Computer Class 11 GSEB Solutions Chapter 11 ક્વેરીનો ઉપયોગ કરી માહિતી મેળવવી

Students frequently turn to Computer Class 11 GSEB Solutions and GSEB Computer Textbook Solutions Class 11 Chapter 11 ક્વેરીનો ઉપયોગ કરી માહિતી મેળવવી for practice and self-assessment.

GSEB Computer Textbook Solutions Class 11 Chapter 11 ક્વેરીનો ઉપયોગ કરી માહિતી મેળવવી

પ્રશ્ન 1.
બેઝમાં ક્વેરી એટલે શું? ક્વેરી શા માટે બનાવવી જોઈએ?
ઉત્તર:
બેઝમાં ક્વેરીનો અર્થ છે કે, ડેટાબેઝમાં આવેલી કોઈ માહિતી વિશે પ્રશ્નોત્તરી કરવી.
ડેટાબેઝમાંથી નિશ્ચિત માહિતી મેળવવા ક્વેરી બનાવવામાં આવે છે.

પ્રશ્ન 2.
વૅરીમાં માપદંડનો ઉપયોગ જણાવો.
ઉત્તર:
ટેબલના બધા રેકૉર્ડને બદલે ચોક્કસ માપદંડ સાથેના રેકૉર્ડ જોવા માટે વૅરીમાં માપદંડ ઉમેરવામાં આવે છે.
ક્વેરી ડિઝાઇનમાં આપણે માપદંડ (Criteria) એક જ ફિલ્ડમાં અથવા એકથી વધુ ફિલ્ડમાં આપી શકીએ.

Computer Class 11 GSEB Solutions Chapter 11 ક્વેરીનો ઉપયોગ કરી માહિતી મેળવવી

પ્રશ્ન 3.
વાઇલ્ડકાર્ડ અક્ષરો એટલે શું? દરેકની વિસ્તૃત સમજૂતી આપો.
ઉત્તરઃG
વાઇલ્ડકાર્ડનો ઉપયોગ (Using Wild Cards)

  • હવે, ધારો કે એવી Product ની યાદી જોવી હોય કે જેમના મૉડેલનું નામ hp અક્ષરોથી શરૂ થતું હોય.
  • આ માટે Product ટેબલનો ઉપયોગ કરી નવી ક્વેરી બનાવો. તેમાં PCode, ModelName, SellingPrice અને OSSupport ફિલ્ડ ઉમેરો અને આકૃતિ માં દર્શાવ્યા મુજબ ModelName ફિલ્ડનાં Criterion હરોળમાં LIKEhp*’ માપદંડ ઉમેરો.
  • આ ક્વેરી રન કરતા મળતું આઉટપુટ આકૃતિ માં દર્શાવેલ છે.

Computer Class 11 GSEB Solutions Chapter 11 ક્વેરીનો ઉપયોગ કરી માહિતી મેળવવી 1

  • અહીં ચિહ્ન ફૂદડી(*)ને વાઇલ્ડકાર્ડ અક્ષર કહે છે.
  • વાઇલ્ડકાર્ડ અક્ષર (*)ના ઉપયોગથી અલગ અલગ પ્રકારનો આઉટપુટ મેળવી શકાય. જે નીચે દર્શાવેલ છે :
વાઇલ્ડકાર્ડ અક્ષર આઉટપુટ
(1) hp * પ્રથમ બે અક્ષર hp અને તેની પાછળ અક્ષરોના કોઈ પણ સમૂહ રજૂ કરે. (દા. ત., hp a, hp india, hp company વગેરે.)
(2) *hp એવાં ઉત્પાદનો દર્શાવશે જેમાં નામ hp અક્ષરોથી પૂરા થતા હોય એટલે કે છેલ્લા બે અક્ષર hp હોય. (દા. ત., a hp, indiahp, bhp વગેરે.)
(3) hp* hp એવાં ઉત્પાદનોનાં નામ દર્શાવશે જેમનાં નામ hp અક્ષરોથી શરૂ અને પૂરા થતા હોય, એટલે કે પ્રથમ બે અક્ષર hp તથા છેલ્લા બે અક્ષર hp હોય. (દા. ત., hpahp, hp india hp, hp bhp વગેરે.)

નોંધ : વાઇલ્ડકાર્ડ અક્ષરો સાથે LIKE ઑપરેટરનો ઉપયોગ કરવો ફરજિયાત છે.

પ્રશ્ન 4.
એગ્રિગેટ વિધેયો એટલે શું? તેનો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે?
ઉત્તરઃ
પૂર્વવ્યાખ્યાયિત ગણતરીઓ – વિગતોનું તારણ (Predefined Calculations – Summarizing the Data)

  • કસ્ટમ ગણતરી ફિલ્ડ પ૨ ગણતરી કરે છે, જ્યારે પૂર્વવ્યાખ્યાયિત ગણતરીઓ રેકૉર્ડ ઉપર ગણતરી કરે છે, જેમાં નીચે પ્રમાણેની ગણતરીનો સમાવેશ થઈ શકે :
  • રેકૉર્ડનાં જૂથ ઉપર
    – સરવાળો (Sum)
    – સરેરાશ (Average)
    – ગણન (Count)
    – ન્યૂનતમ (Minimum)
    – મહત્તમ (Maximum)
    – પ્રમાણિત વિચલન (Standard deviation)
    – ચલનાંક (Variance) વગેરે ગણતરી કરવી.
  • પૂર્વવ્યાખ્યાયિત ગણતરીઓ ટેબલના એકથી વધુ રેકૉર્ડ પર લાગુ કરવામાં આવે છે અને પરિણામ સ્વરૂપે તે એક કિંમત દર્શાવે છે.
  • ધારો કે આપણે ModernElectronicStoreના કુલ ગ્રાહકોની સંખ્યા શોધવી છે. તે માટે નીચે મુજબનાં પગલાં અનુસરી ક્વેરી બનાવો :
    1. ડિઝાઇન વ્યૂમાં નવી ક્વેરી બનાવો.
    2. Add Table or Query ડાયલૉગ બૉક્સમાંથી Customer ટેબલ પસંદ કરો.
    3. Ccode પર ડબલ-ક્લિક કરો.
    4. Alias હરોળમાં Total Customers aч કરો.
    5. ક્વેરી ડિઝાઇન ગ્રિડની Function નામની હરોળમાં આવેલ ડ્રૉપડાઉન મેનૂ ખોલો.
    6. આકૃતિ માં દર્શાવ્યા મુજબ એગ્રિગેટ વિધેયોની યાદીમાંથી Count વિધેય પસંદ કરો.
    7. સ્ક્વૅરી રન કરવાથી કુલ ગ્રાહકોની સંખ્યા મેળવી શકાશે.

Computer Class 11 GSEB Solutions Chapter 11 ક્વેરીનો ઉપયોગ કરી માહિતી મેળવવી 2
નોંધ : પૂર્વવ્યાખ્યાયિત વિધેયો દ્વારા ફિલ્ડ પર કરવામાં આવેલ ગણતરીનું પરિણામ માત્ર દર્શાવવા માટેનું છે. આ પરિણામનો સંગ્રહ સંબંધિત ટેબલમાં કરવામાં આવતો નથી. તેને બદલે જ્યારે વૅરી રન કરવામાં આવે છે, ત્યારે બેઝ ફેરગણતરી કરે છે.

Computer Class 11 GSEB Solutions Chapter 11 ક્વેરીનો ઉપયોગ કરી માહિતી મેળવવી

પ્રશ્ન 5.
મુખ્યત્વે ઉપયોગમાં લેવાતાં એગ્રિગેટ વિધેયનાં નામ લખી સમજૂતી આપો.
ઉત્તરઃ
પૂર્વવ્યાખ્યાયિત ગણતરીઓ – વિગતોનું તારણ (Predefined Calculations – Summarizing the Data)

  • કસ્ટમ ગણતરી ફિલ્ડ પ૨ ગણતરી કરે છે, જ્યારે પૂર્વવ્યાખ્યાયિત ગણતરીઓ રેકૉર્ડ ઉપર ગણતરી કરે છે, જેમાં નીચે પ્રમાણેની ગણતરીનો સમાવેશ થઈ શકે :
  • રેકૉર્ડનાં જૂથ ઉપર
    – સરવાળો (Sum)
    – સરેરાશ (Average)
    – ગણન (Count)
    – ન્યૂનતમ (Minimum)
    – મહત્તમ (Maximum)
    – પ્રમાણિત વિચલન (Standard deviation)
    – ચલનાંક (Variance) વગેરે ગણતરી કરવી.
  • પૂર્વવ્યાખ્યાયિત ગણતરીઓ ટેબલના એકથી વધુ રેકૉર્ડ પર લાગુ કરવામાં આવે છે અને પરિણામ સ્વરૂપે તે એક કિંમત દર્શાવે છે.
  • ધારો કે આપણે ModernElectronicStoreના કુલ ગ્રાહકોની સંખ્યા શોધવી છે. તે માટે નીચે મુજબનાં પગલાં અનુસરી ક્વેરી બનાવો :
    1. ડિઝાઇન વ્યૂમાં નવી ક્વેરી બનાવો.
    2. Add Table or Query ડાયલૉગ બૉક્સમાંથી Customer ટેબલ પસંદ કરો.
    3. Ccode પર ડબલ-ક્લિક કરો.
    4. Alias હરોળમાં Total Customers aч કરો.
    5. ક્વેરી ડિઝાઇન ગ્રિડની Function નામની હરોળમાં આવેલ ડ્રૉપડાઉન મેનૂ ખોલો.
    6. આકૃતિ માં દર્શાવ્યા મુજબ એગ્રિગેટ વિધેયોની યાદીમાંથી Count વિધેય પસંદ કરો.
    7. સ્ક્વૅરી રન કરવાથી કુલ ગ્રાહકોની સંખ્યા મેળવી શકાશે.

Computer Class 11 GSEB Solutions Chapter 11 ક્વેરીનો ઉપયોગ કરી માહિતી મેળવવી 2
નોંધ : પૂર્વવ્યાખ્યાયિત વિધેયો દ્વારા ફિલ્ડ પર કરવામાં આવેલ ગણતરીનું પરિણામ માત્ર દર્શાવવા માટેનું છે. આ પરિણામનો સંગ્રહ સંબંધિત ટેબલમાં કરવામાં આવતો નથી. તેને બદલે જ્યારે વૅરી રન કરવામાં આવે છે, ત્યારે બેઝ ફેરગણતરી કરે છે.

પ્રશ્ન 6.
ગણતરી માટેનાં ફિલ્ડ (Calculated field)ની વ્યાખ્યા આપી યોગ્ય ઉદાહરણ સાથે સમજાવો.
ઉત્તરઃ

કસ્ટમ ગણતરી (Custom Calculation)

  • એક કે વધુ ફિલ્ડમાં આવેલ વિગતોનો ઉપયોગ કરી દરેક રેકૉર્ડ ઉપર આંકડાકીય, તારીખ સંબંધિત કે લખાણ માટેની ગણતરીઓ કરવા માટે કસ્ટમ ગણતરીનો ઉપયોગ કરવામાં આવે છે.
  • કસ્ટમ ગણતરીમાં બે કે વધુ ફિલ્ડમાં આવેલ કિંમતોના સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર કરી શકાય છે.
    નોંધ : કસ્ટમ ગણતરી માટે એક વધારાના ફિલ્ડ (Custom field) ને ઉમેરવાની જરૂર પડે છે.

ઉદાહરણ :
આપણે OrderDetail ટેબલમાં Quantity અને SalePrice ની વિગતોનો ગુણાકાર કરી એક નવા ફિલ્ડમાં Amount દર્શાવવી છે, તો તે માટે નીચેનાં પગલાં અનુસરો :

  1. ડિઝાઇન વ્યૂનો ઉપયોગ કરી, નવી વૅરી બનાવો.
  2. Add Table or Query ડાયલૉગ બૉક્સમાંથી OrderDetail ટેબલ પસંદ કરો.
  3. OrderID ફિલ્ડ પર ડબલ-ક્લિક કરી, તેને ક્વરી ગ્રિડમાં ઉમેરો.
  4. ક્વેરી ડિઝાઇન ગ્રિડની બીજી કૉલમની Field હરોળમાં “Quantity” * “SalePrice” સમીકરણ ટાઇપ કરો.
  5. બીજી કૉલમની Alias હરોળમાં Amount ટાઇપ કરો.
  6. ક્વેરીને રન કરતા દરેક રેકૉર્ડ ઉપર Quantity અને SalePriceનો ગુણાકાર થઈ Amount દર્શાવવામાં આવશે.
    આકૃતિ માં કસ્ટમ ગણતરી માટેની વૅરી દર્શાવેલ છે.

Computer Class 11 GSEB Solutions Chapter 11 ક્વેરીનો ઉપયોગ કરી માહિતી મેળવવી 3

Computer Class 11 GSEB Solutions Chapter 11 ક્વેરીનો ઉપયોગ કરી માહિતી મેળવવી

પ્રશ્ન 7.
જૂથની રચના યોગ્ય ઉદાહરણ સાથે સમજાવો.
ઉત્તરઃ
વિગતોનાં જૂથ બનાવવા (Grouping the Data)

  • આપણે આગળની વૅરીમાં Customer ટેબલમાંથી કુલ ગ્રાહકોની ગણતરી કરી પરંતુ જો આપણે અમદાવાદમાં વસતા કુલ ગ્રાહક, પાટણમાં વસતા કુલ ગ્રાહક, મહેસાણામાં વસતા કુલ ગ્રાહક વગેરે જેવી ગણતરી કરવી હોય, તો દરેક શહેરના ગ્રાહકોનું જૂથ બનાવવું પડે. ત્યારબાદ જૂથ પર સરવાળો લાગુ કરવો પડે.
  • શહેર પ્રમાણે ગ્રાહકોની સંખ્યા ગણવા નીચે મુજબ પગલાં અનુસરો :
    1. ડિઝાઇન વ્યૂનો ઉપયોગ કરી, નવી વૅરી બનાવો.
    2. Add Table or Query ડાયલૉગ બૉક્સમાંથી Customer ટેબલ અને City ટેબલ ઉમેરો.
    3. City ટેબલના City ફિલ્ડ પર ડબલ-ક્લિક કરો. આ જ રીતે Customer ટેબલમાંથી Ccode ફિલ્ડ પસંદ કરો.
    4. આકૃતિ માં દર્શાવ્યા મુજબ City ફિલ્ડની Function હરોળમાંથી Group પસંદ કરો.
    5. Ccode ફિલ્ડની Function હરોળમાંથી Count પસંદ કરો.
    6. ક્યૂરી રન કરવાથી મળતું પરિણામ આકૃતિ માં ઉપરની બાજુ દર્શાવેલ છે.

Computer Class 11 GSEB Solutions Chapter 11 ક્વેરીનો ઉપયોગ કરી માહિતી મેળવવી 4

પ્રશ્ન 8.
પેરામીટર ક્વેરી એટલે શું?
ઉત્તરઃ
પેરામીટર ક્વેરી (Parameter Query)

  • ક્વેરી રન કરતી વખતે ઉપયોગકર્તા પાસેથી કિંમતો મેળવવા માટે પેરામીટર સ્ક્વૅરીની રચના કરવામાં આવે છે.
  • જ્યારે પેરામીટર સ્ક્વૅરી રન કરવામાં આવે છે, ત્યારે તે પેરામીટરની કિંમતોની માંગણી કરતું એક ડાયલૉગ બૉક્સ રજૂ કરે છે. ત્યારબાદ આ કિંમતોનો ઉપયોગ વિગતો મેળવવા માટેના માપદંડ તરીકે કરવામાં આવે છે.
  • હવે આપણે Product ટેબલમાંથી લૅપટૉપની વિગતો દર્શાવે તેવી ક્વેરી બનાવીએ.
  • આ ક્વેરી બનાવવા નીચે મુજબ પગલાં અનુસરો :
    1. ડિઝાઇન વ્યૂમાં નવી વૅરીની રચના કરો.
    2. Product અને ProductCategory ટેબલ ઉમેરો.
    3. Product ટેબલમાં દેખાતા * પર ડબલ-ક્લિક કરો. આમ કરવાથી Product ટેબલનાં બધાં જ ફિલ્ડ ઍરીમાં ઉમેરાઈ જશે.
    4. Category ટેબલમાંથી CategoryName ફિલ્ડ પર ડબલ-ક્લિક કરો.
    5. CategoryName ફિલ્ડના Criterion Cellમાં Laptop ટાઇપ કરો.
    6. ક્વેરીને Details of Laptop નામ આપી સેવ કરો.
  • હવે જો આપણે Smartphoneની વિગતો જોવી હોય, તો ફરીથી નવી ક્વેરી બનાવવી પડે. તેના બદલે નીચે મુજબ પગલાં અનુસરી પેરામીટર ક્વેરી બનાવતા જ્યારે ક્વેરી રન કરવામાં આવે ત્યારે પેરામીટર(CatagoryName) ની માંગણી કરતું ડાયલૉગ બૉક્સ ખૂલશે. તેમાં – કિંમત તરીકે જો Laptop આપવામાં આવે, તો Laptopની વિગતો જોઈ શકાય અને કિંમત તરીકે Smartphone આપવામાં આવે, તો Smartphone ની વિગતો જોઈ શકાય. આમ, કોઈ પણ CatagoryNameની વિગત જોવા એક જ ક્વેરીનો ઉપયોગ કરી શકાય.
  • ઉપર મુજબની પેરામીટર ક્વેરી બનાવવા નીચે દર્શાવેલ પગલાં અનુસરો :
    1. ડિઝાઇન વ્યૂમાં નવી ક્વેરી બનાવો.
    2. Product અને ProductCategory ટેબલ ઉમેરો.
    3. Product ટેબલના Pcode પર ડબલ-ક્લિક કરો.
    4. ProductCategory ટેબલમાં Category- Name ફિલ્ડ પર ડબલ-ક્લિક કરો.
    5. CategoryName ટેબલમાં Criterion સેલમાં : CategoryName ટાઇપ કરો.
    6. ક્વેરી આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે દેખાશે.
      નોંધ : માપદંડ માટેના પેરામીટરની આગળ હંમેશાં વિસર્ગ (colon 🙂 ચિહ્ન ઉમેરવું જરૂરી છે.
    7. Run બટન પર ક્લિક કરી, ક્વેરીનું પરિણામ જુઓ. આકૃતિ મુજબ ડાયલૉગ બૉક્સ રજૂ થશે.
    8. Value નામના બૉક્સમાં Laptop ટાઇપ કરી, OK બટન પર ક્લિક કરો, જેથી Laptop ની યાદી દર્શાવવામાં આવશે.

Computer Class 11 GSEB Solutions Chapter 11 ક્વેરીનો ઉપયોગ કરી માહિતી મેળવવી 5

Computer Class 11 GSEB Solutions Chapter 11 ક્વેરીનો ઉપયોગ કરી માહિતી મેળવવી 6

Computer Class 11 GSEB Solutions Chapter 11 ક્વેરીનો ઉપયોગ કરી માહિતી મેળવવી

પ્રશ્ન 9.
Empty કિંમત એટલે શું? યોગ્ય ઉદાહરણ સાથે સમજાવો.
ઉત્તર:
જો કોઈ ફિલ્ડ કિંમત ધરાવતું ન હોય અથવા તેની કિંમત અજ્ઞાત હોય, તો તેને Empty કિંમત અથવા નલ કિંમત કહે છે.
ઉદાહરણ : Employee ટેબલમાં ડ્રાઇવિંગ લાઇસન્સ અને પાસપોર્ટ નંબરનું ફિલ્ડ કે જેમાં અમુક કર્મચારી પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા પાસપોર્ટ ન હોય, તો તેની કિંમત Empty અથવા નલ હોઈ શકે છે.

Computer Class 11 GSEB Notes Chapter 11 ક્વેરીનો ઉપયોગ કરી માહિતી મેળવવી

પરિચય (Introduction)

  • વિગતોના વિશાળ સમૂહને ડેટાબેઝ તરીકે ઓળખવામાં આવે છે.
  • ડેટાબેઝમાંથી નિશ્ચિત માહિતીના સમૂહને મેળવવા માટે બેઝ સૉફ્ટવેરમાં ક્વેરી (Query) નામની સુવિધાનો ઉપયોગ કરવામાં આવે છે.
  • ક્વેરી(Query)ની મદદથી, ડેટાબેઝમાં વિગતોનો સંગ્રહ કેવી રીતે કરવામાં આવ્યો છે તેનાથી અનપેક્ષ ઉપયોગકર્તા પોતાની પસંદગી, માપદંડ કે ગોઠવણી મુજબની માહિતી મેળવી શકે છે.

ક્વેરી વ્યાખ્યાયિત કરવી (Defining Query)

  • ક્વેરી એટલે પ્રશ્નો પૂછવા, તપાસ કરવી અથવા પૃથક્કરણ કરવું.
  • બેઝમાં ક્વેરીનો અર્થ છે કે, ડેટાબેઝમાં આવેલી કોઈ માહિતી વિશે પ્રશ્નોત્તરી કરવી.
  • ક્વેરી દ્વારા બેઝને સૂચવવામાં આવે છે કે, ઉપયોગકર્તા સમક્ષ માત્ર નિશ્ચિત ફિલ્ડ અને રેકૉર્ડ દર્શાવવાનાં છે.
  • કોઈ એક કે વધુ ટેબલના જૂથમાંથી એક જ સમયે માહિતી મેળવવા માટેના નિયમોના ગણને ક્વેરી કહે છે.
  • ક્વેરીનું પરિણામ ટેબલ સ્વરૂપે દર્શાવવામાં આવે છે. → ક્વરીમાં રેકૉર્ડનો સમૂહ આડી હરોળ અને ઊભી હરોળ સ્વરૂપે ગોઠવાયેલ હોય છે.

ક્વેરીની રચના (Creating guery)

  • ક્વેરીની રચના કરવા માટે ડેટાબેઝ ખોલી, ડાબી બાજુના વિભાગમાં આવેલા Queries લખેલા આઇકોન પર ક્લિક કરો.
  • ક્વરી વિન્ડોના ટાસ્કૉનમાં ઉપરની બાજુએ ક્વેરી બનાવવા માટેની જુદી જુદી પદ્ધતિઓ દર્શાવેલી હોય છે.
  • પહેલા બનાવેલી ક્વેરીની યાદી Queries શીર્ષક હેઠળના વિભાગમાં આપવામાં આવે છે.
  • Queries આઇકોન પસંદ કરતા આવતી વિન્ડોનો દેખાવ આકૃતિ માં દર્શાવેલ છે.

Computer Class 11 GSEB Solutions Chapter 11 ક્વેરીનો ઉપયોગ કરી માહિતી મેળવવી 7

આકૃતિમાં દર્શાવ્યા મુજબ બેઝમાં ક્વેરી બનાવવા માટેની ત્રણ જુદી જુદી રીત છે :

    1. Create Query in Design View … : આ રીતમાં ન્યૂનતમ (ઓછામાં ઓછું માર્ગદર્શન આપવામાં આવે છે.)
    2. Use Wizard to Create Query … : રીતમાં વિઝાર્ડ પૂરો પાડવામાં આવશે અને મહત્તમ માર્ગદર્શન આપવામાં આવે છે.
    3. Create Query in SQL View … : આ રીતમાં કોઈ જ પ્રકારનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે નહીં. ઉપયોગકર્તા પાસે ચોથી પેઢી(Fourth Generation)ની કમ્પ્યૂટર લેંગ્વેજ Structured Query Language નું જ્ઞાન હોવું જરૂરી છે.
      નોંધ : જો તમે ડેટાબેઝ નિષ્ણાત હોય, તો Design View કે SQL View પસંદ કરી શકો છો.

વિઝાર્ડની મદદથી ક્વેરી બનાવવી (Creating Query Using Wizard)

  • Use Wizard to Create Query … વિકલ્પ ઉપર ડબલ-ક્લિક કરો. જેથી આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે Query Wizard ડાયલૉગ બૉક્સ ખૂલશે. જેમાં ક્વરી રચના માટેનાં આઠ (8) પગલાં આપવામાં આવે છે, જે નીચે મુજબ છે ઃ
    પગલું 1 : પ્રથમ પગલામાં જે ટેબલ પર ક્વેરી બનાવવી હોય તે ટેબલ પસંદ કરી, તેમાંથી જેની માહિતી મેળવવાની હોય તેવા ફિલ્ડની પસંદગી કરવામાં આવે છે.
  • ક્વેરી બનાવવા માટેનું પ્રથમ પગલું ફરજિયાત છે. દા. ત., અહીં આપણે Customer ટેબલ પસંદ કરેલ છે, જે આકૃતિ માં દર્શાવેલ છે.

Computer Class 11 GSEB Solutions Chapter 11 ક્વેરીનો ઉપયોગ કરી માહિતી મેળવવી 8

  • અહીં Available fields લિસ્ટ બૉક્સમાંથી પસંદગીના ફિલ્ડ અથવા તમામ ઉપલબ્ધ ફિલ્ડની પસંદગી કરી શકાય છે.
  • Available fields Field in the Query લિસ્ટ બૉક્સમાં ફિલ્ડનું સ્થાનાંતરણ કરવા જમણી અને ડાબી બાજુની તીરની નિશાની Computer Class 11 GSEB Solutions Chapter 11 ક્વેરીનો ઉપયોગ કરી માહિતી મેળવવી 9 ધરાવતા બટનનો ઉપયોગ કરી શકાય છે.
  • જો Available fields લિસ્ટમાંથી બધા જ ફિલ્ડ Field in the Query લિસ્ટ બૉક્સમાં લેવા હોય, તો Computer Class 11 GSEB Solutions Chapter 11 ક્વેરીનો ઉપયોગ કરી માહિતી મેળવવી 10 જમણી બાજુના બે ઍરોવાળા નિશાનનો ઉપયોગ થાય છે.

Computer Class 11 GSEB Solutions Chapter 11 ક્વેરીનો ઉપયોગ કરી માહિતી મેળવવી

પગલું 2 : બીજા પગલામાં કોઈ નિશ્ચિત ફિલ્ડની વિગતોને ક્વેરીના પરિણામમાં ક્રમબદ્ધ ગોઠવવા માટેનો વિકલ્પ પૂરો પાડવામાં આવે છે.

  • આકૃતિ માં ફિલ્ડને ક્રમબદ્ધ ગોઠવવા માટેની વિન્ડો દર્શાવેલ છે.

Computer Class 11 GSEB Solutions Chapter 11 ક્વેરીનો ઉપયોગ કરી માહિતી મેળવવી 11

  • અહીં પરિણામરૂપે દર્શાવાતી માહિતીને ક્રમબદ્ધ ગોઠવવા માટે વધુમાં વધુ ચાર ફિલ્ડની સુવિધા ઉપલબ્ધ હોય છે.
  • આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણે ક્વેરી પરિણામને પ્રથમ ગ્રાહકના નામ પ્રમાણે અને પછીથી તેની અટક પ્રમાણે ગોઠવવા માટેનું સિલેક્શન કરેલ છે.

પગલું 3 : વિઝાર્ડના ત્રીજા પગલામાં આપણે ખરેખર ક્વેરીની ગોઠવણ કરીશું. અહીં ફિલ્ડ માટેની યોગ્ય કિંમત, શરત અને પ્રાચલ કિંમતો (Value parameters) પસંદ કરવામાં આવે છે.

  • એક વૅરીમાં મહત્તમ ત્રણ માપદંડનો ઉપયોગ કરી શકાય છે.
  • આકૃતિ માં ફિલ્ડ પર શોધ માટેની શરત ઉમેરવા માટેની વિન્ડો દર્શાવેલ છે.

Computer Class 11 GSEB Solutions Chapter 11 ક્વેરીનો ઉપયોગ કરી માહિતી મેળવવી 12

  • અહીં, આપણે ‘Shah’ અટક ધરાવતા ગ્રાહકોની યાદી જોવાની હોવાથી Fields ડ્રૉપ મેનૂમાંથી CustomerLName પસંદ કર્યા બાદ Condition નામના ડ્રૉપડાઉન મેનૂમાંથી is equal to પસંદ કરેલ છે અને અંતમાં value નામના ટેક્સ્ટ બૉક્સમાં ‘Shah’ ટાઇપ કરેલ છે.
    નોંધ : ઉદાહરણમાં પસંદ કરવામાં આવેલ Customer ટેબલમાં કોઈ આંકડાકીય ફિલ્ડ નથી. તેથી આંકડાકીય ગણતરીઓ અને સારાંશ મેળવવા માટેના વિકલ્પો છોડી દેવામાં આવશે. એટલે કે, પગલું 4, 5 અને 6 છોડી દઈ કન્ટ્રોલ સીધો પગલા 7 માં જશે.

પગલું 7 : બેઝ ક્વેરી વિઝાર્ડના સાતમા પગલામાં ફિલ્ડને ઉપનામ આપવાની સગવડ આપવામાં આવે છે. આ પગલાનો
હેતુ ફિલ્ડના નામને વિઝાર્ડ દ્વારા વધુ વાંચનક્ષમ દર્શાવવાનો છે. (જુઓ આકૃતિ)
Computer Class 11 GSEB Solutions Chapter 11 ક્વેરીનો ઉપયોગ કરી માહિતી મેળવવી 13
આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણે CustomerFNameને First Name, CustomerLNameને Surname વગેરે ઉપનામ આપેલાં છે.
નોંધ : અહીં ફિલ્ડના નામના અક્ષરો વચ્ચે જગ્યા છોડી શકાય છે.

પગલું 8 : અંતિમ આઠમા પગલામાં અત્યાર સુધી પસાર થયેલા તમામ પગલાંઓનું સર્વસામાન્ય નિરીક્ષણ (Overview) રજૂ કરવામાં આવશે. (જુઓ આકૃતિ)
Computer Class 11 GSEB Solutions Chapter 11 ક્વેરીનો ઉપયોગ કરી માહિતી મેળવવી 14

  • અહીં Name of the Query નામ ધરાવતા ખાનામાં ક્વેરીનું નામ ટાઇપ કરો. અહીં આપણે CustomerList નામ આપેલ છે.
    નોંધ : એક વાર વૅરી તૈયાર થઈ ગયા બાદ Back બટન દબાવીને અથવા ક્વેરી ડિઝાઇન વ્યૂમાં સુધારા-વધારા કરી શકાય છે.
  • હવે Finish બટન પર ક્લિક કરવાથી આકૃતિ માં દર્શાવ્યા મુજબ ક્વેરીનું પરિણામ ડેટાશીટ વ્યૂમાં જોવા મળે છે.

Computer Class 11 GSEB Solutions Chapter 11 ક્વેરીનો ઉપયોગ કરી માહિતી મેળવવી 15
હવે, Use Wizard to Create Query … વિકલ્પનો ઉપયોગ કરી, OrderPayment ટેબલ પર બીજી એક ક્વેરી બનાવીએ. જે ઑર્ડર માટે મેળવેલી રકમની ગણતરી કરે. તે માટે નીચે મુજબનાં પગલાં અનુસરો :

(1) Use Wizard to Create Query … વિકલ્પ પર ડબલ-ક્લિક કરો અને ખૂલતી વિન્ડોમાં Order- Payment ટેબલ પસંદ કરો.
નોંધ : બેઝમાં ટેબલ ઉપરાંત પહેલેથી બનાવેલ ક્વેરી ઉપર પણ ક્વેરી બનાવી શકાય છે.

(2) OrderId PaymentAmount ફિલ્ડને પસંદ કરી ‘ગ્રેટર ધેન’ Computer Class 11 GSEB Solutions Chapter 11 ક્વેરીનો ઉપયોગ કરી માહિતી મેળવવી 16 બટન પર ક્લિક કરી, Fields in the Query લિસ્ટ બૉક્સમાં ઉમેરો. પછી Next બટન પર ક્લિક કરો.

(3) હવે જે વિન્ડો આવે તેમાં Sort by લખેલા ડ્રૉપડાઉન બૉક્સમાં OrderID ફિલ્ડ પસંદ કરો અને Next બટન ક્લિક કરો. Next બટન પર ક્લિક કરી, પગલું ૩ છોડી દો.

(4) આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે ચોથું પગલું રજૂ કરતું ડાયલૉગ બૉક્સ દેખાશે.
Computer Class 11 GSEB Solutions Chapter 11 ક્વેરીનો ઉપયોગ કરી માહિતી મેળવવી 17

  • આકૃતિમાં દર્શાવ્યા મુજબ Summary Query (Show only results of aggregate functions) વિકલ્પ પસંદ કરો.
  • અહીં Aggregate functions નામના ડ્રૉપ બૉક્સ પર ક્લિક કરો. તેમાં get the sum of વિકલ્પ પસંદ કરો. આ જ રીતે field ડ્રૉપડાઉન બૉક્સમાંથી Order- Payment. PaymentAmount ફિલ્ડ પસંદ કરો, જેથી PaymentAmount ફિલ્ડની કિંમતોનો સરવાળો કરી શકાય. (જુઓ આકૃતિ)

Computer Class 11 GSEB Solutions Chapter 11 ક્વેરીનો ઉપયોગ કરી માહિતી મેળવવી 18
(5) હવે Next બટન પર ક્લિક કરો. તેનાથી પાંચમું પગલું સક્રિય થશે. અહીં જૂથ બનાવવા માટેનાં ફિલ્ડ પસંદ કરવામાં આવે છે.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે OrderID ફિલ્ડને Groupby લિસ્ટ બૉક્સમાં પસંદ કરો.
Computer Class 11 GSEB Solutions Chapter 11 ક્વેરીનો ઉપયોગ કરી માહિતી મેળવવી 19
( 6 ) હવે Next બટન પર ક્લિક કરો. છઠ્ઠા પગલામાં વધુ તારવણી માટેની જૂથ આધારિત શરતો જરૂર હોય, તો ઉમેરી શકાય છે.

(7) સાતમા પગલામાં જો જરૂર હોય, તો ઉપનામ (Aliases) ઉમેરી Next બટન પર ક્લિક કરો.

(8) આઠમા પગલામાં Query_OrderPayment નામ ઉમેરી Modify Query વિકલ્પ પસંદ કરો. (અહીં આ વિકલ્પ એટલા માટે પસંદ કરવામાં આવે છે કે, જેથી આપણે PaymentAmount નાં ફિલ્ડની સાથે OrderID ફિલ્ડ પણ દર્શાવી શકીએ.)

(9) Finish બટન પર ક્લિક કરવાથી આકૃતિ માં દર્શાવ્યા મુજબ ક્વેરી Design View માં ખુલશે.
Computer Class 11 GSEB Solutions Chapter 11 ક્વેરીનો ઉપયોગ કરી માહિતી મેળવવી 20

Computer Class 11 GSEB Solutions Chapter 11 ક્વેરીનો ઉપયોગ કરી માહિતી મેળવવી

આકૃતિ માં દર્શાવ્યા મુજબ OrderID ફિલ્ડની નીચે આવેલું ચેક બૉક્સ પસંદ કરો.
Computer Class 11 GSEB Solutions Chapter 11 ક્વેરીનો ઉપયોગ કરી માહિતી મેળવવી 21
(10) Run Query બટન પર ક્લિક કરી, ક્વેરીનો અમલ કરો. આકૃતિ પ્રમાણેનું પરિણામ જોવા મળશે.
Computer Class 11 GSEB Solutions Chapter 11 ક્વેરીનો ઉપયોગ કરી માહિતી મેળવવી 22

ડિઝાઇન વ્યૂનો ઉપયોગ કરી ક્વેરીની રચના (Creating guery Using Design View)

  • વિઝાર્ડ દ્વારા વૅરી તૈયાર કરતી વખતે માત્ર એક જ ટેબલનો ઉપયોગ કરી શકવાની મર્યાદા રહે છે.

ડિઝાઇન વ્યૂ દ્વારા એક કરતાં વધારે ટેબલ એકસાથે ખોલી તેના ઉપર વૅરી બનાવી શકાય છે. તેના માટે નીચે મુજબ પગલાં અનુસરો :

(1) ડેટાબેઝ વિન્ડોમાં Queries આઇકોન પર ક્લિક કરો.

(2) ટાસ્કમૅન પર આવેલા Create Query in Design View… વિકલ્પ પર ડબલ-ક્લિક કરો. આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે Add Table or Query ડાયલૉગ બૉક્સ જોઈ શકાશે.
Computer Class 11 GSEB Solutions Chapter 11 ક્વેરીનો ઉપયોગ કરી માહિતી મેળવવી 23
(3) અહીં Customer ટેબલ પસંદ કરી, Add બટન પર ક્લિક કરો. આ જ રીતે City, State અને Country ટેબલ પસંદ કરો. આકૃતિ માં દર્શાવ્યા મુજબ ટેબલ પૅનમાં ચાર ટેબલ જોવા મળશે. (અગાઉથી વ્યાખ્યાયિત કરેલ સંબંધ પણ અહીં જોવા મળશે.) હવે close બટન પર ક્લિક કરો.
Computer Class 11 GSEB Solutions Chapter 11 ક્વેરીનો ઉપયોગ કરી માહિતી મેળવવી 24
(4) Customer ટેબલમાં આવેલા Customer- FName, CustomerLName, AddressLinel, AddressLine2, ફિલ્ડ પર ડબલ-ક્લિક કરો. આ જ રીતે City ટેબલમાંથી City અને Pincode ફિલ્ડ, State ટેબલમાંથી StateName ફિલ્ડ પસંદ કરો. (જુઓ આકૃતિ)

(5) હવે ગ્રાહકોના રેકૉર્ડને તેમનાં નામના ક્રમમાં દર્શાવવા માટે CustomerFName કૉલમની નીચે આવેલા Sort શીર્ષક ધરાવતી રોના ડૉપડાઉન બૉક્સમાં ascending વિકલ્પ પસંદ કરો. આ જ રીતે CustomerLName કૉલમની નીચે આપેલા Sort ટૅબમાં ascending વિકલ્પ પસંદ કરો.

(6) ક્વેરી ડિઝાઇન ટૂલબારમાં આવેલા Run Query બટન પર ક્લિક કરો. આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે પરિણામ જોવા મળશે.
Computer Class 11 GSEB Solutions Chapter 11 ક્વેરીનો ઉપયોગ કરી માહિતી મેળવવી 25
(7) ભવિષ્યના ઉપયોગ માટે ક્વેરીનો સંગ્રહ કરવા માટે File → Menuમાંથી Save વિકલ્પ પસંદ કરો. પછી CustomerAddress નામ આપી, OK બટન પર ક્લિક કરો.

Computer Class 11 GSEB Solutions Chapter 11 ક્વેરીનો ઉપયોગ કરી માહિતી મેળવવી

ક્વરી સુધારવી (Editing a Query)
એક વાર ક્વેરી બનાવી લીધા પછી તેને સુધારવા માટે નીચે મુજબનાં પગલાં અનુસરો :

  1. Queries આઇકોન પર ક્લિક કરો.
  2. CustomerAddress ક્વેરી પર રાઇટ ક્લિક કરી, Edit વિકલ્પ પસંદ કરો. આમ કરવાથી Query માટેનો Design View ૨જૂ ક૨વામાં આવશે.
  3. CustomerLName ની નીચે આવેલા Alias શીર્ષક ધરાવતી રોના ખાનામાં Surname ટાઇપ કરો.
  4. વૅરી રન કરો.

માપદંડ ઉમેરવા (Applying Criteria)

  • આ પ્રકરણમાં આગળ આપણે ફિલ્ડની વિગતો દર્શાવતી ક્વેરી બનાવતા શીખ્યાં. અહીં તમને જે-તે ફિલ્ડ ધરાવતા તમામ રેકૉર્ડ જોવા મળશે, પરંતુ Customer ટેબલમાંથી જો તમામ રેકૉર્ડને બદલે માત્ર અમદાવાદ શહેરમાં વસતા ગ્રાહકોના રેકૉર્ડ જોવા હોય, તો આપણે એવો માપદંડ ઉમેરવાની જરૂર પડે કે જેથી City ફિલ્ડમાં “Ahmedabad” કિંમત હોય તેવા જ રેકૉર્ડ ક્વેરીના પરિણામમાં પસંદ કરવામાં આવે.
  • બેઝમાં ક્વેરી ડિઝાઇનના આપણે માપદંડ (Criteria) એક જ ફિલ્ડમાં અથવા એકથી વધુ ફિલ્ડમાં આપી શકીએ.

એક જ ફિલ્ડનો ઉપયોગ (Using Single Field)

  • Customer ટેબલમાંથી ફક્ત અમદાવાદ શહેરમાં વસતા ગ્રાહકના રેકૉર્ડ જોવા નીચે મુજબ પગલાં અનુસરો :
    1. આગળના પ્રયોગમાં બનાવેલ Customer- Address ક્વેરી પર રાઇટ ક્લિક કરો.
    2. ક્વેરી ડિઝાઇન વ્યૂમાં ખોલવા Edit વિકલ્પ પર ક્લિક કરો.
    3. આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે City ફિલ્ડના Criterion સેલમાં ‘Ahmedabad’ ટાઇપ કરો.
      નોંધ : Criterion માં લખાણને ક્વૉટેશન (‘ ‘) તથા તારીખને હૅશ (##) નિશાની દ્વારા લખવું, જ્યારે આંકડાકીય વિગત માટે નિશાનીની જરૂર નથી.
    4. ક્વેરીનો સંગ્રહ કરી રન કરવાથી ઇચ્છિત પરિણામ મેળવી શકાશે.

Computer Class 11 GSEB Solutions Chapter 11 ક્વેરીનો ઉપયોગ કરી માહિતી મેળવવી 26

  • આકૃતિમાં દર્શાવ્યા મુજબ અચળ કિંમતોનો ઉપયોગ કરવા ઉપરાંત જુદા જુદા ઑપરેટરો દ્વારા બનાવવામાં આવેલાં સમીકરણોનો ઉપયોગ કરવાની સુવિધા પણ બેઝ પૂરી પાડે છે.

નીચેના કોષ્ટકમાં ઑપરેટરોની યાદી દર્શાવી છે :
બેઝમાં ઉપયોગમાં લઈ શકાય તેવા ઑપરેટરો
Computer Class 11 GSEB Solutions Chapter 11 ક્વેરીનો ઉપયોગ કરી માહિતી મેળવવી 27
હવે આપણે બીજી એક વૅરી બનાવીએ કે, જે Employee ટેબલમાંથી 1 – 6 – 2011 પછી જોડાયેલા કર્મચારીની યાદી દર્શાવે. તેના માટે નીચેનાં પગલાં અનુસરવા પડે :

(1) Create Query in Design View … પસંદ કરી Employee ટેબલ ઉમેરો.

(2) ટેબલનાં FirstName, LastName અને JoiningDate ફિલ્ડ પસંદ કરો.

(3) JoiningDate ફિલ્ડને Criterion સેલમાં “>#01/06/2011#” ટાઇપ કરો. JoiningDate ફિલ્ડના Visible સેલમાં આવેલ ચેક બૉક્સને નાપસંદ કરો.

  • હવે ક્વેરીને સંગ્રહ કરી રન કરો. આકૃતિ માં દર્શાવ્યા મુજબનું પરિણામ જોવા મળશે.

Computer Class 11 GSEB Solutions Chapter 11 ક્વેરીનો ઉપયોગ કરી માહિતી મેળવવી 28

  • આ જ રીતે 1 – 6 – 2005 અને 1 – 11 – 2012 વચ્ચે જોડાયા હોય તેવા કર્મચારીઓની યાદી જોવા JoiningDate ફિલ્ડના Criterion સેલમાં “>=#01/06/2005# And <=#11/01/2012#” અથવા Between #01/06/2005# And #11/01/2012# માપદંડ ઉમેરી શકાય, જે આકૃતિ માં દર્શાવેલ છે.

Computer Class 11 GSEB Solutions Chapter 11 ક્વેરીનો ઉપયોગ કરી માહિતી મેળવવી 29

Computer Class 11 GSEB Solutions Chapter 11 ક્વેરીનો ઉપયોગ કરી માહિતી મેળવવી

હવે આપણે Customer ટેબલમાંથી અમદાવાદ અથવા પાટણમાં રહેતા ગ્રાહકોની યાદી જોવા માટે ક્વેરી બનાવીએ. તે માટે નીચે મુજબ કાર્ય કરો :

(1) ડિઝાઇન વ્યૂની મદદથી એક નવી ક્વેરી બનાવો.

(2) તેમાં Customer, City અને State ટેબલ ઉમેરો.

(3) ત્યારબાદ આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે CustomerFName, CustomerLName, AddressLine1, … વગેરે ફિલ્ડ ઉમેરો.

(4) City field માં આકૃતિ માં દર્શાવ્યા મુજબ માપદંડ ઉમેરો, જેનું પરિણામ આકૃતિ માં ઉપર દર્શાવેલ છે.
Computer Class 11 GSEB Solutions Chapter 11 ક્વેરીનો ઉપયોગ કરી માહિતી મેળવવી 30
ઉપર દર્શાવેલ માપદંડ IN ઑપરેટરની મદદથી પણ ઉમેરી શકાય. તે માટે City ફિલ્ડના Criterion સેલમાં IN (Ahmedabad’; ‘Patan’) ટાઇપ કરવું. પરિણામ ઉપર મુજબ જ મળશે.

એકથી વધુ ફિલ્ડનો ઉપયોગ

  • હવે ધારો કે આપણે એવા ગ્રાહકોની યાદી જોવી હોય કે (1) જે અમદાવાદ અને પાટણ શહેરમાં વસતા હોય અને (2) જેમનું કાર્ડ હોલ્ડર ફિલ્ડ ખાલી ન હોવું જોઈએ.
    આ માટે એકથી વધુ ફિલ્ડ પર માપદંડ આપવા પડે.
    આકૃતિ માં City તથા CardHolder એમ બે ફિલ્ડ ઉપર માપદંડ આપેલ છે તથા તેનું આઉટપુટ દર્શાવેલ છે.

Computer Class 11 GSEB Solutions Chapter 11 ક્વેરીનો ઉપયોગ કરી માહિતી મેળવવી 31

  • હવે જો આપણે એવા ગ્રાહકોના રેકૉર્ડ જોવા માંગતા હોઈએ કે, જે (1) અમદાવાદ કે પાટણના નિવાસી હોય અથવા (2) સભ્યપદનું કાર્ડ ધરાવતા હોય, તો City ફિલ્ડના Criterion Cellમાં IN(Ahmedabad’; ‘Patan’) ટાઇપ કરો અને CardHolder કૉલમની Or હરોળમાં IS NOT EMPTY ઉમેરવું જોઈએ.
    આકૃતિ માં આ માપદંડ તથા તે ક્વેરી રન કરવાથી મળતો આઉટપુટ દર્શાવેલ છે.

Computer Class 11 GSEB Solutions Chapter 11 ક્વેરીનો ઉપયોગ કરી માહિતી મેળવવી 32

ગણતરીઓ કરવી (Performing Calculation)
બેઝમાં બે રીતે ગણતરી કરી શકાય :

  1. કસ્ટમ ગણતરી (Custom Calculation)
  2. પૂર્વવ્યાખ્યાયિત ગણતરી (Predefined Calculation)

Computer Class 11 GSEB Solutions Chapter 11 ક્વેરીનો ઉપયોગ કરી માહિતી મેળવવી

સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજ (Structured Query Language)

  • SQL આદેશો સૌથી વધુ લવચીકતા (Flexibility) અને નિયંત્રણ (Control) પૂરા પાડે છે.
  • SQL Structured Query Language.
  • રિલેશનલ ડેટાબેઝમાં ક્વેરી પૂરી પાડવા માટેની આ પ્રમાણભૂત ભાષા છે.
  • SQL ક્વેરી વિધાનોના સ્વરૂપમાં લખાય છે.
  • SQL વિધાનોની મદદથી ટેબલની રચના કરવી, ટેબલમાં વિગતો ઉમેરવી, ટેબલમાં સુધારા કરવા કે ટેબલ દૂર કરવા જેવાં કાર્યો કરી શકાય છે.

SQL વિધાન લખવાની રીત :
(1) મેનૂબારમાં Tools મેનૂ પર ક્લિક કરી, SQL વિકલ્પ પસંદ કરો.

(2) Execute SQL Statement ડાયલૉગ બૉક્સ ખૂલશે. તેમાં Command to Execute નામના બૉક્સમાં નીચે દર્શાવેલ વિધાન ટાઇપ કરો :
CREATE TABLE “Scheme”
(“SchemeID” INTEGER NOT NULL PRIMARY KEY,
“StartDate” DATE,
“EndDate” DATE,
“Description” VARCHAR (25));

(3) આકૃતિ 11.29માં ઉપરનું SQL વિધાન ટાઇપ કરેલ દર્શાવેલ છે. Execute બટન પર ક્લિક કરતાં Scheme નામનું નવું ટેબલ બનશે. જેમાં, SchemeID, StartDate, EndDate અને Description નામનાં ફિલ્ડ ઉમેરાશે.

  • ડેટાબેઝમાંથી ટેબલ દૂર કરવા DROP TABLE વિધાનનો ઉપયોગ થાય છે. દા. ત.,
    DROP TABLE Scheme IF EXISTS;
    ઉપરનો SQL આદેશ Execute (Run) કરતાં Scheme નામનું ટેબલ જો ઉપલબ્ધ હશે, તો દૂર (Delete) થશે.
  • ટેબલમાંથી માહિતી મેળવવા SQLમાં SELECT કી-વર્ડનો ઉપયોગ થાય છે.

ટેબલમાંથી માહિતી મેળવવા નીચે મુજબ પગલાં અનુસરો :
(1) Query આઇકોન પર ક્લિક કરી, Create Query in SQL View … પસંદ કરો.

(2) આકૃતિ માં દર્શાવ્યા મુજબ ડાયલૉગ બૉક્સ ખૂલશે. તેમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ Select from Employee; ટાઇપ કરો.
Computer Class 11 GSEB Solutions Chapter 11 ક્વેરીનો ઉપયોગ કરી માહિતી મેળવવી 34
(3) પરિણામ જોવા માટે ઉપરની બાજુએ રહેલા ફંક્શનબારમાં Run Query બટન પર ક્લિક કરો. જેથી Employee ટેબલમાં સંગ્રહેલા તમામ રેકૉર્ડ જોવા મળશે.

(4) ક્વેરીનો સંગ્રહ કરવા Save બટન પર ક્લિક કરો. યોગ્ય નામ આપી વિન્ડો બંધ કરો.

  • SELECT FirstName, LastName, from Employee;
  • ઉપર મુજબ SQL કમાન્ડ RUN કરતાં Employee ટેબલમાંથી ફક્ત FirstName અને LastName ફિલ્ડની જ વિગતો દર્શાવવામાં આવશે.
  • વિઝાર્ડ કે ડિઝાઇન વ્યૂ દ્વારા બનાવવામાં આવેલી ક્વેરી પણ SQL View માં ખોલી તથા Edit કરી શકાય છે.
  • ઉદાહરણ તરીકે Query ટૅબમાં અગાઉ બનાવેલ CustomerList ક્વેરી પર રાઇટ ક્લિક કરો અને Edit in SQL View વિકલ્પ પસંદ કરો. જેથી આકૃતિ માં દર્શાવ્યા મુજબ વિધાન દેખાશે.

Computer Class 11 GSEB Solutions Chapter 11 ક્વેરીનો ઉપયોગ કરી માહિતી મેળવવી 35

  • માપદંડ અનુસાર માહિતી મેળવવા માટે WHERE કી-વર્ડને આકૃતિ માં આવેલ SQL વિધાનમાં સમાવવામાં આવ્યો છે.
  • અહીં ORDER BY નિર્દેશ કરે છે કે, પરિણામને CustomerFName ફિલ્ડ ઉપર ક્રમબદ્ધ ગોઠવવામાં આવ્યું છે.
  • ASC શબ્દ પરિણામને ચડતા ક્રમમાં ગોઠવે છે અને DES શબ્દ પરિણામને ઊતરતા ક્રમમાં ગોઠવે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *