Gujarat Board GSEB Std 9 Gujarati Textbook Solutions Chapter 16 ગોકુળમાં આવો તો Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Std 9 Gujarati Textbook Solutions Chapter 16 ગોકુળમાં આવો તો
Class 9 Gujarati Textbook Solutions Chapter 16 ગોકુળમાં આવો તો Textbook Questions and Answers
ગોકુળમાં આવો તો સ્વાધ્યાય
1. પ્રશ્રની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (✓) નિશાની કરો :
પ્રશ્ન 1.
શ્રીકૃષ્ણને ગોકુળમાં કોને મુખ બતાવવાની ના પાડી છે?
(A) ગાયોને
(B) રાધાને
(C) શ્યામને
(D) ગોકુળવાસીઓને
ઉત્તરઃ
(B) રાધાને
પ્રશ્ન 2.
સમરાંગણમાં શ્રીકૃષણ કઈ રીતે સફળ થશે?
(A) હાથમાં હથિયાર લીધા વિના
(B) હાથમાં હથિયાર લઈને
(C) મિત્રોનો સાથ લઈને
(D) સુદર્શન ચક્ર ચલાવીને
ઉત્તરઃ
(A) હાથમાં હથિયાર લીધા વિના
પ્રશ્ન 3.
ગાયોનું ધણ લઈને શ્રીકૃષ્ણ જ્યાં જશે?
(A) ગંગાના કાંઠે
(B) ગોવર્ધન પર્વત ઉપર
(C) યુદ્ધના મેદાનમાં
(D) જમનાને કાંઠે
ઉત્તરઃ
(B) ગોવર્ધન પર્વત ઉપર
પ્રશ્ન 4.
આ કાવ્યમાં કોણ કોને પત્ર લખી રહ્યું છે?
(A) સુદામા, શ્રીકૃષ્ણને
(B) દ્વારકાવાસીઓ શ્રીકૃષ્ણને
(C) રાધા, શ્યામને
(D) ગોકુળવાસીઓ રાધાને
ઉત્તરઃ
(C) રાધા, શ્યામને
2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1.
રાધા શ્યામને દુ:ખ ન લગાડવાનું શા માટે કહે છે?
ઉત્તરઃ
રાધા શ્યામને દુઃખ ન લગાડવાનું કહીને પોતાને કેવું માઠું લાગ્યું છે તે વાત યાદ કરાવવા માગે છે.
પ્રશ્ન 2.
રાધાની રીસને તમારા શબ્દોમાં વર્ણવો.
ઉત્તર :
આ કાવ્યમાં રાધા કૃષ્ણને કહે છે કે તમે ગોકુળમાં આવો તો રાધાને મુખ ના બતાવશો, ગોવર્ધન પર્વત ભલે જાઓ પણ જમુનાને કાંઠે ના આવશો. તાંદુલની પોટલીને અડવા કોઈ તેમની પાછળ દોડશે નહિ. આમાં રાધાની રીસ જોવા મળે છે.
3. નીચેના પ્રશ્નનો સવિસ્તાર ઉત્તર લખો :
‘ગોકુળમાં આવો તો’ કૃતિમાં રાધા કૃષણને અંતરમાં ઓછું ન લાવવાની વાત કેમ કરે છે?
ઉત્તર :
ગોકુળમાં આવો તો’ કૃતિમાં રાધાએ કૃષ્ણને કદમ્બના પાંદડા ઉપર પત્ર લખ્યો છે તે છે. કૃષ્ણ ગોકુળ છોડી ગયા છે તેનું રાધાને દુઃખ છે. તેને તે માટે માઠું લાગ્યું છે. એટલે પત્રમાં લખે છે કે તમે ભલે ગોકુળ આવો, પણ રાધાને મુખ ના બતાવશો. તમે ગાયોનું ધણ લઈને ભલે ગોવર્ધન જાઓ, પણ જમુનાને કાંઠે ના આવશો. તમે ભલે તાંદુલની પોટલી લઈને આવો, પણ હવે તાંદુલને અડવા કોઈ દોડશે નહિ. વિરહની વેદના છે તે તમે કોઈ રીતે દૂર કરી શકો તેમ નથી. એટલે જ રાધા કૃષ્ણને આ પત્રથી અંતરમાં ઓછું ન લાવવાની વાત કરે છે.
Std 9 Gujarati Textbook Solutions Chapter 16 ગોકુળમાં આવો તો Additional Important Questions and Answers
ગોકુળમાં આવો તો પ્રશ્નોત્તર
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખોઃ
પ્રશ્ન 1.
ગોકુળમાં આવો તો કાવ્યમાં રાધા કૃષ્ણને ગોકુળનાં કયાં સંસ્મરણો તાજાં કરે છે?
ઉત્તર:
“ગોકુળમાં આવો તો’ કાવ્યમાં રાધા શ્રીકૃષ્ણને ગોકુળમાં ગાયોનું ધણ લઈને ગોવર્ધન પર ચરાવવા જવાનાં, જમુના કાંઠાનાં અને તાંદુલની પોટલી અડવા તેમની પાછળ દોડવાનાં સંસ્મરણો તાજાં કરે છે.
પ્રશ્ન 2.
તાંદુલની પોટલી’ કયો પ્રસંગ યાદ કરાવે છે?
ઉત્તર :
તાંદુલની પોટલી” કૃષ્ણ-સુદામાના મિલનનો પ્રસંગ યાદ કરાવે છે. ગરીબ સુદામા અમીર કૃષ્ણને તાંદુલની પોટલી ભેટ આપે છે.
પ્રશ્ન 3.
“સમરાંગણ તમને તો શોભે હો શ્યામ,” પંક્તિ કયો પ્રસંગ યાદ કરાવે છે?
ઉત્તર :
શ્રીકૃષ્ણ કોરવ-પાંડવો વચ્ચેના યુદ્ધમાં અર્જુનના રથના સારથિ બન્યા હતા અને હાથમાં હથિયાર લીધું ન હતું. “સમરાંગણ તમને તો શોભે હો શ્યામ” પંક્તિ તેની યાદ કરાવે છે.
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખોઃ
પ્રશ્ન 1.
શ્રીકૃષ્ણના વિદ્યાર્થીકાળના મિત્ર કોણ હતા?
ઉત્તર :
શ્રીકૃષ્ણના વિદ્યાર્થીકાળના મિત્ર સુદામા હતા.
પ્રશ્ન 2.
ગોકુળમાં આવો તો’ કાવ્યમાં “સમરાંગણ’ શબ્દ શાના માટે વપરાયો છે?
ઉત્તર :
“ગોકુળમાં આવો તો’ કાવ્યમાં “સમરાંગણ’ શબ્દ મહાભારત માટે વપરાયો છે.
પ્રશ્ન 3.
રાધાએ શ્યામને પત્ર શેમાં લખ્યો છે?
ઉત્તરઃ
રાધાએ શ્યામને પત્ર કદમ્બના પાંદડા પર લખ્યો છે.
પ્રશ્ન 4.
“ગોકુળમાં આવો તો’ કાવ્યમાં શ્રીકૃષ્ણ માટે કયા શબ્દો વપરાયા છે?
ઉત્તર :
“ગોકુળમાં આવો તો’ કાવ્યમાં શ્રીકૃષ્ણ માટે કાન, શ્યામ અને માધવ શબ્દો વપરાયા છે.
પ્રશ્ન 5.
વગર હથિયારે કૃષ્ણ ક્યાં ફાવ્યા હતા?
ઉત્તર :
વગર હથિયારે કૃષ્ણ સમરાંગણમાં ફાવ્યા હતા.
ગોકુળમાં આવો તો વ્યાકરણ (Vyakaran)
1. સાચો સમાનાર્થી શબ્દ શોધીને લખો:
પ્રશ્ન 1.
મુખ
(અ) સુખ
(બ) મોં
(ક) મુખ્ય
ઉત્તરઃ
(બ) મોં
પ્રશ્ન 2.
કાંઠો
(અ) કિનારો
(બ) કાઠો
(ક) આખો
ઉત્તરઃ
(અ) કિનારો
પ્રશ્ન 3.
સમરાંગણ
(અ) આંગણું
(બ) યુદ્ધભૂમિ
(ક) ક્રીડાંગણ
ઉત્તરઃ
(બ) યુદ્ધભૂમિ
પ્રશ્ન 4.
જુહાર
(અ) સલામ
(બ) જુવાર
(ક) આગમન
ઉત્તરઃ
(અ) સલામ
પ્રશ્ન 5.
ધણ
(અ) હથોડો
(બ) ટોળું
(ક) ઘઉં
ઉત્તરઃ
(બ) ટોળું
પ્રશ્ન 6.
દરિયો
(અ) વિશાળ
(બ) સંકુચિત
(ક) સમુદ્ર
ઉત્તરઃ
(ક) સમુદ્ર
2. સાચો વિરુદ્ધાર્થી શબ્દ શોધીને લખો:
પ્રશ્ન 1.
રાત
(અ) રાત્રિ
(બ) દિવસ
(ક) લાલ
ઉત્તરઃ
(બ) દિવસ
પ્રશ્ન 2.
વિરહ
(અ) સુમેળ
(બ) મિલન
(ક) કલહ
ઉત્તરઃ
(બ) મિલન
3. આપેલા શબ્દોમાંથી સાચી જોડણી શોધીને લખો:
પ્રશ્ન 1.
(અ) ગોવર્ધન
(બ) ઘોવર્ધન
(ક) ગોર્વધન
ઉત્તરઃ
(અ) ગોવર્ધન
(2) (અ) કીનારો
(બ) દરીયો
(ક) પોટલી
ઉત્તરઃ
(ક) પોટલી
(3) (અ) દ્રારકા
(બ) દ્વારકા
(ક) દ્રારક્કા
ઉત્તરઃ
(અ) દ્રારકા
(4) (અ) તાદુલ
(બ) તાદૂલ
(ક) તાંદુલ
ઉત્તરઃ
(ક) તાંદુલ
4. વચન બદલો:
પ્રશ્ન 1.
દરિયો
(અ) દરિયાઓ
(બ) દરિયા
(ક) દરીઓઆ
ઉત્તરઃ
(બ) દરિયા
પ્રશ્ન 2.
હથિયાર
(અ) હથિયારો
(બ) હથિયારા
(ક) હથિયારું
ઉત્તરઃ
(અ) હથિયારો
5. ક્રિયાવિશેષણ શોધો :
ગોકુળમાં કોકવાર આવો કાન.
ઉત્તર :
કોકવાર
6. યોગ્ય વિરામચિહ્ન મૂકોઃ
શ્યામ અંતરમાં ઓછું ના લાવશો
ઉત્તર :
શ્યામ, અંતરમાં ઓછું ના લાવશો.
7. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ લખો :
અંતરમાં ઓછું લાવવું
ઉત્તર:
હૃદયથી દુઃખી થવું
ગોકુળમાં આવો તો Summary in Gujarati
કાવ્ય-પરિચય ગોકુળમાં આવો તો (કાવ્ય)
માધવ ઓધવદાસ રામાનુજ (જન્મ: 22-04-1945)
આ કાવ્યમાં ગોકુળ છોડી ગયેલા કૃષ્ણને રાધાનો પત્ર છે. પત્ર કદમ્બના પાંદડા ઉપર લખાયેલો છે. રાધાને કૃષ્ણ માટે ખૂબ પ્રેમ છે. તેને કૃષ્ણ વિરહની અસર છે. તે કૃષ્ણને ગોકુળ આવો તો રાધાને મુખ ના બતાવશો કહી પોતાની રીસ વ્યક્ત કરે છે. પત્રમાં કેટલીક ઘટનાઓની યાદ પણ છે. કાવ્યમાં રાધાના હૃદયની લાગણીઓ વ્યક્ત થઈ છે. તે કૃષ્ણને માઠું ન લગાડવા વિનંતી કરે છે. આ ગીત ફરી ફરી માણવું ગમે છે.
[In this poem there is Radha’s letter to Krishna. The letter is written on the leaf of kadamb (tree). She asks Krishna not to show his face when he comes to Gokul. In this way she shows her displease. There is reminder of some incidents in the letter. Radha’s feelings of her heart have been displayed in the poem. She requests Krishna not to feel bad. We like to sing the song often and often.)
કાન, (તમે) ગોકુળમાં કોક વાર આવો તો રાધાને (તમારું) મુખ ના બતાવશો.
[Kan (Krishna), sometime if you come to Gokul, please don’t show your face to Radha.)
ભલે ગાયોનું ધણ લઈને ગોવર્ધન (પર્વત) જાવ, (પરંતુ) જમુનાને કાંઠે ન આવશો.
[You may go to the mountain Govardhan with a herd of cows, but please don’t come to the bank of Jamuna.)
પૂનમની રાત્રે તાંદુલની પોટલી બાંધીને ભલે ગોકુળમાં આવો, (પરંતુ) હવે કોઈ (તમને) અડવાને દોડશે નહિ, તમે ગોકુળમાં વિરહનું રાજ જીતી શકશો નહિ.
[You may come to Gokul with a bundle of Tandul (rice), but nobody will rush to touch you (bow you). You cannot win the love of separation in Gokul.]
હે શ્યામ, તમને તો સમરાંગણ જ શોભે. વગર હથિયારે તમે ત્યાં જ ફાવશો!
(O Shyam, the battlefield is a good place for you. It is comfortable for you without a weapon.)
કદમ્બના પાંદડામાં (અને) પાંપણની ભાષામાં (હૃદયપૂર્વક) (પત્ર) લખી લખીને અમે અમારાં) આંસુ ભરીએ (રુદન કરીએ). જમુનાનાં જળ, તમે (આ પત્ર) દ્વારકાના દરિયે જઈને માધવને હાથોહાથ દેજો. લખિતંગ, રાધાના ઝાઝા જુહાર (નમસ્કાર)… શ્યામ, (તમે) અંતરમાં ઓછું ના લાવશો.
(We write you a letter on a leaf of kadamb in eye-lash language (heartily) and cry. O waters of Jamuna, please give this letter personally to Madhav at the sea of Dwaraka : Yours, many bowing of Radha. Shyam, please don’t feel bad at heart.].
ગોકુળમાં આવો તો શબ્દાર્થ (Meanings)
- ધણ – ગાયોનું ટોળું; herd of cows.
- કાંઠે – કિનારે; on the bank.
- તાંદુલ-એક જાતનું અનાજ, ચોખા, one kind of corn, rice.
- વિરહા – વિરહ; separation.
- સમરાંગણ -યુદ્ધભૂમિ; battlefield.
- પાંદડું – પર્ણ; leaf.
- પાંપણ – આંખના પોપચાં પરના વાળ; eye-lash.
- જુહાર – નમસ્કાર, સલામ; bowing.