GSEB Class 10 Social Science Important Questions Chapter 11 ભારત: જળ સંસાધન

Gujarat Board GSEB Class 10 Social Science Important Questions Chapter 11 ભારત: જળ સંસાધન Important Questions and Answers.

GSEB Class 10 Social Science Important Questions Chapter 11 ભારત: જળ સંસાધન

દરેક વિધાનની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ખાલી જગ્યા પૂરોઃ

પ્રશ્ન 1.
જળ એ ……………………… સંસાધન છે.
A. અખૂટ
B. અમર્યાદિત
C. મર્યાદિત
ઉત્તરઃ
C. મર્યાદિત

પ્રશ્ન 2.
પૃથ્વી પર જળ સંસાધનનો મૂળ સ્ત્રોત ‘……………………..’ છે
A. વૃષ્ટિ
B. નદીઓ
C. સાગર
ઉત્તરઃ
A. વૃષ્ટિ

પ્રશ્ન 3.
પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત ……………………… છે.
A. સરોવરો
B. નદીઓ
C. વૃષ્ટિ
ઉત્તરઃ
B. નદીઓ

પ્રશ્ન 4.
ભૂમિગત જળનો જથ્થો ……………………… છે.
A. અમર્યાદિત
B. મર્યાદિત
C. અસમાન
ઉત્તરઃ
A. અમર્યાદિત

પ્રશ્ન 5.
ભારતમાં ઉત્તરના મેદાની વિસ્તારમાં ………………………….. % ભૂમિગત જળ મળે છે.
A. 32
B. 52
C. 42
ઉત્તરઃ
C. 42

GSEB Class 10 Social Science Important Questions Chapter 11 ભારત: જળ સંસાધન

પ્રશ્ન 6.
ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ …………………….. માં થાય છે.
A. પેયજળ
B. સિંચાઈ
C. ઉદ્યોગો
ઉત્તરઃ
B. સિંચાઈ

પ્રશ્ન 7.
ભારતમાં લગભગ …………………………. % જળ સિંચાઈ માટે ઉપયોગી છે. ?
A. 84
B. 52
C. 65
ઉત્તરઃ
A. 84

પ્રશ્ન 8.
એક કિલો ઘઉંનું ઉત્પાદન કરવા માટે લગભગ ……………………… લિટર પાણીની આવશ્યકતા રહે છે.
A. 800
B. 1000
C. 1500
ઉત્તરઃ
C. 1500

પ્રશ્ન 9.
ભારતમાં બીજી સદીમાં ………………………. નદીમાંથી ‘ઍન્ડ ઍનિકટ’ (ભવ્ય બંધ) નામની નહેરનું નિર્માણ થયું હતું.
A. ગોદાવરી
B. ગંગા
C. કાવેરી
ઉત્તરઃ
C. કાવેરી

પ્રશ્ન 10.
ઈ. સ. 1882માં ઉત્તર પ્રદેશમાં પૂવય ……………………. નહેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
A. યમુના
B. ગંગા
C. કોસી
ઉત્તરઃ
A. યમુના

પ્રશ્ન 11.
ભારતમાં ……………………… સિંચાઈનાં મુખ્ય માધ્યમો છે.
A. કૂવા અને તળાવો
B. તળાવો અને ટ્યૂબવેલ
C. કૂવા અને ટ્યૂબવેલ
ઉત્તરઃ
C. કૂવા અને ટ્યૂબવેલ

GSEB Class 10 Social Science Important Questions Chapter 11 ભારત: જળ સંસાધન

પ્રશ્ન 12.
ભારતમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના લગભગ …………………….. % ભાગમાં સિંચાઈ થાય છે.
A. 38
B. 48
C. 58
ઉત્તરઃ
A. 38

પ્રશ્ન 13.
મિઝોરમમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના ………………………… % વિસ્તારમાં સિંચાઈ-ક્ષેત્ર જોવા મળે છે.
A. 7.3
B. 12.50
C. 15.4.
ઉત્તરઃ
A. 7.3

પ્રશ્ન 14.
પંજાબમાં સિંચાઈ-ક્ષેત્રનું પ્રમાણ …………………………. % છે.
A. 58.4
B. 60.8
C. 90.8
ઉત્તરઃ
C. 90.8

પ્રશ્ન 15.
ભાખડા-મંગલ યોજના ……………………….. નદી પર આવેલી છે.
A. સતલુજ
B. યમુના
C. ગંગા
ઉત્તરઃ
A. સતલુજ

પ્રશ્ન 16.
પંજાબ, હરિયાણા અને રાજસ્થાનને ………………………. યોજનાનો લાભ મળે છે.
A. ભાખડા-નંગલ
B. હીરાકુડ
C. કોસી
ઉત્તરઃ
A. ભાખડા-નંગલ

GSEB Class 10 Social Science Important Questions Chapter 11 ભારત: જળ સંસાધન

પ્રશ્ન 17.
બિહાર રાજ્યને ……………………. યોજનાનો લાભ મળે છે.
A. કોસી
B. ચંબલ
C. દામોદર
ઉત્તરઃ
A. કોસી

પ્રશ્ન 18.
ઝારખંડ અને પશ્ચિમ બંગાળ રાજ્યોને ……………………… યોજનાનો લાભ મળે છે.
A. કોસી
B. દામોદર
C. હીરાકુડ
ઉત્તરઃ
B. દામોદર

પ્રશ્ન 19.
હીરાકુડ યોજના …………………… પર આવેલી છે.
A. દામોદર નદી
B. કોસી નદી
C. મહાનદી
ઉત્તરઃ
C. મહાનદી

પ્રશ્ન 20.
ઓડિશા રાજ્યને ………………………… યોજનાનો લાભ મળે છે.
A. દામોદર
B. હીરાકુડ
C. કોસી
ઉત્તરઃ
B. હીરાકુડ

પ્રશ્ન 21.
મધ્ય પ્રદેશ અને રાજસ્થાન રાજ્યોને …………………. યોજનાનો લાભ મળે છે.
A. ચંબલ ખીણ
B. દામોદર ખીણ
C. હીરાકુડ
ઉત્તરઃ
A. ચંબલ ખીણ

GSEB Class 10 Social Science Important Questions Chapter 11 ભારત: જળ સંસાધન

પ્રશ્ન 22.
નાગાર્જુનસાગર યોજના …………………… નદી પર આવેલી છે.
A. કાવેરી
B. કૃષ્ણા
C. ગોદાવરી
ઉત્તરઃ
B. કૃષ્ણા

પ્રશ્ન 23.
આંધ્ર પ્રદેશ અને તેલંગણા રાજ્યોને …………………… યોજનાનો લાભ મળે છે.
A. નાગાર્જુનસાગર
B. તુંગભદ્રા
C. કૃષ્ણરાજસાગર
ઉત્તરઃ
A. નાગાર્જુનસાગર

પ્રશ્ન 24.
કૃષ્ણરાજસાગર યોજના …………………… નદી પર આવેલી છે.
A. કાવેરી
B. કૃષ્ણા
C. ગોદાવરી
ઉત્તરઃ
A. કાવેરી

પ્રશ્ન 25.
કર્ણાટક અને તમિલનાડુ રાજ્યોને ……………………… યોજનાનો લાભ મળે છે.
A. નાગાર્જુનસાગર
B. તુંગભદ્રા
C. કૃષ્ણરાજસાગર
ઉત્તરઃ
C. કૃષ્ણરાજસાગર

પ્રશ્ન 26.
કર્ણાટક અને આંધ્ર પ્રદેશ રાજ્યોને ………………………. યોજનાનો લાભ મળે છે.
A. તુંગભદ્રા
B. કૃષ્ણરાજસાગર
C. નાગાર્જુનસાગર
ઉત્તરઃ
A. તુંગભદ્રા

GSEB Class 10 Social Science Important Questions Chapter 11 ભારત: જળ સંસાધન

પ્રશ્ન 27.
સરદાર સરોવર યોજના ………………………. નદી પર આવેલી છે.
A. સાબરમતી
B. તાપી
C. નર્મદા
ઉત્તરઃ
C. નર્મદા

પ્રશ્ન 28.
મધ્ય પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર રાજ્યોને …………………….. યોજનાનો લાભ મળે છે.
A. નર્મદા ખીણ
B. ચંબલ ખીણ
C. દામોદર ખીણ
ઉત્તરઃ
A. નર્મદા ખીણ

પ્રશ્ન 29.
કડાણા અને વણાકબોરી યોજનાઓ …………………….. નદી પર આવેલી છે.
A. સાબરમતી
B. મહીસાગર
C. તાપી
ઉત્તરઃ
B. મહીસાગર

પ્રશ્ન 30.
ઉકાઈ અને કાકરાપાર યોજનાઓ ……………………. નદી પર આવેલી છે.
A. નર્મદા
B. મહીસાગર
C. તાપી
ઉત્તરઃ
C. તાપી

પ્રશ્ન 31.
ધરોઈ યોજના …………………… નદી પર આવેલી છે.
A. મહીસાગર
B. સાબરમતી
C. તાપી
ઉત્તરઃ
B. સાબરમતી

પ્રશ્ન 32.
જળ છે તો …………………. છે.
A. ધરતી
B. વાદળાં
C. જીવન
ઉત્તરઃ
C. જીવન

GSEB Class 10 Social Science Important Questions Chapter 11 ભારત: જળ સંસાધન

પ્રશ્ન 33.
સ્વતંત્રતા પછી ભારતમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના લગભગ ………………………… % ભાગમાં સિંચાઈ થાય છે.
A. 28
B. 38
C. 48
ઉત્તરઃ
B. 38

પ્રશ્ન 34.
અ ન્ય રાજ્યમાં સૌથી ઓછું સિંચાઈ-ક્ષેત્ર જોવા મળે છે. (March 20)
A. મણિપુર
B. મિઝોરમ
C. મેઘાલય
ઉત્તર:
B. મિઝોરમ

પ્રશ્ન 35.
પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત કયો છે?
A. મહાસાગર
B. નદી
C. સરોવર
D. વૃષ્ટિ
ઉત્તર:
D. વૃષ્ટિ

પ્રશ્ન 36.
ભારતમાં એક કિલોગ્રામ ઘઉંનું ઉત્પાદન કરવા માટે લગભગ કેટલા લિટર પાણીની આવશ્યકતા રહે છે?
A. 1500
B. 1200
C. 2100
D. 2400
ઉત્તર:
A. 1500

પ્રશ્ન 37.
ઍન્ડ ઍનિકટ(ભવ્ય બંધ)નું નિર્માણ કઈ નદી પર થયું છે?
A. ગોદાવરી
B. કાવેરી
C. કૃષ્ણા
D. તુંગભદ્રા
ઉત્તર:
B. કાવેરી

GSEB Class 10 Social Science Important Questions Chapter 11 ભારત: જળ સંસાધન

પ્રશ્ન 38.
ભારતમાં સિંચાઈનાં મુખ્ય માધ્યમો પૈકી કયાં સૌથી મુખ્ય માધ્યમો છે?
A. કૂવા અને નહેરો
B. નહેરો અને તળાવો
C. કૂવા અને ટ્યૂબવેલ
D. નહેરો અને સરોવરો
ઉત્તર:
C. કૂવા અને ટ્યૂબવેલ

પ્રશ્ન 39.
ભારતમાં સ્વાતંત્ર્ય બાદ સિંચાઈ-ક્ષેત્ર વધીને કેટલું થયું છે?
A. દોઢ ગણું
B. અઢી ગણું
c. ત્રણ ગણું
D. ચાર ગણું
ઉત્તર:
D. ચાર ગણું

પ્રશ્ન 40.
ભારતના કયા રાજ્યમાં તેના સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં સૌથી ઓછું સિંચાઈ-ક્ષેત્ર જોવા મળે છે?
A. હરિયાણા
B. રાજસ્થાન
C. મિઝોરમ
D. જમ્મુ અને કશ્મીર
ઉત્તર:
C. મિઝોરમ

પ્રશ્ન 41.
ભારતનું કયું રાજ્ય તેના સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં સૌથી વધુ સિંચાઈ-ક્ષેત્ર ધરાવે છે?
A. પંજાબ
B. ઉત્તર પ્રદેશ
C. બિહાર
D. મહારાષ્ટ્ર
ઉત્તર:
A. પંજાબ

પ્રશ્ન 42.
નાગાર્જુનસાગર કયાં રાજ્યોની સૌથી મોટી બહુહેતુક યોજના છે?
A. આંધ્ર પ્રદેશ અને તેલંગણા
B. તમિલનાડુ અને કર્ણાટક
C. કર્ણાટક અને કેરલ
D. ઓડિશા અને ઝારખંડ
ઉત્તર:
A. આંધ્ર પ્રદેશ અને તેલંગણા

GSEB Class 10 Social Science Important Questions Chapter 11 ભારત: જળ સંસાધન

પ્રશ્ન 43.
સરદાર સરોવર યોજના કઈ નદી પરની યોજના છે?
A. મહી
B. મહાનદી
C. સાબરમતી
D. નર્મદા
ઉત્તર:
D. નર્મદા

પ્રશ્ન 44.
ઓડિશાની કઈ નદી મુખત્રિકોણપ્રદેશ ધરાવે છે?
A. કૃષ્ણા
B. મહાનદી
C. કાવેરી
D. મહી
ઉત્તર:
B. મહાનદી

પ્રશ્ન 45.
તમિલનાડુમાં કઈ નદીનો મુખત્રિકોણપ્રદેશ આવેલો છે?
A. કાવેરી
B. કૃષ્ણા
C. ગોદાવરી
D. તુંગભદ્રા
ઉત્તર:
A. કાવેરી

પ્રશ્ન 46.
‘સ્ટેગ્યુ ઑફ યુનિટી’ સ્મારકની પાસેથી કઈ નદી વહે છે? (March 20).
A. નર્મદા
B. તાપી
C. મહી
D. દમણગંગા
ઉત્તર:
A. નર્મદા

નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:

(1) જળ એ અમર્યાદિત સંસાધન છે.
ઉત્તર:
ખોટું

GSEB Class 10 Social Science Important Questions Chapter 11 ભારત: જળ સંસાધન

(2) વૃષ્ટિ એ પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત છે.
ઉત્તર:
ખરું

(3) પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત પર્વતો છે.
ઉત્તર:
ખોટું

(4) ભારતમાં ઉત્તરના મેદાની વિસ્તારમાં 51 % ભૂમિગત જળ મળે છે.
ઉત્તર:
ખોટું

(5) ભારતમાં લગભગ 84 % જળ સિંચાઈ માટે ઉપયોગી છે.
ઉત્તર:
ખરું

(6) એક કિલો ઘઉંનું ઉત્પાદન કરવા માટે લગભગ 1200 લિટર પાણીની આવશ્યકતા હોય છે.
ઉત્તર:
ખોટું

(7) ઈ. સ. 1882માં ઉત્તર પ્રદેશની પૂર્વીય ગંગા નહેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
ઉત્તર:
ખોટું

GSEB Class 10 Social Science Important Questions Chapter 11 ભારત: જળ સંસાધન

(8) કૂવા અને ટ્યૂબવેલ સિંચાઈનાં મુખ્ય માધ્યમો છે.
ઉત્તર:
ખરું

(9) સ્વતંત્રતા પછી ભારતમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના લગભગ 48 % ભાગમાં સિંચાઈ થાય છે.
ઉત્તર:
ખોટું

(10) ભાખડા-નંગલ સિંચાઈ યોજના સતલુજ નદી પર આવેલી છે.
ઉત્તર:
ખરું

(11) હીરાકુડ સિંચાઈ યોજના મહાનદી પર આવેલી છે.
ઉત્તર:
ખરું

(12) હીરાકુડ સિંચાઈ યોજનાનો લાભ બિહાર રાજ્યને મળે છે.
ઉત્તર:
ખોટું

(13) નાગાર્જુનસાગર સિંચાઈ યોજના કાવેરી નદી પર આવેલી છે.
ઉત્તર:
ખોટું

(14) કૃષ્ણરાજસાગર સિંચાઈ યોજના કૃષ્ણા નદી પર આવેલી છે.
ઉત્તર:
ખોટું

GSEB Class 10 Social Science Important Questions Chapter 11 ભારત: જળ સંસાધન

(15) નાગાર્જુનસાગર સિંચાઈ યોજનાનો લાભ કર્ણાટક અને આંધ્ર પ્રદેશને મળે છે.
ઉત્તર:
ખોટું

(16) કૃષ્ણરાજસાગર સિંચાઈ યોજનાનો લાભ કર્ણાટક અને તમિલનાડુને મળે છે.
ઉત્તર:
ખરું

(17) સરદાર સરોવર સિંચાઈ યોજનાનો લાભ મધ્ય પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રને મળે છે.
ઉત્તર:
ખરું

(18) ધરોઈ યોજના તાપી નદી પર આવેલી છે.
ઉત્તર:
ખોટું

(19) કડાણા અને વણાકબોરી સિંચાઈ યોજનાઓ મહીસાગર નદી પર આવેલી છે.
ઉત્તર:
ખરું

(20) ઉકાઈ અને કાકરાપાર સિંચાઈ યોજનાઓ નર્મદા નદી પર આવેલી છે.
ઉત્તર:
ખોટું

GSEB Class 10 Social Science Important Questions Chapter 11 ભારત: જળ સંસાધન

નીચેના પ્રશ્નોના એક-બે શબ્દોમાં ઉત્તર લખો:

(1) જીવનનું અભિન્ન અંગ કર્યું છે? – જળ
(2) પૃથ્વી પર જળ સંસાધનનો મૂળ સ્ત્રોત કયો છે? (August 20) – વૃષ્ટિ
(3) પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત ક્યો છે? – નદીઓ
(4) કયા જળનો સૌથી વધુ ઉપયોગ સિંચાઈ માટે થાય છે? – ભૂમિગત જળનો
(5) બીજી સદીમાં કાવેરી નદીમાંથી કઈ નહેરનું નિર્માણ થયું હતું? – ગ્રેન્ડ ઍનિકટ
(6) ઈ. સ. 1882માં ઉત્તર પ્રદેશમાં કઈ નહેરનું નિર્માણ થયું હતું? – પૂર્વીય યમુના નહેરનું
(7) ભારતમાં સિંચાઈનાં મુખ્ય માધ્યમો ક્યાં છે? – કૂવા અને ટ્યૂબવેલ
(8) નદી-ખીણો સાથે સંકળાયેલ વિભિન્ન સમસ્યાઓ શાનાથી હલ થાય છે? – બહુહેતુક યોજનાથી
(9) કયા રાજ્યમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના 7.3% વિસ્તારમાં સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે? – મિઝોરમમાં
(10) દેશના કયા રાજ્યમાં સિંચાઈ-ક્ષેત્રનું પ્રમાણ 90.8% છે? – પંજાબમાં

GSEB Class 10 Social Science Important Questions Chapter 11 ભારત: જળ સંસાધન

(11) જળ સંસાધનની જાળવણી કયા નામે ઓળખાય છે? – જળ-સંરક્ષણ
(12) ભારતમાં કેટલા ટકા શહેરોમાં પેયજળની તીવ્ર અછત છે? – 8%
(13) દેશના કેટલા ટકા ગામોને સ્વચ્છ પેયજળ ઉપલબ્ધ કરવાનું કામ બાકી છે? – 50 %
(14) કોઈ પણ દેશની સમૃદ્ધિનો આધાર કોની પર છે? – ખેતી અને જળ પર
(15) જળનો કેવો ઉપયોગ ખૂબ જ જરૂરી છે? – વિવેકપૂર્વક
(16) જળ એ કેવું સંસાધન છે? – મર્યાદિત
(17) ભૂમિગત જળ કેવી રીતે પ્રાપ્ત થાય છે? – પૃષ્ઠીય જળના અવશેષોમાંથી
(18) ભૂમિગત જળનો જથ્થો કેવો છે? – અમર્યાદિત
(19) ભૂમિગત જળનો સૌથી વધારે ઉપયોગ કોના માટે થાય છે? – સિંચાઈ માટે
(20) ભારતમાં કયા પાકોને જળની સૌથી વધુ આવશ્યકતા રહે છે? – ડાંગર, શેરડી અને શણને

GSEB Class 10 Social Science Important Questions Chapter 11 ભારત: જળ સંસાધન

(21) કાંપનાં મેદાનોમાં સિંચાઈનાં ક્યાં માધ્યમો સામાન્ય છે? – કૂવા અને ટ્યૂબવેલ
(22) ભાખરા-જંગલ બહુહેતુક યોજના કઈ નદી પર કાર્યાન્વિત છે? – સતલુજ
(23) દામોદર ખીણ બહુહેતુક યોજનાના લાભાન્વિત રાજ્યો કયાં છે? – ઝારખંડ અને પશ્ચિમ બંગાળ
(24) સરદાર સરોવર યોજનાના લાભાન્વિત રાજ્યો જેવા કે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ તેમજ અન્ય ક્યું રાજ્ય છે? (August 20) – રાજસ્થાન
(25) મહાનદી પર કઈ બહુહેતુક યોજના કાર્યાન્વિત છે? – હીરાકુડ
(26) ચંબલ ખીણ બહુહેતુક યોજનાના લાભાન્વિત રાજ્યો ક્યાં છે? – મધ્ય પ્રદેશ અને રાજસ્થાન
(27) નાગાર્જુનસાગર બહુહેતુક યોજનાના લાભાન્વિત રાજ્યો ક્યાં છે? – આંધ્ર પ્રદેશ, તેલંગણા
(28) તુંગભદ્રા બહુહેતુક યોજનાના લાભાન્વિત રાજ્યો કયાં છે? – કર્ણાટક અને આંધ્ર પ્રદેશ છે
(29) મહીસાગર નદી પર કઈ કઈ બહુહેતુક યોજનાઓ કાર્યાન્વિત છે? – કડાણા અને વણાકબોરી
(30) તાપી નદી પર કઈ કઈ બહુહેતુક યોજનાઓ કાર્યાન્વિત છે? – ઉકાઈ અને કાકરાપાર

GSEB Class 10 Social Science Important Questions Chapter 11 ભારત: જળ સંસાધન

(31) સ્વતંત્રતા પછી ભારતમાં કુલ સિંચાઈ ક્ષેત્ર લગભગ કેટલા ગણું વધી ગયું છે? – ચાર
(32) જળ પ્રદૂષણના મુખ્ય સ્ત્રોતો કયા કયા છે? – ઘરેલું અને ઔદ્યોગિક એકમોનાં મલિન જળ
(33) જળ સંસાધનની જાળવણી કયા નામે ઓળખાય છે? – જળ-સંરક્ષણના નામે
(34) જળ એક કઈ સંપદા છે? – રાષ્ટ્રીય
(35) કયું એવું ક્ષેત્ર છે જેનું પાણી નદી અને તેની શાખાઓ દ્વારા વહીને એક સ્ત્રાવક્ષેત્ર બનાવે છે? -નદી-બેસિન

યોગ્ય જોડકાં જોડો:
1.

‘અ’ (બહુહેતુક યોજનાઓ) ‘બ’ (નદીઓ)
1. ભાખડા-મંગલ a. કૃષ્ણા
2. હીરાકુડ b. સતલુજ
3. નાગાર્જુનસાગર c. ગોદાવરી
4. કૃષ્ણરાજસાગર d. મહાનદી
e. કાવેરી

ઉત્તર:

‘અ’ (બહુહેતુક યોજનાઓ) ‘બ’ (નદીઓ)
1. ભાખડા-મંગલ b. સતલુજ
2. હીરાકુડ d. મહાનદી
3. નાગાર્જુનસાગર a. કૃષ્ણા
4. કૃષ્ણરાજસાગર e. કાવેરી

2.

‘અ’ (બહુહેતુક યોજનાઓ) ‘બ’ (નદીઓ)
1. સરદાર સરોવર યોજના a. સાબરમતી
2. કડાણા, વણાકબોરી b. તાપી
૩. ઉકાઈ, કાકરાપાર c. નર્મદા
4. ધરોઈ d. તુંગભદ્રા
e. મહીસાગર

ઉત્તર:

‘અ’ (બહુહેતુક યોજનાઓ) ‘બ’ (નદીઓ)
1. સરદાર સરોવર યોજના c. નર્મદા
2. કડાણા, વણાકબોરી e. મહીસાગર
૩. ઉકાઈ, કાકરાપાર b. તાપી
4. ધરોઈ a. સાબરમતી

GSEB Class 10 Social Science Important Questions Chapter 11 ભારત: જળ સંસાધન

3.

‘અ’ (બહુહેતુક યોજનાઓ) ‘બ’ (લાભાન્વિત રાજ્યો)
1. ભાખડા-નંગલ a. બિહાર
2. કોસી b. ગુજરાત
3. નાગાર્જુનસાગર c. કર્ણાટક
4. નર્મદા ખીણ d. પંજાબ
e. આંધ્ર પ્રદેશ

ઉત્તર:

‘અ’ (બહુહેતુક યોજનાઓ) ‘બ’ (લાભાન્વિત રાજ્યો)
1. ભાખડા-નંગલ d. પંજાબ
2. કોસી a. બિહાર
3. નાગાર્જુનસાગર e. આંધ્ર પ્રદેશ
4. નર્મદા ખીણ b. ગુજરાત

નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.
‘ઍન્ડ ઍનિકટ'(ભવ્ય બંધ)નું નિર્માણ કઈ નદી પર થયું છે? ક્યારે થયું છે?
ઉત્તર:
‘ઍન્ડ ઍનિકટ’નું નિર્માણ બીજી સદીમાં કાવેરી નદી પર થયું છે.

પ્રશ્ન 2.
ઈ. સ. 1882માં કઈ નહેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું?
ઉત્તરઃ
ઈ. સ. 1882માં ઉત્તર પ્રદેશની પૂર્વીય યમુના નહેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

પ્રશ્ન 3.
સિંચાઈનાં મુખ્ય માધ્યમો કેટલાં છે? કયાં કયાં?
ઉત્તરઃ
સિંચાઈનાં મુખ્ય ત્રણ માધ્યમો છેઃ

  1. કૂવા અને ટ્યૂબવેલ,
  2. નહેરો અને
  3. તળાવો.

GSEB Class 10 Social Science Important Questions Chapter 11 ભારત: જળ સંસાધન

પ્રશ્ન 4.
ભારતમાં નહેરો દ્વારા સિંચાઈ કયા વિસ્તારોમાં થાય છે? ?
ઉત્તર:
ભારતમાં નહેરો દ્વારા સિંચાઈ મુખ્યત્વે સતલુજ, યમુના અને ગંગા નદીઓનાં વિશાળ મેદાનોમાં તથા પૂર્વના તટીય મેદાનોમાં આવેલ મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી નદીઓના મુખત્રિકોણપ્રદેશોમાં થાય છે.

પ્રશ્ન 5.
બહુહેતુક યોજના એટલે શું?
ઉત્તર:
બહુહેતુક યોજના એટલે નદી-ખીણો સાથે સંકળાયેલ વિભિન્ન સમસ્યાઓને હલ કરવી. નદીઓ પર બંધ બાંધી મોટાં જળાશયો બનાવવા અને તેના પાણીનો ઉપયોગ સિંચાઈ, જળવિદ્યુત ઉત્પાદન વગેરે હેતુઓ માટે કરવાની યોજનાને બહુહેતુક યોજના કહે છે.

પ્રશ્ન 6.
બહુહેતુક યોજનામાં ક્યા ક્યા હેતુઓનો સમાવેશ થાય છે?
ઉત્તર:
બહુહેતુક યોજનામાં પૂર-નિયંત્રણ, જમીન-ધોવાણનો અટકાવ, સિંચાઈ અને પીવા માટે પાણી, ઉદ્યોગો અને વસાહતો માટે પાણી, જળવિદ્યુત ઉત્પાદન, આંતરિક જળપરિવહન, મનોરંજન, વન્ય જીવ સંરક્ષણ, મત્સ્ય ઉદ્યોગ વગેરે હેતુઓનો સમાવેશ થાય છે.

પ્રશ્ન 7.
ભાખડા-નંગલ યોજનાની સિંચાઈનો લાભ કયાં રાજ્યોને મળે છે?
ઉત્તર:
ભાખડા-નંગલ યોજનાની સિંચાઈનો લાભ પંજાબ, હરિયાણા અને રાજસ્થાનને મળે છે.

પ્રશ્ન 8.
નર્મદા ખીણ (સરદાર સરોવર) યોજનાની સિંચાઈનો લાભ કયાં કયાં રાજ્યોને મળશે?
ઉત્તર:
નર્મદા ખીણ યોજનાની સિંચાઈનો લાભ મધ્ય પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રને મળશે.

પ્રશ્ન 9.
મહીસાગર નદી પર કઈ કઈ બહુહેતુક યોજનાઓ કાર્યાન્વિત છે?
ઉત્તરઃ
મહીસાગર નદી પર કડાણા અને વણાકબોરી બહુહેતુક યોજનાઓ કાર્યાન્વિત છે.

GSEB Class 10 Social Science Important Questions Chapter 11 ભારત: જળ સંસાધન

પ્રશ્ન 10.
ભારતમાં ક્યા વિસ્તારો સઘન સિંચાઈ-ક્ષેત્રો છે?
ઉત્તર:
ભારતમાં આંધ્ર પ્રદેશના તટીય જિલ્લા અને મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી નદીઓના મુખત્રિકોણપ્રદેશો, પંજાબ, હરિયાણા, પશ્ચિમી ઉત્તર પ્રદેશ વગેરે દેશનાં સઘન સિંચાઈ-ક્ષેત્રો છે.

પ્રશ્ન 11.
ભારતનાં કયાં રાજ્યોમાં તેમના વાવેતર વિસ્તારનો 40 % થી વધુ વિસ્તાર સિંચાઈ હેઠળ છે?
ઉત્તર:
પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, તમિલનાડુ, જમ્મુ અને કશ્મીર તેમજ મણિપુર રાજ્યોમાં તેમના વાવેતર વિસ્તારનો 40 % થી વધુ વિસ્તાર સિંચાઈ હેઠળ છે.

પ્રશ્ન 12.
ભારતનાં રાજ્યોમાં સિંચાઈ-ક્ષેત્રના વિતરણમાં ઘણી અસમાનતા છે. કઈ રીતે?
ઉત્તર:
ભારતનાં રાજ્યોમાં સિંચાઈ-ક્ષેત્રના વિતરણમાં ઘણી અસમાનતા છે. જેમ કે, મિઝોરમમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના માત્ર 7.3% વિસ્તારમાં સિંચાઈ-ક્ષેત્ર છે, જ્યારે પંજાબમાં સિંચાઈ-ક્ષેત્રનું પ્રમાણ 90.8 % જેટલું છે.

પ્રશ્ન 13.
પાણીની અછત નિરંતર શાથી વધતી જાય છે?
ઉત્તર:
વધતી જતી વસ્તી માટે અનાજની વધતી માંગ, રોકડિયા પાકનું વધતું જતું વાવેતર, વધતું જતું શહેરીકરણ, લોકોના બદલાયેલા જીવનધોરણમાં પાણીનો વધેલો ઉપયોગ વગેરેને લીધે પાણીની અછત નિરંતર વધતી જાય છે.

પ્રશ્ન 14.
હાલમાં ભારતના કયા ભાગોમાં જળસંકટની ગંભીર સમસ્યા સર્જાઈ છે?
ઉત્તર:
હાલમાં ભારતમાં પશ્ચિમ રાજસ્થાનનાં શુષ્ક ક્ષેત્રોમાં અને દ્વિીપકલ્પીય ઉચ્ચપ્રદેશના આંતરિક ભાગોમાં જળસંકટની ગંભીર સમસ્યા સર્જાઈ છે.

GSEB Class 10 Social Science Important Questions Chapter 11 ભારત: જળ સંસાધન

પ્રશ્ન 15.
ભારતમાં ભૂમિગત જળસપાટી શાથી નીચે જઈ રહી છે?
ઉત્તરઃ
વર્તમાન સમયમાં કૂવા અને ટ્યૂબવેલ દ્વારા જમીનમાંથી વધુને વધુ પાણી ખેંચાઈ રહ્યું હોવાથી ભારતમાં જળસપાટી નીચે જઈ રહી છે.

પ્રશ્ન 16.
જળ-સંરક્ષણના સામાન્ય ઉંપાયો કયા કયા છે?
ઉત્તર:
જળ-સંચય માટે વધુમાં વધુ જળાશયોનું નિર્માણ, એક નદી-બેસિન સાથે બીજી નદી-બેસિનનું જોડાણ, ભૂમિગત જળસપાટીને ઉપર લાવવાના પ્રયાસો વગેરે જળ સંરક્ષણના સામાન્ય ઉપાયો છે.

પ્રશ્ન 17.
જળપ્લાવિત ક્ષેત્રના વિકાસ માટે કયા કાર્યક્રમો હાથ 3 ધરવામાં આવે છે?
ઉત્તર:
‘જળપ્લાવિત ક્ષેત્ર’ના વિકાસ માટે જમીન અને ભેજસંરક્ષણ, જળ-સંચય, વૃક્ષારોપણ અને વનીકરણ, હોર્ટિકલ્ચર, ગૌચરવિકાસ, સામુદાયિક ભૂમિ સંસાધનોનો વિકાસ વગેરે કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે.

પ્રશ્ન 18.
વૃષ્ટિજળ સંચય માટે શાનું નિર્માણ કરવું જરૂરી છે? અથવા એકઠું કરવા માટે શેનું શેનું નિર્માણ કરવામાં આવે છે?
ઉત્તર:
વૃષ્ટિજળ સંચય માટે ખાડાઓ, કૂવા, બંધારા, ખેતતલાવડીઓ, ખેતરોની ફરતે ઊંડી નીકો, વરસાદી ટાંકાં વગેરેનું નિર્માણ ર કરવું જરૂરી છે.

નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો:

પ્રશ્ન 1.
જળ સંસાધનની સંકલ્પના સમજાવો.
ઉત્તરઃ
પૃથ્વી પર જીવનનો ઉદ્ભવ જળમાંથી થયો છે.

  • જળ એ જીવનની પહેલી શરત છે. તેના વિના જીવન શક્ય નથી.
  • સમગ્ર જીવસૃષ્ટિ માટે જળ અનિવાર્ય સંસાધન છે.
  • ભારત માટે જળ ઘણું જ મહત્ત્વપૂર્ણ અને સંકટગ્રસ્ત સંસાધન છે.

GSEB Class 10 Social Science Important Questions Chapter 11 ભારત: જળ સંસાધન

પ્રશ્ન 2.
જળમાં ‘વૃષ્ટિ’નું શું મહત્ત્વ છે?
ઉત્તરઃ
પૃથ્વી પર જળ સંસાધનનો મૂળ સ્ત્રોત વૃષ્ટિ છે. નદીઓ, ઝરણાં, સરોવરો, કૂવા, તળાવો અને બંધથી બનેલાં જળાશયો વૃષ્ટિને આભારી છે. વૃષ્ટિનો કેટલોક ભાગ જમીનમાં શોષાઈને ભૂમિગત જળરૂપે જમા થાય છે, જેનો સૌથી વધુ ઉપયોગ સિંચાઈ માટે થાય છે.

પ્રશ્ન 3.
દક્ષિણ ભારતમાં તળાવો દ્વારા ખેતી થાય છે. શા માટે?
ઉત્તર:
દક્ષિણ ભારતની જમીન સખત, અછિદ્રાળુ અને ડુંગરાળ હોવાથી તેમાં તળાવો બનાવી પાણીને લાંબા સમય સુધી સંઘરી શકાય છે. આથી ત્યાં નાનાં-મોટાં ઘણાં તળાવો બનાવવામાં આવ્યાં છે. ત્યાં ઊંચાઈએ તળાવોમાંથી નહેરો કાઢી ખેતી માટે સિંચાઈ કરવામાં આવે છે. કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તેલંગણા અને તમિલનાડુમાં આ રીતે ઘણી પ્રચલિત છે.

નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.
ભારતના જળસ્રોત વિશે માહિતી આપો.
ઉત્તર:
ભારતના જળસ્રોતના મુખ્ય ત્રણ પ્રકાર છે:
1. વૃષ્ટીય જળ
2. પૃષ્ઠીય જળ અને
3. ભૂમિગત જળ.
1. વૃષ્ટીય જળઃ ‘વૃષ્ટિ’ એ પૃથ્વી પરના જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત છે. નદી, સરોવર, ઝરણાં અને કૂવા એ ગૌણ સ્રોતો છે. આ બધા જ સ્ત્રોત વૃષ્ટિને આભારી છે.

2. પૃષ્ઠીય જળઃ તે નદીઓ, સરોવરો, તળાવો, ઝરણાં, સાગર, માનવનિર્મિત જળાશયોમાં જોવા મળે છે. તેમાં નદીઓ પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત છે.

3. ભૂમિગત જળ જમીનની સપાટી પરથી શોષાઈને ભૂમિ નીચે જમા થતા જળને ભૂમિગત જળ કહે છે.

  • ભૂમિગત જળનો જથ્થો અમર્યાદિત છે.
  • તે ભારતમાં ઉત્તરના મેદાની વિસ્તારમાં લગભગ 42 % જેટલા ભાગમાં જમા થયેલો જોવા મળે છે.
  • દક્ષિણ ભારતમાં ઉચ્ચપ્રદેશ અને પર્વતીય વિસ્તારોને કારણે તેનું પ્રમાણ ઓછું છે.
  • તેનો સૌથી વધુ ઉપયોગ સિંચાઈ માટે થાય છે.

પ્રશ્ન 2.
ભારતનાં જળ સંસાધનો અને તેના ઉપયોગ જણાવો.
ઉત્તર:
ભારતનાં જળ સંસાધનો અને તેમના ઉપયોગો નીચે પ્રમાણે છે:

  • ભારતનાં જળ સંસાધનોના ઘણા ઉપયોગો છે. તેમાં સિંચાઈ મુખ્ય છે. ભારતમાં પ્રાચીન સમયથી પાણીનો ઉપયોગ સિંચાઈ માટે થતો આવ્યો છે. બીજી સદીમાં કાવેરી નદી પર બંધાયેલો ‘રૅન્ડ એનિકટ’ (ભવ્ય બંધ) તેનું એક જ્વલંત ઉદાહરણ છે.
  • આજે ભારતમાં લગભગ 84 % જળ સિંચાઈ માટે વપરાય છે. જેમ કે, એક કિલો ઘઉંનું ઉત્પાદન લેવા માટે લગભગ 1500 લિટર પાણીની આવશ્યકતા રહે છે. હવે અન્ય ઉપયોગો પણ ઝડપથી વધવા લાગ્યા છે. તેની અસર સિંચાઈ પર થવા ઘણો સંભવ છે.
  • ભારતમાં વરસ દરમિયાન બે-ચાર મહિના જ વરસાદ પડે છે અને તે પણ અનિયમિત અને અનિશ્ચિત હોય છે. તેની અસર પાકના ઉત્પાદન પર થાય છે. વળી, ડાંગર, શેરડી અને શણ જેવા પાકોને પુષ્કળ પાણીની જરૂર પડે છે. આ સમસ્યાઓનો ઉકેલ માત્ર સિંચાઈ દ્વારા જ લાવી શકાય.
  • ભારતમાં સિંચાઈનાં મુખ્ય ત્રણ માધ્યમો છેઃ
    (1) કૂવા અને ટ્યૂબવેલ,
    (2) નહેરો અને
    (3) તળાવો.
    આ પૈકી કૂવા અને ટ્યૂબવેલ દ્વારા સૌથી વધુ સિંચાઈ થાય છે. એ પછી નહેરો અને તળાવો અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને આવે છે.
  • નહેરો દ્વારા સિંચાઈ સતલુજ, યમુના અને ગંગાનાં વિશાળ મેદાનોમાં તથા પૂર્વના તટીય મેદાનોમાં આવેલ મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુખત્રિકોણપ્રદેશોમાં થાય છે.
  • કાંપનાં મેદાનોમાં કૂવા અને ટ્યૂબવેલ દ્વારા સિંચાઈ થાય છે.
  • ભારતના પૂર્વ અને દક્ષિણનાં રાજ્યોમાં મુખ્યત્વે તળાવો દ્વારા સિંચાઈ થાય છે.

GSEB Class 10 Social Science Important Questions Chapter 11 ભારત: જળ સંસાધન

પ્રશ્ન 3.
ભારતની મુખ્ય બહુહેતુક યોજનાઓ કઈ કઈ છે? તે કઈ કઈ મુખ્ય નદીઓ પર બાંધેલી છે? તેનાં લાભાન્વિત રાજ્યોનાં નામ લખો.
ઉત્તર:
ભારતની મુખ્ય બહુહેતુક યોજનાઓ અને તે કઈ કઈ નદીઓ પર બાંધેલી છે તેમજ તેનાં લાભાન્વિત રાજ્યોના નામ નીચે પ્રમાણે છે:

બહુહેતુક યોજના મુખ્ય નદી લાભાન્વિત રાજ્યો
ભાખડા-મંગલ સતલુજ પંજાબ, હરિયાણા, રાજસ્થાન
કોસી કોસી બિહાર
દામોદર ખીણ દામોદર ઝારખંડ, પશ્ચિમ બંગાળ
હીરાકુડ મહાનદી ઓડિશા
ચંબલ ખીણ ચંબલ મધ્ય પ્રદેશ, રાજસ્થાન
નાગાર્જુનસાગર કૃષ્ણા આંધ્ર પ્રદેશ, તેલંગણા
કૃષ્ણરાજસાગર કાવેરી કર્ણાટક, તમિલનાડુ
તુંગભદ્રા તુંગભદ્રા કર્ણાટક, આંધ્ર પ્રદેશ
નર્મદા ખીણ નર્મદા મધ્ય પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન,
(સરદાર સરોવર) મહારાષ્ટ્ર
કડાણા, વણાકબોરી મહીસાગર ગુજરાત
ઉકાઈ, કાકરાપાર તાપી ગુજરાત
ધરોઈ સાબરમતી ગુજરાત

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *