા કયા સ્તૂપો જાણીતા છે?
ઉત્તરઃ
સમ્રાટ અશોકના સમયના આ પાંચ સ્તૂપો જાણીતા છે:

  1. સાંચીનો સ્તૂપ,
  2. સારનાથનો ધર્મરાજિકા સ્તૂપ,
  3. બેરતનો તૂપ,
  4. નંદનગઢનો સ્તૂપ અને
  5. દેવની મોરીનો સૂપ (ગુજરાત).

પ્રશ્ન 13.
સ્થાપત્યક્ષેત્રે બૌદ્ધ ધર્મે કઈ કઈ ભેટ આપી છે?
ઉત્તર:
સ્થાપત્યક્ષેત્રે બૌદ્ધ ધર્મે ગુફાવિહારો, ચેત્યો (ઉપાસના – ગૃહ) અને સ્તૂપોની ભેટ આપી છે.

પ્રશ્ન 14.
સ્તંભલેખ કેવી રીતે બનાવવામાં આવતા?
ઉત્તરઃ
સ્તંભલેખ એક જ શિલામાંથી – પથ્થરમાંથી કોતરીને, ઘસી ઘસીને ચળકાટ આપીને બનાવવામાં આવતા.

GSEB Class 10 Social Science Important Questions Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય

પ્રશ્ન 15.
શિલ્પકલાના ઉત્તમ નમૂનાઓ કયા છે?
ઉત્તરઃ
મૌર્યસમ્રાટ અશોકની ધર્માશાઓ કોતરેલા સ્તંભલેખો શિલ્પકલાના ઉત્તમ નમૂનાઓ છે.

પ્રશ્ન 16.
મૌર્યયુગ દરમિયાન કયાં કયાં સ્થળોએ સ્તંભલેખો ઊભા કરવામાં આવ્યા હતા?
ઉત્તરઃ
મૌર્યયુગ દરમિયાન સારનાથ, અંબાલા, મેરઠ, અલાહાબાદ, લોરિયા અને નંદનગઢ (બિહાર), સાંચી (મધ્ય ભારત), કાશી, પટના, બુદ્ધગયા (બોધિગયા) વગેરે સ્થળોએ સ્તંભલેખો ઊભા કરવામાં આવ્યા હતાં.

પ્રશ્ન 17.
કયો શિલા સ્તંભ શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો છે?
ઉત્તરઃ
મૌર્યસમ્રાટ અશોકે બંધાવેલો સારનાથનો શિલાતંભ શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો છે.

પ્રશ્ન 18.
સારનાથના સ્તંભની ટોચ ઉપર શું છે?
ઉત્તર :
સારનાથના સ્તંભની ટોચ ઉપર પરસ્પર અડકીને ઊભેલા ચાર સિંહોની આકૃતિ છે.

પ્રશ્ન 19.
સારનાથના સ્તંભની ટોચ પરની સિંહોની આકૃતિની નીચે ચારે બાજુ શું અંકિત કરવામાં આવ્યું છે?
ઉત્તરઃ
સારનાથના સ્તંભની ટોચ પરની સિંહોની આકૃતિની નીચે ચારે બાજુ ધર્મચક્રો અંકિત કરવામાં આવ્યા છે.

પ્રશ્ન 20.
સારનાથના સ્તંભના ધર્મચક્ર અને ચાર સિંહોની આકૃતિને ક્યાં સ્થાન આપવામાં આવ્યાં છે?
ઉત્તર:
સારનાથના સ્તંભના ધર્મચક્રને પ્રજાસત્તાક ભારતના રાષ્ટ્રધ્વજમાં અને ચાર સિંહોની આકૃતિને ભારતના રાષ્ટ્રીય ચિહ્ન તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.

GSEB Class 10 Social Science Important Questions Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય

પ્રશ્ન 21.
સમ્રાટ અશોકના સમયના શિલાલેખો કયાં સ્થળેથી મળી આવ્યા છે?
ઉત્તરઃ
સમ્રાટ અશોકના સમયના શિલાલેખો પેશાવર, દેહરાદૂન, થાણા, મુંબઈ, ધૌલી અને જોગડા (ઓડિશા), ચેન્નઈ વગેરે સ્થળેથી મળી આવ્યા છે.

પ્રશ્ન 22.
ગુજરાતમાં સમ્રાટ અશોકના સમયનો શિલાલેખ ક્યાં આવેલો છે?
ઉત્તરઃ
ગુજરાતમાં સમ્રાટ અશોકના સમયનો શિલાલેખ જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ જતાં રસ્તામાં – તળેટીમાં આવેલો છે.

પ્રશ્ન 23.
દ્રવિડ શૈલીના સ્તૂપો કેવા આકારના છે?
ઉત્તર:
દ્રવિડ શૈલીના સ્તૂપો અર્ધગોળાકાર અને અંડાકાર તેમજ ઘંટાકાર ટોચવાળા છે.

પ્રશ્ન 24.
કયા બે સ્તૂપો દ્રવિડ શૈલીના ઉત્તમ નમૂનાઓ છે?
ઉત્તરઃ
દક્ષિણ ભારતમાં ગંતુર જિલ્લામાં આવેલો નાગાર્જુન કોંડાનો સૂપ અને અમરાવતીનો સૂપ દ્રવિડ શૈલીના બે ઉત્તમ નમૂનાઓ છે.

પ્રશ્ન 25.
ગુજરાતમાં ક્યાં સ્થળેથી ગુફાઓ મળી આવેલ છે?
ઉત્તર
ગુજરાતમાં ખંભાલીડા (ગોંડલ), ઢાંક (રાજકોટ) અને જૂનાગઢ ખાતે ત્રણ ગુફાસમૂહો તેમજ તળાજા, સાણા વગેરે સ્થળેથી ગુફાઓ મળી આવેલ છે.

GSEB Class 10 Social Science Important Questions Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય

પ્રશ્ન 26.
દ્રવિડ શૈલીના સ્તૂપો કયા વિસ્તારમાં, કયા રાજાઓના સમયમાં બંધાયા?
ઉત્તર:
દ્રવિડ શૈલીના સ્તૂપો દક્ષિણ ભારતમાં કૃષ્ણા અને ગોદાવરી નદીઓની આસપાસના વિસ્તારમાં સાતવાહન રાજાઓના સમયમાં બંધાયા.

પ્રશ્ન 27.
સમ્રાટ અશોકના ગુફાલેખો કઈ ગુફાઓની દીવાલો પર કોતરાયેલા છે?
ઉત્તર:
સમ્રાટ અશોકના ગુફાલેખો ગયાથી 16 માઈલ દૂર આવેલા બર્બરના પહાડની ત્રણ ગુફાઓની દીવાલો પર કોતરાયેલા છે.

પ્રશ્ન 28.
પ્રખ્યાત ગુફા-સ્થાપત્યનાં નામ આપો.
ઉત્તર:
પ્રખ્યાત ગુફા-સ્થાપત્યનાં નામઃ

  1. અસમની ઘર્જિલિંગની ગુફા અને
  2. બિહારની સુદામા ગુફા તથા સીતાની ગુફા.

પ્રશ્ન 29.
ગુજરાતમાં ખાપરા-કોડિયાની ગુફાઓ ક્યાં આવેલી છે?
ઉત્તર:
ગુજરાતમાં ખાપરા-કોડિયાની ગુફાઓ કચ્છતા લખપત તાલુકામાં જૂના પાટગઢ પાસેના પહાડમાં આવેલી છે.

પ્રશ્ન 30.
ગુજરાતમાં કડિયા ડુંગરની ત્રણ ગુફાઓ ક્યાં આવેલી છે?
ઉત્તર
ગુજરાતમાં કડિયા ડુંગરની ત્રણ ગુફાઓ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલી છે.

GSEB Class 10 Social Science Important Questions Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય

પ્રશ્ન 31.
કયાં રથમંદિરો કલા-સ્થાપત્યનું શ્રેષ્ઠ ઉદાહરણ છે?
ઉત્તરઃ
કાંચીનું કૈલાસનાથનું રથમંદિર અને વેંકટપેરૂમાલનું રથમંદિર કલા-સ્થાપત્યનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

પ્રશ્ન 32.
પલ્લવ રાજાઓએ બનાવેલ કયાં રથમંદિરો વિશ્વવિખ્યાત છે?
ઉત્તરઃ
પલ્લવ રાજાઓએ બનાવેલ ‘મહાબલિપુર’મનો મંડપ (ગુફામંદિર) અને મહાબલિપુરમના સાત રથનું મંદિર, આ બે રથમંદિરો વિશ્વવિખ્યાત છે.

પ્રશ્ન 33.
મહાબલિપુરમનાં રથમંદિરોમાં સૌથી મોટું અને સૌથી નાનું મંદિર કોનું છે?
ઉત્તરઃ
મહાબલિપુરનાં રથમંદિરોમાં સૌથી મોટું ધર્મરાજ- (યુધિષ્ઠિર)નું અને સૌથી નાનું દ્રોપદીનું મંદિર છે.

પ્રશ્ન 34.
ગુપ્તકાલીન સ્થાપત્યકલાના વિશિષ્ટ નમૂનારૂપ ક્યાં બે મંદિરો પ્રસિદ્ધ છે?
ઉત્તર:
ગુપ્તકાલીન સ્થાપત્યકલાના વિશિષ્ટ નમૂનારૂપ દક્ષિણ ભારતમાં બિજાપુર જિલ્લામાં આવેલું કારખાનનું મંદિર અને મધ્ય પ્રદેશમાં જબલપુર પાસે આવેલું ભૂમરાનું શિવમંદિર પ્રસિદ્ધ છે.

પ્રશ્ન 35.
ગુપ્તકાલીન શિલ્પકલાની કઈ કઈ મૂર્તિઓ પ્રખ્યાત છે?
ઉત્તરઃ
ગુપ્તકાલીન શિલ્પલાની નાલંદા(સુલતાનગંજ)ની ભગવાન બુદ્ધની તામ્રમૂર્તિઓ અને મથુરાના જૈનમંદિરની મૂર્તિ પ્રખ્યાત છે.

GSEB Class 10 Social Science Important Questions Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય

પ્રશ્ન 36.
બૃહદેશ્વરનું મંદિર કોણે બંધાવ્યું હતું?
ઉત્તરઃ
બૃહદેશ્વરનું મંદિર ચોલવંશના રાજરાજ પ્રથમે બંધાવ્યું હતું.

પ્રશ્ન 37.
પ્રાચીન ભારતનું અજોડ મંદિર કયું છે?
ઉત્તરઃ
ચોલવંશની રાજધાની થંજાવુર ખાતે આવેલું બૃહદેશ્વર રે મંદિર પ્રાચીન ભારતનું અજોડ મંદિર છે.

પ્રશ્ન 38.
ગોપુરમ એટલે ?
ઉત્તરઃ
પાંચ રાજાઓ દ્વારા નિર્મિત મંદિરોની બહાર ઊંચી દીવાલો તેમજ ઊંચા અને સુશોભિત દરવાજાઓ બાંધવામાં આવ્યા હતા, જેને ‘ગોપુરમ્’ કહેવામાં આવે છે.

પ્રશ્ન 39.
કયાં મંદિરો જોઈને કલારસિકો મંત્રમુગ્ધ બને છે?
ઉત્તરઃ
કાંચી અને મદુરાનાં મંદિરો જોઈને કલારસિકો મંત્રમુગ્ધ બને છે.

પ્રશ્ન 40.
કયા મંદિરને તેર માળનું ગોપુરમ છે?
ઉત્તરઃ
તાંજોરના બૃહદેશ્વર મંદિરને તેર માળનું ‘ગોપુરમ્’ છે.

GSEB Class 10 Social Science Important Questions Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય

પ્રશ્ન 41.
ખજૂરાહોનાં મંદિરો કોણે બંધાવ્યાં હતાં?
ઉત્તરઃ
ખજૂરાહોનાં મંદિરો મધ્ય પ્રદેશમાં બુંદેલખંડના ચંદેલ રાજાઓએ બંધાવ્યાં હતાં.

પ્રશ્ન 42.
રાજગૃહ(બિહાર)માં કયાં પાંચ મંદિરો આવેલાં છે?
ઉત્તરઃ
રાજગૃહ(બિહાર)માં આ પાંચ મંદિરો આવેલાં છે છે:

  1. વૈભાર,
  2. વિપુલાચલ,
  3. રત્નગિરિ,
  4. ઉદયગિરિ અને
  5. શ્રમણગિરિ.

પ્રશ્ન 43.
રાજસ્થાનનાં કયાં જૈન દેરાસરો શિલ્પ-સ્થાપત્યકલાની દષ્ટિએ બેનમૂન અને અદ્ભુત છે?
ઉત્તરઃ
રાજસ્થાનમાં માઉન્ટ આબુના દેલવાડા અને રાણકપુરનાં જૈન દેરાસરો શિલ્પ-સ્થાપત્યકલાની દષ્ટિએ બેનમૂન અને અદ્ભુત છે.

પ્રશ્ન 44.
કયાં દેરાસરોની શિલ્પકલા દેશ-વિદેશમાં પ્રખ્યાત છે?
ઉત્તરઃ
માઉન્ટ આબુ પર દેલવાડામાં ગુજરાતના મંત્રી વિમલશાહે બંધાવેલ ‘વિમલવસહી’ અને બીજા મંત્રી વસ્તુપાલે બંધાવેલ ‘લૂણ -વસહી’ નામનાં દેરાસરોની શિલ્પકલા દેશ-વિદેશમાં પ્રખ્યાત છે.

પ્રશ્ન 45.
ગુજરાતમાં મોઢેરા (પાટણ) ખાતે આવેલું સૂર્યમંદિર કોના શાસનકાળ દરમિયાન બંધાયું હતું?
ઉત્તર
ગુજરાતમાં મોઢેરા (પાટણ) ખાતે આવેલું સૂર્યમંદિર સોલંકી યુગના રાજા ભીમદેવ પ્રથમના શાસનકાળ દરમિયાન બંધાયું હતું.

GSEB Class 10 Social Science Important Questions Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય

પ્રશ્ન 46.
દિલ્લીના સુલતાન કુતબુદ્દીન ઐબકે કઈ બે મસ્જિદો બંધાવી હતી?
ઉત્તરઃ
દિલ્લીના સુલતાન કુતબુદ્દીન ઐબકે દિલ્લીની ‘કુવ્વતઉલ-ઈસ્લામ’ નામની મસ્જિદ અને અજમેરની ‘ઢાઈ દિન કા ઝોંપડા’ નામની મસ્જિદ બંધાવી હતી.

પ્રશ્ન 47.
મધ્યકાલીન ભારતમાં બંગાળ પ્રાંતમાં કયાં સ્થાપત્યોનું નિર્માણ થયું હતું?
ઉત્તર:
મધ્યકાલીન ભારતમાં બંગાળ પ્રાંતમાં પંડુઆ ખાતે અદીના 3 મસ્જિદ, જલાલુદીન મુહમ્મદશાહનો મકબરો અને તાંતીપાડાની મસ્જિદનું નિર્માણ થયું હતું.

પ્રશ્ન 48.
અટાલા મસ્જિદ ક્યાં, કોણે બંધાવી હતી?
ઉત્તર:
અટાલા મસ્જિદ જોનપુર(ઉત્તર પ્રદેશોમાં તુર્ક સુલતાનોએ બંધાવી હતી.

પ્રશ્ન 49.
ભારતમાં ગોળગુંબજનું સ્થાપત્ય ક્યાં આવેલું છે?
ઉત્તર:
ભારતમાં ગોળગુંબજનું સ્થાપત્ય દક્ષિણ ભારતમાં બિજાપુર ખાતે આવેલું છે.

પ્રશ્ન 50.
અમદાવાદ ખાતે આવેલી જામા મસ્જિદ કોણે બંધાવી રે હતી? ક્યારે?
ઉત્તરઃ
અમદાવાદ ખાતે આવેલી જામા મસ્જિદ ઈ. સ. 1424માં અમદાવાદના સુલતાન અહમદશાહ પહેલાએ બંધાવી હતી.

GSEB Class 10 Social Science Important Questions Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય

પ્રશ્ન 51.
મધ્યકાલીન ગુજરાતમાં અમદાવાદ શહેરમાં કઈ કઈ મસ્જિદોનું નિર્માણ થયું હતું?
ઉત્તર
મધ્યકાલીન ગુજરાતમાં અમદાવાદ શહેરમાં જામા મસ્જિદ, સીદી સૈયદની જાળી – મસ્જિદ, રાણી સિપ્રીની મસ્જિદ (મસ્જિદે નગીના) વગેરે મસ્જિદોનું નિર્માણ થયું હતું.

પ્રશ્ન 52.
ગુજરાતમાં ક્યાં જૈન દેરાસરો (જૈનમંદિરો) શિલ્પ-સ્થાપત્ય અને કોતરણીની દષ્ટિએ ઘણાં કલાત્મક છે?
ઉત્તર :
ગુજરાતમાં હઠીસિંગનાં જૈન દેરાસરો, કુંભારિયાજી, શંખેશ્વરનું પારસનાથ ભગવાનનું મંદિર, સિદ્ધગિરિ – શેત્રુંજયગિરિ પર આદેશ્વર ભગવાનનું મંદિર – પાલિતાણા વગેરે જૈન દેરાસરો (જેનમંદિરો) શિલ્પ-સ્થાપત્યની દષ્ટિએ ઘણાં કલાત્મક છે.

પ્રશ્ન 53.
ગુજરાતમાં કઈ કઈ ભવ્ય વાવો આવેલી છે?
ઉત્તર:
ગુજરાતમાં અડાલજની વાવ, દાદા હરિની વાવ (અમદાવાદ), રાણકી (રાણીની) વાવ (પાટણ), ડભોઈની વાવ (ડભોઈ) વગેરે ભવ્ય વાવો આવેલી છે.

પ્રશ્ન 54.
સિંધુખીણની સંસ્કૃતિના સમયમાં લોથલ સમૃદ્ધ બંદર હોવાનું શાથી મનાય છે?
ઉત્તર:
લોથલમાંથી વહાણ લાંગરવા માટે મોટો ધક્કો-ગોત્ર (ડોકયાર્ડ), વખારો, દુકાનો તેમજ આયાત-નિકાસના પુરાવા મળ્યા છે. તેથી સિંધુખીણની સંસ્કૃતિના સમયમાં લોથલ સમૃદ્ધ બંદર હોવાનું મનાય છે.

પ્રશ્ન 55.
ગુપ્તયુગ ભારતીય કલાનો ‘સુવર્ણયુગ’ શાથી કહેવાય છે?
ઉત્તર:
ગુપ્તયુગ દરમિયાન શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર, નૃત્ય, સંગીત, નાટ્ય, કોતરકામ વગેરે કલાઓનો અપૂર્વ વિકાસ થયો હતો, તેથી ગુપ્તયુગ ભારતીય કલાનો ‘સુવર્ણયુગ’ કહેવાય છે.

GSEB Class 10 Social Science Important Questions Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય

નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.
સ્થાપત્યકલા એટલે શું?
ઉત્તર:
સ્થાપત્યકલા એટલે ભવનો કે ઇમારતો બાંધવાની કલા. હું પૂર્વ આયોજન કરી તે મુજબ રેતી, માટી, ચૂનો, પથ્થર, પમેન્ટ વગેરેનો ઉપયોગ કરીને મકાનો, નગરો, કૂવાઓ, કિલ્લાઓ, મિનારાઓ, મંદિરો. મસ્જિદો, મકબરાઓ, સ્મારકો, સ્તંભો વગેરેનું બાંધકામ કરવું એટલે સ્થાપત્યકલા. સ્થાપત્યકલામાં સ્થપતિઓના કૌશલ્યનો ઉપયોગ થાય છે.

પ્રશ્ન 2.
પ્રાચીન ભારતના નગરોના કયા મુખ્ય ત્રણ વિભાગો જોવા મળે છે?
ઉત્તર:
પ્રાચીન ભારતના નગરોના આ મુખ્ય ત્રણ વિભાગો જોવા મળે છેઃ

  1. શાસક અધિકારીઓનો ગઢ (સિટલલ),
  2. અન્ય અધિકારીઓના આવાસો ધરાવતું ઉપલું નગર અને
  3. સામાન્ય નગરજનોના આવાસો ધરાવતું નીચલું નગર.

પ્રશ્ન 3.
ભારતની પ્રાચીન નગર-સભ્યતાના અવશેષો ક્યારે અને કેવી રીતે મળી આવ્યા હતા?
ઉત્તર:
ઈ. સ. 1922માં સર જહોન માર્શલ અને કર્નલ મૅકેના ડે માર્ગદર્શન હેઠળ રખાલદાસ બેનરજી અને દયારામ સહાની નામના પુરાતત્ત્વવિદોએ સિંધ(હાલ પાકિસ્તાનમાં)ના લારખાના જિલ્લામાં મોહેંજો-દડો ખાતે ખોદકામ કર્યું. ખોદકામ દરમિયાન મોહેં-જો-દડોમાંથી ભારતની પ્રાચીન નગર-સભ્યતાના અવશેષો મળી આવ્યા હતા.

પ્રશ્ન 4.
ભારતનાં કયાં કયાં સ્થળોએથી સિંધુખીણની સભ્યતાના – સંસ્કૃતિના અવશેષો પ્રાપ્ત થયા છે?
ઉત્તર:
ભારતમાં પંજાબમાં મોન્ટેગોમરી જિલ્લામાં હડપ્પા, હિમાલય પ્રદેશમાં રોપર, ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં આલમગીરપુર, રાજસ્થાનમાં કાલિબંગન, ગુજરાતમાં ધોળકા તાલુકામાં લોથલ, કચ્છમાં દેશળપુર-શિકારપુર અને ધોળાવીરા, સૌરાષ્ટ્રમાં લિંબડી પાસે રંગપુર, ગોંડલ પાસે શ્રીનાથગઢ (રોઝડી), મોરબી પાસે કુન્તાસી, સોમનાથ વગેરે સ્થળોએથી સિંધુખીણની સભ્યતાના – સંસ્કૃતિના અવશેષો પ્રાપ્ત થયા છે.

GSEB Class 10 Social Science Important Questions Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય

પ્રશ્ન 5.
સિંધુખીણની સંસ્કૃતિને હડપ્પીય સંસ્કૃતિ તેમજ તામ્રપાષાણયુગની સંસ્કૃતિ શા માટે કહેવામાં આવે છે?
ઉત્તર:
સિંધુખીણની સંસ્કૃતિના અવશેષો સૌપ્રથમ પંજાબમાં મોન્ટેગોમરી જિલ્લામાં આવેલા હડપ્પા પાસેથી મળ્યા હતા. તેથી તેને હડપ્પીય સંસ્કૃતિ કહેવામાં આવે છે. હડપ્પામાંથી પાષાણનાં અને તાંબાનાં ઓજારો તથા અન્ય ચીજવસ્તુઓ મળ્યાં હતાં. તેથી તેને તામ્ર-પાષાણયુગની સંસ્કૃતિ પણ કહેવામાં આવે છે.

પ્રશ્ન 6.
લોથલ ક્યાં આવેલું છે?
ઉત્તર:
લોથલ ગુજરાતમાં અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે. અહીં તે ભોગાવો અને સાબરમતી એમ બે નદીઓની વચ્ચેના પ્રદેશમાં આવેલું છે. તે ખંભાતના અખાતથી 18 કિલોમીટર દૂર છે.

પ્રશ્ન 7.
સમ્રાટ અશોકના સમયના કયા પાંચ સ્તૂપો જાણીતા છે? હું
ઉત્તર:
સમ્રાટ અશોકના સમયના આ પાંચ સ્તૂપો જાણીતા છેઃ

  1. સાંચીનો સ્તૂપ,
  2. સારનાથનો ધર્મરાજિકા સ્તૂપ,
  3. બેરતનો સૂપ,
  4. લોરિયા પાસે આવેલો નંદનગઢનો સ્તૂપ અને
  5. ગુજરાતમાં દેવની મોરીનો સ્તૂપ.

પ્રશ્ન 8.
સાંચીનો સ્તૂપ વિશે માહિતી આપો.
ઉત્તર:
સાંચીનો સ્તૂપ મધ્ય પ્રદેશમાં ભોપાલ પાસે સાંચી નામના સ્થળે આવેલો છે. હાલના સ્તૂપ કરતાં અડધા કદના આ સૂપનું નિર્માણ મૌર્યયુગ દરમિયાન થયું હતું. સાંચીનો અસલ સ્તૂપ ઈંટોનો બનાવેલો હતો. સાંચીનો આ બોદ્ધ સ્તૂપ સ્થાપત્યકલાનો અમૂલ્ય વારસો અને નમૂનો છે.

પ્રશ્ન 9.
સમ્રાટ અશોકના સ્તંભલેખોમાં કયાં કયાં સ્થળોના સ્તંભલેખો મુખ્ય છે?
ઉત્તર:
સમ્રાટ અશોકના સ્તંભલેખોમાં અંબાલા, મેરઠ, અલાહાબાદ, સારનાથ, લોરિયા પાસે નંદનગઢ (બિહાર), સાંચી (મધ્ય પ્રદેશ), કાશી, પટના, બુદ્ધગયા વગેરે સ્થળોના સ્તંભલેખો મુખ્ય છે.

GSEB Class 10 Social Science Important Questions Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય

પ્રશ્ન 10.
દ્રવિડ શૈલી વિશે ટૂંકમાં માહિતી આપો.
ઉત્તર:
દક્ષિણ ભારતની સ્થાપત્ય શૈલી ‘દ્રવિડ શૈલી’ તરીકે ઓળખાય છે.

  • સાતવાહન રાજાઓના સમય દરમિયાન કૃષ્ણા અને ગોદાવરી નદીઓની આજુબાજુના વિસ્તારમાં દ્રવિડ શૈલીના અનેક સ્તૂપો બંધાયા હતા.
  • આ સ્તૂપો અર્ધગોળાકાર સ્વરૂપના છે.
  • તેમની ટોચ અંડાકાર કે ઘંટાકાર છે.
  • નાગાર્જુન કોંડાનો સૂપ અને અમરાવતીનો સૂપ દ્રવિડ શૈલીના | સર્વશ્રેષ્ઠ નમૂનાઓ છે.
  • ચૌલ રાજાઓએ દ્રવિડ શૈલીની સ્થાપત્યકલાને ઉચ્ચ કક્ષાએ પહોંચાડી હતી.

પ્રશ્ન 11.
ગોપુરમ્ સ્થાપત્યનું મહત્ત્વ સમજાવો.
ઉત્તર:
ગોપુરમ્ એટલે મંદિરનો મુખ્ય દરવાજો અથવા મુખ્ય પ્રવેશદ્વાર.

  • દક્ષિણ ભારતમાં પાંડ્ય શાસકોએ અનેક મંદિરો બંધાવ્યાં.
  • તેમણે મંદિરોની બહાર ઊંચી દીવાલો તથા ઊંચા અને કલાત્મક દરવાજાઓ બનાવડાવ્યા. આ દરવાજાઓ ‘ગોપુરમ’ના નામે ઓળખાય છે.
  • દક્ષિણ ભારતમાં પાંડ્ય શાસકોએ અનેક મંદિરો બંધાવ્યાં.
  • તેમણે મંદિરોની બહાર ઊંચી દીવાલો તથા ઊંચા અને કલાત્મક દરવાજાઓ બનાવડાવ્યા. આ દરવાજાઓ ‘ગોપુરમ’ના નામે ઓળખાય છે.
  • ગોપુરનું સ્થાપત્ય ઉપરથી અર્ધગોળાકાર હોય છે.
  • પાંડ્ય શૈલીનાં મંદિરો તેમનાં ભવ્ય ગોપુરમ માટે જાણીતાં છે.
  • ગોપુરમ્ એ દક્ષિણ ભારતીય મંદિર સ્થાપત્યની એક વિશિષ્ટતા છે.
  • મંદિરોને બદલે ભવ્ય, કલાત્મક અને સુશોભિત ગોપુરમના નિર્માણનું મહત્ત્વ વધી ગયું. આજે પણ કાંચી અને મદુરાઈનાં મંદિરોનાં ગોપુરમ દૂરથી જોઈને કલારસિકો મુગ્ધ બને છે.

પ્રશ્ન 12.
ધાર્મિકક્ષેત્રે ગુજરાતમાં કયાં કયાં મંદિરોની રચના થઈ છે?
ઉત્તર:
ધાર્મિકક્ષેત્રે ગુજરાતમાં આ મંદિરોની રચના થઈ છેઃ

  1. અમદાવાદમાં ભદ્રકાળી મંદિર, ગીતા મંદિર, વેદ મંદિર અને જગન્નાથ મંદિર;
  2. ડાકોરમાં રણછોડરાયજી મંદિર;
  3. મોઢેરામાં સૂર્યમંદિર
  4. વડનગરમાં હાટકેશ્વર મંદિર;
  5. દ્વારકામાં જગત મંદિર;
  6. પાવાગઢમાં મહાકાલી મંદિર;
  7. ખેડબ્રહ્મામાં સ્વામિનારાયણ મંદિર અને બ્રહ્માજી મંદિર;
  8. ભાવનગરમાં ખોડિયાર માતાજી મંદિર;
  9. કચ્છમાં આશાપુરા માતાનો મઢ તેમજ
  10. અંબાજી મંદિર, શામળાજી મંદિર, સોમનાથ મંદિર, બહુચરાજી મંદિર વગેરે.

GSEB Class 10 Social Science Important Questions Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય

નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો:

પ્રશ્ન 1.
મોહેં-જો-દડોના લોકો સ્વચ્છતા અને આરોગ્યના ઊંચા ખ્યાલો ધરાવતા હશે.” આમ શાથી કહી શકાય?
ઉત્તરઃ
પ્રાચીન સમયમાં મોહેં-જો-દડોની ગટર યોજના જેવી ગટર યોજના ભૂમધ્ય સમુદ્રમાં આવેલા ક્રીટ ટાપુ સિવાય બીજે ક્યાંય નહોતી.

  • નગરમાંથી ગંદા પાણીના નિકાલ માટે ગટર બનાવવામાં આવી હતી.
  • મોહેં-જો-દડોના દરેક મકાનમાં ખાળકૂવો હતો. તે નાની ગટર દ્વારા શહેરની મોટી ગટર સાથે જોડાયેલો હતો.
  • ખાળકૂવામાં અમુક હદ સુધી પાણી ભરાય એટલે તેનું પાણી આપોઆપ નાની ગટરમાંથી મોટી ગટરમાં ચાલ્યું જતું.
  • ગટરો ઉપર અમુક અંતરે પથ્થરનાં ઢાંકણાં હતાં. આ ઢાંકણાં ખોલીને ગટરો અવારનવાર સાફ કરવામાં આવતી.
  • આવી સુંદર ગટર યોજના પરથી સ્પષ્ટ થાય છે કે તે સમયે સુધરાઈ જેવી કોઈ કાર્યક્ષમ વ્યવસ્થા હશે.
    આથી કહી શકાય કે, મોહેં-જો-દડોના લોકો સ્વચ્છતા અને આરોગ્યના ઊંચા ખ્યાલો ધરાવતા હશે.

પ્રશ્ન 2.
મોહેં-જો-દડોનાં મકાનોમાં કઈ કઈ વિશેષતાઓ હતી?
અથવા
મોહેં-જો-દડોનાં મકાનોનું વિગતવાર વર્ણન કરો.
ઉત્તર:
નદીનાં પૂર કે ભેજથી બચવા માટે લોકો પોતાનાં મકાનો ઊંચી હિંથ (પીઠિકા) ઉપર બાંધતા.

  • શ્રીમંતોનાં મકાનો બે માળનાં અને પાંચ-સાત ઓરડાવાળાં હતાં; જ્યારે સામાન્ય વર્ગના લોકોનાં મકાનો એક માળનાં અને બે-ત્રણ ઓરડાવાળાં હતાં.
  • ઊંચાણવાળા ભાગની ચારે બાજુ કિલ્લો તેમજ આખા નગરની ચારે બાજુ દીવાલ બાંધવામાં આવી હતી.
  • મકાનોના દરવાજા જાહેર રસ્તા પર પડવાને બદલે અંદરની બાજુ શેરી કે ગલીમાં પડતા.
  • મકાનમાં હવા-ઉજાસ માટે બારી-બારણાંની વ્યવસ્થા હતી.
  • દરેક મકાનમાં કોઠાર, રસોડું અને સ્નાનગૃહ હોવાના અવશેષો મળ્યા હતા.
  • મકાનના ઉપલા માળે જવા માટે સાંકડાં અને ઊંચાં પગથિયાંવાળા દાદરની જોગવાઈ હતી.
  • ખરેખર, મોહે-જો-દડો નગર-આયોજનની દષ્ટિએ શ્રેષ્ઠ નગર હતું.

પ્રશ્ન 3.
મોહેં-જો-દડોના જાહેર સ્નાનાગાર અને જાહેર મકાનોની માહિતી આપો.
ઉત્તર:
હડપ્પીય સંસ્કૃતિના લોકોએ જાહેર સ્નાનાગાર બાંધેલાં હતાં.

  • સ્નાનાગારમાં સ્વચ્છ પાણી દાખલ કરવા માટેની અને ગંદા પાણીને બહાર કાઢવાની વ્યવસ્થા હતી.
  • સ્નાનાગારમાં ગરમ પાણીની વ્યવસ્થા હોવાનું મનાય છે.
  • સ્નાનાગારની ચારે બાજુ કપડાં બદલવા માટેની ઓરડીઓ છે.
  • ધાર્મિક પ્રસંગો અને જાહેર ઉત્સવોએ લોકો સમૂહસ્નાન કરી શકે એ આશયથી આવું સ્નાનાગાર બાંધવામાં આવ્યું હશે, એમ માનવામાં આવે છે.
  • જાહેર ઉપયોગમાં આવે તેવા ટાઉનહૉલ જેવાં બે વિશાળ મકાનો મોહેં-જો-દડો નગરમાંથી મળી આવ્યાં છે.
  • આ મકાનોનો ઉપયોગ સભાખંડ, મનોરંજન ખંડ, વહીવટી ખંડ કે રાજ્યના કોઠાર ખંડ તરીકે થતો હશે એવું માનવામાં આવે છે.
  • મોહેં-જો-દડોમાંથી 20 મકાનોની એક સળંગ સેનિક બેરક પણ મળી આવી છે.

GSEB Class 10 Social Science Important Questions Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય

પ્રશ્ન 4.
પ્રાચીન ભારતના એક નગર હડપ્પાનો પરિચય આપો.
ઉત્તર:
ઈ. સ. 1921માં સર જ્હૉન માર્શલ અને કર્નક મૅકેના નેતૃત્વ હેઠળ દયારામ સહાની નામના ભારતીય પુરાતત્ત્વવિદને પંજાબમાં મોન્ટેગોમરી જિલ્લામાં આવેલા હડપ્પા પાસેથી ખોદકામ દરમિયાન ભારતીય નગર-સભ્યતાના અતિપ્રાચીન અવશેષો મળી આવ્યા હતા.

  • સિંધુખીણની સંસ્કૃતિના અવશેષો સૌપ્રથમ હડપ્પા સ્થળેથી મળી આવ્યા હતા. તેથી તેને હડપ્પીય સંસ્કૃતિ પણ કહે છે.
  • હડપ્પા પાસેથી પાષાણ અને તાંબાનાં ઓજારો અને અન્ય ચીજવસ્તુઓ મળી આવ્યાં છે. તેથી હડપ્પીય સંસ્કૃતિને તામ્રપાષાણ યુગની સંસ્કૃતિ પણ કહે છે.
  • હડપ્પીય સમયની નગરરચના વ્યવસ્થિત અને આયોજનપૂર્વકની હતી. કરી છેરાઈ છે
  • અહીંથી મળેલા મોટા કોઠારો અને કિલ્લાઓ ખૂબ નોંધપાત્ર છે.
  • હડપ્પીય સંસ્કૃતિના લોકો અલંકારો પહેરવાના શોખીન હશે, તેવા પુરાવા અહીંથી મળ્યા છે.

પ્રશ્ન 5.
ગુપ્તયુગ ભારતીય કલાનો સુવર્ણયુગ શાથી કહેવાય છે?
ઉત્તર:
ગુપ્તયુગ દરમિયાન ભારતમાં શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર, નાટ્ય, નૃત્ય, સંગીત, કોતરકામ વગેરે કલાઓના ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થઈ હતી.

  • ગુપ્તયુગ દરમિયાન હિંદુ ધર્મનું ઇમારતી સ્થાપત્ય-મંદિર સ્વરૂપે વિકાસ પામ્યું હતું.
  • જબલપુર(નિનાવા)નું પાર્વતી મંદિર અને ભૂમરા(નાગોડા)નું શિવમંદિર, એરણ (મધ્ય પ્રદેશ)નું નૃસિંહ મંદિર, જામનગરનું ગોપમંદિર વગેરે ગુપ્તયુગની સ્થાપત્યકલાના પ્રસિદ્ધ મંદિરો છે.
  • આ ઉપરાંત, ગુપ્તકાલીન સ્તૂપો, વિહારો, ચેત્યો, મઠો, સ્તંભો, ધ્વજ વગેરે સ્થાપત્યકલાના ઉત્તમ નમૂના છે.
  • સારનાથની ભગવાન બુદ્ધની પ્રતિમાઓ, મથુરાની વિષ્ણુ અને મહાવીર સ્વામીની પ્રતિમાઓ, ઉદયગિરિની ગુફાની વિષ્ણુના વરાહ સ્વરૂપની પ્રતિમા વગેરે આ સમયની ભારતીય શિલ્પકલાના સર્વોત્તમ નમૂના છે.
  • આમ, ગુપ્તયુગ દરમિયાન ભારતમાં શિલ્પ-સ્થાપત્યકલા ક્ષેત્રે અપૂર્વ વિકાસ થયો હતો. આથી ગુપ્તયુગ ભારતીય કલાનો સુવર્ણયુગ કહેવાય છે.

પ્રશ્ન 6.
ગુપ્તકાલીન ગુફા-સ્થાપત્યો વિશે માહિતી આપો.
ઉત્તર:
ગુપ્તકાલીન ગુફા-સ્થાપત્યો મનુષ્ય બનાવેલાં સૌંદર્યધામો ગણાય છે.

  • મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ પાસે આવેલી અજંતા-ઇલોરાની ગુફાઓ, મુંબઈમાં અરબ સાગર પાસે આવેલી ઍલિફન્ટાની ગુફાઓ, ઓડિશામાં ભુવનેશ્વરની પશ્ચિમે આવેલી ઉદયગિરિ, ખંડગિરિ અને નીલગિરિની ગુફાઓ, બોઘની ગુફાઓ વગેરે ગુપ્તકાલીન ગુફા-સ્થાપત્યના અજોડ અને પ્રસિદ્ધ નમૂનાઓ છે.
  • ગુજરાતમાં ખંભાલીડા (ગોંડલ), ઢાંક (રાજકોટ), ઉપરકોટ (જૂનાગઢ) ખાતે ગુફાઓ આવેલી છે. આ ઉપરાંત, તળાજા, સાણા વગેરે સ્થળેથી ગુફાઓ મળી આવી છે.
  • અસમની દાર્જિલિંગની ગુફા તેમજ બિહારની સુદામા અને સીતાની ગુફા એ પ્રખ્યાત ગુફા-સ્થાપત્ય છે.
  • અશોકના ગુફાલેખો બિહારમાં ગયાથી 16 માઈલ દૂર આવેલા બર્બરના પહાડની ત્રણ ગુફાઓની દીવાલો પર કોતરાયેલા છે. આ ગુફાલેખોમાં સમ્રાટ અશોકે પોતાના જીવન દરમિયાન કરેલાં દાનકાર્યોની વિગતો દર્શાવી છે.

GSEB Class 10 Social Science Important Questions Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય

પ્રશ્ન 7.
રથમંદિરો વિશે માહિતી આપો.
ઉત્તર:
પલ્લવ રાજાઓએ તેમના પાટનગર કાંચી અને મહાબલિપુરમમાં ઘણાં રથમંદિરો બંધાવ્યાં હતાં.

  • પલ્લવ રાજા પહેલાએ મહાબલિપુરમાં કેટલાંક રથમંદિરો અને ગુફામંદિરો (મંડપો) કોતરાવ્યાં હતાં.
  • રથ અને મંડપ એ શેલાત્મક મંદિરોનાં બે સ્વરૂપો છે.
  • દરેક રથમંદિર એક પથ્થર કે ખડકને કોતરીને બનાવેલું છે.
  • મહાબલિપુરમનું સાત રથવાળું મંદિર વિશ્વવિખ્યાત છે.
  • એ રથમંદિરોનાં નામ મહાભારતનાં જાણીતાં પાત્રો – પાંડવોનાં નામ પરથી પાડવામાં આવ્યાં છે. જેમ કે, દ્રૌપદી રથ, અર્જુન રથ, ભીમ રથ, ધર્મરાજ રથ, સહદેવ રથ વગેરે.
  • ધર્મરાજનું રથમંદિર સૌથી મોટું છે, જ્યારે દ્રૌપદીનું રથમંદિર સૌથી નાનું છે.

GSEB Solutions Class 10 Social Science Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્ય 16

  • મંડપ એ ડુંગરની અંદર ગુફાની જેમ કંડારેલું મંદિર છે. આવા દસ મંડપો (ગુફામંદિરો) છે. તેમાં મહાબલિપુરમનો મંડપ વિશ્વવિખ્યાત છે.
  • રથમંદિરો વિશાળ અને ભવ્ય છે. તેમની સુંદરતા અને કલાત્મકતા આકર્ષક છે.
  • તેમનાં શિખરો અને છતો વિશિષ્ટ પ્રકારનાં છે.
  • આકાર અને પ્રકારમાં એકબીજાથી જુદા પડતાં એ રથમંદિરો સ્થાપત્યકલાના ઉત્કૃષ્ટ નમૂના છે.
  • તે ભારતીય સ્થાપત્યકલાનો અમૂલ્ય વારસો છે.

પ્રશ્ન 8.
ગુપ્તકાલીન મંદિર સ્થાપત્યનો પરિચય આપો.
ઉત્તર:
ગુપ્તયુગ દરમિયાન મંદિરોનું નિર્માણ મુખ્યત્વે ઊંચી પીઠિકાઓ પર થયેલું છે.

  • તે સીડીઓવાળાં અને શિખરબદ્ધ છે. કેટલાંક મંદિરોનું નિર્માણ સપાટ થયેલું છે.
  • ગર્ભગૃહની આસપાસ પ્રદક્ષિણા માર્ગ રાખવામાં આવતો.
  • આ પ્રકારની સ્થાપત્યકલાના ઉત્તમ નમૂના તરીકે જબલપુર પાસે આવેલું ભૂમરાનું શિવમંદિર અને દક્ષિણ ભારતમાં બિજાપુર જિલ્લામાં આવેલું કારખાનનું મંદિર ખૂબ જાણીતાં છે.
  • આ મંદિરોની સ્થાપત્યકલા ઉપરાંત ત્યાંની મૂર્તિઓની શિલ્પકલા પણ બેનમૂન છે.
  • મુખ્યત્વે નાલંદા(સુલતાનગંજ)ની ભગવાન બુદ્ધની તામ્રમૂર્તિઓ અને મથુરાના જૈનમંદિરની પ્રતિમા ભારતીય શિલ્પકલા ક્ષેત્રે અજોડ છે.
  • આ સ્થાપત્યોની રચનામાં પલ્લવ રાજાઓનું મોટું યોગદાન છે. પલ્લવોની રાજધાની કાંચીનાં મંદિરો સુપ્રસિદ્ધ છે.
  • ચોલવંશની રાજધાની થંજાવુરમાં રાજા રાજરાજ પ્રથમે બૃહદેશ્વર મંદિર બંધાવ્યું હતું. તે આશરે 200 ફૂટ ઊંચું છે. પ્રાચીન ભારતનું તે એક અજોડ મંદિર છે.

GSEB Class 10 Social Science Important Questions Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય

પ્રશ્ન 9.
ટૂંક નોંધ લખો : ભારતનાં જૈનમંદિરો (દેરાસરો)
ઉત્તર:
ભારતમાં અનેક સ્થળોએ જૈનમંદિરો આવેલાં છે.
GSEB Solutions Class 10 Social Science Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્ય 17

  • બિહારના રાજગૃહ ખાતે વૈભાર, વિપુલાચલ, રત્નગિરિ, ઉદયગિરિ અને શ્રમણગિરિ નામનાં પાંચ જૈન મંદિરો છે.
  • બિહારમાં સમેત શિખરજી સિદ્ધક્ષેત્ર જૈન તીર્થધામ છે. તે મધુવન કહેવાય છે.
  • અહીં ભગવાન આદિનાથ અને અન્ય 20 તીર્થકરો નિર્વાણ પામ્યા હતા. અહીં અભિનંદનનાથજી અને પાર્શ્વનાથજીનાં મંદિરો છે. અહીં ભગવાન મહાવીર પધાર્યા હતા. આ સ્થળે કેટલાક મુનિઓ મોક્ષ પામ્યા હતા.
  • ગુજરાતમાં પાલિતાણામાં જૈનમંદિર છે તેમજ શંખેશ્વરમાં પંચાસરા મંદિર છે.
  • રાજસ્થાનમાં માઉન્ટ આબુ પર્વત પર દેલવાડાનાં જૈનમંદિરો ઉપરાંત, રાણકપુરનાં જૈનમંદિરો બાંધકામ, કોતરકામ, શિલ્પકામ, કલાકારીગરી વગેરેની દષ્ટિએ અદ્ભુત અને બેનમૂન છે.
  • ભારતનાં જૈનમંદિરો શિલ્પ-સ્થાપત્યકલાની દષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે.

પ્રશ્ન 10.
દેલવાડાનાં જૈનમંદિરો વિશે માહિતી આપો.
ઉત્તર:
દેલવાડાનાં જૈનમંદિરો રાજસ્થાનમાં આબુ પર્વત પર આવેલાં છે.
GSEB Solutions Class 10 Social Science Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્ય 18

  • પશ્ચિમ ભારતનાં જૈનમંદિરોમાં આ મંદિરો કલાકારીગરીની દષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. આ મંદિરો આજે પણ દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.
  • તેમાં ગુજરાતના મંત્રી વિમલશાહે બંધાવેલું ‘વિમલવસહી’ અને બીજા મંત્રી વસ્તુપાળે બંધાવેલું ‘લૂણ-વસહી’ મંદિરનો સમાવેશ થાય છે.
  • આ મંદિરોમાં ‘વિમલવસહી’ અને ‘લૂણ-વસહી’નાં મંદિરો આરસપહાણની સૂક્ષ્મ કોતરણી અને શિલ્પકામથી ખૂબ સમૃદ્ધ છે.
  • દેલવાડાનાં જૈનમંદિરો શિલ્પ-સ્થાપત્યકલાની દષ્ટિએ જગતભરની સ્થાપત્યરચનાઓમાં માનભર્યું સ્થાન ધરાવે છે.
    [વિશેષઃ કલાવિવેચકો દેલવાડાનાં જૈનમંદિરોને ‘સંગેમરમર3 (આરસ)માં કંડારેલાં કાવ્યો’ તરીકે ઓળખાવે છે.]
  • આ મંદિરો જૈન ધર્મની ભારતીય સંસ્કૃતિને આપેલી ચિરસ્મરણીય અને અતુલ્ય ભેટ છે.

GSEB Class 10 Social Science Important Questions Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય

નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો:

પ્રશ્ન 1.
મૌર્યયુગ દરમિયાન થયેલી સ્થાપત્યક્ષાના વિકાસની માહિતી આપો.
ઉત્તરઃ
મૌર્યયુગ દરમિયાન ભારતમાં બૌદ્ધ ધર્મના સ્તૂપો, વિહારો, ચૈત્યો, સ્તંભલેખો અને શિલાલેખોની સ્થાપત્યકલાનો વિકાસ થયો હતો.
1. સૂપઃ ભગવાન બુદ્ધના શરીરના અગ્નિ-સંસ્કારને અંતે શેષ રહેલાં અસ્થિ, દાંત, રાખને પવિત્ર ધાતુપાત્રમાં મૂકી તેના પર અર્ધગોળાકાર ઇમારત બાંધવામાં આવતી. આ પ્રકારના સ્મારકને સૂપ’ કહેવામાં આવતો.

  • સમ્રાટ અશોકનો સમય બૌદ્ધ ધર્મની જાહોજલાલી અને શિલ્પ સ્થાપત્યના વિકાસનો યુગ હતો. સમ્રાટ અશોકના સમયના આ પાંચ સ્તૂપો ખૂબ પ્રખ્યાત છેઃ (1) સાંચીનો સ્તૂપ, (2) સારનાથનો ધર્મરાજિકા સ્તૂપ, (3) બેરતનો સ્તૂપ, (4) નંદનગઢનો સ્તૂપ અને (5) ગુજરાતમાં દેવની મોરી(સાબરકાંઠા)નો સ્તુપ.
  • હાલના સ્તૂપ કરતાં અડધા કદના વિખ્યાત સાંચીના મૂળ સ્તૂપનું નિર્માણ મૌર્યયુગ દરમિયાન થયું હતું. તે મધ્ય પ્રદેશ રાજ્યમાં આવેલો છે. સાંચીનો અસલ સ્તૂપ ઈંટોનો બનાવેલો હતો. આ સૂપ સ્થાપત્યકલાનો અમૂલ્ય વારસો છે.

2. સ્તંભલેખો ધર્મના પ્રચારાર્થે સમ્રાટ અશોકે ઊભા કરાવેલા શિલ્પકલાના ઉત્તમ નમૂનારૂપ સ્તંભલેખો સળંગ એક જ પથ્થરમાંથી કોતરીને, ઘસી ઘસીને ચળકાટ આપીને બનાવેલા છે.

  • અંબાલા, મેરઠ, અલાહાબાદ, લોરિયા પાસે નંદનગઢ (બિહાર), સાંચી (મધ્ય પ્રદેશ), કાશી, પટના, બુદ્ધગયા (બોધિગયા) વગેરે સ્થળોએ આવેલા સ્તંભલેખો મુખ્ય છે.
  • આ સ્તંભલેખો બ્રાહ્મી લિપિમાં કોતરાયેલા છે.
  • અશોકના શિલાતંભો પૈકી સારનાથનો શિલાતંભ શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો છે.
  • આ સ્તંભની ટોચ ઉપર પરસ્પર પીઠ ટેકવીને ઊભેલા ચાર સિંહોની આકૃતિ છે.
  • સારનાથ એ ભગવાન બુદ્ધના ઉપદેશ(ધર્મચક્રપ્રવર્તન)નું સૌપ્રથમ સ્થળ છે. તેથી એ સિંહાકૃતિ નીચે ચારે બાજુ ચાર ધર્મચક્રો અંકિત કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત, તેમાં હાથી, ઘોડો કે બળદની શિલ્પકૃતિઓ પણ છે.
  • 24 આરાવાળા આ ધર્મચક્રને આપણા રાષ્ટ્રધ્વજના વચ્ચેના પટ્ટામાં સ્થાન આપવામાં આવ્યું છે તેમજ ચાર સિંહોની આકૃતિને ભારતના રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારવામાં આવી છે.

૩. શિલાલેખોઃ સમ્રાટ અશોકે કાષ્ઠ અને પાષાણમાં ધર્માજ્ઞાઓ કોતરાવીને ઊભા કરાવેલા શિલાલેખો સ્થાપત્યકલાના ઉત્તમ નમૂનાઓ છે.

  • આ શિલાલેખોની આજુબાજુ લાકડા અને પથ્થરની વાડ બનાવી તેમના દરવાજા પર સુંદર તોરણો કોતરાવ્યાં છે.
  • પેશાવર, દેહરાદૂન, થાણા, મુંબઈ, ધૌલી અને જોગડા (ઓડિશા) છે તથા ચેન્નઈ વગેરે સ્થળોએ આવેલા શિલાલેખો મુખ્ય છે.
  • ગુજતરામાં જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ જતાં રસ્તામાં (તળેટીમાં) અશોકનો શિલાલેખ આવેલો છે.

પ્રશ્ન 2.
મધ્યકાલીન ભારતીય સ્થાપત્યો વિશે માહિતી આપો.
અથવા
ટૂંક નોંધ લખોઃ મધ્યકાલીન ભારતીય સ્થાપત્યો
ઉત્તર:
મધ્યયુગ દરમિયાન ભારતમાં મસ્જિદો, મિનારા, ૪ શાહીમહેલો, પુલો, તળાવો, સરાઈ (ધર્મશાળા) વગેરે અનેક સ્થાપત્યોનું બાંધકામ થયેલું હતું.
1. દિલ્લીના સુલતાન કુતબુદ્દીન ઐબકે દિલ્લીમાં કુવ્વત-ઉઇસ્લામ અને અજમેરમાં ‘ઢાઈ દિન કા ઝોપડા’ નામની મસ્જિદો બંધાવી હતી. તેણે દિલ્લીમાં કુતુબમિનાર’ નામનો પ્રખ્યાત મિનારો બંધાવ્યો હતો.

2. બંગાળઃ બંગાળ પ્રાંતમાં પંડુઆ ખાતે અદીના મસ્જિદ, તાંતીપાડાની મસ્જિદ અને જલાલુદ્દીન મુહમ્મદશાહનો મકબરો વગેરે સ્થાપત્યો બંધાયાં હતાં. બંગાળ પ્રાંતમાં સ્થાપત્યની એક અલગ વિશિષ્ટ શૈલી વિકસી હતી.

૩. જૌનપુર તુર્ક સુલતાનોએ જૌનપુરમાં અટાલા મસ્જિદ બંધાવી હતી. આ મસ્જિદના ગુંબજની આસપાસ સુંદર કલાત્મક જાળી છે. મસ્જિદની દીવાલો અને છત પર કમળ વગેરે વિવિધ ભાતની આકૃતિઓ બનાવવામાં આવી છે.

4. માળવા સુલતાનોની સુરક્ષા હેઠળ માળવામાં વિશિષ્ટ શૈલીમાં અનેક મકબરાઓનું નિર્માણ થયેલું છે. તેના વિશાળ, આકર્ષક ગુંબજો અને બારીઓ અત્યંત નકશીદાર છે. આરસપહાણથી બનાવેલો હોશંગાશાહનો મકબરો ભારતીય શેલીનો છે.

5. અન્ય પ્રાંતો કશ્મીરમાં કંગૂર-બુરજ, બહમની સુલતાનોએ બંધાવેલી બીડર અને ગુલબર્ગાની અનેક ઇમારતો તથા મહમૂદ ગાવાની મદરેસા તેમજ વિજયનગર સામ્રાજ્યનાં સ્થાપત્યોમાં હમ્પીનાં વિઠ્ઠલસ્વામી અને હજારારામ મંદિરો તથા ગોપુરમ્ અને કલાત્મક નકશીકલાયુક્ત સ્તંભો સુપ્રસિદ્ધ છે.

GSEB Class 10 Social Science Important Questions Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય

પ્રશ્ન 3.
ગુજરાતની સ્થાપત્યકલાના વિકાસની માહિતી આપો.
અથવા
ગુજરાતની સ્થાપત્યકલાનો પરિચય આપો. (March20)
અથવા ગુજરાતના સ્થાપત્યો વિશે વિવરણ કરો. (August 20)
ઉત્તરઃ
ગુજરાતનાં વિવિધ ધર્મનાં મંદિરો, મસ્જિદો, વિહારો, ચેત્યો, મઠો, સ્તૂપો, ગુફામંદિરો, જૈન દેરાસરો વગેરે સ્થાપત્યકલાના ઉત્કૃષ્ટ નમૂના છે. ગુજરાતમાં સમાજોપયોગી અનેક પ્રકારનાં બાંધકામો થયાં છે, જેવાં કે – રાજમહેલો, કિલ્લાઓ, છતરડીઓ, દરવાજાઓ, કીર્તિતોરણો, ધર્મશાળાઓ, ઉપાશ્રયો, વિસામાઓ, ચબૂતરા, ઝરૂખાઓ, ઘુમ્મટો, તારણો, કૂવાઓ, વાવો, સરોવરો, તળાવો, પશુ-પક્ષીઓની 3 આકૃતિઓ વગેરે સ્થાપત્યો સર્વાંગસુંદર અને અતિ ભવ્ય મનાય છે.

1. મંદિરો ગુજરાતમાં વિવિધ ધર્મનાં અનેક જાણીતાં મંદિરોની રચના થઈ છે. તેમાં અમદાવાદમાં ભદ્રકાળી મંદિર, જગન્નાથ મંદિર, ગીતા મંદિર, વેદ મંદિર; ડાકોરમાં રણછોડરાયજી મંદિર, મોઢેરામાં સૂર્યમંદિર, વડનગરનું હાટકેશ્વર મંદિર, અંબાજીમાં અંબાજી મંદિર, દ્વારકામાં દ્વારકાધીશનું મંદિર, અરવલ્લી જિલ્લામાં શામળાજી મંદિર, ગીરસોમનાથ જિલ્લામાં સોમનાથ મંદિર, બહુચરાજીમાં બહુચરાજી મંદિર, પાવાગઢમાં મહાકાલી મંદિર, ખેડબ્રહ્મામાં બ્રહ્માજી મંદિર, ભાવનગરમાં ખોડિયાર માતાજી મંદિર, કચ્છમાં આશાપુરા માતાનો મઢ, સ્વામિનારાયણ મંદિરો વગેરે મંદિરોનો સમાવેશ થાય છે.

2. મસ્જિદોઃ ઈ. સ. 1424માં સુલતાન અહમદશાહ પહેલાએ અમદાવાદમાં ત્રણ દરવાજા નજીક 260 સ્તંભો અને 15 ગુંબજોવાની જામા મસ્જિદ બંધાવી હતી. આ ઉપરાંત, અમદાવાદમાં બારીક કોતરણવાળી સીદી સૈયદની જાળી, મસ્જિદે નગીના’ના નામે ઓળખાતી રાણી સિપ્રીની મસ્જિદ, સારંગપુર દરવાજા પાસે ઝૂલતા મિનારા, સરખેજનો રોજો વગેરે મુસ્લિમ સ્થાપત્યો આવેલાં છે. ચાંપાનેરમાં જામી મસ્જિદ આવેલી છે. આ ઉપરાંત, ગુજરાતનાં નાનાં-મોટાં શહેરોમાં મસ્જિદો આવેલી છે.

૩. જૈનમંદિરો (દેરાસરો): અમદાવાદમાં હઠીસિંગનાં દેરાસરો, કુંભારિયાજી, શંખેશ્વરનું પંચાસરા મંદિર, સિદ્ધગિરિ – શેત્રુંજયગિરિ પર ભગવાન આદેશ્વરનું મંદિર વગેરે મંદિરો શિલ્પ-સ્થાપત્ય અને કોતરણીની દષ્ટિએ ઉત્કૃષ્ટ છે.

4. વાવઃ અડાલજની વાવ, દાદા હરિની વાવ (અમદાવાદ), પાટણની રાણકી (રાણીની) વાવ, ડભોઈની વાવ (ડભોઈ) વગેરે ભવ્ય વાવો આવેલી છે.

  • આ ઉપરાંત, ભદ્રનો કિલ્લો, ત્રણ દરવાજા, નગીનાવાડી અને કાંકરિયું તળાવ (અમદાવાદ), રુદ્રમહાલય (સિદ્ધપુર), સહસ્ત્રલિંગ તળાવ (પાટણ), શામળશાની ચોરી, તાના-રીરી સમાધિ અને કીર્તિતોરણ (વડનગર), મુનસર તળાવ (વિરમગામ) મલાવ તળાવ (ધોળકા) વગેરે ગુજરાતની સ્થાપત્યકલાના ઉત્તમ નમૂના છે.
  • ગુજરાતની શિલ્પ-સ્થાપત્યકલાની કારીગરીએ આજે ગુજરાતને વિશ્વમાં ઘણું ઊંચું સ્થાન અને ગૌરવ અપાવ્યું છે.

GSEB Class 10 Social Science Important Questions Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય

પરિશિષ્ટ 1
GSEB Solutions Class 10 Social Science Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્ય 19
[સાંચીનો સ્તૂપનું રેખાચિત્ર]
સ્તૂપના રેખાચિત્રની માહિતી :
1. હર્મિકા સ્તૂપના અંડાકાર ભાગની ટોચની ચારે બાજુએ આવેલી રેલિંગ(વાડ)ને “હર્મિકા’ કહે છે. તે સમગ્ર સ્તૂપને આવરી લે છે.
2. મેધિ સ્તૂપની પ્રદક્ષિણા કરવા માટે સ્તૂપની ચારે બાજુ બનાવેલા | ઊંચા ગોળાકાર માર્ગને “મેધિ’ કહે છે.
3. પ્રદક્ષિણા પથ મંદિર અથવા પૂજાનાં સ્થળોની ચારે બાજુ સામાન્ય ઊંચાઈએ બનાવેલો ગોળાકાર માર્ગ “પ્રદક્ષિણા પથ’ કહેવાય છે. મંદિર કે પૂજાનું સ્થળ જમણી બાજુએ રહે એ રીતે પ્રદક્ષિણા કરવામાં આવે છે.
4. તોરણ: તોરણ એટલે પ્રવેશદ્વારા બે ઊંચા સ્તંભોના ઉપરના ભાગમાં સીધા પાટડા કે કમાનના આકારે પથ્થરના આડા કલાત્મક બિંબ ગોઠવીને તોરણ બનાવવામાં આવે છે. તોરણની અંદર થઈને શ્રદ્ધાળુ લોકો મંદિરમાં પ્રવેશે છે.

પરિશિષ્ઠ 2
GSEB Solutions Class 10 Social Science Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્ય 20
[દક્ષિણ ભારતના મંદિરનું રેખાચિત્ર].
આ મંદિરના રેખાચિત્રની માહિતીઃ
1. ગર્ભગૃહઃ ગર્ભગૃહ એટલે મંદિરની અંદરનો ભાગ, જેમાં મંદિરની મૂર્તિને સ્થાપિત કરવામાં આવે છે. એક નાનો અને અંધકારયુક્ત લંબચોરસ ઓરડો મંદિરનું ગર્ભગૃહ કહેવાય છે. ગુજરાતમાં તેને ગબારો’ કહે છે.
2. ગોપુરમ્ઃદક્ષિણ ભારતનાં મંદિરોનું સુશોભિત પ્રવેશદ્વાર ‘ગોપુરના’ નામે પ્રખ્યાત છે. તે ઉપરથી અર્ધગોળાકાર હોય છે. તેને મજબૂત બનાવવા માટે તેના નીચેના બે માળને ઊધ્વકાર બનાવવામાં આવે છે.
૩. મંડપઃ મંદિરના મુખ્ય દ્વારની સામે વિશાળ વિસ્તારમાં સ્તંભો પર બનાવેલા મોટા હૉલને મંડપ’ કહે છે. ભાવિક ભક્તો મંડપમાં થઈને કતારબંધ મંદિરના ગર્ભગૃહ તરફ જાય છે.
4. શિખરઃ મંદિરના સૌથી ઊંચા બાહ્ય ભાગ ઉપર અણીદાર સ્વરૂપની બનાવેલી આકૃતિ શિખર’ કહેવાય છે. શિખરને પિત્તળ કે સોનાથી મઢવામાં આવે છે.
5. વિમાનઃ વર્ગાકાર કે ઢોળાવ આકારે બનાવવામાં આવતો મંદિરનો ભાગ વિમાન’ કહેવાય છે. તે ઘણા માળ સાથે પિરામિડ જેવો હોય છે. વિમાનનો ઉપરનો ભાગ શિખર (ટોચ) તરફ જાય છે.

GSEB Class 10 Social Science Important Questions Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય

પરિશિષ્ઠ 3
GSEB Solutions Class 10 Social Science Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્ય 21
[મસ્જિદ સ્થાપત્યનું રેખાચિત્ર)
મસ્જિદના રેખાચિત્રની માહિતીઃ
1. ગલિયારા મસ્જિદની અંદર જવાનો રસ્તો ‘ગલિયારા’ કહેવાય છે.
2. કિબલાઃ મસ્જિદમાં નમાજ પઢવાના હૉલની દીવાલ કિબલા’ કહેવાય છે, જે હંમેશાં મક્કાના કાબાની દિશામાં જ બનાવેલી હોય છે.
3. લિવાન મસ્જિદનો સ્તંભોવાળો ઓરડો ‘લિવાન’ કહેવાય છે.
4. મકસુરા પરદા મસ્જિદની કિબલા(દીવાલ)નો અંત ભાગ ‘મકસુરા’ કહેવાય છે. રેલિંગ દ્વારા આ ભાગ અલગ કરેલો હોય છે.
5. મહેરાબ: કિબલા(દીવાલ)માં સામાન્ય વ્યક્તિની ઊંચાઈ જેટલા બનાવેલા ભાગને “મહેરાબ’ કહે છે. તે મક્કા તરફની સાચી દિશા દર્શાવે છે. (ભારતના સંદર્ભમાં મહેરાબ પશ્ચિમ દિશામાં હોય છે.)
6. સહનઃ મસ્જિદનું પ્રાંગણ ‘સહન’ કહેવાય છે. અહીં ઇસ્લામ ધર્મના અનુયાયીઓ નમાજ (Prayer) માટે એકઠા થાય છે.
[વિશેષ હોજ નમાજ પૂર્વે હાથ-મોં ધોવા માટે પાણીની વ્યવસ્થા રૂપે બનાવેલાં પગથિયાં વિનાનો નાનો કુંડ હોજ કહેવાય છે.]

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *