GSEB Class 10 Science Important Questions Chapter 15 આપણું પર્યાવરણ

Gujarat Board GSEB Class 10 Science Important Questions Chapter 15 આપણું પર્યાવરણ Important Questions and Answers.

GSEB Class 10 Science Important Questions Chapter 15 આપણું પર્યાવરણ

વિશેષ પ્રશ્નોત્તર

પ્રશ્ન 1.
તફાવત આપો?

પ્રશ્ન 1.
જૈવ-વિઘટનીય કચરો અને જૈવ અવિઘટન કચરો
ઉત્તર:
GSEB Class 10 Science Important Questions Chapter 15 આપણું પર્યાવરણ 14

પ્રશ્ન 2.
ઉત્પાદક સજીવો અને ઉપભોગી સજીવો
ઉત્તર:
GSEB Class 10 Science Important Questions Chapter 15 આપણું પર્યાવરણ 15

GSEB Class 10 Science Important Questions Chapter 15 આપણું પર્યાવરણ

પ્રશ્ન 2.
નીચેના વિધાનોનાં વૈજ્ઞાનિક કારણો આપોઃ

પ્રશ્ન 1.
ઉપભોગી સજીવો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઊર્જા માટે લીલી વનસ્પતિઓ પર આધારિત છે.
ઉત્તર:
નિવસનતંત્રમાં લીલી વનસ્પતિઓ સૌર-ઊર્જાનું શોષણ કરી તેનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતર કરે છે. આમ પ્રથમ પોષક સ્તરે લીલી વનસ્પતિઓ પ્રાપ્ય સૌર-ઊર્જાનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતર કરી ખોરાકનું ઉત્પાદન કરે છે.

ઉપભોગી સજીવો ઊર્જાની જરૂરિયાત માટે અન્ય સજીવો કે તેમની નીપજોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. લીલી વનસ્પતિઓમાંથી ખોરાકરૂપે ઊર્જાનું વહન તૃણાહારીઓમાં અને ત્યાંથી માંસાહારીઓમાં વહન પામે છે. ઉપભોગી સજીવો વિષમપોષી હોવાથી તેમની ઊર્જાની જરૂરિયાત નીચલા પોષક સ્તરો વડે પૂરી થાય છે.

આથી ઉપભોગી સજીવો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઊર્જા માટે લીલી વનસ્પતિઓ પર આધારિત છે.

પ્રશ્ન 2.
નિવસનતંત્રમાં ઊર્જાનો પ્રવાહ હંમેશાં એકમાર્ગી છે.
ઉત્તરઃ
નિવસનતંત્રમાં સૌર-ઊર્જાનો પ્રવેશ લીલી વનસ્પતિઓ વડે થતી પ્રકાશસંશ્લેષણ ક્રિયા દ્વારા થાય છે. લીલી વનસ્પતિઓ દ્વારા 3 મેળવાયેલી ઊર્જા સૂર્ય તરફ પાછી ફરતી નથી.

લીલી વનસ્પતિઓમાંથી ઊર્જાનું વહન ક્રમશઃ ઉપભોક્તાના પોષક સ્તરો તરફ થાય છે. તૃણાહારીઓ દ્વારા મેળવાયેલી ઊર્જા લીલી વનસ્પતિ (સ્વાવલંબી) તરફ જતી નથી. આ રીતે ઉપરના વિવિધ પોષક સ્તરોમાં ક્રમશઃ વહન પામતી ઊર્જા નીચલા પોષક સ્તરે પાછી ફરતી નથી.
આથી નિવસનતંત્રમાં ઊર્જાનો પ્રવાહ હંમેશાં એકમાર્ગી છે.

પ્રશ્ન 3.
સજીવોના આહાર સંબંધો આહારજાળ સ્વરૂપે હોય છે.
ઉત્તર:
કુદરતમાં સજીવો આહાર માટે પરસ્પર સંકળાઈને આહારશૃંખલા રચે છે.
વિવિધ નિવસનતંત્રો પૈકી લગભગ દરેકને પોતાની નિશ્ચિત આહારશૃંખલા હોય છે. પરંતુ એક સજીવ આહાર માટે અન્ય એક જ સજીવ પર આધારિત હોતો નથી. આથી પ્રાણીઓના આહારસંબંધો સીધી સાંકળરૂપે સમજાવી શકાતા નથી. એક નિવસનતંત્રની આહારશૃંખલામાં ભાગ લેતા ઘણા સજીવો અન્ય નિવસનતંત્રોની આહારશૃંખલામાં પણ સંકળાયેલા હોય છે.

આમ, આહારસંબંધો સ્વતંત્ર ન રહેતાં પરસ્પર સંકળાયેલા રહી જટિલ મળ રચે છે. આથી સજીવોના આહારસંબંધો આહારજાળ સ્વરૂપે હોય છે.

પ્રશ્ન 4.
જંતુનાશકો અને અન્ય રસાયણોનો અનિયંત્રિત ઉપયોગ અટકાવવો જરૂરી છે.
ઉત્તરઃ
રોગો કે જંતુઓથી કૃષિ-પાકના રક્ષણ માટે જંતુનાશકો કે અન્ય રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે.

આ રસાયણો જૈવ અવિઘટનીય દ્રવ્યો હોય છે અને જૈવિક ક્રિયાઓ દ્વારા વિઘટન પામતાં નથી. આ રસાયણોના અનિયંત્રિત ઉપયોગ દ્વારા જમીન અને પાણીમાં તેમનું પ્રમાણ વધે છે. ત્યાંથી વનસ્પતિના શરીરમાં પ્રવેશી આહારશૃંખલાના પોષક સ્તરોમાં વહન પામે છે. દરેક પોષક સ્તરે પ્રગતિકારક રીતે સંચિત થાય છે. આ જૈવિક વિશાલનની ઘટનાથી રસાયણોનું વધતું સંકેન્દ્રણ ઉચ્ચ માંસાહારીઓના અસ્તિત્વ સામે ભય સર્જે છે. કેટલાંક આવાં રસાયણો નીચલા સ્તરના સજીવો માટે જીવલેણ નીવડે છે. આથી જંતુનાશકો અને અન્ય રસાયણોનો અનિયંત્રિત ઉપયોગ અટકાવવો જરૂરી છે.

પ્રશ્ન 5.
ઓઝોન સ્તરના વિઘટનમાં મુખ્ય જવાબદાર સંયોજન CRC ગણાય છે.
ઉત્તરઃ
સ્ટ્રેટોસ્ફિયરમાં ઓઝોન સ્તર સૂર્યનાં હાનિકારક પારજાંબલી (UV) વિકિરણો શોષી લઈ પૃથ્વી સુધી પહોંચતાં અટકાવે છે.

CFC (ક્લોરોફ્યુરોકાર્બન) વાતાવરણમાં ક્લોરિનનો ઉમેરો કરે છે. ક્લોરિન પરમાણુની ઓઝોન સાથેની પ્રક્રિયાથી ઑક્સિજનના એક પછી એક પરમાણુ દૂર થાય છે. આ વિખંડન ક્રિયામાં ક્લોરિનનો એક પરમાણુ ઓઝોનના ઘણા અણુઓનું ક્રમશઃ વિખંડન કરે છે. ઓઝોનના કુલ ઘટાડાના મોટા ભાગનો ઘટાડો CFC વડે થાય છે.
આથી ઓઝોન સ્તરના વિઘટનમાં મુખ્ય જવાબદાર સંયોજન CFC ગણાય છે.

પ્રશ્ન 6.
થોડાં સામાન્ય પગલાઓથી ઘરગથ્થુ કચરાનું ઉત્પાદન ઘટાડી શકાય છે.
અથવા
સ્વચ્છ ભારત અભિયાન અંર્તગત કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવા તમે શું યોગદાન આપી શકો? (August 20)
ઉત્તરઃ

  1. પૅકિંગને ટાળી છૂટાં ફળો અને શાકભાજી ખરીદવાં.
  2. રેઝર, પેન વગેરે જેવી વસ્તુઓ વારંવાર ઉપયોગ કરી શકાય તેવી ખરીદવી. એક વાર ઉપયોગ પછી ફેંકી દેવાય તેવી વસ્તુનો ઉપયોગ ટાળવો.
  3. પુનઃઉપયોગ કરી શકાય તેવાં બાળોતિયાં (નેપીપૅડ) વાપરવાં.
  4. વસ્તુઓ ભરવાની થેલીઓ પુનઃવપરાશમાં લઈ શકાય તેવી ખરીદવી.
  5. પુનઃરિચાર્જ કરી શકાય તેવી બૅટરી ખરીદવી.
  6. જૂનાં કપડાં અને બૂટ ફેંકી ન દેતાં દાનમાં આપી દેવાં.
  7. કાગળના ટુકડાઓ કે કાગળની પાછળની બાજુનો પુનઃઉપયોગ કરવો.
  8. રસોડામાં જેવો કચરો ઉદ્દભવે કે તરત જ તેને થેલીઓમાં ભરી દેવો કે કચરાપેટીની અંદર મૂકી દેવો. કચરાપેટી ભરાઈ જાય કે તરત જ તેને યોજનાગત જગ્યાએ નિકાલ કરવો.

આમ, આ પગલાં દ્વારા ક્રમશઃ ઘરગથ્થુ કચરાનું ઉત્પાદન ઘટાડી શકાય છે.
[નોંધ અથવામાં આવેલા પ્રશ્નના ઉત્તરમાં કોઈ પણ ચાર મુદ્દા લખી શકાય.]

GSEB Class 10 Science Important Questions Chapter 15 આપણું પર્યાવરણ

પ્રશ્ન 3.
આપેલી આકૃતિઓ / ચાર્ટટેબલ)નું કાળજીપૂર્વક અવલોકન $ કરી, તેને સંબંધિત પ્રશ્નોના ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
એક પોષક સ્તરમાંથી તેના ઉપલા પોષક સ્તરે માત્ર 10% ઊર્જા પ્રાપ્ત થતી હોય છે, તો નીચેની આકૃતિ પરથી દ્વિતીય અને તૃતીય પોષક સ્તરે કેટલી ઊર્જા પ્રાપ્ત થાય?
GSEB Class 10 Science Important Questions Chapter 15 આપણું પર્યાવરણ 16
ઉત્તર:
દ્વિતીય પોષક સ્તરે 1 જૂલ ઊર્જા અને તૃતીય પોષક સ્તરે 0.1 જૂલ ઊર્જા પ્રાપ્ત થાય.

પ્રશ્ન 2.
GSEB Class 10 Science Important Questions Chapter 15 આપણું પર્યાવરણ 17

પ્રશ્નોઃ

પ્રશ્ન 1.
‘a’નું નામ આપી, તેની કક્ષાઓ જણાવો.
ઉત્તર:
a – માંસાહારીઓ
કક્ષાઓ પ્રાથમિક માંસાહારીઓ અને ઉચ્ચ માંસાહારીઓ

પ્રશ્ન 2.
‘b’નું નામ આપી, તેનું કાર્ય જણાવો.
ઉત્તર:
b – વિઘટકો (બૅક્ટરિયા અને ફૂગ). કાર્યઃ મૃતશરીર અને ઉત્સર્ગ દ્રવ્યોમાં રહેલા જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ અકાર્બનિક પદાર્થમાં વિઘટન કરે છે.

પ્રશ્ન 3.
નીચે આપેલા ઊર્જા-પિરામિડને સંગત પ્રશ્નોના ઉત્તર છે આપો.
GSEB Class 10 Science Important Questions Chapter 15 આપણું પર્યાવરણ 18

પ્રશ્નોઃ

પ્રશ્ન 1.
કયા પોષક સ્તરે સજીવોની સંખ્યા વધારે છે? શા માટે?
ઉત્તર:
પ્રથમ પોષક સ્તરે સજીવોની સંખ્યા વધારે છે, કારણ કે હું વૃક્ષો અને ક્ષુપ ઉત્પાદકોના સ્તરે છે. આ સ્તરે પ્રાપ્ત સૌર-ઊર્જાનું ? રાસાયણિક ઊર્જામાં રૂપાંતર કરી તમામ ઉપલા પોષક સ્તરોમાં ઊર્જા પૂરી પાડે છે.

પ્રશ્ન 2.
શા માટે દ્વિતીય ઉપભોગીઓની સંખ્યા તૃણાહારીઓ કરતાં ઘણી ઓછી છે?
ઉત્તર:
કારણ કે, તૃણાહારીઓના સ્તરેથી માત્ર 10 % ઊર્જા હું દ્વિતીય ઉપભોગીના સ્તરે પ્રાપ્ત થાય છે.

પ્રશ્ન 3.
શા માટે સિંહ પિરામિડની ટોચના સ્થાને મૂકેલો છે?
ઉત્તર :
કારણ કે, સિંહ ઉચ્ચ માંસાહારી છે અને તેની સંખ્યા ઓછી હોય છે.

GSEB Class 10 Science Important Questions Chapter 15 આપણું પર્યાવરણ

પ્રશ્ન 4.
ઍન્ટાટિકા ઓઝોન સ્તરના સેટેલાઇટ ચિત્રનું અવલોકન ૨ કરી, આકૃતિમાં શું દર્શાવ્યું છે, તે માટે જવાબદાર મુખ્ય સંયોજનનું નામ આપો.
GSEB Class 10 Science Important Questions Chapter 15 આપણું પર્યાવરણ 19
ઉત્તરઃ
આકૃતિમાં ઓઝોન ગર્ત દર્શાવ્યું છે, તે માટે જવાબદાર મુખ્ય સંયોજન CFC (ક્લોરોલ્યુરોકાર્બન) છે.

પ્રશ્ન 5.
ભૂમિ (સ્થળજ) આહારશૃંખલાના નીચે આપેલા ટેબલમાં ખાલી સ્થાન ભરો :
GSEB Class 10 Science Important Questions Chapter 15 આપણું પર્યાવરણ 20
ઉત્તરઃ
a – તૃતીય ઉપભોગી
b – પ્રાથમિક ઉપભોગી
c – ઉત્પાદક
d – વિષમપોષી
e – વિષમપોષી
f – સ્વયંપોષી
g – સાપ
h- ઉંદર

પ્રશ્નોત્તર

પ્રશ્ન 1.
ટૂંક નોંધ લખોઃ પર્યાવરણ
ઉત્તર:
સજીવોના જીવન અને તેમના વિકાસને અસર કરતી બધી બાહ્ય પરિસ્થિતિ અને પરિબળોના સરવાળાને પર્યાવરણ કહે છે.
પર્યાવરણના વિવિધ ઘટકો (જૈવિક અને અજૈવિક) આંતરસંબંધિત અને એકબીજા પર આધારિત છે. આથી આ ઘટકોની સમતુલા પર્યાવરણની સમતુલા માટે જરૂરી છે. પૃથ્વી પર વિવિધ પ્રદેશોની આબોહવા, ભૂમિ-પ્રકાર અને ભૂતલીય પરિબળો બદલાતાં રહે છે. તેથી જુદા જુદા પ્રદેશોનું પર્યાવરણ બદલાય છે. પૃથ્વી પર વનસ્પતિઓ અને પ્રાણીઓ સહિત બધા સજીવો જે પર્યાવરણમાં જન્મે છે અને રહે છે તે તેમના પર્યાવરણને અનુકૂલિત થાય છે.
પર્યાવરણના એક ઘટકમાં થતો પ્રતિકૂળ ફેરફાર સજીવોના સામાન્ય જીવનને અસર કરે છે.

પ્રશ્ન 2.
ટૂંક નોંધ લખોઃ નિવસનતંત્ર
ઉત્તરઃ
બધા સજીવો (સૂક્ષ્મ જીવો, વનસ્પતિઓ અને માનવ સહિતનાં પ્રાણીઓ) અને તેમની સાથે સંકળાયેલા ભોતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાથી બનતા તંત્રને નિવસનતંત્ર કહે છે.
વિશિષ્ટતાઓઃ

  1. નિવસનતંત્ર કદમાં નાનું કે મોટું હોઈ શકે છે.
  2. નિવસનતંત્રમાં સજીવો (વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવો) તેમના ભૌતિક પર્યાવરણ સાથે ચોક્કસ આંતરક્રિયાઓ કરે છે.
  3. દરેક નિવસનતંત્ર વિશિષ્ટ બંધારણ ધરાવે છે અને ચોક્કસ કાર્ય કરે છે.
  4. દરેક નિવસનતંત્ર અન્ય નિવસનતંત્ર સાથે ભળી જાય છે.
    નિવસનતંત્રના પ્રકારઃ
    GSEB Class 10 Science Important Questions Chapter 15 આપણું પર્યાવરણ 1
    [ નોંધઃ દરિયાઈ નિવસનતંત્ર પૃથ્વી પરનું સૌથી મોટું ૬ નિવસનતંત્ર છે.)

પ્રશ્ન 3.
બગીચા(Garden)ને નિવસનતંત્ર શા માટે ગણવામાં આવે છે?
ઉત્તરઃ
એક વિસ્તારના બધા સજીવો અને પર્યાવરણના અજૈવિક ઘટકોની પરસ્પર અન્યોન્ય આંતરક્રિયાઓથી નિવસનતંત્ર રચાય છે.

  • બગીચામાં વિવિધ વનસ્પતિઓ જેવી કે, ઘાસ, વૃક્ષ, ગુલાબ, મોગરો, સૂર્યમુખી વગેરે જેવા સપુષ્પી છોડ તેમજ વિવિધ પ્રાણીઓ જેવાં કે; દેડકાં, ખિસકોલી, કાચિંડા, કીટકો, પક્ષીઓ વગેરે જોવા મળે છે.
  • બધા સજીવો એકબીજા સાથે સંકળાયેલા હોય છે.
  • તેમની વૃદ્ધિ, પ્રજનન તેમજ અન્ય ક્રિયાઓ અજૈવિક ઘટકો પ્રકાશ, પવન, પાણી, ભેજ, ખનીજ દ્રવ્યો, ભૂમિ વગેરે દ્વારા અસર પામે છે.
  • આથી બગીચાને નિવસનતંત્ર ગણવામાં આવે છે.

પ્રશ્ન 4.
નિવસનતંત્રના ઘટકો સમજાવો. અથવા નિવસનતંત્રમાં સજીવોની ભૂમિકા કાર્ય આધારે તેમના પ્રકાર સમજાવો.
ઉત્તર:
દરેક નિવસનતંત્ર મુખ્ય બે ઘટકો ધરાવે છે :
(1) અજૈવિક ઘટકોઃ નિવસનતંત્રના બધા જ નિર્જીવ ઘટકો અજૈવિક ઘટકોમાં સમાવિષ્ટ છે. અજૈવ ઘટકો તરીકે ભૌતિક ઘટકો જેવા કે; તાપમાન, વરસાદ, ભેજ, પવન, ભૂમિ, પ્રકાશ, ખનીજ દ્રવ્યો વગેરેનો સમાવેશ થાય છે.

(2) જૈવિક ઘટકો : નિવસનતંત્રના બધા જ સજીવો જૈવિક ઘટકોમાં સમાવિષ્ટ છે.
GSEB Class 10 Science Important Questions Chapter 15 આપણું પર્યાવરણ 6

સજીવોના તેમની ખોરાક પોષણ મેળવવાની પદ્ધતિ આધારે ઉત્પાદકો, ઉપભોગીઓ અને વિઘટકોના સમૂહ છે. તેમના નિર્વાહ હેતુથી પર્યાવરણમાં પોષણસંબંધોની રચના થાય છે.

(i) ઉત્પાદકોઃ આ સજીવો સૂર્યપ્રકાશ તેમજ ક્લોરોફિલની હાજરીમાં અકાર્બનિક પદાર્થોમાંથી શર્કરા અને સ્ટાર્ચ જેવાં કાર્બનિક સંયોજનોનું નિર્માણ કરે છે.
ઉદા., કેટલાક પ્રકાશસંશ્લેષી બૅક્ટરિયા, વિવિધ પ્રકારની લીલ અને બધી જ લીલી વનસ્પતિઓ.

(ii) ઉપભોગીઓ: જે સજીવો ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત થયેલા ખોરાક પર પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે આધારિત હોય તેમને ઉપભોગીઓ કે ઉપભોક્તાઓ કહે છે.
ઉદા., ક્લોરોફિલવિહીન અને વિષમપોષી સજીવો.
ઉપભોગી સજીવો નીચે મુજબ ચાર કક્ષાઓમાં વિભાજિત : કરાય છે :
GSEB Class 10 Science Important Questions Chapter 15 આપણું પર્યાવરણ 7

(iii) વિઘટકો જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ અકાર્બનિક પદાર્થોમાં વિઘટન કરતા સજીવોને વિઘટકો કહે છે.
ઉદા., કેટલાક જીવાણુ (બૅક્ટરિયા) અને ફૂગ મૃતદૈવ અવશેષો અને સજીવોનાં ઉત્સર્ગ દ્રવ્યોનું વિઘટન (અપમાર્જન) કરે છે.

GSEB Class 10 Science Important Questions Chapter 15 આપણું પર્યાવરણ

પ્રશ્ન 5.
આહારશૃંખલા અને પોષક સ્તરો સમજાવો.
ઉત્તર:
નિવસનતંત્રના સજીવો તેમની ખોરાક-જરૂરિયાત માટે પરસ્પર એકબીજા પર આધાર રાખે છે.
ક્રમિક રીતે એબીજા પર ખોરાક આધારિત સજીવો આહારશૃંખલાની રચના કરે છે. આહારશૃંખલા વિવિધ જૈવિક સ્તરો પર ભાગ લેનારા સજીવોની શૃંખલા છે.

આહારશૃંખલા સામાન્ય રીતે ત્રણ અથવા ચાર ચરણની હોય છે.
GSEB Class 10 Science Important Questions Chapter 15 આપણું પર્યાવરણ 8
GSEB Class 10 Science Important Questions Chapter 15 આપણું પર્યાવરણ 9

  • આહારશૃંખલાના દરેક ચરણ તબક્કો કે કડી પોષક સ્તરની રચના કરે છે.
  • ઉત્પાદકો (સ્વયંપોષીઓ) પ્રથમ પોષક સ્તરે હોય છે. તેઓ પ્રકાશસંશ્લેષણ ક્રિયા દ્વારા સૌર-ઊર્જાનું શોષણ કરી, તેનું ખોરાક સ્વરૂપે રાસાયણિક ઊર્જામાં સ્થાયીકરણ કરે છે.
  • ઉપભોગીઓ (વિષમપોષીઓ) ખોરાક સ્વરૂપે અન્ય સજીવોમાંથી ઊર્જા મેળવે છે.
  • તૃણાહારી અથવા પ્રાથમિક ઉપભોગીઓ દ્વિતીય પોષક સ્તર, નાના ? માંસાહારી અથવા દ્વિતીય ઉપભોગીઓ તૃતીય પોષક સ્તર અને મોટા માંસાહારીઓ અથવા તૃતીય ઉપભોગીઓ ચોથા પોષક સ્તરનું નિર્માણ કરે છે.

પ્રશ્ન 6.
નિવસનતંત્રમાં ઊર્જાનો પ્રવાહ અથવા ઊર્જાનું વહન સમજાવો.
ઉત્તરઃ
આહારશૃંખલાનું પ્રત્યેક ચરણ (પગથિયું) પોષક સ્તર છે બનાવે છે. નિવસનતંત્રમાં ઊર્જાનું વહન ઉત્પાદકોથી શરૂ થાય છે. હ

ઉત્પાદકો (લીલી વનસ્પતિઓ) પ્રથમ પોષક સ્તરે હોય છે. તેઓ છે સૌર-ઊર્જાનું શોષણ કરે છે અને પ્રકાશસંશ્લેષણ દ્વારા ખોરાક સ્વરૂપે ૬ રાસાયણિક ઊર્જામાં રૂપાંતર કરે છે.

ઉત્પાદકોમાંથી ઊર્જાનું વહન ઉપલા પોષક સ્તરે રહેલા સજીવો એટલે કે તૃણાહારીઓ તરફ વહન પામે છે. જ્યારે માંસાહારીઓ તૃણાહારીઓનું ભક્ષણ કરે ત્યારે ઊર્જાનું વહન માંસાહારીઓમાં થાય છે છે. આમ, ઊર્જાનું વહન ઉત્પાદકોથી વિવિધ સ્તરના ઉપભોગીઓ તરફ થાય છે. તેથી નિવસનતંત્રમાં સૌર ઊર્જાના પ્રવેશદ્વાર તરીકે ઉત્પાદકો ૬ (લીલી વનસ્પતિઓ) છે અને તેઓ ઉપભોગીઓ માટે ઊર્જાનો સ્ત્રોત બને છે. રાસાયણિક ઊર્જા સમગ્ર જીવસૃષ્ટિના સજીવ સમુદાયની બધી ક્રિયાઓનું સંપાદન કરવામાં મદદરૂપ છે.
GSEB Class 10 Science Important Questions Chapter 15 આપણું પર્યાવરણ 10
નિવસનતંત્રમાં ઊર્જાનું વહન હંમેશાં એકમાર્ગી હોય છે. લીલી ? વનસ્પતિઓમાં જકડાયેલી સૌર-ઊર્જા પુનઃ સૂર્ય તરફ પાછી જઈ શકતી નથી. જે ઊર્જા તૃણાહારીઓ તરફ વહન પામે તે પુનઃઉત્પાદકો તરફ પાછી આવી શકતી નથી. પોષક સ્તરમાં ઊર્જા વહન દરમિયાન ઊર્જાનો કેટલોક જથ્થો બિનઉપયોગી ઊર્જાના સ્વરૂપમાં વ્યય પામે છે અને તેનો પુનઃઉપયોગ કરી શકાતો નથી.
આમ, વિવિધ પોષક સ્તર તરફ ક્રમશઃ વહન પામતી ઊર્જા પુનઃ નીચલા પોષક સ્તરે પ્રાપ્ત થઈ શકતી નથી.

પ્રશ્ન 7.
નિવસનતંત્રમાં ઊર્જાવહનના અભ્યાસ પરથી તારવેલી ૨ સમજૂતીના મુદ્દાઓ જણાવો.
ઉત્તર:
નિવસનતંત્રમાં ઊર્જાવહનના અભ્યાસ પરથી તારવેલી સમજૂતીના મુદ્દાઓ નીચે મુજબ છે :

  1. લીલી વનસ્પતિઓ પ્રાપ્ત સૌર-ઊર્જાના લગભગ 1 % ભાગનું પર્ણો દ્વારા શોષણ કરી ખાદ્ય-ઊર્જામાં રૂપાંતર કરે છે.
  2. ઊર્જાનું વહન એક પોષક સ્તરથી બીજા પોષક સ્તરમાં થાય છે. ત્યારે ઉષ્મા સ્વરૂપે મોટા પ્રમાણમાં ઊર્જા પર્યાવરણમાં ગુમાવાય / વ્યય થાય છે.
  3. ઉત્પાદકોની સરખામણીમાં ઉપભોગીઓ વધારે ઊર્જાનો 3 વ્યય કરે છે.
  4. નિવસનતંત્રને સતત ઊર્જા-પુરવઠો પ્રાપ્ત થવો જરૂરી છે.
  5. દરેક પોષક સ્તરે વૃદ્ધિ, પ્રજનન અને અન્ય જૈવિક ક્રિયાઓ માટે સજીવો ઊર્જાનો ઉપયોગ કરે છે.
  6. લગભગ પ્રાપ્ત ઊર્જાના 10 % ઊર્જા આહારશૃંખલાના { એક પોષક સ્તરથી બીજા પોષક સ્તરે પ્રાપ્ત થાય છે.
  7. આહારશૃંખલા સામાન્યતઃ ત્રણ અથવા ચાર ચરણની હોય ૨ છે. ચોથા પોષક સ્તર પછી ઉપયોગી ઊર્જાની માત્રા ખૂબ જ ઓછી રે હોય છે.
  8. ઉત્પાદકોના સ્તરમાં સજીવોની સંખ્યા સૌથી વધારે હોય છે 3 અને ઉચ્ચ માંસાહારીના સ્તરે સજીવોની સંખ્યા સૌથી ઓછી હોય છે.

પ્રશ્ન 8.
સમજાવો: આહારજાળ
ઉત્તર:
સજીવો તેમની ખોરાક(આહાર)ની જરૂરિયાત માટે એકબીજા પર આધારિત હોય છે અને આહારશૃંખલા બનાવે છે. વિવિધ નિવસનતંત્રો પૈકી દરેક નિવસનતંત્ર આગવી આહારશૃંખલા ધરાવે છે.

  • કુદરતમાં પ્રાણીઓના આહાર સંબંધો સીધી શૃંખલા સ્વરૂપે સમજાવી શકાતા નથી.
  • વિવિધ આહારશૃંખલાઓની લંબાઈ તેમજ જટિલતામાં ખૂબ જ ભિન્નતા હોય છે.
  • સામાન્ય રીતે પ્રત્યેક સજીવ બે અથવા વધારે પ્રકારના સજીવોનો આહાર તરીકે ઉપયોગ કરે છે અને અનેક પ્રકારના સજીવોનો આહાર બને છે.
    GSEB Class 10 Science Important Questions Chapter 15 આપણું પર્યાવરણ 11
  • આથી એક સીધી આહારશૃંખલાને સ્થાને સજીવો વચ્ચેના આહાર- સંબંધો શાખાયુક્ત હોય છે. આમ, આહારશૃંખલાઓની શાખાયુક્ત – એક જાળીરૂપ રચના બને છે. તેને આહારજાળ કહેવામાં આવે છે.

પ્રશ્ન 9.
ટૂંકમાં સમજાવોઃ જૈવિક વિશાલન
ઉત્તર:
સજીવો તેમની આહાર(ખોરાક)ની જરૂરિયાત માટે એકબીજા પર આધારિત રહી આહારશૃંખલાની રચના કરે છે.

આ આહારશૃંખલા દ્વારા ઊર્જા અને પોષક દ્રવ્યો ક્રમશઃ ઉપલા પોષક સ્તરોમાં વહન પામે છે. જો નિવસનતંત્રના જૈવ ઘટકોમાં કોઈ જૈવ અવિઘટનીય પદાર્થ પ્રવેશ કરે, તો ઉપલા પોષક સ્તરે તેની સાંદ્રતામાં ક્રમશઃ વધારો થતો રહે છે.

કૃષિ વનસ્પતિઓના વિવિધ રોગ તેમજ કીટકોને બચાવવા માટે અનિયંત્રિત જંતુનાશકો અને રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. આ રસાયણો ભૂમિ અને પાણીના સ્ત્રોતમાં ભળે છે. ભૂમિ અથવા પાણીમાંથી તેઓ વનસ્પતિના શરીરમાં અને ત્યાંથી તૃણાહારીઓ અને માંસાહારીઓના શરીરમાં પ્રવેશે છે. આ રસાયણો જૈવ અવિઘટનીય હોવાથી તેઓ પ્રત્યેક પોષક સ્તરમાં વધારેમાં વધારે સંગ્રહ પામતા જાય છે. તેને જૈવિક વિશાલન ઘટના કહે છે.

GSEB Class 10 Science Important Questions Chapter 15 આપણું પર્યાવરણ 12
કોઈ પણ આહારશૃંખલામાં મનુષ્ય ટોચના સ્થાને છે. તેથી આપણા શરીરમાં આ રસાયણો સૌથી વધુ માત્રામાં સંચય પામતાં જાય છે. તેથી કૃષિ-ઉત્પાદન વધારે મેળવવા આ રસાયણોની આવશ્યકતા 5 હોવા છતાં તેનો નિયંત્રિત ઉપયોગ કરવો જરૂરી છે.

GSEB Class 10 Science Important Questions Chapter 15 આપણું પર્યાવરણ

પ્રશ્ન 10.
ઓઝોન કેવી રીતે નિર્માણ પામે છે? ઓઝોન સ્તરની અગત્ય જણાવો.
ઉત્તર:
ઓઝોન સ્તર વાતાવરણના ઉપલા સ્તર(સ્ટ્રેટોસ્ફિયર)માં આવેલું છે.

  • ઓઝોન(O3)નો અણુ ઑક્સિજનના ત્રણ પરમાણુઓથી બને છે.
  • ઑક્સિજન(O2)ના અણુ પર પારજાંબલી (UV) વિકિરણોની અસરથી ઓઝોન બને છે.
  • ઊંચી ઊર્જાવાળાં પારજાંબલી વિકિરણો ઑક્સિજન (O) અણુઓનું વિઘટન કરી સ્વતંત્ર ઑક્સિજન (O) પરમાણુ બનાવે છે.
  • ઑક્સિજનનો આ સ્વતંત્ર પરમાણુ ઑક્સિજનના અણુ સાથે સંયોજાઈને ઓઝોનનો અણુ બનાવે છે.
    GSEB Class 10 Science Important Questions Chapter 15 આપણું પર્યાવરણ 13
    ઓઝોન સ્તરની અગત્યઃ સૂર્યમાંથી આવતાં પારજાંબલી (UV) વિકિરણો સામે ઓઝોન સ્તર પૃથ્વીની ફરતે રક્ષણાત્મક આવરણ બનાવે છે. ઓઝોન સ્તર સજીવો માટે હાનિકારક ટૂળ લંબાઈ ધરાવતાં પારજાંબલી વિકિરણોનું શોષણ કરે છે. આમ, પૃથ્વી પરના સજીવોનું રક્ષણ કરે છે.

પ્રશ્ન 11.
નકામા કચરાના પ્રકારો વર્ણવો.
ઉત્તર:
અનૈચ્છિક બિનઉપયોગી વધારાની વસ્તુઓ કે ઘરગથ્થુ નકામી ચીજવસ્તુઓને કચરો કહે છે.
કચરાના સ્વરૂપના આધારે તેને બે પ્રકારમાં વર્ગીકૃત કરાય છે :

  1. ઘન કચરો રસોડાના કચરામાં શાકભાજી, ફળ, છાલ, હાડકાં વગેરે. આ ઉપરાંત ધાતુ કચરો, કાચ, પ્લાસ્ટિક, પૉલિથીનનો પણ ઘન કચરામાં સમાવેશ થાય છે.
  2. પ્રવાહી કચરોઃ ઘન કચરાની સરખામણીએ પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન અને તેની હેરફેર સરળતાથી થાય છે.

વિઘટનના આધારે કચરાના બે પ્રકાર પાડવામાં આવે છે:

  1. જૈવ-વિઘટનીય કચરોઃ જે કચરો જૈવિક પ્રક્રિયા એટલે કે જીવાણુ કે મૃતોપજીવીઓ દ્વારા વિઘટન કરી શકાય તેને જૈવ-વિઘટનીય કચરો કહે છે.
    દા. ત., શાકભાજી, ફળ, કાગળ વગેરે.
  2. જૈવ અવિઘટનીય કચરો જે કચરાનું જૈવિક પ્રક્રિયા એટલે ” કે જીવાણુ કે મૃતોપજીવીઓ દ્વારા વિઘટન કરી ન શકાય તેને જેવ અવિઘટનીય કચરો કહે છે. – આ પદાર્થો પર તાપમાન અને દબાણની અસર થાય છે, પરંતુ તે લાંબો સમય પર્યાવરણમાં મૂળ સ્વરૂપમાં જ રહે છે.
    દા. ત., કાચ, પ્લાસ્ટિક, પૉલિથીન, ધાતુ વગેરે.

હેતુલક્ષી પ્રશ્નોત્તર

પ્રશ્ન 1.
નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
પર્યાવરણને સૌથી વધારે અસર કોનાથી થાય છે?
ઉત્તર:
પર્યાવરણને સૌથી વધારે અસર માનવ-પ્રવૃત્તિઓથી દ્ર થાય છે.

પ્રશ્ન 2.
પર્યાવરણનો મુખ્ય ક્રિયાત્મક એકમ કયો છે?
ઉત્તર:
પર્યાવરણનો મુખ્ય ક્રિયાત્મક એકમ નિવસનતંત્ર છે.

પ્રશ્ન 3.
મૃત વનસ્પતિઓ અને મૃત પ્રાણીઓનું શું થાય છે?
ઉત્તરઃ
મૃત વનસ્પતિઓ અને મૃત પ્રાણીઓનાં શરીરમાં રહેલા જટિલ કાર્બનિક પદાર્થોનું જીવાણુઓ અને ફૂગ જેવા વિઘટકોની અસરથી સરળ અકાર્બનિક દ્રવ્યોમાં વિઘટન થાય છે.

પ્રશ્ન 4.
આહારશૃંખલા વિવિધ ચરણ / પગથિયાને શું કહે છે?
ઉત્તરઃ
આહારશૃંખલાના વિવિધ ચરણ / પગથિયાંને પોષક સ્તરો કહે છે.

પ્રશ્ન 5.
આહારશૃંખલા સામાન્ય રીતે કેટલા પોષક સ્તરની બનેલી હોય છે?
ઉત્તર:
આહારશૃંખલા સામાન્ય રીતે ત્રણ અથવા ચાર પોષક સ્તરની બનેલી હોય છે.

પ્રશ્ન 6.
કયા પોષક સ્તરે સજીવોની સંખ્યા સૌથી વધારે અને કયા પોષક સ્તરે સજીવોની સંખ્યા સૌથી ઓછી હોય છે?
ઉત્તરઃ
આહારશૃંખલામાં પ્રથમ પોષક સ્તરે (ઉત્પાદકના સ્તરે) સજીવોની સંખ્યા સૌથી વધારે અને ચતુર્થ પોષક સ્તરે (ઉચ્ચ માંસાહારીના ૬ સ્તરે) સજીવોની સંખ્યા સૌથી ઓછી હોય છે.

પ્રશ્ન 7.
શું કોઈ એક સજીવ બે જુદા જુદા પોષક સ્તરે સ્થાન મેળવી શકે? હા અથવા ના. સમજાવો.
ઉત્તરઃ
હા, ઉંદર પ્રાથમિક ઉપભોગી તરીકે તૃણાહારીના પોષક સ્તરે અને દ્વિતીય ઉપભોગી તરીકે માંસાહારીના પોષક સ્તરે સ્થાન મેળવી શકે.

પ્રશ્ન 8.
નીચે આપેલા સજીવોની આહારશૃંખલા રચોઃ
(a) દેડકો, કીટકો, પક્ષીઓ, ઘાસ
ઉત્તર:
ઘાસ → કીટકો → દેડકો → પક્ષીઓ

(b) માછલી, લીલ, નાનાં પ્રાણીઓ, મોટી માછલી
ઉત્તર :
લીલ → નાનાં પ્રાણીઓ → માછલી → મોટી માછલી

GSEB Class 10 Science Important Questions Chapter 15 આપણું પર્યાવરણ

પ્રશ્ન 9.
બધી આહારશૃંખલા ક્લોરોફિલ ધરાવતા સજીવોથી શા માટે શરૂ થાય છે?
ઉત્તર:
ક્લોરોફિલ ધરાવતા સજીવો સૌર-ઊર્જાનું શોષણ કરી તેનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતર કરે છે. આ કારણે નિવસનતંત્રના પોષક સ્તરોમાં ઊર્જાનો પ્રવાહ ચાલુ રહે છે.

પ્રશ્ન 10.
સાપ, મોર, તીતીઘોડો, દેડકો પૈકી સૌથી વધુ જૈવિક વિશાલન કયા સજીવના શરીરમાં જોવા મળે છે? (August 20)
ઉત્તર:
મોર

પ્રશ્ન 11.
ઘાસ, હરણ, સિંહ પૈકી કોના દ્વારા સૌથી વધુ ઊર્જા તેના ઉપલા સ્તરમાં વહન કરવામાં આવે છે?
ઉત્તર:
ઘાસ

પ્રશ્ન 12.
પ્રાપ્ત સૌર-ઊર્જાના સ્થલજ નિવસનતંત્રની લીલી વનસ્પતિઓ દ્વારા કેટલા ટકાનું ખાદ્ય-ઊર્જામાં રૂપાંતર થાય છે? પ્રત્યેક સ્તરે પ્રાપ્ત કાર્બનિક પદાર્થોની માત્રાના કેટલા ટકાનું ઉપલા સ્તરે વહન થાય છે?
ઉત્તર:
સ્થલજ નિવસનતંત્રની લીલી વનસ્પતિઓ દ્વારા પ્રાપ્ત સૌર-ઊર્જાના લગભગ 1 % ભાગનું ખાદ્ય-ઊર્જામાં રૂપાંતર થાય છે.
પ્રત્યેક સ્તરે પ્રાપ્ત કાર્બનિક પદાર્થોની માત્રાના સરેરાશ 10 %નું ઉપલા સ્તરે વહન થાય છે.

પ્રશ્ન 13.
જૈવ અવિઘટનીય કચરાના નિકાલની બે પદ્ધતિઓનાં નામ આપો. તે પૈકી કઈ પદ્ધતિ વધુ સલામત છે?
ઉત્તર:
જૈવ અવિઘટનીય કચરાના નિકાલની પદ્ધતિઓ :

  1. પુનઃચક્રીયકરણ દ્વારા અને
  2. ભૂમિમાં દાટી દેવો.
    આ પૈકી પુનઃચક્રીયકરણ વધુ સલામત છે.

પ્રશ્ન 14.
અગ્નિશમન(Pire extinguishers)માં કયા રસાયણનો ઉપયોગ થાય છે? તે કેવી રીતે હાનિકારક છે?
ઉત્તર:
CFCs (ક્લોરોફ્યુરોકાર્બન્સ) રસાયણનો ઉપયોગ થાય છે.
તે ઓઝોન સ્તરનું વિઘટન / ઘટાડો પ્રેરી હાનિકારક છે.

પ્રશ્ન 15.
કુદરતી નિવસનતંત્રોમાં સીધી આહારશૃંખલાઓ શા માટે ? સામાન્ય નથી?
ઉત્તરઃ
કુદરતી નિવસનતંત્રમાં સામાન્ય રીતે પ્રત્યેક સજીવ બે અથવા વધારે પ્રકારના સજીવોનો આહાર તરીકે ઉપયોગ કરે છે અને તે અનેક પ્રકારના બીજા સજીવોનો આહાર બને છે. તેથી કુદરતી ૨ નિવસનતંત્રોમાં સીધી આહારશૃંખલાઓ સામાન્ય નથી.

પ્રશ્ન 16.
વાતાવરણના ઉપલા સ્તરમાં ઓઝોનનું શું કાર્ય છે?
ઉત્તરઃ
વાતાવરણના ઉપલા સ્તરમાં ઓઝોનનું રક્ષણાત્મક આવરણ તરીકે સૂર્યનાં હાનિકારક પારજાંબલી વિકિરણોને શોષી લઈ પૃથ્વી પર આવતાં અટકાવે છે.

પ્રશ્ન 17.
બે કુદરતી અને બે કૃત્રિમ નિવસનતંત્રનાં નામ આપો.
ઉત્તરઃ
GSEB Class 10 Science Important Questions Chapter 15 આપણું પર્યાવરણ 37

પ્રશ્ન 18.
નિવસનતંત્રના કુદરતી સફાઈ કામદારોનાં નામ આપો.
ઉત્તરઃ
વિઘટકો (ઉદા., બૅક્ટરિયા, ફૂગ) અને અપમાર્જકો (ઉદા., સમડી, કાગડો).

પ્રશ્ન 19.
સ્વયંપોષીઓને ઉત્પાદકો અને વિષમપોષીઓને ઉપભોગીઓ શા માટે કહે છે?
ઉત્તર:
લીલી વનસ્પતિઓ સ્વયંપોષીઓ છે. તેઓ પ્રકાશસંશ્લેષણ ક્રિયા દ્વારા કાર્બનિક સંયોજનો(કાર્બોદિત)નું ઉત્પાદન કરે છે. તેથી તેને ઉત્પાદકો કહે છે.
વિષમપોષીઓ અન્ય સજીવો કે તેમનાં દ્રવ્યોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તેથી તેમને ઉપભોગીઓ કહે છે.

પ્રશ્ન 2.
વ્યાખ્યા આપોઃ અથવા શબ્દ સમજાવોઃ

પ્રશ્ન 1.
નિવસનતંત્ર
ઉત્તર:
બધા સજીવો (સૂક્ષ્મ જીવો, વનસ્પતિઓ અને માનવ સહિતનાં પ્રાણીઓ) અને તેમની સાથે સંકળાયેલા ભોતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાથી બનતા તંત્રને નિવસનતંત્ર કહે છે.

પ્રશ્ન 2.
વિઘટકો
ઉત્તર:
જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ અકાર્બનિક દ્રવ્યોમાં વિઘટન કરતા સૂક્ષ્મ જીવોને વિઘટકો કહે છે.

પ્રશ્ન ૩.
આહારશૃંખલા
ઉત્તર:
નિવસનતંત્રના સજીવો તેમની ખોરાકની જરૂરિયાત માટે અન્ય સજીવો પર આધારિત રહી શૃંખલા બનાવે છે. તેને આહારશૃંખલા કહે છે.

GSEB Class 10 Science Important Questions Chapter 15 આપણું પર્યાવરણ

પ્રશ્ન 4.
આહારજાળ
ઉત્તર:
નિવસનતંત્રની વિવિધ આહારશૃંખલાઓ શાખાયુક્ત હોય રે છે. આવી શાખાયુક્ત આહારશૃંખલાઓ એક જાળીરૂપ રચના બનાવે 3 છે. તેને આહારજાળ કહે છે.

પ્રશ્ન 5.
કૃત્રિમ નિવસનતંત્ર
ઉત્તર:
માનવી દ્વારા બનાવવામાં આવતી અને પર્યાવરણના રે ઘટકોનો ઉપયોગ કરીને જાળવી રખાતા નિવસનતંત્રને કૃત્રિમ નિવસનતંત્ર 3 કહે છે.

પ્રશ્ન 6.
જૈવિક વિશાલન
ઉત્તર:
સજીવોની આહારશૃંખલાના વિભિન્ન પોષક સ્તરે જેવા કે અવિઘટનીય દ્રવ્યના સંકેન્દ્રણમાં ક્રમશઃ થતા વધારાને જૈવિક વિશાલન કહે છે.

પ્રશ્ન 7.
જૈવ-વિઘટનીય પદાર્થો
ઉત્તરઃ
જે પદાર્થો સૂક્ષ્મ જીવો / વિઘટકોની કાર્યપદ્ધતિ દ્વારા કુદરતી રીતે બિનહાનિકારક સરળ દ્રવ્યોમાં વિઘટન પામી શકે તેને ? જેવ-વિઘટનીય પદાર્થો કહે છે.

પ્રશ્ન 8.
જૈવ અવિઘટનીય પદાર્થો
ઉત્તરઃ
જે પદાથોં સૂક્ષ્મ જીવો / વિઘટકોની કાર્યપદ્ધતિ દ્વારા સરળ બિનહાનિકારક દ્રવ્યો રૂપાંતર પામી ન શકે તેવા પદાર્થોને જેવ અવિઘટનીય પદાર્થો કહે છે.

પ્રશ્ન 9.
ઉત્પાદકો
ઉત્તર:
કેટલાક પ્રકાશસંશ્લેષી બૅક્ટરિયા અને બંધી લીલી વનસ્પતિઓ પ્રકાશસંશ્લેષણ ક્રિયા દ્વારા તેમનો ખોરાક ઉત્પન્ન કરે છે. તેને ઉત્પાદકો કહે છે.

પ્રશ્ન 10.
ઉપભોગીઓ
ઉત્તરઃ
જે સજીવો ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત થયેલા ખોરાક પર પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે અન્ય ઉપભોગી પર ખોરાક માટે આધારિત હોય તેમને ઉપભોગીઓ કહે છે.

પ્રશ્ન 3.
ખાલી જગ્યા પૂરોઃ

પ્રશ્ન 1.
સૂક્ષ્મ જીવો દ્વારા વિઘટન પામતા નકામાં દ્રવ્યો ………. કચરો છે.
ઉત્તરઃ
જૈવ-વિઘટનીય

પ્રશ્ન 2.
જૈવ ઘટકો અને અજેય ઘટકોની પરસ્પર આંતરક્રિયાથી ……. રચાય છે.
ઉત્તરઃ
નિવસનતંત્ર

પ્રશ્ન 3.
…… રસાયણનો ઉપયોગ ઓઝોન સ્તર માટે ભયજનક છે.
ઉત્તરઃ
CFC

પ્રશ્ન 4.
બગીચા અને ખેતર ……. નિવસનતંત્ર છે.
ઉત્તરઃ
કૃત્રિમ (માનવનિર્મિત)

પ્રશ્ન 5.
પરોપજીવીઓ નિવસનતંત્રના ……… સજીવોની કક્ષામાં આવે છે.
ઉત્તરઃ
ઉપભોગી

પ્રશ્ન 6.
આહારશૃંખલામાં બધાં પ્રાણીઓ ……. છે.
ઉત્તરઃ
ઉપભોગીઓ

પ્રશ્ન 7.
આહારશૃંખલા …… સજીવોથી અંત પામે અને ત્યાંથી સરળ અકાર્બનિક દ્રવ્યો ભૂમિમાં પાછા ફરે છે.
ઉત્તરઃ
મૃતોપજીવી

પ્રશ્ન 8.
હરિતદ્રવ્ય ધરાવતા ઉત્પાદક સજીવો સૌર-ઊર્જાનું ………. માં રૂપાંતર કરે છે.
ઉત્તરઃ
રાસાયણિક ઊર્જા

પ્રશ્ન 9.
નિવસનતંત્રમાં ઊર્જાનો મુખ્ય સ્ત્રોત ……. છે.
ઉત્તરઃ
સૂર્ય

પ્રશ્ન 10.
જૈવ અવિઘટનીય દ્રવ્યોના આહારશૃંખલામાં પ્રવેશથી …… સમસ્યા સર્જાય છે.
ઉત્તરઃ
જૈવિક વિશાલન

પ્રશ્ન 11.
પારજાંબલી (UV) વિકિરણોની અસરથી ………. ના કૅન્સરની શક્યતા છે.
ઉત્તરઃ
ચામડી

પ્રશ્ન 12.
નિવસનતંત્રમાં ખોરાકરૂપે …… નું વહન થાય છે.
ઉત્તરઃ
ઊર્જા

પ્રશ્ન 4.
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો?

પ્રશ્ન 1.
કાર્બનિક દ્રવ્યોનું વિઘટન કરતા સૂક્ષ્મ જીવો ઉત્પાદકોના પોષક સ્તરે ગોઠવાયેલા છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 2.
પૃથ્વી પરનાં નિવસનતંત્રોમાં ઊર્જાનો સ્ત્રોત સૂર્ય છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 3.
આપણે જે કચરો પેદા કરીએ છીએ તે જૈવ-વિઘટનીય કે જૈવ અવિઘટનીય હોય છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 4.
પારજાંબલી કિરણોની ઓઝોન પર થતી અસરથી ઑક્સિજના મુક્ત થાય છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 5.
નિવસનતંત્ર જેવા ઘટકોનું જ બનેલું હોય છે.
ઉત્તરઃ
ખોટું

GSEB Class 10 Science Important Questions Chapter 15 આપણું પર્યાવરણ

પ્રશ્ન 6.
નિવસનતંત્રમાં ઉપરના પોષક સ્તરો તરફ જતાં પ્રાપ્ત શક્તિનું પ્રમાણ ઘટે છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 7.
દરેક પોષક સ્તરે પ્રાપ્ત ઊર્જામાંથી ફક્ત 10 % ઊર્જાનો ઉપયોગ થાય છે અને બાકીની ઊર્જા બીજા સ્તરના સજીવો માટે બચાવી રખાય છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 8.
ઉત્પાદકો કરતાં ઉપભોગી સજીવોની સંખ્યા હંમેશાં વધારે હોય છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 9.
ભૂમિસ્તરે ઘાતક વિષ ઓઝોનનું શોષણ UV વિકિરણો વડે થાય છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 10.
નિવસનતંત્રમાં સજીવોના આહારસંબંધો આહારજાળરૂપે હોય છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 11.
તળાવના નિવસનતંત્રમાં પાણી અજૈવ ઘટક છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 12.
આહારશૃંખલા ઊર્જાનો પ્રવાહ બંને દિશામાં હોય છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 13.
બધા સજીવો ફક્ત રાસાયણિક ઊર્જાનો જ ઉપયોગ કરી શકે છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 14.
આહારજાળ ખોરાકપ્રાપ્તિના વૈકલ્પિક માર્ગોને કારણે સર્જાયેલી છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 15.
વિઘટકો કુદરતી સફાઈ કામદારો છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 5.
જોડકાં જોડોઃ

પ્રશ્ન 1.
GSEB Class 10 Science Important Questions Chapter 15 આપણું પર્યાવરણ 21
ઉત્તરઃ
(1 – r),
(2 – p),
(3 – s),
(4 – q).

(2)
GSEB Class 10 Science Important Questions Chapter 15 આપણું પર્યાવરણ 22
ઉત્તર:
(1 – c – q),
(2 – e – p),
(3 – a – t),
(4 – b – s),
(5 – d – r).

(૩)
GSEB Class 10 Science Important Questions Chapter 15 આપણું પર્યાવરણ 23
ઉત્તરઃ
(1 – q),
(2 – r),
(3 – s),
(4 – p).

પ્રશ્ન 6.
ચાર્ટ–આકૃતિ આધારિત

પ્રશ્નોઃ

પ્રશ્ન 1.
ચાર પોષક સ્તરો ધરાવતી આહારશૃંખલા નીચે ચાર્ટમાં દર્શાવી છેઃ
GSEB Class 10 Science Important Questions Chapter 15 આપણું પર્યાવરણ 24
(1) કયા પોષક સ્તર માંસાહારીઓ દર્શાવે છે?
(2) ઊર્જાપ્રાપ્તિની માત્રાને આધારે પોષક સ્તરોનો સાચો ક્રમ દર્શાવો.
ઉત્તરઃ
(1) T3 અને T4
(2) T1 > T2 > T3 > T4.

પ્રશ્ન 2.
ઊર્જાપ્રવાહના આપેલા ચાર્ટમાં વિઘટકો ઓળખો અને તમારી પસંદગી માટે સમજૂતી આપો:
GSEB Class 10 Science Important Questions Chapter 15 આપણું પર્યાવરણ 25
ઉત્તરઃ
ચાર્ટમાં GSEB Class 10 Science Important Questions Chapter 15 આપણું પર્યાવરણ 26 વિઘટકો દર્શાવે છે. તેઓ A, C અને Dમાંથી પ્રાપ્ત મૃત દ્રવ્યોનું વિઘટન કરે છે.

પ્રશ્ન 3.
GSEB Class 10 Science Important Questions Chapter 15 આપણું પર્યાવરણ 27
આપેલી આહારજાળમાં,
(1) કયું દ્વિતીય તેમજ તૃતીય ઉપભોગી છે તે ઓળખો.
(2) આપેલા ચાર્ટ પૈકી શેમાં પેસ્ટિસાઈડની માત્રા સૌથી ઓછી હોય છે?
ઉત્તરઃ
(1) બાજ (2) અનાજના દાણા, નાની વનસ્પતિઓ, ઘાસ
(આ ત્રણેય ઉત્પાદકોમાં પેસ્ટિસાઈડની માત્રા સૌથી ઓછી છે.)

પ્રશ્ન 7.
નીચેના દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
નિવસનતંત્રની જાળવણીમાં ઉત્પાદકોમાં કઈ ક્રિયા મહત્ત્વની છે?
A. જૈવિક વિશાલન
B. પ્રકાશસંશ્લેષણ
C. શ્વસન
D. પાણીનું શોષણ
ઉત્તરઃ
પ્રકાશસંશ્લેષણ

પ્રશ્ન 2.
ઉત્પાદકો અને ઉપભોગીના પોષક સ્તરમાંથી ખોરાક મેળવતાં પ્રાણીઓને શું કહે છે?
A. તૃણાહારી
B. માંસાહારી
C. સર્વાહારી
D. વિઘટકો
ઉત્તરઃ
સર્વાહારી

પ્રશ્ન ૩.
આહારશૃંખલામાં માંસાહારીઓ કરતાં તૃણાહારીઓ વધારે હોય છે, કારણ કે…
I. માંસાહારીઓને વધારે ખોરાક જરૂરી છે.
II. માંસાહારીઓની ઓછી સંખ્યાને ટકાવવા વધારે સંખ્યામાં તૃણાહારીઓ જરૂરી છે.
III. તૃણાહારીઓને ખોરાક માટે વધારે વનસ્પતિઓ ઉપલબ્ધ છે.
IV. તૃણાહારીઓમાંથી માંસાહારીઓમાં ઊર્જાના વહન દરમિયાન વધારે ઊર્જા વ્યય પામે છે.
A. I અને III B. II અને IV C. I અને II D. આપેલ તમામ
ઉત્તરઃ
II અને IV

GSEB Class 10 Science Important Questions Chapter 15 આપણું પર્યાવરણ

પ્રશ્ન 4.
આહારશૃંખલામાં સિંહ હરણને ખાય છે. હરણ વનસ્પતિ ખાય છે. તે માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે?
I. સિંહ દ્વિતીય ઉપભોગી અને હરણ પ્રાથમિક ઉપભોગી છે.
II. સિંહ ભક્ષક છે અને હરણ ભક્ષ્ય છે.
III. સિંહ પ્રાથમિક ઉપભોગી અને હરણ દ્વિતીય ઉપભોગી છે.
IV. સિંહ તૃતીય ઉપભોગી અને હરણ દ્વિતીય ઉપભોગી છે.
A. ફક્ત I અને II
B. ફક્ત III અને IV
C. ફક્ત II અને II
D. ફક્ત I અને IV
ઉત્તરઃ
ફક્ત I અને II

પ્રશ્ન 5.
નીચેના પૈકી તળાવમાં કઈ સંભવિત આહારશૃંખલા છે?
GSEB Class 10 Science Important Questions Chapter 15 આપણું પર્યાવરણ 28
ઉત્તરઃ
લીલ, મચ્છરની ઇયળ, માછલી

પ્રશ્ન 6.
નીચેના પૈકી મૃતસજીવ પર નભતા વિઘટકો માટે સાચો વિકલ્પ કયો છે?
GSEB Class 10 Science Important Questions Chapter 15 આપણું પર્યાવરણ 29
ઉત્તરઃ
હા, હા, ના

પ્રશ્ન 7.
નિવસનતંત્રમાં…
A. ઊર્જા અને પોષક દ્રવ્યોનું એકમાર્ગી વહન થાય છે.
B. ઊર્જા અને પોષક દ્રવ્યોનું ચક્રીય વહન થાય છે.
C. ઊર્જાનું ચક્રીય વહન અને પોષક દ્રવ્યોનું એકમાર્ગી વહન થાય છે.
D. ઊર્જાનું એકમાર્ગી અને પોષક દ્રવ્યોનું ચક્રીય વહન થાય છે.
ઉત્તરઃ
ઊર્જાનું એકમાર્ગી અને પોષક દ્રવ્યોનું ચક્રીય વહન થાય છે.

પ્રશ્ન 8.
ઉંદર કયા પ્રકારનું ઉપભોગી પ્રાણી છે?
A. તૃણાહારી
B. માંસાહારી
C. સર્વાહારી
D. વિઘટક
ઉત્તરઃ
સર્વાહારી

પ્રશ્ન 9.
નીચેના પૈકી કઈ સમસ્યા માનવસર્જિત ફેરફારનું પરિણામ છે?
A. વનકટાઈને પરિણામે તૂટતી આહારશૃંખલા
B. વૈશ્વિક તાપમાનનો વધારો
C. ઓઝોન સ્તરમાં ઘટાડો
D. આપેલ તમામ
ઉત્તરઃ
આપેલ તમામ

પ્રશ્ન 10.
આહારશૃંખલામાં તૃતીય પોષક સ્તરે હંમેશાં કયાં પ્રાણીઓ ગોઠવાયેલાં છે?
A. તૃણાહારી
B. માંસાહારી
C. ઉત્પાદક
D. વિઘટક
ઉત્તરઃ
માંસાહારી

પ્રશ્ન 11.
ખેતરમાં ઘઉંના પાક સાથે સાપ, મોર, સમડી, ઉંદર વગેરે પ્રાણીઓ આહારશૃંખલામાં છે. સમયાંતરે ખેતરમાં જંતુનાશકનો છંટકાવ કરવામાં આવે છે. નીચેનામાંથી કોનામાં જંતુનાશકનું સંકેન્દ્રણ સૌથી ઓછું હશે?
A. સાપ
B. ઉંદર
C. સમડી
D. મોર
ઉત્તરઃ
ઉંદર

પ્રશ્ન 12.
નીચે આપેલાં વિધાનો પૈકી આહારશૃંખલા માટે કયું વિધાન ખોટું છે?
A. ઉત્પાદક નથી તે બધા સજીવો ઉપભોગી છે.
B. વિઘટકો ઉત્પાદકો સિવાય અન્ય તમામ પોષક સ્તરોમાંથી ખોરાક પ્રાપ્ત કરી શકે છે.
C. નીચલા પોષક સ્તરોએ વધારે ઊર્જા પ્રાપ્ત થાય છે.
D. એક સજીવ એક કરતાં વધારે આહારશૃંખલામાં સંકળાયેલો હોઈ શકે છે.
ઉત્તરઃ
વિઘટકો ઉત્પાદકો સિવાય અન્ય તમામ પોષક સ્તરોમાંથી ખોરાક પ્રાપ્ત કરી શકે છે.

પ્રશ્ન 13.
નીચેનામાંથી જૈવિક રીતે વિઘટન પામતા કચરાનું ઉદાહરણ કયું છે?
GSEB Class 10 Science Important Questions Chapter 15 આપણું પર્યાવરણ 30
ઉત્તરઃ
શાકભાજી (ફળ)

પ્રશ્ન 14.
નીચેનામાંથી જૈવિક રીતે વિઘટન ન પામતા કચરાનું ઉદાહરણ કર્યું છે?
A. ફળો
B. શાકભાજી
C. કાગળ
D. પૉલિથીન
ઉત્તરઃ
પૉલિથીન

પ્રશ્ન 15.
નિવસનતંત્ર કઈ આંતરક્રિયા તંત્રનું બનેલું છે?
A. સજીવો અને તેમનું ભૌતિક પર્યાવરણ
B. ઉત્પાદકો અને ઉપભોગીઓ
C. ઉત્પાદકો અને તેમનું ભૌતિક પર્યાવરણ
D. ઉપભોગીઓ અને તેમનું ભૌતિક પર્યાવરણ
ઉત્તરઃ
સજીવો અને તેમનું ભૌતિક પર્યાવરણ

પ્રશ્ન 16.
આહારશૃંખલામાં હાનિકારક રસાયણના પ્રવેશથી શું સર્જાય છે?
A. જૈવસંતુલન ‘
B. સુપોષકતકરણ
C. જૈવિક વિશાલન
D. જૈવિક નિયમન
ઉત્તરઃ
જૈવિક વિશાલન

પ્રશ્ન 17.
અસ્તિત્વ માટે સજીવો પરસ્પર એકબીજા પર આધારિત રહી શું સર્જે છે?
A. જીવાવરણ
B. આહારશૃંખલા
C. નિવસનતંત્ર
D. પર્યાવરણ
ઉત્તરઃ
આહારશૃંખલા

પ્રશ્ન 18.
આહારશૃંખલામાં સૌર-ઊર્જાના રૂપાંતરથી કાર્બોદિતનું સંશ્લેષણ કરતા સજીવો કયા નામથી ઓળખાય છે?
A. પ્રાથમિક ઉત્પાદકો
B. પ્રાથમિક ઉપભોગી
C. પ્રાથમિક માંસાહારી
D. પ્રાથમિક વિઘટકો
ઉત્તરઃ
પ્રાથમિક ઉત્પાદકો

પ્રશ્ન 19.
એક આહારશૃંખલામાં દેડકો, સાપ, ઘાસ અને તીડ જેવા વિવિધ સજીવો સંકળાયેલા છે. તેમાં ત્રીજા પોષક સ્તરે કયો સજીવ હશે?
A. સાપ
B. દેડકો
C. ઘાસ
D. તીડ
ઉત્તરઃ
દેડકો

પ્રશ્ન 20.
નિવસનતંત્ર ઉત્પાદકો, તૃણાહારીઓ અને માંસાહારીઓ ધરાવતું હોવા છતાં તેમાં નીચેના પૈકી કોનો સમાવેશ ન હોય, તો તે પૂર્ણ થઈ શકે નહીં?
A. દ્વિતીય માંસાહારી
B. ઉચ્ચ માંસાહારી
C. સવહારી
D. વિઘટકો
ઉત્તરઃ
વિઘટકો

પ્રશ્ન 21.
નિવસનતંત્રના કયા પોષક સ્તરે સૌથી વધારે ઊર્જા પ્રાપ્ત હોય છે?
A. ઉત્પાદક
B. તૃણાહારી
C. પ્રાથમિક માંસાહારી
D. ઉચ્ચ માંસાહારી
ઉત્તરઃ
ઉત્પાદક

પ્રશ્ન 22.
નિવસનતંત્રના કયા પોષક સ્તરે સૌથી ઓછી ઊર્જા પ્રાપ્ત હોય છે?
A. ઉત્પાદક
B. તૃણાહારી
C. વિઘટકો
D. ઉચ્ચ માંસાહારી
ઉત્તરઃ
ઉચ્ચ માંસાહારી

પ્રશ્ન 23.
નીચેના પૈકી કયું વિધાન ખોટું છે?
A. બધી લીલી વનસ્પતિઓ અને નીલહરિત લીલ ઉત્પાદકો છે.
B. લીલી વનસ્પતિઓ તેમનો ખોરાક કાર્બનિક દ્રવ્યોમાંથી મેળવે છે.
C. ઉત્પાદકો અકાર્બનિક દ્રવ્યોનો ઉપયોગ કરીને તેમનો ખોરાક તૈયાર કરે છે.
D. લીલી વનસ્પતિઓ સૌર-ઊર્જાનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતર કરે છે.
ઉત્તરઃ
લીલી વનસ્પતિઓ તેમનો ખોરાક કાર્બનિક દ્રવ્યોમાંથી મેળવે છે.

પ્રશ્ન 24.
નિવસનતંત્રમાં વિઘટકોની ભૂમિકા કઈ છે?
A. અકાર્બનિક પદાર્થોને સરળ સ્વરૂપમાં ફેરવે છે.
B. કાર્બનિક પદાર્થોને અકાર્બનિક પદાર્થોમાં ફેરવે છે.
C. અકાર્બનિક પદાર્થોને કાર્બનિક પદાર્થોમાં ફેરવે છે.
D. B અને C બંને
ઉત્તરઃ
કાર્બનિક પદાર્થોને અકાર્બનિક પદાર્થોમાં ફેરવે છે.

પ્રશ્ન 25.
નીચેના પૈકી કયું જૂથ આહારશૃંખલા રચે છે?
A. ઘાસ, ઘઉં અને આંબો
B. ઘાસ, બકરી અને મનુષ્ય
C. બકરી, ગાય અને હાથી
D. ઘાસ, માછલી અને બકરી
ઉત્તરઃ
ઘાસ, બકરી અને મનુષ્ય

પ્રશ્ન 26.
નીચેના પૈકી કયો ઉપાય પર્યાવરણ માટે લાભદાયી છે?
A. ખરીદી કરેલી વસ્તુઓ કપડાની થેલીમાં ભરવી.
B. પુનઃરિચાર્જ કરી શકાય તેવી બૅટરીનો ઉપયોગ કરવો.
C. પુનઃઉપયોગ કરી શકાય તેવા રેઝર, બાળોતિયાં અને પેનનો ઉપયોગ કરવો.
D. આપેલ તમામ
ઉત્તરઃ
આપેલ તમામ

પ્રશ્ન 27.
જો દેડકો તીડનો ખોરાક તરીકે ઉપયોગ કરે ત્યારે ઊર્જાનું વહન …
A. ઉત્પાદકથી વિઘટક તરફ થાય છે.
B. ઉત્પાદથી પ્રાથમિક ઉપભોગી તરફ થાય છે.
C. પ્રાથમિક ઉપભોગીથી દ્વિતીયક ઉપભોગી તરફ થાય છે.
D. પ્રાથમિક માંસાહારીથી ઉચ્ચ માંસાહારી તરફ થાય છે.
ઉત્તરઃ
પ્રાથમિક ઉપભોગીથી દ્વિતીયક ઉપભોગી તરફ થાય છે.

પ્રશ્ન 28.
વિધાન X: વિઘટકો તેમની ઊર્જાની જરૂરિયાત સીધી ઉત્પાદકો પાસેથી સંતોષે છે.
વિધાન Y: નિવસનતંત્રને પ્રાપ્ત ઊર્જાનું પ્રમાણ ઉત્પાદકો ક્યા દરે પ્રકાશસંશ્લેષણ કરે છે તેના આધારે નક્કી થાય છે.
વિધાન X અને Y માટે કયો વિકલ્પ સાચો છે?
A. વિધાન X અને Y બંને સાચાં છે.
B. વિધાન X અને Y બંને ખોટાં છે.
C. વિધાન X સાચું અને Y ખોટું છે.
D. વિધાન X ખોટું અને Y સાચું છે.
ઉત્તરઃ
વિધાન X ખોટું અને Y સાચું છે.

GSEB Class 10 Science Important Questions Chapter 15 આપણું પર્યાવરણ

પ્રશ્ન 29.
વિધાન X: ભસ્યની સંખ્યાનો ઘટાડો ભક્ષકની સંખ્યા ઘટાડે છે.
વિધાન Y: ઓઝોન સ્તર હાનિકારક પારજાંબલી વિકિરણોનું શોષણ કરે છે.
વિધાન X અને Y માટે કયો વિકલ્પ સાચો છે?
A. વિધાન X અને Y બંને સાચાં છે.
B. વિધાન X અને Y બંને ખોટાં છે.
C. વિધાન X સાચું અને Y ખોટું છે.
D. વિધાન X ખોટું અને Y સાચું છે.
ઉત્તરઃ
વિધાન X અને Y બંને સાચાં છે.

પ્રશ્ન 30.
મોટા ભાગે નિવસનતંત્રની આહારશૃંખલામાં પ્રથમ કડી લીલી વનસ્પતિઓ છે, કારણ કે…
A. પૃથ્વી પર વધુ વિસ્તૃત રીતે ફેલાયેલી છે.
B. જમીનમાં એક સ્થાને સ્થાપિત હોય છે.
C. સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી ખોરાકનું સંશ્લેષણ કરે છે.
D. માંસાહારીઓ કરતાં તૃણાહારીઓ વધારે હોય છે.
ઉત્તરઃ
સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી ખોરાકનું સંશ્લેષણ કરે છે.

પ્રશ્ન 31.
આહારશૃંખલા માટે કયું વિધાન સાચું છે?
A. ઉત્પાદક નથી તે બધા સજીવો ઉપભોગી છે.
B. નીચલા પોષક સ્તરોએ વધારે ઊર્જા પ્રાપ્ત થાય છે.
C. એક સજીવ એક કરતાં વધારે આહારશૃંખલામાં સંકળાયેલો હોઈ શકે છે.
D. આપેલ તમામ
ઉત્તરઃ
આપેલ તમામ

પ્રશ્ન 32.
તળાવના નિવસનતંત્રમાં પ્રવેશેલા DDTથી સર્જાતી જૈવિક વિશાલનની સમસ્યા સૌથી વધારે કયા સજીવને અસર કરે છે?
A. માણસ
B. તળાવ નજીક વસતાં પક્ષીઓ
C. તળાવની માછલીઓ
D. તળાવની જલીય વનસ્પતિઓ
ઉત્તરઃ
માણસ

પ્રશ્ન 33.
નીચેના પૈકી કયું જૂથ ફક્ત જેવ અવિઘટનીય દ્રવ્યો ધરાવે છે?
1. લાકડું, કાગળ, ચામડું
2. પૉલિથીન, ડિટર્જન્ટ, PVC
3. પ્લાસ્ટિક, ડિટર્જન્ટ, કાચ
4. પ્લાસ્ટિક, ઘાસ, છાણ
A. 3
B. 4
C. 1 અને 3
D. 2 અને 3
ઉત્તરઃ
2 અને 3

પ્રશ્ન 34.
નીચેના પૈકી કોના દ્વારા આહારશૃંખલાના પોષક સ્તરે સજીવોની સંખ્યા મર્યાદિત થાય છે?
A. ઉપલા પોષક સ્તરે પ્રાપ્ત ઊર્જામાં ઘટાડો
B. પૂરતા પ્રમાણમાં ખોરાક
C. પ્રદૂષિત હવા
D. પાણી
ઉત્તરઃ
ઉપલા પોષક સ્તરે પ્રાપ્ત ઊર્જામાં ઘટાડો

પ્રશ્ન 35.
નિવસનતંત્રમાં મનુષ્ય માટે કયું પોષક સ્તર છે?
A. તૃણાહારી
B. માંસાહારી
C. ઉત્પાદક
D. સર્વાહારી
ઉત્તરઃ
સર્વાહારી

પ્રશ્ન 8.
માગ્યા મુજબ ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
પૂર્ણ નામ આપો: CFCs, UNEP
ઉત્તરઃ
CFCs-ક્લોરોલ્યુરોકાર્બન્સ
UNEP -યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ
(સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ)

પ્રશ્ન 2.
ડિસ્પોઝેબલ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો / બંધ કરવો રે જોઈએ, કારણ કે …. (વાક્ય પૂર્ણ કરો.) (March 20)
ઉત્તરઃ
તે જૈવ અવિઘટનીય પદાર્થથી બનેલી છે.

પ્રશ્ન 3.
આહારશૃંખલાનો સાચો ક્રમ શોધો.
I. ઉત્પાદકો → વિઘટકો તૃણાહારીઓ
II. ઉત્પાદકો → તૃણાહારીઓ → માંસાહારીઓ
III. વિઘટકોઝ → ઉત્પાદકો → તૃણાહારીઓ
IV.ઉત્પાદકો → તૃણાહારીઓ → વિઘટકો → માંસાહારીઓ → સર્વાહારીઓ
ઉત્તર:
II. ઉત્પાદકો તૃણાહારીઓ-માંસાહારીઓ

પ્રશ્ન 4.
હું કોણ છું?
UV વિકિરણોની અસર હેઠળ ઑક્સિજનની નીપજ છું. ભૂમિસ્તરે વિષકારક હોવા છતાં UV વિકિરણોનું શોષણ કરું છું.
ઉત્તર:
ઓઝોન (O3)

GSEB Class 10 Science Important Questions Chapter 15 આપણું પર્યાવરણ

પ્રશ્ન 5.
નીચેનામાંથી ખોટી જોડ શોધો અને તેને સુધારીને સાચી ૩ જોડ ફરીથી લખો:
I. પરોપજીવી – યજમાન સજીવમાંથી પ્રવાહી પોષક દ્રવ્યોનું શોષણ કરતા ઉપભોગી
II. કૃષિ-નિવસનતંત્ર-માનવસર્જિત નિવસનતંત્ર
III. UV વિકિરણો – મનુષ્યમાં ચામડીના કૅન્સર માટે જવાબદાર
IV. નિવસનતંત્ર – પર્યાવરણના ભૌતિક ઘટકો
ઉત્તર:
IV ખોટી જોડ છે.
નિવસનતંત્ર-પર્યાવરણના ભૌતિક ઘટકો અને જૈવ ઘટકો વચ્ચેની આંતરક્રિયા

પ્રશ્ન 6.
નિવસનતંત્રના જેવસમાજમાં X’ પ્રાણીઓની વસતિ દાખલ કરવામાં આવે છે. તેના પરિણામે સિંહની વસતિ વધે છે અને હરણની વસતિ ઘટે છે, તો X પ્રાણી માટે શું યોગ્ય છે?
ઉત્તર:
‘X’ પ્રાણી હરણના ભક્ષક અને સિંહના ભક્ષ્ય હશે.

પ્રશ્ન 7.
નીચેના પૈકી કોણ પર્યાવરણ માટે હાનિકારક છે? બૉડી સ્પે, બૅક્ટરિયા, એરોસોલ, CFCS, જંગલી ઘાસ, જંગલી કોબીજ
ઉત્તર:
બૉડી એ, એરોસોલ, CFCs

પ્રશ્ન 8.
એક આહારશૃંખલા બાજ, સાપ, ડાંગર-રોપા અને ઉંદર ‘ વડે બનેલી છે. જો ઉંદરને 15,000 જૂલ ઊર્જા પ્રાપ્ત થતી હોય, તો ‘ ડાંગરના રોપા પાસે કેટલી ઊર્જા ખોરાકરૂપી સ્થાયી હશે અને બાજને કેટલી ઊર્જા પ્રાપ્ત થશે?
ઉત્તરઃ
ડાંગરના રોપા પાસે 15,000 જૂલ ઊર્જા ખોરાકરૂપે સ્થાયી હશે અને બાજને 150 જૂલ ઊર્જા પ્રાપ્ત થશે.

પ્રશ્ન 9.
સૌથી ઓછું ઊર્જા વહન : દ્વિતીય ઉપભોગીથી તૃતીય
ઉપભોગીઃ સૌથી વધુ ઊર્જાવ્યયઃ ………….
ઉત્તર:
ઉપભોગીના સ્તરે

પ્રશ્ન 10.
વાતાવરણના ઓઝોનની જાડાઈને કયા એકમમાં રજૂ કરવામાં આવે છે?
ઉત્તરઃ
ડોબ્સન એકમ (DU)

મૂલ્યો આધારિત પ્રશ્નોત્તર (Value Based Questions with Answers)

પ્રશ્ન 1.
આપણી જીવન-પદ્ધતિમાં થયેલા સુધારાને પરિણામે આપણે વધારે ને વધારે પ્રમાણમાં કચરાનું નિર્માણ કરીએ છીએ. આપણી બદલાયેલી જીવન-પદ્ધતિ અને ખોટા અભિગમને કારણે આપણે વધારે પ્રમાણમાં ડિસ્પોઝેબલ (ઉપયોગ કરીને ફેંકી દેવાની) વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ.

પ્રશ્નોઃ

પ્રશ્ન 1.
આપણા પર્યાવરણના વિઘટન માટે જવાબદાર બે પરિબળો જણાવો.
ઉત્તર:
આધુનિક તકનિકો (Technology) અને વધુ પ્રમાણમાં જોવા અવિઘટનીય કચરાનું ઉત્પાદન. આ બે પરિબળો આપણા પર્યાવરણના વિઘટન માટે જવાબદાર છે.

પ્રશ્ન 2.
વર્તમાન સમયમાં આપણે વધારે કચરો શા માટે ઉત્પન્ન કરીએ છીએ?
ઉત્તર:
વર્તમાન સમયમાં આપણે વધારે કચરો ઉત્પન્ન કરીએ છીએ, કારણ કે આધુનિક તનિકો અને આપણા બદલાયેલા અભિગમને કારણે આપણી જીવનશૈલીમાં સુધારો થયો છે. આપણે આપણા પર્યાવરણ પ્રત્યે સભાન નથી અને તેથી આપણી પ્રવૃત્તિઓ વધારે કચરો ઉત્પન્ન કરે છે.

પ્રશ્ન 3.
આપણાં ઘરોમાં ઉત્પન્ન થતો કચરો વધુ ને વધુ જૈવ અવિઘટનીય પદાર્થો દ્રવ્યો ધરાવતો શા માટે હોય છે?
ઉત્તર :
વસ્તુઓના પૅકિંગમાં ફેરફારના પરિણામે ઉત્પન્ન થતો કચરો જૈવ અવિઘટનીય હોય છે. આપણો વર્તમાન દષ્ટિકોણ ‘ઉપયોગ કરો અને ફેંકી દો’નો હોવાથી તેમજ વારંવાર વસ્તુઓ બદલી નાખવાનો હોવાથી આપણાં ઘરોમાં ઉત્પન્ન થતા કચરામાં જૈવ અવિઘટનીય દ્રવ્યો વધારે હોય છે.

પ્રશ્ન 2.
આધુનિક કૃષિ આપણને વધુ પ્રમાણમાં રાસાયણિક ખાતરો, જંતુનાશકો અને સિંચાઈના ઉપયોગ તરફ લઈ જાય છે. આ રીતે ઉત્પન્ન કરાતા કૃષિ-પાક મનુષ્યમાં સ્વાથ્ય-સંબંધિત પ્રશ્નો સર્જે છે. અનિયંત્રિત રીતે ઉપયોગ કરતાં વિવિધ રસાયણો આપણા પર્યાવરણ પર હાનિકારક અસરો સર્જે છે.

પ્રશ્નોઃ

પ્રશ્ન 1.
ઉપરોક્ત કિસ્સામાં સજીવોમાં કઈ પર્યાવરણીય પ્રક્રિયા સંકળાયેલી છે?
ઉત્તર:
જૈવિક વિશાલન

પ્રશ્ન 2.
ઉપરોક્ત કિસ્સામાં ભૂમિ પર કઈ કઈ અસરો થાય છે?
ઉત્તર:
ભૂમિ પર નીચેની અસરો થાય છે :

  1. ઝેરી જંતુનાશકો ભૂમિમાં એકત્રિત થાય છે. ભૂમિમાં વસતા પર્યાવરણ-મિત્ર સજીવો નાશ પામે છે.
  2. ભૂમિની ક્ષારતા વધે છે.
  3. ભૂમિ બિનફળદ્રુપ બનતી જાય છે.

પ્રશ્ન 3.
જંતુનાશકો પર્યાવરણમાં લાંબો સમય શા માટે જળવાઈ રહે છે?
ઉત્તર:
જંતુનાશકો જૈવ અવિઘટનીય દ્રવ્યો છે. તેઓ વિઘટકોની અસરથી સરળ દ્રવ્યોમાં વિઘટન પામતા નથી. તેથી પર્યાવરણમાં લાંબો સમય જળવાઈ રહે છે.

પ્રાયોગિક કૌશલ્યો આધારિત પ્રશ્નોત્તર (Practical Skill Based Questions with Answers)

પ્રશ્ન 1.
આકૃતિમાં વસવાટમાં સજીવો દર્શાવ્યા છે.
GSEB Class 10 Science Important Questions Chapter 15 આપણું પર્યાવરણ 31
ચાર વિદ્યાર્થીઓ દ્વારા આ સજીવો વચ્ચેના પોષણ સંબંધો દર્શાવ્યા છે તે પૈકી કયો સાચો છે?
GSEB Class 10 Science Important Questions Chapter 15 આપણું પર્યાવરણ 32
ઉત્તરઃ
(3)
GSEB Class 10 Science Important Questions Chapter 15 આપણું પર્યાવરણ 33

GSEB Class 10 Science Important Questions Chapter 15 આપણું પર્યાવરણ

પ્રશ્ન 2.

પ્રશ્ન 1.
મનુષ્ય જમ્યા પછી દહીં કે છાશનો ઉપયોગ કરે છે. તે પ્રાચનક્રિયામાં મદદરૂપ છે. દૂધમાં લૅક્ટોબેસિલસ (Lactobacillus) બૅક્ટરિયા વડે આથવણ થતાં દહીં બને છે. આહારશૃંખલાની કલ્પના કરો અને લૅક્ટોબેસિલસ તથા મનુષ્યની તેમાં કક્ષા નક્કી કરો.
ઉત્તર:
લૅક્ટોબેસિલસ –તૃતીય પોષક સ્તર → ઉપભોગી
મનુષ્ય – ચતુર્થ પોષક સ્તર → ઉપભોગી

પ્રશ્ન 2.
જો દહીંના બદલે આપણે દૂધનો ઉપયોગ કરીએ, તો આપણે કયા પોષક સ્તરના સ્થાને રહીશું?
ઉત્તર:
તૃતીય પોષક સ્તર / દ્વિતીય ક્રમના ઉપભોગી

પ્રશ્ન 3.
આકૃતિનું કાળજીપૂર્વક અવલોકન કરી, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
GSEB Class 10 Science Important Questions Chapter 15 આપણું પર્યાવરણ 34

પ્રશ્નોઃ

પ્રશ્ન 1.
વર્તુળમાં દર્શાવેલા સજીવોની ખોરાકપ્રાપ્તિને આધારે તેની કક્ષા જણાવો.
ઉત્તર :
ખિસકોલી અને હરણ બને તૃણાહારી (શાકાહારી) છે.

પ્રશ્ન 2.
આકૃતિમાં અવલોકી શકાતા પોષક સ્તરો જણાવો.
ઉત્તર :
ઉત્પાદક (પોષક સ્તર – I) અને તૃણાહારી (પોષક સ્તર – II)

પ્રશ્ન 3.
આકૃતિ પરથી પર્યાવરણના બે અજેય ઘટકો જણાવો.
ઉત્તર :
ભૂમિ અને પ્રકાશ

પ્રશ્ન 4.
આકૃતિમાં નિવસનતંત્રની કઈ અગત્યની ક્રિયા સૂચવેલી છે?
ઉત્તર :
ઊર્જાનું વહન

GSEB Class 10 Science Important Questions Chapter 15 આપણું પર્યાવરણ 35
GSEB Class 10 Science Important Questions Chapter 15 આપણું પર્યાવરણ 36

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *