GSEB Class 10 Science Notes Chapter 15 આપણું પર્યાવરણ

This GSEB Class 10 Science Notes Chapter 15 આપણું પર્યાવરણ covers all the important topics and concepts as mentioned in the chapter.

આપણું પર્યાવરણ Class 10 GSEB Notes

→ પર્યાવરણ (Environment): સજીવોના જીવન અને તેમના વિકાસને અસર કરતી બધી બાહ્ય પરિસ્થિતિ અને પરિબળોના સરવાળાને પર્યાવરણ કહે છે. એટલે કે પર્યાવરણમાં બધા ભૌતિક અથવા અજૈવિક અને જૈવિક ઘટકોનો સમાવેશ થાય છે. પર્યાવરણના બધા ઘટકો સજીવોને અસર કરે છે.

→ નિવસનતંત્ર (Ecosystem) : બધા સજીવો (સૂક્ષ્મ જીવો, વનસ્પતિઓ અને માનવ સહિતનાં પ્રાણીઓ) અને તેમની સાથે સંકળાયેલા ભૌતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાથી બનતા તંત્રને નિવસનતંત્ર કહે છે.
GSEB Class 10 Science Notes Chapter 15 આપણું પર્યાવરણ 1
GSEB Class 10 Science Notes Chapter 15 આપણું પર્યાવરણ 2

→ આહારશૃંખલા અને આહારજાળ (food chain and food web) : નિવસનતંત્રના સજીવો પોતાના ખોરાકની જરૂરિયાત માટે અન્ય સજીવો પર આધારિત રહી શૃંખલા બનાવે છે. તેને આહારશૃંખલા કહે છે.

  • આહારશૃંખલા નિવસનતંત્રમાં ઊર્જાનું એકમાર્ગી વહન અને પોષક દ્રવ્યનું ચક્રીય વહન સમજાવે છે.
  • દરેક નિવસનતંત્રને પોતાની નિશ્ચિત આહારશૃંખલા હોય છે. એક આહારશૃંખલાના સજીવો અન્ય નિવસનતંત્રની આહારશંખલા સાથે સંકળાઈને જટિલ જાળ રચે છે. તેને આહારજાળ કહે છે.

→ પોષક સ્તરો (Trophic levels): આહારશૃંખલામાં દરેક ચરણ કે તબક્કો કે કડી પોષક સ્તર રચે છે.

  • આહારશૃંખલામાં સામાન્ય રીતે 3-4 પોષક સ્તરો હોય છે.
  • દરેક આહારશૃંખલા માટે ઊર્જાનો સ્ત્રોત સૂર્ય છે.
  • ઉત્પાદકો આહારશૃંખલામાં પ્રથમ પોષક સ્તરની રચના કરે છે. ઉત્પાદકો નિવસનતંત્રમાં સૌર-ઊર્જાનું પ્રવેશદ્વાર છે.

→ જૈવિક વિશાલન (Biological magnification) સજીવોની આહારશૃંખલાના વિભિન્ન પોષક સ્તરે જૈવ અવિઘટનીય દ્રવ્યના સંકેન્દ્રણમાં ક્રમશઃ થતા વધારાને જૈવિક વિશાલન કહે છે.

→ ઓઝોન સ્તર (Ozone layer):

  • ઑક્સિજન(09)ના અણુઓ પર UV વિકિરણોની અસરથી વાતાવરણના ઉપલા સ્તર(સ્ટ્રેટોસ્ફિયર)માં – આવેલું ઓઝોન સ્તર બને છે.
  • ઓઝોન પૃથ્વીની ફરતે રક્ષણાત્મક આવરણ બનાવે છે. તે સૂર્યનાં હાનિકારક UV વિકિરણોને શોષી લઈ પૃથ્વીને રક્ષણ આપે છે.

GSEB Class 10 Science Notes Chapter 15 આપણું પર્યાવરણ

→ ઓઝોન સ્તરનું વિઘટન (Depletion of ozone layer):

  • વાતાવરણમાં ઓઝોનની માત્રામાં ઝડપથી થતા ઘટાડાની ઘટનાને ઓઝોન સ્તરનું વિઘટન કહે છે.
  • CFCs-ક્લોરોલ્યુરોકાર્બન્સ રેફ્રિજરેટર તેમજ અગ્નિશમન માટે ઉપયોગી છે. તે ઓઝોન સ્તરના વિઘટન માટે મુખ્ય પરિબળ છે.

→ કચરો (Garbage) અનૈચ્છિક, બિનઉપયોગી વધારાની વસ્તુઓ કે ઘરગથ્થુ નકામી ચીજવસ્તુઓને કચરો કહે છે.
GSEB Class 10 Science Notes Chapter 15 આપણું પર્યાવરણ 3

આપણા દ્વારા ઉત્પાદિત કચરાનો નિકાલ પર્યાવરણની ગંભીર સમસ્યાઓ સર્જે છે.

→ ઘરવપરાશના કચરાનું વ્યવસ્થાપન (Household Garbage management) : શહેરી વિસ્તારની દરેક વ્યક્તિ દરરોજ 500 ગ્રામ કચરો પેદા કરે છે. આ કચરાનું યોગ્ય વ્યવસ્થાપન કરી વધારાની આવકનો સ્રોત કે બચત મેળવી શકાય છે. પુનઃઉપયોગમાં લઈ શકાય તેવી વસ્તુઓનો ઉપયોગ, કચરાનો યોજનાગત નિકાલ, પ્લાસ્ટિક – પૉલિથીનનો ઉપયોગ ટાળવામાં આવે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *