Computer Class 11 GSEB Solutions Chapter 4 સ્તરનો પરિચય

Students frequently turn to Computer Class 11 GSEB Solutions and GSEB Computer Textbook Solutions Class 11 Chapter 4 સ્તરનો પરિચય for practice and self-assessment.

GSEB Computer Textbook Solutions Class 11 Chapter 4 સ્તરનો પરિચય

પ્રશ્ન 1.
સ્તર (Layers) વર્ણવો. ઉદાહરણ આપો.
ઉત્તર:
સીન્ફિગમાં જુદા જુદા સ્તર કે જેના ઉપર ચિત્રો કે ઑબ્જેક્ટ મૂકી શકાય, તેને સ્તર (Layer) કહે છે.

  • સ્તર એકબીજાની ઉપર કે નીચે રાખવામાં આવે છે. અંકો ઉપરનું સ્તર નીચેના સ્તરને ઢાંકી દે છે.
  • સ્તરનો ઉપયોગ દરેક ઑબ્જેક્ટ સાથે અલગ રીતે કાર્ય કરવાની સ્વતંત્રતા આપે છે. તથા આ સ્તરોની પુનઃગોઠવણી પણ કરી શકાય છે.

ઉદાહરણ :

    1. વર્તુળ સ્તર
    2. ટેક્સ્ટ સ્તર
    3. ગ્રેડિયન્ટ સ્તર
    4. સ્ટાર સ્તર વગેરે.

પ્રશ્ન 2.
એનકૅપ્સ્યુલેશન એટલે શું? આપણને શા માટે એની જરૂર પડે છે?
ઉત્તર:
એનકૅપ્સ્યુલેશન એટલે પ્રાવૃત્ત એટલે કે જુદા જુદા ઑબ્જેક્ટને ભેગા કરવા અથવા ગ્રૂપમાં રજૂ કરવા માટેની ઉપયોગી સુવિધા.
સીન્ફિગમાં અમુક અસર આપણે ફક્ત અમુક જ સ્તર ઉપર આપવી હોય ત્યારે જે-તે સ્તરને એનકૅપ્સ્યુલેટ કરવાની જરૂર પડે છે.

Computer Class 11 GSEB Solutions Chapter 4 સ્તરનો પરિચય

પ્રશ્ન 3.
એક શેરીના દશ્યની કલ્પના કરો, જેમાં મકાન, કાર, સૂર્ય, ટ્રાફિકલાઇટ અને વ્યક્તિઓ હોય. કયું સ્તર ઉપર હશે અને કયું સ્તર નીચે હશે, તે જણાવો.
ઉત્તર:
શેરીના દૃશ્યમાં સ્તરને નીચે મુજબ ગોઠવી શકાય :
સૂર્ય સ્તર (સૌથી નીચે) ત્યારબાદ મકાન સ્તર તેની ઉપર કાર સ્તર તેની ઉપર ટ્રાફિકલાઇટનું સ્તર તથા સૌથી ઉપર વ્યક્તિઓનો સ્તર.

પ્રશ્ન 4.
Link to BLine વિકલ્પનો ઉદ્દેશ શું છે? તે જણાવો.
ઉત્તર:
Link to BLine લાક્ષણિકતા ઑબ્જેક્ટના શિરોબિંદુને(Vertex)ને BLineના શિરોબિંદુ સાથે જોડવા માટે ઉપયોગમાં લેવાય છે.

Computer Class 11 GSEB Notes Chapter 4 સ્તરનો પરિચય

સ્તર પરિચય (Introduction Layers)

  • સૂર્યોદયનું દૃશ્ય પર્વતોની વચ્ચે જોવા મળે, તો દશ્ય ખૂબ નયનરમ્ય અને આનંદદાયક લાગે છે. આ દશ્ય ઘણી બધી બાબતો કે વસ્તુઓ(ઑબ્જેક્ટ)નું બનેલું હોય છે. જેમ કે, સૂર્ય, પર્વતની ટેકરીઓ, પક્ષીઓ, વૃક્ષો વગેરે.
  • ધારો કે, આપણે આવા સૂર્યોદયના દૃશ્યનું ઍનિમેશન બનાવવું છે. હવે એ સમજવું જરૂરી છે કે, આ દરેક ઑબ્જેક્ટ કાં તો કોઈ ઑબ્જેક્ટની આગળ હોય કે પાછળ હોય. દા. ત., સૂર્ય (Sun) પર્વતો(Mountains)ની પાછળથી ઉદય પામે છે. આમ, ‘Sun’ નામનો ઑબ્જેક્ટ Mountains, નામના ઑબ્જેક્ટની પાછળ જ મૂકવો પડે.
  • આ પ્રકરણમાં આપણે ‘લેયર’ (સ્તર) નામના વિશિષ્ટ ખ્યાલ વિશે શીખીશું, જે આપણને ઉપર મુજબના દૃશ્ય સર્જવામાં મદદરૂપ બનશે.

સીન્ફિગમાં સ્તરનો ઉપયોગ (Use of Layer in Synfig)

  • સીન્ફિગમાં જુદા જુદા સ્તર કે જેના ઉપર આપણે ચિત્રો કે ઑબ્જેક્ટ મૂકી શકીએ, તેને સ્તર (લેયર) તરીકે ઓળખવામાં આવે છે.
  • આવા સ્તર એકબીજાની ઉપર કે નીચે (ઉપરા-છાપરી) રાખવામાં આવે છે. અહીં ઉપરનું સ્તર નીચેના સ્તરને ઢાંકી દે છે.
  • સ્તરનો ઉપયોગ આપણને દરેક ઑબ્જેક્ટ સાથે અલગ રીતે કાર્ય કરવાની સ્વતંત્રતા આપે છે. જ્યારે કોઈ ઑબ્જેક્ટને સુધારવામાં આવે ત્યારે તે તેની ઉપરના કે નીચેના અન્ય ઑબ્જેક્ટને જરાય અસર પહોંચાડતું નથી.
  • સીન્ફિગમાં સ્તરોની પુનઃગોઠવણી પણ કરી શકાય છે અને એ જ રીતે બધા ઑબ્જેક્ટના ક્રમ બદલવાની છૂટ પણ આપે છે. આમ, આપણે આપણા દૃશ્યના દેખાવને બદલી શકીએ છીએ.

સીન્ફિગના સ્તર અન્ય ઍનિમેશન સૉફ્ટવેરના સ્તર કરતાં નીચેની બે બાબતે જુદા પડે છે :
(1) દરેક ઑબ્જેક્ટ, તત્ત્વ અને અસરોને તેમનું અલાયદું સ્તર હોય છે, અનેકવિધ અસર સાથેનું એક સ્તર હોતું નથી.
સીન્ફિગના સ્તર કોઈ એક બાબત જેમ કે ઑબ્જેક્ટ, આઉટલાઇન કે છબી જ રજૂ કરે છે.

(2) ઉપરનું સ્તર તેની નીચેના સ્તરના વર્તનમાં ફેરફાર કરી શકે. તે નીચેના સ્તરને સુધારી શકે કે તેને વિકૃત કરી શકે.

  • સીન્ફિગમાં જુદા જુદા પ્રકારના સ્તર હોય છે. જેવા કે ‘ગ્રેડિયન્ટ’, ‘બ્લર’, ‘ડિસ્ટોર્સન’, ‘ફિલ્ટર’ અને અન્ય. દરેક સ્તરને તેનાં પોતાનાં પરિબળો હોય છે.
  • કોઈ પણ સ્તરને Layers Panelમાંથી પસંદ કરીને Params Panelમાં જઈને આપણે જે-તે સ્તરનાં પરિબળો જોઈ શકીએ છીએ તથા બદલી શકીએ છીએ.

Computer Class 11 GSEB Solutions Chapter 4 સ્તરનો પરિચય

વર્તુળના સ્તરમાં ગ્રેડિયન્ટ અસર આપવી (Giving gradient effect in Circle layer)

હેતુ : કૅનવાસમાં વર્તુળ દોરી ફક્ત વર્તુળ ઉપર ગ્રેડિયન્ટ અસર આપવી.
પગલાં :

પગલું 1 : સીન્કિંગ ચાલુ કરી નવી ફાઈલ બનાવો.

પગલું 2 : Circle ટૂલનો ઉપયોગ કરી બે વર્તુળ દોરો.
[નોંધ : વર્તુળનો રંગ સફેદ જ રાખો કે જેથી કરીને ગ્રેડિયન્ટ અસર જોઈ શકાય.] આકૃતિ આ બે વર્તુળો દર્શાવે છે.
Computer Class 11 GSEB Solutions Chapter 4 સ્તરનો પરિચય 1
પગલું 3 : ટૂલ બૉક્સમાંથી ગ્રેડિયન્ટ ટૂલ પસંદ કરો.
Outline colour માટે તમારી પસંદગી મુજબનો રંગ પસંદ કરો. આકૃતિ મુજબ Gradient બિંદુને ઘસડો.
Computer Class 11 GSEB Solutions Chapter 4 સ્તરનો પરિચય 2
પગલું 4 : આકૃતિ મુજબ ગ્રેડિયન્ટ રંગ દ્વારા આખું કૅનવાસ રંગાઈ જશે.
Computer Class 11 GSEB Solutions Chapter 4 સ્તરનો પરિચય 3
પગલું 5 : ગ્રેડિયન્ટ સ્તરને પસંદ કરો અને Params ભાગ પર જાઓ. ત્યાં તમને Blend Method નામનું પ્રાચલ (પેરામીટર) જોવા મળશે. [નોંધઃ “બ્લેન્ડ (Blend) મોડ’ એ નક્કી કરે છે કે, કેવી રીતે છબીને તેની નીચે આવેલા ઘટકો સાથે ગોઠવવામાં આવે. સામાન્ય રીતે અહીં ‘Composite’ ગોઠવણ હોય છે.]
Computer Class 11 GSEB Solutions Chapter 4 સ્તરનો પરિચય 4

Computer Class 11 GSEB Solutions Chapter 4 સ્તરનો પરિચય

આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે Blend પદ્ધતિમાં પરિબળ ગોઠવણીને બદલીને ‘Straight onto’ કરી દો.

પગલું 6 : જેના ૫૨ આપણે ગ્રેડિયન્ટની અસર આપવી છે, તે ગ્રેડિયન્ટ સ્તર અને સર્કલ લેયરને પસંદ કરો.
[નોંધ : બે સ્તરને પસંદ કરવા CTRL કી દબાવી રાખવી પડે.] હવે તેના પર માઉસ-પૉઇન્ટર રાખી માઉસનું જમણું બટન દબાવો. જે સબ-મેનૂ ખૂલે તેમાંથી Encapsulate પસંદ કરો, જેથી આકૃતિ માં દર્શાવ્યા મુજબ “Inline Canvas’ નામનું નવું સ્તર બનશે.
Computer Class 11 GSEB Solutions Chapter 4 સ્તરનો પરિચય 5
આ Inline Canvasની નજીક તમે એક નાનો ત્રિકોણ જોઈ શકશો. આ ત્રિકોણ પર ક્લિક કરતા આકૃતિ માં દર્શાવ્યા મુજબ ‘ઇનલાઇન કૅનવાસ લેયર’, ‘ગ્રેડિયન્ટ’ અને સર્કલ લેયર એમ બંને લેયરને દર્શાવવા વિસ્તરીને મોટું થશે.
આમ, કરવાથી આકૃતિ માં દર્શાવ્યા મુજબ નાના વર્તુળમાં ગ્રેડિયન્ટની અસર દેખાય છે.
Computer Class 11 GSEB Solutions Chapter 4 સ્તરનો પરિચય 6
પગલું 7 : હવે આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે Circle ટૂલનો ઉપયોગ કરી એક વધુ વર્તુળ ઉમેરો.
Computer Class 11 GSEB Solutions Chapter 4 સ્તરનો પરિચય 7
પગલું 8 : હવે નવા સર્કલ લેયરને ઇનલાઇન કૅનવાસ સ્તરમાં ઘસડીને લઈ જાઓ. આપણા સર્કલ લેયરને બિલકુલ ગ્રેડિયન્ટ સ્તરની નીચે મૂકીશું અને એની અસર આકૃતિ માં દર્શાવ્યા મુજબ દેખાશે.
Computer Class 11 GSEB Solutions Chapter 4 સ્તરનો પરિચય 8

[નોંધ : સીન્કિંગમાં સ્તર માત્ર એ માહિતીમાં સુધારો કરી શકે છે કે, જે તેની તરત નીચેના સ્તર પાસેથી મળે. ઉદાહરણ તરીકે, જો આપણે ‘ઇનલાઇન કૅનવાસ’ની અંદર, સ્તરની ઉપર Blur Layer(બ્લર લેયર)નો ઉપયોગ કર્યો હોય, તો તે માત્ર ‘ઇનલાઇન કૅનવાસ’ સ્તરને થોડું ઝાંખું (બ્લર) કરશે, નહીં કે ઇનલાઇન મૅનવાસ હેઠળ આવેલા તમામ સ્તરને.]

પ્રાવૃત્ત (એનકૅપ્સ્યુલેશન) : પ્રાવૃત્ત (એનકૅપ્સ્યુલેટ) એટલે જુદી જુદી વસ્તુઓને જૂથમાં ભેગી (પિંગ) કરવી. જો આપણે એવું ઇચ્છતા હોઈએ કે, કોઈ ચોક્કસ ઑબ્જેક્ટ અથવા ઑબ્જેક્ટના અમુક સમૂહ પર ગ્રેડિયન્ટનો અમલ થાય, તો આપણે તેવા ઑબ્જેક્ટને એક સ્તરમાં ભેગા (એનકૅપ્સ્યુલેટ) કરવા પડે. આમ, એનકૅપ્સ્યુલેશનના ઉપયોગ દ્વારા આપણે ગ્રેડિયન્ટને ફક્ત એક સ્તર માટે, અમલી બનાવી શકીએ. (અને એ પણ આ સ્તરની નીચેનાં સ્તરને અસર આપ્યા વગર.)

Computer Class 11 GSEB Solutions Chapter 4 સ્તરનો પરિચય

નિર્ધારિત પથ પર ચક્રાકાર ભ્રમણ (Rotation on a Specified path)

હેતુ : BLine ટૂલની મદદથી લંબગોળ આકારનો (અંડાકાર) પથ તૈયાર કરી તે પથ ઉપર વર્તુળનું ભ્રમણ કરાવવું.
પગલાં :

પગલું 1 : સીન્કિંગમાં નવી ફાઈલ બનાવો.

પગલું 2 : BLine/Circle ટૂલનો ઉપયોગ કરી ચક્રાકાર ભ્રમણ માટેનો પથ તૈયાર કરો. તે માટે BLine ટૂલ પસંદ કરીને આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણેનો લંબગોળ આકારનો પથ દોરો.
[નોંધ : Tool વિકલ્પમાં માત્ર Create Outline BLine વિકલ્પ પસંદ કરો.]
BLine ને બંધ કરવા Transform ટૂલ પસંદ કરો. (Esc કી દબાવવાથી BLine ને દૂર કરાશે.)
Computer Class 11 GSEB Solutions Chapter 4 સ્તરનો પરિચય 9
પગલું 3 : હવે Circle ટૂલને પસંદ કરો. Palette Editor નો ઉપયોગ કરી, મનગમતો રંગ પસંદ કરો અને આકૃતિ માં દર્શાવ્યા મુજબ કૅનવાસ પર વર્તુળ દોરો.
Computer Class 11 GSEB Solutions Chapter 4 સ્તરનો પરિચય 10
પગલું 4 : Layers પૅનલમાં Circle Layer → Right Click → New Layer → Transform → Rotate પસંદ કરો. આમ, કરવાથી આકૃતિ (a) અને આકૃતિ (b) માં દર્શાવ્યા પ્રમાણે Circle Layer ની ઉ૫૨ Rotate નામનું એક નવું સ્તર (Layer) ઉમેરાશે.
Computer Class 11 GSEB Solutions Chapter 4 સ્તરનો પરિચય 11
Computer Class 11 GSEB Solutions Chapter 4 સ્તરનો પરિચય 12

Computer Class 11 GSEB Solutions Chapter 4 સ્તરનો પરિચય

પગલું 5 : હવે આપણે Rotate Layer અને Circle Layer બંનેને ભેગા (એનકૅપ્સ્યુલેટ) કરીશું. તે માટે આ બંને સ્તરોને પસંદ કરવા Layers Panel માં Rotate Layer પર ક્લિક કરો, Shift કી દબાવી રાખીને Circle Layer પસંદ કરો.
હવે માઉસનું જમણું બટન દબાવી Encapsulate પસંદ કરો. આમ, Rotate અને Circle Layer બંને Inline Canvas નામના સ્તરમાં ભેગા (એનકૅપ્સ્યુલેટ) થઈ જશે. આકૃતિ આ એનકૅપ્સ્યુલેટ સ્તર Inline Canvas દર્શાવે છે.
Computer Class 11 GSEB Solutions Chapter 4 સ્તરનો પરિચય 13
પગલું 6 : હવે Rotate અને Circle સ્તરને પસંદ કરીને તેના ઑબ્જેક્ટનું સ્થાન દર્શાવતા ડક (જેનો રંગ લીલો હોય છે)ને આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે એકબીજાની નજીક લઈ આવો.
Computer Class 11 GSEB Solutions Chapter 4 સ્તરનો પરિચય 14
પગલું 7 : હવે Inline Canvas પસંદ કરો અને તેનું સ્થાન દર્શાવતા ડકને (Green Duckને) પસંદ કરો. CTRL કી દબાવી રાખીને Rotate Layerને પસંદ કરો.

  • CTRL કી દબાવેલી રાખીને Rotate Layer પરનું Blue Duck પસંદ કરો.
  • CTRL કી દબાવી રાખીને BLine સ્તર પસંદ કરો.
  • હવે કૅનવાસમાં જ્યાંથી વર્તુળનું ભ્રમણ શરૂ થાય તેમ ઇચ્છો છો, ત્યાં BLine પર માઉસનું જમણું બટન દબાવો અને Link to BLine’ વિકલ્પ પસંદ કરો.

Computer Class 11 GSEB Solutions Chapter 4 સ્તરનો પરિચય 15

  • Link to BLine લાક્ષણિકતા ઑબ્જેક્ટના શિરોબિંદુ(Vertex)ને BLineના શિરોબિંદુ સાથે જોડવા માટે ઉપયોગમાં લેવાય છે. (જુઓ આકૃતિ )

પગલું 8 : હવે Inline Canvas સ્તરને બંધ કરવા તેની નજીક દેખાતા નાના ત્રિકોણ પર ક્લિક કરો. ત્યારબાદ આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે Inline Canvas પસંદ કરો.
Computer Class 11 GSEB Solutions Chapter 4 સ્તરનો પરિચય 16
પગલું 9 : હવે ‘ઍનિમેશન એડિટિંગ મોડ’ ચાલુ કરો કે, જેથી આકૃતિ માં દર્શાવ્યા મુજબ કૅનવાસની ફરતે લીટી દેખાશે. (જેનો રંગ લાલ હોય છે.)

  •  હવે, આકૃતિ માં દર્શાવ્યા મુજબ શરૂઆતનું સ્થાન નોંધવા ટાઇમલાઇનમાં of ઉપર Green Duckનો ઉપયોગ કરી વર્તુળને થોડુંક ઘસડો.
  • 0f પર એક ‘વે-પૉઇન્ટ’ ઉમેરાશે.

Computer Class 11 GSEB Solutions Chapter 4 સ્તરનો પરિચય 17

Computer Class 11 GSEB Solutions Chapter 4 સ્તરનો પરિચય

પગલું 10 : હવે ટાઇમલાઇનમાં 5s સ્થાન પર ક્લિક કરો અને Green Duckનો ઉપયોગ કરીને BLine ના અંત સ્થાન પર પહોંચો, ત્યાં વર્તુળને ઘડિયાળની ઊંધી દિશામાં ઘસડો.
આકૃતિ 4.18 (a), (b), (c), (d), (e) અને (1) માં વર્તુળ શરૂઆતના સ્થાન પરથી અંત સ્થાન સુધી ઘસડાયાનું દર્શાવેલ છે. દરેક છબીમાંની ટાઇમલાઇન તે ચોક્કસ સમયે વર્તુળનું સ્થાન દર્શાવે છે.
[નોંધ : વર્તુળને ઘડિયાળની દિશામાં ફેરવીને સીધું જ અંત સ્થાન પર ન ઘસડો. આમ કરવાથી જુદા જુદા સમય-સ્થાન પર વર્તુળનું સ્થાન યોગ્ય રીતે નોંધી શકાશે નહીં.]
Computer Class 11 GSEB Solutions Chapter 4 સ્તરનો પરિચય 18
Computer Class 11 GSEB Solutions Chapter 4 સ્તરનો પરિચય 19
Computer Class 11 GSEB Solutions Chapter 4 સ્તરનો પરિચય 20
Computer Class 11 GSEB Solutions Chapter 4 સ્તરનો પરિચય 21
Computer Class 11 GSEB Solutions Chapter 4 સ્તરનો પરિચય 22
Computer Class 11 GSEB Solutions Chapter 4 સ્તરનો પરિચય 23
પગલું 11 : ઍનિમેશનનું પૂર્વાવલોકન કરવા Play પર ક્લિક કરો. વર્તુળને ઘડિયાળની ઊંધી દિશામાં ફરતું જોઈ શકાશે.
ફાઈલને સાચવીને પછી રેન્ડરિંગ કરો. આકૃતિ 4.19 વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરીને જોઈ શકાતું પરિણામ દર્શાવે છે.
Computer Class 11 GSEB Solutions Chapter 4 સ્તરનો પરિચય 24

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *